Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 23

 

Page 23 of 438
PDF/HTML Page 41 of 456
single page version

background image
જેની પાસે શિવપ્રમુખ સૌ છે પ્રભાવે વિહીન,
તુંથી તેહ રતિપતિ ક્ષણે સર્વથા કીધ ક્ષીણ;
અગ્નિઓ જે જલ થકી અહો! નિશ્ચયે બુઝવાય,
રે! શું તેહી દુઃસહ વડવાવહ્નિથી ના પિવાય? ૧૧
સ્વામી! તુનેં બહુ જ ગુરુતાવંતને આશ્રનારા,
સત્ત્વો સર્વે હૃદયમહિં તને ધારીને ક્યા પ્રકારા;
જન્માબ્ધિને અતિ લઘુપણે રે! તરે શીઘ્ર સાવ,
વા અત્રે તો મહદ્જનનો છે અચિંત્ય પ્રભાવ. ૧૨
જો વિભુ હે! પ્રથમથી જ તેં ક્રોધ કીધો નિરસ્ત,
તો કીધા તેં કઈ જ રીતથી કર્મચોરો વિનષ્ટ?
લીલાં વૃક્ષો યુત વનગણોને અહો! લોકમાંહી,
ના બાળે શું શિશિર પણ રે! હિમરાશિય આંહી? ૧૩
યોગીઓ તો જિનપતિ! સદા તું પરમાત્મારૂપીને,
રે! શોધે છે હૃદયકજના કોશદેશે ફરીને;
શું કર્ણિકા વિણ અપર રે! સંભવે છે અનેરું,
સ્થાન હ્યાં તો પુનિત અમલા અબ્જના બીજ કેરું? ૧૪
પામે ભવ્યો ક્ષણમહિં પ્રભુ હે! પરમાત્માદશાને,
જિનેશા હે! શરીર તજીને આપશ્રીના જ ધ્યાને;
તીવ્રાગ્નિથી તજી દઈ અહો! ભાવ પાષાણ કેરો,
પામે લોકે ઝટ કનકતા જે રીતે ધાતુભેદો. ૧૫

Page 24 of 438
PDF/HTML Page 42 of 456
single page version

background image
જેની અંતઃ ભવિ થકી સદા તું વિભાવાય ભાવે,
જિનેશા હે! શરીર પણ તે નાશ કાં તુ કરાવે?
વા વર્તે આ નકી અહીં અરે! મધ્યવર્તિ સ્વરૂપ,
મ્હાનુભાવો વિગ્રહ શમવે સર્વથા જિનભૂપ! ૧૬
આ આત્મા તો મનીષિ જનથી તુંથી નિર્ભેદ ભાવે,
ધ્યાયાથી હે જિનવર! બને તુજ જેવો પ્રભાવે;
અત્રે પાણી પણ અમૃત આ એમ રે! ચિંતવાતું,
નિશ્ચેથી શું વિષવિકૃતિને ટાળનારું ન થાતું? ૧૭
વિભુ તુંહી તમરહિતને વાદીઓએ અનેરા,
નિશ્ચે શંભુ હરિ પ્રમુખની ધીથી માની રહેલા;
ધોળો શંખે તદપિ કમળાયુક્તથી જિનરાય!
નાના વર્ણે વિપરીત મતિએ ન શું તે ગ્રહાય? ૧૮
(અશોકવૃક્ષાદિ અષ્ટ પ્રાતિહાર્ય)


અશોકવૃક્ષ
(રાગમંદાક્રાંતા)
સાન્નિધ્યેથી તુજ ધરમના બોધવેળા વિલોક!
દૂરે લોકો! તરુ પણ અહો! થાય અત્રે ‘અશોક’;
ભાનુ કેરો સમુદય થયે નાથ! આ જીવલોક,
શું વિબોધ ત્યમ નહિ લહે સાથમાં વૃક્ષથોક? ૧૯

Page 25 of 438
PDF/HTML Page 43 of 456
single page version

background image
સુરપુષ્પવૃષ્ટિ
રે! ચોપાસે વિમુખ ડિટડે માત્ર શાને પડે છે,
વૃષ્ટિ ભારી સુરકુસુમની? હે વિભુ! ચિત્ર એ છે!
વા ત્હારા રે! દરશન પથે પ્રાપ્ત થાતાં જ નિશ્ચે,
મુનીશા હે! સુમનગણનાં બંધનો જાય નીચે. ૨૦
દિવ્યધ્વનિ
સ્થાને છે આ ગંભીર હૃદયાબ્ધિ થકી ઉદ્ભવેલી,
ત્હારી વાણી તણી પીયૂષતા છે જનોએ કથેલી;
તેને પીને પર પ્રમદના સંગભાગી વિરામે,
નિશ્ચે ભવ્યો અજરઅમરાભાવને શીઘ્ર પામે. ૨૧
ચામર
હે સ્વામિશ્રી! અતિ દૂર નમી ને ઊંચે ઊછળંતા,
માનું શુચિ સુરચમરના વૃંદ આવું વદંતા
‘‘જેઓ એહી યતિપતિ પ્રતિ રે! પ્રણામો કરે છે,
‘‘નિશ્ચે તેઓ ઉરધ ગતિને શુદ્ધભાવે લહે છે.’’ ૨૨
સિંહાસન
બિરાજેલા કનક-મણિના શુભ્ર સિંહાસને ને
હ્યાં ગર્જંતા ગંભીર ગિરથી, નીલવર્ણા તમોને;
ઉત્કંઠાથી ભવિજનરૂપી મોરલાઓ નિહાળે,
સુવર્ણાદ્રિ શિખરપર જાણે નવો મેઘ ભાળે! ૨૩

Page 26 of 438
PDF/HTML Page 44 of 456
single page version

background image
ભામંડલ
ઊંચે જાતા તુજ નીલ પ્રભામંડલેથી વિલોક!
પત્રો કેરી દ્યુતિ થકી થયો હીન અત્રે અશોક;
વા નીરાગી! ભગવન! વળી આપના સન્નિધાને,
નીરાગિતા નહિ અહીં કિયો ચેતનાવંત પામે? ૨૪
દેવદુંદુભિ
‘‘ભો ભો ભવ્યો અવધૂણી તમારા પ્રમાદો સહુ ને,
આવી સેવો શિવપુરીતણા સાર્થવાહ પ્રભુને,’’
માનું આવું ત્રણ જગતને દેવ! નિવેદનારો,
વ્યાપી વ્યોમે ગરજત અતિ દેવદુંદુભિ તારો. ૨૫
છત્રત્રય
તારા દ્વારા સકલ ભુવનો આ પ્રકાશિત થાતાં,
તારા વૃંદો સહિત શશિ આ સ્વાધિકારે હણાતાં,
મૌક્તિકોના ગણયુત ઉઘાડેલ ત્રિ છત્ર બ્હાને,
આવ્યો પાસે ત્રિવિધ તનુને ધારી નિશ્ચે જ જાણે! ૨૬
ત્રિલોકોને બહુ બહુ ભરી પિંડરૂપી થયેલા,
જાણે કાંતિ-પ્રતપ-યશના સંચથી નિજ કેરા;
માણિક્યો ને કનક રજતે એ રચેલા ગઢોથી,
વિભાસે છે ભગવન અહો! તુંહી સર્વે દિશોથી. ૨૭

Page 27 of 438
PDF/HTML Page 45 of 456
single page version

background image
પાર્શ્વપ્રભુ સ્તુતિ
જન્માબ્ધિથી વિમુખ વરતે તોય તું જિનરાજ!
તારે છે જે સ્વપીઠપર લાગેલ પ્રાણીસમાજ;
તે તું પાર્થિવનિરૂપને યુક્ત નિશ્ચે જ અત્રે,
તું આશ્ચર્ય! પ્રભુ! કરમવિપાક વિહીન વર્તે!! ૨૮
તું વિશ્વેશો દુરગત છતાં લોકરક્ષી કહાવે!
વા સ્વામી! તું અલિપિ તદપિ અક્ષર સ્વસ્વભાવે!
અજ્ઞાનીમાં તમ મહિં નકી સર્વદા કો પ્રકાર,
જ્ઞાન સ્ફુરે ત્રણ જગતને હેતુ ઉદ્યોતનાર! ૨૯
કમઠાસુરના ઉપસર્ગ
વ્યાપ્યા જેણે અતિ અતિ મહા ભાર દ્વારા નભોને,
ઉડાડી’તી શઠ કમઠડે રોષથી જે રજોને;
તેથી છાયા પણ તમ તણી ના હણાણી જિનેશ!
દુરાત્મા એહ જ રજ થકી તે ગ્રસાયો હતાશ. ૩૦
જ્યાં ગર્જતા પ્રબળ ઘનના ઓઘથી અભ્ર ભીમ,
વિદ્યુત ત્રૂટે મુસલ સમ જ્યાં ઘોર ધારા અસીમ;
દૈત્યે એવું જ દુસ્તર વારિ અરે! મુક્ત કીધું,
તેનું તેથી જ દુસ્તરવારિ થયું કાર્ય સીધું. ૩૧
છૂટા કેશોથી વિકૃતિરૂપી જે ધરે મુંડમાલા,
ને જેના રે! ભયદ મુખથી નીકળે અગ્નિજ્વાલા;

Page 28 of 438
PDF/HTML Page 46 of 456
single page version

background image
વિકુર્વ્યો જે પ્રભુ! તમ પ્રતિ એહવો પ્રેતવૃંદ,
તે તો તેને ભવભવ થયો સંસૃતિ દુઃખકંદ. ૩૨
(વસંતતિલકાવૃત્ત)
છે ધન્ય ત્હારા ભક્તને
છે ધન્ય તે જ અવની મહિં જેહ પ્રાણી;
ત્રિસંધ્ય તેજ પદ ભુવનનાથ નાણી!
આરાધતા વિધિથી કાર્ય બીજાં ફગાવી,
રોમાંચ ભક્તિ થકી અંગ મહિં ધરાવી. ૩૩
ના સુણ્યો કદિ મેં તને
માનું અપાર ભવસાગરમાં જિનેશ !
તું કર્ણગોચર મને ન થયો જ લેશ;
સુણ્યા પછી તુજ સુનામ પુનિત મંત્ર,
આવે કને વિપદ-નાગણ શું ? ભદંત ! ૩૪
ના પૂજ્યો કદિ મેં તને
જન્માંતરેય જિન! વાંચ્છિત દાનદક્ષ,
પૂજ્યા ન મેં તુજ પદોરૂપ કલ્પવૃક્ષ,
આ જન્મમાં હૃદયમંથિ પરાભવોનો,
નિવાસ હું થઈ પડ્યો, ઇશ મુનિઓના! ૩૫
ના દીઠો કદિ મેં તને
મેં મોહતિમિરથી આવૃત્ત નેત્રવાળે,
પૂર્વે તને ન નિરખ્યો નકી એક વારે,

Page 29 of 438
PDF/HTML Page 47 of 456
single page version

background image
ના તો મને દુઃખી કરે ક્યમ મર્મભેદી,
એહી અનર્થ ઉદયાગત, વિશ્વવેદી! ૩૬
ધાર્યો ન મેં હૃદયે તને
પૂજ્યો છતાં શ્રુત છતાં નિરખ્યો છતાંય,
ધાર્યો ન ભક્તિથી તને મુજ ચિત્તમાંય;
તેથી થયો હું દુઃખભાજન જિનરાય!
ના ભાવવિહીન ક્રિયા ફલવંત થાય. ૩૭
છોડાવ દુઃખ થકી મને
હે નાથ! દુઃખીજનવત્સલ! હે શરણ્ય!
કારુણ્યપુણ્યગૃહ! સંયમીમાં અનન્ય!
ભક્તિથી હું નત પ્રતિ ધરી તું દયાને,
થા દેવ! તત્પર દુઃખાંકુર છેદવાને! ૩૮
નિઃસંખ્ય સત્ત્વગૃહ, ખ્યાત પ્રભાવવાળા,
ને શત્રુનાશક શરણ્ય અહો! તમારાં
પાદાબ્જ શર્ણ લઈ જો છઉં ધ્યાન વંધ્ય,
તો નષ્ટ હું, ભુવનપાવન ! હું જ વંધ્ય. ૩૯
દેવેન્દ્રવંદ્ય! વિભુ! વસ્તુરહસ્યજાણ!
સંસારતારક! જગત્પતિ! જિનભાણ!
રક્ષો મને ભયદ દુઃખસમુદ્રમાંથી,
આજે કરુણહૃદ! પુણ્ય કરો દયાથી. ૪૦.

Page 30 of 438
PDF/HTML Page 48 of 456
single page version

background image
હો તું જ શર્ણ ભવેભવે!
તારાં પદાબ્જતણી સંતતિથી ભરેલી,
ભક્તિતણું કંઈય જો ફલ વિશ્વબેલી!
તો તું જ એક શરણું બસ એહ મુજ,
હો શર્ણ આ ભવભવાંતરમાંય તું જ! ૪૧
સ્તોત્રમાહાત્મ્ય, ઉપસંહાર
રે! આમ વિધિથી સમાધિમને ઉમંગે,
રોમાંચ કંચુક ધરી નિજ અંગ અંગે;
સદ્દબિમ્બ નિર્મલ મુખાંબુજ દ્રષ્ટિ બાંધી,
ભવ્યો રચે સ્તવન જે તુજ ભક્તિ સાંધી. ૪૨
તે હે જિનેન્દ્ર! જયનેત્ર ‘કુમુદચંદ્ર’!
હ્યાં ભોગવી સ્વરગ સંપદવૃંદ ચંગ;
નિઃશેષ કર્મમલ સંચય સાવ વામે,
ને શીઘ્ર તેહ ભગવન્! શિવધામ પામે. ૪૩
શ્રી સમન્તભદ્રાચાર્ય વિરચિત
સ્વયંભૂસ્તોત્ર
(૧) શ્રી આદિનાથસ્તુતિ
(ગીતા છંદ)
જો હુએ હૈ અરહંત આદિ, સ્વયં બોધ સમ્હારકે,
પરમ નિર્મલ જ્ઞાન ચક્ષુ, પ્રકાશ ભવતમ હારકે;

Page 31 of 438
PDF/HTML Page 49 of 456
single page version

background image
નિજ પૂર્ણ ગુણમય વચન કરસે, જગ અજ્ઞાન મિટા દિયા,
સો ચંદ્ર સમ ભવિ જીવ હિતકર, જગતમાંહિ પ્રકાશિયા.
સો પ્રજાપતિ હો પ્રથમ જિસને, પ્રજાકો ઉપદેશિયા,
અસિ કૃષિ આદિ કર્મસે, જીવન ઉપાય બતા દિયા;
ફિર તત્ત્વજ્ઞાની પરમ વિદ, અદ્ભુત ઉદય ધર્તારને,
સંસાર ભોગ મમત્વ ટાલા, સાધુ સંયમ ધારને.
ઇન્દ્રિયજયી, ઇક્ષ્વાકુવંશી મોક્ષકી ઇચ્છા કરે,
સો સહનશીલ સુગાઢ વ્રતમેં સાધુ સંયમકો ધરે;
નિજ ભૂમિ મહિલા ત્યાગદી જો થી સતી નારી સમા,
યહ સિંધુ જલ હૈ વસ્ત્ર જિસકા ઔર છોડી સબ રમા.
નિજ ધ્યાન અગ્નિ પ્રભાવસે રાગાદિ મૂલક કર્મકો,
કરુણા વિગર હૈ ભસ્મ કીને ચાર ઘાતી કર્મકો;
અરહંત હો જગ પ્રાણિ હિત સત્ તત્ત્વકા વર્ણન કિયા,
ફિર સિદ્ધ હો નિજ બ્રહ્મપદ અમૃતમઈ સુખ નિત પિયા.
જો નાભિનંદન વૃષભ જિન સબ કર્મ મલસે રહિત હૈં,
જો જ્ઞાન તન ધારી પ્રપૂજિત સાધુજન કર સહિત હૈં;
જો વિશ્વલોચન લઘુ મતોં કો જીતતે નિજ જ્ઞાનસે,
સો આદિનાથ પવિત્ર કીજે આત્મ મમ અઘ ખાનસે.
(૨) શ્રી અજિતનાથસ્તુતિ
(માલિની છંદ)
દિવિસે પ્રભુ આકર જન્મ જબ માત લીના,
ઘરકે સબ બન્ધૂ મુખકમલ હર્ષ કીના;
સ્વર્ગસે

Page 32 of 438
PDF/HTML Page 50 of 456
single page version

background image
ક્રીડા કરતે ભી જિન વિજય પૂર્ણ પાઈ,
અજિત નામ રક્ખા જો પ્રગટ અર્થદાઈ.
અબ ભી જગ લેતે નામ ભગવત્ અજિતકા,
સત્ શિવમગદાતા વર અજિત તીર્થંકરકા.
મંગલ કર્તા હૈ પરમશુચિ નામ જિનકા,
નિજ કારજકા ભી લેત નિત વામ ઉનકા.
જિમ સૂર્ય પ્રકાશે, મેઘદલકો હટાકર,
કમલ વન પ્રફુલ્લૈં, સબ ઉદાસી ઘટાકર;
તિમ મુનિવર પ્રગટે, દિવ્ય વાણી છટાકર,
ભવિગણ આશય ગત, મલ કલંક મિટાકર.
જિસને પ્રગટાયા, ધર્મ ભવ પાર કર્તા,
ઉત્તમ અતિ ઊંચી, જાન જનદુઃખ હરતા;
ચંદન સમ શીતલ, ગંગ હૃદયમેં નહાતે,
બહુધામ સતાએ, હસ્તિવર શાંતિ પાતે.
નિજ બ્રહ્મ રમાની, મિત્ર શત્રુ સમાની,
લે જ્ઞાન કૃપાની, રોષાદિ દોષ હાની;
લહિ આતમ લક્ષ્મી, નિજવશી જીતકર્મા,
ભગવન્ અજિતેશ, દીજિએ શ્રી સ્વશર્મા. ૧૦
(૩) શ્રી સંભવજિનસ્તુતિ
(ભુજંગપ્રયાત છંદ)
તુંહી સૌખ્યકારી જગમેં નરોંકો,
કુતૃષ્ણા મહાવ્યાધિ પીડિત જનોંકો;

Page 33 of 438
PDF/HTML Page 51 of 456
single page version

background image
અચાનક પરમ વૈદ્ય હૈ રોગહારા,
યથા વૈદ્યને દીનકા રોગ ટારા. ૧૧
દશા જગ અનિત્યં, શરણ હૈ ન કોઈ,
અહં મમ મઈ દોષ મિથ્યાત્વ વોઈ;
જરા-જન્મ-મરણં સદા દુઃખ કરે હૈ,
તુહી ટાલ કર્મં, પરમ શાંતિ દે હૈ. ૧૨
ખવિજલી સમ ચંચલં સુખ વિષયકા,
કરૈ વૃદ્ધિ તૃષ્ણામઈ રોગ જિયકા;
સદા દાહ ચિત્તમેં કુતૃષ્ણા બઢાવે,
જગત દુઃખ ભોગે, પ્રભૂ હમ બતાવે. ૧૩
જુ હૈ મોક્ષ બન્ધં, વ હૈ હેતુ ઉનકા,
બંધા અર ખુલા જિય, ફલં જો છુટનકા;
પ્રભૂ સ્યાદ્વાદી, તુમ્હીં ઠીક કહતે,
ન એકાંત મતકે કભી પાર લહતે. ૧૪
જહાં ઇન્દ્ર ભી હારતા ગુણકથનમેં,
કહાં શક્તિ મેરી તુઝી થુતિ કરનમેં;
તદપિ ભક્તિવશ પુણ્ય યશ ગાન કરતા;
પ્રભૂ દીજિયે નિત શિવાનન્દ પરતા. ૧૫
(૪) શ્રી અભિનન્દન જિનસ્તુતિ
(છંદ સ્રગ્વિની)
આત્મગુણ વૃદ્ધિતે નાથ અભિનન્દના,
ધર અહિંસા વધૂ, ક્ષાંતિ સેવિત ઘના;
3

Page 34 of 438
PDF/HTML Page 52 of 456
single page version

background image
આત્મમય ધ્યાનકી, સિદ્ધિકે કારણે,
હોય નિર્ગ્રંથ પર, દોય વિધિ ટારણે. ૧૬
તન અચેતન યહી, ઔર તિસ યોગતે,
પ્રાપ્ત સંબંધમેં, આપપન માનતે;
જો ક્ષણિક વસ્તુ હૈ, થિરપના દેખતે,
નાશ જગ દેખ પ્રભુ, તત્ત્વ ઉપદેશતે. ૧૭
ક્ષુત ત્રષા રોગ પ્રતિકાર બહુ ઠાનતે,
અક્ષ સુખ ભોગ કર તૃપ્તિ નહિં માનતે;
થિર નહીં જીવ તન હિત ન હો દૌડના,
યહ જગત્રૂપ ભગવાન વિજ્ઞાપના. ૧૮
લોલુપી ભોગ જન, નહિં અનીતિ કરે,
દોષકો દેખ જગ, ભય સદા ઉર ધરે;
હૈ વિષય મગ્નતા, દોઉ ભવ હાનિકર,
સુજ્ઞ ક્યોં લીન હો, આપ મત જાનકર. ૧૯
હૈ વિષયલીનતા, પ્રાણિકો તાપકર,
હૈ તૃષા વૃદ્ધિકર, હો ન સુખસે વસર;
હે પ્રભો! લોકહિત, આપ મત માનકે,
સાધુજન શર્ણ લે, આપ ગુરુ માનકે. ૨૦
(૫) શ્રી સુમતિતીર્થંકરસ્તુતિ
(તોટક છંદ)
મુનિ નાથ સુમતિ સત્ નામ ધરે,
સત્ યુક્તિમઈ મત તુમ ઉચરે;

Page 35 of 438
PDF/HTML Page 53 of 456
single page version

background image
તુમ ભિન્ન મતોંમેં નાહિ બને,
સબ કારજ કારક તત્ત્વ ઘને. ૨૧
હૈ તત્ત્વ અનેક વ એક વહી,
તત્ત્વ ભેદ અભેદહિ જ્ઞાન સહી;
ઉપચાર કહો તો સત્ય નહીં,
ઇક હો અન ના વક્તવ્ય નહીં. ૨૨
હૈ સત્ત્વ અસત્ત્વ સહિત કોઈ નય,
તરુ પુષ્પ રહે ન હિ વ્યોમ કલપ;
તવ દર્શન ભિન્ન પ્રમાણ નહીં,
સ્વ સ્વરૂપ નહીં કથમાન નહીં. ૨૩
જો નિત હી હોતા નાશ ઉદય,
નહિં, હો ન ક્રિયા, કારક ન સધય;
સત્ નાશ ન હો નહિં જન્મ અસત્,
જુ પ્રકાશ ગએ પુદ્ગલ તમ સત્. ૨૪
વિધિ વા નિષેધ સાપેક્ષ સહી,
ગુણ મુખ્ય કથન સ્યાદ્વાદ યહી;
ઇમ તત્ત્વ પ્રદર્શી આપ સુમતિ,
થુતિ નાથ કરૂં હો શ્રેષ્ઠ સુમતિ. ૨૫
(૬) શ્રી પદ્મપ્રભ જિનસ્તુતિ
(મુક્તાદામ છંદ)
પદમપ્રભ પદ્મ સમાન શરીર,
શુચિ લેશ્યાધર રૂપ ગંભીર;

Page 36 of 438
PDF/HTML Page 54 of 456
single page version

background image
પરમ શ્રી શોભિત મૂર્તિ પ્રકાશ,
કોમલ સૂરજવત્ ભવ્ય વિકાશ. ૨૬
ધરત જ્ઞાનાદિ રિદ્ધિ અવિકાર,
પરમ ધ્વનિ ચારુ સમવસૃત સાર;
રહે અરહંત પરમ હિતકાર,
ધરી બોધશ્રી મુક્તિ મંઝાર. ૨૭
પ્રભૂ તન રશ્મિસમૂહ પ્રસાર,
બાલ સૂર્યસમ છબિ ધરતાર;
નર સુર પૂર્ણ સભામેં વ્યાપા,
જિમ ગિરિ પદ્મરાગ મણિ તાપા. ૨૮
સહસપત્ર કમલોં પર વિહરે,
નભમેં માનો પલ્લવ પ્રસરે;
કામદેવ જેતા જિનરાજા,
કરત પ્રજાકા આતમ કાજા. ૨૯
તુમ ૠષિ ગુણસાગર ગુણ લવ ભી,
કથન ન સમરથ ઇન્દ્ર કભી ભી;
હૂં બાલક કૈસે ગુણ ગાઊં,
ગાઢ ભક્તિસે કુછ કહ જાઊં. ૩૦
(૭) શ્રી સુપાર્શ્વજિનસ્તુતિ
(છન્દ ચૌપાઈ)
જય સુપાર્શ્વ ભગવન્ હિત ભાષા,
ક્ષણિક ભોગકી તજ અભિલાષા;

Page 37 of 438
PDF/HTML Page 55 of 456
single page version

background image
તપ્ત શાંત નહિ તૃષ્ણા બધતી,
સ્વસ્થ રહે નિત મનસા સધતી. ૩૧
જિમ જડ યંત્ર પુરુષસે ચલતા,
તિમ યહ દેહ જીવધૃત પલતા;
અશુચિ દુખદ દુર્ગંધ કુરૂપી,
યામેં રાગ કહા દુખરૂપી. ૩૨
યહ ભવિતવ્ય અટલ બલધારી,
હોય અશક્ત અહં મતિકારી;
દો કારણ વિન કાર્ય ન રાચા,
કેવલ યત્ન વિફલ મત રાચા. ૩૩
ડરત મૃત્યુસે તદપિ ટલત ના,
નિત હિત ચાહે તદપિ લભત ના;
તદપિ મૂઢ ભયવશ હો કામી,
વૃથા જલત હિય હો ન અકામી. ૩૪
સર્વ તત્ત્વકે આપ હિ જ્ઞાતા,
માત બાલવત્ શિક્ષા દાતા;
ભવ્ય સાધુજનકે હો નેતા,
મૈં ભી ભક્તિ સહિત થુતિ દેતા. ૩૫
(૮) શ્રી ચન્દ્રપ્રભ તીર્થંકરસ્તુતિ
(ભુજંગપ્રયાત છંદ)
પ્રભૂ ચન્દ્રસમ શુક્લ વર વર્ણધારી,
જગત નિત પ્રકાશિત પરમ જ્ઞાનચારી;

Page 38 of 438
PDF/HTML Page 56 of 456
single page version

background image
જિનં જિતકષાયં મહત્ પૂજ્ય મુનિપતિ,
નમૂં ચંદ્રપ્રભ તૂ દ્વિતિય ચંદ્ર જિનપતિ. ૩૬
હરૈં ભાનુકિરણેં યથા તમ જગતકા,
તથા અંગ ભામંડલં તમ જગતકા;
શુક્લધ્યાન દીપક જગાયા પ્રભુને,
હરા તમ કુબોધં સ્વયં જ્ઞાનભૂને. ૩૭
સ્વમત શ્રેષ્ઠતાકા ધરૈં મદ પ્રવાદી,
સુનેં જિનવચનકો તજેં મદ કુવાદી;
યથા મસ્ત હાથી સુનેં સિંહગર્જન,
તજૈં મદ તથા મોહકા હો વિસર્જન. ૩૮
તુહી તીન ભૂમેં પરમપદ પ્રભુ હૈ,
કરે કાર્ય અદ્ભુત પરમ તેજ તૂ હૈ;
જગત નેત્રધારી અનંતં પ્રકાશી,
રહે નિત સકલ દુઃખકા તૂ વિનાશી. ૩૯
તુંહી ચન્દ્રમા ભવિકુમુદકા વિકાશી,
કિયા નાશ સબ દોષ મલ મેઘરાશી;
પ્રગટ સત્ વચનકી કિરણમાલ વ્યાપી,
કરો મુઝ પવિત્ર તુહી શુચિ પ્રતાપી. ૪૦
(૯) શ્રી પુષ્પદંત તીર્થંકરસ્તુતિ
(પદ્ધરી છંદ)
હે સુવિધિ! આપને કહા તત્ત્વ,
જો દિવ્યજ્ઞાનસે તત્ અતત્ત્વ;

Page 39 of 438
PDF/HTML Page 57 of 456
single page version

background image
એકાંત હરણ સુપ્રમાણ સિદ્ધ;
નહિં જાન સકૈં તુમસે વિરુદ્ધ. ૪૧
હૈ અસ્તિ કથંચિત્ ઔર નાસ્તિ,
ભગવાન્ તુઝ મતમેં યહ તથાસ્તિ;
સત્ અસત્મઈ ભેદ રુ અભેદ,
હૈં વસ્તુ બીચ નહિં શૂન્ય વેદ. ૪૨
‘યહ હૈ વહ હી’ હૈ નિત્ય સિદ્ધ,
‘યહ અન્ય ભયા’ યાં ક્ષણિક સિદ્ધ;
નહિ હૈ વિરુદ્ધ દોનોં સ્વભાવ,
અંતર બાહર સાધન પ્રભાવ. ૪૩
પદ એકાનેક સ્વવાચ્ય તાસ,
જિમ વૃક્ષ સ્વતઃ કરતે વિકાસ;
યહ શબ્દ સ્યાત્ ગુણ મુખ્યકાર,
નિયમિત નહિં હોવે બાધ્યકાર. ૪૪
ગુણ મુખ્ય કથક તવ વાક્ય સાર,
નહિં પચત ઉન્હેં જો દ્વેષ ધાર;
લખિ આપ્ત તુમ્હેં ઇન્દ્રાદિદેવ,
પદકમલનમેં મૈં કરહું સેવ. ૪૫
(૧૦) શ્રી શીતલનાથસ્તુતિ
(છન્દઃ સ્રગ્વિણી)
તવ અનઘ વાક્ય કિરણેં, વિશદ જ્ઞાનપતિ,
શાંત-જલ-પૂરિતા, શમકરા સુષ્ઠુમતિ;

Page 40 of 438
PDF/HTML Page 58 of 456
single page version

background image
હૈ તથા શમ ન ચન્દન, કિરણ ચન્દ્રમા,
નાહિં ગંગા જલં, હાર મોતી શમા. ૪૬
અક્ષસુખ ચાહકી આગસે તૃપ્ત મન,
જ્ઞાન-અમૃત-સુજલ સીંચ કીના શમન;
વૈદ્ય જિમ મંત્ર ગુણસે કરે શાંત તન,
સર્વ વિષકી જલનસે હુઆ બેયતન. ૪૭
ભોગકી ચાહ અર ચાહ જીવન કરે,
લોક દિન શ્રમ કરે રાત્રિકો સો રહે;
હે પ્રભુ આપ તો રાત્રિ દિન જાગિયા,
મોક્ષકે માર્ગકો હર્ષયુત સાધિયા. ૪૮
પુત્ર ધન ઔર પરલોકકી ચાહ કર,
મૂઢજન તપ કરેં આપકો દાહ કર;
આપને તો જરા જન્મકે નાશ હિત,
સર્વ કિરિયા તજી શાંતિમય ભાવહિત. ૪૯
આપ હી શ્રેષ્ઠ જ્ઞાની મહા હો સુખી,
આપસે જો પરે બુદ્ધિ લવ મદ દુઃખી;
યાહિતે મોક્ષકી ભાવના જે કરેં,
સંતજન નાથ શીતલ તુમ્હેં ઉર ધરે. ૫૦
(૧૧) શ્રી શ્રેયાંસ જિનસ્તુતિ
(છન્દ માલિની)
જિનવર હિતકારી વાક્ય નિર્બાધધારી,
જગત જિન સુહિતકર મોક્ષમારગ પ્રચારી;

Page 41 of 438
PDF/HTML Page 59 of 456
single page version

background image
જિમ મેઘ રહિત હો સૂર્ય એકી પ્રકાશે,
તિમ તુમ યા જગમેં એક અદ્ભુત પ્રકાશે. ૫૧
હૈ વિધિષેધ વસ્તુ ઔર પ્રતિષેધ રૂપં,
જો જાને યુગપત્ હૈ પ્રમાણ સ્વરૂપં;
કોઈ ધર મુખ્યં અન્યકો ગૌણ કરતા,
નય અંશ પ્રકાશી પુષ્ટ દ્રષ્ટાંત કરતા. ૫૨
વક્તા ઇચ્છાસે મુખ્ય ઇક ધર્મ હોતા,
તબ અન્ય વિવક્ષા વિન ગૌણતા માંહિ સોતા;
અરિમિત્ર ઉભયવિન એક જન શક્તિ રખતા,
હૈ તુજ મત દ્વૈતં, કાર્ય તબ અર્થ કરતા. ૫૩
જબ હોય વિવાદં સિદ્ધ દ્રષ્ટાંત ચલતા,
વહ કરતા સિદ્ધી જબ અનેકાંત પલતા;
એકાંત મતોંમેં સાધના હોય નાહીં,
તવ મત હૈ સાચા, સર્વ સધતા તહાં હી. ૫૪
એકાંત મતોં કે ચૂર્ણ કરતા તિહારે,
ન્યાયમઈ બાણં મોહરિપુ જિન સંહારે;
તમ હી તીર્થંકર કેવલ ઐશ્વર્ય ધારી,
તાતેં તેરી હી ભક્તિ કરની વિચારી. ૫૫
(૧૨) શ્રી વાસુપૂજ્યસ્તુતિ
(છંદ)
તુમ્હીં કલ્યાણ પંચમેં પૂજનીક દેવ હો,
શક્ર રાજ પૂજનીક વાસુપૂજ્ય દેવ હો;

Page 42 of 438
PDF/HTML Page 60 of 456
single page version

background image
મૈં ભી અલ્પધી મુનીન્દ્ર પૂજ આપકી કરૂં;
ભાનુકે પ્રપૂજ કાજ દીપકી શિખા ધરૂં. ૫૬
વીતરાગ હો તુમ્હેં ન હર્ષ ભક્તિ કર સકે,
વીતદ્વેષ હો તુમ્હીં, ન ક્રોધ શત્રુ હો સકે;
સાર ગુણ તથાપિ હમ કહેં મહાન ભાવસે,
હો પવિત્ર ચિત્ત હમ હટેં મલીન ભાવસે. ૫૭
પૂજનીક દેવ આપ પૂજતે સુચાવસે,
બાંધતે મહાન પુણ્ય જન વિશુદ્ધ ભાવસે;
અલ્પ અઘ ન દોષકર યથા ન વિષ કણા કરે,
શીત શુચિ સમુદ્ર નિત્ય શુદ્ધ હી રહા કરે. ૫૮
વસ્તુ બાહ્ય હૈ નિમિત્ત પુણ્ય પાપ ભાવકા,
હૈ સહાય મૂલભૂત અન્તરંગ ભાવકા;
વર્તતા સ્વભાવમેં ઉસે સહાયકાર હૈ,
માત્ર અન્તરંગ હેતુ કર્મ બંધકાર હૈ. ૫૯
બાહ્ય અંતરંગ હેતુ પૂર્ણતા લહાય હૈ,
કાર્યસિદ્ધ તહાં હોય દ્રવ્યશક્તિ પાય હૈ;
ઔર ભાંતિ મોક્ષમાર્ગ હોય ના ભવીનિકો,
આપ હી સુવંદનીક હો ગુણી ૠષીનિકો. ૬૦
(૧૩) શ્રી વિમલનાથસ્તુતિ
(ભુજંગપ્રયાત છંદ)
નિત્યત્વ અનિત્યત્વ નયવાદ સારા,
અપેક્ષા વિના આપપર નાશકારા;