Pravachansar Pravachano (Gujarati). Date: 30-06-1979; Gatha: 110.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 34 of 44

 

Page 429 of 540
PDF/HTML Page 438 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૨૯
પ્રવચનઃ તા. ૩૦–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૯ ગાથા.
હવે સત્તા ને દ્રવ્યનું ગુણ– ગુણીપણું સિદ્ધ કરે છેઃ–
મૂળ વાત તો એ છે કે આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ જ છે. ભલે બીજા ગુણ છે પણ ઈ
અસાધારણ (જ્ઞાનગુણ) એક જ છે. એથી જ્ઞાનસ્વરૂપનું સત્ જે રીતે છે. એ ગુણ-ગુણીના ભેદ તરીકે
અભેદ (માં) અતદ્ભાવ કહયો. છતાં સર્વથા અન્યતા (અન્યપણું) નથી, એથી તે દ્રવ્ય ઉપર
(અભેદ) દ્રષ્ટિ આપતાં ગુણનું પરિણમન થાય છે. આહા... હા! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય.
આહા.. હા! અરે! અનંતગુણનું પરિણમન થાય. સમ્યગ્દર્શન એટલે ‘સર્વગુણાંશ તે સમકિત’!!
આહા... હા! એ દ્રવ્ય અને ગુણને સર્વથા અભાવ માને તો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ આપતાં ગુણની વ્યક્તતા-
પ્રગટતા નહીં થાય. આહા... હા! ગુણ ને દ્રવ્ય વચ્ચે તદ્ન અભાવ માને તો, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થતાં
(છતાં) ગુણની વ્યક્તતાનો અંશ નહીં આવે. આહા... હા! અને દ્રવ્ય ઉપર (અભેદ) દ્રષ્ટિ પડતાં દ્રવ્ય
ને ગુણ-ભલે બે વચ્ચે અતદ્ભાવ છે બે છે એનો (એકબીજામાં) તદ્રન અભાવ છે એમ નથી- માટે
તે દ્રવ્યની દ્રષ્ટિ થતાં ગુણનું- અનંતગુણનું પરિણમન (વ્યક્તપણે) પ્રગટ થાય છે. પરિણમનમાં આખી
દશા પલટી જાય છે. આહા... હા... હા! સમજાણું કાંઈ? (શ્રોતાઃ) છતાં આપ ગુણની દ્રષ્ટિ તો
છોડાવો છો... ગુણની દ્રષ્ટિ છોડાવો છો...! (ઉત્તરઃ) અહીં તો અભિન્નપણું છે પુણ્યની તો વાત જ
અહીંયાં ક્યાં છે.
(શ્રોતાઃ) પુણ્ય નહીં ગુણ-ગુણીનું (ઉત્તરઃ) અભેદપણું (છે.) તદ્ન-સર્વથા અભાવ
છે (ગુણ-ગુણીને) એમ નહીં. (અતદ્ભાવનું અન્યત્વ પણ) એમ નહીં. અતદ્ભાવ કહ્યો ને અન્યત્વ
કહ્યું. ગુણ ને દ્રવ્ય વચ્ચે અતદ્ભાવ-અન્યત્વ કહયું તો (તે બે) સર્વથા જુદા છે- બીજા દ્રવ્યો જેમ
સર્વથા અન્યત્વ છે. અન્યત્વ કહો કે જુદા કહો (એકાર્થ છે.) એમ આત્મા ને ગુણ ને સર્વથા જુદા
માનો તો વસ્તુ બેય નહીં રહે.
કારણ કે અહીંયાં તો દ્રવ્યદ્રષ્ટિ છતાં, દ્રવ્યને ગુણ અભેદ છે. તેથી તે તે ગુણનું-અનંતગુણનું
પરિણમન નિર્મળ થઈને વ્યક્તપણે પ્રગટ થઈ સાથે જ્ઞાન-આનંદ-શાંતિ-સ્વચ્છતા બધા ગુણોનું
પરિણમન થઈ જશે. આહા... હા... હા! આવો પ્રભુનો મારગ છે! સત્ય જ આવું છે. આહા.. હા!
સત્યને કાંઈ પણ મોળું કરવાનું કરે (તો) ઘરમાં મિથ્યાત્વ રહેશે, શલ્ય! આહા... હા.. હા!
(અહીંયાં કહે છે કેઃ) “હવે સત્તા ને દ્રવ્યનું ગુણ-ગુણીપણું સિદ્ધ કરે છેઃ- અહીંયાં એક ગુણનું
કીધું (પરંતુ) દરેક ગુણ લેવા (સમજવા.).

Page 430 of 540
PDF/HTML Page 439 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૦
जो खलु दव्वसहावो परिणामो सो गुणो सदविसिट्ठो ।
सदवट्ठिर्द सहावे दव्वं त्ति जिणोवदेसोऽयं ।। १०९।।
આહા... હા! કુંદકુંદાચાર્ય કહેતાં-કહેતાં પણ ભગવાન આમ કહે છે (એમ ગાથામાં કહે છે.) કહે
છે તો પોતે! આહા... એટલી નિર્માનતા ને એટલી (કે ગાથામાં કહે છે) जिणोवदेसोयं પ્રભુ!
ત્રણલોકનાથ! તીર્થંકરની વાણી આમ છે. અહા... હા... હા! કુંદકુંદાચાર્ય (આમ) કહે, એ પોતે સ્વતંત્ર
પણ કહી શકે છતાં અહીંયાં કહે છે જિનનો ઉપદેશ-વીતરાગનો ઉપદેશ, આવો ઉપદેશ બાપુ! આહા... હા!
પરિણામ દ્રવ્યસ્વભાવ જે, તે ગુણ ‘સત્’ – અવિશિષ્ટ છે;
‘દ્રવ્યસ્વભાવે સ્થિત સત્ છે’ – એ જ આ ઉપદેશ છે. ૧૦૯.
ટીકાઃ– “દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છે.” સત્તાને અને દ્રવ્યને એક સિદ્ધ
કર્યું. દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત છે એથી સત્ છે. “–એમ પૂર્વે ૯૯ મી ગાથામાં પ્રતિપાદિત
કરવામાં આવ્યું છે.” (ગાથા) ૯૯ પોતપોતાના અવસરે પરિણામ થાય છે. દ્રવ્યના ઉત્પાદવ્યયધ્રૌવ્ય
ત્રણેય પરિણામ લીધા છે. ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય ત્રણે પરિણામ લીધા ત્યાં દ્રવ્યના. આહાહાહા! (ગાથા
૯૯ ટીકાઃ– અહીં વિશ્વને વિષે સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી દ્રવ્ય ‘સત્’ છે. સ્વભાવ દ્રવ્યનો
ધ્રૌવ્ય–ઉત્પાદ–વિનાશની એક્તાસ્વરૂપ પરિણામ છે.) એ વાતને યાદ કરે છે. ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય તે
ત્રણ પરિણામ છે. પણ કોના? કે! દ્રવ્ય જે પરિણમે (છે) તેના. આહા... હા! પરિણામી જે દ્રવ્ય છે
તેના ઉત્પાદ–વ્યયને ધ્રૌવ્ય એ ત્રણ એનામાં પરિણામ છે. તેથી
‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ ને ‘सद्
द्रव्यलक्षणम् (તત્ત્વાર્થ સૂત્ર અ. પ સૂત્ર. ૨૯–૩૦) આહા... હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) દ્રવ્ય સ્વભાવમાં નિત્ય અવસ્થિત હોવાથી સત્ છે– એમ પૂર્વે ૯૯ મી
ગાથામાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.” દ્રવ્યનો સ્વભાવ ‘હોવો’ “અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ
“પરિણામ કહેવામાં આવ્યો છે.”
જોયું? આ લો- ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય ત્રણેય પરિણામ છે એમ
કહેવામાં આવ્યું ત્યાં. અંશ કહ્યા’ તા ને..! ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય ત્રણ પર્યાય-અંશ કહ્યા’ તા. એ પર્યાય
આશ્રિત ત્રણ છે. અને પર્યાય દ્રવ્ય આશ્રિત છે એમ કહ્યું’ તું. આહા... હા... હા... હા! સમજાણું કાંઈ?
(વળી કહે છે) ફરીને, કે જે એ ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય પરિણામ છે. તે પરિણામ, દ્રવ્યનો

Page 431 of 540
PDF/HTML Page 440 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૧
સ્વભાવ- ત્રણેય કહેવામા આવ્યો છે. આહાહા... હા! દ્રવ્યનો સ્વભાવ, પરિણામ કહેવામાં આવ્યો છે.
આવો- અને એમ સિદ્ધ કરવામાં આવે છે, કે દ્રવ્યના સ્વભાવભૂત પરિણમન છે. દ્રવ્યના સ્વભાવભૂત
પરિણમન ત્રણ (સ્વરૂપે છે.) સ્વભાવભૂત એટલે ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય. ઈ ત્રણને અહીંયાં પરિણામ
કહેવાં છે. કારણ કે ત્રણેય ને પર્યાય કીધી’ તી ને? (ગાથા-૯૯માં.) એ ત્રણ પર્યાયો છે. ઈ ત્રણ
પર્યાયને આશ્રિત છે. પર્યાય દ્રવ્યને આશ્રિત છે. અહા.. હા.. હા! આ તો વકીલાતનું કામ હશે બધામાં,
નહિ?! આ અરે...! વાણિયા સાટુ તો શાસ્ત્ર છે. વાણિયાને વેપારને જૈનપણું મળ્‌યું! આહા... હા!
(શ્રોતાઃ) વાણિયા તો ઘણા બુદ્ધિવાળા હોય, ને એટલા બધા રૂપિયા કમાય...! (ઉત્તરઃ) કમાણા-
બમાણા ધૂળમાં ક્યાં’ ય ખોટ-ખોટ જાય છે બધી એને. ‘આ કમાણો ઈ જૈન! દ્રવ્યની દ્રષ્ટિ થતાં-
ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યપણે પરિણમન થાય છે એ માપ છે ત્યાં. સમ્યગ્દર્શન પરિણામ થાય છે (ત્યારે)
મિથ્યાત્વના પરિણામ જાય છે ને સમકિતના પરિણામ થાય છે ને ધ્રૌવ્યપણાનો અંશ રહે છે. એ
દ્રવ્યના ત્રણ પરિણામ છે. આહા... હા! ઝીણું પણ બહુ બાપુ! આહા..! દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતાં, દ્રવ્યના
ત્રણ પરિણામ છે. પરની તો વાત અહીં કાંઈ છે નહીં. એના પોતાના પરિણામ ત્રણ છે. ઉત્પાદ-વ્યય
ને ધ્રૌવ્ય એ પરિણામ છે. એની ભલે સમીપ હોય! ઉત્પાદ-વ્યયને ધૌવ્ય પર્યાય આશ્રિત છે. પર્યાય
કહો કે પરિણામ કહો (એક જ છે.) આહા... હા! અને તે પરિણમન દ્રવ્ય આશ્રિત છે. આહા...! તે
પર્યાયો દ્રવ્યઆશ્રિત છે. અહા... ઠીક!
(અહીંયાં કહે છે કેઃ) “અને (ત્યાં) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે.”
આહા... હા! એ પરને લઈને પરિણમે છે એમ નહીં, એમ કહે છે. ઈ દ્રવ્યનો (જ) સ્વભાવ પરિણામ
કહેવામાં આવ્યો છે. શું કહ્યું? (શ્રોતાઃ) દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે. (ઉત્તરઃ) હા
દ્રવ્યનો સ્વભાવ જ પરિણામ કહેવામાં આવ્યો છે. એનું પરિણમન કોઈ બીજા લઈને છે એમ નથી.
આહા... હા... હા! એકેક ન્યાય! આહા...! ‘દ્રવ્યનો સ્વભાવ પરિણમંન કહેવામાં આવ્યો છે.
“અહીં
એમ સિદ્ધ કરવામાં આવે છે કે– જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે, તે જ ‘સત્’ થી અવિશિષ્ટ
(અસ્તિત્વ અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો) ગુણ છે.”
તે અસ્તિત્વ-સત્તાથી
અભિન્ન છે. આહા... હા! જે દ્રવ્ય આપણે અહીંયાં (એની વાત) પણ છે તો છ એ દ્રવ્યની વાત. પણ
જે દ્રવ્યને પરિણામ છે ઉત્પાદવ્યયધ્રૌવ્યના એ અસ્તિત્વને લઈને છે. છે ને? (પાઠમાં) ‘સત્’ થી
અવિશિષ્ટ, અસ્તિત્વથી અભિન્ન એવો અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો ગુણ છે. એ ઉત્પાદવ્યયધ્રૌવ્ય
(કોઈ) જુદી ચીજ નથી. પણ ઈ અસ્તિત્વગુણનું જ એ રૂપ છે. આહા... હા... હા! સત્તા જે છે. એ
અસ્તિત્વગુણ છે. એનું ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્ય ત્રણ પરિણામ છે. અને સત્તા છે ઈ દ્રવ્યની સાથે અભેદ
છે. અતદ્ભાવ કહયો ઈ તો અપેક્ષાએ (તે-ભાવ નહીં) બાકી અભેદ છે. એટલે દ્રવ્યનું પરિણમન
થતાં, ઉત્પાદ વ્યય ને ધ્રૌવ્યના પરિણામ પરિણમે છે. આહા... હા... હા! સમજાણું કાંઈ? પ્રવિણભાઈ!
આવું ક્યાં? આવું કાંઈ તમારા વેપારમાં આવે નહીં.

Page 432 of 540
PDF/HTML Page 441 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૨
આહા... હા... હા! આવો મારગ આહા...!! સંતોએ તો સરળ કરીને બતાવ્યું છે આ!
(કહે છે કેઃ) (ત્યાં) “દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે.” (ગાથા) ૯૯ માં.
અહીં એમ સિદ્ધ કરવામાં આવે છે કે– જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે, તે જ ‘સત્’ થી
અવિશિષ્ટ અસ્તિત્વથી અભિન્ન એવો ગુણ છે.
એ સત્તા ગુણથી ઉત્પાદવ્યયધ્રૌવ્ય સત્ છે. અને સત્થી
તે અભિન્ન છે. જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરિણામ કહયાં’ તા (ઈ) સત્ છે. કારણ
उत्पादव्ययध्रौव्ययुक्तं
सत् તે સત્થી તે પરિણામ જુદાં નથી. આહા.. હા.. હા!
તો તમે તો આ મહિના દિ’ થી અહીંયાં છો. તો ય સાંભળ્‌યું નથી? નહીં? લે! (શ્રોતાઃ)
સંભળાય તો પાપ લાગી જાય ને...! (ઉત્તરઃ) એમાં વળી પાપ લાગી જાય? આ વળી નવા
સ્થાનકવાસી! આ શેઠેય મહિના દિ’ થી અંદર છે. આહા... હા. આહા... હા!
શું કહે છે? કે દ્રવ્યનો સ્વભાવ પરિણામ હોં, પરિણામ. પર્યાય. દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે
દ્રવ્ય નહીં એવો અતદ્ભાવ કહ્યો હતો. તે કાંઈ બે વચ્ચે તદ્ન અભાવ નથી. એમ અહીંયાં દ્રવ્યના
પરિણામ છે, એ એના સત્થી તદ્ન અભિન્ન છે. સત્થી જુદાં નથી. સત્તાથી જુદાં નથી. આહા...હા!
અસ્તિત્વથી દ્રવ્યનું પરિણમન ઉત્પાદવ્યય ધ્રૌવ્ય જુદાં નથી. એથી જ્યાં આમ દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, ત્યાં
સત્તામાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમે છે, ત્રણેય પરિણમન થાય છે એથી ત્યાં સમ્યગ્દર્શનજ્ઞાનચરિત્રના
પરિણામ ઉત્પન્ન થાય છે. આહા..હા..હા! બધા આ તો તમારા ચોપડા છે. દિગંબરના ચોપડા (ગ્રંથો)
છે. ઘરના ચોપડા (હોય તે) ફેરવે, આમ આમ! આહા... હા! મધ્યસ્થતાથી જરી સાંભળે-વિચારે તો
સત્ની વાત એને બેસે! અને બેસતાં, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય તો પરિણમન થયા વગર રહે નહીં
કેમ કે સત્તા (ચીજા ‘
उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ પરિણમનવાળી છે. આહા... હા... હા! એ સત્તા ને
દ્રવ્ય અભિન્ન છે. પ્રદેશે તો બેય તદ્ન અભિન્ન છે. આહા.. હા! તેથી સત્તાને-અસ્તિત્વને લઈને, દ્રવ્યમાં
ત્રણ પ્રકારના પરિણામ થાય છે. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય. આહા... હા!
અહીંયાં તો ઈ કહેવું છે. કે દ્રવ્યસ્વભાવમાં સત્તા છે- ગુણ (છે.) એ કાંઈ સર્વથા (દ્રવ્યથી)
ભિન્ન નથી. એથી સત્તા ને દ્રવ્યને અતદ્ભાવ (જે) ભાવભેદથી ભેદ કહ્યો. છતાં ઈ દ્રવ્યની દ્રષ્ટિ થતાં
સત્તાગુણ જે એની સાથે છે એના ત્રણ પરિણામ થાય છે. એટલે એ ત્રણ પ્રકારના પરિણામ દ્રવ્યના જ
થયા. આહા... હા! સત્તાના ત્રણ પરિણામ કીધાં કારણ કે
‘उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ ઈ ઈ સત્ કીધું
પાછું सद् द्रव्यलक्षणम् એમ. આહા... હા... હા! આકરી વાત છે થોડી! આ તો મુદની રકમની વાત
છે! આહા... હા... હા!

Page 433 of 540
PDF/HTML Page 442 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૩
(અહીંયાં કહે છે કેઃ) ‘દ્રવ્યનો સ્વભાવ પરિણામ કહેવામાં આવ્યો છે. અહીં એમ સિદ્ધ
કરવામાં આવે છે કે જે દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે. તે જ ‘સત્’ થી અવિશિષ્ટ
અસ્તિત્વથી અભિન્ન.”
દ્રવ્યનો સત્તાગુણ છે. અસ્તિત્વગુણ છે. તેના ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ
કહ્યાં. એ અસ્તિત્વથી અભિન્ન છે. અસ્તિત્વથી દ્રવ્ય અભિન્ન છે તેના પરિણામ પણ અસ્તિત્વ
અભિન્ન છે. “અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો ગુણ છે.” સત્તા નામનો ગુણ છે ઈ પરિણમે છે,
તો સત્તા ને ગુણ કોઈ બીજા (અન્ય) નથી. ત્રણપણે પરિણમે ઈ તો સત્તાગુણ પોતે પરિણમે છે.
પરિણમે છે માટે બીજો (અન્ય) કોઈ ગુણ છે (એમ નથી.) “અસ્તિત્વથી અભિન્ન એવો,
અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો ગુણ છે.”
શું કહેવા માગે છે? કે અસ્તિત્વગુણ છે. અને આ
ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય પરિણામ કહ્યાં. (તેથી તે તો) એમ કહે ત્રણ થયાં. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (ત્રણ)
પરિણામ થયાં. પણ સત્તાગુણથી કોઈ (ઈ) ભિન્ન નથી. ઉત્પાદવ્યયધ્રૌવ્યથી દ્રવ્ય ભિન્ન નથી. પણ
સત્તાગુણથી આ ઉત્પાદવ્યયધ્રૌવ્ય (ત્રણ) પરિણામ ભિન્ન નથી. આહા... હા.. હા આકરું બહુ
બાબુભાઈ! ધંધા આડે નવરાશ ન મળે એને ક્યાં’ ય અહા... હા.. હા! આહા... હા! શું અમૃતવાણી
છે ને.... ભગવાનની! હેં? આવી વાત ક્યાં’ ય (બીજે નથી.) અમૃત વરસાવ્યાં છે!! એક-એક શબ્દે
ન્યાયના ભંડાર ભર્યા છે! આહા... હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવુું જે અસ્તિત્વ.” અમૃત વરસ્યાં છે.
“દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત.” ટકવું એ; હયાત રહેવું તે. “એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા
‘સત્’ શબ્દથી કહેવામાં આવે છે.”
શું કીધું ઈ? આહા...! કે દ્રવ્યમાં, સ્વરૂપની વૃત્તિભૂત એટલે
અસ્તિત્વ- હયાતી- (છે.) સ્વરૂપની હયાતી (સ્વરૂપ) સત્તા. એવું જે અસ્તિત્વ. દ્રવ્યપ્રધાન કથન
દ્વારા-દ્રવ્યની મુખ્યતાના કથન દ્વારા, ‘સત્’ શબ્દથી કહેવામાં આવેલ છે. આહા... હા... હા! “તેનાથી
અવિશિષ્ટ (–તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે.”

ઉત્પાદવ્યયધ્રૌવ્ય (ત્રણ) પરિણામ છે ઈ અસ્તિત્વગુણથી ભિન્ન નથી. અસ્તિત્વગુણના સ્વભાવભૂત
પરિણામ છે. સત્તાગુણના ઈ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય, અસ્તિત્વગુણનું જ પરિણામ છે. આહા...હા...હા!
માણસ વાંચે નહી, સ્વધ્યાય કરે નહીં શાસ્ત્રનો, પછી (બૂમો પાડે) એકાંત છે, એકાંત છે, એકાંત છે
એમ કહે! આહા...હા! ભાઈ! તને સમજવા શાસ્ત્ર છે, આ તો અમૃતના શાસ્ત્ર છે! આહા... હા!
અમૃતના ઝરણાં કેમ (શી રીતે) ઝરે.. એમ કહે છે. આહા...હા...હા...હા!
(કહે છે કેઃ) કેમ કે ઈ અસ્તિત્વગુણ, દ્રવ્યથી જુદો નથીં તેથી અસ્તિત્વગુણના પરિણામ
ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે આહા... હા! અસ્તિત્વગુણના જે મૂળભૂત દ્રવ્યસ્વભાવ ભૂત્ પરિણામ છે. એ સત્તા
ને (સત્) એક જ છે. એ સત્તાથી-સત્તા નામનો ગુણ એક જ છે. સત્તા નામના ઉત્પાદવ્યયધ્રૌવ્ય, સત્તા

Page 434 of 540
PDF/HTML Page 443 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૪
ને એ એક જ છે. શું કહ્યું ઈ? સમજાણું? આહા... હા! દ્રવ્યના સ્વરૂપની વૃત્તિ એટલે ટકવું. એવું જે
અસ્તિત્વ-સત્તા, એ દ્રવ્યપ્રધાન કથા દ્વારા ‘સત્’ શબ્દથી કહેવામાં આવેલ છે. ‘દ્રવ્ય’ પોતે જ ‘સત્’
છે. એમ કહેવામાં આવેલ છે.
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् તે જ सदद्रव्यलक्षणम् એને અહીંયાં સિદ્ધ
કર્યું છે. આહા... હા... હા! ઉમાસ્વાતિએ જે સૂત્રો કહ્યાં છે (‘તત્ત્વાર્થસૂત્ર’ માં તેને સિદ્ધ કર્યાં છે.)
(કહે છે કેઃ) વસ્તુની સ્વરૂપની હયાતી (સ્વરૂપ) ગુણ એવી (જે) સ ત્તા. એમને દ્રવ્યપ્રધાન
કથન દ્વારા- ‘દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત એવું જે અસ્તિત્વ દ્રવ્યપ્રધાન કથન દ્વારા ‘સત્’ શબ્દથી
કહેવામાં આવે છે.” તેનાથી અવિશિષ્ટ (– તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવભૂત
પરિણામ છે.”
ઈ એવો અસ્તિત્વથી જુદાં નહીં (અનન્ય) ગુણભૂત જ દ્રવ્યસ્વભાવ, અસ્તિત્વના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ છે. અસ્તિત્વને દ્રવ્યની પ્રધાનતાથી કહીએ, તો કહે છે ઈ અસ્તિત્વનો જે
દ્રવ્યસ્વભાવ, ઉત્પાદવ્યયધ્રૌવ્ય ઈ દ્રવ્યનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? અસ્તિત્વગુણનું દ્રવ્યપ્રધાન કથન
કહીએ, તો અસ્તિગુણ- ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે એમન કહેતાં દ્રવ્યથી તે ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. આહા... હા...
હા! સમજાણું કાંઈ? આહા...! દ્રવ્યના સ્વરૂપની હયાતી એવું જે અસ્તિત્વ એનું દ્રવ્યની મુખ્યતાથી
કથન કરતાં (એટલે) સત્તાગુણથી નહિ પણ સત્તાગુણને દ્રવ્યની મુખ્યતાના કથન કરતાં ‘સત્’
શબ્દથી કહેવામાં આવે છે. “તેનાથી અવિશિષ્ટ (–તે અસ્તિત્વથી અનન્ય) ગુણભૂત જ
દ્રવ્યસ્વભાવભૂત પરિણામ છે.” કારણ કે દ્રવ્યની વૃત્તિ ત્રણ પ્રકારના સમયને (–ભૂત, વર્તમાન ને
ભવિષ્ય એવા ત્રણ કાળને) સ્પર્શતી હોવાથી (તે વૃત્તિ અર્થાત્ અસ્તિત્વ) પ્રતિક્ષણે તે તે સ્વભાવે
પરિણમે છે.
પ્રવચનઃ તા. ૩૦–૬–૭૯.
છેલ્લો પેરેગ્રાફ છે. “(આ પ્રમાણે) ત્યારે પ્રથમ તો, દ્રવ્યના સ્વભાવભૂત પરિણામ છે.” શું
કહે છે? કે ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય થાય છે. ઈ દ્રવ્યના પરિણામ છે. જે ક્ષણે ક્ષણે ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય,
પોત-પોતાના અવસરે થાય છે. એ દ્રવ્યના પરિણામ છે. એ પરિણામ (બીજા) કોઈથી થયા છે, કે
(બીજા) કોઈથી થાય છે, કે કોઈથી બદલાય છે એમ નથી. આહા... હા!
“અને તે
ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ, અસ્તિત્વભૂત એવી દ્રવ્યની વૃત્તિ.” (નીચે ફૂટનોટમાં અર્થ) વૃત્તિ
= વર્તવું તે; હયાત રહેવું તે; (તેથી) દ્રવ્યની હયાતી. દ્રવ્યનો જે હયાતી નામનો સત્તાગુણ (છે.) એના
અસ્તિત્વસ્વરૂપ દ્રવ્યની હયાતીને લીધે
‘સત્’ થી અવિશિષ્ટ એવો” ‘સત્’ (એટલે)
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् અને સત્તાગુણ બેય જુદા નથી બેય એક છે. આહા... હા... હા! જેમ
પરદ્રવ્યનું પૃથકપણું તદ્ન છે એમ આ (ગુણ-ગુણી) પૃથક નથી. પહેલું જરી કહી ગયા છે ને કે દ્રવ્ય
અને સત્તા અતદ્ભાવ તરીકે અન્યત્વ છે એમ કહ્યું’ તું. છતાં એ અતદ્ભાવ

Page 435 of 540
PDF/HTML Page 444 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩પ
છે પણ છે તો તદ્ભાવસ્વરૂપ. ઈ દ્રવ્યની જ સત્તા છે ને દ્રવ્યનો જ ગુણ છે. આહા... હા... હા! ઈ
દ્રવ્યનો ખાસ “એવો દ્રવ્યવિધાયક (–દ્રવ્યને રચનારો) ગુણ જ છે.” એ તો દ્રવ્ય, સત્તાસ્વરૂપે (જ)
છે. (અથવા) દ્રવ્ય સત્તાસ્વરૂપ જ છે. આહા.. હા! એની સત્તાના સ્વરૂપમાં જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય થાય, એ
સત્તાથી ભિન્નનથી અને સત્તા દ્રવ્યથી ભિન્ન નથી. આવી વ્યાખ્યા છે. કેળવણી કરવી પડશે ને જરી!
(કહે છે) એવી દ્રવ્યની હયાતીને લીધે ‘સત્’ થી અવિશિષ્ટ (એટલે) સત્થી જુદું નહિ એવો
“દ્રવ્ય વિધાયક (–દ્રવ્યને રચનારો સત્તા ઈ ગુણ જ છે” દ્રવ્યને રચનારો સત્તા- અસ્તિત્વ (વસ્તુમાં)
ઈ એનો ગુણ જ છે. અહીંયાં અસ્તિત્વથી વાત લીધી છે.
“–આ રીતે સત્તા ને દ્રવ્યનું ગુણ–ગુણીપણું
સિદ્ધ થાય છે.” સત્તા ગુણ છે, દ્રવ્ય ગુણી છે. એ રીતે એ ગુણીનો જ ગુણ છે એ ગુણ, ગુણીનો છે.
ગુણીનો (જ) ગુણ છે. આહા...હા! અને એ ગુણની હયાતીપણાને લઈને ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણામ
થાય, તે દ્રવ્યના જ છે. આવી વાત છે! આહા...! બહુ સ્પષ્ટ કર્યું (છે.) . એ પરિણામ કોઈ બીજા
દ્રવ્ય કરે નહીં એ માટે આ બધું (વસ્તુસ્થિતિના ન્યાયથી) સિદ્ધ કરે છે. ગમે તે પ્રસંગમાં, પ્રત્યેક દ્રવ્ય
પોતાની હયાતીવાળા ગુણથી, જુદો નથી. તેથી તે હયાતીવાળો ગુણ જે છે એમાં પરિણામ ઉત્પાદવ્યયને
ધ્રૌવ્ય છે અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ સત્તાથી જુદાં નથી, ને સત્તાથી ગુણી જુદો નથી. ગુણીનો
(સત્તા) ગુણ છે ને (સત્તાના) ઉત્પાદવ્યયધ્રૌવ્ય (એ ત્રણ) પરિણામ છે. આહા... હા! હવે આવું
અનોખું! વેપારીને (સમજવા) નવરાશ નહીં ને...! આવી ઝીણી વાત! ભાષા તો સાદી છે!
(કહે છે કેઃ) આત્મા! સિદ્ધ તો ઈ કરવું છે કે પરિણમન જે થાય છે ઈ તો એની સત્તાને
લઈને થાય છે. અને ઈ સત્તા ગુણીનો ગુણ છે. અને ઈ સત્તા उत्पादव्ययध्रौव्ययुक्तं છે. તેથી તે
સત્તાનું પરિણમન તે દ્રવ્યનું પરિણમન છે. (શ્રોતાઃ) એક ગુણનું પરિણમન છે તે આખા દ્રવ્યનું
પરિણમન? (ઉત્તરઃ) એ ઈ બીજા ગુણનું ઈ પ્રમાણે, ત્રીજા ગુણનું પરિણમન ઈ પ્રમાણે. અહીંયાં તો
સત્તાગુણની વ્યાખ્યા કરી. એમ જ્ઞાનગુણ લો, જ્ઞાનગુણ પણ હયાતીવાળો તો છે. તે ગુણીથી ગુણ કાંઈ
જુદો નથી. અને જ્ઞાનગુણમાં પણ ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ થાય છે. આ તો સત્તાગુણની વાત કરી
(છે.) એમ અનંતગુણનું પરિણમન-હયાતી, એ ગુણીના ગુણ છે. એ ગુણમાં હોવાપણાપણું છે. અને
એને લઈને એના ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય પરિણામ થાય છે. એ ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણામથી દ્રવ્ય જુદું
નથી. આહા... હા... હા... હા! ઘણી વાત કરે છે! શબ્દો થોડા પણ ઘણી વાત ગંભીર કરી છે!! કો’
ભાઈ! આમાં ઉપરટપકેથી સમજાય તેવું નથી. આહા... હા!
અહીંયાં તો ભગવંત! સર્વજ્ઞ પરમાત્માએ, અનંત દ્રવ્ય પૃથક (પ્રત્યક્ષ) જોયાં. તે અનંતદ્રવ્યમાં,

Page 436 of 540
PDF/HTML Page 445 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૬
તે દ્રવ્યનું હોવાપણું- ઈ હોવાપણાનો ગુણ (અસ્તિત્વ) તે દ્રવ્યથી જુદો નથી. અને તે હોવાપણાનો
ગુણ, ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય પરિણામથી જુદો નથી. હોવાપણાના ગુણના જ ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. આહા...
હા... હા! એની વાત કરી, દ્રવ્ય છે તે સત્તા સહિત છે. અસ્તિત્વગુણ સહિત છે. અને એ ગુણ છે ઈ
ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ સહિત છે. માટે તે સત્તાગુણ-ગુણીથી જુદો નથી. સત્તા (ગુણ) નું પરિણમન
(ઉત્પાદવ્યયધ્રૌવ્ય) પણ દ્રવ્યથી જુદું નથી. આહા... હા! હવે આ વાણિયાઓને યાદ રાખવું બધું ધંધા
આડે! આહા.. હા! વાત તો એમાં ઈ સિદ્ધ કરવી છે પ્રભુ! તું પોતે આત્મા છો. અને આત્મામાં
અનંતગુણો એની હયાતી ધરાવે છે. એ ગુણીના ગુણો હયાતી ધરાવે છે. અને એ ગુણીના ગુણો,
સમય-સમયમાં ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમે છે. આહા...! ત્રણેય પર્યાય લીધી છે ને...?
ઉત્પાદવ્યયધ્રૌવ્યને પરિણામકીધાં છે પર્યાય કીધી છે. આહા... હા! એટલે એને બીજું (કોઈ) દ્રવ્ય
ઉત્પાદપણે પરિણમાવે નવી રીતે (બદલાવે) એનો પ્રવાહ તોડી દ્યે-આહા.. હા! ભગવાન આત્મા કે
કોઈપણ દ્રવ્ય, એની હયાતીવાળા ગુણોનો ઉત્પાદવ્યયધ્રૌવ્યનો પ્રવાહ (ક્રમ) એ ગુણ ગુણીથી જુદો
નથી, અને તે ગુણીથી ગુણ જુદો નથી. એથી તે પ્રવાહને કોઈ તોડી શકે -પર્યાય કોઈ આડી-અવળી
કરી શકે, એ નથી એમ કહે છે. છે થોડું, પણ ઘણો માલ ભર્યો છે!! આચાર્યોના હૃદયમાં ઘણો માલ
છે!! આખી દુનિયાને વહેંચી નાખી. અનંત દ્રવ્યો, અનંતપણે પોતાથી કાયમ કેમ રહે? (એની
વહેંચણી કરી નાખી.) જેને પરની હયાતીની જરૂર નથી કેમ કે પોતે જ (દરેક દ્રવ્યો) હયાતીવાળા-
અસ્તિત્વવાળા ગુણોથી છે. અને તે હયાતીવાળા ગુણો પોતે જ ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમે છે. એટલે
એને પરિણમન માટે બીજા કોઈ દ્રવ્યની જરૂર પડે એમ નથી. ઉચિત-યોગ્ય નિમિત્ત ભલે હોય એ તો
પહેલાં (ગાથા-૯પ) માં કહી ગયો. ઉચિત-નિમિત્ત-પણ ઉચિત નિમિત્ત છે ઈ પરિણમનને કાળે છે.
એ ઉચિત નિમિત્ત આવ્યું એટલે (અહીં દ્રવ્ય) ઉત્પાદવ્યય ધ્રૌવ્યપણે પરિણમ્યું એમ નથી. આહા... હા!
સમજાય છેકાંઈ? ઝીણી વાતું બહુ! ભાઈ! આ તો દયા પાળવી ને... પ્રતિક્રમણ કરવા ને... વ્રત કરવાં
ને... અપવાસ કરવાં... ને એ તો સહેલું સટ હતું! રખડવાનું!! મિથ્યાત્વપોષક હતું ઈ તો બધુ! કેમ કે
અહીંયાં સામું દ્રવ્ય પણ તે ગુણીથી ગુણ (સહિત) છે. અને તે ગુણ તે ઉત્પાદવ્યયધ્રૌવ્યથી છે. અને
તેથી તેના ઉત્પાદવ્યયધ્રૌવ્ય તેની સત્તાથી જુદાં નથી, તે સત્તા તે સત્-દ્રવ્યથી જુદાં નથી. એટલે બીજાનું
કાંઈપણ (કોઈદ્રવ્ય) કરી શકે કે બીજા (દ્રવ્યને) અડી શકે (એવું વસ્તુસ્વરૂપમાં છે નહીં) આહા...
હા!
(શ્રોતાઃ) અડી ન શકે એટલે તો આચાર્યોએ લખ્યું છે આમાં...! (ઉત્તરઃ) એ આવી ગયું ને
પહેલાં. ઈ એટલા માટે તો કહે છે. કે વસ્તુ છે ઈ સત્તાગુણવાળી અસ્તિત્વપણે છે. અને એવા બધા
ગુણો પણ અસ્તિત્વપણે છે. અને અસ્તિત્વગુણ છે એ બધા ગુણ-પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળા છે.
(તેથી) કોઈપણ ગુણ ઉત્પાદવ્યયધ્રૌવ્ય વિનાનો હોય નહીં અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે તે સત્તાના છે ને
એ (સત્તા) ગુણ ગુણીનો છે. એટલે એના પરિણમનમાં કોઈ બીજાનું કારણ છે (એમ નથી) એમાં
આવી ગઈ ઈ વાત! આહા...હા...હા!
(શ્રોતાઃ) વધારે (ચોખ્ખું) આવ્યું નહીં (ઉત્તરઃ) અંદર
તત્ત્વથી આવી ગયું ન્યાયથી. આહા...હા! અરે.. રે!

Page 437 of 540
PDF/HTML Page 446 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૭
આહા...હા! શું વાણી છે! ‘પ્રવચનસાર’! વીતરાગની દિવ્યધ્વનિ!! આહા...હા! વહેંચી નાખ્યા અનંતા
(પદાર્થોને) જુદા (જુદા) ભલે અનંત હો!
(હવે કહે છે કેઃ) કોઈ પણ દ્રવ્યના ઉત્પાદવ્યયધ્રૌવ્યમાં (અન્ય) કોઈ દ્રવ્યનું ઉત્પાદવ્યયધ્રૌવ્ય
આવે એમ નથી. કારણ કે સત્તા (ગુણ) થી જ તે ગુણી છે. અને ગુણીની તે સત્તા છે. અને તે સત્તા
પોતે જ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળી છે. એટલે હવે એને ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણમન માટે કોઈ બીજા
દ્રવ્યની અપેક્ષા છે (એમ નહીં.) ઉચિત (નિમિત્ત) હો! પણ ઈ પરિણમન (નિમિત્ત છે માટે)
પરિણમન કરે એમ નથી. ઈ તો (માત્ર) નિમિત્ત છે. આહા...હા! ચીમનભાઈ! આવી વાતું છે!
આમાં માથાં શું ગણે વેપારી આખો દિ’, માથાકૂટમાં પડયા ને આ તો નિવૃત્તિ જોઈએ, નિવૃત્તિ!
મગજે ય શું કામ કરે? આહા...હા...હા!
(કહે છે) (દ્રવ્યમાં) ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન અવસ્થા થાય છે. તેથી કોઈ બીજા તત્ત્વના
અસ્તિત્વને લઈને (એ અવસ્થા) છે (એવું નથી.) કે ભિન્ન ભિન્ન અવસ્થા ઈ સત્તાના પોતાના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય ગુણ છે એનાથી થાય છે. આહા... હા! એક દ્રવ્યને, બીજા દ્રવ્યનો સંયોગ થતાં, એની
અવસ્થા બીજી દેખાય, એથી કહે છે કે તને એમ થઈ જાય છે કે આ સંયોગ થી અવસ્થા બદલી છે
એમ નથી, એમ કહેવું છે. આહા... હા... હા! ઘણું સમાડયું! તે તેનામાં, તું તારામાં. સંયોગથી તું જોવા
માંડ કે અગ્નિ આવી માટે પાણી ઊનું થયું- ઉચિત નિમિત્ત આવ્યું માટે પાણી ઊનું થયું એમ નથી.
એ અગ્નિમાં સત્તા નામનો ગુણ છે. અને ઉષ્ણ (તા) નામનો ગુણ છે. એ પણ ઉત્પાદવ્યય ને
ધ્રૌવ્યવાળા (ગુણ) છે. તો ઈ ઠંડી અવસ્થામાંથી ઊની અવસ્થા થઈ ઈ એના ઉત્પાદને લઈને થઈ છે.
આહા... હા.. હા...! એ ઉચિત નિમિત્ત છે માટે થઈ છે એમ નથી. કારણ કે ઉચિત નિમિત્ત છે એ પણ
સત્તાવાળું તત્ત્વ છે. અને એ પણ એના ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે સત્તા (સ્વયં) થાય છે. અને તે સત્તાથી
ઉત્પાદવ્યયધ્રૌવ્ય (તેના) જુદા નથી. અને તે સત્તા તેના સત્થી (એટલે) દ્રવ્યથી જુદી નથી. આહા...
હા! મીઠાભાઈ, સમજાય છે આમાં? થોડી વાત છે પણ ગંભીર છે! આહા... હા!
“ઘણી (વાતથી)
ભેદજ્ઞાન કરાવ્યું છે!” વહેંચણી કરી નાખી વહેંચણી! કે ગમે એવા સંયોગોમાં પર્યાય દેખાય એકદમ,
જેમ પાણીની ઠંડી અવસ્થા હતી તે ઉષ્ણ દેખાય એકદમ, એથી તને એમ લાગે કે અગ્નિનો સંયોગ છે
માટે તે (ઉષ્ણ) થઈએમ નથી. એ તો અગ્નિનો સત્તા નામનો ગુણ છે ને ઉષ્ણતા નામનો ગુણ છે,
એ પોતે જ ઉત્પાદવ્યયપણે પરિણમીને ઉષ્ણતા છે. (પણ) અગ્નિને લઈને (પાણી ઉષ્ણ થયું) એમ
નહિ. આહા... હા... હા... હા! બહુ સમાવ્યું છે!! ગાથામાં!
(કહે છે) શરીરમાં રોગ આવ્યો, ઈ એની સત્તા નામનો ગુણ છે (પુદ્ગલનો) એથી એમાં
અહીંયાં એનું્ર પરિણમન ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે (થઈ રહ્યું છે.) માટે આ થયો (રોગ.) હવે ઈ

Page 438 of 540
PDF/HTML Page 447 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૮
ઉત્પાદવ્યય કોઈ બીજા કારણે થયો છે એમ નથી. અને ઈ (રોગનો) ઉત્પાદ ને કોઈ દવાનો ઉત્પાદ
આવે ઈ જાતનો (ઉચિત નિમિત્તપણાનો) માટે ઈ (રોગનો) ઉત્પાદ જાય છે એમ નથી. અને ઈ
ઉત્પાદ છે અને આવે ઓલો દવાનો ઉત્પાદ માટે (રોગ) નો ઉત્પાદ ફરી જાય છે એમ નહીં. આ
દવાખાના મીંડા વળે બધા. આહા... હા! સંયોગને દેખનારો એના (સંયોગથી-સંયોગી દ્રષ્ટિથી દેખે
છે.) શાસ્ત્રમાં (નિમિત્તની) ભાષા આવે. આ દવા, આ દવાથી આમ થાય એ બધી વાતું નિમિત્તથી
કથન છે. આહા... હા! અહીંયાં તો એક (એક) ગુણ (સત્તા સહિત) તે ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમન
સહિત જ હોય છે. એથી તને એમ લાગે કે સંયોગ આવ્યો માટે આ પર્યાય થઈ તો તો એની સત્તાને
(નિમિત્ત કે ઉપાદાન) એના ગુણનો ઉત્પાદવ્યયધ્રૌવ્ય એનાથી (તે તે પરિણમન) થયું તે તેં માન્યું
નહીં. આહા.. હા! સમજાય છે કાંઈ? આ ત્રણ લીટીમાં એટલું ભર્યું છે અહીં! આહા... હા! શું ત્યારે
આમાં વાંચ્યું શું હશે ત્યારે તમે ત્યાં? દુકાને. શાંતિભાઈ! આહા.. હા! (શ્રોતાઃ) કોઈ આત્માની વાત
હોય તો અર્થ સમજાય. (ઉત્તરઃ) પણ આ તો સીધી વાત છે. એના વ્યાજમાં ને એના કાઢવામાં ને
કેમ હુશિયાર થાય છે? આહા... હા.. હા! અહીંયાં તો ગજબ વાત કરી છે ને...!
(કહે છે) આહા... હા! સત્-સત્તા- ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તં પરિણમન-આહા.. હા! તે તે દ્રવ્યનું,
તે તે ગુણનું. આહા... હા! તે તે ગુણનું ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય તે એ ગુણનો જ ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. હવે
ઈ ગુણ ગુણીનો છે. માટે ગુણી પોતે જ તે રીતે ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમ્યું છે. આહા.. હા!
સંયોગોને ન જુઓ!
(શ્રોતાઃ) તો હાથમાં કેમ આવે છે? જો શક્તિ આત્માની નહીં માનો તો તો
આત્મા શક્તિથી-સંયોગોથી (હાથમાં) આવે છે... (ઉત્તરઃ) ઈ... ઈ... ઈ વ્યવહારે કથન છે. ઈ તો
વાત કરીય પહેલી. કહ્યું છે આવું નથી. આહા... હા! (શ્રોતાઃ) કહ્યું છે ને (શાસ્ત્રમાં) પણ..
(ઉત્તરઃ) કહ્યું છે ને વ્યવહારથી કહ્યું છે. નિમિ ત્ત ગણાવ્યું છે ખબર છે.. ને... આહા.. હા!
અહીંયાં તો માણસને એમ થાય કે આ સંયોગો આવ્યા ને એકદમ પલટન થયું, માટે સંયોગથી
થયું, એમ નથી. (જુઓ,) અત્યારે (અહીંયાં વ્યાખ્યાનમાં બેઠા છો ત્યારે) સાંભળવામાં આવે છે,
જ્ઞાન થાય છે અંદર, એ સાંભળવાનો સંયોગ આવ્યો માટે ત્યાં જ્ઞાન થયું તે (ની) અહીંયાં ના પાડે
છે. (કારણ કે) એ જ્ઞાનમાં સત્તા નામનો અસ્તિત્વ ગુણ છે. અને એ ગુણ પણ (હયાતીવાળો) છે
ને...! એ એના ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમે છે તેથી (જ્ઞાન) એનું થાય છે. એને લઈને (જ્ઞાનગુણને
લઈને) ઉત્પાદ જ્ઞાનનો પર્યાય છે. સાંભળવાને લઈને (કે) શબ્દની પર્યાયને લઈને ત્યાં (જ્ઞાન
પર્યાયનો ઉત્પાદ) છે એમ નથી. આહા... હા!
(શ્રોતાઃ) એ તો ઉપાદાનથી છે... (ઉત્તરઃ) હેં?
(શ્રોતાઃ) આ તો ઉપાદાનથી વાત કરી. (ઉત્તરઃ) ઉપાદાનની નહીં, એ તો વસ્તુની સ્થિતિ એ જ છે.
ઉચિત નિમિત્ત ભલે હો! પણ તે કાળે- તે તે પોતાને કારણે ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે સત્તા પરિણમે છે ને
એ સત્તાગુણ, ગુણીનો છે. ઈ સત્તાનું પરિણમન છે જે ઈ ગુણીનું જ પરિણમન છે. સંયોગનું નહીં.
આહા...હા...હા!

Page 439 of 540
PDF/HTML Page 448 of 549
single page version

ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૯
દેવીલાલજી! આવી વાત છે. બેસવી કઠણ પડે! (શ્રોતાઃ) બેસે તો સમાધાન થાય... (ઉત્તરઃ)
વસ્તુસ્થિતિ આમ છે.
(કહે છે) અહીંયાં બતાવવામાં એટલો ભાવ છે કે કોઈપણ તત્ત્વને એકદમ બદલતી અવસ્થા
દેખીને, સંયોગ આવ્યો માટે બદલતી અવસ્થા (એકદમ) થઈ એમ નથી. પહેલાં આમ હતું ને પછી
કેમ આમ થયું? પહેલાં આ રીતે, આ પર્યાય નહોતી ન્યાં બેઠો ત્યારે અહીંયાં (બેઠો ત્યારે) આ
જ્ઞાનની પર્યાય આવી થઈ આંહી. સાંભળવામાંથી થઈ તો એનું કારણ શું? આહા... હા! કહે છે કે
એનો જ્ઞાનગુણ ને સત્તાગુણ જ. ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ (પરિણમે) છે. એથી તેના ગુણનું ઉત્પાદવ્યય ને
ધ્રૌવ્ય કરીને જ એ (જ્ઞાન) થયું છે. અને એ ગુણ ગુણીનો એટલે દ્રવ્યનું જ એ પરિણમન છે. બીજાનું
છે નહીં’ . દેવીલાલજી! આહા... હા! હવે આમાં પરની દયા ને પરની હિંસા... મંદિર બનાવવા ને...
રથયાત્રા બનાવવા ને.. આહા..! ભારે વાત ભઈ!
કોઈ પણ દ્રવ્ય, તે તે કાળે-સંયોગો ભલે વિવિધ પ્રકારના આવે- એથી અહીંયાં વિવિધ
પ્રકારની પર્યાયો થઈ એમ’ નથી. તે ક્ષણે જ તેના ઉત્પાદનો, વ્યયનો, ધ્રૌવ્યનો- સત્તાગુણનું પરિણમન
છે. માટે થાય છે. તે ગુણ છે ગુણીનો તે, ગુણી તો ધ્રુવપણે પડયું છે. સંયોગોરૂપે પરિણમ્યા’ તા માટે
સંયોગોને લઈને પરિણમ્યા છે એમ’ નથી. આહા... હા! આ તો બેસે એવું છે.
(અહીંયાં કહે છે કેઃ) “ગુણ જ છે. – આ રીતે સત્તા ને દ્રવ્યનું ગુણ–ગુણીપણું સિદ્ધ થાય છે.”

Page 440 of 540
PDF/HTML Page 449 of 549
single page version

ગાથા – ૧૧૦ પ્રવચનસાર પ્રવચનો ૪૪૦
હવે ગુણ ને ગુણીના અનેકપણાનું ખંડન કરે છેઃ-
णत्थि गुणो त्ति कोई पज्जाओ तीह वा विणा दव्वं ।
दव्वतं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ।। ११०।।
नास्ति गुण इति वा कश्चित् पर्याय इतीह वा विना द्रव्यम् ।
द्रव्यत्वं
पुनर्भावस्तस्माद्द्रव्यं स्वयं सत्ता ।। ११०।।
પર્યાય કે ગુણ એવું કોઈ ન દ્રવ્ય વિણ વિશ્વે દીસે
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦
ગાથા – ૧૧૦
અન્યવાર્થઃ– [इह] આ વિશ્વમાં [गुणः इति वा कश्चित्] ગુણ એવું કોઈ [पर्यायः इति वा]
કે પર્યાય એવું કોઈ, [द्रव्यं विना न अस्ति] દ્રવ્ય વિના (-દ્રવ્યથી જુદું) હોતું નથી; [द्रव्यत्वं पुनः
भावः] અને દ્રવ્યત્વ તે ભાવ છે (અર્થાત્ અસ્તિત્વ તે ગુણ છે); [तस्मात्] તેથી [द्रव्यं स्वयं
सत्ता] દ્રવ્ય પોતે સત્તા (અર્થાત્ અસ્તિત્વ) છે.
ટીકાઃ– ખરેખર દ્રવ્યથી પૃથગ્ભૂત (જૂદું) ગુણ એવું કોઈ કે પર્યાય એવું કોઈ પણ ન હોય; -
જેમ સુવર્ણથી પૃથગ્ભૂત તેની પીળાશ આદિ કે તેનું કુંડળપણું આદિ હોતા નથી તેમ. હવે, તે દ્રવ્યના
સ્વરૂપની વૃત્તિભૂત ‘અસ્તિત્વ’ નામથી કહેવાતું જે દ્રવ્યત્વ તે તેનો ‘ભાવ’ નામથી કહેવાતો ગુણ જ
હોવાથી, શું તે દ્રવ્યથી પૃથકપણે વર્તે છે? નથી જ વર્તતું. તો પછી દ્રવ્ય સ્વયમેવ (પોતે જ) સત્તા હો.
૧૧૦.