PDF/HTML Page 21 of 33
single page version
ભગવાન છે. એકરૂપ સ્વભાવદ્રષ્ટિમાં કોઈ માતા કે સ્ત્રી છે જ નહિ, સિદ્ધ કે નિગોદ, એકાવતારી કે
અનંતસંસારી, સ્ત્રી કે માતા એ બધાય જીવો પરિપૂર્ણ ચૈતન્ય સ્વરૂપ એક સરખાં છે. આવી સ્વભાવદ્રષ્ટિમાં
અનંતો વીતરાગભાવ આવી જાય છે.
ધર્માત્મા જીવો સંયોગોથી અને વિકારથી પોતાના સ્વભાવને જુદો જાણીને સ્વભાવની એકતામાં સ્થિત છે.
જ્ઞાનીને સ્ત્રી આદિ સંબંધી જે રાગ હોય તે રાગથી જુદું પોતાનું સ્વરૂપ અનુભવે છે, રાગનો આદર કરતા નથી,
તેથી ખરેખર જ્ઞાની જીવો પોતાના સ્વભાવમાં જ બેઠા છે.
પોતાની માનતા નથી અને વિકારને પોતાનું સ્વરૂપ માનતા નથી, તેથી તે પરમાંથી અને વિકારમાંથી ઊઠીને
પોતાના સ્વભાવની રુચિમાં જ બેઠા છે, આ જ ધર્મ છે.
એટલે પરને પણ પરતંત્ર માને છે. પોતાના ત્રિકાળી સ્વભાવને ન જાણતાં ક્ષણિક વિકાર જેટલો પોતાને માને
છે, તેથી પરના પર્યાયને જાણતાં તે પદાર્થોને પણ ક્ષણિક પર્યાય જેટલા જ માને છે, અને તેના પર્યાયમાં ઈષ્ટ–
અનિષ્ટ એવા ભેદ પાડીને એકત્વબુદ્ધિના રાગદ્વેષ કરે છે, એ મહા અધર્મ છે. પરથી છૂટો ને વિકારથી છૂટો એવો
પોતાનો જ્ઞાન સ્વભાવએકલો છે, તેની શ્રદ્ધા–ઓળખાણ કરીને તેમાં અભેદ થવું તેનું નામ એકલો બેઠો કહેવાય.
નગ્ન થઈને જંગલમાં જઈને બેસે અને એમ માને કે શરીરની ક્રિયા હું કરું છં, ને આનાથી મને ધર્મ થાય છે–તો
તે જીવ એકલો નથી પણ શરીરના અહંકારને સાથે રાખીને બેઠો છે, તેના અભિપ્રાયમાં અનંતા પદાર્થોનો સંગ તે
સેવી રહ્યો છે.
વગર માત્ર નિમિત્તના લક્ષે હા પાડે તેથી ધર્મ થાય નહિ.
વખતના નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ‘આણે આ કર્યું’ એમ ઉપચારથી માત્ર કહેવું તે વ્યવહાર છે. પણ જીવ
પરનું વ્યવહારે કરી શકે છે એમ માનવું તે વ્યવહારનય નથી, તે તો મિથ્યાત્વ છે.
બોલવું એ બધી જડ દ્રવ્યની સ્વતંત્ર ક્રિયાઓ છે. પહેલાંં એ નક્કી કરો કે ‘ખાવું’ એટલે શું? તે કોઈ દ્રવ્ય છે? ગુણ
છે? કે પર્યાય છે? ખાવું તે જડ પરમાણુઓની પર્યાય છે. અમુક વસ્તુ બહાર હતી તે ક્ષેત્રાંતર થઈને પેટમાં પડી તેને
લોકો ‘ખાધું’ કહે છે. એ તો જડની ક્રિયા છે, તેમાં જીવે શું કર્યું? જીવ ખાતો નથી, અને જડ પણ ખાતું નથી. ‘ખાધું’
તે તો બોલવાની રીત છે, પરમાણુના પર્યાયને ઓળખવા માટેનું એક નામ છે. ‘છીંક ખાધી, બગાસું ખાધું, થાક
ખાધો’ એ વગેરે બોલાય છે તે જુદી જુદી દશાને ઓળખવાની ભાષા છે, જડની અવસ્થાનું તે પરિણમન છે, આત્મા
વ્યવહારે પણ તેને કરતો નથી. પણ આત્મા પોતાના જ્ઞાન સહિત પરનું જ્ઞાન કરે તે જ્ઞાનને વ્યવહારનય કહેવાય છે.
પોતાના સ્વભાવનું જ્ઞાન કરે તે નિશ્ચયનય છે, અને પરનું જ્ઞાન કરે તે વ્યવહારનય છે. પણ નિશ્ચયનયથી પોતાના
PDF/HTML Page 22 of 33
single page version
પોતાના એકરૂપ ચૈતન્ય સ્વભાવને જ સ્વીકારે તે ધર્મદ્રષ્ટિ છે. પોતે પોતાના સ્વભાવથી ઈશ્વર છે, જડ તેની
શક્તિથી ઈશ્વર છે. પરનું હું કરું એવી જેની માન્યતા છે તે તો જડ–બુદ્ધિ મિથ્યાદ્રષ્ટિ છે. અને મારા પર્યાયમાં જે
રાગાદિ થાય તેનો હું કર્તા છું, તે મારો સ્વભાવ છે–એમ જે માને તે પણ પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અનંત જ્ઞાન–
દર્શનસ્વભાવનો આદર તે દ્રવ્યદ્રષ્ટિ છે, તે સાચીદ્રષ્ટિ છે, તે નિશ્ચયદ્રષ્ટિ છે, તે સત્યદ્રષ્ટિ છે, તે ધર્મ છે, તે
સમભાવ છે ને તે જ સુખ છે, તે જ મોક્ષનો માર્ગ છે.
મારે આધાર છે. આમ સ્વભાવનો આશ્રય તે જ ધર્મ છે.
પરાશ્રયથી વાત કરે છે; વિશ્વવાત્સલ્યનો અર્થ સમજતા નથી તેથી પર સાથેનો સંબંધ જોડવાની વાત કરે છે;
પરનો સંબંધ તોડવાની વાત તેમાં નથી. આત્માને પરનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે. અહીં જે બધા જીવોને
સમાન કહેવામાં આવ્યા છે તે પર લક્ષની વાત નથી. જ્ઞાની કઈ રીતે બધાને સમાન જાણે છે? પોતે પોતામાં
સ્વભાવદ્રષ્ટિ કરીને પર્યાયદ્રષ્ટિ ઉડાડી દીધી છે તેથી, બીજા જીવોને પર્યાયથી જે ભેદ છે તેને ન જોતાં,
શુદ્ધસંગ્રહનયથી બધાના સ્વભાવને સમાન જ માને છે, ને તેથી તેને બધા ઉપર સમભાવ છે.
સ્વભાવનો આદર થયો ત્યાં જ્ઞાની જીવ અંતરની એકતાના પ્રભાવ વડે બધા જીવોને એક સરખા સ્વભાવવાળા
જાણે છે, તેને શુદ્ધસંગ્રહનય હોય છે. અજ્ઞાનીને શુદ્ધસંગ્રહનય હોતો નથી.
તે ભેદદ્રષ્ટિ છોડીને અભેદસ્વભાવની દ્રષ્ટિ કરીને, શુદ્ધસંગ્રહનયથી બધા જીવોને સમાન જાણતાં વિષમતા ટળી
જાય છે અને વીતરાગી સમભાવ પ્રગટે છે. આ શુદ્ધસંગ્રહનયનો હેતુ છે. જ્ઞાની જીવ અભેદ સ્વભાવના આદરમાં
ભેદને ભાળતા નથી તેથી ભેદને જોવાનું (અર્થાત્ પર્યાયબુદ્ધિનું) ફળ જે બંધન તે તેને થતું નથી.
સ્વભાવદ્રષ્ટિ થઈ જતી નથી, નિગોદદશા મટીને સિદ્ધદશા થઈ જતી નથી; જગતમાં તો નિગોદ ને સિદ્ધ બધી દશાઓ
જેમ છે તેમ છે, પણ ધર્મી જીવ પોતે પર્યાયદ્રષ્ટિ છોડીને સ્વભાવદ્રષ્ટિથી જોનાર છે. માટે તેમને પર્યાયદ્રષ્ટિનું બંધન
નથી. જગતના જીવોને પર્યાયમાં ભેદ છે તે તો છે જ. અને જ્ઞાની તે ભેદોને જાણે છે, પણ ખરા, પરંતુ અખંડ
સ્વભાવમાં એકતા રાખીને જોતા હોવાથી જ્ઞાનીને તે ભેદોમાં એકતાબુદ્ધિ થતી નથી, તેથી તેમને સમભાવ જ છે.
સ્વભાવમાં જ એકતા છે ને પર્યાયમાં એકતા નથી એ અપેક્ષાએ એમ કહેવાય છે કે જ્ઞાનીઓ પર્યાયને દેખતા જ
નથી, એક સ્વભાવને જ દેખે છે. સ્વભાવદ્રષ્ટિથી જોનાર જ્ઞાનીને સર્વત્ર સમભાવ છે.
ઉત્તર:–શ્રદ્ધા અપેક્ષાએ તે વીતરાગ છે. જ્ઞાનીને અસ્થિરતાના કારણે રાગદ્વેષ થાય છે તે જો કે તેમના જ
જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાનીને એકતાબુદ્ધિ છે, રાગમાં એકતાબુદ્ધિ નથી; સ્વભાવમાં એકતાબુદ્ધિથી ખરેખર રાગ
તૂટતો જ જાય છે ને સ્વભાવની એકતા વધતી જાય છે, માટે જ્ઞાનીને પરમાર્થે રાગ થતો જ નથી પણ પોતાના
સ્વભાવની એકતા જ થાય છે. જે રાગ થાય છે તે સ્વભાવની એકતામાં ન આવ્યો પણ જ્ઞેય તરીકે જ રહી ગયો.
રાગ વખતે પણ સ્વભાવની જ અધિકતા છે માટે જ્ઞાનીને એક સ્વભાવ જ
PDF/HTML Page 23 of 33
single page version
ઉત્તર:–આમાં જ યથાર્થ ગ્રહણ–ત્યાગની વાત આવી જાય છે. ગ્રહણ કે ત્યાગ કોઈ બહારની વસ્તુનો થઈ
આત્માથી છૂટી છે જ. હું બીજી વસ્તુઓનું ગ્રહણ કરી શકું કે તેમને છોડી શકું એવી માન્યતા તો અધર્મ છે. ભલે
લીલોતરી ન ખાતો હોય તોય તેવી માન્યતાવાળો જીવ અધર્મી જ છે. વળી કોઈ ભગવાનના નામનો જાપ
કરવાની વાત ન આવી, કેમ કે જાપના શબ્દો તો જડ છે, અને તે તરફનો શુભરાગ તે વિકાર છે–મંદકષાય છે, તે
ધર્મ નથી. માટે હું પર વસ્તુઓને ગ્રહી કે છોડી શકું એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું, રાગથી મને
ધર્મ થાય એવી ઊંધી માન્યતાનો ત્યાગ કરવાનું આવ્યું. અને જડથી તથા વિકારથી જુદો અંતરમાં પોતાનો
સ્વભાવ પૂરો જ્ઞાયકમૂર્તિ છે તેની સાચી શ્રદ્ધા–જ્ઞાન અને સ્થિરતાને ગ્રહણ કરવાનું આવ્યું. શ્રદ્ધામાં પૂર્ણ
સ્વભાવનું ગ્રહણ ને અધૂરાશનો ત્યાગ તે ધર્મ છે.
તેમાં આત્માને શું? અશુભ ટાળીને શુભ તો અભવ્ય જીવ પણ કરે છે, અશુભ ટાળીને શુભભાવ કરે તેથી કાંઈ
આદર–શ્રદ્ધા ને લીનતા કરવી તે જ સાચો જાપ છે, તેમાં આખો આત્મા–ભગવાન આવી જાય છે, ને તે જ ધર્મ
છે. જેમાં આખો પરિપૂર્ણ આત્મા ન આવે તે ધર્મ નથી. આત્માનો પૂરો સ્વભાવ છે, તેને પૂરેપૂરો માને તો તેના
આશ્રયે પર્યાયમાં ધર્મ પ્રગટે. અને પૂરો ન માનતાં અધૂરો કે વિકારી માને તો પર્યાયમાં અધર્મ થાય. પરિપૂર્ણ
સ્વભાવની પ્રતીતિ કરતાં જે સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ્યાં તે સમભાવ છે, તેનાથી અવશ્ય મુક્તિ પ્રગટે છે.
સહેલી ને સમજાય તેવી વાત છે. કેવળજ્ઞાન પામવું તેમાં પુરુષાર્થ છે તેથી તે મોટી વાત છે. પણ આ તો
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પામવાની નાની વાત છે. પોતે ચૈતન્યતત્ત્વ શું છે અને તેનું ચિહ્ન શું છે તે જાણ્યા
વગર ધર્મ થાય નહિ. જેમ આંકડા અને અક્ષર જાણ્યા વગર નામું લખી શકાય નહિ તેમ ચૈતન્યનો અંક (ચિહ્ન)
શું અને તેનો અક્ષર (નાશ ન થાય તેવો) સ્વભાવ શું તે જાણ્યા વગર ધર્મના નામા થાય નહિ અને ચૈતન્યમાં
સ્થિરતા થાય નહિ, ભલે ઉપવાસ–આંબેલ–ભક્તિ–વ્રત–દાન વગેરે કરે પણ તેમાં ક્યાંય આત્મલાભ નથી.
સ્વભાવને અનુભવે તે જ જીવ બધાના પરિપૂર્ણ સ્વભાવને જાણી શકે ને તેને જ સમભાવરૂપ ધર્મ હોય.
સમ્યગ્દર્શનના ધારક હતા, છ ખંડનું રાજ્ય અને હજારો રાણીઓનો સંયોગ હતો તથા રાગ પણ હતો, પરંતુ તેમાં
હેયબુદ્ધિ હતી, ક્યાંય અંશમાત્ર એકતાબુદ્ધિ ન હતી, સ્વભાવની દ્રષ્ટિથી સમભાવ જ હતો. પર્યાયના રાગનું જ્ઞાન
હતું. સ્ત્રીઓ–રાજપાટ વગેરેને પણ જાણતા હતા, પણ સ્વભાવની એકતા છૂટતી ન હતી. સ્વભાવની એકતાના
જોરે ક્ષણે ક્ષણે રાગ તૂટતો જ જતો હતો.
PDF/HTML Page 24 of 33
single page version
અને તેમાં લાયકાત ન હોય ત્યારે ભાષા થતી નથી. તેમાં ચૈતન્યનું કાંઈ કામ નથી. આત્મા ભાષા બોલે કે
આત્મા શરીરની ક્રિયા કરે એવી માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. અહીં પરની તો વાત જ નથી, એકદમ
સ્વભાવદ્રષ્ટિની વાત છે. જ્યાં સ્વભાવદ્રષ્ટિ થઈ ત્યાં સદાય–ચોવીસે કલાક સમભાવ રહે છે. અને તે સ્વભાવમાં
વિશેષ લીનતાની અજમાયસ કરતાં વ્રત અને મુનિદશા પ્રગટે છે. હું જ્ઞાનમૂર્તિ વીતરાગ સ્વરૂપ જ છું, રાગ પણ
મારે નથી ને શરીર પણ મારે નથી તો પછી દેશ વગેરે કોણ મારું હતું? દેશનું હું શું કરું? ચૈતન્યસ્વભાવરૂપ મારો
સ્વ–દેશ અસંખ્ય પ્રદેશી છે, તે સ્વતંત્ર છે, મારા ચૈતન્ય પ્રદેશમાં વિકારનો પ્રવેશ નથી, ને પરનો તો મારામાં
ત્રિકાળ અભાવ છે. આમ ઓળખીને પોતાના ચૈતન્ય પ્રદેશમાં રહેવું તે ધર્મ છે.
અનેકતાથી સ્વભાવની એકતામાં ભંગ પડતો નથી. સાધક જીવને પર્યાયે પર્યાયે નિર્મળતા વધતી જ જાય છે. જે
અનેક નિર્મળ પર્યાયો પ્રગટતા જાય છે તે બધાય પર્યાયો સ્વભાવમાં જ એકતા કરીને અભેદ થાય છે. પર્યાયની
નિર્મળતા વધતી જાય છે તે અપેક્ષાએ અનેકતા છે પણ તે દરેક પર્યાયના અનુભવમાં તો એકજ પ્રકારનો
સ્વભાવ આવે છે, અનેક પર્યાયોનો અનુભવ એક જ પ્રકારનો છે; જે સ્વભાવને શ્રદ્ધામાં સ્વીકાર્યો છે તે એક
સ્વભાવની એકતા જ બધા પર્યાયમાં અનુભવાય છે, તેથી ખરેખર જ્ઞાની એકરૂપ સ્વભાવને જ દેખે છે,
પર્યાયના ભેદને દેખતા નથી. પર્યાયમાં જે હીન–અધિકતાના ભેદો છે તે તો વ્યવહારજ્ઞાનનો વિષય છે. જ્ઞાન જેને
જાણે તે પદાર્થ જ્ઞાનનો વિષય કહેવાય છે. અને જ્યાં એકતા માને તેને દર્શનનો વિષય કહેવાય છે. અખંડ
સ્વભાવમાં એકતા તે સમ્યગ્દર્શનનો વિષય છે. પરમાં રાગ કરીને અને રાગમાં એકતા માનીને જ્ઞાન અટકી ગયું
તે મિથ્યાદ્રષ્ટિનો વિષય છે. અજ્ઞાની જીવ રાગમાં પોતાના જ્ઞાનની એકતા કરે છે. જ્ઞાની જીવો રાગરહિત
સ્વભાવમાં જ્ઞાનની એકતા કરે છે. સ્વભાવ તરફ ઢળતાં નિર્મળ પર્યાયના અનેક પ્રકાર પડે છે પરંતુ તે દરેક
પર્યાયમાં સ્વભાવની જ એકતા છે, દરેક પર્યાય અભેદ એકરૂપ સ્વભાવ તરફ જ ઢળે છે. પર્યાયની નિર્મળતાના
અનેક પ્રકારોનું તેમ જ પુણ્ય પાપ હોય તેનું જ્ઞાન હોય છે, પણ શ્રદ્ધામાં તેનો સ્વીકાર નથી. પૂરા તત્ત્વની એકતા
રાખીને ભંગભેદને જાણે છે ત્યાં પર્યાયબુદ્ધિ થતી નથી તેથી રાગદ્વેષ થતા નથી ને સમભાવ જ રહે છે,
સ્વભાવની એકતા વધતાં વધતાં સંપૂર્ણ રાગરહિત પર્યાય પ્રગટે છે, ને મુક્તિ થાય છે.
ઓળખ્યો નહિ અને નવ તત્ત્વના વિકલ્પમાં અટકી રહ્યો. વિકલ્પ વડે નિજ સ્વરૂપ જણાતું નથી, અને જેવું
નિજસ્વરૂપ છે તેવું શ્રદ્ધા–જ્ઞાનમાં આવ્યા વગર સમભાવ હોય નહિ. સમ્યગ્દર્શનથી જ સમભાવ હોય છે. પર
જીવ મારો શત્રુ કે મિત્ર, પર મને લાભ કરનાર કે નુકશાન કરનાર–એવી માન્યતા કરી ત્યાં સર્વે ઉપર
સમતાભાવ ન રહ્યો પણ બે ભાગ પડી ગયા. આ શત્રુ અને આ મિત્ર એમ માન્યું ત્યાં જ એક ઉપર દ્વેષ ને
બીજા ઉપર રાગ આવી ગયો. પુણ્ય સારાં ને પાપ ખરાબ એમ માને તેને પણ પુણ્ય–પાપ રહિત એકરૂપ
સ્વભાવની દ્રષ્ટિ નથી તેથી તેને સમભાવ નથી. જેને પોતાના જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ છે તે બધા જીવોને
જ્ઞાનસ્વભાવી જાણે છે, જ્ઞાન સ્વભાવને કોઈ શત્રુ કે કોઈ મિત્ર નથી, એટલે પોતાના જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિથી
બધા ઉપર સમભાવ રહી ગયો. પુણ્ય–પાપ બંને મારા જ્ઞાન સ્વભાવથી જુદા છે એમ જાણ્યું એટલે તેના ઉપર
પણ સમભાવ રહી ગયો. આ રીતે પોતાના એકરૂપ સ્વભાવની જેને દ્રષ્ટિ છે તે બધા જીવોને સમાન જાણે છે ને
તેને સમભાવરૂપ ધર્મ છે.
આત્મા માન્યો છે; તે પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. એક પર્યાય જેટલો આત્મા માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પોતાનો પૂરો ચૈતન્ય
PDF/HTML Page 25 of 33
single page version
ઉપાય છે. જેને ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ ન થઈ તેને સંસાર નાશ કરવાનો ઉપાય હાથ આવ્યો નથી, અને જેને
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જીવ સંસારનો નાશ કરીને મુક્તિ પામે છે.
અહીં આવ. ભરવાડ આવ્યો ત્યારે તેને કહ્યું–તારા
અંતરમાં તું એમ વિચાર કે ‘હું જ્ઞાનસ્વરૂપ ભગવાન
છું. ’ જ્ઞાનીની એ વાત સાંભળીને ભરવાડ બહુ જ
અને ખરેખર પોતાના આત્માને ભગવાન તરીકે
ચિંતવતાં ચિંતવતાં તેને થોડા વખતમાં આત્માની
સાચી ઓળખાણ થઈ અને તે સમ્યગ્દર્શન પામ્યો.
હતા. તેની સાથે વાત કરતાં જ્ઞાનીએ કહ્યું કે ‘આપણો
આત્મા જ ભગવાન છે. ’ આ સાંભળતા જ તે પંડિતનું
મોઢું બગડી ગયું અને તેણે કહ્યું કે અરે ભાઈ, એ શું
બોલ્યા? અત્યારે આત્માને ભગવાન ન કહેવાય.
જ્ઞાનીએ તેને ઘણી ઘણી રીતે સમજાવ્યા, કે આત્માનો
સ્વભાવ ભગવાન જેવો જ છે. માટે આત્મા અત્યારે જ
ભગવાન છે. અને પોતાના આત્માને ભગવાન
માનવાથી જ ભગવાન થવાય છે.–જ્ઞાનીએ ઘણું
ગુસ્સે થઈને ચાલ્યો ગયો.
ઓળખી લેજો.
અચાનક ‘નીલાંજના’ નામની દેવીનું આયુષ્ય પૂરું થયું
ને તે મૃત્યુ પામી. આવી સંસારની અનિત્યતા જોતાં જ
ભગવાનના અંતરમાં એકદમ વૈરાગ્ય જાગૃત થયો, ને
રાજપાટ ત્યાગી પવિત્ર જિનદીક્ષા ધારણ કરી.
લેવાનો વિચાર જ ન થયો.
લોકો જાણતા ન હતા. તેથી કોઈ લોકો તો હીરામાણેકના
થાળ ભરીને ભગવાનને આપવા માંડતા, કોઈ વસ્ત્ર
વગેરે આપવા માંડતાં. પરંતુ ભગવાન તો વીતરાગી
મુનિ, તે હીરા–માણેક વગેરેને શું કરે?
એમ ને એમ જંગલમાં પાછા ફરે ને આત્માના ધ્યાનમાં
એકાગ્ર થઈ જાય, આવી તપશ્ચર્યા કરતાં કરતાં
ભગવાનને એક વર્ષ કરતાં ય વધારે કાળ વીતી ગયો.
ભગવાનને વર્ષના ઉપવાસ થયા. પણ ભગવાનને જરાય
દુઃખ નથી, ખેદ નથી, થાક નથી, કંટાળો નથી. તેઓશ્રી
તો શરીરનું લક્ષ છોડીને અને આહારનો વિચાર છોડીને
વારંવાર આત્માના ધ્યાનમાં મસ્ત થઈ જાય છે, તેઓ
અપૂર્વ આનંદ ભોગવે છે, મહા સુખી છે.
તેમને શ્રેયાંસકુમાર નામના ભાઈ હતા. તે બંને મહા
ધર્માત્મા હતા.
PDF/HTML Page 26 of 33
single page version
મહા–પુરુષનું શુભાગમન પોતાને ત્યાં થશે. આથી
બન્ને ભાઈઓને અપાર હર્ષ થયો. તેઓ તે
ભાઈઓ પ્રભુ પાસે દોડયા અને તેમના દર્શનથી બહુ જ
આનંદિત થયા.
ભગવાન સાથે પોતે મુનિઓને આહારદાન કર્યું હતું તે
પ્રસંગ યાદ આવ્યો, તેથી મુનિઓને કઈ રીતે
બહુમાન ને પ્રસન્નતાથી ભગવાનને પોતાના મહેલમાં
લઈ ગયા. ત્યાં પૂજન વગેરે વિધિ કર્યા પછી
શ્રીશ્રેયાંસકુમારે ભગવાનના હાથમાં શેરડીના પવિત્ર
રસની ધારા રેડી...અને તે શેરડીના રસથી ભગવાને
પારણું કર્યું.
વાજાં વગાડ્યાં ફૂલ વર્ષાવ્યા, દશે દિશા પ્રકાશમાન થઈ
ગઈ. સુગંધી પવન વહેવા લાગ્યો અને જય જયકાર
ધ્વનિ સહિત “
ભગવાનના પારણાના સમાચાર સાંભળીને આખી
આહારદાનની રીત શ્રેયાંસકુમારે શરૂ કરી, તેથી દેવોએ
તેમની ખૂબ પ્રશંસા કરી, ભરત ચક્રવર્તીએ પણ તેમનું
ખૂબ સન્માન કર્યું. આચાર્યો કહે છે કે તીર્થંકરોને સૌથી
પહેલાંં આહારદાન કરનાર જીવ નિયમથી તે જ ભવે
મોક્ષ પામે છે. શ્રી શ્રેયાંસકુમાર પણ તેજ ભવમાં
અક્ષય આત્મસુખને પામ્યા.
વૈશાખ સુદ ત્રીજને દિવસે ઋષભદેવ ભગવાને
ઈક્ષુરસથી પારણું કર્યું તેમજ પારણું કરાવનાર શ્રી
શ્રેયાંસકુમાર
ઓળખાય છે, ને આજે પણ જગતમાં મંગળ–દિવસ
તરીકે ઉજવાય છે.
જોતાં મુમુક્ષુહૃદયમાં અત્યંત ભક્તિ જાગૃત થાય છે.
અજીવ એવી બે જાતની વસ્તુઓ છે. જેનામાં જ્ઞાન
હોય તે જીવ છે ને જેનામાં જ્ઞાન ન હોય તે અજીવ છે.
જીવ અને અજીવ બંને વસ્તુઓમાં પોતપોતાના ગુણો
હોય છે.
છે, ને પોતેપોતાના ગુણપર્યાયમાં વસે છે. આટલી
સમજણ અત્યાર સુધીમાં તમને બાલ વિભાગમાં
અપાઈ ગઈ છે.
બદલાયા કરે છે–આને દ્રવ્યત્વ કહેવાય છે.
છે, દ્રવ્યત્વગુણને લીધે વસ્તુની હાલત સદા બદલાયા
નથી. જડમાં ય દ્રવ્યત્વ ગુણ છે, તેથી શરીરની દશા
એની મેળે બદલાયા કરે છે, જીવ તેને બદલાવનો નથી.
દ્રવ્યત્વગુણને લીધે થયો છે. શાસ્ત્રમાંથી જ્ઞાન આવ્યું
નથી પણ જ્ઞાનગુણ પોતે જ એક દશામાંથી બીજી
દશામાં બદલ્યો છે.
તે માટીની હાલત બદલાવી નથી.
PDF/HTML Page 27 of 33
single page version
જ બદલાવ્યા કરે છે. કોઈ પદાર્થની હાલત બીજો પદાર્થ
કરતો નથી. અજીવની હાલત જીવ ન બદલાવે અને
સ્વતંત્રતા ઓળખાય છે. પોતાની મેલી દશા ટાળીને
પવિત્ર દશા પ્રગટ કરવા માટે બીજા કોઈની મદદ નથી,
આમ સમજ–વાથી બીજા ઉપરનો મોહ ટળે છે ને
પોતાનું સાચું જ્ઞાન પ્રગટ થાય છે. માટે તમે આ
દ્રવ્યત્વગુણને બરાબર ઓળખજો.
જીવમાં અસ્તિત્વગુણ છે, અજીવમાં પણ છે.
જીવમાં વસ્તુત્વગુણ છે, અજીવમાં પણ છે.
જીવમાં દ્રવ્યત્વગુણ છે, અજીવમાં પણ છે.
જ્ઞાનમાં આખું વિશ્વ ઝળકે છે, તે જગતથી જુદો છે,
શરીરથી જુદો છે, પોતે જ ભગવાન છે ને પોતે જ
પરમેશ્વર છે, તે આનંદથી ભરેલો છે, તેને જન્મ કે
મરણ નથી, તે રાજા કે રંક નથી, તે તો જ્ઞાન અને
આનંદનો દરિયો છે. આવો આતમદેવ આંખથી દેખાતો
જણાય છે. બાળકો, તમે સાચા જ્ઞાન વડે આત્મદેવના
દર્શન કરજો.
અસ્તિત્વગુણ કહેવાય છે. આ ગુણ જીવ અને અજીવ
બધા દ્રવ્યોમાં છે. આને સામાન્ય ગુણ કહેવાય છે.
આ વખતે કુલ ૭૨ બાળકોના જવાબ આવ્યા
(૮–૧૦) જામનગર–હરસુખ, લલિતા બેન, કંચનબેન.
રસિક. (૧૪–૧૫) વીંછીયા: ભૂપેન્દ્ર, ઉત્તમલાલ.
(૧૬–૧૭) અમરેલી: વિનોદરાય, કૈલાસ. (૧૮)
માણેકલાલ–મોરબી. (૧૯) શાંતિલાલ–વાંકાનેર.
(૨૨) ચંપકલાલ–ધૂલિયા. (૨૩) હસમુખ બોટાદ,
(૨૪) કાન્તિલાલ–રાણપુર. (૨૫–૨૬) મુંબઈ:
કુસુમબેન, જગદીશચંદ્ર. (૨૭) કાન્તિલાલ–લાઠી.
(૨૮) કંચનબેન વઢવાણ કેમ્પ. (૨૯) રાજેન્દ્ર–
આમોદ. (૩૦) ચંદ્રપ્રભા સોનગઢ (૩૧) વીરબાળા–
બોરસદ, (૩૨) નવનીતલાલ મોગરી. (૩૩–૩૪–
૩૫–૩૬) વીંછીયા: રસિકલાલ, જસવતીબેન,
મંજુલાબેન, સ્નેહલત્તાબેન (૩૭) હરિહર–અમદાવાદ
હસમુખલાલ. (૪૧) સુશીલાબેન: સોનગઢ (૪૨)
છબીલદાસ–કલકત્તા (૪૩) અનીલકુમાર: લીમડી
(૪૪–૪૬) વીંછીયા: મંછાબેન, મંજુલાબેન,
રસિકલાલ. (૪૭–૪૮) મોરબી: ચંદ્રકાન્તા, ઇંદુલાલ.
કહેવાય?
(૨) નીચેના વાક્યોમાંથી જે ખોટા હોય તે સુધારો–
૨. જે જીવ સાચું જ્ઞાન કરે તે સુખી થાય.
૩. એક જ્ઞાની પાસે પૈસા ન હતા તેથી તે દુઃખી હતા.
૪. જો નિરોગ શરીર હોય તો ધર્મ ઝટ થઈ શકે.
૫. શરીરની ક્રિયાથી ધર્મ થાય છે.
સમ્યગ્દર્શન રત્ન ખોવાઈ ગયું. તો તેની પાસે ક્યા ક્યા
રત્નો બાકી રહેશે? તે જણાવો.
નીચેના સરનામે મોકલવા–
PDF/HTML Page 28 of 33
single page version
‘દસ–લક્ષણપર્વ’ કહેવાય છે અને તેજ સાચા પર્યુષણ છે. આજે ઉત્તમમાર્દવધર્મનો દિવસ હોવાથી
પદ્મનંદીપંચવિંશતિકા–શાસ્ત્રમાંથી તેનું વર્ણન વંચાય છે, તેના વર્ણનના બે શ્લોક છે. ઉત્તમ માર્દવ એટલે ઉત્તમ
નિરાભિમાનતા. સમ્યગ્દર્શન સહિત નિરાભિમાનતા તે ઉત્તમ માર્દવધર્મ છે. ઉત્તમક્ષમામાર્દવ વગેરે દશ ધર્મો
जात्यादिगर्वपरिहरमुषन्ति सन्तः।
तद्धार्यते किमु न बोधद्रशा समस्तं
स्वप्नेन्द्रजालसद्रशं जगदीक्षमाणैः।।८७।।
માર્દવને કેમ ન ધારે? અર્થાત્ અવશ્ય ધારણ કરે છે.
દયા–ભક્તિ કે વ્રત વગેરે શુભરાગ તે ધર્મ નથી, તેમજ તે ધર્મમાં મદદગાર નથી. આત્મા ચૈતન્યસ્વરૂપ છે, તે
વિકાર રહિત છે, આમ પોતાના નિશ્ચયસ્વભાવની ઓળખાણવડે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યા પછી
વિશેષ સ્વરૂપસ્થિરતાથી ચારિત્રદશા પ્રગટે છે, ને દશામાં ધર્મીજીવને એવી આત્મસ્થિરતા હોય છે કે જાતિ–કુળ
વગેરેના અભિમાનનો વિકલ્પ પણ ઉઠતો નથી, એનું નામ ઉત્તમમાર્દવધર્મ છે. જે ચૈતન્યસ્વરૂપ આત્માને
ઓળખે નહિ અને શરીર–કુટુંબ કુળ વગેરેને પોતાનાં માને તેને કદી જાતિ–મદ વગેરે ટળે નહિ અને તેને
ઉત્તમમાર્દવ ધર્મ હોય નહિ. ધર્મી જીવને ખરેખર જાતિ–કુળ–ધન વગેરેનો મદ હોતો નથી. કેમ કે તે જાણે છે કે હું
તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું, આત્માને શરીર જ નથી, અને માતા–પિતા, કુળ, જાતિ, ધન વગેરે પણ આત્માને
હોય જ. આત્માની જાતિ શુદ્ધચૈતન્યધાતુ નિત્ય આનંદકંદ છે, વીતરાગતા આત્માનું કુળ છે ને ચૈતન્ય કેવળજ્ઞાન
લક્ષ્મીનો પોતે સ્વામી છે. એ સિવાય બીજા કોઈ જાતિ–કુળ કે લક્ષ્મીને જ્ઞાની પોતાનું માનતા નથી, તેથી તેમને
તેનું અભિમાન હોતું નથી. શરીર કે શરીર સંબંધી કોઈ પદાર્થો જ્ઞાનીને પોતાપણે ભાસતા નથી, રાગ કે અધૂરા
જ્ઞાનને પણ તે પોતાનું સ્વરૂપ માનતા નથી. પણ પરિપૂર્ણ સ્વભાવને જ પોતાનો જાણીને તેની શ્રદ્ધા કરે છે.
આમ હોવાથી જ્ઞાનીને જાતિમદ–કુળમદ–જ્ઞાનમદ કે બળમદ હોતા નથી. જાતિ–કુળ વગેરેને પોતાથી જુદા જાણ્યા
છે તેથી તેનું અભિમાન થતું નથી. એ રીતે, સમ્યગ્જ્ઞાન જ ઉત્તમ માર્દવધર્મનું મૂળ છે–એમ અહીં બતાવ્યું છે.
PDF/HTML Page 29 of 33
single page version
છે. બહારના પદાર્થોથી પોતાને મોટો માનવો તે મદ છે, અને મારી જાતિ હલકી, મારું કુળ હલકું વગેરે પ્રકારે
બહારના પદાર્થોથી પોતાને હલકો માનવો તે પણ મદ છે, કેમ કે તેણે જાતિ–કુળમાં અહંપણું કર્યું છે.
તેનું જ જેને ભાન નથી એને ઉત્તમ માર્દવ ધર્મ ક્યાંથી હોય? આત્મા નિત્ય જ્ઞાનઘન છે, દેહાદિ અનિત્ય સંયોગો
તે આત્માનું સ્વરૂપ નથી. જેમ ‘ઘીનો ઘડો’ એમ બોલાય છે પણ તે ખરું વસ્તુસ્વરૂપ નથી, તેમ જ્ઞાનીને
ઓળખવા માટે એમ બોલાય કે આ માતા, આ પિતા, આ કુળ, આ જાતિ. પરંતુ ખરું સ્વરૂપ એમ નથી. જ્ઞાનીને
તેમના આત્માથી ઓળખવા તે જ સાચી ઓળખાણ છે. આત્માનો સંસાર માતા–પિતા–સ્ત્રી શરીર વગેરેમાં નથી
પણ પોતાના પર્યાયમાં જ જે અજ્ઞાન અને રાગદ્વેષ છે તે જ સંસાર છે. આત્માનો સંસારભાવ આત્માની દશામાં
છે. પોતે પોતાને ચૈતન્ય સ્વરૂપે ન જાણ્યો ને શરીરવાળો માન્યો તેથી શરીરના સંબંધી માતા–પિતાને પોતાના જ
માતા–પિતા માને છે, અને તેથી જીવને શરીરના રૂપ વગેરેનું અભિમાન હોય છે.
ટળે છે. આ શરીર તો જડ પરમાણુઓ છે–માટી છે. જે જીવ શરીરના બળનું અભિમાન કરે છે તે જીવ જડનો
અનાદર કરીને શરીરના બળ વગેરેનો અહંકાર કરનાર જીવ મોટો હિંસક છે. શરીર મારું, શરીરની ક્રિયા હું કરી
શકું અને શરીર બળ સારૂં હોય તો ધર્મધ્યાન બરાબર થઈ શકે–એમ જે માને છે તે જીવ આત્માની હિંસા
કરનારો છે. આત્મા શરીરાદિનું કાંઈ કરી શકે નહિ. આત્માનું બળ (–પુરુષાર્થ) કાં તો અજ્ઞાનભાવે પુણ્ય–
પાપમાં અટકે અને કાં તો અસંગ સ્વભાવને ઓળખીને તેમાં રાગ–દ્વેષ રહિત સ્થિરતા પ્રગટ કરે.
પછી જે અલ્પ રાગની વૃત્તિ ઊઠે તેનો જ્ઞાનીને નિષેધ છે. અહીં તો એવી વાત છે કે તે રાગની વૃત્તિ ઊઠવા જ ન
દેવી, ને વીતરાગપણે સ્થિર રહેવું–તે ઉત્તમ માર્દવ ધર્મ છે, અને તે ધર્મ મોક્ષમાર્ગમાં વિચરતા મુનિઓને
સહચારીપણે હોય છે.
હોય તે ‘પરનું હું કરું’ એવું અભિમાન કરે નહિ, રાગ–દ્વેષને પોતાનું સ્વરૂપ માને નહિ.
ગુણસ્થાન સુધીનું બધુંય જ્ઞાન અલ્પ છે, કેવળજ્ઞાનના અનંતમા ભાગનું છે, તે તૂચ્છ પર્યાયનું અભિમાન જ્ઞાનીને
નથી, પણ અનંત ચૈતન્ય સ્વભાવના વિનય અને મહિમાથી સ્વભાવમાં લીન થઈને, અધૂરા જ્ઞાનનો વિકલ્પ
અભિમાન થાય છે તે જીવ પર્યાયદ્રષ્ટિવાળો મિથ્યાદ્રષ્ટિ છે, તેણે પૂરા સ્વભાવને જાણ્યો નથી તેથી થોડાક
જાણપણાનો મહિમા અને અભિમાન થાય છે. કોઈ જીવો સત્ સ્વભાવ સમજ્યા વગર મંદ કષાય કરીને
નિર્માનતા રાખે તે તો પુણ્યબંધનું કારણ છે, અહીં તેની વાત નથી, પણ ધર્માત્માને સ્વભાવની જાગૃતિપૂર્વક
વીતરાગભાવ પ્રગટતાં મદનો વિકલ્પ જ થતો નથી, તે જ સાચો માર્દવ ધર્મ છે. સ્વભાવ જાણ્યા વગર પર્યાયનું
અભિમાન ટળે નહિ, ને તેને ધર્મ થાય નહિ.
વખાણ અમે શું કરી શકીએ? અમારું જ્ઞાન અત્યંત અલ્પ છે,
PDF/HTML Page 30 of 33
single page version
આચાર્યો–સંતો તો મહા જ્ઞાનના સાગર છે, અગાધ બુદ્ધિવાળા છે, એકદમ આરાધક દશા પ્રગટી છે, છતાં તેમને
કેટલી નિર્માનતા છે? જ્ઞાનનો જરા પણ ગર્વ કરતા નથી. અધૂરી દશા કે પૂરી દશા એવો વિકલ્પ તોડીને વારંવાર
સ્વરૂપમાં લીન થઈ જાય છે.–આનું નામ માર્દવ ધર્મ છે. પર્યાયદ્રષ્ટિ છોડીને અખંડ સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન ટકાવી
બચવા માટે ધર્મી ગૃહસ્થને પૂજા ભક્તિ વગેરેનો શુભ રાગ હોય છે, ખરો, પરંતુ તે શુભરાગ કાંઈ ધર્મ નથી. પણ
રાગરહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધાજ્ઞાન પૂર્વક જેટલો રાગ ટાળ્યો તેટલો ધર્મ છે. રાગ રહ્યો તે ધર્મ નથી.
જગતમાં કોઈની સાથે સંબંધ જ નથી.–આવું જાણનારા જ્ઞાનીઓને માન ક્યાંથી હોય? અર્થાત્ ન જ હોય.
મુનિને તો માનની વૃત્તિ જ ઊઠે નહિ તે નિર્માનતા છે, અને ગૃહસ્થને કોઈ માનાદિની લાગણી થઈ જાય તો પણ
તે તેના જ્ઞાતા જ છે, માનાદિથી ભિન્ન સ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાનની જ દ્રઢતા તેમને થાય છે. નિત્ય અબંધ ચૈતન્ય–
સ્વભાવ છું. એમ સ્વભાવની પ્રભુતા પાસે જ્ઞાનીને અધૂરા પર્યાયની પામરતા ભાસે છે, તેમને ક્ષણિક પર્યાયનું
कायादौतुजरादिभिःप्रतिदिनं गच्छत्यवस्थांतरम्।
इत्यालोचयतो हृद्रि प्राशमिनः भास्वद्विवेकोज्वले
गर्वस्यावरसः कुतोऽत्र घटते भावेषु सर्वेष्वपि।।८८।।
ધારણ કરે છે,–એમ નિરંતર પોતાના નિર્મળ હૃદયમાં સમ્યગ્જ્ઞાનરૂપી ઉજવળ વિવેકથી શરીરની અનિત્યતાનું
ચિંતવન કરનારા મુનિને જગતના સર્વ પદાર્થોમાં ગર્વ કરવાનો અવસર જ કઈ રીતે છે? અર્થાત્ જેઓ ધુ્રવ
નિત્ય ચૈતન્ય સ્વભાવને જાણીને અને શરીરને અનિત્યતાને જાણીને, નિર્મળ આત્મધ્યાનમાં મગ્ન છે તે
મુનિઓને જગતમાં કોઈ પદાર્થોનો ગર્વ હોતો જ નથી.
આચાર્યદેવ સમજાવે છે કે આ શરીર અનિત્ય છે, વૃદ્ધાવસ્થાવાળું છે, સદાય તે પોતાની દશા બદલતું બદલનું
જીર્ણતાને પામે છે, જેવી અવસ્થા આજ હોય છે તેવી અવસ્થા કાલ દેખાતી નથી, એવા આ અનિત્ય શરીરને
કોઈ રીતે રોકી શકાય તેમ નથી. જ્યાં આ શરીર જ પોતાનું નથી ત્યાં બીજા ક્યા પદાર્થો પોતાના હોય?
આત્માનો ચૈતન્યસ્વભાવ જ ધુ્રવ અને નિત્ય એકરૂપ છે, તે કદી જીર્ણ થતો નથી, ને તેમાં આગ લાગતી નથી.
આમ, શરીરાદિની અનિત્યતા અને પોતાના ચૈતન્યસ્વભાવની નિત્યતાનો પોતાના અંતરમાં ભેદજ્ઞાનવડે વિચાર
કરનારા જીવોને આ જગતમાં કોઈ પદાર્થોનો ગર્વ થવાનો અવકાશ જ નથી. જ્યાં શરીરને જ પર જાણ્યું ત્યાં
બીજા કોનો અહંકાર કરે!
અને શરીર તો જડ પરમાણુનું બનેલું છે. આત્મા કદી પણ શરીરાદિને અડયો પણ નથી, આત્મા તો અસ્પર્શી છે.
દ્રવ્યમાં અભેદ એકાકાર થઈને સદાય એવી ને એવી રહેશે, પણ શરીરની કોઈ અવસ્થા મારી સાથે રહેનાર
PDF/HTML Page 31 of 33
single page version
છોડી દીધો છે ને સ્વભાવની દ્રઢતા પ્રાપ્ત કરી છે તેમને ઉત્તમ માર્દવધર્મ હોય છે.
પરમાણુઓની અવસ્થા સમયે સમયે એની મેળે જ બદલે છે, તેની સાથે મારો સંબંધ નથી. મારા પર્યાયનો સંબંધ
મારા ત્રિકાળી દ્રવ્ય સાથે છે. નિર્મળજ્ઞાન–દર્શન અને ચારિત્રરૂપ મારી દશા સમયે સમયે બદલીને ધુ્રવ સ્વભાવમાં
એકતા વધતી જાય છે. એ રીતે સ્વભાવની એકતા હોવાથી પરનું અભિમાન જ્ઞાનીને ક્યાંથી થાય? અહો,
ય વિકલ્પ પણ થતો નથી, ઉલટા નમ્ર થઈને સ્વભાવમાં ઢળીને પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે છે. મુનિને પર્યાય તરફ
લક્ષ જઈને વિકલ્પ ઊઠે કે ‘કેવળજ્ઞાન પ્રગટ કરું’ તે પણ રાગ છે. એવા વિકલ્પને પણ તોડીને વીતરાગી સ્વરૂપ–
સ્થિરતા તે ઉત્કૃષ્ટ માર્દવધર્મ છે, ને તે જ મોક્ષનું કારણ છે.
પોતાનું સ્વરૂપ ઓળખીને મુનિવરોએ તો નિરંતર જ્ઞાયક સાક્ષી સ્વરૂપ આત્માના નિર્મળ સ્વભાવનું જ ધ્યાન
કરવું જોઈએ. એ રીતે બીજા –ઉત્તમમાર્દવ–ધર્મનું વ્યાખ્યાન પૂર્ણ થયું.
અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી તે સમ્યગ્દર્શનરૂપ સરળતા છે. અને ચૈતન્યસ્વરૂપને જેમ છે તેમ ન માનતાં,
સ્વરૂપની આડાઈ કરીને પુણ્ય–પાપવાળું માનવું તે અનંત કપટ છે. કોઈ પરના સંગથી કે પુણ્ય પરિણામથી
આત્માને લાભ માનવો તે વક્રતા છે, અનાર્યતા છે. આર્ય એટલે સરળ. જેવું સહજ જ્ઞાયકમૂર્તિ આત્મસ્વરૂપ છે
તેવું જ માનવું, જરાય વિપરીત ન માનવું તે સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપની સમજણમાં આડાઈ કરીને કોઈ
વિકલ્પ કે વ્યવહારના આશ્રયે લાભ માનવો તે અનાર્યતા છે. વ્યવહારરત્નત્રય પણ રાગરૂપ છે, તે આત્માનું
સ્વરૂપ નથી. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય–પાપ રહિત છે, વ્યવહારરત્નત્રયરૂપ પરાશ્રિત ભાવથી તેને લાભ
માનવો તે અનંત કપટનું સેવન છે. અને તે વ્યવહારનો આશ્રય છોડીને, નિશ્ચય શુદ્ધ જ્ઞાતા–સ્વભાવને જાણવો–
વ્યવહારરત્નત્રયની વૃત્તિ ઊઠે તે રાગ છે, તે કાંઈ ઉત્તમ આર્જવધર્મ નથી, પણ રાગ રહિત થઈને જેટલો
સ્વરૂપમાં ઠર્યો તેટલો ઉત્તમઆર્જવધર્મ છે. ખરેખર તો આત્માના વીતરાગ ભાવમાં જ ઉત્તમક્ષમાદિ દશે ધર્મો
આવી જાય છે, દશે ધર્મોમાં વીતરાગભાવ એક જ પ્રકારનો છે. પણ તે વીતરાગભાવ થયા પહેલાંં ક્ષમાદિ જે
જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમક્ષમાધર્મ વગેરે નામથી તે વીતરાગભાવને ઓળખાવવામાં આવે છે. અને
તે શુભ વિકલ્પને ઉપચારથી ઉત્તમક્ષમાદિ ધર્મ કહેવામાં આવે છે. આચાર્ય દેવ ઉત્તમઆર્જવધર્મનું વર્ણન કરે છે–
धर्मो विकृतिरधर्मो द्वाविह सुरसद्मनरकपथौ।।८९।।
જે શુભ પરિણામ છે તે પણ મારું સ્વરૂપ નથી–એમ, સમ્યક્સ્વભાવના ભાનપૂર્વક શુભનો નિષેધ વર્તે છે તેના
શુભપરિણામને વ્યવહારે ઉત્તમઆર્જવ કહેવાય છે.
PDF/HTML Page 32 of 33
single page version
જેવો સ્વભાવ છે તેવો જ પરિણમી ગયો પણ જરાય વક્રતા (વિકાર) ન થયો તે પરમાર્થથી ઉત્તમ આર્જવધર્મ છે.
અને તે સ્વભાવમાં વિકૃતિ થઈને જેટલા રાગાદિ ઉત્પન્ન થાય તેટલો ઉત્તમઆર્જવધર્મમાં ભંગ છે.
જાય છે તેથી તે શુભરાગરૂપ આર્જવધર્મના ફળમાં સ્વર્ગ મળે છે. રાગને લીધે વચ્ચે ભવ કરવો પડે છે. પરંતુ
જેને સ્વભાવનું ભાન નથી અને ધર્મનો અનાદર કરીને વક્રતાથી વર્તે છે તે તો નરકગતિમાં જાય છે.
આત્મસ્વભાવને ઊંધી રીતે માનવો તે જ સૌથી મોટી વક્રતા છે. સરળતાના શુભ પરિણામ કે વક્રતાના
અશુભપરિણામ એ બંનેથી રહિત એક જ્ઞાયકસ્વરૂપી આત્મા છે, તેની શ્રદ્ધા–જ્ઞાન ટકાવી રાખવાં તે ધર્મ છે, દરેક
ગૃહસ્થને પણ તે ધર્મ થઈ શકે છે. અને એવા સમ્યક્શ્રદ્ધાજ્ઞાનપૂર્વક જેમના આત્મામાં અત્યંત સરળતા પ્રગટી
શુભભાવ થાય તે પણ છોડીને વીતરાગી સરળતા પ્રગટ કરવી તેનું નામ ઉત્તમઆર્જવધર્મ છે.
ष्वाजातेर्यमिनोऽर्जितेष्विह गुरुक्लेशैः शमादिष्वलम्।
सर्वे तत्र यदासते विनिभृताः क्रोधादयस्तत्त्वत–
स्तत्पापं वत येन दुर्गतिपथे जीवश्चिरंभ्राम्यति।।९०।।
તે માયાચાર રૂપી મકાનમાં ક્રોધ વગેરે કષાયો પણ છૂપાયેલા હોય છે, તે માયાચારથી ઉપજતું પાપ જીવને અનેક
પ્રકારની દુર્ગતિમાં ભમાવે છે. માટે મુનિઓએ માયાચારને ઉત્પન્ન જ થવા ન દેવા જોઈએ.
સાંભળીને ઊલટો એમ કહે છે કે ‘અરે, શું અમે કપટી છીએ? અમારો કહેવાનો આશય બીજો હતો અને તમે બીજી
રીતે સમજ્યા છો. ’ એમ જે પોતાનો બચાવ કરવા માગે છે તે પાપી માયાચારી છે. તેવા જીવમાં અહિંસા–બ્રહ્મચર્ય
વગેરે હોય તોપણ ખરેખર તે પ્રશંસનીય નથી. મુનિને પણ જેટલે અંશે રાગ થાય છે તેટલે અંશે ઉત્તમ ક્ષમા–
નિર્માનતા વગેરે ધર્મોમાં કચાશ છે. પહેલાંં પોતાને સત્ની કાંઈ જ સમજણ ન હતી ને જે સત્પુરુષ પાસેથી અપૂર્વ
સત્ની સમજણ મળી, તે સત્પુરુષના ઉપકારને ન સ્વીકારે, પોતાની મોટાઈ ખાતર તેમનું નામ વગેરે ગોપવે, તેને યાદ
કરવું જોઈએ. મુનિને કાંઈ દોષ થયો હોય અને તે દોષ ગુરુ પાસે પ્રગટ કરતાં જો સંકોચ થાય તો તે માયા છે.
દોષ છૂપાવવાની બુદ્ધિથી ગુરુ પાસે પ્રગટ ન કરે અને પોતાની મેળે પ્રાયશ્ચિત લે અગર તો ‘હું મારો આ દોષ
કરે તો તે માયા છે. અને પોતાને લાગેલા બધાય દોષો સરળપણે પ્રગટ કરી દેવાના ભાવ તે પણ શુભભાવ છે,
તે શુભભાવનો પણ આદર નથી તેથી મુનિને તે વ્યવહારથી ઉત્તમઆર્જવ છે. અને વીતરાગ ભાવે ટકી રહીને
દોષની ઉત્પત્તિ જ થવા ન દેવી તે પરમાર્થ ઉત્તમઆર્જવધર્મ છે. શુભ રાગથી ધર્મ માને એવો અજ્ઞાની જીવ ગમે
તેવી સરળતાના પરિણામ રાખે, જરાક જરાક દોષને પ્રગટ કરીને પ્રાયશ્ચિત લે, તોપણ તેને ઉત્તમ આર્જવ ધર્મ
જરાય નથી. કેમ કે રાગમાં ધર્મ માન્યો ત્યાં મૂળ મિથ્યાત્વરૂપી દોષ છે, તેનું તો તેને ભાન નથી. જે દોષ છે તેને
જ ગુણ માની બેઠો છે તેને સરળતા કેવી? સમ્યગ્દર્શનપૂર્વક જ ઉત્તમ સરળતા હોઈ શકે, અને તે જ ધર્મ છે. જેવું
મુદ્રક : ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૧–૫–૪૮
PDF/HTML Page 33 of 33
single page version
રાખે, પણ માન્યતા એવી હોય કે આ વચન બોલવાની
ક્રિયા હું કરું છું અને આનાથી મને લાભ થાય છે,–તો
તેવા જીવને સાચી સરળતા નથી, તેણે વક્ર માન્યતા
કરીને પોતાના આખા ચૈતન્ય સ્વભાવને છૂપાવ્યો તે
જ પરમાર્થે અનંત કપટ છે.
શ્રીગુરુ વગેરેના ઉપકારને જે છૂપાવે છે તે તો
વ્યવહારમાં પણ સરળ નથી, તેને ઉત્તમ વીતરાગી
સરળતા તો હોય જ નહિ. જેને વ્યવહાર સરળતા
પ્રગટી હોય તે જીવ ગુરુ પાસે એમ વિનયથી પ્રગટ કરે
કે પ્રભો, હું પામર મૂઢ હતો, પામર હતો, આજ સુધી
મને કાંઈ જ ખબર ન હતી, આપની કૃપાથી જ મને
લાવીને સ્વભાવનું બહુમાન કર્યા વગર તો વ્યવહાર
સરળતા
કરવી જોઈએ કે શું ધર્મ છે ને શું દોષ છે? પોતાના
પરમાર્થ સ્વભાવને જાણીને તેના આશ્રયે સ્થિર રહેતાં
રાગ–દ્વેષરૂપ માયાની ઉત્પત્તિ જ ન થાય–એ ઉત્તમ
આર્જવ ધર્મ છે. મુનિઓને તેવી ઘણી સ્થિરતા પ્રગટી
હોય છે, પણ તેમને જે અલ્પ રાગ હોય તે ટાળીને
સંપૂર્ણ વીતરાગી સ્થિરતા પ્રગટાવવાનો પુરુષાર્થ તેઓ
કરે છે. અને ગૃહસ્થોએ પ્રથમ તો એવી સાચી
વધારવાની ભાવના કરવી જોઈએ. જે પોતાના
આત્મામાં આવી સાચી ઓળખાણ કરે અને
વીતરાગભાવ પ્રગટ કરે તેણે જ સાચા દશ લક્ષણ પર્વ
ઉજવ્યા કહેવાય.
અંતર્મુહૂર્ત કરતાં વધારે કાળ સ્થિર રહેતો નથી પણ
બદલી જાય છે. આ રીતે ઉપયોગ બદલવાનું અને તેમાં
ક્રમ પડવાનું કારણ શું છે? કેવળજ્ઞાનીને જ્ઞાન–દર્શન
એક જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર બદલતો નથી. છદ્મસ્થને
ઉપયોગ બદલે છે અને ક્રમ પડે છે તેનું કારણ રાગ
નથી પરંતુ જ્ઞાન–દર્શનનો પર્યાય જ ક્ષયોપશમભાવે છે
તેથી તેમાં ક્રમ પડે છે અને ઉપયોગ બદલે છે. બારમા
ગુણસ્થાને વીતરાગતા છે, ત્યાં રાગ ન હોવા છતાં
ઉપયોગમાં ક્રમ તો પડે છે અને ઉપયોગ બદલે પણ છે.
તેથી, રાગ હોય તો જ ઉપયોગ બદલે–એમ નથી પણ
જ્ઞાન–દર્શનના પરિણમનની અપૂર્ણતા (–
સાતમાથી બારમા ગુણસ્થાન સુધીમાં પણ ઉપયોગ
બદલાય છે, શ્રુતજ્ઞાનનું અવલંબન છે અને વચ્ચે
ઉપયોગ બદલતાં દર્શનઉપયોગ પણ આવી જાય છે.
(ચર્ચામાંથી: રાજકોટ તા. ૨૩–૧૧–૪૪)
શકાતું નથી. શરીરથી શાંત બેઠો હોય તો જ
અનાકુળતા કહેવાય અને લડાઈ કરતા દેખાય તે વખતે
અનાકુળતા
બહારથી શાંત બેઠેલો દેખાય છતાં અંતરમાં તો તે
વિકારમાં જ તન્મય વર્તતો હોવાથી એકાંતપણે આકુળતા
જ ભોગવે છે–તેને સ્વરૂપ–જાગૃતિ જરાય નથી. અને
જ્ઞાની જીવો લડાઈ વખતે પણ અંતરમાં તે વિકારભાવ
સાથે તન્મયપણે વર્તતા નથી, તેથી તે વખતે પણ તેમને
અંશે આકુળતારહિત શાંતિનું વેદન હોય છે–એટલી
સ્વરૂપ–જાગૃતિ તો ધર્માત્માને વર્તતી જ હોય છે. આવી
સ્વરૂપ–જાગૃતિ તે ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી.
અનંત દુઃખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે.
કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા,
અશાતા મળે છે. પોતાથી કાંઈ અપાતું લેવાતું નથી.
અહંકારે કરી ‘મેં આને સુખ આપ્યું, મેં દુઃખ આપ્યું, મેં
કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી ખોટો ધર્મ ઉપાર્જન
કરે છે. (બીજી આવૃત્તિ પૃ. ૪૩૬) શ્રીમદ્ રાજચંદ્ર
‘તણખલાંના બે કટકા કરવાની શક્તિ પણ અમે
ધરાવતા નથી; અધિક શું કહેવું? ’ શ્રીમદ્ રાજચંદ્ર