Atmadharma magazine - Ank 321
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૭ :
. सूत्र प्राभृत
૧. અરિહંતદેવ વડે ભાષિત અર્થને ગણધર દેવે સૂત્રાર્થની માર્ગણા–અર્થે,
સમ્યક્પ્રકારે શાસ્ત્રરૂપ ગૂંથ્યા, તેના વડે શ્રમણો પરમાર્થને સાધે છે.
૨. સૂત્રમાં સમ્યક્ પ્રકારે જે પ્રતિપાદિત છે તેને આચાર્ય પરંપરારૂપ માર્ગ વડે
દ્વિવિધપણે જાણીને, ભવ્ય જીવ શિવમાર્ગમાં વર્તે છે.
૩. જેમ સૂત્ર વગરની સોય નાશ પામે છે પણ સૂત્ર સહિત સોય નાશ પામતી નથી,
તેમ સૂત્રનો જાણકાર ભવ્ય જીવ ભવનો નાશ કરે છે, પણ ભવમાં ભટકતો નથી.
૪. જે પુરુષ ‘સસૂત્ર’ એટલે કે સૂત્રના જ્ઞાનસહિત છે તે સંસારમાં રહ્યા છતાં નાશ
પામતો નથી, પરંતુ અદ્રશ્યમાન એવા આત્માને પણ તે સૂત્ર જ્ઞાનના બળે
સ્વસંવેદન–પ્રત્યક્ષ કરીને સંસારનો નાશ કરે છે.
૫. જિનદેવે કહેલા સૂત્રાર્થને જે જાણે છે, તથા જીવ–અજીવાદિ બહુવિધ અર્થોને જે
જાણે છે, અને હેય–ઉપાદેયને જાણે છે, તે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે.
૬. હે યોગી! સૂત્રમાં જિનદેવે કહેલા વ્યવહાર તથા પરમાર્થને જાણો. યોગીઓ તેને
જાણીને સુખને પામે છે ને મલપૂંજનો ક્ષય કરે છે.
૭. સૂત્રોનાં અર્થ અને પદ જેને વિનષ્ટ છે તેને મિથ્યાદ્રષ્ટિ જાણવો. વસ્ત્રસહિત હોય
તેણે કુતૂહલથી પણ પાણિપાત્ર (હસ્તભોજન) કર્તવ્ય નથી.
૮. સૂત્રજ્ઞાન વગરનો નર ભલે હરિ–હર તૂલ્ય હોય, સ્વર્ગમાં જાય અને કરોડો ભવ
કરે તોપણ સિદ્ધિને પામતો નથી, તેને સંસારસ્થ જ કહ્યો છે.
૯. ઉત્કૃષ્ટ સિંહચર્યા કરે, ઘણાં પરિકર્મ (તપશ્ચરણાદિક) કરતો હોય, ગુરુપણાના
ભારથી (એટલે કે મોટી પદવીથી) સહિત હોય, તે પણ જો સ્વચ્છંદપણે વિહરે
તો પાપમાં જાય છે ને મિથ્યાત્વી થાય છે.
૧૦. જેમાં અચેલપણું તથા પાણિપાત્ર છે એવો એક જ મોક્ષમાર્ગ પરમ જિનવરેન્દ્રો
વડે ઉપદિષ્ટ છે, બાકી તો બધા અમાર્ગ છે.
૧૧. જે સંયમ સહિત છે અને આરંભ–

PDF/HTML Page 22 of 40
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
પરિગ્રહથી વિરત છે તે, સૂર–અસુર ને મનુષ્ય સહિત એવા આ લોકમાં વંદનીય છે.
૧૨. જેઓ સેંકડો શક્તિ સહિત છે છતાં બાવીસ પરિષહને સહન કરે છે, તે સાધુઓ
વન્દનીય છે, અને તેઓને કર્મક્ષયરૂપ નિર્જરા થાય છે.
૧૩. એ સિવાયના ભેષમાં જે સમ્યગ્દર્શન ને જ્ઞાનસહિત છે તેમ જ વસ્ત્રપરિગ્રહયુક્ત
છે તેને ‘ઈચ્છાકારયોગ્ય’ કહ્યા છે.
૧૪. જે જીવ ઈચ્છાકારરૂપ મહાન અર્થસહિત છે સૂત્રમાં સ્થિત છે, ને કર્મને છોડે છે
તથા સમ્યક્ત્વના સ્થાનોમાં સ્થિત છે તેને પરલોક સુખકર થાય છે.
૧૫. જે જીવ આત્માને ઈચ્છતો નથી, તે ધર્મનાં બીજાં બધાં આચરણ કરે તો પણ
સિદ્ધિને પામતો નથી, તેને તો સંસારસ્થ જ કહ્યો છે.
૧૬. આ કારણથી હે ભવ્ય જીવો! તમે તે આત્માને ત્રિવિધે શ્રદ્ધો, અને પ્રયત્નવડે
તેને જાણો–કે જેથી મોક્ષને પામશો.
૧૭. સાધુને વાળની અણી જેટલા પણ પરિગ્રહનું ગ્રહણ હોતું નથી, તે એક સ્થાને,
કરપાત્રમાં, બીજાએ આપેલ ભોજન કરે છે.
૧૮. મુનિપણું યથાજાતરૂપ–સદ્રશ છે, મુનિ તિલતુષમાત્રને પણ હાથથી ગ્રહણ કરતા
નથી; અને જો તે થોડોઘણો પણ પરિગ્રહ ગ્રહણ કરે તો નિગોદમાં જાય છે.
૧૯. જે મતમાં લિંગને એટલે કે સાધુને અલ્પ કે વધુ પરિગ્રહનું ગ્રહણ છે તે ગર્હ્ય
એટલે કે નિંદ્ય છે, જિનવચનમાં તો સાધુ પરિગ્રહરહિત નિરાગાર કહ્યા છે.
૨૦. પાંચ મહાવ્રત અને ત્રણ ગુપ્તિથી જે યુક્ત છે તે સંયત છે, અને તે જ નિર્ગ્રંથ
મોક્ષમાર્ગ છે, તથા તે વંદનીય છે.
૨૧. બીજો ભેષ ઉત્કૃષ્ટ શ્રાવકનો છે; તે આહાર માટે જાય છે, અને ભાષાસમિતિપૂર્વક
અથવા મૌનપૂર્વક વાસણમાં ભોજન કરે છે.
૨૨. ત્રીજો વેષ આર્યિકા–સ્ત્રીનો છે, તે દિવસમાં એક વખત ભોજન કરે છે; તે
આર્યિકા એક વસ્ત્રસહિત હોય છે, ને વસ્ત્રસહિત ભોજન કરે છે.
૨૩. ભલે તીર્થંકર થનાર હોય તોપણ જિનશાસનમાં વસ્ત્રસહિત સિદ્ધિ પામતા નથી.
નગ્નપણું એ જ મોક્ષમાર્ગ છે, બાકી બધા ઉન્માર્ગ છે.
૨૪. સ્ત્રીને યોનિમાં, સ્તનમાં, નાભિમાં, અને કાંખમાં સૂક્ષ્મકાય જીવોની ઉત્પત્તિ કહી
છે, તેને પ્રવજ્યા (મહાવ્રત) કેવી રીતે હોય?–અર્થાત્ ન હોય.
૨૫. સ્ત્રી પણ જો દર્શનશુદ્ધિવડે શુદ્ધ હોય

PDF/HTML Page 23 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૧૯ :
તો તેને માર્ગ–સંયુક્તા કહેવામાં આવી છે; તે ઘોર આચરણને આચરે છે, પરંતુ
સ્ત્રીઓને પ્રવજ્યા હોતી નથી.
૨૬. સ્ત્રીને ચિત્તની શુદ્ધતા હોતી નથી, તથા સ્વભાવે જ તે ઢીલા ભાવવાળી છે; તેને
માસિક હોય છે, તેથી તેને નિઃશંકધ્યાન હોતું નથી.
૨૭. જેમ સમુદ્રના જળમાંથી લોકો પોતાના વસ્ત્ર ધોવા પૂરતું જ પાણી ગ્રહણ કરે છે,
તેમ જે ગ્રાહ્યમાંથી પણ અલ્પને જ ગ્રહણ કરે છે, ને જેમની ઈચ્છા નિવૃત્ત થઈ
છે તેમને સર્વદુઃખની નિવૃત્તિ થાય છે.
(બીજું સૂત્રપ્રાભૃત પૂર્ણ)
શ્રાવણ માસનો ધાર્મિક શિક્ષણવર્ગ
સોનગઢમાં દરવર્ષની જેમ પ્રૌઢવયના ગૃહસ્થ ભાઈઓ માટેનો જૈન
ધાર્મિક શિક્ષણવર્ગ શ્રાવણ સુદ પાંચમ ને શુક્રવાર તા. ૭–૮–૭૦ થી શરૂ
થશે અને શ્રાવણ વદ ૧૦ ને બુધવાર તા. ૨૬–૮–૭૦ ના રોજ પૂર્ણ થશે.
જે ભાઈઓને શિક્ષણ વર્ગનો લાભ લેવાની ભાવના હોય તેમણે નીચેના
સરનામે ખબર આપવા અને સમયસર સોનગઢ આવી જવું.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ
* * *
ભગવાન શ્રી કુંદકુંદ સ્વામી રચિત અષ્ટપ્રાભૃતમાંથી ચાર પ્રાભૃતના
ગુજરાતી અર્થ આ અંકમાં આપ્યા છે, પાંચમું ‘ભાવપ્રાભૃત’ છે, તેમાં
સમ્યક્ત્વાદિ ભાવશુદ્ધિ પ્રગટ કરવા માટે આચાર્યદેવે અત્યંત વૈરાગ્ય
રસભીની શૈલીમાં દ્રષ્ટાંતો સહિત ઉત્તમ પ્રેરણા આપી છે તે આપ આગામી
અંકમાં જરૂર વાંચશોજી.
પૂ. ગુરુદેવ પ્રવચનમાં અષ્ટપ્રાભૃત ચોથી વખત વાંચી રહ્યા છે. આ
અષ્ટપ્રાભૃતમાં આચાર્યદેવે વર્ણવેલા ઉત્તમ વિષયો જિજ્ઞાસુઓને ખ્યાલમાં
આવે તે માટે અહીં તેની ગાથાના માત્ર ગુજરાતી અર્થ આપ્યા છે,–જે
સુગમ હોવાથી સૌને સ્વાધ્યાયમાં ઉપયોગી થશે. આમાં ક્યાંય કોઈ
સંશોધનની જરૂર લાગે તો પ્રેમપૂર્વક સૂચવવા જિજ્ઞાસુઓને વિનંતિ.
– બ્ર. હ. જૈન

PDF/HTML Page 24 of 40
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
. चारित्र प्राभृत
૧–૨. સર્વજ્ઞ સર્વદર્શી નિર્મોહી વીતરાગ અને ત્રણ જગતથી વંદ્ય એવા અરિહંત
પરમેષ્ઠીને વંદન કરીને, મોક્ષની આરાધનાના હેતુરૂપ એવું ચારિત્રપ્રાભૃત હું
કહીશ;–કે જે ભવ્યજીવોને માટે સમ્યક્જ્ઞાન–દર્શન તથા ચારિત્રની શુદ્ધિનું
કારણ છે.
૩. જે જાણે છે તે જ્ઞાન છે, જે દેખે છે તે દર્શન છે, અને જ્ઞાન તથા દર્શનના સમ્યક્
સહયોગપૂર્વક ચારિત્ર હોય છે–એમ કહ્યું છે.
૪. તે જ્ઞાન–દર્શન–ચારિત્ર ત્રણે જીવના અક્ષય અમાપ ભાવો છે. તે ત્રણેની
સંશુદ્ધિ માટે જિનભગવાને દ્વિવિધ ચારિત્ર કહ્યું છે.
૫. જિનદેવકથિત જ્ઞાન અને દ્રષ્ટિની શુદ્ધતારૂપ પ્રથમ સમ્યક્ત્વચરણ–ચારિત્ર છે,
અને બીજું સંયમચરણ–ચારિત્ર છે. તે પણ નિજજ્ઞાનવડે દર્શાવ્યું છે.
૬. એ પ્રમાણે બે પ્રકારનું ચારિત્ર જાણીને, જિનદેવે કહેલા સમ્યક્ત્વને મલિન
કરનારા મિથ્યાત્વજન્ય જે શંકાદિ દોષો તે સર્વેને ત્રિવિધયોગથી હે જીવ! તું છોડ.
૭–૮. નિઃશંકતા નિઃકાંક્ષા નિર્વિચિકિત્સા અમૂઢદ્રષ્ટિ ઉપગૂહન સ્થિતિકરણ વાત્સલ્ય
અને પ્રભાવના–એવા આઠ ગુણવડે વિશુદ્ધ જિનસમ્યક્ત્વ છે, તેને ઉત્તમ
મોક્ષસ્થાનની પ્રાપ્તિ અર્થે જે જીવ જ્ઞાનસહિત આચરે છે તેને સમ્યક્ત્વચરણરૂપ
પ્રથમ ચારિત્ર હોય છે.
૯. સમ્યક્ત્વચરણથી સુવિશુદ્ધ એવા અમૂઢદ્રષ્ટિવંત જ્ઞાની જો સંયમચરણથી પણ
સુવિશુદ્ધ હોય તો શીઘ્ર નિર્વાણને પામે છે.
૧૦. સમ્યક્ત્વ–ચરણથી ભ્રષ્ટ અને જ્ઞાનમાં મૂઢ એવો અજ્ઞાની જીવ સંયમચરણને
આચરતો હોય તોપણ નિર્વાણને પામતો નથી.
૧૧–૧૨. જે જીવ નિર્મોહપણે જિનસમ્યક્ત્વને આરાધે છે, તે જીવ વાત્સલ્ય, વિનય,
અનુકંપા, સુપાત્રદાનમાં દક્ષપણું, માર્ગના ગુણોની પ્રશંસા, ઉપગૂહન, ધર્મરક્ષા
તથા આર્જવભાવ–એવા લક્ષણોથી લક્ષિત થાય છે.

PDF/HTML Page 25 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૧ :
૧૩. અજ્ઞાનમય મોહમાર્ગરૂપ એવા કુદર્શન પ્રત્યે જે જીવ ઉત્સાહભાવના, પ્રશંસા,
સેવા અને શ્રદ્ધા કરે છે તે જિનસમ્યક્ત્વને છોડે છે.
૧૪. જે જીવ જ્ઞાનમાર્ગવડે સુદર્શનમાં ઉત્સાહભાવના, પ્રશંસા, સેવા અને શ્રદ્ધા કરે
છે તે જિનસમ્યક્ત્વને છોડતો નથી.
૧૫. હે જીવ! તું જ્ઞાનવડે અજ્ઞાનને છોડ, તથા વિશુદ્ધ સમ્યકત્વ વડે મિથ્યાત્વને
છોડ; અને આરંભસહિત એવા મોહને અહિંસાધર્મવડે પરિહર.
૧૬. હે જીવ! સંગત્યાગરૂપ પ્રવજ્યામાં, સમ્યક્ તપમાં તથા સમ્યક્ સંયમ ભાવમાં
તું પ્રવર્તે, એ રીતે નિર્મોહ અને વીતરાગપણું થતાં તને સુવિશુદ્ધ ધ્યાન થશે.
૧૭. મૂઢ જીવ મિથ્યાબુદ્ધિના ઉદયથી, અજ્ઞાન અને મોહાદિ–દોષથી મલિન એવા
મિથ્યાદર્શનમાર્ગમાં પ્રવર્તે છે.
૧૮. આત્મા દ્રવ્યપર્યાયરૂપ વસ્તુને સમ્યક્દર્શન વડે દેખે છે, જ્ઞાનવડે જાણે છે અને
સમ્યક્ત્વ વડે શ્રદ્ધે છે, આવા શ્રદ્ધાનાદિપૂર્વક તે ચારિત્રજન્ય દોષોને પરિહરે
છે.
૧૯. આ સમ્યક્ત્વાદિ ત્રણ ભાવો મોહરહિત જીવને હોય છે, તેના વડે નિજગુણને
આરાધતો થકો તે જીવ અલ્પકાળમાં કર્મોને પરિહરે છે.
૨૦. સમ્યક્ત્વને અનુચરનાર ધીરપુરુષ સંસારમાં મેરુ જેટલા સંખ્યાત કે
અસંખ્યાતગુણા દુઃખોને પણ ક્ષય કરે છે.
૨૧. બીજું સંયમઆચરણરૂપ ચારિત્ર છે તે સાગાર અને નિરાગાર એમ બે પ્રકારનું
છે; તેમાં સાગારચારિત્ર તો સગ્રંથ એવા શ્રાવકને હોય છે, અને નિરાગાર
ચારિત્ર પરિગ્રહરહિત મુનિઓને હોય છે.
૨૨–૨૩. દર્શનપ્રતિમા, વ્રત, સામાયિક, પ્રૌષધઉપવાસ, સચિત્તત્યાગ, રાત્રિ–
ભોજનત્યાગ, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિત્યાગ, અને
ઉદ્ષ્ટિત્યાગ,–એ પ્રમાણે દેશવિરતનાં અગિયાર સ્થાનો; તથા પાંચ અણુવ્રત,
ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત,–એ પ્રમાણે શ્રાવકનું સંયમાચરણ છે.
૨૪. સ્થૂળ ત્રસકાયવધનો ત્યાગ, સ્થૂળ અસત્યનો ત્યાગ, સ્થૂળ અદત્તનો ત્યાગ,
પરસ્ત્રીનો ત્યાગ અને આરંભપરિગ્રહની મર્યાદા–એ પાંચ અણુવ્રત છે.
૨૫. પહેલું દિશા–વિદિશામાં ગમનની મર્યાદા, બીજું અનર્થદંડનો ત્યાગ અને ત્રીજું
ભોગોપભોગનું પરિમાણ,–આ ત્રણ ગુણવ્રત છે.
૨૬. પ્રથમ સામાયિક, બીજું પ્રૌષધઉપવાસ, ત્રીજું અતિથિપૂજા અને

PDF/HTML Page 26 of 40
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
ચોથું અંતિમ સમયે સંલ્લેખના–એ ચાર શિક્ષાવ્રત કહ્યાં છે.
૨૭. એ પ્રમાણે સાગાર સંયમાચરણરૂપ શ્રાવકધર્મનો ઉપદેશ કર્યો, હવે નિર્દોષ શુદ્ધ
સંયમાચરણરૂપ યતિધર્મનું સ્વરૂપ કહું છું.
૨૮. પાંચ ઈન્દ્રિયોનો સંવર, પાંચ મહાવ્રત, પચીસ ક્રિયાઓ, પાંચ સમિતિ અને ત્રણ
ગુપ્તિ, એ પ્રમાણે અનાગાર સંયમાચરણ હોય છે.
૨૯. અમનોજ્ઞ કે મનોજ્ઞ એવા સજીવ દ્રવ્યોમાં કે અજીવદ્રવ્યોમાં રાગ–દ્વેષ ન કરે તેને
પાંચ ઈન્દ્રિયનો સંવર કહ્યો છે.
૩૦. પ્રથમ હિંસાથી વિરતિરૂપ અહિંસા, બીજું અસત્યવિરતિ, ત્રીજું અદત્તવિરતિ,
ચોથું અબ્રહ્મવિરતિ અને પાંચમું સંગવિરતિ,–એ પ્રમાણે પાંચ મહાવ્રત છે.
૩૧. મહાપુરુષો જેને સાધે છે, પૂર્વે મહા પુરુષો વડે જે આચરવામાં આવ્યું છે અને જે
પોતે મહાન છે, તે કારણે તે વ્રતોને મહાવ્રત કહ્યાં છે.
૩૨. વચનગુપ્તિ, મનગુપ્તિ, ઈર્યાસમિતિ, આદાનનિક્ષેપણ અને અવલોકનપૂર્વક
ભોજન, આ પ્રમાણે અહિંસાવ્રતની પાંચ ભાવના છે.
૩૩. ક્રોધ ભય હાસ્ય લોભ અને મોહ–એનાથી વિપરીત પાંચ ભાવના, તે બીજા
(–સત્ય) વ્રતની પાંચ ભાવના છે.
૩૪. શૂન્યાગારમાં નિવાસ, લોકોએ છોડી દીધેલા સ્થાનમાં નિવાસ, પરના અવરોધ
વગરનો નિવાસ, આહારશુદ્ધિ, અને સાધર્મી સાથે વિસંવાદનો અભાવ,–આ
પ્રમાણે અચૌર્યવ્રતની પાંચ ભાવના છે.
૩૫. મહિલાનું અવલોકન, પૂર્વભોગોનું સ્મરણ, સ્ત્રીથી સંસક્ત સ્થાનમાં વાસ, વિકથા
અને પૌષ્ટિકરસ–આ પાંચથી વિરક્તિ, તે ચોથા બ્રહ્મચર્યવ્રતની ભાવના છે.
૩૬. શબ્દ–સ્પર્શ–રસ–રૂપ કે ગંધ એવા જે પાંચ ઈન્દ્રિયના મનોજ્ઞ કે અમનોજ્ઞ વિષયો
તેમાં રાગ–દ્વેષાદિનો પરિહાર તે–અપરિગ્રહવ્રતની પાંચ ભાવના છે.
૩૭. સંયમની શુદ્ધીને માટે જિનદેવે પાંચ સમિતિ કહી છે, ઈર્ષા, ભાષા, એષણા,
આદાન અને નિક્ષેપ.
૩૮. જિનમાર્ગમાં જિનવરદેવે ભવ્યજીવોના પ્રતિબોધને માટે જે જ્ઞાન કહ્યું છે તે
જ્ઞાનસ્વરૂપ આત્માને હે ભવ્ય! તું જાણ.
૩૯. જીવ–અજીવની ભિન્નતાને જે જાણે છે તે સમ્યગ્જ્ઞાની છે, અને એવા જ્ઞાનસહિત
રાગાદિ દોષોથી રહિતપણું તે મોક્ષમાર્ગ છે, એમ જિનશાસનમાં કહ્યું છે.

PDF/HTML Page 27 of 40
single page version

background image
અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૩ :
૪૦. હે ભવ્ય! દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણેને પરમ શ્રદ્ધાપૂર્વક તું જાણ, એને
જાણીને યોગીજનો શીઘ્ર નિર્વાણને પામે છે.
૪૧–૪૨ જ્ઞાનજળને પામીને નિર્મળ સુવિશુદ્ધ ભાવસંયુક્ત જીવો શિવાલયવાસી અને
ત્રણભુવનના ચૂડામણિ એવા સિદ્ધ થાય છે.
–અને, જેઓ જ્ઞાનગુણથી રહિત છે તેઓ ઈષ્ટ લાભને પામતા નથી.–આ
પ્રમાણે ગુણ–દોષને ઓળખીને તે સદ્જ્ઞાનને હે જીવ! તું જાણ.
૪૩. ચારિત્રમાં સમ્યક્ પ્રકારે આરૂઢ જ્ઞાની પોતાના આત્મામાં પરદ્રવ્યોને ઈચ્છતા
નથી; તે અલ્પકાળમાં અનુપમ સુખને પામે છે–એમ નિશ્ચયથી તું જાણ.
૪૪. એ પ્રમાણે વીતરાગે જ્ઞાનવડે ઉપદેશેલું જે સમ્યક્ત્વ અને સંયમના આચરણરૂપ
બે પ્રકારનું ચારિત્ર, તે અહીં સંક્ષેપથી કહ્યુંં.
૪૫. હે ભવ્ય! સ્પષ્ટપણે રચવામાં આવેલા આ ચારિત્રપ્રાભૃતને તું ભાવશુદ્ધિપૂર્વક
ભાવ; જેથી તરત જ તું ચાર ગતિને છોડીને શીઘ્ર અપુનર્ભવરૂપ થઈશ.
(ત્રીજું ચારિત્રપ્રાભૃત પૂર્ણ)
–: વૈરાગ્ય–સમાચાર :–
* રાજકોટના ભાઈશ્રી સોભાગચંદ પાનાચંદ કામદાર (ચાંદલીવાળા) ચૈત્ર વદ ૯ ના રોજ
અમદાવાદ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. ચૈત્ર માસમાં ગુરુદેવ રાજકોટ પધાર્યા ત્યારે,
તેમણે તબીયત બરાબર નહીં હોવા છતાં આઠ દિવસ પ્રવચનનો લાભ લીધો હતો.
* બરવાળાના ભાઈશ્રી ચંદુલાલ ભાઈલાલ જેઠ વદ અમાસે મુંબઈમાં મલાડ મુકામે
હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા છે. અંતિમ સમયે તેમણે વીતરાગી દેવ–ગુરુના
શરણની ભાવના ભાવી હતી.
* વવાણીયાવાળા દેસાઈ અનુપચંદભાઈ રાયચંદ ભાવનગર–ઈસ્પિતાલમાં
તા. ૨–૭–૭૦ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ છેલ્લા કેટલાક વખતથી સોનગઢ
સમિતિમાં રહેતા હતા; ને શરીરની તકલીફ છતાં દર્શન–પ્રવચનનો લાભ લેતા હતા.
* ખંડવાના શેઠશ્રી ઉમરાવપ્રસાદજી (તે બ્ર. આશાબેનના પિતાજી) તા. ૧૮–૬–૭૦ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ભદ્રિક હતા, અવારનવાર સોનગઢ આવીને લાભ
લેતા હતા. ફાગણ માસમાં ગુરુદેવ ખંડવા પધાર્યા ત્યારે, વિશેષ બિમારી હોવા છતાં
તેમણે ગુરુદેવના દર્શનથી ઉલ્લાસ બતાવ્યો હતો.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.

PDF/HTML Page 28 of 40
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
[४] बोध प्राभृत
૧–૨ ઘણાં શાસ્ત્રોના અર્થને જાણનારા, શુદ્ધ સમ્યક્ત્વ–સંયમ તથા તપના આચરણથી
યુક્ત, અને કષાયમળથી રહિત શુદ્ધ એવા આચાર્યોને વંદન કરીને; સકલ જીવોને
બોધ માટે જિનમાર્ગમાં જિનવરદેવે છકાયજીવોને સુખકારી જે ઉપદેશ આપ્યો છે
તે હું સંક્ષેપથી આ બોધપ્રાભૃતમાં કહું છું......તેને હે ભવ્ય! તું સાંભળ!
૩–૪. ૧. આયતન, ૨. ચૈત્યગૃહ, ૩. જિનપ્રતિમા, ૪. દર્શન, પ. અત્યંત વીતરાગ
જિનબિંબ, ૬ જિનમુદ્રા, ૭. આત્મસ્થ જ્ઞાન અર્થાત્ આત્મા સંબંધી જ્ઞાન, ૮.
અરિહંતદેવે કહેલા દેવ, ૯. તીર્થ, ૧૦. અરિહંત અને ૧૧. ગુણોથી વિશુદ્ધ એવી
પ્રવજ્યા–તે અગિયાર સ્થાનો યથાક્રમે આ બોધપ્રાભૃત દ્વારા જાણવા.
૫. મન–વચન–કાયરૂપ દ્રવ્ય તથા ઈન્દ્રિયવિષયો જેમને આયત્ત (એટલે કે
વશીભૂત) છે એવા સંયતના રૂપને જિનમાર્ગમાં આયતન કહ્યું છે.
૬. મોહ–રાગ–દ્વેષ–ક્રોધ–માન–માયા–લોભ તે જેમને આયત (વશીભૂત) છે એવા
પંચમહાવ્રતધારી મહર્ષિઓને આયતન કહ્યા છે.
૭. સદર્થ સત્–અર્થ (એટલે કે સત્ય વસ્તુસ્વરૂપ, નિજ શુદ્ધાત્મા) જેને સિદ્ધ થયેલ
છે, જે વિશુદ્ધધ્યાન તથા જ્ઞાનયુક્ત છે અને પદાર્થોનું સ્વરૂપ જેણે જાણ્યું છે એવા
મુનિવરવૃષભને સિદ્ધાયતનપણું પ્રસિદ્ધ છે.
૮. બુદ્ધ એટલે કે જ્ઞાનસ્વરૂપ એવા પોતાના આત્માને જે બોધે છે–જાણે છે, અને
અન્ય જીવોને પણ એવું જ સ્વરૂપ પ્રતિબોધે છે, તથા પંચ મહાવ્રતથી જે શુદ્ધ છે
અને જ્ઞાનમય છે, તેને ચૈત્યગૃહ જાણો.
૯. બંધ–મોક્ષ અને સુખ–દુઃખ તે જેના આત્માનું ચેત્ય છે તેને જિનમાર્ગમાં ચૈત્યગૃહ
કહ્યું છે,–કે જે છકાયજીવોનું હિતકર છે.
૧૦. જે ઉત્કૃષ્ટ જંગમ દેહ સહિત છે, તથા દર્શન–જ્ઞાનપૂર્વક શુદ્ધ ચારિત્રરૂપ છે,–અને
નિર્ગ્રંથ વીતરાગ છે,–આવી પ્રતિમા જિનમાર્ગમાં હોય છે.
૧૧. જે શુદ્ધ ચારિત્રને આચરે છે, વસ્તુ–

PDF/HTML Page 29 of 40
single page version

background image
: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૫ :
સ્વરૂપને જે જાણે–દેખે છે અને જેને શુદ્ધસમ્યક્ત્વ છે એવા નિર્ગ્રંથ સંયતની
પ્રતિમા વંદનિય છે.
૧૨–૧૩. સિદ્ધ ભગવંતો તે વ્યુત્સર્ગપ્રતિમા છે; તે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત
વીર્ય અને અનંત સુખરૂપ છે, શાશ્વત સુખમય છે, દેહરહિત છે અને
આઠકર્મના બંધનથી મુક્ત છે; વળી તે સિદ્ધપ્રતિમા નિરૂપમ છે, અચલ છે,
અક્ષોભ છે, અજંગમરૂપથી નિર્માપિત છે (અર્થાત્ શરીરરહિત સ્થિર છે),
સિદ્ધસ્થાનમાં સ્થિત છે; વ્યુત્સર્ગરૂપ છે અને ધ્રુવ છે.–આવી સિદ્ધપ્રતિમા છે.
૧૪. જે સમ્યક્ત્વ, સંયમ તથા સુધર્મરૂપ મોક્ષમાર્ગને દેખાડે છે, અને જે નિર્ગ્રંથ
તથા જ્ઞાનમય છે, તેને જિનમાર્ગમાં દર્શન કહ્યું છે.
૧૫. જેમ પુષ્પ સુગંધમય હોય છે, અને દૂધ તે ઘીમય હોય છે, તેમ રૂપસ્થ એવું
સમ્યક્દર્શન પણ સમ્યગ્જ્ઞાનમય હોય છે.
૧૬. જે જ્ઞાનમય છે, સંયમથી શુદ્ધ છે, અત્યંત વીતરાગ છે અને કર્મક્ષયના
કારણરૂપ શુદ્ધ દીક્ષા તથા શિક્ષા દેનારા છે–તે જિનબિંબ છે.
૧૭. જેમને ધ્રુવપણે દર્શન–જ્ઞાન અને ચેતનાભાવ વિદ્યમાન છે, એવા તે
જિનબિંબને પ્રણામ કરો, સર્વપ્રકારે પૂજા કરો, વિનય અને વાત્સલ્ય કરો.
૧૮. જે તપ–વ્રત અને ગુણોથી શુદ્ધ છે, જે જાણે છે, દેખે છે અને સમ્યક્ત્વરૂપ છે–
એવી અરિહંતમુદ્રા છે,–અને તે દીક્ષા–શિક્ષાની દાતાર છે.
૧૯. જિનશાસનમાં જિનમુદ્રા એવી કહેવામાં આવી છે કે, જે દ્રઢ સંયમની મુદ્રા
સહિત છે, જેને ઈન્દ્રિયોનું મુદ્રણ (એટલે કે સંકોચન) છે, જેમાં કષાયોનું દ્રઢ
મુદ્રણ(નિયંત્રણ) છે, અને સ્વરૂપમાં લગાવેલા જ્ઞાનરૂપ જેની મુદ્રા (છાપ) છે.
૨૦. સંયમથી સંયુક્ત અને સુધ્યાનને યોગ્ય એવા મોક્ષમાર્ગનું લક્ષ્ય જ્ઞાનવડે જ
પમાય છે; તેથી જ્ઞાનસ્વરૂપ જ્ઞાતવ્ય છે.
૨૧. જેમ નિશાન તાકવાના અભ્યાસથી રહિત પુરુષ બાણના લક્ષ્યને વેધી શકતો
નથી, તેમ અજ્ઞાની મોક્ષમાર્ગના લક્ષ્યને જાણતો નથી.
૨૨. આસન્ન ભવ્ય જીવને જ્ઞાન થાય છે; વિનયવંત સત્પુરુષ તે જ્ઞાનને પ્રાપ્ત કરે
છે; અને તે જ્ઞાનવડે મોક્ષમાર્ગના લક્ષ્યને લક્ષગત કરીને તેને પ્રાપ્ત કરે છે.
૨૩. જેને મતિજ્ઞાનરૂપી સ્થિર ધનુષ છે, શ્રુતજ્ઞાનરૂપી દોરી છે, રત્નત્રયરૂપી ઉત્તમ
બાણ છે, અને જેણે પરમાર્થસ્વરૂપમાં લક્ષને એકાગ્ર કરીને નિશાન તાકયું છે,
તે જીવ મોક્ષમાર્ગને ચૂકતો નથી.

PDF/HTML Page 30 of 40
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
૨૪. અર્થ–ધર્મ–કામ અને ઉત્તમ જ્ઞાન–તેને જે સમ્યક્પ્રકારે દ્યે તે દેવ છે, અર્થ, ધર્મ કે
પ્રવજ્યા, જેની પાસે જે હોય તે આપે.
૨૫. દયાવડે વિશુદ્ધ ધર્મ છે, સર્વસંગપરિત્યાગરૂપ પ્રવજ્યા છે, અને મોહથી રહિત
એવા દેવ છે, –તે ભવ્યજીવોને ઉદય કરનારા છે.
૨૬. વ્રત અને સમ્યક્ત્વ જેને વિશુદ્ધ છે, પાંચઈન્દ્રિયનો જેને સંયમ છે અને જે
નિરપેક્ષ છે એવું મુનિ–તીર્થ, તેમાં દીક્ષા–શિક્ષારૂપી ઉત્તમસ્નાનવડે નહાઓ–
અર્થાત્ પવિત્ર થાઓ.
૨૭. શાંતભાવસહિત નિર્મળ ઉત્તમ ધર્મ, સમ્યક્ત્વ, સંયમ, તપ અને જ્ઞાન તે
જિનમાર્ગમાં તીર્થ છે.
૨૮. નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ, આત્માના ગુણ તથા પર્યાય સહિતપણું,
ચ્યવન, આગતિ અને સંપદા–આ ભાવો અરિહંતના સ્વરૂપને ઓળખાવે છે,
અર્થાત્ તેના વડે ભવ્યજીવો અરિહંતનું સ્વરૂપ ચિંતવે છે.
૨૯. જેમને અનંત જ્ઞાન–દર્શન વિદ્યમાન છે, અષ્ટકર્મનાં બંધન નષ્ટ થવાથી જે મુક્ત
છે, તથા નિરૂપમ ગુણોમાં આરૂઢ છે,–એવા અરિહંત હોય છે.
૩૦. જરા–વ્યાધિ–જન્મ–મરણ ચારગતિ ભ્રમણ તેમ જ પુણ્ય અને પાપ વગેરે દોષોને
તથા કર્મોને હણીને જેઓ જ્ઞાનમય થયા તેઓ અર્હંત છે–પૂજ્ય છે.
૩૧. ગુણસ્થાન, માર્ગણાસ્થાન, પર્યાપ્તિ, પ્રાણ અને જીવસ્થાન–એમ પાંચ પ્રકારે
સ્થાપના વડે અરિહંત–પુરુષને ઓળખીને પ્રણમન કરવા યોગ્ય છે.
૩૨. અરિહંત ભગવાન સંયોગી કેવળીપણે તેરમે ગુણસ્થાને બિરાજે છે, તેમને
ચોત્રીસ અતિશયરૂપ ગુણ તથા અષ્ટ પ્રાતિહાર્ય હોય છે.
૩૩. ગતિ ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ,
સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ અને આહાર–એ ચૌદ માર્ગણામાં સ્થાપીને અરિહંતનું સ્વરૂપ
જાણવું જોઈએ.
૩૪. આહાર, શરીર, ઈન્દ્રિય, મન, શ્વાસોશ્વાસ અને ભાષા–એ છ પર્યાપ્તિ છે; તે
પર્યાપ્તિનાં ગુણોથી સમૃદ્ધ એવા અરિહંતભગવાન ઉત્તમ દેવ છે.
૩૫. પાંચ ઈન્દ્રિયપ્રાણ, મન–વચન–કાયા એ ત્રણ બળપ્રાણ, શ્વાસોશ્વાસપ્રાણ અને
આયુષ્યપ્રાણ–એ પ્રમાણે દશપ્રાણ અરિહંતને હોય છે.
૩૬. એવા ગુણસમૂહ સહિત અરિહંતદેવ ચૌદમા જીવસ્થાને અર્થાત્ મનુષ્યભવમાં
પંચેન્દ્રિયપણે ગુણારૂઢ હોય છે.

PDF/HTML Page 31 of 40
single page version

background image
: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૭ :
૩૭–૩૮–૩૯. અરિહંતપુરુષનેપરમ ઔદારિક શરીર હોય છે, તે વૃદ્ધતા કે વ્યાધિનાં
દુઃખથી રહિત છે, આહાર–નિહારથી મુક્ત છે, વિમલ છે, કફ–થૂંક પરસેવો કે
દુર્ગંધ વગેરે દોષ તેમાં નથી; તે દશપ્રાણ અને છ પર્યાપ્તિ સહિત છે અને તેમાં
એક હજાર આઠ ઉત્તમ લક્ષણો કહેવામાં આવ્યા છે. સર્વાંગપૂર્ણ તે શરીરમાં માંસ
અને રૂધિર, દુધજેવા–કપૂરજેવા કે શંખજેવા ધવલ હોય છે.–આવા ગુણવડે જે
સર્વ અતિશયસંપન્ન અને ઉત્તમ સુગંધયુક્ત છે એવું અરિહંતપુરુષનું
ઔદારિકશરીર જાણવું.
૪૦. જેઓ મદ–રાગ–દોષથી રહિત છે, કષાય–મલવર્જિત છે, સુવિશુદ્ધ છે, મનના
પરિણામથી રહિત છે અને કેવળજ્ઞાનસ્વરૂપ છે,–તેમને ભાવ–અરિહંત જાણવા.
૪૧. જેઓ સમસ્ત દ્રવ્ય–પર્યાયોને કેવળજ્ઞાનથી સમ્યક્પણે જાણે છે, કેવળદર્શનથી
સમ્યક્પણે દેખે છે અને સમ્યક્ત્વગુણથી વિશુદ્ધ છે, તેમને ભાવ–અરિહંત
જાણવા.
૪૨. પ્રવજ્યાધારક સાધુ સુના ઘરમાં, ઝાડ નીચે, ઉદ્યાનમાં, સ્મશાનમાં, ગિરિગૂફામાં,
ગિરિશિખરે, વનમાં અથવા વસ્તીમાં રહે છે.
૪૩. વળી જે સ્વવશ હોય એટલે કે પરાધીનતા રહિત હોય, સ્વવશ મુનિઓ જ્યાં
રહેતા હોય એવા તીર્થ, જિનવચન, ચૈત્યાલય તેમ જ જિનભવન,–તે પણ
મુનિઓને ચિંતન કરવા યોગ્ય સ્થાનો છે–એમ જિનમાર્ગમાં જિનવરોએ કહ્યું છે.
૪૪. પંચમહાવ્રત યુક્ત, પંચેન્દ્રિયના સંયમી, નિરપેક્ષ અને સ્વાધ્યાય–ધ્યાનમાં
ઉપયુક્ત એવા શ્રેષ્ઠ મુનિવરો ઉપરોકત સ્થાનોમાં વસે છે, ને ચિંતન કરે છે.
૪પ. ઘર અને પરિગ્રહના મોહથી રહિત, બાવીસ પરિષહને જીતનારી, જિતકષાય
અને પાપારંભ વગરની,–આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૪૬. ધન–ધાન્ય–વસ્ત્ર–સોનું–ચાંદી–શયન–આસન–છત્ર વગેરે વસ્તુઓ દેવારૂપ જે
કુદાન, તેનાથી રહિત પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૪૭. શત્રુ કે મિત્રમાં જે સમભાવી છે, પ્રશંસા કે નિંદામાં, તથા અલબ્ધિ કે લબ્ધિમાં
(અર્થાત્ વિયોગ કે સંયોગમાં) જેને સમભાવ છે, અને તરણું કે સોનું તેમાં પણ
જે સમભાવી છે;–આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૪૮. ઉત્તમગૃહમાં કે મધ્યમગૃહમાં, દરિદ્રને ત્યાં કે ઐશ્વર્યવાન (ધનવાન) ને ત્યાં,
સર્વત્ર નિરપેક્ષપણે આહારપિંડ ગ્રહણ

PDF/HTML Page 32 of 40
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
કરે છે, –આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૪૯. નિર્ગ્રંથ, નિઃસંગ, નિર્માન, આશારહિત, નિર્દોષ, નિર્મમ અને નિરહંકાર–આવી
પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૦. નિઃસ્નેહ, નિર્લોભ, નિર્મોહ, નિર્વિકાર કલુષતારહિત નિર્ભય, અને
આશાભાવરહિત,–આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૧. જન્મ્યા પ્રમાણે જેનું રૂપ છે, અવલંબિત જેની ભૂજા છે, આયુધથી રહિત છે, શાંત
છે અને બીજા વડે કરાયેલા સ્થાનમાં જેનો નિવાસ છે,–આવી પ્રવજ્યા
જિનશાસનમાં કહી છે.
૫૨. ઉપશમ, ક્ષમા અને ઈન્દ્રિયદમનથી યુક્ત, શરીરસંસ્કારથી રહિત, રુક્ષ, અને મદ–
રાગ–દોષથી રહિત,–આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૩. મૂઢભાવ જેમાં દૂર થયો છે, જે અષ્ટ કર્મને અત્યંત નષ્ટ કરનારી છે. મિથ્યાત્વ
જેને નષ્ટ થયું છે અને સમ્યક્ત્વગુણથી જે વિશુદ્ધ છે,–આવી પ્રવજ્યા
જિનશાસનમાં કહી છે.
૫૪. જિનમાર્ગમા પ્રવજ્યા નિર્ગ્રંથ કહી છે, તે છએ સંહનનવાળા જીવોને હોય છે;
ભવ્ય પુરુષો તેની ભાવના કરે છે, અને તે કર્મક્ષયનું કારણ કહેવામાં આવી છે.
૫૫. જેમાં તલના ફોતરાં જેટલોય બહારના પરિગ્રહનો સંગ્રહ હોતો નથી; સર્વદર્શી
ભગવંતોએ જે પ્રવજ્યા કહી છે તે પ્રવજ્યા આવી હોય છે.
૫૬. જે ઉપસર્ગ તથા પરિષહને સહન કરે છે, સદા નિર્જનસ્થાનમાં રહે છે; અને
સર્વત્ર શિલા કાષ્ટ કે જમીન ઉપર રહે છે;–આવી પ્રવજ્યા હોય છે.
૫૭. પશુ–મહિલા કે નપુંસકનો સંગ ન કરે, કુશીલજીવોનો સંગ ન કરે, વિકથા ન કરે,
અને સ્વાધ્યાય તથા ધ્યાનયુક્ત રહે, –આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૮. તપ–વ્રત–ગુણોથી જે શુદ્ધ છે, સંયમ અને સમ્યક્ત્વગુણવડે જે વિશુદ્ધ છે તથા
શુદ્ધગુણો વડે જે શુદ્ધ છે, –આવી પ્રવજ્યા જિનશાસનમાં કહી છે.
૫૯. આ પ્રમાણે, જેમાં અત્યંત વિશુદ્ધસમ્યક્ત્વ છે એવા નિર્ગ્રંથ જિનમાર્ગમાં
આયતનગુણોથી પરિપૂર્ણ (–મુનિનાં ગુણોથી પરિપૂર્ણ) એવી પ્રવજ્યાનું જેવું
સ્વરૂપ પ્રસિદ્ધ છે તેવું અહીં સંક્ષેપથી યથાર્થપણે કહ્યું છે.
૬૦. અંતરમાં શુદ્ધ અર્થરૂપ અને બહારમાં નિર્ગ્રંથરૂપ એવા જિનમાર્ગમાં જિનવરદેવે
શુદ્ધીને માટે જે પ્રમાણે ઉપદેશ

PDF/HTML Page 33 of 40
single page version

background image
: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૨૯ :
કર્યો છે તે પ્રમાણે ભવ્યજીવોના બોધને માટે, છકાયજીવોને હિતકર આ ઉપદેશ
કર્યો છે,
૬૧. શબ્દપરિણામરૂપ ભાષાસૂત્રમાં જિનદેવે જે કહ્યું તે ભદ્રબાહુસ્વામીના શિષ્ય દ્વારા
જાણીને, તે પ્રમાણે અહીં (કુંદકુંદસ્વામીએ) કહ્યું છે.
૬૨. બાર અંગરૂપ વિજ્ઞાન તથા ચૌદ પૂર્વાંગનો જે વિપુલ વિસ્તાર–તેને જાણનારા
શ્રુતજ્ઞાની ગમકગુરુ ભગવાન ભદ્રબાહુનો જય હો.
(ચોથું બોધપ્રાભૃત પૂર્ણ.)
મૂંઝવણ થતી હોય ત્યારે–
પ્રશ્ન:– એક જિજ્ઞાસુ પૂછે છે કે જીવને મૂંઝવણ થાય ને
વારંવાર સંસારના વિચારમાં મન ચડી જાય, ત્યારે શું કરવું?
ઉત્તર:– જ્યારે કોઈ પણ વખતે મન મુંઝાય અને
સંસારના બીજા વિચારમાં ચડી જાય ત્યારે, તરત જ વીતરાગી
પંચપરમેષ્ઠીને યાદ કરીને શાંતચિત્તે જીવને એમ ઠપકો આપવો
કે–અરે જીવ! શું હજી પણ તું આ સંસારના પાપથી ને દુઃખથી
નથી થાક્યો?
વૈરાગ્યભાવનામાં ઊતરીને તારા જીવનની એકેએક
ક્ષણને આત્મશોધનમાં ગાળ. સંસારથી અલિપ્ત જેવો થઈને રહે
ને આત્મગુણ–ચિંતનમાં ઊંડો ઊતર. તુંં સંસારથી અલિપ્ત રહીશ
તો કોઈ તને પરાણે નહીં વળગે.
સંસારના પ્રસંગમાં કષાયવશ ન થઈ જવાય ને
પ્રતિકૂળતામાં મુંઝવણથી ગભરાઈ ન જવાય–તે માટે જાગૃતી
રાખ. જાગૃત રહીને શાંતિ અને હિંમતપૂર્વક તારા જીવનધ્યેયને
વળગી રહે.
અંદર આત્મામાં એવી કોઈ મહાનતા ભરી છે કે, જેનો
વિચાર કરતાં પણ જગતનાં દુઃખો દૂર ભાગી જાય છે. તો એવા
નિજ સ્વરૂપનો આનંદકારી વિચાર મુકીને દુનિયાની ચિંતાના
પાપમાં કોણ પડે?

PDF/HTML Page 34 of 40
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
હે જીવ! તારી પર્યાયમાં
તર સ્વદ્રવ્યન અનન્ય જાણ!
[એકલી પર્યાયને ન જો; પર્યાયમાં અનન્ય એવા દ્રવ્યને દેખ]
* * * * *
(સ. ગા. ૩૦૮ થી ૩૧૧ નાં પ્રવચન: પૃ. ૪ થી ચાલુ)
દ્રવ્યને અને તે–તે કાળની પર્યાયને અનન્યપણું છે; એટલે મારી
પર્યાયને મારા દ્રવ્ય સાથે એકતા છે,–આમ જ્યાં પોતાના
સર્વજ્ઞસ્વભાવી દ્રવ્યની સાથે પર્યાયની એકતાનો નિર્ણય કર્યો ત્યાં
સર્વજ્ઞસ્વભાવથી વિરુદ્ધ એવા રાગ સાથે પર્યાયની એકતા ન રહી;
એટલે કે ભેદજ્ઞાન થયું; જ્ઞાનપર્યાય રાગથી છૂટી પડીને સર્વજ્ઞસ્વભાવ
જીવદ્રવ્ય તો સર્વજ્ઞસ્વભાવી છે, તેમાં જે પર્યાયની એકતા થઈ તે પર્યાયમાં
રાગાદિભાવનું કર્તાપણું રહે નહિ.
પોતાની જ્ઞાનપર્યાયમાં અનન્યરૂપે પરિણમતો જીવ પોતાની પર્યાયરૂપી કાર્યનો
કર્તા થાય છે,–પણ તે અન્ય દ્રવ્યની પર્યાયનો કર્તા થતો નથી, તેનાથી તો તે અનેરો છે.
એટલે પરદ્રવ્યની અપેક્ષા વગર એકલા પોતામાં જ કર્તાકર્મપણું સમાય છે. જીવ કર્તા
અને અજીવ તેનું કાર્ય–એમ કોઈ રીતે બનતું નથી.
દરેક દ્રવ્ય પોતાના પરિણામથી અનન્ય છે, ને બીજાથી તે અનેરું છે. અનેરા
પદાર્થો વચ્ચે કર્તાકર્મપણું હોતું નથી. કર્તા અને કર્મ અભિન્ન હોય છે. ભિન્ન પદાર્થ સાથે
કર્તાકર્મપણું માને તેને ભેદજ્ઞાન થાય નહીં.
પૂર્વપર્યાયને વર્તમાનપર્યાયની કર્તા કે ઉત્પાદક કહેવી તે વ્યવહાર છે; અહીં તો
પર્યાય સાથે તે કાળે તાદાત્મ્યરૂપ એવા દ્રવ્યને જ કર્તા કહ્યું છે. તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને
એકાગ્ર થતાં તે સુખ અને સમ્યક્ત્વાદિ કાર્યરૂપે પરિણમે છે. સુખ કહો કે ધર્મ કહો, તે
કાર્યનો ઉત્પાદક આત્મા પોતે છે, કેમકે આત્મા જ તેમાં અનન્યપણે વર્તે છે.
રાગાદિભાવો સુખ સાથે અનન્યપણે નથી વર્તતા, અથવા પરદ્રવ્ય આત્માની
સુખપર્યાયમાં તન્મય થતું નથી, આત્મા જ સુખપર્યાયમાં તન્મય થઈને સુખરૂપે પરિણમે
છે. આવો નિર્ણય કરીને આત્માના સ્વભાવની સન્મુખ થતાં આત્મા

PDF/HTML Page 35 of 40
single page version

background image
: અષાડ : ૨૪૯૬ આત્મધર્મ : ૩૧ :
પોતાની સુખપર્યાયપણે ઊપજ્યો; ને રાગાદિનો કે કર્મનો તે અકર્તા થયો.–જ્ઞાનમાં
આવા અકર્તાપણાની સિદ્ધિ તે મોક્ષનો માર્ગ છે.
પર્યાયને અને દ્રવ્યને ઉત્પાદ્ય–ઉત્પાદકભાવ છે એટલે કર્તાકર્મપણું છે, કેમકે તે
બંને અભિન્ન છે; પણ ઉપાદાન અને નિમિત્તને ઉત્પાદ્ય–ઉત્પાદકપણું નથી એટલે તેમને
કર્તાકર્મપણું નથી, કેમકે બંનેને અત્યંત ભિન્નતા છે. આ સિદ્ધાંત બધા દ્રવ્યોમાં લાગુ પડે
છે, કારણ કે સર્વે દ્રવ્યોને અન્ય દ્રવ્યની સાથે ઉત્પાદ્ય–ઉત્પાદકભાવનો અભાવ છે; એટલે
બે ભિન્ન દ્રવ્યો વચ્ચે કારણ–કાર્યભાવ સિદ્ધ થતો નથી. માટે સાર એ છે કે જીવ પોતાના
શુદ્ધ જ્ઞાનભાવનો જ કર્તા છે, ને અજીવકર્મનો તે અકર્તા છે. મારા આત્માને મારા
જ્ઞાનાદિ પર્યાયો સાથે જ અનન્યપણું છે, પરની પર્યાયો સાથે મારે અનન્યપણું નથી પણ
ભિન્નપણું છે–આમ નક્કી કરીને શુદ્ધ જ્ઞાનરૂપે પરિણમતા આત્માને કર્મનું બંધન થતું
નથી. આવું કર્તાપણું એટલે કે શુદ્ધ જ્ઞાનમયપણું તે જીવનો સ્વભાવ છે, અને તે
સ્વભાવરૂપે તન્મય પરિણમન તે મોક્ષમાર્ગ છે. સર્વવિશુદ્ધજ્ઞાન એટલે આત્માનો
જ્ઞાયકસ્વભાવ; તે સ્વભાવમાં અભેદ પરિણમેલું જ્ઞાન રાગાદિનું પણ અકર્તા જ છે. અહીં
સિદ્ધ કરવું છે જીવનું અકર્તાપણું! પણ તેમાં જીવ–અજીવની ક્રમનિયમિત પર્યાયોનું તે તે
દ્રવ્યની સાથે અનન્યપણું બતાવીને આચાર્યદેવે અલૌકિક ન્યાયથી અકર્તાપણું સિદ્ધ કર્યું
છે.
સ્વસમયરૂપ જીવનું વર્ણન કરતાં બીજી ગાથામાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ પોતાની નિર્મળપર્યાયમાં સ્થિત થઈને અનન્યપણે ઊપજે છે તે જ ખરેખર
જીવ છે. રાગાદિભાવોમાં જે સ્થિત છે તે ખરેખર જીવ નથી. જીવ જ્ઞાયકસ્વભાવ છે, તે
જ્ઞાયકસ્વભાવ ખરેખર રાગપણે થતો નથી, એટલે જ્ઞાયકસન્મુખ થયેલો જીવ રાગનો
કર્તા થતો નથી. જ્ઞાયકની દ્રષ્ટિમાં તેને રાગની અધિકતા થતી નથી; માટે તેનું
વિશુદ્ધજ્ઞાન રાગાદિનું અકર્તા જ છે. આવું જ્ઞાયકસ્વભાવનું અકર્તાપણું ઓળખીને
જ્ઞાનપણે ઊપજ્યો તે જીવ ધર્મી થયો.
આત્માનો સ્વ–પરપ્રકાશક જ્ઞાયકભાવ છે તે ઉપજીને રાગને ઉત્પન્ન કરે કે
મિથ્યાત્વાદિ કર્મોને બંધાવામાં નિમિત્ત થાય–એવો નથી; તેમજ તે કર્મોને નિમિત્ત
બનાવીને તેના આશ્રયે પોતે વિકારપણે ઊપજે–એવો પણ તેનો સ્વભાવ નથી. તે તો
જ્ઞાયકના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાયકભાવપણે જ ઊપજે છે. આ રીતે પોતે નિમિત્ત થઈને
બીજાને નહીં ઉપજાવતો, તેમજ બીજાના નિમિત્તે પોતે નહીં ઊપજતો, પણ
શુદ્ધજ્ઞાનપરિણામમાં જ તન્મયપણે ઊપજતો–એવો જીવ જ્ઞાની છે.

PDF/HTML Page 36 of 40
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૬
ભાઈ! જ્ઞાયકસ્વભાવી આત્મા કર્તા થઈને જ્ઞાનપણે ઊપજે કે રાગપણે ઊપજે?
જ્ઞાયકભાવ તો જ્ઞાનપણે જ ઊપજે, માટે, જ્ઞાયકભાવ રાગનો કર્તા નથી એમ તું સમજ,
અને જ્ઞાયકસન્મુખ થા, એટલે નિર્મળ જ્ઞાન–શ્રદ્ધા–આનંદ વગેરે પરિણામ થશે.
જ્ઞાન–શ્રદ્ધા–આનંદ વગેરે પરિણામપણે કોણ ઊપજે છે?–જીવ ઊપજે છે. તે જીવ
કેવો?–કે જ્ઞાનસ્વભાવી. આવો નિર્ણય કરનાર પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને
નિર્મળપર્યાયમાં તન્મયપણે ઊપજે છે, પણ રાગમાં તન્મય થતો નથી. શ્રદ્ધા–આનંદ
વગેરે નિર્મળ ક્રમબદ્ધપર્યાયોપણે ‘રાગ’ નથી ઊપજતો પણ જ્ઞાયકસ્વભાવી ‘જીવ’
ઊપજે છે. આવા સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તેને જ અકર્તાપણાનો તથા
ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય છે, ને તેને ક્રમબદ્ધપર્યાય નિર્મળ થાય છે.
જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને પોતાના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન તથા વીતરાગભાવની
પર્યાયપણે જે ઊપજ્યો તે ‘સ્વસમય’ છે, ને તે રાગાદિનો અકર્તા છે.
આમાં ઉપાદાન–નિમિત્તના ખુલાસા પણ થઈ જાય છે. જ્ઞાયકસ્વભાવરૂપ
શુદ્ધઉપાદાન તરફ વળતાં મારી પર્યાયમાં જ્ઞાયકભાવનો પ્રભાવ પડે–એમ ન
માનતાં, નિમિત્તનો પ્રભાવ પડે એમ માને છે તો, હે ભાઈ! નિમિત્ત તરફનું વલણ
છોડીને તારા સ્વભાવ તરફ તું ક્યારે વળીશ? જ્ઞાયકસ્વભાવ તરફ વળે તેને કર્મનું
નિમિત્ત રહેતું નથી. અજ્ઞાનીને તેના ગુણની ઊંધાઈમાં કર્મનું નિમિત્ત ભલે હો, પણ
જ્ઞાની તો પોતે જ્ઞાયકસ્વભાવ તરફ વળ્‌યો છે એટલે જ્ઞાતાભાવપણે જ ઊપજ્યો છે,
રાગપણે કે આસ્રવ–બંધપણે તે ઊપજતો નથી, તેથી તેને તો કર્મનું નિમિત્ત પણ
નથી.
‘देसिया सुत्ते’ આચાર્યદેવ કહે છે કે–હે ભાઈ! સૂત્રમાં તો ભગવાને પરિણામોને
પોતપોતાના દ્રવ્ય સાથે અનન્ય દેખાડ્યા છે, પણ પર સાથે તેનો સંબંધ દેખાડ્યો નથી,
તો પછી પરનું કર્તાપણું ક્યાંથી હોય? એકદ્રવ્યનું કર્તા કોઈ બીજું દ્રવ્ય હોય એમ તો
ભગવાનના સૂત્રમાં કહ્યું નથી. ‘दवियं जं उप्पज्जइ गुणेहिं तं तेहिं जाणसु अणण्णं–
આમ કહીને, પર્યાયે–પર્યાયે અભેદપણે તારો જ્ઞાયકભાવ જ પરિણમી રહ્યો છે તેને તું
દેખ!–એમ કહ્યું છે. સંવરઅધિકારમાં પણ
‘उवओगे उवओगो.......’ ઉપયોગમાં
ઉપયોગ છે એમ કહીને, સંવરની જે નિર્મળદશા પ્રગટી તેની સાથે આત્માનું અભેદપણું
બતાવ્યું, એટલે કે જ્ઞાયકદ્રવ્યમાં અભેદતાથી જ સમ્યગ્દર્શનાદિ સંવરદશા પ્રગટે છે–એમ
બતાવ્યું.
(–વિશેષ હવે પછી.)

PDF/HTML Page 37 of 40
single page version

background image
ભાવનગરમાં પંચકલ્યાણક વખતે પૂ. શ્રી કાનજીસ્વામી ભક્તિપૂર્વક જિનબિંબો
ઉપર મંત્રાક્ષર લખી રહ્યાં છે. આ રીતે ત્રણસો ઉપરાંત વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા
દ્વારા જિનધર્મની મોટી પ્રભાવના થઈ છે. ગુરુદેવ જેના પર અંકન્યાસ કરી રહ્યા છે તે
ભાવનગર–જિનમંદિરના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન છે, બાજુમાં અમરેલીના શ્રી
પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન થાય છે.
ભાવનગરના ભવ્ય જિનમંદિરમાં શ્રી નવનીતલાલભાઈ ચુ. ઝવેરી દ્વારા
મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની સ્થાપના થઈ રહી છે. પૂ. શ્રી કાનજીસ્વામી
ભાવપૂર્વક સ્થાપનાવિધિમાં ભાગ લઈ રહ્યા છે, બાજુમાં પ્રમુખશ્રી નવનીતલાલભાઈ
ઊભેલા દેખાય છે; તેમને જ્ઞાનપ્રભાવનાનો તો વિશેષ પ્રેમ છે, ઉપરાંત જિનેન્દ્રદેવની
પ્રતિષ્ઠામાં પણ સર્વત્ર ઉત્સાહથી ભાગ લ્યે છે.

PDF/HTML Page 38 of 40
single page version

background image

ભાવનગર–પંચકલ્યાણકમાં ઋષભમુનિરાજને આહારદાન દેવાનો મહાન લાભ
શ્રી હીરાલાલજી કાલા અને તેમના પરિવારને મળ્‌યો હતો. આહારદાન પ્રસંગે
નવધાભક્તિમાં સૌ પૂજન કરી રહ્યા છે.

PDF/HTML Page 39 of 40
single page version

background image





















ભાવનગર શહેરમાં આદિનાથપ્રભુના જન્મકલ્યાણક પ્રસંગે મેરુ ઉપર પિતા–પુત્ર
આનંદથી અભિષેક કરી રહ્યા છે.....નીચેનું દ્રશ્ય આદિનાથનગરનું છે.

PDF/HTML Page 40 of 40
single page version

background image
ફોન: નં. : ૩૪ “આત્મધર્મ”Regd. No. G. 182
હે જીવ! જો તારે આત્માર્થ
સાધવો હોય તો તું દુનિયાની દરકાર
છોડી દેજે. તું દુનિયા સામે જોઈને બેસી
ન રહીશ. જગતમાં ગમે તેમ બને, તું
દુનિયાથી દૂર તારા આત્મહિતના પંથે
મક્કમ પગલે ચાલ્યો જાજે.
સૌથી ઉત્તમ ચોઘડિયું ક્યું?
સ્વાનુભવ કરે તે; આત્મા પોતે
પોતાનો સ્વાનુભવ કરે એના જેવું
ઉત્તમ ચોઘડિયું બીજું કોઈ નથી.
એ ચોઘડિયું ક્યારે?
જ્યારે તું સ્વાનુભવ કર ત્યારે.
પહેલો રે આનંદ સમ્યક્ દર્શનનો.
બીજો રે આનંદ સમ્યક્ જ્ઞાનનો.
ત્રીજો રે આનંદ સમ્યક્ચારિત્રનો
ચોથો રે આનંદ વીતરાગભાવનો
પાંચમો રે આનંદ કેવળજ્ઞાનનો.
ચૈતન્યનિધાન બતાવતાં ગુરુદેવ
પ્રમોદપૂર્વક કહે છે કે અહા, જેના ઉપર
નજર કરતાં જ આત્મા જાગી ઊઠે ને
તું જ છો. તો હવે તને જગતમાં કોની
વાંછા છે? તારામાં જ નજર કર.
નિજવૈભવ ઉપર નજર કરતાં તું ન્યાલ
થઈ જઈશ. આનંદના અચિંત્ય ભંડાર
તારામાં ભર્યાં છે.
અહો, ઉત્તમ ચૈતન્યતત્ત્વ સંતોએ
લક્ષગત કરાવ્યું, તો હે ભવ્ય જીવો! તમે
વિલંબ વગર આજે જ તેનો અનુભવ
કરો. ભવદુઃખથી છૂટવા માટે
સ્વાનુભવનો આ ઉત્તમ અવસર છે.
સ્વાનુભવની ઘડી તે જ સૌથી ઉત્તમ ઘડી
છે, સ્વાનુભવથી ઊંચી ઘડી જગતમાં
બીજી કઈ છે?–સ્વાનુભવની ઘડી તે
સફળ ઘડી છે, તે આનંદની ઘડી છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૮૦૦