Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 53
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
ખાટલો બળી જાય કે તૂટી જાય તોપણ માણસ તો જીવતો રહે છે. તેમ લાકડા જેવાં જે
આઠ કર્મો છે તે અચેતન છે, તેનાં વડે શરીરાદિની રચના થાય છે તે પણ અચેતન છે;
તે અચેતનનો સંયોગ થઈને અચેતનની રચના થાય, પણ અચેતનમાંથી કાંઈ જીવની
રચના ન થાય. જીવ તો ચેતનમય છે, તે અચેતન કર્મોથી જુદો જ છે. આ કર્મ છે–એમ
જાણનારો તો કર્મથી જુદો જ છે, કર્મને જાણનારો પોતે કાંઈ કર્મરૂપ નથી. આમ
સ્વભાવભેદથી જોતાં કર્મથી અત્યંત જુદો, ચૈતન્યસ્વભાવરૂપ જીવ અનુભવમાં આવે છે.
ચૈતન્યસ્વભાવપણે જોતાં તો જીવ સદાય કર્મથી જુદો જ અનુભવાય છે. ભગવાન
સર્વજ્ઞદેવે ‘
जीवो उवओगलक्खणो’ એમ કહ્યું છે, જીવ સદા ઉપયોગલક્ષણરૂપ છે;
અહા, જુઓ તો ખરા! આચાર્યદેવે કેવું સરસ ભેદજ્ઞાન કરાવ્યું છે! એકલા
આ રીતે રાગાદિથી અત્યંત જુાદો આત્મા બતાવીને આચાર્યદેવ કહે છે કે હે
ભાઈ! તું આવા આત્માનો અનુભવ તારા અંતરમાં કર....આવો નિર્વિકલ્પ અનુભવ
કરવો તે જ કરવા જેવું કાર્ય છે. આ કાર્યને છોડીને બીજા નકામા કાર્યમાં તું ક્્યાં
રોકાણો? ચૈતન્યના કામને ભૂલીને તું રાગની હઠમાં ક્્યાં રોકાણો! તને સંતો પ્રેમથી
સમજાવે છે કે તારો આત્મા તને અંતરમાં રાગથી જુદા ચૈતન્યભાવપણે અનુભવમાં
આવશે....તે માટે તું બહારના બધા નિષ્ફળ વિકલ્પોથી વિરક્ત થા, ને અંદર
ચૈતન્યરસપણે આત્માનો શોધ! એકવાર અંદર શોધ તો ખરો, તને જરૂર તારો આત્મા
પ્રાપ્ત થશે. ઘણા જીવોએ ભેદજ્ઞાનવડે આવો આત્મા અનુભવ્યો છે, ને તને પણ તેવો
અનુભવ જરૂર થશે.

PDF/HTML Page 42 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૯ :
* શ્રાવણ સુદ પૂર્ણિમા : વાત્સલ્યનું મંગલ પર્વ *
અહા, રત્નત્રયસાધક જીવોને બીજા રત્નત્રયસાધક જીવો પ્રત્યે કેવું વાત્સલ્ય હોય
છે! તેનો સંદેશ આ વાત્સલ્ય–પૂર્ણિમા હજારો–લાખો વર્ષોથી આપણને આપી રહી છે.
ધન્ય એ અકંપન વગેરે ૭૦૦ મુનિવરોનું ધૈર્ય! ધન્ય એ વિષ્ણુ મુનિરાજનું પરમ
વાત્સલ્ય! ધન્ય એ હસ્તિનાપુરના શ્રાવકોની ભક્તિ! અને છેલ્લે ધન્ય એ બલિરાજા–કે
જેણે ભયંકર દુઃખદાયી વિરાધના છોડીને ચૈતન્યની આરાધના આજે જાગૃત કરી. ભૂલ
તો અનાદિથી હતી જ, તે ભૂલ તોડીને જે આરાધક થયો ને મોક્ષના પંથે ચડયો તેની
વઢવાણના ભાઈશ્રી જગજીવનદાસ લક્ષ્મીચંદ (ઉ. વ. ૮૬) તા. ૯–૮–૭૨ ના રોજ
જિજ્ઞાસુ હતા, ને વઢવાણમાં નવા જિનમંદિર માટે તેમને ઘણો ઉત્સાહ હતો.
વઢવાણના ભાઈશ્રી રસિકલાલ અમૃતલાલની સુપુત્રી નીતાબેન શ્રાવણ સુદ એકમના
રોજ માત્ર ૧૨ વર્ષની બાલવયમાં સ્વર્ગવાસ પામેલ છે. તે હંમેશાં પાઠશાળાઅ જતી
હતી. આત્મધર્મ–બાલવિભાગની સભ્ય (No. ૨૬૭૪) હતી. જીવનની અંતિમ
ક્ષણોમાં પણ લગભગ એક કલાક સુધી તેની બહેન તેને ઉત્સાહપ્રેરક ધર્મચર્ચા
સંભળાવતી હતી કે બહેન! તું તો જ્ઞાન છો.....દેહનું દરદ તને નથી, તેને તું જાણનાર
છો.....મરણ ટાણે બારવર્ષની બાલિકા પણ જે શાંતિથી ભેદજ્ઞાનની આવી વાત
સાંભળતી તે દેખીને મોટાને પણ આર્શ્ચય થાય તેવું હતું. ખરેખર, બાળકોને
બાળપણથી જ ધર્મના સંસ્કાર આપવા કેટલા જરૂરી છે તે આ પ્રસંગે દેખાતું હતું.
(બાલવિભાગના સભ્યના ર્સ્વગવાસના આ સમાચાર આપ જ્યારે વાંચો ત્યારે પાંચ
નમસ્કારમંત્ર મનમાં ગણજો.)
દાહોદના ભાઈશ્રી મણીભાઈ ભૂતા અષાડ વદ ૧૪ના રોજ ૭૮ વર્ષની વયે સ્વર્ગવાસ
પામ્યા છે. તેમને તત્ત્વપ્રેમ હતો ને દાહોદમાં તેઓ શાસ્ત્રપ્રવચન પણ કરતા હતા.
જામનગરના ભાઈશ્રી જયંતિલાલ હીરાચંદ ભણશાળી (ઉ. વર્ષ ૬૬) તા. ૧૭–૮–
૭૨ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ શાસ્ત્રના અભ્યાસી હતા,
અને અવારનવાર સોનગઢ રહીને લાભ લેતા હતા; અગાઉ જામનગરમાં તેઓ
શાસ્ત્રવાંચન કરતા હતા.
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મની આરાધનાવડે આત્મહિત પામો.

PDF/HTML Page 43 of 53
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
તા. ૧૮–૮–૭૨
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ/સંઘ/સમાજ મુ:
શ્રી સદ્ગુરુવંદન સાથ જણાવવાનું કે આ વર્ષે શ્રી જૈન અતિથિ સેવા
સમિતિ તથા આપણા મહામંડળની શ્રી કાર્યવાહક કમિટિની મીટિંગ તથા શ્રી
સામાન્ય સભા અત્રે સોનગઢ મુકામે નીચે મુજબ રાખવામાં આવી છે, તો આપના
ગામના પ્રતિનિધીઓને હાજર રહેવા સૂચના આપશોજી.
એજન્ડા
(૧) સને ૧૯૭૧–૭૨ વર્ષના વાર્ષિક હિસાબી સરવૈયા, કમિટિઓના હિસાબો અને
અહેવાલો મંજૂાર કરવા
(૨) સને ૧૯૭૨–૭૩ ના વર્ષ માટેના નવા બજેટો મંજૂર કરવા.
(૩) માનનીય પ્રમુખ સાહેબની મંજૂરીથી જે કાંઈ રજૂ થાય તે અંગે.
તારીખ વાર સમય
શ્રી જૈન અતિથિ સેવા સમિતિ ૯–૯–૭૨ શનિવાર સવારે ૯–૧પ થી ૯–૪પ
શ્રી કાર્યવાહક કમિટિની મીટિંગ ૯–૯–૭૨ શનિવાર સવારે ૯–૪પ થી
શ્રી સામાન્ય સભા ૧૦–૯–૭૨ રવિવાર સવારે ૯–૧પ
શ્રી ટ્રસ્ટીઓની મીટિંગ ૧૦–૯–૭૨ રવિવાર બપોરે ૪–૧પ
આ ઉપરાંત શ્રી જૈન વિધાર્થી ગૃહ, સોનગઢની વાર્ષિક મીટિંગો નીચે મુજબ
રાખવામાં આવી છે. તો તે પ્રમાણે હાજર રહેવા સૂચના છે.
(૧) ભાદરવા શુદ ૨ શનિવાર તા. ૯–૯–૭૨ સાંજે ૪–૧પ વાગે ટ્રસ્ટીઓની
તથા વ્યવસ્થાપક કમિટિની મીટિંગ
(૨) ભાદરવા સુદ ૩ રવિ તા. ૧૦–૯–૭૨ સવારે ૯–૪પ શ્રી સામાન્ય સભા
નોંધ–બધી મીટીંગોનું સ્થળ:– પ્રવચન મંડપ
લિ. લિ.
નેમીદાસ ખુશાલ શેઠ નવનીતલાલ ચુનીલાલ જવેરી
ટ્રસ્ટી પ્રમુખ
શ્રી જૈન વિધાર્થી ગૃહ, સોનગઢ શ્રી દિ. જૈન મુમુક્ષુ મહામંડળ, સોનગઢ

PDF/HTML Page 44 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૧ :
મહોત્સવ * રત્નવૃષ્ટિ
સોનગઢમાં નિતનિત મંગલમહોત્સવ
ધર્માત્માઓના પ્રતાપે ઉજવાય છે, ને
ગુરુમુખગગનથી અપૂર્વ શ્રુતરત્નોની વૃષ્ટિ થાય છે. તે
રત્નોમાંથી ૫૯ રત્નો અહીં આપીએ
છીએ....ચૈતન્યની અપૂર્વ ચમકથી ચમકતા આ
રત્નોનું મનન સૌને ખૂબ જ લાભકારી થશે.
૧. અહા, મારું ચૈતન્યતત્ત્વ જ સૌથી ઉત્કૃષ્ટ રત્ન છે, એનાથી ઊંચુ બીજું
કાંઈ નથી,–એમ ધર્મી અનુભવે છે.
૨. मोक्षार्थिना प्रथममेव आत्मा ज्ञातव्य.......મોક્ષાર્થીએ પ્રથમ જ આત્મા
જાણવો. જાણવો એટલે અંતર્મુખ થઈને અનુભવ કરવો.
૩. શુદ્ધાત્માની અનુભૂતિ થઈ તે મોક્ષ માટેનો અપૂર્વ મહોત્સવ છે. અહા,
આત્માની આરાધના જેવો મોટો મંગલ ઉત્સવ બીજો ક્્યો હોય! ધર્મી
જીવને તો નિરંતર એવો મહોત્સવ છે.
૪. મહા ગંભીર જે ચૈતન્યસમુદ્ર તેની અનુભૂતિમાં કાંઈ એકલું સમ્યગ્દર્શન
રત્ન નથી, તેમાં તો એક સાથે અનંત ગુણરત્નો નિર્મળ ચૈતન્યતેજથી
ઝળકી રહ્યા છે. અનંતગુણના એકરસનો મહા આનંદ સ્વાનુભૂતિમાં
ઊછળે છે.
પ. હે જીવ! તારા હિતને માટે આવી ગંભીર તારી ચૈતન્યવસ્તુમાં તારી
બુદ્ધિને તું જોડજે; બહારના કુતૂહલમાં અટકીશ મા.
૬. તારા અંતર્મુખ ઉપયોગમાં ચૈતન્યની સ્ફૂરણા થતાં જ શાંતરસનો
કૂવારો એવો ઊછળશે કે તે મહાઆનંદના વેદનમાં દુઃખ અને વિકલ્પો
તો ક્્યાંય ભાગી જશે......તારા ચૈતન્યપ્રભુની પ્રસન્નતા તને
અનુભવાશે.

PDF/HTML Page 45 of 53
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
૭. સર્વજ્ઞ ભગવંતો અમારા ઉપર પ્રસન્ન થયા છે.....તેઓ અમારી
નીકટ–મુક્તિને કેવળજ્ઞાનમાં દેખી રહ્યા છે–એ જ એમની વીતરાગી–
પ્રસન્નતા છે.
૮. ધર્માત્માના મતિજ્ઞાનનું એવું અચિંત્યસામર્થ્ય છે કે કેવળજ્ઞાનને નજીક
બોલાવે છે.
૯. ધર્મી સ્વસંવેદનના બળથી કહે છે કે–વિદેહી ભગવંતોની સર્વજ્ઞતા અહીં
બેઠાબેઠા અમે જોઈએ છીએ. શરીર ભલે ન દેખાય, પણ એમની
સર્વજ્ઞતા તો સ્પષ્ટ દેખાય છે. –એવું સ્વાનુભૂતિનું બળ છે.
૧૦. સાધકધર્મી તો સર્વજ્ઞનો પુત્ર થયો; સર્વજ્ઞનો વૈભવ એણે પોતામાં જ
દેખી લીધો; એને તો નાનકડો (સિદ્ધ (ईषत् सिद्ध) કહ્યો છે.
૧૧. અહા, સાધકને આત્માના સ્વસંવેદન–પ્રત્યક્ષનું અપાર સામર્થ્ય છે,
એનું સ્વસંવેદન અચિંત્ય–અપાર–ઊંડું છે.
૧૨. અંતરમાં રાગથી ભિન્ન ચેતનાને દેખી ત્યાં સર્વજ્ઞતામાં સંદેહ શો?
૧૩. આહાહા! ચેતનપ્રભુના મહિમાની શી વાત! અનંતાનંત ગુણોની
નિર્મળતા જેમાં ઉલ્લસી રહી છે તેની શાંતિનું શું કહેવું? એવી શાંતિ
ધર્મીને નિરંતર વર્તે છે.
૧૪. વાહ રે વાહ! ધર્માત્માની વીતરાગતાનો વિલાસ! કેવો અદ્ભુત છે!!
કેવો આનંદમય છે!! જેમાં અનંત અતીન્દ્રિયસુખ....એના વિલાસનું
શું કહેવું?
૧પ. ધર્મી જીવ પોતાને ચેતનામય અનુભવે છે.....તે ચેતનાને રાગ સ્પર્શી
શકતો નથી. ચેતના સમસ્ત વિભાવોથી વિરકત છે.
૧૬. ચેતના નિર્વિકલ્પ થઈને અંદર સમાણી ત્યાં વિકલ્પોનો તો ભૂક્કો થઈ
ગયો.....વિકલ્પો અલોપ થઈ ગયા.
૧૭. અરે, આવા આત્માને સ્વીકારીને તેને અનુભવનારી ચેતના, તેમાં
વિકલ્પ કેમ સમાય? શાંતિના દરિયામાં અગ્નિનો તણખો કેમ
સમાય?

PDF/HTML Page 46 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૩ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
૧૮. આનંદ તો જેનો એક ગુણ, એવા તો અનંત–અનંત–અનંત ગુણો–
તેમાં ભેદ કર્યાં વગર ધર્મી તેને અનુભવે છે....તેના આનંદની શી
વાત!
૧૯. અહા, આવો ઊંડો–ગંભીર મારો આત્મા, તેમાં હું ભેદ કરતો નથી.
ભેદ કર્યાં વગર મારામાં હું સમાઈ જાઉં છું.....નિર્વિકલ્પ થઈ જાઉં છું.
૨૦. ચેતના કહે છે કે હું વિકલ્પને કરતી જ નથી. અનંતગુણથી આખી
મારી વસ્તુ, તેમાં એકગુણના ભેદનો વિકલ્પ હું કરતી નથી.
૨૧. અરે, વિકલ્પની તે કેટલી તાકાત! વિકલ્પમાં એવી તાકાત નથી કે તે
મને ગ્રહણ કરી શકે! હું પરમ ચૈતન્યરત્ન! તે વિકલ્પોમાં જતો નથી.
૨૨. સ્વસંવેદન–જ્ઞાનની તાકાત એટલી મહાન છે કે રાગ વગર પોતાના
પરમ ચૈતન્યતત્ત્વને અખંડ ગ્રહણ કરે છે.
૨૩. અહો, સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મારી આત્મઅનુભૂતિમાં ઉલ્લસ્યું છે.
૨૪. જે ચેતનાએ ચૈતન્યરસનો મધુર સ્વાદ ચાખ્યો તે ચેતના હવે
વિકલ્પનો કડવો સ્વાદ કેમ લ્યે?
૨પ. આનંદમય નિજસ્વરૂપમાં લાગેલી ચેતનાને પરની ચિંતા કરવાની
નવરાશ જ ક્્યાં છે?
૨૬. અનંતઆનંદ જેના પેટમાં ભર્યો છે તે બીજા પાસેથી ભીખ માગવા
કેમ જાય?
૨૭. અહો, જીવો! આવા તમારા પરમ સ્વભાવને લક્ષમાં લઈને તેની જ
ભાવના કરો.
૨૮. મારા એકત્વ–ચૈતન્યસ્વભાવમાં સંસારનો પ્રવેશ જ નથી.
૨૯. આવો આનંદમય મારો આત્મા, તેને દેખવામાં લીન હું,–મારે બીજાને
જોવાનું શું કામ છે?
૩૦. મારા અનંતગુણનું સુખ હું ચાખી જ રહ્યો છું–ત્યાં પરમાંથી સુખ
લેવાનો ઉત્સાહ મને આવે જ કેમ? પરમાં ક્્યાંય સુખબુદ્ધિ હવે થાય
નહિ.

PDF/HTML Page 47 of 53
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
૩૧. જુઓ, આવી દશા તે ધર્માત્માની દશા છે, તેને ઓળખીને ધર્મીની
સાચી ભક્તિ થાય છે.
૩૨. ચેતનભાવે ધર્માત્માને ઓળખતાં પોતાને અંતરમાં આનંદમય
વીતરાગભાવ પ્રગટે તે સાચો મહોત્સવ છે....તે મોક્ષનો મહોત્સવ છે.
૩૩. હે જીવ! અનંતગુણના સુખથી ભરેલું વૈઠુંઠધામ તારામાં ભર્યું છે, તેમાં
તું જા. ચૈતન્યના અચિંત્ય વૈભવથી ભરેલી નિર્વાણનગરીનો તું નાથ
છો.
૩૪. તારા હિતનું આ ટાણું સાચવી લે–બાપુ! સંસારથી હવે બહુ થયું....
હવે બસ કર! મતિવંત થઈને તું જાગ, જાગ, જાગ.
૩પ. અરિહંતો તીર્થંકરો જે પંથે મોક્ષે ગયા....તે જ પંથ અમે લીધો છે.
તીર્થંકરોના આ માર્ગમાં આનંદથી અમે મોક્ષનગરી તરફ ચાલી રહ્યા
છીએ.
૩૬. અરે જીવો! આત્માને સ્પર્શીને તેનો નિર્ણય જ્ઞાનમાં કરો.....તેનો
નિર્ણય થતાં જ મોક્ષના દરવાજા ખૂલી જશે.
૩૭. ચૈતન્યપ્રભુને ભેટતાં જ ચેતનાપરિણતિ મહાન અપૂર્વ આંનદથી
આહ્લાદિત થઈને તેમાં ઠરી જાય છે, ને બીજા બધાથી છૂટી પડી જાય
છે.
૩૮. ‘णमो लोए सव्व अरिहंताण’ ત્રણ કાળ ને ત્રણલોકવર્તી
પંચપરમેષ્ઠી ભગવંતોને આ નમસ્કારમંત્રમાં નમસ્કાર કર્યાં છે.
૩૯. અહો, અરિહંતાદિ પંચપરમેષ્ઠી ભગવંતો કેટલા મહાન! કેટલા
અગાઘગંભીર સામર્થ્યવાળા! તેમના સ્વરૂપનું જેને જ્ઞાન છે તે તેમને
નમસ્કાર કરે છે.
૪૦. પંચપરમેષ્ઠીના મહિમાની શી વાત! તેને જ્ઞાનમાં લેનાર જ્ઞાનની પણ
કેટલી મહાનતા! એ જ્ઞાન વિકલ્પથી જુદું પડ્યું છે.
૪૧. પરને નમસ્કાર વખતે વિકલ્પ ભલે હો, પણ તે જ વખતે નમસ્કાર
કરનારનું જ્ઞાન તો વિકલ્પથી જુદું જ વર્તે છે; તે જ્ઞાન કાંઈ વિકલ્પમાં
નથી નમતું, તે જ્ઞાન તો અંતરના સ્વભાવમાં નમે છે.

PDF/HTML Page 48 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૫ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
૪૨. જે જીવ વિકલ્પમાં નમે છે–વિકલ્પથી લાભ માને છે તે જીવ
પંચપરમેષ્ઠીને ખરેખર નમતો નથી, કેમકે વિકલ્પ કાંઈ પંચપરમેષ્ઠીનું
સ્વરૂપ નથી.
૪૩ પંચપરમેષ્ઠીનું અને પોતાના આત્માનું સ્વરૂપ વિકલ્પથી પાર છે, તેની
ઓળખાણ કરનાર જ પંચપરમેષ્ઠીને નમ્યો છે. અજ્ઞાની તો રાગમાં
નમે છે.
૪૪. ત્રિકાળવર્તી દિવ્યધ્વનિદાતારને નમસ્કાર...અને ત્રિકાળવર્તી
દિવ્યધ્વનિને નમસ્કાર....એવા મંગળપૂર્વક રોજ પ્રવચન શરૂ થાય છે.
૪પ. ત્રિકાળવર્તી તીર્થંકરોને નમસ્કાર કર્યાં–તેમાં જ્ઞાનની તાકાત કેટલી
છે? ભવિષ્યમાં તીર્થંકર થનાર કોઈ જીવ અત્યારે તો નરકાદિમાં પણ
હોય, કે અજ્ઞાનદશામાં પણ હોય,–તેને પણ ભેદજ્ઞાનના બળે અત્યારે
જ તીર્થંકર પણે લક્ષમાં લઈને નમું છું. (
षट्खडागमना
મંગલાચરણમાં ટીકાકાર શ્રી વીરસેનસ્વામીએ, (મિથ્યાત્વઅવસ્થા
વખતે પણ જ્ઞાનદર્શનસ્વભાવી જીવનું મંગલપણું સાબિત કર્યું છે–એ
રીતે મોક્ષગામી જીવ ત્રિકાળમંગળ છે એમ સિદ્ધ કર્યું છે–તે વાત
ગુરુદેવને ઘણી પ્રિય છે.)
૪૬. સ્વસન્મુખ વીર્યના ઉત્સાહવાળો જીવ, રાગાથી પાર
ચૈતન્યસ્વભાવના સ્વીકાર પૂર્વક અરિહંતાદિ ભગવંતોને નમસ્કાર કરે
છે. વીતરાગને જે નમે તેને રાગ પ્રત્યે ઉત્સાહ કેમ રહે?
૪૭. અહા, મારા ચૈતન્યપ્રકાશી દીવડામાં મારું પરમાત્મતત્ત્વ બિરાજી રહ્યું
છે. ચૈતન્યદીવડાથી શોભતું આનંદમય સુપ્રભાત મારા આત્મામાં
ઊગ્યું છે.
૪૮. ભગવાનનો માર્ગ એટલે આત્માની મુક્તિનો માર્ગ આત્મામાં અત્યંત
અંતર્મુખ થઈને અમે પ્રાપ્ત કરી લીધો છે. માર્ગમાં આવી ગયા છીએ,
હવે મુક્તિમાં સંદેહ નથી.
૪૯. અહા, અંર્તતત્ત્વ, મહા સુખનો સમુદ્ર, તેના તળીએ પહોંચીને
પરિણતિ પણ સુખસમુદ્રમાં મગ્ન થઈ..... એવી મગ્ન થઈ કે હવે
પરભાવ સામે ડોકિયું પણ નથી કરતી.

PDF/HTML Page 49 of 53
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
મં ગ લ – ર ત્ન વૃ ષ્ટિ
પ૦. અરે, ચેતનાપરિણતિમાં જો સાક્ષાત ચૈતન્યપ્રભુ ન પધારે તો એને
ચેતનપરિણતિ કોણ કહે? એ તો ચેતનપ્રભુથી દૂર છે, બહાર છે.
ધર્મીની ચેતનાપરિણતિમાં તો ચૈતન્યપ્રભુ નિરંતર બિરાજમાન છે.
પ૧. ચેતનાપરિણતિ એવી છે કે તેને કોઈ રાગ સાથે મેળ ખાતો જ નથી,
એને તો પોતાના ચૈતન્યપ્રભુ સાથે જ મેળ ખાય છે.
પ૨. વાહ, મુકિતનો માર્ગ.....તેનો પણ કોઈ પરમ અદ્ભૂત મહિમા, તો જે
આત્મસ્વભાવમાંથી આવો માર્ગ નીકળ્‌યો–તેના મહિમાની શી વાત!!
પ૩. તે સ્વભાવને લક્ષમાં લેતાં જ મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે.
પ૪. અહા, ધર્માનું સ્વસંવેદન રાગથી પાર છે, ઈંદ્રિયોથી પાર છે, તે
એકલી અતીન્દ્રિય ચેતનાવડે અંતરમાં આત્માને સ્વસંવેદન–પ્રત્યક્ષ
કરે છે.
પપ. પ્રત્યક્ષજ્ઞાનનો વિષય થાય એવો જ આત્માનો અતીન્દ્રિય સ્વભાવ
છે; તે એકલા અનુમાનનો કે પરોક્ષજ્ઞાનનો વિષય થઈ શકે નહીં; ત્યાં
વિકલ્પની શી વાત?
પ૬. જેને પોતાને સ્વાનુભૂતિવડે પોતાના આત્માનું સ્વસંવેદન–પ્રત્યક્ષ થયું
છે તે જ બીજા જ્ઞાનીના અનુભવને અનુમાનથી જાણી શકે છે.
સ્વસંવેદનપ્રત્યક્ષ વગરના એકલા અનુમાનથી ધર્મીના આત્માને
ઓળખી શકાતા નથી.
પ૭. અહા, ધર્માત્માની સાચી ઓળખાણ પણ સ્વસન્મુખતાપૂર્વક જ થાય
છે. એવી ઓળખાણ કરે તે જીવ ધર્મી થઈ જ જાય.
પ૮. તે ધર્માત્માની પરિણતિ આત્મામાં ઊંડે ઊતરીને મહાઆનંદમાં મગ્ન
થઈ, તે પરમઆનંદના પંથે ચાલી; તે પોતે આનંદરૂપ છે ને મોક્ષના
પરમઆનંદને સાધે છે.
પ૯. આવી આનંદપરિણતિરૂપે પરિણમેલો જીવો તીર્થંકરોના માર્ગમાં
શોભી રહ્યા છે........... તેમને ભાવનમસ્કાર વર્તે છે. (હરિ)

PDF/HTML Page 50 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૭ :
આપના ગામના ધાર્મિક ઉત્સાહપ્રેરક સમાચારો આપ લખી
મોકલો. ધાર્મિક પાઠશાળા સંબંધી સમાચારોને મહત્ત્વ અપાય છે.
પાઠશાળા દ્ધારા જૈનધર્મનું તત્ત્વજ્ઞાન બાળકોને આપવું તે
જિનમંદિર
જેટલું જરૂરનું છે. –સ.ં
સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. આખા દિવસના કાર્યક્રમો નિયમિત
ચાલે છે, સવારે નિયમસારના પરમાર્થ પતિક્રમણ અધિકાર ઉપર તથા બપોરે
સમયસાર ગાથા–પ૦ થી પપ ઉપર પ્રવચનો ચાલે છે, ને ગુરુમુખેથી ચૈતન્યરસની
ધોધમાર વર્ષા ચાલી રહી છે. દર્શન–પૂજન–શિક્ષણવર્ગ–ભક્તિ–તત્ત્વચર્ચા વગેરે
કાર્યક્રમોવડે સવારથી રાત સુધી અધ્યાત્મનું વાતાવરણ ગૂંજ્યા કરે છે. શિક્ષણવર્ગમાં
બહારગામથી આવેલા ચારસો જેટલા જિજ્ઞાસુઓ ખૂબ ઉમંગથી ને પ્રસન્નતાથી
લાભ લઈ રહ્યા છે. વિશેષમાં આ શ્રાવણ વદ બીજે પૂ. બેનશ્રી ચંપાબેનની પ૯ મી
જન્મ–જયંતિ સોનગઢમાં આનંદ–ઉત્સાહથી ઊજવાઈ રહી છે, તે નિમિત્તે
આત્મધર્મના આ અંકમાં કેટલીક વિશેષતા આપ જોઈ શકશો. અહીં શ્રી
ચીમનભાઈના ઘેર નાના બાળકોની પાઠશાળા ચાલે છે, તેમાં બાળકો ઉત્સાહથી
ભાગ લઈ રહ્યા છે. ધાર્મિકપ્રવચનના ખાસ દિવસો તા. પ થી ૧૨ સપ્ટેમ્બર છે,
અને દશલક્ષણીપર્યુષણ તા. ૧૨ થી ૨૨ સપ્ટેમ્બર સુધી ઉજવાશે.
જામનગરના ઉત્સાહી મુમુક્ષુમંડળ દ્ધારા ગત અષ્ટાહનિકામાં પંચમેરુ તથા
નંદીશ્વરના જિનબિંબોનું પૂજનવિધાન (સમરતબેન લક્ષ્મીચંદ પુનાતર તરફથી) થયું
હતું. અહીં પાઠશાળા પણ ચાલે છે. કલકત્તા, મોરબી, રાજકોટ, વઢવાણ વગેરે
ગામોમાં પણ પાઠશાળા ઉત્સાહપૂર્વક ચાલે છે, ને બાળકો ધર્મના ઊંચા સંસ્કાર
મેળવે છે.
જયપુરની વીતરાગવિજ્ઞાન વિધાપીઠની જુદીજુદી કક્ષાની પરીક્ષામાં આ વર્ષે કુલ
૧૭૧૩પ વિધાર્થીઓ બેઠા હતા, જેમા ૧પ૦૪ વિધાર્થીઓ ગુજરાતના હતા. વધુ ને
વધુ બાળકો ને યુવાનો ધર્મના તત્ત્વજ્ઞાનમાં રસ લઈ રહ્યા છે તે આનંદની વાત છે.
ગામેગામ પાઠશાળા ચાલુ થાય ને બાળકો ધર્મના સંસ્કાર મેળવે તે અત્યંત જરૂરી
છે. જેઓ પોતાને ગામ જૈન પાઠશાળા ચાલુ કરવા માંગતા હોય તેમણે માર્ગદર્શન
માટે નીચેના સરનામે લખવું–શ્રી ટોડરમલ–સ્મારક ભવન A 4
બાપુનગર જયપુર–૪

PDF/HTML Page 51 of 53
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
આત્મધર્મ –
ભારતના મુમુક્ષુઓનું અત્યંત પ્રિય આ માસિક દર મહિનાની પચીસમી તારીખે
આત્મધર્મનું વાર્ષિક લવાજમ ચાર રૂપિયા છે. એક વર્ષમાં આઠ રૂપિયાની
આ નવાવર્ષથી તેનું લવાજમ પાંચ રૂપિયા કરવા વિચારેલું, પરંતુ માનનીય
પ્રમુખશ્રીની જ્ઞાનપ્રચારની ભાવના તથા સલાહ અનુસાર, લવાજમ વધારવાને બદલે
‘આત્મધર્મનાં પ્રચાર’ માટેનું એક જુદું ખાતું સંસ્થામાં શરૂ કરવામાં આવેલ છે; તે
અનુસાર આત્મધર્મના પ્રચાર માટે જિજ્ઞાસુઓ તરફથી આવેલી રકમો આત્મધર્મમાં
પ્રગટ કરવામાં આવશે. અનેક વર્ષથી આત્મધર્મના હજારો વાંચકો સંસ્થાના વિકાસમાં
મહાન સહયોગ આપી જ રહ્યા છે, તેથી આત્મધર્મ આટલું સસ્તું આપીને તેનો મહાન
પ્રચાર થઈ શક્્યો છે. તત્ત્વપ્રચારમાં ‘આત્મધર્મ’ નો કેટલો મહાન ફાળો છે–એ તો
બધાય મુમુક્ષુઓ જાણે જ છે. એટલે, આવા આત્મધર્મના વિકાસ માટે ગ્રાહકોના સહકાર
ઉપર વિશ્વાસ રાખીને લવાજમ વધારવાનું બંધ રાખ્યું છે. આ રીતે આત્મધર્મનું
લવાજમ ચાર રૂપિયા જ ચાલુ રહે છે. આપના ગામના બધા ગ્રાહકોનું લવાજમ
વેલાસર ભરી દેવા સૂચના છે.
સમ્યગ્દર્શનસંબંધી નિબંધયોજનામાં મુદત વધે છે
અત્યાર સુધીમા જિજ્ઞાસુ–સાધર્મીઓ તરફથી પ૦ જેટલા લેખો આવી ગયા છે.
મુમુક્ષુઓનાં લેખો જોઈને પ્રસન્નતા થાય છે. આવેલા લેખોનું દોહન આત્મધર્મમાં
છાપીશું, અને આવા સુંદર લેખોનો સંગ્રહ કદાચ પુસ્તકરૂપે પણ છપાય. આપ જરૂર
લખી મોકલશો. લખતાં–લખતાં આપને સમ્યકત્વભાવનું ઉત્તમ ઘોલન થશે. લેખ
મોકલવાની મુદત વધારીને ભાદરવા સુદ પુનમ સુધી કરવામાં આવી છે.
લેખ મોકલવાનું સરનામું :
સંપાદક :– આત્મધર્મ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 52 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૯ :
જ્ઞાનીનું સ્વસંવેદન
જ્ઞાનીનું જ્ઞાન સ્વસંવેદનથી એમ જાણે છે કે––
૦ અહો હું તો આનંદસ્વરૂપ છું.
૦ ધીરતા ને ગંભીરતા તે મારી શોભા છે.
૦ વિકલ્પોના પરભાવો મને સ્પર્શતા નથી.
૦ મારો સ્વભાવ મહાન ઉદાર ઊંચો છે.
૦ મારા સ્વભાવ કરતાં મોટું ઊંચું કાંઈ નથી.
૦ મારામાંથી જેટલો આનંદ કાઢું તેટલો નીકળે એવું ઉદાર હું છું.
૦ જગતના અનંત પદાર્થોને જાણવા છતાં મને કંઈ આકુળતા નથી.
૦ હું અનાકુળ શાંતરસમાં પરિણમનારું છું.
૦ આત્મામાં જ હું આરામ કરું છું–ઠરું છું.
૦ મારા અનંતગુણવૈભવને મેં સ્વીકારી લીધો છે.
૦ મેં અતીન્દ્રિય થઈને મારા મહાન સ્વભાવને અનુભવી લીધો છે.
૦ ચૈતન્ય–પાતાળમાં પ્રવેશીને મોક્ષના આનંદનો નમૂનો મેં મારામાં
ચાખી લીધો છે.
૦ હું પંચપરમેષ્ઠી ભગવંતોની પંક્તિમાં બેસનાર છું.
અહા, જ્ઞાનીનું આવું જ્ઞાન, આનંદની કેલિ કરતું–કરતું મોક્ષને સાધે છે.
અરે જીવ! તારે જીવનમાં જે કરવાનું છે તે તો તું કરતો
નથી, અને બીજા અનર્થકારી વાદવિવાદમાં કેમ રોકાઈ રહ્યો
છે! શ્રીગુરુઓ કરુણાથી કહે છે કે અરે જીવ! તું ચેત! ચેત!
તારા હિતનો આ અવસર ચૂકી ન જા. બહારના વાદવિવાદ
છોડીને તારા ચૈતન્યની અનુભૂતિમાં આત્માને જોડ......ને
ભવબંધ તોડ.

PDF/HTML Page 53 of 53
single page version

background image
ફોન નં. : ૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
ના ન ક ડા સિ દ્ધ
તમે કદી નાનકડા સિદ્ધ જોયા છે!
હા; સોનગઢમાં એવા નાનકડા સિદ્ધ ગુરુદેવ ઘણીવાર બતાવે છે:
સહજ ચૈતન્યવિલાસરૂપે પોતાને અનુભવનાર સાધક ધર્માત્મા જાણે
છે કે–સંસારીપણું તે હું નથી, સંસારના કારણરૂપ કોઈ ભાવો હું નથી; સહજ
ચૈતન્યસ્વરૂપ ભાવના અનુભવમાં મને સંસારસંબંધી કોઈ ભાવો નથી.
સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ત્યારથી જીવને આવા આત્માનો અનુભવ છે. અહા,
આનંદના પરમ અમૃતથી ભરેલો સ્વભાવ મારી દ્રષ્ટિમા આવ્યો છે, તેથી
પર્યાયમાં પણ અમૃતની ઝડી વરસે છે; સિદ્ધ જેવું સુખ વેદાય છે.
મનુષ્યપણું કે સ્વર્ગપણું તે હું નહીં, તેના કારણરૂપ શુભરાગ હું નહીં;
ચારે ગતિના ભવ, કે ભવના હેતુરૂપ ૧૪૮ કર્મપ્રકૃતિ તે મારા ચૈતન્યમાં છે
જ નહીં. ભવના અભાવરૂપ મારી ચૈતન્યવસ્તુ છે, તેની અનુભૂતિમાં ભવ
કેવો? મોક્ષના આનંદથી ભરેલો આત્મા જ્યાં અનુભવમાં આવ્યો તેમાં હવે
ભવ કેવો? ૧૪મા ગુણસ્થાન સુધી ઉદયભાવ ભલે હો, પણ મારી
ચૈતન્યઅનુભૂતિમાં તો તે ઉદયભાવોનો અભાવ જ છે. અહા! આવી
અનુભૂતિવાળા સાધકને તત્ત્વાર્થસારમાં ‘ઈષત્ સિદ્ધ’ અથવા
‘नोसिद्ध’
એટલે કે નાનકડા સિદ્ધ કહ્યા છે. એના સાધકભાવમાં સંસારનો અભાવ જ
છે, ને અસંખ્યસમયમાં તે સાક્ષાત્ સિદ્ધ થશે.–આ નાનકડા સિદ્ધ અને તે
મોટા સિદ્ધ,–બંનેને નમસ્કાર હો.

પ્રકાશક : શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત : ૩૧૦૦
મુદ્રક : મગનલાલ જૈન. અજિત મુદ્રણાલય : સોનગઢ (સૌરાષ્ટ્ર) : શ્રાવણ (૩૪૬)