Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 23

 

Page 3 of 438
PDF/HTML Page 21 of 456
single page version

background image
સાચે ભાવે ભાવિક જનને આપતા મોક્ષ મેવા,
ચોથા સ્વામી ચરણયુગલે હું ચહું નિત્ય રહેવા.
૫. શ્રી સુમતિ જિનસ્તુતિ
આ સંસારે ભ્રમણ કરતાં શાન્તિ માટે જિનેન્દ્ર,
દેવો સેવ્યા કુમતિ વશથી મેં બહુયે મુનીન્દ્ર;
તો યે ના’વ્યો ભવભ્રમણથી છૂટકારો લગારે;
શાન્તિદાતા સુમતિજિનજી દેવ છે તું જ મારે.
૬. શ્રી પદ્મપ્રભ જિનસ્તુતિ
સોના કેરી સુરવિરચિતા પદ્મની પંક્તિ સારી,
પદ્મો જેવાં પ્રભુ ચરણના સંગથી દીપ્તિ ધારી;
દેખી ભવ્યો અતિ ઉલટથી હર્ષનાં આંસુ લાવે,
તે શ્રી પદ્મપ્રભુ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે.
૭. શ્રી સુપાર્શ્વનાથ જિનસ્તુતિ
આખી પૃથ્વી સુખમય બની આપના દર્શ કાળે,
ભવ્યો પૂજે ભય રહિત થઈ આપને પૂર્ણ વ્હાલે;
પામે મુક્તિ ભવભય થકી જે સ્મરે નિત્યમેવ,
નિત્યે વંદું તુમ ચરણમાં શ્રી સુપાર્શ્વેષ્ટ દેવ.
૮. શ્રી ચંદ્રપ્રભ જિનસ્તુતિ
જેવી રીતે શશિકિરણથી ચંદ્રકાંત દ્રવે છે,
તેવી રીતે કઠીણ હૃદયે હર્ષનો ધોધ વ્હે છે;

Page 4 of 438
PDF/HTML Page 22 of 456
single page version

background image
દેખી મૂર્તિ અમૃતઝરતી મુક્તિદાતા તમારી,
પ્રીતે ચંદ્રપ્રભજિન મને આપજો સેવ સારી.
૯. શ્રી સુવિધિ જિનસ્તુતિ
સેવા માટે સુરનગરથી દેવનો સંઘ આવે,
ભક્તિ ભાવે સુરગિરિ પરે અષ્ટ પૂજા રચાવે;
નાટ્યારંગે નમન કરીને પૂર્ણ આનંદ પાવે,
સેવા સારી સુવિધિ જિનની કોણને ચિત્ત ના’વે?
૧૦. શ્રી શીતલ જિનસ્તુતિ
આધિ વ્યાધિ પ્રમુખ બહુયે તાપથી તપ્ત પ્રાણી,
શીળી છાયા શીતલજિનની જાણીને હર્ષ આણી;
નિત્યે સેવે મન વચન ને કાયથી પૂર્ણ ભાવે,
કાપી ખંતે દુરિત ગણને પૂર્ણ આનંદ પાવે.
૧૧. શ્રી શ્રેયાંસ જિનસ્તુતિ
(શાર્દૂલવિક્રીડિત)
જે હેતુ વિણ વિશ્વનાં દુઃખ હરે, ન્હાયા વિના નિર્મળા,
જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા;
વાણી જે મધુરી વદે ભવતરી ગંભીર અર્થે ભરી,
તે શ્રેયાંસ જિણંદનાં ચરણની ચાહું સદા ચાકરી.

Page 5 of 438
PDF/HTML Page 23 of 456
single page version

background image
૧૨. શ્રી વાસુપૂજ્ય જિનસ્તુતિ
જે ભેદાય ન ચક્રથી, ન અસિથી કે ઇન્દ્રના વજ્રથી,
એવાં ગાઢ કુકર્મ હે જિનપતે, છેદાય છે આપથી;
જે શાન્તિ નવ થાય ચંદન થકી તે શાન્તિ આપો મને,
વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી નિત્યે નમું આપને.
૧૩. શ્રી વિમલ જિનસ્તુતિ
(મન્દાક્રાન્તા છંદ)
જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય,
તેવી રીતે વિમલજિનના ધ્યાનથી નષ્ટ થાય;
પાપો જૂનાં બહુ ભવ તણાં, અજ્ઞતાથી કરેલાં,
તે માટે હે જિન તુજ પદે પંડિતો છે નમેલા.
૧૪. શ્રી અનંત જિનસ્તુતિ
જેઓ મુક્તિનગર વસતા કાળ સાદિ અનંત,
ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ
સંત;
જેની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત,
નિત્યે મારા હૃદયકમલે આવજો શ્રી અનંત.
૧૫. શ્રી ધર્મ જિનસ્તુતિ
સંસારાંભોનિધિ જળ વિષે બૂડતો હું જિનેન્દ્ર,
તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર;

Page 6 of 438
PDF/HTML Page 24 of 456
single page version

background image
લાખો યત્નો યદિ જન કરે તોય ના તેહ છોડું,
નિત્યે ધર્મપ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું.
૧૬. શ્રી શાંતિ જિનસ્તુતિ
જાણ્યા જાયે શિશુ સકળનાં લક્ષણો પારણાથી,
શાંતિ કીધી પણ પ્રભુ તમે સર્વ આ લોકમાંહી;
ષટ્ ખંડો ને નવ નિધિ તથા ચૌદ રત્નો તજીને,
પામ્યા છો જે પરમ પદને આપજો તે અમોને.
૧૭. શ્રી કુંથુજિનસ્તુતિ
જેની મૂર્તિ અમૃત ઝરતી ધર્મનો બોધ આપે,
જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે;
જેની સેવા પ્રણયભરથી સર્વ દેવો કરે છે,
તે શ્રી કુંથુજિનચરણમાં ચિત્ત મારું ઠરે છે.
૧૮. શ્રી અરજિનસ્તુતિ
જે દુઃખોના વિષમ ગિરિઓ, વજ્રની જેમ ભેદે,
ભવ્યાત્માની નિબિડ જડતા, સૂર્યની જેમ છેદે;
જેની પાસે તૃણ સમ ગણે સ્વર્ગને ઇન્દ્ર જેવા,
એવી સારી અરજિન મને આપજો આપ સેવા.
૧૯. શ્રી મલ્લિજિનસ્તુતિ
તાર્યા ભવ્યો અતિ પ્રભાવે જ્ઞાનના દિવ્ય તેજે,
સર્વજ્ઞ છો ! સર્વદર્શી પ્રભુ ! ત્રૈલોક્યના નાથ ગાજે;

Page 7 of 438
PDF/HTML Page 25 of 456
single page version

background image
સચ્ચારિત્રે જન-મન-હરી બાળથી બ્રહ્મચારી,
નિત્યે મલ્લિ જિનપતિ મને આપજો સેવ સારી.
૨૦. શ્રી મુનિસુવ્રત જિનસ્તુતિ
(શાર્દૂલવિક્રીડિત છંદ)
અજ્ઞાનાંધ કૃતિ વિનાશ કરવા જે સૂર્ય જેવા કહ્યા,
જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ જે કર્મો બધાં તે દહ્યાં;
જેની આત્મસ્વભાવમાં રમણતા જે મુક્તિદાતા સદા,
એવા તે મુનિસુવ્રતેશ નમિએ જેથી ટળે આપદા.
૨૧. શ્રી નમિજિનસ્તુતિ
વૈરી કર્મ નમ્યા પ્રભુશ્રી જિનને આત્મપ્રભાવે કરી,
કીર્તિચંદ્ર કરોજ્જ્વલા દિશિ દિશિ આ વિશ્વમાં વિસ્તરી;
આપી બોધ અપૂર્વ આ જગતને પામ્યા પ્રભુ શર્મને,
પુણ્યે શ્રી નમિનાથ આપ ચરણે પામ્યો ખરા ધર્મને.
૨૨. શ્રી નેમિજિનસ્તુતિ
લોભાવે લલના તણાં લલિત શું ત્રિલોકના નાથને?
કમ્પાવે ગિરિભેદી વાયુ લહરી શું સ્વર્ણના શૈલને?
શું સ્વાર્થે જિનદેવ એ પશુ તણા પોકારને સાંભળે?
શ્રીમન્નેમિજિનેંદ્ર સેવન થકી શું શું જગે ના મળે?

Page 8 of 438
PDF/HTML Page 26 of 456
single page version

background image
૨૩. શ્રી પાર્શ્વજિનસ્તુતિ
ધૂણિમાં બળતો દયાનિધિ તમે જ્ઞાને કરી સર્પને,
જાણી સર્વ જનો સમક્ષ ક્ષણમાં આપી મહા મંત્રને;
કીધો શ્રી ધરણેન્દ્ર ને ભવ થકી તાર્યા ઘણા ભવ્યને,
આપો પાર્શ્વજિનેન્દ્ર નાશરહિતા સેવા તમારી મને.
૨૪. શ્રી વીરજિનસ્તુતિ
શ્રી સિદ્ધાર્થ નરેન્દ્રના કુલનભે ભાનુ સમા છો વિભુ,
મારા ચિત્તચકોરને જિન તમે છો પૂર્ણ ચંદ્ર પ્રભુ;
પામ્યો છું પશુતા તજી સુરપણું હું આપના ધર્મથી,
રક્ષો શ્રી મહાવીરદેવ મુજને પાપી મહા કર્મથી.
જિનેન્દ્રજન્મકલ્યાણક
(ઢાળ)
જિન રયણીજી દશ દિશિ ઉજ્જ્વળતા ધરે,
શુભ લગનેજી જ્યોતિષ ચક્ર તે સંચરે;
જિન જનમ્યાજી જેણે અવસર માતા ધરે,
તેણે અવસરજી ઇંદ્રાસન પણ થરહરે.
(તોટક)
થરહરે આસન ઇંદ્ર ચિંતે, કોણ અવસર એ બન્યો?
જિન જન્મઉત્સવ કાલ જાણી, અતિ હી આનંદ ઉપન્યો;

Page 9 of 438
PDF/HTML Page 27 of 456
single page version

background image
નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જિનવર, જાણી ભક્તે ઉમહ્યો,
વિકસંત વદન પ્રમોદ વધતે, દેવ નાયક ગહગહ્યો. ૧.
(ઢાળ)
તવ સુરપતિજી ઘંટાનાદ કરાવએ,
સુરલોકેજી ઘોષણા એહ દેવરાવએ;
નર ક્ષેત્રેજી જિનવર જન્મ હુવો અછે,
તસુ ભક્તેજી સુરપતિ મંદરગિરિ ગછે.
(તોટક)
ગચ્છતિ મંદર શિખર ઉપર, ભુવન જીવન જિન તણો,
જિન જન્મ-ઉત્સવ કરણ કારણ, આવજો સવિ સુરગણો;
તુમ શુદ્ધ સમકિત થાશે નિર્મલ, દેવાધિદેવ નિહાળતાં,
આપણાં પાતિક સર્વ જાશે, નાથ ચરણ પખાલતાં.
(ઢાળ)
એમ સાંભળીજી, સુરવર કોડી બહુ મલી,
જિન વંદનજી, મંદરગિરિ સામા ચલી;
સોહમપતિજી, જિન-જનની ઘર આવિયા,
જિન-માતાજી, વંદી સ્વામી વધાવિયા.
(તોટક)
વધાવિયા જિન હર્ષ બહુ લે, ધન્ય હું કૃતપુણ્યએ,
ત્રૈલોક્ય નાયક દેવ દીઠો, મુજ સમો કોણ અન્ય એ;

Page 10 of 438
PDF/HTML Page 28 of 456
single page version

background image
હે જગતજનની પુત્ર તુમચો, મેરુ મંજન વર કરી,
ઉત્સંગ તુમચે વળીય થાપીશ આતમા પુણ્યે ભરી. ૩.
(ઢાળ)
સુરનાયકજી, જિન નિજ કરકમલે ઠવ્યા,
સહસ્ર નયણેજી, અતિશય મહિમાએ નીરખ્યા;
નાટક વિધિજી, તવ બહુ બહુ આગળ વહે,
સુરકોડીજી જિન દર્શને ઉમ્મહે.
(તોટક)
સુર કોડાકોડી નાચતી વળી, નાથ શચિગણ ગાવતી,
અપસરા કોડી હાથ જોડી, હાવ ભાવ દેખાવતી;
જ્યો જ્યો તું જિનરાજ જયગુરુ એમ દે આશીષ એ,
અમ પ્રાણ શરણ આધાર જીવન, એક તું જગદીશ એ. ૪.
(ઢાળ)
સુર ગિરિવરજી, પાંડુક વનમેં ચિહું દિશે,
ગિરિ શિલા પરજી, સિંહાસન સાસય વસે;
તિહાં આણીજી, શક્રે જિન ખોળે ગ્રહ્યા,
સો ઇંદ્રજી તિહાં સુરપતિ આવી રહ્યા.
(તોટક)
આવિયા સુરપતિ સર્વ ભક્તે, કળશ શ્રેણી બનાવએ,
સિદ્ધાર્થ પમુહ તીર્થ ઔષધિ, સર્વ વસ્તુ અણાવએ;

Page 11 of 438
PDF/HTML Page 29 of 456
single page version

background image
અચ્યુઅપતિ તિહાં હુકમ કીનો, દેવ કોડાકોડીને,
જિન મંજનારથ નીર લાવો, સર્વ સુર કર જોડીને;
પુત્ર તુમારો ધણી હમારો તરણતારણ જહાજ રે,
માતા જતન કરીને રાખજો તુમ સુત અમ આધાર રે.
શ્રી ભક્તામર સ્તોત્ર
(માનતુંગસ્વામી રચિત શ્રી ૠષભદેવસ્તુતિનો ગુજરાતી અનુવાદ)
(રાગવસંતતિલકા)
ભક્તામરો ખચિત તાજ-મણિપ્રભાના,
ઉદ્યોતકર, હર પાપતમો જથાના;
આધારરૂપ ભવ-સાગરના જનોને,
એવા યુગાદિ પ્રભુ પાદયુગે નમીને.
કીધી સ્તુતિ સકલ-શાસ્ત્રજ-તત્ત્વબોધે,
પામેલ બુદ્ધિપટુથી સુરલોકનાથે;
ત્રૈલોક ચિત્તહર ચારુ ઉદાર સ્તોત્રે,
હુંયે ખરે સ્તવીશ આદિ જિનેંદ્રને તે.
બુદ્ધિ વિના જ સુરપૂજિત-પાદપીઠ!
મેં પ્રેરી બુદ્ધિ સ્તુતિમાં તજી લાજ શુદ્ધ;
લેવા શિશુ વિણ જળે સ્થિત ચંદ્રબિંબ,
ઇચ્છા કરે જ સહસા જન કોણ અન્ય.

Page 12 of 438
PDF/HTML Page 30 of 456
single page version

background image
કે’વા ગુણો ગુણનિધિ! તુજ ચંદ્રકાંત,
છે બુદ્ધિથી સુરગુરુ સમ કો સમર્થ?
જ્યાં ઊછળે મગરમચ્છ મહાન વાતે,
રે કોણ તે તરી શકે જ સમુદ્ર હાથે?
તેવો તથાપિ તુજ ભક્તિ વડે મુનીશ!
શક્તિ રહિત પણ હું સ્તુતિને કરીશ;
પ્રીતે વિચાર બળનો તજી સિંહ સામે,
ના થાય શું મૃગી શિશુ નિજ રક્ષવાને?
શાસ્ત્રજ્ઞ અજ્ઞ ગણીને હસતાં છતાંયે,
ભક્તિ તમારી જ મને બળથી વદાવે;
જે કોકિલા મધુર ચૈત્ર વિષે ઉચારે,
તે માત્ર આમ્રતરુમહોર તણા પ્રભાવે.
બાંધેલ પાપ જનનાં ભવ સર્વ જેહ,
તારી સ્તુતિથી ક્ષણમાં ક્ષય થાય તેહ;
આ લોકવ્યાપ્ત નિશિનું ભમરા સમાન,
અંધારું સૂર્ય-કિરણોથી હણાય જેમ.
માની જ તેમ સ્તુતિ નાથ તમારી આ મેં.
આરંભી અલ્પ મતિથી પ્રભુના પ્રભાવે;
તે ચિત્ત સજ્જન હરે, જ્યમ બિંદુ પામે,
મોતી તણી કમળપત્ર વિષે પ્રભાને.

Page 13 of 438
PDF/HTML Page 31 of 456
single page version

background image
દૂર રહો રહિત દોષ સ્તુતિ તમારી;
તારી કથા પણ અહો જન-પાપહારી;
દૂર રહે રવિ તથાપિ તસ પ્રભાએ,
ખીલે સરોવર વિષે કમળો ઘણાંયે.
આશ્ચર્ય ના ભુવનભૂષણ! ભૂતનાથ!
રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર સાથ;
તે તુલ્ય થાય તુજની, ધનીકો શું પોતે,
પૈસે સમાન કરતા નથી આશ્રિતોને? ૧૦
જો દર્શનીય પ્રભુ એક ટસેથી દેખે,
સંતોષથી નહિ બીજે જન નેત્ર પેખે;
પી ચંદ્રકાન્ત પય ક્ષીરસમુદ્ર કેરું,
પીશે પછી જળનિધિ જળ કોણ ખારું? ૧૧
જે શાંતરાગ રુચિનાં પરમાણુ માત્ર,
તે તેટલાં જ ભુવિ આપ થયેલ ગાત્ર;
એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ,
તારા સમાન નહિ અન્ય તણું સ્વરૂપ. ૧૨
ત્રૈલોક સર્વ ઉપમાને જે જીતનારું,
ને નેત્ર દેવ-નર-ઉરગ હારી તારું;
ક્યાં મુખ ક્યાં વળી કલંકિત ચંદ્રબિંબ,
જે દિવસે પીળચટું પડી જાય ખૂબ? ૧૩

Page 14 of 438
PDF/HTML Page 32 of 456
single page version

background image
સંપૂર્ણ ચંદ્રતણી કાન્તિ સમાન તારા,
રૂડા ગુણો ભુવન ત્રૈણ ઉલંઘનારા;
ત્રૈલોકનાથ તુજ આશ્રિત એક તેને,
સ્વેચ્છા થકી વિચરતાં કદિ કોણ રોકે? ૧૪
આશ્ચર્ય શું! પ્રભુ તણા મનમાં વિકાર,
દેવાંગના ન કદી લાવી શકી લગાર;
સંહારકાળ પવને ગિરિ સર્વ ડોલે,
મેરુગિરિ શિખર શું કદી તોય ડોલે? ૧૫
ધૂમ્રે રહિત નહિ વાટ, ન તેલવાળો,
ને આ સમગ્ર ત્રણ લોક પ્રકાશનારો;
ડોલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે,
તું નાથ છો અપર દીપ જગત પ્રકાશે. ૧૬
ઘેરી શકે કદી ન રાહુ, ન અસ્ત થાય,
સાથે પ્રકાશ ત્રણ લોક વિષે કરાય;
તું હે મુનીંદ્ર, નહીં મેઘ વડે છવાય,
લોકે પ્રભાવ રવિથી અદકો ગણાય. ૧૭
મોહાંધકાર દળનાર સદા પ્રકાશી,
રાહુમુખે ગ્રસિત ના, નહિ મેઘરાશી;
શોભે તમારું મુખપદ્મ અપાર રૂપે,
જેવો અપૂર્વ શશિ લોક વિષે પ્રકાશે. ૧૮

Page 15 of 438
PDF/HTML Page 33 of 456
single page version

background image
શું રાત્રિમાં શશિ થકી દિવસે રવિથી,
અંધારું તુજ મુખચંદ્ર હરે પછીથી!
શાલિ સુશોભિત રહી નીપજી ધરામાં,
શી મેઘની ગરજ હોય જ આભલામાં? ૧૯
શોભે પ્રકાશ કરી જ્ઞાન તમો વિષે જે,
તેવું નહીં હરિહરાદિકના વિષે તે;
રત્નો વિષે સ્ફુરિત તેજ મહત્ત્વ ભાસે,
તેવું ન કાચ કટકે ઉજળે જણાશે. ૨૦
માનું રૂડું હરિહરાદિકને દીઠા તે,
દીઠે છતે હૃદય આપ વિષે ઠરે છે;
જોવા થકી જગતમાં પ્રભુનો પ્રકાશ,
જન્માન્તરે ન હરશે મન કોઈ નાથ. ૨૧
સ્ત્રી સેંકડો પ્રસવતી કદી પુત્ર ઝાઝા,
ના અન્ય આપ સમ કો પ્રસવે જનેતા;
તારા અનેક ધરતી જ દિશા બધીય,
તેજે સ્ફુરિત રવિને પ્રસવે જ પૂર્વ. ૨૨.
માને પરંપુરુષ સર્વ મુનિ તમોને,
ને અંધકાર સમીપે રવિ શુદ્ધ જાણે;
પામી તને સુરીત મૃત્યુ જીતે મુનીંદ્ર,
છે ના બીજો કુશળ મોક્ષ તણો જ પંથ. ૨૩

Page 16 of 438
PDF/HTML Page 34 of 456
single page version

background image
તું આદ્ય અવ્યય અચિંત્ય અસંખ્ય વિભુ,
છે બ્રહ્મ ઈશ્વર અનંત અનંગકેતુ;
યોગીશ્વર વિદિતયોગ અનેક એક,
કે’છે તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત. ૨૪
છો બુદ્ધિ બોધ થકી હે સુરપૂજ્ય બુદ્ધ,
છો લોકને સુખદ શંકર તેથી શુદ્ધ;
છો મોક્ષમાર્ગવિધિ ધારણથી જ ધાતા,
છો સ્પષ્ટ આપ પુરુષોત્તમ સ્વામી ત્રાતા. ૨૫
ત્રૈલોક દુઃખહર નાથ! તને નમોસ્તુ,
તું ભૂતળે અમલભૂષણને નમોસ્તુ;
ત્રૈલોકના જ પરમેશ્વરને નમોસ્તુ,
હે જિન શોષક ભવાબ્ધિ! તને નમોસ્તુ. ૨૬
આશ્ચર્ય શું ગુણ જ સર્વ કદી મુનીશ,
તારો જ આશ્રય કરી વસતા હંમેશ;
દોષો ધરી વિવિધ આશ્રય ઊપજેલા,
ગર્વાદિકે ન તમને સ્વપને દીઠેલા. ૨૭
ઊંચા અશોકતરુ આશ્રિય, કીર્ણ ઊંચ,
અત્યંત નિર્મળ દીસે પ્રભુ આપ રૂપ;
તે જેમ મેઘ સમીપે રહી સૂર્યબિંબ,
શોભે પ્રસારી કિરણો હણીને તિમિર. ૨૮

Page 17 of 438
PDF/HTML Page 35 of 456
single page version

background image
સિંહાસને મણિ તણા કિરણે વિચિત્ર,
શોભે સુવર્ણ સમ આપ શરીર ગૌર;
તે સૂર્યબિંબ ઉદયાચળ શિર ટોચે,
આકાશમાં કિરણ જેમ પ્રસરી શોભે. ૨૯
ધોળાં ઢળે ચમર કુંદ સમાન એવું,
શોભે સુવર્ણ સમ રમ્ય શરીર તારું;
તે ઊગતા શશિસમા જળ ઝર્ણ ધારે,
મેરુ તણા કનકના શિર પેઠ શોભે. ૩૦
ઢાંકે પ્રકાશ રવિનો, શશિતુલ્ય રમ્ય,
મોતી સમૂહ રચનાથી દીપાયમાન;
એવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે,
ત્રૈલોકનું અધિપતિપણું તે જણાવે. ૩૧
ગંભીર ઊંચ સ્વરથી પુરી છે દિશાઓ,
ત્રૈલોકને સરસ સંપદ આપનારો;
સદ્ધર્મરાજ જયને કરનાર ખુલ્લો,
વાગે છે દુદુંભિ નભે યશવાદી તારો. ૩૨
મંદાર સુંદર નમેરુજ પારિજાતે,
સંતાનકાદિ ફુલની બહુ વૃષ્ટિ ભારે;
પાણીકણે સુરભિ મંદ સમીર પ્રેરે;
શું દિવ્ય વાણી તુજ સ્વર્ણથકી પડે તે. ૩૩
શોભે વિભો પ્રસરતી તુજ કાંતિ હારે,
ત્રૈલોકના દ્યુતિ સમૂહની કાંતિ ભારે;
2

Page 18 of 438
PDF/HTML Page 36 of 456
single page version

background image
તે ઊગતા રવિસમી બહુ છે છતાંયે,
રાત્રિ જીતે શીતલ ચંદ્ર સમાન તેજે. ૩૪
જે સ્વર્ગ-મોક્ષસમ માર્ગ જ શોધી આપે,
સદ્ધર્મ તત્ત્વકથવે પટુ ત્રણ લોકે;
દિવ્યધ્વનિ તુજ થતો વિશદાર્થ સર્વ,
ભાષા-સ્વભાવ-પરિણામ ગુણોથી યુક્ત. ૩૫
ખીલેલ હેમ-કમળો સમ કાંતિવાળા,
ફેલી રહેલ નખ-તેજ થકી રૂપાળા;
એવા જિનેંદ્ર તુમ પાદ ડગો ભરે છે,
ત્યાં કલ્પના કમળની વિબુધો કરે છે. ૩૬
એવી જિનેંદ્ર થઈ જે વિભૂતિ તમોને,
ધર્મોપદેશ સમયે નહિ તે બીજાને;
જેવી પ્રભા તિમિરહારી રવિ તણી છે,
તેવી પ્રકાશિત ગ્રહોની કદી બની છે? ૩૭
વ્હેતા મદે મલિન ચંચળ શિર તેવો,
ગુંજારવે ભ્રમરના બહુ ક્રોધી એવો;
ઐરાવતે તુલિત ઉદ્ધત હાથી સામે,
આવેલ જોઈ તુમ આશ્રિત ભો ન પામે. ૩૮
ભેદી ગજેંદ્ર શિર શ્વેત રુધિરવાળા,
મોતી સમૂહ થકી ભૂમિ દીપાવી એવા;

Page 19 of 438
PDF/HTML Page 37 of 456
single page version

background image
દોડેલ સિંહ તણી દોટ વિષે પડે જે,
ના તુજ પાદગિરિ આશ્રયથી મરે તે. ૩૯
જે જોરમાં પ્રલયના પવને થયેલો,
ઓઢા ઉડે બહુ જ અગ્નિ દવે ધીકેલો;
સંહારશે જગત સન્મુખ તેમ આવે,
તે તુજ કીર્તનરૂપી જળ શાંત પાડે. ૪૦
જે રક્ત-નેત્ર, પિકકંઠ સમાન કાળો,
ઊંચી ફણે સરપ સન્મુખ આવનારો;
તેને નિઃશંક જન તેહ ઉલંઘી ચાલે,
ત્વં નામ નાગદમની દિલ જેહ ધારે. ૪૧
નાચે તુરંગ ગજ શબ્દ કરે મહાન,
એવું રણે નૃપતિનું બળવાન સૈન્ય;
ભેદાય છે તિમિર જેમ રવિ કરેથી,
છેદાય શીઘ્ર ત્યમ તે તુજ કીર્તનેથી. ૪૨
બર્છી થકી હણિત હસ્તિ રુધિર વ્હે છે,
યોદ્ધા પ્રવાહ થકી આતુર જ્યાં તરે છે;
એવા યુધે અજિત-શત્રુ જીતે જનો તે,
ત્વત્પાદપંકજરૂપી વન શર્ણ લે જે. ૪૩
જ્યાં ઊછળે મગરમચ્છ તરંગ ઝાઝા,
ને વાડવાગ્નિ ભયકારી થકી ભરેલા;
એવા જ સાગર વિષે સ્થિત નાવ જે છે,
તે નિર્ભયે તુજ તણા સ્મરણે તરે છે. ૪૪

Page 20 of 438
PDF/HTML Page 38 of 456
single page version

background image
જે છે નમ્યા ભયદ રોગ જલોદરેથી,
પામ્યા દશા દુઃખદ આશન દેહ તેથી;
ત્વત્પાદ-પદ્મ રજ અમૃત નિજ દેહે,
ચોળે બને મનુજ કામ સમાન રૂપે. ૪૫
બેડી જડી પગથી છેક ગળા સુધીની,
તેની ઝીણી અણિથી જાંગ ઘસાય જેની;
એવા અહોનિશ જપે તુજ નામ મંત્ર,
તો તે જનો તુરત થાય રહિત બંધ. ૪૬
જે મત્ત હસ્તિ, અહિ, સિંહ, દવાનલાગ્નિ,
સંગ્રામ, સાગર, જલોદર, બંધનોથી;
પેદા થયેલ ભય તે ઝટ નાશ પામે,
ત્હારું કરે સ્તવન આ મતિમાન પાઠે. ૪૭
આ સ્તોત્રમાળ તુજના ગુણથી ગુંથી મેં;
ભક્તિ થકી વિવિધ વર્ણરૂપી જ પુષ્પે;
તેને જિનેંદ્ર! જન જે નિત કંઠ નામે,
તે ‘માનતુંગ’ અવશા શુભ લક્ષ્મી પામે. ૪૮
❏ ❏ ❏
શ્રી કલ્યાણમંદિરસ્તોત્ર
(શ્રી કુમુદચન્દ્ર સ્વામી રચિત પાર્શ્વનાથસ્તુતિનો ગુજરાતી અનુવાદ)
(મંદાક્રાંતા)
કલ્યાણોના સદન વળી જે પાપભેદી ઉદાર,
તે ભીતોને અભયપ્રદ જે જે અનિન્દિત સાર;

Page 21 of 438
PDF/HTML Page 39 of 456
single page version

background image
જન્માબ્ધિમાં ડુબત સઘળાં જંતુને નાવ છે જે,
જિનેંદાનાં ચરણકમળો એહવા વંદીને તે.
જેના મોટા મહિમ-જલધિ કેરું સુસ્તોત્ર અત્ર,
સુમેધાવી સુરગુરુ સ્વયં ગુંથવા નાંહિ શક્ત;
જે તીર્થેશા કમઠ-મદને ધૂમકેતુ જગીશ,
એવા તેનું સ્તવન વર આ નિશ્ચયે હું કરીશ. (યુગ્મ).
સામાન્યેથી પણ સ્વરૂપ તો વર્ણવા તારું અત્ર,
કેવી રીતે અમ સરિખડા નાથ હે! થાય શક્ત?
ધીઠો તોયે ઘુવડ શિશુ રે! દિવસે આંધળો જે,
શું ભાનુનું સ્વરૂપ પ્રરૂપે નિશ્ચયે એહવો તે?
હે જિનેંદા! અનુભવ કરે મોહવિનાશ દ્વારા,
તોયે મર્ત્યો સમરથ નથી ગુણવા ગુણ ત્હારા;
કલ્પાંતે જ્યાં નીરનિધિ તણું નીર નિશ્ચે વમાય,
કોનાથી ત્યાં પ્રકટ પણ રે! રત્નરાશિ પમાય?
સંખ્યાતીતા મહદ ગુણની ખાણ એવા તમારું,
સ્તોત્ર સ્વામી! જડમતિ છતાં ગુંથવા બુદ્ધિ ધારું!
ભાખે ના શું શિશુય જલધિ કેરી વિસ્તિર્ણતાને,
‘હ્યાં વિસ્તારી સ્વભુજયુગને નિજ બુદ્ધિ પ્રમાણે!
યોગીઓને પણ તુજ ગુણો ગમ્ય જે હોય નાંહિ,
તે કહેવામાં ક્યમ પ્રસર રે! માહરો થાય આંહી!

Page 22 of 438
PDF/HTML Page 40 of 456
single page version

background image
તેથી આ તો થઈ વગર વિચારી પ્રવૃત્તિ આહા!
વા જલ્પે છે ખણગણ ખરે! નિજ કેરી ગિરામાં.
દૂરે તારું સ્તવ જિન! અચિંત્ય પ્રભાવી રહોને!
રક્ષે નામે પણ તમ તણું જન્મથી ભુવનોને;
વાયુ રૂડો કમલસરનો સુરસીલો વહે જે,
તીવ્રોત્તાપે હત પથિકને ગ્રીષ્મમાં રીઝવે તે.
પ્રાણીઓના નિબિડ પણ તે કર્મબંધો અહા! હ્યાં,
વિભુ થાયે શિથિલ ક્ષણમાં વર્તતાં તું હૃદામાં;
રે! શિખંડી સુખડવનની મધ્યમાં આવી જાતાં,
જેવી રીતે ભુજગમય તે શીઘ્ર શિથિલ થાતાં.
મૂકાયે છે મનુજ સહસા રૌદ્ર ઉપદ્રવોથી,
અત્રે સ્વામી! જિનપતિ! તને માત્ર નિરીક્ષવાથી;
ગોસ્વામીને સ્ફુરિત પ્રભને માત્ર અત્રે દીઠાથી,
જેવી રીતે ઝટ પશુગણો ભાગતા ચોરટાથી.
કેવી રીતે ભવિજન તણો જિન! તું તારનાર?
ધારે તેઓ હૃદમહિં તને ઊતરે જેથી પાર;
વા એહી જે મશક તરતી નીરને નક્કી સાવ,
છે તે અંતર્ગત મરુતનો નિશ્ચયે જ પ્રભાવ. ૧૦