PDF/HTML Page 1 of 17
single page version
PDF/HTML Page 2 of 17
single page version
‘રાજી’ થાઉં ને મારા આત્માને ખરેખર ગમતું શું છે–એનો કોઈ વાર
વિચાર પણ નથી કર્યો, એની દરકાર પણ નથી કરી. જેને આત્માને
ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે આત્માને રાજી કર્યે જ છૂટકો
કરશે અને તેને ‘રાજી’ એટલે ‘આનંદધામ’ માં પહોંચ્યે જ છૂટકો છે.
PDF/HTML Page 3 of 17
single page version
છૂટકારાના જ વિકલ્પો આવે છે....સ્વપ્નાં પણ એનાં આવે. છૂટકારાના પ્રસંગ પ્રત્યે જ તેનું
વલણ જાય....તેના વિકલ્પમાં નિમિત્તપણે પણ છૂટકારાના જ નિમિત્તો હોય. છૂટેલા દેવ,
છૂટકારો પામતા ગુરુ અને છૂટવાનું બતાવનારા શાસ્ત્રો,–એવા છૂટકારાના નિમિત્તો પ્રત્યે જ
તેના વિકલ્પો ઊઠે......તેમાંય છૂટકારાનું સાધન તો નિજસ્વરૂપનું અવલંબન છે, ને દેવ–
ગુરુ–શાસ્ત્ર પણ એ જ કરવાનું બતાવે છે, એટલે તે સ્વરૂપ–સાધનની પ્રધાનતા છૂટતી નથી.
–આવી છૂટકારો પામતા જીવની પરિણતિ હોય છે. છૂટકારાના માર્ગથી વિરુદ્ધ વિકલ્પો ઊઠતા
નથી.
વાછરડું પણ હર્ષથી કુદાકુદ કરી મૂકે છે. તો પછી અનાદિના ભવબંધનથી છૂટકારાનો અપૂર્વ
પ્રસંગ આવતાં કયા મોક્ષાર્થીની પરિણતિ આનંદથી ઉલ્લસિત ન બને! ! છૂટકારાનો માર્ગ
સાધતા જીવના પરિણામ જરૂર ઉલ્લાસરૂપ હોય છે. અને ઉલ્લસિત વીર્યવાળો જીવ જ
છૂટકારાનો માર્ગ પામે છે.
PDF/HTML Page 4 of 17
single page version
અવલંબન લેનાર જાગ્યો–એટલે કે કાર્ય થયું–ત્યારે કારણના મહિમાની ખબર પડી,
અને તેને કારણ સાથે કાર્યની અપૂર્વ સંધિ થઈ.
હે જીવ! તારા ધર્મનું કારણ તો તારામાં સદાય વિદ્યમાન છે પણ તું તેને
કે અહો! આ મારા કાર્યનું કારણ! કાર્યનું કારણ બીજું કોઈ નથી. કારણના
અવલંબને નિર્મળકાર્ય પ્રગટે ત્યારે જ કારણનું કારણપણું સફળ થાય છે.
અનાદિઅનંત છે, જીવને તેનો કદી વિરહ નથી. સિદ્ધદશા સામાન્યપણે જગતમાં અનાદિઅનંત હોવા છતાં એક
જીવની અપેક્ષાએ તે નવી પ્રગટે છે, તેમ આ કારણશુદ્ધપર્યાય કાંઈ નવી પ્રગટતી નથી, તેનું ભાન કરનાર જીવને
સમ્યગ્દર્શનાદિ કાર્ય નવું પ્રગટે છે.
પણ જગતમાં કાંઈ સિદ્ધદશાની નવી શરૂઆત થઈ નથી. ‘પહેલા સિદ્ધ કોણ?’–તેનો ઉત્તર એ છે કે જગતમાં સિદ્ધ
અનાદિથી જ છે. એટલે સામાન્યપણે સિદ્ધપર્યાય જગતમાં અનાદિ અનંત છે.
એટલે તે સાદિ–સાંત છે, પણ જગતમાં તો મોક્ષમાર્ગ
PDF/HTML Page 5 of 17
single page version
મોક્ષમાર્ગ (સાધકપર્યાય) જગતમાં અનાદિઅનંત છે, કદી તેનો અભાવ નથી.
સંસારપર્યાય ‘અનાદિ–સાંત’ છે, પણ જગતમાં તો સંસાર પર્યાયવાળા જીવો અનાદિઅનંત રહેવાના જ છે.
અપેક્ષાએ તે ‘સામાન્ય’ છે. દરેક જીવમાં અનાદિઅનંત સદ્રશપણે તે વર્તે છે.
તેનો ચૈતન્યગુણ અનાદિઅનંત.
શુદ્ધસિદ્ધપર્યાય સામાન્યપણે (સર્વજીવોની અપેક્ષાએ)
અનાદિ અનંત.
સાધકપર્યાય સામાન્યપણે અનાદિઅનંત.
સંસારપર્યાય સામાન્યપણે અનાદિઅનંત.
તેમ આ કારણશુદ્ધપરિણતિ એકેક જીવમાં અનાદિઅનંત છે. સિદ્ધપરિણતિ જગતમાં અનાદિઅનંત પ્રગટ છે,
પરિણતિ’ છે, પણ ઔદયિકાદિ ચાર ભાવોની અપેક્ષાએ તે સામાન્ય છે.
મોક્ષમાર્ગપર્યાય સાદિ–સાંત,
મોક્ષપર્યાય સાદિ–અનંત,
અનાદિઅનંતપણું એકેક જીવમાં છે–તે અહીં બતાવવું છે.
મહિમાની ખબર પડી, અને તેણે કારણ સાથે કાર્યની અપૂર્વ સંધિ કરી.
તો નવું કરવાનું છે એટલે એકેક જીવમાં તે અનાદિઅનંત ન હોય. જો કાર્ય અનાદિઅનંત શુદ્ધ હોય તો પછી કરવાનું
શું રહ્યું? કારણ સદાય શુદ્ધ છે તેનું ભાન કરીને તેના આશ્રયે શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) પ્રગટ કરવું તે
મોક્ષમાર્ગ છે.
PDF/HTML Page 6 of 17
single page version
સંસાર) સામાન્ય લીધા, તેમ અહીં દ્રવ્ય ગુણ અને તેની કારણશુદ્ધપરિણતિ એ ત્રણે અભેદપણે અનાદિઅનંત
સામાન્ય એકરૂપ છે. આમાં ફેર એટલો છે કે ઉપરના ત્રણ બોલ તો જગતમાં સામાન્યપણે છે, ને આ ત્રણ બોલ તો
એકેક જીવમાં સામાન્યપણે અનાદિઅનંત છે. સંસાર–મોક્ષમાર્ગ કે મોક્ષ એ વિશેષ પર્યાયો છે.
સ્વભાવે વર્તે છે. જગતમાં એવો કોઈ જીવ નથી કે જેને શુદ્ધ દ્રવ્ય–ગુણ અને તેની ધુ્રવકારણરૂપ સદ્રશપરિણતિ ન હોય.
સમ્યક્મતિશ્રુત વગેરે જ્ઞાન પણ જગતમાં અનાદિઅનંત છે.
કેવળજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે તે પણ જગતમાં અનાદિઅનંત છે.
કેવળજ્ઞાનના કારણરૂપ સ્વભાવજ્ઞાન પણ અનાદિઅનંત છે.
(કારણશુદ્ધપર્યાયને) કારણ તરીકે સ્વીકારતાં મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે તે આગમ–પદ્ધતિ છૂટતી જાય છે.
છે ને વિભાવજ્ઞાન છૂટી જાય છે. ‘કારણ સ્વભાવજ્ઞાન’ કહીને કેવળજ્ઞાનનો આધાર બતાવ્યો છે. કારણસ્વભાવજ્ઞાન
બધા જીવોને અનાદિઅનંત છે, પણ તે કારણ તરફ પોતાનો ઉપયોગ વાળીને એકાગ્ર થાય ત્યારે જ તેનું કાર્ય પ્રગટે
છે, અને તે જીવને જ કારણનો ખરો મહિમા સમજાય છે.
શુદ્ધપણે વર્તે જ છે, પણ તેને કારણ બનાવનારું કાર્ય વર્તમાન નવું થાય છે. ‘કારણ’ ને કારણપણે સ્વીકાર્યું કોણે?
સ્વીકારનાર તો કાર્ય છે, અને તે જ મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગરૂપી કાર્ય સામાન્યપણે જગતમાં અનાદિઅનંત હોવા
છતાં, વ્યક્તિગતપણે તે કાર્ય નવું થાય છે. ‘કારણ’ દરેક જીવમાં અનાદિઅનંત છે પણ તે કારણને અંગીકાર કરીને
કાર્ય નવું થાય છે, કારણને કારણ બનાવનારું કાર્ય નવું થાય છે. કારણને કારણ તરીકે સ્વીકારતાં શુદ્ધકાર્ય થાય છે.
જ્યાં આવું અપૂર્વ કાર્ય થયું ત્યાં કારણનું ભાન નવું પ્રગટયું, ત્યાં ખબર પડી કે ઓહો! મારામાં આવું કારણ તો
પહેલાં પણ હતું પણ મને તેનું ભાન ન હતું તેથી કાર્ય ન પ્રગટયું.
માગસરઃ ૨૪૮૨
PDF/HTML Page 7 of 17
single page version
અભેદના અવલંબને શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શનાદિ) પ્રગટ કર્યું ત્યાં આ કારણનો ખરો ખ્યાલ આવ્યો. સમ્યગ્દર્શન લ્યો, કે
કેવળજ્ઞાન લ્યો, એ બધા શુદ્ધકાર્યનું મૂળ કારણ શું તે અહીં અલૌકિક ઢબે ઓળખાવ્યું છે.
મોક્ષમાર્ગની પર્યાયને ‘કાર્યનિયમ’ કહ્યો પણ ‘કાર્યશુદ્ધજીવ’ ન કહ્યો. કાર્યશુદ્ધજીવ અથવા કાર્યપરમાત્મા તો પૂરી
પર્યાય પ્રગટે ત્યારે જ કહેવાય છે. છતાં તે સાધકપર્યાય કે પૂરી પર્યાય એ બંનેનો આધાર તો એક જ છે. દ્રવ્ય–ગુણ
ને કારણશુદ્ધપરિણતિના અભેદપિંડરૂપ આત્માનું અવલંબન લેતાં શુદ્ધપર્યાય થાય છે. કારણસ્વભાવ તરફ અધૂરા
વલણવાળો સાધકભાવ તે મોક્ષમાર્ગ (અર્થાત્ કાર્યનિયમ) છે, અને કારણસ્વભાવ સાથે પૂરી એકતારૂપ સાધ્યભાવ
પ્રગટી ગયો તે કાર્યશુદ્ધજીવ છે. ‘કાર્યનિયમ’ અને ‘કાર્યશુદ્ધજીવ’ માં આટલો ફેર છે; પણ તેના આધારરૂપ કારણ
સ્વભાવ તો એક જ છે; સમ્યગ્દર્શનનો આધાર જુદો ને કેવળજ્ઞાનનો આધાર જુદો–એમ નથી. બધાયને આલંબન
એક સ્વભાવનું જ છે. તે સ્વભાવનું અધૂરું આલંબન તે સાધકદશા ને પૂરું આલંબન તે મોક્ષદશા.
ક્ષયથી પ્રગટયું’ એવી અપેક્ષા નથી, તે તો ઉપાધિવગરનું સહજ છે, આત્માના દ્રવ્ય–ગુણ સાથે ત્રિકાળ અભેદપણે
વર્તે છે.
વર્તે છે, કર્મની હાજરી વખતે પણ તે તો સહજ નિરુપાધિક છે. વિભાવજ્ઞાનના અભાવની અપેક્ષાએ કેવળજ્ઞાનને
સ્વભાવજ્ઞાન કહ્યું; અને પાંચ ભાવોના વર્ણનમાં પરમપારિણામિક સ્વભાવની અપેક્ષાએ ઔદયિકાદિ ચારે ભાવોને
વિભાવસ્વભાવો કહ્યા. એ રીતે જુદી જુદી અપેક્ષાએ જ્યાં જે તાત્પર્ય હોય તે સમજવું જોઈએ. મોક્ષશાસ્ત્રના બીજા
અધ્યાયના પહેલા સૂત્રમાં ઔપશમિક આદિ પાંચે ભાવોને જીવના સ્વતત્ત્વ કહ્યા ત્યારે આ નિયમસારમાં કહે છે કે
પરમપારિણામિક ભાવ સિવાયના ચારે ભાવો વિભાવ છે, ક્ષાયિકભાવ પણ વિભાવ છે.–તે શું આ બે મુનિવરોના
કથનોમાં પરસ્પર વિરુદ્ધતા છે?–બિલકુલ નહિ; મોક્ષશાસ્ત્રમાં તો જીવના ભાવો કયા કયા છે તે બતાવવાનું પ્રયોજન
છે, અને અહીં પાંચ ભાવોમાંથી ક્યો ભાવ આશ્રય કરવો જેવો છે–તે બતાવવાનું પ્રયોજન છે. ક્ષાયિકભાવ પોતે કાંઈ
વિભાવ નથી, તે તો શુદ્ધ છે, પણ તે ક્ષાયિકભાવરૂપ પર્યાયનો આશ્રય લેવા જતાં વિકારની ઉત્પત્તિ થાય છે. પરમ
પારિણામિકસ્વભાવના આશ્રયે જ સમ્યગ્દર્શન વગેરે થાય છે, તેથી તેનો જ આશ્રય લેવા જેવો છે.
નથી. દ્રવ્ય–ગુણ ને કારણશુદ્ધપરિણતિ સદ્રશપણે ત્રિકાળ ધુ્રવ છે તે તારા ધર્મનું ત્રિકાળી કારણ છે. આવું કારણ તો
તારામાં સદાય વિદ્યમાન છે જ. પણ તું તેને કારણ બનાવતો નથી (–તેનું અવલંબન લેતો નથી) તેથી ધર્મ થતો
ઃ ૨૪ઃ
PDF/HTML Page 8 of 17
single page version
કે ‘અહો! આ મારા કાર્યનું કારણ!’ કાર્યનું કારણ બીજું કોઈ નથી, આ જ કારણ છે, આ કારણનું અવલંબન લ્યે
ત્યારે નિર્મળ કાર્ય પ્રગટે છે, અને ત્યારે જ કારણનું કારણપણું સફળ થાય છે.
* રાગાદિ વ્યવહાર કારણોના આશ્રયથી કાર્ય થાય–એ વાત પણ કાઢી નાંખી.
* પર્યાયના અવલંબનથી નિર્મળ પર્યાયરૂપ કાર્ય થાય–એમ પણ નથી.
* ભગવાન કારણ પરમાત્મા પોતાની કારણશુદ્ધપરિણતિ સહિત વર્તી રહ્યો છે, તે જ એક કારણ છે.
એટલે બાહ્યકારણોની દ્રષ્ટિ છૂટીને અંર્તસ્વભાવની દ્રષ્ટિ થયા વગર રહે નહિ. આવી અપૂર્વદ્રષ્ટિ પ્રગટ કરનાર જીવને
બાહ્યકારણ તરીકે કેવાં નિમિત્ત હોય તે વાત પછી પ૩ મી ગાથામાં જણાવશે. ત્યાં નિમિત્ત બતાવવામાં પણ અલૌકિક
વર્ણન કરશે. ટીકાકારની ઢબ જ કોઈ અદ્ભુત છે!
અર્થો ગણધરાદિ ગુરુપરંપરાથી સારી રીતે પ્રગટ કરાયેલા છે, શ્રીગુરુઓના પ્રસાદથી અમને આ અર્થો મળ્યા છે.
ફરીને ઘૂંટાય છે, તેથી આ ટીકા રચાય છે,–આમ કહીને ટીકામાં અલૌકિક ભાવો ખોલ્યાં છે. કુંદકુંદભગવાને મૂળ
સૂત્રોમાં અપૂર્વ રહસ્ય ભરી દીધું છે ને અધ્યાત્મમાં મસ્ત મહામુનિ પદ્મપ્રભદેવે ટીકામાં તે એકદમ સ્પષ્ટ કર્યું છે,
અપૂર્વ આત્મસ્વભાવ બતાવ્યો છે.
નાના–મોટા તરંગો ઊઠે છે; તેમ આ આત્મા ચૈતન્યનો દરિયો......આનંદનો સમુદ્ર છે, તે દ્રવ્ય–ગુણ અને
કારણશુદ્ધપરિણતિથી એમ ને એમ પડયો–પાથર્યો....વર્તમાન–વર્તમાનપણે વર્તે છે, તે જ નિર્મળ પર્યાયો પ્રગટવાનું
કારણ છે. નિર્મળ પર્યાયરૂપી કલોલનો આધાર તો આખો દરિયો છે.
જ્ઞાનસ્વભાવ છે, –
ગુણ સોળ આના પરિપૂર્ણ
કારણશુદ્ધપરિણતિ સોળ આના પરિપૂર્ણ,
એનું વર્ણન કરીને અહીં એકદમ નજીકનું સીધું કારણ બતાવ્યું છે; કાર્યની સાથેનું હાજરાહજૂર કારણ બતાવ્યું છે. કાર્ય
જે કેવળજ્ઞાન, તેના કારણપણે વર્તમાન વર્તતો સર્વથા નિર્મળ અપ્રગટ કારણસ્વભાવ–જ્ઞાનઉપયોગ
માગસરઃ ૨૪૮૨
PDF/HTML Page 9 of 17
single page version
ઃ ૨૬ઃ
PDF/HTML Page 10 of 17
single page version
વિષય છે. જ્ઞાનીને ઉપયોગનું સ્વસન્મુખ કાર્ય પ્રગટતાં તેના કારણરૂપ સ્વભાવ–ઉપયોગ પ્રતીતમાં આવી જાય છે.
આત્માની કાર્ય–પર્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકાર પડે છે, પણ કારણ પરિણતિ તો શુદ્ધ જ છે, તેમાં શુદ્ધ ને
અશુદ્ધ એવા બે પ્રકાર નથી. અહો! શુદ્ધતાનું જ કારણ થવાનો આત્માનો સ્વભાવ છે, આવા સ્વભાવને જાણે તો તે
કારણમાંથી શુદ્ધ કાર્ય પ્રગટયા વિના રહે નહિ. કાર્ય જે કેવળજ્ઞાન તેના કારણ ઉપરઅહીં જોર દેવું છે, તે કારણ ઉપર
જોર દેતાં વચ્ચે સાધકદશામાં મતિ–શ્રુત વગેરે સમ્યક્જ્ઞાન પ્રગટી જાય છે, પણ અહીં તો ધુ્રવ–કારણ ઉપર જોર દેવું છે
તેથી તેની વાત આ ગાથાની ટીકામાં ન લીધી–આવો ટીકાનો મર્મ છે.
કેવળ વિભાવરૂપ છે, તે તો અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિને જ હોય છે. પહેલાં અજ્ઞાનદશામાં જ્યારે કારણસ્વભાવનું ભાન ન
હતું ત્યારે એકાંતવિભાવરૂપ ઉપયોગ હતો, પછી કારણસ્વભાવનું ભાન થતાં સાધકદશામાં સમ્યક્મતિશ્રુત વગેરે
ઉપયોગ પ્રગટયાં. પણ સાધક ધર્માત્માની દ્રષ્ટિનું જોર તો એકરૂપ કારણસ્વભાવ ઉપર જ છે; તે કારણ ઉપર જોર
આપીને એકાગ્ર થતાં કેવળજ્ઞાન થઈ જાય છે.
परिहृतपरभावः स्वस्वरूपे स्थितो यः
स भवति परमश्रीकामिनीकामरूपः
ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે–ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો એટલે કે
મુક્તિસુંદરીનો વલ્લભ થાય છે.
જેમણે ત્રણકાળ ત્રણલોકનો પત્તો મેળવી લીધો છે–બધું પ્રત્યક્ષ જાણી લીધું છે એવા ભગવાન જિનેન્દ્રદેવે જ્ઞાનના
આવા પ્રકારો જાણીને કહ્યા છે; આવા વસ્તુસ્વભાવને જે જાણે તેને પરભાવોથી ભિન્નતા ને નિજસ્વરૂપમાં લીનતા
થયા વિના રહે નહિ.
કારણસ્વભાવ સિવાય બીજા કોઈ પણ ભાવોને અવલંબતો નથી, ને નિજસ્વરૂપમાં સ્થિર રહે છે,–‘અહો! આવો
મારો કારણસ્વભાવ! આવી મારી વસ્તુ! આવા સ્વભાવથી વસ્તુની પૂર્ણતા છે’–એમ વસ્તુસ્વભાવનો મહિમા
લાવીને તેમાં ઠરે છે....સ્વભાવમાં ઊંડો ઊતરી જાય છે....કારણપરમાત્મામાં ઊંડો ઊતરીને એકદમ લીન થઈ જાય છે
તે જીવ સાક્ષાત્ પરમાત્મા થઈ જાય છે એટલે કે મુક્તિસુંદરીનો નાથ થઈ જાય છે.
આત્મામાં જો વિસદ્રશરૂપ સાપેક્ષ ઉત્પાદ–વ્યયરૂપ પર્યાયો જ હોય ને સદ્રશરૂપ નિરપેક્ષ ધુ્રવપરિણતિ
જો વર્તમાન વ્યક્તરૂપ વિસદ્રશ પર્યાયો ન હોય તો
માગશરઃ ૨૪૮૨
PDF/HTML Page 11 of 17
single page version
વગેરે વિસદ્રશ પર્યાયો છે; તેમજ સદ્રશ એકરૂપ કારણસ્વભાવજ્ઞાન પણ છે, ને તેના અવલંબનથી કેવળજ્ઞાન ખીલે છે;
આવા ભેદો જાણવા–તે જાણીને શું કરવું સર્વજ્ઞ કથિત આ ભેદોને જાણીને જે જીવ પરભાવોને છોડે છે ને
નિજસ્વભાવમાં એકાગ્ર થાય છે,.....અંર્તમુખ થઈને સ્વભાવમાં ઊંડો.....ઊંડો....ઊતરી જાય છે, તેને મોક્ષદશા ખીલી
જાય છે. કારણસ્વભાવમાં ઊંડો ઊતરી ગયો ત્યાં કેવળજ્ઞાનરૂપ કાર્ય પ્રગટી જાય છે. જુઓ, આમાં ત્રિકાળી કારણ,
મોક્ષમાર્ગ અને મોક્ષ એ ત્રણે આવી ગયા. ધુ્રવ કારણના આશ્રયે જે મોક્ષદશા થઈ તે સાદિ–અનંત મંગળરૂપ છે.
કેવળજ્ઞાનમાં જગતના બધા જ્ઞેયો નિમિત્ત છે, ને જગતના બધા જ્ઞેયોને કેવળજ્ઞાન નિમિત્ત છે.
તો સ્વભાવ છે, જ્ઞાન–જ્ઞેયનો નિમિત્તનૈમિત્તિક સંબંધ તો સિદ્ધભગવાનનેય છે;
જ્ઞાન પૂરું છે ને મારું જ્ઞાન અધૂરું છે એટલો જ ફેર છે; પણ જ્ઞાનની જાત તો એક જ છે, જેમ સર્વજ્ઞનું જ્ઞાન રાગથી
જુદું છે તેમ મારું જ્ઞાન પણ રાગથી જુદું જ છે. મારું જ્ઞાન જ્ઞાનપણે જ પરિણમે છે, રાગપણે નથી પરિણમતું; અને
રાગ જ્ઞેયપણે પરિણમે છે પણ જ્ઞાનપણે નથી પરિણમતો.–આ રીતે જ્ઞાન અને રાગની અત્યંત જુદાઈ છે.
PDF/HTML Page 12 of 17
single page version
છે, રાગનું કર્તા થતું નથી.
નિમિત્ત છે ને આ રાગમાં સર્વજ્ઞનું જ્ઞાન નિમિત્ત છે.
નથી દેખાતું, પણ તે જ વખતે રાગથી ભિન્ન એવી સર્વજ્ઞતાની–એટલે કે આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત તેને
ભેગી ને ભેગી વર્તે જ છે. ‘રાગ તે હું નહીં’ પણ જ્ઞાયક તે હું’–આ પ્રમાણે રાગ વખતેય રાગથી ભિન્ન જ્ઞાયકપણાની
પ્રતીત રહે છે, તેના જોરે સાધકને રાગ તૂટીને અલ્પકાળમાં સર્વજ્ઞતા પ્રગટી જશે.
રહીને સાધક જાણે છે કે, આ રાગ જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં નિમિત્ત છે તેમ મારા જ્ઞાનમાં પણ માત્ર જ્ઞેયરૂપે નિમિત્ત છે;
અને સર્વજ્ઞનું જ્ઞાન જેમ રાગને નિમિત્ત છે તેમ મારું જ્ઞાન પણ રાગને માત્ર નિમિત્ત છે,–કર્તા નહિ. સર્વજ્ઞનું જ્ઞાન
જેમ આ રાગ સાથે તન્મય નથી તેમ મારું જ્ઞાન પણ આ રાગ સાથે તન્મય નથી, કેમકે સર્વજ્ઞના જ્ઞાનની મારા
જ્ઞાનની એક જ જાત છે, રાગની જાત જ્ઞાનથી જુદી છે.
જ્ઞાનીને શ્રદ્ધા છે. જ્ઞાન અધૂરું હોવા છતાં તેને પણ પરજ્ઞેયો સાથે માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે.–જ્ઞાતાજ્ઞેયપણાનો જ
સંબંધ છે, પણ વિકાર તરીકેનો સંબંધ નથી. જેમ સિદ્ધ ભગવાનને જગતના બધા જ્ઞેયો જ્ઞાનના જ નિમિત્તો છે,
વિકારના નિમિત્તો નથી, તેમ મારો પણ એવો જ જ્ઞાનસ્વભાવ છે ને જ્ઞેય પદાર્થો મને જ્ઞાનનું જ નિમિત્ત છે.
પરિણમતું નથી; તેમ જ રાગ રાગપણે જ પરિણમે છે, રાગ જ્ઞાનપણે નથી પરિણમતો; આ રીતે જ્ઞાનને અને રાગને
કર્તાકર્મપણું નથી, એકરૂપતા નથી. આવા ભેદજ્ઞાનરૂપ સાધકનું પરિણમન છે. સાધકનું જ્ઞાન, જ્ઞાનસ્વભાવને
સ્વજ્ઞેયપણે પ્રકાશતું થકું રાગાદિને પરજ્ઞેયપણે જાણે છે.
છે, ને જ્ઞાન તેના જ્ઞાતાપણે નિમિત્ત છે; પણ જ્ઞાનની ને રાગની એકતા નથી. હવે જેવો કેવળજ્ઞાની ભગવાનનો
જ્ઞાનસ્વભાવ છે તેવો જ આ જીવનો જ્ઞાનસ્વભાવ છે, તેથી આ જીવના જ્ઞાનને પણ રાગ સાથે એકતા નથી.
તરફ ઝૂકી જાય.
PDF/HTML Page 13 of 17
single page version
ચારગતિના ઘોર દુઃખોથી બચાવનારી છે. માટે હે જીવ! હવે તો તું જિનભાવના ભાવ, કે
જેથી ફરીને સ્વપ્નેય આવા દુઃખ ન થાય......ને પરમ આનંદરૂપ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.
–આવો સંતોનો ઉપદેશ છે.
ભાવ જ મોક્ષનું કારણ છે. આચાર્યદેવ કહે છે કે–
જિનેન્દ્રદેવે પ્રયત્નસાધ્ય કહ્યો છે.
ભાન વિના અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરીને પણ તે મિથ્યાત્વ આદિક ભાવોને જ ભાવ્યા છે, પણ સમ્યક્ત્વ આદિક
શુદ્ધ ભાવોને તેં કદી એક ક્ષણ પણ ભાવ્યા નથી; તે સમ્યગ્દર્શન વગર તારી કાંઈ સિદ્ધિ ન થઈ, માટે હવે તો શુદ્ધ
ભાવોને ઓળખીને તેની ભાવના કર.
તારા હાથમાં કાંઈ ન આવ્યું.
ઃ ૩૦ઃ
PDF/HTML Page 14 of 17
single page version
એવા અંતર્મુખ પ્રયત્ન વગર, હે જીવ! તેં બીજી રાગાદિની ભાવના અનંતવાર ભાવી, બહારનો ત્યાગ કર્યો ને
કષાયોની મંદતા કરીને દ્રવ્યલિંગી સાધુ પણ તું અનંતવાર થયો, પણ ચિદાનંદ સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપ
શુદ્ધ ભાવ વિના તારું સંસાર ભ્રમણ ન ટળ્યું ને ચાર ગતિમાં તેં ભીષણ દુઃખ જ ભોગવ્યાં. માટે હવે તો તે દુઃખથી
છૂટવા માટે ‘જિનભાવના’ ભાવ! એમ આચાર્યદેવ કહે છે–
पत्तोसि तिव्वदुक्खं भावहि जिणभावणा जीव! ।। ८।।
भीषण नरकगतौ तिर्यग्गतौ कुदेवमनुष्यगत्योः ।
प्राप्तोसि तीव्रदुःखं भावय जिनभावना जीव!
હે જીવ! તારા આત્માના શુદ્ધ ભાવને તેં પૂર્વે કદી ઓળખ્યા નથી ને તેની ભાવના ભાવી નથી.
માટે હવે તું જિન ભાવના ભાવ.
છું......બહારમાં કંઈ પણ મારું નથી, એમ સ્વભાવની ભાવના કર....તેની રુચિ કર.–તેની પ્રીતિ કર...વારંવાર તેનો
અભ્યાસ કર, જેથી તારા ભવ–દુઃખનો અંત આવે.
જિનભાવના એટલે કે શુદ્ધ આત્મતત્ત્વની ભાવના ભાવ,–કે જેથી ચારગતિના ઘોર દુઃખ છૂટીને તને સિદ્ધપદની
પ્રાપ્તિ થાય.
જિનેન્દ્ર ભગવાન પણ પૂર્વે એવી ભાવના ભાવીને પરમાત્મપદ પામ્યા છે. કોઈ સંયોગની કે રાગાદિની ભાવનાથી
પરમાત્મપદ થાય–એમ નથી, પણ જિનભાવના એટલે શુદ્ધ આત્માની વીતરાગી ભાવના તે જ પરમાત્મપદનો ઉપાય
છે. માટે હે પરમ પદના અભિલાષી જીવ! તું એવી જિનભાવના ભાવ. “જીવ તે જિનવર, અને જિનવર તે જીવ”–
જીવ અને જિનવરના સ્વભાવમાં પરમાર્થે કાંઇ ફેર નથી. એમ પોતાના સ્વભાવની ઓળખાણ કરીને તેની ભાવના
કરવી તે જિનભાવના છે ને તે મુક્તિનો માર્ગ છે.
ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ....રે...નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.’
ભાવનામાં અનંતસુખ છે છતાં તું તેની મિત્રતા કરતો નથી–તેની ભાવના ક્ષણમાત્ર પણ ભાવતો નથી, અરે મૂઢ! આ
તારી કેવી વિચિત્રતા છે!! આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં અતીન્દ્રિય–આનંદનું અનંત સુખ છે પણ ત્યાં તો
તને પ્રેમ નથી આવતો ને કંટાળો લાવે છે–દુઃખ વાગે છે, અને મિથ્યાશ્રદ્ધાદિ ભાવોમાં અનંતું દુઃખ છે છતાં ત્યાં તું
પ્રેમ કરે છે– તેમાં તને સુખ લાગે છે,–તે કેવી વિચિત્રતા છે!! અરે જીવ! હવે તો તારા જ્ઞાનચક્ષુને ખોલ.....તારા
જ્ઞાનનેત્રને ઉઘાડીને તું જો તો ખરો કે શેમાં તારું સુખ છે, ને શેમાં તને દુઃખ છે? મિથ્યા ભાવને લીધે જ તું અનંત
દુઃખ પામ્યો–એમ
માગશરઃ ૨૪૮૨
PDF/HTML Page 15 of 17
single page version
ભાવોની ભાવના કર....હવે તો જિનભાવના ભાવ! પ્રભુ! અંતરમાં તારો આનંદ ભર્યો છે તેમાં તો નજર કર.
ચૈતન્યની ભાવના વિના તેં ચારે ગતિમાં ભીષણ દુઃખ ભોગવ્યાં, માટે હવે તો તું શુદ્ધ આત્મતત્ત્વની ભાવના ભાવ,–
જેથી તારું સંસારભ્રમણ મટે. આ ભાવના વિના બીજા કોઈ ઉપાયથી તારું ભીષણ ભવદુઃખ મટે તેમ નથી.
અમારી છેલ્લી માતા છો....હવે અમે બીજી માતા ધારણ કરવાના નથી.....હવે અમે ફરીને આ સંસારમાં અવતરવાના
નથી...હે માતા! મને રજા આપ. હે જનેતા! તું આ શરીરની જનેતા છો....મારા આત્માની જનેતા તું નથી–એમ
જાણીને તું મોહને છોડ, ને મને રજા આપ. હું હવે મારા આનંદના જન્મદાતા એવા મારા આત્મા પાસે જાઉં છું. એ
પ્રમાણે, દીક્ષા વખતે રજા માંગવા જાય ત્યારે મહા વૈરાગ્યથી બધાને સમજાવે છે. મરણ ટાણે તો દેહાદિને છોડીને જીવ
ચાલ્યો જાય છે, પણ આ તો જીવતાં બધેયથી મમતા તોડીને ચૈતન્યની ભાવનામાં જાય છે. અરે! ચૈતન્ય ભગવાનની
પ્રીતિ છોડીને આ અનિત્ય શરીર અને સંયોગોની પ્રીતિથી અનંતકાળ ચાર ગતિનાં દુઃખો ભોગવ્યાં હવે એનાથી બસ
થાઓ.....હવે આ અનિત્ય શરીરાદિની પ્રીતિ તોડીને, અમારા નિત્ય ટકતા એવા ચૈતન્યની પ્રીતિ કરી છે.–આ પ્રમાણે
હે જીવ! એકવાર તો ભેદજ્ઞાન કરીને તું જિનભાવના ભાવ. તે ભાવનાથી તારા ભવ–દુઃખનો અંત આવશે ને તને
મોક્ષસુખની પ્રાપ્તિ થશે.
હોય તે તેની ભાવના કયાંથી ભાવે? હે ભાઈ! જો તારે ખરેખર આનંદ જોઈતો હોય...ને આ આ સંસારના ઘોર
દુઃખોથી છૂટવું હોય તો, આચાર્યદેવ કહે છે કે, તું જિનભાવના ભાવ. ભગવાન જેવો જ તારો આત્મા જ્ઞાન ને
આનંદશક્તિનો નિધિ છે, અંતરની દ્રષ્ટિ વડે તેને ખોલીને તેમાંથી જ્ઞાન ને આનંદ જેટલા કાઢ તેટલા નીકળે તેમ છે,
માટે તેને ઓળખીને તેની ભાવના ભાવ. બીજી બધી ભાવના છોડ ને એક શુદ્ધ આત્માની જ ભાવના ભાવ.
ભ્રમણથી રહિત એવા મોક્ષપદની પ્રાપ્તિ થાય.–એવો ઉપદેશ છે. આ સિવાય બીજું કોઈ તેને શરણરૂપ નથી. કહ્યું છે કે–
કર્યો તેથી તું દુઃખી થયો.....હવે તારા પરમ શુદ્ધસ્વરૂપને લક્ષમાં લઈને તેમાં તારા જ્ઞાનને ઝૂકાવ તો તને પરમ
આનંદનો અનુભવ થાય. જિનેશ્વરદેવે તારું જે વાસ્તવિક સ્વરૂપ કહ્યું છે તેનું તું શરણ લે, સ્વભાવની ભાવના ભાવ,
વારંવાર ફરીફરીને તેનો પરિચય અને અભ્યાસ કર,–જેથી તારું સંસારભ્રમણ ટળીને તને મોક્ષની પ્રાપ્તિ થાય. આવો
સંતોનો ઉપદેશ છે.
કહો, આ ભાવના ભવનાશિની છે; આ ભાવના ભાવવાથી ભવનો અભાવ થાય છે ને પરમ આનંદસ્વરૂપ
ઃ ૩૨ઃ
PDF/HTML Page 16 of 17
single page version
ભોગવ્યું, હવે તો તેનાથી પાછો વળ. બહારના ભાવો ભૂલી જા.....ને અંતરના સ્વભાવને યાદ કર. તું ગમે તે
સંયોગમાં હો.....ગમે તે દેશે જા...કે ગમે તે કાળમાં હો....પણ તારા શુદ્ધ આત્માની ભાવના વિના તને ક્યાંય સુખ
થાય તેમ નથી. તારા આત્માના શુદ્ધ ભાવ (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) તે જ તને સુખના દાતાર છે, બીજું કોઈ
તને સુખનું દાતાર નથી.
તેં ભોગવ્યાં...ને કેવળજ્ઞાની ભગવાને જાણ્યા. તેં બહુ દુઃખ ભોગવ્યા...ભાઈ! હવે બસ થઈ. આત્માની ભાવના ન
ભાવી તેથી જ તેં આવા દુઃખો ભોગવ્યા....માટે હવે તો આત્માની ભાવના ભાવ....આત્માના સ્વભાવમાં આનંદ છે
તેની ભાવના ભાવ...જેથી ફરીને સ્વપ્નેય આવા દુઃખ ન થાય..ને પરમ સિદ્ધપદની પ્રાપ્તિ થાય.–આમ કરુણાપૂર્વક
સંતોનો ઉપદેશ છે.
ભારતવર્ષમાંથી અનેક મુમુક્ષુઓએ સત્સમાગમ માટે અહીં સોનગઢમાં વસવાટ કર્યો છે; અને દિવસે દિવસે
સત્સમાગમાર્થે મુમુક્ષુઓની સંખ્યા વધતી જાય છે...અહીંનું જિનમંદિર નિત્યનૈમિત્તિક પૂજન–ભક્તિ વગેરે કાર્યો માટે
નાનું પડે છે.....મુમુક્ષુઓને ઘણા વખતથી ભાવના હતી કે–આપણું જિનમંદિર મોટું બનાવીએ, તેથી અહીંના
જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરી, તેનું વિશાળકાય, ઉન્નત શિખરબદ્ધ નવનિર્માણ કરવાનું નક્કી થયું છે.....
સંઘનો આનંદ અનેરો હતો. જિનમંદિરની બહાર શિલાન્યાસ કરવાના સ્થળે, શ્રી જિનેન્દ્રદેવ તથા શ્રી વિનાયકયંત્ર
બિરાજમાન કરવામાં આવ્યાં હતાં. પ્રથમ ભગવાનનો અભિષેક પૂજા કરી, શિલાન્યાસવિધિ શાસ્ત્રોક્ત વિધિથી,
મુમુક્ષુઓના ગગનભેદી હર્ષનાદો વચ્ચે, પરમ કૃપાળુ ગુરુદેવશ્રીની સમક્ષ કરવામાં આવ્યો હતો. મુહૂર્તના વિધિ પ્રસંગે
પાયામાં મૂકવામાં આવતા તામ્ર કળશ અને પ્રશસ્તિલેખવાળા તામ્રપત્ર ઉપર પૂ. ગુરુદેવશ્રીના મહામંગળ હસ્તે શ્રી
સ્વસ્તિકવિધાન થયું હતું. પૂ. ગુરુદેવશ્રી ના હસ્તકે સ્વસ્તિકવિધાન થતું હતું તે મંગલ પ્રસંગનું દ્રશ્ય ઘણું જ ભાવભીનું
હતું, તે દ્રશ્ય જોઈ મુમુક્ષુ હૃદયો આનંદથી નાચી ઊઠયાં હતા અને જયકારના નાદોથી ગગનને ગુંજાવી દીધું હતું....
PDF/HTML Page 17 of 17
single page version
(૨) વિભાવ દુઃખરૂપ છે.
(૨) વિભાવનું વિપરીતપણું છે.
(૨) વિભાવ હેય છે.
છૂટી જાય છે, ને જ્ઞાનસામર્થ્યમાં બધું જ્ઞેય થઈ
જાય છે.
(૨) વિભાવ ક્ષણિક છે.
પ્રકાશકઃ– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, વલ્લભવિદ્યાનગર (ગુજરાત)