Atmadharma magazine - Ank 242-243
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 37
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૨૧
સળંગ અંક ૨૪૨–૨૪૩
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 37
single page version

background image
વર્ષઃ ૨૧વીર સં.
અંકઃ ૨–૩ર૪૯૦
૨૪૨–૨૪૩
તંત્રી
જગજીવન બાવચંદ દોશી
માગશર–પોષ
જી....વ.....ન.....માં
જીવનમાં હરેક પ્રસંગે અધ્યાત્મનો પ્રેમ અને ધૈર્ય રાખવું
એ આપણું કર્તવ્ય છે. પરંતુ એટલામાં જ આપણો પ્રયત્ન પૂરો
નથી થતો; એ તો હજી પ્રયત્ન ઉપડવાની પૂર્વ ભૂમિકા જ છે.
જીવનમાં એ અધ્યાત્મપ્રેમરૂપી દાદરો હાથમાં આવ્યો કે તરત
તેના પગથિયા ચડવાના છે. અધ્યાત્મપ્રેમ એ અનુભવનો દાદરો
છે. અધ્યાત્મપ્રેમ જેટલો વધુ તેટલો અનુભવ નજીક.
અધ્યાત્મની ચર્ચા પ્રેમપૂર્વક સાંભળે છે તે ધન્ય છે–એમ
સંતોએ કહ્યું છે, તો પછી સાક્ષાત્ અધ્યાત્મના અનુભવરૂપ
પરિણમેલા ધર્માત્માની શી વાત!! એવા સંતના શરણમાં રહીને
જીવનમાં અધ્યાત્મપ્રેમને વધુ ને વધુ પુષ્ટ કરીએ ને
જીવનસાધના સફળ બનાવીએ....એ જીવનમાં એક જ કર્તવ્ય છે.

PDF/HTML Page 3 of 37
single page version

background image
તુરત લક્ષમાં લેશો....જી
આગામી વૈશાખ સુદ બીજે મુંબઇ નગરીમાં પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની
૭પ મી જન્મજયંતી હીરકજયંતી મહોત્સવ તરીકે ઉજવાશે, તે પ્રસંગે એક અભિનંદનગ્રંથ
પ્રસિદ્ધ થશે. તે અભિનંદનગ્રંથની સંપાદકસમિતિ તરફથી દરેક ગામના મુમુક્ષુ મંડળને
નીચેની બાબતો તુરત મોકલવા વિનંતિ કરવામાં આવે છે.
(૧) આપના ગામના જિનમંદિરનો ફોટો. (કેબીનેટ સાઇઝ)
(૨) મૂળનાયક ભગવાનનો ફોટો. (નામ સહિત)
(૩) મુમુક્ષુમંડળનો ગ્રૂપ ફોટો. (પ્રમુખનું નામ)
(૪) મુમુક્ષુમંડળ તરફથી શ્રદ્ધાંજલિરૂપ લેખ.
* આ ઉપરાંત કોઇ વિશેષ ફોટા, લેખ વગેરે હોય તો તે.
રાજકોટ, જામનગર, ગોંડલ, મોરબી, વાંકાનેર, જેતપુર, વડીઆ, સાવરકુંડલા,
અમરેલી, આંકડિયા, સુરેન્દ્રનગર, ચોટીલા, વઢવાણ શહેર, જોરાવરનગર, લીમડી,
રાણપુર, બોટાદ, લાઠી, વીંછીયા, ઉમરાળા, ભાવનગર, સોનગઢ, કલકત્તા, જમશેદપુર,
જયપુર, અજમેર, પાલેજ, સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઇ, રાંચી, ખૈરાગઢ, જલગાંવ,
ઈન્દોર, ભોપાલ. દિલ્હી, ખંડવા, આગ્રા, કિસનગઢ, સનાવદ, ગુના, મલકાપુર, ઉજ્જૈન,
મદ્રાસ, દેહગામ, ગુજરાત વગેરે ભારતભરના, તેમજ વિદેશમાં આફ્રિકા, જાપાન, બર્મા
વગેરેના મુમુક્ષુઓને પણ ઉપરોક્ત વસ્તુઓમાંથી જે શક્ય હોય તે તુરત મોકલવાની
વિનંતિ છે, કેમકે થોડાજ વખતમાં ગ્રંથનું છાપકામ શરૂ કરવાનું છે.
મોકલવાનું સરનામું–
શ્રી કાનજીસ્વામી અભિનંદન–ગ્રંથ સમિતિ
C/o દિગંબર જૈન મુમુક્ષુમંડળ,
૧૭૩–૧૭પ મમ્બાદેવી રોડ, મુંબઇ–૨
આત્માર્થિતા વાત્સલ્ય ને દેવગુરુધર્મની સેવાનો સંદેશ
આપતું અધ્યાત્મપ્રેમી જિજ્ઞાસુઓનું માનીતું માસિક
આત્મધર્મ
વાર્ષિક લવાજમ ચાર રૂપીઆ
પ્રાપ્તિસ્થાનઃ દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૧ઃ
સાચો પુરુષાર્થ કદી નિષ્ફળ જતો નથી
જીવ અંતરના ખરા અભ્યાસવડે પ્રયત્ન કરે તો ઉત્કૃષ્ટ છ મહિનામાં જરૂર
આત્માનો અનુભવ અને સમ્યગ્દર્શન થાય.–એ સાંભળીને એક વ્યક્તિએ પૂછયું કે અમે
પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ પણ સમ્યગ્દર્શન થતું નથી?
તેના ઉત્તરમાં ગુરુદેવે કહ્યું કે અરે ભાઈ! સમ્યક્ત્વ માટેનો ખરો પુરુષાર્થ કરે
અને સમ્યક્ત્વ ન થાય એમ બને નહિ. કારણ પ્રમાણે કાર્ય થાય જ–એવી કારણ–
કાર્યની સંધિ છે. કાર્ય નથી પ્રગટતું તો સમજ કે તારા કારણમાં જ ક્યાંક ભૂલ છે.
તારો પુરુષાર્થ કયાંક રાગની રુચિમાં રોકાયેલો છે. જો સ્વભાવ તરફના પુરુષાર્થની
ધારા ઉપડે તો અંતર્મુહૂર્તમાં જરૂર નિર્વિકલ્પ અનુભવ સહિત સમ્યગ્દર્શન થાય.
સ્વભાવનો પ્રયત્ન કરે નહિ, પ્રયત્ન તો રાગનો કરે અને કહે કે અમે ઘણો
પ્રયત્ન કરીએ છીએ છતાં સમ્યક્ત્વ થતું નથી, તેને કારણ–કાર્યના મેળની ખબર
નથી. કારણ આપે રાગનું, અને કાર્ય માંગે વીતરાગનું, પ્રયત્ન કરે વિભાવનો અને
કાર્ય માગે સ્વભાવનું–એ કયાંથી મળે? ભાઈ, સમ્યક્ત્વને યોગ્ય કારણ તું આપ તો
જરૂર સમ્યગ્દર્શનરૂપ કાર્ય પ્રગટે. એ સિવાય બીજા લાખ કારણ ગમે તેટલો કાળ
સેવ્યા કર તોપણ તેમાંથી સમ્યક્ત્વરૂપ કાર્ય આવે નહિ. માટે સમ્યક્ત્વનો ખરો
પુરુષાર્થ શું છે તે સમજ, અને યથાર્થ કારણ–કાર્યનો મેળ સમજીને પુરુષાર્થ કર, તો
તારું કાર્ય પ્રગટે. સાચો પુરુષાર્થ કદી નિષ્ફળ જતો નથી.

PDF/HTML Page 5 of 37
single page version

background image
ઃ ૨ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
ધ....ર્મા....ત્મા....નો સં....ગ
સત્સંગનું વિધાન કરતાં ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કેઃ લૌકિકજનના
સંગથી સંયત પણ અસંયત થાય છે; તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત થવા ઇચ્છતો
હોય તો તે સમાન ગુણવાળા શ્રમણના અર્થાત્ અધિક ગુણવાળા શ્રમણના સંગમાં
નિત્ય વસો–
તેથી શ્રમણને હોય જો દુઃખમુક્તિ કેરી ભાવના.
તો નિત્ય વસવું સમાન અગર વિશેષ ગુણીના સંગમાં.
(૨૭૦)
અહા, મુનિઓને સંબોધીને પણ આ સત્સંગનો ઉપદેશ છે, તો બીજા
જિજ્ઞાસુઓની તો શી વાત! તેણે તો આત્માર્થ સાધવા માટે જરૂર ધર્માત્મા–ગુણીજનોના
સત્સંગમાં રહેવું આવશ્યક છે.
વર્તમાન કળિયુગમાં પણ પૂ. શ્રી કહાનગુરુ જેવા મંગલમૂર્તિ સંતધર્માત્માઓનો
આપણને સાક્ષાત્ સુયોગ સાંપડયો છે તે ખરેખર આપણું પરમ ભાગ્ય છે. ધર્મના
જિજ્ઞાસુ આત્માર્થી જીવને દુઃખપ્રસંગોથી ભરપૂર આ જગતમાં ધર્માત્માનો યોગ મહા
શરણરૂપ છે. અને ધર્માત્માનો યોગ મળ્‌યા પછી ધર્માત્માની શીળી છત્રછાયામાં નિરંતર
વસવાનો સુયોગ બનવો તે તો મુમુક્ષુને માટે મહાભાગ્યની વાત છે. જેમ મા–બાપની
હાજરીમાત્ર પણ બાળકને પ્રસન્નકારી ને હિતકારી છે તેમ ધર્માત્માનો યોગ મુમુક્ષુજીવને
પ્રસન્નકારી ને હિતકારી છે.
આત્માર્થી જીવ સદાય પોતાની નજર સમક્ષ ધર્માત્માને દેખી દેખીને પોતાના
આત્માર્થનું પોષણ કરે છે....પોતાનું આખુંય જીવન ધર્માત્માના જીવન અનુસાર કરવા
ભાવના ભાવે છે....એટલે ધર્માત્માના આરાધકજીવનને ધ્યેયરૂપ રાખીને જ તે પોતાનું
જીવન જીવે છે. અને જ્યારે ધર્માત્માની મીઠી નજર કે મધુર વાણી તેના ઉપર વર્ષે છે
ત્યારે તે આત્માર્થીનો આત્મા એવો તો આહ્લાદિત થાય છે કે જાણે સન્તોના અતીન્દ્રિય
આનંદની જ પ્રસાદી મળી હોય!
આત્માર્થનું રક્ષણ કરનારી અને સદાય સન્માર્ગે દોરનારી એવી જ્ઞાની ગુરુઓની
મંગળછત્રછાયા જેના શિર ઉપર વર્તી રહી છે એવા જીવને જગતની ચિંતાઓ સતાવી
શકતી નથી, કેમકે ધર્માત્માનું દર્શનમાત્ર પણ સંસારસંબંધી સમસ્ત ચિંતાઓને
ભૂલાવીને આત્માને મોક્ષમાર્ગ પ્રત્યે ઉત્તેજિત કરે છે.
અહા, આવા ધર્માત્માઓ જગતમાં સદા જયવંત વર્તો કે જેમના સંગથી
સમ્યક્ત્વાદિ ગુણોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થાય છે.

PDF/HTML Page 6 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૩ઃ
અતીન્દ્રિય આત્મા કઈ રીતે ગ્રહાય?
પ્રવચનસારની ૧૭૨ મી ગાથામાં ૨૦ બોલથી આચાર્યદેવે
આત્માનું અસાધારણ સ્વરૂપ ઘણું સ્પષ્ટ સમજાવ્યું છે. ગુરુદેવને તે
ઘણું પ્રિય છે. તેઓ કહે છે કે જુઓ ભાઈ! જેણે અસાધારણ
ચિહ્નવડે આત્માને ઓળખવો હોય, જેણે સમ્યગ્દર્શન પ્રગટ કરવું
હોય–તેને માટે આ મૂળ વાત છે. આ ગાથા ઉપરના અદ્ભુત
પ્રવચનોનું દોહન કરીને કેટલોક ભાગ ‘આત્મધર્મ’ના ગતાંકમાં
આપ્યો છે. અહીં વિશેષ આપવામાં આવ્યું છે.–
અહા, મુનિઓએ જંગલમાં બેઠાબેઠા અંતરમાં ઊંડા ઊતરીને આત્માને તો
સાધ્યો ને જગતના જીવોને માટે પણ તેનું સ્વરૂપ ખુલ્લું મુકી દીધું. સ્વસંવેદનમાં
જેણે સિદ્ધના ભેટા કર્યા, ને અલ્પકાળમાં જેઓ પોતે સિદ્ધ થઇ જશે એવા
સાધકસંતોનું આ કથન છે. તેને ઓળખતા સાધકપણું થાય, ને સિદ્ધના ભેટા થાય.
આત્માને જાણવાનું અસાધારણ ચિહ્ન શું છે? એમ જિજ્ઞાસુ શિષ્યનો પ્રશ્ન છે,
તેને આચાર્યદેવ આ ૧૭૨મી ગાથામાં અસાધારણ ચિહ્ન બતાવીને આત્માનું
પરમાર્થસ્વરૂપ ઓળખાવે છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પણ ઇન્દ્રિયોવડે તે જાણતો નથી. “ ઇન્દ્રિયોવડે જે જાણે
છે તે આત્મા” એમ ઓળખતાં આત્માનું પરમાર્થસ્વરૂપ ઓળખાતું નથી ઇન્દ્રિયોથી તો
આત્મા અત્યંત જુદો છે, એમ ભેદજ્ઞાન કરાવ્યું છે. જો ‘ઇન્દ્રિયથી જાણનાર તે આત્મા’
એમ ઓળખે તો તેમાં ઇન્દ્રિયો અને આત્માની એકત્વબુદ્ધિ થાય છે, ને આત્માનું
વાસ્તવિક સ્વરૂપ ઓળખાતું નથી. આત્મા તો અતીન્દ્રિયજ્ઞાનમય છે–એમ ઓળખવું તે
આત્માની વાસ્તવિક ઓળખાણ છે.
વળી ગ્રાહ્ય એટલે કે જ્ઞેયરૂપ એવો જે આત્મા, તે ઇન્દ્રિયોવડે જણાતો નથી.
ઇન્દ્રિયોના અવલંબનવાળું જ્ઞાન આત્માને જાણી શકતું નથી. ઇન્દ્રિયોથી પર થઈને
ચિદાનંદસ્વભાવમાં અંતર્મુખ થાય–તે જ્ઞાનવડે જ આત્મા જણાય છે.–એ સિવાય
ઇન્દ્રિયપ્રત્યક્ષ વડે તે જણાતો નથી, એમ બીજા બોલમાં સમજાવ્યું.
અતીન્દ્રિય જ્ઞાનમૂર્તિ આત્મા ઇન્દ્રિયગમ્ય

PDF/HTML Page 7 of 37
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
ચિહ્નદ્વારા પણ જણાતો નથી. અતીન્દ્રિય આત્માનું ચિહ્ન ઇન્દ્રિયોવડે કેમ જણાય?
ઇન્દ્રિયગમ્ય તો જડ ચિહ્ન હોય, પણ ચૈતન્યનું ચિહ્ન ઇન્દ્રિયગમ્ય કેમ હોય? કાનવડે
ભાષા સંભળાય, ત્યાં ભાષા કાંઇ આત્માનું ચિહ્ન નથી, તે તો જડનું ચિહ્ન છે.
બીજાઓ વડે માત્ર અનુમાન દ્વારા જણાય–એવો આત્મા નથી. જુઓ, આમાં
અચિંત્ય વાત છે; જ્ઞાની ધર્માત્માને કેમ ઓળખવા–તેની અદ્ભુત વાત આ ચોથા
બોલમાં આવી જાય છે; પોતાને સ્વસંવેદન થયા વગર, સામા જ્ઞાનીના આત્માની ખરી
ઓળખાણ થતી નથી.
અહા, સંતોએ હૃદયની વાત બહારમાં મૂકી દીધી છે,
જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે.
ભાઈ, ચૈતન્યરતનની અચિંત્ય કિંમત કેમ થાય તેની આ વાત છે. સામો આત્મા
જ્ઞાની–ધર્માત્મા છે તે કઈ રીતે ઓળખશો? ઓળખાય તો ખરા, પણ કઇ રીતે ઓળખાય?
આત્માની કે ધર્માત્માની ખરી ઓળખાણ જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકીને જ થાય છે, ઇન્દ્રિયો
તરફ ઝૂકીને, કે એકલા અનુમાનવડે તે ઓળખાણ થતી નથી. રાગના સંગથી ને ઇન્દ્રિયોના
સંગથી જરાક દૂર થઇને જ આત્માની કે દેવ–ગુરુ–ધર્માત્માની ઓળખાણ થઇ શકે છે. પણ
‘આ આત્મા આમ બોલે છે, આમ ચાલે છે, શાંત દેખાય છે માટે તે ધર્માત્મા છે’–એમ
માત્ર બોલ–ચાલ ઉપરથી જ્ઞાનીની ઓળખાણ ખરેખર થઇ શકતી નથી. જ્યારે રાગથી
જરાક જુદો પડીને જ્ઞાનસ્વરૂપી આત્માનો નિર્ણય કર્યો ત્યારે પોતાને ખરી
ઓળખાણ થઇ કે દેવ કેવા? ગુરુ કેવા? ધર્માત્મા કેવા? અને જ્યારે એવી ખરી
ઓળખાણ થઇ ત્યારે જ ખરો પ્રમોદ જાગ્યો! અહા, અનંતકાળમાં આવા પરમાર્થસ્વરૂપે
જ્ઞાનીને ઓળખ્યા નથી, ભગવાનને ઓળખ્યા નથી, ગુરુને ઓળખ્યા નથી, કે દેવ–ગુરુની
વાણી (શાસ્ત્ર)ના રહસ્યને ઓળખ્યું નથી.
બાર અંગના શબ્દોમાં કાંઇ આત્મા નથી, ને તે શબ્દોવડે આત્મા જણાતો નથી,
આત્મા તો સ્વસંવેદન વડે જણાય છે. આમ તો એકેક ગાથામાં આત્મા બતાવ્યો છે–પણ
સ્વસંવેદન કરે તેને તેની ખબર પડે. સ્વસંવેદન વગર બાર અંગનું રહસ્ય સમજાય નહીં.
સ્વસંવેદન વગર ભલે લૌકિક ભણતર ભણી જાય પણ આત્માને જાણવા માટે તે કાંઇ સાધન
નથી; અરે શાસ્ત્રભણતર પણ સ્વસંવેદન વગર લૌકિક ભણતર જેવું જ છે.
કોઇ કહે કે અમે ઘણું ભણ્યા, ને મોટા મોટા ભાષણ કરીને ઘણાને સમજાવી
દઇએ, ને બીજા અમુક તો એકલા પોતાનું જ કરે છે; ઘણાને સમજાવે તો જ્ઞાની સાચા–
એમ કહેનાર ખરેખર મૂઢ છે, તેને જ્ઞાનીની ખબર નથી. અરે બાપા! જ્ઞાનીની દશા શું છે
તેની તને ખબર નથી. જ્ઞાનીની ખરી ઓળખાણ માટે પણ કોઇ અપૂર્વ પાત્રતા હોય
ત્યારે ઓળખાય છે. જ્ઞાનીને ઓળખે ને પોતામાં સ્વસંવેદન ન થાય એમ બને જ
નહીં. જ્ઞાનીને ખરેખર જાણનાર જીવ પોતે પણ તે જ્ઞાનીની નાતમાં ભળી જાય છે.
ભગવાનના માર્ગમાં ભળેલો જીવ જ ભગવાનને ખરેખર

PDF/HTML Page 8 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ પઃ
ઓળખી શકે છે. જ્ઞાનીની જાતનો ભાવ પોતામાં પ્રગટ કર્યા વગર (કજાતમાં
રહીને) જ્ઞાનીની ખરી ઓળખાણ કેમ થાય? ન જ થાય. માટે કહ્યું કે બીજાવડે
એકલા અનુમાનથી આત્મા ઓળખાતો નથી. આ આત્મા કેવળજ્ઞાની છે, આ આત્મા
મુનિ છે આ આત્મા ધર્માત્મા છે–એવી ખરી ઓળખાણ સ્વસંવેદન–પ્રત્યક્ષપૂર્વકના
અનુમાનથી જ થાય છે. આવો જ આત્માનો અસાધારણ સ્વભાવ છે. આ ચોથા
બોલમાં ઘણીઘણી ગંભીરતા છે.
વળી આત્મા પોતે પોતાના સ્વસંવેદન વગર બીજાને એકલા અનુમાનથી જાણે–
એવો નથી. અંશે પ્રત્યક્ષપૂર્વકનું અનુમાન હોય–તે બરાબર હોય, પરંતુ પ્રત્યક્ષ વગરનું
આત્માનું એકલું અનુમાન યથાર્થ હોતું નથી, જેમ ધૂમાડાથી અગ્નિનું અનુમાન થઇ શકે
છે, તેમ ઇન્દ્રિય દ્વારા દેખાતા ચિહ્નવડે આત્માનું અનુમાન થઇ જાય–એમ બનતું નથી.
અહા, સ્વસંવેદનથી સ્વને જાણ્યા વગર પરના આત્માનું અનુમાન પણ થઇ શકતું નથી.
સ્વસંવેદન વગર બધું થોથેથોથાં છે.
આત્મા પ્રત્યક્ષજ્ઞાતા છે, એટલે લિંગદ્વારા (પાંચ ઇન્દ્રિયદ્વારા કે રાગદ્વારા)
જાણનારો તે નથી, તે તો પ્રત્યક્ષ જાણનારો છે. ઇન્દ્રિયોથી ને રાગથી જુદો પડયો તે જ
આત્મા છે. અહા, એકેક બોલ ઓળખતાં આત્માનું રાગથી ને ઇન્દ્રિયોથી અત્યંત
ભિન્નસ્વરૂપ ઓળખાય છે. ભાઈ, તું રાગથી ને ઇન્દ્રિયોથી જુદો ન પડ તો આત્માનું
પરમાર્થસ્વરૂપ તારા જ્ઞાનમાં કે અનુમાનમાં પણ નહીં આવે.
આત્મા ઉપયોગસ્વરૂપ છે, ઉપયોગ તેનું લક્ષણ છે; તે ઉપયોગલક્ષણ કેવું છે?–
બાહ્યપદાર્થોના અવલંબને કામ કરે એવું તેનું સ્વરૂપ નથી, પણ આત્માના પરમ ચિદાનંદ
સ્વભાવને વળગીને જે ઉપયોગ કામ કરે તે જ આત્માનું ખરું લક્ષણ છે. સ્વરૂપને અવલંબે
એવો ઉપયોગ તે જ આત્મા છે, આત્મા સાથે એકતા કરે તે જ ઉપયોગ આત્મા છે. પરને
અવલંબે તેને ખરેખર આત્માનું લક્ષણ કહેતા નથી.
અહા, મુનિઓએ જંગલમાં બેઠા બેઠા અંતરમાં ઊંડા ઊતરીને ચૈતન્યરસના
ઘોલન કર્યા છે, સિદ્ધ સાથે વાતું કરી છે. એકેક બોલમાં આત્માના ગંભીર રહસ્યો
ખોલીને અમૃતચંદ્રાચાર્યદેવે ખરેખર અમૃત રેડયા છે. સંતોએ અલૌકિક કામ કર્યા છે.
જુઓ, આ ગાથામાં સીમંધરનાથ પરમાત્માનો સાક્ષાત્ સન્દેશો લાવીને
કુંદકુંદાચાર્યદેવ કહે છે કે હું ભગવાન પાસેથી આવો સન્દેશો લાવ્યો છું. જેને સુખ–
શાંતિ જોઇતી હોય તેઓ આ સન્દેશો ઝીલીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં ઉપયોગને
વાળો. આત્માનું લક્ષણ જે ઉપયોગ, તે આત્માને જ અવલંબીને કામ કરે છે, બાહ્ય
પદાર્થોનું અવલંબન તેને નથી, રાગનું પણ અવલંબન તેને નથી. જે ઉપયોગ અંતર્મુખ
થઇને આત્માનું અવલંબન ન કરે ને બહિર્મુખપણે એકલા પરને જ અવલંબે,–તેને
ખરેખર આત્માનો ઉપયોગ કહેતા નથી, કેમકે તે ઉપયોગમાં સ્વજ્ઞેયપણે આત્મા આવ્યો
નથી. અરે જીવ! તારા ઉપ–

PDF/HTML Page 9 of 37
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
યોગને કોઇ પરજ્ઞેયનું અવલંબન નથી, પોતાના સ્વજ્ઞેયનું જ અવલંબન છે. આવા
આત્માને તું જાણ! સ્વાલંબી ઉપયોગથી તારા આત્માને તું જાણ!
આત્મા પોતાના ઉપયોગ નામના લક્ષણને ક્યાંય બહારથી (નિમિત્તમાંથી) કે
રાગમાંથી લાવતો નથી. આત્માનો ઉપયોગ બહારથી આવતો નથી એમ કહીને (આઠમા
બોલમાં) અનુકૂળ નિમિત્ત આવે તો જ્ઞાન વધે એ માન્યતાનો નિષેધ કર્યો. અને નવમા
બોલમાં આત્માના ઉપયોગને કોઇ હરી શકતું નથી એમ કહીને પ્રતિકૂળ નિમિત્તો આવે તો
જ્ઞાન હણાઇ જાય–એ માન્યતાનો નિષેધ કર્યો. ધ્રુવસ્વભાવના ધ્યેયે આવેલો જે અતીન્દ્રિય
ઉપયોગ તે એવો અપ્રતિહત છે કે કોઇ તેને હરી શકતું નથી, તેના વધતા વિકાસને કોઇ રોકી
શકતું નથી. ઉપયોગ જ્યાં અંતરમાં વળ્‌યો, અને નિજસ્વભાવને જ કારણપણે સ્વીકારીને
નિર્મળતાના હીલોળે ચડયો, ત્યાં તે ઉપયોગ પોતે સ્વયં હણાતો નથી, તેમ જ નિમિત્તપણે
પણ તેને હણનાર આ જગતમાં કોઇ નથી.
ધર્મીની દ્રષ્ટિમાં ચૈતન્ય દોલતનો અપરંપાર સાગર ઉલ્લસે છે....ક્ષણેક્ષણે
ચૈતન્યધ્યેયે તે વૃદ્ધિગત જ થઇ રહ્યો છે, ત્યાં તેને હણનાર કોણ છે? ચૈતન્યનો ઉપયોગ
કોઇ બહારથી નથી આવ્યો કે બહારના કારણે તે હણાય. ઉપયોગનું ધામ આત્મા છે,
તેમાંથી આવેલા ચૈતન્યના હીરને કોઇ હણી શકનાર નથી. ઉપયોગ જગતથી છૂટો પડીને
ચૈતન્યમાં ગયો ત્યાં હવે નિર્મળતાની વૃદ્ધિ જ છે.
ભાઈ, તારો આત્મા આનંદથી ભરપૂર છે. તેમાં કોઇ ખામી નથી, માટે તારા
ઉપયોગને વાળ અંતરમાં તો તને આનંદ થાય. અરે, તેં તારી ધીકતી ચૈતન્યસંપદાને ન
જોઇ, ને બહારમાં ઝાંવા નાખ્યા, તેમાં તને કાંઇ શાંતિ ન મળી, માટે હવે એ બહારના
વેગથી પાછો વળને ઉપયોગને લઇ જા તારા ચૈતન્યધામમાં. ચૈતન્યધામમાંથી
પરમશાંતિનાં ઝરણાં આવશે. અમૃત વરસે રે ચૈતન્યધામમાં.
અહા, જેના ઉપયોગમાં સિદ્ધનાં ભેટા થયા તેના ઉપયોગને કોણ હણનાર છે? જેમ
સિદ્ધને હણનાર કોઇ આ જગતમાં નથી, તેમ સિદ્ધ જેવા સ્વભાવને ભેટીને પ્રણમેલો જે
નિર્મળ ઉપયોગ તેને પણ હણનાર કોઇ આ જગતમાં નથી. એ તો સિદ્ધપદનો સાધક થયો.
તેને સિદ્ધપદ લેતાં કોઇ રોકી શકે નહિ. કોઇ ભંગ પાડી શકે નહીં.
અરે, સમ્યગ્દર્શન પામેલા તીર્યંચ જેવાને પણ ભલે જ્ઞાન થોડું હોય તોપણ,
અંદરનો ચૈતન્યદરિયો ફાટીને તેમાંથી તે જ્ઞાન આવેલું છે. તે જ્ઞાન ક્ષણેેક્ષણે વૃદ્ધિગત છે,
સ્વભાવના આશ્રયે આવેલી તેની શ્રદ્ધા સિદ્ધભગવાન જેવી છે, તેનું જ્ઞાન કેવળજ્ઞાનીની
જાતનું છે. એના વિકાસને કોઇ રોકનાર નથી. અને અજ્ઞાની જીવ ૧૧ અંગ ૯ પૂર્વ
ભણ્યો હોય, પંચમહાવ્રત પાળતો હોય, પણ સ્વભાવના અવલંબન વગર બહારના
અવલંબને લાભ માનનાર તે અજ્ઞાનીની શ્રદ્ધા વિપરીત

PDF/HTML Page 10 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૭ઃ
છે, તેનું જ્ઞાન પણ બધુંય વિપરીત છે, તેનું ચારિત્ર પણ એકલું રાગરૂપ હોવાથી સંસારનું
જ કારણ છે. સંસારને માટે તેનું બધુંય સફળ છે, ધર્મને માટે નિષ્ફળ છે. ઉપયોગની
ખાણ તો ચૈતન્યધામ છે, તે ચૈતન્યધામ તરફ વળ્‌યા વગર ઉપયોગમાં સત્યપણું થાય
નહીં, ને દર્શન–જ્ઞાન–ચારિત્રમાં સમ્યક્પણું આવે નહિ.
બહારથી મારો ઉપયોગ આવે–એમ માનનારો જીવ અજ્ઞાનભાવે પોતે જ
પોતાના ઉપયોગને હણી રહ્યો છે. મારા ઉપયોગને કોઇ આવીને હણી જશે, જગતની
તીવ્ર પ્રતિકૂળતા આવશે તો મારો ઉપયોગ હણાઇ જશે એવો જેને સંદેહ છે તેનો ઉપયોગ
ચૈતન્યધામ તરફ વળેલો જ નથી.
મારો આત્મા જ ઉપયોગસ્વરૂપ છે–એવા ભાનપૂર્વક ચૈતન્યધામના આશ્રયે
અંદરથી જ્યાં નિર્મળ ઉપયોગ પ્રગટયો ત્યાં જ્ઞાની ધર્માત્મા નિઃશંક છે કે અમારો આ
ઉપયોગ કયાંય બહારથી નથી આવ્યો. અંદરથી આવેલા અમારા આ નિર્મળ ઉપયોગને
જગતની ગમે તેવી પ્રતિકૂળતા પણ હણી શકે નહીં....એ તો અપ્રતિહતપણે વૃદ્ધિગત થતા
થતા કેવળજ્ઞાન લીધેજ છૂટકો.
ગૃહસ્થાશ્રમમાં યોગી
એને ઓળખે તે વૈરાગી
“યોગ જાણીને તો આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં
યોગદશા છે, તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગૃહસ્થાશ્રમમાં
સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઇ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે.
યોગદશાનો ચિત્રપટ જોઇ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય
પણ ગૃહસ્થાશ્રમમાં રહેતાં ત્યાગ–વૈરાગ્ય યોગદશા જેવા રહે છે–એ કેવી
અદ્ભુત દશા છે! યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ
ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઇ મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ
થવાનું નિમિત્ત બને છે. લૌકિકદ્રષ્ટિમાં વૈરાગ્ય, ભક્તિ નથી.”
(ગૃહસ્થાશ્રમમાંય જ્ઞાનીના અદ્ભુત વૈરાગ્યનું દર્શન કરાવનારા આ
વચનામૃત કોનાં હશે, એ તો જિજ્ઞાસુઓ સહેલાઇથી ઓળખી જશે.)

PDF/HTML Page 11 of 37
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
હે જીવ! તું જાગ
આચાર્યદેવ કહે છે કે હે જીવો! અનાદિથી સૂતા....હવે તો
જાગો....આ જાગવાનો અવસર આવ્યો છે....શુદ્ધ નિજપદની પ્રાપ્તિનો આ
અવસર આવ્યો છે. શુદ્ધ ચૈતન્ય–આનંદધામ તમારું સ્વઘર છે, તેમાં વાસ
કરો....રાગ તે તમારું નિવાસધામ નથી. આમ કહીને, વિભાવના વેગે દોડતા
પ્રાણીઓને હાકલ કરીને સંતોએ થંભાવી દીધા છે કે અરે જીવો! રૂક
જાવ....એ વિભાવના માર્ગેથી પાછા વળો....ને સ્વભાવના માર્ગે આ શુદ્ધ
ચૈતન્યપદમાં આવો.
કા. વ. ૩ના રોજ શેઠ મોહનલાલ વાઘજીભાઈ (મોરબીવાળા)ના મકાન ‘વૈરાગ્યભુવન’ના
વાસ્તુ પ્રસંગે ગુરુદેવના પ્રવચનમાંથી. (સમયસાર કળશ ૧૩૮)
આચાર્યદેવ કહે છે કે હે જીવો! તમે જાગીને આત્માના શુદ્ધ સ્વરૂપને દેખો.
ઉપયોગસ્વરૂપ આત્માનો અનુભવ જેને નથી તે અંધ છે. ભલે બહારની આંખો હોય ને
શાસ્ત્રો વાંચતો હોય, તો પણ રાગથી ભિન્ન શુદ્ધાત્માને અંતરમાં સ્વાનુભવથી જે દેખતો
નથી તે અંધ છે. તેને જગાડવા કરુણાથી સંબોધન કરીને આચાર્યદેવ કહે છે કે અરે અંધ
પ્રાણીઓ! જ્ઞાન–આનંદના સ્વભાવથી ભરેલો પૂર્ણ આત્મા છે તેને ભૂલીને, રાગાદિનો
જ અનાદિ સંસારથી માંડીને તમે અનુભવ કરી રહ્યા છો, એ રાગમાં જ સદાય મત્ત થઇ
રહ્યા છો; પણ એ તો અપદ છે, અપદ છે, તમારું ચૈતન્યપદ એ નથી. નિજચૈતન્યપદને
ભૂલીને મનુષ્યાદિ ભવોમાં, તે તે શરીરમાં, ને રાગાદિ પરભાવોમાં તમે મત્ત થયા છો,
મતવાલા–ગાંડા થયા છો; જેમ મદ્ય પીને દારૂડીયો માણસ મતવાલો થાય ને જ્યાં ત્યાં
અશુદ્ધતામાં પડયો રહે તેમ તમે નિજપદને ભૂલીને મોહ–મદિરાથી મતવાલા થઇને
દારૂડીયાની જેમ રાગાદિ અશુદ્ધતામાં જ નિજપદ માનીને સૂતા છો....અનાદિથી એમાં
સૂતા,–પણ હવે તો જાગો....આ જાગવાનો અવસર આવ્યો છે, શુદ્ધ નિજપદની પ્રાપ્તિનો
આ અવસર આવ્યો છે. રાગાદિ તો અશુદ્ધ છે, તે તમારું નિજપદ નથી, તે તમારું સ્વઘર
નથી, તેમાં તમારું વાસ્તુ નથી; શુદ્ધચૈતન્યનું બનેલું આનંદધામ અનંતગુણનું ઘર છે તે જ
તમારું નિજપદ છે, તે જ તમારું સ્વઘર છે, તેમાં જ તમારું ખરું વાસ્તું છે.
જુઓ, અહીં આચાર્યદેવ ભેદજ્ઞાન કરાવીને જગાડે છે. એક સેકંડ પણ આવું
ભેદજ્ઞાન કરે તો સંસારનો અંત આવી જાય ને જ અલ્પકાળમાં મોક્ષ પામે.

PDF/HTML Page 12 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૯ઃ
આચાર્ય ભગવાન કરુણાથી કહે છે કેઃ એકત્વબુદ્ધિમાં સૂતેલા હે અજ્ઞાની જીવો!
તમે જાગો! તમે સાવધાન થાઓ....ને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને દેખો.
રાગને જ ચૈતન્યપદ સમજીને તેમાં એકત્વબુદ્ધિથી અંધ થઇને અનાદિથી તમે સૂતા છો,–
રાગમાં જ લીન છો, પણ એ રાગ ખરેખર તમારું પદ નથી; રાગ તો અપદ છે–અપદ છે;
તમારું પદ તો ચૈતન્ય છે. જેમ રાજાનું સિંહાસન સોનાનું બનેલું હોય તેને ભૂલીને તે
અશુદ્ધ ઉકરડામાં પોતાનું આસન માને તો તે ગાંડપણ છે, તેમ આ ચૈતન્યરાજા–
જગતનો સર્વોત્તમ પદાર્થ–તેનું સિંહાસન એટલે તેનું નિજપદ તો શુદ્ધચૈતન્યનું બનેલું છે.
તેને ભૂલીને અશુદ્ધ રાગાદિ ભાવોમાં તે પોતાનું પદ માને છે તે ભ્રાંતિ છે–પાગલપણું છે.
અનાદિથી આ રીતે રાગાદિને પોતાનું પદ માનીને પરભાવમાં જીવ સૂતો; તેને રાગ અને
જ્ઞાનના ભેદજ્ઞાન દ્વારા શુદ્ધ ચૈતન્યપદ બતાવીને આચાર્યદેવ કહે છે કે હે જીવો! હવે તો
તમે જાગો! આ તમારું ચૈતન્યપદ રાગથી જુદું અમે બતાવ્યું, હવે તો રાગ સાથે
એકતાબુદ્ધિ છોડીને આ ચૈતન્યપદને અનુભવો.
રાગમાં લીનતાથી તો અનંતકાળ પરિભ્રમણમાં કાઢયો....હવે તો તેનાથી પાછા
વળો....ને આ ચૈતન્યપદ તરફ આવો. ગમે તેવો શુભ વિકલ્પ હો–પણ તેના વડે કાંઇ
ચૈતન્યપદ પમાતું નથી. ચૈતન્યનું સ્થાન વિકલ્પમાં નથી. રાગથી મને કિંચિત્ લાભ થશે એમ
માનનારા જીવો મિથ્યાત્વભાવમાં સૂતેલા છે, અંધ છે; પોતાના ચૈતન્યપદને તેઓ દેખતા
નથી; અપદને જ સ્વપદ માનીને તેઓ સૂતા છે. ભલે અનેક શાસ્ત્રો ભણ્યા હોય, ભલે
પંચમહાવ્રત પાળતો હોય, પણ સ્વપદ શું છે તેની જેને ખબર નથી, ને રાગના પદથી
આત્માની પ્રાપ્તિ કરવા મથે છે, તેને આચાર્યદેવ કરુણાથી સમજાવે છે કે અરે જીવો! આ
અનંતકાળના અંધપણાને હવે છોડો. અમે તમને તમારું નિજપદ રાગથી અત્યંત જુદું બતાવ્યું
તેને તમે દેખો....જાગો.....જાગીને નિજપદને દેખો.
અણુમાત્ર રાગને આત્મામાં લાભદાયક માને તો તે જીવ આત્માને રાગમય જ
જાણે છે, પણ ચૈતન્યમય જાણતો નથી, એટલે પરભાવને જ આત્મા માનીને પરભાવમાં
તે સૂતો છે....ભેદજ્ઞાનની ભેરી વગાડીને આચાર્યદેવ તેને જગાડે છે....જ્ઞાનીઓ જગાડે
છે....કે હે જીવ! તારો આત્મા ચૈતન્યમય છે, તારો આત્મા રાગમય નથી. આત્માના
અંર્તસ્વભાવની સન્મુખ થઇને જે નિજપદનું વેદન થયું તે જ્ઞાનમય છે, તેમાં રાગ નથી.
રાગાદિ પરભાવો તો અસ્થિાયી છે, મલિન છે, ને તારો ચૈતન્યસ્વભાવ તો સ્થાયી અને
પવિત્ર છે. આવા નિજભાવને તું દેખ; અને પરભાવોને જુદા દેખ. તારા જ્ઞાનનો સ્વાદ
(અનુભવ) રાગથી તદ્ન જુદી જાતનો છે. રાગનો ને જ્ઞાનનો એકમેકસ્વાદ નથી. આમ
સમજીને અરે જીવ! તું આ તારા ચૈતન્યપદ તરફ આવ. ચૈતન્યપદ તરફ
આવ...ફરીફરીને બે વાર કહેવામાં આચાર્યદેવની અતિ કરુણા છે, કે કોઇ પણ રીતે જીવ
સમજે. જેમ માર્ગ ભૂલેલા માનવીને કોઇ સજ્જન સાદ પાડી

PDF/HTML Page 13 of 37
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
પાડીને બોલાવે કે હે ભાઈ! એ માર્ગ ખોટો છે, તમે આ તરફ આવો....તમારો માર્ગ આ
છે–આ છે. તેમ રાગ સાથે એકત્વબુદ્ધિથી મોક્ષનો માર્ગ ભૂલેલા જીવોને આચાર્યદેવ
ફરીફરીને કરુણાપૂર્વક સંબોધન કરીને જગાડે છે કે અરે જીવો! રાગથી પાછા વળો–પાછા
વળો....એ તમારો માર્ગ નથી, એ તમારું પદ નથી....માટે આ તરફ આવો....આ તરફ
આવો....આ શુદ્ધ ચૈતન્યમય પદ છે તે જ તમારું પદ છે. અહા, સંતો આવું
અચિંત્યમહિમાવંત નિજપદ દેખાડે છે. નિજપદને નહિ દેખનારા જીવોને અંધ કહીને
આચાર્યદેવ તે અંધપણું છોડાવે છે....ને નિજપદ દેખાડીને સાચી દ્રષ્ટિ આપે છે.
ભાઈ, વિકલ્પવડે તારા સમ્યગ્દર્શનાદિની પર્યાય રચાતી નથી, વિકલ્પવડે
ચૈતન્યની શાંતિનું વેદન થતું નથી, વિકલ્પવડે નિજપદને દેખી શકાતું નથી. માટે
વિકલ્પથી ઉપયોગને ભિન્ન કરીને નજરને અંતરમાં વાળો....ને વિકલ્પથી ભિન્ન
નિજપદને દેખો. આ નિજપદ ચૈતન્યમય છે, ને નિજરસથી અતિશય ભરેલું છે. અરે
ભગવાન! તારા નિજપદને તું ભૂલ્યો....ને અંધ થઇને રાગમાં સૂતો. હવે સમયસારવડે
તને રાગ અને ચૈતન્યની અત્યંત ભિન્નતા અમે બતાવી; માટે હવે તો આવું ભેદજ્ઞાન
કરીને તું જાગ! અંતર્મુખ થઇને તારા નિજપદને હવે તો દેખ.
અહા, શુદ્ધ ચૈતન્યનું બનેલું આ નિજપદ શુદ્ધ છે–અત્યંત શુદ્ધ છે; પરદ્રવ્યો ને
પરભાવોથી તે રહિત છે, અને નિજરસથી તે ભરેલું છે. આવા શુદ્ધ–શુદ્ધ નિજપદને હે
જીવો! તમે અનુભવો.
અનાદિથી અજ્ઞાનભાવે રાગમાં જ નિશ્ચિંતપણે સૂતા છો, એટલો વિચાર પણ
નથી આવતો કે અરે, આ રાગ તો મારું પદ કેમ હોય? રાગની રુચિ આડે આંધળા
થઇને નિજપદને ભૂલી ગયા છે. આવા અજ્ઞાનીઓને આચાર્યદેવ જગાડે છે.
જાગો....ભાઈ.....જાગો! ભેદજ્ઞાન કરીને નિજપદને સંભાળો! સાવધાન થઇને રાગ અને
જ્ઞાનને જુદા ઓળખો.
ચૈતન્યને ભૂલીને પરભાવની ચાદર ઓઢીને મોહનિદ્રામાં સૂતો છે ને વિષયોમાં
સુખબુદ્ધિરૂપ સ્વપ્નામાં રાચે છે; જેમ સ્વપ્નમાં બંગલા વગેરે દેખે પણ તે કાંઇ સાચા નથી,
તેમ બાહ્યવિષયોમાં જીવ સુખ માને છે તે પણ સ્વપ્નસમાન જ છે. રાગાદિ ભાવોમાં તારા
ચૈતન્યનો અંશ પણ નથી. અરે જીવ! હવે તું જાગ....હવે તું સમજ! તારા નિજપદની મહત્તાને
તું સમજ. જેમ રાજા પોતાનું રાજસિંહાસન છોડીને ઉકરડામાં સૂએ તે શરમ છે, તેમ તું
અનંતગુણોનો ચૈતન્યરાજા, તારા શુદ્ધચૈતન્યના રાજસિંહાસનને ભૂલીને તું પરભાવોના
ઉકરડામાં સૂતો, એ શરમ છે. એવી અંધબુદ્ધિને તું છોડ.....જાગૃત થા....ને પરભાવોથી ભિન્ન
તારા શુદ્ધ ચૈતન્યને તું દેખ. ભાઈ, તું તો સિદ્ધભગવાન જેવો છે–
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય;
સદ્ગુરુઆજ્ઞા જિનદશા નિમિત્ત કારણમાંય.

PDF/HTML Page 14 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૧૧ઃ
–આવા નિજપદને ઓળખીને હવે અનાદિની અણસમજણને છોડો. અજ્ઞાનના
ફળમાં નિગોદનું મોટું સ્થાન છે, તત્ત્વજ્ઞાનની વિરાધનાનું ફળ મહા દુઃખ નિગોદ છે;
ને તત્ત્વજ્ઞાનની આરાધનાનું ફળ મહાન સિદ્ધપદ છે. એક ક્ષણ પણ તત્ત્વજ્ઞાનની
આરાધના કરે તો અલ્પકાળમાં અનંતસુખથી ભરેલું સિદ્ધપદ પામે. ભાઇ, આવું
સિદ્ધપદ તારા આત્મામાં ભર્યું છે, તે જ તારું ખરું નિજપદ છે; પરભાવોની રમતો તે
તારી રમત નથી. જેમ માછલા વગેરે જીવોની હિંસા થાય એવી રમત આર્ય–સજ્જન
માણસની ન હોય, તેમ જેમાં ચૈતન્યની શાંતિ હણાય એવા પરભાવોની રમતમાં
રાચવું તે હે ભાઈ! તારું કામ નથી. એ પરભાવમાં રાચવાનું તું છોડ....ભાઈ!
એકવાર તો તું તારું સ્વરૂપ સમજ....એ પરભાવોથી પાછો ફર ને આ તરફ
આવ....આ તરફ આવ! તારી પરિણતિના વેગને પરભાવ તરફ વળ્‌યો છે ત્યાંથી
પાછો વાળીને અંતરના સ્વભાવ તરફ વાળ.
અહા, જુઓ તો ખરા! સંત મુનિઓએ પડકાર કરીને જીવોને થંભાવી દીધા છેઃ
અરે જીવો! થંભી જાવ....થંભી જાવ! એ પરભાવોમાં સ્વપ્નેય તમારી શાંતિ નથી.
શાંતિનું ધામ ચૈતન્યમાં છે. હરણીયાં મૃગજળ તરફ દોડે તેમ તમે બાહ્યવિષયોરૂપી
મૃગજળ તરફ દોડી રહ્યા છો, એ રાગાદિ પરભાવો પણ મૃગજળ જેવા છે, તેમાં કયાંય
શાંતિનું ઝરણું નથી. શાંતિનું ઝરણું ચૈતન્યધામમાં છે, તેમાં આવો....તેમાં વળો. અરે,
આવા ચૈતન્યની ઓળખાણ પણ દુર્લભ છે, તેમાં લીનતારૂપ સંયમદશા તો બહુ જ દુર્લભ
છે. સંયમદશા ને મુનિદશા જેણે પ્રગટી તેણે તો પરમાત્માના ઘરમાં પ્રવેશ કર્યો.
સમ્યગ્દર્શન થયું ત્યાં પોતાના અંતરમાં પરમાત્માનું ઘર દેખ્યું. તેણે નિજઘરમાં વાસ
કર્યો. આવું નિજઘર બતાવીને આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! આ શુદ્ધ ચૈતન્યધાતુ છે તે
જ તારું પદ છે, તે જ તારું વાસ્તુ છે, તે જ તારું રહેઠાણ છે, તેમાં નિવાસ કર. રાગ તારું
પદ નથી, રાગ તારું રહેઠાણ નથી. જુઓ, આ આચાર્યદેવ સ્વઘરમાં અપૂર્વ વાસ્તુ કરાવે
છે. પુણ્યમાં–રાગમાં જે વાસ્તુ માને તે તો ઘોર સંસારમાં હીંડે છે, સંસારમાં ભ્રમણ કરે
છે. આચાર્યદેવ પ્રવચનસાર ગાથા. ૭૭ માં કહે છે કે પુણ્ય અને પાપમાં કાંઈ ફેર નથી–
એમ જે જીવ નથી માનતો ને મોહથી પુણ્યમાં સુખ માને છે, પુણ્યમાં ધર્મ માને છે, તે
જીવ મોહને લીધે ઘોર–અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. તેને અહીં જગાડીને
આચાર્યદેવ કહે છે કે તારું નિજપદ પુણ્યપાપ બન્નેથી રહિત છે તેને તું દેખ. તારી રુચિના
વેગને અંતરમાં વાળ. જેમ રણે ચડેલા રજપૂતનું શૌર્ય છૂપે નહિ તેમ ચિદાનંદને
અનુભવનારા જ્ઞાનીનાં જ્ઞાન છૂપે નહિ. આત્માને સાધવા માટે શૂરવીર થઇને જે જાગ્યો
તેનો ઉત્સાહ છૂપે નહિ. જ્યાં આત્માને સાધવા જાગ્યો ત્યાં અનાદિકાળની ઊંઘ
ક્ષણમાત્રમાં દૂર થઇ જાય છે. અહા, સંતોની વાણી! કુંભકર્ણ જેવાનેય ઊંઘમાંથી જગાડી
દે છે. (કુંભકર્ણની ઊંઘ છ માસની

PDF/HTML Page 15 of 37
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
કહેવાય છે તે માત્ર અલંકાર છે; રાજા રાવણના ભાઈ કુંભકર્ણ ધર્માત્મા હતા ને
બડવાની–ચૂલગિરિ પરથી તે મોક્ષ પામ્યા છે.) અંતરદ્રષ્ટિથી જીવ જ્યાં જાગ્યો ત્યાં
અનંતકાળનું અજ્ઞાન ક્ષણમાત્રમાં જ દૂર થઇ જાય છે. જેમ ઘણાં વખતનું અંધારું પ્રકાશ
થતાંવેંત તત્ક્ષણ જ દૂર થઇ જાય છે, લાંબા વખતના અંધારાને ટાળવા માટે કાંઇ લાંબા
વખતની જરૂર પડતી નથી, તેમ અનાદિકાળનું અજ્ઞાન પણ સમ્યગ્જ્ઞાનવડે એક ક્ષણમાં
જ દૂર થઇ જાય છે,–
કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય...
જ્ઞાનપ્રકાશ થયો ને આત્મા જાગ્યો ત્યાં તેની જ્ઞાનદશા છાની રહે નહિ. તે
પોતાના ચૈતન્યપદને અનેક પ્રકારના પરભાવોથી જુદું જ દેખે છે. આવી સ્વાનુભૂતિ થઇ
ત્યાં આત્મા જાગ્યો.....તે મોક્ષનો સાધક થયો....તે ધર્મી થયો.....તેણે નિજપદ પ્રાપ્ત કર્યું
ને સ્વઘરમાં વાસ્તુ કર્યું.
હવે, આવી સરસ વાત સાંભળીને, નિજપદની પ્રાપ્તિનો
જિજ્ઞાસુ શિષ્ય પૂછશે કે હે પ્રભો! તે પદ કયું છે?–ને આચાર્યદેવ
એવા જિજ્ઞાસુ શિષ્યને નિજપદનું સ્વરૂપ બતાવશે.
સુખનો માર્ગ
આત્મા પોતે નિજસ્વરૂપથી જ સુખરૂપ છે.....એટલે નિજસ્વરૂપમાં
રહેવું તે જ સુખ છે. નિજસ્વરૂપથી બહાર નીકળીને કાંઇપણ પરભાવના
ગ્રહણની વૃત્તિ તે દુઃખ જ છે. અજ્ઞાનીઓ પરના ગ્રહણમાં સુખ માને છે,
જ્ઞાની કહે છે કે ભાઈ, પરના ગ્રહણની વૃત્તિથી તારા સુખનો નાશ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર આ વાત સરળ શૈલીથી સમજાવતાં કહે છે કે–
“ સર્વ જગતના જીવો કંઇને કંઇ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ–પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન
છે, અને મેળવવામાં સુખ માને છે. પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી
વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું–એ જ
સુખનો નાશ છે.” (૮૩૨)

PDF/HTML Page 16 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૧૩ઃ
નિજ પદની પ્રાપ્તિ
નિજપદની પ્રાપ્તિનો જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે ગુરુદેવ! તે પદ કયું છે? તે મને
બતાવો! આવા જિજ્ઞાસુ શિષ્યને આચાર્યદેવ નિજપદ બતાવે છે–
જીવમાં અપદભૂત દ્રવ્યભાવો
છોડીને
ગ્રહ તું યથા,
સ્થિર, નિયત, એક જ ભાવ
જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ.
હે ભવ્ય! જીવમાં અપદભૂત–એટલે કે જીવના સ્વભાવમાં નહિ એવા જે પરદ્રવ્યો
અને પરભાવો તેમને છોડીને, નિજ સ્વભાવરૂપે અનુભવાતા એવા આ પ્રત્યક્ષ
અનુભવગોચર સ્થિર ચૈતન્યભાવને તું નિજપદપણે ગ્રહણ કર. એ તારું પદ છે.
આ ભગવાન આત્મામાં જે ઘણા ભાવો છે તેમાં જે રાગાદિભાવો છે તે તો
અતત્સ્વભાવે અનુભવાય છે, એકરૂપ રહેનારા નથી, ક્ષણિક છે, ભેળસેળવાળા છે, ને
અસ્થિર છે, તેથી, તે તારું સ્થાન થઇ શકે તેવા નથી, જીવને માટે તે અપદભૂત છે.
જ્ઞાનાદિભાવો આત્મામાં તત્સ્વભાવે અનુભવાય છે. આત્માનો અનુભવ કરતાં
રાગાદિભાવો તો બહાર રહી જાય છે ને ચૈતન્યભાવ અભેદપણે અનુભવાય છે. જે
અભેદપણે અનુભવાય છે તે જ નિજપદ છે, ને જે ભિન્નપણે અનુભવાય છે તે નિજપદ નથી
પણ અપદ છે. અહો, નિજપદરૂપ જ્ઞાન તો પરમાર્થરસપણે સ્વાદમાં આવે છે. નિર્વિકલ્પ
અનુભવ થયો ત્યાં નિજપદના પરમાર્થસ્વાદનો રસ ચાખ્યો.....જગતના રસ કરતાં જુદી
જાતનો પરમાર્થરસ નિજપદના અનુભવમાં જ્ઞાની આસ્વાદે છે.
અહો, અંદરમાં પરભાવોને અને સ્વભાવને જુદા પાડીને તું દેખ તો તને તારા
પરમાર્થરસનો સ્વાદ અનુભવમાં આવશે. સ્વસન્મુખ ઉપયોગમાં જે અભેદપણે
અનુભવાય તે જ તારું નિજપદ છે, ને ઉપયોગથી ભિન્નપણે જે રહી જાય–તે નિજપદથી
બહાર છે,–અપદ છે. આત્માના આવા નિજપદને જ્ઞાનીઓ આસ્વાદે છે.
આચાર્યદેવ કહે છે કે અહો, આ નિજપદ સમસ્ત વિપત્તિઓનું અપદ છે,
નિજપદમાં કોઇ વિપત્તિનું સ્થાન નથી; નિજપદ નિર્ભય છે; અને આ નિજપદ પાસે
બીજા બધા પદો અપદરૂપ જ ભાસે છે. રાગનો એક વિકલ્પ પણ ચૈતન્યના નિજપદ
પાસે અપદ છે,

PDF/HTML Page 17 of 37
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
ચૈતન્યપદમાં તેનો પ્રવેશ નથી. જ્ઞાયકભાવરૂપ જે આ નિજપદ છે તેને જ તું નિજપણે
અનુભવમાં લે. હે ભવ્ય! આવું તારું નિજપદ અમે તને પ્રગટ બતાવ્યું, તેને તું અંગીકાર
કર....અનુભવમાં લે.
ચૈતન્યસ્વરૂપના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા લાગેે છે. જ્ઞાનના
વિશેષોને અંતર્મુખ કરીને સ્વભાવની એકતામાં જે અતીન્દ્રિય ચૈતન્યરસનું વેદન થયું
તેમાં બીજા રાગાદિના સ્વાદનો અભાવ છે. આવા જ્ઞાનનું વેદન તે જ મોક્ષનો ઉપાય છે.
મતિજ્ઞાન હો કે શ્રુતજ્ઞાન હો, કે જ્ઞાનના અનેકભેદો હો....પણ તે બધાય સ્વસન્મુખપણે
જ્ઞાનપદને જ અભિનન્દે છે. ભગવાન આત્મા અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર છે,
સ્વાનુભવમાં તેના જ્ઞાન તરંગ ઊછળે છે. અંતરદ્રષ્ટિ થઇ ત્યાં પર્યાયે પર્યાયે
જ્ઞાનસ્વભાવમાં એકતા જ થતી જાય છે; રાગ તૂટતો જાય છે, ને જ્ઞાનની એકતા વધતી
જાય છે. માટે જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ અવલંબન કરવું.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ ભ્રાંતિનો નાશ થાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ આત્માનો લાભ થાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ કર્મ જોરદાર થઇ શકતું નથી.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી ફરી કર્મ આસ્રવતું નથી.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી ફરી કર્મ બંધાતું નથી.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ પૂર્વે બંધાયેલું કર્મ નિર્જરી જાય છે.
* જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ સમસ્ત કર્મોના અભાવરૂપ મોક્ષ થાય છે.
–આ રીતે સમસ્ત નિજપદની પ્રાપ્તિ,ને પરપદનો પરિહાર જ્ઞાનસ્વભાવના
અવલંબને જ થાય છે. આવું જ્ઞાનસ્વભાવના અવલંબનનું માહાત્મ્ય જાણીને હે ભવ્ય!
તું તારા જ્ઞાનસ્વભાવરૂપ નિજપદને ગ્રહણ કર....
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે;
રે! ગ્રહણ તું નિયત આ, જો કર્મ–મોક્ષેચ્છા તને.
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને,
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.

PDF/HTML Page 18 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૧પઃ
વૈરાગ્યનું અમરઝરણું
હે પરમવૈરાગી, અડગ સાધક, ઉત્કૃષ્ટ આત્મધ્યાની બાહુબલીનાથ!
કહાનગુરુદેવની સાથે આપશ્રીની પરમવૈરાગી ધ્યાનમુદ્રાના દર્શન કરતાં આપશ્રીની
પરમ આત્મસાધના અમારા હૃદયમાં કોતરાઇ ગઇ છે....કહાનગુરુદેવ સાથે ફરીથી
થનારી આપશ્રીની મહા મંગલ યાત્રા સર્વે યાત્રિકોના જીવનમાં આત્મહિતની પ્રેરણાનું
એક અમરઝરણું બની જશે...અને ફરીફરીને–જીવનની પ્રતિ ક્ષણે–આપની પાવન
ધ્યાનમુદ્રાના સ્મરણમાત્રથી પણ યાત્રાનું એ અમરઝરણું અમને શાંતિ આપીને
સંસારના તાપથી બચાવશે....ને આપના જેવું મોક્ષસુખ પમાડશે. પ્રભો! આપની પરમ
ધ્યાનમુદ્રા મૌન હોવાં છતાં જાણે કે આપના આત્મપ્રદેશોમાંથી વૈરાગ્યના રણકાર ઊઠી
રહ્યા છે કે...
મને લાગે વિભાવ અસાર...એ રે વિભાવમાં નહીં જાઉં....નહીં જાઉં....નહીં જાઉં રે..
મને જ્ઞાયક ભાવનો પ્યાર..એ રે જ્ઞાયકમાં હું લીન થાઉં...લીન થાઉં..લીન થાઉં રે...

PDF/HTML Page 19 of 37
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
પોન્નૂરનું અભિનન્દનપત્ર
સં. ૨૦૧પ માં દક્ષિણદેશની તીર્થયાત્રા દરમિયાન અનેક શહેરોની જૈન જનતા
તરફથી પૂ. ગુરુદેવને અભિનંદનપત્રો અર્પણ થયા હતા. આ બધા અભિનંદનપત્રો
આત્મધર્મમાં પ્રગટ કરવાનું નક્કી થયેલું, તે અનુસાર ૨૬ જેટલા અભિનંદનપત્રો
અત્યારસુધીમાં પ્રગટ થયા છે; બાકીનાં પણ ક્રમશઃ પ્રગટ થશે. દક્ષિણ–તીર્થધામોની
યાત્રામાં કુંદકુંદપ્રભુની પાવન તપોભૂમિ પોન્નૂરની યાત્રાથી ગુરુદેવને ઘણો જ પ્રમોદ
થયો હતો. આજે પણ અવારનવાર તેઓશ્રી પોન્નૂરને ઘણા જ ભક્તિભાવપૂર્વક યાદ કરે
છે–જાણે કે અત્યારે જ કુંદકુંદાચાર્યદેવ ત્યાં વિચરતા દેખાતા હોય!! ગુરુદેવ જ્યારે
પોન્નૂરયાત્રાનું ભાવભીનું વર્ણન કરે છે ત્યારે મુમુક્ષુ શ્રોતાઓની નજરસમક્ષ
કુંદકુંદાચાર્યદેવનો તાદ્રશ ચિતાર ખડો થઇ જાય છે. જેમ આપણને ગુરુદેવ સાથે એ
પાવનભૂમિની યાત્રાથી મહાન આનંદ થયો, તેમ એ તામિલદેશના જૈનસમુદાયને પણ
કુંદકુંદાચાર્યદેવના મહાન ઉપાસક એવા કાનજીસ્વામીને પોતાના દેશમાં પધારેલા જોઇને
ઘણો જ આનંદ થયો હતો . તામિલ અને ગુજરાતી એકબીજાની ભાષા સમજ્યા વગર
પણ ગુરુદેવ પ્રત્યે કેટલો મહાન પ્રેમ ત્યાંના સમાજે બતાવ્યો છે તે તેઓએ આપેલા
અભિનંદનપત્રમાં દેખાઇ આવે છે–જે વાંચતા આજે પણ આપણને આનંદ થાય છે અને
જાણે કે એ દેશ સાથે આપણો ચિરપરિચિત સંબંધ હોય એવી ઉર્મિઓ ઉદ્ભવે છે.
ગુરુદેવ પોન્નૂર પધાર્યા ત્યારે (તા. ૧૪–૩–પ૯ના રોજ) એક જ દિવસમાં છ
અભિનંદનપત્ર ત્યાંના જૈનસમાજે અર્પણ કર્યા હતા. તેમાંથી પોન્નૂર–જૈનસમાજદ્વારા
તામિલભાષામાં અપાયેલા એક અભિનંદનપત્રનો ગુજરાતી અનુવાદ અહીં (સામા
પાને) પ્રગટ કરવામાં આવ્યો છે. (તામિલભાષાના અભિનંદનપત્રનો નમુનો જોવો
હોય તેમણે આત્મધર્મ અંક ૧૯૯ માં જોઇ લેવો.)

PDF/HTML Page 20 of 37
single page version

background image
માગશર–પોષઃ ૨૪૯૦ઃ ૧૭ઃ
જૈનધર્મ જયવંત હો. સદ્ધર્મ વૃદ્ધિગત હો.
સોનગઢ શ્રી કાનજી સ્વામીજી
શ્રી કુંદકુંદાચાર્યના દિવંગતધામ પોન્નૂરપહાડ પર
તા. ૧૪–૩–પ૯ને શનિવારના રોજ પધાર્યા તે સમયે પોન્નૂરના
જૈનસમાજદ્વારા સાચા પ્રેમથી દેવામાં આવેલું–
સ્વાગત પત્ર
હે સમયસાર–વ્યાખ્યાતા શ્રી કાનજીસ્વામી!
‘પધારો! પધારો!! પધારો!!!’–આ પ્રમાણે મહાન પ્રેમથી આપનું સ્વાગત
કરીએ છીએ. આપણા ભારતદેશનો પુરાતનધર્મ–જે જૈનધર્મ–તે એક જમાનામાં અહીં
અદ્વિતીયપણે ચમકી રહ્યો હતો, શ્રી કુંદકુંદાચાર્ય, સમન્તભદ્રાચાર્ય ઇલંગોવડિકલ,
તિરુતક્કદેવર, ભવનંદિમુનિ, તોલામોલિદેવર જેવા જૈનધર્મના સ્તંભભૂત આચાર્યવરોએ
જન્મ લઇને પવિત્ર કરેલા અમારા તામિલપ્રાંતમાં પધારેલા આપનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત
કરીએ છીએ.