Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
(૧૮)
જિનેન્દ્ર–દર્શનનો ભાવભીનો ઉપદેશ
ભગવાનની પ્રતિમા જોતાં ‘અહો, આવા
ભગવાન!’ એમ એકવાર પણ જો સર્વજ્ઞ દેવનું
યથાર્થ સ્વરૂપ લક્ષગત કરી લીધું તો કહે છે કે ભવથી
તારો બેડો પાર છે. સવારમાં ભગવાનના દર્શનવડે
પોતાના ઈષ્ટધ્યેયને સંભાળીને પછી જ શ્રાવક બીજી
પ્રવૃત્તિ કરે. એ જ રીતે પોતે જમતાં પહેલાં હંમેશા
મુનિવરોને યાદ કરે કે અહા, કોઈ સંત–મુનિરાજ કે
ધર્માત્મા મારા આંગણે પઘારે તો ભક્તિપૂર્વક તેમને
ભોજન કરાવીને પછી હું જમું. દેવ–ગુરુની ભક્તિનો
આવો પ્રવાહ શ્રાવકના હૃદયમાં વહેતો હોય. ભાઈ!
ઊઠતાંવેંત સવારમાં તને વીતરાગ ભગવાન યાદ
નથી આવતા, ધર્માત્મા સંત–મુનિ યાદ નથી
આવતા, ને સંસારના ચોપાનિયાં વેપાર–ધંધા કે સ્ત્રી
આદિ યાદ આવે છે, તો તું જ વિચાર કે તારી
પરિણતિ કઈ તરફ જઈ રહી છે?
ભગવાન સર્વજ્ઞદેવની શ્રદ્ધાપૂર્વક ધર્મીશ્રાવકને રોજ જિનેન્દ્રદેવના દર્શન,
સ્વાધ્યાય, દાન વગેરે કાર્યો હોય છે તેનું વર્ણન ચાલે છે; જે જીવ જિનેન્દ્રદેવના દર્શન–
પૂજન નથી કરતો તથા મુનિવરોને ભક્તિપૂર્વક દાન નથી દેતો તેનું ગૃહસ્થપણું પત્થરની
નોકાસમાન ભવસમુદ્રમાં ડુબાડનાર છે–એમ કહે છે–
यौर्नित्यं न विलोक्यते जिनपतिः न स्मर्यते नार्च्यते
न स्तूयेत न दीयते मुनिजने दानं च भक्त्या परम्।
सामर्थ्ये सति तद्गृहाश्रमपदं पाषाणनावा समं
तत्रस्था भवसागरेतिविषमे मज्जन्ति नश्यन्नि च।।१८।।
સામર્થ્ય હોવા છતાં પણ જે ગૃહસ્થ હંમેશા પરમ ભક્તિથી જિનપતિના દર્શન

PDF/HTML Page 22 of 40
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
નથી કરતો, અર્ચન નથી કરતો ને સ્તવન નથી કરતો, તેમ જ પરમ ભક્તિથી
મુનિજનોને દાન નથી દેતો, તેનું ગૃહસ્થાશ્રમપદ પત્થરની નાવ સમાન છે; તે પત્થરની
નૌકા જેવા ગૃહસ્થપદમાં સ્થિત થયેલો તે જીવ અત્યંત ભયંકર એવા ભવસાગરમાં ડૂબે
છે ને નષ્ટ થાય છે.
જિનેન્દ્રદેવ સર્વજ્ઞ પરમાત્માનાં દર્શન–પૂજન તે શ્રાવકનું હંમેશનું કર્તવ્ય છે.
હંમેશના છ કર્તવ્યમાં પણ સૌથી પહેલું કર્તવ્ય જિનેન્દ્રદેવના દર્શન પૂજન છે. સવારમાં
ભગવાનનાં દર્શન વડે પોતાના ધ્યેયરૂપ ઈષ્ટપદને સંભાળીને પછી જ શ્રાવક બીજી
પ્રવૃત્તિ કરે. એ જ રીતે પોતે જમતાં પહેલાં હંમેશા મુનિવરોને યાદ કરે કે અહા, કોઈ
સંતમુનિરાજ કે ધર્માત્મા મારા આંગણે પધારે તો ભક્તિપૂર્વક તેમને ભોજન કરાવીને
પછી હું જમું–આ રીતે શ્રાવકના હૃદયમાં દેવગુરુની ભક્તિનો પ્રવાહ વહેતો હોય. જે
ઘરમાં આવી દેવ–ગુરુની ભક્તિ નથી તે ઘર તો પથરાની નૌકા જેવું ડુબાડનાર છે. છઠ્ઠા
અધિકારમાં (શ્રાવકાચાર–ઉપાસકસંસ્કાર ગાથા ૩પ માં) પણ કહ્યું હતું કે દાન વગરનો
ગૃહસ્થાશ્રમ પત્થરની નૌકાસમાન છે. ભાઈ! ઉઠતાવેંત સવારમાં તને વીતરાગી
ભગવાન યાદ નથી આવતા, ધર્માત્મા સંત–મુનિ યાદ નથી આવતા, ને સંસારના
ચોપાનિયાં વેપારધંધા કે સ્ત્રી આદિ યાદ આવે છે તો તું જ વિચાર કે તારી પરિણતિ
કઈ તરફ જઈ રહી છે?–સંસાર તરફ કે ધર્મ તરફ? આત્મપ્રેમી હોય તેનું તો જીવન જ
જાણે દેવ–ગુરુમય થઈ જાય.
‘હરતા ફરતાં પ્રગટ હરિ દેખું રે..
મારું જીવ્યું સફળ તબ લેખું રે..’
પં. બનારસીદાસજી કહે છે કે“ जिनप्रतिमा जिनसारखी” જિનપ્રતિમામાં
જિનવરદેવની સ્થાપના છે, તેના ઉપરથી જિનવરદેવનું સ્વરૂપ જે ઓળખી લ્યે છે, એ
રીતે જિનપ્રતિમાને જિનસમાન જ દેખે છે. તે જીવને ભવસ્થિતિ અતિ અલ્પ હોય છે,
અલ્પકાળે તે મોક્ષ પામે છે. “षटखंडागम” (ભાગ ૬ પાનું ૪૨૭) માં પણ
જિનબિંબદર્શનને સમ્યક્ત્વની ઉત્પત્તિનું નિમિત્ત કહ્યું છે તથા તેનાથી નિદ્ધત્ત અને
નીકાચીતરૂપ મિથ્યાત્વાદિ કર્મકલાપનો પણ ક્ષય થવાનું કહ્યું છે, એની રુચિમાં
વીતરાગી–સર્વજ્ઞ સ્વભાવ પ્રિય લાગ્યો છે ને સંસારની રુચિ એને છૂટી ગઈ છે એટલે
નિમિત્તમાં પણ એવા વીતરાગી નિમિત્ત પ્રત્યે તેને ભક્તિભાવ ઉછળે છે. જે પરમ
ભક્તિથી જિનેન્દ્રભગવાનના દર્શન નથી કરતો, તો એનો અર્થ એ થયો કે વીતરાગભાવ
નથી રુચતો, એને તરવાનું નિમિત્ત નથી રુચતું પણ સંસારમાં ડુબવાનું નિમિત્ત રુચે છે.
જેવી રુચિ હોય તેવા પ્રકાર તરફ વલણ

PDF/HTML Page 23 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૯ :
ગયા વગર રહે નહિ માટે કહે છે કે વીતરાગી જિનદેવને દેખતાં જેના અંતરમાં ભક્તિ
નથી ઉલ્લસતી, જેને પૂજા–સ્તુતિનો ભાવ નથી જાગતો તે ગૃહસ્થ દરિયા વચ્ચે પત્થરની
નાવમાં બેઠો છે. નિયમસારમાં પદ્મપ્રભમુનિ કહે છે કે હે જીવ!
भवभयभेदिनी भगवति भवतः किं भक्तिरत्र न शमस्ति?
तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि।।१२।।
ભવભયને ભેદનારા એવા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી? જો નથી તો
તું ભવસમુદ્રની વચ્ચે મગરના મુખમાં છે.
અરે, મોટા મોટા મુનિઓ પણ જિનદેવના દર્શન અને સ્તુતિ કરે છે ને તને જો
એવો ભાવ નથી આવતો, ને એકલા પાપમાં જ રચ્યોપચ્યો રહે છે તો તું ભવસમુદ્રમાં
ડુબી જઈશ, ભાઈ! માટે તારે આ ભવદુઃખના દરિયામાં ન ડુબવું હોય ને એનાથી તરવું
હોય તો સંસાર તરફનું તારું વલણ બદલીને વીતરાગી દેવ–ગુરુ તરફ તારા પરિણામને
વાળ, તેઓ ધર્મનું સ્વરૂપ શું કહે છે તે સમજ, તેમણે કહેલા આત્મસ્વરૂપને રુચિમાં લે;
તો ભવસમુદ્રમાંથી તારો છૂટકારો થશે.
ભગવાનની મૂર્તિમાં ‘આ ભગવાન છે, એવો સ્થાપના નિક્ષેપ ખરેખર
સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે; કેમકે, સમ્યગ્દર્શનપૂર્વક પ્રમાણજ્ઞાન હોય છે, પ્રમાણપૂર્વક સમ્યક્
નય હોય છે, ને નય વડે સાચો નિક્ષેપ થાય છે. નિક્ષેપ નય વિના નહિ, નય પ્રમાણ
વિના નહિ, ને પ્રમાણ શુદ્ધાત્માની દ્રષ્ટિ વગર નહીં. અહા, જુઓ તો ખરા, આ
વસ્તુસ્વરૂપ! જૈન દર્શનની એક જ ધારા ચાલી જાય છે ભગવાનની પ્રતિમા જોતાં ‘અહો
આવા ભગવાન! એમ એકવાર પણ જો સર્વજ્ઞદેવનું યથાર્થ સ્વરૂપ લક્ષગત કરી લીધું,
તો કહે છે કે ભવથી તારો બેઠો પાર છે!
અહીં એકલા દર્શન કરવાની વાત નથી કરી, પણ એક તો ‘પરમ ભક્તિ’ થી
દર્શન કરવાનું કહ્યું છે, તેમજ અર્ચન (–પૂજન) અને સ્તુતિ કરવાનું કહ્યું છે, સાચી
ઓળખાણપૂર્વક જ પરમ ભક્તિ જાગે; ને સર્વજ્ઞદેવને સાચી ઓળખાણ હોય ત્યાં તો
આત્માનો સ્વભાવ લક્ષગત થઈ જાય, એટલે તેને દીર્ઘસંસાર હોય નહીં. આ રીતે
ભગવાનના દર્શનની વાતમાં પણ ઊંડુ રહસ્ય છે. માત્ર ઉપર ઉપરથી માની લ્યે કે,
સ્થાનકવાસી લોકો મૂર્તિને ન માને ને આપણે દિગંબર–જૈન એટલે મૂર્તિને માનીએ,–તો
એવા રુઢિગત ભાવથી દર્શન કરે, તેમાં ખરો લાભ થાય નહિ, સર્વજ્ઞદેવની ઓળખાણ
સહિત કરે તો જ ખરો લાભ થાય. (આ વાત ‘સત્તા સ્વરૂપ’ માં ઘણા વિસ્તારથી
સમજાવી છે.)

PDF/HTML Page 24 of 40
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
અરે ભાઈ! તને આત્માનાં તો દર્શન કરતાં ન આવડે ને આત્માનું સ્વરૂપ દેખવા
માટે દર્પણ સમાન એવા જિનદેવનાં દર્શન પણ તું નથી કરતો, તો તું ક્્યાં જઈશ બાપુ!
જિનેન્દ્રભગવાનનાં દર્શન–પૂજન પણ ન કર ને તું તને જૈન કહેવડાવ,–એ તારું જૈનપણું
કેવું? જે ઘરમાં રોજરોજ ભક્તિપૂર્વક દેવ–ગુરુનાં દર્શન–પૂજન થાય છે, મુનિવરો વગેરે
ધર્માત્માને આદરપૂર્વક દાન દેવાય છે–તે ઘર ધન્ય છે; અને એના વગરનું ઘર તો
સ્મશાનતૂલ્ય છે. અરે! વીતરાગી સન્ત આથી વિશેષ શું કહે? એવા ધર્મ વગરના
ગૃહસ્થાશ્રમને તો હે ભાઈ! દરિયાના ઊંડા પાણીમાં તિલાંજલિ દઈ દેજે!–નહિતર એ
તને ડુબાડશે!
ધર્મી જીવ રોજ–રોજ જિનેન્દ્રભગવાનના દર્શનાદિ કરે છે. જેમ સંસારના રાગી
જીવો સ્ત્રી– પુત્રાદિના મોઢાંને કે ફોટાને પ્રેમથી જુએ છે, તેમ ધર્મનો રાગી જીવ
વીતરાગપ્રતિમાના દર્શન ભક્તિથી કરે છે. રાગની દિશા બદલાવતાં પણ જેને ન આવડે
તે વીતરાગમાર્ગને કઈ રીતે સાધશે? જેને વહાલા પુત્ર–પુત્રીને ન દેખે તો એની માતાને
ચેન પડતું નથી, અથવા માતાને ન દેખે તો બાળકને ચેન પડતું નથી, તેમ ભગવાનના
દર્શન વગર ધર્માત્માને ચેન પડતું નથી. ‘અરેરે આજ મને પરમાત્માના દર્શન ન થયા;
આજે મે મારા ભગવાનને ન દીઠા, મારા વહાલા નાથના દર્શન આજે મને ન મળ્‌યા?”
આમ ધર્મીને ભગવાનના દર્શન વગર ચેન પડતું નથી. (ચેલણા રાણીને જેમ શ્રેણીકના
રાજમાં પહેલાં ચેન પડતું ન હતું તેમ.) અંતરમાં પોતાને ધર્મની લગની છે ને
પૂર્ણદશાની ભાવના છે એટલે પૂર્ણદશાને પામેલા ભગવાનને ભેટવા માટે ધર્મીના
અંતરમાં ખટક ગરી ગઈ છે; સાક્ષાત્ તીર્થંકરના વિયોગમાં તેમની વીતરાગપ્રતિમાને
પણ જિનવર સમાન જ સમજીને ભક્તિથી દર્શન પૂજન કરે છે, ને વીતરાગના
બહુમાનથી એવી ભક્તિ સ્તુતિ કરે કે જોનારનાય રોમરોમ ઉલ્લસી જાય. આ રીતે
જિનેન્દ્ર દેવના દર્શન, મુનિવરોની સેવા, શાસ્ત્રસ્વાધ્યાય, દાન વગેરેમાં શ્રાવક પ્રતિદિન
વર્તે છે.
અહીં તો મુનિરાજ કહે છે કે શક્તિ હોવા છતાં રોજ રોજ જે જિનદેવના દર્શન
નથી કરતો તે શ્રાવક જ નથી; તે તો પત્થરની નૌકામાં બેસીને ભવસાગરમાં ડૂબે છે. તો
પછી વીતરાગપ્રતિમાના દર્શન–પૂજનનો જે નિષેધ કરે એની તો વાત શી કરવી?–એમાં
તો જિનમાર્ગની ઘણી વિરાધના છે, અરે સર્વજ્ઞને પૂર્ણ પરમાત્મદશા પ્રગટી ગઈ તેવી
પરમાત્મદશાનો જેને પ્રેમ હોય, તેને તેના દર્શનનો ઉલ્લાસ આવ્યા વગર કેમ રહે? એ
તો પ્રતિદિન ભગવાનના દર્શન કરીને પોતાની પરમાત્મદશારૂપ ધ્યેયને રોજરોજ તાજું
કરે છે.

PDF/HTML Page 25 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૧ :
ભગવાન દર્શનની જેમ મુનિવરો પ્રત્યે પણ ધર્મીને પરમ ભક્તિ હોય. ભરત
ચક્રવર્તી જેવા પણ મહાન આદરપૂર્વક ભક્તિથી મુનિઓને આહારદાન દેતા, ને પોતાના
આંગણે મુનિ પધારે ત્યારે પોતાને ધન્ય માનતા. અહા! મોક્ષમાર્ગી મુનિના દર્શન પણ
ક્યાંથી!! એ તો ધન્ય ભાગ્ય ને ધન્ય ઘડી! મુનિના વિરહે મોટા ધર્માત્માઓ પ્રત્યે પણ
એવો બહુમાનનો ભાવ આવે કે અહો ધનભાગ્ય, મારા આંગણે ધર્માત્માનાં પગલાં
થયાં! આવા ધર્મના ઉલ્લાસથી ધર્મીશ્રાવક મોક્ષમાર્ગને સાધે છે; ને જેને ધર્મનો આવો
પ્રેમ નથી તે સંસારમાં ડૂબે છે.
કોઈ કહે મૂર્તિ તો પાષાણની છે! પણ ભાઈ, એમાં જ્ઞાનબળે પરમાત્માનો
નિક્ષેપ કર્યો છે કે ‘આ પરમાત્મા છે.’ એ નિક્ષેપની ના પાડવી તે જ્ઞાનની જ ના પાડવા
જેવું છે. જિનબિંબદર્શનને તો સમ્યગ્દર્શનનું નિમિત્ત ગણ્યું છે, તે નિમિત્તનો પણ જે
નિષેધ કરે તેને સમ્યગ્દર્શનની ખબર નથી. સમન્તભદ્રસ્વામી તો કહે છે કે હે જિન!
અમને તારી સ્તુતિનું વ્યસન પડી ગયું છે. જેમ વ્યસની મનુષ્ય પોતાના વ્યસનની વસ્તુ
વગર રહી શકતો નથી તેમ સર્વજ્ઞના ભક્તોને સ્તુતિનું વ્યસન છે એટલે ભગવાનની
સ્તુતિ–ગુણગાન વગર તે રહી શકતા નથી. ધર્માત્માના હૃદયમાં સર્વજ્ઞદેવના ગુણગાન
કોતરાઈ ગયા છે. અહા! સાક્ષાત્ ભગવાનને દેખવાનું મળે એ તો બલિહારી છે
કુંદકુંદાચાર્ય જેવાએ વિદેહમાં જઈને સીમંધરનાથને સાક્ષાત્ દેખ્યા એમની તો શી વાત!
અત્યારે તો અહીં એવો કાળ નથી. અરે, તીર્થંકરનો વિરહ, કેવળીઓનો વિરહ, મોટા
સંતમુનિઓનો પણ વિરહ, એવા કાળે જિનપ્રતિમાના દર્શન વડે પણ ધર્મી જીવ
ભગવાનનું સ્વરૂપ યાદ કરે છે.
આ રીતે વીતરાગ જિનમુદ્રા જોવામાં જેને હોંશ ન આવે તે જીવ સંસારની તીવ્ર
રુચિને લીધે ભવના દરિયામાં ડુબવાનો છે. વીતરાગનો ભક્ત તો વીતરાગદેવનું નામ
સાંભળતાં ને દર્શન કરતાં હર્ષિત થઈ જાય. જેમ સારા વિનયવંત પુત્રો રોજ સવારમાં
માતા–પિતા પાસે જઈને વિવેકથી પગે લાગે છે, તેમ ધર્મી જીવ પ્રભુ પાસે બાળક જેવા
થઈને વિનયથી રોજે રોજ ધર્મપિતા–જિનેન્દ્ર ભગવાનનાં દર્શન કરે છે, સ્તુતિ પૂજા કરે
છે; મુનિવરોને ભક્તિથી આહાર દાન કરે છે. આવા વીતરાગી દેવ–ગુરુની ભક્તિ
વગરનો જીવ મિથ્યાત્વની નાવમાં બેસીને ચારગતિના સમુ઼દ્રમાં ડુબે છે ને મોંઘા મનુષ્ય
જીવનને નષ્ટ કરી નાખે છે. માટે ધર્મના પ્રેમી જીવે દેવ–ગુરુની ભક્તિના કાર્યોમાં હંમેશા
પોતાના ધનનો અને જીવનનો સદુપયોગ કરવો–એમ ઉપદેશ છે.

PDF/HTML Page 26 of 40
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
પચીસ વર્ષ પહેલાંના પ્રવચનમાંથી
થોડાંક....મધુર....સંભારણાં..
પચીસ વર્ષ પહેલાં સોનગઢમાં સીમંધરપ્રભુ વગેરે ભગવંતોની પધરામણીનો જે
ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ થયો તે વખતે ગુરુદેવની વાણીમાં ભક્તિરસની
કોઈ અનેરી લહેરીઓ વહેતી હતી.
પચીસ વર્ષ પહેલાંના પ્રવચનમાં ગુરુદેવના ઉદ્ગાર નીકળેલા કે “ભાઈ! આ તો
હજી શરૂઆત છે, હજી ‘કળશ’ ચડવાનો બાકી છે. આમાં બે વાત આવી જાય છે–એક
તો જિનમંદિર ઉપર કળશ ચડવાનો બાકી છે તે; અને તે ઉપરાંત હજી કાંઈ કાંઈ નવીન
(ધર્મવૃદ્ધિ) થશે...જેનાં ભાગ્ય હશે તે જોશે.
ભગવાનની પ્રતિષ્ઠા થઈ તે ફાગણ સુદ બીજને દિવસે ‘શુક્રવાર’ હતો....તેનો

PDF/HTML Page 27 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૩ :
ઉલ્લેખ કરીને પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–આજે શુક્રવાર...ને સામા શુક્રવારે ભગવાનની
પ્રતિષ્ઠા....જુઓ, આ શુક્રવારે દાળીયા થવાના છે....આત્માનું દાળદર ટાળવું હોય તેને
ટળી જશે. લોકોમાં કહે છે કે કાંઈ ‘શકરવાર’ થાય તેમ છે એટલે કાંઈ આપણા દાળીયા
થાય છે! તો કહે છે કે હા, અહીં શુક્રવારે દાળીયા થવાના છે, દાળદર ટળવાનાં
છે....ત્રિલોકનાથ ભગવાન ભેટવાના છે. એવા ‘શુક્રવાર’ થવાના છે કે જે ભગવાનની
ઓળખાણ કરે તેને ભવ ન રહે.
૧૯૯૬ ના ફાગણ સુદ બીજે સંઘસહિત ગીરનારતીર્થની યાત્રા કરી હતી, તેને
યાદ કરીને ગુરુદેવ પચીસ વર્ષ પહેલાંના પ્રવચનમાં કહે છે કે જુઓ, ગયા વર્ષે
નેમનાથપ્રભુની કલ્યાણભૂમિ ગીરનાર પર્વત ઉપર સમશ્રેણીની ટૂંકે (પંચમટૂંકે) બરાબર
ફાગણ સુદ બીજે હતા, ને અહીં આ વર્ષે બરાબર ફાગણ સુદ બીજને જ દિવસે નેમિનાથ
ભગવાનની પ્રતિષ્ઠા થશે (મંદિરના ઉપરના ભાગમાં નેમપ્રભુ બિરાજે છે.) સમશ્રેણીની
ટૂંકે ભગવાનની ભક્તિ અને આત્માની ધૂન કરીને જ્યારે નીચે આવ્યા ત્યારે લોકો
હોંશથી એમ કહેતા હતા કે ‘અમે તો જાણે મોક્ષમાં જઈ આવ્યા....તેવું લાગે છે’ ત્યાં જે
દિવસ હતો તે જ દિવસે અહીં ભગવાનની પ્રતિષ્ઠા થશે. માંગલિકમાં બધો મેળ કુદરતે
થઈ જાય છે.
ભગવાનની પ્રતિષ્ઠા કરાવનારને શ્રી ગુરુ કહે છે કે તારું જીવન ધન્ય છે.
ભગવાનની પ્રતિષ્ઠા થતાં ભક્તો કહે છે કે અહો, આ વીતરાગદેવ પધાર્યા....આજે
અમને ભગવાન ભેટયા. હે નાથ! તારા વિયોગમાં તારી પ્રતિષ્ઠા કરીને તને અમારા
અંતરમાં પધરાવીએ છીએ
પ્રવચનમાં ગદગદ ભાવથી ગુરુદેવ બોલતા હતા–ભરતક્ષેત્રના ભક્તો કહે છે કે હે
નાથ! આ ભરતક્ષેત્રે તારા વિરહ પડ્યા છે...અહો, મહાવિદેહે બિરાજતા ચૈતન્ય મૂર્તિ
પ્રભુ....જેના ચરણની સો સો ઈન્દ્રો સેવા કરી રહ્યા છે એવા નાથનો અમને અહીં વિરહ
પડ્યો, આવો મનુષ્યભવ મળ્‌યો....પણ ઉત્તમમાં ઉત્તમ સાધનનો વિયોગ પડ્યો....હે
પ્રભો! તારા આ જાતના વિરહથી અમારો કાળ જાય છે. હે સીમંધરનાથ! તારો સાક્ષાત્
વિરહ છે તે અહીં પ્રતિષ્ઠા કરીને ટાળશું. હે નાથ! જ્યાં આપ સાક્ષાત્ બિરાજો ત્યાં
અમારા અવતાર નહિ....અમે આપનાથી દૂર પડ્યા તોપણ હે નાથ! અમે અમારા
આત્મામાં આપની પ્રતિષ્ઠા કરીને અમારું પૂરું કરશું.
એ વખતે ઉત્સવ દરમિયાન પ્રવચનમાં ગુરુદેવે પદ્મનંદી પચીસીમાંથી
શાંતિનાથસ્તોત્ર વાંચ્યું હતું...સીમંધરભગવાનની સાથે સાથે (આસપાસમાં)
શાંતિનાથપ્રભુ તથા પદ્મપ્રભભગવાન પણ પધાર્યા છે.

PDF/HTML Page 28 of 40
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
એકકોર પ્રતિષ્ઠા મહોત્સવમાં પંચકલ્યાણકનાં દ્રશ્યો રચાતા હતા, તો બીજી કોર
ગુરુદેવ પ્રવચનમાં પણ કલ્યાણક પ્રસંગોનું રોમાંચકારી વર્ણન કરતા હતા. તીર્થંકરના
જન્મ કલ્યાણક વખતે ઈન્દ્ર આવે માતાની સ્તુતિ કરે છે તેનું વર્ણન કરતાં ગુરુદેવે કહ્યું–
હે માતા! તે જગતને દીવો દીધો....હે જગતદીપકની દાતાર, માતા! તેં અમને
જગતપ્રકાશક દીવો આપ્યો. હે લોકની માતા! તેં અમને જગતનો નાથ આપ્યો. તું
તીર્થંકરભગવાનની જનેતા છે.
જે દિવસે ભગવાનનો જન્મ કલ્યાણક થયો તે દિવસના પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–
હમણાં તો ભગવાન પધારે છે એટલે આઠેય દિવસ ભગવાનને ભાવવા છે કોઈ પૂછે કે
ભગવાનને ભાવવાથી શું થવાનું? તો કહે છે કે ભગવાનને ભાવવાથી ભગવાન
થવાના!
જેને જેનો રંગ લાગે તેનું ત્યાં વલણ વળે. સૂતા ને જાગતાં જેને સર્વજ્ઞ
ભગવાનનો રંગ લાગ્યો અને મારો આત્મા ભગવાન જેવો એવું ભાન થયું તેનું વલણ
આત્મા તરફ વળીને તે ભગવાન થયા વિના રહે નહિ. અહો, અંદર વિચારો કે ‘હું ક્્યાં
ઊભો છું!’ જૈન વાડામાં જન્મીને પણ કદી ભગવાનની ભક્તિના પાના ચડયા
નહિ....રંગ લાગ્યા નહિ તો તે અંદરના ભગવાન તરફ તો વળે ક્્યાંથી?
વીતરાગતાના પ્રેમીને વીતરાગ ભગવાનને ભેટતાં હોંશ આવે છે. ભગવાનના
ભક્ત ભગવાન પાસે જઈને કહે છે કે હે નાથ! હે પ્રભુ! આપની વીતરાગતાના પ્રેમથી
આપને મળવા આવ્યો છું....પ્રભુ! મારા અંતરમાં તારા પ્રત્યે પ્રેમ જાગ્યો છે તે બીજા શું
જાણશે? નાથ! આપ જાણો ને હું જાણું! હે નાથ! તારી વીતરાગી મુદ્રા નીહાળતાં
અંદરથી એવો આહ્લાદ આવી જાય છે કે જાણે હમણાં અંદરથી પ્રભુતા પ્રગટી....કે
પ્રગટશે? હે નાથ! તને ભાળતાં હું મારી પ્રભુતાને જ ભાળું છું....મારા જ્ઞાનને જ ભાળું
છું. જુઓ! આ ભક્તિના ટાણાં આવ્યા છે....આવા મોંઘા દિવસો બહુ ઓછા આવે છે.
સંસારની પ્રીતિ ઘટાડીને વીતરાગ ભગવાનની ઓળખાણ કરીને તેમના ગાણાં પાત્ર
જીવો ગાય છે....તેમાં તેમની રુચિ તો ભગવાન જેવા પોતાના શુદ્ધ આત્મસ્વભાવ ઉપર
જ પોષાય છે.
ભરતક્ષેત્રે ભગવાનનો વિરહ અને છતાં ભગવાનના માર્ગની નિઃશંકતા એ
બંનેની મિશ્ર લાગણીથી પ્રવચનમાં એકાવન વર્ષની વયના ગુરુદેવ કહે છે કે–હે નાથ!
તીર્થંકરના વિરહે ભરતક્ષેત્રમાં જુદા જુદા અભિપ્રાય થઈ પડ્યા. પરંતુ હે પ્રભુ! આપના
પ્રતાપે અમારા નીવેડા આવી ગયા....પાર આવી ગયો. આપના પ્રતાપે બધા નીવેડા
અને સમાધાન આવી ગયા પણ જગતને કેમ સમજાય! કોઈ મહા ભાગ્યવાન જીવો
સમજીને કલ્યાણ પામી જાય છે.

PDF/HTML Page 29 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૫ :
હે નાથ! આપની દિવ્યધ્વનિનો ધોધ છૂટતો હતો અને ત્યાં તો અનેક સન્તો
કેવળજ્ઞાન પામતા. તેને બદલે અહીંના પ્રાણીમાં તો અલ્પ પુણ્ય ને અલ્પ પુરુષાર્થ!
છતાંય–ભલેને તે અલ્પ હોય પરંતુ કેવળજ્ઞાનને ઓળખીને તેની શ્રદ્ધા છે ને! એટલે તે
પુરુષાર્થ અલ્પ હોવા છતાં કેવળજ્ઞાન સાથે સંધિવાળો છે, એટલે વચ્ચે ભંગ પડ્યા વિના
પૂર્ણ કેવળજ્ઞાનનો ભેટો થયે છૂટકો! હે નાથ! પૂર્ણતાનો સંદેહ નથી પણ અધૂરે આંતરા
પડ્યા છે....તે આંતરો અત્યારે તો આપની ‘પ્રતિષ્ઠા’ કરીને ટાળીએ છીએ.
તીર્થંકરો અને મુનિઓની તો શી
વાત! તેઓનું તો જીવન સ્વાનુભવ વડે
અધ્યાત્મરસથી ઓતપ્રોત બનેલું છે; તે
ઉપરાંત જૈન શાસનમાં અનેક ધર્માત્મા–
શ્રાવકો પણ એવા પાકયા છે કે જેમનું
અધ્યાત્મજીવન અને અધ્યાત્મવાણી
અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની પ્રેરણા
જગાડે છે. અધ્યાત્મરસ એ જગતના
બધા રસો કરતાં સર્વોત્કૃષ્ટ છે.

PDF/HTML Page 30 of 40
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
ચાલો
સમવસરણમાં
ભગવાનની ધર્મસભામાં દિવ્ય નગારું વાગે છે તે કહે છે કે–‘જેને આત્મા
જોઈતો હોય, જેને શાંતિના કુંડમાં નહાવું હોય, આત્માના આનંદસાગરમાં તરબોળ થવું
હોય....તે જીવો અહીં ભગવાનની ધર્મસભામાં આવો ને તેમની વાણી સમજો. જેને
ચૈતન્ય ભગવાનને ભેટવું હોય તે આ ભગવાન પાસે આવો. આવો રે
આવો....ધર્મસભામાં, આત્માને ઓળખીને અનંતકાળની ભૂખ ભાંગવી હોય ને
સ્વરૂપસંયમ મેળવવો હોય, દુઃખ ટાળવું, હોય ને શાંતિ જોઈતી હોય તો.’ આમ
ભગવાનનું દુદુંભી–નગારું પોકાર કરે છે. અને ભગવાનના સમવસરણમાં અનેક સંતો–
મુનિઓ, જંઘાચરણ આદિ ઋદ્ધિધારક મુનિઓનાં ટોળેટોળાં, દેવો ને વિદ્યાધરો
આકાશમાર્ગે આવીઆવીને દર્શન કરે છે, ચક્રવર્તી ને રાજકુમાર વગેરે પણ આવે છે;
જંગલમાંથી ત્રાડ પાડતાં સિંહ ને ફૂંફાડા મારતા ફણિધર વગેરે તિર્યંચો પણ ભગવાન
પાસે આવીને શાંત લઈને બેસી જાય છે....

PDF/HTML Page 31 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૭ :
–: બાલવિભાગના નવાં સભ્યોનાં નામ :–
૧૮૭ દિલીપ નવલચંદ જૈન મોરબી ૨૧૦ અરૂણ ચંદ્રશંકર જૈન સોનગઢ
૧૮૮ નીલા ભુપતરાય જૈન મુંબઈ–પ૭ ૨૧૧ ભુપેન્દ્ર કાનજીભાઈ જૈન
૧૮૯ ભરત છોટાલાલ જૈન અમદાવાદ ૨૧૨ કોકિલા કાનજીભાઈ જૈન હણોલ
૧૯૦ સુલોચના ચાંદમલ જૈન મુંબઈ–૨ ૨૧૩ માલતી હિંમતલાલ જૈન ભાવનગર
૧૯૧ બીપીન સોમચંદ જૈન અમદાવાદ ૨૧૪ જિનમતિ ઉમેદરાય જૈન સોનગઢ
૧૯૨ આશા રજનીકાન્ત જૈન મુંબઈ–૨ ૨૧પ એમ. કે. જૈન
૧૯૩ હરેશ ચંદ્રકાંત જૈન મદ્રાસ–૧ ૨૧૬ હર્ષા દયાળચંદ જૈન થાનગઢ
૧૯૪ મધુબાળા ભાઈલાલ જૈન ડુમરા. ૨૧૭ ઉમા પ્રાણલાલ જૈન અમરેલી
૧૯પ હેમંત જયંતિલાલ જૈન મુંબઈ–૭૭ ૨૧૮ રોમેશ બાબુલાલ જૈન અમદાવાદ–૯
૧૯૬ રાજુલ પોપટલાલ જૈન મુંબઈ–પ૪ ૨૧૯ ગુણવંતલાલ મીઠાલાલ જૈન સોનાસણ
૧૯૭ बसंतलाल जैन घोडनदी ૨૨૦ મીનાક્ષી પ્રીતમલાલ જૈન ન્યુ અંજાર
૧૯૮ નરેન્દ્ર લહેરચંદ જૈન સોનગઢ ૨૨૧ વીણા પ્રીતમલાલ જૈન
૧૯૯ ગિરીશ ચીમનલાલ જૈન ૨૨૨ પીયુષ પ્રીતમલાલ જૈન
૨૦૦ મહેશ કાન્તિલાલ જૈન ૨૨૩ નયના પ્રીતમલાલ જૈન
૨૦૨ હર્ષદા હરિભાઈ જૈન પાલનપુર ૨૨૪ અજિત ઈન્દુલાલ જૈન મોરબી
૨૦૩ જયશ્રી ખારા રાંચી ૨૨પ ચંદ્રલેખા ઈન્દુલાલ જૈન મોરબી
૨૦૪ सरदारमल सागरमल महिदपुर ૨૨૬ હસ્તલેખા ઈન્દુલાલ જૈન
૨૦પ અનિલ રતિલાલ જૈન રાયપુર ૨૨૭ કોકિલા સોમચંદ જૈન વીંછીયા
૨૦૬ ચંદ્રકાન્ત જે. જૈન મદ્રાસ ૨૨૮ શૈલા સોમચંદ જૈન
૨૦૭ નિખીલ પ્રવીણચંદ્ર જૈન અમદાવાદ–૬ ૨૨૯ રશ્મી સોમચંદ જૈન
૨૦૮ હીનાબેન પ્રવીણચંદ્ર જૈન ૨૩૦ કલ્પના હીરાલાલ જૈન લાઠી
૨૦૯ જીગીષ્ટાબેન પ્રવીણચંદ્ર જૈન ૨૩૧ દીપક જયંતિલાલ જૈન મુંબઈ–૧

PDF/HTML Page 32 of 40
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
૨૩૨ અશ્વિન ડાહ્યાલાલ જૈન ઈડર ૨૬૧ કિરણ મનહરલાલ જૈન સોનગઢ
૨૩૩ કંચનબેન મણિલાલ જૈન સાબલી ૨૬૨ કાન્તિલાલ મોહનલાલ જૈન બગસરા
૨૩૪ કૈલાસબેન કચરાલાલ જૈન ૨૬૩ ચેતન જૈન અમદાવાદ
૨૩પ અનિલ મણિલાલ જૈન ૨૬૪ ચંપકલાલ જૈન અમદાવાદ
૨૩૬ બિપીન કચરાલાલ જૈન ૨૬પ રજનીકાન્ત જૈન
૨૩૭ નવનીત પૂનમચંદ જૈન ૨૬૬ જ્યોતિન્દ્ર જૈન
૨૩૮ શર્મીષ્ઠા કોદરલાલ જૈન ૨૬૭ જિતેન્દ્ર જૈન
૨૩૯ પ્રવીણ જીવરાજ જૈન ૨૬૮ દિલીપ જૈન અમદાવાદ
૨૪૦ વસંત કચરાલાલ જૈન ૨૬૯ પ્રશાંત જૈન
૨૪૧ બાબુલાલ કચરાલાલ જૈન ૨૭૦ કેતકી જૈન
૨૪૨ હર્ષદ કાન્તિલાલ જૈન ૨૭૧ વિનોદ જૈન
૨૪૩ જયરાજ પ્રાણલાલ જૈન જામનગર ૨૭૨ કિરીટ જૈન
૨૪૪ રંજન વાડીલાલ જૈન વઢવાણ ૨૭૩ કનુ જૈન
૨૪પ ગૌતમ સુરેશચંદ્ર જૈન મુંબઈ–૭૭ ૨૭૪ કલ્પના જૈન
૨૪૬ અરવિંદ જયંતિલાલ જૈન ગોંડલ ૨૭પ ભુપેન્દ્ર લાલચંદ જૈન મુંબઈ–૩
૨૪૭ અશોક નંદલાલ જૈન ધ્રાફા ૨૭૬ નવનીત ડાહ્યાલાલ જૈન પ્રાંતિજ
૨૪૮ ધનવંત જેઠાલાલ જૈન ૨૭૭ શૈલા ચંદ્રકાન્ત જૈન મુંબઈ–૭૧
૨૪૯ અશોક નેમચંદ જૈન તલોદ ૨૭૮ કિરીટ જયંતિલાલ જૈન વડાસણ
૨પ૦ પ્રવીણ પ્રભુદાસ જૈન મુંબઈ–૨ ૨૭૯ કલ્પના રજનીકાન્ત જૈન કલકત્તા ૯
૨પ૧ દીપા પ્રભુદાસ જૈન રાજકોટ ૨૮૦ જયેશ જયવંતલાલ જૈન મુંબઈ ૭૭
૨પ૨ ઈલા લાલચંદ જૈન ૨૮૧ હરેશ જયવંતલાલ જૈન મુંબઈ ૭૭
૨પ૩ શોભના લાલચંદ જૈન ૨૮૨ પ્રકાશ જે જૈન ગોંડલ
૨પ૪ પૂર્ણા ધીરજલાલ જૈન ભાવનગર ૨૮૩ દીના જે જૈન
૨પપ બિન્દુ ધીરજલાલ જૈન ૨૮૪ યશવંત રમણિકલાલ જૈન મોરબી
૨પ૬ વિમલ ધીરજલાલ જૈન ૨૮પ ભારતી ખીમચંદ જૈન લીંબડી
૨પ૭ રાજેશ્રી ધીરજલાલ જૈન ૨૮૭ સુધીર રતિલાલ જૈન અમદાવાદ ૧૭
૨પ૮ આરૂષી રમણિકલાલ જૈન રાજકોટ ૨૮૮ મનોજ રતિલાલ જૈન રાજકોટ
૨પ૯ જયેન્દ્ર મહેન્દ્રકુમાર જૈન જમશેદપુર ૨૮૯ મયંક હસમુખલાલ જૈન ભાવનગર
૨૬૦ રાજેશ મનસુખલાલ જૈન જમશેદપુર ૨૯૦ પ્રકાશ વિનયચંદ જૈન રાજકોટ

PDF/HTML Page 33 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૯ :
૨૯૧ કમલેશ રમણલાલ જૈન રાજકોટ ૩૦૭ મહેશ મનસુખલાલ જૈન અમદાવાદ
૨૯૨ રોહિતકુમાર સી જૈન રાજકોટ ૩૦૮ મુકેશ મનસુખલાલ જૈન અમદાવાદ
૨૯૩ પ્રકાશ મનસુખલાલ જૈન મુંબઈ ૬૨ ૩૦૯ મુકેશ જયંતિલાલ જૈન વ્યારા
૨૯૪ હર્ષલતા મનસુખલાલ જૈન મુંબઈ ૬૨ ૩૧૦ અશોક વીરચંદ જૈન મુડેટી
૨૯પ શૈલા મનસુખલાલ જૈન મુંબઈ ૬૨ ૩૧૧ મંજુલાં અભેચંદ જૈન ઉમરાળા
૨૯૬ રાજેશ નટવરલાલ જૈન મુંબઈ ૬૬ ૩૧૨ રેખા અભેચંદ જૈન ઉમરાળા
૨૯૭ शरदकुमार जैन उज्जैन ૩૧૩ ઘનશ્યામ ચંદુલાલ જૈન લાતુર
૨૯૮ प्रेमलता जैन उज्जैन ૩૧૪ सुरेशचन्द जैन बडी सादडी
૨૯૯ મુકેશ કાન્તિલાલ જૈન મુંબઈ ૬૪ ૩૧પ मनमोहन जैन उज्जैन
૩૦૦ નરેશ જેઠાલાલ જૈન ચોરીવાડ ૩૧૬ चित्तरंजन जैन उज्जैन
૩૦૧ અરવિંદ ધરમચંદ જૈન પ્રાંતિજ ૩૧૭ मोतीलाल खेमराज जैन खैरागढराज
૩૦૨ કલ્પના બટુકલાલ જૈન રાજકોટ ૩૧૮ प्रेमचंद खेमराज जैन
૩૦૩ ઉર્મીલ દલીચંદ જૈન રાજકોટ ૩૧૯ कमलेश दुल्लीचंद जैन
૩૦૪ મીના વિનયચંદ જૈન રાજકોટ ૩૨૦ પરેશ ખીમચંદ જૈન જામનગર
૩૦પ નરેન્દ્ર રમણલાલ જૈન રાજકોટ ૩૨૧ કૌશીક ખીમચંદ જૈન જામનગર
૩૦૬ પંકજ સોમચંદ જૈન જામનગર ૩૨૨ વિક્રમ છોટાલાલ જૈન દામનગર
* * * * *
(બાકીનાં નામો આવતા અંકમાં આપીશું)
* * * * *
ધર્મવત્સલ બંધુઓ
બાલવિભાગમાં ઉત્સાહભર્યો સેંકડો પત્રો આવેલ છે, બીજાં પણ અનેક
જિજ્ઞાસુઓના લાગણીભર્યા પત્રો આવ્યા છે; પરંતુ સંપાદકની તબિયત જરા અસ્વસ્થ
હોવાના કારણે તેની વ્યવસ્થામાં પહોંચી શકાયું નથી. બાલવિભાગના બીજા લેખો,
વાર્તા, પ્રશ્નોત્તર વગેરે પણ આપી શકાયું નથી; આત્મધર્મની ચાલુ લેખમાળાઓ પણ
કેટલીક આપી શકાઈ નથી. આવતા અંકથી બધું વ્યવસ્થિત થઈ જશે. બાળકોને ભેટ
આપવાનું પુસ્તક છપાઈ ગયું છે, તે થોડા વખતમાં મોકલી દેશું....जय जिनेन्द्र.

PDF/HTML Page 34 of 40
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
દીઠા બાહુબલી ભગવાન
આત્મધર્મના ગતાંકમાં આપણે જણાવેલ
કે ગુરુદેવે સ્વપ્નમાં બાહુબલી ભગવાનને દેખ્યા
હતા... તે સંબંધી વિગત બીજા અંકમાં આપવા
જણાવેલ; ગુરુદેવ સં. ૨૦૧પ માં સંઘસહિત
યાત્રા વખતે શ્રવણબેલગોલ (મૈસુર પ્રાન્ત) માં
બાહુબલી ભગવાનના દર્શન કર્યો ને જે
અદ્ભુતભાવો ઉલ્લસ્યા, તે વખતના એમના
ઉદ્ગાર અલૌકિક ભાવભીના હતા...એ
બાહુબલીપ્રભુની ભાવભીની મુદ્રા એમના
હૃદયમાં કોતરાઈ ગઈ હતી.
ત્યારબાદ અમુક વખતે (લગભગ સં.
૨૦૧૯ માં) એકવાર સ્વપ્નમાં ગુરુદેવે બાહુબલી
ભગવાનને સાક્ષાત્ દીઠા ધરાઈ ધરાઈને આનંદથી
નીહાળ્‌યાં. અદ્ભુત આશ્ચર્યકારી એ દેદાર
હતો...આજે બે ત્રણ વર્ષ બાદ એ પ્રસંગ યાદ
કરતાં પણ ગુરુદેવનું હૃદય બાહુબલીનાથ પ્રત્યે
આહલાદથી ઉભરાઈ જાય છે. સ્વપ્નમાં આકાશમાં વાદળા હતા...તે વાદળામાંથી ગગનમાં
જ બાહુબલી ભગવાન પ્રકટ થયા....સ્ફટિક જેવો એનો ઉજ્વળ દેદાર! એમની ભવ્ય મુદ્રા
પરમ ગંભીર વૈરાગ્યની છવાયેલી.....જાણે ચૈતન્યનો પિંડલો! અહા, એ ગગનવિહારી
બાહુબલીદર્શન...એ તો જાણે સાક્ષાત્ બાહુબલીનાથ પોતે જ સામે ઊભા હતા. એમના
દર્શનથી ગુરુદેવને ઘણો રોમાંચ જાગતો હતો. ગુરુદેવ કહે છે કે સ્વપ્નમાં જે બાહુબલી જોયા
તેમના શરીરે વેલડી ન હતી, ને તે આકાશમાં હતા, (એનો અર્થ એ કે કેવળજ્ઞાનપ્રાપ્ત
ગગનવિહારી બાહુબલીસ્વામીનું એ દર્શન હતું, કેવળજ્ઞાન પછી શરીરે વેલડી રહે નહિ ને
આકાશમાં વિચરે; શરીર સ્ફટિક જેવું હોય.) ગુરુદેવે બાહુબલીસ્વામીનું એક ચિત્ર જોતાં એ
સ્વપ્ન ફરી યાદ કર્યું ત્યારે તેમને ઘણોજ પ્રમોદ થતો હતો. શ્રોતાઓ પણ ગુરુદેવના ભાવ
દેખીને ઉલ્લસિત થતા હતા. ‘जय बाहुबली
* * * * *
વૈરાગ્ય સમાચાર: રાજકોટમાં તા. ૧૦–૧–૬૬ ના રોજ પ્રાણલાલ મોહનલાલ
બોઘાણી ૭૨ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. સ્વર્ગસ્થ આત્મા શાંતિ પામે એજ ભાવના.
જિનમંદિરનું શિલાન્યાસ: હિંમતનગર (ગુજરાતમાં) ગત માસમાં દિ.
જિનમંદિરનું શિલાન્યાસ ઉત્સાહપૂર્વક થયું હતું.

PDF/HTML Page 35 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૧ :
સોનગઢમાં આનંદોત્સવ:– સોનગઢમાં સીમંધરપ્રભુની મંગલપ્રતિષ્ઠા થઈ તેની
પચ્ચીસ વર્ષની પૂર્ણતાનો રજત જયંતી અઠ્ઠાઈમહોત્સવ આનંદપૂર્વક ચાલી રહ્યો છે.
જિનધામ અનેરી શોભાથી શોભી રહ્યું છે.
શિલાન્યાસ:– મુરબ્બીશ્રી રામજીભાઈના સન્માન ફંડમાંથી તૈયાર થનાર
સાહિત્ય માટેનો ખાસ હોલ–જેને હાલ આગમમંદિર અથવા તો જિનવાણી ભવન
કહેવામાં આવે છે તેનું શિલાન્યાસ સોનગઢમાં તા. ૭–૨–૬૬ મહા વદ ત્રીજના રોજ
બપોરે ગુરુદેવની ઉપસ્થિતિમાં માનનીય પ્રમુખશ્રી નવનીતભાઈ તથા માનનીય મુરબ્બી
શ્રી રામજીભાઈ, ખીમચંદભાઈ, વગેરેના હસ્તે થયું હતું; મુખ્યપણે સાહિત્ય પ્રકાશનના
પુસ્તકો રાખવા માટે આ હોલ બંધાય છે. સ્વાધ્યાય મંદિરની લગભગ પાછળ પશ્ચિમ
દિશામાં આ હોલ બંધાશે. (પ્રમુખશ્રી નવનીતભાઈના મકાનનું શિલાન્યાસ પણ એજ
દિવસે થયું હતું)
મૂરખ નહીં– પણ...?
એક વખત એક માણસના આંગણે
ચક્રવર્તીરાજા આવ્યો ને તેણે તેની આગતાસ્વાગતા
કરી; આથી પ્રસન્ન ચક્રવર્તીએ તે માણસને કહ્યું કે
“માંગ...માંગ! તારે જે જોઈએ તે માંગ....તું જે
માંગ તે આપું” ત્યારે તે માણસ ચક્રવર્તીને કહે છે
કે–કાઢી નાંખ મારા ઘરનું વાસીદું.
કેવો મૂરખ? ચક્રવર્તી પાસે એને માંગતા ન
આવડયું. આત્મા પણ આવી જ મૂર્ખાઈ કરી રહ્યો
છે. ભગવાન આત્મા ચૈતન્ય ચક્રવર્તી પ્રસન્ન થઈને
કહે છે કે માંગ...માંગ! સમ્યગ્દર્શનથી માંડીને
કેવળજ્ઞાન અને સિદ્ધપદ જે જોઈએ તે આપવાની
મારામાં તાકાત છે. ત્યારે જે એવી ભાવના કરે છે
કે શરીર સારૂં રહેજો ને પુણ્યનાં ફળ મળજો...તે
મૂરખ નથી–પણ–મૂરખનો સરદાર છે. અરે, ચૈતન્ય
ચક્રવર્તી પાસેથી તે કાંઈ જડની ને પુણ્યફળની
માંગણી કરાતી હશે!

PDF/HTML Page 36 of 40
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
ફાગણ માસના મંગલ દિવસે
(અહીં મંગલ દિવસોનો જે ઉલ્લેખ કરવામાં આવે છે તે જિનેન્દ્રપૂજા સંગ્રહના
આધારે કરવામાં આવે છે. તિથિ સંબંધમાં ક્વચિત પાઠાંતર પણ જોવામાં આવે છે.
ફાગણ સુદ બીજ : સીમંધરનાથ સુવર્ણધામમાં પધાર્યા.
ફાગણ સુદ ૩ : અરનાથ ભગવાન જન્મકલ્યાણક.
ફાગણ સુદ પ : મલ્લિનાથ ભગવાનનો મોક્ષ.
ફાગણ સુદ ૭ : ચંદ્રપ્રભુ ભગવાનનો મોક્ષ, તથા
સમ્મેદશિખરજીની યાત્રાનો દિવસ.
ફાગણ સુદ ૮: સંભવનાથ ભગવાનનો ગર્ભકલ્યાણક.
ફાગણ સુદ ૮થી ૧પ નંદીશ્વર–અષ્ટાહિનકા મંગલપર્વ.
ફાગણ વદ ૪:
પાર્શ્વનાથ ભગવાનને કેવળજ્ઞાન.
ફાગણ વદ પ: ચંદ્રપ્રભ ભગવાનનો ગર્ભકલ્યાણક.
ફાગણ વદ ૮: શીતલનાથ ભગવાનનો ગર્ભકલ્યાણક.
ફાગણ વદ ૯: શ્રી ઋષભદેવ ભગવાનનો જન્મ તથા દીક્ષા.
ફાગણ વદ અમાસ અનંતનાથ ભગવાનને કેવળજ્ઞાન તથા મોક્ષ.
આવતા માસમાં–ચૈત્ર સુદ તેરસે શ્રી મહાવીર ભગવાનનો જન્મકલ્યાણક છે, એ તો
ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. પણ તે ઉપરાંત ચૈત્ર માસમાં બીજો એક એવો દિવસ આવે છે કે
તીર્થંકર ભગવાન તે દિવસે જન્મ્યા છે; એટલું જ નહિ, જે દિવસે તેઓ જન્મ્યા છે તે જ
દિવસે તેમણે દીક્ષા લીધી છે, કેવળજ્ઞાન પણ તે જ દિવસે પામ્યા છે, ને મોક્ષ પણ
સમ્મેદશિખરથી એ જ દિવસે પામ્યા છે. તો એ ક્યા ભગવાન? ને ક્યો દિવસ? તે શોધી
શકશો? શોધી કાઢો તો શાબાશી; ન શોધી શકો તો આવતા અંકમાં અમે બતાવશું.
૨૪ તીર્થંકરોમાં આ એક જ તીર્થંકર એવા છે કે જેમના જન્મ–દીક્ષા–કેવળજ્ઞાન–
મોક્ષ એ ચારે કલ્યાણક એક જ દિવસે થયા હોય. વળી બીજા પણ એક તીર્થંકર બરાબર
તે જ દિવસે મોક્ષ પધાર્યા છે.

PDF/HTML Page 37 of 40
single page version

background image
: ફાગણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૩ :
શોધી.....કાઢો
(જવાબો લખીને મોકલવાના નથી)
૨૪ તીર્થંકર ભગવંતોમાંથી અયોધ્યા જન્મ્યા હોય ને સમ્મેદશિખરથી મોક્ષ
પામ્યા હોય એવા ભગવંતો કેટલા ને ક્્યા ક્્યા?
૨૪ તીર્થંકર ભગવંતોમાંથી અયોધ્યામાં જન્મ્યા હોય છે પણ સમ્મેદશિખરજી
મોક્ષ ન પામ્યા હોય–એવા ભગવંતો કેટલા ને કયા કયા?
૨૪ તીર્થંકરોમાંથી સમ્મેદશિખરથી મોક્ષ પામ્યા હોય પણ અયોધ્યામાં જન્મ્યા ન
હોય એવા તીર્થંકર કેટલા ને કયા કયા?
૨૪ તીર્થંકરોમાંથી અયોધ્યામાં જન્મ્યા ન હોય સમ્મેદશિખરથી મોક્ષ પામ્યા ન
હોય એવા ભગવંતો કેટલા ને કયા ક્્યા?
પ્રશ્નો સહેલા છે, પણ જરા ધ્યાન રાખજો હો–દરેકમાં જન્મ અને મોક્ષ એ બંને
બોલ લાગુ પાડવાના છે. આ શોધવા માટે તમારે અયોધ્યા કે સમ્મેદશિખર અત્યારે નહીં
જવું પડે. (મોટા થાવ ત્યારે જરૂર જાજો.) અત્યારે તો જરાક મહેનત કરશો તો
“મંગલતીર્થયાત્રા” પુસ્તકમાંથી તેમજ પૂજન વગેરે અનેક પુસ્તકોમાંથી આ માહિતી
મેળવી શકશો. અને છેવટ આવતા અંકમાં તો જવાબ આવવાના જ છેને! !
‘આત્મધર્મ’ પ્રચાર અને વિકાસ ખાતે આવેલી રકમોની યાદી આવતા અંકે
આપીશું.
૧૪ સીમંધર ભગવાન
પચીસ વર્ષ પહેલાં સોનગઢમાં એક સીમંધર
ભગવાન પધાર્યા, આજે તો જિનમંદિરમાં એકને
બદલે બે સીમંધર ભગવાન બિરાજી રહ્યા છે, એટલું
જ નહિ; માનસ્તંભમાં ઉપર–નીચે ચારે દિશામાં
મળીને ૮ સીમંધર ભગવાન બિરાજે છે, ને
સમવસરણમાં ચૌદિશ ચાર સીમંધર ભગવાન
બિરાજે છે–એટલે કુલ ૧૪ સીમંધર ભગવાન થયા.

PDF/HTML Page 38 of 40
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૨
ચાલો નવું નવું જાણીએ...
શું રાવણ માંસાહારી હતો? ને તે રાક્ષસ હતો?
ના, રાવણ રાક્ષસ પણ ન હતો ને માંસાહારી પણ ન હતો. તે એક મહાન રાજા
હતો ને જૈનધર્મનો ભક્ત હતો. એટલું જ નહિ ભવિષ્યમાં તે જૈનધર્મના તીર્થંકર થશે. ને
સીતાજી થશે એમના ગણધર.
હનુમાનજી વાંદરો હતા–એ વાત સાચી?
જી ના; હનુમાનજી તો એક રાજકુમાર હતા, એટલું જ નહિ પણ તેઓ અતિશય
રૂપવાન હતા. પાછળથી તેઓ મુનિ થઈને મોક્ષ પામ્યા છે.
હનુમાનજી આકાશમાં ઊડતા એ વાત સાચી?
હા, કેમકે તેઓ વિદ્યાધર હતા; ને વિદ્યાધરોને આકાશગમનની શક્તિ હોય છે.
તેમની પાસે વિદ્યાથી ચાલતા વિમાનો પણ હોય છે, એટલે તેઓ આકાશગમન કરી
શકે છે.
હનુમાનજી ક્્યાંથી મોક્ષ પામ્યા?
હનુમાનજી માંગીતૂંગી પહાડ પરથી મોક્ષ પામ્યા છે.
રામચંદ્રજી તે ભગવાન છે એ સાચું?
હા, ભગવાન રામચંદ્રજી મોક્ષ પામ્યા છે ને અત્યારે સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન
તરીકે બિરાજે છે. તેઓ પણ માંગીતૂંગીથી મોક્ષ પામ્યા છે.
‘માંગીતૂંગી’ ક્્યાં આવ્યું?
માંગીતૂંગી એ મહારાષ્ટ્રમાં આવેલ એક પહાડનું નામ છે. એ પહાડને બે શિખર
છે–એકનું નામ માંગી, ને બીજાનું નામ તૂંગી તેમાં માંગી ઉપરથી હનુમાનજી ને તૂંગી
ઉપરથી રામચંદ્રજી મોક્ષ પામ્યા છે. તે ઉપરાંત બીજા નવ્વાણું કરોડ મુનિવરો આ પહાડ
પરથી મોક્ષ પામ્યા છે. આ રીતે માંગીતૂંગી એ જૈનોનું મહાન તીર્થં છે. સં ૨૦૧૩માં
ગુરુદેવે સંઘસહિત આ તીર્થની યાત્રા કરી છે. એનું વર્ણન વાંચવું હોય તો ‘મંગલ
તીર્થયાત્રા’ પુસ્તક વાંચજો....તમને જરૂર ગમશે.
બાળકો, આ વખતે તમને રામચંદ્રજી અને હનુમાનજીની તથા રાવણની થોડીક વાત
કરી...કોઈકવાર તમને ભીમની વાતમાં તમને મજા આવશે! (હા, બહુ મજા આવશે)

PDF/HTML Page 39 of 40
single page version

background image
સીમંધર ભગવાન સોનગઢ પધાર્યા તેને જ્યારે દશ વર્ષ પૂર્ણ થયેલા
ત્યારે પણ ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો; તે ઉત્સવ પ્રસંગે સીમંધરનાથના
સ્વાગતના ભાવનું જે ચિત્ર ‘આત્મધર્મ’ માં પ્રસિદ્ધ થયેલું, આજે પચીસ વર્ષની
પૂર્ણતા પ્રસંગે પણ ફરીને એ જ ચિત્ર દ્વારા સ્વાગતની ઉર્મિઓ તાજી થાય છે.

PDF/HTML Page 40 of 40
single page version

background image
Atmadharma Regd. No. 182
પચીસ વર્ષ પહેલાનું એ રળિયામણું જિનમંદિર–
જેમણે જોયું છે તેઓ તેમાં કરેલી ‘ભક્તિ વગેરેના
પ્રસંગો’ હજી ભૂલ્યા નથી.....એમાં વચ્ચે થાંભલા હતા
ને પ્રવેશદ્વાર ઉપર દિગંબર મુનિવરો વગેરેનાં ચિત્રો
કોતરેલા હતા.
જિન મંદિર સંવત ૧૯૯૭
* * * * *
જેમ જેમ ધર્મવૃદ્ધિ થતી ગઈ તેમ તેમ જાણે કે
જિનમંદિર પણ વધતું ગયું ને આજે પચીસ વર્ષમાં તો
૩પ ફૂટ જેટલું વધીને એ મંદિર ૪૦ ફૂટને બદલે ૭પ
ફૂટ ઊંચે પોતાનો ધર્મધ્વજ ફરકાવતું શોભી રહ્યું છે.
જિન મંદિર સંવત ૨૦૧૩
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક:– અનંતરાય હરિલાલ શેઠ, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ: ભાવનગર