Atmadharma magazine - Ank 180
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 34
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૮૦
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 34
single page version

background image
વર્ષ ૧પ મું
અંક ૧૨ મોે
આસો
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૮૦
પુરુષાર્થ
આ અતિ દીર્ઘ, સદા ઉત્પાતમય સંસારમાર્ગમાં કોઈ પણ
પ્રકારે જિનેશ્વરદેવના આ તીક્ષ્ણ અસિધારા સમાન ઉપદેશને
પામીને પણ જે મોહ–રાગ–દ્વેષ ઉપર અતિદ્રઢપણે તેનો પ્રહાર
કરે છે તે જ ક્ષિપ્રમેવ (જલદી–તરત જ) સમસ્ત દુઃખથી
પરિમુક્ત થાય છે, અન્ય કોઈ વ્યાપાર સમસ્ત દુઃખથી
પરિમુક્ત કરતો નથી;–હાથમાં તરવારવાળા મનુષ્યની માફક.
–માટે જ સર્વ આરંભથી–સર્વ યત્નથી મોહનો ક્ષય કરવા
માટે હું પુરુષાર્થનો આશ્રય કરું છું.
(અમૃતચંદ્રાચાર્યદેવ)

PDF/HTML Page 3 of 34
single page version

background image
ગોંડલ શહેરમાં શ્રી જિનમંદિરનું શિલાન્યાસમૂહૂર્ત
પરમ પૂજ્ય ગુરુદેવના મહાન પ્રભાવે અત્યારસુધીમાં અનેક જિનમંદિરો
બંધાયા છે, અને હજી પણ અનેક સ્થળે બંધાય છે. આસો સુદ દસમના રોજ ગોંડલ
શહેરમાં શ્રી દિગંબર જિનમંદિરનું શિલાન્યાસમૂહૂર્ત થયું હતું. આ પ્રસંગે રાજકોટથી
ચંદ્રપ્રભુ ભગવાનને પધારવવામાં આવ્યા હતા, અને સવારમાં જિનેન્દ્રભગવાનની
રથયાત્રા નીકળી હતી. ત્યારબાદ પૂજનાદિ વિધિ બાદ મુમુક્ષુઓના ઘણા ઉલ્લાસ વચ્ચે
રાજકોટના શેઠ શ્રી બેચરલાલ કાળીદાસે જિનમંદિરનું શિલાન્યાસમૂહૂર્ત કર્યું હતું. આ
ઉપરાંત શેઠશ્રી નાનાલાલભાઈ, રામજીભાઈ, વછરાજભાઈ વગેરેએ પણ
શિલાન્યાસવિધિમાં ભાગ લીધો હતો. જિનમંદિરના પાયા નાંખવાનું શુભ કાર્ય
પોતાના હસ્તે થયું તેથી પોતાનો હર્ષ વ્યક્ત કરતાં શેઠશ્રી બેચરભાઈ તથા તેમના
ધર્મપત્ની તરફથી ગોંડલ જિનમંદિરને રૂા. પ૦૦૨) અર્પણ કર્યા હતા. શેઠશ્રી
વછરાજભાઈએ પણ ઉત્સાહપૂર્વક પોતાના કુટુંબીજનો તરફથી કુલ રૂા. ૭૦૦૭)
અર્પણ કર્યા હતા. શેઠ શ્રી આનંદલાલ નાનાલાલ તથા તેમના ધર્મપત્ની તરફથી રૂા.
૨૦૦૧) તેમજ શેઠ મોહનલાલ ત્રિકમજી દેસાઈ તરફથી ૧૧૦૧) અર્પણ કરવામાં
આવ્યા હતા. આ ઉપરાંત બીજા પણ અનેક મુમુક્ષુ ભક્તોએ રકમ જાહેર કરતાં,
જિનમંદિરના ફાળામાં કુલ રૂા. ૨૨પ૦૦) ઉપરાંત થયા હતા.
જિનમંદિરના શિલાન્યાસપ્રસંગે રાજકોટ, સોનગઢ, પોરબંદર, મોરબી,
વાંકાનેર, વગેરે અનેક ગામથી મુમુક્ષુઓએ આવીને ઉત્સાહથી ભાગ લીધો હતો.
ગોંડલ શહેરમાં આ મંગલકાર્યની શરૂઆત કરવા માટે ત્યાંના મુમુક્ષુઓને
ધન્યવાદ!
પાવાગઢ સિદ્ધક્ષેત્રની યાત્રા સંબંધી સૂચના
પરમપૂજ્ય ગુરુદેવ વિ. સં. ૨૦૧પ પોષ સુદ ૯ રવિવાર તા. ૧૮–૧–૧૯પ૯ના
દિને સવારે પાવાગઢ પધારશે અને પોષ સુદ ૧૦ના રોજ શ્રી પાવાગઢ સિદ્ધક્ષેત્રની
યાત્રા કરશે. તે શુભપ્રસંગે જે મુમુક્ષુ ભાઈઓ અને બહેનોને યાત્રાનો લાભ લેવાની
ઇચ્છા હોય તેમણે વિ. સં. ૨૦૧પ માગશર સુદ ૧૦ શનિવાર તા. ૨૦–૧૨–પ૮ સુધીમાં
નીચેના સ્થળે પત્રથી ખબર આપવા તસ્દી લેવી.
૧. યાત્રિકોએ, વડોદરાથી પાવાગઢ અને પાવાગઢથી વડોદરા બસમાં જવા–
આવવાનું રાખવું હોય તો તેમણે વ્યક્તિ દીઠ રૂા. ૩) ત્રણ ભાડાના નીચેના સરનામે
મોકલવા. આથી ચોક્કસ કરેલ ટાઈમે બસની સગવડ રહેશે.
૨. જેમને પાવાગઢમાં જમવાની સગવડ જોઈતી હોય તેમણે વ્યક્તિ દીઠ એક
દિવસના રૂા. બેના હિસાબે બે દિવસ (સુદ ૯ અને સુદ ૧૦) ના રૂા. ૪) ચાર
મોકલવા.
પત્ર અને પૈસા મોકલવાનું સરનામુંઃ–
પ્રમુખ–વ્યવસ્થાપક કમિટી
પૂજ્ય કાનજીસ્વામી દિગંબર જૈન તીર્થયાત્રા સંઘ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
ખાસ સૂચના
જે યાત્રિકો, યાત્રાસંઘપ્રવાસ અંગેના અનામત વગેરેના પોતાના પૈસા
મોકલવા ઇચ્છતા હોય તેમણે ચેક, ડ્રાફટ, મનીઓર્ડર વગેરે ખીમચંદ છોટાલાલના
નામથી મોકલવા વિનંતિ છે.

PDF/HTML Page 4 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૩ઃ
સ્વ–ઉપયોગ અને ધર્મ; નિશ્ચયનય અને નિર્વિકલ્પ
આનંદ; સમ્યક્ત્વ સન્મુખ જીવની પરિણતિનું
જોર; સાધકની પરિણતિ; ઇત્યાદિ સંબંધમાં
(જુદી જુદી ચર્ચા ઉપરથીઃ અધિક ભાદરવોઃ ૨૪૮૧)
પ્રશ્નઃ– ધર્મીના જ્ઞાનનો ઉપયોગ પર તરફ હોય?
ઉત્તરઃ– હા; સાધકદશામાં ધર્મીના જ્ઞાનનો ઉપયોગ પર તરફ પણ હોય છે.
પ્રશ્નઃ– જ્ઞાનનો ઉપયોગ પર તરફ હોય છતાં ધર્મ થાય?
ઉત્તરઃ– હા; પર તરફ ઉપયોગ વખતે પણ, ધર્મીને સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જેટલો વીતરાગ ભાવ થયો છે તેટલો
ધર્મ તો વર્તે જ છે; એવું નથી કે જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે જ ધર્મ હોય ને જ્યારે પરમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ
હોય જ નહિ. પર તરફ ઉપયોગ વખતે પણ ધર્મીને સમ્યગ્દર્શન–રૂપ ધર્મ તો સળંગપણે વર્તે જ છે તેમજ ચારિત્રની
પરિણતિમાં જેટલો વીતરાગી–સ્થિરભાવ પ્રગટયો છે તેટલો ધર્મ પણ ત્યાં વર્તે જ છે.
પ્રશ્નઃ– જ્ઞાનીનો ઉપયોગ પણ પર તરફ હોય ને અજ્ઞાનીનો ઉપયોગ પણ પર તરફ હોય,–તેમાં શું ફેર?
ઉત્તરઃ– તેમાં ઘણો મહાન તફાવત છેઃ સૌથી પહેલી વાત એ છે કે જ્ઞાનીને સમ્યગ્દર્શન વખતે એક વાર તો
વિકલ્પ તૂટીને ઉપયોગ સ્વ તરફ વળી ગયેલો છે, એટલે ભેદજ્ઞાન થઈને પ્રમાણજ્ઞાન થઈ ગયું છે; પછી હવે તેનો
ઉપયોગ પર તરફ જાય ત્યારે પણ ભેદજ્ઞાન–પ્રમાણ તો સાથે ને સાથે વર્તે જ છે; જ્યારે અજ્ઞાની તો એકાંત પરને
જ જાણે છે, પરથી ભિન્ન સ્વતત્ત્વની તેને ખબર જ નથી, એટલે પર તરફ ઉપયોગથી પરને જાણતાં તે પરની
સાથે જ જ્ઞાનની એકતા માને છે, એટલે તેનું જ્ઞાન જ ખોટું છે. જ્ઞાનીને જગતના ગમે તે જ્ઞેયને જાણતી વખતે
પ્રમાણજ્ઞાન સાથે જ વર્તે છે એટલે સમ્યગ્જ્ઞાનનું પરિણમન તેને સદા વર્ત્યા કરે છે. આ રીતે અજ્ઞાનીને તો
એકલો પર તરફનો ઉપયોગ અને અધર્મ જ છે; જ્ઞાનીને પર તરફના ઉપયોગ વખતે સાથે અંશે શુદ્ધતારૂપ ધર્મ
પણ છે.
પ્રશ્નઃ– સ્વ તરફ ઉપયોગ ક્યારે હોય?
ઉત્તરઃ– અજ્ઞાનીને તો સ્વ તરફ ઉપયોગ હોતો જ નથી. બધાય જ્ઞાનીઓને એક વાર તો (નિર્વિકલ્પ
અનુભૂતિ વખતે) સ્વ તરફનો ઉપયોગ થઈ જ ગયો હોય છે; ત્યાર પછી ચોથા–પાંચમા–છઠ્ઠા ગુણસ્થાને પર
તરફ ઉપયોગ હોય છે, ચોથા–પાંચમા ગુણસ્થાને ક્યારેક ક્યારેક ઉપયોગ સ્વમાં થંભી જતાં નિર્વિકલ્પ આનંદની
વિશિષ્ટ અનુભૂતિ થાય છે. મુનિવરોને તો ઉપયોગ વારંવાર સ્વમાં વળ્‌યા કરે છે. એકસાથે અંતર્મુહૂર્ત કરતાં
વધારે લાંબો કાળ તેમનો ઉપયોગ પરમાં રહેતો નથી. સાતમા અને ત્યાંથી આગળના ગુણસ્થાને તો ઉપયોગની
સ્વમાં જ એકાગ્રતા હોય છે.
સાધકનો ઉપયોગ એક સાથે લાંબો કાળ સુધી સ્વમાં ટકી શકતો નથી; જો ઉપયોગ સ્વમાં વિશેષ જામે તો
શુક્લધ્યાનની શ્રેણી માંડીને તરત જ કેવળજ્ઞાન પામી જાય છે.
મુનિદશામાં તો બહુ થોડા થોડા વખતના અંતરે

PDF/HTML Page 5 of 34
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૦
ઉપયોગમાં સ્વ તરફ વળીને વારંવાર નિર્વિકલ્પ આનંદનો અનુભવ થયા કરે છે; જ્યારે ચોથા–પાંચમા ગુણસ્થાને તે
ક્યારેક થાય છે; તેને વિશેષ અંતર પડે છે, અને કોઈક વાર તરત પણ થઈ જાય છે.
પ્રશ્નઃ– સવિકલ્પ દશામાં નિશ્ચયનય હોય?
ઉત્તરઃ– નિશ્ચયનયનો ઉપયોગ શુદ્ધ આત્માને જ ધ્યેય બનાવીને જ્યારે તેમાં થંભી જાય છે ત્યારે નિર્વિકલ્પતા
જ થઈ જાય છે, એટલે ખરેખર તો નિશ્ચયનય વખતે નિર્વિકલ્પ દશા જ હોય છે.
–આમ છતાં, શુદ્ધ સ્વભાવ તરફ ઢળતા ઉપયોગને સવિકલ્પ દશામાં પણ કોઈ કોઈ ઠેકાણે નિશ્ચયનય તરીકે
છે.
અભેદ દ્રવ્યની અનુભૂતિ તરફ જેનો ઝૂકાવ નથી,–ત્યાં સુધી જે પહોંચી વળતો નથી, તે જીવના શુદ્ધસ્વભાવ
સંબંધી સવિકલ્પ ચિંતનને નિશ્ચયનય કહી શકાય નહિ,–ઉપચારથી પણ ન કહેવાય. તેને નિશ્ચયનયનો વિકલ્પ છે–માત્ર
રાગ જ છે, પણ નિશ્ચય ‘નય’ તેને નથી.
જીવને શુદ્ધ નયનો–નિશ્ચયનયનો ‘પક્ષ’ પણ પૂર્વે કદી આવ્યો નથી,–એમ કહીને તેમાં જે નિશ્ચયનયના પક્ષની
પણ અપૂર્વતા બતાવી છે તે તો સ્વભાવ તરફ ઝૂકી રહેલા જીવની વાત છે, એકદમ નીકટમાં સમ્યગ્દર્શન પામવાની જેની
તૈયારી છે, ને તે માટે સ્વભાવને લક્ષમાં લઈને તે તરફનું જોર કરી રહ્યો છે,–એવા જીવની તે દશાને પણ અપૂર્વ ગણી છે
–તેને નિશ્ચયનયનો પક્ષ ગણ્યો છે. પછી સ્વભાવ તરફના જોરને લીધે તરતમાં જ તેનો વિકલ્પ તૂટીને અંદર ઉપયોગ
થંભી જતાં સાક્ષાત્ નિશ્ચયનય થાય છે, તે વખતે નિર્વિકલ્પતા છે. આ નિશ્ચયનયના ઉપયોગ વખતે આત્માના આનંદ
સાથે જ્ઞાનની એકાકારતા થતાં અદ્ભુત નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય છે...અહો...નિર્વિકલ્પ દશાનો તે આનંદ
વિકલ્પને ગોચર નથી.
પ્રશ્નઃ– અનાદિના અજ્ઞાની જીવને, સમ્યગ્દર્શન પામ્યા પહેલાં તો એકલો વિકલ્પ જ હોય ને?
ઉત્તરઃ– ના; એકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે
આત્મસ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે, ને તે લક્ષના જોરે જ તે જીવ આત્મા તરફ આગળ આગળ વધે છે;
કાંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધાતું.
અપૂર્વભાવે સ્વભાવને લક્ષગત કરીને, જેની પરિણતિ પહેલવહેલી જ શુદ્ધસ્વભાવના અનુભવ તરફ ઝૂકી
રહી છે, જેને સમ્યગ્દર્શન પામવાની તૈયારી છે, એવા જીવની ખાસ પરિણતિનું અલૌકિક વર્ણન કરતાં અહીં પૂ.
ગુરુદેવશ્રીએ કહ્યું હતું કે, સ્વભાવને લક્ષમાં લઈને તેના અનુભવનો પ્રયત્ન કરી રહેલા તે જીવને રાગ તો છે
પણ તેનું જોર રાગ ઉપર નથી જાતું, તેનું જોર તો અંતરના સ્વભાવ તરફ જ જાય છે, એટલે તેની પરિણતિ
સ્વભાવ તરફ ઝૂકી જાય છે ને રાગ તૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય છે. પહેલાં રાગ હતો તેનું કાંઈ આ ફળ
નથી, પણ અંદર સ્વભાવ તરફનું જોર હતું તેનું આ ફળ છે.–જો કે તેનું આ ફળ કહેવું તે પણ વ્યવહાર છે,
ખરેખર તો તે સમ્યગ્દર્શન વખતનો પ્રયત્ન જુદો જ છે; પરંતુ અહીં સમ્યગ્દર્શન પહેલાંની દશામાં જે વિશેષતા
છે તે બતાવવી છે; તેથી એમ કહ્યું છે.
રાગ તરફનું જોર તૂટવા માંડયું ને સ્વભાવ તરફનું જોર વધવા માંડયું, ત્યાં (સવિકલ્પ દશા હોવા છતાં) એકલો
રાગ જ કામ નથી કરતો, પણ રાગના અવલંબન વગરનો, સ્વભાવ તરફના જોરવાળો એક ભાવ પણ ત્યાં કામ કરે છે,
અને તેના જોરે આગળ વધતો વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત
સમ્યગ્દર્શન પામી જાય છે.
એક વાર આવો નિર્વિકલ્પ અનુભવ થઈ ગયા પછી જ્ઞાનીને પાછો વિકલ્પ પણ આવે, અને વિકલ્પ વખતે
નિશ્ચયનયનો ઉપયોગ ન હોય; છતાં તે વખતે ય તે

PDF/HTML Page 6 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ પઃ
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ જેઠ વદ ૧ રવિવાર; સમાધિશતક ગા. ૨૯)
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણીને તેની જ વારંવાર ભાવના કરવાથી આત્મા પરમ પદને પામે છે, માટે તે
ભાવના કરવા જેવી છે–એમ કહ્યું. ત્યાં હવે કોઈ પ્રશ્ન કરે છે કે પ્રભો! આપે કહી તેવી ભાવના કરવી તો કઠણ–
કષ્ટદાયક લાગે છે, બાહ્ય પદાર્થોની ભાવના સુગમ લાગે છે; આ રીતે આત્માની ભાવના તો ભયનું સ્થાન લાગે છે, ને
બહારના વિષયોમાં નિર્ભયતા લાગે છે; તો આત્મામાં પ્રવૃત્તિ કઈ રીતે થાય!! તેને આચાર્યદેવ ઉત્તર આપે છે કે અરે
જીવ! જ્યાં તું કષ્ટ અને ભય માને છે એવા તારા ચૈતન્યપદ સમાન બીજું કોઈ ઇષ્ટ અને નિર્ભય સ્થાન નથી, અને
બાહ્ય પદાર્થોને તું નિર્ભયતાનું કારણ માને છે તેના જેવું ભયસ્થાન બીજું કોઈ નથી.–
मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयासपदम्।
यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः।।२९।।
મૂઢ જીવ વિશ્વસ્ત છે જ્યાંં,
તે જ ભયનું સ્થાન છે;
ભયભીત છે જે સ્થાનથી,
રે! અભયનું તે સ્થાન છે.
અરે મૂઢ જીવ! ચૈતન્યને ચૂકીને બહારમાં શરીર, લક્ષ્મી, કુટુંબ વગેરેને અભયસ્થાન માનીને તું વિશ્વાસ કરી
રહ્યો છે, તે તો ભયસ્થાન છે, બહારમાં તને કોઈ શરણ નથી. અંતરમાં ચૈતન્ય સ્વભાવ જ પરમ શરણ છે; તેને
ભયસ્થાન માનીને તું તેનાથી દૂર ભાગે છે પણ અરે મૂઢ! તારા આત્મા જેવું અભયસ્થાન જગતમાં કોઈ નથી.
અરે! તારું ચૈતન્ય તત્ત્વ ભયનું સ્થાન નથી, તે મુંઝવણનું સ્થાન નથી, દુઃખનું સ્થાન નથી; તારું
જ્ઞાનીને જ્ઞાનનું પ્રમાણરૂપ પરિણમન–સમ્યગ્જ્ઞાનપણું–ભેદજ્ઞાન–તો નિરંતર વર્તી જ રહ્યું છે, તેમજ દ્રષ્ટિ તો
નિશ્ચયનયના વિષયરૂપ શુદ્ધઆત્મા ઉપર જ સદાય પડી છે, હવે તેને જે વિકલ્પ ઊઠે છે તે પહેલાંના જેવો નથી, પહેલાં
અજ્ઞાનદશામાં તો તે વિકલ્પસાથે જ એક્તા માનીને ત્યાં જ અટકી જતો; અને ભેદજ્ઞાનદશામાં તો તે વિકલ્પને પોતાના
સ્વભાવથી જુદો જ જાણે છે, એટલે તેમાં અટકવાનું બનતું નથી, પણ શુદ્ધસ્વભાવ તરફ જ જોર રહે છે. આવી
સાધકજીવની પરિણતિ હોય છે.

PDF/HTML Page 7 of 34
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮૦
ચૈતન્યતત્ત્વ અભયપદનું સ્થાન છે...શાંતિસ્વરૂપ છે...આનંદનું ધામ છે. આવા આત્મતત્ત્વ સિવાય બહારમાં તને કોઈ
પણ ચીજ શરણ નથી, તને બીજું કોઈ નિર્ભયતાનું સ્થાનનથી. અરે! આવો ભગવાન આત્મા અભય સ્થાન હોવા છતાં
મૂઢ આત્માઓ તેનાથી ડરે છે–તેની રુચિ કરતા નથી પણ ખેદ કરે છે;– પરિણામમાં ચંચળતા સંદેહ કરે છે તે જ ભય છે.
પણ નિઃશંકપણે તેમાં એકાગ્ર થતાં નથી. બહારમાં દેહ, કુટુંબ, લક્ષ્મી વગેરેમાં સુખ માનીને તેમાં નિઃશંકપણે ભય વગર
પ્રવર્તે છે...પણ તેમાં ક્યાંય સુખ નથી, તે કોઈ શરણનું સ્થાન નથી. એક ચૈતન્યપદ જ અભય છે...તે જ શરણનું સ્થાન
છે...માટે નિર્ભયપણે તેમાં પ્રવર્તો...એમ ‘સ્વામી’ નો ઉપદેશ છે.
ચૈતન્યસ્વભાવ પ્રત્યે હોંશ લાવતો નથી ને બહારમાં હોંશ લાવીને પ્રવર્તે છે, તેને ચૈતન્યનો ડર લાગે છે, ભય
લાગે છે. જેને ભયનું સ્થાન માને તેમાં કેમ પ્રવર્તે? અને જેને અભયસ્થાન માને તેને કેમ છોડે? ચૈતન્યસ્વભાવનો
વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી એટલે નિઃશંકપણે તેમાં ઉલ્લાસ કરતો નથી. તેનાથી દૂર ભાગે છે, ને વિષયોની સમીપ
ઉલ્લાસથી દોડે છે, તેમાં સુખનો વિશ્વાસ કરે છે; જેમ મૃગજળની પાછળ મૃગ દોડે તેમ તે વિષયો પ્રત્યે દોડે છે...બાહ્ય
વિષયોને શરણ માનીને તેની પાછળ ઝાંવા નાંખી નાંખીને દોડે છે ને આકુળતાથી દુઃખી થાય છે. જ્યાં સુખની સત્તા
ભરી છે એવા પોતાના આત્માની સત્તાનો તો વિશ્વાસ કરતો નથી, તેની આસ્થા કરતો નથી, ત્યાં તો નાસ્તિક થઈ જાય
છે, ને બહારમાં સુખ ન હોવા છતાં ત્યાં સુખ માનીને તે તરફ દોડે છે. જેમ જેને ઝેરી સર્પ કરડયો હોય તે મનુષ્ય કડવા
લીમડાને પણ પ્રેમથી ચાવે છે, તેમ જેને મિથ્યાત્વરૂપી કાળા નાગનું ઝેર ચડયું તે જીવ દુઃખદાયક ઇન્દ્રિય–વિષયોને પણ
સુખદાયક માનીમાનીને તે તરફ દોડે છે. ઇન્દ્રિયવિષયો તો એકાંત ભયનું–દુઃખનું જ સ્થાન છે, ને આ અતીન્દ્રિય
ચિદાનંદસ્વરૂપ આત્મા જ અભયસ્થાન અને સુખનું ધામ છે. ચૈતન્યની સન્મુખતામાં આનંદ રસનો અનુભવ થાય છે,
માટે તું તારા શુદ્ધ ચૈતન્યપદનો અનુભવ કર, એમ સંતોનો ઉપદેશ છે.
સમયસારમાં પણ શુદ્ધ આત્માના અનુભવનો જ ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. ત્યાં શિષ્ય પ્રશ્ન પૂછે છે કે પ્રભો!
પહેલેથી જ આપ શુદ્ધ આત્માના અવલંબનનો ઉપદેશ આપો છો, પરંતુ તેમાં તો કષ્ટ લાગે છે, કાંઈક વ્યવહારનું
અવલંબન બતાવો! ત્યારે આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! વ્યવહારના (શુભ રાગના) અવલંબનમાં તારું કાંઈ હિત
નથી, તેમાં એકલું દુઃખ જ છે, ને ચૈતન્યતત્ત્વ આનંદનો સાગર છે તેમાં તારું સુખ છે; માટે શુદ્ધનયવડે તેના જ
અનુભવનો ઉદ્યમ કર; ત્યાંથી જ હિતની શરૂઆત થાય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે આત્માના હિતકર છે છતાં અજ્ઞાની તેને અહિતરૂપ–કષ્ટરૂપ માને છે, ને
વિષયકષાયો આત્માને અહિતરૂપ છે છતાં તેમાં અજ્ઞાની હિત માનીને પ્રવર્તે છે.–છ ઢાળામાં કહે છે કે–
“રાગાદિ પ્રગટ યે દુઃખદેન,
તિનહીકો સેવત ગિનત ચેન.”
અને
“આતમહિત–હેતુ વિરાગ જ્ઞાન,
તે લખે આપકું કષ્ટ દાન.”
જુઓ, આ અજ્ઞાનીનાં લક્ષણ! રાગાદિ વિભાવો દુઃખરૂપ હોવા છતાં મૂઢતાથી તેને સુખરૂપ માનીને તેનું સેવન
કરે છે; અને ચૈતન્યસ્વભાવમાં અંતર્મુખ થઈને જે જ્ઞાન–વૈરાગ્ય કરવા તે આત્માના હિતનો હેતુ હોવા છતાં મૂઢ જીવ તે
પોતાને કષ્ટદાયક સમજે છે. આત્મજ્ઞાનને તો કષ્ટદાયક સમજીને તેનાથી દૂર ભાગે છે, ને રાગાદિને સુખદાયક માનીને
તેના તરફ હોંશથી દોડે છે. આ તે કેવી મૂઢતા છે!! અજ્ઞાની જીવોની આવી પ્રવૃત્તિ માટે કરુણાપૂર્વક શ્રીમદ્ રાજચંદ્રજી
કહે છે કેઃ અરે જીવ!
અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા,
અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા!
ઊઘાડ ન્યાય નેત્રને, નીહાળ રે! નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
અહા જે અનંત સુખનું ધામ છે એવા ચૈતન્યસ્વભાવમાં તો તને મિત્રતા ન રહી–તેમાં ઉત્સાહ અને પ્રેમ ન
આવ્યો; ને અનંત દુઃખનું ધામ એવા જે
(અનુસંધાન પૃષ્ઠ ૨૧)

PDF/HTML Page 8 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૭ઃ
(લેખાંક બીજો)
(શ્રી પંચાસ્તિકાય ગાઃ ૧૦૩ ઉપરનાં પ્રવચનો)
દુઃખથી છૂટીને પરમાનંદ પામવાનો ઉપાય
આત્માર્થી જીવ કેવો હોય, તેની આત્મલગની કેવી હોય,
અને ભગવાનના પ્રવચનમાં કહેલા પાંચ અસ્તિકાયોને જાણીને
તે પોતાના આત્મસ્વરૂપનો કેવો નિર્ણય કરે, તેનું વિસ્તૃત સુંદર
વિવેચન આ લેખના પહેલા ભાગમાં (ગતાંકમાં) આવી ગયું
છે; લેખનો બાકીનો ભાગ આ અંકમાં પ્રગટ થાય છે. જેમણે
પહેલો લેખ ન વાંચ્યો હોય તેમણે પ્રથમ તે લેખ વાંચ્યા પછી
આ લેખ વાંચવાની સૂચના કરવામાં આવે છે.
જેઓ વન–જંગલમાં વસનારા મહાન સંત છે, જેઓ
વિદેહક્ષેત્રે જઈને સીમંધર પરમાત્માની વાણી સાંભળી આવ્યા
છે, જેમના ચારિત્રના પાવર ફાટી ગયા છે અને જેઓ ચૈતન્યના
આનંદના ઝૂલણે ઝૂલી રહ્યા છે, એવા ભગવાન કુંદકુંદાચાર્યદેવનું
આ કથન છે; જે જીવ આત્માર્થી થઈને સમજશે તે દુઃખથી
પરિમુક્ત થઈને પરમ આનંદને પામશે.
સર્વજ્ઞ ભગવાને કહેલા પંચાસ્તિકાયને ‘અર્થતઃ અર્થીપણે’ જાણવાનું કહ્યું તેમાં આચાર્યદેવે શ્રોતાની ખાસ
પાત્રતા બતાવી છે. પોતાનું આત્મહિત સાધવા માટે શ્રોતાને અંતરમાં ઘણો ઉત્સાહ અને ધગશ છે. એક આત્માર્થ
સાધવા સિવાય બીજો કોઈ ડખો (શલ્ય) તેના હૃદયમાં નથી. એવા આત્માર્થી જીવને જ્ઞાની સંતો પાસેથી ભેદજ્ઞાનનો
ઉપાય મળતાં જ મહાન ઉપકારબુદ્ધિ થાય છે કે હે નાથ! અનંતદુઃખમાંથી આપે અમને બહાર કાઢયા, ભવસમુદ્રમાં
ડુબતા અમને આપે ઉગાર્યા; સંસારમાં જેનો કોઈ બદલો નથી એવો પરમ ઉપકાર આપે અમારા ઉપર કર્યો.
જેમ ક્ષુધાતુર કે તૃષાતુર જીવ દીનપણે આહાર પાણી

PDF/HTML Page 9 of 34
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૦
માંગે તેમ સંસારથી થાકેલો આત્મશાંતિને ઝંખતો જીવ સંતો પાસે જઈને દીનપણે (અતિ વિનયથી) માંગે છે કે હે
નાથ! જીવને શાંતિનો ઉપાય બતાવો.
આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! હે જિજ્ઞાસુ! પ્રથમ તો આત્માનો અર્થી થઈને સર્વજ્ઞ ભગવાને કહેલાં છ દ્રવ્યોને
તું જાણ; છ દ્રવ્યોને જાણીને એમ નિર્ણય કર કે મારો આત્મા અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. આત્માનો પ્રેમી થઈને
એમ નિર્ણય કર કે–જગતના પદાર્થોમાં શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા તે જ હું છું. એકલા શ્રવણથી કે વિકલ્પથી નહિ પણ
અંતર્લક્ષે–આત્માને સ્પર્શીને અપૂર્વ નિર્ણય કર. આત્મસ્વરૂપનો આવો નિર્ણય તે ધર્મની નક્કર ભૂમિકા છે.
હું અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવી છું–એમ નિજતત્ત્વનો નિશ્ચય કરીને પછી તે મોક્ષાર્થી જીવ શું કરે છે?–કે જે
સ્વભાવનો નિશ્ચય કર્યો તેને જ અનુસરે છે, ને રાગાદિ ભાવો તે કાળે વર્તતા હોવા છતાં તેને અનુસરતો નથી પણ તેને
છોડે છે. જેણે પોતાના શુદ્ધ સ્વભાવનો નિશ્ચય કર્યો છે એવો ધર્મી જાણે છે કે મારામાં જે રાગદ્વેષાદિ વિકાર દેખાય છે તે
મારા સ્વભાવભૂત નથી પણ મારામાં આરોપાયેલા છે. જે ક્ષણે રાગ–દ્વેષ વર્તે તે ક્ષણે જ વિવેકજ્યોતિને લીધે ધર્મી જાણે
છે કે મારો સ્વભાવ તો શુદ્ધચૈતન્યમાત્ર છે, આ રાગદ્વેષ તો ઉપાધિરૂપ છે; આ રાગદ્વેષની પરંપરા મારા સ્વભાવના
આશ્રયે નથી થઈ, પણ કર્મબંધના આશ્રયે થયેલી છે, પણ હવે હું મારા સ્વભાવના આશ્રયે નિર્મળપર્યાયની પરંપરા
પ્રગટ કરીને આ રાગદ્વેષની પરંપરાને છેદી નાખું છું. આ પ્રમાણે પોતાના સ્વભાવનો નિશ્ચય કરીને તેને જ અનુસરનાર
જીવ સમસ્ત દુઃખથી પરિમુક્ત થાય છે.
પોતાના સ્વભાવને ભૂલીને, કર્મ તરફના ઝુકાવથી જીવને અનાદિથી રાગદ્વેષની પરંપરા ચાલી રહી છે, ને તે
રાગદ્વેષથી કર્મબંધ થાય છે, આ રીતે રાગદ્વેષ અને કર્મબંધની પરંપરા અનાદિથી ચાલતી હોવા છતાં તે સ્વભાવભૂત
નથી પણ વિભાવરૂપ ઉપાધિ છે. ધર્મી જીવ પોતામાં તે ઉપાધિને અવલોકીને, એટલે કે પોતાની પર્યાયમાં તે
વિકારીભાવો છે એમ જાણીને, તે જ કાળે પોતાના નિરુપાધિક શુદ્ધ સ્વભાવનો નિશ્ચય પણ પ્રગટ વર્તતી હોવાથી તે
સ્વભાવ તરફ ઝૂકતો જાય છે ને રાગદ્વેષની પરંપરાને તોડતો જાય છે. રાગદ્વેષની પરંપરા તૂટતાં કર્મબંધ પણ છૂટતા
જાય છે; ને આ ક્રમથી તે જીવ મુક્તિ પામે છે. પરમાણુનું દ્રષ્ટાંત આપીને આચાર્યદેવ સમજાવે છે કે, સ્કંધમાં રહેલો
પરમાણુ જ્યારે જઘન્ય ચીકાસરૂપે પરિણમવાની સન્મુખ થાય છે ત્યારે સ્કંધ સાથેના બંધનથી તે છૂટો પડી જાય છે, તેમ
શુદ્ધ સ્વભાવ તરફ ઝુકેલા જીવને રાગાદિ ચીકાસભાવ અત્યંત ક્ષીણ થતા જતા હોવાથી તે પૂર્વ બંધનથી છૂટતો જાય છે,
તેને નવું બંધન થતું નથી, એટલે ફદફદતા પાણી જેવા અશાંત દુઃખોથી તે પરિમુક્ત થાય છે.
જુઓ, આત્માના અર્થીપણે પંચાસ્તિકાયને જાણવાનું આ ફળ! જે જીવ ખરેખરો આત્માનો અર્થી થયો તેને
આત્માની પ્રાપ્તિ થયા વગર રહે જ નહીં. પંચાસ્તિકાયને જાણીને, તેમાંથી પોતાના શુદ્ધ આત્માને જુદો તારવીને (એટલે
કે નિર્ણયમાં લઈને, શ્રદ્ધા–જ્ઞાન કરીને) તેમાં લીન થવું તે મોક્ષનો ઉપાય છે.
આચાર્ય ભગવાન કહે છે કે, કાળ સહિત પાંચ અસ્તિકાયનું પ્રતિપાદન કરનારું આ ‘પંચાસ્તિકાય’ તે જિન
પ્રવચનનો સાર છે, કેમકે જિન પ્રવચનમાં છ દ્રવ્યનો જ બધો વિસ્તાર છે. છ દ્રવ્યો અને તેના ગુણપર્યાયોમાં બધું
સમાઈ જાય છે; બંધમાર્ગ, મોક્ષમાર્ગ, હિત–અહિત, સુખ–દુઃખ, જીવ–અજીવ, સંસાર–મોક્ષ, ધર્મ–અધર્મ, એ બધું છ
દ્રવ્યોના વિસ્તારમાં આવી જાય છે.
છ દ્રવ્યોમાં, જીવાસ્તિકાય અનંતા છે, પુદ્ગલાસ્તિકાય પણ અનંતા છે, ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણે એક
એક છે અને કાળ દ્રવ્ય અસંખ્ય છે. આ દ્રવ્યોમાંથી પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ પોતપોતામાં જ પરિપૂર્ણતા પામે છે, એકેક
જીવ કે એકેક પરમાણુ તે દરેક પોતપોતાના સ્વતંત્ર અસ્તિત્વથી પરિપૂર્ણ છે; કોઈના અસ્તિત્વનો અંશ બીજામાં નથી.
પોતપોતાના ગુણપર્યાયોસ્વરૂપ જેટલું અસ્તિત્વ છે તેટલી જ દરેક દ્રવ્યની સીમા છે, તેટલું જ તેનું કાર્યક્ષેત્ર છે, કોઈ પણ
દ્રવ્ય પોતાના અસ્તિત્વની સીમાથી બહાર કાંઈ કાર્ય કરી શકે નહીં, અને બીજાના કાર્યને પોતાના અસ્તિત્વની સીમામાં
આવવા દે નહીં, આવો જ વસ્તુનો સ્વભાવ છે, ને સર્વજ્ઞ ભગવાન અર્હંતદેવે તે પ્રસિદ્ધ કર્યો છે.
હે જીવ! તારા હિત–અહિતનું કર્તવ્ય તારામાં જ છે; તારાથી ભિન્ન એવા પાંચ અજીવ દ્રવ્યોમાં કે અન્ય

PDF/HTML Page 10 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૯ઃ
જીવોમાં ક્યાંય તારું હિત–અહિત નથી; તું જ પોતે તારા હિત–અહિતરૂપ કાર્યનો કર્તા છે, કોઈ બીજો તારા હિત–
અહિતનો કર્તા નથી–તો હવે તારે પોતે પોતાનું અહિત ક્યાં સુધી કરવું છે!! અત્યાર સુધી તો અજ્ઞાનથી પરને હિત–
અહિતના કર્તા માનીને તેં તારું અહિત જ કર્યું. પણ હવે તો, ‘મારા હિત–અહિતનો કર્તા હું પોતે જ છું, મારું અહિત
ટાળીને હિત કરવાની તાકાત મારામાં જ છે’ એમ સમજીને તારું હિત કરવા માટે તું જાગૃત થા. પરના અસ્તિત્વથી
તારા અસ્તિત્વની અત્યંત પૃથકતા જાણીને, પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપ તરફ વળ.–આ જ જિનપ્રવચનનો અને સંતોનો
ઉપદેશ છે, ને આ જ મોક્ષનો ઉપાય છે.
હે જીવ! તારું અસ્તિત્વ તારામાં, ને બીજાનું અસ્તિત્વ બીજામાં; તારા હિતને માટે તારે બીજાની સામે જોવું પડે
કે બીજાની ખાતર તારે રોકાવું પડે એમ નથી.
પ્રશ્નઃ– બીજાનું તો ઠીક, પણ આ દેહની સંભાળ ખાતર તો રોકાવું પડે ને?
ઉત્તરઃ– ભાઈ, દેહનું અસ્તિત્વ પુદ્ગલમાં, ને તારું અસ્તિત્વ તારામાં; તું સંભાળ રાખ તો દેહનું અસ્તિત્વ ટકે
એમ નથી. જીવનું અસ્તિત્વ પોતાના જ્ઞાનાદિ ગુણોમાં છે, દેહમાં નહિ; અને દેહનું અસ્તિત્વ અજીવ–પરમાણુઓમાં છે,
જીવમાં નહિ. કોઈને લીધે કોઈનું અસ્તિત્વ નથી, તો પછી બીજાને ખાતર રોકાવું પડે એ વાત ક્યાં રહી?
અરે, કર્મને લીધે રોકાવું પડે એમ પણ નથી....કર્મનું અસ્તિત્વ પુદ્ગલમાં છે, ને જીવનું અસ્તિત્વ જીવમાં છે;
રાગનું અસ્તિત્વ પણ જીવમાં છે. જીવ અને કર્મ બંનેનું અસ્તિત્વ જ ભિન્ન છે, કોઈને કારણે કોઈનું અસ્તિત્વ નથી.
આ રીતે પંચાસ્તિકાયને ભિન્ન ભિન્ન જાણીને, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવા નિજ આત્માને જુદો તારવવો; તેની
મુખ્યતા–પ્રધાનતા કરીને, તેનો મહિમા ચિંતવીને, તેના તરફ ઝૂકવું. આ જગતના અનંત દ્રવ્યોમાં શુદ્ધજ્ઞાનરૂપ નિજ
આત્મા તે જ હું છું, એના સિવાય બીજું કાંઈ મારું નથી–એમ નિશ્ચય કરીને તેવો અનુભવ કરવો. જગતના બધા સત્
પદાર્થોની સત્તા સ્વીકારીને સ્વકીય ચૈતન્યસત્તાનું શરણું લેવાની આ વાત છે. જગતના પદાર્થોને જાણી–જાણીને શું
કરવું?–કે પોતાના ચૈતન્યસ્વભાવનું શરણ કરવું, તેનો આશ્રય કરવો.
જગતમાં છ પ્રકારનાં દ્રવ્યો;
તેમાં એક જીવ, પાંચ અજીવ;
જીવો અનંત, તે દરેક જ્ઞાનસ્વરૂપ;
તેમાં પોતાનો આત્મા ભિન્ન, જ્ઞાનસ્વરૂપ.
–આ પ્રમાણે પોતાના આત્માને જગતથી જુદો નક્કી કરવો; કેવા સ્વરૂપે નક્કી કરવો?–કે વિશુદ્ધ
ચૈતન્યસ્વભાવ સ્વરૂપે નક્કી કરવો.
જીવના અસ્તિત્વના બે પડખાં; દ્રવ્ય અને પર્યાય; તેમાં દ્રવ્ય તો શુદ્ધ એકરૂપ છે, પર્યાયમાં શુદ્ધતા અશુદ્ધતા બંને
હોય છે. પ્રથમ શુદ્ધ દ્રવ્યસ્વભાવનો નિર્ણય કરાવ્યો કે વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપે પોતાના આત્માને નક્કી કરવો, શુદ્ધ
દ્રવ્યસ્વરૂપનો નિર્ણય કરાવ્યા પછી, પર્યાયમાં જે વિકાર છે તેનું પણ જ્ઞાન કરાવે છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તે તો
અનારોપિત–અસલી સ્વભાવ છે, ને વિકાર તો આરોપિત વિભાવ છે. શુદ્ધ દ્રવ્યના નિર્ણય વગર આરોપિત એવા
વિકારનું જ્ઞાન થતું નથી.
જો શુદ્ધ સ્વરૂપના જ્ઞાન વગર એકલા વિકારને જાણવા જાય તો તે વિકારને જ નિજ અસલી સ્વરૂપ માની લ્યે,
એટલે સાચું જ્ઞાન થાય નહી. જેમ નિજ જીવને જાણ્યા વગર છ દ્રવ્યો જણાતા નથી, જેમ ઉપાદાનને જાણ્યા વગર
નિમિત્તનું યથાર્થ જ્ઞાન થતું નથી, જેમ નિશ્ચય વગર ખરો વ્યવહાર હોતો નથી, તેમ શુદ્ધસ્વરૂપને જાણ્યા વગર એકલા
વિકારનું યથાર્થ જ્ઞાન થતું નથી, આ મોટો સિદ્ધાંત છે.
જેમ ઉષ્ણતા વખતે પણ પાણીમાં ઠંડો સ્વભાવ છે, તેમ પર્યાયમાં વિકાર વખતે પણ આત્મામાં શુદ્ધ નિર્વિકારી
ચૈતન્યસ્વભાવ છે, એમ સર્વજ્ઞદેવે કહ્યું છે.
પ્રશ્નઃ– તે સ્વભાવનો નિર્ણય કઈ રીતે થાય?
ઉત્તરઃ– તે સ્વભાવ તરફના જ્ઞાનથી જ તેનો નિર્ણય થાય છે. જેમ ઉષ્ણતા વખતે પાણીમાં ઠંડો સ્વભાવ છે તે
સ્વભાવ હાથ–પગ કે આંખ–કાન–નાક–જીભ વગેરે ઇન્દ્રિયોથી જણાતો નથી, તેમજ આકુળતા–રાગ–દ્વેષ–સંકલ્પ–
વિકલ્પવડે પણ તેનો નિર્ણય થતો નથી, પણ પાણીના સ્વભાવ સંબંધી જ્ઞાનવડે જ તેનો નિર્ણય

PDF/HTML Page 11 of 34
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૦
થાય છે. તેમ આત્માની પર્યાયમાં વિકાર વર્તતો હોવા છતાં, સર્વજ્ઞદેવે આત્માનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વભાવી કહ્યું છે, ને
જ્ઞાનીઓએ તેવું અનુભવ્યું છે; તે શુદ્ધ સ્વભાવનો નિર્ણય કોઈ ઇન્દ્રિયોથી કે મનના સંકલ્પ–વિકલ્પોથી થતો નથી, પણ
જ્ઞાનને અંતરમાં લંબાવીને તે સ્વભાવનો નિર્ણય થાય છે. જ્ઞાનને અંતરમાં વાળતાં જ સ્વભાવને સ્પર્શીને એવો નિર્ણય
થાય છે કે અહા! મારો સ્વભાવ આકુળતા અને આતાપ વિનાનો પરમ શાંત છે, ક્ષણિક આકુળતા તે મારું પરમ સ્વરૂપ
નથી, મારું પરમ સ્વરૂપ તો આનંદથી ઉલ્લસતું છે.
(અહીં પાણીના દ્રષ્ટાંતમાં ને આત્માના સિદ્ધાંતમાં એટલો ફેર છે કે, ઉષ્ણ પાણીના ઠંડા સ્વભાવનો નિર્ણય
કરતાં તે જ ક્ષણે તેની ઠંડાશનું વેદન તો થાય કે ન પણ થાય; જ્યારે આત્માના શુદ્ધ સ્વભાવનો નિર્ણય કરતાં તે જ ક્ષણે
અંતરમાં તેની શુદ્ધતાના અંશનું આનંદસહિત વેદન જરૂર થાય જ છે. જ્યાં સુધી એવું વેદન ન થાય ત્યાં સુધી
સ્વભાવનો સમ્યક્ નિર્ણય ન કહેવાય.)
અરે, જીવોનું લક્ષ બહારમાં જે દોડે છે પણ અંતરમાં પોતાના તરફ લક્ષ વળતું નથી તેથી પોતાની મહત્તા
ભાસતી નથી ને પરની જ મહત્તા ભાસે છે. સિદ્ધભગવંતો આવા મહાન, અર્હંત ભગવંતો મહાન, સંત–મુનિવરો ને
ધર્માત્માઓ મહાન!–એમ તેઓની મહત્તા ગાય છે, પણ હે ભાઈ! જેની મહત્તા તું રાતદિન ગાય છે તે તું પોતે જ છે,
કેમકે સંતો કહે છે કે–જેવો અમારો આત્મા તેવો જ તારો આત્મા; માટે હે જીવ! તું તારા સ્વભાવની મહત્તાને લક્ષમાં લે.
વળી અર્હંત–સિદ્ધ કે સંત–ધર્માત્માઓની પણ ખરી મહત્તા ત્યારે જ સમજાય છે કે જ્યારે પોતાના સ્વભાવની મહત્તાને
સમજે. સર્વજ્ઞો અને સંતો જે માર્ગે અંતરમાં પેઠા તે માર્ગ તારો તારામાં જ છે; અંતરમાં ચિદાનંદ સ્વરૂપમાંથી સહજ
શીતળ આનંદ પ્રગટ કરીને આતાપનો તેમણે નાશ કર્યો છે, તું પણ આતાપનો નાશ કરીને સહજ શીતળ–આનંદ પ્રગટ
કરવા માટે તારા ચિદાનંદ સ્વરૂપ તરફ વળ.
હે જીવ! તારા આનંદનું અસ્તિત્વ તારા સ્વભાવમાં છે, બહાર નથી. જગતના બાહ્ય પદાર્થોની જે કાંઈ પરિણતિ
થતી હોય તેની સાથે તારે કાંઈ લેવાદેવા નથી. તારા દુઃખમાંય તું એકલો ને તારી શાંતિમાંય તું એકલો. સર્વજ્ઞો તારી
સમીપ બેઠા હોય તો પણ તેઓ તારી પરિણતિને સુધારી દ્યે એમ નથી, અને અનેક દુશ્મનો તને ઘેરી વળ્‌યા હોય તો
પણ તેઓ તારી શાંતિને બગાડી શકે એમ નથી. તારા અંર્તસ્વભાવના અવલંબન વિના બીજેથી તારી શાંતિ
આવવાની નથી, અને તારા સ્વભાવના અવલંબને જે શાંતિ પ્રગટી તે બીજા કોઈથી બગડવાની નથી. અહા કેટલી
સ્પષ્ટ વસ્તુસ્થિતિ છે! છતાં, બહારથી મારી શાંતિ આવે ને બીજો મારી શાંતિ લૂંટી લ્યે–એવી અજ્ઞાની જીવની ભ્રમણા
મટતી નથી. જો આ વસ્તુસ્થિતિ સમજે તો અંતર્મુખ થઈને પોતાની શાંતિ પોતાના અંતરમાં જ શોધે, અને
અંર્તશોધનથી શાંતિ મળ્‌યા વગર રહે નહિ. ભગવાનને અને સંતોને શાંતરસ પ્રગટયો તે ક્યાંથી પ્રગટયો?
અંર્તસ્વભાવમાં શાંતરસનો સમુદ્ર ભરેલો હતો તે જ ઉલ્લસીને પ્રગટયો છે. હે જીવ! સમ્યગ્જ્ઞાન દ્વારા તું પણ તારી
સ્વભાવશક્તિને ઊછાળ. અહો! મારા ચિદાનંદ સ્વભાવમાં જ શાંતરસનો સમુદ્ર ભર્યો છે–એમ વિશ્વાસ કરીને તેમાં
એકાગ્રતા કરવી તે જ શાંતિનો ઉપાય છે.
મારી શાંતિ, અને તે શાંતિનો ઉપાય, બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં ક્યાંય નથી પણ અંતરમાં અતીન્દ્રિયસ્વરૂપમાં જ
છે;–આમ પહેલાં પોતાના અતીન્દ્રિય ચૈતન્યસ્વભાવનો જ્ઞાનવડે નિર્ણય કર. ‘હું કોણ છું” એમ નિજસ્વરૂપને જાણવા
માટે તારા અંતરના અતીન્દ્રિય–જ્ઞાનસ્વભાવ સિવાય બીજા કોઈનો સહારો નથી. ભલે તારી ચારે બાજુ સંતમુનિઓના
ટોળાં બેઠા હોય તો પણ, તારા અંર્તસ્વભાવના આશ્રય વગર તને શાંતિ આપવા બીજું કોઈ સમર્થ નથી; અને જો તેં
તારા સ્વભાવનો આશ્રય કર્યો છે તો પછી, ભલે દુનિયા આખી ડુલી જાય કે બ્રહ્માંડ આખું ગડગડી ઊઠે તો પણ તારી
શાંતિને ફેરવવા કોઈ સમર્થ નથી. આ રીતે, જગતથી ભિન્ન પોતાના અસ્તિત્વને જાણીને, અને મારી શાંતિનું
પરિણમન મારા અંતરના સાધનને આધીન છે–આવું ભાન કરીને. જે જીવ પોતાના અંતરમાં ઠરે છે તે પરમ શાંતરસ
પ્રગટ કરીને સર્વદુઃખોથી મુક્ત થાય છે.
જેમ ઉકળતું પાણી ફદફદતું હોય, તે જરાય શાંત ન રહે, તેમ આ સંસારમાં ઘોર દુઃખોથી જીવ ફદફદી રહ્યો છે,
તેને જરાય શાંતિ નથી;–આવા સંસાર–

PDF/HTML Page 12 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
દુઃખનો જેના અંતરમાં ત્રાસ લાગતો હોય ને કોઈ પણ પ્રકારે તેનાથી છૂટીને શાંતિ મેળવવા ચાહતો હોય તે જીવ
ખરેખરો આત્માર્થી થઈને શાંતિનો ઉપાય શોધે છે. આત્માની શાંતિ માટે ગરજવાન થયેલો તે જીવ, પ્રથમ તો જગતમાં
કેવા કેવા તત્ત્વો છે તેને જાણે છે, અને તેમાં પોતે કોણ છે તે પણ જાણે છે. પછી પોતાનો વાસ્તવિક શુદ્ધ સ્વભાવ શું છે
તે નક્કી કરીને અંર્તસ્વભાવ તરફ વળે છે, ને આ રીતે તે જીવ શાંતિ પ્રાપ્ત કરે છે.
જુઓ, પોતાના અંર્તસ્વભાવ તરફ વળીને તેની અતીન્દ્રિય શાંતિના અંશનું જ્યારે વેદન થયું ત્યારે તે જીવ
જાણે છે કે અહા! આવી શાંતિસ્વરૂપ જ મારો આત્મા છે, આ જે શાંતિનું વેદન થયું તે મારા સ્વભાવમાંથી જ આવેલી
છે, ને મારો આખોય સ્વભાવ આવી શાંતિથી ભરેલો છે. આ જે રાગ–દ્વેષાદિ વિકારી ભાવો વેદાય છે તે વેદન મારા
સ્વભાવમાંથી આવેલું નથી, તે તો મારામાં આરોપાયેલું છે; વિકાર મારા સ્વભાવભૂત નથી પણ ઉપાધિરૂપ છે. આ રીતે
વેદનના સ્વાદની ભિન્નતાથી વિકારી ભાવો તેને પોતાના સ્વભાવથી સ્પષ્ટપણે જુદા જણાય છે. આથી, જ્ઞાનીને તે ક્ષણે
વિકાર વર્તતો હોવા છતાં, સમ્યગ્જ્ઞાનરૂપ વિવેકજ્યોતિ પણ સાથે સાથે વર્તી જ રહી છે. એક તરફ શાંતરસના સમુદ્ર
સમાન શુદ્ધસ્વભાવને જાણે છે, ને બીજી તરફ મેલા પાણીનાં ખાબોચિયા જેવા વિકારને જાણે છે; આમ બંનેને જાણતો
થકો, વિકારની તુચ્છતા જાણીને તેને તો છોડતો જાય છે, ને શુદ્ધસ્વભાવની મહત્તા જાણીને તેમાં ઝૂકતો જાય છે.–આ
ઉપાયથી અલ્પકાળમાં જ સમસ્ત દુઃખોનો નાશ કરીને તે જીવ પરમઆનંદસ્વરૂપમુક્તિ પામે છે.
(લેખાંક ત્રીજો)
શ્રી પંચાસ્તિકાય ગા. ૧૦૩ ઉપરનાં પૂ.
ગુરુદેવના પ્રવચનોનો બીજો લેખાંક આ જ
અંકમાં છપાયેલ છે, ત્યાર પછીનો આ ત્રીજો
લેખાંક છે. ચૈતન્યના આનંદમાં ઝૂલતી દશામાં
સંતોએ આ શાસ્ત્રો રચ્યાં છે. અંતરના
આનંદની ઝલક બતાવીને જગતને પડકાર
કર્યો છે કે અરે જીવો! થંભી જાવ...બહારમાં
તમારો આનંદ નથી, તમારો આનંદ તમારા
અંતરમાં છે. અહા! બાહ્યવેગે દોડતા જગતને
પડકાર કરીને સંતોએ થંભાવી દીધું છે. અને,
આ વાત ઝીલનાર જીવ કેવો છે?–એ તો આ
પ્રવચન જ સ્વયં કહેશે.

PDF/HTML Page 13 of 34
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૦
આત્મામાં મોક્ષની ઝલક લઈને સંતોએ આ શાસ્ત્રો રચ્યાં છે. આત્માર્થી જીવોને હિતનો માર્ગ દર્શાવવા માટે આ
શાસ્ત્રો રચ્યાં છે. ઘડીકમાં અંતરમાં ઠરે ત્યાં આનંદમાં તરબોળ થઈ જાય, ને જરાક–બહાર આવતાં વૃત્તિ ઊઠે ત્યારે
શાસ્ત્ર લખાય..આવી રીતે ચૈતન્યના આનંદમાં ઝૂલતી દશામાં સંતોએ આ શાસ્ત્ર રચ્યાં છે. અંતરના આનંદની ઝલક
બતાવીને જગતને પડકાર કર્યો છે કે અરે જીવો! થંભી જાવ..બહારમાં તમારો આનંદ નથી, તમારો આનંદ તમારા
અંતરમાં છે. અહા! બાહ્યવેગે દોડતા જગતને પડકાર કરીને સંતોએ થંભાવી દીધું છે.
અને, આ વાત ઝીલનાર જીવ કેવો છે?–આત્માર્થી છે, આત્માર્થ ખાતર મરી પડવા તૈયાર છે, ‘કામ એક
આત્માર્થનું, બીજો નહિ મન રોગ’ પોતાનો આત્માર્થ સાધવા સિવાય જેના અંતરમાં બીજું કોઈ શલ્ય (માનાદિનું)
નથી; દુનિયા પોતાને ગણે કે ન ગણે તેની એને દરકાર નથી, જગતમાં બીજાનો સંબંધ રહે કે ન રહે તેની સામે પણ
જોતો નથી, એકાકી થઈને પણ પોતાના આત્માને જ સાધવા માંગે છે; આવો આત્માર્થી જીવ જ્ઞાની સંતોના ચરણની
અતિશય ભક્તિપૂર્વક આ વાત ઝીલે છે. જેને આવી આત્માર્થીતા હોય તેને આત્મા સમજાવનારા ગુરુજનો પ્રત્યે
અંતરમાં કેટલો પ્રમોદ, ભક્તિ, બહુમાન, ઉલ્લાસ અને અર્પણતાનો ભાવ હોય! આત્મા સમજાવનાર પ્રત્યે વિનયથી
અર્પાઈ જાય. અહો નાથ! આપને માટે હું શું–શું કરું? પામર ઉપર આપે અનંતો ઉપકાર કર્યો...આપના ઉપકારનો
બદલો મારાથી કોઈ રીતે વળી શકે તેમ નથી.
જેમ કોઈને ફૂંફાડા મારતો ભયંકર સર્પ ફેણ ઊંચી કરીને ડંખ મારે, ને ઝેર ચડવાથી આલસવિલસ થઈને તો તે
જીવ તરફડતો હોય, ત્યાં ગારુડી મંત્રવડે કોઈ સજ્જન તેનું ઝેર ઉતારી નાંખે તો તે જીવ તેના પ્રત્યે કેવો ઉપકાર
બતાવે? અહાઃ આપે મારું જીવન બચાવ્યું, દુઃખમાં તરફડતો મને આપે ઊગાર્યો,–એમ ઉપકાર માને.
તેમ બાહ્યવિષયોથી અને રાગાદિ કષાયોથી લાભ માનનારા જીવને અનંતાનુબંધી ક્રોધવડે ફૂંફાડા મારતો
મિથ્યાત્વરૂપી મોટો ફણીધર કરડયો છે, ને તે જીવ ફદફદતા પાણીની જેમ દુઃખમાં ફદફદી રહ્યો છે, સંસારભ્રમણના
દુઃખોમાં સેકાતો થકો આલસ–વિલસ થઈને તરફડીયા મારે છે; ત્યાં ધર્માત્માસંતો જ્ઞાનરૂપી ગારુડી મંત્રવડે તેનું
ઝેર ઊતારી નાંખે છે, ને તેને દુઃખથી છૂટકારાનો ઉપાય બતાવે છે. તે ઉપાય પામીને તે જીવને સંતો પ્રત્યે કેટલો
ઉપકાર આવે?–અહા નાથ! આપે મને જીવન આપ્યું...અનંત દુઃખમાં તરફડતો મને આપે ઊગાર્યો...સર્પના
ઝેરથી બચાવનારે તો એક વાર મરણથી બચાવ્યો, પરંતુ આપે તો હે ભગવાન! અનંત જન્મ–મરણના દુઃખોથી
મને બચાવ્યો.
–પણ આ પ્રમાણે ખરો ઉપકારનો ભાવ ક્યારે જાગે? કે જ્યારે સંતોએ બતાવેલો માર્ગ પોતાના આત્મામાં
પ્રગટ કરે ત્યારે.
મોક્ષના સાધક વીતરાગી સંતોએ મોક્ષનો ઉપાય બતાવ્યો છે તે મોક્ષાર્થી જીવને જ પરિણમે
તેવો છે. જે જીવ વિષય કષાયનો ને માનાદિનો અર્થી હોય તેને અંતરમાં મોક્ષનો ઉપાય પરિણમતો
નથી. જે જીવ મોક્ષાર્થી છે તેને માટે જ સંતોનો ઉપદેશ છે. સમયસારમાં આચાર્યદેવ કહે છે કે–
જીવરાજ એમ જ જાણવો,
વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ
પછી યત્નથી મોક્ષાર્થીએ.
મોક્ષાર્થી જીવે શું કરવું તે એમાં બતાવ્યું છે. એ જ રીતે કળશ ૧૮પમાં પણ મોક્ષાર્થી જીવને માટે કહે છે કે–
“મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો કે હું તો શુદ્ધચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; અને આ જે
ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના રાગાદિભાવો પ્રગટ થાય છે તે હું નથી.”
–આ રીતે શાસ્ત્રોમાં મોક્ષાર્થી જીવને માટે જ સંતોનો ઉપદેશ છે.
અહીં પણ (આ પંચાસ્તિકાયની ૧૦૩ ગાથામાં) એ જ કહે છે કે અર્થતઃ અર્થી થઈને આ શાસ્ત્રને જાણવું, અને
તેમાં કહેલા પદાર્થોમાંથી ‘અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવ તે હું છું’ એમ નિશ્ચય કરવો. (આ નિશ્ચય કરવા બાબત
વિસ્તારથી સુંદર વિવેચન આ લેખના પહેલા ભાગમાં આવી ગયું છે.)

PDF/HTML Page 14 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૧૩ઃ
જગતમાં બધા પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં, કોઈ એકની સત્તા બીજામાં નથી. બધાય દ્રવ્યો પોતપોતાની
સ્વરૂપ–મર્યાદામાં વર્તી રહ્યા છે; પોતાના સ્વરૂપની મર્યાદાને ઉલ્લંઘીને પરમાં કોઈ પણ દ્રવ્ય જતું નથી. જીવ પોતાના
સ્વરૂપની (અવિકારની કે વિકારની) મર્યાદા છોડીને પરમાં જતો નથી, અને જીવની સ્વરૂપમર્યાદામાં પર દ્રવ્યો આવતા
નથી. હવે આ ઉપરાંત, જીવના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં વિકારનો પણ પ્રવેશ નથી, વિકાર તો બહિર્લક્ષી ઉપાધિરૂપ ભાવ
છે, શુદ્ધ ચૈતન્યભાવ સાથે તેની એકતા થઈ શકતી નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિર્મળભાવ પ્રગટે તે તો
જીવના સ્વરૂપમાં અભેદ થઈ જાય છે, એટલે તેને તો જીવ કહ્યો, પણ વિકાર ભાવોને જીવના શુદ્ધસ્વરૂપ સાથે અભેદતા
થતી નથી તેથી શુદ્ધસ્વરૂપની દ્રષ્ટિથી તેઓ જીવ નથી પણ અજીવ છે. પર્યાય અપેક્ષાએ જોતાં વિકાર નિશ્ચયથી (અશુદ્ધ
નિશ્ચયથી) પોતાનો જ છે, તે પોતનો જ અપરાધભાવ છે; અને શુદ્ધ–દ્રવ્ય–સ્વભાવની અપેક્ષાએ જોતાં (એટલે કે શુદ્ધ
નિશ્ચયનયથી) વિકાર જીવમાં દેખાતો જ નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ જીવ દેખાય છે. આમ બંને પડખાનું જ્ઞાન કરાવીને
આચાર્યદેવ કહે છે કે તારા શુદ્ધસ્વભાવને મુખ્યપણે લક્ષમાં લઈને તેની આરાધના કર..અને અશુદ્ધતાને ગૌણ કરીને
તેનો આશ્રય છોડ.
વ્યવહારને તે કાળે–એટલે કે જ્યારે પર્યાયને જાણે છે તે કાળે–જાણેલો પ્રયોજનવાન કહ્યો છે પણ તેનો આશ્રય
કરવાનું નથી કહ્યું. જ્યારે પર્યાયને જુએ છે તે કાળે સાધકને વિકાર પોતામાં આરોપાયેલો અનુભવાય છે, પરંતુ–
વિકાર અનુભવાતો હોવા છતાં તે જ કાળે સાથે શુદ્ધચિદાનંદસ્વભાવનું ભાન પણ વર્તતું હોવાથી, તે સાધક વિકારથી
વિમુખ થઈને શુદ્ધસ્વરૂપમાં વળતો જાય છે, એટલે કે સ્વભાવ અને વિભાવ વચ્ચે નિરંતર ભેદજ્ઞાન વર્તતું હોવાથી તે
સાધક રાગાદિ પરિણતિને શુદ્ધસ્વરૂપપણે કદી અંગીકાર નથી કરતો પણ તેને પરભાવભૂત ઉપાધિ જાણીને છોડતો જાય
છે. રાગ પરિણતિ છૂટતા કર્મબંધની અનાદિની પરંપરા તૂટી જાય છે. રાગપરિણતિથી કર્મનું બંધન, તેના ઉદય વખતે
ફરીને રાગપરિણતિ ને ફરીને કર્મનું બંધન–આવી પરંપરા અનાદિથી અતૂટ હતી, પણ હવે સ્વભાવ તરફ જેની પરિણતિ
વળી ગઈ છે એવા જીવને રાગાદિ પરિણતિ છૂટી જતાં કર્મબંધની પરંપરા પણ તૂટી જાય છે, તેને નવા કર્મનું સંવારણ
થતું જાય છે ને જૂનાં કર્મો ઝરતા જાય છે; એ રીતે સમસ્ત કર્મોથી વિમુક્ત થયો થકો દુઃખથી તે પરિમુક્ત થાય છે. દુઃખ
કેવું છે? કે ફદફદતા પાણી જેવું અશાંત છે.
અંતર્મુખ સ્વભાવમાં સુખ છે, ને બાહ્ય વિષયોમાં ફદફદતા પાણી જેવું દુઃખ છે...પરંતુ ભ્રાંતિના વેગે
ભૂલેલા જીવો સ્વભાવની શાંતિથી તો દૂર ભાગે છે ને બાહ્ય વિષયોના દુઃખમાં દોડીને ઝંપલાવે છે. જેમ ભ્રાંતિના
વેગે ચડેલા મૃગલાં ઉંધી દિશામાં દોડે છે; એક દિશામાં મૃગલાંને પકડવા માટે કોઈ પારધીએ જાળ બિછાવી હોય,
અને તે દેખીને કોઈ દયાળુ મહાજન તે મૃગલાંને બચાવવાના હેતુથી તેને બીજી દિશામાં વાળવા માટે હાકોટા કરે,
ત્યાં ભ્રાંતિના વેગે ચડેલા તે મૃગલાં તે બચાવનારને જ મારનાર સમજીને, તેનાથી ડરીને ઊંધી દિશામાં (જે
દિશામાં જાળ પાથરેલી છે તે દિશામાં જ) ઝંપલાવે છે ને અંતે જાળમાં ફસાય છે. તેમ મોહરૂપી ભ્રાંતિના વેગે
ચડેલા, મૃગલાં જેવા અજ્ઞાની પ્રાણીઓ પણ અનાદિથી ઊંધી દોટ મૂકી રહ્યા છે, ને બાહ્ય વિષયોમાં–રાગમાં સુખ
માનીમાનીને તેમાં જ ઝંપલાવી રહ્યા છે. જ્ઞાની–મહારાજ કરુણાપૂર્વક તેને વિષયોથી પાછા વાળીને સ્વભાવ તરફ
આવવાની હાકલ કરે છેઃ અરે પ્રાણીઓ! બાહ્ય વિષયો તરફની વૃત્તિમાં સુખ નથી. એમાં તો આકુળતાનો
ખદબદાટ છે, વ્યવહારની શુભ વૃત્તિમાં પણ સુખ નથી, તેમાં પણ આકુળતાનો ખદબદાટ છે; માટે એ બાહ્ય
વૃત્તિથી પાછા વળો..પાછા વળો..ને અંતરના ચિદાનંદ સ્વભાવમાં સુખ છે, તેમાં અંતર્મુખ થાઓ...અંતર્મુખ થાઓ
ત્યાં જે જીવ જિજ્ઞાસુ છે, આત્માર્થી છે તે તો જ્ઞાની સંતોની આવી હાકલ સાંભળીને થંભી જાય છે ને અંતરમાં
વિચાર કરીને તેનો વિવેક કરે છે...કે અહા! આ વાત પરમ સત્ય છે, આ વાત મારા હિતની છે, પરંતુ જે જીવ
ભ્રાંતિના વેગે ચડેલો છે, જેની વિચારશક્તિ તીવ્ર મોહથી ઘેરાઈ ગઈ છે એવા જીવો તો, હિતોપદેશકને પણ
અહિતરૂપ સમજી, ‘આ તો અમારો વ્યવહાર પણ છોડાવે છે’–એમ ઊલ્ટો ભય પામીને ઉંધી દિશામાં જ
(રાગાદિમાં અને બાહ્ય વિષયોમાં) ઝંપલાવે છે ને ભવભ્રમણની જાળમાં ફસાઈને દુઃખી થાય છે. પોતાના
હિતનો વિચાર કરીને જે જીવ સ્વભાવ તરફ વળે છે ને પરભાવની

PDF/HTML Page 15 of 34
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૦
પરિણતિથી પાછો વળે છે તે જીવ દુઃખથી છૂટીને પરમ આનંદને પામે છે.
* * * *
આ એક ગાથામાં આચાર્યદેવે ઘણી વાત બતાવી છે, આત્માર્થીતાથી માંડીને ઠેઠ મોક્ષ સુધીની વાત આમાં
સમજાવી છે. પ્રથમ તો જેમાં કાળ સહિત પાંચ અસ્તિકાયનું વર્ણન હોય તે જ જિન પ્રવચન છે; મોક્ષાર્થી જીવ તે
જિન પ્રવચનમાં કહેલા દ્રવ્યોને જાણે છે; ‘અર્થી થઈને જાણે છે,’ એટલે કે આત્માનું હિત પ્રાપ્ત કરવાની ખરેખરી
દરકાર કરીને જાણે છેઃ ‘અર્થતઃ જાણે છે’ એટલે કે માત્ર શબ્દોની ધારણાથી નહિ પણ તેના ભાવભાસનપૂર્વક
જાણે છે. બધા પદાર્થોને જાણીને તેમાં રહેલાં પોતાના આત્માને જુદો તારવીને એમ નિશ્ચય કરે છે કે આ શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ સ્વવસ્તુ છે તે જ હું છું. આવો નિશ્ચય કરીને પોતાના આત્મા તરફ ઢળે છે. પોતાના આત્મામાં પણ
રાગાદિ અશુદ્ધ પડખાંને ન આદરતાં, શુદ્ધસ્વરૂપને આદરે છે. પર્યાયમાં વિકાર હોવા છતાં, તે જ વખતે
વિવેકજ્યોતિના બળે શુદ્ધસ્વરૂપમાં ઢળે છે ને રાગાદિ પરિણતિને છોડે છે; નિજસ્વભાવને છોડતો નથી ને
પરભાવોને ગ્રહતો નથી. રાગના કાળે ભેદજ્ઞાન વર્તે છે, પણ કાંઈ રાગને લીધે તે ભેદજ્ઞાન નથી. રાગની સાથે જ
વર્તતા ભેદજ્ઞાનને લીધે સાધક જીવ તે રાગમાં અભેદતા ન કરતાં, શુદ્ધસ્વભાવમાં અભેદતા કરતો જાય છે ને
રાગને છોડતો જાય છે. રાગરૂપી ચીકાસ છૂટતાં કર્મો પણ છૂટી જાય છે. જેમ પરમાણુમાં સ્પર્શની ચીકાસ વગેરે
જઘન્ય થઈ જતાં એ પરમાણુ સ્કંધમાંથી છૂટો પડી જાય છે, તેમ સ્વભાવ તરફ ઝૂકેલા જીવને રાગાદિ ચીકાસ
છૂટી જતાં તે જીવ કર્મબંધનથી છૂટી જાય છે.
શ્રોતા શા માટે સાંભળે છે?–કે સાંભળીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવાના હેતુથી સાંભળે છે, જેવું આત્મસ્વરૂપ
સાંભળે છે તેવું જ શ્રદ્ધા–જ્ઞાન–અનુભવમાં લેવાનો ઉદ્યમ કરે છે; ઉદ્યમપૂર્વક અંર્તસ્વરૂપમાં જોડાણ કરીને કર્મ સાથેનું
જોડાણ તોડી નાંખે છે. રાગદ્વેષપરિણતિવડે કર્મબંધની પરંપરા ચાલતી હતી પણ જ્યાં અંતર્મુખ થઈને રાગદ્વેષપરિણતિને
તોડી નાંખી ત્યાં જૂનાં અને નવા કર્મ વચ્ચેની સંધિ તૂટી ગઈ એટલે કે કર્મની પરંપરા અટકી ગઈ, ને તે જીવ ફદફદતા
પાણી જેવા દુઃખથી પરિમુક્ત થઈ ગયો.
સ્વભાવ સાથેના સંબંધથી કર્મ સાથેનું જોડાણ તોડીને તેની પરંપરાને જીવ છેદી નાંખે છે; એમ નથી કે જૂનાં
કર્મો નવા કર્મોના બંધનું કારણ થયા જ કરે. જીવ જો રાગદ્વેષપરિણતિવડે કર્મ સાથે જોડાય તો જ કર્મની પરંપરા ચાલુ
રહે છે પણ જો પોતાની પરિણતિને સ્વભાવ સાથે જોડીને રાગદ્વેષને છોડે તો કર્મની પરંપરા તૂટી જાય છે. જેમ પરમાણુ
પોતાના સ્વરૂપમાં એકાકીપણે વર્તે છે તેમ સ્વરૂપમાં એકત્વપણે જોડાયેલો જીવ પણ રાગદ્વેષરહિત થયો થકો
કર્મબંધરહિત એકાકીપણે–મુક્તપણે પરિણમે છે.
નિયમસારમાં કહે છે કેઃ જડસ્વરૂપ પુદ્ગલની સ્થિતિ પુદ્ગલમાં જ છે એમ જાણીને તે સિદ્ધ ભગવંતો
પોતાના ચૈતન્યાત્મક સ્વરૂપમાં કેમ ન રહે? (વળી કહે છે કે–) જો પરમાણુ એક વર્ણાદિરૂપ પ્રકાશતા
નિજગુણસમૂહમાં છે તો તેમાં મારી કાંઈ કાર્યસિદ્ધિ નથી;– આમ નિજહૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી
ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. જેમ પરમાણુ જઘન્યસ્નેહરૂપ પરિણમે ત્યારે સ્કંધરૂપ બંધનથી તે છૂટો પડી
જાય છે, તેમ આત્મા પરમાત્મભાવનાની ઉગ્રતાવડે એકત્વસ્વરૂપમાં પરિણમતો થકો કર્મબંધનથી છૂટો પડી જાય
છે. આ રીતે એક પરમાણુ અને સિદ્ધ પરમાત્માની જેમ જે જીવ પોતાના એકત્વ સ્વરૂપમાં વર્તે છે તેને નવું બંધન
થતું નથી અને જૂનાં બંધાયેલાં કર્મો પણ છૂટી જાય છે, એટલે અશાંત–ફદફદતા દુઃખોથી તે મુક્ત થઈ જાય છે.
જેમ ઠંડું જળ તો શાંત હોય પણ તે ઊકળતાં તેમાં ફદફદીયા પડીને તે અશાંત થાય છે; તેમ શાંત જળથી ભરેલું
આ ચૈતન્ય–સરોવર, તેમાં રાગદ્વેષનો ઉકળાટ થતાં દુઃખના ફદફદીયા ઉપડે છે, અશાંતિ થાય છે;
ચૈતન્યસ્વભાવની ભાવનાવડે રાગદ્વેષ ઉપશમી જતાં તે ફદફદતા અશાંત દુઃખોથી જીવ મુક્ત થાય છે ને અતીન્દ્રિય
શાંતિને–આનંદને અનુભવે છે.
–આ પંચાસ્તિકાયના અવબોધનું ફળ છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવનો નિર્ણય કરીને તેની સન્મુખ જે વર્તે છે તે જીવ બંધનરહિત થઈને, દુઃખથી
મુક્ત થઈને, પરમ આનંદને પામે છે. સ્વરૂપની સન્મુખતા વગર અનાદિથી જીવો મહાદુઃખમાં સેકાઈ રહ્યા છે, કળકળતા
તેલમાં સકરકંદ સેકાય તેમ ઘોર દુઃખના ખાડામાં રાગદ્વેષમોહથી જીવો ખદખદી

PDF/HTML Page 16 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૧પઃ
સોનગઢ જિનમંદિરના એક ચિત્રમાં, મથુરાનગરીમાં
ઋદ્ધિધારી સાત મુનિભગવંતો (સપ્તર્ષિ) ની પધરામણીનું
અતિ ભાવવાહી દ્રશ્ય છે...એક સાથે સાત વીતરાગી મુનિવરોને
નીહાળતાં ભક્તહૃદય પ્રફુલ્લિત થાય છે ને તે ચિત્રની કથા
જાણવા માટે સહેજે મનમાં ઉત્કંઠા જાગે છે...પદ્મપુરાણમાંથી
અહીં તે કથા આપવામાં આવી છે. અત્યારે પણ
મથુરાનગરીના જિનમંદિરમાં સપ્તર્ષિ મુનિવરોના પ્રતિમાજી
બિરાજી રહ્યા છે..
રામ–લક્ષ્મણ લંકા વગેરેને જીતીને અયોધ્યામાં પાછા આવ્યા, અને તેમનો રાજ્યાભિષેક થયો, ત્યારબાદ ઘણી
પ્રીતિપૂર્વક ભાઈ શત્રુઘ્નને તેઓએ કહ્યું; બંધુ! તમને જે દેશ ગમે તે લ્યો; જો તમે અયોધ્યા ચાહતા હો તો અડધી
અયોધ્યા લ્યો, અથવા રાજગૃહી, પોદનાપુર વગેરે અનેક રાજધાનીઓમાંથી તમને જે ગમે તેનું રાજ કરો.
ત્યારે શત્રુઘ્ન કહ્યું કે મને મથુરાનું રાજ આપો. રામે કહ્યુંઃ હે ભ્રાત! એ મથુરાનગરીમાં તો રાજા મધુનું રાજ્ય
છે, તે રાવણનો જમાઈ છે, અનેક યુદ્ધને જીતનાર છે અને વળી ચમરઇન્દ્રે તેને ત્રિશૂલરત્ન આપ્યું છે; તેનો પુત્ર
લવણસાગર પણ મહાશૂરવીર છે; એ બંને પિતા પુત્ર જીતવા મુશ્કેલ છે, માટે મથુરા સિવાયનું જે રાજ્ય તમને ગમે તે
લ્યો.
શત્રુઘ્ને કહ્યુંઃ મને મથુરા જ આપો; રણસંગ્રામમાં
___________________________________________________________________________________
રહ્યા છે, તે દુઃખથી મુક્ત થવાની રીત આચાર્યદેવે આ ૧૦૩ મી ગાથામાં બતાવી.
જેઓ વનજંગલમાં વસનારા મહાન સંત છે, જેઓ વિદેહક્ષેત્રે જઈને સીમંધરપરમાત્માની
વાણી સાંભળી આવ્યા છે, જેમના ચારિત્રના પાવર ફાટી ગયા છે અને જેઓ ચૈતન્યના આનંદના
ઝૂલણે ઝૂલી રહ્યા છે, એવા ભગવાન કુંદકુંદાચાર્યદેવનું આ કથન છે; જે જીવ આત્માર્થી થઈને
સમજશે તે દુઃખથી પરિમુક્ત થઈને પરમાનંદને પામશે.
ભ્રાંતિ અને સાવધાની
* “આત્મસ્વભાવની ભ્રાંતિ શું શું ફળ ન આપે?” અને
* “આત્મસ્વભાવની સાવધાની શું શું ફળ ન આપે?”
નિગોદદુઃખ અને સિદ્ધસુખ
* આત્મસ્વભાવની ભ્રાંતિ નિગોદ સુધીના ભીષણ દુઃખ આપે; અને
આત્મસ્વભાવની સાવધાની સિદ્ધદશા સુધીના પરમસુખ આપે.
‘જ્યાં રુચે ત્યાં જાવ’

PDF/HTML Page 17 of 34
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૦
રાજા મધુને હું મધપૂડાની જેમ તોડી પાડીશ.–આમ કહીને શત્રુઘ્ન મથુરા જવા તૈયાર થયો, ત્યારે રામે તેને કહ્યુંઃ ભાઈ,
તું મને એક વચન આપતો જા.
શત્રુઘ્ને કહ્યુંઃ બંધુ! આપ તો મારા પ્રાણના પણ નાથ છો, તો બીજી વસ્તુની શી વાત? એક રાજા મધુ સાથેનું
યુદ્ધ તો હું નહીં છોડું, બીજું આપ જે કહો તે કરું.
રામે કહ્યુંઃ હે વત્સ! તું મધુ સાથે યુદ્ધ કરે તો, જે વખતે તેના હાથમાં ત્રિશૂલ ન હોય તે વખતે કરજે.
શત્રુઘ્ને કહ્યુંઃ આપની આજ્ઞા પ્રમાણે જ હું કરીશ.
ત્યારબાદ જિનદેવની પૂજા કરીને તથા સિદ્ધોને નમસ્કાર કરીને, માતા પાસે આવીને શત્રુઘ્ને વિદાય માટે આજ્ઞા
માંગી; ત્યારે માતાએ કહ્યુંઃ હે વત્સ! તારો વિજય હો! જ્યારે તારો વિજય થશે ત્યારે હું જિનેન્દ્રદેવની મહાપૂજા
કરાવીશ; સ્વયં મંગલરૂપ અને ત્રણ લોકના મંગલકર્તા શ્રી જિનદેવ તારું મંગલ કરો; સર્વજ્ઞ ભગવાનના પ્રસાદથી તારો
વિજય હો...સિદ્ધ ભગવંતો તને સિદ્ધિના કર્તા હો; આચાર્ય–ઉપાધ્યાય તથા સાધુ પરમેષ્ઠી તારા વિઘ્ન હરો ને તારું
કલ્યાણ કરો–આ પ્રમાણે કહીને મંગલકારી માતાએ આશીર્વાદ દીધા, તે માથે ચડાવીને શત્રુઘ્ને માતાને નમસ્કાર કર્યા
અને ત્યાંથી મથુરા તરફ પ્રસ્થાન કર્યું. લક્ષ્મણે તેને સમુદ્રાવર્ત નામનું ધનુષ આપ્યું તથા કૃતાન્તવક્ર સેનાપતિને તેની
સાથે મોકલ્યો.
શત્રુઘ્ન સેનાસહિત મથુરા નજીક આવી પહોંચ્યો ને યમુના નદીને કિનારે પડાવ નાંખ્યો. ત્યાં મંત્રીઓ ચિંતા
કરવા લાગ્યા કે રાજા મધુ તો મોટો માન્ધાતા છે ને આ શત્રુઘ્ન તો બાળક છે, તે શત્રુને કઈ રીતે જીતી શકશે? ત્યારે
કૃતાન્તવક્ર સેનાપતિએ કહ્યુંઃ અરે મંત્રી! તમે સાહસ છોડીને આવા કાયરતાના વચન કેમ કહો છો? જેમ હાથી
મહાબળવાન છે અને સૂંઢવડે મોટા વૃક્ષોને ઊખેડી નાંખે છે, તો પણ સિંહ તેને જીતી લે છે, તેમ મધુરાજા મહાબળવાન
હોવા છતાં શત્રુઘ્ન તેને જરૂર જીતી લેશે. સેનાપતિની આ વાત સાંભળીને સૌ પ્રસન્ન થયા. એવામાં નગરમાં ગયેલા
ગુપ્તચરોએ આવીને સમાચાર આપ્યા કેઃ હાલમાં મધુ રાજા વનક્રીડા માટે નગરની બહાર ઉપવનમાં રહે છે, અને તમે
મથુરા જીતવા માટે આવ્યા છો તેનું પણ તેને ભાન નથી, તેથી અત્યારે મથુરા સહેલાઈથી હાથ આવે તેમ છે.–એ
સાંભળીને શત્રુઘ્ને પોતાના યોદ્ધાઓ સહિત મથુરાનગરીમાં પ્રવેશ કર્યો.–જેમ યોગીઓ કર્મનાશ કરીને સિદ્ધપુરીમાં
પ્રવેશ કરે તેમ શત્રુઘ્ને દરવાજા તોડીને મથુરાનગરીમાં પ્રવેશ કર્યો, અને આયુધશાળા પોતાના કબજે કરી લીધી.
પરચક્રના આગમનથી નગરજનો ભયભીત થઈ ગયા, પરંતુ શત્રુઘ્ને એમ કહીને તેમને ધૈર્ય બંધાવ્યું કે અહીં શ્રીરામનું
રાજ્ય છે, તેમાં કોઈને દુઃખ કે ભય નથી.
શત્રુઘ્ને મથુરામાં પ્રવેશ કર્યો તે સાંભળીને રાજા મધુ ક્રોધપૂર્વક ઉપવનમાંથી નગર તરફ આવ્યો. પરંતુ દ્વાર પર
શત્રુઘ્નના સુભટોની ચોકી હોવાથી તે મથુરામાં પ્રવેશ ન કરી શક્યો;– જેમ મુનિરાજના હૃદયમાં મોહ પ્રવેશી ન શકે તેમ
અનેક ઉપાય કરવા છતાં તે રાજા નગરીમાં પ્રવેશી ન શક્યો. જો કે તે ત્રિશૂલથી રહિત થઈ ગયો હતો તોપણ
મહાઅભિમાનથી તેણે શત્રુઘ્ન સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં રાજા મધુનો પુત્ર લવણસાગર કૃતાન્તવક્રના પ્રહારથી મરણ
પામ્યો. પુત્રનું મૃત્યુ દેખીને મધુ રાજા અત્યંત શોક અને ક્રોધપૂર્વક શત્રુઘ્નના સૈન્ય સામે લડવા લાગ્યો. પરંતુ જેમ
જિનશાસનના સ્યાદ્વાદી પંડિત સામે કોઈ એકાંતવાદી ટકી ન શકે તેમ શત્રુઘ્નની વીરતા સામે મધુ રાજાના કોઈ યોદ્ધા
ટકી ન શક્યા.
આથી શત્રુઘ્નને દુર્જય જાણીને તથા પોતાને ત્રિશૂલ આયુધથી રહિત જાણીને, તેમજ પુત્રનું મૃત્યુ દેખીને અને
પોતાનું આયુષ્ય પણ અલ્પ જાણીને, મધુ રાજા અત્યંત વિવેકપૂર્વક વિચારવા લાગ્યોઃ “અહો! સંસારનો સમસ્ત આરંભ
મહાહિંસારૂપ અને દુઃખ દેનાર છે તેથી તે સર્વથા ત્યાજ્ય છે; આ ક્ષણભંગુર સંસારમાં મૂઢ જીવો રાચે છે. આ જગતમાં
ધર્મ જ પ્રશંસાયોગ્ય છે. આ દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જે જીવ ધર્મને વિષે બુદ્ધિ નથી કરતો તે મોહવડે ઠગાયો થકો
અનંત ભવભ્રમણ કરે છે. અરે! મેં પાપીએ અસારરૂપ સંસારને સાર જાણ્યો, ક્ષણભંગુર શરીરને ધ્રુવ જાણ્યું ને અત્યાર
સુધી આત્મહિત ન કર્યું..જ્યારે હું સ્વાધીન હતો ત્યારે મને સુબુદ્ધિ ન ઉપજી, હવે તો મારો અંતકાળ આવ્યો..સર્પ ડશે તે
વખતે દૂરદેશથી મણિમંત્ર કે ઔષધ મંગાવવા શા કામના? માટે હવે હું સર્વ ચિંતા છોડીને નિરાકુળપણે મારા મનનું
સમાધાન કરું.” યુદ્ધમાં હાથીના હોદ ઉપર બેઠા બેઠા મધુરાજા

PDF/HTML Page 18 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
આ પ્રમાણે વિચારીને મુનિભાવના ભાવવા લાગ્યો..તથા અરહન્ત–સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય અને સાધુઓને
મન–વચન–કાયાથી વારંવાર નમસ્કાર કરવા લાગ્યો; અને વિચારવા લાગ્યો કે અરિહંતો–સિદ્ધો–સાધુઓ અને
કેવળીપ્રરૂપિતધર્મ તે જ મંગલરૂપ છે, તે જ ઉત્તમ રૂપ છે અને તેનું જ મને શરણ છે; અઢીદ્વીપની અંદર કર્મભૂમિ(
પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ વિદેહ)માં જે ભગવાન અર્હંતદેવો છે તેઓ મારા હૃદયમાં વસો..તેમને હું
વારંવાર નમસ્કાર કરું છું...હવે સર્વ પાપને હું યાવત્ જીવન છોડું છું, ચારે પ્રકારના આહારને ત્યાગું છું,
પૂર્વોપાર્જિત પાપની નિંદા કરું છું, અને સમસ્ત વસ્તુનું પ્રત્યાખ્યાન કરું છું...અનાદિકાળથી સંસારને વિષે
ઉપાર્જેલાં મારાં દુષ્કૃત્યો મિથ્યા થાઓ...હવે હું તત્ત્વજ્ઞાનમાં સ્થિર થઈને, તજવાયોગ્ય જે રાગાદિક તેને તજું છું
અને ગ્રહવાયોગ્ય જે નિજભાવ–જિનભાવ તેને ગ્રહું છું; જ્ઞાનદર્શન મારો સ્વભાવ જ છે, તે મારાથી અભેદ્ય છે,
અને શરીરાદિક સમસ્ત પદાર્થો મારાથી જુદા છે...સંન્યાસમરણ વખતે ભૂમિનો કે તૃણાદિનો સંથારો તે ખરો
સંથારો નથી, પણ દોષરહિત એવો શુદ્ધ આત્મા પોતે જ પોતાનો સંથારો છે.–આમ વિચારીને મધુ રાજાએ બંને
પ્રકારના પરિગ્રહો ભાવથી છોડયા. જેનું શરીર અનેક ઘાથી ઘવાયેલું છે એવો મધુરાજા હાથીની પીઠ ઉપર બેઠા
બેઠા જ કેશલોચ કરવા લાગ્યો...વીરરસ છોડીને શાંતરસ અંગીકાર કર્યો...અને મહાધૈર્યપૂર્વક અધ્યાત્મ યોગમાં
આરૂઢ થઈને કાયાનું મમત્વ છોડી દીધું..
મધુ રાજાની આવી પરમ શાંતદશા દેખીને તેને નમસ્કાર કરતો થકો શત્રુઘ્ન કહેવા લાગ્યોઃ ‘હે સાધો! મારો
અપરાધ ક્ષમા કરો...ધન્ય છે આપના વૈરાગ્યને! યુદ્ધ દરમિયાન મધુ રાજાનો પ્રથમ વીરરસ અને પછી શાંતરસ દેખીને
દેવો પણ આશ્ચર્યપૂર્વક પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા..મહાધીર મધુરાજ એક ક્ષણમાં સમાધિમરણ કરીને ત્રીજા સ્વર્ગમાં દેવ
થયા. અને શત્રુઘ્ને તેમની સ્તુતિ કરીને મથુરાનગરીમાં પ્રવેશ કર્યો.
અસુરેન્દ્રે (અર્થાત્ ચમરેન્દ્રે) મધુરાજાને જે મહા પ્રચંડ ત્રિશૂલ આપેલ હતું તેનો અધિષ્ઠાતા દેવ મધુ
રાજાના મરણથી ખેદખિન્ન થઈને અસુરેન્દ્ર પાસે આવ્યો, અને લડાઈના તથા મધુરાજાના મરણના સમાચાર
કહ્યા. અસુરેન્દ્રને મધુરાજા સાથે અત્યંત મિત્રતા હતી. તેથી મહાક્રોધપૂર્વક પાતાળમાંથી નીકળીને તે મથુરા
આવવા ઉદ્યમી થયો.
તે વખતે ગરુડેન્દ્ર તેની પાસે આવ્યો ને પૂછયુંઃ હે દૈત્યેન્દ્ર! કઈ તરફ જવાની તૈયારી કરો છો?
ચમરેન્દ્રે કહ્યું– જેણે મારા મિત્ર મધુને માર્યો છે તેને કષ્ટ દેવા માટે જાઉં છું.
ગરુડેન્દ્રે કહ્યું–શું વિશલ્યાનું માહાત્મ્ય તમે નથી જાણતા? યુદ્ધમાં જ્યારે રાવણની અમોઘશક્તિથી લક્ષ્મણજી
મૂર્ચ્છિત થઈ ગયા હતા ત્યારે એ વિશલ્યાના સ્નાનજળના પ્રભાવથી જ એ અમોઘશક્તિ ભાગી ગઈ હતી, એ શું તમે
નથી સાંભળ્‌યું? (વિશલ્યા તે લક્ષ્મણની પટરાણી છે.)
ચમરેન્દ્રે કહ્યુંઃ વિશલ્યાની એ અદ્ભુતશક્તિ કુમાર અવસ્થામાં જ હતી, અત્યારે તો તે વિષરહિત નાગણી
સમાન થઈ ગઈ છે; જ્યાં સુધી તેણે વાસુદેવનો આશ્રય નહોતો કર્યો ત્યાં સુધી જ બ્રહ્મચર્યના પ્રસાદથી તેની
અસાધારણ શક્તિ હતી; અત્યારે જો કે તે પતિવ્રતા છે પણ બ્રહ્મચારિણી નથી, તેથી હવે તેનામાં તેવી શક્તિ
નથી. તેથી હવે હું મારા મિત્ર મધુરાજાના શત્રુ ઉપર જઈને તેનું વેર વાળીશ.–આમ કહીને તે ચમરેન્દ્ર મથુરા
આવ્યો.
મથુરા આવીને ચમરેન્દ્રે જોયું કે અહીં ઠેર ઠેર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે...મથુરાનગરીમાં જેવો ઉત્સવ મધુરાજાના
વખતમાં હતો તેવો જ ઉત્સવ નગરજનો અત્યારે પણ ઊજવી રહ્યા છે. આ જોઈને ચમરેન્દ્રે વિચાર્યું કે અરે! આ લોકો
મહાદુષ્ટ અને કૃતઘ્ની છે, નગરીનો ધણી તેના પુત્ર સહિત મૃત્યુ પામ્યો છે ને બીજો રાજા આવીને બેઠો છે છતાં આ
લોકોને શોક નથી પણ ઊલટો હર્ષ છે! જેની ભુજાની છાયમાં ઘણા કાળ સુધી સુખથી રહ્યા છતાં તે મધુરાજાના મરણથી
આ લોકોને કેમ કાંઈ દુઃખ ન થયું? આ લોકો મહાકૃતઘ્ની અને મૂર્ખ છે, માટે હું તેનો નાશ કરી નાંખું, આખી
મથુરાપુરીનો ક્ષય કરી નાંખું! આ રીતે મહાક્રોધપૂર્વક તે અસુરેન્દ્ર મથુરાનગરીના લોકો ઉપર ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો.
આખી નગરીમાં ભયંકર મરકી ફેલાઈ ગઈ..જે જ્યાં ઊભા હતા તે ત્યાં ઊભા ઊભા જ મરવા લાગ્યા...બેઠેલા બેઠા બેઠા
મરવા લાગ્યા...સૂતેલા સૂઈ

PDF/HTML Page 19 of 34
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ૧૮૦
જ રહ્યા..આમ ઘોર મરકીના રોગથી આખી નગરીમાં હાહાકાર થઈ ગયો...અને દેવકૃત ઉપસર્ગ સમજીને શત્રુઘ્ન પણ
અયોધ્યા આવતો રહ્યો.
જો કે અયોધ્યાપુરી મહાસુંદર છે તો પણ શત્રુઘ્નનું ચિત્ત તેમાં અનુરાગી થતું નથી, તેનું ચિત્ત તો
છે.
શત્રુઘ્ને કયા કારણથી મથુરાની જ માગણી કરી? તેને અયોધ્યા કરતાં પણ મથુરાનો નિવાસ કેમ વધુ
પ્રિય લાગ્યો? સ્વર્ગ સમાન બીજી અનેક રાજધાનીઓ હોવા છતાં તેને ન ઇચ્છતાં મથુરાની જ ઇચ્છા કેમ કરી?
મથુરા પ્રત્યે શત્રુઘ્નને આટલી બધી પ્રીતિ કેમ? તેના ખુલાસામાં શાસ્ત્રકાર કહે છે કે શત્રુઘ્નના જીવે પૂર્વે અનેક
ભવ મથુરામાં (અર્થાત્ મધુપુરીમાં) કર્યા છે તેથી મથુરા પ્રત્યે તેને અધિક સ્નેહ છે. શત્રુઘ્નનો જીવ સંસારને
વિષે અનંત ભવોમાં ભ્રમણ કરતાં કરતાં એક વાર મથુરામાં યમનદેવ નામનો મનુષ્ય થયો, મહાક્રૂર ધર્મવિમુખ
પરિણામથી મરીને તિર્યંચગતિમાં અનેક ભવ કર્યાં; પછી કુલંધર નામનો દુરાચારી બ્રાહ્મણ થયો, ત્યાથી તપ
કરીને સ્વર્ગમાં ગયો; ત્યાંથી પાછો મથુરાનગરીમાં ચંદ્રપ્રભ રાજાનો અચલ નામનો પુત્ર થયો; તે અચલકુમારને
વનમાં એક વાર કાંટો લાગેલ તે અપકુમાર નામના પુરુષે કાઢી આપ્યો, તેથી તે બંનેને મિત્રતા થઈ. જ્યારે
અચલકુમારે અનેક દેશો સહિત મથુરા નગરીનું રાજ મેળવ્યું ત્યારે તેણે પોતાના મિત્ર અપકુમારને તેની
જન્મભૂમિ શ્રીવસ્તી નગરીનું રાજ્ય આપ્યું, અને બંને મિત્રો ભેગા જ રહેવા લાગ્યા; એક દિવસે યશસમુદ્ર
આચાર્ય પાસે બંને મિત્રોએ મુનિદીક્ષા લીધી, અને સમ્યગ્દર્શનપૂર્વક પરમ સંયમ આરાધીને સમાધિમરણ કરીને
ઉત્કૃષ્ટ દેવ થયા. ત્યાંથી ચ્યવીને અચલકુમારનો જીવ તો રાજા દશરથની સુપ્રભારાણીનો પુત્ર શત્રુઘ્ન થયો, અને
તેના મિત્ર અપકુમારનો જીવ કૃતાન્તવક્ર સેનાપતિ થયો. આ કારણે શત્રુઘ્નને મથુરાનગરી વિષે વિશેષ પ્રીતિ
હતી.
આ તરફ મથુરાનગરીમાં ચમરેન્દ્રકૃત ઘોર મરકીનો ઉપદ્રવ ચાલી રહ્યો હતો; એવામાં શું બન્યું?–
આકાશમાં ગમન કરનારા અને સૂર્ય સમાન તેજસ્વી એવા ચારણ ઋદ્ધિધારી સાત ઋષિ–મુનિવરો
વિહાર કરતા કરતા મથુરાપુરીમાં પધાર્યા. શ્રી મનુ, સુરમન્યુ, નિચય, સર્વસુંદર, જયવાન,
વિનયલાલ અને સંજયમિત્ર–એ નામના સાતેય મુનિવરો મહાચારિત્રના ધારક હતા, અને
તેઓ સગા ભાઈ હતા. શ્રી નંદન રાજા અને ધરણી–સુંદરી રાણીના તેઓ પુત્ર હતા.
પ્રીતંકરસ્વામીનું કેવળજ્ઞાન દેખીને તે સાતેય પુત્રો પિતા સાથે જ વૈરાગ્ય પામ્યા હતા; અને
માત્ર એક મહિનાના તુંબરુ નામના પુત્રને રાજ્ય આપીને પિતા તથા સાતેય પુત્રો
પ્રીતંકરસ્વામી પાસે દીક્ષા લઈને મુનિ થયા હતા. પિતા શ્રીનંદન તો કેવળી થયા, અને આ
સાતેય પુત્રો ચારણઋદ્ધિ વગેરે અનેક ઋદ્ધિઓના ધારક શ્રુતકેવળી થયા, –કેવળી પ્રભુના
નંદન થયા. એ ગગનવિહારી સપ્તર્ષિ શ્રુતકેવળી ભગવંતો પૃથ્વીને પાવન કરતા કરતા
મથુરાપુરીમાં પધાર્યા, અને ચાતુર્માસ માટે મથુરાના વનમાં એક વટવૃક્ષ નીચે બિરાજ્યા.
મથુરાપુરીમાં આ સપ્તર્ષિ ભગવંતોના પુનિત પગલાં થતાં જ તેમના તપના પ્રભાવથી, ચમરેન્દ્રે
ફેલાવેલો મરકીનો ઘોર ઉપસર્ગ એકદમ દૂર થઈ ગયો અને આખી મથુરાનગરી સુખરૂપ થઈ
ગઈ. જેમ સૂર્યનું આગમન થતાં અંધકાર ભાગે તેમ સપ્તર્ષિ મુનિવરોનું આગમન થતાં જ
તેમના પ્રતાપથી મરકી રોગનો ઘોર ઉપદ્રવ દૂર થઈ ગયો, અને આખી નગરીમાં શાંતિ થઈ
ગઈ, ફળ–ફૂલ ખીલી ગયા, વૃક્ષો અને વેલડીઓ પ્રફુલ્લિત થયા, વગર વાવ્યે ધાન્ય ઊગવા
માંડયાં; સમસ્ત રોગરહિત મથુરાપુરી ખૂબ જ સુશોભિત બની ગઈ, અને નગરજનોએ
મહાઆનંદપૂર્વક એ સાત મુનિવરોનાં દર્શન–પૂજન કર્યાં.

PDF/HTML Page 20 of 34
single page version

background image
આસોઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
(મથુરાનગરીમાં સપ્તર્ષિ મુનિવરોના આગમનનો આ આનંદમય પ્રસંગ જિનમંદિરના ચિત્રમાં આલેખવામાં
આવ્યો છે. જેમનાં દર્શન કરતાં જ ભક્તોના હૃદયમાં આનંદની ઊર્મિ જાગે એવા સપ્તર્ષિ મુનિ ભગવંતોની હારમાળા
મથુરાના જિનમંદિરમાં બિરાજી રહી છે. મથુરામાં “સપ્તર્ષિ–ટીલા” નામનું એક સ્થાન પણ છે.)
– એ સપ્તર્ષિ મુનિ ભગવંતોને અમારા નમસ્કાર હો.
આ સપ્તર્ષિ મુનિભગવંતો અનેકવિધ તપ કરતા થકા ચોમાસું તો મથુરાના વન વિષે જ રહ્યા છે, અને
પારણું ચારણઋદ્ધિના પ્રભાવથી બીજી ગમે તે નગરીમાં કરી આવે છે. આકાશમાર્ગે ક્ષણમાત્રમાં કોઈ વાર
પોદનાપુર જઈને પારણું કરી આવે, તો કોઈ વાર વિજયપુર જાય, કોઈ વાર ઉજ્જૈન જાય તો કોઈ વાર
સૌરાષ્ટ્રમાં પધારે. (ચારણઋદ્ધિધારી મુનિવરો આકાશમાં વિચરે છે ને ચોમાસામાં પણ વિહાર કરે છે.)–આ
પ્રમાણે ગમે તે નગરીમાં જઈને ઉત્તમ શ્રાવકને ત્યાં આહાર કરી આવે ને પાછા મથુરાનગરીમાં આવીને રહે. એ
ધીર–વીર મહાશાંત મુનિવરો એક વાર આહારના સમયે અયોધ્યા નગરીમાં પધાર્યા અને અર્હદત્ત શેઠના ઘરની
સમીપ આવ્યા.
એકાએક આ મુનિવરોને જોઈને અર્હદત્ત શેઠે વિચાર્યુંઃ “અરે! ચોમાસામાં તો મુનિઓ વિહાર કરે નહીં,
ને આ મુનિઓ અયોધ્યામાં ક્યાંથી આવ્યા? ચોમાસા પહેલાં તો આ મુનિઓ અહીં આવ્યા નથી, કેમકે આ
અયોધ્યાની આસપાસ વનમાં, ગૂફામાં, નદીકિનારે, વૃક્ષ નીચે કે વનના ચૈત્યાલયોમાં જ્યાં જ્યાં સાધુઓ
ચાતુર્માસ રહ્યા છે તે સર્વેને મેં વંદ્યા છે, પરંતુ આ સાધુઓને મેં ક્યાંય દેખ્યા નથી, માટે આ સાધુઓ
આચારંગસૂત્રની આજ્ઞાથી પરાંગમુખ સ્વેચ્છાવિહારી લાગે છે તેથી વર્ષાકાળમાં પણ જ્યાં ત્યાં ભમતા ફરે છે.
જો જિનઆજ્ઞાના પાલક હોય તો વર્ષાકાળમાં વિહાર કેમ કરે? માટે તે જિનાજ્ઞાથી બહાર છે.”–આમ વિચારી
અર્હદત્ત શેઠે તો મુનિવરોનો આદર ન કર્યો ને ત્યાંથી ચાલ્યા ગયા; પણ તેમની પુત્રવધુએ અતિભક્તિથી
વિધિપૂર્વક મુનિવરોને પ્રાસુક આહારદાન કર્યું.
આહાર કરીને સાત મુનિવરો ભગવાનના ચૈત્યાલયમાં આવ્યા; તે ચૈત્યાલયમાં દ્યુતિભટ્ટારક આચાર્ય
બિરાજતા હતા. સાત ઋષિ મુનિવરો ઋદ્ધિના પ્રભાવથી ચાર અંગુલ અલિપ્તપણે એટલે કે જમીનથી ચાર
આંગળ ઊંચે ચાલ્યા આવતા હતા, ચૈત્યાલયમાં આવતાં તેમણે પૃથ્વી પર પગ મૂકયો. આ સપ્તર્ષિ ભગવંતોને
જોતાં જ દ્યુતિભટ્ટારક–આચાર્ય ઊભા થયા અને ઘણા આદરથી તેઓને નમસ્કાર કર્યા, બીજા બધા શિષ્યોએ
પણ નમસ્કાર કર્યાં; સપ્તર્ષિ ભગવંતોએ તેમની સાથે ધર્મચર્ચા કરી, અને પછી ચૈત્યાલયમાં જિનવંદના કરીને
તેઓ તો પાછા મથુરાનગરીમાં પધાર્યાં.
સપ્તર્ષિ મુનિવરોના ગયા પછી થોડીવારે અર્હદત્ત શેઠ ચૈત્યાલયમાં આવ્યા, ત્યારે દ્યુતિભટ્ટારક આચાર્યે
તેમને કહ્યું– “સાત મહર્ષિ મહાયોગીશ્વર ચારણ મુનિવરો અહીં આવ્યા હતા, તમેય તેમનાં દર્શન કર્યા હશે; તે
મહામુનિવરો મહાતપના ધારક છે, અને ચાતુર્માસ મથુરાનગરીમાં રહ્યા છે; ચારણઋદ્ધિથી ગગન–વિહાર કરીને
તેઓ આહાર માટે ગમે ત્યાં જાય છે, આજે તેઓએ આ અયોધ્યાપુરીમાં આહાર કર્યો, અને પછી ચૈત્યાલયના
દર્શન કરવા આવ્યા, અમારી સાથે ધર્મચર્ચા પણ કરી, અને પછી મથુરાનગરી તરફ સીધાવ્યા. એ
મહાવીતરાગી, ગગનગામી, પરમ ઉદાર ચેષ્ટાના ધારક મુનિવરો વંદનીય છે.”–ઇત્યાદિ પ્રકારે આચાર્યના
મુખથી ચારણ મુનિઓનો મહિમા સાંભળીને, શ્રાવક શિરોમણિ અર્હદત્ત શેઠ ખેદખિન્ન થઈને ખૂબજ પશ્ચાત્તાપ
કરવા લાગ્યા–‘અરે! મને ધિક્કાર છે...મેં મુનિવરોને ન ઓળખ્યા! મારા આંગણે પધારેલા મુનિભગવંતોનો મેં
આદર ન કર્યો...હા! મારા જેવો અધમ કોણ? એ મુનિવરો આહાર અર્થે મારા આંગણે પધાર્યા, પણ મેં નવધા
ભક્તિપૂર્વક તેમને આહાર ન આપ્યો...મારા જેવો પામર–અજ્ઞાની બીજો કોણ કે આંગણે આવેલા સંતોને પણ
હું ન ઓળખી શક્યો!! ચારણ મુનિવરોની તો એ જ રીત છે કે ચોમાસામાં નિવાસ તો એકસ્થાને કરે, પણ
આહાર અનેક નગરીમાં કરી આવે. ચારણઋદ્ધિના પ્રભાવથી તેમના શરીરવડે જીવોને બાધા થતી નથી. અહા!
જ્યાંસુધી એ ચારણઋદ્ધિધારક મુનિ ભગવંતોના હું દર્શન નહીં કરું ત્યાં સુધી મારા મનનો સંતાપ મટશે
નહીં.”–આમ પશ્ચાત્તાપથી અતિ ભક્તિભીના ચિત્તે અર્હદત્ત શેઠ સાત મુનિવરોના દર્શનને ઝંખવા લાગ્યા.