Chha Dhala (Gujarati). Chha Dhala; Aavrutti; Prastavana; Jeevane Anadithi Sat Tattva Vishe Bhoolo; Uparni Bhoolonu Phal; Dharm Pamavano Samay; Mithyatvanu Mahapap; Vastunu Swaroop; Samyagdrashtini Bhavana; Samyak Charitra Tatha Maha Vrat; Dravyarthik Naye Nishchyanu Swaroop Ane Tena Ashraye Thato Suddha Paryay; Paryayarthiknaye Nishchy Ane Vyavaharnu Swaroop; Bija Vishyo; Pathakone Vinnati; Prakashkiy Nivedan; Vrat-sanyam Kyare?; Jain Shastrona Arth Karavani Paddhati; Vishayanukramanika.

Next Page >


Combined PDF/HTML Page 1 of 12

 


Page -20 of 205
PDF/HTML Page 2 of 227
single page version

background image
ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ
કવિવર અધ્યાત્મપ્રેમી પંડિત
શ્રી દૌલતરામજી કૃત
છ ઢાળા
[ ટીકા સહિત ]
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ૩૬૪ ૨૫૦ (સૌરાષ્ટ્ર)

Page -19 of 205
PDF/HTML Page 3 of 227
single page version

background image
અત્યાર સુધી છપાયેલ કુલ પ્રતઃ ૧૯,૮૦૦
બારમી આવૃત્તિ પ્રતઃ ૩,૦૦૦ વિ. સં. ૨૦૫૮
ઃ મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ-
ફોનઃ (૦૨૮૪૬) ૪૪૦૮૧
આ આવૃત્તિની પડતર કિંમત રુા. ૨૦=૦૦ થાય છે.
અનેક મુમુક્ષુઓની આર્થિક સહાયથી તેની કિંમત
રુા. ૧૮=૦૦ થાય છે. તેમાંથી ૫૦% સ્વ શ્રી શાંતિલાલ
રતિલાલ શાહ તરફથી કિંમત ઘટાડવામાં આવતાં આ
આવૃત્તિની વેચાણ-કિંમત રુા. ૯=૦૦ રાખવામાં આવી છે.
શ્રી છ ઢાળા(ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
શ્રીમતી લતાબેન અનંતરાય શાહ, જલગાંવ
અ.સૌ. રશ્મિ સુધેશ, અ.સૌ. રુપલ હિતેશ, મોક્ષા, આગમ.
કિંમત રૂા. ૯=૦૦


Page -17 of 205
PDF/HTML Page 5 of 227
single page version

background image
પ્રસ્તાવના
કવિવર પંડિત દૌલતરામજી કૃત ‘છ ઢાળા’ જૈનસમાજમાં
સારી રીતે પ્રચલિત છે. ઘણા ભાઈબહેનો તેનો નિત્ય પાઠ કરે
છે; જૈન પાઠશાળાઓનું તે એક પાઠ્યપુસ્તક છે. સંવત ૧૮૯૧ના
વૈશાખ સુદ ૩ (અક્ષય ત્રીજ)ના રોજ ગ્રંથકારે તેની રચના પૂરી
કરી હતી. આ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ ટૂંકામાં સારી રીતે બતાવવામાં
આવ્યું છે, અને તે બાળકથી માંડી વૃદ્ધ સુધી સર્વે જીવો તરત
સમજી શકે તેવી સરળ ભાષામાં આપવામાં આવ્યું છે.
આ ગ્રંથમાં છ-ઢાળ (છ પ્રકરણો) છે; તેમાં આવતાં
વિષયો ટૂંકમાં આપવામાં આવે છેઃ
જીવને અનાદિથી સાત તત્ત્વ વિષે ભૂલો
આ ગ્રંથની બીજી ઢાળમાં જીવને અનાદિથી ચાલી આવતી
સાત તત્ત્વ વિષે ભૂલોનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તે ટૂંકમાં
નીચે મુજબ છેઃ
૧. ‘શરીર તે હું છું’ એમ જીવ અનાદિથી માની રહ્યો
છે, તેથી હું તેને હલાવીચલાવી શકું, શરીરનાં કાર્યો હું કરી
શકું, શરીર સારું હોય તો મને લાભ થાયએ વગેરે પ્રકારે
તે શરીરને પોતાનું માને છે, આ મહા ભ્રમ છે. આ જીવતત્ત્વની
ભૂલ છે એટલે કે જીવને તે અજીવ માને છે.
૨. શરીરની ઉત્પત્તિથી જીવનો જન્મ અને શરીરના
વિયોગથી જીવનું મરણ તે માને છે, તેમાં અજીવને જીવ માને
[ ૩ ]

Page -16 of 205
PDF/HTML Page 6 of 227
single page version

background image
છે, આ અજીવતત્ત્વની ભૂલ છે.
૩. મિથ્યાત્વ, રાગાદિ પ્રગટ દુઃખ દેનારાં છે, છતાં તેનું
સેવન કરવામાં સુખ માને છે. આ આસ્રવતત્ત્વની ભૂલ છે.
૪. શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે
માને છે, પણ તત્ત્વદ્રષ્ટિએ તે બન્ને નુકસાનકારક છે એમ
તે માનતો નથી
બંધતત્ત્વની ભૂલ છે.
૫. સમ્યગ્જ્ઞાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ
છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવાં
છે
એમ જીવ માને છેતે સંવરતત્ત્વની ભૂલ છે.
૬. શુભાશુભ ઇચ્છાઓને નહિ રોકતાં, ઇન્દ્રિયોના વિષયો
પ્રત્યે ઇચ્છા કર્યા કરે છે તે નિર્જરાતત્ત્વની ભૂલ છે.
૭. સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય છે,
અને તે જ ખરું સુખ છેએમ ન માનતાં, બાહ્ય વસ્તુઓની
સગવડોથી સુખ મળી શકે એમ જીવ માને છે તે મોક્ષતત્ત્વની
ભૂલ છે.
ઉપરની ભૂલોનું ફળ
આ ગ્રંથની પહેલી ઢાળમાં આ ભૂલોનું ફળ બતાવ્યું છે.
આ ભૂલોનું ફળ જીવને સમયે સમયે અનંત દુઃખનો
ભોગવટો છે; એટલે કે ચારે ગતિઓમાં
મનુષ્ય, દેવ, તિર્યંચ
કે નારક તરીકે જન્મીમરી દુઃખ ભોગવે છે. લોકો
દેવગતિમાં સુખ માને છે પણ તે ભ્રમણા છેખોટું છે. ગાથા
[ ૪ ]

Page -15 of 205
PDF/HTML Page 7 of 227
single page version

background image
૧૫૧૬માં તે સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે.
આ ગતિઓમાં મુખ્ય ગતિ નિગોદએકેન્દ્રિયની છે,
સંસારદશામાં વધારેમાં વધારે કાળ જીવ તેમાં કાઢે છે. તે
અવસ્થા ટાળી બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય ભાગ્યે જ થાય છે; અને
તેમાં પણ મનુષ્યપણું પ્રાપ્ત કરવું તો અતિ
અતિ દીર્ઘકાળે
બને છે, એટલે કે જીવ મનુષ્યભવ ‘લગભગ નહિવત્’ પામે
છે.
ધર્મ પામવાનો સમય
જીવને ધર્મ પામવાનો મુખ્ય સમય મનુષ્યપણું છે; તેથી
જો જીવ ધર્મ સમજવાની શરૂઆત કરે તો તે કાયમને માટે
દુઃખ ટાળી શકે. પરંતુ મનુષ્યભવમાં પણ કાં તો ધર્મનો યથાર્થ
વિચાર કરતો નથી, અગર તો ધર્મને નામે ચાલતી અનેક
મિથ્યા માન્યતાઓમાંથી કોઈ ને કોઈ ખોટી માન્યતાને ગ્રહણ
કરે છે અને કુદેવ, કુગુરુ તથા કુશાસ્ત્રમાં તે ફસાઈ જાય
છે; અથવા તો ‘બધા ધર્મો એક છે’ એમ ઉપલક દ્રષ્ટિએ
માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે અને પોતાની
એ ભ્રમણાવાળી બુદ્ધિને, વિશાળબુદ્ધિ માનીને અભિમાન સેવે
છે; કદી તે જીવ સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ
સમજે તોપણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પ્રયાસ
કરતો નથી; તેથી તે ફરી ફરીને સંસારચક્રમાં રખડી પોતાનો
મોટામાં મોટો કાળ નિગોદ
એકેન્દ્રિયપણામાં કાઢે છે.
[ ૫ ]

Page -14 of 205
PDF/HTML Page 8 of 227
single page version

background image
મિથ્યાત્વનું મહાપાપ
ઉપર કહ્યું તે બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને
ભ્રમણા છે. પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી મને
લાભ થાય, પરથી મને નુકશાન થાય
એવી મિથ્યા માન્યતાનું
નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે; તે
મહાપાપને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાદર્શન કહેવામાં આવે છે.
તેના ફળ તરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે
તેને તીવ્ર કે મંદપણે સેવે છે. જીવો ક્રોધાદિકને પાપ ગણે છે,
પણ તેનું મૂળિયું મિથ્યાદર્શનરૂપ મહાપાપ છે તેને તેઓ
ઓળખતા નથી, તો પછી તેને ટાળે ક્યાંથી?
વસ્તુનું સ્વરૂપ
વસ્તુસ્વરૂપ કહો કે જૈનધર્મ કહો, તે બંને એક જ છે.
તેનો વિધિ એવો છે કેપહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું
પાપ છોડાવે છે, માટે મહાપાપ શું અને નાનું પાપ શું તે
પ્રથમ સમજવાની ખાસ જરૂર છે.
જુગાર, ૨માંસભક્ષણ, ૩મદિરાપાન, ૪વેશ્યા-
ગમન, ૫શિકાર, ૬પરનારીનો સંગ અને ૭ચોરી.
સાત જગતમાં મોટા વ્યસનો ગણાય છે, પણ એ સાતે વ્યસનો
કરતાં મિથ્યાત્વ તે મહાપાપ છે, તેથી તેને પ્રથમ છોડાવવાનો
જૈનધર્મનો ઉપદેશ છે; છતાં ઉપદેશકો, પ્રચારકો અને
અગ્રેસરોનો મોટો ભાગ મિથ્યાત્વના યથાર્થ સ્વરૂપથી અજાણ છે;
[ ૬ ]

Page -13 of 205
PDF/HTML Page 9 of 227
single page version

background image
આ સ્થિતિમાં મહાપાપરૂપ મિથ્યાત્વ ટાળવાનો ઉપદેશ તેઓ
ક્યાંથી આપી શકે? તેઓ ‘પુણ્ય’ને ધર્મમાં સહાયક માની તેના
ઉપદેશની મુખ્યતા કરે છે; એ પ્રમાણે ધર્મને નામે મહા
મિથ્યાત્વરૂપી પાપને અવ્યકત રીતે પોષે છે. આ ભૂલ જીવ ટાળી
શકે તે માટે સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન તથા સમ્યગ્જ્ઞાન અને
મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ આ ગ્રંથની ત્રીજી અને ચોથી ઢાળમાં આપેલ
છે. આનો અર્થ એવો નથી કે શુભને બદલે અશુભભાવ જીવે
કરવા; પણ શુભ ભાવને ધર્મ કે ધર્મમાં સહાયક માનવો નહીં,
નીચલી અવસ્થામાં શુભ ભાવ થયા વિના રહે નહીં, પણ તેને
ધર્મ માનવો તે મિથ્યાત્વરૂપ મહાપાપ છે.
સમ્યગ્દ્રષ્ટિની ભાવના
પાંચમી ઢાળમાં બાર ભાવનાનું સ્વરૂપ આપ્યું છે;
સમ્યગ્દ્રષ્ટિ જીવને જ આ ખરી ભાવના હોય છે.
સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે, તેથી સમ્યગ્દ્રષ્ટિ
જીવને જ આ બાર પ્રકારની ભાવના હોય છે; તેમાં જે શુભ
ભાવ થાય છે તેને તે ધર્મ માનતા નથી પણ બંધનું કારણ માને
છે, જેટલો રાગ ટળે છે તથા સમ્યગ્દર્શન
જ્ઞાનની જે દ્રઢતા થાય
છે તેને તે ધર્મ માને છે, તેથી તેને સંવરનિર્જરા થાય છે.
અજ્ઞાનીઓ તો શુભ ભાવને ધર્મ અથવા ધર્મમાં સહાયક માને
છે તેથી તેમને આ ખરી ભાવના હોતી નથી.
સમ્યક્ચારિત્ર તથા મહાવ્રત
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તેને
[ ૭ ]

Page -12 of 205
PDF/HTML Page 10 of 227
single page version

background image
સમ્યક્ચારિત્ર કહેવામાં આવે છે, અને તેમાં સ્થિર રહી શકે
નહિ ત્યારે તેને શુભભાવરૂપ અણુવ્રત કે મહાવ્રત હોય છે,
પણ તેમાં થતા શુભ ભાવને તે ધર્મ માનતા નથી; તે વગેરેનું
સ્વરૂપ છઠ્ઠી ઢાળમાં કહ્યું છે.
દ્રવ્યાર્થિકનયે નિશ્ચયનું સ્વરૂપ અને તેના
આશ્રયે થતો શુદ્ધપર્યાય
આત્માનો સ્વભાવ ત્રિકાળી શુદ્ધ અખંડ ચૈતન્યમય છે
એ સમ્યગ્દર્શનનો તથા નિશ્ચયનયનો વિષય હોવાથી
દ્રવ્યાર્થિકનયે આ ત્રિકાળી શુદ્ધ અખંડ ચૈતન્યસ્વરૂપ આત્માને
‘નિશ્ચય’ કહેવામાં આવે છે, આત્માનો તે ત્રિકાળી સામાન્ય
સ્વભાવ દ્રવ્યાર્થિકનયે આત્માનું સ્વરૂપ છે, ત્રિકાળી શુદ્ધતા
તરફના વલણથી જીવનો જે શુદ્ધ પર્યાય પ્રગટે છે તે શુદ્ધ
પર્યાયને ‘વ્યવહાર’ કહેવામાં આવે છે, તે સદ્ભૂત વ્યવહાર
છે. અને અવસ્થામાં જે વિકાર કે રાગનો અંશ રહે છે તે
પર્યાય જીવનો અસદ્ભૂત વ્યવહાર છે; અસદ્ભૂત વ્યવહાર
જીવનું પરમાર્થ સ્વરૂપ નહિ હોવાથી ટળી શકે છે, અને તેથી
નિશ્ચયનયે તે જીવનું સ્વરૂપ નથી એમ સમજવું.
પર્યાયાર્થિકનયે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ
અથવા
નિશ્ચય અને વ્યવહાર પર્યાયનું સ્વરૂપ
ઉપર કહેલ સ્વરૂપ નહિ જાણનાર જીવો શુભ કરતાં કરતાં
[ ૮ ]

Page -11 of 205
PDF/HTML Page 11 of 227
single page version

background image
ધર્મ (શુદ્ધતા) થાય એમ માને છે અને તેઓ શુભને વ્યવહાર
માને છે તથા તે કરતાં કરતાં ભવિષ્યમાં નિશ્ચય (શુદ્ધભાવ
ધર્મ)
થશે એમ તેઓ માને છેઆ એક મહાન ભૂલ છે; તેથી તેનું
સાચું સ્વરૂપ અહીં ટૂંકમાં આપવામાં આવે છેઃ
સમ્યગ્દ્રષ્ટિ જીવને નિશ્ચય (શુદ્ધ) અને વ્યવહાર (શુભ)
એવા ચારિત્રના મિશ્ર પર્યાય નીચલી અવસ્થામાં એકી વખતે
હોય છે. કોઈ વખતે નિશ્ચય (શુદ્ધ ભાવ) મુખ્યપણે હોય છે
કોઈ વખતે વ્યવહાર (શુભભાવ) મુખ્યપણે હોય છે. આનો
અર્થ એવો છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે
તેનું નામ નિશ્ચયપર્યાય (શુદ્ધતા) છે, અને તેમાં સ્થિર રહી
શકે નહિ ત્યારે સ્વલક્ષે અશુભભાવ ટાળી શુભમાં રહે અને
તે શુભને ધર્મ માને નહીં, તેને વ્યવહારપર્યાય (શુભપર્યાય)
કહેવામાં આવે છે; કેમકે તે જીવને શુભપર્યાય થોડા વખતમાં
ટળી શુદ્ધપર્યાય પ્રગટે છે; આ અપેક્ષા લક્ષમાં રાખી વ્યવહાર
સાધક અને નિશ્ચય સાધ્ય
એમ પર્યાયાર્થિકનયે કહેવામાં આવે
છે; તેનો અર્થ એવો છે કે સમ્યગ્દ્રષ્ટિનો શુભ પર્યાય ટળી
ક્રમે ક્રમે શુદ્ધ પર્યાય થતો જાય. આ બન્ને પર્યાયો હોવાથી
તે પર્યાયાર્થિકનયનો વિષય છે. આ ગ્રંથમાં કેટલેક ઠેકાણે
નિશ્ચય અને વ્યવહાર એવા શબ્દો વાપરવામાં આવ્યા છે, ત્યાં
તેનો આ અર્થ સમજવો. વ્યવહાર (શુભભાવ)નો વ્યય તે
સાધક અને નિશ્ચય (શુદ્ધભાવ)નો ઉત્પાદ તે સાધ્ય એવો તેનો
અર્થ થાય છે; તેને ટૂંકામા ‘વ્યવહાર સાધક, નિશ્ચય સાધ્ય’
એમ પર્યાયાર્થિકનયે કહેવામાં આવે છે.
[ ૯ ]

Page -10 of 205
PDF/HTML Page 12 of 227
single page version

background image
બીજા વિષયો
આ પુસ્તકમાં બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા વગેરે
વિષયોનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. બહિરાત્મા તે
મિથ્યાદ્રષ્ટિનું બીજું નામ છે, કેમ કે બહારના સંયોગ
વિયોગ,
શરીર, રાગ, દેવશાસ્ત્રગુરુ આદિથી ખરેખર (પરમાર્થ)
પોતાને લાભ થાય એમ તે માને છે. અંર્તઆત્મા તે
સમ્યગ્દ્રષ્ટિનું બીજું નામ છે; કેમકે પોતાના અંતરથી જ એટલે
કે મારા ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે જ મને લાભ થઈ
શકે એમ તે માને છે. પરમાત્મા તે આત્માની સંપૂર્ણ શુદ્ધ
અવસ્થા છે. આ સિવાય બીજા અનેક વિષયો આ ગ્રંથમાં
લેવામાં આવ્યા છે; તે બધા કાળજીપૂર્વક સમજવાની જરૂર છે.
પાઠકોને વિનંતી
પાઠકોએ આ પુસ્તકનો સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કરવો;
કેમ કે સત્શાસ્ત્રનો ધર્મબુદ્ધિ વડે અભ્યાસ તે સમ્યગ્દર્શનનું
કારણ છે; આ ઉપરાંત શાસ્ત્રાભ્યાસમાં નીચેની બાબતો ખાસ
ખ્યાલમાં રાખવીઃ
૧. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે.
૨. સમ્યગ્દર્શન પામ્યા સિવાય કોઈ પણ જીવને સાચાં
વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે હોય નહીં.
કેમકે તે ક્રિયા પ્રથમ પાંચમે ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે.
૩. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની એ બંનેને થાય છે.
[ ૧૦ ]

Page -9 of 205
PDF/HTML Page 13 of 227
single page version

background image
પણ અજ્ઞાની તેનાથી ધર્મ થશે એમ માને છે અને જ્ઞાનીને
બુદ્ધિમાં તે હેય હોવાથી તેનાથી કદી ધર્મ ન થાય એમ તે
માને છે.
૪. આ ઉપરથી ધર્મીને શુભ ભાવ હોતો જ નથી એમ
સમજવું નહીં, પણ શુભ ભાવને ધર્મ કે તેથી ક્રમે ક્રમે ધર્મ
થશે એમ તે માનતો નથીકેમ કે અનંત વીતરાગોએ તેને
બંધનું કારણ કહ્યું છે.
૫. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં,
પરિણમાવી શકે નહીં, પ્રેરણા કરી શકે નહીં, લાભનુકસાન
કરી શકે નહીં, પ્રભાવ પાડી શકે નહીં, અસર, મદદ કે
ઉપકાર કરી શકે નહીં, મારી
જીવાડી શકે નહીં. એવી દરેક
દ્રવ્ય-ગુણ-પર્યાયની સંપૂર્ણ સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ
પોકારી
પોકારીને કહી છે.
૬. જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ
હોય પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં
થાય છે, તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે;
માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થવું.
૭. પહેલે ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને શાસ્ત્રનો અભ્યાસ,
વાંચનમનન, જ્ઞાની પુરુષનો ધર્મોપદેશ સાંભળવો, નિરંતર
તેમના સમાગમમાં રહેવું, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે
શુભ ભાવો હોય છે; પરંતુ પહેલે ગુણસ્થાને સાચાં વ્રત, તપ
વગેરે હોતાં નથી.
[ ૧૧ ]

Page -8 of 205
PDF/HTML Page 14 of 227
single page version

background image
ઉપલક દ્રષ્ટિએ જોનારને નીચેની બે શંકા થવાનો સંભવ
છેઃ
૧. આવા કથન સાંભળવાથી કે વાંચવાથી લોકોને ઘણું
નુકસાન થવા સંભવે છે (૨) હાલ લોકો જે કાંઈ વ્રત, પચખાણ,
પ્રતિક્રમણાદિ ક્રિયા કરે છે તે છોડી દેશે.
તેનો ખુલાસો નીચે પ્રમાણે છેઃ
સત્યથી કોઈ પણ જીવને નુકસાન થાય એમ કહેવું તે
ભૂલભરેલું છે અર્થાત્ અસત્ કથનથી લોકોને લાભ થાય એમ
માનવા બરાબર થાય છે. સત્ સાંભળવાથી કે વાંચવાથી જીવોને
કદી નુકસાન થાય જ નહિ અને વ્રતપચખાણ કરનારાઓ જ્ઞાની
છે કે અજ્ઞાની છે તે જાણવાની જરૂર છે. જો તેઓ અજ્ઞાની હોય
તો તેને સાચાં વ્રતાદિ હોતાં જ નથી તેથી તે છોડવાનો પ્રશ્ન
જ નથી. જો વ્રત કરનાર જ્ઞાની હશે તો છદ્મસ્થ દશામાં તે વ્રત
છોડી અશુભમાં જશે તેમ માનવું ન્યાયવિરુદ્ધ છે. પરંતુ એમ બને
કે તે ક્રમે ક્રમે શુભભાવને ટાળી શુદ્ધને વધારે. પણ તે તો લાભનું
કારણ છે, નુકસાનનું કારણ નથી. માટે સત્ય કથનથી કોઈને
નુકસાન થાય નહિ. આ કથનનું મનન કરવાની ખાસ જરૂર છે.
જિજ્ઞાસુઓ કંઈ વિશેષ સ્પષ્ટ ખુલાસાથી સમજી શકે તે વાત
લક્ષમાં રાખીને બ્રહ્મચારી ભાઈશ્રી ગુલાબચંદજીએ યથાશક્ય
શુદ્ધિ
વૃદ્ધિ કરી છે.
કાર્તિક સુદ ૧૫, સં. ૨૦૧૮
સોનગઢ (સૌરાષ્ટ્ર)
રામજી માણેકચંદ દોશી (પ્રમુખ)
શ્રી દિ. જૈન સ્વા૦ મંદિર ટ્રસ્ટ
[ ૧૨ ]

Page -7 of 205
PDF/HTML Page 15 of 227
single page version

background image
પ્રકાશકીય નિવેદન
આ ગુજરાતી ‘છ ઢાળા’ ગ્રંથની અગયારમી આવૃત્તિ ખપી
જવાથી તેની બારમી આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ છે.
આગળની આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે બ્ર. શ્રી ચંદુભાઈ
ઝોબાળિયાનાં માર્ગદર્શન નીચે આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી
છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને
કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ તેમનો ટ્રસ્ટ આભાર
માને છે.
આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુ જીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન
પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના.
વૈશાખ સુદિ ૨
વિ. સં. ૨૦૫૮
ઇ. સ. ૨૦૦૨
વ્રતસંયમ ક્યારે?
શંકાઃદ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ-ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ
છે, અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે પણ
નીચલી દશાવાળાઓને તો વ્રત
સંયમ આદિનો જ ઉપદેશ
આપવો યોગ્ય છે.
સાહિત્ય-પ્રકાશનસમિતિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
[ ૧૩ ]

Page -6 of 205
PDF/HTML Page 16 of 227
single page version

background image
સમાધાનઃજિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં
સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ-પરનું
શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ
કરતાં થાય છે; માટે પહેલાં દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી
સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક
ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં
જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે, તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની
પ્રાપ્તિ થતી ન જણાય તેને, પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ
આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશાવાળાઓને અધ્યાત્મ-
ઉપદેશ કરવા યોગ્ય છે એમ જાણી નીચલી દશાવાળાઓએ
પરાઙ્મુખ થવું યોગ્ય નથી.
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક પૃ. ૨૯૫)
જૈન શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ
જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે તેનો તો ‘‘સત્યાર્થ એમ જ છે’’ એમ જાણવું; તથા
કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને
‘‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે’’
એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું
ગ્રહણ છે. પણ બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી
‘‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’’ એવા ભ્રમરૂપ
પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક પૃ. ૨૫૬)
[ ૧૪ ]

Page -5 of 205
PDF/HTML Page 17 of 227
single page version

background image
વિષયાનુક્રમણિકા
વિષયપૃષ્ઠ
(પહેલી ઢાળ પૃ. ૧ થી ૩૦)
મંગલાચરણ ...
ગ્રંથરચનાનો ઉદ્દેશ અને જીવની ચાહના ...
ગુરુશિક્ષા અને સંસારનું કારણ ...
ગ્રંથની પ્રામાણિકતા અને નિગોદનું દુઃખ ...
નિગોદનાં દુઃખોનું વર્ણન ...
તિર્યંચગતિનાં દુઃખોનું વર્ણન ...
નરકગતિનાં દુઃખોનું વર્ણન ....૧૧
મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન ...૧૭
દેવગતિનાં દુઃખોનું વર્ણન ...૧૮
પહેલી ઢાળનો સારાંશ, ભેદ-સંગ્રહ, લક્ષણ-સંગ્રહ,
અંતર-પ્રદર્શન અને પ્રશ્નાવલી ...
૨૧૩૦
[બીજી ઢાળ પૃ. ૩૧ થી ૫૪]
સંસારપરિભ્રમણનું કારણ ...૩૧
અગૃહીત મિથ્યાદર્શન અને જીવતત્ત્વનું લક્ષણ ...૩૨
જીવતત્ત્વના વિષયમાં વિપરીત શ્રદ્ધા ...૩૩
મિથ્યાદ્રષ્ટિનો શરીર ને પર વસ્તુઓ ઉપર વિચાર અને
જીવતત્ત્વની ભૂલ ...
૩૪
અજીવ અને આસ્રવતત્ત્વનું વિપરીત શ્રદ્ધાન ...૩૫
આસ્રવતત્ત્વની ભૂલ ...૩૭
[ ૧૫ ]

Page -4 of 205
PDF/HTML Page 18 of 227
single page version

background image
બંધ અને સંવરતત્ત્વની વિપરીત શ્રદ્ધા ...૩૭
નિર્જરા અને મોક્ષની વિપરીત શ્રદ્ધા અને અગૃહીત
મિથ્યાજ્ઞાન ...
૩૯
નિર્જરાતત્ત્વની ભૂલ ...૩૯
મોક્ષતત્ત્વની ભૂલ ...૪૦
અગૃહીત મિથ્યાચારિત્રનું લક્ષણ૪૦
ગૃહીત મિથ્યાદર્શન અને કુગુરુનાં લક્ષણ ...૪૧
કુદેવ(મિથ્યાદેવ)નું સ્વરૂપ ...૪૩
કુધર્મ અને ગૃહીત મિથ્યાદર્શનનું સંક્ષિપ્ત લક્ષણ ...૪૪
ગૃહીત મિથ્યાજ્ઞાનનું લક્ષણ ...૪૫
ગૃહીત મિથ્યાચારિત્રનું લક્ષણ ...૪૭
મિથ્યાચારિત્રના ત્યાગનો અને આત્મહિતમાં
લાગવાનો ઉપદેશ ...
૪૭
બીજી ઢાળનો સારાંશ, ભેદ-સંગ્રહ, લક્ષણ-સંગ્રહ,
અંતર-પ્રદર્શન અને પ્રશ્નાવલી ...
૪૯-૫૪
[ત્રીજી ઢાળ પૃ. ૫૫ થી ૯૮]
સાચું સુખ; બે પ્રકારે મોક્ષમાર્ગનું કથન ...૫૫
નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ ...૫૮
વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ ...૫૯
બહિરાત્મા તથા ઉત્તમ અંતરાત્માનું લક્ષણ ...૬૧
મધ્યમ અને જઘન્ય અંતરાત્મા તથા સકલ પરમાત્મા ...૬૩
નિકલ પરમાત્માનું લક્ષણ અને પરમાત્માના ધ્યાનનો ઉપદેશ... ૬૫
અજીવ
પુદ્ગલ, ધર્મ, અધર્મ દ્રવ્યનાં લક્ષણ
અને ભેદ...૬૬
[ ૧૬ ]

Page -3 of 205
PDF/HTML Page 19 of 227
single page version

background image
આકાશ, કાળ અને આસ્રવનાં લક્ષણ અથવા ભેદ ...૬૮
આસ્રવત્યાગનો ઉપદેશ, બંધ, સંવર અને નિર્જરાનું લક્ષણ...૭૦
મોક્ષનું લક્ષણ, વ્યવહાર સમ્યક્ત્વનું લક્ષણ અને તેનાં કારણ... ૭૪
સમ્યક્ત્વના ૨૫ દોષ તથા ૮ ગુણોનું વર્ણન ...
૭૬
સમ્યક્ત્વના આઠ ગુણ અને શંકાદિ આઠ દોષ ...૭૮
મદ નામક આઠ દોષ ...૮૧
છ અનાયતન અને ત્રણ મૂઢતા દોષ ...૮૪
અવ્રતી સમ્યગ્દ્રષ્ટિની ઇન્દ્ર વગેરેથી પૂજા અને ...૮૫
સમ્યક્ત્વનો મહિમા, તેના અનુત્પત્તિ સ્થાન, સર્વોત્તમ સુખ...૮૬
સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું ...૮૮
ત્રીજી ઢાળનો સારાંશ, ભેદ-સંગ્રહ, લક્ષણ-સંગ્રહ,
અંતર-પ્રદર્શન અને પ્રશ્નાવલી ...
૯૦-૯૮
[ચોથી ઢાળ પૃ. ૯૯ થી ૧૩૬]
સમ્યગ્જ્ઞાનનું લક્ષણ અને સમય ...૯૯
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનમાં તફાવત ...૧૦૦
સમ્યગ્જ્ઞાનના ભેદ, પરોક્ષ અને દેશપ્રત્યક્ષ ...૧૦૨
સકલપ્રત્યક્ષ જ્ઞાનનું લક્ષણ અને મહિમા ...૧૦૪
જ્ઞાની અને અજ્ઞાનીના કર્મનાશમાં તફાવત ...૧૦૫
જ્ઞાનના દોષ અને મનુષ્યપર્યાય વગેરેની દુર્લભતા ...૧૦૭
સમ્યગ્જ્ઞાનનો મહિમા અને કારણ ...૧૦૯
સમ્યગ્જ્ઞાનનો મહિમા અને વિષયોની
ઇચ્છા રોકવાનો ઉપાય ...
૧૧૦
પુણ્ય-પાપમાં હર્ષ-શોકનો નિષેધ, સાર-સાર વાતો...૧૧૨
[ ૧૭ ]

Page -2 of 205
PDF/HTML Page 20 of 227
single page version

background image
સમ્યક્ચારિત્રનો સમય અને ભેદ તથા અહિંસા
અને સત્ય-અણુવ્રત ...
૧૧૪
શ્રાવકનાં બાર વ્રતોનાં લક્ષણ ...૧૧૭૧૨૩
નિરતિચાર શ્રાવક-વ્રત પાળવાનું ફળ ...૧૨૪
ચોથી ઢાળનો સારાંશ, ભેદ-સંગ્રહ, લક્ષણ-સંગ્રહ,
અંતર-પ્રદર્શન અને પ્રશ્નાવલી ....
૧૨૫-૧૩૬
[પાંચમી ઢાળ પૃ. ૧૩૭ થી ૧૬૧]
ભાવનાઓના ચિંતવનનું કારણ, તેના અધિકારી અને
તેનું ફળ...
૧૩૭
ભાવનાઓનું ફળ અને મોક્ષસુખ પ્રાપ્તિનો સમય૧૩૮
અનિત્યાદિ બાર ભાવનાઓનું સ્વરૂપ...૧૩૯-૧૫૬
આત્માના અનુભવપૂર્વક ભાવલિંગી મુનિનું સ્વરૂપ...૧૫૫
પાંચમી ઢાળનો સારાંશ, ભેદ-સંગ્રહ, લક્ષણ-સંગ્રહ,
અંતર-પ્રદર્શન અને પ્રશ્નાવલી ...
૧૫૫-૧૬૧
[છઠ્ઠી ઢાળ પૃ. ૧૬૨ થી ૨૦૨]
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય મહાવ્રતનાં લક્ષણો૧૬૨
પરિગ્રહત્યાગ મહાવ્રત, ઇર્યાસમિતિ, ભાષાસમિતિ૧૬૪
એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન સમિતિ૧૬૬
મુનિઓને ત્રણ ગુપ્તિ અને પંચેન્દ્રિય પર વિજય૧૬૯
મુનિઓના છ આવશ્યક, અને બાકીના સાત મૂળગુણ૧૭૧
મુનિઓના બાકીના ગુણો તથા રાગ-દ્વેષનો અભાવ૧૭૩
મુનિઓનાં તપ, ધર્મ, વિહાર તથા સ્વરૂપાચરણચારિત્ર;૧૭૬
સ્વરૂપાચરણચારિત્ર(શુદ્ધોપયોગ)નું વર્ણન૧૮૦
[ ૧૮ ]