Page 102 of 540
PDF/HTML Page 111 of 549
single page version
ગુણપર્યાય (વાળું) એ બે લીધી છે.... ને...! ગુણ - પર્યાય પણ એનો (દ્રવ્યનો) સ્વભાવ છે. (હવે
અહીાંં) દ્રષ્ટાંત આપે છે. (‘વસ્ત્રની જેમ’)
વસ્ત્ર, ઉત્પાદ વડે લક્ષિત થાય છે. લક્ષણ કહેવા છે ને...! ઉત્પાદ-વ્યય ને ધ્રુવ લક્ષણ છે. દ્રવ્ય લક્ષ્ય
છે. એમ ગુણ-પર્યાય લક્ષણ છે. દ્રવ્ય લક્ષ્ય છે. એમ વસ્ત્રમાં મલિન પર્યાયનો વ્યય થઈને
નિર્મળપર્યાય ઉત્પન્ન થઈ એ વસ્ત્રનું - પોતાનું સ્વરૂપ છે. આહા...! એ પર્યાય જે નિર્મળ થઈ તે
લક્ષણ, લક્ષ્ય વસ્ત્ર. એ (નિર્મળ) ઊપજતી પર્યાય થઈ એ પાણીથી ધોકાથી કે સાબુથી ઉત્પન્ન થઈ
નથી. આહા... એમ કહેવા માગે છે.
દ્રવ્યનું સ્વરૂપ જુદું ને પર્યાયને સ્વરૂપ જુદું, એમ નથી. ‘સ્વરૂપથી જ તેવુંછે (અર્થાત્ ઉત્પાદસ્વરૂપે જ
પોતે પરિણત છે);’ એ દ્રષ્ટાંત થયો. ઝીણી વાતું છે ભાઈ આ! (હવે સિદ્ધાંતમાં ઊતારે છે).
છે એમ કહેશે. બીજી ચીજ નિમિત છે પણ નિમિત્તથી તે ઊપજતું નથી. પ્રત્યેક દ્રવ્યનો પર્યાય, પોતાથી
ઊપજે છે, તે તેનું સ્વરૂપ છે અને ઉત્પાદ તેનું ‘લક્ષણ’ છે, દ્રવ્ય તેનું ‘લક્ષ્ય’ છે. ઉત્પાદથી દ્રવ્ય
લક્ષ્યમાં આવે છે. લક્ષ્યમાં-ઉત્પાદથી જોડે બીજી ચીજ હતી તેનું એ લક્ષ્ય છે અને તેનું આ લક્ષણ છે,
એમ નથી. આહા... હા! હા! બહુ ઝીણી (વસ્તુસ્થિતિ) પ્રત્યેક પદાર્થ-આત્મા અને પરમાણુઓ -
પોતાની પૂર્વની અવસ્થા જે ધારેલી છે. એમ જે કીધું ને..! છે? (મૂળપાઠમાં)
સાધનોની સંનિધિના સદ્ભાવમાં.’ પર્યાય જે ઉત્પન્ન થાય છે એને બહિરંગ - એને ઉચિત એને
યોગ્ય- બહિરંગ સાધનોની સંનિધિ (એટલે કે) હાજરી હોય છે. બીજી ચીજની નિમિત્તની ત્યાં હાજરી
હોય છે.
પાઠમાં?) આહા... હા..! તે અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે તે - અનંતરંગસાધન. (એટલે)
દ્રવ્યમાં પોતાના જ
Page 103 of 540
PDF/HTML Page 112 of 549
single page version
પોતાના દ્રવ્યમાં જ કર્તા (થવાનું) સાધન છે. પરદ્રવ્ય એના કર્તાને સાધન છે નહીં છતાં નિમિત્ત છે.
ઉચિત-યોગ્ય, તેમાં નિમિત્ત હોય છે. પણ છતાં અંતરંગ સાધન-અંતરંગ કર્તા-તે પૂર્વની પર્યાયની
પ્રાપ્તિમાં અને નવી થવાની પ્રાપ્તિમાં એ સ્વરૂપકર્તાને સ્વરૂપ સાધન છે. આહા... હા! આવું ઝીણું છે
(વસ્તુ-તત્ત્વનું સ્વરૂપ) દરેક દ્રવ્ય (અંતરંગસાધનભૂત) સ્વરૂપકર્તાની અને સ્વરૂપકરણના સાધનના
સામર્થ્યરૂપ છે.)
છે. પણ આંગળી તેની (દાંડલીની પર્યાયની) કર્તા નથી. (આ દાંડલી જુઓ) આમથી આમ થાય, તેની
કર્તા આંગળી નથી. એ (દાંડલીના) પરમાણુંમાં, પોતાની પર્યાય થવાની કર્તાપણું ને સાધનપણું એનું
(દાંડલીના પરમાણુનું) પોતાનું સામર્થ્ય છે (એ સામર્થ્યથી દાંડલી આમથી આમ થઈ છે, આંગળીના
નિમિત્તથી નહી). આહા.. હા! સમજાણું કાંઈ? (શ્રોતાઃ) કર્તા-કરણ શક્તિ પોતામાં છે એ મૂળભૂત
સિદ્ધાંત છે’
પણ તેની પૂર્વની અવસ્થા જે છે તેમાંથી વ્યય થઈને ‘સ્વભાવ વડે અનુગૃહીત થતાં, ઉત્તર
અવસ્થાએ ઊપજતું.’ છે? તે દ્રવ્ય ઉત્તર અવસ્થાએ ઊપજતું. પૂર્વની જે અવસ્થા છે અવસ્થા છે તેનો
કર્તા ને કરણ (એટલે) સાધન જીવ છે કે દ્રવ્ય છે. નિમિત્ત હો પણ નિમિત્ત તેનો કર્તા નથી. તેમ
નિમિત્ત તે, પર્યાય પ્રાપ્ત થઈ તેનું સાધન નથી. આહા.. હા આવી વાતું ઝીણી છે. વાસ્તવિક તત્ત્વ,
સ્વયંસિદ્ધ સ્વતંત્ર છે! પૂર્વની અવસ્થા પ્રાપ્ત થયેલી છે, તે વડે અનુગૃહીત થતાં તે પરમાણુમાં કે
આત્મામાં નવી અવસ્થા થવામાં, સ્વરૂપકર્તા ને સ્વરૂપકરણનું સામર્થ્ય હોવાથી, નવી અવસ્થા દ્રવ્યમાં
ઉત્પન્ન થાય છે. એક તો વિષય ઝીણો અને ગુજરાતી (ભાષામાં વ્યાખ્યાન!) આહા... હા! તત્ત્વજ્ઞાન
ઝીણું ઘણું બાપુ! (એને સમજવા ઉપયોગ સૂક્ષ્મ કરવો જોઈએ) વીતરાગ, સર્વજ્ઞ પરમેશ્વરે જોયું ને
કહ્યું એ બીજા કોઈએ જોયું નથી ને કહ્યું નથી. બીજામાં ક્યાંય (આ વાત) છે નહીં. સર્વજ્ઞ સિવાય,
એ પણ દિગંબર ધર્મમાં (એના) સિવાય ક્યાંય આવી વાત (તત્ત્વની) છે નહીં. આહા... હા!
નવી અવસ્થા ધારણ કરે છે. તો એ નવી અવસ્થા ધારણ થવામાં, અનકૂળ ભલે આંગળી છે. બીજી
પણ એનાથી (આંગળીથી) આંગળી આમ સીધી - વાંકી થઈ નથી. એ કર્તા-કરણ (અર્થાત) સાધન
નથી, અને આ આંગળી (જે વાંકીમાંથી સીધી) થઈ એ એના પર્યાયનું કર્તાને સાધન, એ આંગળીના
(દરેક) પરમાણુ છે. આવી વાત છે (વસ્તુસ્થિતિની)!
Page 104 of 540
PDF/HTML Page 113 of 549
single page version
કલમની પૂર્વે જે પર્યાય હતી, એના કર્તા ને કરણ એ કલમના પરમાણુ હતાં. અને એ પર્યાય બદલે છે
આમ લખવામાં (જે ક્રિયા થતી દેખાય) એ લખવાની પર્યાય, પૂર્વની પર્યાયથી ઉત્તર અવસ્થા (જે)
થઈ નવી (નવી પર્યાય થઈ) તો નવી અવસ્થાનું થવું એમાં ભલે બીજાનું આંગળી આદિનું ઉચિત
નિમિત્ત હો પણ એ કલમ ચાલે છે, તેના કર્તા-કરણ (સાધન) તે તેના પરમાણુ છે. (શ્રોતાઃ)
આંગળીની હાજરી તો છે ને...!
(ઉત્તરઃ) રાહ ન જોવી પડે! એ પ્રશ્ન જ નથી. (શ્રોતાઃ) એના માટે ઊભા તો રહેવું પડે ને...!
(ઉત્તરઃ) બિલકુલ ઊભા રહેવુંન પડે. (વસ્તુસ્થિતિ એ છે કે) એની પર્યાય થવા કાળે - જયારે થાય
ત્યારે સામે અનુકૂળ નિમિત્ત હો, પણ અનુકૂળ નિમિત્ત છે તો એ કર્તા-કરણસાધન થયું એમ નથી.
આહા... હા! (આ વાત ગળે ઉતારવી) બહુ આકરું કામ.
લઈને પણ નહીં. આયુષ્યને લઈને નહીં. આયુષ્ય અને કર્મ એને ઉચિત નિમિત્ત છે. પણ એ આયુષ્ય
(કર્મને) લઈને આત્મા શરીરમાં રહ્યો છે, એમ નથી. આહા... હા.. હા.. આવી વાત છે!! એ આત્મા,
આ જે શરીરમાં રહ્યો છે, પૂર્વની પર્યાય જે છે રહેવાની, એની પ્રાપ્તિ જીવે પોતે કરી છે. અને પછી
પણ પર્યાય, ઉત્તરપર્યાય નવી થાય, એનો કર્તા-કરણ (સાધન આત્મા છે એને નવી પર્યાય ઉત્પન્ન)
થવામાં-આયુષ્ય કે કોઈ કર્મ નિમિત્ત છે, તો એનાથી કર્તા-કરણ થયું છે, એમ નથી. આહા.. હા..
આવું ઝીણું છે. વીતરાગનો મારગ બહુ ઝીણો ભાઈ!
પર્યાય, એ પિંડરૂપે પર્યાય જે માટીમાં છે. એ (પર્યાય) પ્રાપ્ત છે એ પોતાના કર્તા-કરણથી પ્રાપ્ત છે. એ
પિંડની અવસ્થા બદલીને, ઘટરૂપ અવસ્થા થાય, તે ઘટરૂપ અવસ્થાના કર્તા ને કરણ (સાધન) તે
(માટીના પિંડના) પરમાણુ છે. કુંભાર નહીં. કુંભાર ઉચિત નિમિત્ત છે. કુંભાર કોઈ ઘડાની પર્યાયનો
કર્તા ને કરણ (એટલે) સાધન (બનાવનાર) નથી. આહા.. હા! સમજાય છે કાંઈ? આવી વાત છે,
(દુનિયાથી ઊંધી વાત છે)
સંબંધ છે. એમ કીધું ને..! પરને લઈને ક્યાંય થાય (એમ છે નહીં) આહા.. હા... હા! .
પ્રાપ્ત હતી. પછી ભાષાપણે થઈ ઉત્તર અવસ્થારૂપે થઈ એમાં ઉચિત નિમિત્ત જીવનું. ઈચ્છા નિમિત્ત
પણ એ ભાષા થઈ એ પોતાના કર્તા ને કરણ સાધન વડે થઈ છે. આત્માથી નહીં. (ઈચ્છાથી નહીં)
(શ્રોતાઃ)
Page 105 of 540
PDF/HTML Page 114 of 549
single page version
(ઉત્તરઃ) એક એક પરમાણુ પોતાની પર્યાયનું કર્તાકરણ કરનારું (છે) એવું છે. બીજા પરમાણુને
લઈને નહીં. આવું છે પ્રભુ! (વીતરાગ વિજ્ઞાન) એક એક પરમાણુ, પૂર્વની પર્યાયને પ્રાપ્ત થઈ પણ
પોતાની કર્તા- કરણથી, અને એની ઉતર પર્યાય નવી થઈ એ પણ પોતાના કર્તા-કરણ સાધનથી
(ઉત્પન્ન થઈ છે) ઉચિત નિમિત્ત હો. નિમિત્તથી થઈ નથી. ઘડા (બન્યા). કુંભારથી ઘડો થયો નથી.
વણકરથી વસ્ત્ર વણાયું નથી. સ્ત્રીથી રોટલી થઈ નથી. આત્માથી હાથ - પગ હલતા નથી (હાથ -
પગ હાલે છે) એ પગના રજકણ જે છે, એની અવસ્થા આમ હતી તે આમ થઈ (સીધી હતી તે વળી
પગની અવસ્થા) તે નવી અવસ્થા ધારણ થશે, તો એની અવસ્થાનો કર્તા - કરણ એના પરમાણુ છે.
આત્માને લઈને પગ હાલે છે, ત્રણ કાળ, ત્રણ લોકમાં નહીં. આહા... હા... હા...! આવું સ્વરૂપ છે
પ્રભુ! (શ્રોતાઃ) જીવ છે માટે (હાથ - પગ) ચાલે છે ને! (ઉત્તરઃ) બિલકુલ નહીં. એ તો કહ્યું હતું
ને...? જીવ છે તે જીવની પોતાની પર્યાયને પ્રાપ્ત જીવ છે. પણ આ જે શરીરની પર્યાય છે. એ પણ
એના પોતાના કર્તા -કરણે શરીરની પર્યાય છે. પર્યાય પ્રાપ્ત થાય છે. શરીરપણે, આમ ગતિ કરે છે. એ
ઉત્તરપર્યાય થઈ નવી, એ ઉત્તરપર્યાયમાં નિમિત્ત - ઉચિત નિમિત્ત ભલે આત્મા હો. પણ એનાથી
આમ હાલવાની પર્યાય (પગની) થાય એમ છે નહીં. એના કર્તા- કરણ એના પરમાણુ છે. કર્તાકરણ
આત્મા છે એ બિલકુલ નહીં.. આહા.... હા... હા.. આવી વાતું છે. વીતરાગ માર્ગ! અત્યારે તો વ્રત
પાળો...ને! ભક્તિ કરો... ને! પૂજા... કરોને! એ... ય હાલ્યું છે બધું!
ચોખાના પરમાણુથી (એના) કર્તા-કરણથી થઈ (છે). આગણળીને લઈને એ ચોખા આંગળીને
ભગવાન પાસે ગયા, એમ નથી. આહા... હા... હા! દરેક દ્રવ્ય-છ દ્રવ્ય ભગવાને જોયાં - એ અનંતા
આત્માઓ, અનંતા પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ (કાય), એક
આકાશ (એ) દરેક દ્રવ્યની જે પૂર્વપર્યાય પ્રાપ્ત છે. એ પણ પોતાના કર્તા ને કરણ, સાધનથી પ્રાપ્ત છે.
અને તેનો વ્યય થઈે, નવી ઉત્તર અવસ્થાને ધારણ કરે (છે) દરેક દ્રવ્ય. તેને ઉચિત નિમિત્ત ભલે હો,
પણ એ નિમિત્ત એનો કર્તા ને કરણ-સાધન નથી. એ નવી અવસ્થામાં તે તે દ્રવ્યના કર્તાને કરણ-
સાધન એનો સ્વભાવ છે. આહા... હા... હા..! દુનિયાથી જુદું છે! આહા... હા!
ચાકડો (દોરી આદિ) નિમિત્ત (છે) પણ એ ઘડાની પર્યાય, નિમિત્તથી થઈ નથી. આહા... હા.... હા!
આવું છે! પાણી છે, પાણી તૃષા લાગી હોય ને...! એ પાણીની અવસ્થા જે હતી ને આમ ગઈને પછી
બીજી અવસ્થા થઈ ગઈ અંદર. એ પરમાણુની પર્યાય પ્રાપ્ત હતી. એના સ્વરૂપકર્તા એ પરમાણુ હતા.
આ હાથને લઈને પાણી અંદર આવ્યું, એમ નથી. એ પાણીના પરમાણુ - જે દ્રવ્ય છે - તેની પૂર્વ
પર્યાયની પ્રાપ્તિ પણ પોતાના સ્વરૂપકર્તાને કરણ ને સાધનથી છે. અને પાછી પર્યાય બદલે છે, આમ
અંદર જતાં એ બદલતી અવસ્થાના કર્તા-કરણ તે પરમાણુ છે. આહા... હા... હા! પાણી છે એ ઊનું
થાય છે. અગ્નિ ઉચિત નિમિત્ત છે પણ
Page 106 of 540
PDF/HTML Page 115 of 549
single page version
(એ પાણી) ઉષ્ણ અવસ્થાને પ્રાપ્ત થયું તેના કર્તા ને કરણ તે પાણીના પરમાણુ (દ્રવ્ય) છે. અગ્નિ
નહીં. આહા... હા... હા! સમજાય છે કાંઈ?
કહેવાય? કેઃ ‘કે દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે.’ બેનના
વચનામૃતમાં છે.
અરે! વીતરાગી મારગ!! સર્વજ્ઞ પરમેશ્વરે જાણ્યો અને કહ્યો છે, કર્યો નથી. પરનું કર્યું નથી કાંઈ. કર્યું
છે પોતાનું. આહા... હા.. હા!
ઉદય ઉચિત નિમિત્ત છે, પણ એને લઈને મિથ્યાત્વ અહીંયાં થાય છે, એમ નથી. મિથ્યાત્વ થવામાં
આત્માના કર્તા- કરણ-સાધનથી મિથ્યાત્વ થાય છે. આહા... હા... હા.. હા! (જે) મિથ્યાત્વની પ્રાપ્તિ
છે પૂર્વની, એમાંથી ગુલાંટ ખાઈને સમ્ય્ક (ત્વ) થાય છે. સમ્યગ્દર્શન (થાય છે.) તે સમ્યગ્દર્શનની
પર્યાયની પ્રાપ્તિ, દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યગ્દર્શન પર્યાયની પ્રાપ્તિ થઈ, એમ નથી.
સમ્યગ્દર્શનની પર્યાયની પ્રાપ્તિ (થઈ તેમાં) આત્મા તેનો કર્તા - કરણ- સાધનથી સમ્યગ્દર્શન
પર્યાયની પ્રાપ્તિ થાય છે. આહા...હા...હા..! આવું છે. વીતરાગ, સર્વજ્ઞ જિનેશ્વરદેવ...! એનું તત્ત્વજ્ઞાન
ઝીણું બહુ બાપુ...!
પરિણામ છે. એ કાંઈ ચારિત્ર નથી. એ તો અચારિત્ર છે. વ્રતના પરિણામ પણ એ અચારિત્ર છે.
ચારિત્ર તે તો એને કહીએ કે જે આનંદમૂર્તિ પ્રભુ આત્મા, તેના તરફની સન્મુખતાથી તેમાં આનંદમાં
રમે, અરે એનું નામ ચારિત્ર (છે). ચારિત્રની પર્યાયમાં ચારિત્રમોહનીયનો અભાવ થ્યો માટે
ચારિત્રની પર્યાય થઈ, એમ નથી. ચારિત્રમોહનીયનો અભાવ એ ઉચિત નિમિત્ત છે. પણ એને લઈને
અહીંયા ચારિત્રની પર્યાય થાય, એમ નથી. ચારિત્રની પર્યાય-પૂર્વે અચારિત્રની પર્યાયની પ્રાપ્તિ હતી.
એમાં પણ એના સ્વરૂપકર્તા ને કરણ આત્મા હતો. અને ચારિત્રની પર્યાય (પ્રાપ્ત થઈ) એનો કર્તા ને
કરણ (સાધન) એનો આત્મા છે. મહાવ્રતાદિના પરિણામ હતા માટે ચારિત્રની પર્યાય થઈ, એમ નથી.
આહા... હા... હા! આવું જગતથી ઊંધું છે ભાઈ...! વીતરાગ મારગ, આહા.... હા... હા... હા..! એ
વીતરાગ સિવાય ક્યાંય વાત છે નહીં. બધે - બધે ગપ્પા માર્યા છે બધાએ..! તીર્થંકર સર્વજ્ઞ
ત્રિલોકનાથ..! સર્વજ્ઞ પરમેશ્વરે જેવું જોયું, એવું વાણી દ્વારા આવ્યું..! એ સિવાય ક્યાંય એ વાત સાચી
છે નહીં. આહા... હા..! આ યે ધર્મ સાચો અને આ... યે ધર્મ સાચો, એવું છે નહી...
Page 107 of 540
PDF/HTML Page 116 of 549
single page version
થઈ તેમાં ચારિત્રમોહનીયકર્મના ઉયનો અભાવ, ઉચિત નિમિત્ત હો. પણ એને લઈને ચારિત્રની પર્યાય
થઈ છે, એમ નથી. ચારિત્રની પર્યાયમાં - સ્વરૂપનો કર્તા- કરણ આત્મા છે. આહા.... હા... હા...!
આવું છે ભગવાન...! આચાર્યે તો ભગવાન તરીકે બોલાવ્યો છે..! ૭૨ ગાથામાં. આ ‘સમયસાર’
સવારે ચાલે છે ને...! ‘ભગવાન આત્મા’ અનંત - અનંતગુણનો ભરેલો પ્રભુ..! એની વર્તમાન
પર્યાયને (એ) પ્રાપ્ત છે. એ પણ પોતાથી છે. કોઈ કર્મને લઈને છે કે, એમ નથી. અને નવી પર્યાયને
પ્રાપ્ત થાય, તેમાં પણ કર્મના નિમિત્તનો અભાવ હો. પણ નિમિત્ત દર્શન - જ્ઞાન-ચારિત્ર (ની
પર્યાયનો) કર્તા નથી. સમ્યગ્દર્શન - જ્ઞાન -ચરિત્ર (ની) જે નિર્વિકારી વીતરાગીપર્યાય, એને જીવ
પોતે પોતાથી કરે છે. એના કર્તા - કરણને સાધન આત્મા છે. એને શુભભાવ ને મહાવ્રતાદિ પરિણામ
હતા માટે ચારિત્ર થયું, એમ નથી. અહા... હા... હા...! આવું છે.
સંનિધિમાં’ એ તો નિમિત્ત થયું. હવે
ઉત્તર અવસ્થાએ ઉપજતું થકું” આહા... હા...! “તે ઉત્પાદ વડે લક્ષિત થાય છે” આહા... હા... હા!
એ નવી અવસ્થા જે થઈ, તેના લક્ષણ વડે તો દ્રવ્ય લક્ષિત થાય છે. તે ઉત્પાદ થયો માટે તેમાં કર્મ
લક્ષિત થાય છે એમાં - કે કર્મનો અભાવ થયો - લક્ષિત થાય છે, એમ નથી. આ વીતરાગ મારગ છે
બાપા...! બહુ ઝીણો. ભગવાન તો બિરાજે છે મહાવિદેહમાં પ્રભુ..! સીમંધરસ્વામી ભગવાન..! ત્યાંથી
આ વાત આવી છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગ્યા હતા પ્રભુ પાસે, બિરાજે છે અત્યારે સમવસરણમાં, ધર્મસભા
પ્રભુ બિરાજે છે મહાવિદેહમાં, પાંચસો ધનુષનો દેહ (છે). ક્રોડ પૂર્વનું આયુષ્ય (છે). એક પૂર્વમાં, ૭૦
લાખ કરોડ અને પ૬ હજાર કરોડ વર્ષ જાય. એક ક્રોડ પૂર્વનું આયુષ્ય છે પ્રભુનું...! અત્યારે બિરાજે છે
મહાવિદેહમાં. ત્યાં ગયા હતા કુંદકુંદાચાર્ય. સંવત-૪૯. આઠ દિ’ ત્યાં રહ્યા હતા. આહા... હા... હા..!
ત્યાંથી આવીને, આ ગ્રંથ રચ્યા (છે). આહા.... હા... હા...! સાક્ષાત્ ત્રણ લોકના નાથ...! બિરાજે છે
સીમંધર ભગવાન અંતરે મહાવિદેહ ક્ષેત્રમાં...! મનુષ્યપણામાં...! આહા... હા... હા...! એમની ૐ ધ્વનિ
સાંભળી, કુંદકુંદાચાર્ય પ્રભુ આઠ દિ’ ત્યાં રહ્યા હતા. આહા... હા.. આમનો ચાર હાથનો દેહ!
ભગવાનનો પાંચસો ધનુષનો (દેહ) બે હજાર હાથ ઊંચો માણસો પણ (ત્યાં) એવાજ ઊંચા. તીડ
જેવું દેખાય, તીડ..! (જંતુ) છે ને...! ઉડતા તીડ...! ચક્રવર્તીએ પૂછયુંઃ તીડ જેવો માણસ કોણ છે
આ...? આહા... હા...
હે! ચક્રવર્તી, એ ભરતક્ષેત્રના કુંદકુંદ નામના આચાર્ય છે. આહા... હા... હા! એમ ભગવાનની વાણી
નીકળી. ૐ નીકળે છે.
Page 108 of 540
PDF/HTML Page 117 of 549
single page version
એકાક્ષરી છે. ઈચ્છા વિના વાણી નીકળે એકાક્ષરી! ઈચ્છા હોય ત્યાં (વાણી) એકાક્ષરી નથી. આહા...
હા... હા! એવી વાત છે! અત્યારે તો ખીચડો કરી નાખ્યો છે! એકદ્રવ્ય, બીજા દ્રવ્યને મદદ કરે ને...!
સહાય કરે ને! બીજાની સહાય હોય તો એમાં કાંઈક થાય. લાકડી આમ ઊંચી થાય છે તે જુઓ, તે
આંગળીને લઈને એમ ઊંચી થાય છે, એમ નથી એમ કહે છે. એની પૂર્વ પર્યાય આમ હતી ને પછી
આમ થઈ એની પર્યાયના કર્તા-કરણ એના પરમાણુ છે. આંગળી નહીં. આંગળીથી (એ લાકડી)
ઊંચી થઈ નથી, આંગળી ઉચિત નિમિત્ત છે. (પણ) એનાથી કર્તા-કરણ થયું જ નથી. આહા... હા...
હા! આવું છે. બહુ ફેર! વીતરાગનો મારગ! (જગતથી જુદો છે).
કર્તા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન પર્યાય અપાદાન, પર્યાય અધિકરણ. એક સમયની
પર્યાય, છ દ્રવ્યમાં જે થાય, એ પર્યાય ષટ્કારકનું પરિણમન, પોતાથી છે, દ્રવ્યગુણથી પણ નહીં.
આહા... હા... હા... હા! નિમિત્તથી તો નહીં, (પણ) દ્રવ્ય-ગુણથી નહીં. એક સમયની પર્યાય ષટ્કારકરૂપે,
પર્યાય પોતે કર્તા, પર્યાય પોતે કર્મ કાર્ય, પર્યાય પોતે કરણ- સાધન, પર્યાય પોતે સંપ્રદાન - પર્યાયે પોતા
માટે પર્યાય કરી, અપાદાન- પર્યાયથી પર્યાય થઈ એ પર્યાયના આધારે પર્યાય થઈ એ અધિકરણ.
ષટ્કારકરૂપે એકસમયની પર્યાયમાં અનાદિઅનંત દરેક દ્રવ્યમાં આ રીતે થાય છે. આહા... હા... હા!
ઉત્પાદ, જે પર્યાય થાય, તેને ધ્રુવ ને વ્યયની અપેક્ષા નથી. નિમિત્તની તો અપેક્ષા નથી. ૧૦૧ ગાથામાં
(આ વાત) આવશે. ‘પ્રવચનસાર’! આ તો ૯પ ગાથા ચાલે છે. આહા... હા.. હા..! અનંત આત્માઓ
અને અનંત પરમાણુઓ, - નિગોદના - એક અંગુલના અસંખ્યાતમા ભાગમાં અનંત આત્માઓ છે. -
લસણ, ડુંગળી (માં રહેલા તે) નિગોદ- એક એક અંગુલના અસંખ્યાતમાં ભાગમાં અનંત આત્માઓ છે.
એ દરેક આત્મા (અને અનંત પરમાણુઓ) પોતાની વર્તમાન પર્યાયમાં, ષટ્કારક રીતે પરિણમતી તેની
પર્યાય ઉત્પન્ન થાય છે. આહા... હા... હા! આવું ક્યાં? સાંભળવું મુશ્કેલ પડે!
ગુણની અપેક્ષા નથી, વ્યયની અપેક્ષા નથી. (તો પછી) નિમિત્ત હોય તો થાય એ વાત છે નહીં.
નિમિત્ત હો! પણ તેનાથી થાય, તેમ ત્રણકાળમાં નથી. આહા... હા! આવું ભગવાન! ભગવાન
ચૈતન્યસ્વરૂપ!! એને જે સમ્યગ્દર્શનની ધર્મની પર્યાય, સમ્યગ્દર્શનની શરુઆત પહેલાં ધર્મની પર્યાય
થાય, એ પર્યાયમાં, ષટ્કારકના પરિણમનથી સમ્યગ્દર્શનની પર્યાય થાય છે. એ પર્યાયને નિશ્ચયથી
દ્રવ્ય-ગુણનો પણ આશ્રય નહિ એ તો લક્ષણ સિદ્ધ કરવું છે માટે સમ્યગ્દર્શન પર્યાય જે થઈ એ લક્ષણ
છે અને એનાથી દ્રવ્ય લક્ષ્ય છે. એટલું અહીં સિદ્ધ કરવું છે. અને તેના સ્વરૂપમાં જ એ છે. તે તે દ્રવ્ય
સમકિતપણે થયું છે એ દ્રવ્યનું સ્વરૂપ છે. એ
Page 109 of 540
PDF/HTML Page 118 of 549
single page version
સમકિત થાય છે, એવું સ્વરૂપમાં છે નહીં આહા... હા... હા... હા! ભારે આકરું! આખી દુનિયાથી,
વિરોધ લાગે! પાગલ જેવું લાગે! આહા... હા.. હા! મારગ વીતરાગનો બાપા! જગતને મળ્યો નથી,
સાંભળવા! આહા... હા... હા!
એનાથી થયો છે? આહા... હા... હા! એક આનંદની પર્યાયમાં સમતા થઈ છે, એ તો એનો કર્તા-કરણ
એનો આત્મા કર્તા-કરણ-સાધન છે. આહા... હા.. હા! સમજાય છે કાંઈ? આતો વીતરાગ; ત્રણ
લોકનો નાથ, પરમેશ્વર બિરાજે છે, એની આ વાણી છે. ત્રણ લોકના નાથની વાણી આ છે!!
સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે.” તે તે દ્રવ્યની તે (તે) પર્યાય થવી તે તેના સ્વરૂપથી
જુદી છે એમ નથી. સ્વરૂપથી જ તેવું છે.
અવસ્થા જે હતી, મલિનતાનો વ્યય, પણ એ વ્યય લક્ષણ ને દ્રવ્ય લક્ષ્ય છે. વ્યય કોઈ બીજી ચીજ
થઈ માટે તેનું મલિનપણું ટળ્યું - પાણીને લઈને ને ધોકાને લઈને - વસ્ત્રની એ મલિનતા ટળીને
નિર્મળતા થઈ એ પાણીને લઈને ને ધોકાને લઈને નિર્મલતા થઈ છે એમ બિલકુલ નહીં. એ વસ્ત્ર જ
પોતે નિર્મળ પર્યાયપણે ઊપજતું થકું, જેને વ્યય અને ધ્રુવની પણ અપેક્ષા નથી. આહા... હા! મલિન
અવસ્થા હતી તે વ્યય પામતું, તે વ્યય વડે લક્ષિત થાય છે. અહીં વ્યય કીધો. પહેલાં ઉત્પાદ કીધો હતો
ને...! (લક્ષણ બતાવવું છે ને..!) “પરંતુ તેને તે વ્યયની સાથે સ્વરૂપભેદ નથી.” સ્વરૂપથી જ તેવું
છે” આહા... હા! તેવી રીતે તે જ દ્રવ્ય પણ દરેક દ્રવ્ય ઉત્તર અવસ્થાથી ઊપજતું અને પૂર્વ
અવસ્થાથી વ્યય પામતું થકું તે વ્યય વડે લક્ષિત થાય છે” વ્યય વડે દ્રવ્ય લક્ષિત થાય છે. (વસ્ત્ર)
પર માથે ધોકો પડયો માટે મલિનતા ગઈ તો કહે છે એમ લક્ષિત થતું નથી, એમ થતું જ નથી. ત્યાં
લક્ષણ નથી. વ્યય થયો છે એ લક્ષણ દ્રવ્યનું છે. આહા... હા...! આવી વાતું હવે!
આવું સ્વરૂપ છે! ગાથા પંચાણું ઝીણી છે. આખી! પહેલે દિ’ કાલે’ય ઝીણું હતું!
વ્યયની કરી, હવે ધ્રુવની કરે છે.
થકું ધ્રૌવ્ય વડે લક્ષિત થાય છેઃ “આહા...! વસ્ત્ર જે ધ્રુવ ટકતું થકું એ ધ્રુવ વડે વસ્ત્ર લક્ષ્ય
Page 110 of 540
PDF/HTML Page 119 of 549
single page version
મિથ્યાત્વ અવસ્થાથી નાશ પામતું “અને ટકતી એવી દ્રવ્યત્વ–અવસ્થાથી ધ્રુવ રહેતું થતું ધ્રૌવ્ય વડે
લક્ષિત થાય છે” આહા... હા! સમ્યગ્દર્શનની પર્યાય લક્ષણ છે, તેનું લક્ષ્ય ધ્રુવ ઉપર છે. સમ્યર્ગ્શનનો વિષય
ધ્રુવ છે. ભૂતાર્થ છે. (‘સમયસાર’) ૧૧મી ગાથા. “
ધ્રુવને બતાવે છે. આહા... હા... હા! પર્યાય, આમ કર્મનો ક્ષય થ્યો એ બતાવે છે એમ નહીં.
હતી, એ જયારે અકર્મપણે થઈ, એ પોતાના સ્વરૂપથી થઈ છે. અહીંયાં ભગવાનને કેવલજ્ઞાન પ્રગટયું
માટે તે કર્મપણાની પર્યાય અકર્મપણે થઈ, એમ નથી. અને કર્મની પર્યાય પણ જયારે અકર્મપણે
(પરમાણુ) થયું તેથી અહીંયાં કેવળજ્ઞાન થયું, એમ નથી. અને કર્મની પર્યાય પણ જયારે અકર્મપણે
(પરમાણુ) થયું તેથી અહીંયાં કેવળજ્ઞાન થયું, એમ નથી. એ કેવળજ્ઞાનની પર્યાયનો ઉત્પાદ, પૂર્વનો
વ્યય થતાં, ચાર ગુણ - મોક્ષમાર્ગનો વ્યય થતાં, કેવળજ્ઞાનની પર્યાય મોક્ષપણે થઈ, તેનો સ્વરૂપકર્તા
ને કરણ એ આત્મા છે, સંહનન મજબૂત છે વજાવૃષનારાચ એ છે માટે કેવળજ્ઞાન થયું છે, એમ નથી.
આહા... હા... હા... હા! આવી વાતું છે! ભગવાન પરમાત્મા, એણે કહેલો પંથ આ છે. આહા.... હા!
ભાષા એવી આવે તત્ત્વાર્થસૂત્રમાં ‘ચાર ઘાતિકર્મનો નાશ થાય, ત્યારે કેવળજ્ઞાન થાય, અહીંયા કહે છે
કે કેવળજ્ઞાનની પર્યાય, પૂર્વે ચાર જ્ઞાનની પર્યાય (મતિ, શ્રુતિ, અવધિ, મનઃપર્યય) હતી તેનો વ્યય
થયો, વ્યયનો કર્તા-કરણ પણ આત્મા (છે). અને ઉત્પાદ-કેવળ જ્ઞાનનો થયો તેનો કર્તા-કરણ -
સાધન પણ આત્મા (છે). કર્મને લઈને થયું ઈ, બિલકુલ વાત જૂઠી છે. આહા... હા... હા... હા!
(શ્રોતાઃ) જૈનધર્મમાં તો કર્મની લઈને થાય એમ વાત હોય ને...! (ઉત્તરઃ) જૈનધર્મમાં તો આત્માની
વાત છે. કર્મની નહીં. જગત ઈશ્વરકર્તા કહે અને આ જૈન કહે છે અમારે વિકારનો કર્તા કર્મ. અને કર્મ
(તૂટે) તોડે તો (મોક્ષ થાય.) એ તો ઈ નું ઈ છે. (મોક્ષનો કર્તા) જડ થ્યો! આહા... હા! ઓલાએ
ચૈતન્ય ઈશ્વર (કર્તા) ઠરાવ્યો કલ્પિત. આણે જડ (કર્તા) ઠરાવ્યો (કલ્પિત) કર્મ અંદર જડ છે એ
જયારે ઉદય આવે, ત્યારે અમને વિકાર થાય. અને એ કર્મ ખસી જાય તો અમારો વિકાર ટળે. એ
વાત બિલકુલ જૂઠી છે. આહા... હા.. હા! (શ્રોતાઃ) કર્મ ન રહે ત્યારે ખસી તો જાય છે.. (ઉત્તરઃ)
એને કારણે, ઈ તો એની પર્યાયમાં પૂર્વ પર્યાય કર્મપણે હતી, એની ઉત્તર પર્યાય અકર્મપણે થઈ, એનો
કર્તા-કરણ-સાધન એના પરમાણું છે. અહીં કેવળજ્ઞાન થ્યું માટે ને અકર્મપણે પર્યાય થઈ, એમ નથી.
આહા... હા... હા! ગહન વિષય છે પ્રભુ! વીતરાગ પરમાત્મા, આહા...! એનું તત્ત્વજ્ઞાન, બહુ ઝીણું
છે!! આહા... હા! લોકોએ બહારથી ખતવી નાખ્યું, આહા... હા! કેટલું! પંચાણું ગાથામાં આહા... હા!
Page 111 of 540
PDF/HTML Page 120 of 549
single page version
રહેતું થકું ધ્રૌવ્ય વડે લક્ષિત થાય છે.” દ્રવ્યત્વ અવસ્થાથી ધ્રુવ રહેતું થકું, ધ્રુવથી લક્ષિત થાય છે
(અર્થાત્) ભગવાન આત્મા તો ધ્રુવથી જણાય છે. આહા.... હા... હા.. આ વળી પર્યાય વડે ધ્રુવ
જણાય...!! ધ્રુવ ધ્રુવ (લક્ષણ પર્યાયનું કહ્યું ને...!) અહીં તો ધ્રુવપણું જે છે એનું જે ખ્યાલમાં આવ્યું
- એ ધ્રુવપણું જે છે એનું જે ખ્યાલમાં આવ્યું - એ ધ્રુવપણું ખ્યાલમાં આવવું, એ ધ્રુવનું લક્ષણ છે.
(વળી) એ ધ્રુવનું લક્ષણ છે એમ કહે છે. આહા... હા... હા! ઝીણી વાત છે ભાઈ! (જે વાણી) ઇન્દ્રો
સાંભળવા આવે! ત્રણ જ્ઞાનના ધણી! એ વાત (વાણી) કેવી હશે! ઉપર શક્રેન્દ્ર, પહેલા દેવલોકના ઇન્દ્ર
(છે). એકાવતારી છે. એક ભવે મોક્ષ જનાર! શક્રેન્દ્ર. સુધર્મઇન્દ્ર એક ભવે મોક્ષ જનાર. તે (ધર્મ)
સભામાં આવે, તે વાણી કેવી હશે બાપ! કથા - વાર્તા (જેવી) સાધારણ હશે? આહા... હા... હા... હા!!
છે.” આહા... હા! જાણે છે જ્ઞાન, પણ એ ધ્રુવપણું જણાવે છે દ્રવ્યને, ધ્રુવપણું જણાવે છે ધ્રુવને એમ,
જાણે છે પર્યાય. કંઈ ધ્રુવપણું ધ્રુવપણાને જાણતું નથી, ધ્રુવ તો ધ્રુવ છે. પણ અહીંયા તો ધ્રુવપણું એનું
લક્ષણ છે. (એવું પર્યાય જાણે. એ લક્ષણથી ધ્રુવ છે એમ પર્યાયે લક્ષ્ય કર્યું! બહુ ફેરફાર છે ભાઈ!
આહા... હા! ન સમજાય તો, રાત્રે પૂછવું. રાત્રે છે ને...! સવાસાતથી આઠ પોણો કલાક...! ચર્ચા
(હોય છે ને...!) ઝીણી વાત છે ભાઈ! આહા.... હા! ધ્રુવ વડે લક્ષિત થાય છે. શું કીધું?”
ધ્રુવપણું છે. એ ધ્રુવનું લક્ષ્ય કરાવે છે. એ ધ્રુવપણું જે છે એ લક્ષણ છે અને ધ્રુવ જે છે એ લક્ષ્ય છે.
એમ પર્યાય જાણે છે. આહા... હા... હા! હવે આવો ઉપદેશ! ઓલું તો કહે કે વિષય સેવવા નહીં ને
ચોવિહાર કરવા, સામાયિક કરવી, પડિકકમણા કરવા. પણ આવી તત્ત્વની દ્રષ્ટિ વિના સામાયિક
(સાચી) આવી ક્યાંથી? આહા... હા! તત્ત્વ (જ) સ્વતંત્ર છે. દરેક તત્ત્વની એકસમયની પર્યાય
ક્રમબદ્ધ (છે). ક્રમબદ્ધ!
(છે). ક્રમસર હોનેવાલી હૈ, આગે - પીછે - આગળ, પાછળ છે નહીં. જર્હાં જો પર્યાય હોનેવાલી હૈ
હોગી હી. એ પર્યાયના લક્ષણથી દ્રવ્ય લક્ષ્ય થાય છે. આહા... હા... હા! ક્રમબદ્ધ નો લેખ આમાં
આવ્યો છે થોડોઃ ‘જૈન મિત્ર’ માં આવ્યું છે આ જ થોડું, થોડું’ ક આવ્યું છે થોડું’ ક! આહા... હા!
એ ઉત્પાદ-વ્યય-ધ્રુવની, એની વ્યાખ્યા થઈ. “
પણ દ્રવ્ય છે. આહા... હા!
Page 112 of 540
PDF/HTML Page 121 of 549
single page version
આ ધોળું (વસ્ત્ર) છે, એ ધોળા વડે (પણ) એ ધોળી પર્યાય છે. પણ (એનો જે ગુણ છે) એના વડે
લક્ષિત થાય છે. ધોળી છે એ પર્યાય છે. પણ રંગ (વર્ણ) એનો ગુણ છે. રંગ છે જે વસ્ત્રમાં એ એનો
ગુણ છે. ધોળી તો પર્યાય છે (પણ) સમજાવવું છે એટલે આમ લીધું. આહા... હા... હા! કાળી, ધોળી,
લીલી એ તો પર્યાય છે. અને રંગ (વર્ણ) જે ત્રિકાળી પરમાણુમાં છે એ ગુણ છે, આહા... હા... હા!
(શ્રોતાઃ) બરાબર! ... આવું છે. વસ્ત્ર વિસ્તારવિશેષ, દ્રવ્ય છે તે સામાન્ય ને એના ગુણ છે તે
વિસ્તારવિશેષ (છે). એ વસ્ત્ર વિસ્તારવિશેષોસ્વરૂપ શુક્લત્વાદિ ગુણો વડે-પર્યાય છે હો- લક્ષિત
થાય છે.
ઝીણું
પરમાણુ છે એમાંય અનંતગુણો છે. આત્મામાં પણ અનંતગુણો છે. ધર્માસ્તિકાય (આદિ) તત્ત્વમાં પણ
અનંતગુણો છે. એક કાલાણુ દ્રવ્ય છે એમાં પણ અનંતગુણ છે. વસ્તુ છે તેમાં વિસ્તરવિશેષો - ગુણો,
એક સાથે આમ (તીરછા) રહેલા ગુણો આમ (એકસાથ-પહોળાઈ) છે. પર્યાય છે એ આમ (લંબાઈ
- એક પછી - એક- ક્રમે ક્રમે) છે. આયત - એક પછી એક લંબાઈ છે ક્રમસર થાય અને ગુણો
અક્રમે - એક સાથે રહેલા છે. “દ્રવ્ય પણ વિસ્તારવિશેષો સ્વરૂપ ગુણો વડે લક્ષિત થાય છે; પરંતુ
તેને તે ગુણોની સાથે સ્વરૂપભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે.” આહા... હા.. હા!
પર્યાય થાય છે એ આયતવિશેષોસ્વરૂપ “પર્યાયવર્તી (–પર્યાય તરીકે વર્તતા, પર્યાય– સ્થાનીય)
તંતુઓ વડે લક્ષિત થાય છે.” આહા... હા! પર્યાયવર્તી તંતુઓ વડે લક્ષિત થાય છે, તંતુ (ને) પર્યાય
ગણી અહીંયાં.
વાતું હવે!
હતા. આ પર્યાય વિશેષ (છે). આયત એટલે લંબાઈથી કાળક્રમે થતી પર્યાય, એવી
આયતવિશેષોસ્વરૂપ “પર્યાયો વડે લક્ષિત થાય છે.” આહા... હા..! કોણ? દ્રવ્ય. કપડું - વસ્ત્ર પણ
તેની પર્યાય વડે લક્ષિત થાય છે. એમ દરેક દ્રવ્ય, તેની વર્તમાન પર્યાય વડે લક્ષિત થાય છે. આહા...
હા... હા.. હા! એની પર્યાય, પોતાથી છે સ્વરૂપભેદ નથી. ભેદ જે ચીજ છે તેનાથી તે લક્ષ્ય થતું નથી.
એનામાં જે પર્યાય છે, એનાથી તે દ્રવ્ય લક્ષ્ય થાય છે. છતાં તે દ્રવ્યને, ગુણને પર્યાયને ભેદ નથી.
આહા... હા! હવે આ અપેક્ષા કહેવી છે ને
Page 113 of 540
PDF/HTML Page 122 of 549
single page version
કાંઈ એ મજૂરી કરીને વયા ગ્યા. આહા... હા! તત્ત્વની વસ્તુ બાપુ એવી છે!
છે” તેની પર્યાય વડે દ્રવ્ય લક્ષિત થાય છે. બીજું તત્ત્વ છે (સાથે) માટે લક્ષ્ય થાય છે એમ નથી.
આહા... હા! આત્મામાં, સમ્યગ્દર્શનની પર્યાય થઈ, એ પર્યાય વડે લક્ષિત દ્રવ્ય થાય છે. (વળી) એ
પર્યાય વડે લક્ષિત દ્રવ્ય થાય છે. પર્યાય - સમ્યગ્દર્શન થયું, એ મિથ્યાદ્રર્શનનો અભાવ થયો એવી
અપેક્ષા એને લાગૂ પડતી નથી. આહા... હા.. હા! દર્શનમોહનો અભાવ થ્યો માટે સમ્યગ્દર્શનપર્યાય
જણાય છે, એમ નથી. એ સમ્યગ્દર્શનની પર્યાય, નિર્મળ વીતરાગી આત્મજ્ઞાન, એ પર્યાય આત્માને
જણાવે છે. આત્મા તેનું લક્ષ્ય છે ને આ પર્યાય તેનું લક્ષણ છે. આ... રે... આમાં વાતે - વાતે ફેર! છે
તો લોજિક! યુક્તિથી સિદ્ધ કર્યું છે પ્રભુ એ તો!! મુનિરાજ! દિગંબર સંત! વનવાસી હતા. વનવાસમાં
રહીને ટીકા બનાવી છે ‘આ’. એ એનું સ્વરૂપ જ છે તે. સ્વરૂપથી જુદું તે નથી.
Page 114 of 540
PDF/HTML Page 123 of 549
single page version
दव्वस्स सव्वकालं उप्पादव्ययधुवत्तेहिं ।। ९६।।
सद्भवो हि स्वभावो गुणैः स्वकपर्ययैश्चित्रैः ।
द्रव्यस्य सर्वकालमुत्पादव्ययध्रुवत्वैः ।। ९६।।
અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
અસ્તિત્વ - જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે તેમ - દ્રવ્ય-ગુણ-પર્યાયને
વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતું નથી, કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી (અર્થાત્ દ્રવ્ય,
ગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર સિદ્ધ થતાં હોવાથી - એક ન હોય તો બીજાં બે પણ સિદ્ધ નહિ
થતાં હોવાથી) તેનું અસ્તિત્વ એક જ છે; - સુવર્ણની જેમ.
અસ્તિત્વ વડે જેમની નિષ્પતિ
જોવામાં આવતા નથી.
----------------------------------------------------------------------
૨. અહેતુક = અકારણ; જેનું કોઈ કારણ નથી એવી
૩. વૃત્તિ=વર્તન તે; પરિણતિ, (અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું હોવાથી અસ્ત્વિ વિભાવધર્મથી જુદા લક્ષણવાળું છે).
૪. અસ્તિત્વ તે (દ્રવ્યનો) ભાવ છે અને દ્રવ્ય તે ભાવવાન્ (ભાવવાળું) છે.
પ. જેઓ = જે પીળાશઆદિ ગુણો અને કુંડળાદિ પર્યાયો
૬. નિષ્પત્તિ - નીપજવું તે; થવું તે; સિદ્ધિ
૭. દ્રવ્ય જ ગુણ - પર્યાયોનું કર્તા (કરનાર), તેમનું કરણ (સાધન) અને તેમનું અધિકરણ (આધાર) છે; તેથી દ્રવ્ય જ ગુણ-પર્યાયનું
સ્વરૂપ ધારણ કરે છે.
Page 115 of 540
PDF/HTML Page 124 of 549
single page version
સ્વભાવ છે. (દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જુદાં નહિ જોવામાં આવતા પીળાશાદિક અને
કુંડલાદિકનું અસ્તિત્વ તે સુવર્ણનું જ અસ્તિત્વ છે, કારણ કે પીળાશાદિકના અને કુંડળાદિકના સ્વરૂપને
સુવર્ણ જ ધારણ કરતું હોવાથી સુવર્ણના અસ્તિત્વથી જ પીળાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિ-
સિદ્ધિ થાય છે, સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિક પણ ન હોયઃ તેવી રીતે દ્રવ્યે, ક્ષેત્રે, કાળે
કે ભાવે દ્રવ્યથી જુદા નહિ જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે,
કારણ કે ગુણો અને પર્યાયોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોની
અને પર્યાયોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ગુણો અને પર્યાયો પણ ન હોય. આવું અસ્તિત્વ
તે દ્રવ્યનો સ્વભાવ છે.)
ગુણો અને કુંડળાદિકપર્યાયો વડે જેની નિષ્પત્તિ થાય છે, - એવા સુવર્ણનું મૂલસાધનપણે
જે પૃથક જોવામાં આવતું નથી,
જે અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (પીળાશાદકથી અને કુંડળાદિકથી ભિન્ન નહિ જોવામાં આવતા સુવર્ણનું
અસ્તિત્વ તે પીળાશાદિક અને કુંડલાદિકનું અસ્તિત્વ છે, કારણ કે સુવર્ણના સ્વરૂપને પીળાશાદિક અને
કુંડળાદિક જ ધારણ કરતા હોવાથી પીળાશાદિકના અને કુંડળાદિકના અસ્તિત્વથી જ સુવર્ણની નિષ્પત્તિ
થાય છે, પીળાશાદિક અને કુંડળાદિક ન હોય તો સુવર્ણ પણ ન હોયઃ તેવી રીતે ગુણો અને પર્યાયોથી
ભિન્ન નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ગુણો અને પર્યાયોનું જ અસ્તિત્વ છે, કારણ કે
દ્રવ્યના સ્વરૂપને ગુણો અને પર્યાયો જ ધારણ કરતા હોવાથી ગુણો અને પર્યાયોના અસ્તિત્વથી જ
દ્રવ્યની નિષ્પત્તિ થાય છે, ગુણો અને પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો
સ્વભાવ છે.)
દ્રષ્ટાંતપૂર્વક સમજાવવામાં આવે છે).
૨. તેમનાથી = પીળાશઆદિગુણો અને કુંડળાદિપર્યાયોથી. (સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં નીપજવામાં મૂળ સાધન પીળાશ આદિ
Page 116 of 540
PDF/HTML Page 125 of 549
single page version
આદિવ્યયો અને પીળાશાદિ - ધ્રૌવ્યો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે, તે (સુવર્ણનો) સ્વભાવ છે; તેમ
દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે દ્રવ્યથી જેઓ પૃથક જોવામાં આવતા નથી, કર્તા-કરણ-અધિકરણરૂપે ઉત્પાદ-
વ્યય-ધ્રૌવ્યોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે, -
એવાં ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યો વડે જે દ્રવ્યનું અસ્તિત્વ છે, તે સ્વભાવ છે. (દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે
દ્રવ્યથી જુદાં નહિ જોવામાં આવતાં ઉત્પાદો, વ્યયે અને ધ્રૌવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ છે;
કારણ કે ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરતું હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી જ
ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો પણ ન
હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે).
ધારણ કરીને પ્રવર્તતા કુંડળાદિ-ઉત્પાદો, બાજુબંધ આદિ વ્યયો અને પીળાશ આદિ ધ્રૌવ્યો વડે જેની
નિષ્પતિ થાય છે, - એવા સુવર્ણનું, મૂલ સાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું, જે અસ્તિત્વ છે, તે
સ્વભાવ છે; તેમ દ્રવ્યે, ક્ષેત્રે, કાળે કે ભાવે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યોથી જે પૃથક જોવામાં આવતું નથી,
છે. (ઉત્પાદોથી, વ્યયોથી અને ધ્રૌવ્યોથી ભિન્ન નહિ જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ઉત્પાદો,
વ્યયો અને ધ્રૌવ્યોનું જ અસ્તિત્વ છે; કારણ કે દ્રવ્યના સ્વરૂપને ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યો જ ધારણ
કરતાં હોવાથી ઉત્પાદો, વ્યયો અને ધ્રૌવ્યોના અસ્તિત્વથી જ દ્રવ્યની નિષ્પત્તિ થાય છે. ઉત્પાદો, વ્યો
અને ધ્રૌવ્યો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે.)
આમ હોવાથી અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ જ છે
ધ્રૌવ્યોનું અને દ્રવ્યનું અસ્તિત્વ પણ એક જ છે; કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યો દ્રવ્યથી જ નીપજે છે,
અને દ્રવ્ય ઉત્પાદ - વ્યય-ધ્રૌવ્યોથી જ નીપજે છે.
૨. સુવર્ણ જ કુંડલાદિ-ઉત્પાદો, બાજુબંધ આદિ વ્યયો અને પીળાશ આદિધ્રૌવ્યોનું કર્તા, કરણ તથા અધિકરણ છે. તેથી સુવર્ણ જ તેમનું
સ્વરૂપ ધારણ કરે છે. (સુવર્ણ જ કુંડલાદિરૂપે ઊપજે છે, બાજુબંધ આદિરૂપે નષ્ટ થાય છે અને પીળાશઆદિરૂપે ટકી રહે છે.)
૩. ઉત્પાદ-વ્યયા-ધ્રૌવ્યો જ દ્રવ્યનાં કર્તા, કરણ અને અધિકરણ છે; તેથી ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યો જ દ્રવ્યના સ્વરૂપને ધારણ કરે છે.