PDF/HTML Page 1 of 31
single page version
PDF/HTML Page 2 of 31
single page version
છણાવટપૂર્વક આ પ્રવચનોમાં પ્રગટ કર્યું છે; અને તેથી આ
અંકનું નામ ‘વસ્તુવિજ્ઞાન–અંક’ રાખવામાં આવ્યું છે.
જિજ્ઞાસુઓમાં વેંચાણી છે, પણ આત્મધર્મના સમસ્ત વાચકો
તેનો લાભ મેળવી શકે તે માટે તે આ અંકમાં પ્રસિદ્ધ
કરવામાં આવ્યાં છે.
૨૦ ને બદલે ૩૦ પાનાં છાપ્યાં છે. આગામી અંકમાં તેટલા
પાનાં ઓછા અપાશે.
PDF/HTML Page 3 of 31
single page version
શ્રી મુક્તિનો માર્ગ
PDF/HTML Page 4 of 31
single page version
તે ક્ષેત્રનો દાખલો આપીને પરિણામનાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ સમજાવે છે.
પ્રદેશક્રમ છે તેમ દ્રવ્યના પરિણમનમાં પ્રવાહક્રમ છે. દ્રવ્યના વિસ્તારક્રમનો અંશ તે પ્રદેશ છે તેમ દ્રવ્યના
પ્રવાહક્રમનો અંશ તે પરિણામ છે.
છે. બસ, આમાં એકલી વીતરાગતા જ આવી, જ્ઞેયમાં ‘આ આમ કેમ’ એવો રાગ–દ્વેષ કે ફેરફાર કરવાનું ન રહ્યું.
અહો! આચાર્યદેવે ગાથાએ ગાથાએ વીતરાગી સુખડીના થર નાંખ્યા છે, એકેક ગાથામાંથી વીતરાગતાનાં
ચોસલાં નીકળે છે.
પરિણમન સ્વભાવમાં રહેલાં છે–એમ કહીને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ જ્ઞેય બતાવ્યાં છે; એવા સર્વ જ્ઞેયોના સ્વભાવની
અને તેને જાણનારા જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે.
પરમાણુ અને કાળનું તો ક્ષેત્ર એકપ્રદેશ જ છે. આત્માનું અસંખ્યપ્રદેશી ક્ષેત્ર છે. તે ક્ષેત્ર સમગ્રપણા વડે એક હોવા
છતાં તેનો છેલ્લો અંશ તે પ્રદેશ છે. એ પ્રમાણે અહીં ક્ષેત્રનું તો દ્રષ્ટાંત છે, ને સિદ્ધાંત તરીકે વસ્તુના ઉત્પાદ–
વ્યય–ધુ્રવ પરિણામ સમજાવવા છે. જેમ અસંખ્યપ્રદેશી વિસ્તાર એક સાથે લેતાં દ્રવ્યનું ક્ષેત્ર એક છે તેમ એકેક
દ્રવ્યની અનાદિ–અનંત પરિણમનધારા સમગ્રપણા વડે એક છે. ને તે આખા પ્રવાહનો નાનામાં નાનો એક અંશ
તે પરિણામ છે. એકેક પરિણામને જુદો પાડ્યા વગર સમગ્રપણે દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહને જોતાં તે એક છે;
અનાદિ નિગોદથી માંડીને અનંત સિદ્ધદશા સુધી દ્રવ્યનો પરિણમનપ્રવાહ એક જ છે. જેમ આખું ક્ષત્ર પથરાયેલું
એક સાથે પડ્યું છે, તેમાં પ્રદેશભેદથી ન જુઓ તો દ્રવ્યનું ક્ષેત્ર એક જ છે. તેમ ત્રિકાળી દ્રવ્યના પ્રવાહમાં
પરિણામનો ભેદ ન પાડો તો આખો ય પ્રવાહ એક જ છે, અને તે ત્રિકાળીક પ્રવાહક્રમનો એકેક અંશ તે
પરિણામો છે.
PDF/HTML Page 5 of 31
single page version
જ્ઞાતા છે ને પોતે સ્વજ્ઞેય પણ છે. તથા અન્ય જીવ–પુદ્ગલાદિ પરજ્ઞેયો છે. તે જ્ઞાન અને જ્ઞેયને કેવાં પ્રતીતિમાં
પ્રવાહક્રમ પણ કદી તૂટતો નથી. પ્રવાહક્રમ કહીને આચાર્યદેવે અનાદિઅનંત જ્ઞેયને એક સાથે સ્તબ્ધ બતાવી દીધાં
છે. ‘પ્રવાહક્રમ’ કહેતાં બધાય પરિણામોનો ક્રમ વ્યવસ્થિત જ છે, કોઈ પણ પરિણામ–કોઈ પણ પર્યાય આડા–
અવળા થતા જ નથી. આ પ્રતીતિમાં જ દ્રવ્યદ્રષ્ટિ અને વીતરાગતા છે.
કહેવા માંગે છે’ એમ પોતાને અંદર ભાસ થવો જોઈએ. જુઓ, સમજવા માટે સીડીનું દ્રષ્ટાંત લઈએ: જેમ ક્ષેત્રથી
એક પછી એક પગથિયાંનો પ્રવાહ છે, આખી સીડીનો પ્રવાહ એક છે, અને તેનું એકેક પગથિયું તે તેના પ્રવાહનો
અંશ છે. તે પગથિયાના પ્રવાહનો ક્રમ તૂટે નહિ. બે પગથિયાં વચ્ચે પણ ઝીણા ઝીણા ભાગ પાડો તો અનેક
ભાગ પડે છે, તે ચડતો ચડતો એકેક સૂક્ષ્મ ભાગ તે પરિણામ સમજવો. તેમ આત્મા અસંખ્ય પ્રદેશમાં પથરાયેલો
એક છે, ને તેના ક્ષેત્રનો એકેક અંશ તે પ્રદેશ છે; તેમ જ આખા દ્રવ્યની હયાતી અનાદિ–અનંત પ્રવાહપણે એક છે
ને તે પ્રવાહનો એકેક સમયનો અંશ તે પરિણામ છે. તે પરિણામોનો પ્રવાહક્રમ સીડીના પગથિયાંની જેમ ક્રમબદ્ધ
છે, તે પરિણામોનો ક્રમ આઘોપાછો ન થાય. એટલે બધું ય જેમ છે તેમ જાણવાનો જ આત્માનો સ્વભાવ છે. એ
સિવાય વચ્ચે બીજું કાંઈ ઘાલે તો તેને વસ્તુના સત્ સ્વભાવની શ્રદ્ધા નથી. અને વસ્તુ જેમ હોય તેમ જાણે–માને
તો જ્ઞાન–શ્રદ્ધા સાચાં થાય ને! વસ્તુ હોય તેના કરતાં બીજી રીતે માને તો જ્ઞાન–શ્રદ્ધા સાચાં થાય નહિ એટલે
જેમ દ્રવ્યનું ક્ષેત્ર તે વિસ્તાર, ને વિસ્તારક્રમના અંશો તે પ્રદેશો. તેમ દ્રવ્યનું પરિણમન તે પ્રવાહ, ને
પરિણામોનો પરસ્પર વ્યતિરેક છે.’
છે. જો પ્રદેશોનો એકબીજામાં અભાવ ન હોય, ને એક પ્રદેશ તે બીજા પ્રદેશમાં પણ ભાવપણે વર્તતો હોય એટલે
કે બધા થઈને એક જ પ્રદેશ હોય તો દ્રવ્યનો વિસ્તાર જ ન થાય, પણ દ્રવ્ય એક જ પ્રદેશી થઈ જાય. માટે
વિસ્તારક્રમ કહેતાં જ પ્રદેશો એકબીજાપણે નથી એમ આવી જાય છે. ‘વિસ્તારક્રમ’ તે અનેકતા સૂચવે છે, કેમ કે
એકમાં ક્રમ ન હોય. હવે અનેકતા ક્યારે નક્કી થાય? કે બધામાં એકતા ન હોય પણ ભિન્નતા હોય, તો જ
અનેકતા નક્કી થાય, ને અનેકતા હોય તો જ વિસ્તારક્રમ હોય; માટે વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો પરસ્પર
વ્યતિરેક છે.
વિસ્તારક્રમમાં જેમ એક પ્રદેશનો
PDF/HTML Page 6 of 31
single page version
બીજામાં અભાવથી અનાદિઅનંત પ્રવાહક્રમ રચાયેલો છે. આવો દ્રવ્યનો સ્વભાવ છે, આવા પરિણામસ્વભાવમાં
દ્રવ્ય રહેલું છે.
પ્રવાહક્રમનો જે સિદ્ધાંત છે તે તો બધાય દ્રવ્યોમાં એકસરખી રીતે લાગુ પડે છે.
અભાવ હોય ને તે બધા પ્રદેશો વિસ્તારક્રમમાં સળંગપણે એકબીજાની સાથે સંકળાયેલા હોય.
ત્રીજામાં નથી–એમ પરિણામોમાં વ્યતિરેક હોવાથી દ્રવ્યમાં પ્રવાહક્રમ છે. દ્રવ્યના અનાદિઅનંત પ્રવાહમાં એક
પછી એક પરિણામ ક્રમે થયા કરે છે; આવા દ્રવ્યો તે જ્ઞેયો છે. જ્ઞેયદ્રવ્યની જેમ છે તેમ પ્રતીત કરતાં શ્રદ્ધામાં
તો એક દ્રવ્યના ક્રમ પરિણામોમાં ફેરફાર કરી શકાય–એમ જે માને છે તેને જ્ઞેયતત્વની ખબર નથી તેમ જ
જ્ઞેયોને જાણનારા પોતાના જ્ઞાનતત્ત્વની પણ ખબર નથી.
પરિણામ છે. બંને દ્રવ્યો પોતપોતાના પ્રવાહક્રમમાં ભિન્નભિન્નપણે વર્તી રહ્યાં છે. આત્મા પોતાના
પરિણામપ્રવાહમાં રહેલો છે, ને જડપદાર્થો જડના પરિણામ–પ્રવાહમાં રહેલાં છે. બંને પદાર્થોનું ભિન્ન ભિન્ન
ફેરફાર થાય’–એવી મિથ્યાબુદ્ધિ તો ટળી ગઈ, એટલે તે બધાં દ્રવ્યોનો જ્ઞાતા રહી ગયો. કેવળી ભગવાન
વીતરાગપણે બધાના જ્ઞાતા છે તેમ આ પણ જ્ઞાતા જ છે. હજી સાધક છે તેથી અસ્થિરતાના રાગ–દ્વેષ થાય છે
પરંતુ તે પણ જ્ઞાતાનું જ્ઞેય છે, જ્ઞાન અને રાગની એકતા પૂર્વક રાગ–દ્વેષ થતા નથી પણ જ્ઞાનના જ્ઞેયપણે રાગ–
દ્વેષ થાય છે. એટલે અભિપ્રાયથી (શ્રદ્ધાથી) તો તે સાધક પણ પૂરો જ્ઞાતા જ છે.
મિથ્યાબુદ્ધિનો વિકલ્પ ન આવે. અસ્થિરતાનો વિકલ્પ આવે તે તો જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે, કેમ કે જ્ઞાનમાં
સ્વપરપ્રકાશક સામર્થ્ય પ્રગટી ગયું એટલે તે રાગને પણ જ્ઞાનથી ભિન્ન જ્ઞેય તરીકે જાણે છે, એટલે તે વિકલ્પમાં
‘આવો વિકલ્પ કેમ?’ એવું વિકલ્પનું જોર આવતું નથી, પરંતુ ‘આ રાગ પણ જ્ઞેયપણે સત્ છે’ એમ જ્ઞાન જાણી
લ્યે છે એટલે જ્ઞાનની જ અધિકતા રહે છે,–બીજી રીતે કહીએ તો જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થઈ જાય છે. અને
પછી પણ એવા જ્ઞાનસ્વભાવના આધારે જ્ઞેયોને જાણતાં તે જ્ઞાનનો વિકાસ થઈને તેની સૂક્ષ્મતા અને
વીતરાગતા વધતી જાય છે, ને ક્રમેક્રમે પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન થતાં આખો લોકાલોક જ્ઞેયપણે એક
સાથે જ્ઞાનમાં ડૂબી જાય છે.–એવો આ અધિકાર છે.
PDF/HTML Page 7 of 31
single page version
કેવળજ્ઞાનનાં બીજડાં છે.
હયાતી અપેક્ષાએ એકપણું ને પરિણામોની અપેક્ષાએ અનેકપણું–એમ સત્માં એક–અનેકપણું પણ સાબિત કર્યું.
એ પ્રમાણે બે વાત સિદ્ધ કરી, તેનો વિસ્તાર કરીને હવે તેમાંથી ઉત્પાદ–વ્યય–ધુ્રવ કાઢે છે.
“જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વ–રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર (બધેય)
તેમ તે પરિણામો પોતાના અવસરમાં સ્વ–રૂપથી ઉત્પન્ન ને પૂર્વરૂપથી વિનષ્ટ હોવાથી તથા સર્વત્ર પરસ્પર
અનુસ્યૂતિથી રચાયેલા એકપ્રવાહપણા વડે અનુત્પન્ન–અવિનષ્ટ હોવાથી ઉત્પત્તિ–સંહાર–ધ્રૌવ્યાત્મક છે.”
પ્રશ્ન:– આ શું વિષય ચાલે છે?
ઉત્તર:– આ વસ્તુના સ્વભાવની વાત ચાલે છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ પરિણામ તે પદાર્થોનો સ્વભાવ છે,
કરી ગયા કે–દ્રવ્યની વૃત્તિ અનાદિઅનંત અખંડપણે એક હોવા છતાં, તેના પ્રવાહક્રમનો અંશ તે પરિણામ છે. તે
તે પરિણામો એકબીજામાં પ્રવર્તતા નથી પણ તેમનો એકબીજામાં અભાવ છે. તેમાંથી હવે વિસ્તાર કરીને ઉત્પાદ–
વ્યય–ધુ્રવ કાઢે છે. તેમાં પણ પહેલાંં ક્ષેત્રનું દ્રષ્ટાંત આપે છે.
પોતાપણે ઉત્પાદરૂપ છે ને પૂર્વના પ્રદેશની અપેક્ષાએ વ્યયરૂપ છે, એ રીતે બધાય પ્રદેશો ઉત્પાદવ્યયરૂપ છે ને સર્વ
પ્રદેશોનો વિસ્તાર સાથે લેતાં દ્રવ્યના પ્રદેશો ધુ્રવરૂપ છે. એ રીતે તે બધાય પ્રદેશો એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ
છે. (અહીં પ્રદેશોનાં જે ઉત્પાદ–વ્યય–ધુ્રવ કહ્યા છે તે ક્ષેત્ર અપેક્ષાએ સમજવાં.) તેના દાખલે સમય સમયના
પરિણામોમાં પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું છે. અનાદિઅનંત એક પ્રવાહની અપેક્ષાએ પરિણામો ઉત્પત્તિ–વિનાશરહિત
ધુ્રવ છે, ને તે પરિણામો પોતપોતાના સ્વકાળમાં ઉત્પાદરૂપ છે તથા પૂર્વપરિણામ અપેક્ષાએ વ્યયરૂપ છે. એ રીતે
બધાય પરિણામો ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે. ને એવા ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ પરિણામો તે વસ્તુનો સ્વભાવ છે.
સ્વભાવની છે. પણ અહીં આત્માની મુખ્યતાથી વાત કરવામાં આવે છે.
અખંડ ધારાવાહી પ્રવાહ તરીકે તેઓ ઉત્પન્ન કે વિનષ્ટ નથી, એટલે તે પરિણામો ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ છે.
બેસે તેવી નથી. આની પ્રતીતમાં સમ્યગ્દર્શન છે, ને ચોસઠ પોરી પીપર ઘૂંટાતી હોય તેમ, આના ઘૂંટણમાં એકલી
વીતરાગતા જ ઘૂંટાય છે. અહો! અદ્ભુત વાત મૂકી છે.
PDF/HTML Page 8 of 31
single page version
નક્કી કરે તો પોતાના જ્ઞાયકપણાની પ્રતીતિ થઈ જાય. દ્રવ્યના દરેક પરિણામને પોતપોતાનો અવસર ભિન્ન છે.
સામે ત્રણકાળના પરિણામો એક સાથે જ્ઞેય છે ને અહીં આત્મા તેનો જાણનાર છે. આવા જ્ઞેયજ્ઞાયકપણામાં વચ્ચે
રાગ ન રહ્યો, એકલી વીતરાગતા જ આવી. પહેલાં આવી શ્રદ્ધા કરતાં વીતરાગી શ્રદ્ધા થાય છે ને પછી
જ્ઞાનસ્વભાવમાં સ્થિરતા થતાં વીતરાગી ચારિત્ર થાય છે.
તો પરિણામ થાય, કે નિમિત્તને લીધે અહીં પરિણામમાં ફેરફાર થાય, કર્મના ઉદયથી વિકાર થાય, કે વ્યવહાર
કરતાં કરતાં પરમાર્થ પ્રગટે, અથવા તો પર્યાયના આધારે પર્યાય થાય’–એવી કોઈ વાત ઊભી રહેતી નથી. બધા
પરિણામો પોતપોતાના અવસરે દ્રવ્યમાંથી પ્રગટે છે. જ્યાં દ્રવ્યના દરેક પરિણામો પોતપોતાના અવસરે ‘સત્’ છે
ત્યાં વળી નિમિત્ત સામે જોવાનું જ ક્યાં રહ્યું?–અને ‘હું પરમાં ફેરફાર કરું કે પરથી મારામાં ફેરફાર થાય’ –એ
વાત પણ ક્યાં રહી? –માત્ર જ્ઞાતા અને જ્ઞેયપણું જ રહે છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ સમ્યક્ પુરુષાર્થ છે.
દરેક પરિણામ પોતપોતાના અવસરમાં સત્ છે. આમાં ત્રણકાળના પરિણામોની એક સળંગ સાંકળ લઈને
ઉત્પાદ–વ્યય–ધુ્રવની વાત કરી છે. દ્રવ્ય પોતાના પરિણામસ્વભાવમાં રહેલું છે. અત્યારે પરિણામનો સ્વભાવ શું
છે તે વાત ચાલે છે. પહેલાંં પરિણામોનો ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવ સાબિત કરે છે; અને પછી, દ્રવ્ય તે
પરિણામ–સ્વભાવમાં રહેલું હોવાથી તે દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું સત્ છે–એમ છેલ્લે સાબિત કરશે. જ્ઞાતા,
વસ્તુના આવા સ્વભાવને જાણે ને જ્ઞેયોમાં ફેરફાર કરવાનું ન માને તે સમ્યક્ત્વ છે, ને પદાર્થોના સ્વભાવનો
જ્ઞાતા રહે તેમાં વીતરાગતા છે.
થતા ત્રણકાળના પરિણામો તે જ્ઞેયો છે,–આવી પ્રતીતિ કરતાં ક્યાંય ફેરફાર કે આઘુંપાછું કરવાની બુદ્ધિ ન રહી,–
રાગ–દ્વેષની બુદ્ધિ ન રહી, એટલે જ્ઞાન સ્વમાં ઠર્યું. આ જ વીતરાગતા અને કેવળજ્ઞાનનું કારણ છે.
ઉત્પાદ્–વ્યય–ધુ્રવવાળું છે. આવા દ્રવ્યના સત્ સ્વભાવની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. એ જ ખરું
અદ્ધરથી થતા નથી પણ પરિણામીના પરિણામ છે; એટલે પરિણામનો નિર્ણય કરતાં પરિણામી દ્રવ્યનો જ નિર્ણય
થાય છે, ને એકલા પરિણામ ઉપરથી રુચિ ખસીને ત્રિકાળી દ્રવ્ય–સ્વભાવ તરફ રુચિ અને જ્ઞાન વળે છે,–એ જ
સમ્યગ્દર્શન અને વીતરાગતાનું મૂળ છે.
પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું છે–એમ આ ગાથામાં સિદ્ધ કરવું છે.
(૧) ટીકામાં, પહેલાંં તો દ્રવ્યમાં સમગ્રપણા વડે અનાદિ–
PDF/HTML Page 9 of 31
single page version
(૩) પછી સમુચ્યયપણે આખા ય દ્રવ્યના ત્રિકાળી પરિણામોને ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યાત્મક સિદ્ધ કર્યા. (તેના
લઈને ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કર્યાં છે.
ઉપર જે પાંચ બોલ કહ્યા, તેમાંથી અત્યારે આ ત્રીજા બોલનું. વિવેચન ચાલે છે. પોતપોતાના અવસરમાં
અહીં આખો ય જ્ઞાયકભાવ અને સામે આખું ય જ્ઞેય એક સાથે લઈ લીધું.
ભાઈ! તું ધીરો થા. આચાર્યદેવે પ્રદેશોનો દાખલો યોગ્ય જ આપ્યો છે. કેમ કે દ્રવ્યનું આખું ક્ષેત્ર એક સાથે અક્રમે
પથરાયેલું પડ્યું છે, ને પરિણામોની વ્યક્તતા તો ક્રમેક્રમે થાય છે, માટે પ્રદેશોનો દાખલો ઝટ સમજાય તેવો છે,
ને પરિણામોની વાત તેનાથી સૂક્ષ્મ છે. અહીં પરિણામોના ઉત્પાદ–વ્યય–ધુ્રવની સૂક્ષ્મ અને ગંભીર વાત
સમજાવવી છે તેથી દાખલો પણ પ્રદેશોનો સૂક્ષ્મ જ લેવો પડે. જો બાહ્ય સ્થૂળ દાખલો આપવા જાય તો સિદ્ધાંતની
જે સૂક્ષ્મતા અને ગંભીરતા છે તે ખ્યાલમાં ન આવે; માટે એવા સૂક્ષ્મ દ્રષ્ટાંતની જ અહીં જરૂર છે.
પણ તેમાં કાંઈ ફેરફાર કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી. જ્ઞાન શું કરે? જ્ઞાન તો જાણે. જાણવા સિવાય બીજું
કાંઈ જ્ઞાનનું કાર્ય નથી. રાગાદિ પરિણામ થયા તેને પણ જાણવાનું જ્ઞાનનું કાર્ય છે, પણ તે રાગને પોતાનો
ત્રિકાળી સ્વભાવ માને એવું જ્ઞાનનું કાર્ય નથી, તેમ જ તે રાગપરિણામને ફેરવીને આઘોપાછો કરે એવું પણ
જ્ઞાનનું કાર્ય નથી. બસ! સ્વ કે પર, વિકારી કે અવિકારી, બધાય જ્ઞેયોને જાણવાનું જ જ્ઞાનનું કાર્ય છે, રાગાદિ
પરિણામ જેટલો જ હું–એમ જ્ઞાન માને નહિ.–આવા જ્ઞાન–સ્વભાવની પ્રતીત તે જ વીતરાગતાનું મૂળ છે.
અવસ્થાઓને તથા દ્રવ્ય–ગુણને જાણનારો છે; આવો દરેક આત્માનો જ્ઞાનસ્વભાવ છે. આવા જ્ઞાનસ્વભાવને જે
જાણે તે જીવ રાગપરિણામને જાણે ખરો પણ તે રાગને પોતાનું મૂળ સ્વરૂપ ન માને,–રાગને ધર્મ ન માને, તેમ જ
રાગપરિણામને આઘોપાછો કરવાનો પણ સ્વભાવ ન માને. તેના અવસરમાં તે રાગપરિણામ પણ સત્ છે, ને
તેને જાણનારું જ્ઞાન પણ સત્ છે; દ્રવ્યના ત્રિકાળી પ્રવાહક્રમમાં તે રાગપરિણામ પણ સત્પણે આવી જાય છે,
તેથી તે પણ જ્ઞાનનું જ્ઞેય છે. રાગ હતો માટે રાગનું જ્ઞાન થયું–એમ નથી પણ જ્ઞાનનો જ સ્વભાવ જાણવાનો છે.
આખા સ્વજ્ઞેયને જાણનારું જ્ઞાન તે રાગને પણ સ્વજ્ઞેયના અંશ તરીકે જાણે છે; ત્રિકાળી અંશીના જ્ઞાન સહિત
અંશનું પણ જ્ઞાન કરે છે. જો રાગને સ્વજ્ઞેયના અંશ તરીકે સર્વથા જાણે જ નહિ તો તે જ્ઞાનમાં આખુંય સ્વજ્ઞેય
પૂરું થતું નથી એટલે તે જ્ઞાન સાચું થતું નથી; તેમ જ જો તે રાગરૂપ અંશને જ આખું સ્વજ્ઞેય માની લ્યે ને
ત્રિકાળી દ્રવ્ય–ગુણને સ્વજ્ઞેય ન બનાવે તો તે જ્ઞાન પણ મિથ્યા છે. દ્રવ્ય–ગુણ ને
PDF/HTML Page 10 of 31
single page version
પરજ્ઞેયને જાણવાનું કામ સમ્યગ્જ્ઞાન કરે છે. યથાર્થ જ્ઞાનમાં જ્ઞેયોનો કેવો સ્વભાવ જણાય છે તેનું આ વર્ણન છે.
તે પ્રવાહક્રમના નાનામાં નાના એકેક અંશો પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વરૂપ સ્વભાવવાળા છે. અનાદિઅનંતકાળના
દરેક સમયમાં તે તે સમયનો પરિણામ સ્વયં સત્ છે. આવા સત્ પરિણામોને જ્ઞાન જાણે પણ તેમાં કાંઈ ફેરફાર
કરી શકે નહિ. જેમ અગ્નિ કે બરફ વગેરે પદાર્થોને આંખ દેખે છે પણ તેમાં કાંઈ ફેરફાર કરતી નથી, તેમ જ્ઞાનની
પર્યાય પણ જ્ઞેયોને સત્પણે જેમ છે તેમ જાણે જ છે, તેમાં કાંઈ ફેરફાર કરતી નથી. સ્વ અવસરમાં જ્યારે જે
પરિણામ છે તે વખતે તે જ પરિણામ હોય–બીજા પરિણામ ન હોય;–એમ જ્યાં જ્ઞાનમાં નક્કી કર્યું ત્યાં કોઈ પણ
જ્ઞેયને આડુંઅવળું કરવાની મિથ્યાબુદ્ધિપૂર્વકના રાગદ્વેષ થતા નથી.
દ્રવ્ય પલટીને બીજારૂપે થઈ જતું નથી તેમ તેનો એકેક સમયનો અંશ–પરિણામ પણ પલટીને બીજારૂપે થતો
નથી. ‘મારે જીવ નથી રહેવું પણ અજીવ થઈ જવું છે’ એમ જીવને ફેરવીને કોઈ અજીવ કરવા માગે તો શું તે
ફરી શકે? ન જ ફરે. જીવ પલટીને કદી અજીવપણે ન થાય, ને અજીવ પલટીને કદી જીવપણે ન થાય. જેમ
ત્રિકાળી સત્ નથી ફરતું તેમ તેનું વર્તમાન સત્ પણ નથી ફરતું. જેમ ત્રિકાળી દ્રવ્ય ફરતું નથી તેમ દ્રવ્યની એકેક
સમયની અનાદિઅનંત અવસ્થાઓ પણ જે સમયે જેમ છે તેમાં ફેરફાર કે આઘુંપાછું થઈ શકે નહિ. ત્રિકાળી
પ્રવાહના વર્તમાન અંશો પોતપોતાના કાળે સત્ છે. બસ, પરમાં કે સ્વમાં ક્યાંય ફેરફારની બુદ્ધિ ન રહી એટલે
જ્ઞાન જાણનાર જ રહી ગયું. પર્યાયબુદ્ધિમાં અટકવાનું નરહ્યું. આમ જ્ઞાન જાણવાનું કામ કરે; એવા
જ્ઞાનસ્વભાવની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. હજી કેવળજ્ઞાન થયા પહેલાંં એ જીવ કેવળી ભગવાનનો
લઘુનંદન થઈ ગયો. શ્રદ્ધા અપેક્ષાએ તો તે સાધક પણ સર્વનો જ્ઞાયક થઈ ગયો છે.
પોતામાં ઠર્યું. –આમાં જ જ્ઞાનનો પરમ પુરુષાર્થ છે, આમાં જ મોક્ષમાર્ગનો ને કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી જાય
છે. પરમાં કર્તાબુદ્ધિવાળાને જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી બેસતી, ને તેને જ્ઞાનના સ્વભાવનો જ્ઞાયકપણાનો
પુરુષાર્થ પણ નથી જણાતો.
સ્વભાવની પ્રતીત તે જ સમ્યગ્દર્શન છે. પરમાં હું ફેરફાર કરું કે પર મારામાં ફેરફાર કરે–એમ મિથ્યાદ્રષ્ટિનો
ભાવ છે, તેને જ્ઞાન અને જ્ઞેયના સ્વભાવની પ્રતીત નથી. જગતના જડ કે ચેતન બધાં ય દ્રવ્યો પોતાના પ્રવાહમાં
વર્તે છે, તેમાં જે જે અંશ વર્તમાન વર્તે છે તેને કોઈ આઘોપાછો ફેરવી શકે નહિ. હું ધ્યાન રાખીને શરીરને સરખું
રાખી દઉં એમ કોઈ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. શરીરના એકેક પરમાણુઓ તેના પોતાના પ્રવાહક્રમમાં વર્તી રહ્યા
છે, તેના ક્રમને કોઈ ફેરવી શકે નહિ. ક્યાંય પણ ફેરફાર કરે એવું આત્માના કોઈ ગુણનું કાર્ય નથી, પણ આત્મા
સ્વને જાણતાં પરને જાણે એવું તેના જ્ઞાન–ગુણનું સ્વ–પરપ્રકાશક કાર્ય છે. એની પ્રતીત એ જ મુક્તિનું કારણ છે.
અપેક્ષાએ વ્યયરૂપ છે, તેમ જ પરસ્પર સંબંધવાળા સળંગ પ્રવાહ અપેક્ષાએ તેઓ ધુ્રવ છે. દ્રવ્યના બધા ય
પરિણામો પોતપોતાના કાળમાં સત્ છે. તે પરિણામો
PDF/HTML Page 11 of 31
single page version
અસત્ (વ્યયરૂપ) છે. ને પહેલાંં–પછીના ભેદ પાડ્યા વગર સળંગ પ્રવાહને જુઓ તો બધાય પરિણામો ધુ્રવ છે.
જ્યારે જુઓ ત્યારે દ્રવ્ય પોતાના વર્તમાન પરિણામમાં વર્તી રહ્યું છે. દ્રવ્ય ત્રિકાળ હોવા છતાં જ્યારે જુઓ ત્યારે
દ્રવ્યના ત્રણેકાળના જે જે વર્તમાન પરિણામ છે તે પોતાની પહેલાંંના પરિણામના અભાવસ્વરૂપ છે, ને
સ્વપરિણામપણે તે ઉત્પાદરૂપ છે, તથા તે જ સળંગ પ્રવાહપણે ધુ્રવરૂપ છે.
માટે અત્યારે વિકાર થાય છે–એમ નથી. વર્તમાન–વર્તમાન પરિણામ સ્વતંત્રપણે દ્રવ્યના આશ્રયે થાય છે. આ
નિર્ણય થતાં જ્ઞાન અને શ્રદ્ધા દ્રવ્યસ્વભાવમાં જ વળી જાય છે. જેમ ત્રિકાળી જડદ્રવ્ય પલટીને ચેતન, કે
ચેતનદ્રવ્ય પલટીને જડ ન થાય તેમ તેનો વર્તમાન એકેક અંશ પણ પલટીને બીજા અંશપણે ન થાય. જે જે
સમયનો જે અંશ છે તે તે–પણે જ સત્ રહે. બસ! ભગવાન સર્વજ્ઞપણે જાણનાર છે તેમ આવી પ્રતીત કરનાર
પોતે પણ પ્રતીતમાં જાણનાર જ રહ્યો.
નક્કી કરનારને અંશબુદ્ધિ ટળીને અંશીની દ્રષ્ટિ થતાં સમ્યક્ત્વપરિણામનો ઉત્પાદ, ને મિથ્યાત્વપરિણામનો વ્યય
થઈ જાય છે.
ઓછો–વધારે કે આગળ–પાછળ કરી શકે એવો તારો સ્વભાવ નથી, તેમ પરના પરિણામમાં પણ ફેરફાર થઈ
શકતો નથી. સ્વ–પર સમસ્ત જ્ઞેયોને જેમ છે તેમ જાણવાનો જ તારો સ્વભાવ છે. આવા જાણકસ્વભાવની
પ્રતીતમાં જ આત્માનું સમ્યક્ત્વ છે.
ઉત્તર:– જુઓ, જાણવાના સ્વભાવની પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થયું તેમાં મિથ્યાત્વ ટળેલું જ છે.
ક્યાં રહ્યું? મિથ્યાત્વ ટાળીને સમ્યક્ત્વ કરું એવા લક્ષે સમ્યકત્વ થતું નથી પણ દ્રવ્ય સામે દ્રષ્ટિ થતાં સમ્યક્ત્વનો
ઉત્પાદ થાય છે તેમાં પૂર્વના મિથ્યાત્વપરિણામનો અભાવ થઈ જ ગયો છે. માટે તે પરિણામને પણ ફેરવવાનું
રહેતું નથી. મિથ્યાત્વ ટળીને સમ્યક્ત્વ પર્યાય થઈ તેને પણ આત્મા જાણે છે, પણ પરિણામના કોઈ ક્રમને તે
આઘાપાછા ફેરવતો નથી.
ગયો. આ ૯૯ મી ગાથામાં બે નવડા ભેગા થાય છે, ને તેમાંથી સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર બંને ભેગાં થઈ
જાય તેવા ઊંચા ભાવો નીકળે છે. જેમ ‘નવ’ નો અંક અફર ગણાય છે તેમ આ ભાવો પણ અફર છે.
કે શાસ્ત્રની વાત બેઠી નથી, અને ખરેખર તેણે તે કોઈને માન્યાં નથી.
કરે છે. જેમ ત્રિકાળી સત્ પલટીને ચેતનમાંથી જડ થઈ જતું નથી, તેમ તેનો એકેક વર્તમાન અંશ છે તે સત્ છે તે
અંશ પણ પલટીને આઘોપાછો થતો નથી. જેણે આવો વસ્તુસ્વભાવ જાણ્યો તેને પોતાના એકલા
PDF/HTML Page 12 of 31
single page version
પરિણામ વખતે પૂર્વના પરિણામનો વ્યય છે,–પૂર્વના પરિણામનો વ્યય થઈને તે પરિણામ ઊપજ્યો છે માટે
પૂર્વના પરિણામની અપેક્ષાએ તે જ પરિણામ વ્યયરૂપ છે, ને ત્રણે કાળના પરિણામના સળંગ પ્રવાહની અપેક્ષાએ
તે પરિણામ ઊપજ્યો પણ નથી ને વિનાશરૂપ પણ નથી,–છે તેમ છે એટલે કે ધુ્રવ છે. એ રીતે અનાદિઅનંત
પ્રવાહમાં જ્યારે જુઓ ત્યારે દરેક પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવરૂપ છે.
તો તે સત્ના જ્ઞાન સિવાય તેમાં બીજું તું શું કરીશ? તું સત્માં ફેરફાર કરવાનું માનીશ તો કાંઈ સત્ તો નહિ
ફરે પણ તારું જ્ઞાન અસત્ થશે. જે પ્રમાણે વસ્તુ સત્ છે તે પ્રમાણે તેને કેવળજ્ઞાનમાં ભગવાને જાણી, તે જ
વાણી દ્વારા કહેવાયું છે, નવું નથી કહેવાયું. ભગવાને તો માત્ર જેમ સત્ હતું તેમ જ્ઞાન કર્યું છે, વાણી જડ છે તે
પણ ભગવાને કરી નથી. ભગવાનનો આત્મા પોતાના કેવળજ્ઞાનપરિણામમાં વર્તી રહ્યો છે, ને વાણીની પર્યાય
પરમાણુઓના પરિણમનપ્રવાહમાં વર્તી રહી છે, તથા સમસ્ત પદાર્થો પોતાના સત્માં વર્તી રહ્યા છે. જ્ઞાયકમૂર્તિ
આત્મા તો જાણવાનું કામ કરે છે કે ‘આમ સત્ છે.’ બસ! આનું નામ સમ્યગ્દર્શન અને વીતરાગતાનો માર્ગ છે.
પદાર્થોમાં ફેરફાર કરવાની બુદ્ધિ છોડ. જેણે પોતાના જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરી તે અસ્થિરતાના રાગ–દ્વેષનો પણ
જાણનાર જ રહ્યો. જેણે આવા જ્ઞાનસ્વભાવને માન્યો તેણે જ અરિહંતદેવને માન્યા, તેણે જ આત્માને માન્યો,
તેણે જ ગુરુને તથા શાસ્ત્રને માન્યાં, તેણે જ નવપદાર્થને માન્યા, તેણે જ છ દ્રવ્યોને તથા તેમના વર્તમાન અંશને
માન્યા; તેનું જ નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
એટલે તેનું જ્ઞાન મિથ્યા છે. વસ્તુના બધાય પરિણામો પોત–પોતાના સમયમાં સત્ છે–એમ કહેતાં જ પોતાનો
જ્ઞાયક જ સ્વભાવ છે–એમ તેમાં આવી જાય છે. * *
સિદ્ધ કર્યું. અને ત્યાર પછી આખા દ્રવ્યના બધાય પરિણામોને સ્વ–અવસરમાં વર્તનારા, ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ
બતાવ્યા. એટલી વાત પૂરી થઈ.
લઈને દ્રવ્યના ઉત્પાદ–વ્યય–ધુ્રવ બતાવશે.
અનુભયસ્વરૂપ છે (અર્થાત્ બેમાંથી એક્કે સ્વરૂપે નથી), તેમ પ્રવાહનો જે નાનામાં નાનો અંશ પૂર્વ પરિણામના
વિનાશસ્વરૂપ છે તે જ ત્યાર પછીના પરિણામના ઉત્પાદસ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા
એકપ્રવાહપણા વડે અનુભયસ્વરૂપ છે.”
PDF/HTML Page 13 of 31
single page version
પ્રવાહક્રમમાં વર્તમાન વર્તતો કોઈ પણ એક પરિણામ પૂર્વના પરિણામના વ્યયરૂપ છે, ત્યાર પછીના પરિણામની
અપેક્ષાએ એટલે કે પોતે પોતાની અપેક્ષાએ ઉત્પાદસ્વરૂપ છે, ને પહેલાં–પછીનો ભેદ પાડ્યા વગર આખા
પ્રવાહ–ક્રમના અંશ તરીકે જુઓ તો તે પરિણામ ધુ્રવરૂપ છે. એ રીતે એકેક પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે.
વાપર્યા. કેમ કે વર્તમાન એક જ પરિણામ લીધો તેમાં જ તેનો વર્તમાન સ્વકાળ આવી ગયો.
સમજતાં એકલા વર્તમાન પરિણામની દ્રષ્ટિ ન રહેતાં પરિણામી દ્રવ્યની દ્રષ્ટિથી પરિણામ અને પરિણામીની
એકતા થતાં સમ્યક્ત્વનો ઉત્પાદ થાય છે, તેમાં પૂર્વના મિથ્યાત્વનો વ્યય છે જ, મિથ્યાત્વને ટાળવું નથી પડતું.
કોઈ પરિણામને હું ફેરવી શકું નહિ, માત્ર જાણું–એવો મારો સ્વભાવ છે, એમ જ્ઞાનસ્વભાવની પ્રતીતમાં
સમ્યક્ત્વ પરિણામનો ઉત્પાદ છે, ને તેમાં મિથ્યાત્વનો વ્યય છે જ. એટલે મિથ્યાત્વ ટાળું ને સમ્યક્ત્વ પ્રગટ કરું
એ વાત નથી રહેતી. જ્યાં આવી બુદ્ધિ થઈ ત્યાં તે સમયનો સત્ પરિણામ પોતે જ સમ્યક્ત્વના ઉત્પાદરૂપ ને
મિથ્યાત્વના વ્યયરૂપ છે, તથા એકબીજા સાથે સંકળાયેલા પરિણામોના સળંગપ્રવાહ તરીકે તે પરિણામ ધુ્રવ છે. –
એ રીતે એકેક પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્ છે.
પરથી નથી પણ પોતાથી છે. એકેક સમયનો વર્તમાન અંશ નિરપેક્ષપણે પોતાથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ સત્ છે.
સિવાય જો બીજું માન તો, વસ્તુમાં તો કાંઈ ફેરફાર થવાનો નથી પણ તારું જ્ઞાન મિથ્યા થશે.
પરિણામ એકસરખા જ થાય. માટે દ્રવ્યને લઈને પરિણામનું સત્ છે એમ ન લેતાં, એકેક સમયના પરિણામ પોતે
સત્ છે અને દ્રવ્ય જ તે વર્તમાન પરિણામપણે વર્તતું સત્ છે–એમ લીધું છે. પ્રવાહનો વર્તમાન અંશ તે અંશને
લઈને જ છે. અહો, એકેક સમયનું અકારણીય સત્ સાબિત કર્યું છે. સમય સમયનું સત્ અહેતુક છે. બધા
પદાર્થોના ત્રણે કાળના વર્તમાનનો દરેક અંશ નિરપેક્ષ સત્ છે, જ્ઞાન તેને જેમ છે તેમ જાણે પણ ફેરવે નહિ. જ્ઞાને
જાણ્યું માટે તે અંશ તે પ્રમાણે છે–એમ નથી. તે પોતે સ્વયં સત્ છે.
કેવળજ્ઞાન થયું માટે બીજા સમયે તે કેવળજ્ઞાન રહ્યું–એમ નથી, પણ બીજા સમયના તે વર્તમાન પરિણામનું
કેવળજ્ઞાન તે સમયના અંશથી જ સત્ છે. પહેલા સમયના સત્ને લીધે બીજા સમયનું સત્ નથી. એ જ પ્રમાણે
સિદ્ધ ભગવાનને પહેલા સમયની સિદ્ધ પર્યાય હતી માટે બીજા સમયે સિદ્ધ પર્યાય થઈ–એમ નથી. સિદ્ધમાં ને
બધાં ય દ્રવ્યોમાં એકેક સમયનો અંશ સત્ છે.
કાળના દરેક પરિણામનું જે વર્તમાન છે તે વર્તમાન જ તેનો
PDF/HTML Page 14 of 31
single page version
ધુ્રવસ્વભાવ છે.
(૩) ત્રણેકાળના પરિણામોનું આખું દળ લઈને બધા પરિણામોમાં સામાન્યપણે ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું કહ્યું.
(૪) આખા પ્રવાહનો એક અંશ લઈને એકેક પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ કહ્યાં.
વ્યય–ધુ્રવ છે. પરિણામોની પદ્ધતિ કીધી છે એટલે જેમ સાંકળનાં અંકોડા આઘાપાછા થતા નથી તેમ પરિણામોનો
પ્રવાહક્રમ બદલાતો નથી, જે વખતે દ્રવ્યનો જે પરિણામ પ્રવાહક્રમમાં હોય તે વખતે તે દ્રવ્યનો તે જ પરિણામ
હોય, બીજો પરિણામ ન હોય. જુઓ, આ વસ્તુના સત્સ્વભાવનું વર્ણન છે. વસ્તુનો સત્સ્વભાવ છે, સત્ તે
ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળો પરિણામ છે, ને તેને ભગવાન દ્રવ્યનું લક્ષણ કહે છે–
વસ્તુઓ સત્ છે ને હું તેનો જાણનાર છું–એવી શ્રદ્ધા થયા પછી અસ્થિરતાનો વિકલ્પ ઊઠે, પણ તેમાં મિથ્યાત્વનું
જોર ન આવે. એટલે આવી જ્ઞાન અને જ્ઞેયની શ્રદ્ધાના જોરે તે અસ્થિરતાનો વિકલ્પ પણ તૂટીને વીતરાગતા ને
કેવળજ્ઞાન થયે જ છૂટકો!–એવી આ અલૌકિક વાત છે.
સર્વજ્ઞદેવે કેવળજ્ઞાનમાં વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો પૂર્ણ જાણ્યો, ને તેવો જ વાણીમાં આવી ગયો.
હોય નહીં. વસ્તુના સ્વભાવની સ્થિતિ શું છે અને તેના નિયમો કેવા સત્ય છે, તેનું આ વર્ણન છે. આ સમજવા
માટે જ્ઞાનમાં એકાગ્ર થવાની જરૂર છે.
છે, તે કોઈથી બનેલ નથી ને તેનો ક્યારેય નાશ નથી; જ્યારે જુઓ ત્યારે તે સત્પણે વર્તમાન વર્તી રહી છે.
વગેરે બધી અવસ્થાનો એક પિંડ તે સોનું છે, તેમ દરેક દ્રવ્ય ત્રણકાળના બધા પરિણામોનો પિંડ છે. તે પરિણામો
પ્રવાહક્રમનો એક સમયનો અંશ તે પરિણામ છે. ત્રણ કાળના જેટલા સમયો છે તેટલા જ દરેક દ્રવ્યના પરિણામો
છે. તે એકેક પરિણામમાં ઉત્પાદ, વ્યય ને ધુ્રવ એવા ત્રણ પ્રકાર સિદ્ધ કર્યા છે. પોતપોતાના નિશ્ચિત અવસરમાં
દરેક પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળાં છે. કોઈથી કોઈના પરિણામનો ઉત્પાદ થાય કે કોઈ પરિણામો આઘાપાછા
થાય એ વાત તો અહીંથી ક્યાંય ઊડી
PDF/HTML Page 15 of 31
single page version
જાય છે.
એમ બધી યે અવસ્થાઓના પ્રવાહનો પિંડ તે જ્ઞાનગુણ છે. એવા અનંતગુણોનો પિંડ તે દ્રવ્ય છે. દ્રવ્યના સમયે
સમયે જે પરિણામો થાય છે તે પરિણામો પોતાની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે, પૂર્વના અભાવની અપેક્ષાએ વ્યયરૂપ
છે, ને સળંગ પ્રવાહમાં વર્તનારા અંશપણે તે ધુ્રવ છે. આવો ઉત્પાદ–વ્યય–ધુવવાળો પરિણામ છે તે દરેક દ્રવ્યનો
સ્વભાવ છે. ને એવા સ્વભાવમાં દ્રવ્ય નિત્ય વર્તી રહ્યું છે તેથી દ્રવ્ય પોતે પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળું છે–
એમ અનુમોદવું.
થઈ જાય. માટે વસ્તુ એકલી નિત્ય, કે એકલી પલટતી નથી, પણ નિત્ય ટકીને ક્ષણેક્ષણે તે પલટે છે. એ પ્રમાણે
નિત્ય–પલટતી વસ્તુ કહો કે ‘ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યયુક્તં સત્’ કહો, તેનું આ વર્ણન છે. નાનામાં નાના કાળમાં
થતા પરિણામમાં વર્તતું–વર્તતું દ્રવ્ય નિત્ય ટકી રહ્યું છે. તેના એકેક પરિણામમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું છે–એ વાત
થઈ ગઈ છે. ને તે દ્રવ્ય પોતે પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું છે. –એ વાત ચાલે છે.
હોય તે વર્તમાન–વર્તમાનપણે વર્તતી રહે ને? –કાંઈ ભૂત કે ભવિષ્યમાં ન રહે. વસ્તુ તો વર્તમાનમાં જ વર્તે.
અને તે એકેક સમયનું વર્તમાન પણ જો ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું ન હોય તો વસ્તુનું ત્રિકાળ વર્તવાપણું સાબિત ન
થાય. એટલે સમયે સમયે થતા ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળા પરિણામમાં જ વસ્તુ વર્તે છે. જેમ દ્રવ્ય ત્રિકાળી સત્ છે
તેમ તેના ત્રણેકાળના પરિણામ પણ એકેક સમયનું સત છે. એકેક પરિણામને ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્
સાબિત કરીને, અહીં પરિણામમાં વર્તનારા દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત સત્ સાબિત કરે છે.
વર્તતું હોવાથી દ્રવ્ય પણ ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું જ છે. પરિણામના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ કરતાં, તે પરિણામમાં
વર્તનારા પરિણામીના ઉત્પાદ–વ્યય–ધુ્રવ સિદ્ધ થઈ જ જાય છે. માટે કહ્યું કે દ્રવ્યને ત્રિલક્ષણ અનમોદવું.
અનમોદવું એટલે હોંશથી માનવું, આનંદથી સંમત કરવું.
દ્રવ્યદ્રષ્ટિ થતાં આનંદનો અનુભવ થયા વિના રહે નહિ. માટે કહ્યું કે... ‘આનંદથી સંમત કરવું. ’
પરિણામ તે સમયે જ થાય, આઘોપાછો ન થાય. જેમ ત્રિકાળી સત્ છે તેમ વર્તમાન પણ સત્ છે. જેમ ત્રિકાળી
સત્ પલટીને બીજા રૂપે થઈ જતું નથી તેમ વર્તમાન સત્ પણ પલટીને ભૂત કે ભવિષ્યપણે થઈ જતું નથી.
ત્રણેકાળના સમય સમયના વર્તમાન પરિણામ તેનો સ્વસમય (સ્વ–કાળ) છોડીને પહેલાંં કે પછીના સમયે ન
થાય. જેટલા ત્રણકાળના સમયો તેટલા દ્રવ્યના પરિણામો; તેમાં જે સમયનો જે વર્તમાન પરિણામ છે તે
પરિણામ પોતાનું વર્તમાનપણું છોડીને ભૂત કે ભવિષ્યમાં ન થાય. બસ! દરેક પરિણામ પોતપોતાના કાળમાં
વર્તમાન સત્ છે. તે સતને કોઈ ફેરવી ન શકે. સતને ફેરવવાનું માને તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને જ્ઞાતાસ્વભાવની
પ્રતીત નથી. જેમ ચેતનને ફેરવીને જડ કરી શકાતું નથી તેમ દ્રવ્યના
PDF/HTML Page 16 of 31
single page version
જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી એટલે જ્ઞેયોના આવા વ્યવસ્થિત સ્વભાવની પ્રતીત નથી બેસતી.
વસ્તુ હોય જ નહીં. બંને એમ ને એમ અનાદિઅનંત છે. ત્રણેકાળમાંથી એક પણ સમયના વર્તમાનને કાઢી નાખો
તો ત્રિકાળી વસ્તુ જ સિદ્ધ થઈ શકે નહીં. ત્રણે કાળના વર્તમાનનો પિંડ તે સત્દ્રવ્ય છે, ને તે ત્રણે કાળનો દરેક
વર્તમાન પરિણામ પોતાના અવસરમાં સત્ છે, તે પોતાપણે ઉત્પાદરૂપ છે, પૂર્વની અપેક્ષાએ વ્યયરૂપ છે ને સળંગ
વસ્તુના વર્તમાનપણે ધુ્રવરૂપ છે. આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવયુક્ત પરિણામ તે સત્ છે ને તે દ્રવ્યનો સ્વભાવ છે.
આવા સત્ને કોણ ફેરવે? સત્ને જેમ હોય તેમ જાણે પણ સત્ને કોઈ ફેરવી શકે નહિ.
રુચિ તરફ શ્રદ્ધા ઢળી જાય છે. અંશને અંશ તરીકે ને અંશીને અંશી તરીકે શ્રદ્ધામાં લેતાં શ્રદ્ધાનું આખું જોર અંશ
ઉપરથી ખસીને ત્રિકાળી દ્રવ્ય–ગુણ તરફ ઢળી જાય છે. એ જ સમ્યગ્દર્શન છે.
જાણતાં તેના ઉપર ત્રિકાળી જોર આવ્યું, એટલે તેની જ મુખ્યતા થઈ અને તેની રુચિમાં શ્રદ્ધાનું બળ વળી ગયું.
આ રીતે સ્વજ્ઞેયને જાણતાં સમ્યક્ત્વ આવી જાય છે. માટે આ જ્ઞેય–અધિકારનું બીજું નામ સમ્યક્ત્વ–અધિકાર
પણ છે.
નથી, રાગ જડ સાથે તાદાત્મ્યવાળો છે’–એમ કહેવામાં આવે છે. ત્યાં દ્રષ્ટિઅપેક્ષાએ રાગને પરમાં નાંખી દીધો
ને, શુદ્ધ–દ્રવ્યની દ્રષ્ટિ કરાવી. અને અહીં, આ પ્રવચનસારમાં જ્ઞાન–અપેક્ષાએ કથન છે તેથી આખું ય સ્વજ્ઞેય
બતાવવા રાગને પણ સ્વજ્ઞેયમાં લીધો. દ્રષ્ટિઅપેક્ષાએ રાગ પરમાં જાય છે ને જ્ઞાનઅપેક્ષાએ રાગ સ્વજ્ઞેયમાં
આવે છે; પરંતુ રાગમાં જ સ્વજ્ઞેય પૂરું થઈ જતું નથી. રાગરહિત દ્રવ્ય–ગુણસ્વભાવ તે પણ સ્વજ્ઞેય છે. એમ
દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને સ્વજ્ઞેય તરીકે જાણ્યા ત્યાં રાગમાંથી એકત્વબુદ્ધિ છૂટીને રુચિનું જોર દ્રવ્ય તરફ વળી
ગયું. એકલા રાગને આખું તત્વ સ્વીકારતાં સ્વજ્ઞેય આખું પ્રતીતમાં આવતું ન હતું. ને દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ
આખા સ્વજ્ઞેયની પ્રતીત થતાં તે પ્રતીતનું જોર ત્રિકાળી તરફ વધી જાય છે, એટલે ત્રિકાળીની મુખ્યતા થઈને તે
તરફ રુચિનું જોર વળે છે. એ રીતે આમાં પણ દ્રવ્યદ્રષ્ટિ આવી જાય છે.
મિથ્યારુચિ હતી; દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને જ્ઞેય તરીકે જાણીને અવ્યક્ત–શક્તિરૂપ અંર્તસ્વભાવ તરફ ઢળી જાય
છે ત્યારે જ સ્વજ્ઞેયને આખું પ્રતીતમાં લીધું છે અને ત્યારે જ, તેણે ભગવાને કહેલું દ્રવ્ય–ગુણ–પર્યાયનું સ્વરૂપ
સાંભળ્યું–એમ કહેવાય છે.
સ્વજ્ઞેય છે, તેમાં દ્રવ્યને દ્રવ્ય તરીકે જાણે, ગુણને ગુણ તરીકે જાણે ને પર્યાયને પર્યાય તરીકે જાણે તો જ્ઞાન સાચું
થાય, પણ જ્ઞાન જેમ છે તેમ ન જાણે કે ક્ષણિક પર્યાયને જ આખું તત્ત્વ માની લ્યે અથવા તો ક્ષણિક પર્યાયને
સર્વથા જાણે જ નહિ–તો તે જ્ઞાન સાચું ન થાય. અને પદાર્થના સાચા જ્ઞાન વિના શ્રદ્ધા પણ સાચી ન થાય, ને
જ્ઞાન–શ્રદ્ધાન વિના સમ્યક્ચારિત્ર, વીતરાગતા કે મુક્તિ થાય નહીં.
PDF/HTML Page 17 of 31
single page version
હતું, તેનામાં સ્વ–પરપ્રકાશક જ્ઞાનસામર્થ્ય ન હતું. ને જ્ઞાનની વર્તમાન દશામાં અંતરની આખી વસ્તુને જ્ઞેય
બનાવીને તે તરફ વળી જતાં તે જ્ઞાન સમ્યક્ થયું, ને તેનામાં સ્વ–પરપ્રકાશક તાકાત ખીલી ગઈ.
જ્ઞેયપણે સ્વીકારે છે. આમ આખા સ્વજ્ઞેયને (–દ્રવ્યગુણને તથા વિકારી–અવિકારી પર્યાયોને) કબૂલતાં રુચિ તો
દ્રવ્ય–ગુણ તરફ વળીને સમ્યક્ થઈ ગઈ, ને જ્ઞાનમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેનું જ્ઞાન સાચું થયું.–આવું આ
જ્ઞેયઅધિકારનું વર્ણન છે.
સાધકને વર્તે છે, તે રાગપરિણામને સ્વજ્ઞેય તરીકે ન જાણે તો રાગપરિણામમાં વર્તનારા દ્રવ્યને પણ ન માન્યું.
વ્યય–ધુ્રવરૂપ પરિણામસ્વભાવને અતિક્રમતું નથી. અહીં ‘સ્વભાવ’ કહેતાં શુદ્ધ પરિણામ જ ન સમજવા પણ
વિકારી કે અવિકારી બધાય પરિણામો તે દ્રવ્યનો સ્વભાવ છે, ને તે સ્વજ્ઞેયમાં આવી જાય છે. અને જે આવું
જાણે તેને શુદ્ધ પરિણામની ઉત્પત્તિ થવા માંડે છે. સ્વજ્ઞેયમાં પરજ્ઞેય નહિ ને પરજ્ઞેયમાં સ્વજ્ઞેય નહિ–આમ જાણવું
તેમાં જ વીતરાગી શ્રદ્ધા આવી જાય છે. કેમ કે મારું સ્વજ્ઞેય પરજ્ઞેયોથી જુદું છે એમ નક્કી કરતાં કોઈ પણ
પરજ્ઞેયના અવલંબનનો અભિપ્રાય ન રહ્યો એટલે સ્વદ્રવ્યના અવલંબને સમ્યક્શ્રદ્ધા થઈ. આખું દ્રવ્ય તે
પરિણામી ને તેનો એક અંશ તે પરિણામ; તેમાં આખા પરિણામીની અંર્તદ્રષ્ટિ વગર પરિણામનું સાચું જ્ઞાન
થાય નહીં. પરિણામોની પરંપરાને દ્રવ્ય છોડતું નથી પણ તે પરંપરામાં જ વર્તે છે,–એટલે લક્ષનું જોર ક્યાં ગયું?–
દ્રવ્ય ઉપર. એ રીતે આમાં ય દ્રવ્યદ્રષ્ટિ જ આવી જાય છે.
થયું.
હોવાપણું પરિણામસ્વભાવથી જુદું નથી. વસ્તુ ‘છે’ એમ કહેતાં જ તેમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ આવી જાય છે.
ઉત્પાદ–વ્યય–ધુ્રવ વગર ‘વસ્તુ છે’ એમ સિદ્ધ ન થાય. પરિણામ ‘છે’ એમ કહેતાં તે પરિણામ પણ ઉત્પાદ–વ્યય–
ધુ્રવવાળો છે. ‘હોવાપણું (–સત્)’ ઉત્પાદ–વ્યય–ધુ્રવ વગર હોતું નથી. માટે સત્ત્વને ત્રિલક્ષણ અનુમોદવું.
‘આમ હશે કે તેમ’ એમ શંકામાં ઝૂલતું હોય ત્યાં અંતરમાં ઘોલન ક્યાંથી ચાલે? નિઃશંક જ્ઞાન વગરનું ઘોલન
પણ ખોટું હોય એટલે કે મિથ્યાજ્ઞાન ને મિથ્યાશ્રદ્ધા હોય. પહેલાંં શું વસ્તુસ્થિતિ છે તે બરાબર ખ્યાલમાં લેવી
જોઈએ. વસ્તુને બરાબર ખ્યાલમાં લીધા વિના ઘોલન કોનું કરશે?
PDF/HTML Page 18 of 31
single page version
જ્યાં વસ્તુને ત્રિલક્ષણ જાણી ત્યાં વસ્તુ પોતે સમ્યક્સ્વભાવમાં વળ્યા વગર રહે નહિ, –વસ્તુ સમ્યક્સ્વભાવપણે
પરિણમે એટલે અપૂર્વ આનંદનો અનુભવ થાય જ. માટે અહીં કહ્યું કે આવા વસ્તુસ્વભાવને આનંદથી માન્ય
કરવો.
આવા સ્વજ્ઞેયને જાણે અને માને ત્યાં વસ્તુસ્વભાવની સમ્યક્પ્રતીતિ અને અપૂર્વ આનંદનો અનુભવ થયા વિના
રહે નહીં.
તરફ વળે છે, તે રુચિના જોરે નિર્વિકલ્પતા થયા વિના રહે નહિ. નિર્વિકલ્પતામાં આનંદનો અનુભવ પણ ભેગો
જ હોય.
ઉત્તર:– આટલા કાળમાં આટલા જીવ મોક્ષે જાય–એવી ગણતરીની અહીં મુખ્યતા નથી, પણ કેમ મોક્ષ
અને પોતાનો મોક્ષ થાય. આત્માનો માોક્ષ ક્યારે થાય– એમ કાળની મુખ્યતા નથી, પણ આત્માનો મોક્ષ કઈ
રીતે થાય તે જ મુખ્ય પ્રયોજન છે, ને તેની જ આ વાત ચાલે છે.
થયા એટલે સમભાવ–વીતરાગતા બતાવે છે;–ક્ષાયિક–સમ્યક્ત્વ ને ક્ષાયિકચારિત્ર બંને સાથે આવી જાય તેવી
અપૂર્વ વાત છે. આંકડો તો જે છે તે છે, પણ અહીંથી પોતાના ભાવનો આરોપ કરવો છે ને!
ત્યાં ‘મિથ્યાત્વને ફેરવીને સમ્યક્ત્વ કરું’ એ વાત ન રહી. કેમ કે, જેણે એમ સ્વીકાર્યું તેણે પોતાના જ્ઞાયક
ભાવને જ સ્વીકાર્યો ને તે દ્રવ્યસ્વભાવ તરફ વળ્યો ત્યાં વર્તમાન પરિણામમાં સમ્યક્ત્વનો ઉત્પાદ થયો, ને તે
પરિણામમાં પૂર્વના મિથ્યાત્વપરિણામનો તો અભાવ જ છે. પૂર્વના તીવ્રપાપના પરિણામ વર્તમાન પરિણામમાં
નડતા નથી કેમ કે વર્તમાનમાં તેનો અભાવ છે. ‘પૂર્વના તીવ્ર પાપના પરિણામ અત્યારે નડશે’ એમ જેણે માન્યું
તેને તે વર્તમાન ઊંધી માન્યતા નડે છે, પણ પૂર્વના પાપ તો તેને પણ નડતાં નથી. ‘પૂર્વના તીવ્રપાપના પરિણામ
અત્યારે નડશે’ એમ જેણે માન્યું તેણે દ્રવ્યને ત્રિલક્ષણ નથી જાણ્યું. જો ત્રિલક્ષણ દ્રવ્યને જાણે તો, તેત્રિલક્ષણ
દ્રવ્યના વર્તમાન ઉત્પાદપરિણામમાં પૂર્વપરિણામનો વ્યય છે, માટે ‘પૂર્વ પરિણામ નડે છે’ એમ તે ન માને, પણ
સમય સમયના વર્તમાન પરિણામને સ્વતંત્ર સત્ જાણે, અને તેની દ્રષ્ટિ તે પરિણામ જેના છે એવા દ્રવ્ય ઉપર
જાય;–એટલે દ્રવ્યદ્રષ્ટિમાં તેને વીતરાગતાનો જ ઉત્પાદ થતો જાય. –આ રીતે આમાં મોક્ષમાર્ગ આવી જાય છે.
PDF/HTML Page 19 of 31
single page version
પરિણામોના પ્રવાહમાં વર્તમાન વર્તી રહેલા દ્રવ્યને ઉત્પાદ–વ્યય–ધુ્રવવાળું જ આનંદથી માનવું.
દ્રવ્ય–તે આખું સ્વજ્ઞેય છે. એની પ્રતીત તે આખા સ્વજ્ઞેયની પ્રતીત છે. આખા સ્વજ્ઞેયની પ્રતીત કરતાં રુચિનું
જોર વર્તમાન અંશ ઉપરથી ખસીને ત્રિકાળી દ્રવ્ય તરફ વળે છે, એ જ સમ્યગ્દર્શન છે.
પરિણામને કોણ છોડતું નથી?
મિથ્યાત્વ ટાળવા માટે ને સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે બીજો કોઈ જુદો પુરુષાર્થ કરવાનો નથી રહેતો. દ્રવ્યદ્રષ્ટિ તે
જ સમ્યગ્દ્રષ્ટિ છે.
પર્યાયમાંથી થતો નથી પણ દ્રવ્યમાંથી થાય છે; ધર્મ તો પર્યાયમાં જ થાય છે પણ તે પર્યાયવડે (એટલે કે પર્યાય
સામે જોવાથી કે પર્યાયનો આશ્રય કરવાથી) ધર્મ ન થાય પણ દ્રવ્યની સન્મુખતાથી પર્યાયમાં ધર્મ થાય છે.
પરનો તો આત્મામાં અભાવ છે એટલે પર સામે જોવાથી ધર્મ થતો નથી.
છે, ‘અધર્મને ટાળવો છે’ તેમા પૂર્વ પર્યાયના વ્યયનો સ્વીકાર આવી જાય છે, અને ‘આત્માને સળંગ ટકાવી
રાખવો છે’ એમાં સળંગ પ્રવાહ અપેક્ષાએ ધુ્રવનો સ્વીકાર આવી જાય છે. એ રીતે ધર્મ કરવાની ભાવનામાં
ટળીને અર્ધની ઉત્પત્તિ થાય નહિ ને આત્મા સળંગ ટકી શકે નહિ. અને તે ઉત્પાદ–વ્યય–ધ્રૃવ પણ જો કાળના
નાનામાં નાના ભાગમાં ન થતાં હોય તો એક સમયમાં અધર્મ ટાળીને ધર્મ થઈ ન શકે. માટે ધર્મ કરનારે વસ્તુને
સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવવાળી જાણવી જોઈએ.
પ્રગટે? તથા જો જૂની અવસ્થાનો અભાવ ન થાય તો અધર્મ કેમ ટળે? અને જો સળંગપણે પરિણામોમાં ધુ્રવતા
ન રહેતી હોય તો દ્રવ્ય ટકે ક્યાં? માટે વસ્તુમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવ એ ત્રણેને જાણવા જોઈએ. ઉત્પાદ–વ્યય–ધુ્રવ
PDF/HTML Page 20 of 31
single page version
એવાં ત્રિલક્ષણવાળી જ છે.
લક્ષણ છે ને પરિણામ તે લક્ષ્ય છે. પરિણામ કોઈ બીજા પદાર્થને લઈને થતા નથી પણ તે સ્વયં પોતાના
અવસરમાં સત્ છે. ભગવાનની વીતરાગી મૂર્તિને કારણે કે ગુરુના ઉપદેશને કારણે જીવને રાગના કે જ્ઞાનના
પરિણામ થયા–એમ નથી. તેમ જ પર જીવ બચ્યો માટે અહીં અનુકંપાના ભાવ થયા–એમ નથી. પણ જીવના
પ્રવાહક્રમમાં તે તે ભાવવાળા પરિણામ સત્ છે. કોઈ પણ દ્રવ્યના પરિણામની સળંગ ધારામાં એક પણ સમયની
ત્રૂટ પડતી નથી. જો આમ પરિણામને ઓળખે તો તે પરિણામોના પ્રવાહમાં વર્તતા દ્રવ્યને પણ ઓળખે, કેમ કે
પોતાના પરિણામના સ્વભાવને કોઈ દ્રવ્ય છોડતું નથી ઉલંઘતું નથી.
તો દ્રષ્ટાંત છે.) તેમ અંતરના ચૈતન્ય–હીરાને પરખવાની કળામાં જ ધર્મની કમાણી થાય તેમ છે. એ સિવાય કોઈ
બાહ્ય ક્રિયાકાંડથી કે શુભરાગથી ધર્મની કમાણી થતી નથી. જુઓ, આ તો દ્રવ્યાનુયોગનો સૂક્ષ્મ વિષય છે એટલે
અંદર ઝીણી દ્રષ્ટિ કરે તો સમજાય તેવું છે.
વ્યય ને ધુ્રવ એમ ત્રણ જુદા જુદા લક્ષણ નથી પણ ઉત્પાદ, વ્યય ને ધુ્રવ એ ત્રણે થઈને દ્રવ્યનું એક લક્ષણ છે.
જાય છે, ને દ્રવ્યનાઅલક્ષે સમ્યક્ત્વ ને વીતરાગતા થાય છે, તે જ ધર્મ છે.
પરિણામ વડે પુદ્ગલ દ્રવ્યની સત્તા ઓળખાય છે, પણ તેના વડે જીવના ધર્મપરિણામ ઓળખાતા નથી. રોટલા ન
આવ્યા–ત્યાં પુદ્ગલદ્રવ્ય જ તેની પરિણામધારામાં વર્તતું થકું તે પરિણામ વડે લક્ષિત થાય છે. અને તે વખતે
આત્મા પોતાના જ્ઞાનાદિ પરિણામ વડે લક્ષિત થાય છે. જે દ્રવ્યના જે પરિણામ હોય તેના વડે તે દ્રવ્યને
ઓળખવું જોઈએ, તેને બદલે એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યે કર્યા–એમ જે માને છે તેણે વસ્તુના પરિણામ
સ્વભાવને જાણ્યો નથી એટલે કે સત્ને જ જાણ્યું નથી. વસ્તુ સત્ છે, ને સત્નું લક્ષણ ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે,
એટલે વસ્તુમાં સ્વભાવથી જ સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવ થયાં જ કરે છે, તો બીજો તેમાં શું કરે? –કાં તો
જ્ઞાતા રહીને વીતરાગભાવ કરે, ને કાં તો ફેરફાર કરવાનું અભિમાન કરીને મિથ્યાભાવને કરે, પણ પદાર્થમાં તો
કાંઈ પણ ફેરફાર કરી શકતો નથી.
પરિણામને લીધે દ્વારિકા સળગી–એમ પણ નથી. દ્વારિકા નગરીનો એકેક પુદ્ગલ પોતાના પરિણામની ધારામાં
વર્તી રહેલ દ્રવ્ય છે. તેના પ્રવાહક્રમમાં તેના સ્વકાળે તેના પરિણામ થયા છે. ને વ્રત કે ક્રોધાદિ જીવના પરિણામ
થયા તેમાં તે જીવદ્રવ્ય વર્તે છે. સૌ દ્રવ્ય પોત–પોતાના પરિણામમાં ભિન્ન ભિન્ન વર્તે છે. તેમા એકના
પરિણામને લીધે બીજાના પરિણામ થાય કે અટકે એમ માનનાર મૂઢ છે; ભગવાને કહેલા ત્રિલક્ષણ
વસ્તુસ્વભાવને તેણે નથી જાણ્યો.