Pravachan Ratnakar (Gujarati). Kalash: 225-234.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 178 of 210

 

PDF/HTML Page 3541 of 4199
single page version

वेदयमानः कर्मफलं सुखितो दुःखितश्च भवति यश्चेतयिता ।
स तत्पुनरपि बध्नाति बीजं
दुःखस्याष्टविधम्।। ३८९।।
तत्र तावत्सकलकर्मसंन्यासभावनां नाटयति–
(आर्या)
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः ।
परिहृत्य कर्म सर्व परमं नैष्कर्म्यमवलम्बे।। २२५।।

मया कृतं जानाति] ‘કર્મફળ મેં કર્યું’ એમ જાણે છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને- [दुःखस्य बीजं] દુઃખના બીજને- [बध्नाति] બાંધે છે.

[कर्मफलं वेदयमानः] કર્મના ફળને વેદતો થકો [यः चेतयिता] જે આત્મા

[सुखितः दुःखितः च] સુખી અને દુઃખી [भवति] થાય છે, [सः] તે [पुनः अपि] ફરીને પણ [अष्टविधम् तत्] આઠ પ્રકારના કર્મને- [दुःखस्य बीजं] દુઃખના બીજને- [बध्नाति] બાંધે છે.

ટીકાઃ– જ્ઞાનથી અન્યમાં (-જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું (અનુભવવું) કે ‘આ હું છું’ , તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના. તેમાં, જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે ‘આને હું કરું છું’ , તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે ‘આને હું ભોગવું છું’ , તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે.) તે સમસ્ત અજ્ઞાનચેતના સંસારનું બીજ છે; કારણ કે સંસારનું બીજ જે આઠ પ્રકારનું (જ્ઞાનાવરણાદિ) કર્મ, તેનું તે અજ્ઞાનચેતના બીજ છે (અર્થાત્ તેનાથી કર્મ બંધાય છે). માટે મોક્ષાર્થી પુરુષે અજ્ઞાનચેતનાનો પ્રલય કરવા માટે સકળ કર્મના સંન્યાસની (ત્યાગની) ભાવનાને તથા સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવીને, સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતનાને જ એકને સદાય નચાવવી.

તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ- (ત્યાં પ્રથમ, કાવ્ય કહે છેઃ-) શ્લોકાર્થઃ–

[त्रिकालविषयं] ત્રણે કાળના (અર્થાત્ અતીત, વર્તમાન અને

અનાગત કાળ સંબંધી) [सर्व कर्म] સમસ્ત કર્મને [कृत–कारित–अनुमननैः] કૃત- કારિત-અનુમોદનાથી અને [मनः– वचन–कायैः] મન-વચન-કાયાથી [परिहृत्य] ત્યાગીને [परमं नैष्कर्म्यम् अवलम्बे] હું પરમ નૈષ્કર્મ્યને (-ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું.


PDF/HTML Page 3542 of 4199
single page version

(એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.) ૨૨પ.

(હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છેઃ-) (પ્રતિક્રમણ કરનાર કહે છે કેઃ) જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. (કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ છે એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે હેયબુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડયું, તે જ તેનું મિથ્યા કરવું છે). ૧.

જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪.

જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. પ. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૬. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૭.

જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૮. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૯. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૦.

જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૧. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૨. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૩. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૪. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧પ. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૬.


PDF/HTML Page 3543 of 4199
single page version

જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૭. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૮. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૯.

જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૦. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૧. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૨. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૩. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૪. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨પ. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૬. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૭. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૮.

જે મેં (પૂર્વે) કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨૯. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૦. જે મેં અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૧.

જે મેં (પૂર્વે) કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૨. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૩. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૪. જે મેં (પૂર્વે) કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩પ. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૬. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૭. જે મેં (પૂર્વે) કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૮. જે મેં (પૂર્વે) કરાવ્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩૯. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૦.

જે મેં (પૂર્વે) કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૧. જે મેં (પૂર્વે) કરાવ્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૨. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય


PDF/HTML Page 3544 of 4199
single page version

તેનું અનુમોદન કર્યું મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૩. જે મેં (પૂર્વે) કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૪. જે મેં (પૂર્વે) કરાવ્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪પ. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૬. જે મેં (પૂર્વે) કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૭. જે મેં (પૂર્વે) કરાવ્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૮. જે મેં (પૂર્વે) અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪૯.

(આ ૪૯ ભંગોની અંદર, પહેલા ભંગમાં કૃત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધાં અને તેના પર મન, વચન, કાયા-એ ત્રણે લગાવ્યાં. એ રીતે બનેલા આ એક ભંગને * ‘૩૩’ ની સમસ્યાથી-સંજ્ઞાથી-ઓળખી શકાય. ૨ થી ૪ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. એ રીતે બનેલા આ ત્રણ ભંગોને, ‘૩૨’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. પ થી ૭ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદના ત્રણે લઈને તેના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ ત્રણ ભંગોને ‘૩૧’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૮ થી ૧૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૨૩’ ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૧૧ થી ૧૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને ‘૨૨’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૨૦ થી ૨૮ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને ‘૨૧’ ની સંજ્ઞાવાળા ભંગો તરીકે ઓળખી શકાય. ૨૯ થી ૩૧ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૧૩’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૩૨ થી ૪૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને ‘૧૨’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૪૧ થી ૪૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને ‘૧૧’ ની સંજ્ઞાથી ઓળખી શકાય. બધા મળીને ૪૯ ભંગ થયા.) _________________________________________________________________ * કૃત, કારિત, અનુમોદના-એ ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ ‘૩’ નો આંકડો મૂકવો, અને પછી

મન, વચન, કાયા-એ ત્રણે લીધાં તે બતાવવા તેની પાસે બીજો ‘૩’ નો આંકડો મૂકવો. આ રીતે
‘૩૩’ ની સમસ્યા થઈ.

* કૃત, કારિત, અનુમોદના ત્રણે લીધાં તે બતાવવા પ્રથમ ‘૩’ નો આંકડો મૂકવો; અને પછી મન,

વચન, કાયામાંથી બે લીધાં તે બતાવવા ‘૩’ ની પાસે ‘૨’ નો આંકડો મૂકવો. એ રીતે ‘૩૨’
ની સંજ્ઞા થઈ.

PDF/HTML Page 3545 of 4199
single page version

(आर्या)
मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य ।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२६।।

હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यद् अहम् मोहात् अकार्षम्] જે મેં મોહથી અર્થાત્ અજ્ઞાનથી (ભૂત કાળમાં) કર્મ કર્યાં, [तत् समस्तम् अपि कर्म प्रतिक्रम्य] તે સમસ્ત કર્મને પ્રતિક્રમીને [निष्कर्मणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તું છું (એમ જ્ઞાની અનુભવ કરે છે).

ભાવાર્થઃ– ભૂતકાળમાં કરેલા કર્મને ૪૯ ભંગપૂર્વક મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે, તેનું આ વિધાન (વિધિ) છે. ‘મિથ્યા’ કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છેઃ- જેવી રીતે, કોઈએ પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું; પછી તેના પ્રત્યે મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂત કાળમાં જે ધન કમાયો હતો તે નહિ કમાયા સમાન જ છે; તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂત કાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે. ૨૨૬.

આ રીતે પ્રતિક્રમણ-કલ્પ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ) સમાપ્ત થયો.

(હવે ટીકામાં આલોચનાકલ્પ કહે છેઃ-)

હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી. કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧.

હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૨. હું (વર્તમાનમાં) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૩. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી ૪.

હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. પ. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી,


PDF/HTML Page 3546 of 4199
single page version

વચનથી. ૬. હું કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૭.

હું કરતો નથી, કરાવતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૮. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૯. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી તથા કાયાથી. ૧૦.

હું કરતો નથી, કરાવતો નથી, મનથી તથા વચનથી. ૧૧. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૧૨. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા વચનથી. ૧૩. હું કરતો નથી, કરાવતો નથી, મનથી તથા કાયાથી. ૧૪. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૧પ. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી તથા કાયાથી. ૧૬. હું કરતો નથી, કરાવતો નથી, વચનથી તથા કાયાથી. ૧૭. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી. ૧૮. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી તથા કાયાથી. ૧૯.

હું કરતો નથી, કરાવતો નથી, મનથી. ૨૦. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. ૨૧. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી. ૨૨. હું કરતો નથી, કરાવતો નથી, વચનથી. ૨૩. હું કરતો નથી, અન્ય કરતો હતો તેને અનુમોદતો નથી, વચનથી. ૨૪. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, વચનથી. ૨પ. હું કરતો નથી, કરાવતો નથી, કાયાથી. ૨૬. હું કરતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૨૭. હું કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, કાયાથી. ૨૮.

હું કરતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૨૯. હું કરાવતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૩૦. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી, વચનથી તથા કાયાથી. ૩૧.

હું કરતો નથી મનથી તથા વચનથી. ૩૨. હું કરાવતો નથી મનથી તથા વચનથી. ૩૩. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી તથા વચનથી. ૩૪. હું કરતો નથી મનથી તથા કાયાથી. ૩પ. હું કરાવતો નથી મનથી તથા કાયાથી. ૩૬. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી મનથી તથા કાયાથી. ૩૭. હું કરતો નથી વચનથી તથા કાયાથી. ૩૮. હું કરાવતો નથી વચનથી તથા કાયાથી. ૩૯. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી તથા કાયાથી. ૪૦.

હું કરતો નથી મનથી. ૪૧. હું કરાવતો નથી મનથી. ૪૨. હું અન્ય કરતો


PDF/HTML Page 3547 of 4199
single page version

(आर्या)
मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य ।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२७।।

इत्यालोचनाकल्पः समाप्तः। હોય તેને અનુમોદતો નથી મનથી. ૪૩. હું કરતો નથી વચનથી. ૪૪. હું કરાવતો નથી વચનથી. ૪પ. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી. ૪૬. હું કરતો નથી કાયાથી. ૪૭. હું કરાવતો નથી કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા.)

હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– (નિશ્ચયચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે-) [मोहविलासविजृम्भितम् इदम् उदयत् कर्म] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (ઉદયમાં આવતું) કર્મ [सकलम् आलोच्य] તે સમસ્તને આલોચીને (-તે સર્વ કર્મની આલોચના કરીને-) [निष्कर्मणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તું છું.

ભાવાર્થઃ– વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે-પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું તો શુદ્ધચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનજ્ઞાનરૂપ પ્રવૃતિ વડે હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તું છું. આવું અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે. ૨૨૭.

આ રીતે આલોચનાકલ્પ સમાપ્ત થયો. (હવે ટીકામાં પ્રત્યાખ્યાનકલ્પ અર્થાત્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છેઃ- (પ્રત્યાખ્યાન કરનાર કહે છે કેઃ-) હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧.

હું (ભવિષ્યમાં કર્મ) કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૨. હું કરીશ નહિ, કરાવીશ, નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૩. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૪.


PDF/HTML Page 3548 of 4199
single page version

હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. પ. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી. ૬. હું કરીશ નહિ, કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૭.

હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૮. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી ૯. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી, વચનથી તથા કાયાથી. ૧૦.

હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી તથા વચનથી. ૧૧. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૧૨. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા વચનથી. ૧૩. હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી તથા કાયાથી. ૧૪. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૧પ. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી તથા કાયાથી. ૧૬. હું કરીશ નહિ, કરાવીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૭. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૮. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી તથા કાયાથી. ૧૯.

હું કરીશ નહિ, કરાવીશ નહિ, મનથી. ૨૦. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. ૨૧. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, મનથી. ૨૨. હું કરીશ નહિ, કરાવીશ નહિ, વચનથી. ૨૩. હું કરીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી ૨૪. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, વચનથી. ૨પ. હું કરીશ નહિ, કરાવીશ નહિ, કાયાથી. ૨૬. હું કરીશ નહિ, અન્ય કરતા હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૨૭. હું કરાવીશ નહિ, અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ, કાયાથી. ૨૮.

હું કરીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૨૯. હું કરાવીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૩૦. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી, વચનથી તથા કાયાથી. ૩૧.

હું કરીશ નહિ મનથી તથા વચનથી. ૩૨. હું કરાવીશ નહિ મનથી તથા વચનથી. ૩૩. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી તથા વચનથી. ૩૪ હું કરીશ નહિ મનથી તથા કાયાથી. ૩પ. હું કરાવીશ નહિ મનથી તથા કાયાથી. ૩૬. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી તથા કાયાથી. ૩૭. હું કરીશ નહિ વચનથી તથા કાયાથી. ૩૮. હું કરાવીશ નહિ વચનથી તથા કાયાથી ૩૯. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ વચનથી તથા કાયાથી. ૪૦.


PDF/HTML Page 3549 of 4199
single page version

(आर्या)
प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसम्मोहः।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।। २२८।।

इति प्रत्याख्यानकल्पः समाप्तः।

હું કરીશ નહિ મનથી. ૪૧. હું કરાવીશ નહિ મનથી. ૪૨. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ મનથી. ૪૩. હું કરીશ નહિ વચનથી. ૪૪. હું કરાવીશ નહિ વચનથી. ૪પ. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ વચનથી. ૪૬. હું કરીશ નહિ કાયાથી. ૪૭. હું કરાવીશ નહિ કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદીશ નહિ કાયાથી. ૪૯. (આ રીતે, પ્રતિક્રમણના જેવા જ પ્રત્યાખ્યાનમાં પણ ૪૯ ભંગ કહ્યા.)

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– (પ્રત્યાખ્યાન કરનાર જ્ઞાની કહે છે કે-)

[भविष्यत् समस्तं कर्म

प्रत्याख्याय] ભવિષ્યના સમસ્ત કર્મને પચખીને (-ત્યાગીને), [निरस्त–सम्मोहः निष्कर्मणि चैतन्य–आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते] જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ-) નિરંતર વર્તું છું.

ભાવાર્થઃ– નિશ્ચયચારિત્રમાં પ્રત્યાખ્યાનનું વિધાન એવું છે કે-સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ (પોતાના) શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. તેથી જ્ઞાન આગામી સમસ્ત કર્મોનું પ્રત્યાખ્યાન કરીને પોતાના ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે.

અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ- વ્યવહારચારિત્રમાં તો પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહીં નિશ્ચયચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનું-ત્રણે કાળનાં કર્મોનું-પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગરૂપ આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્પ્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે. આ, જ્ઞાનીનું કાર્ય છે. ૨૨૮.

આ રીતે પ્રત્યાખ્યાનકલ્પ સમાપ્ત થયો. હવે સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવવા વિષેનું કથન પૂર્ણ કરતાં, કળશરૂપ કાવ્ય કહેઃ-


PDF/HTML Page 3550 of 4199
single page version

(उपजाति)
समस्तमित्येवमपास्य कर्म
त्रैकालिकं
शुद्धनयावलम्बी ।
विलीनमोहो रहितं विकारै–
श्चिन्मात्रमात्मानमथावलम्बे ।।
२२९।।

अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति–

(आर्या)
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव ।
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम्।। २३०।।

શ્લોકાર્થઃ– (શુદ્ધનયનું આલંબન કરનાર કહે છે કે-) [इति एवम्] પૂર્વોક્ત રીતે [त्रैकालिकं समस्तम् कर्म] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [अपास्य] દૂર કરીને-છોડીને, [शुद्धनय–अवलम्बी] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [विलीन– मोहः] વિલીનમોહ (અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [अथ] હવે [विकारैः रहितं चिन्मात्रम् आत्मानम्] (સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [अवलम्बे] અવલંબું છું. ૨૨૯.

હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ- (ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય-અર્થનું કાવ્ય કહે છેઃ-) શ્લોકાર્થઃ– (સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે-)

[कर्म–विष–

तरु–फलानि] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [मम भुक्तिम् अन्तरेण एव] મારા ભોગવ્યા વિના [विगलन्तु] ખરી જાઓ; [अहम् चैतन्य–आत्मानम् आत्मानम् अचलं सञ्चेतये] હું (મારા) ચૈતન્યસ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.

ભાવાર્થઃ– જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા-દ્રષ્ટાપણે જાણું-દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર-જાણનાર જ હોઉં.

અહીં એટલું વિશેષ જાણવું કે-અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩૦.

(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ-)


PDF/HTML Page 3551 of 4199
single page version

હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું અર્થાત્ એકાગ્રપણે અનુભવું છું. (અહીં ‘ચેતવું’ એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. ‘સં’ ઉપસર્ગ લાગવાથી, ‘સંચેતવું’ એટલે ‘એકાગ્રપણે અનુભવવું’ એવો અર્થ અહીં બધા પાઠોમાં સમજવો.) ૧. હું શ્રુત-જ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું-અનુભવું છું. ૨. હું અવધિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩. હું મનઃપર્યયજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪. હું કેવળજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ.

હું ચક્ષુર્દર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬. હું અચક્ષુર્દર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭. હું અવધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮. હું કેવળદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯. હું નિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦. હું નિદ્રાનિદ્રાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧. હું પ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨ હું પ્રચલાપ્રચલાદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩. હું સ્ત્યાનગૃદ્ધિદર્શનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪.

હું શાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧પ. હું અશાતાવેદનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૬.

હું સમ્યક્ત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૭. હું મિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૮. હું સમ્યક્ત્વમિથ્યાત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૯. હું અનંતાનુબંધિક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૦. હું અપ્રત્યાખ્યાનાવરણીયક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૧. હુ પ્રત્યાખ્યાનાવરણીયક્રોધકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૨. હું સંજ્વલનક્રોધકષાયવેદનીય-


PDF/HTML Page 3552 of 4199
single page version

મોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૩. હું અનંતાનુબંધિમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૪. હું અપ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨પ. હું પ્રત્યાખ્યાનાવરણીયમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૬. હું સંજ્વલનમાનકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૭. હું અનંતાનુબંધિમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૮. હું અપ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૨૯. હું પ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૦ હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૧. હું અનંતાનુબંધિલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૨. હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૩. હું પ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૪. હું સંજ્વલનલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩પ. હું હાસ્યનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૬. હું રતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૭. હું અરતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૮. હું શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૩૯. હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૦. હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૧. હું સ્ત્રીવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૨. હું પુરુષવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૩. હું નપુંસકવેદનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૪.

હું નરક-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪પ. હું તિર્યંચ-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૬. હું મનુષ્ય-આયુકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને


PDF/HTML Page 3553 of 4199
single page version

હું નરકગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૪૯. હું તિર્યંચગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૦. હું મનુષ્યગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૧. હું દેવગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૨. હું એકેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૩. હું દ્વીંદ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૪. હું ત્રીન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પપ. હું ચતુરિન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૬. હું પંચેન્દ્રિયજાતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૭. હું ઔદારિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૮. હું વૈક્રિયિકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. પ૯. હું આહારકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૦. હું તૈજસશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૧. હું કાર્મણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું ૬૨. હું ઔદારિકશરીર- અંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૩. હું વૈક્રિયિકશરીર-અંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૪. હું આહારકશરીરઅંગોપાંગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬પ. હું ઔદારિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૬. હું વૈક્રિયિકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૭. હું આહારકશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૮. હું તૈજસશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૬૯. હું કાર્મણશરીરબંધનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૦. હું ઔદારિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૧. હું વૈક્રિયિકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૨. હું આહારકશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૩. હું તૈજસશરીરસંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૪. હું કાર્મણશરીર-


સંઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭પ. હું સમચતુરસ્રસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૬. હું ન્યગ્રોધપરિમંડલસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૭. હું સાતિકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૮. હું કુબ્જકસંસ્થાનનાકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૭૯. હું વામનસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૦. હું હુંડકસંસ્થાનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૧. હું વજ્રર્ષભનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૨. હું વજ્રનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૩. હું નારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૪. હું અર્ધનારાચસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮પ. હું કીલિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૬. હું અસંપ્રાપ્તાસૃપાટિકાસંહનનનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૭. હું સ્નિગ્ધસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૮. હું રૂક્ષસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૮૯. હું શીતસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૦. હું ઉષ્ણસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૧. હું ગુરુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું ૯૨. હું લઘુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૩. હું મૃદુસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૪. હું કર્કશસ્પર્શનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯પ. હું મધુરરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૬. હું આમ્લરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૭. હું તિક્તરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૮. હું કટુકરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૯૯. હું કષાયરસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૦. હું સુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છં. ૧૦૧. હું અસુરભિગંધનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૨. હું શુક્લવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને



જ સંચેતું છું. ૧૦૩. હું રક્તવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૪. હું પીતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦પ. હું હરિતવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૬. હું કૃષ્ણવર્ણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૭. હું નરકગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૦૮. હું તિર્યંચગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું ૧૦૯. હું મનુષ્યગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૦. હું દેવગત્યાનુપૂર્વીનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૧. હું નિર્માણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૨. હું અગુરુલઘુનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૩. હું ઉપઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૪. હું પરઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧પ. હું આતપનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૬. હું ઉદ્યોતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૭. હું ઉચ્છ્વાસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૮. હું પ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૧૯. હું અપ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૦. હું સાધારણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૧. હું પ્રત્યેકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૨. હું સ્થાવરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૩. હું ત્રસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૪. હું સુભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨પ. હું દુર્ભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૬. હું સુસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૭. હું દુઃસ્વરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૮. હું શુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૨૯. હું અશુભનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૦. હું સૂક્ષ્મશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૧. હું બાદરશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૨. હું પર્યાપ્તનામકર્મના ફળને

PDF/HTML Page 3556 of 4199
single page version

નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૩. હું અપર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૪. હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩પ. હું અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૬. હું આદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૭. હું અનાદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૮. હું યશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૩૯. હું અયશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૦. હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૧.

હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૨. હું નીચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૩.

હું દાનાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૪. હું લાભાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪પ. હું ભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૬. હું ઉપભોગાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૭. હું વીર્યાંતરાયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું. ૧૪૮. (આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે).

(અહીં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન તો થયું જ કે ‘હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું’ . પરંતુ પૂર્વે બાંધેલાં કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, ત્રણે કાળ સંબંધી ઓગણપચાસ ઓગણપચાસ ભંગો વડે કર્મચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને, એક ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાનશ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગરૂપ થાય, ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ


PDF/HTML Page 3557 of 4199
single page version

(वसन्ततिलका)
निःशेषकर्मफलसंन्यसनान्ममैवं
सर्वक्रियान्तरविहारनिवृत्तवृत्तेः ।
चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनन्ता।। २३१।।

પરિણમન તે થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.)

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– (સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે કેઃ) [एवं] પૂર્વોક્ત રીતે [निःशेष–कर्म–फलं–संन्यसनात्] સમસ્ત કર્મના ફળનો સંન્યાસ કરવાથી [चैतन्य–लक्ष्म आत्मतत्त्वं भृशम् भजतः सर्व–क्रियान्तर– विहार–निवृत्त–वृत्तेः] હું ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને તે સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે (અર્થાત્ આત્મતત્ત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયા-વિભાવરૂપ ક્રિયા-તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી-પ્રવર્તતી નથી); [अचलस्य मम] એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, [इयम् काल–आवली] આ કાળની આવલી કે જે [अनंता] પ્રવાહરૂપે અનંત છે તે, [वहतु] આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો-જાઓ. (ઉપયોગની પ્રવૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.)

ભાવાર્થઃ– આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંત કાળ સુધી એવો જ રહેવાનું ચાહે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઊપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે. બાહ્ય વ્યવહારચારિત્ર છે તે આના જ સાધનરૂપ છે; અને આના વિના વ્યવહારચારિત્ર શુભકર્મને બાંધે છે, મોક્ષનો ઉપાય નથી. ૨૩૧.

ફરી કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [पूर्व–भाव–कृत–कर्म–विषद्रुमाणां फलानि यः न भुंक्ते] પૂર્વે અજ્ઞાનભાવથી કરેલાં જે કર્મ તે કર્મરૂપી વિષવૃક્ષોનાં ફળને જે પુરુષ (તેનો સ્વામી થઈને) ભોગવતો નથી અને [खलु स्वतः एव तृप्तः] ખરેખર પોતાથી જ (- આત્મસ્વરૂપથી જ) તૃપ્ત છે, [सः आपात–काल–रमणीयम् उदर्क–रम्यम् निष्कर्म– शर्ममयम् दशान्तरम् एति] તે પુરુષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે.


PDF/HTML Page 3558 of 4199
single page version

(वसन्ततिलका)
यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां
भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः ।
आपातकालरमणीयमुदर्करम्यं
निष्कर्मशर्ममयमेति दशान्तरं सः।।
२३२।।
(स्रग्धरा)
अत्यन्तं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः ।
पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। २३३।।

એવી નિષ્કર્મ-સુખમય દશાંતરને પામે છે (અર્થાત્ જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિત સ્વાધીન સુખમય દશાને પામે છે).

ભાવાર્થઃ– જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે-અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ-અવસ્થાને પામે છે. ૨૩૨.

‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની જનો સદાકાળ આનંદરૂપ રહો’ -એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છેઃ-

શ્લોકાર્થઃ– [अविरतं कर्मणः तत्फलात् च विरतिम् अत्यन्तं भावयित्वा] જ્ઞાની જનો, અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [अखिल–अज्ञान–सञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं नाटयित्वा] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [स्व–रस–परिगतं स्वभावं पूर्णं कृत्वा] નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [स्वां ज्ञानसञ्चेतनां सानन्दं नाटयन्तः इतः सर्व–कालं प्रशम–रसम् पिबन्तु] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંત કાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે).

ભાવાર્થઃ– પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના


PDF/HTML Page 3559 of 4199
single page version

(वंशस्थ)
इतः पदार्थप्रथनावगुण्ठनाद्–
विना कृतेरेकमनाकुलं ज्वलत् ।
समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्–
विवेचितं ज्ञानमिहावतिष्ठते।। २३४।।

ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સદ્રા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૨૩૩.

આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इतः इह] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે-) [समस्त–वस्तु–व्यतिरेक–निश्चयात् विवेचितं ज्ञानम्] સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, [पदार्थ– प्रथन–अवगुण्ठनात् कृतेः विना] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (-અનેક પદાર્થો સાથે, જ્ઞેયજ્ઞાનસંબંધને લીધે, એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (-અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [एकम् अनाकुलं ज्वलत्] એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (-સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થકું, [अवतिष्ठते] નિશ્ચળ રહે છે.

ભાવાર્થઃ– હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. ૨૩૪.

*
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ મથાળુ

હવે આ કથનને ગાથા દ્વારા કહે છે.

* ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનથી અન્યમાં (-જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું (અનુભવવું) કે “આ હું છું,” તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના.’


PDF/HTML Page 3560 of 4199
single page version

અહાહા......! શું ટીકા છે! આત્મા જ્ઞાનસ્વરૂપી શીતળ શીતળ શાંતસ્વભાવથી ભરેલો ચૈતન્યચંદ્ર જિનચંદ્ર પ્રભુ છે. અહીં કહે છે- એનાથી અર્થાત્ જ્ઞાનસ્વભાવથી અન્ય ભાવોમાં એમ અનુભવવું કે ‘આ હું છું’ એ અજ્ઞાનચેતના છે. આવી ચોખ્ખી વાત છે બાપા! ‘અન્ય ભાવો’ એટલે શું? કે આ પર્યાયમાં થતા પુણ્ય-પાપના શુભાશુભ ભાવ અને એનું ફળ બંધ અને સંયોગ એ બધા અન્ય ભાવો છે; અને એમાં ‘આ હું છું’ એમ ચેતવું તે અજ્ઞાનચેતના છે એમ કહે છે. ભાઈ! દયા, દાન, વ્રતાદિના પરિણામ તે શુભભાવ પુણ્યતત્ત્વ છે, ને તેમાં ‘આ હું છું’ એમ ચેતવું તે અજ્ઞાન-ચેતના છે. અહીં ‘જ્ઞાનથી અન્ય’ કહ્યું ત્યાં ‘જ્ઞાન’ શબ્દે આત્મા સમજવો.

ભાઈ! શુભ ને અશુભ ભાવ બધા ભગવાન આત્માથી અન્ય છે, જુદા છે. તેમાં ‘આ હું છું’ એમ અનુભવવું તે અજ્ઞાનચેતના છે. અજ્ઞાનચેતના એટલે શું? કે અજ્ઞાનને ચેતનારી -અજ્ઞાનમાં જાગ્રત થયેલી ચેતના, અર્થાત્ સ્વરૂપને ચેતવા પ્રતિ આંધળી એવી ચેતના. અરે ભાઈ! ચાહે તું હજારો રાણીઓ છોડીને વનવાસી નગ્ન દિગંબર સાધુ થયો હો, પણ એ વ્રતાદિના રાગને ‘આ હું છું, આ મને ઠીક છે, ભલા છે’ એમ જો તું અનુભવે છે તો બાપુ એ અજ્ઞાનચેતના છે, મિથ્યાદર્શન છે. સમજાણું કાંઈ....? બહુ થોડા શબ્દોમાં ખૂબ ગંભીર વાત કરી છે!

આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. તેને ‘હું છું’ એમ નહિ અનુભવતાં એનાથી અન્ય વિરુદ્ધ જે શુભાશુભ ભાવ તેમાં ‘આ હું છું’ એમ અનુભવવું તે અજ્ઞાનચેતના છે અને તે બે પ્રકારે છે- કર્મચેતના અને કર્મફળચેતના. હવે કહે છે- ‘તેમાં, જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે “આને હું કરું છું,” તે કર્મચેતના છે; અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે “આને હું ભોગવું છું,” તે કર્મફળચેતના છે. (એમ બે પ્રકારે અજ્ઞાન ચેતના છે.)

જુઓ, શું કહ્યું? ભગવાન આત્મા સિવાય અન્ય જે પુણ્ય-પાપના વિકારી ભાવ તેને હું કરું છું એમ જે માને-અનુભવે છે તે કર્મચેતના છે. અહીં કર્મ શબ્દે જડ પુદ્ગલકર્મની વાત નથી. અહીં તો ભાવકર્મ જે શુભાશુભ ભાવ તે મારું કાર્ય નામ કર્મ છે, હું એને કરું છું -એમ જે માને છે તે કર્મચેતના છે એમ વાત છે. કર્મચેતના કહો કે કાર્યચેતના કહો -એક વાત છે. રાગરૂપી કાર્યમાં ચેતાઈ ગયો છે ને? પરના કાર્યની અહીં વાત નથી, કેમકે પરનાં કાર્ય તે કરી શકતો નથી; પરને તો તે સ્પર્શ સુદ્ધાં કરી શકતો નથી.

વળી જ્ઞાનથી-આત્માથી અન્ય જે શુભાશુભ ભાવ-વિકારી ભાવ તેને હું ભોગવું છું એમ માને-અનુભવે તે કર્મફળચેતના છે. વિકારમાં હરખ-શોકનું વેદન કરે તે કર્મફળચેતના છે. એમ બે પ્રકારે અજ્ઞાનચેતના છે. હવે કહે છે -