Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 55
single page version

background image
: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
અ ભિ નં દ ન ગ્રં થ
મુંબઈનગરીમાં ઉજવાયેલ હીરકજયંતીના ભવ્ય મહોત્સવનું મધુર
સંભારણું...
ભારતભરના ભક્તોની હૃદયોર્મિનું એક આકર્ષક સંકલન...
૮૦૦ જેટલા પાનાં અને ૩૦૦ જેટલા સુંદર ચિત્રો સાથે ઉત્તમ છપાઈ...
તત્કાલિન કેન્દ્રપ્રધાન અને હાલમાં ભારતના વડાપ્રધાન શ્રી
લાલબહાદુરજી શાસ્ત્રીના હસ્તે ગુરુદેવને સમર્પણ થયેલ...
ભારતના અધ્યાત્મ સાહિત્યના એક ગૌરવસ્વરૂપ...
જેની લાગત કિંમત ૧૮/–હોવા છતાં, હીરકજયંતીના હર્ષોપલક્ષમાં
મુંબઈ મુમુક્ષુ–મંડળે તેની કિંમત ઘટાડીને માત્ર રૂ. ૬/–રાખી છે....તે
અભિનંદન ગ્રંથ આપે જોયો? વાંચ્યો? લીધો?
જિજ્ઞાસુઓની સતત માંગણી જોતાં થોડા જ વખતમાં તે અપ્રાપ્ય બની જશે.
કિંમત રૂ. ૬/– પ્લાસ્ટિકના કવર–પુંઠા સહિત રૂ. ૧/– વધુ
–પ્રાપ્તિસ્થાન–
શ્રી દિ. જૈન મંદિર શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
૧૭૩, ૧૭૫ મુમ્બાદેવી રોડ સોનગઢ
મુંબઈ–૨ (સૌરાષ્ટ્ર)
(દરેક ગામના મુમુક્ષુ મંડળને ખાસ સૂચના આપવામાં આવે છે કે
આપના મંડળમાં જેટલા અભિનંદનગ્રંથ જોઈએ તેટલા ગં્રથનો ઓર્ડર એક
સાથે જેમ બને તેમ તુરત મોકલી આપશો–જેથી પ્રેસમાંથી સીધા તે પુસ્તકો
આપને મોકલી શકાય, ને પેકીંગ–રવાનગી ખર્ચમાં ફાયદો થાય. પોસ્ટમાં
એક પુસ્તકનું પોસ્ટેજ લગભગ
અઢી રૂપિયા થાય છે. આ સુચના
ધ્યાનમાં લેવા ખાસ વિનંતિ.)
“મંગળ તીર્થયાત્રા” પુસ્તક આપે મેળવી લીધું?

PDF/HTML Page 22 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૯ :
‘જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે’
(શ્રી વીર પ્રવચનસાર ગાથા ૧૯૪ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન)
શુદ્ધાત્માને જાણે તેને શુદ્ધતા થાય
‘આ યથોક્ત વિધિ વડે શુદ્ધાત્માને જે ધુ્રવ જાણે છે, તેને તેમાં જ પ્રવૃત્તિ દ્વારા
શુદ્ધાત્મત્વ હોય છે;’ આત્મામાં સારું કેમ થાય ને નસારું–અઠીક કેમ ટળે તેની આ વાત
છે. સારું કરવું, સુખ, ધર્મ, કલ્યાણ એ બધું એક જ છે. જીવ અજ્ઞાનભાવે અધુ્રવ એવા
વિકારને તથા સંયોગોને પોતાનું સ્વરૂપ માનતો હતો તે અધર્મ હતો. હવે, પરદ્રવ્યનું
આલંબન અશુદ્ધતાનું કારણ છે ને સ્વદ્રવ્યનું આલંબન શુદ્ધતાનું કારણ છે–એમ પૂર્વે
કહેલા વિધિ વડે શુદ્ધાત્માને જાણ્યો તે ધર્મ છે. મૂળ સૂત્રમાં ‘
जो एवं जाणित्ता’ એમ
કહ્યું છે તેમાંથી શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવે ટીકામાં આ રહસ્ય ખોલ્યું છે.
મારામાં પર વસ્તુનો અભાવ છે ને રાગદ્વેષ પણ મારા કલ્યાણનું કારણ નથી,
એ બધા અધ્રુવ પદાર્થો છે તે મને શરણરૂપ નથી. મારો ઉપયોગસ્વરૂપ આત્મા ધુ્રવ છે તે
જ શરણરૂપ છે;–આ પ્રમાણે જે પોતાના શુદ્ધ આત્માને જાણે છે તેને તેના આશ્રયે શુદ્ધતા
પ્રગટે છે. પહેલાં મલિન ભાવોને પોતાનું સ્વરૂપ માનતો ત્યારે શુદ્ધતા પ્રગટતી ન હતી,
હવે તે માન્યતા ફેરવીને શુદ્ધ આત્માને જાણ્યો એટલે શુદ્ધતા પ્રગટી.
આ વાત કોને સમજાવે છે?
પહેલાંં અનાદિથી આત્માને અશુદ્ધ માનતો હતો, તે મિથ્યા માન્યતા સર્વથા
અસત્ (અર્થાત્ સર્વથા અભાવરૂપ) નથી, પણ અજ્ઞાનીની અવસ્થામાં તે
મિથ્યામાન્યતા થાય છે, તે એક સમયપૂરતી સત્ (ભાવરૂપ) છે. જો ઊંધી માન્યતા
આત્મામાં સર્વથા થતી જ ન હોય તો શુદ્ધાત્માને સમજીને તે ટાળવાનું પણ રહેતું નથી,
એટલે આત્માને સમજવાનો ઉપદેશ આપવાનું પણ રહેતું નથી. અનાદિથી આત્માને
ક્ષણિક વિકાર જેટલો માન્યો છે તે મિથ્યા માન્યતા છોડાવવા શ્રી આચાર્યદેવ સમજાવે છે
કે આત્માનો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ ઉપયોગસ્વરૂપ ધુ્રવ છે, તેની શ્રદ્ધા કરો.

PDF/HTML Page 23 of 55
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
‘રાગ વખતે શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન કેમ થઈ શકે? ’
પ્રશ્ન:– આત્મામાં રાગ–દ્વેષ થતા હોવા છતાં તે રાગ–દ્વેષ હું નહિ–એમ તે ક્ષણે જ
કેમ માન્યતા થાય? રાગ–દ્વેષ વખતે જ રાગ–દ્વેષ રહિત જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કઈ રીતે
થઈ શકે?
ઉત્તર:– રાગ–દ્વેષ થતા દેખાય છે તે તો પર્યાયદ્રષ્ટિ છે, તે જ વખતે જો
પર્યાયદ્રષ્ટિ ગૌણ કરીને સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો આત્માનો સ્વભાવ રાગરહિત જ
છે,–એની શ્રદ્ધાને અનુભવ થાય છે. રાગ હોવા છતાં શુદ્ધ આત્મા તે રાગથી રહિત છે,–
એમ જ્ઞાનવડે શુદ્ધ આત્મા જણાય છે. આત્મામાં એક જ ગુણ નથી પણ શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર વગેરે અનંત ગુણો છે; રાગ–દ્વેષ થાય તે ચારિત્રગુણનું વિકારી પરિણમન છે ને
શુદ્ધાત્માને માનવો તે શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે તથા શુદ્ધાત્માને જાણવો તે
જ્ઞાનગુણનું નિર્મળ પરિણમન છે. એ રીતે દરેક ગુણનું પરિણમન ભિન્ન ભિન્ન કાર્ય કરે
છે. ચારિત્રના પરિણમનમાં વિકારદશા હોવા છતાં, શ્રદ્ધા–જ્ઞાન તેમાં ન વળતાં ત્રિકાળી
શુદ્ધ સ્વભાવમાં વળ્‌યા, શ્રદ્ધાની પર્યાયે વિકારરહિત આખા શુદ્ધ આત્મામાં વળીને તેને
માન્યો છે અને જ્ઞાનની પર્યાય પણ ચારિત્રના વિકારનો નકાર કરીને સ્વભાવમાં વળી
છે. એટલે તેણે પણ વિકાર રહિત શુદ્ધ આત્માને જાણ્યો છે. આ રીતે, ચારિત્રની
પર્યાયમાં રાગ–દ્વેષ હોવા છતાં શ્રદ્ધા–જ્ઞાન સ્વ તરફ વળતાં શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા
જ્ઞાન થાય છે. રાગ વખતે જો રાગરહિત શુદ્ધ આત્માનું ભાન થઈ શકતું ન હોય તો
કોઈ જીવને ચોથું–પાંચમું–છઠ્ઠું વગેરે ગુણસ્થાન કે સાધકદશા જ પ્રગટી શકે નહિ અને
સાધક ભાવ વગર મોક્ષનો પણ અભાવ ઠરે.
રાગ–દ્વેષ તે ચારિત્રગુણની અવસ્થા છે. જો આત્મામાં ચારિત્ર સિવાય બીજા
જ્ઞાનાદિ અનંત ગુણો ન હોય તો ધર્મ થઈ શકે નહીં. કેમકે જે ચારિત્ર પોતે વિકારમાં
અટક્યું હોય તે પોતે વિકારરહિત સ્વભાવનો નિર્ણય કેમ કરી શકે? અને તે નિર્ણય
વગર ધર્મ ક્યાંથી થાય? માટે ચારિત્ર સિવાય બીજા જ્ઞાન, શ્રદ્ધા વગેરે ગુણો છે; તેથી
ચારિત્રની દશામાં વિકાર હોવા છતાં તે જ વખતે જ્ઞાનગુણના કાર્યવડે શુદ્ધાત્માનું જ્ઞાન
થાય છે તથા શ્રદ્ધાગુણના કાર્યવડે શુદ્ધાત્માની શ્રદ્ધા થાય છે. અને એ શુદ્ધાત્માની શ્રદ્ધા–
જ્ઞાનના જોરે સ્વભાવસન્મુખ પરિણમતાં ચારિત્રના વિકારનો પણ ક્રમે ક્રમે નાશ થતો
જાય છે, સમ્યક્શ્રદ્ધાજ્ઞાન થતાં તેની સાથે ચારિત્ર પણ અંશે શુદ્ધ તો થાય છે.
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થવા છતાં

PDF/HTML Page 24 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૧૧ :
ચારિત્ર સર્વથા અશુદ્ધ જ રહે–એમ બનતું નથી. ચારિત્રનું વર્તન થોડુંક વિકારી હોવા
છતાં, તે વખતે શ્રદ્ધા–જ્ઞાનગુણના સ્વાશ્રિત પરિણમનવડે વિકારરહિત આત્માની શ્રદ્ધા
તથા જ્ઞાન થાય છે. માટે, જો કોઈ જીવ આત્મામાં અનંતગુણો ન માને ને એક જ ગુણ
માને તો તેને સાધકદશા થઈ શકે જ નહિ, તેને તો વિકાર વખતે વિકાર જેટલો જ
આત્મા માનવાનું રહે, પણ વિકાર વખતે વિકારરહિત શુદ્ધ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન
તેને થઈ શકે નહિ, કેમકે તે ગુણોને જ તેણે સ્વીકાર્યા નથી. અવસ્થામાં રાગ–દ્વેષરૂપ જે
ક્ષણિક મલિનતા છે તે જ્ઞાન સિવાય બીજા ગુણની છે, જ્ઞાનની મલિનતા નથી. તેથી તે
મલિનતાથી જુદું રહીને જ્ઞાને સ્વભાવ તરફ વળીને આત્માના નિર્મળ ગુણોને જાણ્યા,
એટલે તેના આશ્રયે સાધકદશા શરૂ થઈ ગઈ. તે જીવ પોતાને ક્ષણિક રાગ–દ્વેષ જેટલો
જ માની લેતો નથી.
આત્માની વર્તમાન પર્યાયમાં રાગાદિ મલિનતા છે તે ચારિત્રગુણની વિપરીતદશા
છે. ત્યાં તેને જ અજ્ઞાની આખો આત્મા માનતો તેથી મિથ્યા શ્રદ્ધ–જ્ઞાન હતાં. હવે તે
મિથ્યા માન્યતા ફેરવીને શ્રદ્ધા–જ્ઞાન સ્વસન્મુખ થતાં એમ માન્યું કે ત્રિકાળ ધુ્રવ ચૈતન્ય
તે જ હું છું, મારા ત્રિકાળી સ્વભાવમાં મલિનતા નથી; અવસ્થામાં જે ક્ષણિક અલ્પ
મલિનતા છે તેટલો આખો આત્મા નથી. સ્વભાવ તરફ વળેલા સ્વ–પર પ્રકાશક જ્ઞાને તે
મલિનતાને જ્ઞેય તરીકે જાણી ખરી કે આ ચારિત્રનો દોષ છે, પણ તે મારો મૂળ સ્વભાવ
નથી. તે દોષ વખતે પણ બીજા જ્ઞાન શ્રદ્ધાન્ ગુણવડે ધુ્રવ શુદ્ધ નિત્ય આત્માનું જ્ઞાન–
શ્રદ્ધાન્ થાય છે, એટલે વિકાર વખતે પણ શુદ્ધ આત્માના સમ્યક્ શ્રદ્ધાન–જ્ઞાનમાં ધર્મી
જીવને શંકા પડતી નથી. જો એકેક આત્મામાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે અનેક ગુણોને
(એટલે કે અનેકાંત સ્વભાવને) ન સ્વીકારો તો સાધકપણું જ સાબિત થાય નહિ, ને
સાધકપણા વગર બાધકપણું પણ સિદ્ધ ન થાય, એટલે સંસાર–મોક્ષનો જ અભાવ ઠરે.–
પરંતુ એ વાત પ્રત્યક્ષ વિરુદ્ધ છે.
વળી જો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાં તેની સાથે જ પૂરું ચારિત્ર ઊઘડી જતું હોય ને
વર્તનનો જરા પણ દોષ ન રહેતો હોય તો સાધકપણાના પ્રકારો જ પડે નહિ પણ
સમ્યક્શ્રદ્ધા સાથે જ બધા જીવોને વીતરાગતા થઈ જાય, એટલે કથંચિત્ ગુણભેદરૂપ જે
વસ્તુસ્વરૂપ છે તે સિદ્ધ થાય નહિ, માટે તે પણ વિરુદ્ધ છે.
આત્મવસ્તુમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વગેરે અનેક ગુણો છે અને ગુણ અપેક્ષાએ
તે દરેકનું કાર્ય ભિન્ન ભિન્ન છે–આમ યથાર્થ અનેકાંતને સમજે તો જ વસ્તુસ્વરૂપની
સિદ્ધિ થાય.

PDF/HTML Page 25 of 55
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
કલ્યાણ કેમ થાય?
જીવને અવસ્થામાં અકલ્યાણ છે તે ટાળીને કલ્યાણ પ્રગટ કરવું છે. અવસ્થામાં
અકલ્યાણ છે તે ટળીને કલ્યાણ ક્યાંથી આવશે? અવસ્થામાં અકલ્યાણ હોવા છતાં,
જેમાંથી કલ્યાણ પ્રગટે છે એવી ધુ્રવ વસ્તુની શ્રદ્ધા કરવાથી તેના આધારે કલ્યાણ
પ્રગટતું જાય છે. ધુ્રવ વસ્તુની શ્રદ્ધા થઈ ત્યાં અંશે કલ્યાણ પ્રગટ્યું છે ને હજી અંશે
અકલ્યાણ પણ છે. જો સંપૂર્ણ કલ્યાણ થઈ જાય તો અકલ્યાણ બાકી રહે નહિ. રાગદ્વેષ
તે અકલ્યાણ છે ને વીતરાગભાવ તે કલ્યાણ છે. અવસ્થામાં અંશે અકલ્યાણ (–
રાગદ્વેષ) હોવા છતાં શુદ્ધ આત્માનો વિવેક થાય છે ને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ કલ્યાણ
પ્રગટે છે. તેથી શ્રી આચાર્યદેવે પહેલાં શુદ્ધ આત્માને જાણવાની વાત મૂકી છે.
શુદ્ધાત્માને જાણવાની સાથે જ પૂરું જ વર્તન (–વીતરાગતા) થઈ જતું નથી પણ તેમાં
ક્રમ પડે છે. જો સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થતાંની સાથે જ ચારિત્ર પૂરું થઈ જતું હોય તો
સાધકદશા રહે નહિ.
દરેક જીવની સ્વતંત્રતા અને દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરેની સિદ્ધિ
‘શુદ્ધાત્માને જે ધુ્રવ જાણે છે તેને.....શુદ્ધાત્મત્વ હોય છે’ એમ કહ્યું, એટલે જો
બધા જીવો શુદ્ધાત્માને જાણે તો જ પોતાને શુદ્ધાત્મા જણાય–એમ નથી, પણ બધા
જીવોથી પોતે સ્વતંત્ર છે, બધા આત્મા જુદા જુદા સ્વતંત્ર છે, તેમાંથી જે શુદ્ધાત્માને જાણે
તેને જ શુદ્ધાત્મદશા પ્રગટે છે, ને જે શુદ્ધાત્માને નથી જાણતો તેને શુદ્ધાત્મદશા થતી નથી.
વળી આમાં પરિણમન પણ નક્કી થઈ ગયું; કેમકે અનાદિથી શુદ્ધ આત્માને જાણ્યો ન
હતો તે અજ્ઞાનદશા પલટીને હવે શુદ્ધાત્માને જાણ્યો. જો અવસ્થા પલટતી ન હોય તો
એમ બની શકે નહિ. એ પ્રમાણે શુદ્ધ આત્માને જાણીને તેમાં લીનતાથી જે પૂર્ણ શુદ્ધ
થઈ ગયા તે ‘દેવ’ છે. શુદ્ધાત્માને જાણ્યો હોવા છતાં જેમને હજી પૂર્ણ શુદ્ધદશા પ્રગટી
નથી પણ સાધકદશા છે તે ‘ગુરુ’ છે, ને આવા દેવ–ગુરુની અનેકાંતમય વાણી તે
શાસ્ત્ર છે. શુદ્ધ આત્માને જાણે તે વખતે જ આત્મા પૂરો શુદ્ધ સર્વજ્ઞ થઈ જતો નથી
પણ હજી સ્વભાવ તરફ વિશેષપણે વળવાનું ને અશુદ્ધતા ટાળવાનું–સાધકપણું રહે છે,
એટલે જ્ઞાનના ભેદો તેમ જ ગુણસ્થાનના ભેદો પડે છે–આ રીતે અનેક પ્રકાર સિદ્ધ થઈ
જાય છે.
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનું કાર્ય
આત્મામાં–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે અનેક ગુણો ત્રિકાળ છે; તેને જો ન માનો
તો આ વાત સિદ્ધ થઈ શકશે નહીં. ચારિત્રની દશામાં વિકાર હોવા છતાં શ્રદ્ધાજ્ઞાને તેનું

PDF/HTML Page 26 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૧૩ :
લક્ષ છોડીને જ્યારે શુદ્ધ આત્મસ્વભાવનો સ્વીકાર કર્યો ત્યારથી અપૂર્વ ધર્મકળાની
શરૂઆત થઈ છે. વર્તનની ક્ષણિક મલિનતાને સમ્યક્શ્રદ્ધા સ્વીકારતી નથી પણ ધુ્રવ શુદ્ધ
દ્રવ્યને જ તે સ્વીકારે છે, અને તે ધુ્રવના જ આધારે વર્તનની પૂર્ણતા થઈને હું સર્વજ્ઞ થઈ
જઈશ એમ જ્ઞાન જાણે છે.
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મ, અને સમ્યક્–ચારિત્રરૂપ ધર્મ:
પહેલાં કેટલો અધર્મ ટળે?
આત્માનો જે શુદ્ધ ધુ્રવસ્વભાવ છે તે તો નિત્ય છે, તે કાયમી પદાર્થને કાંઈ નવો
બનાવવો નથી; પણ વર્તમાન ક્ષણિક અવસ્થામાં અધર્મ છે તે ટાળીને ધર્મદશા નવી
પ્રગટ કરવી છે. બધો અધર્મ એક સાથે ટળી જતો નથી પણ તે ટાળવામાં ક્રમ પડે છે. જે
જીવ ધર્મી થાય તેને સૌથી પહેલાં કેટલો અધર્મ ટળે? પહેલાં શુદ્ધ આત્માને જાણતાં
મિથ્યા શ્રદ્ધા અને મિથ્યાજ્ઞાનરૂપ અધર્મ તો ટળી જાય છે, ને ચારિત્રના અધર્મનો એક
અંશ ટળે છે પણ ચારિત્રનો બધો અધર્મ ટળી જતો નથી. પહેલાંં સમ્યક્શ્રદ્ધા અને
સમ્યગ્જ્ઞાનરૂપ ધર્મ એક સાથે પ્રગટે છે ને પછી સમ્યક્ ચારિત્ર થાય છે, તે ચારિત્રધર્મ
ક્રમે ક્રમે પ્રગટે છે. ‘હું શુદ્ધ, ધુ્રવ, ઉપયોગસ્વરૂપ છું’ એમ શ્રદ્ધા–જ્ઞાને માન્યું તથા જાણ્યું
તે ધર્મ છે, અને જે રાગ–દ્વેષ થાય છે તે અધર્મ છે; એ રીતે સાધકને અંશે ધર્મ ને અંશે
અધર્મ બંને સાથે છે. પહેલાંં શુદ્ધ આત્માને જાણતો ન હતો ને પુણ્ય–પાપને જ પોતાનું
સ્વરૂપ માનતો ત્યારે તો તે જીવને શ્રદ્ધા, જ્ઞાન ને વર્તન એ ત્રણે ખોટાં હતાં એટલે
એકલો અધર્મ જ હતો. તે અધર્મીપણામાં તો જીવ વિકારને અને પરને જ જ્ઞાનમાં જ્ઞેય
કર! ને તેની જ શ્રદ્ધા કરતો હતો તેને બદલે હવે જ્ઞાનને સ્વ તરફ વાળીને આત્માને
જ્ઞાનનું સ્વજ્ઞેય કર્યું ને તેની જ શ્રદ્ધા કરી, ત્યાં જ્ઞાન અને શ્રદ્ધા સુધર્યાં ને ચારિત્રનો
પણ એક અંશ સુધર્યો. છતાં હજી તે ધર્મીને ચારિત્રમાં અંશે વિકાર પણ છે. પરંતુ તે
વિકાર હોવા છતાં તેના સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મનો નાશ થતો નથી. એ રીતે પહેલાં તો
મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાનરૂપ અધર્મ ટળે છે ને પછી જ રાગદ્વેષ ટળે છે.
અધર્મદશા વખતે પુણ્ય–પાપને જાણવામાં એકત્વબુદ્ધિથી જે જ્ઞાન રોકાતું હતું
તેનું કાર્ય ધર્મદશા થતાં ફર્યું ને હવે તે ધુ્રવ ચૈતન્યસ્વભાવને જાણવામાં તેના આશ્રયમાં
રોકાયું તથા પહેલાં જે શ્રદ્ધા પુણ્ય પાપને જ આત્મા માનતી હતી તેણે હવે ધુ્રવ ચૈતન્ય
સ્વભાવની શ્રદ્ધા કરી.–આ રીતે જ્ઞાન અને શ્રદ્ધામાં ધર્મની ક્રિયા થઈ. હવે માત્ર
ચારિત્રનો અલ્પ દોષ રહ્યો, તેને પણ શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા વડે ટાળીને પરમાત્મા
થઈ જશે.

PDF/HTML Page 27 of 55
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
પરંતુ જેને શ્રદ્ધા–જ્ઞાન જ સાચાં નથી તેને તો કદી વિકાર ટળતો જ નથી. પહેલાં
સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થયા પછી જ ચારિત્રદોષ ટળે ને પરમાત્માદશા થાય.
આત્માનું વર્તન કેમ સુધરે?
લોકો કહે છે કે ‘વર્તન સુધારો.’ પણ વર્તન એટલે શું? દેહની ક્રિયામાં આત્માનું
વર્તન નથી. વર્તન એટલે દેહની ક્રિયા નહિ પણ આત્માના અંતરના ભાવ છે. જેવો શુદ્ધ
આત્મા છે તેને સમજીને તેમાં એકાગ્રપણે વર્તવું તે જ સાચું વીતરાગી વર્તન છે. અને
શુદ્ધ આત્માને ન સમજતાં વિકારમાં જ એકાગ્રપણે વર્તવું તે ઊંધુંં વર્તન છે. જ્યાં
પોતાના પૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવને જ જ્ઞાનનું જ્ઞેય કર્યું અને તેની શ્રદ્ધા કરી ત્યાં જ્ઞાન
અને શ્રદ્ધાનું વર્તન તો સુધરી ગયું–અર્થાત્ જ્ઞાન અને શ્રદ્ધા સમયક્ થયા. ચારિત્રના
વર્તનમાં અમુક વિકાર હોય છતાં તે વિકારપરિણામ વખતે પણ શ્રદ્ધા–જ્ઞાનને શુદ્ધ
સ્વભાવ તરફ વાળીને તેનું વર્તન સુધારી શકાય છે; ને એમ કરવાથી જ ધર્મની
શરૂઆત થાય છે. પર્યાયમાં વિકાર હોવા છતાં તે જ વખતે તે વિકારને મુખ્ય ન કરતાં
તે વિકારરહિત ધ્રુવ ચૈતન્યસ્વભાવને મુખ્ય કરીને તેમાં શ્રદ્ધા–જ્ઞાનને વાળવા, તે જ
વિધિવડે શુદ્ધાત્મા જણાય છે ને અપૂર્વ કલ્યાણની શરૂઆત થાય છે.
આત્મા ત્રિકાળ છે, તેમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર એ ત્રણ મુખ્ય ગુણો છે, તેની
પર્યાયમાં મલિનતા છે. અનાદિથી પરાશ્રયે ઊંધુંં પરિણમન હતું તે સ્વભાવના આશ્રયે
સવળું થાય છે. ચારિત્રમાં કાંઈક વિપરીતતા હોવા છતાં શ્રદ્ધા–જ્ઞાન શુદ્ધ સ્વભાવ તરફ
વળીને શુદ્ધ આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે છે. આ જ શુદ્ધ આત્માને જાણવાની વિધિ છે.
આ વિધિથી જે શુદ્ધાત્માને જાણે છે તેને જ આત્માની શુદ્ધતા પ્રગટે છે.
સાચી સામાયિક અને પ્રતિક્રમણ કોને હોય?
સામાયિક એટલે સમતાનો લાભ થવો તે; તે સામાયિક ક્યારે થાય? આત્માના
ત્રિકાળ સ્વભાવમાં જ્ઞાન–આનંદ છે, એવા ત્રિકાળી સ્વભાવને જાણીને તેમાં જે લીન
થાય તેને આત્માનો આનંદ પ્રગટે છે ને રાગદ્વેષના અભાવરૂપ વીતરાગી સમતા હોય છે
તે જ સામાયિક છે. એવી જ સામાયિકને ભગવાને ધર્મ અને મોક્ષનું કારણ કહ્યું છે. તથા
તે જીવ મિથ્યાત્વ–અવિરતિ વગેરે પાપથી પાછો ફર્યો તેથી તેને પ્રતિક્રમણ પણ થઈ ગયું.
આવી સાચી સામાયિક અને સાચું પ્રતિક્રમણ શુદ્ધ આત્માની સમજણ વગર કોઈ જીવને
હોય નહીં.

PDF/HTML Page 28 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૧૫ :
મોક્ષાર્થીને મુક્તિનો ઉલ્લાસ : [બળદનું દષ્ટાંત]
આત્માએ અનંતકાળથી એક સેકંડ પણ પોતાના સ્વભાવને લક્ષમાં લીધો નથી,
તેથી તેની સમજણ કઠણ લાગે છે ને શરીરાદિ બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને મનુષ્યભવ
મફતમાં ગુમાવે છે. જો આત્મસ્વભાવની રુચિથી અભ્યાસ કરે તો તેની સમજણ સહેલી
છે, સ્વભાવની વાત મોંધી ન હોય. દરેક આત્મામાં સમજવાનું સામર્થ્ય છે. પણ પોતાની
મુક્તિની વાત સાંભળીને અંદરથી ઉલ્લાસ આવવો જોઈએ, તો ઝટ સમજાય. જેમ
બળદને જ્યારે ઘેરથી છોડીને ખેતરમાં કામ કરવા લઈ જાય ત્યારે તો ધીમે ધીમે જાય તે
જતાં વાર લગાડે; પણ જ્યારે ખેતરના કામથી છૂટીને ઘરે પાછા વળે ત્યારે તો દોડતા
દોડતા આવે. કેમ કે તેને ખબર છે કે હવે કામના બંધનથી છૂટીને ચાર પહોર સુધી
શાંતિથી ઘાસ ખાવાનું છે, તેથી તેને હોંશ આવે છે ને તેની ગતિમાં વેગ આવે છે.
જુઓ, બળદ જેવા પ્રાણીને પણ છૂટકારાની હોંશ આવે છે. તેમ આત્મા અનાદિ કાળથી
સ્વભાવ–ઘરથી છૂટીને સંસારમાં રખડે છે; શ્રીગુરુ તેને સ્વભાવ–ઘરમાં પાછો વળવાની
વાત સંભળાવે છે. પોતાની મુક્તિનો માર્ગ સાંભળીને જીવને જો હોંશ ન આવે તો પેલા
બળદમાંથી યે જાય! પાત્ર જીવને તો પોતાના સ્વભાવની વાત સાંભળતાં જ અંતરમાંથી
મુક્તિનો ઉલ્લાસ આવે છે અને તેનું પરિણમન સ્વભાવસન્મુખ વેગથી વળે છે. જેટલો
કાળ સંસારમાં રખડયો તેટલો કાળ મોક્ષનો ઉપાય કરવામાં ન લાગે, કેમ કે વિકાર
કરતાં સ્વભાવ તરફનું વીર્ય અનંતુ છે તેથી તે અલ્પ કાળમાં જ મોક્ષને સાધી લ્યે છે.
પણ તે માટે જીવને અંતરમાં યથાર્થ ઉલ્લાસ આવવો જોઈએ.
મોક્ષાર્થીને મુક્તિનો ઉલ્લાસ: [વાછરડાનું દ્રષ્ટાંત]
શ્રી પરમાત્મ–પ્રકાશમાં પશુનો દાખલો આપીને કહે છે કે મોક્ષમાં જો ઉત્તમ સુખ
ન હોત તો પશુ પણ બંધનમાંથી છૂટકારાની ઈચ્છા કેમ કરત? જુઓ, બંધનમાં બંધાયેલ
વાછરડાને પાણી પાવા માટે બંધનથી છૂટો કરવા માંડે ત્યાં તે છૂટવાના હરખમાં કૂદાકૂદ
કરવા માંડે છે; અહા! છૂટવાના ટાણે ઢોરનું બચ્ચું પણ હોંશથી કૂદકા મારે છે–નાચે છે.
તો અરે જીવ! તું અનાદિ અનાદિકાળથી અજ્ઞાનભાવે આ સંસારબંધનમાં બંધાયેલો છે,
અને હવે આ મનુષ્યભવમાં સત્સમાગમે એ સંસારબંધનથી છૂટવાના ટાણાં આવ્યા છે.
શ્રી આચાર્યદેવ કહે છે કે અમે સંસારથી છૂટીને મોક્ષ થાય તેવી વાત સંભળાવીએ અને
તે સાંભળતાં જો તને સંસારથી છૂટકારાની હોંશ ન આવે તો તું પેલા વાછરડામાંથી પણ
જાય તેવો છે! ખુલ્લી હવામાં ફરવાનું ને છૂટા પાણી પીવાનું ટાણું મળતાં છૂટાપણાની

PDF/HTML Page 29 of 55
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
મોજ માણવામાં વાછરડાને પણ કેવી હોંશ આવે છે! તો જે સમજવાથી અનાદિના
સંસાર બંધન છ્રૂટીને મોક્ષના પરમ આનંદની પ્રાપ્તિ થાય–એવી ચૈતન્યસ્વભાવની વાત
જ્ઞાની પાસેથી સાંભળતાં ક્યા આત્માર્થી જીવને અંતરમાં હોંશ ને ઉલ્લાસ ન આવે? અને
જેને અંતરમાં સત્ સમજવાનો ઉલ્લાસ છે તેને અલ્પ કાળમાં મુક્તિ થયા વિના રહે નહીં.
પહેલાંં તો જીવને સંસારભ્રમણમાં મનુષ્યભવ અને સત્નું શ્રવણ જ મળવું બહુ મોંઘું છે.
અને કવચિત્ સત્નું શ્રવણ મળ્‌યું ત્યારે પણ જીવે અંતરમાં વિચાર કરીને, સત્નો ઉલ્લાસ
લાવીને, અંતરમાં બેસાર્યું નહિ, તેથી જ સંસારમાં રખડયો. ભાઈ, આ તને નથી
શોભતું! આવા મોંઘા અવસરે પણ તું આત્મસ્વભાવને નહિ સમજ તો ક્યારે સમજીશ?
અને ને સમજ્યા વગર તારા ભવભ્રમણનો છેડો ક્યાંથી આવશે? માટે અંદર ઉલ્લાસ
લાવીને સત્સમાગમે સાચી સમજણ કરી લે.
જિજ્ઞાસા
જીવ અજ્ઞાનને લીધે અનાદિકાળથી અવતારમાં બળદની જેમ દુઃખી થઈ રહ્યો છે,
છતાં તેનાથી છૂટવાની જિજ્ઞાસા પણ મૂઢ જીવને થતી નથી. નાના ગામડામાં એક ખેડુત
પૂછતો હતો કે ‘મહારાજ! આત્મા અવતારમાં રઝડે છે, તે રઝડવાનો અંત આવે ને
મુક્તિ થાય એવું કંઈક બતાવો! ’ આવો જિજ્ઞાસાનો પ્રશ્ન પણ કોઈકને જ ઊઠે છે.
આવા મોંઘાં ટાણાં ફરી ફરીને મળતાં નથી, માટે જિજ્ઞાસુ થઈ, અંતરમાં મેળવણી કરીને
સાચું આત્મસ્વરૂપ શું છે તે સમજવું જોઈએ; કેમ કે જે શુદ્ધ આત્માને ઓળખે છે તે જ
શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે.
મૂંઝવણ અને નિરાશાને ખંખેરી નાખો
“મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો.
હારવાનો અથવા નિરાશ થવાનો કાંઈ હેતું નથી.
દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તે પછી થોડોક પ્રમાદ છોડી
દેવામાં જીવે મુંઝાવા જેવું અથવા નિરાશ થવા જેવું કંઈ
જ નથી.”
શ્રીમહરાજચંદ્ર (૮૨૯)

PDF/HTML Page 30 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૧૭ :
પારસનાથ પ્રભુના પૂર્વ ભવો
ક્રોધ ઉપર ક્ષમાનો વિજય
‘ક્ષમા વીરસ્ય ભૂષણં’ એ સૂત્રનો સાક્ષાત્કાર કરાવતું
ભગવાન પારસનાથ પ્રભુનું દસ ભવનું જીવન જોતાં મુમુક્ષુને
વીતરાગભાવની પ્રેરણા મળે છે, ઘોર ઉપદ્રવ વચ્ચે પણ અડગ
આત્મસાધનાનો ઉત્સાહ જાગે છે, ક્ષમાની ઉત્તમતા ને ક્રોધની હીનતા
દેખીને તેનો આત્મા ક્ષમા પ્રત્યે ઉલ્લસિત થાય છે ને ક્રોધાદિથી
વિરક્ત થાય છે. કમઠ કે જે એક વખત પોતાનો સગો ભાઈ હતો
તેણે ક્રોધથી પારસનાથના જીવ ઉપર દસદસ ભવ સુધી ઘોર ઉપદ્રવો
કર્યા ને ભગવાને ક્ષમાભાવથી તે સહન કર્યા. દસદસ ભવ સુધી ક્રોધ
અને ક્ષમા વચ્ચેની જાણે લડાઈ ચાલી, ને અંતે ક્રોધ ઉપર ક્ષમાનો
વિજય થયો. પુરાણશાસ્ત્રો આવા હજારો બોધદાયક પ્રસંગોથી ભરેલા
છે; જગતમાં ક્રોધ અને ક્ષમા વચ્ચે સદાય અથડામણ ચાલ્યા જ કરે
છે, અજ્ઞાનીઓ ક્રોધથી ઉપદ્રવ કરતા આવે છે ને જ્ઞાની સાધકો
ક્ષમાથી સહન કરતા આવે છે. આરાધકને અનેક ઉપદ્રવો આવે છે ને
તે પોતાની આરાધનામાં અડગ રહે છે. પત્થર વરસો કે પાણી,
અગ્નિની જવાળા હો કે સર્પોના ફૂંફાડા,–જ્ઞાની પોતાની આરાધનાથી
ડગતા નથી. દસ દસ ભવથી ઉપદ્રવ કરતા કરતા અંતિમ ભવમાં
આત્મધ્યાનમાં મગ્ન પાર્શ્વમુનિરાજ ઉપર કમઠના જીવે પત્થર પાણી ને
અગ્નિ વડે ઘોરાતિઘોર ઉપદ્રવ કરવા છતાં એ ક્ષમાવીર
આત્મસાધનાથી ન ડગ્યા તે ન જ ડગ્યા..... ક્રોધ એના રૂંવાડેય ન
ફરક્યો.....એ વખતે ધરણેન્દ્ર અને પદ્માવતીએ આવીને ભક્તિથી
છત્ર ધરીને ઉપદ્રવ દૂર કર્યો,–તો એના ઉપરના રાગના રંગથી પણ
ભગવાન ન રંગાયા....એમને તો વીતરાગ થઈને સર્વજ્ઞતા સાધવી
હતી... અંતે તેઓ સર્વજ્ઞ થયા....ને કમઠના જીવનેય પશ્ચાત્તાપ
થયો....ક્ષમા પાસે ક્રોધની હાર થઈ....ક્ષમાનો વિજય થયો....અનેક
સ્થળે પાશ્વપ્રભુના પંચકલ્યાણક વખતે ચિત્રોદ્વારા પાર્શ્વપ્રભુનું જીવન
જોતાં, અને તેમની અડગ ક્ષમા અડગ સાધના તથા ક્રોધ ઉપર
ક્ષમાનો વિજય દેખીને હજારો પ્રક્ષકોની સભામાં હર્ષથી જયજયકાર

PDF/HTML Page 31 of 55
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
છવાઈ જતો. પાર્શ્વપ્રભુના પૂર્વભવોનું સચિત્ર વર્ણન એકવાર
‘સુવર્ણસન્દેશ’ માં આવી ગયું હતું. તે સૌને પસંદ પડેલ. હાલમાં
મુંબઈનગરીના મહોત્સવમાં પણ પાર્શ્વપ્રભુના પંચકલ્યાણક અને
તેમના દસ ભવોના ચિત્રો અને કમઠના ઉપદ્રવ, વગેરે દ્રશ્યો
જોયા....તે ઉપરથી અહીં આત્મધર્મમા પણ પાર્શ્વપ્રભુના પૂર્વભવોનું
સચિત્ર વર્ણન ટૂંકમાં આપીએ છીએ.
(બ્ર. હ. જૈન)
પૂર્વે દસમા ભવે પારસનાથનો જીવ મરૂભૂતિ હતો; ને કમઠનો જીવ તેનો મોટો
ભાઈ હતો. બંને સગાભાઈ....એકવાર દોષવશાત્ રાજાએ તે કમઠને ગામમાંથી કાઢી
મુક્યો; અપમાનિત કમઠ ત્યાગીબાવો થઈ, હાથમાં શિલા ઉપાડી, કુતપ તપી રહ્યો હતો.
પાછળથી મરૂભૂતિને આ વાતની ખબર પડતાં, બંધુપ્રેમથી પ્રેરાઈ, તેને ઘેર તેડી લાવવા
તેની પાસે ગયો, ને નમસ્કાર કરી ક્ષમા માંગવા જાય છે ત્યાં તો ક્રોધપૂર્વક કમઠના જીવે
હાથમાંની મોટી શિલા તેના ઉપર પટકી; મરૂભૂતિનું મૃત્યું થયું.
મરૂભૂતિનો જીવ મરીને હાથીપણે ઊપજ્યો. અને કમઠનો જીવ ક્રોધપરિણામની
તીવ્રતાથી મરીને ભયંકર સર્પ થયો. આ બાજુ મરૂભૂતિના મૃત્યુની વાત સાંભળી વૈરાગ્ય
પામી રાજા દીક્ષિત થયા. એકવાર અનેક મુનિવરો સાથે સમ્મેદશિખરતીર્થની યાત્રાએ
જતા હતા, ને સંધ્યા સમયે વનમાં સામાયિકમાં બેઠેલા. ત્યાં હાથી તેને જોતાં તે તરફ
ધસ્યો, પણ તેનું શ્રીવત્સ ચિહ્ન જોતાં હાથીને પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું અને શાંત
થઈને એક વિનયવાન શિષ્યની જેમ મુનિરાજના ચરણ સમીપ બેસી ગયો. એ જોઈને
બધાને આશ્ચર્ય થયું. મુનિરાજે અવધિજ્ઞાનથી જાણ્યું કે આ હાથી તે મરૂભૂતિનો જીવ છે
ને હોનહાર તીર્થંકર છે; એટલે તેને ધર્મોપદેશ આપ્યો. હાથીએ સમ્યગ્દર્શન સહિત પાંચ
અણુવ્રત ધારણ કર્યા. એકવાર પાણી પીવા જતાં તળાવમાં તેનો પગ ખૂંચ્યો, ત્યારે સર્પ
થયેલા કમઠના જીવે તેને ભયંકર ડંશ દીધો.
મરૂભૂતિ–હાથીનો જીવ આરાધનાના ઉત્તમ પરિણામ સહિત મરીને સ્વર્ગમાં
દેવપણે ઉપજ્યો. અને કમઠ–સર્પનો જીવ ક્રૂર પરિણામથી મરીને નરકમાં ગયો, ત્યાં
પોતાના પાપોનું ભયંકર ફળ ભોગવ્યું.
કમઠનો જીવ નરકમાંથી નીકળીને મોટો અજગર થયો.....મરૂભૂતિનો
(પારસનાથનો) જીવ વિદેહમાં અગ્નિવેગ નામનો રાજકુમાર થયો, ત્યાં મુનિ થઈ
ધ્યાનમાં બિરાજમાન છે; એવામાં પૂર્વ સંસ્કારથી પ્રેરાયેલો અજગર ત્યાં આવી પહોંચ્યો
ને ધ્યાનમાં બેઠેલા એ મુનિરાજને ગળી ગયો.

PDF/HTML Page 32 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૧૯ :

PDF/HTML Page 33 of 55
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦

PDF/HTML Page 34 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૨૧ :
મુનિરાજ આરાધનાપૂર્વક સ્વર્ગમાં ગયા.
અજગર નરકમાં ગયો.
સ્વર્ગની અને નરકની સ્થિતિ પૂરી કરીને બંને જીવો પાછા મનુષ્યભવે અવતર્યા.
પારસનાથનો જીવ (–મરૂભૂતિ, હાથી ને રાજકુમાર પછી) વિદેહક્ષેત્રમાં
વજ્રનાભી ચક્રવર્તી થયો....પછી વૈરાગ્યથી દીક્ષા લઈ મુનિદશામાં ધ્યાનમાં છે....ત્યાં
કમઠ, સર્પ અને અજગર પછી ભીલ થયેલો કમઠનો જીવ ત્યાં આવી પહોંચ્યો ને
મુનિરાજને જોતાં જ તીર મારીને તેમને વીંધી નાંખ્યા....અરે, એક વખતના બંને સગા
ભાઈ! જુઓ, આ સંસારની સ્થિતિ!
મુનિ તો સમાધિમરણપૂર્વક સ્વર્ગે સીધાવ્યા....કમઠનો જીવ ભીલ પોતાના
દુષ્કર્મનું ફળ ભોગવવા ઘોર નરકમાં ગયો.
પારસનાથનો જીવ સ્વર્ગમાંથી નીકળી અયોધ્યાનગરીમાં આનંદકુમાર નામનો
મહા–માંડલિક રાજા થયો. સફેદ વાળ જોતાં વૈરાગ્ય પામી મુનિ થયો, અને ઉત્તમ
પરિણામોથી તીર્થંકરપ્રકૃતિ બાંધી. એ મુનિદશામાં ધ્યાનમાં હતા, એવામાં કમઠનો જીવ–
કે જે નરકમાંથી નીકળીને સિંહ થયો છે તે આવીને મુનિના દેહને ખાઈ ગયો.
પારસનાથનો જીવ તેરમાં આનતસ્વર્ગનો દેવ થયો. કમઠનો જીવ નરકમાં ગયો.
પારસનાથનો જીવ પૂર્વ દસમા ભવે મરૂભૂતિ, પછી હાથી, પછી દેવ, પછી મુનિ,
પછી દેવ, પછી ચક્રવર્તી–મુનિ, પછી દેવ, પછી મુનિ અને પછી દેવ થઈને અંતિમભવે
ગંગાકિનારે કાશીનગરીમાં તીર્થંકરપણે અવતર્યો.
અને કમઠનો જીવ પૂર્વ દસમા ભવે મરૂભૂતિનો ભાઈ કમઠ, પછી સર્પ, પછી
નારકી, પછી અજગર, પછી નારકી, પછી ભીલ, પછી નારકી, પછી સિંહ અને પછી
નારકી થઈને હવે પારસનાથના નાના મહિપાલ તરીકે અવતર્યો.
તે મહિપાલ તાપસ થઈને પંચાગ્નિમાં લાકડા જલાવતો હતો. સળગતા લાકડાની
પોલમાં નાગ–નાગણી પણ હતા ને તે પણ સળગી રહ્યા હતા. એવામાં રાજકુમાર
પાર્શ્વનાથ વનવિહાર કરતા ત્યાં આવી પહોંચ્યા....ને દયાથી પ્રેરાઈને કહ્યું: અરે તાપસ!
આ લાકડાની સાથે સર્પયુગલ પણ ભસ્મ થઈ રહ્યું છે....આવી હિંસામાં ધર્મ ન હોય.
કુમારની વાત

PDF/HTML Page 35 of 55
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
સાંભળતાં તાપસ તો ક્રોધથી ધુંવાફૂંવા થઈ ગયો ને લાકડું ફાડીને જોયું તો અંદરથી
અર્ઘદગ્ધ સર્પ–સર્પિણી તરફડિયા મારતા નીકળ્‌યા....પાર્શ્વકુમારે દયાપૂર્વક નમસ્કારમંત્ર
સંભળાવીને તે નાગ–નાગણીનો ઉદ્ધાર કર્યો; નમસ્કારમંત્રના પ્રતાપે શાંતપરિણામથી
મરીને તે બંને ધરણેન્દ્ર તથા પદ્માવતીદેવી થયા. મહિપાલ તાપસ કુતપથી મરીને સંવર
નામનો જ્યોતિષીદેવ થયો.
આ બાજું કાશીનગરીમાં રાજકુમાર પારસનાથ એકવાર રાજસભામાં બેઠા છે.
દેશ દેશના રાજાઓ તરફથી ભેટ આવે છે. અયોધ્યાનગરીના રાજદૂત પણ ઉત્તમ ભેટ
લઈને આવી પહોંચ્યા. અયોધ્યાનગરી કેવી છે! એમ પૂછતાં દૂતના મુખથી અયોધ્યાનો
અદ્ભુત મહિમા સાંભળીને, તથા પોતાના જેવા આદિનાથ વગેરે અનેક તીર્થંકરો ત્યાં
થઈ ગયા છે તે સાંભળીને પારસકુમાર વૈરાગ્ય પામે છે....જાતિસ્મરણ જ્ઞાન થાય છે, ને
દીક્ષા લઈને મુનિ થાય છે.
મુનિદશામાં એકવાર પારસપ્રભુ ધ્યાનમાં ઊભા છે; એવામાં સંવરદેવ (કમઠના
જીવ) નું વિમાન ત્યાં અટકી જાય છે....ને આ મુનિએ જ મારું વિમાન થંભાવી દીધું છે
એમ સમજી અત્યંત ક્રોધિત થઈને દ્રુષ્ટ પરિણામથી અગ્નિ–પત્થર ને પાણી વગેરેથી ઘોર
ઉપદ્રવ કરે છે. એ જ વખતે ધરણેન્દ્ર અને પદ્માવતી (નાગ–નાગણીના જીવ) ત્યાં
આવી ભક્તિપૂર્વક સેવા કરે છે, ને છત્ર ધારણ કરીને ઉપદ્રવ દૂર કરે છે. ભગવાન તો
ધ્યાનમાં એવા લીન છે કે તેમને તો લક્ષેય નથી કે કોણ ઉપદ્રવ કરે છે ને કોણ
ભક્તિ કરે છે! નથી તેમને ઉપદ્રવ કરનાર ઉપર દ્વેષ, કે નથી ભક્તિ કરનાર ઉપર
રાગ.–એ તો પોતાની સાધનામાં મશગૂલ
છે. એક તરફ ક્રોધની પરાકાષ્ઠા છે તો
બીજી તરફ ક્ષમાની પરાકાષ્ઠા છે. અંતે ભગવાન પારસનાથને કેવળજ્ઞાન થાય છે,
કમઠનો જીવ સંવરદેવ પશ્ચાત્તાપથી પ્રભુચરણે નમીને ક્ષમા માંગે છે, ને ભગવાન પાસે
ધર્મ પામે છે.
આ છે ક્રોધ ઉપર ક્ષમાનો વિજય!
કમઠના જીવે લગાતાર અનેક ભવો સુધી વેરબુદ્ધિથી પારસનાથના જીવ ઉપર
ઘોર ઉપદ્રવો કર્યા, પરંતુ પારસનાથના જીવે ક્ષમાભાવ ધારણ કરીને અંતે તેનો ઉદ્ધાર
કર્યો. જેમ પારસના સંગે લોહ પણ સુવર્ણ બને છે, તેમ પારસપ્રભુના સંગથી કમઠ જેવો
જીવ પણ ધર્મી પામીને સુવર્ણ જેવો બની ગયો. પારસનાથ પ્રભુના જીવનની આ ખાસ
વિશેષતા છે, તે આત્માર્થી જીવને માટે મહાન આદર્શરૂપ છે.

PDF/HTML Page 36 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૨૩ :

PDF/HTML Page 37 of 55
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
અસાર.સંસારની.અધ્રુવતા
રાજા રાણા છત્રપતિ હાથિનકે અસવાર
મરના સબકો એકદિન અપની અપની વાર
સ્વ. પં. જવાહરલાલ નહેરુ (ભારતના વડા પ્રધાન)
આ અસાર સંસાર કેવો અધુ્રવ, અશરણ ને વૈરાગ્યપ્રેરક છે તે ઉપરનું દ્રશ્ય બોલી
રહ્યું છે. સંસાર એટલે જ જન્મમરણનો ભંડાર...સંસારમાં રહેવું ને જન્મ મરણથી બચવું
એ વસ્તુ અશક્ય છે. જન્મ મરણથી જેણે બચવું હોય તેણે સંસારથી છૂટકારાનો રાહ
લેવો જોઈએ. સંસારમાં શું નાના, કે શું મોટા, દરેક પ્રાણી અનિત્યતાની ગોદમાં પડેલા
છે, એક નાની ક્ષણના આયુષવાળો એકેન્દ્રિ જીવ કે અસંખ્યયાત વર્ષોના આયુષવાળા
મોટા ઈન્દ્રિો,

PDF/HTML Page 38 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૨૫ :
–કે ૯૬ કરોડ પાયદળથી રક્ષાયેલો ચક્રવર્તી, –એ કોઈ આ સંસારમાં સ્થિર નથી, અમુક
સમયે એની સ્થિતિ પૂરી થતાં તે બીજે ચાલ્યા જશે–સબકો જાના એક દિન અપની
અપની વાર’ સ્થિર તો એક ધુ્રવ ચિદાનંદ સ્વભાવ જ છે, તે જ શરણ છે, તે જ સાર છે,
એનું શરણ કરનારને કદી મરણ થતું નથી. જગતમાં અનિત્યતાના જન્મ–મરણના નાના
મોટા પ્રસંગો હરરોજ ક્ષણે ને પળે બનતા જ હોય છે, પણ જ્યારે કોઈ મોટો પ્રસંગ બને
ત્યારે સંસારની ક્ષણભંગુરતા જાણે આખા વિશ્વમાં વ્યાપી ગઈ હોય એમ સ્પષ્ટ દેખાય
છે. એટલે બાર વૈરાગ્ય ભાવનાઓનું નિરંતર ચિંતન કરવાનું સંતોએ બોધ્યું છે. આ
મહા વૈરાગ્ય પ્રસંગે આપણે પં. શ્રી ભૂધરદાસજી રચિત બાર વૈરાગ્યભાવના ચિંતવીએ–
(૧) અનત્યભવન
રાજા રાણા છત્રપતિ હાથિનકે અસવાર
મરના સબકો એકદિન અપની અપની વાર
અપની અપની વાર સર્વ પ્રાણી જ અવશિ મર જાવે
અન્ય સમસ્ત પદારથ જગમેં કોઉ થિર ન રહાવે;
યે પર વસ્તુ મોહવશ મનમેં રાગ રૂ દ્વેષ બઢાવે,
તાતેં પરમેં રાગરોષ તજ જો ઉત્તમ પદ પાવે.
[જગતમાં કોઈ વસ્તુ સ્થિર નથી, કાળસ્થિતિ પૂરી થતાં દરેક પ્રાણી અવશ્ય મરે
છે, જીવ મફતનો મોહવશ પરમાં રાગદ્વેષ વધારે છે. હે જીવ! તું પરમાં રાગદ્વેષ
છોડ....જેથી ઉત્તમ પદની પ્રાપ્તિ થાય.
]
(૨) અશરણ ભવન
દલબલદેઈદેવતા માતાપિતા પરિવાર
મરતી વિરિયાં જીવકો કોઈ ન રાખનહાર.
કોઈ ન રાખનહાર જીવકે જબ અંતિમ દિન આવે,
ઔષધ યંત્ર મંત્રકી શરણા ગ્રહે ભી કોઈ ન બચાવે.
રત્નત્રય ધર્મ હી એક શરણા યહી સર્વ જન ગાવે,
તાતેં સબકી શરણ છોડ, ગ્રહુ ધર્મ મુક્તિપદ પાવે.
[જીવનો અંતસમય આવતાં કોઈ તેને રાખી શકનાર નથી, કોઈ યંત્ર–મંત્ર કે
ઔષધ તેને બચાવનાર નથી; એક રત્નત્રયધર્મ જ શરણરૂપ છે. માટે હે જીવ! બીજા
બધાનું શરણ છોડીને એ ધર્મનું જ ગ્રહણ કર, –જેથી મુક્તિપદ પમાય.
]

PDF/HTML Page 39 of 55
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૦
(૩) સંસાર ભાવના
દામ વિના નિર્ધન દુઃખી, તૃષ્ણાવશ ધનવાન,
કહૂં ન સુખ સંસારમેં સબ જગ દેખ્યો છાન.
સબ જગ દેખ્યો છાન સબહિ પ્રાણિ અતિ દુઃખ જુ પાવે,
કર્મ બલિ નટ ચારું ગતિમેં બહુવિધ નાચ નચાવે.
ગદ વિન તન પાવે તો ધન નહિ, ધન પા તુરત નશાવે,
તાતેં ભવ–તન–ભોગ રાગ તજ શિવમગ લહી શિવ જાવે.
[આખા જગતમાં તપાસ કરીને જોયું તો સંસારમાં બધાય પ્રાણીઓ દુઃખી છે;
નિર્ધન પણ દુઃખી છે ને ધનવાન પણ દુઃખી છે. કર્મવશ જીવ ચારે ગતિમાં નાચ નાચી
રહ્યો છે. ક્યાંક રોગ વગરનું તન મળે તો ધન ન હોય, ધન મળે તો પાછું તરત ચાલ્યું
જાય. આમ ક્યાંય સુખ નથી. માટે હે જીવ! સંસારના ભવ–તન ને ભોગોથી વિરક્ત
થઈને, તું શિવમાર્ગ લઈને શિવપુરી તરફ જા.
]
(૪) અકત્વ ભવન
આપ અકેલો અવતરે, મરે અકેલો હોય,
યું કબહૂં ઈસ જીવકો સાથી સગા ન કોય.
સાથી સગા ન કોય મરણકર જબ પરભવમેં જાવે,
માત પિતા સુત દ્વારા પ્રિયજન કોઈ ન સાથી આવે.
પુણ્ય પાપ યા ધર્મ હી સાથી, તન ધન યહીં રહાવે,
સુખ દુઃખ સબહી ઈકલા ભુગતે ઈકલા ચહુંગતિ ધાવે.
[જીવ એકલો અવતરે છે, ને મરીને એકલો જ પરભવમાં જાય છે, માતા–પિતા,
પુત્ર, સ્ત્રી, બંધુજન પ્રિયજન કોઈ એનું સાથી કે સગું નથી. તેના સાથી તો તેણે કરેલા
પુણ્ય–પાપ કે ધર્મ જ છે, એ જ એની સાથે જાય છે, તન–ધન ને સગાં તો અહીં જ
પડ્યા રહે છે. આ રીતે ચાર ગતિમાં સુખ–દુખ જીવ એકલો જ ભોગવે છે. –આવું
એકત્વ જાણીને, પરનો મોહ છોડી, હે જીવ! તું તારા આત્માને એકત્વસ્વભાવની
ભાવનામાં જોડ.
(પ) અન્યત્વ ભવન
જહાં દ્રહ અપની નહીં તહાં ન અપનો કોય,
ઘર સંપત્તિ પર પ્રગટ યે પર હૈ પરિજન લોય

PDF/HTML Page 40 of 55
single page version

background image
: જેઠ : ૨૪૯૦ આત્મધર્મ : ૨૭ :
પર હૈ પરિજન લોય હોય નહીં વસ્તુ જાતિ કુલ થારા,
મોહકર્મવશ પરકો અપને સમઝે સોહી ગંવારા;
તૂ હૈ દર્શન જ્ઞાનમયી ચેતન આતમ ન્યારા,
તાતેં પર જડ ત્યાગ આપ ગ્રહ જો હોવૈ નિસ્તારા.
[અરે, જ્યાં દેહ પણ તારો નથી ત્યાં બહારની જુદી વસ્તુ ઘર સંપત્તિ કે
કૂળજાતિ તો તારા ક્યાંથી હોય? મોહવશ જે જીવ એ પરને પોતાનાં સમઝે છે તે જ
ગમાર છે; તું તો બધાથી ન્યારો દર્શન–જ્ઞાન ચેતનામય આત્મા છે; માટે પરને–જડને
છોડીને તારા આત્માને જ ગ્રહ કે જેથી ભવભ્રમણથી છૂટકારો થાય.
]
(૬) અશુચિત્વ ભાવના
દિપે ચામચાદરમઢી, હાડ પીંજરા દેહ,
ભીતર યા સમ જગતમેં, અવર નહીં ઘિનગેહ.
અવર નહીં ઘિનગેહ દેહસમ અશુચી પદારથ કોઈ,
અસ્થિ માંસમલમૂત્ર અશુચી સબ યાહી તનમેં હોઈ,
ચંદન કેશર આદિ વસ્તુ તનપરસત શુચિતા ખોવે,
ઐસે તનમેં રાચિ રહ્યો તબ કૈસે શિવમગ જોવે.
[આ દેહનું હાડપિંજર ઉપરથી ચામડીરૂપી ચાદરથી મઢેલું દેખાય છે, પણ
અંદરમાં એનાથી અશુચીરૂપ જગતમાં બીજું કોઈ નથી. હાડકાં–માંસ–વિષ્ટા અને પેસાબ
એ બધી અશુચિ આ દેહમાં થાય છે; અરે, ચંદન–કેસર જેવી ઉત્તમ વસ્તુઓ આ દેહને
સ્પર્શતાં જ તેની પવિત્રતા ખોઈ બેસે છે ને મલિન થઈ જાય છે. આવા અશુચીથી
ભરેલા દેહમાં અરે જીવ! તું રાચી રહ્યો, તો શિવમાર્ગને ક્યાંથી દેખીશ?
]
(૭) આસ્રવ ભાવના
મોહ નીંદકે જોર જગવાસી ઘૂમે સદા,
કમ જોર ચહું ઓર સરબસ લૂંટે સુધ નહીં.
નહીં સુખ યા જીવકો યહ કર્મ આસ્રવ નિત કરે,
મન વચન તનકે યોગતેં નિત શુભ અશુભ કર્મહિ વરે;
તિન કરમકે બંધન ભયે તિન ઉદયતેં સુખદુઃખ લહો,
તાતેં મિથ્યાત પ્રમાદ આદિક તજહું જાતેં શિવ ગ્રહો.