PDF/HTML Page 21 of 31
single page version
ઉપાદાનના પરિણામ થાય એ વાત આમાં ક્યાંય રહેતી નથી. દરેક વસ્તુ પોતે નિત્યપરિણામીસ્વભાવવાળી છે–
‘પરિણમતો–પરિણમતો નિત્ય’ સ્વભાવ છે. આવા સ્વભાવમાં સદાય રહેલી વસ્તુ પોતે ઉત્પાદ–વ્યય–ધુ્રવ સહિત
છે–એમ આનંદથી માનવું–અનુમોદવું.
‘જેમ જેણે (અમુક) લંબાઈ ગ્રહણ કરેલી છે એવા લટકતા મોતીના હારને વિષે, પોતપોતાનાં સ્થાનોમાં
પહેલાંનાં મોતીઓ નહિ પ્રગટ થતાં હોવાથી તથા બધેય પરસ્પર અનુસ્યૂતિ રચનારો દોરો અવસ્થિત હોવાથી
ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.....’ (પૃ. ૧૬૫–૬)
સ્થાને પછીપછીનું મોતી પ્રકાશે છે, એટલે કે મોતી અપેક્ષાએ હારનો ઉત્પાદ છે. તથા એક પછી બીજા મોતીને
લક્ષમાં લેતાં પહેલાંનું મોતી લક્ષમાંથી છૂટી જાય છે એટલે પહેલાંંનું મોતી પછીના સ્થાને પ્રકાશતું નથી તે
–એ રીતે હાર ઉત્પાદ–વ્યય–ધુ્રવ એવાં ત્રણ લક્ષણવાળો નક્કી થાય છે. હારનું દરેક મોતી પોત–પોતાના સ્થાનમાં
છે, પહેલું મોતી બીજે ન હોય, બીજું ત્રીજે ન હોય. જ્યાં જે છે ત્યાં જ તે છે; પહેલાના સ્થાનમાં પહેલું મોતી છે,
પછીના સ્થાનમાં પછીનું મોતી છે, ને હારનો સળંગ દોરો બધે ય છે. મોતીની માળા ગણતાં પછી પછીનું મોતી
આંગળીના સ્પર્શમાં આવતું જાય છે તે અપેક્ષાએ ઉત્પાદ, પહેલાંં પહેલાંંનું મોતી છૂટતું જાય છે તે અપેક્ષાએ વ્યય,
ને માળાના પ્રવાહ તરીકે પ્રત્યેક મોતીમાં વર્તતી માળા ધુ્રવ છે–એ રીતે તેમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ ત્રિલક્ષણપણું
પ્રસિદ્ધિ પામે છે.
‘મોતીના હારની જેમ, જેણે નિત્યવૃત્તિ ગ્રહણ કરેલી છે એવા રચાતા (પરિણમતા) દ્રવ્યને વિષે,
પરિણામો પ્રગટ થતા હોવાથી અને પહેલાંં પહેલાંંના પરિણામો નહિ પ્રગટ થતા હોવાથી તથા બધે ય પરસ્પર
અનુસ્યૂતિ રચનારો પ્રવાહ અવસ્થિત (–ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે. ’ (પૃ. ૧૬૬)
દ્રષ્ટાંતમાં લટકતો હાર હતો, સિદ્ધાંતમાં પરિણમતું દ્રવ્ય છે.
દ્રષ્ટાંતમાં મોતીઓને પોતપોતાનું સ્થાન હતું, સિદ્ધાંતમાં પરિણામોને પોતપોતાનો અવસર છે.
ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળું આખું દ્રવ્ય સત્ છે, તેમાં ક્યાંય ફેરફાર થતો નથી. –આમ આખું સત્
જ્ઞાતાપણે રહ્યું. એમ ને એમ આખું દ્રવ્ય ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવથી સત્ પડ્યું છે–એમ દ્રવ્યમાં દ્રષ્ટિ જતાં
સમ્યક્ત્વનો ઉત્પાદ ને મિથ્યાત્વનો વ્યય થયો, ને પછી પણ તે દ્રવ્યની સન્મુખતાથી ક્રમેક્રમે વીતરાગતા વધતી
જાય છે. –આવો ધર્મ છે.
આડોઅવળો થતો નથી. તેમ દ્રવ્યના ત્રણકાળના પરિણામનો નિશ્ચિત્ સ્વઅવસર છે, દ્રવ્યના ત્રણકાળના
પરિણામોનો પોતપોતાનો જે અવસર છે તે અવસરમાં જ તે થાય છે, આડાઅવળા થતા નથી. –આવો નિશ્ચય
કરતાં જ જ્ઞાનમાં વીતરાગતા થાય છે. આ નક્કી કરતાં અનંતું વીર્ય પરથી પાછું ખસીને દ્રવ્ય તરફ વળી ગયું,
PDF/HTML Page 22 of 31
single page version
પ્રમાણે,–એમ નક્કી કર્યું એટલે પરમાં કે સ્વમાં ક્યાંય પરિણામના ફેરફારની બુદ્ધિ ન રહેતાં જ્ઞાન જ્ઞાનમાં જ
એકાગ્રતા પામે છે. તેને જ ધર્મ અને મોક્ષમાર્ગ કહેવાય છે.
પરિણામમાં ફેરફાર ન થાય’ એમ વસ્તુસ્થિતિની પ્રતીત કરતાં જ્ઞાનમાં ધીરજ આવી જાય છે. અને જ્યાં જ્ઞાન
ધીરું થઈને સ્વમાં વળવા લાગ્યું ત્યાં મોક્ષપર્યાય થતાં વાર લાગે નહિ. આ રીતે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતમાં
મોક્ષમાર્ગ આવી જાય છે.
તે જ પ્રકાશે છે અને તેની પહેલાંંના પરિણામો તે વખતે પ્રકાશતા નથી. પહેલાં પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ
સિદ્ધ કરતી વખતે ‘વર્તમાન પરિણામ પૂર્વ પરિણામના વ્યયરૂપ છે’ એમ કહ્યું હતું, અને અહીં દ્રવ્યના ઉત્પાદ–
વ્યય–ધુ્રવ સિદ્ધ કરવામાં કથનશૈલી ફેરવીને એમ કહ્યું કે ‘વર્તમાન પરિણામ વખતે પૂર્વના પરિણામ પ્રગટ થતાં
નથી.’–માટે તે પૂર્વ પરિણામની અપેક્ષાએ દ્રવ્ય વ્યયરૂપ છે. જે પરિણામમાં દ્રવ્ય વર્તી રહ્યું હોય તે પરિણામની
અપેક્ષાએ દ્રવ્ય ઉત્પાદરૂપ છે, તેની પહેલાંનાં પરિણામ કે જે અત્યારે પ્રગટ નથી તેની અપેક્ષાએ દ્રવ્ય વ્યયરૂપ
છે, ને બધાય પરિણામમાં સળંગ વહેતા દ્રવ્યના પ્રવાહની અપેક્ષાએ તે ધુ્રવરૂપ છે. –એ પ્રમાણે દ્રવ્યનું
ત્રિલક્ષણપણું જ્ઞાનમાં નક્કી થાય છે. આવો જ્ઞેયોનો નિર્ણય કરનારું જ્ઞાન સ્વમાં ઠરે છે, તેનું નામ
મોતીના સ્પર્શની અપેક્ષાએ માળાનો વ્યય થયો, બીજા મોતીના સ્પર્શની અપેક્ષાએ માળાનો ઉત્પાદ થયો અને
‘માળા’ તરીકેનો પ્રવાહ તો ચાલુ જ રહ્યો તેથી માળા ધુ્રવ રહી. એ પ્રમાણે એક પછી એક થતા પરિણામમાં
વર્તનારા દ્રવ્યમાં પણ ઉત્પાદ, વ્યય ને ધુ્રવ સમજવા.
દ્રવ્ય પણ પરિણમે છે. જો પરિણામનો ઉત્પાદ થતાં દ્રવ્ય પણ નવા પરિણામે ન ઊપજતું હોય તો તો દ્રવ્ય
ભૂતકાળમાં રહી જાય એટલે કે વર્તમાન વર્તમાનપણે તે વર્તી શકે નહિ, ને તેનો અભાવ જ થાય. માટે
પરિણામના ઉત્પાદ–વ્યય થતાં દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યયપણે પરિણમે જ છે. દ્રવ્યના પરિણમન વગર પરિણામના
ઉત્પાદ–વ્યય થાય નહિ, અને દ્રવ્યની સળંગ ધુ્રવતા પણ નક્કી ન થાય. માટે દ્રવ્ય ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું જ છે;
‘પર્યાયમાં જ ઉત્પાદ–વ્યય છે ને દ્રવ્ય તો ધુ્રવ જ રહે છે, તેમાં ઉત્પાદ–વ્યય થતા જ નથી’–એમ નથી.
પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં વર્તતું દ્રવ્ય પણ એક સમયમાં ત્રિલક્ષણવાળું છે.
ઉપરથી દ્રષ્ટિ ખસી ને સ્વ તરફ વળ્યો. હવે સ્વમાં પણ પર્યાય ઉપરથી દ્રષ્ટિ ખસી ગઈ કેમ કે તે પર્યાયમાંથી
પર્યાય પ્રગટતી નથી પણ દ્રવ્યમાંથી પર્યાય પ્રગટે છે, એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ગઈ. એને ત્રિકાળી સત્ની પ્રતીતિ
થઈ. આવી ત્રિકાળી સત્ની પ્રતીતિ થતાં દ્રવ્ય પોતાના પરિણામમાં સ્વભાવની ધારાએ વહેતું, ને વિભાવ
ધારાનો નાશ કરતું પરિણમે છે. માટે દ્રવ્યને ત્રિલક્ષણ અનુમોદવું.
PDF/HTML Page 23 of 31
single page version
એવી ત્રણ જુદી જુદી સત્તા નથી, પણ તે ત્રણે થઈને એક સત્તા છે.
ઉત્પાદ–વ્યય–ધુ્રવ ઉતારતાં એમ કહ્યું કે દ્રવ્યમાં પછી પછીના પરિણામ પ્રગટ થાય છે તેથી દ્રવ્યનો ઉત્પાદ છે,
પહેલાંં પહેલાંંના પરિણામ ઊપજતા નથી તેથી દ્રવ્ય વ્યયરૂપ છે, અને સર્વ પરિણામમાં સળંગપણે વર્તતું હોવાથી
દ્રવ્ય જ ધુ્રવ છે. એ રીતે દ્રવ્યને ત્રિલક્ષણ અનુમોદવું.
ઉત્પાદ–વ્યય–ધુ્રવપણે વર્તતાં દ્રવ્યો નકોર સત્ છે. આવા નકોર સત્માં કાંઈ આઘુંપાછું થાય નહિ. પોતાના
જ્ઞાનમાં આવા નકોર સત્ને સ્વીકારતાં, ફેરફાર કરવાની બુદ્ધિ કે ‘આમ કેમ’ એવી વિસ્મયતા ટળી, તેમાં જ
સમ્યક્શ્રદ્ધા અને વીતરાગતા આવી ગઈ. એટલે જ્ઞાયકપણું તે મોક્ષનો માર્ગ થયો.
ત્યાં વસ્તુના જુદાપણાની વાડ બંધાઈ ગઈ. મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં પરનો અભાવ ને પરના ઉત્પાદ–વ્યય–
ધુ્રવમાં મારો અભાવ, મારા દ્રવ્ય–ગુણ–પર્યાયમાં હું, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં પર,–આમ નક્કી કરતાં પરના
દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વામિત્વ છોડીને પોતે પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનો રખોપિયો થયો. સ્વદ્રવ્ય તરફ વળતાં
પોતે પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયનો રક્ષક થયો એટલે કે ધુ્રવ દ્રવ્યના આશ્રયે નિર્મળ પર્યાયનો ઉત્પાદ થવા
માંડયો, તે જ ધર્મ છે. પહેલાંં, પરનું હું ફેરવું–એમ માનતો ત્યારે પરાશ્રયબુદ્ધિથી વિકારભાવોની જ ઉત્પત્તિ થતી
હતી ને પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયની રક્ષા કરતો ન હતો. તેથી તે અધર્મ હતો.
કાળમાં રહી જાય–એમ ન હોય; અને દ્રવ્ય છે પણ પરિણામ નથી એમ પણ ન બને. માટે પરિણામ અને દ્રવ્ય
બંને વર્તમાનમાં સાથે છે–એમ સમજવું.
વીતરાગતાનું મૂળ છે.
ઉત્પાદરૂપ છે, તેની પહેલાંંના પરિણામમાં દ્રવ્ય વર્તતું નથી તેથી તે વ્યયરૂપ છે અને બધેય સળંગપણાની
અપેક્ષાએ દ્રવ્ય ધુ્રવ છે. એ રીતે દ્રવ્યમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.
દ્રવ્યના કોઈ પરિણામ પણ આડાઅવળા ન થાય. દ્રવ્યમાં પોતાના કાળે દરેક પરિણામ ઊપજે છે, પૂર્વના
પરિણામ નથી ઊપજતા અને દ્રવ્ય સળંગ ધારાએ રહ્યા કરે છે.–આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળા દ્રવ્યને
જાણવાથી, પોતાના જ્ઞાયકસ્વભાવની પ્રતીત થાય છે, ને
PDF/HTML Page 24 of 31
single page version
પ્રવાહમાં પોતે સળંગપણે ધુ્રવ રહે છે, એ રીતે વીતરાગતા થઈને કેવળજ્ઞાન અને મુક્તિ થાય છે.
હાર વગેરે પરિણામમાં વર્તે છે, કુંડળ કે હાર વગેરે પરિણામથી જુદું સોનું વર્તતું નથી. તેમ દરેક પદાર્થ
પોતાના વર્તમાન વર્તતા પરિણામમાં વર્તે છે, પોતાના પરિણામથી જુદું કોઈ દ્રવ્ય રહેતું નથી. કોઈ પણ
પદાર્થ પોતાના પરિણામસ્વભાવને ઓળંગીને પરના પરિણામને સ્પર્શતો નથી; ને પર વસ્તુ તેના પરિણામને
ઓળંગીને પોતાને સ્પર્શતી નથી. દરેક વસ્તુ જુદી જુદી પોત–પોતાના પરિણામમાં જ રહે છે. આત્મા
પોતાના જ્ઞાન કે રાગાદિ પરિણામમાં રહેલો છે, પણ શરીરની અવસ્થામાં આત્મા રહેલો નથી. શરીરની
અવસ્થામાં પુદ્ગલો રહેલા છે. અને શરીરના અનંત રજકણોમાં પણ ખરેખર તો દરેક રજકણ ભિન્ન ભિન્ન
પોતપોતાની અવસ્થામાં રહ્યો છે. આવો વસ્તુસ્વભાવ જોનારને પરમાં ક્યાંય એકત્વબુદ્ધિ થતી નથી ને
પર્યાયબુદ્ધિના રાગ–દ્વષ થતા નથી.
તે સ્વભાવ છે ને વસ્તુ સ્વભાવવાન્ છે. સ્વભાવવાન્–દ્રવ્ય પોતાના પરિણામસ્વભાવમાં રહેલું છે. કોઈ પણ
વસ્તુ પોતાનો સ્વભાવ છોડીને બીજાના સ્વભાવમાં વર્તે અથવા તો બીજાના સ્વભાવને કરે–એમ કદી બને નહિ.
શરીરની અવસ્થાઓ છે તે પુદ્ગલના પરિણામ છે, તેમાં પુદ્ગલો વર્તે છે, આત્મા તેમાં વર્તતો નથી; છતાં
આત્મા તે શરીરની અવસ્થામાં કાંઈ કરે–એમ જેણે માન્યું તેની મિથ્યા માન્યતા છે. જેમ અફીણના કડવાશ
વગેરેના ઉત્પાદ–વ્યય–ધુ્રવપરિણામમાં અફીણ જ રહેલું છે, તેમાં કાંઈ ગોળ રહેલો નથી, અને ગોળના ગળપણ
વગેરેના ઉત્પાદ–વ્યય–ધુ્રવપરિણામમાં ગોળ જ રહેલો છે, તેમાં કાંઈ અફીણ રહેલું નથી. તેમ આત્માના જ્ઞાન
વગેરેના ઉત્પાદ–વ્યય–ધુ્રવપરિણામસ્વભાવમાં આત્મા જ રહેલો છે, તેમાં કાંઈ ઈન્દ્રિયો કે શરીરાદિ રહેલાં નથી, –
માટે તેમનાથી આત્મા જાણતો નથી. અને પુદ્ગલના શરીર વગેરેના ઉત્પાદ–વ્યય–ધુ્રવપરિણામસ્વભાવમાં
પુદ્ગલો જ રહેલાં છે, તેમાં કાંઈ આત્મા રહેલો નથી, –માટે આત્મા શરીરાદિની ક્રિયાને કરતો નથી. આમ દરેક
પદાર્થ પોતપોતાના સ્વભાવમાં જ રહેલો છે. બસ, આવા પદાર્થના સ્વભાવને જાણવો તે વીતરાગીવિજ્ઞાન છે,
તેમાં જ ધર્મ આવે છે.
સ્વતંત્ર અસ્તિત્વપણે રહી શકે. આ જ વાત અસ્તિ–નાસ્તિરૂપ અનેકાંતથી કહીએ તો, દરેક પદાર્થ પોતાના
સ્વચતુષ્ટયથી (દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવથી) અસ્તિરૂપ છે, ને પરના ચતુષ્ટયથી તે નાસ્તિરૂપ છે. આ પ્રમાણે, દરેક
તત્ત્વ ભિન્ન ભિન્ન ટકી રહ્યું છે એમ નક્કી કરતાં, સ્વતત્ત્વને પરતત્ત્વથી જુદું જાણ્યું, ને પોતાના સ્વભાવ–માં
PDF/HTML Page 25 of 31
single page version
મિથ્યાજ્ઞાન છે. તેમ જગતના પદાર્થોમાં જડચેતન દરેક પદાર્થ સ્વતંત્ર છે, દરેક પદાર્થ પોતે પોતાના ઉત્પાદ–વ્યય–
ધુ્રવસ્વભાવથી ટકેલો છે–એમ જાણવું તે સમ્યગ્જ્ઞાન છે, ને એક પદાર્થમાં પરને લીધે કાંઈ થાય એમ માને તો તે
મિથ્યાજ્ઞાન છે, તેણે પદાર્થના સ્વભાવને જેમ છે તેમ જાણ્યો નથી, પણ વિપરીત માન્યો છે.
અફીણ તરીકે ને ગોળને ગોળ તરીકે દેખે, પણ અફીણને ફેરવીને ગોળ ન બનાવે ને ગોળને ફેરવીને અફીણ ન
બનાવે, તેમ જ તે અફીણ પણ પોતાનો સ્વભાવ છોડીને ગોળપણે થાય નહિ ને ગોળ પોતાનો સ્વભાવ છોડીને
અફીણપણે થાય નહિ. તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ બધાય સ્વ–પર જ્ઞેયોને જેમ છે તેમ જાણે, પણ ક્યાંય કાંઈ
ફેરફાર કરે નહિ. તેમ જ જ્ઞેયો પણ પોતાના સ્વભાવને છોડીને બીજારૂપે થાય નહિ. બસ; જ્ઞાન અને જ્ઞેયના
આવા સ્વભાવની પ્રતીત તે વીતરાગી શ્રદ્ધા છે, આવું જ્ઞાન તે વીતરાગી વિજ્ઞાન છે.
પર્યાયધર્મ છે, તે પર્યાયો ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવવાળા છે. એટલે પદાર્થમાં સમયે સમયે પર્યાયનાં ઉત્પાદ–
વ્યય–ધુ્રવ થાય છે તેમાં તે પદાર્થ વર્તી રહ્યો છે. આમ સ્વતંત્ર દ્રવ્યસ્વભાવને જાણવો તે સમ્યગ્જ્ઞાન છે. જો
એકેક પર્યાયની સ્વતંત્રતા ન જાણે તો તેણે દ્રવ્યની સ્વતંત્રતાને પણ જાણી નથી. કેમ કે ‘સત્’ પોતાના
પરિણામમાં વર્તીને ટકેલું છે. જો વસ્તુ પોતાને ટકવા માટે બીજાના પરિણામનો આશ્રય માગે તો તે વસ્તુ જ
‘સત્’ નથી રહેતી. ‘સત્’નો સ્વભાવ પોતાના જ પરિણામમાં વર્તવાનો છે. સત્ પોતે સ્વયં ઉત્પાદ–વ્યય–
ધ્રૌવ્યાત્મક છે. સત્ને પોતાના પરિણામનો ઉત્પાદ જો બીજાથી થતો હોય તો તે પોતે ‘ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત
સત્’ જ નથી રહેતું. માટે ઉત્પાદ––ધુ્રવ– વ્યય સત્ છે–એમ માનતાં જ પરિણામની સ્વતંત્રતાનો સ્વીકાર તો
આવી જ ગયો. અને, પરિણામ પરિણામમાંથી આવતા નથી પણ પરિણામી(દ્રવ્ય)માંથી આવે છે એટલે તેની
દ્રષ્ટિ પરિણામી ઉપર ગઈ, તે સ્વદ્રવ્યની સન્મુખ થયો, સ્વદ્રવ્યની સન્મુખતામાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રની
ઉત્પત્તિ થાય છે, તે મોક્ષનું કારણ છે.
ઉત્તર:– ભાઈ! વસ્તુસ્થિતિ સમજો. સોનું અને તાંબું કદી ભેગાં થતાં જ નથી. સંયોગદ્રષ્ટિથી સોનું અને
કેમ કે જે સોનાના રજકણો છે તેઓ પોતાના સોના–પરિણામમાં જ વર્તે છે ને જે તાંબાના રજકણો છે તેઓ
પોતાના તાંબા–પરિણામમાં જ વર્તે છે; એક રજકણ બીજા રજકણના પરિણામમાં વર્તતો નથી. સોનાના બે
રજકણોમાંથી પણ તેનો એક રજકણ બીજા રજકણમાં વર્તતો નથી. જો એક પદાર્થ બીજામાં, ને બીજો ત્રીજામાં
ભળી જાય તો તો જગતમાં કોઈ સ્વતંત્ર વસ્તુ જ ન રહે. વળી સોનું અને તાંબું ‘મિશ્ર થયા’ એમ કહેતાં પણ તે
બંનેની ભિન્નતા જ સાબિત થાય છે, કેમ કે ‘મિશ્ર’ બે–નું હોય, એકમાં ‘મિશ્ર’ ન કહેવાય. માટે મિશ્ર કહેતાં જ
પદાર્થોનું ભિન્ન–ભિન્ન હોવાપણું સાબિત થઈ જાય છે.
તે કડવું જ લાગે. તેમ– તત્ત્વને જેમ છે તેમ સ્વતંત્ર ન માનતાં પરના આધારે ટકેલું માને તો, વસ્તુ તો કાંઈ
પરાધીન થઈ જતી નથી પણ, તેણે સત્ની વિપરીત માન્યતા કરી તેથી તેનું જ્ઞાન મિથ્યા થાય છે, અને તે
મિથ્યાજ્ઞાનના ફળમાં તેને ચોરાશીના અવતાર થાય છે.
PDF/HTML Page 26 of 31
single page version
વસ્તુસ્વરૂપને વિપરીત જાણ્યું તેથી તે અજ્ઞાનના ફળમાં તેને ચોરાશીના અવતારમાં રખડવાનું થશે.
રચનાર કહો તો તે પહેલાંં વસ્તુ ન હતી એમ ઠરે એટલે વસ્તુનું નિત્યપણું ન રહે. વસ્તુ ત્રિકાળ સત્ છે, અને તે
વસ્તુ પરિણામસ્વભાવવાળી છે, ત્રિકાળી દ્રવ્ય જ પોતાના ત્રણેકાળના વર્તમાન–વર્તમાન પરિણામને રચે છે, તે
પરિણામો પણ સ્વઅવસરમાં સત્ છે, માટે તે પરિણામનો રચનાર પણ બીજો કોઈ નથી. જેમ ત્રિકાળી દ્રવ્યનો
કર્તા કોઈ બીજો–ઈશ્વર વગેરે–નથી, તેમ તે ત્રિકાળી દ્રવ્યના વર્તમાન પરિણામનો પણ કર્તા કોઈ બીજો (નિમિત્ત,
કર્મ કે જીવ વગેરે) નથી. પોતાના એકેક સમયના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં ટકે છે માટે દ્રવ્ય સત્ છે. જો દ્રવ્ય
બીજાનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવને અવલંબે તો તે પોતે સત્ રહી શકે નહીં. માટે જે જીવ દ્રવ્યને ખરેખર ‘સત્’ જાણતો
હોય તે દ્રવ્યનો કે દ્રવ્યની કોઈ પર્યાયનો કર્તા બીજાને ન માને; દ્રવ્યનો કે દ્રવ્યની કોઈ પર્યાયનો કર્તા બીજાને
માને તે જીવે ખરેખર ‘સત્’ ને જાણ્યું નથી.
રાગરહિત પડી છે–તેનો વિશ્વાસ કરે, એટલે રાગની રુચિનું જોર તૂટીને આખી વસ્તુ ઉપર રુચિનું જોર વળ્યું,
એટલે કે સમ્યક્રુચિ ઉત્પન્ન થઈ, રાગ અને આત્માનું ભેદજ્ઞાન થયું. હું પરમાં નથી વર્તતો, મારા પરિણામમાં
પરવસ્તુ નથી વર્તતી, પણ હું મારા પરિણામમાં જ વર્તું છું–આમ પરિણામ અને પરિણામીની સ્વતંત્રતા જાણતાં,
રુચિ પરમાં નથી જતી, પરિણામ ઉપર પણ નથી રહેતી પણ પરિણામી દ્રવ્યમાં ઘૂસી જાય છે, એટલે કે સમ્યક્–
રુચિ થાય છે.
કેવળજ્ઞાન પર્યાયને જોવાનું ન રહ્યું, પણ દ્રવ્ય સામે જ જોવાનું રહ્યું; દ્રવ્યની સન્મુખતામાં અલ્પકાળે કેવળજ્ઞાન
થયા વિના રહે નહિ.
ઉત્પાદ છે, મિથ્યાજ્ઞાનપર્યાયપણે વ્યય છે ને જ્ઞાનમાં સળંગ પરિણામોપણે ધુ્રવતા છે. –એ રીતે આમાં ધર્મ આવે છે.
પરિણામ પરિણામીના છે–એમ પરિણામ અને પરિણામીની સ્વતંત્રતાની રુચિમાં સ્વદ્રવ્યની સમ્યક્રુચિ ઉત્પન્ન
થઈને મિથ્યારુચિનો નાશ થઈ જાય છે.
કર તો તારું જ્ઞાન સાચું થશે ને ભવનું પરિભ્રમણ ટળશે. જો વસ્તુના સ્વભાવને વિપરીત માનીશ તો અસત્
વસ્તુની માન્યતાથી તારું જ્ઞાન મિથ્યા થશે અને તારું પરિભ્રમણ મટશે નહિ; કેમ કે મિથ્યાત્વને જ સૌથી મોટું
પાપ ગણવામાં આવ્યું છે, તે જ અનંત સંસારનું મૂળ છે.
PDF/HTML Page 27 of 31
single page version
પર કરે એ વાત રહેતી નથી, એટલે પોતે પોતાના સ્વભાવવાન્ તરફ વળીને જ્ઞાન થઈ જાય છે, તેમાં જ ધર્મ
આવી ગયો. લોકોએ બહારમાં ધર્મ માન્યો છે, પણ વસ્તુસ્થિતિ અંતરની છે. લોકોએ માનેલા ધર્મમાં અને
સમ્યગ્દર્શન થાય પછી શ્રાવકનાં અને મુનિનાં વ્રત વગેરે હોય. સમ્યગ્દર્શન વગર વ્રતાદિ માને તે તો ‘છાર પર
લીંપણું’ જાણો. આત્માની પ્રતીત થયા વગર ક્યાં રહીને વ્રતાદિ કરશે?
વર્તતા નથી. છતાં કૂતરું મફતનું માને છે કે ‘મારાથી ગાડું ચાલે છે.’ તેમ પર વસ્તુના પરિણામ સ્વયં તેનાથી
થાય છે, તેને દેખીને અજ્ઞાની જીવ મફતનો એમ માને છે કે પરના પરિણામ મારાથી થાય. પણ તેમ થતું નથી.
જ્ઞાનમાં જોયો છે. કાંઈ ભગવાને જોયો માટે તેવો વસ્તુનો સ્વભાવ છે–એમ નથી, તેમ જ તેવો વસ્તુનો સ્વભાવ
છે માટે ભગવાનને તેનું જ્ઞાન થયું–એમ પણ નથી. જ્ઞેય વસ્તુનો સ્વભાવ સત્ છે, ને જ્ઞાન પણ સત્ છે. પ્રથમ
આવા સત્ સ્વભાવને સમજો. જે આવા સ્વભાવને સમજે તેણે જ વસ્તુને વસ્તુગતે ઓળખી કહેવાય.
મને રખડાવે એમ માન્યું છે તે ઊંધી માન્યતાથી જ જીવ રખડી રહ્યો છે, પણ કર્મે તેને રખડાવ્યો નથી; તે
રખડવાના પરિણામમાં આત્મા વર્તી રહ્યો છે. સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવ થવાનો દરેક વસ્તુનો સ્વભાવ છે–
એ સમજે તો પરિણામી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જાય છે, અને દ્રવ્યદ્રષ્ટિમાં સમ્યક્ત્વ ને વીતરાગતાનો ઉત્પાદ થાય છે, તે
વિના ત્રિકાળી દ્રવ્યનું સત્પણું સાબિત થતું નથી; માટે દ્રવ્યનું વર્તમાન બીજાથી (–નિમિત્તથી) થાય–એ
માન્યતામાં મિથ્યાત્વ થાય છે, તેમાં સત્નો સ્વીકાર આવતો નથી. સત્નો તો નાશ થતો નથી, પણ જેણે સત્ને
ઊંધુંં માન્યું તેની માન્યતામાં સત્નો અભાવ થાય છે. ત્રિકાળી સત્ સ્વતંત્ર, કોઈના કર્યા વગરનું છે તેમ જ
એકેક સમયનું વર્તમાન સત્ પણ સ્વતંત્ર, કોઈના કર્યા વગરનું છે.–આવા સ્વતંત્ર સત્ને ઊંધુંં–પરાધીન માનવું
તે મિથ્યાત્વ છે, તે જ મોટો અધર્મ છે. લોકો કાળાબજાર વગેરેમાં તો અધર્મ માને છે પણ ઊંધી માન્યતાથી
કાળોબજાર છે, તે કાળાબજારથી ચોરાસીના અવતારની જેલ છે. સત્ને જેમ છે તેમ માને તો મિથ્યાત્વરૂપ
કાળાબજારનું મોટું પાપ ટળે ને સાચો ધર્મ થાય. માટે સર્વજ્ઞદેવે કહેલા વસ્તુસ્વભાવને બરાબર સમજવો જોઈએ.
નામનો ફેરફાર કરીને વાંચવું–“ધરમસી ભાઈના સ્વર્ગવાસ પાછળ
તેમના સુપુત્ર રાયચંદભાઈ (હસ્તે પાનીબેન) તરફથી સોનગઢની
PDF/HTML Page 28 of 31
single page version
પરિણામ તે વસ્તુનો સ્વભાવ છે, ને તે વર્તમાન પરિણામમાં વસ્તુ સદાય વર્તી રહી છે, તેથી તે સત્ છે.
કાળ અપેક્ષાએ દ્રવ્યનો સૂક્ષ્મ અંશ તે પરિણામ છે.
આ તો જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે વર્ણન છે. પરિણામ પરિણામીમાંથી આવે છે, –એવા
વધીને પૂર્ણ થાય.
છે, ને દ્રવ્યના સળંગ પ્રવાહમાં તો તે કેવળજ્ઞાન–પરિણામ ધુ્રવ છે; એ રીતે બધાય પરિણામો પોતપોતાના
વર્તમાન કાળમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળા છે, ને તે તે વર્તમાન પરિણામમાં વસ્તુ વર્તી રહી છે, એટલે કે વસ્તુ
વર્તમાનમાં જ પૂરી છે. એવી વસ્તુની દ્રષ્ટિ કર તો તેના આશ્રયે ધર્મ થાય છે. જ્ઞાની કેવળજ્ઞાન–પર્યાયના કાળને
ગોતતા નથી (અર્થાત્ તેના ઉપર દ્રષ્ટિ કરતા નથી) કેમ કે તે પર્યાય અત્યારે તો સત્ નથી પણ ભવિષ્યમાં તેના
સ્વકાળે તે સત્ છે, માટે જ્ઞાની તો વર્તમાનમાં સત્ એવા ધુ્રવદ્રવ્યને જ ગોતે છે (–ધુ્રવ ઉપર દ્રષ્ટિ કરે છે.) આ
અપેક્ષાએ નિયમસારમાં ઉદય–ઉપશમ–ક્ષયોપશમ ને ક્ષાયક એ ચારે ભાવોને વિભાવભાવ કહ્યા છે. જે પર્યાય
વર્તમાન ઉત્પાદપણે વર્તે છે તે તો અંશ છે; કેવળજ્ઞાન–પર્યાય પણ અંશ છે, –તે વર્તમાન પ્રગટ નથી અને
ભવિષ્યમાં પ્રગટ થશે–એમ પરિણામના કાળ ઉપર જોવાનું નથી રહેતું પણ વર્તમાન પરિણામ વખતે ધુ્રવપણે
શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે વીતરાગતાને તાત્પર્ય કહેતાં સ્વભાવની દ્રષ્ટિ કરવી એ જ તાત્પર્ય છે–એમ
આવ્યું, કેમ કે વીતરાગતા તો સ્વભાવની દ્રષ્ટિથી જ થાય છે. અંતરમાં દ્રવ્યસ્વભાવ ઉપર લક્ષ રહેતાં વીતરાગતા
થઈ જાય છે; આથી ધુ્રવદ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ તે જ સર્વસ્વ કાર્યકર થઈ. પર્યાયને ગોતવાનું ન રહ્યું એટલે કે
પર્યાયની દ્રષ્ટિ ન રહી. ધુ્રવસ્વભાવની દ્રષ્ટિ રાખીને પર્યાયનો જ્ઞાતા રહ્યો, તેમાં વીતરાગતા થતી જાય છે.
થઈ જાય છે. એ રીતે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થવી તેમાં જ તાત્પર્ય આવી જાય છે. એટલે, શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા
છે એમ કહો, કે શાસ્ત્રનું તાત્પર્ય સ્વભાવદ્રષ્ટિ છે–એમ કહો, બંને એક જ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–
નથી, એટલે પરિણામોનું ધુ્રવપણું નક્કી કરવા જતાં ધુ્રવસ્વભાવ ઉપર જ દ્રષ્ટિ જાય છે. ધુ્રવસ્વભાવની દ્રષ્ટિ
વગર પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ નક્કી થઈ ન શકે. પરિણામને ધુ્રવ ક્યારે કહ્યો? –કે પરિણામોના આખા
પ્રવાહની અપેક્ષાએ તેને ધુ્રવ કહ્યો; આખો પ્રવાહ એક સમયમાં પ્રગટી જતો નથી એટલે પરિણામની ધુ્રવતા
નક્કી કરવા જનારની દ્રષ્ટિ એકેક પરિણામ ઉપરથી ખસીને ધુ્રવદ્રવ્ય ઉપર ગઈ. પરિણામ ઉપરની દ્રષ્ટિથી
(પર્યાયદ્રષ્ટિથી) પરિણામની ધુ્રવતા નક્કી નહિ થાય. પરિણામોનો
PDF/HTML Page 29 of 31
single page version
વગર પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ પણ ખ્યાલમાં આવે તેમ નથી.
પ્રવાહ અપેક્ષાએ છે. એટલે સળંગ પ્રવાહની દ્રષ્ટિમાં જ ધુ્રવસ્વભાવ ઉપર દ્રષ્ટિ ગઈ, અને ત્યારે જ પરિણામના
દ્રષ્ટિ ધુ્રવ ઉપર પડી છે. દ્રવ્યદ્રષ્ટિ થયા વગર આ વાત બેસે તેવી નથી.
છે એવું પર પ્રકાશકપણું પણ જ્ઞાનમાં ખીલી જ જાય છે. દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક છે. તે ઉત્પાદ–વ્યય–ધુ્રવ
ક્યારે નક્કી થાય? જ્ઞાયક ચૈતન્યદ્રવ્યની યથાર્થ રુચિ અને તે તરફ વલણ થતાં બધું નક્કી થઈ જાય છે. જેમ
સ્વના જ્ઞાનસહિત જ પરનું સાચું જ્ઞાન થાય છે, તેમ ધુ્રવની દ્રષ્ટિથી જ ઉત્પાદ–વ્યયનું સાચું જ્ઞાન થાય છે.
જાય છે. એટલે પર્યાયના ઉત્પાદ–વ્યયની સામે પણ જોવાનું નથી. પર્યાયોના પ્રવાહક્રમમાં દ્રવ્ય વર્તી રહ્યું છે, કઈ
પર્યાય વખતે આખું દ્રવ્ય નથી?–જ્યારે જુઓ ત્યારે દ્રવ્ય આખેઆખું વર્તમાનમાં છે; એવા દ્રવ્યની સન્મુખતા
થતાં પ્રવાહક્રમ નક્કી થાય છે. પછી તે પ્રવાહનો ક્રમ ફેરવવાની બુદ્ધિ રહેતી નથી પણ જ્ઞાતાપણાનો જ અભિપ્રાય
રહે છે. ત્યાં તે પ્રવાહક્રમ એમ ને એમ રહી જાય છે ને દ્રવ્યદ્રષ્ટિ થઈ જાય છે. તે દ્રવ્યદ્રષ્ટિમાં ક્રમે ક્રમે વીતરાગી
પરિણામોનો જ પ્રવાહ ઊગ્યા કરશે. આવો આ *૯૯* મી ગાથાનો સાર છે.
(૧) સામાન્યમાંથી વિશેષ થાય છે એમ કહો,
(૨) વસ્તુ ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત છે એમ કહો, કે
(૩) દ્રવ્યમાંથી ક્રમબદ્ધ પર્યાયની પ્રવાહધારા વહે છે એમ કહો, –એનો નિર્ણય કરવામાં ધુ્રવસ્વભાવ
અંર્તદ્રષ્ટિની ચીજ છે, માત્ર શાસ્ત્રની પંડિતાઈની આ ચીજ નથી.
ઊપજે છે ને માટીપણાના પ્રવાહ અપેક્ષાએ તે ધુ્રવ છે, તેમ બધાય પદાર્થો ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળાં છે.–
આવો ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવ સમજતાં પોતાને પર સામે જોવાનું રહેતું નથી; કેમ કે પરના ઉત્પાદ–વ્યય–ધુ્રવને
પોતે કરતો નથી ને પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવ પરથી થતા નથી, તેથી પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવને માટે ક્યાંય
પર સામે જોવાનું નથી રહેતું પણ પોતાની સામે જ જોવાનું રહે છે. હવે પોતે પોતાના પરિણામને જોવા જતાં
જ્ઞાન અંતરમાં પરિણામી સ્વભાવ તરફ વળે છે, ને તે પરિણામીના આધારે વીતરાગી પરિણામનો પ્રવાહ
નીકળ્યા કરે છે. એ રીતે, ધુ્રવના આશ્રયે વીતરાગી પરિણામનો પ્રવાહ નીકળ્યા કરે–તેની આ વાત છે.
જ) સમ્યક્ પર્યાયનો ઉત્પાદ થાય છે. જો ધુ્રવ સામે ન જુએ તો પર્યાયદ્રષ્ટિમાં મિથ્યા પર્યાયનો ઉત્પાદ થાય છે.
માટે વસ્તુના આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવને સમજતાં ધુ્રવસ્વભાવની દ્રષ્ટિથી સમ્યક્–વીતરાગી પર્યાયોનો
ઉત્પાદ થાય–તે જ સર્વનું તાત્પર્ય છે.
PDF/HTML Page 30 of 31
single page version
प्रवचनसार
सूचीपत्र मंगा सकते हैं।]
PDF/HTML Page 31 of 31
single page version
કાર્યાલયની વ્યવસ્થામાં મુશ્કેલી પડે છે. હવેથી, દરેક ગ્રાહકોને
સૂચના કરવામાં આવે છે કે–જે માસનો અંક ન મળ્યો હોય તે
માસની અમાસ સુધીમાં જ સોનગઢ લખી જણાવવું; ત્યાર
પછીની અંક નહિ મળ્યાની ફરિયાદો ઉપર લક્ષ નહિ અપાય.
જૂની ફરિયાદો મોકલવાનું બંધ કરે.