Atmadharma magazine - Ank 279
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 41
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
ઋષભદેવ––ગર્ભકલ્યાણક
હવે છ મહિના પછી ભગવાન ઋષભદેવ સ્વર્ગમાંથી ચ્યવીને આ અયોધ્યાપુરીમાં
અવતરશે, એમ જાણીને દેવોએ ઘણા આદરપૂર્વક આકાશમાંથી રત્નવર્ષા શરૂ કરી. જાણે
કે ઋષભદેવના આગમન પહેલાં જ તેમની સમ્પદા આવી ગઈ હોય–એવી સુશોભિત
કરોડો રત્નોની તથા સુવર્ણની વૃષ્ટિ રોજરોજ થતી હતી. તીર્થંકરોનો એવો જ કોઈ
આશ્ચર્યકારી મહાન પ્રભાવ છે. પંદર મહિના સુધી એ રત્નવૃષ્ટિ ચાલુ રહી. એ
ગર્ભાવતરણ–ઉત્સવ વખતે આખા લોકમાં હર્ષકારી ક્ષોભ ફેલાઈ ગયો હતો. માતા
મરૂદેવી રજસ્વલા થયા વગર પુત્રવતી થઈ હતી.
એક મંગલદિવસે રાત્રિના પાછલા પહોરમાં મરૂદેવીમાતાએ તીર્થંકરદેવના
જન્મને સૂચિત કરનારા તથા ઉત્તમ ફળ દેનારા ૧૬ મંગલ સ્વપ્નો દેખ્યા, તથા
સુવર્ણસમાન એક ઉત્તમ વૃષભ (બળદ) પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો.
પ્રભાત થયું; રાજમહેલમાં મંગલ વાજાં વાગવા માંડયા, ને સેવિકાઓ મંગલ
ગીત ગાવા લાગી કે–‘હે માતા! જાગો; આપનો જાગવાનો સમય થયો છે.
પંચપરમેષ્ઠીના ધ્યાનનો આ સમય છે; પંચપરમેષ્ઠીના ધ્યાનવડે તમારું પ્રભાત સદા
મંગલમય હો, તમે સેંકડો કલ્યાણને પ્રાપ્ત હો, અને જેમ પૂર્વ દિશા ઝગઝગતા
સૂર્યને જન્મ આપે છે તેમ તેમ જગતના પ્રકાશક એવા ત્રિલોકદિપક તીર્થંકરપુત્રને
ઉત્પન્ન કરો.’
આવા મંગલપૂર્વક મરૂદેવીમાતા જાગ્યા; ઉત્તમ શુભ સ્વપ્નો દેખવાથી તેમને
અતિશય આનંદ થઈ રહ્યો હતો, અને આખુંય જગત અતિશય પ્રમોદભરેલું લાગતું હતું.
ત્યારબાદ રાજમહેલમાં જઈને નાભિ–મહારાજાને પોતાના મંગલ–સ્વપ્નોની વાત
કરી: હે દેવ! મેં આજે રાત્રે પાછલા પહોરે આશ્ચર્યકારી ફળ દેનારા ૧૬ સ્વપ્નો જોયા છે,
તેનું ફળ શું છે? તે આપના શ્રીમુખથી સાંભળવાની મારી ઈચ્છા છે.
ત્યારે નાભિરાય–મહારાજાએ અવધિજ્ઞાનવડે તે સ્વપ્નોનું ઉત્તમ ફળ જાણ્યું અને
કહેવા લાગ્યા કે હે દેવી, સાંભળો! આ ભરતક્ષેત્રના પ્રથમ તીર્થંકરદેવનો આત્મા
સ્વર્ગમાંથી તમારી કુંખે અવતર્યો છે, તેથી તમે ‘રત્નકુંખધારિણી’ બન્યા છો. આપે
જોયેલા મંગલ સ્વપ્નો એમ સૂચવે છે કે આપનો પુત્ર મહાન ગુણસમ્પન થશે. તે આ પ્રમાણે–

PDF/HTML Page 22 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
* ૧૬ સ્વપ્નનું ફળ *
૧ ગજ દેખનસે દેવી તેરે પુત્ર ઉત્તમ હોયગા,
૨ વર વૃષભકા હેં ફલ યહી વહ જગતગુરુ ભી હોયગા.
૩ વર સિંહદર્શનસે અપૂરવ શક્તિધારી હોયગા,
૪ પુષ્પમાલાસે વહ ઉત્તમ તીર્થકર્તા હોયગા.
પ કમલાન્હવનકા ફલ યહી સુરગિરિન્હવન સુરપતિ કરેં,
૬ અર પૂર્ણશશિકે દેખનેસે જગતજન સબ સુખ ભરેં.
૭ વર સૂર્યસે વહ હો પ્રતાપી, (૮) કુંભ–યુગસે નિધિપતિ,
૯ સર દેખનસે સુભગ લક્ષણધાર હોવે જિનપતિ.
૧૦ યુગમીન ખેલત દેખનસે હે પ્રિયે ચિત્ત ધર સુનો,
હોવે મહા આનંદમય વહ પુત્ર અનુપમ ગુણ સુનો.
૧૧ સાગર નીરખતે જગતકા ગુરુ સર્વજ્ઞાની હોયગા,
૧૨ વર સિંહ–આસન દેખનેસે રાજ્યસ્વામી હોયગા.
૧૩ અરુ સુરવિમાન સુફલ યહી વહ સ્વર્ગસે ચય હોયગા,
૧૪ નાગેન્દ્રભવન વિલાસસે વહ અવધિજ્ઞાની હોયગા.
૧પ બહુ રત્નરાશિ દિખાવસે વહ ગુણ ખજાના હોયગા,
૧૬ વર ધૂમરહિત જુ અગ્નિસે વહ કર્મધ્વંસક હોયગા.
વર વૃષભ મુખપ્રવેશફલ શ્રી વૃષભ તુઝ વપુ અવતરે,
* હે દેવી! તું પુણ્યાતમા આનંદમંગલ નિત ભરે.
નાભિરાજાના શ્રીમુખથી આવું સ્વપ્નફળ સાંભળીને મરૂદેવીને ઘણો હર્ષ થયો.
આ રીતે, આ ચોવીસીના ત્રીજા આરામાં (સુખમ–દુઃખમકાળમાં) જ્યારે ચોરાશીલાખ
પૂર્વ ત્રણ વર્ષે આઠ માસ ને એક પક્ષ બાકી હતા ત્યારે, જેઠ વદ બીજના શુભ દિવસે,
ઉત્તરાષાઢનક્ષત્રમાં, વજ્રનાભિ–અહમીન્દ્રનું દેવલોકનું આયુષ્યપૂર્ણ થતાં સર્વાર્થસિદ્ધિ–
વિમાનમાંથી ચ્યવીને ઋષભતીર્થંકર મરુદેવીમાતાના ગર્ભમાં અવતર્યા.
ભગવાનનું ગર્ભાવતરણ થતાં જ ઈન્દ્રલોકમાં ઘંટનાદ વગેરે અનેક મંગલચિહ્નો
પ્રગટ્યા; તે ઉપરથી ભગવાનના ગર્ભકલ્યાણકનો પ્રસંગ જાણીને ઈન્દ્રાદિ દેવો ત્યાં
આવ્યા, ને અયોધ્યાનગરીને પ્રદક્ષિણા દઈને, ભગવાનના માતા–પિતાને નમસ્કાર કર્યા.
સ્વર્ગથી ઉત્સવ કરવા એટલા બધા દેવો આવ્યા કે નાભિરાજાનો મહેલ ખીચોખીચ

PDF/HTML Page 23 of 41
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
ભરાઈ ગયો; ક્્યાંક વાજાં વાગતા હતા, ક્્યાંક ગીત ગવાતા હતા, ક્્યાંક નૃત્ય થતા
હતા; એમ મંગલઉત્સવ થયો. દિગ્કુમારી દેવીઓ અનેક પ્રકારે મરુદેવીમાતાની સેવા
કરતી હતી, તથા વિવિધ ગોષ્ઠીવડે તેમને પ્રસન્ન રાખતી હતી. અને કહેતી હતી કે હે
માતા! ગર્ભસ્થ પુત્રદ્વારા આપે જગતનો સંતાપ નષ્ટ કર્યો છે તેથી આપ જગતને પાવન
કરનારા જગતમાતા છો. હે માતા! આપનો તે પુત્ર જયવંત રહે કે જે જગતવિજેતા છે,
સર્વજ્ઞ છે, તીર્થંકર છે, સજ્જનોનો આધાર છે ને કૃતકૃત્ય છે. હે કલ્યાણિ માતા! આપનો
તે પુત્ર સેંકડો કલ્યાણ દર્શાવીને, પુનરાગમન રહિત એવા મોક્ષસ્થાનને પ્રાપ્ત કરશે.
તે દેવીઓ અનેક પ્રકારે આનંદ–પ્રમોદ સહિત મરુદેવીમાતા સાથે પ્રશ્ન ચર્ચા પણ
કરતી હતી.
દેવી–હે માતા! જગતમાં ઉત્તમ રત્ન કયું છે?
માતા–સમ્યગ્દર્શનરત્ન જગતમાં શ્રેષ્ઠ છે.
દેવી–જગતમાં કોનો અવતાર સફળ છે?
માતા–જે આત્માને સાધે તેનો અવતાર સફળ છે.
દેવી–હે માતા! જગતમાં કઈ સ્ત્રી ઉત્તમ છે?
માતા–તીર્થંકર જેવા પુત્રને જે જન્મ આપે તે.
દેવી–હે માતા! જગતમાં બહેરો કોણ છે?
માતા–જિનવચનને જે નથી સાંભળતો તે.
દેવી–માતા! જલ્દી કરવા જેવું કાર્ય કયું?
માતા–સંસારનો ત્યાગ ને મોક્ષની સાધના.
દેવી–હે માતા! કોને જીતવાથી ત્રણ જગત વશ થાય?
માતા–મોહને જીતવાથી ત્રણ જગત વશ થાય.
દેવી–જગતમાં કોની ઉપાસના કરવી?
માતા–પંચપરમેષ્ઠી ભગવાનની.

PDF/HTML Page 24 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
[તત્ત્વચર્ચામાં મરુદેવીમાતાજીના આનંદકારી જવાબ સાંભળીને દેવીઓને બહુ
પ્રસન્નતા થાય છે; તેથી ફરીફરીને નવા નવા પ્રશ્નો પૂછે છે–]
દેવી–હે માતા! દેવેન્દ્ર જેને પૂજે એવો ઉત્તમ પુરુષ કોણ?
માતા– ‘મારો પુત્ર’ અર્થાત્ તીર્થંકર ભગવાન.
દેવી–સંસારમાં જીવો કેમ દુઃખ પામે છે?
માતા–આત્માનો અનુભવ કરતા નથી તેથી.
દેવી–હે માતા! ‘પુરુષ’ નામ ક્્યારે સફળ થાય?
માતા–મોક્ષનો પુરુષાર્થ કરે ત્યારે.
દેવી–શેના વગરનો નર પશુ સમાન છે?
માતા–ભેદજ્ઞાનરૂપ વિદ્યા વગરનો નર પશુસમાન છે.
દેવી–હે માતા! જગતમાં કયું કાર્ય ઉત્તમ છે?
માતા–આત્મધ્યાન તે જગતમાં ઉત્તમ કાર્ય છે.
દેવી–હે માતા! આપના ઉદરમાં કોણ બિરાજે છે?
માતા–જગતગુરુ ભગવાન ઋષભદેવ!
જ્ઞાનમય અને ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ એવા તીર્થંકરપુત્રને હું મારા ઉદરમાં ધારણ
કરી રહી છું–એમ જાણીને તે માતા આનંદિત અને સંતુષ્ઠ રહેતા હતા. જેમ રત્નોથી
ભરેલી ભૂમિ અતિશય શોભે તેમ જેમના ગર્ભમાં તીર્થંકર જેવા રત્ન ભર્યા છે એવા તે
માતા અતિશય શોભતા હતા; તેમને કોઈ પ્રકારનું કષ્ટ થતું ન હતું. ભગવાનના તેજનો
એવો પ્રભાવ હતો કે ગર્ભવૃદ્ધિ થવા છતાં માતાના શરીરમાં કોઈ વિકૃતિ થઈ ન હતી.
જેમ સ્ફટિકમણિના ઘરમાં વચ્ચે દીવો શોભે, તેમ મરુદેવી માતાના નિર્મળ ગર્ભગૃહમાં
મતિ–શ્રુત–અવધિ એ ત્રણ જ્ઞાનરૂપી દીપકથી વિશુદ્ધ ભગવાન શોભતા હતા. ઈન્દ્રાણી
પણ ગુપ્તરૂપે મરુદેવી માતાની સેવા કરતી હતી, ને જગતના લોકો પણ તેને નમસ્કાર
કરતા હતા. ઝાઝું શું કહેવું? ત્રણલોકમાં તે જ એક પ્રશંસનીય હતી; અને જગતના નાથ
એવા ઋષભતીર્થંકરની જનની હોવાથી તે આખા લોકની જનની હતી, ને જગતને
આનંદ દેનારી હતી.

PDF/HTML Page 25 of 41
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
આ રીતે પ્રગટપણે અનેક મંગલને ધારણ કરનાર તથા દેવીઓ વડે પૂજ્ય એવા
મરુદેવીમાતા, પરમ સુખકારી તથા ત્રણ લોકમાં આશ્ચર્યકારી એવા ભગવાન
ઋષભદેવરૂપી તેજસ્વી પુત્રને ધારણ કરતા હતા.
(આ રીતે ઋષભદેવપ્રભુના ગર્ભકલ્યાણકનું વર્ણન થયું.)




સવા નવ મહિના બાદ, ફાગણ વદ નોમના સુપ્રભાતે, પૂર્વ દિશામાં જેમ સૂર્ય
ઊગે તેમ મરુદેવીમાતાએ અયોધ્યા નગરીમાં ભગવાન ઋષભદેવને જન્મ આપ્યો.
ત્રણ જ્ઞાનથી સુશોભિત ભગવાન જન્મ્યા કે તરત ત્રણ લોકમાં આનંદ છવાઈ
ગયો... પૃથ્વી આનંદથી ધણધણી ઊઠી ને સમુદ્ર આનંદતરંગથી ઊછળી રહ્યો; આકાશ
નિર્મળ થયું ને દિશાઓ પ્રકાશિત બની; પ્રજાજનો હર્ષિત બન્યા ને દેવોનેય આશ્ચર્ય થયું.
કલ્પવૃક્ષોમાંથી ફૂલ વરસવા લાગ્યા ને દેવોનાં વાજાં એની મેળે વાગવા માંડયા; સંગંધિત
વાયુ વહેવા લાગ્યો... ઈન્દ્રના ઈન્દ્રાસન પણ કંપી ઊઠયા! સ્વર્ગના ઘંટનાદ અને શંખ
વાગવા માંડયા. ભગવાન ઋષભદેવના અવતારથી સર્વત્ર આનંદ છવાઈ ગયો.
સિંહાસન કમ્પાયમાન
થવાથી ઈન્દ્રે અવધિજ્ઞાન વડે
જાણી લીધું કે અયોધ્યાનગરીમાં
ભવ્ય જીવોને વિકસિત કરનાર
તીર્થંકરદેવનો અવતાર થઈ
ચૂક્્યો છે; તરત સિંહાસન
ઉપરથી નીચે ઊતરીને ઈન્દ્રે એ
તીર્થંકરને નમસ્કાર કર્યા અને
તેમનો જન્મોત્સવ ઉજવવા માટે
ઐરાવત હાથી ઉપર બેસીને
ઠાઠમાઠથી અયોધ્યાપુરી આવ્યા.
માતાજીના

PDF/HTML Page 26 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
મહેલમાં જઈને ઈન્દ્રાણીએ અત્યંત પ્રેમથી ઋષભકુમારના તથા જિનમાતા–મરુદેવીનાં
દર્શન કર્યા અને પ્રદક્ષિણા દઈને સ્તુતિ કરવા લાગી: હે માતા! આપ મંગલરૂપ છો,
પુણ્યવાન છો, મહાન દેવી છો, અને ત્રણલોકનું કલ્યાણ કરનારા છો.
પછી ઈન્દ્રજાળ વડે માતાને ઊંઘાડી દીધા, અને બીજું બનાવટી બાળક તેની પાસે
રાખીને જિનકુમારને તેડી લીધા. અહો, ચૂડામણિરત્નસમાન એ જગતગુરુ–જિનબાલકને
પોતાના બે હાથમાં તેડતાં તે ઈન્દ્રાણીને પરમ આનંદ થયો; ઉત્કૃષ્ટ પ્રીતિપૂર્વક તે વારંવાર
બાળકનું મુખ દેખતી હતી, વારંવાર તેના શરીરનો સ્પર્શ કરતી હતી, ને વારંવાર તેને
સુંઘતી હતી. અત્યંત દુર્લભ એવા ભગવાનના શરીરના સ્પર્શને પામવાથી જાણે કે ત્રણ
લોકનો વૈભવ મળી ગયો હોય–એમ તે પ્રસન્નતા અનુભવતી હતી. આમ આનંદપૂર્વક
ભગવાનને લઈને ઈન્દ્રાણી જતી હતી ત્યારે ત્રણલોકમાં મંગળ કરનારા એવા તે
જિનભગવાનની આગળ–આગળ દિગ્કુમારી દેવીઓ અષ્ટમંગળ સહિત ચાલતી હતી.
ઐરાવતથી પાસે આવીને તે જિનબાલકને ઈન્દ્રના હાથમાં બિરાજમાન કર્યા, ને ઈન્દ્ર
અતિશય હર્ષપૂર્વક પુલકિતનયને તેમનું સુંદર રૂપ દેખવા લાગ્યા, તથા સ્તુતિ કરવા
લાગ્યા કે હે દેવ! આપ કેવળજ્ઞાનસૂર્યને ઉત્પન્ન કરનારા ઉદયાચલ છો;
અજ્ઞાનઅંધકારમાં ડુબેલું આ જગત આપના દ્વારા જ જ્ઞાનપ્રકાશ પામશે. આપ
ગુરુઓના પણ ગુરુ છો; ગુણોના સમુદ્ર છો, તેથી આપને નમસ્કાર હો. ભગવાન! આપ
ત્રણ જગતને જાણનારા છો તેથી આપની પાસેથી જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છાથી અમે આપના
ચરણકમળને ઘણા આદરપૂર્વક અમારા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. આમ સ્તુતિ
કરીને જયજયકારપૂર્વક મેરૂપર્વત તરફ ચાલ્યા. ત્યારે દેવોનાં મંગલ વાજાં વાગતા હતા
ને અપ્સરાદેવીઓ ભક્તિથી નૃત્ય કરતી હતી.
ઐરાવત હાથી ઉપર બેઠેલા સૌધર્મઈન્દ્રે ભગવાનને ગોદમાં લીધા હતા,
ઐશાનઈન્દ્રે ભક્તિથી છત્ર ધર્યું હતું ને સનત્કુમાર તથા માહેન્દ્ર એ બે ઈન્દ્રો ભક્તિથી
ચામર ઢાળતા હતા. ઈન્દ્રોની આવી ભક્તિ, અને આવી જિનવિભૂતિ દેખીને ઘણા
મિથ્યાદ્રષ્ટિ દેવો પણ સમ્યક્ જૈનમાર્ગના શ્રદ્ધાળુ બન્યા હતા.
આ પ્રમાણે ભગવાનના જન્માભિષેકની સવારી ૯૯૦૦૦ યોજન ઊંચા મેરૂપર્વત
પર આવી પહોંચી. જંબુદ્વીપના મુગટસમાન આ મેરૂપર્વત સોનાનો છે, ને
તીર્થંકરભગવાનના અભિષેકને લીધે પવિત્ર તીર્થરૂપ છે, તેથી સૂર્ય–ચંદ્ર વગેરે જ્યોતિષી
દેવોના વિમાનો સદા તેની પ્રદક્ષિણા કરે છે. ઋદ્ધિધારક મુનિવરો ત્યાં જઈને ધ્યાન

PDF/HTML Page 27 of 41
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
ધરે છે. તેના ઉપર પહેલાં ભદ્રસાલ વન છે, પછી નન્દનવન છે, પછી સૌમનસવન છે,
ને પછી પાંડુકવન છે. ચારેય વનમાં ચારે દિશામાં મણિરત્નોથી શોભિત એકેક
જિનમંદિર છે, પાંડુકવનમાં સ્ફટિકમણિની પાંડુકશિલા છે, તેના ઉપર તીર્થંકરોનો
જન્માભિષેક થાય છે, તેથી તે શિલા અત્યંત પવિત્ર ને સિદ્ધશિલા જેવી શોભાયમાન છે.
દેવો સદા તેની પૂજા કરે છે. તેના ઉપર શ્રેષ્ઠ સિંહાસન છે. સુમેરૂપર્વતની પ્રદક્ષિણા કરીને
ઈન્દ્રે હર્ષપૂર્વક બાલતીર્થંકરને પાંડુકશિલા પર બિરાજમાન કર્યા; ત્યારે જાણે કે
જિનેન્દ્રદેવકી માતા હોય એમ તે પાંડુક શિલા શોભી ઊઠી. જિનેન્દ્ર ભગવાનના
જન્મકલ્યાણકનો વૈભવ દેખવા માટે ચારે બાજુ દેવો બેસી ગયા. જાણે કે બધા દેવો સ્વર્ગ
ખાલી કરીને આ મેરૂપર્વત ઉપર આવી ગયા હોય એમ મેરૂપર્વત સ્વર્ગસમાન શોભતો
હતો. ને ત્યાં ઈન્દ્રોએ એવો દિવ્યમંડપ રચ્યો હતો કે જેમાં ત્રણલોકના બધા જીવો બેસે
તોપણ સંકડાશ ન પડે. ચારે બાજુ દેવોનાં દુન્દુભી વાજાં વાગતા હતા.
આવા આનંદકારી વાતાવરણ વચ્ચે ઈન્દ્રોએ સોનાનાં મોટા કળશવડે, ઋષભ–
તીર્થંકરનો જન્માભિષેક શરૂ કર્યો. ક્ષીરસમુદ્રમાંથી કળશ ભરી ભરીને દેવો એકબીજાના
હાથમાં આપતા હતા, ને એક સાથે ઘણા કળશ લેવા માટે ઈન્દ્રે વિક્રિયાબળથી પોતાના
એક હજાર હાથ બનાવી દીધા હતા. હજારહજાર હાથવાળા સૌધર્મઈન્દ્રે જયજયકારપૂર્વક
જ્યારે જિનેન્દ્રભગવાનના મસ્તક ઉપર પહેલી જલધારા છોડી ત્યારે બીજા કરોડો દેવો
પણ આનંદિત થઈને જયજયકારપૂર્વક મોટો કોલાહલ કરવા લાગ્યા. અહા, એ જિન–
અભિષેકના મહિમાની શી વાત! જોકે ગંગા અને સિંધુ નદીના મોટા ધોધ જેવી
જલધારા મસ્તક પર પડતી હતી તોપણ તે બાલ–તીર્થંકર મેરુ જેવા સ્થિર હતા ને
પોતાના અદ્ભુત માહાત્મ્યવડે લીલા માત્રમાં તે જલધારા ઝીલતા હતા. ભગવાન તો
સ્વયં પવિત્ર જ હતા, ને પોતાના પાવન અંગ વડે તેમણે તે પાણીને પણ પવિત્ર કરી
દીધું હતું; તથા તે પાણીએ સમસ્ત દિશામાં ફેલાઈને આખા જગતને પવિત્ર કરી દીધું
હતું. તે પાણીનાં રજકણો ઊંચે ઊડવાથી, તેના સ્પર્શવડે પ્રસન્ન થઈને આકાશ પણ જાણે
હસતું હોય તેવું શોભતું હતું. એ વખતે મેરૂની શોભા દેવોને પણ એવી અભૂતપૂર્વ
લાગતી હતી–જાણે કે પૂર્વે કદી જોઈ ન હોય! કલકલ કરતો અભિષેકજલનો પ્રવાહ
અમૃતસમાન શોભતો હતો, અથવા તો ભગવાનના યશનો જ પ્રવાહ વહેતો હોય એવો
લાગતો હતો. ચારે તરફ ઉછળતા તે અભિષેકજળમાં સૂર્ય–ચંદ્ર ને તારાઓ પણ ભીંજાઈ
ગયા હતા. ભગવાનના જન્માભિષેકથી આખી પૃથ્વી સંતુષ્ઠ થઈ ગઈ

PDF/HTML Page 28 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
હતી, આખા દેશમાં કોઈ ઉપદ્રવ ન હતો, સમસ્ત પ્રજા કલ્યાણરૂપ હતી. અહા, એ
અભિષેકે જગતના પ્રાણીઓનું કોઈ કલ્યાણ બાકી રાખ્યું ન હતું. ચારણઋદ્ધિધારી
મુનિવરો આદરપૂર્વક એકાગ્રચિતે એ જિનેન્દ્ર–જન્મોત્સવ નીહાળતા હતા; વિદ્યાધરો
આશ્ચર્યથી જોતા હતા. દેવો આનંદિત થઈને જન્મકલ્યાણકસંબંધી અનેક નાટક કરતા
હતા...દુન્દુભી વાજાં વાગતા હતા, સુગંધી દીપ અને ધૂપ પ્રગટતા હતા; ચારેકોર
જિનેન્દ્રદેવના મહિમાની ચર્ચા ચાલતી હતી; ભગવાનના પવિત્ર ગંધોદકને દેવો ભક્તિની
મસ્તકે ચઢાવતા હતા.
અભિષેક બાદ ઈન્દ્રોએ જિનભગવાનનું પૂજન કર્યું; ને જન્માભિષેકની વિધિ
સમાપ્ત કરી. ભગવાન મેરૂપર્વત ઉપર ચૂડામણિરત્ન સમાન શોભતા હતા. ઈન્દ્ર તો
જેમનો અભિષેક કરનાર હતો, મેરૂપર્વત જેવું ઊંચું સ્થાન જેમના સ્નાનનું આસન હતું,
દેવીઓ જ્યાં આનંદથી નાચતી હતી, દેવો જ્યાં દાસ હતા, અને ક્ષીરસમુદ્ર જેમના સ્નાન
માટેના પાણીનો હાંડો હતો, –આવા અતિશયપ્રશંસનીય પવિત્ર આત્મા ભગવાન
ઋષભદેવ સમસ્ત જગતને પવિત્ર કરો... સદા જયવંત હો.
(આ રીતે ઋષભપ્રભુના જન્માભિષેકનું વર્ણન થયું. ત્યારબાદ ઈન્દ્રદ્વારા સ્તુતિ,
અયોધ્યામાં આગમન, તથા ભગવાન ઋષભકુમારની બાલચેષ્ટા આપ આવતા અંકમાં
વાંચશોજી.)
जय आदिनाथ
વિકલ્પ વગરની વસ્તુનો અનુભવ
ચૈતન્યવસ્તુ વિકલ્પ વગરની નિર્વિકલ્પ છે, એટલે તેના અનુભવ માટે
પણ નિર્વિકલ્પ પરિણામ જ હોવા જોઈએ. વિકલ્પની સન્મુખતા વડે
ચૈતન્યવસ્તુ અનુભવમાં આવી શકે નહિ. ચૈતન્યસ્વભાવની સન્મુખ થતાં જ
વિકલ્પો તૂટીને નિર્વિકલ્પદશા થાય છે; આ રીતે સ્વભાવની સન્મુખતા ને
વિકલ્પથી વિમુખતાવડે જ્ઞાનને પોતામાં સમેટીને જ્યારે આત્મા અનુભવ કરે છે
ત્યારે આત્માનો સમ્યક્ અનુભવ થાય છે, ત્યારે આત્માનું સાચું દર્શન
(સમ્યગ્દર્શન) થાય છે. ત્યારે ભગવાન આત્મા આનંદસહિત પ્રસિદ્ધ થાય છે.
ધર્માત્માની અનુભૂતિનું આનંદકારી વર્ણન હવેના લેખમાં વાંચોજી

PDF/HTML Page 29 of 41
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
ધર્માત્માની અનુભૂતિનું
આનંદકારી વર્ણન
[સમયસાર ગા. ૧૪૩ ઉપરના પ્રવચનમાંથી]
અહો, નિર્વિકલ્પ અનુભૂતિનો મહિમા ઊંડો અને ગંભીર છે. અહીં
એ અનુભવદશાનું કોઈ અલૌકિક વર્ણન કર્યું છે. ચોથા ગુણસ્થાનવાળા
સમ્યગ્દ્રષ્ટિની અનુભવદશાને ઠેઠ કેવળીભગવાનની જાત સાથે સરખાવી છે.
ધર્મીની અનુભવદશા શું છે ને નિર્વિકલ્પ અનુભવ વખતની સ્થિતિ કેવી
છે–એ સમજે તો પોતાને અંતરમાં ભેદજ્ઞાન થાય ને આત્માનો પત્તો લાગે.
‘વ્યવહારથી મારો આત્મા બદ્ધ છે’ એવો શુભ વિકલ્પ અથવા ‘નિશ્ચયથી મારો
આત્મા અબદ્ધ છે’ એવો શુભવિકલ્પ, –એ બંને વિકલ્પ તે રાગ છે, તે રાગના પક્ષમાં
અટકે ત્યાંસુધી આત્માનો અનુભવ કે સમ્યગ્દર્શન થતું નથી.
તો હવે તે બંને નયોના પક્ષથી પાર આત્માની સાક્ષાત્ અનુભૂતિ કેમ થાય?
તેની જેને જિજ્ઞાસા છે એવો શિષ્ય કયા પ્રકારે પક્ષાતિક્રાન્ત થાય છે તેનું આ વર્ણન છે.
અંતરની ખાસ પ્રયોજનરૂપ વાત છે.
વિકલ્પનો પક્ષ, –પછી તે વ્યવહારનો હો કે નિશ્ચયનો હો, પણ વિકલ્પ તે તો
અશાંત ચિત્ત છે, તેમાં ચૈતન્યની શાંતિનું વેદન નથી. જે જીવ પક્ષથી પાર થઈને
ચૈતન્યસ્વરૂપમાં વસે છે–તેમાં ઉપયોગને એકાગ્ર કરે છે તે સમસ્ત વિકલ્પજાળથી છૂટીને
શાંતચિત્તવડે સાક્ષાત્ અમૃતને પીવે છે, અતીન્દ્રિય આનંદને અનુભવે છે.
અહીં (આ ૧૪૩ મી ગાથામાં) શ્રુતજ્ઞાનીજીવ સ્વાનુભૂતિ વખતે કેવો
પક્ષાતિક્રાન્ત છે તે વાત કેવળી સાથે સરખાવીને સમજાવે છે: સ્વાનુભૂતિમાં વર્તતા
જીવને બંને નયોનું માત્ર જ્ઞાતાપણું છે, પણ નયના વિકલ્પો નથી; એના જ્ઞાનનો ઉત્સાહ
સ્વભાવના અનુભવ તરફ વળ્‌યો છે એટલે વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો છે;
જ્ઞાન તે વિકલ્પને ઓળંગીને અંદર સ્વભાવ તરફ ઉત્સુક થયું છે. છ બોલથી કેવળજ્ઞાન
સાથે શ્રુતજ્ઞાનીના અનુભવને સરખાવીને પક્ષાતિક્રાન્ત અનુભવનું સ્વરૂપ સમજાવશે.

PDF/HTML Page 30 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
પક્ષાતિક્રાન્ત
કેવળી ભગવાન................અને................ સ્વાનુભૂતિવાળા શ્રુતજ્ઞાની
(૧) વિશ્વના સાક્ષી હોવાથી બંને
નયપક્ષના સ્વરૂપને માત્ર જાણે જ છે,
તેમને તેવા નયપક્ષના વિકલ્પો
ઉત્પન્ન થતા નથી;
(૨) જેમ વિશ્વને સાક્ષીપણે જાણે છે તેમ
નયપક્ષોને પણ સાક્ષીપણે કેવળ જાણે
જ છે.
(૩) કેવળીભગવાન કેવળજ્ઞાન વડે પોતે
જ વિજ્ઞાનઘન થયા છે.
(૪) કેવળીપ્રભુ સદા વિજ્ઞાનઘન થયા છે.
(પ) કેવળીપ્રભુ તો શ્રુતજ્ઞાનની ભૂમિકાથી
જ અતિક્રાન્ત છે,
(૬) કેવળીપ્રભુ કોઈપણ નયપક્ષને ગ્રહતા
નથી.
તેથી તે પક્ષાતિક્રાન્ત છે.
(૧) શ્રુતજ્ઞાનીને નયપક્ષોના વિકલ્પો
ઉત્પન્ન થતા હોવા છતાં, તે
વિકલ્પોના ગ્રહણનો ઉત્સાહ છૂટી
ગયો છે, તેથી તે પણ તે નયપક્ષને
ગ્રહતા નથી.
(૨) શ્રુતજ્ઞાની પણ નયપક્ષને કેવળ જાણે
જ છે, (કેમકે નયપક્ષના ગ્રહણનો
ઉત્સાહ તેને નથી, તેનો ઉપયોગ તો
ચૈતન્યસ્વભાવને જ ગ્રહવા તરફ
વળ્‌યો છે.)
(૩) શ્રુતજ્ઞાનીને પણ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી
શુદ્ધઆત્માનું ગ્રહણ થયું હોવાથી તે
પોતે વિજ્ઞાનઘન થયા છે.
(૪) શ્રુતજ્ઞાની તે વખતે એટલે કે
(પ) શ્રુતજ્ઞાની અનુભવ વખતે,
શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત વિકલ્પોની
ભૂમિકાથી અતિક્રાન્ત છે.
(૬) શ્રુતજ્ઞાની પણ સ્વાનુભૂતિના કાળે
કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી.
તેથી તે પણ સમસ્ત વિકલ્પોથી પાર,
પક્ષાતિક્રાન્ત છે; તે અનુભૂતિમાત્ર
સમયસાર છે. તેને આત્માની ખ્યાતિ
આત્માની પ્રસિદ્ધિ છે; આનું નામ
“ધર્મલબ્ધિનો કાળ” છે.
અહો, અનુભવદશાનું કોઈ અલૌકિક વર્ણન કર્યું છે. ચોથા ગુણસ્થાનવાળા
સમ્યગ્દ્રષ્ટિની અનુભવદશાને ઠેઠ કેવળીભગવાનની જાત સાથે સરખાવી છે. ધર્મીની

PDF/HTML Page 31 of 41
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
અનુભવદશા શું છે ને નિર્વિકલ્પઅનુભવ વખતની સ્થિતિ કેવી છે, એ સમજે તો પોતાને
અંતરમાં ભેદજ્ઞાન થાય ને આત્માનો પત્તો લાગે. વિકલ્પ વડે આત્મા હાથમાં ન આવે,
વિકલ્પથી જુદું પડી જ્ઞાન આમ અંતરમાં વળે છે ત્યારે તે જ્ઞાનમાં આત્મા અનુભવાય
છે. તેમાં પરમ સમાધિ છે, તેમાં પરમ શાંતિ છે, તેમાં જીવનું સાચું જીવન છે. આત્મા
જેવો હતો તેવો તેમાં પ્રસિદ્ધ થયો; આત્મા પોતાના પરમ–સ્વભાવે પ્રસિદ્ધ થયો તેથી
તેને પરમ–આત્મા કહ્યો. ચોથા ગુણસ્થાનની આ વાત છે. આવી અનુભૂતિ થતાં જ્ઞાનને
વિકલ્પ સાથેનું કર્તાકર્મપણું છૂટી ગયું. હું–જ્ઞાન કર્તા, ને વિકલ્પ મારું કાર્ય એવી
કર્તાકર્મબુદ્ધિ છૂટી ગઈ, ને જ્ઞાન જ્ઞાનમાં જ તન્મય થઈને પરિણમ્યું. આસ્રવથી છૂટીને
સંવરરૂપ પરિણમ્યું. –ત્યાં બધા ઝગડા મટી ગયા, બધા કલેશ છૂટી ગયા, જ્ઞાન સમસ્ત
વિકલ્પજાળથી છૂટીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં ગુપ્ત થયું. આવા પરમશાંતચિત્તરૂપ
થઈને જ્ઞાની પોતાના શુદ્ધ આત્માને સાક્ષાત્ અનુભવે છે.
*
જેમ કેવળીભગવાન પક્ષાતિક્રાન્ત છે તેમ શ્રુતજ્ઞાની પણ પક્ષાતિક્રાન્ત છે. –તે
વાત સમજાવી છે. વાહ! નિર્વિકલ્પ અનુભૂતિનો મહિમા કેવો ઊંડો અને ગંભીર
છે કે શ્રુતજ્ઞાની–સાધકની અનુભૂતિનું સ્વરૂપ સમજાવવા માટે આચાર્યદેવે
કેવળીભગવાનનું ઉદાહરણ આપ્યું, ને એમની સાથે સાધકની અનુભૂતિને
સરખાવી. જેમ કેવળીભગવાન તો કેવળજ્ઞાનવડે સમસ્ત વિશ્વના સાક્ષી થયા છે,
એટલે નયપક્ષના પણ તેઓ સાક્ષી જ છે, તેમને કોઈ વિકલ્પ ઊઠતો નથી;
સાધકશ્રુતજ્ઞાનીને હજી ક્ષયોપશમની ભૂમિકા હોવાથી શ્રુતસંબંધી વિકલ્પો ઉત્પન્ન
થાય છે પરંતુ તેને તે વિકલ્પના ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો છે, ઉપયોગને
વિકલ્પથી છૂટો પાડીને જ્ઞાનસ્વભાવના ગ્રહણ તરફ ઝુકાવ્યો છે, એટલે તે
સ્વભાવ તરફનો જ ઉત્સાહ છે ને વિકલ્પો તરફનો ઉત્સાહ નથી.
* જેમ કેવળીભગવાન નયપક્ષના કોઈ વિકલ્પને કરતા નથી, વિશ્વના સાક્ષી છે
તેમ નયપક્ષના સાક્ષી જ છે, સાક્ષીપણે કેવળ જાણે જ છે; તેમ શ્રુતજ્ઞાની પણ
નયપક્ષના કોઈ વિકલ્પને જ્ઞાનના કાર્યપણે કરતા નથી, પણ તેના સ્વરૂપને
કેવળ જાણે જ છે. આ વિકલ્પથી અંશમાત્ર મને લાભ થશે કે વિકલ્પ વડે
સ્વરૂપનો અનુભવ પમાશે એવી બુદ્ધિ સર્વથા છૂટી ગઈ છે એટલે વિકલ્પના
ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો છે, તેથી તેના સાક્ષી થઈને સ્વભાવના ગ્રહણ તરફ
પરિણતિ ઝૂકી ગઈ છે.

PDF/HTML Page 32 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
* કેવળીભગવાન નિરંતર પ્રકાશમાન સહજ કેવળજ્ઞાનવડે પોતે સદા વિજ્ઞાનઘન
થયા છે, શ્રુતજ્ઞાની પણ પોતાની તીક્ષ્ણજ્ઞાનદ્રષ્ટિ વડે એટલે કે સ્વસન્મુખ
ઉપયોગવડે ચૈતન્યસ્વભાવને ગ્રહણ કરીને તે કાળે વિજ્ઞાનઘન થયા છે. સાધકને
આવી અનુભૂતિ સદાકાળ નથી ટકતી તેથી એમ કહ્યું કે તે અનુભૂતિના કાળે
વિજ્ઞાનઘન થયા છે. કેવળીભગવાનને તો કદી વિકલ્પ ઊઠતો નથી, એટલે તે તો
સદાકાળ વિજ્ઞાનઘન થયા છે; ને શ્રુતજ્ઞાની તીક્ષ્ણ જ્ઞાનઉપયોગવડે
ચૈતન્યસ્વરૂપને અનુભવતા થકા તે કાળે વિજ્ઞાનઘન થયા છે. ‘વિજ્ઞાનઘન’ માં
વિકલ્પનો પ્રવેશ નથી.
* કેવળીભગવાન તો શ્રુતજ્ઞાનની ભૂમિકાથી અતિક્રાન્ત થઈ ગયા છે, એટલે
એમને તો વિકલ્પ ક્્યાંથી હોય? શ્રુતજ્ઞાન હોય ત્યાં વિકલ્પ હોઈ શકે, કેમકે
શ્રુતજ્ઞાન એક જ જ્ઞેયમાં લાંબોકાળ સ્થિર રહી શકતું નથી. પણ કેવળી પ્રભુને
તો શ્રુતજ્ઞાન જ નથી રહ્યું. તેમને તો સ્થિર ઉપયોગરૂપ કેવળજ્ઞાન ખીલી ગયું
છે, તેથી તેમને વિકલ્પનો અવકાશ નથી; શ્રુતજ્ઞાનીને શ્રુતની ભૂમિકામાં જોકે
વિકલ્પ હોય છે પણ જ્ઞાનને અંતર્મુખ કરીને અનુભૂતિના કાળે તો તે પણ
સમસ્ત વિકલ્પોની ભૂમિકાથી અતિક્રાન્ત થયા છે; હજી શ્રુતની ભૂમિકાથી
અતિક્રાન્ત નથી થયા પણ તે ભૂમિકાના બધા વિકલ્પોથી અતિક્રાન્ત થઈને
નિર્વિકલ્પ અનુભૂતિ વડે શાંતચિત્ત થઈને ચૈતન્યના અમૃતને પીએ છે.
* આ રીતે, જેમ કેવળીભગવાન સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર હોવાથી
નયાતિક્રાન્ત છે, તેમ સાધક શ્રુતજ્ઞાની પણ સ્વભાવની અનુભૂતિના કાળે
સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી,
માટે તે પણ નયાતિક્રાન્ત છે. જોકે પછી જે વિકલ્પ ઊઠે છે તેનું પણ તેની દ્રષ્ટિમાં
ગ્રહણ નથી, તેમાં એકત્વબુદ્ધિ થતી નથી; પણ તે વિકલ્પનેય જ્યારે ઓળંગીને
જ્ઞાનને અંતર્મુખ કરે ત્યારે જ સાક્ષાત્ અનુભૂતિનો આનંદ આવે છે. તેનું અહીં
આચાર્યભગવાને અલૌકિક વર્ણન કર્યું છે.
અનુભૂતિની ઘણી સરસ વાત સમજાવી છે. અનુભવ બધા વિકલ્પોથી પાર છે,–
પછી ભલે તે વિકલ્પ શુદ્ધાત્માનો હોય! જેમ કેવળીને વિકલ્પ નહિ તેમ સાધકને પણ
અનુભવમાં વિકલ્પ નહિ. વિકલ્પ તો આકુળતા છે, ને અનુભવ તો પરમ...શાંત
આનંદરૂપ છે. સાધકની અનુભવદશા ઘણી ઊંડી ને ગંભીર છે. એનું સ્વરૂપ કેવળીનું
દ્રષ્ટાંત આપીને ઓળખાવ્યું છે, તે પ્રમાણે જે સમજે તેને તેવી અનુભૂતિ થાય.

PDF/HTML Page 33 of 41
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
આત્મપ્રયોજની સિદ્ધિનો ઉપાય
[કુંદકુંદપ્રભુના ગણધરતૂલ્ય શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, તેમણે રચેલું
સુગમશાસ્ત્ર જે પુરુષાર્થસિદ્ધિઉપાય’ –તેના ઉપર પૂ. શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો
માગશર–પૂર્ણિમાથી શરૂ થયા છે. અહીં તેનો થોડોક ભાગ વાંચીને જિજ્ઞાસુ
પાઠકોને આનંદ થશે.
]
‘પુરુષાર્થ’ એટલે આત્મ–પ્રયોજન, તેની ‘સિદ્ધિનો ઉપાય’ –તે
પુરુષાર્થ સિદ્ધિઉપાય; કયા ઉપાય વડે આત્માના પ્રયોજનની સિદ્ધિ થાય?
અર્થાત્ કયા ઉપાય વડે આત્મા પરમસુખરૂપ મોક્ષની સિદ્ધિને પામે–તેનું
સ્વરૂપ આચાર્યદેવ બતાવે છે ––
विपरीताभिनिवेशं निरस्य सम्यक्व्यवस्य निजतत्त्वम्।
यत्तस्मादविचलनं स एव पुरुषार्थसिद्धयुपायोयम् ।।१५।।
વિપરીત શ્રદ્ધાનનો નાશ કરીને અને નિજસ્વરૂપને યથાર્થપણે જાણીને, તેમાં
અવિચલિતરૂપ સ્થિતિ તે જ પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય છે.
‘પુરુષ’ એટલે ચૈતન્યસ્વરૂપ આત્મા; દરેક આત્મા પોતાના અનંત ગુણરૂપી
પુરમાં શયન કરે છે –એકપણે રહે છે –તેથી તે પુરુષ છે. તે પુરુષનું લક્ષણ શું? કે ચેતના
તેનું લક્ષણ છે. રાગ એનું લક્ષણ નથી, દેહ એનું લક્ષણ નથી; માત્ર ‘અમૂર્તપણા’ વડે
પણ તેનું ખરૂં સ્વરૂપ ઓળખાતું નથી. એ તો ચૈતન્યલક્ષણવડે લક્ષિત છે. અને આ
ચૈતન્યપુરુષ આત્મા સદા પોતાના ગુણ–પર્યાયસહિત છે, તથા ઉત્પાદ–વ્યય–ધ્રુવની
એકતાપણે વર્તે છે. આવો ચૈતન્યસ્વરૂપ આત્મા તે ‘પુરુષ’; તેને ‘અર્થ’ એટલે કે
પ્રયોજન શું? કે અશુદ્ધતાથી ઉત્પન્ન થયેલું ભવદુઃખ મટે, ને નિજસ્વરૂપની પ્રાપ્તિવડે
મોક્ષસુખ પ્રગટે, –તે પ્રયોજન છે; –આ જ સાચો પુરુષાર્થ છે; પુરુષના આ અર્થની (–પ્રયોજનની

PDF/HTML Page 34 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
સિદ્ધિ કેવા ઉપાયથી થાય? તે કહે છે. પોતાનું જેવું શુદ્ધ ચેતનાસ્વરૂપ છે તે સ્વરૂપના
સમ્યક્ નિર્ણયવડે વિપરીત માન્યતાને નષ્ટ કરવી ને નિજસ્વરૂપમાં અચલિતપણે સ્થિર
રહેવું–આવું જે સ્વસંવેદનજ્ઞાનપરિણમન તે ઉપાય છે, –તે મોક્ષમાર્ગ છે; તેના વડે જ
આત્માનું પ્રયોજન સાધી શકાય છે.
જુઓ, આ આત્માનું પ્રયોજન અને તેની સિદ્ધિનો ઉપાય, –બંને બતાવ્યા. પ્રથમ
તો પોતાના સ્વરૂપની શુદ્ધતા તે જ પ્રયોજન છે, એ સિવાય રાગાદિને જે પ્રયોજન માને,
પુણ્યને કે બહારના સંયોગને જે ઈચ્છે, તેને તો પોતાના સાચા પ્રયોજનની જ ખબર
નથી, તો તેને સાધે કઈ રીતે?
અને, આત્માની શુદ્ધતારૂપ જે પ્રયોજન, તેની પ્રાપ્તિનો ઉપાય પોતાના સ્વરૂપના
શ્રદ્ધા–જ્ઞાન–લીનતા જ છે, તે પણ રાગ વગરના છે; જે રાગને ઉપાય માને તેણે સાચા
ઉપાયને જાણ્યો નથી. ભાઈ, તું કોણ? તારું પ્રયોજન શું? ને તેની સિદ્ધિનો ઉપાય શું?
–તે જાણ.
*
તું કોણ? કે ચેતનાસ્વરૂપ જીવ. –પોતાના અનંત ગુણપર્યાયો સહિત, ને ઉત્પાદ–
વ્યય–ધ્રુવતા સહિત–આવો ચૈતન્યસ્વરૂપ જીવ તું છો.
* તારું પ્રયોજન શું? પોતે પોતાના ચૈતન્યસ્વરૂપમાં લીન થઈને, સર્વ
વિભાવરહિત સંપૂર્ણ શુદ્ધતારૂપે પરિણમે–એટલે પૂરું સુખ પ્રગટે, તે જ
આત્માનું પ્રયોજન છે.
* તેની સિદ્ધિનો ઉપાય શું? –કે પરથી ભિન્ન, ને સર્વ વિભાવરહિત, પોતાનું જેવું
શુદ્ધ ચેતનાસ્વરૂપ છે–તેવું સમ્યક્પણે ઓળખીને, શ્રદ્ધા–જ્ઞાન કરીને, તે
નિજસ્વરૂપમાં નિષ્કંપપણે લીન થવું –તે પ્રયોજનની સિદ્ધિનો ઉપાય છે.
આ રીતે ‘પુરુષ’ –તેનો ‘અર્થ’ (પ્રયોજન) અને ‘સિદ્ધિનો ઉપાય’ –તેનું વર્ણન
કરીને ‘પુરુષાર્થસિદ્ધિઉપાય’ નો અર્થ સમજાવ્યો. –તેનું આમાં વર્ણન છે એટલે કે મોક્ષના
ઉપાયનું વર્ણન છે. રત્નત્રયરૂપ જેટલા શુદ્ધ અંશો છે તે જ મોક્ષનો ઉપાય છે, અને
જેટલા રાગાદિ અશુદ્ધ અંશો છે તે મોક્ષમાર્ગ નથી, પણ બંધનું કારણ છે. આવા મોક્ષ
અને બંધના ઉપાયોને ભિન્નભિન્ન સ્વરૂપે બરાબર ઓળખવા જોઈએ. તે ઓળખીને જે
સાચી શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન, તે મોક્ષમાર્ગનું મૂળ છે, તે સમ્યગ્દર્શનપૂર્વક જ જ્ઞાનને અને
ચારિત્રને મોક્ષમાર્ગપણું છે, એના વગરનાં જ્ઞાન કે ચારિત્ર સાચાં હોતા નથી. આ રીતે

PDF/HTML Page 35 of 41
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
મૂળભૂત સમ્યગ્દર્શનની વાત કરીને પછી મુનિધર્મની કે શ્રાવકધર્મની વાત બતાવશે.
આવા રત્નત્રયમાર્ગને મુનિવરો તો ઉત્તમ પ્રકારે નિરંતર સેવી રહ્યા છે, તેમની વૃત્તિ
પરિણતિ તો અલૌકિક હોય છે; ને શ્રાવક ધર્માત્માઓ પણ પોતાની શક્તિના પ્રમાણમાં
આવા જ રત્નત્રયરૂપ માર્ગને સેવે છે. –ભલે તેમને મુનિ જેટલી ઉત્કૃષ્ટ દશા ન હોય
પરંતુ તેઓ પણ સેવે છે તો મુનિના જેવા જ રત્નત્રયમાર્ગને, તેઓ કાંઈ બીજા માર્ગને
સેવતા નથી. રત્નત્રયથી વિરુદ્ધ એવા રાગાદિ અશુદ્ધ ભાવોને જે મોક્ષઉપાય માને તેને
તો મોક્ષમાર્ગના સ્વરૂપની જ ખબર નથી, તત્ત્વશ્રદ્ધાન જ સાચું નથી; અને જ્યાં
તત્ત્વશ્રદ્ધાન જ સાચું ન હોય ત્યાં તો શ્રાવકધર્મ કે મુનિધર્મ એકેય હોતાં નથી. માટે રાગ
વગરના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ ઓળખીને પ્રયત્નપૂર્વક
તેનું સેવન કરવું, –એ જ મુનિધર્મ તથા શ્રાવકધર્મને ઉપાસવાની રીત છે. –મુનિને તેની
ઉગ્ર આરાધના હોય છે, શ્રાવકને તેની મંદ આરાધના હોય છે, –પણ માર્ગ તો બંનેનો
એક જ છે.
પુરુષાર્થ એટલે મોક્ષરૂપી પ્રયોજન, તેની સિદ્ધ કેમ થાય? તેની વાત છે.
આત્માનો જે શુદ્ધ ભૂતાર્થસ્વભાવ, કે જે ખરેખર વિકારથી ભિન્ન હોવા છતાં અજ્ઞાનીને
વિકારવાળો જ અનુભવાય છે, તે ભૂતાર્થસ્વભાવની સન્મુખતા એ મોક્ષનું બીજ છે;
અને તે ભૂતાર્થસ્વભાવથી વિમુખ પરિણામ તે સંસાર છે.
કર્મ અને કર્મ તરફના ભાવોથી રહિત, ને પોતાના અનંતગુણ સહિત એવો જે
ચૈતન્યપુરુષ, તેના ભૂતાર્થ–સત્ય સ્વભાવને યથાર્થપણે જાણવો શ્રદ્ધવો અને તેમાં
અવિચલ રહેવું–તે મોક્ષનો ઉપાય છે. –આવા મોક્ષઉપાયને સાધનારા મુનિઓની વૃત્તિ
અલૌકિક હોય છે; અરે, સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ પણ કોઈ અલૌકિક હોય છે.
મોહ–રાગ–દ્વેષરૂપ વિકારીભાવ તો સંસારનું કારણ છે; તે સંસારના કારણને જે
આત્માનું સ્વરૂપ માને તો તે વિપરીત શ્રદ્ધા છે. સંસારના કારણરૂપ ભાવને પોતાનું
સ્વરૂપ માને તો તેનું સેવન છોડીને મોક્ષનો ઉપાય ક્્યાંથી કરે? વિકલ્પના એક અંશથી
પણ આત્માને જે લાભ માને છે તે સંસારના જ કારણને સેવે છે. વિકલ્પ થાય–ભલે તે
શુભ હોય તોપણ–તે સ્વરૂપથી ચ્યૂત છે, જ્ઞાની તેને પોતાનું સ્વરૂપ નથી માનતા.
એનાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપને જાણીને તેમાં અચ્યુત રહેવાના ઉદ્યમી છે. પણ શ્રદ્ધા જ
જેની ખોટી છે, શુદ્ધસ્વરૂપનું જ્ઞાન જ જેને નથી, તે શેમાં સ્થિતિ કરશે? પહેલાં સાચું સ્વરૂપ

PDF/HTML Page 36 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
જાણે તો તેમાં અવિચલ સ્થિતિ કરે. માટે ભૂતાર્થ સ્વભાવ અનુસાર સાચું જ્ઞાન તો
પહેલાં જ કરવું જોઈએ. ભલે સમજાવતાં વચ્ચે ભેદથી કહ્યું કે ‘જ્ઞાન–દર્શન–
ચારિત્રસ્વરૂપ આત્મા છે’ – પણ ત્યાં કાંઈ ગુણ–ગુણીનો ભેદ અનુસરવા જેવો નથી પણ
અભેદ આત્મસ્વભાવ લક્ષમાં લેવાનો છે. ઉપદેશકને પણ એ સ્વભાવ બતાવવાનો જ
આશય છે, ને શ્રોતાએ પણ તેનું જ લક્ષ રાખીને શ્રવણ કરવું. –આ રીતે જે પરમાર્થને
ન સમજે ને એકલા ભેદરૂપ વ્યવહારને જ પરમાર્થ સમજીને તેમાં (વિકલ્પમાં) અટકી
જાય તો તે સાચો શ્રોતા નથી, ઉપદેશનું પરમાર્થ રહસ્ય તે સમજ્યો નથી.
પરભાવથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જાણવું–શ્રદ્ધામાં લેવું ને તેમાં રાગરહિત
સ્થિતિ કરવી–આવા જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ આ જીવને કાર્ય સિદ્ધ થવાનો
ઉપાય છે, એટલે તે જ એક મોક્ષમાર્ગ છે; બીજો કોઈ માર્ગ નથી, બીજો કોઈ સિદ્ધિનો
ઉપાય નથી, – સર્વથા નથી; એટલે શુભરાગ જરાક તો મોક્ષનું સાધન થતો હશે ને? તો
કહે છે કે ના, તે મોક્ષનું સાધન સર્વથા નથી, જરાપણ નથી. શુદ્ધ સ્વભાવને અવલંબીને
જે રાગવગરના નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ સર્વથા પુરુષાર્થસિદ્ધિનો ઉપાય
છે, સર્વથા એટલે તે એક જ મોક્ષનો ઉપાય છે.
* માગશર વદ ૯ ના રોજ સુરેન્દ્રનગરમાં શેઠશ્રી ફૂલચંદ ચતુરભાઈના સુપુત્ર શ્રી
ચંદુલાલ ફૂલચંદ સ્વર્ગવાસ પામ્યા છે.
* માગશર વદ ૧૪ ના રોજ મોટી મોણપરીના ભાઈશ્રી પોપટલાલ કેશવલાલ
કામદાર સ્વર્ગવાસ પામ્યા છે.
જિનશાસનના શરણે તેઓ આત્મહિત સાધે એમ ઈચ્છીએ છીએ.

PDF/HTML Page 37 of 41
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
ગતાંકના પ્રશ્નોના જવાબ
(૧) જીવ અને શરીર એ બેમાં શું ફેર? જીવ ચેતન છે, શરીર અચેતન છે; જીવમાં જ્ઞાન છે;
શરીરમાં જ્ઞાન નથી. જીવ બધાને જાણે છે; શરીર કાંઈ જાણતું નથી.
(૨) શરીરની ક્રિયા જીવ છે કે અજીવ? શરીરની ક્રિયા અજીવ છે; કેમકે શરીર પણ અજીવનું
બનેલું છે. અજીવની ક્રિયા અજીવ હોય.
(૩) જીવનો ધર્મ જીવની ક્રિયા વડે થાય કે અજીવની ક્રિયા વડે? જીવનો ધર્મ જીવની ક્રિયાવડે
થાય, અજીવની ક્રિયાવડે જીવનો ધર્મ ન થાય.
આ પ્રમાણે જીવ અને અજીવની ભિન્નતા સમજીને ભેદજ્ઞાન કરવું –તે દરેક જીવને
ખાસ જરૂરી છે.
(૪) જયપુરમાં ૨૦૦ વર્ષ પહેલાં પં. ટોડરમલજી નામના એક મહાન વિદ્વાન થયા; તેમણે રચેલું
મોક્ષમાર્ગપ્રકાશક શાસ્ત્ર ખુબ પ્રસિદ્ધ છે. એ ઉપરાંત ગોમ્મટસાર જેવા મહાન શાસ્ત્રોની
પણ તેમણે હિંદી ટીકા કરી છે. તેમના દ્વિશતાદિ–ઉત્સવ પ્રસંગે ગુરુદેવ જયપુર પધારી રહ્યા છે.
(નવા પ્રશ્નો આ વખતે પૂછયા નથી.)
જવાબ મોકલનાર સભ્યોના નંબર
૮૮૪ ૮૮પ ૧૦૪૭ ૮૮૩ ૨૯૬ ૧૧૬પ ૧૧૬૬ ૧૧૭૨ ૯૦૯ ૧૬૯૩ ૪૯ ૪૩૧ ૪૩૨ ૮૨
૨૪૬ ૨પ૩ ૧૨૪૭ ૧પ૯૯ ૧૩પ ૧૧ ૨૭૭ ૩૨૦ ૧૪૦૨ ૨૩૦ ૧૬૭૨ ૧૪૦૯ ૨૭૨ ૧૩૮૬ ૭૨૯
૩૬પ ૩૯૩ ૧૩૩૩ ૮૦ ૨૭૮ ૯૮૪ ૧૯૦ ૩૭૨ ૮૧ પ૧૪ ૧૨૨૮ ૧૨૨૯ ૧૨૩પ ૭૭૮ ૧૭૯
૧પ૭પ પ૪૨ ૧પ૬પ ૭૩૩ ૭૩પ ૯૭૯ ૩૪૭ ૪૬૭ ૩૮પ ૧૧૭૮ ૧૧૭૯ ૧૩૩૨ ૩૨૩ ૨૯૭ પ૧૩
૧૩૩૩ ૧૩૩૪ ૩૯૨ ૨૯૨ ૧૬૬ ૧૬૧૧ ૪પ ૧૪૩ પ૬ ૧૧૧૬ ૧૪૮૧ ૬૬૬ ૬૬૭ ૧૩૪૨ ૮૮૦
૧૨૯ ૩૭૩ ૧૬૪૮ ૭૪૦ પ૩૩ પ૩૪ ૧૩૨૨ ૪૦ ૨૧૮ ૬૬ ૩૨પ ૮૦૯ ૧૩૦૭ ૧૧૭ ૪૪પ ૧૦૦૮
૧૬૨૪ ૧૬૨પ ૩૭૯ ૩૧ ૧૧પ ૩૩૩ ૩૩૪ ૩૩પ ૩૩૬ ૧૬૯૮ ૧૧૨ ૧૬૪૨ ૧૬૪૦ ૧૬૪૧
૧૬૪૩ ૧૬૩૯ ૩૦ ૨૮ ૨૬ ૧૧૩ ૧૬૬૧ ૬૮ ૩૭૮ ૪૬૬ ૧પ૮૮ ૧૬૯૩ ૧૧૭૩ ૧૬૯૪ ૧૬૯પ
૧૬૯૬ ૧૬૯૭ ૧૬૩૯ ૧૬૪૦ ૧૬૪૧ ૧૬૪૨ ૧૬૪૩ ૨૧પ
“ભરવાડમાંથી ભગવાન” (કુંદકુંદસ્વામીનું જીવન) –તેનો ચોથો લેખ આ અંકે
સ્થળસંકોચને કારણે આપી શકાયો નથી. તેમજ વાંચકો સાથે વાતચીત (તત્ત્વચર્ચા) નો વિભાગ
પણ આપી શકાયો નથી.

PDF/HTML Page 38 of 41
single page version

background image
: પોષ : ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
* અમે જિનવરનાં સંતાન: (બાલવિભાગના નવા સભ્યો) *
આપણા બાલવિભાગનો પરિવાર દિનપ્રતિદિન વૃદ્ધિગત થઈ રહ્યો છે.
બાળકો આનંદથી ધાર્મિક અભ્યાસમાં રસ લઈ રહ્યાં છે...બંધુઓ, સૌને
એકબીજાના ધર્મબંધુ (કે બહેન) ગણીને અરસપરસ ધર્મપ્રેમ વધારજો.
जय जिनेन्द्र
૧૭૧૬ વાસંતીબેન પી. જૈન રાજકોટ ૧૭૪૨ ચારૂશીલા ચીમનલાલ જૈન મુંબઈ–૭૭
૧૭૧૭ ઉષાબેન પી. ” રાજકોટ ૧૭૪૩ કમલેશ બળવંતરાય ” મુંબઈ–૩
૧૭૧૮ પ્રકાશ વૃજલાલ વઢવાણ સીટી ૧૭૪૪ વર્ષાબેન ચીમનલાલ ” અમદાવાદ
૧૭૧૯ રમેશ વૃજલાલ વઢવાણ સીટી ૧૭૪પ હરેશકુમાર અમૃતલાલ ” મુંબઈ–૭૭
૧૭૨૦ નવનીતલાલ મીઠાલાલ ” ભાલક ૧૭૪૬ નીતીનકુમાર કાન્તીલાલ ” કુકરવાડા
૧૭૨૧ યોગેશ ધીરજલાલ ” કલકત્તા ૧૭૪૭ મીનાક્ષીબેન કાંતીલાલ વઢવાણ સીટી
૧૭૨૨ જાગૃતીબેન પ્રવીણચંદ ” મુંબઈ–૧ ૧૭૪૮ મહેન્દ્ર ચત્રભુજ વઢવાણ સીટી
૧૭૨૩ બીપીનચંદ વૃજલાલ વઢવાણ સીટી ૧૭૪૯ ધીરેન્દ્રકુમાર રમણીકલાલ ” જમશેદપુર
૧૭૨૪ પ્રકાશ વૃજલાલ વઢવાણ સીટી ૧૭પ૦ હરસાબેન રમણીકલાલ ” જમશેદપુર
૧૭૨પ રમેશ વૃજલાલ વઢવાણ સીટી ૧૭પ૧ મુકેશ રમણીકલાલ ” જમશેદપુર
૧૭૨૬ મીનાબેન કાંતિલાલ ભાવનગર ૧૭પ૨ રૂપાબેન રમણીકલાલ ” જમશેદપુર
૧૭૨૭ કમલેશ કાંતિલાલ ભાવનગર ૧૭પ૩ પૂર્ણીમા ચીમનલાલ ” જમશેદપુર
૧૭૨૮ કીર્તીકુમાર ફુલચંદ મુંબઈ–૭૭ ૧૭પ૪ રજનીકાન્ત મગનલાલ ” મઉ
૧૭૨૯ ઉર્મીલાબેન કીર્તીકુમાર મુંબઈ–૭૭ ૧૭પપA વિજયકુમાર રમણીકલાલ ” વાંકાનેર
૧૭૩૦ વીરાબેન કીર્તીકુમાર મુંબઈ–૭૭ ૧૭પપB કમલિની રમણીકલાલ ” વાંકાનેર
૧૭૩૧ ઈનાબેન કીર્તીકુમાર મુંબઈ–૭૭ ૧૭પ૬ વિભાબેન અમરચંદ ” વાંકાનેર
૧૭૩૨ વિભાબેન અમરચંદ ” વાંકાનેર ૧૭પ૭ કિર્તીદાબેન અમરચંદ ” વાંકાનેર
૧૭૩૩ કીર્તીદા અમરચંદ ” વાંકાનેર ૧૭પ૮ હસમુખલાલ ચંદુલાલ ” વાંકાનેર
૧૭૩૪ નરેન્દ્રકુમાર સી. મુંબઈ–૬૭ ૧૭પ૯ હસમુખલાલ ડાયાલાલ ” બોરીવલી
૧૭૩પ ભરતકુમાર સી. મુંબઈ–૬૭ ૧૭૬૦ મંદાકિની સુખલાલ ” રાજકોટ
૧૭૩૬ જીતેન્દ્રકુમાર સી. મુંબઈ–૬૭ ૧૭૬૧ નૈનાબેન મનહરલાલ ” મુંબઈ–૧
૧૭૩૭ અશોકકુમાર સી. મુંબઈ–૬૭ ૧૭૬૨ ધનેન્દ્ર મનહરલાલ ” મુંબઈ–૧
૧૭૩૮ જાગૃતીબેન સી. મુંબઈ–૬૭ ૧૭૬૩ નરેન્દ્ર મનહરલાલ ” રાજકોટ
૧૭૩૯ મીરાબેન ભાયલાલ મુંબઈ–૬૭ ૧૭૬૪ ભુપેન્દ્રકુમાર અમૃતલાલ ” રાજકોટ
૧૭૪૦ ચંદ્રકાંત મનસુખલાલ ” વીંછીયા ૧૭૬પ મુકેશકુમાર અમૃતલાલ ” રાજકોટ
૧૭૪૧ ઈન્દુમતી ન. ” લાઠી ૧૭૬૬ સંજયકુમાર અમૃતલાલ ” રાજકોટ

PDF/HTML Page 39 of 41
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
૧૭૬૭ સ્વાતિ ભગવાનજી જૈન જામનગર
૧૭૬૮ ધર્મેન્દ્ર નગીનદાસ ” મુંબઈ–૧
૧૭૬૯ સરોજબેન નગીનદાસ ” જાંબુડી
૧૭૭૦ નીકાબેન નગીનદાસ ” જાંબુડી
૧૭૭૧ કોકીલાબેન અમૃતલાલ ” ખેડબ્રહ્મા
૧૭૭૨ રમેશચંદ્ર પુનમચંદ
” ખેડબ્રહ્મા
૧૭૭૩ નીરૂપમા પ્રવીણચંદ્ર ” રાજકોટ
૧૭૭૪ રેણુકાબેન પ્રવીણચંદ્ર ” રાજકોટ
૧૭૭પ ચેતન ચમનલાલ
” નાગપુર
૧૭૭૬ મીનાબેન ચમનલાલ ” નાગપુર
૧૭૭૭ પુનીત મનહરલાલ
” રાજકોટ
૧૭૭૮ ભરતકુમાર મનહરલાલ ” રાજકોટ
૧૭૭૯ નીતાબેન મનહરલાલ ” રાજકોટ
૧૭૮૦ રાજેશકુમાર રજનીકાન્ત ” ભાવનગર
૧૭૮૧ ભાવીકકુમાર રજનીકાન્ત ” ભાવનગર
૧૭૮૨ સુનંદાબેન રજનીકાન્ત ” ભાવનગર
૧૭૮૩ બળવંતરાય એ.
મોરબી
૧૭૮૪ સુધાકુમારી એ. મોરબી
૧૭૮પ નીતિનકુમાર એ. મોરબી
૧૭૮૬ જ્યોત્સનાકુમારી એ. ” મોરબી
૧૭૮૭ ઈન્દુકુમારી એ. મોરબી
૧૭૮૮ અશોકકુમાર એ. મોરબી
૧૭૮૯ વિભાકુમારી બી. મોરબી
૧૭૯૦ ચંદ્રીકાબેન બી. મોરબી
૧૭૯૧ હર્ષીકાબેન બી. મોરબી
૧૭૯૨ ચાંદનીબેન બી. મોરબી
૧૭૯૩ સંજયકુમાર બી. મોરબી
૧૭૯૪ રમેશકુમાર બી. મોરબી
(બાકીનાં નામો આવતા અંકે)
સમાચાર અને કાર્યક્રમ
ગત કારતક–માગશર માસમાં ગુરુદેવ
અમદાવાદ, વડોદરા, મીયાંગામ તથા પાલેજ અને
પાછા ફરતાં અમદાવાદ તથા બરવાળા–એ દરેક
ગામે પધાર્યા હતા, ને દરેક ગામે આનંદથી કાર્યક્રમ
ઉજવાયા હતા. પાલેજમાં જિનમંદિરના દશવર્ષિય
ઉત્સવ નિમિત્તે રત્નત્રયમંડલવિધાન પૂજન થયું
હતું, તેમજ ભક્તિ રથયાત્રા વગેરે પણ ઉત્સાહપૂર્વક
થયા હતા. પાલેજના ભાઈઓને ઘણો ઉત્સાહ હતો.
તેમજ આસપાસથી ઘણા માણસો પ્રવચનનો લાભ
લેતા હતા. ૪૭ શક્તિનાં પ્રવચનનું પુસ્તક
‘આત્મવૈભવ” તેનું મૂરત અહીં માગશર સુદ ૧૧
ના રોજ થયું હતું. માગશર સુદ ૧૪ ના રોજ
ગુરુદેવ સોનગઢ પધાર્યા હતા. સવારે પુરુષાર્થ
સિદ્ધિઉપાય ઉપર તથા બપોરે કર્તાકર્મ અધિકાર
ઉપર સુંદર પ્રવચનો ચાલે છે. રાત્રે પણ અનેક
વિશિષ્ટ ચર્ચાઓ થાય છે.
હવે આ પોષ સુદ ૧૨ સોનગઢથી
અમરાપુર; ૧૩ થી લાઠી (ચાર દિવસ); વદ ૩–૪
અમરેલી (બે દિવસ) વદ પ થી ૮ જસદણમાં
વેદીપ્રતિષ્ઠા; વદ ૯ થી માહ સુદ ૧ મોટા
આંકડિયામાં પંચકલ્યાણકપ્રતિષ્ઠા; સુદ ૨–૩
રાણપુર; સુદ ૪ થી ૧૧ હિંમતનગરમાં
પંચકલ્યાણકપ્રતિષ્ઠા. માહ સુદ ૧૨ અમદાવાદ થઈને
સોનગઢ; સુદ ૧૩ થી વદ ૧ ભાવનગર; ત્યારબાદ
અમદાવાદ – હિંમતનગર – આબુ – પાલી –
કિસનગઢ – કુચામન – લાડનુ અને સીકર થઈને
જયપુર તા. ૬ માર્ચ માહ વદ ૧૧ પધારશે; ત્યાં
વેદીપ્રતિષ્ઠા તથા પં. ટોડરમલ્લજી સ્મારકભવનનું
ઉદ્ઘાટન અને દ્વિશતાબ્દિ–મહોત્સવ કરીને,
સમ્મેદશિખરજીતીર્થની યાત્રા માટે ફાગણ સુદ ૬ તા.
૧૭ માર્ચના રોજ પ્રસ્થાન કરશે અને ફાગણ સુદ
૧૩ ના રોજ સમ્મેદશિખર પહોંચશે. બીજે દિવસે
(તા. ૨પ ના રોજ) તીર્થયાત્રા થશે.

PDF/HTML Page 40 of 41
single page version

background image
બાહિર નારકીકૃત દુઃખ ભોગે
અંતર સુખરસ ગટાગટી
એ જીવ! દેહાદિથી ભિન્ન શુદ્ધાત્માને જાણ! –એમ
વારંવાર ઉપદેશ દેવા છતાં જીવે તે ધ્યાનમાં લીધું નહિ, ને
તીવ્ર પાપોમાં રચ્યોપચ્યો રહ્યો. તેથી મરીને ગયો...
ક્્યાં? નરકમાં.
નરકમાં તે પાપનાં ફળમાં અનેક પ્રકારનાં અસહ્ય
દુઃખો ભોગવતો હતો. પરમાધામીઓએ તેને પકડીને પરાણે
તાંબાના ધગધગતા કોથળામાં પૂર્યો...અને પછી–
કોથળાનું મોઢું પેક કરીને લોખંડના મોટા ઘણથી
પીટવા માંડયો, ને ચારેકોર તીક્ષ્ણભાલાથી વીંધવા લાગ્યા,
નીચે અગ્નિની મોટી જ્વાળા કરીને કોથળો સેકવા માંડયો; એ
વખતે અંદર બેઠેલા જીવને શું થતું હશે!!
કોથળામાં સેકાતા તે જીવને વિચાર જાગ્યો કે અરે!
આવાં દુઃખ! ને આવું વેદન! પૂર્વે મુનિઓએ મને શુદ્ધાત્માનું
શ્રવણ કરાવેલું પણ મેં તે વખતે લક્ષમાં ન લીધું. ત્યારે
આત્મહિતની દરકાર કરી હોત તો આ દુઃખ ન હોત...આવા
વિચારથી પરિણામમાં વિશુદ્ધતા થવા લાગી... ‘આ દુઃખથી
જુદું મારું કોઈ તત્ત્વ અંદરમાં છે, –મને મુનિઓએ તે
સંભળાવ્યું હતું.’ –અને બીજી જ ક્ષણે–
કોથળામાં પુરાયેલા તે જીવને પોતાના શુદ્ધ ચૈતન્ય
તત્ત્વની દ્રષ્ટિ થઈ...દુઃખથી જુદું કોઈ અપૂર્વ સ્વસંવેદન
પ્રગટ્યું...ઘણથી ટીપાવાના, ભાલાથી ભેદાવાના ને અગ્નિમાં
સેકાવાના એ જ સંયોગો વચ્ચે એ કોથળામાં એને
અતીન્દ્રિયસુખનું વેદન થયું! ‘બાહિર નારકી કૃત દુઃખ ભોગે,
અન્તર સુખરસ ગટાગટી.’
નરકમાં આવા સંયોગ વચ્ચે આ જીવ સમ્યક્ત્વ
પામ્યો–ને સ્વઘરના પરમઆનંદનું વેદન કર્યું...તો હે જીવ! તું...!!
ચારગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ,
શુદ્ધાતમ ચિન્તન કરી, લે શિવસુખનો લ્હાવ.