Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 55
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
જુઓ, આ વસ્તુવિજ્ઞાનના મહા સિદ્ધાંતો! આ ૨૧૧મા કળશમાં ચાર
બોલ વડે ચારે પડખેથી સ્વતંત્રતા સિદ્ધ કરી છે. વિદેશના અજ્ઞાનના ભણતર
પાછળ હેરાન થાય છે એના કરતાં સર્વજ્ઞદેવે કહેલું આ પરમ સત્ય વીતરાગી
વિજ્ઞાન સમજે તો અપૂર્વ કલ્યાણ થાય.
(૧) પરિણામ તે કર્મ; આ એક વાત.
(૨) તે પરિણામ કોનું? કે પરિણામી વસ્તુનું પરિણામ છે, બીજાનું
નહિ. આ બીજો બોલ, તેનો ઘણો વિસ્તાર કર્યો.
હવે આ ત્રીજા બોલમાં કહે છે કે પરિણામી વગર પરિણામ હોય નહિ.
પરિણામી વસ્તુથી જુદા બીજે ક્્યાંય પરિણામ થાય એમ બને નહિ.
પરિણામી–વસ્તુમાં જ તેનાં પરિણામ થાય છે, એટલે પરિણામી વસ્તુ તે કર્તા
છે, તેના વગર કાર્ય હોતું નથી. જુઓ, આમાં નિમિત્ત વગર કાર્ય ન હોય–એમ
ન કહ્યું. નિમિત્ત નિમિત્તમાં રહ્યું, તે કાંઈ આ કાર્યમાં આવી જતું નથી. માટે
નિમિત્ત વિનાનું કાર્ય છે પણ પરિણામી વગરનું કાર્ય હોય નહિ. નિમિત્ત ભલે
હો, પણ તેનું અસ્તિત્વ તે નિમિત્તમાં છે, આમાં તેનું અસ્તિત્વ નથી. પરિણામી
વસ્તુની સત્તામાં જ તેનું કાર્ય થાય છે. આત્મા વિના સમ્યક્ત્વાદિ પરિણામ ન
હોય. પોતાના બધા પરિણામનો આત્મા કર્તા છે, તેના વગર કર્મ ન હોય.
–कर्म
कर्तृशून्यं न भवति। દરેક પદાર્થની અવસ્થા તે તે પદાર્થ વગર હોતી નથી.
સોનું નથી ને ઘરેણાં બની ગયા, વસ્તુ નથી ને અવસ્થા થઈ ગઈ–એમ બને
નહિ. અવસ્થા છે તે ત્રિકાળી વસ્તુને જાહેર કરે છે–પ્રસિદ્ધ કરે છે કે આ
અવસ્થા આ વસ્તુની છે.
જેમકે જડકર્મરૂપે પુદ્ગલો થાય છે, તે કર્મપરિણામ કર્તા વગર ન હોય.
હવે તેનો કર્તા કોણ? કે તે પુદ્ગલ કર્મરૂપે પરિણમનારા રજકણો જ કર્તા છે;
આત્મા તેનો કર્તા નથી.

PDF/HTML Page 22 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૯ :
આત્મા કર્તા થઈને જડક્રર્મને બાંધે–એવું વસ્તુસ્વરૂપમાં નથી.
જડકર્મ આત્માને વિકાર કરાવે–એવું વસ્તુસ્વરૂપમાં નથી.
મંદકષાયના પરિણામ સમ્યક્ત્વનો આધાર થાય એવું વસ્તુસ્વરૂપમાં
નથી.
શુભરાગથી ક્ષાયિક સમ્યક્ત્વ થાય–એવું વસ્તુસ્વરૂપમાં નથી.
છતાં અજ્ઞાની એમ માને છે, એ તો બધા ઊંધા અન્યાય છે, ભાઈ, તારા
એ અન્યાય વસ્તુસ્વરૂપમાં સહન નહિ થાય. વસ્તુસ્વરૂપને વિપરીત માનતાં
તારા આત્માને બહુ દુઃખ થશે,–એમ સન્તોને તો કરુણા આવે છે. સન્તો નથી
ઈચ્છતા કે કોઈ જીવને દુઃખ થાય. જગતમાં બધા જીવો સત્ય સ્વરૂપ સમજે ને
દુઃખથી છૂટીને સુખ પામે એવી ભાવના છે.
ભાઈ! તારા સમ્યગ્દર્શનનું આધાર તારું આત્મદ્રવ્ય છે, શુભરાગ કાંઈ
તેનો આધાર નથી. મંદરાગ તે કર્તા ને સમ્યગ્દર્શન તેનું કાર્ય–એમ ત્રણ કાળમાં
નથી. વસ્તુનું જે સ્વરૂપ છે તે ત્રણ કાળમાં આઘુંપાછું નહિ ફરે. કોઈ જીવ
અજ્ઞાનથી એને વિપરીત માને તેથી કાંઈ સત્ય ફરી ન જાય. કોઈ સમજે કે ન
સમજે, સત્ય તો સદા સત્યરૂપે જ રહેશે, તે કદી ફરશે નહિ. જેમ છે તેમ તેને જે
સમજશે તે પોતાનું કલ્યાણ કરી જશે. ને ન સમજે એની શી વાત? એ તો
સંસારમાં રખડી જ રહ્યા છે.
‘જુઓ, વાણી સાંભળી માટે જ્ઞાન થાય છે ને! પણ સોનગઢવાળા ના
પાડે છે કે વાણીના આધારે જ્ઞાન ન થાય’ એમ કહીને કેટલાક કટાક્ષ કરે છે;
પણ બાપુ, એ તો વસ્તુસ્વરૂપ છે. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા પણ
દિવ્યધ્વનિમાં એમ જ કહે છે કે જ્ઞાન આત્માના આશ્રયે થાય છે, જ્ઞાન તે
આત્માનું કાર્ય છે. દિવ્યધ્વનિના પરમાણુનું તે કાર્ય નથી. જ્ઞાનકાર્યનો કર્તા
આત્મા છે,–નહિ કે વાણીના રજકણો જે પદાર્થના જે ગુણનું જે વર્તમાન હોય
તે બીજા પદાર્થના કે બીજા ગુણના આશ્રયે હોતું નથી. તેનો કર્તા

PDF/HTML Page 23 of 55
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
કોણ? કે વસ્તુ પોતે, કર્તા અને તેનું કાર્ય બંને એકજ વસ્તુમાં હોવાનો નિયમ
છે, તે ભિન્ન વસ્તુમાં હોતાં નથી.
આ લાકડી ઊંચી થઈ તે કાર્ય; તે કોનું કાર્ય? કે કર્તાનું કાર્ય; કર્તા વગર
કાર્ય ન હોય. કર્તા કોણ? લાકડીની આ અવસ્થાના કર્તા લાકડીના રજકણો
જ છે. આ હાથ, આંગળી કે ઈચ્છા તેનો કર્તા નથી.
હવે અંદરનું સૂક્ષ્મ દ્રષ્ટાંત લઈએ; કોઈ આત્મામાં ઈચ્છા અને
સમ્યગ્જ્ઞાન બંને પરિણામ વર્તે છે; ત્યાં ઈચ્છાના આધારે સમ્યગ્જ્ઞાન નથી.
ઈચ્છા તે સમ્યગ્જ્ઞાનની કર્તા નથી. આત્મા જ કર્તા થઈને તે કાર્યને કરે છે.
કર્તા વગરનું કર્મ નથી ને બીજો કોઈ કર્તા નથી, એટલે જીવકર્તા વડે જ્ઞાનકાર્ય
થાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના બધા કાર્યોમાં તે તે પદાર્થનું જ કર્તાપણું છે
એમ સમજી લેવું.
જુઓ, ભાઈ! આ તો સર્વજ્ઞ ભગવાનના ઘરની વાત છે.....મહા
કલ્યાણની વાત છે, તે સાંભળીને રાજી થવા જેવું છે. અહા! સન્તોએ
વસ્તુસ્વરૂપ સમજાવીને માર્ગ સ્પષ્ટ કરી દીધો. સંતોએ બધો માર્ગ સહેલો ને
સીધોસટ કરી દીધો, તેમાં વચ્યે ક્્યાંય અટકવાપણું નથી. પરથી છૂટું આવું
સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજે તો મોક્ષ થઈ જાય. બહારથી તેમજ અંદરથી આવું
ભેદજ્ઞાન સમજતાં મોક્ષ તો હથેળીમાં આવી જાય છે. હું પરથી તો છૂટો ને
મારામાં એક ગુણનું કાર્ય બીજા ગુણથી નહિ–આ મહાસિદ્ધાંત સમજતાં
સ્વાશ્રયભાવે અપૂર્વ કલ્યાણ પ્રગટે છે.
કર્મ તેના કર્તા વગર હોતું નથી–એ વાત ત્રીજા બોલમાં કરી; ને ચોથા
બોલમાં કર્તાની (–વસ્તુની) સ્થિતિ સદાય એકસરખી હોતી નથી પણ નવા
નવા પરિણામરૂપે તે બદલ્યા કરે છે–એ વાત કહેશે. દર વખતે પ્રવચનમાં આ
ચોથા બોલનો વિશેષ વિસ્તાર થાય છે, આ વખતે બીજા બોલનો વિશેષ
વિસ્તાર આવ્યો.

PDF/HTML Page 24 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૧ :
કર્તા વગર કાર્ય હોતું નથી એ સિદ્ધાંત છે; ત્યાં કોઈ કહે કે આ જગત તે
કાર્ય છે ને ઈશ્વર તેનો કર્તા છે તો એ વાત વસ્તુસ્વરૂપની નથી. દરેક વસ્તુ
પોતે જ પોતાની પર્યાયનો ઈશ્વર છે, ને તે જ કર્તા છે, એનાથી ભિન્ન બીજો
કોઈ ઈશ્વર કે બીજો કોઈ પદાર્થ કર્તા નથી. પર્યાય તે કાર્ય ને પદાર્થ તેનો કર્તા.
કર્તા વગર કાર્ય નથી, ને બીજો કોઈ કર્તા નથી.
કોઈપણ અવસ્થા થાય–શુદ્ધઅવસ્થા, વિકારી અવસ્થા કે જડ અવસ્થા–
તેનો કર્તા ન હોય એમ બને નહિ, તેમજ બીજો કોઈકર્તા હોય–એમ પણ ન
બને.
–તો શું ભગવાન તેના કર્તા છે?
–હા, ભગવાન કર્તા ખરા, પણ ક્યાં ભગવાન? કોઈ બીજા ભગવાન
નહિ પણ આ આત્મા પોતે ભગવાન છે તે જ કર્તા થઈને પોતાના શુદ્ધ અશુદ્ધ
પરિણામને કરે છે. જડના પરિણામને જડપદાર્થ કરે છે. એના ભગવાન એ.
દરેક વસ્તુ પોતપોતાની અવસ્થાને રચનાર ઈશ્વર છે.
સંયોગ વગર અવસ્થા ન થાય–એમ નહિ, પરંતુ વસ્તુ પરિણમ્યા વગર
અવસ્થા ન થાય–એ સિદ્ધાંત છે. પોતાની પર્યાયના કર્તૃત્વનો અધિકાર વસ્તુનો
પોતાનો છે, પરનો તેમાં અધિકાર નથી.
ઈચ્છારૂપી કાર્ય થયું તો તેનો કર્તા આત્મદ્રવ્ય છે.
તે વખતે તેનું જ્ઞાન થયું, તે જ્ઞાનનો કર્તા આત્મદ્રવ્ય છે.
પૂર્વની પર્યાયમાં તીવ્ર રાગ હતો માટે વર્તમાનમાં રાગ થયો–એમ પૂર્વ
પર્યાયમાં આ પર્યાયનું કર્તાપણું નથી. વર્તમાનમાં આત્મા તેવા ભાવરૂપે
પરિણમીને પોતે કર્તા થયો છે. એ જ રીતે જ્ઞાનપરિણામ, શ્રદ્ધાપરિણામ,
આનંદપરિણામ, તે બધાનો કર્તા આત્મા છે. પર તો નહિ, પૂર્વના પરિણામ

PDF/HTML Page 25 of 55
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
તો નહિ તેમ જ વર્તમાન તેની સાથે વર્તતા બીજા પરિણામ પણ કર્તા નહિ,
આત્મદ્રવ્ય પોતે કર્તા છે. શાસ્ત્રમાં પૂર્વ પર્યાયને કોઈવાર ઉપાદાન કહે છે, તે
તો પૂર્વ–પછીની સંધિ બતાવવા માટે કહ્યું છે. પણ પર્યાયનું કર્તા તો તે વખતે
વર્તતું દ્રવ્ય છે, તે જ પરિણામી થઈને કાર્યરૂપે પરિણમ્યું છે. જે સમયે
સમ્યગ્દર્શન–પર્યાય થઈ તે સમયે તેનો કર્તા આત્મા જ છે. પૂર્વની ઈચ્છા,
વીતરાગની વાણી કે શાસ્ત્ર–તે કોઈ ખરેખર આ સમ્યગ્દર્શન કર્તા નથી.
એ જ રીતે જ્ઞાનકાર્યનો કર્તા પણ આત્મા જ છે. ઈચ્છાનું જ્ઞાન થયું,–ત્યાં
તે જ્ઞાન કાંઈ ઈચ્છાનું કાર્ય નથી, ને ઈચ્છા તે જ્ઞાનનું કાર્ય નથી. બંને
પરિણામ એક જ વસ્તુના હોવા છતાં તેમને કર્તા–કર્મપણું નથી. કર્તા તો
પરિણામી વસ્તુ છે.
પુદ્ગલમાં ખાટી ખારી અવસ્થા હતી ને જ્ઞાને તે પ્રમાણે જાણ્યું. ત્યા
ખાટું–ખારું તે પુદ્ગલના પરિણામ છે, ને પુદ્ગલો તેના કર્તા છે; તે સંબંધી જે
જ્ઞાન થયું તેનો કર્તા આત્મા છે, તે જ્ઞાનનો કર્તા ખાટી–ખારી અવસ્થા નથી.
કેટલી સ્વતંત્રતા!! એ જ રીતે શરીરમાં રોગાદિ જે કાર્ય થાય તેના કર્તા તે
પુદ્ગલો છે, આત્મા નહિ; ને તે શરીરની હાલતનું જે જ્ઞાન થયું તેનો કર્તા
આત્મા છે. આત્મા કર્તા થઈને જ્ઞાનપરિણામને કરે છે પણ શરીરની
અવસ્થાને તે કરતો નથી.
આ તો પરમેશ્વર થવા માટે પરમેશ્વરના ઘરની વાત છે. પરમેશ્વર
સર્વજ્ઞદેવે કહેલું આ વસ્તુસ્વરૂપ છે.
જગતમાં ચેતન કે જડ અનંત પદાર્થો અનંતપણે કાયમ ટકીને
પોતપોતાના વર્તમાનકાર્યને કરે છે. એકેક પરમાણુમાં સ્પર્શ–રંગ વગેરે
અનંતગુણો; સ્પર્શની ચીકણી વગેરે અવસ્થા, રંગની કાળી વગેરે અવસ્થા, તે
તે અવસ્થાનું કર્તા પરમાણુદ્રવ્ય છે; ચીકણી અવસ્થા તે કાળી અવસ્થાની કર્તા
નથી.
એ રીતે આત્મામાં–દરેક આત્મામાં અનંત ગુણો; જ્ઞાનમાં
કેવળજ્ઞાનપર્યાયરૂપ કાર્ય થયું, આનંદમાં પૂર્ણ આનંદ પ્રગટ્યો; તેનો કર્તા
આત્મા પોતે છે. મનુષ્ય–

PDF/HTML Page 26 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૩ :
દેહ કે મજબુત સંકલનના કારણે તે કાર્ય થયું–એમ નથી, પૂર્વની મોક્ષમાર્ગ
પર્યાયના આધારે તે કાર્ય થયું એમ નથી, જ્ઞાન ને આનંદના પરિણામ
એકબીજાના આશ્રયે પણ નથી, દ્રવ્ય જ પરિણમીને તે કાર્યનું કર્તા થયું છે.
ભગવાન આત્મા પોતે જ પોતાના કેવળજ્ઞાનાદિ કાર્યનો કર્તા છે, કોઈ બીજો
નહિ. આ ત્રીજો બોલ થયો.
(૪) વસ્તુની સદા એકરૂપે સ્થિતિ રહેતી નથી
સર્વજ્ઞદેવે જોયેલ વસ્તુનું સ્વરૂપ એવું છે કે તે કાયમ ટકીને ક્ષણે ક્ષણે
નવી અવસ્થારૂપે પરિણમ્યા કરે. અવસ્થા બદલ્યા વગર એમ ને એમ કૂટસ્થ
જ રહે–એવું વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુ દ્રવ્ય–પર્યાયસ્વરૂપ છે, એટલે એમાં
સર્વથા એકલું નિત્યપણું નથી, પર્યાયથી પલટાવાપણું પણ છે. વસ્તુ પોતે જ
પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવે–એમ નથી. નવી નવી
પર્યાયરૂપે થવું તે વસ્તુનો પોતાનો સ્વભાવ છે, તો બીજો તેને શું કરે? આ
સંયોગોને કારણે આ પર્યાય થઈ–એમ સંયોગને લીધે જે પર્યાય માને છે તેણે
વસ્તુના પરિણમન સ્વભાવને જાણ્યો નથી. ભાઈ, તું સંયોગથી ન જો, વસ્તુના
સ્વભાવને જો. વસ્તુનો સ્વભાવ જ એવો છે કે તે કાયમ એકરૂપે ન રહે.
દ્રવ્યપણે એકરૂપ રહે પણ પર્યાયપણે એકરૂપે ન રહે, પલટાયા જ કરે–એવું
વસ્તુનું સ્વરૂપ છે.
આ ચાર બોલથી એમ સમજાવ્યું કે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ
કાર્યની કર્તા છે,–આ ચોક્કસ સિદ્ધાન્ત છે.
આ પુસ્તકનું પાનું પહેલાં આમ હતું ને પછી ફર્યું, ત્યા હાથ અડયો માટે
તે ફર્યું એમ નથી; પણ તે પાનાનાં રજકણોમાં જ એવો સ્વભાવ છે કે સદા
એકરૂપે તેની સ્થિતિ ન રહે, તેની હાલત બદલાયા જ કરે. તેથી તે સ્વયં પહેલી
અવસ્થા છોડીને બીજી અવસ્થારૂપ થયા છે, બીજાને લીધે નહિ. વસ્તુમાં ભિન્ન
ભિન્ન અવસ્થા થયા જ કરે છે; ત્યાં સંયોગને કારણે તે ભિન્ન અવસ્થા થઈ–
એવો અજ્ઞાનીનો ભ્રમ છે કેમકે તે સંયોગને જ જુએ છે પણ વસ્તુના
સ્વભાવને દેખતો નથી. વસ્તુ પોતે પરિણમન સ્વભાવવાળી છે એટલે એક જ
પર્યાયરૂપે તે રહ્યા

PDF/HTML Page 27 of 55
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
ન કરે;–આવા સ્વભાવને જાણે તો, કોઈ સંયોગથી પોતામાં કે પોતાથી પરમાં
ફેરફાર થવાની બુદ્ધિ છૂટી જાય, ને સ્વદ્રવ્ય સામે જોવાનું રહે, એટલે મોક્ષમાર્ગ
પ્રગટે.
પાણી પહેલાં ઠંડું હતું, ચૂલા ઉપર આવતાં ઊનું થયું, ત્યાં તે રજકણોનો
જ એવો સ્વભાવ છે કે એક અવસ્થારૂપે કાયમ તેની સ્થિતિ ન રહે, તેથી તે
પોતાના સ્વભાવથી જ ઠંડી અવસ્થા છોડીને ઊની અવસ્થારૂપ પરિણમ્યા છે,
આમ સ્વભાવને ન જોતાં, અજ્ઞાની સંયોગને જુએ છે કે અગ્નિ આવી માટે
પાણી ઊનું થયું. અહીં આચાર્યદેવે ચાર બોલથી સ્વતંત્ર વસ્તુસ્વરૂપ સમજાવ્યું
છે, તે સમજે તો ક્્યાંય ભ્રમ ન રહે.
એક સમયમાં ત્રણ કાળ–ત્રણ લોકને જાણનારા સર્વજ્ઞ પરમાત્મા
વીતરાગ તીર્થંકરદેવની દિવ્ય વાણીમાં આવેલું આ તત્ત્વ છે, તે સંતોએ પ્રગટ
કર્યું છે.
બરફના સંયોગથી પાણી ઠંડું થયું ને અગ્નિના સંયોગથી પાણી ઊનું
થયું એમ અજ્ઞાની દેખે છે, પણ પાણીના રજકણમાં જ ઠંડી–ઊની અવસ્થારૂપે
પરિણમવાનો સ્વભાવ છે તેને અજ્ઞાની દેખતો નથી. ભાઈ! અવસ્થાની
એકરૂપે સ્થિતિ ન રહે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ કૂટસ્થ નથી પણ વહેતા
પાણીની માફક દ્રવે છે–પર્યાયને પ્રવહે છે; તે પર્યાયનો પ્રવાહ વસ્તુમાંથી આવે
છે, સંયોગમાંથી નથી આવતો. ભિન્ન પ્રકારના સંયોગને કારણે અવસ્થાની
ભિન્નતા થઈ, કે સંયોગ બદલ્યા માટે અવસ્થા બદલી–એમ અજ્ઞાનીને ભ્રમ
થાય છે, પણ વસ્તુસ્વરૂપ એમ નથી. અહીં ચાર બોલથી વસ્તુનું સ્વરૂપ
એકદમ સ્પષ્ટ કર્યું છે.
૧. પરિણામ તે જ કર્મ છે.
૨. પરિણામી વસ્તુના જ પરિણામ છે, અન્યના નહિ.
૩. તે પરિણામરૂપી કર્મ કર્તા વગરનું હોતું નથી.
૪. વસ્તુની સ્થિતિ એકરૂપે રહેતી નથી.
–માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે. એ સિદ્ધાંત છે.

PDF/HTML Page 28 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૪અ :
આ ચાર બોલમાં તો ઘણું રહસ્ય સમાવી દીધું છે. એનો નિર્ણય કરતાં
ભેદજ્ઞાન થાય, ને દ્રવ્યસન્મુખદ્રષ્ટિથી મોક્ષમાર્ગ પ્રગટે.
પ્રશ્ન:– સંયોગ આવે તે પ્રમાણે અવસ્થા બદલાતી દેખાય છે!
ઉત્તર:– એ સાચું નથી; વસ્તુસ્વભાવને જોતાં એમ દેખાતું નથી, અવસ્થા
બદલવાનો સ્વભાવ વસ્તુનો પોતાનો છે–એમ દેખાય છે. કર્મનો મંદ ઉદય માટે
મંદરાગ ને તીવ્ર ઉદય માટે તીવ્ર રાગ–એમ નથી, અવસ્થા એકરૂપ ન રહે પણ
મંદ–તીવ્રપણે બદલાય એવો સ્વભાવ વસ્તુનો પોતાનો છે, તે કાંઈ પરને લીધે
નથી.
ભગવાન પાસે જઈને પૂજા કરે કે શાસ્ત્ર સાંભળે તે વખતે જુદા
પરિણામ, ને ઘરે જાય ત્યાં જુદા પરિણામ, તો શું સંયોગના કારણે તે
પરિણામ બદલ્યા? ના; વસ્તુ એકરૂપે ન રહેતાં તેના પરિણામ પલટે એવો જ
તેનો સ્વભાવ છે. તે પરિણામનું પલટવું વસ્તુના જ આશ્રયે થાય છે,
સંયોગના આશ્રયે નહિ. આ રીતે વસ્તુ સ્વયં પોતાના પરિણામની કર્તા છે–એ
નિશ્ચિત સિદ્ધાંત છે. આ ચાર બોલના સિદ્ધાન્ત પ્રમાણે વસ્તુસ્વરૂપ સમજે તો
મિથ્યાત્વના મૂળિયા ઊખડી જાય ને પરાશ્રિતબુદ્ધિ છૂટી જાય. આવા
સ્વભાવનું ભાન થતાં વસ્તુ ઉપર લક્ષ જાય છે ને સમ્યગ્જ્ઞાન થાય છે. તે
સમ્યગ્જ્ઞાનપરિણામનો કર્તા આત્મા પોતે છે. પહેલાં અજ્ઞાનપરિણામ પણ
વસ્તુના જ આશ્રયે હતા, ને હવે જ્ઞાનપરિણામ થયા તે પણ વસ્તુના જ
આશ્રયે છે.
મારી પર્યાયનો કર્તા બીજો નહિ, મારું દ્રવ્ય જ પરિણમીને મારી
પર્યાયનું કર્તા છે–એવો નિશ્ચય કરતાં સ્વદ્રવ્ય ઉપર લક્ષ જાય ને ભેદજ્ઞાન તથા
સમ્યક્ત્વ થાય. હવે તે કાળે કાંઈક રાગાદિ પરિણામ રહ્યા તે પણ આત્માનું
પરિણમન હોવાથી આત્માનું કાર્ય છે–એમ ધર્મી જીવ જાણે છે, તે અપેક્ષાએ
વ્યવહારનયને તે કાળે જાણેલો પ્રયોજનવાન કહ્યો છે. ધર્મીને દ્રવ્યનો શુદ્ધ
સ્વભાવ લક્ષમાં આવી ગયો છે એટલે સમ્યક્ત્વાદિ નિશ્ચય કાર્ય થાય છે, ને જે
રાગ

PDF/HTML Page 29 of 55
single page version

background image
: ૨૪બ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
બાકી રહ્યો તેને પણ તે પોતાનું પરિણમન જાણે છે પણ હવે તેની મુખ્યતા
નથી, મુખ્યતા તો સ્વભાવની થઈ ગઈ છે. પહેલાં અજ્ઞાનદશામાં
મિથ્યાત્વાદિ પરિણામ હતા તે પણ સ્વદ્રવ્યના જ આશ્રયે હતા; પણ જ્યારે
નક્કી કર્યું કે મારા પરિણામ મારા દ્રવ્યના જ આશ્રયે થાય છે–ત્યારે તે
જીવને મિથ્યાત્વપરિણામ રહે નહિ, તેને તો સમ્યક્ત્વાદિરૂપ પરિણામ જ
હોય. હવે જે રાગ– પરિણમન સાધકપર્યાયમાં બાકી રહ્યું છે તેમાં જો કે
તેને એકત્વબુદ્ધિ નથી છતાં તે પરિણમન પોતાનું છે–એમ તે જાણે છે.
આવું વ્યવહારનું જ્ઞાન તે કાળે પ્રયોજનવાન છે. સમ્યગ્જ્ઞાન થાય ત્યારે
નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ યથાર્થ જણાય, ત્યારે દ્રવ્ય–પર્યાયનું સ્વરૂપ
જણાય, ત્યારે કર્તાકર્મનું સ્વરૂપ જણાય, ને સ્વદ્રવ્યના લક્ષે મોક્ષમાર્ગરૂપ
કાર્ય પ્રગટે. તેનો કર્તા આત્મા પોતે છે.
આ રીતે આ ૨૧૧ મા કળશમાં આચાર્યદેવે ચાર બોલથી સ્પષ્ટ
કરીને અલૌકિક વસ્તુસ્વરૂપ સમજાવ્યું, તેના ઉપરનું વિવેચન પૂરું થયું.
આત્મધર્મના વિશાળ વાંચક વર્ગમાંથી
મોટા ભાગના વડીલોની એવી ઈચ્છા છે કે, આ
લેખની માફક મોટા અક્ષરોમાં આત્મધર્મ
છપાય તો વાંચવાની સુગમતા રહે. તેમની આ
વ્યાજબી સૂચનાને અનુલક્ષીને શક્્યતા મુજબ
એક કે બે ફોર્મ આવા ટાઈપમાં આપીશું.

PDF/HTML Page 30 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૫ :
વાંચકો સાથે વાતચીત
(હજારો જિજ્ઞાસુઓ આત્મધર્મનું પઠન કરે છે, તેમની સાથે સીધો સંપર્ક રહે અને જિજ્ઞાસુઓ
એકબીજાના વિચારોથી પરિચિત રહે તે હેતુથી આ વિભાગ ચાલુ કરીએ છીએ. જિજ્ઞાસુઓના જે પત્રો આવે છે
તેમાંથી યોગ્ય ભાગ અહીં રજુ કરીશું, તેમજ જિજ્ઞાસુઓના પ્રશ્નોત્તરને પણ યથા અવકાશ સ્થાન આપીશું. બધા
પ્રશ્નોની નહિ પરંતુ આત્મધર્મને માટે યોગ્ય લાગશે તેટલા પ્રશ્નોની જ ચર્ચા આ વિભાગમાં કરશું. –સં.)
શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ શાહ: મલાડ
આત્મધર્મ પ્રત્યે લાગણી વ્યક્ત કરતો છ સૂચનો સહિત આપનો પત્ર મળ્‌યો.
આત્મધર્મના પ્રચાર માટે વાત્સલ્યભાવે સેવા આપવાની ભાવના આપે બતાવી
તે બદલ ધન્યવાદ.
“બાલવિભાગ” ના વિકાસ માટે આપે જે સૂચન કર્યું તે આપણી યોજનામાં છે
જ, અને આવતા અંકથી આપ તે જોઈ શકશો. મુમુક્ષુઓની જિજ્ઞાસુભાવે થતી
ચર્ચા (પ્રશ્નોત્તરી) ને પણ યથાવકાશ સ્થાન અપાય છે.
‘આત્મધર્મ’ ના વિકાસ માટે ‘જાહેર ખબર’ લેવાનો કોઈ પ્રશ્ન નથી, કેમકે
જિજ્ઞાસુ પાઠકો આત્મધર્મને પોતાનું સમજીને તેના વિકાસમાં સંસ્થાને સાથ
આપી જ રહ્યા છે.
આપણું દિ. જૈન મુમુક્ષુ મહામંડળ શ્રી સમ્મેદશિખરજી બાબતમાં રસ લ્યે તે આપે
લખ્યું; તો આ બાબત આપણા સમસ્ત દિ૦ જૈન સમાજ વતી તીર્થક્ષેત્ર કમિટિ
યોગ્ય કારવાઈ કરી જ રહી છે તેમાં આપણો સૌનો સાથ છે, તેમ જ આપણી
સંસ્થાના માનનીય પ્રમુખશ્રી ‘તીર્થક્ષેત્ર કમિટિ’ ના પણ સભ્ય છે. એટલે
કમિટિથી જુદું આપણે કંઈ કરવાનું રહેતું નથી. આપણે સમ્મેદશિખર સંબંધી
યોગ્ય રજુઆત આત્મધર્મમાં અવારનવાર કરતા રહીએ છીએ.
श्री जम्बुकुमारजी जैनः कोटा
बाल बंधु। આપની ભાષા હિન્દી હોવા છતાં આપ નાની ઉમરથી ગુજરાતી
આત્મધર્મમાં પણ રસ લઈ રહ્યા છો, તે બદલ ધન્યવાદ!
બાલવિભાગ માટે આપનું કાવ્ય મળ્‌યું...ભારતના સીમાડે યુદ્ધમાં લડવા જવા
માટેનું કાવ્ય આપે લખી મોકલ્યુંં...પરંતુ ભૈયા! એવું યુદ્ધકાવ્ય આપણા
અધ્યાત્મમાસિકમાં કામ ન આવે. અને હવે તો લડાઈ પણ શાંત થઈ ગઈ! માટે
મોહશત્રુ સામે લડવાની બહાદુરી પ્રગટ કરીને, તેનું કાવ્ય લખી મોકલશો, તો તે
આવકારીશું.

PDF/HTML Page 31 of 55
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
શ્રી ચીમનભાઈ મોદી, : મુંબઈ
ગુરુદેવ પ્રત્યે ભક્તિ કરતાં આ ભાઈ લખે છે કે “આત્મધર્મ અજોડ આવે છે;
ન્યાયો વાંચીને ઘણી વિચારણાઓમાં સુધારા થાય છે, આત્માસન્મુખ પ્રેરણા
થાય છે” આ ઉપરાંત બાલવિભાગ ચાલુ થાય છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો
છે, અને બાલવિભાગના બાળકોને એક કથાપુસ્તક ભેટ આપવાની ભાવના
દર્શાવી છે.–તે બદલ તેમને ધન્યવાદ!
(શ્રી યરલકુમારજી માંડલ)
માંડલથી ત્રણ વર્ષના યરલકુમાર ભાંગ્યાતૂટયા અક્ષરમાં પૂછે છે કે ‘ભગવાન
ક્્યાં છે? યરલકુમારજી! ત્રણ વર્ષની ઉમરમાં તમે ભગવાનનું નામ લેતા શીખ્યા
તે બદલ ધન્યવાદ! તમારા જવાબમાં લખવાનું કે, ભગવાન બે જાતના છે;
અત્યારે તો તમારા ગામમાં જિનમંદિર હોય તો ત્યાં જઈને ભગવાનના
દર્શન કરી આવજો.
ને બીજા ભગવાન તમારી પાસે જ છે,–પણ એ ‘ભગવાન’ ના દર્શન તો તમે
આઠ વર્ષના થઈ જાવ ત્યાર પછી જ થઈ શકે.–માટે ઝટ મોટા થઈ જાવ.
બાલવિભાગના બીજા કેટલાક સભ્યોના પ્રશ્નો આવેલા છે, તેના જવાબો હવે
પછી આપીશું. ઉષાબેન કાન્તિલાલ શાહે જૈનધર્મનું “રામચરિત્ર” લખી મોકલ્યું
છે; તે સારૂં છે, પરંતુ હમણાં તો ઋષભદેવ ભગવાનનું જીવનચારિત્ર શરૂ કરવાનું
છે તેથી રામચરિત્રનું ભવિષ્યમાં વિચારશું.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વૈરાગ્ય સમાચાર: ધારશીભાઈ વીરચંદ પરનાળાવાળા તા. ૧૭–૧–૬૬ ના રોજ રાત્રે
સોનગઢમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. ને સોનગઢ
રહીને સત્સંગનો લાભ લેતા હતા.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વિ વિ ધ વ
ચ ના મૃ ત
સ્થળસંકોચને કારણે આ વિભાગ આ અંકમાં આપી શકાયો નથી.

PDF/HTML Page 32 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૭ :
શરમજનક જન્મોથી હવે બસ થાવ
આ આત્મા અશરીરી ચૈતન્યમૂર્તિ છે, તેણે જડ દેહ ધારણ કરીને જન્મ–મરણમાં
રખડવું પડે એ શરમ છે. એ શરમજનક જન્મો ટાળવા માટે પહેલાં આત્માને અંદરમાં
ધગશ જાગવી જોઈએ...અરે, હું સિદ્ધભગવાન જેવો ચૈતન્યમૂર્તિ આત્મા, ને મારે આવા
અવતાર કરવા પડે–એ શરમ છે! મારો અતીન્દ્રિયઆનંદ મારામાં ને મારે આ જડ
ઢીંગલા જેવી ઈન્દ્રિયોને ધારણ કરી કરીને ભવભવમાં ભટકવું પડે એ–શરમ છે. હવે
આવા અવતારથી બસ થાઓ. મારા ચૈતન્યનિધાનને ખોલીને આ શરમજનક જન્મોનો
અંત કરું.–આમ અંતરમાં મોક્ષાર્થી થઈને જેને આત્માની ખરી જિજ્ઞાસા જાગે તે જીવ
પ્રયત્નપૂર્વક આત્માને જાણીને, તેમાં લીનતાવડે મોક્ષને સાધે છે,–પછી ફરીને દેહ ધારણ
કરતો નથી.
જે ધ્યાવે નિજાત્મને અશુચી દેહથી ભિન્ન,
શરમજનક જન્મો ટળે, ધરે ન દેહ નવીન.
સાચો બંધુ
અનંતજ્ઞાનાદિ યુક્ત સિદ્ધભગવંતો ત્રણલોકના જીવોના બંધુ છે. પરમાત્મપ્રકાશ
ગા. ૨૦૨માં કહે છે કે સિદ્ધપરમેષ્ઠીનું ધ્યાન કરીને ભવ્યજીવો ભવસાગરને તરે છે માટે
સિદ્ધભગવાન ભવ્યજીવોના સાચા બંધુ છે. જે હિતકર હોય તેને બંધુ કહેવાય. પાંચે
પરમેષ્ઠી ભગવંતો સાચા બંધુ છે. આત્માનું હિત બતાવનારા સન્તો એ આ જગતમાં
પરમ હિતકારી બંધુ છે. સિદ્ધભગવાન જેવું આત્માનું શુદ્ધસ્વરૂપ લક્ષમાં લેતાં
સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે ને આત્માનું પરમ હિત થાય છે. એવું સ્વરૂપ દેખાડનારા ને
સાધનારા જીવો તે જ સાચા હિતકર બંધુ છે.

PDF/HTML Page 33 of 55
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
માહ માસના મંગલ દિવસો
(દરેક માસમાં તીર્થંકર ભગવાનના
જન્મકલ્યાણક વગેરે મંગલ દિવસો સંબંધી
યાદી આપણે અહીં આપીશું. તે અનુસાર માહ
માસના મંગલ દિવસો નીચે મુજબ છે–)
માહ સુદ ૪ વિમલનાથ ભગવાનનો જન્મ
તથા દીક્ષા.
માહ સુદ ૬ વિમલનાથ ભગવાનને
કેવળજ્ઞાન.
માહ સુદ ૧૦ અજિતનાથ ભગવાનનો જન્મ
તથા દીક્ષા.
માહ સુદ ૧૨ અભિનંદન ભગવાનનો જન્મ
તથા દીક્ષા.
માહ સુદ ૧૩ ધર્મનાથ ભગવાનનો જન્મ તથા
દીક્ષા.
માહ વદ ૪ પદ્મપ્રભુ ભગવાનનો મોક્ષ.
માહ વદ ૬ સુપાર્શ્વનાથ ભગવાનને કેવળજ્ઞાન.
માહ વદ ૭ સુપાર્શ્વનાથ ભગવાનનો મોક્ષ તથા
ચંદ્રપ્રભ ભગવાનને કેવળજ્ઞાન.
માહ વદ ૯ પુષ્પદંતપ્રભુનો ગર્ભકલ્યાણક.
માહ વદ ૧૧ ઋષભદેવપ્રભુને કેવળજ્ઞાન તથા
શ્રેયાંસનાથ ભગવાનનો જન્મ
અને દીક્ષા.
માહ વદ ૧૨ મુનિસુવ્રત ભગવાનનો મોક્ષ.
માહ વદ ૧૪ વાસુપૂજ્ય ભગવાનનો જન્મ
તથા દીક્ષા.
“ આત્મધર્મ” ના વિકાસ માટે
તથા ‘બાલવિભાગ’ માટે આવેલ રકમોની
સાભાર નોંધ
૨૧) શ્રી નાથુલાલજી જૈન ઈન્દૌર
૨૧) શ્રી પન્નાલાલજી ખેમરાજ જૈન ખેરાગઢ
૨૧) શ્રી જુગરાજજી જૈન મુંબઈ
પ૧) શ્રી ઉજમબેન ચુનીલાલ સોનગઢ
૨પ) શ્રી જયંતિલાલ હીરાચંદ સોનગઢ
૧૦૧) શ્રી નવલચંદ જગજીવન શાહ મુંબઈ
૭૬) શ્રી જુગરાજજી જૈન મુંબઈ
૨પ) શ્રી પ્રેમચંદ ઓઘડભાઈ ચૂડા
૨પ) શ્રી જેચંદભાઈ શિવલાલ ચૂડા
૧૦૧) શ્રીસુનીલકુમાર મનોજકુમાર દિલ્હી
૧૦૧) શ્રી કાંતીલાલ પ્રેમચંદ ઘડીયાળી મોરબી
પ૧) શ્રી શિવલાલ ગોકળદાસ શાહ મોરબી
પ૧) શ્રી ચંપકલાલ વિક્રમચંદ સંઘવી મુંબઈ
પ૧) શ્રી ગિરિશકુમાર ચંદ્રકાન્ત દોશી મુંબઈ
૨પ) શ્રી હરગોંવિંદદાસ દેવચંદ સોનગઢ
* * * * *
* * * * *
(વિશેષ આવતા અંકે)
ગુરુદેવને એક વખત બાહુબલી
ભગવાનના અદ્ભુત દર્શનનું સ્વપ્ન આવ્યું
હતું. સ્થળસંકોચને કારણે વિગત આવતા

PDF/HTML Page 34 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૯ :
(આત્મધર્મની સહેલી લેખમાળા: લેખ નં. ૩૪ અંક ૨૬૬ થી ચાલુ)
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. અષાડ વદ ત્રીજ: ગાથા ૬૨)
જીવ શરીરાદિકમાં જ્યાંસુધી આત્મબુદ્ધિથી પ્રવૃીત્ત કરે છે ત્યાં સુધી જ સંસાર છે,
અને ભેદજ્ઞાન થતાં તે પ્રવૃત્તિ મટી જાય છે ને મુક્તિની પ્રાપ્તિ થાય છે–એમ હવે કહે છે–
स्वबुद्धया यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम्।
संसारस्तावदेतेषां भेदाभ्यासे तु निवृत्तिः।।६२।।
કાય, વચન ને મન એ ત્રણે હું છું–એમ જ્યાંસુધી સ્વબુદ્ધિથી જીવ તેને ગ્રહણ કરે
છે ત્યાંસુધી તે મિથ્યાબુદ્ધિને લીધે તેને સંસાર છે. જ્ઞાનસ્વરૂપ હું છું ને શરીરાદિ મારાથી
જુદા છે–એવા ભેદજ્ઞાનપૂર્વક ભેદના અભ્યાસથી સંસારની નિવૃત્તિ થાય છે.
હું જ્ઞાતા ચિદાનંદસ્વરૂપ છું–એમ જે પોતાના આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં ગ્રહણ
કરતો નથી, ને શરીર–મન–વચન હું એમ ગ્રહણ કરે છે તે મૂઢ જીવ બહિરાત્મા છે;
જ્યાંસુધી શરીરાદિને આત્મબુદ્ધિથી ગ્રહણ કરે છે ત્યાં સુધી જ સંસાર છે. અને હું તો
ચિદાનંદ જ્ઞાનમૂર્તિ છું, શરીર–મન–વચન હું નથી, તે મારાથી ભિન્ન છે–એવા ભેદના
અભ્યાસથી સંસારની નિવૃત્તિ થાય છે.
જડ સાથે એકત્વબુદ્ધિ તે સંસારનું કારણ છે; અને ભેદજ્ઞાનનો અભ્યાસ એટલે કે
દેહાદિથી અત્યંત ભિન્ન એવા ચૈતન્યતત્ત્વની વારંવાર ભાવના–તે મુક્તિનો ઉપાય છે.
ભેદજ્ઞાનથી જ મોક્ષના ઉપાયની શરૂઆત થાય છે, ને પછી પણ ભેદજ્ઞાનની ભાવનાથી
જ મુક્તિ થાય છે.
નિયમસારમાં કહે છે કે–“આવો ભેદનો અભ્યાસ થતાં જીવ મધ્યસ્થ થાય છે,
તેથી ચારિત્ર થાય છે.” ભેદજ્ઞાન તે જ મોક્ષનું કારણ છે. સમયસારમાં પણ કહ્યું છે કે–જે
કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, ને જે કોઈ જીવો બંધાયા
છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. માટે–

PDF/HTML Page 35 of 55
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
भावयेत् भेदविज्ञानं इदमच्छिन्नधारया।
तावत् यावत् परात्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।।१३०।।
અચ્છિન્નધારાએ આ ભેદજ્ઞાન ત્યાંસુધી ભાવવું કે જ્યાંંસુધી જ્ઞાન પરભાવોથી
છૂટીને જ્ઞાનમાં જ લીન થઈ જાય.–જુઓ, આવા ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય
છે. જે હજી તો એમ માને કે દેહ–વાણી તે હું છું, તેનાં કામ હું કરું છું,–તે તો દેહથી ભિન્ન
આત્માને ક્્યારે ધ્યાવે? ને તેને સમાધિ કે મોક્ષમાર્ગ ક્્યાંથી થાય? તે તો પરમાં લીન
થઈને સંસારમાં રખડે છે.
આત્મા તો સ્વપ્રકાશક જ્ઞાતા છે, આ આંખ તો જડ છે, તે આંખ કાંઈ જાણતી
નથી; આ શરીર, ઈન્દ્રિયો, મન, વચન તે બધાય જડ છે, તે કોઈ આત્મા નથી, આત્મા
તે કોઈની ક્રિયાનો કરનાર નથી, આત્મા તો પોતાના જ્ઞાન–આનંદસ્વરૂપ છે.–આ પ્રમાણે
જેના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં પરથી ભિન્ન ચૈતન્યતત્ત્વનો સ્વીકાર છે તે જીવ મુક્તિ પામે
છે. અને પરદ્રવ્યોને એકત્વબુદ્ધિથી જે ગ્રહણ કરે છે તે સંસારમાં રખડે છે.
શરીર–મન–વાણીને જ જે પોતાનું સ્વરૂપ માને છે તેને શરીરાદિ જડથી ભિન્ન
પોતાનું જ્ઞાન–આનંદસ્વરૂપ ભાસતું નથી, એટલે શરીરાદિ ઉપરની દ્રષ્ટિથી તેને સદાય
અસમાધિ જ રહે છે. જ્ઞાની તો જાણે છે કે દેહ–મન–વાણી તે કોઈની સાથે મારે કાંઈ
લાગતું વળગતું નથી; તેનું ગમે તે થાઓ, હું તો જ્ઞાન–આનંદસ્વરૂપ જ છું–આવા
ભાનમાં ચૈતન્યસ્વરૂપના આશ્રયે ધર્મીને સમાધિ થાય છે. શરીરમાં રોગાદિ આવે કે
નિરોગી રહે તે–બંનેદશામાં હું તો તેનાથી જુદો જ છું–એમ ભિન્નતા જાણીને જ્ઞાની
પોતાના ચૈતન્યસ્વભાવની જ ભાવના કરે છે. અજીવના એક અંશને પણ પોતાનો
માનતા નથી; એટલે તે તો ચૈતન્યસ્વભાવમાં લીન થઈને મુક્તિ પામે છે. આ રીતે
ભેદજ્ઞાનને મોક્ષનું કારણ જાણીને હે જીવ! તું નિરંતર તેનો ઉદ્યમ કર.ાા ૬૧ાા
શરીરાદિ સાથે એકતાની બુદ્ધિ તે સંસારનું કારણ છે, ને શરીરથી ભિન્ન
ચિદાનંદસ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે મોક્ષનું કારણ છે–એમ કહ્યું. હવે, ધર્માત્માને શરીરથી
ભિન્ન આત્માનું ભેદજ્ઞાન કેવું હોય તે દ્રષ્ટાંતથી સમજાવે છે; જેમ શરીર અને વસ્ત્ર બંને
જુદા છે, તેમ આત્મા અને શરીર બંને જુદા છે; ધર્મીને વસ્ત્રની માફક આ શરીર પોતાથી
પ્રગટ ભિન્ન ભાસે છે.–તે વાત ચાર ગાથદ્વારા બહુ સરળ રીતે સમજાવે છે–
धनेवस्त्रे यथाऽऽत्मानं न धनं मन्यते तथा।
धने स्वदेहेप्यात्मानं न धनं मन्यते बुधः।।६३।।
જેમ લોકિકમાં માણસો મોટું જાડું વસ્ત્ર પહેર્યું હોય ત્યાં પોતાને તે જાડાવસ્ત્રરૂપ નથી
માનતા; તેમ આત્મા ઉપર આ શરીરરૂપી વસ્ત્ર છે; તે જાડા શરીરથી બુધપુરુષો પોતાને

PDF/HTML Page 36 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૧ :
તે શરીરરૂપ–પૃષ્ટ નથી માનતા. જેમ જાડા વસ્ત્રથી કાંઈ શરીરની પૃષ્ટિ નથી, તેમ પુષ્ટ
શરીરથી કાંઈ આત્માની પુષ્ટિ નથી.–આ રીતે જ્ઞાની પ્રગટપણે પોતાના આત્માને દેહથી
તદ્ન ભિન્ન દેખે છે. આત્માનું શરીર તો જ્ઞાન ને આનંદમય છે, આ જડ શરીર આત્માનું
નથી. શરીર અને વસ્ત્ર તો બંને જડ છે, અને અહીં શરીર અને આત્મા તો બંનેની જાત
જ જુદી છે, આત્મા તો ચૈતન્યમૂર્તિ, ને શરીર તો અચેતનમૂર્તિ, એમ બંનેનો સ્વભાવ જ
જુદો છે. વસ્ત્રના પરમાણુ તો પલટીને કદી શરીરરૂપ થાય પણ ખરા, પરંતુ શરીર
પલટીને કદી આત્મારૂપ થાય નહિ, ને આત્મા કદી શરીરરૂપ જડ થાય નહિ; બંનેની
જાત જ અત્યંત જુદી છે. જ્ઞાની તો પોતાના આત્માને ચેતનપણે જ દેખે છે, જડશરીરને
કદી પોતાપણે દેખતા નથી. જુઓ, તદ્ન સહેલું દ્રષ્ટાંત આપીને દેહ અને આત્માનું
ભિન્નપણું સમજાવ્યું છે. વસ્ત્ર તો ઘણા બદલે પણ શરીર તો તેને તે જ રહે છે, તેમ
શરીરો અનેક બદલ્યા છતાં આત્મા તો તેનો તે જ છે. જો દેહ તે જ આત્મા હોય તો
દેહના નાશથી આત્માનો નાશ થવો જોઈએ; દેહની પુષ્ટિથી આત્માના જ્ઞાનાદિની પુષ્ટિ
થવી જોઈએ;–પણ એમ તો બનતું નથી. દેહ પુષ્ટ હોય છતાં જીવ બુદ્ધિહીન પણ હોય છે.
જેમ વસ્ત્ર ફાટી જાય તેથી શરીર તૂટી જતું નથી, કેમકે બંને જુદાં છે; તેમ શરીર તૂટે
તેથી કાંઈ આત્મા નાશ થઈ જતો નથી, કેમકે બંને જુદાં છે. માટે આત્મા દેહથી તદ્ન
જુદા જ સ્વભાવવાળો છે. આમ જ્ઞાની પોતાના આત્માને દેહથી જુદો જાણીને તેની જ
ભાવના ભાવે છે; અને આવી આત્મભાવના તે મુક્તિનો ઉપાય છે.
(વીર સં. ૨૪૮૨ અષાડ વદ ૪)
* * *
જ્ઞાની અંતરાત્મા પોતાના આત્માને દેહથી અત્યંત જુદો જાણે છે તેની આ વાત
છે. પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને તેમાં એકાગ્રતા કરવી તેનું નામ
સમાધિ છે. એ સિવાય પરચીજ મારી ને હું તેનો અધિકારી–એવી જેની માન્યતા છે તેને
રાગ–દ્વેષ–મોહરૂપ અસમાધિ છે.
જેમ જાડું વસ્ત્ર પહેરવાથી મનુષ્ય પોતાને પુષ્ટ નથી માનતો, તેમ હૃષ્ટ–પુષ્ટ
યુવાન શરીરમાં રહેવાથી ધર્મી પોતાને તે શરીરરૂપે નથી માનતો; ધર્મી જાણે છે કે આ
યુવાન શરીર કે તેની ક્રિયાઓ તે હું નથી, હું તો ચૈતન્યમય આત્મા છું. જેમ જડ થાંભલો
મારાથી જુદો છે, તેમ આ દેહ પણ મારાથી જુદો છે. અજ્ઞાની મૂઢ જીવ દેહથી જુદાઈ
જાણતો નથી એટલે દેહાદિપ્રત્યેના રાગદ્વેષ છોડીને છૂટકારો થવાનો ઉપાય પણ તે
જાણતો નથી. દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વને લક્ષમાં લીધા વગર રાગાદિ છોડવા માગે તો તે
છૂટી શકે

PDF/HTML Page 37 of 55
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
નહિ. ચૈતન્યના આનંદમાં એકાગ્રતા વડે જ રાગાદિ છૂટે છે.
શરીર જ હું નથી, તો પછી શરીરની નિરોગતાથી મને સુખ થાય–એ વાત ક્્યાં
રહી? શરીર આત્માથી જુદું છે, તે શરીરવડે આત્માને સુખ–દુઃખ નથી, આત્મા પોતે જ
સુખ–દુઃખરૂપે પરિણમે છે. આત્માનો સહજસ્વભાવ તો ચિદાનંદ–સુખસ્વરૂપ છે, તેના
અનુભવમાં તો સુખ છે, પણ તેને મૂકીને અજ્ઞાની શરીરને પોતાનું માનીને તેના ઉપર
રાગદ્વેષ કરીને તે રાગદ્વેષને અનુભવે છે, તે દુઃખ અને અસમાધિ છે. જ્ઞાની તો જાણે છે
કે જ્ઞાન અને આનંદથી પુષ્ટ એવો મારો આત્મા છે, તે જ મારું સ્વ છે.–આવા
આત્મભાનમાં જ્ઞાની પોતાના ચૈતન્યસુખને અનુભવે છે, તે સમાધિ છે, તે મોક્ષનું
કારણ છે.
આપનો સહકાર
આપ છેલ્લા ત્રણ અંકથી જોઈ શક્્યા હશો કે આપનું પ્રિય
માસિક “આત્મધર્મ” અનેકવિધ નવીનતા સાથે વિકાસના પંથે કદમ
માંડી રહ્યું છે. આપ આત્મધર્મના ગ્રાહક થઈને તેમજ બીજા
જિજ્ઞાસુઓને પણ ગ્રાહક બનાવીને, એ રીતે વાચકવર્ગ વધારીને
આત્મધર્મના વિકાસમાં આપનો સહકાર આપી શકો છો.
‘આત્મધર્મ’ એ અત્યંત નિષ્પક્ષપણે ઉત્તમશૈલીથી જિનવાણી ને
ગુરુવાણીનો પ્રચાર કરનારું સાધન છે, એના વિકાસમાં દરેક
આત્માર્થી જીવોનો સહકાર છે.
સમ્યગ્દર્શન: પુસ્તક પહેલું–બીજું–ત્રીજું:
ત્રણ પુસ્તકોના સેટની પડતર કિંમત રૂા. છ હોવા છતાં
પ્રકાશકોની ભાવનાથી તેની કિંમત માત્ર રૂા. બે રાખવામાં
આવી છે. સમ્યક્ત્વની પ્રેરણા આપનારા આ પુસ્તકો સર્વે
જિજ્ઞાસુઓને ખાસ ઉપયોગી છે. પ્રાથમિક જિજ્ઞાસુઓને પણ
સમજાય તેવા છે. થોડી જ પ્રતો બાકી છે. બીજું પુસ્તક
રત્નસંગ્રહ, ચૂંટેલા એકસો સર્વોપયોગી રત્નોનો રંગબેરંગી
સંગ્રહ કિંમત રૂા. ૧– બેસખી: અંજનાચારિત્ર ૦=પ૦

PDF/HTML Page 38 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૩ :
(લેખાંક: ૯)
* * * * *
તત્ત્વરસિક જિજ્ઞાસુઓને પ્રિય, દશ
પ્રશ્ન–દશ ઉત્તરનો આ વિભાગ પૂ. ગુરુદેવ
પાસે થયેલ તત્ત્વચર્ચાઓમાંથી તેમજ
શાસ્ત્રોમાંથી તૈયાર કરવામાં આવે છે. –સં.
*
(૮૧) પ્રશ્ન:– જ્ઞાન અને જ્ઞેય બંનેનું ક્ષેત્ર સરખું છે?
ઉત્તર:– ના; જ્ઞાનના ક્ષેત્ર કરતાં જ્ઞેયનું ક્ષેત્ર અનંતગુણ અધિક છે. ‘જ્ઞાનનું ક્ષેત્ર
તો અસંખ્યપ્રદેશ છે ને જ્ઞેય તો અનંત પ્રદેશી લોકાલોક છે.
(૮૨) પ્રશ્ન:– નાના ક્ષેત્રમાં મોટું ક્ષેત્ર કઈ રીતે જણાય? જ્ઞાનનું ક્ષેત્ર તો નાનું
છે ને જ્ઞેયનું ક્ષેત્ર તો મહાન છે, તો નાના ક્ષેત્રવાળા જ્ઞાનમાં મોટા ક્ષેત્રવાળું જ્ઞેય કેવી
રીતે જણાય?
ઉત્તર:– જાણનારની એવી જ શક્તિ છે કે તે અનંત જ્ઞેયોને જાણી લ્યે છે. મોટા
જ્ઞેયને જાણવા માટે ક્ષેત્રથી મોટું થવાની જરૂર પડતી નથી. જ્ઞાનનું સામર્થ્ય વધતાં તેનું
ક્ષેત્ર પણ વધે એવો નિયમ નથી. નહિતર તો કેવળજ્ઞાન થતાં તે આત્મા લોકાલોકમાં
કયાંય સમાય જ નહિ. કેવળજ્ઞાનનું ક્ષેત્ર મર્યાદિત છે પણ તેનું ભાવસામર્થ્ય અમર્યાદિત
છે; તેથી પોતાના કરતાં અનંતગુણા મોટા ક્ષેત્રને પણ તે જાણી લ્યે છે. જેમ પોતે એક
હોવા છતાં અનંતા જ્ઞેયપદાર્થોને જાણી લ્યે છે, જેમ પોતે એક સમયનું હોવા છતાં
અનંતકાળને જાણી લ્યે

PDF/HTML Page 39 of 55
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : માહ : ૨૪૯૨
છે, તેમ પોતે મધ્યમ ક્ષેત્રવાળું હોવા છતાં કેવળજ્ઞાન અનંત અલોકના ક્ષેત્રને જાણી લ્યે
છે, એવી બેહદ અચિંત્ય તાકાત તેને ખીલી ગઈ છે. આવા બેહદ સામર્થ્યવાળા
કેવળજ્ઞાનનો નિર્ણય કરનારું જ્ઞાન પણ બેહદ સામર્થ્યવાળું–અતીન્દ્રિય થઈ જાય છે. તે
જ્ઞાન પરભાવમાં ક્્યાંય અટકતું નથી.
(૮૩) પ્રશ્ન:– વિકલ્પને તોડવાની વિધિ શું છે?
ઉત્તર:– પ્રજ્ઞાવડે જ્ઞાનનું વેદન તે જ વિકલ્પને તોડવાની વિધિ છે. ભેદજ્ઞાનની
ઉત્પત્તિના કાળે જ્ઞાન પોતાના સ્વરૂપમાં વળી ગયેલું છે; તે કાળે વિકલ્પનો અભાવ છે.
જ્ઞાનનું લક્ષણ ને રાગનું લક્ષણ એ બનેનાં લક્ષણની ઓળખાણવડે ભિન્નતા
જાણીને, સંધિ છેદીને જ્ઞાન અંર્તસ્વરૂપમાં વળ્‌યું એ જ અપૂર્વ અનુભૂતિનો ને
સમ્યક્ત્વની ઉત્પત્તિનો કાળ છે. સંધિ છેદનારું આ જ્ઞાન અતીવ તીક્ષ્ણ છે–ઘણું જ
ઉપશાંત–ધીરું–એકાગ્ર થઈને અંદરમાં વળ્‌યું છે.
ભવને છેદનારું આવું જ્ઞાન, ભેદજ્ઞાનના નિરંતર અભ્યાસવડે પ્રગટ કરવું તે જ
વિકલ્પને તોડવાની વિધિ છે.
દિનરાત તેઓ એને જ ધ્યેયપણે ધ્યાવે છે.
“સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ ધ્યાન મહીં”
(૮પ) પ્રશ્ન:– આત્માના સર્વ પ્રદેશે કર્મો બંધાયેલા છે–તેની સાબિતિ શું?
ઉત્તર:– કેમકે કર્મના બંધનું કારણ જે રાગાદિભાવો છે તે પણ સર્વ
આત્મપ્રદેશોમાં છે. આત્માના અમુક પ્રદેશોમાં રાગ થાય ને બીજા પ્રદેશો રાગ વગરના
રહે એમ બનતું નથી.
હવે જેમ કર્મ અને તેના કારણરૂપ રાગ સર્વપ્રદેશે છે તેમને કર્મસંબંધને છેદનાર
ને રાગને છેદનાર એવો જ્ઞાનભાવ પણ સર્વ આત્મપ્રદેશે છે.

PDF/HTML Page 40 of 55
single page version

background image
: માહ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૫ :
આ રીતે જ્ઞાન રાગ ને કર્મસંબંધ એક ક્ષેત્રે સર્વઆત્મપ્રદેશે હોવા છતાં લક્ષણભેદે
તેમાં ભિન્નતા છે. જ્ઞાન તો સ્વલક્ષણભૂત ચૈતન્યસ્વભાવ સાથે તન્મય છે. રાગનો સંબંધ
અજીવકર્મ સાથે છે; તે રાગ અને કર્મ બંને શુદ્ધજીવના લક્ષણભૂત નથી. જે જ્ઞાન છે તે જ
આત્માની સ્વજાત છે. રાગ તે શુદ્ધજીવની જાત નથી, માટે તે જીવ નથી. રાગ વગરનો
જીવ હોય, કર્મના સંબંધ વગરનો જીવ હોય, પણ જ્ઞાન વગરનો જીવ કદી ન હોય.
હે શિષ્ય! વીતરાગી સ્વસંવેદનજ્ઞાનથી ગ્રાહ્ય થાય તેને જ તું
નિઃસંદેહપણે આત્મા જાણ. સ્વસંવેદનજ્ઞાન હંમેશા વીતરાગી જ હોય છે; તે સ્વસંવેદનમાં
રાગની સહાય નથી. રાગથી ભિન્ન વસ્તુની પ્રાપ્તિ રાગવડે કેમ થાય? ન થાય; વીતરાગી
સ્વસંવેદનથી જ તેની પ્રાપ્તિ થાય છે.
(૮૭) પ્રશ્ન:– ‘અપલક્ષણ’ એટલે શું?
ઉત્તર:– લક્ષણથી વિરુદ્ધ તે અપલક્ષણ. આત્માનું લક્ષણ જ્ઞાન છે; તે લક્ષણથી
વિરુદ્ધ એવા રાગાદિ તે અપ–લક્ષણ છે; જ્ઞાનલક્ષણને ભૂલીને જે જીવ રાગાદિથી લાભ
માને છે તે અપલક્ષણને સેવનારો છે. પ્રભુ આત્મામાં જ્ઞાનાદિ નિજગુણોનો પાર નથી.
પણ તેને ભૂલીને તે રાગાદિને સેવતો થકો, તેટલો જ પોતાને માનીને પામર થઈ રહ્યો
છે. પ્રભુ! સ્વલક્ષણથી તારા આત્માને જાણીને તેનો વિશ્વાસ કર.
(૮૮) પ્રશ્ન:– શુદ્ધઉપયોગ અને શુદ્ધપરિણતિ એ બેમાં શું ફેર?
ઉત્તર:– શુદ્ધઉપયોગ તો સ્વરૂપના નિર્વિકલ્પધ્યાન વખતે જ હોય છે; નીચે
ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને તે ક્્યારેક ક્્યારેક હોય છે. સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને
ઉપર તે નિરંતર હોય છે. જ્યારે શુદ્ધપરિણતિ તો ધર્મીને સદાય ભૂમિકા અનુસાર
વર્તતી જ