Jain Siddhant Praveshika (Gujarati). Vishayanukramanika.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 5 of 6

 

PDF/HTML Page 81 of 110
single page version

૫૭૦ પ્ર. પ્રમાણ કોને કહે છે?
ઉ. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે.
૫૭૧ પ્ર. પ્રમાણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃએક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ.
૫૭૨ પ્ર. પ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે પદાર્થને સ્પષ્ટ જાણે.
૫૭૩ પ્ર. પ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃએક સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને
બીજો પારમાર્થિકપ્રત્યક્ષ.
૫૭૪ પ્ર. સાંવ્યવહારિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે ઇન્દ્રિય અને મનની સહાયતાથી પદાર્થને
એકદેશ (ભાગ) સ્પષ્ટ જાણે.
૫૭૫ પ્ર. પારમાર્થિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે કોઈની પણ સહાયતા વગર પદાર્થને
સ્પષ્ટજાણે.
૫૭૬ પ્ર. પારમાર્થિકપ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃવિકલપારમાર્થિક અને
સકલપારમાર્થિક.
૫૭૭ પ્ર. વિકલપારમાર્થિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. જે રૂપી પદાર્થોને કોઈની સહાયતા વિના સ્પષ્ટ
જાણે.
૫૭૮ પ્ર. વિકલપારમાર્થિકપ્રત્યક્ષના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃએક અવધિજ્ઞાન અને બીજું
મનઃપર્યયજ્ઞાન.
૫૭૯ પ્ર. અવધિજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે રૂપી
પદાર્થને સ્પષ્ટ જાણે.
૫૮૦ પ્ર. મનઃપર્યયજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે બીજાના
મનમાં રહેલા રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે.
૫૮૧ પ્ર. સકલપારમાર્થિકપ્રત્યક્ષ કોને કહે છે?
ઉ. કેવળજ્ઞાનને.

PDF/HTML Page 82 of 110
single page version

૫૮૨ પ્ર. કેવળજ્ઞાન કોને કહે છે?
ઉ. જે ત્રિકાળવર્તી (ભૂત, ભવિષ્ય અને વર્તમાન-
કાળના) સમસ્ત પદાર્થોને યુગપત્ (એક સાથે) સ્પષ્ટ જાણે.
૫૮૩ પ્ર. પરોક્ષપ્રમાણ કોને કહે છે?
ઉ. જે બીજાની સહાયતાથી પદાર્થને અસ્પષ્ટ જાણે.
૫૮૪ પ્ર. પરોક્ષપ્રમાણના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છેસ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન
અને આગમ.
૫૮૫ પ્ર. સ્મૃતિ કોને કહે છે?
ઉ. પહેલાં અનુભવ કરેલ પદાર્થને યાદ કરવો, તેને
સ્મૃતિ કહે છે.
૫૮૬ પ્ર. પ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં
જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ તે જ મનુષ્ય
છે કે, જેને કાલે જોયો હતો.
૫૮૭ પ્ર. પ્રત્યભિજ્ઞાનના કેટલા ભેદ છે?
ઉ. એકત્વપ્રત્યભિજ્ઞાન, સાદ્રશ્યપ્રત્યભિજ્ઞાન આદિ
અનેક ભેદ છે.
૫૮૮ પ્ર. એકત્વપ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થમાં
એકતા બતાવતા જોડરૂપ જ્ઞાનને એકત્વપ્રત્યભિજ્ઞાન કહે છે.
જેમકે
આ તે જ મનુષ્ય છે કે જેને કાલે જોયો હતો.
૫૮૯ પ્ર. સાદ્રશ્યપ્રત્યભિજ્ઞાન કોને કહે છે?
ઉ. સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં
સાદ્રશ્ય(સમાનતા) દેખાડતા જોડરૂપ જ્ઞાનને સાદ્રશ્ય
પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ ગાય રોઝના જેવી છે.
૫૯૦ પ્ર. તર્ક કોને કહે છે?
ઉ. વ્યાપ્તિના જ્ઞાનને તર્ક કહે છે.
૫૯૧ પ્ર. વ્યાપ્તિ કોને કહે છે?
ઉ. અવિનાભાવસંબંધને વ્યાપ્તિ કહે છે.
૫૯૨ પ્ર. અવિનાભાવ સંબંધ કોને કહે છે?
ઉ. જ્યાં જ્યાં સાધન (હેતુ) હોય, ત્યાં ત્યાં સાધ્યનું

PDF/HTML Page 83 of 110
single page version

હોવું અને જ્યાં જ્યાં સાધ્ય ન હોય, ત્યાં ત્યાં સાધનના પણ
ન હોવાને અવિનાભાવસંબંધ કહે છે. જેમકે
જ્યાં જ્યાં
ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ છે અને જ્યાં જ્યાં અગ્નિ નથી,
ત્યાં ત્યાં ધૂમાડો પણ નથી.
૫૯૩ પ્ર. સાધન કોને કહે છે?
ઉ. જે સાધ્ય વિના ન હોય. જેમકેઅગ્નિનો હેતુ
(સાધન) ધૂમાડો.
૫૯૪ પ્ર. સાધ્ય કોને કહે છે?
ઉ. ઇષ્ટ અબાધિત અસિદ્ધને સાધ્ય કહે છે.
૫૯૫ પ્ર. ઇષ્ટ કોને કહે છે?
ઉ. વાદી અને પ્રતિવાદી જેને સિદ્ધ કરવાને ચાહે,
તેને ઇષ્ટ કહે છે.
૫૯૬ પ્ર. અબાધિત કોને કહે છે?
ઉ. જે બીજા પ્રમાણથી બાધિત ન હોય. જેમકે
અગ્નિમાં ઠંડાપણું પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. એ કારણથી
આ ઠંડાપણું સાધ્ય (સિદ્ધ) થઈ શકતું નથી.
૫૯૭ પ્ર. અસિદ્ધિ કોને કહે છે?
ઉ. જે બીજા પ્રમાણથી સિદ્ધ ન થયું હોય અથવા
જેનો નિશ્ચય ન હોય, તેને અસિદ્ધિ કહે છે.
૫૯૮ પ્ર. અનુમાન કોને કહે છે?
ઉ. સાધનથી સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે.
૫૯૯ પ્ર. હેત્વાભાસ (સાધનાભાસ) કોને કહે છે?
ઉ. સદોષ હેતુને અથવા દોષ સહિત હેતુને.
૬૦૦ પ્ર. હેત્વાભાસના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃઅસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાન્તિક
(વ્યભિચારી) અને અકિંચિત્કર.
૬૦૧ પ્ર. અસિદ્ધહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુના અભાવનો (ગેરહાજરીનો) નિશ્ચય
હોય અથવા તેના સદ્ભાવમાં (હાજરમાં) સંદેહ (શક)
હોય, તેને અસિદ્ધહેત્વાભાસ કહે છે. જેમકે ‘‘શબ્દ નિત્ય છે
કેમકે નેત્રનો વિષય છે’’, પરંતુ શબ્દ કર્ણ (કાન)નો વિષય
છે. નેત્રનો થઈ શકતો નથી, તેથી ‘‘નેત્રનો વિષય’’ એ હેતુ
અસિદ્ધહેત્વાભાસ છે.

PDF/HTML Page 84 of 110
single page version

૬૦૨ પ્ર. વિરુદ્ધહેત્વાભાસ કોને કહે છે?
ઉ. સાધ્યથી વિરુદ્ધ પદાર્થની સાથે જેની વ્યાપ્તિ
હોય, તેને વિરુદ્ધહેત્વાભાસ કહે છે. જેમકે‘‘શબ્દ નિત્ય છે,
કેમકે પરિણામી છે’’ આ અનુમાનમાં પરિણામીની વ્યાપ્તિ
અનિત્યની સાથે છે, નિત્યની સાથે નથી, તે માટે નિત્યત્વનો
‘‘પરિણામી હેતુ’’ વિરુદ્ધ હેત્વાભાસ છે.
૬૦૩ પ્ર. અનૈકાન્તિક (વ્યભિચારી) હેત્વાભાસ કોને
કહે છે?
ઉ. જે હેતુ પક્ષ, સપક્ષ, વિપક્ષ એ ત્રણેમાં વ્યાપે,
તેને અનૈકાન્તિક (વ્યભિચારી) હેત્વાભાસ કહે છે. જેમકે
‘‘આ ઓરડામાં ધૂમાડો છે, કેમકે તેમાં અગ્નિ છે.’’ અહીંયા
અગ્નિ હેતુ પક્ષ, સપક્ષ, વિપક્ષ એ ત્રણેમાં વ્યાપક હોવાથી
અનૈકાન્તિક હેત્વાભાસ છે.
૬૦૪ પ્ર. પક્ષ કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યને રહેવાનો શક હોય. જેમકે ઉપરના
દ્રષ્ટાંતમાં ઓરડો.
૬૦૫ પ્ર. સપક્ષ કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યના સદ્ભાવ (હાજરી)નો નિશ્ચય
હોય. જેમકેધૂમાડાનો સપક્ષ લીલાં ઇંધન (બળતણ)થી
મળેલી અગ્નિવાળું રસોઈઘર છે.
૬૦૬ પ્ર. વિપક્ષ કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યના અભાવ (ગૈરમૌજૂદગી)નો નિશ્ચય
હોય. જેમકે અગ્નિથી તપેલો લોઢાનો ગોળો.
૬૦૭ પ્ર. અકિંચિત્કરહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુ કોઈપણ કાર્ય (સાધ્યની સિદ્ધિ) કરવામાં
સમર્થ ન હોય.
૬૦૮ પ્ર. અકિંચિત્કરહેત્વાભાસના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃએક સિદ્ધસાધન, બીજો બાધિત વિષય.
૬૦૯ પ્ર. સિદ્ધસાધન કોને કહે છે?
ઉ. જે હેતુનું સાધ્ય સિદ્ધ હોય. જેમકે અગ્નિ ગરમ
છે, કેમકે સ્પર્શ ઇન્દ્રિયથી એવું જ પ્રતીત થાય છે.
૬૧૦ પ્ર. બાધિતવિષયહેત્વાભાસ કોને કહે છે?
ઉ. જે હેતુના સાધ્યમાં બીજા પ્રમાણથી બાધા
(હરકત) આવે.

PDF/HTML Page 85 of 110
single page version

૬૧૧ પ્ર. બાધિતવિષયહેત્વાભાસના કેટલા ભેદ છે?
ઉ. પ્રત્યક્ષબાધિત, અનુમાનબાધિત, આગમબાધિત,
સ્વવચનબાધિત આદિ અનેક ભેદ છે.
૬૧૨ પ્ર. પ્રત્યક્ષબાધિત કોને કહે છે?
ઉ. જેના સાધ્યમાં પ્રત્યક્ષથી બાધા આવે. જેમકે
‘‘અગ્નિ ઠંડી છે, કેમકે એ દ્રવ્ય છે;’’ આ હેતુ પ્રત્યક્ષબાધિત
છે.
૬૧૩ પ્ર. અનુમાનબાધિત કોને કહે છે?
ઉ. જેના સાધ્યમાં અનુમાનથી બાધા આવે. જેમકે
ઘાસ આદિ કર્તાનું બનાવેલું છે, કેમકે એ કાર્ય છે; પરંતુ
આમાં આ અનુમાનથી બાધા આવે છે કે ઘાસ આદિ કોઈનું
બનાવેલું નથી, કેમકે તેનો બનાવવાવાળો શરીરધારી નથી.
જે જે શરીરધારીનું બનાવેલ નથી, તે તે વસ્તુઓ કર્તાની
બનાવેલી નથી. જેમ કે
આકાશ.
૬૧૪ પ્ર. આગમબાધિત કોને કહે છે?
ઉ. શાસ્ત્રથી જેનું સાધ્ય બાધિત હોય, તેને
આગમબાધિત કહે છે. જેમકે પાપ સુખને આપવાવાળું છે;
કેમકે તે કર્મ છે. જે જે કર્મ હોય છે, તે તે સુખના
આપવાવાળાં હોય છે, જેમકે પુણ્યકર્મ. આમાં શાસ્ત્રથી બાધા
આવે છે, કેમકે શાસ્ત્રમાં પાપને દુઃખ દેવાવાળું લખ્યું છે.
૬૧૫ પ્ર. સ્વવચનબાધિત કોને કહે છે?
ઉ. જેના સાધ્યમાં પોતાનાં વચનથી જ બાધા આવે.
જેમકેમારી માતા વંધ્યા છે, કેમકે પુરુષનો સંયોગ થવા
છતાં પણ તેને ગર્ભ રહેતો નથી.
૬૧૬ પ્ર. અનુમાનના કેટલા અંગ છે?
ઉ. પાંચ છેપ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, અને
નિગમન.
૬૧૭ પ્ર. પ્રતિજ્ઞા કોને કહે છે?
ઉ. પક્ષ અને સાધ્યના કહેવાને પ્રતિજ્ઞા કહે છે.
જેમકેકેમકે ‘આ પર્વતમાં અગ્નિ છે.’
૬૧૮ પ્ર. હેતુ કોને કહે છે?
ઉ. સાધનના વચનને (કહેવાને) હેતુ કહે છે.
જેમકે‘આ ધૂમવાન છે.’

PDF/HTML Page 86 of 110
single page version

૬૧૯ પ્ર. ઉદાહરણ કોને કહે છે?
ઉ. વ્યાપ્તિપૂર્વક દ્રષ્ટાંતને કહેવું, તેને ઉદાહરણ કહે
છે. જેમકે‘જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ છે. જેમ
કે રસોડું. અને જ્યાં જ્યાં અગ્નિ નથી. ત્યાં ત્યાં ધૂમાડો પણ
નથી. જેમકે ‘તળાવ.’
૬૨૦ પ્ર. દ્રષ્ટાંત કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્ય અને સાધનની મૌજૂદગી (હાજરી)
અથવા ગૈરમૌજૂદગી દેખાઈ જાય. જેમકેરસોઈનું ઘર
અથવા તળાવ.
૬૨૧ પ્ર. દ્રષ્ટાન્તના કેટલા ભેદ છે?
ઉ. બેઃઅન્વયદ્રષ્ટાંત અને વ્યતિરેકદ્રષ્ટાંત.
૬૨૨ પ્ર. અન્વયદ્રષ્ટાંત કોને કહે છે?
ઉ. જ્યાં સાધનની હયાતીમાં સાધ્યની હયાતી
બતાવાય તેને. જેમકે રસોડામાં ધૂમાડાનો સદ્ભાવ (હાજરી)
હોવાથી અગ્નિનો સદ્ભાવ બતાવ્યો.
૬૨૩ પ્ર. વ્યતિરેકદ્રષ્ટાંત કોને કહે છે?
ઉ. જ્યાં સાધ્યની ગેરહાજરીમાં સાધનની ગેરહાજરી
દેખાડાય તેને. જેમકેતળાવ.
૬૨૪ પ્ર. ઉપનય કોને કહે છે?
ઉ. પક્ષ અને સાધનમાં દ્રષ્ટાંતની સદ્રશતા
દેખાડવાને ઉપનય કહે છે. જેમકેઆ પર્વત પણ એવા જ
ધૂમાડાવાળો છે.
૬૨૫ પ્ર. નિગમન કોને કહે છે?
ઉ. પરિણામ દેખાડીને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવાને
ફરીથી કહેવું, તેને નિગમન કહે છે. જેમકેતેથી કરીને આ
પર્વત પણ અગ્નિવાન છે.
૬૨૬ પ્ર. હેતુના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ ભેદ છેઃકેવલાન્વયી, કેવલવ્યતિરેકી અને
અન્વયવ્યતિરેકી.
૬૨૭ પ્ર. કેવલાન્વયી હેતુ કોને કહે છે?
ઉ. જે હેતુમાં માત્ર અન્વય દ્રષ્ટાંત હોય, જેમકે
જીવ અનેકાંતસ્વરૂપ છે, કેમકે સત્સ્વરૂપ છે. જે જે સત્સ્વરૂપ

PDF/HTML Page 87 of 110
single page version

હોય છે તે તે અનેકાંતસ્વરૂપ હોય છે, જેમકેપુદ્ગલાદિક.
૬૨૮ પ્ર. કેવલવ્યતિરેકી હેતુ કોને કહે છે?
ઉ. જેમાં માત્ર વ્યતિરેકી દ્રષ્ટાંત હોય તેને. જેમકે
સજીવ શરીરમાં આત્મા છે; કેમકે તેમાં શ્વાસોચ્છ્વાસ છે.
જ્યાં જ્યાં આત્મા હોતો નથી, ત્યાં ત્યાં શ્વાસોચ્છ્વાસ પણ
હોતો નથી, જેમકે
મેજ વગેરે.
૬૨૯ પ્ર. અન્વયવ્યતિરેકી હેતુ કોને કહે છે?
ઉ. જેમાં અન્વયી દ્રષ્ટાંત અને વ્યતિરેકી દ્રષ્ટાંત
બન્ને હોય તેને. જેમકેપર્વતમાં અગ્નિ છે; કેમકે તેમાં
ધૂમાડો છે. જ્યાં જ્યાં ધૂમાડો છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે.
જેમકે રસોડું. જ્યાં જ્યાં અગ્નિ નથી, ત્યાં ત્યાં ધૂમાડો પણ
નથી. જેમકે તળાવ.
૬૩૦ પ્ર. આગમપ્રમાણ કોને કહે છે?
ઉ. આપ્તના વચન આદિથી ઉત્પન્ન થયેલા પદાર્થના
જ્ઞાનને.
૬૩૧ પ્ર. આપ્ત કોને કહે છે?
ઉ. પરમહિતોપદેશક સર્વજ્ઞદેવને આપ્ત કહે છે.
૬૩૨ પ્ર. પ્રમાણનો વિષય શું છે?
ઉ. સામાન્ય અથવા ધર્મી તથા વિશેષ અથવા ધર્મ
એ બંને અંશના સમૂહરૂપ વસ્તુ, તે પ્રમાણનો વિષય છે.
૬૩૩ પ્ર. વિશેષ કોને કહે છે?
ઉ. વસ્તુના કોઈ ખાસ અંશ અથવા ભાગને વિશેષ
કહે છે.
૬૩૪ પ્ર. વિશેષના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃસહભાવી વિશેષ અને ક્રમભાવી વિશેષ.
૬૩૫ પ્ર. સહભાવી વિશેષ કોને કહે છે?
ઉ. વસ્તુના પૂરા ભાગમાં તથા તેની સર્વ
અવસ્થાઓમાં રહેવાવાળા વિશેષને સહભાવી વિશેષ અથવા
ગુણ કહે છે.
૬૩૬ પ્ર. ક્રમભાવી વિશેષ કોને કહે છે?
ઉ. ક્રમથી થનાર વસ્તુના વિશેષને ક્રમભાવી વિશેષ
અથવા પર્યાય કહે છે.
૬૩૭ પ્ર. પ્રમાણાભાસ કોને કહે છે?
ઉ. મિથ્યાજ્ઞાનને પ્રમાણાભાસ કહે છે.

PDF/HTML Page 88 of 110
single page version

૬૩૮ પ્ર. પ્રમાણાભાસ કેટલા છે?
ઉ. ત્રણ છેઃસંશય, વિપર્યય અને અનધ્યવસાય.
૬૩૯ પ્ર. સંશય કોને કહે છે?
ઉ. વિરુદ્ધ અનેક કોટી સ્પર્શ કરવાવાળા જ્ઞાનને
સંશય કહે છે. જેમકેસીપ છે કે ચાંદી?
૬૪૦ પ્ર. વિપર્યય કોને કહે છે?
ઉ. વિપરીત એક કોટી (પ્રકાર)નો નિશ્ચય કરવા-
વાળા જ્ઞાનને વિપર્યય કહે છે; જેમકે સીપને ચાંદી જાણવી.
૬૪૧ પ્ર. અનધ્યવસાય કોને કહે છે?
ઉ. ‘આ શું છે’ એવા પ્રતિભાસને અનધ્યવસાય કહે
છે. જેમકે રસ્તામાં ચાલતાં થકાં તૃણ વગેરેનું જ્ઞાન.
૬૪૨ પ્ર. નય કોને કહે છે?
ઉ. વસ્તુના એક દેશ (ભાગ)ને જાણવાવાળા જ્ઞાનને
નય કહે છે.
૬૪૩ પ્ર. નયના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃએક નિશ્ચયનય, બીજો વ્યવહારનય
અથવા ઉપનય.
૬૪૪ પ્ર. નિશ્ચયનય કોને કહે છે?
ઉ. વસ્તુના કોઈ અસલી (મૂળ) અંશને ગ્રહણ
કરવાવાળા જ્ઞાનને નિશ્ચયનય કહે છે. જેમકેમાટીના ઘડાને
માટીનો ઘડો કહેવો.
૬૪૫ પ્ર. વ્યવહારનય કોને કહે છે?
ઉ. (૧) કોઈ નિમિત્તની અપેક્ષાએ એક પદાર્થને
બીજા પદાર્થરૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે.
જેમકે
માટીના ઘડાને ઘીના રહેવાના નિમિત્તથી ઘીનો ઘડો
કહેવો. (૨) એક અખંડ દ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા
જ્ઞાનને વ્યવહારનય કહે છે. (૩) વ્યવહારનય પરાશ્રિત છે.
૬૪૪ પ્ર. નિશ્ચયનયના કેટલા ભેદ છે?
ઉ. બે છેઃદ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય.
૬૪૭ પ્ર. દ્રવ્યાર્થિકનય કોને કહે છે?
ઉ. જે દ્રવ્ય અર્થાત્ સામાન્યને ગ્રહણ કરે.
૬૪૮ પ્ર. પર્યાયાર્થિકનય કોને કહે છે?
ઉ. જે વિશેષને (ગુણ અથવા પર્યાયને) વિષય કરે.

PDF/HTML Page 89 of 110
single page version

૬૪૯ પ્ર. દ્રવ્યાર્થિકનયના કેટલા ભેદ છે?
ઉ. ત્રણ છેઃનૈગમ, સંગ્રહ અને વ્યવહાર.
૬૫૦ પ્ર. નૈગમનય કોને કહે છે?
ઉ. બે પદાર્થોમાંથી એકને ગૌણ અને બીજાને
પ્રધાન કરી ભેદ અથવા અભેદને વિષય કરવાવાળું
(જાણવાવાળું જ્ઞાન) નૈગમનય છે, તથા પદાર્થના સંકલ્પને
ગ્રહણ કરવાવાળું જ્ઞાન નૈગમનય છે. જેમકે કોઈ પુરુષ
રસોઈમાં ચોખા લઈને વીણતો હતો, તે વખતે કોઈએ તેને
પૂછ્યું કે, ‘તમે શું કરી રહ્યા છો?’ ત્યારે તેણે કહ્યું કે, ‘હું
ભાત બનાવી રહ્યો છું, ’ અહીં ચોખા અને ભાતમાં
અભેદવિવક્ષા છે, અથવા ચોખામાં ભાતનો સંકલ્પ છે.
૬૫૧ પ્ર. સંગ્રહનય કોને કહે છે?
ઉ. પોતાની જાતિનો વિરોધ નહિ કરીને અનેક
વિષયોને એકપણાથી જે ગ્રહણ કરે, તેને સંગ્રહનય કહે છે.
જેમકે જીવ કહેવાથી પાંચે ગતિના સર્વ જીવોનું ગ્રહણ હોય છે.
૬૫૨ પ્ર. વ્યવહારનય કોને કહે છે?
ઉ. જે સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનો
વિધિપૂર્વક ભેદ કરે, તે વ્યવહારનય છે, જેમકે જીવના ભેદ
સિદ્ધ અને સંસારી વગેરે કરવા.
૬૫૩ પ્ર. પર્યાયાર્થિકનયના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃૠજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને
એવંભૂત.
૬૫૪ પ્ર. ૠજુસૂત્રનય કોને કહે છે?
ઉ. ભૂતભવિષ્યની અપેક્ષા ન કરીને વર્તમાન
પર્યાય માત્રને જે ગ્રહણ કરે, તે ૠજુસૂત્રનય છે.
૬૫૫ પ્ર. શબ્દનય કોને કહે છે?
ઉ. લિંગ, કારક, વચન, કાળ, ઉપસર્ગાદિકના
ભેદથી જે પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે, તે શબ્દનય છે.
જેમકે
દારા, ભાર્યા, કલત્ર એ ત્રણે જુદા જુદા લિંગના શબ્દ
એક જ સ્ત્રી પદાર્થના વાચક છે. તેથી આ નય સ્ત્રી પદાર્થને
ત્રણ ભેદરૂપ ગ્રહણ કરે છે. એવી રીતે કારકાદિનું પણ
દ્રષ્ટાંત જાણવું.
૬૫૬ પ્ર. સમભિરૂઢનય કોને કહે છે?
ઉ. લિંગાદિકના ભેદ ન હોવા છતાં પણ પર્યાય

PDF/HTML Page 90 of 110
single page version

શબ્દના ભેદથી જે પદાર્થને ભેદરૂપ ગ્રહણ કરે; જેમકે શક્ર,
પુરંદર, ઇન્દ્ર એ ત્રણે એક જ લિંગના પર્યાયશબ્દ
દેવરાજના વાચક છે, તેથી આ નય દેવરાજને ત્રણ ભેદરૂપે
ગ્રહણ કરે છે.
૬૫૭ પ્ર. એવંભૂતનય કોને કહે છે?
ઉ. જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ હોય, તે ક્રિયારૂપ
પરિણમેલ પદાર્થને જે ગ્રહણ કરે તે એવંભૂતનય છે. જેમકે
પુજારીને પૂજા કરતી વખતે જ પુજારી કહેવો.
૬૫૮ પ્ર. વ્યવહારનય અથવા ઉપનયના કેટલા ભેદ
છે?
ઉ. ત્રણ છેઃસદ્ભૂતવ્યવહારનય, અસદ્ભૂત-
વ્યવહારનય, અને ઉપચરિતવ્યવહારનય અથવા
ઉપચરિતાસદ્ભૂતવ્યવહારનય.
૬૫૯ પ્ર. સદ્ભૂતવ્યવહારનય કોને કહે છે?
ઉ. એક અખંડદ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા
જ્ઞાનને સદ્ભૂતવ્યવહારનય કહે છે. જેમકે જીવના
કેવળજ્ઞાનાદિક વા મતિજ્ઞાનાદિક ગુણ છે.
૬૬૦ પ્ર.*અસદ્ભૂતવ્યવહારનય કોને કહે છે?
ઉ. જે મળેલા ભિન્ન પદાર્થોને અભેદરૂપે કથન કરે.
જેમકેઆ શરીર મારું છે અથવા માટીના ઘડાને ઘીનો ઘડો
કહેવો.
૬૬૧ પ્ર. ઉપચરિતવ્યવહારનય અથવા ઉપચરિત
અસદ્ભૂતવ્યવહારનય કોને કહે છે?
ઉ. અત્યંત ભિન્ન પદાર્થોને જે અભેદરૂપે ગ્રહણ
કરે; જેમકે હાથી, ઘોડા, મહેલ, મકાન મારાં છે. ઇત્યાદિ.
૬૬૧ (ક) પ્ર. અનેકાન્ત કોને કહે છે?
ઉ. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર
વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું, તે અનેકાંત છે. આત્મા
પોતાપણે છે અને પરપણે નથી એવી જે દ્રષ્ટિ તે જ ખરી
અનેકાંતદ્રષ્ટિ છે.
*
અસદ્ભૂતનો અર્થ મિથ્યા, અસત્ય, અયથાર્થસ્વરૂપ થાય છે.
(જુઓ પરમાત્મપ્રકાશ અ. ૧
૭મી અને ૧૪મી ગાથાની
હિંદી ટીકા; અ. ૧ ગા. ૬૫ની હિંદી ટીકા. પ્રવચનસાર
૧. ગાથા ૧૬ની હિંદી ટીકા.)

PDF/HTML Page 91 of 110
single page version

૬૬૨ પ્ર. નિક્ષેપ કોને કહે છે?
ઉ. યુક્તિ દ્વારા સુયુક્ત માર્ગ પ્રાપ્ત થતાં કાર્યના
વશથી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવોમાં પદાર્થના
સ્થાપનને નિક્ષેપ કહે છે.
૬૬૩ પ્ર. નિક્ષેપના કેટલા ભેદ છે?
ઉ. ચાર છેઃનામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ,
દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ.
૬૬૪ પ્ર. નામનિક્ષેપ કોને કહે છે?
ઉ. જે પદાર્થમાં જે ગુણ નથી. તેને તે નામથી કહેવું.
જેમકે કોઈએ પોતાના છોકરાનું નામ હાથીસિંહ રાખ્યું છે,
પણ તેનામાં હાથી અને સિંહ બન્નેના ગુણો નથી.
૬૬૫ પ્ર. સ્થાપનાનિક્ષેપ કોને કહે છે?
ઉ. સાકાર અથવા નિરાકાર પદાર્થમાં તે આ છે.
એવી રીતે અવધાન કરીને (નિવેશ) સ્થાપન કરવાને
સ્થાપનાનિક્ષેપ કહે છે. જેમકે
પાર્શ્વનાથની પ્રતિમાને
પાર્શ્વનાથ કહેવા અથવા શેતરંજની સોકટીને હાથી, ઘોડા
કહેવા.
૬૬૬ પ્ર. નામનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપમાં શો ભેદ
છે?
ઉ. નામનિક્ષેપમાં મૂળ પદાર્થની માફક સત્કાર
આદિકની પ્રવૃત્તિ હોતી નથી. પરંતુ સ્થાપનાનિક્ષેપમાં હોય
છે. જેમકે
કોઈએ પોતાના છોકરાનું નામ પાર્શ્વનાથ રાખ્યું
છે, તો તે છોકરાનો સત્કાર પાર્શ્વનાથની માફક થતો નથી,
પરંતુ પાર્શ્વનાથની પ્રતિમાનો સત્કાર થાય છે.
૬૬૭ પ્ર. દ્રવ્યનિક્ષેપ કોને કહે છે?
ઉ. જે પદાર્થ ભવિષ્યના પરિણામની યોગ્યતા
રાખવાવાળો હોય, તેને દ્રવ્યનિક્ષેપ કહે છેજેમકે રાજાના
પુત્રને રાજા કહેવો.
૬૬૮ પ્ર. ભાવનિક્ષેપ કોને કહે છે?
ઉ. વર્તમાનપર્યાયસંયુક્ત વસ્તુને ભાવનિક્ષેપ કહે છે.
જેમકે રાજ્ય કરતા પુરુષને રાજા કહેવો.
પાંચમો અધ્યાય સમાપ્ત

PDF/HTML Page 92 of 110
single page version

વિષયાનુક્રમણિકા
વિષય
પ્રશ્ન
અકિંચિત્કર હેત્વાભાસ
૬૦૭
અકિંચિત્કર હેત્વાભાસના ભેદ
૬૦૮
અગુરુલઘુત્વગુણ
૧૧
અગુરુલઘુત્વ પ્રતીજીવીગુણ
૧૩૧
અગુરુલઘુ નામકર્મ
૧૯૨
અઘાતિયા કર્મ
૨૨૮
અઘાતિયા કર્મ કેટલા અને ક્યાં ક્યાં?
૨૩૭
અચક્ષુદર્શન
૧૦૨
અતિવ્યાપ્તિદોષ
૫૬૭
અત્યંતાભાવ
૭૪
અધર્મદ્રવ્ય
૩૧
અદ્ધાપલ્ય
૨૫૧
અધઃકરણ
૫૨૫
અધઃકરણનું દ્રષ્ટાંત
૫૨૮
અધોલોક
૪૬૫
અનધ્યવસાય
૬૪૧
અનંતાનુબંધી કષાયોદયજનિત અવિરતિથી કઈ કઈ
પ્રકૃતિઓનો બંધ થાય છે?
૩૨૪
અનંતાનુબંધી કષાય
૧૫૮
અનાદેય નામકર્મ
૨૧૫
અનાત્મભૂતલક્ષણ
૫૬૨
અનાહારક જીવ કઈ કઈ અવસ્થામાં
થાય છે?
૪૧૭
અનિવૃત્તિકરણ
૫૨૭
અનુભાગબંધ
૨૫૭
અનુભાગરચનાનો ક્રમ
૨૮૮
અનુમાન
૫૯૮
અનુમાનનાં અંગ
૬૧૬
અનુમાનબાધિત
૬૧૩
અનુજીવી ગુણ
૬૭
અનેકાંત
૬૬૧
અનૈકાંતિક હેત્વાભાસ
૬૦૩
અંતઃકરણરૂપ ઉપશમ
૨૬૩
અંતર્મુહૂર્ત
૨૫૩
અંતરાય કર્મ
૨૨૩

PDF/HTML Page 93 of 110
single page version

અંતરાય કર્મના ભેદ
૨૨૪
અંતિમ ગુણહાનિ
૨૮૨
અન્યગુણહાનિઓના દ્રવ્યના પરિણામ
૨૮૩
અન્યોન્યાભ્યસ્ત રાશિ
૨૮૧
અન્યોન્યાભાવ
૭૩
અન્વય દ્રષ્ટાંત
૬૨૨
અન્વયવ્યતિરેકી હેતુ
૬૨૯
અપકર્ષણ
૨૭૫
અપર્યાપ્તિ નામકર્મ
૨૦૪
અપૂર્વકરણ
૫૨૬
અપ્રતિષ્ઠિત પ્રત્યેક
૩૯૨
અપ્રત્યાખ્યાનાવરણ
૧૫૯
અપ્રત્યાખ્યાનાવરણ કષાયોદયજનિત અવિરતિથી
કઈ કઈ પ્રકૃતિઓનો બંધ થાય છે?
૩૨૫
અપ્રમત્તવિરતગુણસ્થાન
૫૧૨
અપ્રમત્તવિરતગુણસ્થાનના ભેદ
૫૧૩
અપ્રમત્તવિરતગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓનો બંધ થાય છે?
૫૨૯
’’ ’’ ’’ ઉદય થાય છે?
૫૩૦
’’ ’’ ’’ પ્રકૃતિઓની સત્તા હોય છે?
૫૩૧
અબાધિત
૫૯૬
અભવ્યત્વગુણ
૧૧૯
અભાવ
૬૯
અભાવના ભેદ
૭૦
અપયશઃકીર્તિ નામકર્મ
૨૧૭
અયોગકેવલીનામક ચૌદમું ગુણસ્થાન
૫૫૪
અયોગકેવલી ગુણસ્થાનમાં કેટલી
પ્રવૃત્તિઓનો બંધ થાય છે?
૫૫૫
’’ ’’ ’’ ઉદય થાય છે?
૫૫૬
’’ ’’ ’’ સત્તા હોય છે?
૫૫૭
અર્થપર્યાય
૪૩
અર્થપર્યાયના ભેદ
૪૪
અર્થાવગ્રહ
૯૫
અર્દ્ધનારાચસંહનન
૧૮૪
અવિભાગ પ્રતિચ્છેદ
૨૭૧
અલક્ષ્ય
૫૬૮
અલોકાકાશ
૫૪
અવધિદર્શન
૧૦૩
અવધિજ્ઞાન
૫૭૯

PDF/HTML Page 94 of 110
single page version

અવગાહપ્રતિજીવી ગુણ
૧૩૦
અવગ્રહ
૮૯
અવગ્રહાદિ જ્ઞાન બન્નેય પ્રકારના
પદાર્થોમાં થાય છે અથવા કેવી રીતે?
૯૪
અવાય
૯૧
અવાંતર સત્તા
૮૨
અવિનાભાવ સંબંધ
૫૯૨
અવિરત સમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાન
૫૯૦
અવિરત સમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાનમાં
કેટલી પ્રકૃતિનો બંધ થાય છે?
૫૦૧
’’ ’’ ઉદય ’’ ’’
૫૦૨
અવિરતસમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓની સત્તા રહે છે?
૫૦૩
અવિરતિ
૩૧૬
અવિરતિના ભેદ
૩૧૭
અવ્યાપ્તિ દોષ
૫૬૬
અવ્યાબાધપ્રતિજીવીગુણ
૧૨૯
અશુભ નામકર્મ
૨૦૯
અસંપ્રાપ્તસૃપાટિકા સંહનન
૧૮૬
અસંભવ દોષ
૫૬૯
અસલી સુખનું સ્વરૂપ
૪૭૦
અસલી સુખ સંસારીને કેમ હોતું નથી?
૪૭૧
અસલી સુખ ક્યારે મળે છે?
૪૭૨
અસમર્થ કારણ
૨૯૪
અસદ્ભૂતવ્યવહારનય
૬૬૦
અસિદ્ધ
૫૯૭
અસિદ્ધહેત્વાભાસ
૬૦૧
અસ્તિકાય
૬૪
અસ્તિકાયના ભેદ
૬૫૬૬
અસ્તિત્વગુણ
અજ્ઞાનિક મિથ્યાત્વ
૩૧૪
આકાશ દ્રવ્ય
૩૨
આકાશના ભેદ
૫૧
આકાશનું સ્થાન
૫૨
આગમપ્રમાણ
૬૩૦
આગમબાધિત
૬૧૪
આઠમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? ૫૩૨

PDF/HTML Page 95 of 110
single page version

’’ ’’ ઉદય થાય છે?
૫૩૩
’’ ’’ સત્તા હોય છે?
૫૩૪
આઠે કર્મોની સ્થિતિ
૨૪૭, ૨૪૮
આતાપ નામકર્મ
૧૯૫
આત્મભૂત લક્ષણ
૫૬૧
આદેય નામકર્મ
૨૧૪
આનુપૂર્વી નામકર્મ
૧૯૧
આપ્ત
૬૩૧
આભ્યંતર ક્રિયા
૧૦૮
આભ્યંતર ઉપકરણ
૩૭૦
આભ્યંતર નિવૃત્તિ
૩૬૭
આયુકર્મ
૧૬૨
આયુકર્મના ભેદ
૧૬૩
આવલી
૨૫૪, ૪૯૧
આસ્રવ
૨૮૯
આસ્રવના ભેદ
૨૯૦
આસ્રવોના સ્વામી કોણ કોણ છે?
૩૩૪
આહાર
૪૧૫
આહારક શરીર
૨૪
આહારમાર્ગણાના ભેદ
૪૧૬
આહાર વર્ગણા
૨૧
£
ઇતર નિગોદ
૩૯૬
ઇન્દ્રિય
૩૬૧
ઇન્દ્રિયના ભેદ
૩૬૨
ઇષ્ટ
૫૯૫
ઇઇ

ઈહાજ્ઞાન
૯૦
ઈર્યાપથ આસ્રવ
૩૩૩
ઉચ્ચ ગોત્રકર્મ
૨૨૧
ઉચ્છ્વાસ નામકર્મ
૧૯૮
ઉત્કર્ષણ
૨૭૪
ઉત્પાદ
૪૭
ઉદય
૨૫૯
ઉદયાભાવી ક્ષય
૨૭૩
ઉદાહરણ
૬૧૯
ઉદીરણા
૨૬૦

PDF/HTML Page 96 of 110
single page version

ઉદ્યોત નામકર્મ
૧૯૬
ઉપકરણ
૩૬૮
ઉપકરણના ભેદ
૩૬૯
ઉપઘાત નામકર્મ
૧૯૩
ઉપચરિત વ્યવહારનય અથવા
ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય
૬૬૧
ઉપનય
૬૨૪
ઉપપાદ જન્મ
૪૨૫
ઉપયોગ
૩૫૧, ૩૭૪
ઉપયોગના ભેદ
૩૫૨
ઉપશમ
૨૬૧
ઉપશમના ભેદ
૨૬૨
ઉપશમ શ્રેણી
૫૧૯
ઉપશમ શ્રેણીના ક્યા ક્યા
ગુણસ્થાનછે?
૫૨૨
ઉપશાંતમોહ ગુણસ્થાન
૫૪૧
ઉપશાંતમોહ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃત્તિઓનો બંધ થાય છે ?
૫૪૨
’’ ’’ ઉદય થાય છે?
૫૪૩
ઉપશાંતમોહ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓની સત્તા રહે છે?
૫૪૪
ઉપાદાન કારણ
૨૯૭
©
ઊર્ધ્વલોક
૪૬૬
´
ૠજુસૂત્રનય
૬૫૪
એકત્વ પ્રત્યભિજ્ઞાન
૫૮૮
એક મુહૂર્તના શ્વાસોચ્છ્વાસ
૨૫૬
એકેન્દ્રિયના ૪૨ ભેદ
૪૩૪
એવંભૂત નય
૬૫૭
ઐકાન્તિક મિથ્યાત્વ
૩૧૧
ઔદયિક ભાવ
૩૪૩
ઔદયિક ભાવના ભેદ
૩૪૮
ઔદારિક શરીર
૨૨
ઔપશમિક ભાવ
૩૪૦

PDF/HTML Page 97 of 110
single page version

ઔપશમિક ભાવના ભેદ
૩૪૫
કર્મ
૧૩૬
કર્મપ્રકૃતિ ૧૪૮ ના બંધનો હિસાબ
૩૩૦
કર્મભૂમિના જીવના ૧૨ ભેદ
૪૩૮
કલ્પાતીત દેવ
૪૪૯
કલ્પાતીત દેવોના ભેદ
૪૫૧
કલ્પોપપન્ન
૪૪૮
કલ્પોપન્ન દેવોના ભેદ
૪૫૦
કષાય
૧૧૦, ૩૨૦, ૪૦૨
કષાયના ભેદ
૧૫૬, ૪૦૩
કષાયના ઉદયથી કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
૩૨૮
કાય
૩૮૨
કારણ
૨૯૧
કારણના ભેદ
૨૯૨
કાર્માણ શરીર
૨૮
કાર્માણવર્ગણા
૨૭
કાળ દ્રવ્ય
૩૩
કાળ દ્રવ્યના ભેદ
૩૪
કાળદ્રવ્યના ભેદ અને સ્થિતિ
૫૮
ક્યા ક્યા જીવોને ક્યો ક્યો જન્મ થાય છે?
૪૨૮
’’ ’’ ’’ ક્યા ક્યા લિંગ હોય છે?
૪૨૯
’’ ’’ ’’ કઈ કઈ ઇન્દ્રિયો હોય છે?
૩૮૧
કીલિકા સંહનન
૧૮૫
કુબ્જક સંસ્થાન
૧૭૪
કેવલ દર્શન
૧૦૪
કેવલ વ્યતિરેકી હેતુ
૬૨૮
કેવલજ્ઞાન
૫૮૨
કેવલાન્વયી હેતુ
૬૨૭
ક્રોડાક્રોડી
૨૪૯
ક્યા ક્યા ગુણસ્થાનનું ક્યું ક્યું નિમિત્ત છે?
૪૮૩
ક્રમભાવી વિશેષ
૬૩૬
ગતિ
૩૫૯
ગતિના ભેદ
૩૬૦
ગતિ નામકર્મ
૧૬૬
ગર્ભ જન્મ
૪૨૬

PDF/HTML Page 98 of 110
single page version

ગર્ભજ પંચેન્દ્રિયના ૧૬ ભેદ
૪૩૭
ગંધ નામકર્મ
૧૮૮
ગુણ
ગુણના ભેદ
ગુણસ્થાન
૪૮૦
ગુણસ્થાનોનાં ૧૪ નામ
૪૮૧
ગુણસ્થાનોનાં એ નામ હોવાનું કારણ
૪૮૨
ગુણહાનિ
૨૭૮
ગુણહાનિ આયામ
૨૭૯
ગોત્ર અને ગોત્રના ભેદ
૨૧૯, ૨૨૦
ઘા
ઘાતિ કર્મ
૨૨૭
ઘાતિ કર્મ કેટલાં અને ક્યાં ક્યાં છે?
૨૩૬
ઘ્રાણેન્દ્રિય
૩૭૮
ચય
૨૮૬
ચયનું પરિમાણ કાઢવાની રીત
૨૮૭
ચક્ષુદર્શન
૧૦૧
ચક્ષુરિન્દ્રિય
૩૭૯
ચારિત્ર
૧૦૬
ચારિત્રના ભેદ
૧૧૧
ચારિત્રમોહનીય
૧૫૪
ચારિત્રમોહનીયના ભેદ
૧૫૫
ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ
તથા ક્ષય કરવા માટે આત્માના ક્યા
પરિણામ નિમિત્ત-કારણ છે?
૫૨૪
ચેતના
૭૭
ચેતનાના ભેદ
૭૮
જન્મના ભેદ
૪૨૪
જાતિ
૧૬૭
જાતિનામકર્મ
૧૬૮
જીવદ્રવ્ય
૧૪
જીવદ્રવ્ય કેટલા અને ક્યા છે?
૬૦
જીવના આકાર
૬૧
જીવના ભેદ
૧૩૩
જીવત્વ ગુણ
૧૨૦
જીવના અનુજીવી ગુણ
૭૫

PDF/HTML Page 99 of 110
single page version

જીવના અસાધારણ ભાવ
૩૩૯
જીવવિપાકી કર્મ
૨૩૧
જીવવિપાકી પ્રકૃતિ કેટલી અને કઈ કઈ?
૨૪૨
જીવસમાસ
૪૩૦
જીવસમાસના ભેદ
૪૩૧
જીવોના પ્રાણોની સંખ્યા
૧૨૫
જ્યોતિષ્ક દેવોનાં સ્થાન
૪૬૧
જ્યોતિષ્ક દેવોના ભેદ
૪૪૬
તર્ક
૫૯૦
તિર્યંચના ૮૫ ભેદ
૪૩૨
તીર્થંકર નામકર્મ
૨૧૮
તૈજસ કાર્માણ શરીરના સ્વામી
૨૯
તૈજસ વર્ગણા
૨૫
ત્રસ
૩૮૩
ત્રસ જીવ ક્યાં રહે છે?
૪૫૬
ત્રસ નામકર્મ
૧૯૯
દદ
દદ
દુર્ભગ નામકર્મ
૨૧૧
દર્શન ક્યારે થાય છે?
૧૦૦
દર્શનચેતના
૭૯
દર્શનચેતનાના ભેદ
૮૩
દર્શનમાર્ગણાના ભેદ
૪૦૭
દર્શનમોહનીય
૧૪૯
દર્શનમોહનીયના ભેદ
૧૫૦
દર્શનાવરણ
૧૪૩
દર્શનાવરણના ભેદ
૧૪૪
દર્શનોપયોગના ભેદ
૩૫૩
દુઃસ્વર નામકર્મ
૨૧૨
દ્રષ્ટાંત
૬૨૦
દ્રષ્ટાંતના ભેદ
૬૨૧
દેવોના બે ભેદ
૪૪૨
દેવોના વિશેષ ભેદ
૪૪૩
દેશઘાતિ કર્મ
૨૩૦
દેશઘાતિ પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે?
૨૩૯
દેશચારિત્ર
૧૧૩
દેશવિરતિ નામક પાંચમું ગુણસ્થાન
૫૦૪

PDF/HTML Page 100 of 110
single page version

દેશવિરત ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓનો બંધ થાય છે?
૫૦૫
’’ ’’ પ્રકૃતિઓનો ઉદય થાય છે?
૫૦૬
’’ ’’ પ્રકૃતિઓની સત્તા હોય છે?
૫૦૭
દ્રવ્ય
દ્રવ્યના ભેદ
૧૩
દ્રવ્યત્વગુણ
દ્રવ્ય નિક્ષેપ
૬૬૭
દ્રવ્ય પ્રાણોના ભેદ
૧૨૩
દ્રવ્યબંધ
૨૯૮
દ્રવ્યબંધનું નિમિત્તકારણ
૩૦૦
દ્રવ્યબંધનું ઉપાદાનકારણ
૩૦૧
દ્રવ્યાર્થિકનય
૬૪૭
દ્રવ્યાર્થિકનયના ભેદ
૬૪૯
દ્રવ્યાસ્રવ
૩૦૫
દ્રવ્યાસ્રવના ભેદ
૩૩૧
દ્રવ્યેન્દ્રિય
૩૬૩
દ્રવ્યેન્દ્રિયના ભેદ
૩૭૫
દ્રવ્યોના વિશેષ ગુણ
૫૦
દ્વિતીયોપશમ સમ્યક્ત્વ
૪૯૦
દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિ જીવ કઈ શ્રેણી ચઢે છે?
૫૨૧
ધા
ધર્મદ્રવ્ય
૩૦
ધર્મદ્રવ્ય તથા અધર્મ દ્રવ્યના વિશેષ
૫૬
ધારણા
૯૨
ધ્રૌવ્ય
૪૯
નય
૬૪૨
નયના ભેદ
૬૪૩
નવમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે?૫૩૫
’’ ઉદય ’’
૫૩૬
’’ ’’ સત્તા હોય છે?
૫૩૭
નાના ગુણ હાનિ
૨૮૦
નામકર્મ
૧૬૬
નામકર્મના ભેદ
૧૬૫
નામનિક્ષેપ
૬૬૪
નામનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપમાં
શો ભેદ છે?
૬૬૬