Jain Siddhant Praveshika (Gujarati). Panchamo Adhyay.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 6

 

PDF/HTML Page 61 of 110
single page version

અસલી કારણથી અસલી સુખ સંસારી જીવને મળતું નથી.
૪૭૨ પ્ર. સંસારી જીવને અસલી સુખ ક્યારે મળે
છે?
ઉ. સંસારી જીવને ખરું સુખ મોક્ષ થવાથી મળે છે.
૪૭૩ પ્ર. મોક્ષનું સ્વરૂપ શું છે?
ઉ. આત્માથી સમસ્ત ભાવકર્મ તથા દ્રવ્ય કર્મોના
વિપ્રમોક્ષને (અત્યંત વિયોગને) મોક્ષ કહે છે.
૪૭૪ પ્ર. તે મોક્ષ પ્રાપ્તિનો ઉપાય ક્યો છે?
ઉ. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિર્જરા છે.
૪૭૫ પ્ર. સંવર કોને કહે છે?
ઉ. આસ્રવના નિરોધને સંવર કહે છે અર્થાત્ નવો
વિકાર અટકવો તથા અનાગત (નવીન) કર્મોનો આત્માની
સાથે સંબંધ ન થવાને સંવર કહે છે.
૪૭૬ પ્ર. નિર્જરા કોને કહે છે?
ઉ. આત્માને એકદેશવિકારનું ઘટવું તથા પૂર્વે
બાંધેલાં કર્મોથી સંબંધ છૂટવાને નિર્જરા કહે છે.
૪૭૭ પ્ર. સંવર અને નિર્જરા થવાનો ઉપાય શું છે?
ઉ. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ
ત્રણેની ઐક્યતા જ સંવર અને નિર્જરા થવાનો ઉપાય છે.
૪૭૮ પ્ર. એ ત્રણેની ઐક્યતા પૂર્ણ એક સાથે થાય
છે કે અનુક્રમથી થાય છે?
ઉ. અનુક્રમથી થાય છે.
૪૭૯ પ્ર. એ ત્રણેની પૂર્ણ ઐક્યતા થવાનો ક્રમ કેવી
રીતે છે?
ઉ. જેમ જેમ ગુણસ્થાન વધે છે તેમ જ એ ગુણો
પણ વધતા વધતા અંતમાં પૂર્ણ થાય છે.
૪૮૦ પ્ર. ગુણસ્થાન કોને કહે છે?
ઉ. મોહ અને યોગના નિમિત્તથી સમ્યગ્દર્શન,
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ આત્માના ગુણોની
તારતમ્યતારૂપ અવસ્થાવિશેષને ગુણસ્થાન કહે છે.
૪૮૧ પ્ર. ગુણસ્થાનના કેટલા ભેદ છે?
ઉ. ચૌદ ભેદ છેઃ૧ મિથ્યાત્વ, ૨ સાસાદન, ૩
મિશ્ર, ૪ અવિરતસમ્યગ્દ્રષ્ટિ, ૫ દેશવિરત, ૬ પ્રમત્તવિરત,

PDF/HTML Page 62 of 110
single page version

૭ અપ્રમત્તવિરત, ૮ અપૂર્વકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦
સૂક્ષ્મસાંપરાય, ૧૧ ઉપશાંતમોહ, ૧૨ ક્ષીણમોહ, ૧૩
સયોગકેવલી, ૧૪ અયોગકેવલી એ ચૌદ ગુણસ્થાન છે.
૪૮૨ પ્ર. ગુણસ્થાનોનાં આ નામ પડવાનું કારણ શું
છે?
ઉ. ગુણસ્થાનોનાં આ નામ પડવાનું કારણ
મોહનીયકર્મ અને યોગ છે.
૪૮૩ પ્ર. ક્યા ક્યા ગુણસ્થાનનું ક્યું નિમિત્ત છે?
ઉ. આદિનાં ચાર ગુણસ્થાન તો દર્શનમોહનીય
કર્મના નિમિત્તથી છે. પાંચમા ગુણસ્થાનથી માંડીને બારમા
ગુણસ્થાન પર્યંત આઠ ગુણસ્થાન ચારિત્રમોહનીયકર્મના
નિમિત્તથી છે. અને તેરમું અને ચૌદમું ગુણસ્થાન યોગોના
નિમિત્તથી છે. ભાવાર્થઃ પહેલું મિથ્યાત્વગુણસ્થાન
દર્શનમોહનીયકર્મના ઉદયથી થાય છે તેમાં આત્માના
પરિણામ મિથ્યાત્વરૂપ થાય છે.
ચોથું ગુણસ્થાન દર્શનમોહનીયકર્મના ઉપશમ, ક્ષય
અથવા ક્ષયોપશમના નિમિત્તથી થાય છે. આ ગુણસ્થાનમાં
આત્માના સમ્યગ્દર્શન પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે.
ત્રીજું ગુણસ્થાન સમ્યગ્મિથ્યાત્વ (મિશ્ર)
દર્શનમોહનીયકર્મના ઉદયથી સમ્યગ્મિથ્યાત્વરૂપ થાય છે.
આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્યગ્મિથ્યાત્વ અથવા
ઉભયરૂપ થાય છે.
પહેલા ગુણસ્થાનમાં ઔદયિકભાવ, ચોથા ગુણસ્થાનમાં
ઔપશમિક, ક્ષાયિક અથવા ક્ષાયોપશમિકભાવ અને ત્રીજા
ગુણસ્થાનમાં ઔદયિકભાવ થાય છે. પરંતુ બીજું ગુણસ્થાન
દર્શનમોહનીય કર્મની ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ
એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા
રાખતું નથી, તેથી અહીં દર્શનમોહનીયકર્મની અપેક્ષાથી
પરિણામિક ભાવ છે, કિન્તુ અનંતાનુબંધીરૂપ
ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં
ચારિત્રમોહનીયકર્મની અપેક્ષાથી ઔદયિકભાવ પણ કહી
શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી
સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યક્ત્વ નથી
અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી, તેથી મિથ્યાત્વ
અને સમ્યક્ત્વની અપેક્ષાથી અનુદયરૂપ છે.

PDF/HTML Page 63 of 110
single page version

પાંચમા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાનસુધી (દેશવિરત,
પ્રમત્તવિરત, અપ્રમત્તવિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ,
સૂક્ષ્મસાંપરાય) એ છ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના
ક્ષયોપશમથી થાય છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષાયોપશમિક
ભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં સમ્યક્ચારિત્ર પર્યાયની
અનુક્રમે વૃદ્ધિ થતી જાય છે.
અગિયારમું ઉપશાંતમોહ ગુણસ્થાન ચારિત્રમોહનીય
કર્મના ઉપશમથી થાય છે, તેથી અગિયારમા ગુણસ્થાનમા
ઔપશમિક ભાવ થાય છે. જોકે અહીં ચારિત્રમોહનીય
કર્મનો પૂર્ણતયા ઉપશમ થઈ ગયો છે, તોપણ યોગનો
સદ્ભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી. કેમકે
સમ્યક્ચારિત્રમોહનીયના લક્ષણમાં યોગ અને કષાયના
અભાવથી પૂર્ણ સમ્યક્ચારિત્ર થાય છે, એવું લખ્યું છે.
બારમું ક્ષીણમોહ ગુણસ્થાન ચારિત્રમોહનીય કર્મના
ક્ષયથી થાય છે, તેથી અહીં ક્ષાયિક ભાવ થાય છે. આ
ગુણસ્થાનમાં પણ અગિયારમા ગુણસ્થાનની માફક
સમ્યક્ચારિત્રની પૂર્ણતા નથી. સમ્યગ્જ્ઞાન ગુણ જોકે ચોથા
ગુણસ્થાનમાં જ પ્રગટ થઈ ચૂક્યો હતો. ભાવાર્થ
જોકે
આત્માના જ્ઞાનગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી
રહ્યો છે, તોપણ દર્શન મોહનીય કર્મનો ઉદય થવાથી તે
જ્ઞાન મિથ્યારૂપ હતું. પરંતુ ચોથા ગુણસ્થાનમાં જ્યારે
દર્શનમોહનીય કર્મના ઉદયનો અભાવ થઈ ગયો, ત્યારે તે
જ આત્માનો જ્ઞાનપર્યાય સમ્યગ્જ્ઞાન કહેવાવા લાગ્યો અને
પંચમાદિ ગુણસ્થાનોમાં તપશ્ચરણાદિના નિમિત્તથી અવધિ,
મનઃપર્યયજ્ઞાન પણ કોઈ કોઈ જીવને પ્રગટ થઈ જાય છે
તથાપિ કેવળજ્ઞાન થયા વિના સમ્યગ્જ્ઞાનની પૂર્ણતા થઈ
શકતી નથી, તેથી આ બારમા ગુણસ્થાન સુધી જોકે
સમ્યગ્દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે (કેમકે ક્ષાયિક સમ્યક્ત્વ
વગર ક્ષપકશ્રેણી ચઢાતી નથી અને ક્ષપકશ્રેણી વગર બારમા
ગુણસ્થાને જાય નહિ.) તોપણ સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્ર ગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી
અત્યારસુધી મોક્ષ થતો નથી.
તેરમું સયોગકેવળી ગુણસ્થાન યોગોના સદ્ભાવની
અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ સયોગ અને કેવળજ્ઞાનના
નિમિત્તથી સયોગ કેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યગ્જ્ઞાનની
પૂર્ણતા થઈ જાય છે, પરંતુ ચારિત્ર ગુણની પૂર્ણતા ન
હોવાથી, મોક્ષ થતો નથી.

PDF/HTML Page 64 of 110
single page version

ચૌદમું અયોગકેવળી ગુણસ્થાન યોગોના અભાવની
અપેક્ષાએ છે, તેથી તેનું નામ અયોગકેવળી છે. આ
ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ
ત્રણે ગુણોની પૂર્ણતા થઈ જાય છે, તેથી મોક્ષ પણ હવે દૂર
રહ્યો નથી, અર્થાત્ અ, ઇ, ઉ, ૠ, લૃ, એ પાંચ હ્સ્વ
સ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો વખત લાગે છે તેટલા જ
વખતમાં મોક્ષ થઈ જાય છે.
૪૮૪ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે?
ઉ. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી અતત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ
આત્માના પરિણામવિશેષને મિથ્યાત્વગુણસ્થાન કહે છે. આ
મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહેવાવાળો જીવ વિપરીત શ્રદ્ધાન કરે
છે અને સાચા ધર્મ તરફ તેની રુચિ (પ્રીતિ) હોતી નથી.
જેમકે પિત્તજ્વરવાળા રોગીને દૂધ વગેરે રસ કડવા લાગે છે,
તેવી જ રીતે, તેને પણ સત્યધર્મ સારો લાગતો નથી.
૪૮૫ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કઈ કઈ
પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. કર્મની ૧૪૮ પ્રકૃતિઓમાંથી સ્પર્શાદિ ૨૦
પ્રકૃતિઓનો અભેદ વિવક્ષાથી સ્પર્શાદિક ચારમાં અને બંધન
૫ અને સંઘાત ૫ ની અભેદ વિવક્ષાથી પાંચે શરીરોમાં
અંતર્ભાવ થાય છે, તેથી ભેદ વિવક્ષાથી સર્વ ૧૪૮ અને
અભેદ વિવક્ષાથી ૧૨૨ પ્રકૃતિઓ છે, સમ્યગ્મિથ્યાત્વ અને
સમ્યક્પ્રકૃતિ એ બે પ્રકૃતિઓનો બંધ થતો નથી, કેમકે એ
બન્ને પ્રકૃતિઓની સત્તા સમ્યક્ત્વ પરિણામોથી મિથ્યાત્વ
પ્રકૃતિના ત્રણ ખંડ કરવાથી થાય છે, તેથી અનાદિ
મિથ્યાદ્રષ્ટિ જીવની બંધયોગ પ્રકૃતિ ૧૧૭ અને
સત્ત્વયોગપ્રકૃતિ ૧૪૩ છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં
તીર્થંકરપ્રકૃતિ, આહારક શરીર અને આહારક અંગોપાંગ એ
ત્રણ પ્રકૃતિઓનો બંધ થતો નથી; કેમકે એ ત્રણ પ્રકૃતિઓનો
બંધ સમ્યગ્દ્રષ્ટિઓને જ થાય છે, તેથી આ ગુણસ્થાનમાં
૧૨૦માંથી ત્રણ ઘટાડવાથી ૧૧૭ પ્રકૃતિઓનો બંધ થાય છે.
૪૮૬ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. મિથ્યાત્વ ગુણસ્થાનમાં, સમ્યક્પ્રકૃતિ,
સમ્યગ્મિથ્યાત્વ પ્રકૃતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ
અને તીર્થંકર પ્રકૃતિ એ પાંચ પ્રકૃતિઓનો આ ગુણસ્થાનમાં

PDF/HTML Page 65 of 110
single page version

ઉદય થતો નથી, તેથી ૧૨૨ પ્રકૃતિઓમાંથી પાંચ ઘટાડવાથી
૧૧૭ પ્રકૃતિઓનો ઉદય પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં
થાય છે.
૪૮૭ પ્ર. મિથ્યાત્વ ગુણસ્થાનમાં સત્તા(સત્ત્વ) કેટલી
પ્રકૃતિઓની રહે છે?
ઉ. મિથ્યાત્વ ગુણસ્થાનમાં ૧૪૮ પ્રકૃતિઓની સત્તા
રહે છે.
૪૮૮ પ્ર. સાસાદનગુણસ્થાન કોને કહે છે?
ઉ. પ્રથમોપશમ સમ્યક્ત્વના કાળમાં જ્યારે
વધારેમાં વધારે ૬ આવલી અને ઓછામાં ઓછો ૧ સમય
બાકી રહે, તે સમયમાં કોઈ એક અનંતાનુબંધી કષાયના
ઉદયથી જેનું સમ્યક્ત્વ નાશ થઈ ગયું છે, એવો જીવ
સાસાદનગુણસ્થાનવાળો થાય છે.
૪૮૯ પ્ર. પ્રથમોપશમ સમ્યક્ત્વ કોને કહે છે?
ઉ. સમ્યક્ત્વના ત્રણ ભેદ છેદર્શનમોહનીયની ત્રણ
પ્રકૃતિ અને અને અનંતાનુબંધીની ૪ પ્રકૃતિ એવી રીતે સાત
પ્રકૃતિઓનો ઉપશમ થવાથી જે ઉત્પન્ન થાય, તેને ઉપશમ
સમ્યક્ત્વ કહે છે અને એ સાતે પ્રકૃતિઓનો ક્ષય થવાથી જે
ઉત્પન્ન થાય, તેને ક્ષાયિકસમ્યક્ત્વ કહે છે. અને છ
પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્પ્રકૃતિ નામના મિથ્યાત્વના
ઉદયથી જે ઉત્પન્ન થાય, તેને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ
કહે છે.
ઉપશમ સમ્યક્ત્વના બે ભેદ છે.
પ્રશમોપશમસમ્યક્ત્વ, અને દ્વિતીયોપશમસમ્યક્ત્વ, અનાદિ
મિથ્યાદ્રષ્ટિની પાંચ અને સાદિ મિથ્યાદ્રષ્ટિની પાંચ અને
સાદિ મિથ્યાદ્રષ્ટિની સાત પ્રકૃતિઓના ઉપશમથી ઉત્પન્ન
થાય, તેને પ્રથમોપશમસમ્યક્ત્વ કહે છે.
૪૯૦ પ્ર. દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કોને કહે છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિ
જીવ શ્રેણી ચઢવાની સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી
ચતુષ્ટયનું વિસંયોજન (અપ્રત્યાખ્યાનાદિરૂપ) કરીને
દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને સમ્યક્ત્વ
પ્રાપ્ત કરે છે, તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ કહે છે.
૪૯૧ પ્ર. આવલી કોને કહે છે?
ઉ. અસંખ્યાતસમયની એક આવલી થાય છે.

PDF/HTML Page 66 of 110
single page version

૪૯૨ પ્ર. સાસાદનગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. પહેલા ગુણસ્થાનમાં જે ૧૧૭ પ્રકૃતિઓનો બંધ
થાય છે તેમાંથી મિથ્યાત્વગુણસ્થાનમાં જેની વ્યુચ્છિત્તિ છે,
એવી સોળ પ્રકૃતિઓ ઘટાડવાથી ૧૦૧ પ્રકૃતિઓનો બંધ
સાસાદન ગુણસ્થાનમાં થાય છે. તે સોળ પ્રકૃતિનાં નામ
મિથ્યાત્વ, હુંડકસંસ્થાન, નપુંસકવેદ, નરકગતિ,
એકેન્દ્રિયજાતિ, વિકલત્રય જાતિ ત્રણ, સ્થાવર, આતાપ,
સૂક્ષ્મ, અપર્યાપ્ત, અને સાધારણ એ સોળ છે.
૪૯૩ પ્ર. વ્યુચ્છિત્તિ કોને કહે છે?
ઉ. જે ગુણસ્થાનમાં કર્મપ્રકૃતિઓનો બંધ, ઉદય
અથવા સત્ત્વ (સત્તા)ની વ્યુચ્છિત્તિ કહી હોય, તે ગુણસ્થાન
સુધી જ તે પ્રકૃતિઓનો બંધ, ઉદય અથવા સત્તા થાય છે.
આગળના કોઈ ગુણસ્થાનમાં તે પ્રકૃતિઓનો બંધ, ઉદય
અથવા સત્ત્વ હોતાં નથી, તેને વ્યુચ્છિત્તિ કહે છે.
૪૯૪ પ્ર. સાસાદનગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. પહેલા ગુણસ્થાનમાં જે ૧૧૭ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી મિથ્યાત્વ, આતાપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને
સાધારણ એ પાંચ મિથ્યાત્વ ગુણસ્થાનની વ્યુચ્છિન્ન
પ્રકૃતિઓ બાદ કરવાથી ૧૧૨ રહી, પરંતુ
નરકગત્યાનુપૂર્વીનો આ ગુણસ્થાનમાં ઉદય થતો નથી, તેથી
આ ગુણસ્થાનમાં ૧૧૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૪૯૫ પ્ર. સાસાદનગુણસ્થાનમાં સત્ત્વ (સત્તા) કેટલી
પ્રકૃતિઓની રહે છે?
ઉ. સાસાદનગુણસ્થાનમાં ૧૪૫ પ્રકૃતિઓની સત્તા
રહે છે. અહીં તીર્થંકર પ્રકૃતિ, આહારક શરીર, અને
આહારક અંગોપાંગ એ ત્રણ પ્રકૃતિઓની સત્તા રહેતી
નથી.
૪૯૬ પ્ર. ત્રીજું મિશ્રગુણસ્થાન કોને કહે છે?
ઉ. સમ્યગ્મિથ્યાત્વપ્રકૃતિના ઉદયથી જીવને કેવળ
સમ્યક્ત્વ પરિણામ પ્રાપ્ત થતું નથી. અથવા કેવળ
મિથ્યાત્વરૂપ પરિણામ પણ પ્રાપ્ત થતું નથી. પરંતુ મળેલા
દહીં ગોળના સ્વાદની માફક એક ભિન્ન જાતિનું મિશ્ર
પરિણામ થાય છે, તેને મિશ્રગુણસ્થાન કહે છે.

PDF/HTML Page 67 of 110
single page version

૪૯૭ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ
થાય છે?
ઉ. બીજા ગુણસ્થાનમાં બંધ પ્રકૃતિ ૧૦૧ હતી,
તેમાંથી વ્યુચ્છિન્નપ્રકૃતિ પચ્ચીસને (અનંતાનુબંધી ક્રોધ,
માન, માયા, લોભ, સ્ત્યાનગૃદ્ધિ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા,
દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, ન્યગ્રોધ સંસ્થાન, સ્વાતિ સંસ્થાન,
કુબ્જક સંસ્થાન, વામન સંસ્થાન, વજ્રનારાચસંહનન,
નારાચસંહનન, અર્દ્ધનારાચ સંહનન, કીલિત સંહનન,
અપ્રશસ્તવિહાયોગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યગ્ગતિ,
તિર્યગ્ગત્યાનુપૂર્વી, તિર્યગાયુ અને ઉદ્યોત) ને બાદ કરવાથી
બાકી રહી ૭૬; પરંતુ આ ગુણસ્થાનમાં કોઈ પણ
આયુકર્મનો બંધ થતો નથી, તેથી ૭૬માંથી મનુષ્યાયુ અને
દેવાયુ એ બંનેને બાદ કરવાથી ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય
છે. નરકાયુ તો પહેલા ગુણસ્થાનમાં અને તિર્યગાયુની બીજા
ગુણસ્થાનમાં જ વ્યુચ્છિતિ થઈ ચૂકી છે.
૪૯૮ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. બીજા ગુણસ્થાનમાં ૧૧૧ એકસો અગિયાર
પ્રકૃતિઓનો ઉદય થાય છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ નવ
(અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, એકેન્દ્રિયાદિ ૪
અને સ્થાવર ૧)ને બાદ કરવાથી બાકી રહેલી ૧૦૨માંથી
નરકગત્યાનુપૂર્વી વગર (કેમકે તે બીજા ગુણસ્થાનમાં બાદ
કરેલી છે) બાકીની ત્રણ અનુપૂર્વી ઘટાડવાથી કોઈ પણ
અનુપૂર્વીનો ઉદય નથી.) બાકી રહેલી ૯૯ પ્રકૃતિ અને એક
સમ્યગ્મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અહીં આવી મળ્યો, તે
કારણથી આ ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૪૯૯ પ્ર. મિશ્ર ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં તીર્થંકર પ્રકૃતિને
છોડીને ૧૪૭ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૦૦ પ્ર. ચોથા અવિરતસમ્યગ્દ્રષ્ટિ ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે?
ઉ. દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધીની ચાર
પ્રકૃતિ એ સાત પ્રકૃતિઓના ઉપશમ અથવા ક્ષય અથવા
ક્ષયોપશમથી અને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા,

PDF/HTML Page 68 of 110
single page version

લોભના ઉદયથી વ્રત રહિત સમ્યક્ત્વધારી ચોથા
ગુણસ્થાનવર્તી થાય છે.
૫૦૧ પ્ર. આ ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. ત્રીજા ગુણસ્થાનમાં ૭૪ પ્રકૃતિઓનો બંધ થાય
છે. જેમાં મનુષ્યાયુ, દેવાયુ અને તીર્થંકર પ્રકૃતિએ ત્રણ
સહિત ૭૭ પ્રકૃતિઓનો બંધ આ ચોથામાં થાય છે.
૫૦૨ પ્ર. ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. ત્રીજા ગુણસ્થાનમાં ૧૦૦ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ સમ્યગ્મિથ્યાત્વ બાદ
કરવાથી ૯૯ રહી, તેમાં ચાર અનુપૂર્વી અને એક
સમ્યક્પ્રકૃતિમિથ્યાત્વ એ પાંચ પ્રકૃતિઓ ઉમેરવાથી ૧૦૪
પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૫૦૩ પ્ર. ચોથા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. સર્વની; અર્થાત્ ૧૪૮ પ્રકૃતિઓની; પરંતુ ક્ષાયિક
સમ્યગ્દ્રષ્ટિને ૧૪૧ પ્રકૃતિઓની જ સત્તા છે.
૫૦૪ પ્ર. પાંચમા દેશવિરત ગુણસ્થાનનું સ્વરૂપ શું
છે?
ઉ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના
ઉદયથી જોકે સંયમભાવ થતો નથી, તોપણ
અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ માન, માયા, લોભના ઉપશમથી
શ્રાવકવ્રતરૂપ દેશચારિત્ર થાય છે, તેને જ દેશવિરત નામે
પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમું આદિ ઉપરનાં સર્વ
ગુણસ્થાનોમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનનું અવિનાભાવી
સમ્યગ્જ્ઞાન અવશ્ય થાય છે, એના વિના પાંચમા, છઠ્ઠા
વગેરે ગુણસ્થાનો થતાં નથી.
૫૦૫ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૭૭ પ્રકૃતિઓનો બંધ
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિન્ન ૧૦ (અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ,
માન, માયા, લોભ, મનુષ્યગતિ, મનુષ્યગત્યાનુપૂર્વી,
મનુષ્યાયુ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ,

PDF/HTML Page 69 of 110
single page version

વજ્રૠષભનારાચ સંહનન)ને બાદ કરવાથી બાકી રહેલી ૬૭
પ્રકૃતિઓનો બંધ થાય છે.
૫૦૬ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ ૧૭ (અપ્રત્યાખ્યાનાવરણ
ક્રોધ, માન, માયા, લોભ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, દેવાયુ,
નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ, વૈક્રિયિકશરીર,
વૈક્રિયિકઅંગોપાંગ, મનુષ્યગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી,
દુર્ભગ, અનાદેય, અપયશકીર્તિ)ને બાદ કરવાથી બાકી રહેલી
૮૭ પ્રકૃતિઓનો ઉદય છે.
૫૦૭ પ્ર. પાંચમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. ચોથા ગુણસ્થાનમાં જે ૧૪૮ની સત્તા રહેવાનું
કહ્યું છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ એક નરકાયુ વગર ૧૪૭
પ્રકૃતિની સત્તા છે, પરંતુ ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિની અપેક્ષાએ
૧૪૦ પ્રકૃતિની જ સત્તા રહે છે.
૫૦૮ પ્ર. છઠ્ઠા પ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે?
ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયથી
સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બન્ને ય એક સાથે
થાય છે. (જોકે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્ર
ગુણનો વિરોધી છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો
ઉપશમ થવાથી પ્રાદુર્ભૂત સકલ સંયમને ઘાતવામાં સમર્થ
નથી, તેથી ઉપચારથી સંયમનો ઉત્પાદક કહ્યો છે) તેથી
આ ગુણસ્થાનવર્તી મુનિને પ્રમત્તવિરત અર્થાત્ ચિત્રલાચરણી
કહે છે.
૫૦૯ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો બંધ
થાય છે?
ઉ. પાંચમા ગુણસ્થાનમાં જે ૬૭ પ્રકૃતિઓનો બંધ
થાય છે, તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ
એ ચાર વ્યુચ્છિન્ન પ્રકૃતિઓ બાદ કરવાથી બાકી રહેલી ૬૩
પ્રકૃતિઓનો બંધ થાય છે.

PDF/HTML Page 70 of 110
single page version

૫૧૦ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય?
ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૮૭ પ્રકૃતિઓનો ઉદય
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ આઠ (પ્રત્યાખ્યાનાવરણ
ક્રોધ, માન, માયા, લોભ, તિર્યગ્ગતિ, તિર્યગાયુ, ઉદ્યોત અને
નીચગોત્ર) ને ઘટાડવાથી બાકી રહેલી ૭૯ પ્રકૃતિઓમાં
આહારક શરીર અને આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિ
ઉમેરવાથી ૮૧ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૫૧૧ પ્ર. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની સત્તા
છે?
ઉ. પાંચમા ગુણસ્થાનમાં ૧૪૭ પ્રકૃતિઓની સત્તા
કહી છે, તેમાંથી વ્યુચ્છિન્ન પ્રકૃતિ એક તિર્યગાયુને
ઘટાડવાથી ૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, પરંતુ
ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ ની જ સત્તા છે.
૫૧૨ પ્ર. સાતમા અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે?
ઉ. સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થવાથી
પ્રમાદરહિત સંયમભાવ થાય છે, તે કારણથી આ
ગુણસ્થાનવર્તી મુનિને અપ્રમત્તવિરત કહે છે.
૫૧૩ પ્ર. અપ્રમત્તવિરતગુણસ્થાનના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃસ્વસ્થાન અપ્રમત્તવિરત અને
સાતિશય અપ્રમત્તવિરત.
૫૧૪ પ્ર. સ્વસ્થાનઅપ્રમત્તવિરત કોને કહે છે?
ઉ. જે હજારો વખત છઠ્ઠાથી સાતમામાં અને
સાતમામાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે જાય, તેને
સ્વસ્થાનઅપ્રમત્ત કહે છે.
૫૧૫ પ્ર. સાતિશય અપ્રમત્તવિરત કોને કહે છે?
ઉ. જે શ્રેણી ચઢવાને સન્મુખ હોય, તેને સાતિશય
અપ્રમત્તવિરત કહે છે.
૫૧૬ પ્ર. શ્રેણી ચઢવાને પાત્ર કોણ છે?
ઉ. ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ અને દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિ
જ શ્રેણી ચઢે છે, પ્રથમોપશમ સમ્યક્ત્વવાળા તથા
ક્ષાયોપશમિક સમ્યક્ત્વવાળા શ્રેણી ચઢી શકતા નથી.
પ્રથમોપશમસમ્યક્ત્વવાળા જીવ પ્રથમોપશમ-

PDF/HTML Page 71 of 110
single page version

સમ્યક્ત્વને છોડીને ક્ષાયોપશમિક સમ્યગ્દ્રષ્ટિ થઈને પ્રથમ જ
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું વિસંયોજન
કરીને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરીને યા
તો દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિ થઈ જાય અથવા ત્રણે
પ્રકૃતિઓનો ક્ષય કરી ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય, ત્યારે
શ્રેણી ચઢવાને પાત્ર થાય છે.
૫૧૭ પ્ર. શ્રેણી કોને કહે છે?
ઉ. જ્યાં ચારિત્રમોહનીય કર્મની બાકી રહેલી ૨૧
પ્રકૃતિઓનો ક્રમથી ઉપશમ તથા ક્ષય કરાય, તેને શ્રેણી કહે
છે.
૫૧૮ પ્ર. શ્રેણીના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી.
૫૧૯ પ્ર. ઉપશમશ્રેણી કોને કહે છે?
ઉ. જેમાં ચારિત્રમોહનીય કર્મની ૨૧ પ્રકૃતિઓનો
ઉપશમ કરાય, તેને ઉપશમશ્રેણી કહે છે.
૫૨૦ પ્ર. ક્ષપકશ્રેણી કોને કહે છે?
ઉ. જેમાં ઉપરની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય કરાય.
૫૨૧ પ્ર. એ બન્ને શ્રેણીઓમાં ક્યા ક્યા જીવ ચઢે
છે?
ઉ. ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિ તો બન્ને ય શ્રેણીએ ચઢે છે
અને દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિ ઉપશમશ્રેણીએ જ ચઢે છે,
ક્ષપકશ્રેણી ચઢતો નથી.
૫૨૨ પ્ર. ઉપશમશ્રેણીને ક્યા ક્યા ગુણસ્થાન છે?
ઉ. ઉપશમ શ્રેણીને ચાર ગુણસ્થાન છે. આઠમું
અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસામ્પરાય
અને અગિયારમું ઉપશાન્ત મોહ છે.
૫૨૩ પ્ર. ક્ષપક શ્રેણીને ક્યા ક્યા ગુણસ્થાન છે?
ઉ. આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું
સૂક્ષ્મસામ્પરાય, બારમું ક્ષીણમોહ એ ચાર ગુણસ્થાન છે.
૫૨૪ પ્ર. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓના
ઉપશમાવવાને તથા ક્ષય કરવાને માટે આત્માના ક્યા
પરિણામ નિમિત્ત કારણ છે?
ઉ. અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ
ત્રણ નિમિત્ત છે.

PDF/HTML Page 72 of 110
single page version

૫૨૫ પ્ર. અધઃકરણ કોને કહે છે?
ઉ. જે કરણમાં (પરિણામ સમૂહમાં)
ઉપરિતનસમયવર્તી તથા અધસ્તનસમયવર્તી જીવોના
પરિણામ સદ્રશ તથા વિસદ્રશ હોય, તેને અધઃકરણ કહે છે.
તે અધઃકરણ સાતમા ગુણસ્થાનમાં થાય છે.
૫૨૬ પ્ર. અપૂર્વકરણ કોને કહે છે?
ઉ. જે કરણમાં ઉત્તરોત્તર અપૂર્વ અને અપૂર્વ
પરિણામ થતાં જાય અર્થાત્ ભિન્નસમયવર્તી જીવોના
પરિણામ સદાય વિસદ્રશ જ હોય અને એક સમયવર્તી
જીવોના પરિણામ સદ્રશ પણ હોય અને વિસદ્રશ પણ હોય,
તેને અપૂર્વકરણ કહે છે, અને એ જ આઠમું ગુણસ્થાન છે.
૫૨૭ પ્ર. અનિવૃત્તિકરણ કોને કહે છે?
ઉ. જે કરણમાં ભિન્નસમયવર્તી જીવોના પરિણામ
વિસદ્રશ જ હોય, અને એક સમયવર્તી જીવોના પરિણામ
સદ્રશ જ હોય, તેને અનિવૃત્તિકરણ કહે છે. એ જ નવમું
ગુણસ્થાન છે. એ ત્રણેય કરણોના પરિણામ પ્રતિસમય
અનંતગુણી વિશુદ્ધતા માટે થાય છે.
૫૨૮ પ્ર. અધઃકરણનું દ્રષ્ટાત શું છે?
ઉ. એક દેવદત્ત નામના રાજાને ૩૦૭૨ મનુષ્ય (જે
૧૬ કચેરીમાં બેઠેલા) સેવક છે. પહેલી કચેરીમાં ૧૬૨
મનુષ્ય છે, બીજીમાં ૧૬૬, ત્રીજીમાં ૧૭૦, ચોથીમાં ૧૭૪,
પાંચમીમાં ૧૭૮, છઠ્ઠીમાં ૧૮૨, સાતમીમાં ૧૮૬,
આઠમીમાં ૧૯૦, નવમીમાં ૧૯૪, દશમીમાં ૧૯૮,
અગિયારમીમાં ૨૦૨, બારમીમાં ૨૦૬, તેરમીમાં ૨૧૦,
ચૌદમીમાં ૨૧૪, પંદરમીમાં ૨૧૮ અને સોળમીમાં ૨૨૨
મનુષ્ય કામ કરે છે.
પહેલી કચેરીમાં ૧૬૨ મનુષ્યમાંથી પહેલા મનુષ્યનો
પગાર રૂા. ૧, બીજાનો રૂા. ૨, ત્રીજાનો રૂા. ૩, એવી રીતે
એકે એક વધતા ૧૬૨મા મનુષ્યનો પગાર ૧૬૨ છે.
બીજી કચેરીમાં ૧૬૬ મનુષ્યો કામ કરે છે, તેમાંથી
પહેલા મનુષ્યનો પગાર રૂા. ૪૦ છે અને બીજા, ત્રીજા
વગેરેના પગારમાંથી એક એક રૂપિયો ક્રમથી વધારતાં ૧૬૬
મનુષ્યનો પગાર રૂા. ૨૦૫ છે.
ત્રીજી કચેરીમાં ૧૭૦ મનુષ્યો કામ કરે છે, તેમાંથી

PDF/HTML Page 73 of 110
single page version

પહેલા મનુષ્યનો પગાર રૂા. ૮૦ છે અને બીજા, ત્રીજા
આદિ મનુષ્યોનો એક એક રૂપિયો પગારમાં વધારતાં
૧૭૦માં મનુષ્યનો પગાર રૂા. ૨૪૯ છે.
ચોથી કચેરીમાં ૧૭૪ મનુષ્યો કામ કરે છે. તેમાંથી
પહેલા મનુષ્યનો પગાર ૧૨૧ છે, અને બીજા, ત્રીજા
આદિ મનુષ્યોનો એક એક રૂપિયો વધતાં ૧૭૪ મા
મનુષ્યનો પગાર ૨૯૪ રૂપિયા થાય છે; એવી રીતે ક્રમથી
૧૬મી કચેરીમાં જ ૨૨૨ મનુષ્ય નોકર છે, તેમાંથી
પહેલાનો પગાર રૂા. ૬૯૧ અને ૨૨૨મા મનુષ્યનો પગાર
૯૧૨ છે. આ દ્રષ્ટાન્તમાં પહેલી કચેરીમાં ૩૯ મનુષ્યોનો
પગાર, ઉપરની કચેરીઓના કોઈ પણ મનુષ્યના પગાર
સાથે મળતો નથી. તથા છેલ્લા ૫૭ મનુષ્યોનો પગાર
નીચેની કચેરીઓના કોઈપણ મનુષ્યના પગાર સાથે મળતો
નથી. બાકીના પગાર ઉપર નીચેની કચેરીઓના પગારોની
સાથે યથાસંભવ સદ્રશ પણ છે, એવી રીતે યથાર્થમાં પણ
ઉપરના સમય સંબંધી પરિણામો અને નીચેના સમય
સંબંધી પરિણામોમાં સદ્રશતા યથાસંભવ જાણવી. તેનું
વિશેષ સ્વરૂપ ગોમ્મટસારજીના ગુણસ્થાનાધિકારમાં તથા
છાપેલા સુશીલા ઉપન્યાસના ૧૯૧મા પાનાથી ૧૯૬ મા
પાના સુધીમાં જોવું.
૫૨૯ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે ૬૩ પ્રકૃતિઓનો બંધ
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ છના (અસ્થિર, અશુભ,
અશાતા, અપયસ્કીર્તિ, અરતિ અને શોક)ના ઘટાડવાથી
બાકી રહેલી ૫૭ પ્રકૃતિમાં આહારકશરીર અને આહારક
અંગોપાંગ એ બે પ્રકૃતિઓને ભેળવવાથી ૫૯ પ્રકૃતિઓનો
બંધ થાય છે.
૫૩૦ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનમાં જે ૮૧ પ્રકૃતિઓનો ઉદય
કહ્યો છે તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ પાંચ [આહારક શરીર,
આહારક અંગોપાંગ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને
સ્ત્યાનગૃદ્ધિ]ના ઘટવાથી બાકી રહેલી ૭૬ પ્રકૃતિઓનો ઉદય
થાય છે.

PDF/HTML Page 74 of 110
single page version

૫૩૧ પ્ર. સાતમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. છઠ્ઠા ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ
૧૪૬ પ્રકૃતિઓની સત્તા રહે છે, પરંતુ ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિને
૧૩૯ પ્રકૃતિની જ સત્તા રહે છે.
૫૩૨ પ્ર. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૫૯ પ્રકૃતિઓનો બંધ
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ એક દેવાયુના ઘટાડવાથી
૫૮ પ્રકૃતિઓનો બંધ થાય છે.
૫૩૩ પ્ર. આઠમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૭૬ પ્રકૃતિઓનો
ઉદય કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ ચાર (સમ્યક્પ્રકૃતિ,
અર્દ્ધનારાચ, કીલક, અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન)ના
ઘટાડવાથી બાકી રહેલી ૭૨ પ્રકૃતિઓનો ઉદય થાય
છે.
૫૩૪ પ્ર. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. સાતમા ગુણસ્થાનમાં જે ૧૪૬ પ્રકૃતિઓની
સત્તા કહી છે, તેમાંથી વ્યુચ્છિત્તિ અનંતાનુબંધી ક્રોધ, માન,
માયા, લોભ એ ચારને ઘટાડવાથી દ્વિતીયોપશમ સમ્યગ્દ્રષ્ટિ
ઉપશમશ્રેણીવાળાને તો ૧૪૨ પ્રકૃતિની સત્તા છે, પરંતુ
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિ ઉપશમશ્રેણીવાળાને દર્શનમોહનીયની ત્રણ
પ્રકૃતિરહિત ૧૩૯ ની સત્તા રહે છે અને ક્ષપકશ્રેણીવાળાને
સાતમા ગુણસ્થાનની વ્યુચ્છિત્તિપ્રકૃતિ આઠ [અનંતાનુબંધી
ક્રોધ, માન, માયા, લોભ તથા દર્શનમોહનીયની ત્રણ અને
એક દેવાયુ] ને ઘટાડવાથી બાકી રહેલી ૧૩૮ પ્રકૃતિઓની
સત્તા રહે છે.
૫૩૫ પ્ર. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓનો બંધ થાય છે?
ઉ. આઠમા ગુણસ્થાનમાં જે ૫૮ પ્રકૃતિઓનો બંધ
કહ્યો છે, તેમાંથી વ્યુચ્છિત્તિપ્રકૃતિ છત્રીસ (નિદ્રા, પ્રચલા,
તીર્થંકર, નિર્માણ, પ્રશસ્ત, વિહાયોગતિ, પંચેન્દ્રિયજાતિ,
તૈજસ શરીર, કાર્માણ શરીર, આહારક શરીર, આહારક

PDF/HTML Page 75 of 110
single page version

અંગોપાંગ, સમચતુરસ્ર સંસ્થાન, વૈક્રિયકશરીર, વૈક્રિયક
અંગોપાંગ, દેવગતિ, દેવગત્યાનુપૂર્વી, રૂપ, રસ, ગંધ, સ્પર્શ,
અગુરુલઘુત્વ, ઉપઘાત, પરઘાત, ઉચ્છ્વાસ, ત્રસ, બાદર,
પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભઘ, સુભગ, સુસ્વર, આદેય,
હાસ્ય, રતિ, જુગુપ્સા, ભય) ઘટાડવાથી બાકી રહેલી ૨૨
પ્રકૃતિઓનો બંધ થાય છે.
૫૩૬ પ્ર. નવમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. આઠમા ગુણસ્થાનમાં જે ૭૨ પ્રકૃતિઓનો ઉદય
થાય, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ છ (હાસ્ય, રતિ, અરતિ,
શોક, ભય, જુગુપ્સા) ને ઘટાડવાથી બાકી રહેલી ૬૬
પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૫૩૭ પ્ર. નવમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. આઠમા ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં
પણ ઉપશમશ્રેણીવાળા દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિને ૧૪૨,
ક્ષાયિક સમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિની અને ક્ષપકશ્રેણીવાળાને
૧૩૪ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૩૮ પ્ર. દશમા ગુણસ્થાન સૂક્ષ્મસામ્પરાયનું સ્વરૂપ
શું છે?
ઉ. અત્યંત સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત લોભ કષાયના
ઉદયનો અનુભવ કરતા જીવને સૂક્ષ્મસાંપરાય નામનું દશમું
ગુણસ્થાન પ્રાપ્ત થાય છે.
૫૩૯ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. નવમા ગુણસ્થાનમાં જે ૨૨ પ્રકૃતિઓનો બંધ
થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ પાંચ (પુરુષવેદ, સંજ્વલન
ક્રોધ, માન, માયા, લોભ)ને ઘટાડવાથી બાકી રહેલી ૧૭
પ્રકૃતિઓનો બંધ થાય છે.
૫૪૦ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. નવમા ગુણસ્થાનમાં જે ૬૬ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ છ (સ્ત્રીવેદ, પુરુષવેદ,
નપુંસકવેદ, સંજ્વલન ક્રોધ, માન, માયા)ને ઘટાડવાથી બાકી
રહેલી ૬૦ પ્રકૃતિઓનો ઉદય થાય છે.

PDF/HTML Page 76 of 110
single page version

૫૪૧ પ્ર. દશમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. ઉપશમશ્રેણીમાં તો નવમા ગુણસ્થાનની માફક
દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિને ૧૪૨ પ્રકૃતિ અને ક્ષાયિક
સમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિ અને ક્ષપકશ્રેણીવાળાને નવમા
ગુણસ્થાનમાં જે ૧૩૮ પ્રકૃતિઓની સત્તા રહે છે, તેમાંથી
વ્યુચ્છિત્તિ પ્રકૃતિ ૩૬ (તિર્યગ્ગતિ ૧, તિર્યગ્ગત્યાનુપૂર્વી ૧,
વિકલત્રયની ૩, નિદ્રાનિદ્રા ૧, પ્રચલાપ્રચલા ૧, સ્ત્યાનગૃદ્ધિ
૧, ઉદ્યોત ૧, આતાપ ૧, એકેન્દ્રિય ૧, સાધારણ ૧, સૂક્ષ્મ
૧, સ્થાવર ૧, અપ્રત્યાખ્યાનાવરણની ૪,
પ્રત્યાખ્યાનાવરણની ૪, નોકષાયની ૯, સંજ્વલન ક્રોધ ૧,
માન ૧, માયા ૧, નરકગતિ ૧, નરકગત્યાનુપૂર્વી ૧) ને
ઘટાડવાથી બાકી રહેલી ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે.
૫૪૨ પ્ર. અગિયારમા ઉપશાંતમોહ ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે?
ઉ. ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ
થવાથી યથાખ્યાતચારિત્રને ધારણ કરવાવાળા મુનિને
અગિયારમું ઉપશાંતમોહ નામનું ગુણસ્થાન થાય છે. આ
ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતાં મોહનીયના ઉદયથી જીવ
નીચલા ગુણસ્થાનોમાં આવી જાય છે.
૫૪૩ પ્ર. ૧૧મા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. દશમા ગુણસ્થાનમાં જે ૧૭ પ્રકૃતિઓનો બંધ
થતો હતો, તેમાંથી વ્યુચ્છિત્તિપ્રકૃતિ ૧૬ એટલે જ્ઞાનાવરણની
૫, દર્શનાવરણની ૪, અંતરાયની ૫, યશકીર્તિ ૧, ઉચ્ચગોત્ર
૧, એ સર્વને ઘટાડવાથી બાકી રહેલી એક માત્ર
શાતાવેદનીય પ્રકૃતિનો બંધ થાય છે.
૫૪૪ પ્ર. અગિયારમા ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓનો ઉદય થાય છે?
ઉ. દશમા ગુણસ્થાનમાં જે ૬૦ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ એક સંજ્વલન લોભને
ઘટાડવાથી બાકી રહેલી ૫૯ પ્રકૃતિઓનો ઉદય થાય છે.
૫૪૫ પ્ર. અગિયારમા ગુણસ્થાનમાં કેટલી
પ્રકૃતિઓની સત્તા રહે છે?
ઉ. નવમા ગુણસ્થાન અને દશમા ગુણસ્થાનની

PDF/HTML Page 77 of 110
single page version

માફક દ્વિતીયોપશમસમ્યગ્દ્રષ્ટિને ૧૪૨ પ્રકૃતિ અને
ક્ષાયિકસમ્યગ્દ્રષ્ટિને ૧૩૯ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૪૬ પ્ર. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું
છે? અને તે કોને પ્રાપ્ત થાય છે?
ઉ. મોહનીય કર્મનો અત્યંત ક્ષય થવાથી સ્ફટિક
ભાજનગત જળની માફક અત્યંત નિર્મલ અવિનાશી
યથાખ્યાત ચારિત્રના ધારક મુનિને ક્ષીણમોહ નામનું બારમું
ગુણસ્થાન થાય છે.
૫૪૭ પ્ર. બારમા ગુણસ્થાનમાં બંધ કેટલી
પ્રકૃતિઓનો થાય છે?
ઉ. એક શાતાવેદનીય માત્રનો બંધ થાય છે.
૫૪૮ પ્ર. બારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય?
ઉ. અગિયારમા ગુણસ્થાનમાં જે ૫૯ પ્રકૃતિઓનો
ઉદય થાય છે, તેમાંથી વજ્રનારાચ અને નારાચ એ બે
વ્યુચ્છિત્તિ પ્રકૃતિઓને ઘટાડવાથી ૫૭ પ્રકૃતિઓનો ઉદય
થાય છે.
૫૪૯ પ્ર. બારમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. દશમા ગુણસ્થાનમાં ક્ષપક શ્રેણીવાળાની
અપેક્ષાએ ૧૦૨ પ્રકૃતિઓની સત્તા છે, તેમાંથી વ્યુચ્છિત્તિ
પ્રકૃતિ સંજ્વલન લોભના ઘટાડવાથી બાકીની રહેલી ૧૦૧
પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૫૦ પ્ર. તેરમા સયોગકેવળી નામના ગુણસ્થાનનું
સ્વરૂપ શું છે? અને તે કોને પ્રાપ્ત થાય છે?
ઉ. ઘાતિયા કર્મોની ૪૭ (જુઓ પ્રશ્ન ૩૪૭)અને
અઘાતિયા કર્મોની ૧૬ (નરકગતિ, તિર્યગ્ગતિ,
નરકગત્યાનુપૂર્વી, તિર્યગ્ગત્યાનુપૂર્વી, વિકલત્રય ૩, આયુસ્રિક
૩, ઉદ્યોત, અતાપ, એકેન્દ્રિય, સાધારણ, સૂક્ષ્મ અને સ્થાવર
મળીને ૬૩ પ્રકૃતિઓનો ક્ષય થવાથી લોકાલોકપ્રકાશક
કેવળજ્ઞાન તથા મનોયોગ, વચનયોગ અને કાયયોગના ધારક
અરહંત ભટ્ટારકને સયોગકેવળી નામે તેરમું ગુણસ્થાન પ્રાપ્ત
થાય છે. તે જ કેવળી ભગવાન પોતાના દિવ્યધ્વનિથી ભવ્ય
જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને સંસારમાં મોક્ષમાર્ગનો
પ્રકાશ કરે છે.

PDF/HTML Page 78 of 110
single page version

૫૫૧ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. એક માત્ર શાતાવેદનીયનો બંધ થાય છે.
૫૫૨ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. બારમા ગુણસ્થાનમાં જે સત્તાવન પ્રકૃતિઓનો
ઉદય થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ સોળ (જ્ઞાનાવરણની
૫, અંતરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા અને પ્રચલા) ને
ઘટાડવાથી બાકી રહેલી ૪૧ પ્રકૃતિઓમાં તીર્થંકરની
અપેક્ષાથી એક તીર્થંકર પ્રકૃતિ ગણવાથી ૪૨ પ્રકૃતિઓનો
ઉદય થાય છે.
૫૫૩ પ્ર. તેરમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે?
ઉ. બારમા ગુણસ્થાનમાં જે ૧૦૧ પ્રકૃતિઓની
સત્તા છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ સોળ (જ્ઞાનાવરણની ૫,
અંતરાયની ૫, દર્શનાવરણની ૪, નિદ્રા ૧, પ્રચલા ૧)ને
ઘટાડવાથી બાકી રહેલી ૮૫ પ્રકૃતિઓની સત્તા રહે છે.
૫૫૪ પ્ર. ચૌદમા અયોગી કેવળી નામના
ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અને તે કોને પ્રાપ્ત થાય
છે?
ઉ. મન, વચન, કાયના યોગોથી રહિત કેવળજ્ઞાન
સહિત અરહંત ભટ્ટારક [ભગવાન]ને ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત
થાય છે. આ ગુણસ્થાનનો કાળ અ, ઈ, ઉ, ૠ, લૃ એ પાંચ
હ્સ્વસ્વરોનો ઉચ્ચાર કરવાની બરાબર છે. પોતાના
ગુણસ્થાનના કાળના દ્વિચરમ સમયમાં સત્તાની ૮૫
પ્રકૃતિઓમાંથી ૭૨ પ્રકૃતિઓનો અને ચરમ સમયમાં ૧૩
પ્રકૃતિઓનો નાશ કરીને, અરંહત ભગવાન મોક્ષધામે
(સિદ્ધશિલાએ) પધારે છે.
૫૫૫ પ્ર. ચૌદમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
બંધ થાય છે?
ઉ. તેરમા ગુણસ્થાનમાં જે એક શાતાવેદનીયનો બંધ
થતો હતો, તેનો તે ગુણસ્થાનમાં વ્યુચ્છિત્તિ થવાથી અહીં તે
કોઈપણ પ્રકૃતિનો બંધ થતો નથી.

PDF/HTML Page 79 of 110
single page version

૫૫૬ પ્ર. ચૌદમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓનો
ઉદય થાય છે?
ઉ. તેરમા ગુણસ્થાનમાં જે ૪૨ પ્રકૃતિઓનો ઉદય
થાય છે, તેમાંથી વ્યુચ્છિત્તિ પ્રકૃતિ ત્રીશ [વેદનીય ૧,
વજ્રૠષભનારાચ સંહનન ૧, નિર્માણ ૧, સ્થિર ૧, અસ્થિર
૧, શુભ ૧, અશુભ ૧, સુસ્વર ૧, દુઃસ્વર ૧, ઔદારિક
શરીર ૧, ઔદારિક અંગોપાંગ ૧, તૈજસ શરીર ૧, કાર્માણ
શરીર ૧, સમચતુરસ્રસંસ્થાન ૧, ન્યગ્રોધ ૧, સ્વાતિ ૧,
કુબ્જક ૧, વામન ૧, હુંડક ૧, સ્પર્શ ૧, રસ ૧, ગંધ ૧,
વર્ણ ૧, અગુરુલઘુત્વ ૧, ઉપઘાત ૧, પરઘાત ૧, ઉચ્છ્વાસ
૧ અને પ્રત્યેક]ને ઘટાડવાથી બાકી રહેલી ૧૨ પ્રકૃતિઓ
(વેદનીય ૧, મનુષ્યગતિ ૧, મનુષ્યાયુ ૧, પંચેન્દ્રિય જાતિ
૧, સુભગ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, આદેય ૧,
યશઃકીર્તિ ૧, તીર્થંકર પ્રકૃતિ ૧ અને ઉચ્ચગોત્ર ૧)નો ઉદય
થાય છે.
૫૫૭ પ્ર. ચૌદમા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિઓની
સત્તા રહે છે.
ઉ. તેરમા ગુણસ્થાનની માફક આ ગુણસ્થાનમાં પણ
૮૫ પ્રકૃતિઓની સત્તા છે, પરંતુ દ્વિચરમ સમયમાં ૭૨ અને
અંતિમ સમયમાં ૧૩ પ્રકૃતિઓની સત્તાનો નાશ કરીને,
અરહંત ભગવાન મોક્ષે પધારે છે.
ચોથો અધ્યાય સમાપ્ત

PDF/HTML Page 80 of 110
single page version

પાંચમો અધયાય
૫૫૮ પ્ર. પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે?
ઉ. ચાર ઉપાય છેઃ૧ લક્ષણ, ૨ પ્રમાણ, ૩ નય
અને ૪ નિક્ષેપ.
૫૫૯ પ્ર. લક્ષણ કોને કહે છે?
ઉ. ઘણાં મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને
જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. જેમકેઃજીવનું લક્ષણ
ચેતના.
૫૬૦ પ્ર. લક્ષણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છેઃએક આત્મભૂત, બીજો અનાત્મભૂત.
૫૬૧ પ્ર. આત્મભૂતલક્ષણ કોને કહે છે?
ઉ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું હોય,
જેમકેઅગ્નિનું લક્ષણ ઉષ્ણપણું.
૫૬૨ પ્ર. અનાત્મભૂતલક્ષણ કોને કહે છે?
ઉ. જે લક્ષણ વસ્તુના સ્વરૂપમાં મળેલું ન હોય,
જેમકે દંડી પુરુષનું લક્ષણ દંડ.
૫૬૩ પ્ર. લક્ષણાભાસ કોને કહે છે?
ઉ. જે લક્ષણ સદોષ હોય.
૫૬૪ પ્ર. લક્ષણના દોષ કેટલા છે?
ઉ. ત્રણ છેઃઅવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ.
૫૬૫ પ્ર. લક્ષ્ય કોને કહે છે?
ઉ. જેનું લક્ષણ કરવામાં આવે, તેને લક્ષ્ય કહે છે.
૫૬૬ પ્ર. અવ્યાપ્તિદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યના એક દેશમાં (એકભાગમાં) લક્ષણનું રહેવું
તેને અવ્યાપ્તિ દોષ કહે છે. જેમકે પશુનું લક્ષણ શીંગડું.
૫૬૭ પ્ર. અતિવ્યાપ્તિદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્ય તેમજ અલક્ષ્યમાં લક્ષણનું રહેવું, તેને
અતિવ્યાપ્તિ દોષ કહે છે. જેમકે ગાયનું લક્ષણ શીંગડાં.
૫૬૮ પ્ર. અલક્ષ્ય કોને કહે છે?
ઉ. લક્ષ્ય સિવાયના બીજા પદાર્થોને અલક્ષ્ય કહે છે.
૫૬૯ પ્ર. અસંભવદોષ કોને કહે છે?
ઉ. લક્ષ્યમાં લક્ષણની અસંભવતાને અસંભવદોષ
કહે છે.