Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 55
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
હોય છે, ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધપરિણતિ શરૂ થઈ જાય છે તે વૃદ્ધિગત થતી જાય છે.
શુદ્ધઉપયોગ ન હોય ત્યારે પણ ધર્મીને સમ્યક્ત્વાદિ ધર્મ વર્તે છે; શુદ્ધપરિણતિ ન હોય
ત્યાં ધર્મ ન હોય. શુભ–કે અશુભ પરિણામ વખતે પણ સમ્યક્ત્વાદિ જે શુદ્ધપરિણતિ
પ્રગટી છે તે તો ધર્મીને વર્તે જ છે. શુભ કે અશુભ ઉપયોગના કાળે શુદ્ધઉપયોગ ન હોય
પણ શુદ્ધપરિણતિ તો ધર્મીને હોય. શુદ્ધઉપયોગ તે જ્ઞાનની સ્વસન્મુખ પરિણતિ છે; ને
શુદ્ધપરિણતિ તો શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, સુખમાં એમ બધા ગુણની પરિણતિમાં
હોય છે. આ રીતે શુદ્ધોપયોગ તથા શુદ્ધપરિણતિની વિશેષતા જાણવી. શુદ્ધોપયોગને પણ
શુદ્ધપરિણતિ તો કહી શકાય. શુદ્ધઉપયોગ કે શુદ્ધપરિણતિ એ બંને રાગ વગરના છે.
શુભઉપયોગ તે શુદ્ધ નથી, તેનો સમાવેશ અશુદ્ધઉપયોગમાં છે, ને તે અશુદ્ધપરિણતિમાં
જાય છે. જેટલી શુદ્ધપરિણતિ છે તેટલો જ ધર્મ છે.
(૮૯) પ્રશ્ન:– એક તરફથી નરકમાં પણ સમ્યગ્દ્રષ્ટિને સુખરસની ગટાગટી કહી,
ને બીજી તરફ અહીંના મુનિ સ્વર્ગમાં જાય ત્યાં તે પુણ્યસંપદારૂપ કલેશને ભોગવે છે
એમ કહ્યું, તો નરકમાં સુખ કહ્યું ને સ્વર્ગમાં કલેશ કહ્યો–એ કઈ રીતે?
ઉત્તર:– નરકમાં સમ્યગ્દ્રષ્ટિને જે સુખ કહ્યું તે સમ્યગ્દર્શન સહિત જેટલું સુખ
પ્રગટ્યું છે તેની મુખ્યવિવક્ષાથી કહ્યું છે. અને સ્વર્ગમાં સમ્યગ્દ્રષ્ટિને જે પુણ્યફળના
ભોગવટામાં કલેશ કહ્યો તે તેના રાગની વિવક્ષાથી કહ્યું છે. તેની સાથે તેને
સમ્યગ્દર્શનજન્ય જે સુખ છે તે તો વર્તે જ છે. પણ તેની સાથેના રાગમાં (પુણ્યફળરૂપ
જે સામગ્રી તે તરફના વલણમાં) સુખ નથી પણ આકુળતા છે, એમ બતાવવા તેને
કલેશનો ભોગવટો કહ્યો. ને નરકમાં સમ્યગ્દ્રષ્ટિને જે આકુળતા ને દુઃખ છે તેની મુખ્યતા
ન કરતાં, તે વખતે સ્વરૂપાચરણદશાનું જે પરમસુખ તેને પ્રગટ્યું છે તે બતાવવા તેને
સુખરસની ગટાગટી કહી.–એમ સમજવું. સમ્યગ્દ્રષ્ટિનેય જેટલો પુણ્યના ફળના ભોગવટા
તરફનો ભાવ છે તેટલું દુઃખ છે. જેટલી રાગરહિત પરિણતિ છે તેટલું જ સુખ છે.–પછી
સ્વર્ગમાં હો કે નરકમાં.

PDF/HTML Page 42 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૭ :
(૯૦) પ્રશ્ન:– શુદ્ધઆત્મસ્વભાવને પહેલાં જાણવો, કે પહેલાં આદરવો?
ઉત્તર:– શુદ્ધઆત્મસ્વભાવનું જ્ઞાન અને આદર બંને એક સાથે જ થાય છે. જ્યાં
તેનો આદર કર્યો ત્યાં જ્ઞાન તે તરફ ઝૂકે જ; અને જ્યાં જ્ઞાન તે તરફ ઝૂકે ત્યાં તેનો
આદર થાય જ. શુદ્ધાત્માને જાણ્યા વગર તેનો આદર ક્્યાંથી થાય? ને શુદ્ધાત્માનો
આદર કર્યો વગર જ્ઞાન તે તરફ ઝૂકે ક્્યાંથી? આ રીતે શુદ્ધાત્માનું જ્ઞાન અને આદર
બંને એક સાથે જ છે. સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન બંને એક સાથે છે.
શુદ્ધાત્માનો આદર રાખીને તેનું જ્ઞાન થઈ શકે નહિ. તેમજ શુદ્ધાત્માનું અજ્ઞાન
રાખીને તેનો આદર થઈ શકે નહિ. શુદ્ધાત્માનું જ્ઞાન તેના આદરપૂર્વક જ થઈ શકે; ને
શુદ્ધાત્માનો આદર તેના જ્ઞાનપૂર્વક જ થઈ શકે.
(આ અંકની ચર્ચા પૂરી जय जिनेन्द्र)
સંતોની વાત ટૂંકી ને ટચ,
સ્વમાં વસ ને પરથી ખસ.
(યે ટૂંકીટચ બાત એકબાર ઓર પઢિયે)

PDF/HTML Page 43 of 55
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
બાલવિભાગની સ્તુતિ
અમે તો જિનવરનાં સંતાન,
અમારે ભણવા જૈનસિદ્ધાન્ત;
ભણવું ગણવું અમને વહાલું,
સાધર્મી પર છે વહાલ..
અમે તો જિનવરનાં સંતાન (૧)
ભણતાં ભણતાં મોટા થઈશું,
કરશું આત્માનું ભાન;
ઉપકાર એ ગુરુજી તણો છે,
વંદીએ વારંવાર.....
અમે તો જિનવરનાં સંતાન (૨)
જિનવરદર્શન, ગુરુની સેવા,
શાસ્ત્ર તણો અભ્યાસ;
રત્નત્રયને પ્રગટ કરીને,
જઈશું સિદ્ધની પાસ....
અમે તો જિનવરનાં સંતાન (૩)
આપણા બાલવિભાગની આ સ્તુતિ છે, તે
તમે વાંચજો, મોઢે કરજો, તમારી
“અમે જિનવરનાં સન્તાન”
ધર્મવત્સલ બાલબંધુઓ,
આપણા આ બાલવિભાગનું

PDF/HTML Page 44 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૯ :
કોયડા ઉકેલી આપો
(બાળકો, તમને ઉખાણાના કોયડા
ઉકેલવા બહુ ગમે કેમ! તો આ પાંચ
કોયડા વાંચ્યા ભેગા જ ઉકેલી આપો.)
(૧)
આકાશમાં વિચરે છે પણ પંખી નથી,
દેવ છે પણ એને દેવી નથી;
શરીર છે પણ ખાતા નથી,
બોલે છે પણ મોઢું ખોલતા નથી.
ચાલે છે પણ પગલાં ભરતા નથી
...એ કોણ?
(૨)
ભગવાન છે પણ બોલતા નથી,
બધું જાણે છે પણ આંખ નથી;
કાંઈ આપતા નથી છતાં બધાને ગમે છે.
ને આપણને એની પાસે બોલાવે છે.
...એ કોણ?
(૩)
શાસ્ત્રી બતાવે છે,
ઉપાદેશ રૂડો આપે છે;
સાધુથી પણ મોટા છે,
કુંદકુંદ પ્રભુના જોટા છે...એ કોણ?
(૪)
રત્નત્રયના ધારક છે,
ભક્તોને ભણાવે છે,
શાસ્ત્રોના અર્થ શીખવે છે,
શ્રુતજ્ઞાનના દરિયા છે
(પ)
વન જંગલમાં વસે છે,
નિજસ્વરૂપને સાધે છે,
રત્નત્રયના ધારક છે,
પણ ‘આચાર્ય’ નથી...એ કોણ?
(બાળકો બાજુના પાંચે પ્રશ્નોના
જવાબ તદ્ન સહેલા છે. તમને આવડી તો
ગયા હશે. છતાં ન આવડયાં હોય તો, તમે
‘નમસ્કાર મંત્ર’ બોલશો એટલે તરત
તમને પાંચેના જવાબ આવડી જશે. છતાંય
ન આવડે તો આવતા અંકમાં જોઈ લેજો.
(આના જવાબ લખીને મોકલવાના નથી.
બોધવચનો
ચંદનને કોઈ કાપે તોપણ તેને તે
સુગંધ જ આપે છે.
ગમે તેવા દુઃખમાંય સજ્જનો
પોતાની સજ્જનતાને છોડતા નથી.
ગુણવાનની ઈર્ષા કરનાર ગુણ
પામતો નથી; ગુણવાનનું અનુકરણ
કરનાર ગુણ પામે છે.
વહેતું પાણી વચ્ચે આવતા પર્વતને

PDF/HTML Page 45 of 55
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
કરશું અમે કરશું અમે
આત્મધર્મમાં બાલવિભાગ શરૂ થતાં બાળકો ખૂબ જ આનંદિત થયા છે;
આપણા આ બાલવિભાગ માટે એક બાલિકાએ ટચૂકડું કાવ્ય લખી મોકલ્યું છે. જેમ
ખાવું–પીવું–ગાવું–ભણવું વગેરે રોજીંદુ કાર્ય સંસારમાં કરીએ તેમ હવે મોક્ષમાં જવા માટે
શું કરશું? શું ગાવું? શું બોલવું? શું ખાવું? વગેરે કાર્યક્રમ બતાવીને આ કાવ્યમાં
ધાર્મિક ભાવના વ્યક્ત કરી છે; તે સૌને ગમશે; ને બાળકોને ગાવામાં મજા આવશે.
–સં૦
કરશું અમે કરશું અમે આત્માનું જ્ઞાન કરશું અમે.
નમશું અમે નમશું અમે વીતરાગી દેવને નમશું અમે.
ભણશું અમે ભણશું અમે સાચા શાસ્ત્રોને ભણશું અમે.
ધરશું અમે ધરશું અમે રત્નત્રય ધર્મને ધરશું અમે.
ગાશું અમે ગાશું અમે પંચ પરમેષ્ઠી ગીત ગાંશુ અમે.
જાશું અમે જાશું અમે મુક્તિ નગરીમાં જાશું અમે.
મ્હાલશું અમે મ્હાલશું અમે અતીન્દ્રિય સુખમાં મ્હાલશું અમે.
સુણશું અમે સુણશું અમે સંતોની વાણી સુણશું અમે.
લડશું અમે લડશું અમે મોહ શત્રુની સામે લડશું અમે.
ભગાડશું અમે ભગાડશું અમે કર્મ સેનાને ભગાડશું અમે
જમશું અમે જમશું અમે સમકિતની સુખડી જમશું અમે.
લેશું અમે લેશું અમે સંતોની ચરણ રજ લેશું અમે.
ફરકાવશું અમે ફરકાવશું અમે જૈનધર્મનો ધ્વજ ફરકાવશું અમે
બોલશું અમે બોલશું અમે જિનવર કી જય! જય! બોલશું અમે.
–વાસંતીબેન એચ. મહેતા–સોનગઢ
(બાળકો, તમને આ કવિતા ગમી? આવતા અંકમાં આ બહેન તમને એકડે એકથી
શરૂ કરીને એકડે મીંંડે દશ સુધીનો પાઠ ભણાવશે. તમે કદાચ કહેશો કે અમને તો એકથી દશ
સુધી પાકું આવડે છે! તો ભાઈ, ભલે આવડતું હોય! પણ અમારા સોનગઢના બાળક જેવું
એકથી દશ સુધી તો તમને નહિ જ આવડતું હોય...એ તો આવતા અંકમાં વાંચશો એટલે
તમને ખબર પડશે. બાળકો, તમે પણ કંઈક લખી મોકલજો.)

PDF/HTML Page 46 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૧ :
ત્રણ પ્રશ્નો
બાળકો, તમને તત્ત્વજ્ઞાનનો પ્રેમ જાગે, ને નવું નવું જાણવાનું મળે, તે માટે અહીં
ત્રણ પ્રશ્નો આપ્યા છે; ઘણા બાળકો નાના હોવાથી પ્રશ્નો તદ્ન સહેલા પૂછયા છે; તેના
જવાબ લખી મોકલજો–સાથે તમારે કાંઈ નવો પ્રશ્નો પૂછવો હોય તો તે પણ લખી
મોકલજો.
પ્રશ્ન (૧) જીવ કોને કહેવાય?
પ્રશ્ન (૨) અજીવ કોને કહેવાય?
પ્રશ્ન (૩) આપણા પહેલા અને છેલ્લા
ભગવાનનું નામ શું?
આના જવાબ દરેક બાળકે પોતાના હસ્તાક્ષરમાં જ લખવા; ને નીચેના સરનામે
મોકલવા સંપાદક આત્મધર્મ, જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)
* * *
બાળકોને પત્ર
* તમે ‘બાલવિભાગ’ ના સભ્ય થયા ને ઉત્સાહપૂર્વક ધર્મમાં રસ લઈ રહ્યા છો તે
બદલ તમને ધન્યવાદ! બંધુઓ! જીવનમાં ધર્મ જેવું ઉત્તમ બીજું કાંઈ નથી.
* તમારા મિત્રોને પણ બાલવિભાગના સભ્ય થવાનું કહેશો. સભ્ય થવા માટે
પોસ્ટકાર્ડમાં નામ, સરનામું, ઉંમર, અભ્યાસ અને જન્મદિવસ–એટલું લખી
મોકલવું. છાપેલ કાર્ડ ન હોય તો સાદા કાર્ડ પણ ચાલે. (સંપાદક આત્મધર્મ,
સોનગઢ: સૌરાષ્ટ્ર એ સરનામે મોકલવું)
* તમે જે કાંઈ લખી મોકલો તે તમારા પોતાના હસ્તાક્ષરમાં જ લખી મોકલશો.
તમારા અક્ષર સુધારવાનો પ્રયત્ન કરજો.
* અત્યાર સુધીમાં જેટલા બાળમિત્રો આપણા બાલવિભાગના સભ્ય થયા છે, તેમાં
બાળમંદિરમાં એકડિયા ભણતા બાળકો પણ છે ને કોલેજમાં ભણતા બાળકો પણ
છે; સૌ આનંદથી ભાગ લઈ રહ્યા છે. સભ્યોના નામ આ અંકમાં છાપ્યા છે. તમે
હજી સુધી સભ્ય ન થયા હો તો હજી પણ સભ્ય થઈ શકો છો.
* બાલવિભાગમાં દરેક બાળકે નિયમિત ભાગ લેવો પ્રશ્નોના જવાબ લખવા, અને
દરેક વખતે પોતાનો સભ્ય નંબર પણ લખવો.

PDF/HTML Page 47 of 55
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
અમે બાલવિભાગના સભ્યો
ધર્મબંધુઓ, આપણા બાલવિભાગના બધા સભ્યોનાં નામ આપ્યાં છે;
દરેક સભ્યે યાદ રાખવાનું છે કે “ આપણે તો જિનવરનાં સંતાન” છીએ. એટલે
આપણું જીવન પણ જિનવરનાં સંતાનને શોભે એવું જોઈએ. જ્ઞાન અને વૈરાગ્યની
ભાવનાસહિત તમે બધા સભ્યો એકબીજા ઉપર ભાઈ જેવો પ્રેમ રાખજો. જેવો
હવે નવા સભ્ય બનશે તેમનાં નામ આગામી અંકમાં છાપશું. કેટલાક બાળકો
પોતાનું સરનામું તથા જન્મદિવસ લખવાનું ભૂલી ગયા છે, તો તેઓ લખી મોકલે.
કોઈનું નામ રહી ગયું હોય તો તેઓ પણ જણાવે. તમારા નામની સાથે “જૈન”
લખશો તો અમને ગમશે. અહીં છાપેલો તમારો સભ્ય નંબર યાદ રાખી લેજો.
સભ્ય
નંબર
નામ ગામ સભ્ય
નંબર
નામ ગામ
નૈના વૃજલાલ જૈન રાજકોટ ૧૭ સતીશ પ્રાણલાલ જૈન વીંછીયાં
ચંદા વૃજલાલ જૈન ૧૮ વિકાસ મણીલાલ જૈન પોરબંદર
માયા વૃજલાલ જૈન ૧૯ જયાબેન દીપચંદ જૈન તાલોદ
સુભાષ વૃજલાલ જૈન ૨૦ જયશ્રી પ્રાણલાલ જૈન (ગામ લખો)
રાજેશ જયંતિલાલ જૈન સુરેન્દ્રનગર ૨૧ ભુપતરાય છોટાલાલ જૈન લાઠી
ભરત ખીમચંદ જૈન સોનગઢ ૨૨ અશ્વિન અનોપચંદ જૈન ધોળકા
દીપક મનસુખલાલ જૈન ૨૩ અશ્વિન શાંતિલાલ જૈન ભાવનગર
પ્રદીપ મનસુખલાલ જૈન ૨૪ નિરૂપમા છબીલાલ જૈન
જ્યોતિ મનસુખલાલ જૈન ૨પ સોનલ દલીચંદ જૈન
૧૦ ઈન્દ્રવદન રમણલાલ જૈન ગોધરા ૨૬ સતીશ જગજીવન જૈન ગઢડા
૧૧ નીલા દામોદરદાસ જૈન અમદાવાદ ૨૭ ભરત પ્રભુદાસ જૈન
૧૨ તરૂણા દામોદરદાસ જૈન ૨૮ સૈલેશ પ્રભુદાસ જૈન
૧૩ કલ્પના કિશોરચંદ્ર જૈન રાજકોટ ૨૯ રાજેન્દ્ર પ્રભુદાસ જૈન
૧૪ ભરત જશવંતલાલ જૈન રાજકોટ ૩૦ સંજય ભગવાનદાસ જૈન
૧પ લતા મનસુખલાલ જૈન વઢવાણશહેર ૩૧ પ્રવીણ મણિલાલ જૈન ભાવનગર
૧૬ નરસિંહદાસ પ્રભુદાસ જૈન અમદાવાદ ૩૨ મહેન્દ્ર ચીમનલાલ જૈન મુંબઈ–૨

PDF/HTML Page 48 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૩ :
સભ્ય
નંબર
નામ ગામ સભ્ય
નંબર
નામ ગામ
૩૩ અજીત ચીમનલાલ જૈન પાદરા ૬૨ દીના કાંતિલાલ જૈન ચોટીલા
૩૪ સુધા જયંતિલાલ જૈન વઢવાણશહેર ૬૩ તુષાર કાંતિલાલ જૈન
૩પ દિનેશ નેમચંદ જૈન કાકાભાઈસિંહણ ૬૪ મનોજ શાંતિલાલ જૈન મુંબઈ–૨૨
૩૬ બીપીન નગીનદાસ જૈન અમરાપુરગીર ૬પ નિકેતન રતિલાલ જૈન અમદાવાદ
૩૭ પ્રદીપ નગીનદાસ જૈન ધ્રાફા ૬૬ કૈલાસ મથુરાદાસ જૈન જામનગર
૩૮ બીપીન નગીનદાસ જૈન હિંમતનગર ૬૭ સુરેશ અમૃતલાલ જૈન લીંબડી
૩૯ રજનીકાંત ખીમચંદ જૈન કાકાભાઈસિંહણ ૬૮ તરૂણા અમૃતલાલ જૈન
૪૦ ભરત સુંદરલાલ જૈન મોરબી ૬૯ દિલીપ જગજીવનદાસ જૈન ભાવનગર
૪૧ યરલકુમાર અરવિંદભાઈ જૈન માંડલ ૭૦ ચંદ્રિકા કાંતિલાલ જૈન મુંબઈ–પ૬
૪૨ મીના અનંતરાય જૈન સોનગઢ ૭૧ જિતેન્દ્ર અનંતરાય જૈન મુંબઈ–૨
૪૩ શૈલેષ અનંતરાય જૈન ” ૭૨ પ્રશાંત જયંતિલાલ જૈન અમદાવાદ
૪૪ હેમંત અનંતરાય જૈન ” ૭૩ વાસંતી હિંમતલાલ જૈન સોનગઢ
૪પ અવનીશ જગદીશચંદ્ર જૈન મુંબઈ–૬ ૭૪ મૌલિક પૂનચંદ જૈન થાણા
૪૬ હર્ષદ મથુરાદાસ જૈન જોરાવરનગર ૭પ શાંતિલાલ રીખવદાસ જૈન મુંબઈ
૪૭ કિરણબાલા કાન્તિલાલ જૈન મુંબઈ–૩ ૭૬ ભરત ચુનીલાલ જૈન અમરેલી
૪૮ કામિની કાન્તિલાલ જૈન અમદાવાદ ૭૭ શાન્તકુમાર જૈન દિલ્હી
૪૯ ગુણવંત અમૃતલાલ જૈન ખેડબ્રહ્મા ૭૮ યોગિની પ્રભાકર જૈન અમદાવાદ
પ૦ લાલચંદ જૈન ઈંદોર ૭૯ શૈલા સી. જૈન આકોલા
પ૧ જયકેતન તલકચંદ જૈન મુડેટી ૮૦ નિખીલેશ ચારુચંદ્ર જૈન અમદાવાદ
પ૨ અંજના ચુનીલાલ જૈન સોનગઢ ૮૧ અજય સુમંતલાલ જૈન
પ૩ કનૈયાલાલ ચુનીલાલ જૈન મોડાસા ૮૨ રાજેશ બાલચંદ જૈન સુરેન્દ્રનગર
પ૪ જસ્મીના છોટાલાલ જૈન પૂના ૮૩ ચેતના છોટાલાલ જૈન સોનગઢ
પપ મનોજ સાકરલાલ જૈન ઉજડીયા ૮૪ સુમતિ છોટાલાલ જૈન
પ૬ યોગેશ તારાચંદ જૈન નવા ૮પ રાજેન્દ્ર કનૈયાલાલ જૈન કલકત્તા
પ૭ ભાનુમતિ મીઠાલાલ જૈન હિંમતનગર ૮૬ સુરેશ પ્રાણલાલ જૈન થાનગઢ
પ૮ ભરત વિનયકુમાર જૈન અમદાવાદ–૧૭ ૮૭ મહેન્દ્ર ચીમનલાલ જૈન વઢવાણશહેર
પ૯ રાજેષ જયંતિલાલ જૈન સુરેન્દ્રનગર ૮૮ વસંત ઝીકુલાલ જૈન રાજકોટ
૬૦ દીપક મોહનલાલ જૈન ચિત્તલ ૮૯ હસમુખ નરભેરામ જૈન ઢસા
૬૧ મનીષ પ્રવીણચંદ જૈન ભાવનગર ૯૦ નરેન્દ્ર ચત્રભુજ જૈન અમરાવતી

PDF/HTML Page 49 of 55
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
સભ્ય
નંબર
નામ ગામ સભ્ય
નંબર
નામ ગામ
૯૧ શૈલા રીખબદાસ જૈન ધોડનદી ૧૨૦ ઉલ્લાસ મનસુખલાલ જૈન મુંબઈ
૯૨ કનૈયાલાલ ગોપાલજી જૈન ધોડનદી ૧૨૧ વિનોદ અમૃતલાલ જૈન પ્રાંતિજ
૯૩ જયંતિલાલ કાંતિલાલ જૈન જાદર ૧૨૨ દિલીપ વૃજલાલ જૈન વાંકાનેર
૯૪ મુકુંદચંદ્ર કાંતિલાલ જૈન ” ૧૨૩ સતીશ વૃજલાલ જૈન
૯પ ભાનુબેન ડાહ્યાલાલ જૈન ” ૧૨૪ અશોક ઈશ્વરચંદ જૈન સનાવદ
૯૬ શકુન્તલા ડાહ્યાલાલ જૈન ” ૧૨પ પુષ્પેન્દ્ર મદનલાલ જૈન ઉદયપુર
૯૭ કનૈયાલાલ એન. જૈન ધોડનદી ૧૨૬ દિલીપ ડાહ્યાલાલ જૈન ઈડર
૯૮ પ્રવીણા જૈન (સરનામું લખો) અમદાવાદ ૧૨૭ ઈંદિરા ડાહ્યાલાલ જૈન
૯૯ ઉમેશ જૈન (”) ” ૧૨૮ નિરંજન શાંતિલાલ જૈન કલકત્તા
૧૦૦ દિલીપ જૈન (”) ” ૧૨૯ અશ્વિન જયંતિલાલ જૈન સાન્તાક્રુઝ
૧૦૧ હસમુખ જૈન (”) ” ૧૩૦ જ્યોતિ ચીમનલાલ જૈન મુંબઈ–૩
૧૦૨ પ્રફુલા જૈન (”) ” ૧૩૧ ચીનુભાઈ બાલચંદ ” વિલાપાર્લા
૧૦૩ કિરણ જૈન (”) ” ૧૩૧ ભારતી મનહરલાલ જૈન બેંગલોર
૧૦૪ પારસ જૈન (સરનામું લખો) ” ૧૩૩ કુમારી માલતી જૈન (કયું ગામ!)
૧૦પ પ્રજ્ઞા ચંપકલાલ જૈન મુંબઈ–૨ ૧૩૪ ભરત બાબુલાલ જૈન મોટામીયાં
માંગરોળ
૧૦૬ દક્ષા કાંતિલાલ જૈન મુંબઈ–૬૪ ૧૩પ ભરતેષ ચંદ્રકાંત જૈન ચેમ્બુર
૧૦૭ ઉષા કાંતિલાલ જૈન મુંબઈ–૬૪ ૧૩૬ દિનેશ રતિલાલ જૈન વદરાડ
૧૦૮ અંશુમાન ચંદ્રકાંત જૈન મુંબઈ–૬૨ ૧૩૭ શાનબાળા વૃજલાલ ” જલગાંવ
૧૦૯ ભામાશા ચંદ્રકાંત જૈન મુંબઈ–૬૨ ૧૩૮ મહેશ જેવંતલાલ જૈન મોરબી
૧૧૦ કીર્તિકુમાર પ્રીતમલાલ જૈન ભરૂચ ૧૩૯ પ્રકાશ જેવંતલાલ જૈન
૧૧૧ દિનેશ જેઠાલાલ જૈન મુંબઈ–૨ ૧૪૦ પ્રવીણા જેવંતલાલ જૈન
૧૧૨ સુધા જગજીવન જૈન ગઢડા ૧૪૧ દિનેશ કેશવલાલ જૈન અમદાવાદ
૧૧૩ વર્ષા ભગવાનદાસ જૈન ” ૧૪૨ ઈલા કાંતિલાલ જૈન વિલાપાર્લા
૧૧૪ શીલા પ્રભુદાસ જૈન ” ૧૪૩ વનિતા ગુલાબચંદ જૈન જામનગર
૧૧પ નયના ભીખાલાલ જૈન ” ૧૪૪ અકલંક મણિલાલ જૈન સાબલી
૧૧૬ વિજય લહેરચંદ જૈન સાવરકુંડલા ૧૪પ કિશનલાલ રમણિકલાલ જૈન રાજકોટ
૧૧૭ દીપક શાંતિલાલ જૈન દિલ્હી ૧૪૬ હર્ષદ પ્રભુદાસ જૈન સોનગઢ
૧૧૮ રાજેન્દ્ર શાંતિલાલ જૈન કલકત્તા ૧૪૭ વીણા પ્રભુદાસ જૈન
૧૧૯ રાજેન્દ્ર ત્રંબકલાલ જૈન લોણંદ ૧૪૮ સુમનબેન ધનસુખલાલ જૈન રાનકુવા

PDF/HTML Page 50 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૫ :
સભ્ય
નંબર નામ ગામ સભ્ય નંબર નામ ગામ
૧૪૯ માનકુંવર અંબાલાલ જૈન ઉદયપુર ૧૬૮ જયેશ પોપટલાલ જૈન લીંબડી
૧પ૦ ગિરીશ ચંપકલાલ જૈન સુરેન્દ્રનગર ૧૬૯ લલિત અમુલખભાઈ” જોરાવરનગર
૧પ૧ રાજકુમાર રમેશચંદ જૈન ઈંદોર ૧૭૦ સુરેન્દ્ર નેમચંદ” સાવરકુંડલા
૧પ૨ કમલેશ વછરાજ જૈન રાજકોટ ૧૭૧ રાજેન્દ્ર નેમચંદ” સાવરકુંડલા
૧પ૩ પવનકુમાર જૈન સનાવદ ૧૭૨ અરૂણ વૃજલાલ” જામનગર
૧પ૪ કુમારી બાલા” ” ૧૭૩ ઈન્દ્રવદન કેશવલાલ જૈન માલાવાડા
૧પપ દીપક ચંદુલાલ ” રાજકોટ ૧૭૪ રૂપા ધરમચંદ જૈન જમશેદપુર
૧પ૬ પ્રિયવદન ચંદુલાલ જૈન સોનગઢ ૧૭પ નીલા છબીલદાસ જૈન રાજકોટ
૧પ૭ જ્યોતિ ચંદુલાલ જૈન ” ૧૭૬ સોકતભાઈ એસ. વોરા રાજકોટ
૧પ૮ સુધીર ચંદુલાલ જૈન ” ૧૭૭ પ્રકાશ સવાઈલાલ જૈન ઘાટકોપર
૧પ૯ નિતીન ચંદુલાલ જૈન ભાવનગર ૧૭૮ अरविंद मोहनलाल जैन કલકત્તા
૧૬૦ કાર્તિક ચંદુલાલ જૈન ” ૧૭૯ ભરત નાગરદાસ ”
૧૬૧ યોગેશ રમણલાલ જૈન ” ૧૮૦ ચેતના સોમચંદ જૈન જામનગર
૧૬૨ સુભાષ જયંતિલાલ જૈન વલસાડ ૧૮૧ મહેન્દ્ર હંસરાજ” સોનગઢ
૧૬૩ જમ્બુકુમાર જૈન કોટા ૧૮૨ કીર્તિકુમાર ભોગીલાલ” બડોલી
૧૬૪ શરદ મનમોહનદાસ જૈન ઘાટકોપર ૧૮૩ પદ્માબેન ભોગીલાલ ”
૧૬પ મીના ઉમેદરાય જૈન સોનગઢ ૧૮૪ छगनराज इन्दरमल जैन मद्रास
૧૬૬ અક્ષય વૃજલાલ” મુંબઈ–૨૨ ૧૮પ મુકેશ વસંતરાય” જેતપુર
૧૬૭ અતુલ ડાહ્યાલાલ સાબલી
(જગ્યા ઓછી રોકાય તે હિસાબે બાળકોના ટૂંકા નામો લખેલ છે. કેટલાક
બાળકોમાં નામ પાછળથી આવ્યા છે. તે આવતા અંકમાં આપીશું, જે બાળકોએ નામ ન
મોકલ્યા હોય તેઓ હજી પણ મોકલી શકે છે.)

PDF/HTML Page 51 of 55
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં હાલમાં પં. શ્રી
દૌલતરામજી રચિત છહ ઢાળા વંચાય છે. બપોરે પરમાત્મપ્રકાશ વંચાય છે. સમયસાર–
કલશટીકા ઉપરનાં પ્રવચનો પૂર્ણ થતાં છહઢાળા શરૂ કરેલ છે. કળશટીકા ઉપર કૂલ..२८
પ્રવચનોદ્વારા અધ્યાત્મરસનું અલૌકિક અમૃત ગુરુદેવે મુમુક્ષુઓને પીવડાવ્યું. આ
કળશટીકાનું ગુજરાતી ભાષાંતર પણ (૪૪૦૦ પ્રત) થોડા વખતમાં છપાવી, શરૂ થશે.
હિંદીમાં પણ તેની બીજી આવૃત્તિ (૩૩૦૦ પ્રત) થોડા વખતમાં છપાશે.
જામનગરમાં મુરબ્બી શ્રી વીરજીભાઈ (૯૬ વર્ષની ઉંમર) પથારીવશ હોવાથી
તેમને ગુરુદેવના દર્શનની ખાસ ઉત્કંઠા જાગી, ને જોગાનુજોગ એ દિવસે ગુરુદેવને
વીરજીભાઈ સંબંધી સ્વપ્ન આવ્યું; વીરજીભાઈ તરફથી ગુરુદેવને જામનગર પધારી
દર્શન દેવાની વિનતિ થતાં ગુરુદેવ ચાર દિવસ જામનગર પધારેલા. ગુરુદેવના દર્શનથી
વીરજીભાઈને ઘણી પ્રસન્નતા થઈ. જામનગર તેમજ ચેલાગામના ઘણા ભાઈઓએ
ગુરુદેવનો લાભ લીધો. જામનગર જતાં વચ્ચે રાજકોટ મુકામે માનસ્તંભ તથા
સમવસરણના દર્શનથી ગુરુદેવે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પોષ વદ છઠ્ઠે ગુરુદેવ સોનગઢ
પધાર્યા.
બાહુબલી મહામસ્તકાભિષેક..આવતા વર્ષે
શ્રવણબેલગોલા (મૈસુર પ્રાન્ત) માં ઈન્દ્રગિરિ પહાડીમાં શ્રી બાહુબલી
ભગવાનના અતિ ઉન્નત ધ્યાનમય વીતરાગ પ્રતીમા કોતરેલા છે. અમુક અમુક વર્ષે આ
પ્રતિમાજીનો મહા મસ્તકાભિષેક થાય છે; છેલ્લે મહાભિષેક ઈ. સ. ૧૯પ૩ ના માર્ચ
માસમાં થયો હતો..તે વખતે દક્ષિણમાં જનારા હજારો યાત્રિકો સોનગઢ પણ આવ્યા
હતા, ને સોનગઢમાં માનસ્તંભ–પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ચાલતી હતી. ત્યાર પછી
આ વર્ષે માર્ચ માસમાં બાહુબલી ભગવાનનો મહાઅભિષેક થવાનો હતો, પરંતુ દેશની
પરિસ્થિતિ વશ તે અભિષેક આગામી વર્ષ ઉપર મુલતવી રાખેલ છે.
બાહુબલીસ્વામીની પ્રતિમાજી એટલા ઉન્નત છે કે ચાલુ દિવસોમાં નીચે ઊભા ઊભા
તેમના ગોઠણ સુધીનો પણ અભિષેક થઈ શકતો નથી. ટચલી આંગળી દસ ઈંચ લાંબી છે
ને પગનો અંગૂઠો ચાર ફૂટનો છે. કૂલ ઊંચાઈ પ૭ ફૂટ છે. પ્રતિમાજીનો મસ્તકાભિષેક

PDF/HTML Page 52 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૭ :
કરવા માટે મોટો મંચ બાંધવો પડે છે ને બીજી ઘણી તૈયારીઓ કરવી પડે છે.
ભારતભરમાંથી લાખો યાત્રિકો આ મહાઅભિષેક જોવા આવે છે; તે વખતે તો ભારતનો
ઉત્તર છેડો ને દક્ષિણ છેડો–એ બંને છેડા યાત્રિકોની હારમાળાથી જોડાઈ જાય છે.
આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં (ઈ. સન ૧૩૯૮માં) આ બાહુબલી
ભગવાનનો મહામસ્તકાભિષેક થવાનો શિલાલેખમાં ઉલ્લેખ છે ને ત્યાર પહેલાં એવા
સાત મહા અભિષેક થઈ ગયેલા. ત્યાર પછી બીજા ૧૩ મહાઅભિષેક ઈ. સ. ૧૯પ૩
સુધીમાં થયા. આ અભિષેકમાં મેસુર નરેશ પણ ભક્તિપૂર્વક ઉપસ્થિત રહે છે.
ઈ. સન. ૧૯૪૦ના મહા મસ્તકઅભિષેક વખતે ૧૦૦૮ કળશ નીચે મુજબ હતા:–
પ૧ સુવર્ણ કલશ. ૩૦૦ રજત કલશ. ૩૦૦ જર્મન સીલ્વર ૩પ૭ પીતળના કળશ
પ્રથમ સુવર્ણ કળશ ફલટના શેઠ કેવલચંદ ઉગરચંદજીએ રૂા. ૮૦૦૧) માં લીધો હતો; સર
શેઠ હુકમીચંદજી (ઈન્દોર) ના ભાગે સાતમો કળશ રૂા. ૨૧૦૦ ની બોલીમાં આવ્યો હતો.
૧૧૦૦રૂા. માં કળશની બોલી બોલનારા ૧૩ મહાનુભાવોમાં એક કલકત્તાના
તુલારામજી નથમલજી પણ હતા. કળશની ઉછામણીમાં કૂલ આવક રૂા. ૭૭૧૯૩ થયા
હતા. (પચીસ વર્ષ પહેલાનાં જમાનામાં) અને લગભગ પાંચ લાખ જેટલા યાત્રિકોએ
તે વખતે લાભ લીધો હતો. જવાહરલાલ નહેરુ અને અનેક અંગ્રજોએ પણ આ
પ્રતિમાની અદ્ભુતતા દેખીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ગુરુદેવે સંઘસહિત બે વખત યાત્રા
કરી છે. બીજી ઘણી ઘણી આનંદકારી માહિતી કોઈવાર પ્રગટ કરીશું.
ભગવાન મહાવીરનો અઢીહજારમો નિર્વાણ ઉત્સવ
આજથી ૨૪૯૨ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર
પરમાત્મા વિચરી રહ્યા હતા ને દિવ્યધ્વનિવડે ભવ્ય જીવોને મોક્ષમાર્ગ દેખાડતા
હતા..ભવ્યજીવોને મોક્ષમાર્ગ દેખાડીને પ્રભુજી પાવાપુરીથી મોક્ષ પધાર્યા..એને અત્યારે
૨૪૯૨ વર્ષ થયા..આઠ વર્ષ પછી એને અઢી હજાર (૨પ૦૦) વર્ષ થશે. પ્રભુએ
બતાવેલા મોક્ષમાર્ગનો મંગલ પ્રવાહ સંતજનોની પરંપરાથી અત્યારે પણ આ
ભરતક્ષેત્રમાં વહી રહ્યો છે ને ઠેઠ પંચમકાળના અંતસુધી (એટલે કે હજી ૧૮પ૦૦ વર્ષ
સુધી) એ માર્ગ ચાલ્યા કરશે. આવા મોક્ષમાર્ગપ્રદર્શક પ્રભુના મોક્ષનો દિવસ દીપાવલી
તરીકે ઉજવીને ભારતના જૈનો તેમને યાદ તો કરે જ છે. , પરંતુ આઠ વર્ષ પછી જ્યારે
૨પ૦૦ (અઢીહજાર) મો નિર્વાણદિવસ આવશે ત્યારે તે ભારતનો એક અપૂર્વ મહોત્સવ
હશે...ભારતના ખુણેખુણે ત્યારે મહાવીરના નાદ ગૂંજતા હશે. એ મહાન પ્રસંગ માટે

PDF/HTML Page 53 of 55
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
અત્યારથી જૈનસમાજ જાગૃત બન્યો છે...આપણે પણ ‘જાગૃત’ બનીએ ને પ્રભુએ જે
પંથ બતાવ્યો તે પંથે ઝડપી પ્રયાણ કરીને આઠ વર્ષમાં તો જેટલા બને તેટલા મહાવીર
ભગવાનની વધુમાં વધુ નજીક પહોંચી જોઈએ. (–સં)
તીર્થની સ્થાપના
ઉદયપુરમાં તીર્થરાજ શ્રી સમ્મેદશિખરજીની પ્રતિમૂર્તિ કરાવીને, તા. પ–૧૨–૬પ
ના રોજ તેની વેદીપ્રતિષ્ઠા કરવામાં આવી છે.
ગતવર્ષના (સં. ૨૦૨૧) ના કારતક માસના “આત્મધર્મ” ના અંકો (અંક નં.
૨પ૩) ની લગભગ પચાસ નકલની આત્મધર્મ કાર્યાલયને જરૂર છે; તો જેઓ ફાઈલ
ન કરતા હોય ને તે અંક આપી શકે તેમ હોય તેઓ આત્મધર્મ કાર્યાલય, સોનગઢ
(સૌરાષ્ટ્ર) એ સરનામે તે અંક મોકલી આપે એવી વિનતિ છે. તેના બદલામાં તેમને
સીમંધરભગવાનનો એક નાનો ફોટો મોકલવામાં આવશે.
વૈરાગ્ય સમાચાર
(નોંધ: જે સમાચારો સંપાદનવિભાગમાં લેખિત મળ્‌યા હોય તેને જ આ
વિભાગમાં સ્થાન અપાય છે. મૌખિકવાતને કે મોડા મળેલા સમાચારને સ્થાન અપાતું
નથી.)
*
ફતેપુરના ભાઈશ્રી અમૃતલાલ લલ્લુભાઈ શાહ તા. ૧૬–૧૨–૬પ ના રોજ ૪પ
વર્ષની ઉમરે જીપના અકસ્માતમાં સ્વર્ગવાસ પામી ગયા; તેઓ સોનગઢ
શિક્ષણવર્ગમાં આવેલ હતા.
* શ્રી અગરસીંગ શીવુજી રાઠો (સુરેન્દ્રનગર) તેઓ ગત માસમાં સ્વર્ગવાસ
પામ્યા છે. તેઓ કોન્ટ્રાકટર હતા ને જામનગરનું ભવ્ય જિનાલય બાંધવામાં
તેમણે ઉત્સાહથી ભાગ લીધો હતો...
* ઘાટકોપરના ભાઈશ્રી ગુલાબચંદ ભગવાનજી મેઘાણીના માતુશ્રી શીવબેન તા.
૧૦–૧૨–૬પ ના રોજ ૭પ વર્ષની વયે સ્વર્ગવાસ પામી ગયા, તેઓ ગતવર્ષ
રાજકોટ પ્રતિષ્ઠા મહોત્સવમાં તથા સોનગઢ પણ આવેલા.
* ગઢડાના ભાઈશ્રી લાલચંદ ગોવિંદજી અજમેરા તા. ૧૬–૧૨–૬પ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા. (બ્ર. ગુલાબચંદભાઈના તેઓ કુંટુંબી થાય)
* સ્વર્ગસ્થ આત્માઓ ધર્મસંસ્કારવડે આત્મહિત પામો–એમ ઈચ્છીએ છીએ; અને
ભાવના ભાવીએ છીએ કે આ ક્ષણભંગુર જીવનની અત્યંત કિંમતી પળો
સત્સંગમાં આત્મહિત માટે જ વીતો.

PDF/HTML Page 54 of 55
single page version

background image
વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જલના તરંગ;
પુરંદરી–ચાપ અનંગ–રંગ શું રાચિયે જ્યાં ક્ષણનો પ્રસંગ!
રાજા રાણા છત્રપતિ હાથિનકે અસવાર,
સબકો મરના એકદિન અપની અપની બાર.
શાસ્ત્રીજીના ઉદ્ગાર: “जो मार्ग जो रास्ता अहिंसा और शांतिका,
चरित्रका, नैतिकताका आप दिखाते है उस पर यदि हम चलेंगे तो
उसमें हमारा भी भला होगा, समाजका भी होगा व देशका भी होगा।
(મુંબઈ તા. ૧૪–૧૨–૬૪)

PDF/HTML Page 55 of 55
single page version

background image
Atmadharma Regd. No. 182
પ્રા...સં...ગિ...ક
(સંપાદકીય) जगदस्थिरम્”
તા. ૧૧ ને મંગળવારનો દિવસ...ત્યારે તો આખો ભારત દેશ જાણે વૈરાગ્યના
વાતાવરણથી છવાઈ ગયો હતો. લોકોને ક્્યાંય ચેન પડતું ન હતું...સર્વત્ર ઉદાસ–ઉદાસ
વાતાવરણ વડે સંસાર પોતાની અસારતાને પ્રસિદ્ધ કરતો હતો. આપણા ભારતદેશના
વડા પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીનો એકાએક દેહાંત થઈ ગયો!–ભારતમાં નહિ પણ
રશિયાના તાશ્કંદ શહેરમાં; એકલા નહિ પણ મોટા મોટા નવ દાકતરોની વચ્ચે! એમના
દેહાંતના સમાચારથી દેશ અને દુનિયા ખળભળી ઊઠયા. ઉત્તમકાળ હોત તો આ પ્રસંગે
અસાર સંસારથી વિરકત થઈને કેટલાય જીવો મુનિપણાના માર્ગે સિધાવ્યા હોત!
વીતરાગી સન્તોએ સર્વ પ્રસંગે ઉપયોગી વૈરાગ્યનો એક ટૂંકાક્ષરી મહામંત્ર આપ્યો છે
કે जगदस्थिरम्–જગત અસ્થિર છે. આ ટૂંકો મંત્ર આખા જગત પ્રત્યે કેવી ઉદાસીનતા
કરાવે છે! આખુંયે જગત જ્યાં અસ્થિર છે, પરિવર્તનશીલ છે ત્યાં કોનો તું શોચ કરીશ?
અસ્થિરતા ઉપર પગ માંડીને તું ક્્યાં ઊભો રહીશ! સંતો કહે છે–ભાઈ, આવા અસ્થિર
જગત પ્રત્યે તું વિરક્ત થા..વિરક્ત થા....ને અંતરમાં ધુ્રવપણે પ્રાપ્ત એવા કોઈક તત્ત્વને દેખ.
આપણા સમાજને શાસ્ત્રીજીનો વિશેષ પરિચય મુંબઈમાં ઈ. સ. ૧૯૬૪ ના મે
માસની ૧૪ મી તારીખે થયો...કે જ્યારે અભિનંદન ગ્રંથ અર્પણ કરવા માટે આવવાનું
પોતે આપેલું વચન પાળવા તેઓ છેક છેલ્લી ઘડીએ સભામાં એકાએક ઉપસ્થિત
થયા..એમની આર્યવૃત્તિ સૌજન્ય, સ્વતંત્ર વિચારધારા અને ગમે તે પરિસ્થિતિમાં
પોતાના વિચારને અમલમાં મુકવાની દ્રઢતા–એ બધાનો પરિચય એ વખતેય તેમના
ભાષણમાં દેખાતો હતો...અહિંસાના પણ તેઓ પ્રશંસક હતા; દેશોદેશ વચ્ચે લડાઈ ન
થાય ને શાન્ત વાતાવરણ સર્જાય તેના તેઓ ખૂબ જ હિમાયતી હતા, તે માટે જ તેઓ
રશિયા ગયેલા ને પોતાનો પ્રયાસ પૂરો કર્યા બાદ થોડા જ કલાકોમાં તેમનો દેહાંત થઈ
ગયો. એટલી ઝડપથી આ બધું બની ગયું કે સામાન્ય જનતા સૂનમૂન બની ગઈ.
કાળચક્રે ઝડપથી દોડીને જાણે શાસ્ત્રીજીને ઝડપી લીધા..પરંતુ જ્યાં જગત અસ્થિર છે
ત્યાં વૈરાગ્ય સિવાય બીજો શો ઉપાય? અનિત્યતાના આવા ઝડપી બનાવો તે આપણને
ઢંઢોળે છે કે અરે જીવ! જેટલી ઝડપથી કાળ વીત્યો જાય છે તેના કરતાં વધુ ઝડપથી તું
તારું આત્મહિત સાધી લે; સમયની રાહ જોઈને અટક નહિ.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક:– અનંતરાય હરિલાલ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ: ભાવનગર