Page 277 of 297
PDF/HTML Page 301 of 321
single page version
અને લોકના સ્વરૂપનું ચિંતવન કરે તે સંસ્થાનવિચય છે. વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છે – અપાયવિચય, ઉપાયવિચય, જીવવિચય, આજ્ઞાવિચય, વિપાકવિચય, અજીવવિચય, હેતુવિચય, વિરાગવિચય, ભવવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે દશેનું ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત — એવા ચાર ભેદરૂપ પણ ધર્મધ્યાન હોય છે.૧ ત્યાં પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠીવાચક અક્ષર છે જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના પાંત્રીસ૨ અક્ષરો પ્રસિદ્ધ છે; તેમાં મનને જોડે તથા તે જ મંત્રના ભેદરૂપ ટૂંકામાં સોળ અક્ષરો છે. ‘અરહંત – સિદ્ધ – આયરિય – ઉવઝાય – સાહૂદ૩’ એ સોળ અક્ષર છે તથા તેના જ ભેદરૂપ ‘અરિહંત – સિદ્ધ’ એ છ અક્ષર છે અને તેના જ સંક્ષેપમાં ‘અ – સિ – આ – ઉ – સા’ એ આદિ અક્ષરરૂપ પાંચ અક્ષર છે. અરિહંત એ ચાર અક્ષર છે, ‘સિદ્ધ’ વા ‘અર્હં’ એ બે અક્ષર છે. ૐ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે. અરહંતનો अ, અશરીરી જે સિદ્ધ તેનો अ, આચાર્યનો आ, ઉપાધ્યાયનો उ, અને મુનિનો म्, એ પ્રમાણે अ + अ + आ + उ + म् = ॐ૪’ એવો ધ્વનિ સિદ્ધ થાય છે. એ મંત્રવાક્યોને ઉચ્ચારણરૂપ કરી મનમાં તેનું ચિંતવનરૂપ ધ્યાન કરે, એનો વાચ્ય અર્થ જે પરમેષ્ઠી તેનું અનંતજ્ઞાનાદિ સ્વરૂપ વિચારી ધ્યાન કરે તથા અન્ય પણ બાર હજાર શ્લોકપ્રમાણ નમસ્કારગ્રંથ અનુસાર
Page 278 of 297
PDF/HTML Page 302 of 321
single page version
તથા લઘુબૃહદ્દસિદ્ધચક્ર અને પ્રતિષ્ઠાગ્રંથોમાં મંત્રો કહ્યા છે તેનું ધ્યાન કરે. એ મંત્રોનું કેટલુંક કથન સંસ્કૃત-ટીકામાં છે ત્યાંથી જાણવું, અહીં તો માત્ર સંક્ષેપમાં લખ્યું છે. એ પ્રમાણે પદસ્થધ્યાન છે.
વળી ‘પિંડ’ નામ શરીરનું છે, ત્યાં પુરુષાકાર અમૂર્તિક અનંતચતુષ્ટયયુક્ત જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું આત્માનું ચિંતવન કરવું તે પિંડસ્થધ્યાન છે.
વળી ‘રૂપ’ અર્થાત્ સમવસરણમાં ઘાતિકર્મ રહિત, ચોત્રીસ અતિશય અને આઠ પ્રાતિહાર્ય સહિત, અનંતચતુષ્ટયમંડિત, ઇન્દ્રાદિ દેવો દ્વારા પૂજ્ય તથા પરમૌદારિકશરીરયુક્ત એવા અરિહંતને ધ્યાવે, તથા એવો જ સંકલ્પ પોતાના આત્માના સંબંધમાં કરીને પોતાને ધ્યાવે તે રૂપસ્થધ્યાન છે.
વળી દેહ વિના, બાહ્ય અતિશયાદિ વિના, સ્વ-પરના ધ્યાતા – ધ્યાન – ધ્યેયના ભેદ વિના, સર્વ વિકલ્પરહિત પરમાત્મસ્વરૂપમાં તલ્લીનતાને પ્રાપ્ત થાય તે રૂપાતીતધ્યાન છે. આવું ધ્યાન સાતમા ગુણસ્થાનમાં હોય ત્યારે મુનિ શ્રેણિ માંડે છે, તથા આ ધ્યાન વ્યક્ત રાગ સહિત ચોથા ગુણસ્થાનથી માંડી સાતમા ગુણસ્થાન સુધી અનેક ભેદરૂપ પ્રવર્તે છે.
હવે પાંચ ગાથામાં શુકલધ્યાન કહે છેઃ —
અર્થઃ — જ્યાં, વ્યક્ત કષાયના અનુભવ રહિત ભલા પ્રકારથી, જ્ઞાનોપયોગાદિ ગુણો વિશુદ્ધ – ઉજ્જ્વલ હોય, કર્મોનો જ્યાં ઉપશમ કે ક્ષય હોય તથા જ્યાં લેશ્યા પણ શુકલ જ હોય તેને શુક્લધ્યાન કહે છે.
ભાવાર્થઃ — આ સામાન્યપણે શુક્લધ્યાનનું સ્વરૂપ કહ્યું. વિશેષ
Page 279 of 297
PDF/HTML Page 303 of 321
single page version
હવે કહે છે. વળી કર્મોનું ઉપશમન તથા ક્ષપણાનું વિધાન અન્ય ગ્રંથાનુસાર ટીકાકારે લખ્યું છે તે પણ હવે કહીશું.
હવે શુક્લધ્યાનના વિશેષ (ભેદો) કહે છેઃ —
અર્થઃ — ઉપશમ તથા ક્ષપક એ બંને શ્રેણીમાં આરૂઢ થતો થકો સમયે સમયે કર્મોને ઉપશમ તથા ક્ષયરૂપ કરી અનંતગુણી વિશુદ્ધતાથી શુદ્ધ થતો થકો મુનિ પ્રથમ પૃથક્ત્વવિતર્કવિચાર નામનું શુક્લધ્યાન ધ્યાવે છે.
ભાવાર્થઃ — પ્રથમ મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીકષાયની ચાર પ્રકૃતિઓનો ઉપશમ વા ક્ષય કરી સમ્યગ્દ્રષ્ટિ થાય, પછી અપ્રમત્તગુણસ્થાનમાં સાતિશય વિશુદ્ધતા સહિત થઈ શ્રેણીનો આરંભ કરે ત્યારે અપૂર્વકરણગુણસ્થાન થઈ ત્યાં શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે. ત્યાં જો મોહની પ્રકૃતિઓને ઉપશમાવવાનો પ્રારંભ કરે તો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મસાંપરાય એ ત્રણ ગુણસ્થાનોમાં સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતાથી વર્ધમાન થતો થકો મોહનીયકર્મની એકવીશ પ્રકૃતિઓને ઉપશમાવી ઉપશાંતકષાયગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, અને જો મોહની પ્રકૃતિઓને ક્ષપાવવાનો પ્રારંભ કરે તો આ ત્રણે ગુણસ્થાનમાં મોહની એકવીસ પ્રકૃતિઓને સત્તામાંથી નાશ કરી ક્ષીણકષાય નામના બારમા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ત્યાં પૃથક્ત્વવિતર્કવિચાર નામનો શુક્લધ્યાનનો પહેલો પાયો પ્રવર્તે છે. પૃથક્ એટલે જુદા જુદા, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનના અક્ષરો તથા વિચાર એટલે અર્થનું, વ્યંજન અર્થાત્ અક્ષરરૂપ વસ્તુના નામનું તથા મન-વચન-કાયાના યોગનું પલટવું. એ બધું આ પહેલા શુક્લધ્યાનમાં થાય છે, ત્યાં અર્થ તો દ્રવ્ય-ગુણ -પર્યાયની પલટના છે અર્થાત્ દ્રવ્યથી દ્રવ્યાન્તર, ગુણથી ગુણાન્તર અને
Page 280 of 297
PDF/HTML Page 304 of 321
single page version
પર્યાયથી પર્યાયાન્તર છે. એ જ પ્રમાણે વર્ણથી વર્ણાન્તર તથા યોગથી યોગાન્તર છે.
પ્રશ્નઃ — ધ્યાન તો એકાગ્રચિંતાનિરોધ છે પણ પલટવાને ધ્યાન કેમ કહી શકાય?
સમાધાનઃ — જેટલી વાર એક (જ્ઞેય) ઉપર ઉપયોગ સ્થિર થાય તે તો ધ્યાન છે અને ત્યાંથી પલટાઈ બીજા જ્ઞેય ઉપર સ્થિર થયો તે પણ ધ્યાન છે. એ પ્રમાણે ધ્યાનના સંતાનને પણ ધ્યાન કહે છે. અહીં એ સંતાનની જાતિ એક છે એ અપેક્ષા લેવી. વળી ઉપયોગ પલટાય છે ત્યાં ધ્યાતાને પલટાવવાની ઇચ્છા નથી. જો ઇચ્છા હોય તો તે રાગ સહિત હોવાથી આ પણ ધર્મધ્યાન જ ઠરે. અહીં અવ્યક્ત રાગ છે તે પણ કેવળજ્ઞાનગમ્ય છે, આ ધ્યાતાના જ્ઞાનને ગમ્ય નથી. પોતે શુદ્ધોપયોગરૂપ બન્યો થકો એ પલટનાનો પણ જ્ઞાતા જ છે અને પલટાવું એ ક્ષયોપશમજ્ઞાનનો સ્વભાવ છે. એ ઉપયોગ ઘણો વખત એકાગ્ર રહેતો નથી. તેને ‘શુક્લ’ એવું નામ રાગ અવ્યક્ત થવાથી જ કહ્યું છે.
હવે શુક્લધ્યાનનો બીજો ભેદ કહે છેઃ —
અર્થઃ — સમસ્ત મોહકર્મનો નાશ થતાં ક્ષીણકષાય ગુણસ્થાનના અંતસમયમાં પોતાના સ્વરૂપમાં તલ્લીન થતો થકો આત્મા એકત્વવિતર્કઅવિચાર નામના બીજા શુક્લધ્યાનને ધ્યાવે છે.
ભાવાર્થઃ — પ્રથમના પૃથક્ત્વવિતર્કવિચારશુક્લધ્યાનમાં ઉપયોગ પલટાતો હતો તે પલટાવું અહીં અટકી ગયું. અહીં એક દ્રવ્ય, એક ગુણ, એક પર્યાય, એક વ્યંજન અને એક યોગ ઉપર ઉપયોગ સ્થિર થઈ ગયો. પોતાના સ્વરૂપમાં લીન તો છે જ પરંતુ હવે ઘાતિકર્મનો નાશ કરી
Page 281 of 297
PDF/HTML Page 305 of 321
single page version
ઉપયોગ પલટાશે ત્યાં ‘સર્વનો પ્રત્યક્ષ જ્ઞાતા થઈ લોકાલોકને જાણવું’ એ જ પલટાવું રહ્યું છે.
હવે શુક્લધ્યાનનો ત્રીજો ભેદ કહે છેઃ —
અર્થઃ — કેવળજ્ઞાન છે સ્વભાવ જેનો એવા સયોગકેવળી- ભગવાન જ્યારે સૂક્ષ્મકાયયોગમાં બિરાજે છે ત્યારે તે કાળમાં જે ધ્યાન હોય છે તે સૂક્ષ્મક્રિયા નામનું ત્રીજું શુક્લધ્યાન છે.
ભાવાર્થઃ — જ્યારે ઘાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેરમા ગુણસ્થાનવર્તી સયોગકેવળી થાય છે. ત્યાં તે ગુણસ્થાનના અંતમાં અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે મનોયોગ – વચનયોગ રોકાઈ જાય છે અને કાયયોગની સૂક્ષ્મક્રિયા રહી જાય છે, ત્યારે તેને શુક્લધ્યાનનો (સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો) ત્રીજો પાયો કહે છે. અહીં કેવળજ્ઞાન ઊપજ્યું ત્યારથી ઉપયોગ તો સ્થિર છે અને ધ્યાનમાં અંતર્મુહૂર્ત ટકવાનું કહ્યું છે; પરંતુ એ ધ્યાનની અપેક્ષાએ તો અહીં ધ્યાન નથી પણ માત્ર યોગ થંભાઈ જવાની અપેક્ષાએ ધ્યાનનો ઉપચાર છે. અને જો ઉપયોગની અપેક્ષાએ કહીએ તો ઉપયોગ અહીં થંભી જ રહ્યો છે – કાંઈ જાણવાનું બાકી રહ્યું નથી. વળી પલટાવવાવાળું પ્રતિપક્ષી કર્મ પણ રહ્યું નથી, તેથી તેને સદાય ધ્યાન જ છે – પોતાના સ્વરૂપમાં રમી રહ્યા છે, સમસ્ત જ્ઞેયો આરસીની માફક પ્રતિબિંબિત થઈ રહ્યા છે અને મોહના નાશથી કોઈ પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટભાવ નથી. એ પ્રમાણે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લધ્યાન પ્રવર્તે છે.
હવે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન કહે છેઃ —
Page 282 of 297
PDF/HTML Page 306 of 321
single page version
અર્થઃ — યોગોની પ્રવૃત્તિનો અભાવ કરી જ્યારે કેવળીભગવાન અયોગીજિન થાય છે, ત્યારે અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિઓ જે સત્તામાં રહી છે તેનો ક્ષય કરવા અર્થે જે ધ્યાવે છે તે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન છે
ભાવાર્થઃ — ચૌદમા અયોગીજિનગુણસ્થાનની સ્થિતિ પાંચ લઘુ અક્ષર (अ-इ-उ-ऋ-लृ) પ્રમાણ છે. ત્યાં યોગોની પ્રવૃત્તિનો અભાવ છે અને અઘાતિકર્મોની પંચાશી પ્રકૃતિ સત્તામાં રહી છે, તેના નાશનું કારણ આ યોગોનું રોકાવું છે, તેથી તેને ધ્યાન કહ્યું છે. તેરમા ગુણસ્થાનની માફક અહીં પણ ધ્યાનનો ઉપચાર સમજવો, કારણ કે ઇચ્છાપૂર્વક ઉપયોગને થંભાવવારૂપ ધ્યાન અહીં નથી. એ કર્મપ્રકૃતિઓનાં નામ તથા અન્ય પણ વિશેષ કથન બીજા ગ્રંથો અનુસાર છે તે સંસ્કૃતટીકાથી જાણી લેવાં. એ પ્રમાણે ધ્યાન નામના તપનું સ્વરૂપ કહ્યું.
હવે તપના કથનને સંકોચે છેઃ —
અર્થઃ — આ બાર પ્રકારનાં તપ કહ્યાં તેમાં ઉપયોગને લગાવી જે મુનિ ઉગ્ર – તીવ્ર તપનું આચરણ કરે છે તે મુનિ કર્મપુંજનો ક્ષય કરીને મોક્ષસુખને પ્રાપ્ત થાય છે. કેવું છે મોક્ષસુખ? જે અક્ષય – અવિનાશી છે.
ભાવાર્થઃ — તપથી કર્મનિર્જરા થાય છે તથા સંવર થાય છે અને
Page 283 of 297
PDF/HTML Page 307 of 321
single page version
એ (નિર્જરા તથા સંવર) બંને મોક્ષનાં કારણ છે. જે મુનિવ્રત લઈને બાહ્ય – અભ્યંતરભેદથી કહેલાં આ તપને તે જ વિધાનપૂર્વક આચરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે અને ત્યારે જ કર્મોનો અભાવ થાય છે. તેનાથી જ અવિનાશી બાધારહિત આત્મીયસુખની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ બાર પ્રકારનાં તપના ધારક તથા આ તપનાં ફળને પામે છે તેવા સાધુ ચાર પ્રકારના કહ્યા છે — અણગાર, યતિ, મુનિ અને ૠષિ. તેમાં ગૃહવાસના ત્યાગી અને મૂળગુણોના ધારક સામાન્ય સાધુને અણગાર કહે છે, ધ્યાનમાં રહીને જે શ્રેણિ માંડે તે યતિ છે, જેમને અવધિ – મનઃપર્યય – કેવળજ્ઞાન હોય તે મુનિ છે તથા જે ૠદ્ધિધારક હોય તે ૠષિ છે. એ ૠષિના પણ ચાર ભેદ છેઃ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, ,દેવર્ષિ તથા પરમર્ષિ. ત્યાં વિક્રિયાૠદ્ધિવાળા રાજૠષિ છે, અક્ષીણમહાનસ- ૠદ્ધિવાળા બ્રહ્મૠષિ છે, આકાશગામી (ચારણૠદ્ધિવાળા) દેવૠષિ છે તથા કેવળજ્ઞાની પરમૠષિ છે; એમ સમજવું.
હવે ગ્રંથકર્તા શ્રી સ્વામીકાર્ત્તિકેયમુનિ પોતાનું કર્તવ્ય પ્રગટ કરે છેઃ —
અર્થઃ — સ્વામી કુમાર અર્થાત્ સ્વામીકાર્ત્તિકેય નામના મુનિએ આ અનુપ્રેક્ષા નામનો ગ્રંથ ગાથારૂપ રચનામાં રચ્યો છે. અહીં ‘કુમાર’ શબ્દથી એમ સૂચવ્યું જણાય છે કે આ મુનિ જન્મથી જ બ્રહ્મચારી હતા. તેમણે ‘આ ગ્રંથ શ્રદ્ધાપૂર્વક રચ્યો છે, પણ એમ નથી કે કથનમાત્ર બનાવી દીધો હોય!’ આ વિશેષણથી અનુપ્રેક્ષામાં અતિ પ્રીતિ સૂચવે છે. વળી પ્રયોજન કહે છે કે – ‘જિનવચનની ભાવના અર્થે રચ્યો છે.’ — આ વાક્યથી એમ જણાવ્યું છે કે ખ્યાતિ – લાભ – પૂજાદિ લૌકિક પ્રયોજન અર્થે રચ્યો નથી. જિનવચનનું જ્ઞાન – શ્રદ્ધાન થયું છે તેને વારંવાર ભાવવું
Page 284 of 297
PDF/HTML Page 308 of 321
single page version
– સ્પષ્ટ કરવું કે જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, કષાયો નાશ પામે એ પ્રયોજન જણાવ્યું છે. વળી બીજું પ્રયોજન – ‘ચંચળ મનને સ્થિર કરવા અર્થે રચ્યો છે.’ આ વિશેષણથી એમ સમજવું કે – મન ચંચળ છે, તે એકાગ્ર રહેતું નથી, તેને જો આ શાસ્ત્રમાં લગાવીએ તો રાગ-દ્વેષનાં કારણો જે વિષયો છે તેમાં જાય નહિ. એ પ્રયોજન અર્થે આ અનુપ્રેક્ષાગ્રંથની રચના કરી છે. ભવ્યજીવોએ તેનો અભ્યાસ કરવો યોગ્ય છે કે જેથી જિનવચનની શ્રદ્ધા થાય, સમ્યગ્જ્ઞાનની વૃદ્ધિ થાય, તથા આના અભ્યાસમાં જોડાતાં ચંચળ મન અન્ય વિષયોમાં જાય નહિ.
હવે અનુપ્રેક્ષાનું માહાત્મ્ય કહી ભવ્યજીવોને ઉપદેશરૂપ ફળનું વર્ણન કરે છેઃ —
અર્થઃ — આ બાર અનુપ્રેક્ષા જિનાગમઅનુસાર પ્રગટપણે કહી છે; એ વચનથી એમ જણાવ્યું છે કે — મેં કલ્પના કરી કહી નથી પણ પૂર્વ (આમ્નાય) અનુસાર કહી છે, તેને જે ભવ્યજીવો ભણશે, સાંભળશે અથવા તેની ભાવના એટલે વારંવાર ચિંતવન કરશે તે બાધારહિત – અવિનાશી – સ્વાત્મીય ઉત્તમ સુખને પ્રાપ્ત થશે. — એ સંભાવનારૂપ કર્તવ્યઅર્થનો ઉપદેશ સમજવો. માટે હે ભવ્યજીવો! આને ભણો, સાંભળો અને વારંવાર ચિંતવનરૂપ ભાવના કરો.
હવે અંતમંગળ કરે છેઃ —
Page 285 of 297
PDF/HTML Page 309 of 321
single page version
અર્થઃ — ત્રણ ભુવનના પ્રધાનસ્વામી શ્રી તીર્થંકરદેવ કે જેમણે કુમારકાળમાં જ તપશ્ચરણ ધારણ કર્યું એવા વસુપૂજ્યરાજાના પુત્ર વાસુપૂજ્યજિન તથા મલ્લિજિન અને ચરમત્રિક અર્થાત્ છેલ્લા ત્રણ — નેમિનાથજિન, પાર્શ્વનાથજિન, વર્દ્ધમાનજિન એ પાંચ જિનોને હું નિત્ય સ્તવું છું, તેમનો ગુણાનુવાદ કરું છું – વંદુ છું.
ભાવાર્થઃ — એ પ્રમાણે કુમારશ્રમણ જે પાંચ તીર્થંકર છે તેમનું સ્તવન — નમસ્કારરૂપ અંતમંગળ કર્યું છે. અહીં એમ સૂચવે છે કે પોતે કુમારઅવસ્થામાં મુનિ થયા છે, તેથી તેમને કુમારતીર્થંકરો પ્રત્યે વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ છે અને એટલા માટે તેમના નામરૂપ અહીં અંતમંગળ કર્યું છે.
એ પ્રમાણે શ્રી સ્વામિકાર્ત્તિકેયમુનિએ રચેલો આ અનુપ્રેક્ષાગ્રંથ સમાપ્ત થયો.
હવે આ વચનિકા થવાનો સંબંધ લખીએ છીએઃ —
Page 286 of 297
PDF/HTML Page 310 of 321
single page version
Page 287 of 297
PDF/HTML Page 311 of 321
single page version
अइबलिओ वि रउद्दो
अइलालिओ वि देहो
अग्गी वि य होदि हिमं
अच्छीहिं पिच्छमाणो
अज्जवमिलेच्छखण्डे
अट्ठ वि गब्भज दुविहा
अणउदयादो छह्णं
अणवरयं जो संचदि लच्छिं
अणुद्धरीयं कुंथो
अणुपरिमाणं तच्चं
अण्णइरूवं दव्वं
अण्णभवे जो सुयणो
अण्णं देहं गिह्णदि जणणी
अण्णं पि एवमाई
अण्णोण्णपवेसेण य
अण्णोण्णं खज्जंता
अथिरं परियणसयणं
अद्धुव असरण भणिया
अप्पसंसणकरणं
अप्पसरूवं वत्थु चत्तं
अप्पाणं जो णिंदइ
Page 288 of 297
PDF/HTML Page 312 of 321
single page version
आउक्खएण मरणं
आहारगिद्धिरहिओ
आहारसरीरिंदिय
इक्को जीवो जायदि
इक्को रोई सोई
इक्को संचदि पुण्णं
इच्चेवमाइदुक्खं
इट्ठविओगे दुक्खं
इदि एसो जिणधम्मो
इय जाणिऊण भावह
इय दुलहं मणुयत्तं
इय पच्चक्खं पिच्छिय
इय सव्वदुलहदुलहं
इय संसारं जाणिय
इहपरलोयणिरीहो
इहपरलोयसुहाणं
इंदियजं मदिणाणं
उत्तमगुणगहणरओ
उत्तमगुणाण धामं
उत्तमणाणपहाणो
उत्तमधम्मेण जुदो होदि
Page 289 of 297
PDF/HTML Page 313 of 321
single page version
Page 290 of 297
PDF/HTML Page 314 of 321
single page version
जइ पुण सुद्धसहावा
जत्थ गुणा सुविसुद्धा
जत्थ ण कलयलसद्दो
जदि जीवादो भिण्णं
जदि ण य हवेदि जीवो
जदि ण हवदि सव्वह्णू
जदि ण हवदि सा सत्ती
जदि दव्वे पज्जाया
जदि वत्थुदो विभेदो
जदि सव्वमेव णाणं
जदि सव्वं पि असंतं
जम्मं मरणेण समं
जलबुब्बुयसारिच्छं
जल्लमललित्तगत्तो
जह जीवो कुणइ रइं
जह लोहणासणट्ठं
जं इंदिएहिं गिज्झं
जं किंचि वि उप्पण्णं
जं किं पि तेण दिण्णं
जं जस्स जम्मि देसे
जं जाणिज्जइ जीवो
जं परिमाणं कीरदि
जं वत्थु अणेयंतं तं
जं वत्थु अणेयंतं एयंतं
Page 291 of 297
PDF/HTML Page 315 of 321
single page version
Page 292 of 297
PDF/HTML Page 316 of 321
single page version
जो पुण लच्छिं संचदि
जो पुण विसयविरत्तो
जो पुणु कित्तिणिमित्तं
जो बहुमुल्लं वत्थुं
जो मणइंदियविजई
जो मण्णदि परमहिलं
जो रयणत्तयजुत्तो
जो रायदोसहेदू
जो लोहं णिहणित्ता
जो वज्जेदि सचित्तं
जो वट्टमाणकाले
जो वड्ढमाण लच्छिं
जो वड्ढारहि लच्छिं
जो वावरइ सरूवे
जो वावरेइ सदओ
जो विसहदि दुव्वयणं
जो सग्गसुहणिमित्तं
जो समसोक्खणिलीणो
जो संगहेदि सव्वं
जो संचिऊण लच्छिं
जो सावयवयसुद्धो
जो साहदि सामण्णं
जो साहेदि अदीदं
जो साहेदि विसेसे
Page 293 of 297
PDF/HTML Page 317 of 321
single page version
Page 294 of 297
PDF/HTML Page 318 of 321
single page version
धम्मो वत्थुसहावो
पज्जत्तिं गिह्णंतो
पज्जयमित्तं तच्चं
पडिसमयं परिणामो
पडिसमयं सुज्झंतो
पढमकसायचउह्णं
पत्तेयाणं आऊ
पत्तेया वि य दुविहा
परतत्तीणिरवेक्खो
परदोसाण वि गहणं
परविसयहरणसीलो
परिणमदि सण्णिजीवो
परिणामसहावादो
परिणामेण विहीणं
पूयादिसु णिरवेक्खो जिण- ४६२
परिवज्जिय सुहुमाणं
पंचक्खा चउरक्खा
पंचक्खा वि य तिविहा
पंचमहव्वयजुत्ता
पंचसया धणुछेहा
पंचाणुव्वयधारी
पंचिंदियणाणाणं
पंथे पहियजणाणं
पावउदयेण णरए
Page 295 of 297
PDF/HTML Page 319 of 321
single page version
बारसजोयणसंखो
बारसभेओ भणिओ
बारसवएहिं जुत्तो
बारसवास वियक्खे
बारसविहेण तवसा
बालो वि य पियरचत्तो
बावीससत्तसहसा
बाहिरगंथविहीणा
बिण्णि वि असुहे झाणे
बितिचउपंचक्खाणं
बितिचउरक्खा जीवा
भत्तीए पुज्जमाणो
भयलज्जालाहादो
भोयणदाणं सोक्खं
भोयणदाणे दिण्णे
भोयणबलेण साहू
मज्जारपहुदिधरणं
मणपज्जयविण्णाणं
मणवयणकायइंदिय
मणवयणकायजोया
मणहरविसयविओगे
मणुयाणं असुइमयं
Page 296 of 297
PDF/HTML Page 320 of 321
single page version
लोयपमाणो जीवो
लोयाणं ववहारं
वज्जियसयलवियप्पो
वासादिकयपमाणं
विणओ पंचपयारो
वियलिंदिएसु जायदि
विरला णिसुणहि तच्चं
विरलो अज्जदि पुण्णं
विसयासत्तो वि सया
विहलो जो वावारो
सच्चित्तं पत्तफलं
सच्चेयणपच्चक्खं
सत्तह्णं पयडीणं
सत्तमणारयहिंतो
सत्तमितेरसिदिवसे
सत्तू वि होदि मित्तो
सत्तेक्कपंचइक्का मूले
सत्थब्भासेण पुणो
सधणो वि होदि णिधणो
समसंतोसजलेणं
सम्मत्तगुणपहाणो
सम्मत्तं देसवयं