Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 53
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
સમ્યગ્દ્રષ્ટિ હાલે છતાં સ્થિર, ને બોલે છતાં મૌન–એમ કહ્યું છે, કેમકે શરીર અને
વચનથી અત્યંત ભિન્ન પોતાનું સ્વરૂપ જાણ્યું છે તેમાં જ તે વર્તે છે, અંદરમાં દ્રષ્ટિ અને
જ્ઞાન તો નિજભાવમાં સ્થિર બેઠા છે, તે કાંઈ વિકલ્પમાં કે વાણીમાં જતા નથી, તેથી
જ્ઞાની તો સ્થિર જ છે. અહો, જ્ઞાનીની આવી અંર્તદશાને વિરલા જ ઓળખે છે.
બાહ્યદ્રષ્ટિથી જોનારા જીવો જ્ઞાનીને ઓળખી શકતા નથી.
સમ્યગ્દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલ,
અંતરથી અળગો રહે, જેમ ધાવ ખેલાવે બાળ.
ધાવમાતા પુત્રની જેમ જ વહાલથી બાળકને રમાડે–વહાલ કરે–સંભાળ કરે, ‘મારો
પુત્ર’ એમ કહીને બોલાવે, છતાં અંદર તેને ભાન છે કે આ પુત્રને જન્મ દેનારી માતા હું
નથી; તેમ ધર્માત્મા શરીરાદિની ચેષ્ટા કરતા દેખાય, ભાષામાં પણ બોલાય કે આ મારું ઘર
વગેરે, પણ અંતરની દ્રષ્ટિમાં ભાન છે કે હું તો ચૈતન્ય છું, મારા ચૈતન્યભાવ સિવાય
બીજી કોઈ વસ્તુ જરાપણ મારી નથી; મારી ચેતના પરભાવની જનેતા નથી.–આવું
ભેદજ્ઞાન એકક્ષણ પણ છૂટતું નથી, ને પરભાવ સાથે કે સંયોગ સાથે જરાય એકતા થતી
નથી.
(૩) ત્રીજું દ્રષ્ટાંત છે નગરનારીના પ્યારનું. જેમ વેશ્યાનો પર પુરુષ પ્રત્યેનો
પ્રેમ તે સાચો પ્રેમ નથી, તેને તો લક્ષ્મીનો પ્રેમ છે; તેમ જેણે પોતાના ચૈતન્યતત્ત્વને પરથી
અત્યંત ભિન્ન અનુભવ્યું છે એવા ચૈતન્યદ્રષ્ટિવંત ધર્માત્માને, પરવસ્તુ પોતાની માનીને
તેનો પ્રેમ થતો નથી, તેનો સાચો પ્રેમ તો પોતાની ચૈતન્યલક્ષ્મીમાં જ છે. આ દ્રષ્ટાંતથી
ધર્મીને પરપ્રત્યેના પ્રેમનો અભાવ બતાવ્યો છે. પોતાના ચૈતન્ય સિવાય જગતમાં ક્્યાંય
પરપ્રત્યે તેને આત્મબુદ્ધિથી રાગ થતો નથી, માટે તે અલિપ્ત છે.
આમ ત્રણ દ્રષ્ટાંતવડે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્માનું અલિપ્તપણું જાણવું આત્મા સિવાય
બીજે ક્્યાંય તેનું મન ઠરતું નથી, આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ તેને ગમતી નથી, તેને
સાચો પ્રેમ ને એકતા આત્મામાં જ છે. પર ઉપર રાગ દેખાય છે પણ તેમાં ક્્યાંય પરમાં કે
રાગમાં અંશમાત્ર સુખબુદ્ધિ નથી. રાગ અને સ્વભાવ વચ્ચે તેને મોટી તિરાડ પડી ગઈ છે,
અત્યંત ભેદ પડી ગયો છે, તે કદી એકતા થાય નહીં. રાગ અને જ્ઞાનને તે જુદા ને જુદા જ
અનુભવે છે. આવી જ્ઞાનદશાવત સમ્યગ્દ્રષ્ટિનો મહિમા અપાર છે. જેમ નાળિયેરમાં અંદર
ટોપરાનો ગોટો કાચલીથી જુદો જ છે, તેમ ધર્માત્માના અંતરમાં ચૈતન્ય–

PDF/HTML Page 22 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૯ :
ગોટો રાગાદિ પરભાવોથી છૂટો ન છૂટો જ છે; રાગાદિરૂપ થતો નથી, સંયોગને પોતાના
દેખતો નથી, તેનાથી પોતાને જુદો જ દેખે છે.
ભરતચક્રવર્તી હોય કે નાનું દેડકું હોય,–બધાય સમ્યગ્દ્રષ્ટિની આવી દશા હોય છે.
તેમણે આકાશ જેવો અલિપ્ત પોતાનો આત્મસ્વભાવ જાણ્યો છે તેથી પરભાવોના પ્રેમમાં
તે લેપાતા નથી. ગૃહસ્થપણું છે–પણ તે તો હાથમાં પકડાઈ ગયેલા ઝેરી સર્પ જેવું છે.
જેમ હાથમાં પકડેલો પર્સ ફેંકી દેવા માટે છે, પોષવા માટે નથી, તેમ ધર્મીને અસંયમના
જે રાગાદિ છે તેને તે સર્પ જેવા સમજીને છોડવા માંગે છે; તે રાગને પોતાનો સમજીને
પોષવા માટે નથી. પોતાના ચૈતન્યસ્વભાવની અનુભૂતિથી ભિન્ન જાણીને અભિપ્રાયમાં
તો તે સમસ્ત પરભાવોને છોડી જ દીધા છે કે આ ભાવો હું નથી. સ્વાનુભવવડે
સ્વપરનો વિવેક થયો છે એટલે સ્વતત્ત્વમાં જ પ્રીતિ છે ને પરની પ્રીતિ છુટી ગઈ છે.
વિષય–કષાયો તો પાપ છે, ધર્મી પણ તેને પાપ જ સમજે છે, પણ તે વખતે
ધર્મીના અંતરમાં જે સમ્યગ્દર્શન છે તે શુદ્ધ છે, તે પ્રશંસનીય છે, તે મોક્ષનું કારણ છે. તે
સમ્યગ્દર્શનનો ભાવ વિષય–કષાયોથી અલિપ્ત છે. એકસાથે જુદી જુદી બે ધારા ચાલી
રહી છે: એક સમ્યક્ત્વાદિ શુદ્ધભાવની ધારા, ને બીજી રાગધારા, તેમાં ધર્મીને
શુદ્ધભાવની ધારામાં તન્મયપણું છે, ને તેના જ વડે ધર્મીની સાચી ઓળખાણ થાય છે.
અજ્ઞાની કેટલી રાગધારને દેખે છે તેથી ધર્મીને તે ઓળખી શકતો નથી.
અહા, વીતરાગી જૈનમાર્ગ! એનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન, તે પણ અલૌકિક
છે. જૈનમાર્ગ સિવાય બીજે તો સમ્યગ્દર્શન હોતું નથી; બીજા માર્ગની માન્યતા તે તો
ગૃહીતમિથ્યાત્વ છે. ધર્મીને એવા કુમાર્ગનો આદર હોય નહીં. તેણે તો ચૈતન્યના અનંત
ગુણના રસથી ભરપૂર અતીન્દ્રિય આનંદના અનુભવ સહિત આત્માની પ્રતીત કરી છે,
તેની સાથે નિઃશંકતા વગેરે આઠ ગુણ હોય છે; તેને તીવ્ર અન્યાયનાં કર્તવ્ય હોય નહીં,
માંસ ઈડાં વગેરે અભક્ષ્ય ખોરાક હોય નહીં, મહા પાપના કારણરૂપ એવા સપ્ત વ્યસન
(–શિકાર, ચોરી, જુગાર, પરસ્ત્રીસેવન વગેરે) તેને હોય નહીં, અરે, જિજ્ઞાસુ–સજ્જનને
પણ એવાં પાપકાર્ય ન હોય તો સમ્યગ્દ્રષ્ટિને તો કેમ હોય? ચોથાગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિને
ભલે સંયમદશા નથી છતાં તેને અલૌકિક જ્ઞાન–વૈરાગ્યદશા હોય છે, સ્વરૂપમાં
આચરણરૂપ સ્વરૂપા ચરણદશા છે, મિથ્યાત્વ કે અનંતાનુબંધી ક્રોધાદિ તેને થતા જ નથી.
અતીન્દ્રિયઆનંદ તે ધર્મીના જ્ઞાનમાં વર્તે છે તેથી બીજે ક્્યાંય તેને સંતોષ કે આનંદ
થતો નથી. વિષયોની ગૃદ્ધી નથી પણ તેનો ખેદ છે. ધર્મને નામે તે કદી સ્વચ્છંદ પોષે
નહીં. અસંયમ

PDF/HTML Page 23 of 53
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
છે પણ કાંઈ સ્વચ્છંદ નથી. અરે, આત્માના આનંદનો સાધક તો જગતથી ઉદાસ થયો
તેને હવે સ્વચ્છંદ કેવા? પર્યાયેપર્યાયે એનું જ્ઞાન રાગથી જુદું રહીને મોક્ષને સાધી રહ્યું
છે, અને એમાં જ સાચો વૈરાગ્ય છે. જ્યાં રાગનું કર્તવ્ય જ ઊડી ગયું ત્યાં તેનું જોર તૂટી
ગયું છે, એટલે અસંયમદશા હોવા છતાં કષાયો મર્યાદામાં આવી ગયા છે, તેના શ્રદ્ધા–
જ્ઞાન મલિન થતા નથી. આવું સમ્યગ્દર્શન જે જીવ પામ્યો તે ઈંદ્ર વડે પણ પ્રશંસનીય છે.
અહો, આવા આવા કપરાકાળે પણ અંતરમાં ઊતરીને જે આત્મદર્શન પામ્યો તે ધનય
છે. તે તો આત્માના કપરાકાળે પણ અંતરમાં ઊતરીને જે આત્મદર્શન પામ્યો તે ધન્ય
છે. તે તો આત્માના અતીન્દ્રિયઆંનદ દરબારમાં જઈને બેઠો, પંચપરમેષ્ઠીની નાતમાં
ભળ્‌યો. શાસ્ત્રોએ જે ચૈતન્યવસ્તુનો અનંતો મહિમા ગાયો છે તે ચૈતન્યવસ્તુ તેણે
પોતામાં પ્રાપ્ત કરી લીધી, પોતામાં તેનો અનુભવ કરી લીધો. તે સુકૃતી છે–જગતનું
ઉત્કૃષ્ટ કાર્ય તેણે કરી લીધું છે. તેથી તે ધન્ય છે.......ધન્ય છે...ધન્ય છે!
વૈરાગ્યની વીણા
રે આત્મા!
તારા જીવનમાં ઉત્કૃષ્ટ વૈરાગ્યના જે પ્રસંગો બન્યા હોય, ને
વૈરાગ્યની વીણા જ્યારે ઝણઝણી ઊઠી હોય. એવા પ્રસંગની
વૈરાગ્યધારાને બરાબર જાળવી રાખજે, ફરીફરીને તેની ભાવના
કરજે. કોઈ મહાન પ્રતિકૂળતા, અપજશ વગેરે ઉપદ્રવપ્રસંગે
જાગેલી વૈરાગ્યભાવનાને યાદ રાખજે. અનુકૂળતામાં વૈરાગ્યને
ભૂલી જઈશ નહીં.
વળી કલ્યાણકના પ્રસંગોને, તીર્થયાત્રા વગેરે પ્રસંગોને,
ધર્માત્માઓના સંગમાં થયેલા ધર્મચર્ચા વગેરે કોઈ અદ્ભૂત
પ્રસંગોને, સમ્યગ્દર્શનાદિ રત્નત્રય સંબંધી જાગેલી કોઈ ઊર્મિઓને,
તથા તેના પ્રયત્ન વખતના ધર્માત્માઓના ભાવોને યાદ કરીને
ફરી ફરીને તારા આત્માને ધર્મની આરાધનામાં ઉત્સાહિત કરજે.

PDF/HTML Page 24 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૧ :
શ્રાવણ આવ્યો.સમકિત આવ્યું
સમ્યકત્વને શ્રાવણની ઉપમા આપીને, એક સાધક પોતાની
અંર્તપરિણતિનું કેવું સુંદર વર્ણન કરે છે તે અહીં કવિ શ્રી
ધાનતરાયજીના નીચેના કાવ્યમાં જોવા મળશે. શ્રાવણમાસ નુતન
વર્ષાવડે પુથ્વીને અમીસીંચન કરીને નવપલ્લવિત કરે છે તેમ
સમ્યકત્વદશારૂપી શ્રાવણમાસ આવતાં અસંખ્યપ્રદેશી ચૈતન્યપૃથ્વી
ધર્મના આનંદમય અંકુરો વડે કેવી મજાની નવપલ્લવિત થાય છે! તે
અહીં બતાવ્યું છે. શ્રાવણમાસમાં સમકિત–શ્રાવણનું આ ભાવવાહી
કાવ્ય
સૌને ગમશે. (સં.)
અબ મેરે સમક્તિ શ્રવણ આયો....આજ મેરે આનંદરસ વરસાયો... અબ૦
બીતી કુરીતિ મિથ્યામતિ ગ્રીષ્મ, પાવસ સહજ સુહાયો....
અબ મેરે૦
અનુભવ–દામિની દમકન લાગી, સુરતિ ઘટા ઘન છાયો.... અબ મેરે૦
બોલે વિમલ વિવેક પપીહા, સુમતિ સુહાગિન ભાયો....
અબ મેરે૦
ગુરુધુનિ ગરજ સુનત સુખ ઉપજે મોર સુમન વિકસાયો.... અબ મેરે૦
સાધકભાવ–અંકૂર ઊઠે બહુ જિત–તિત હરષ છવાયો....
અબ મેરે૦
ભૂલ–ધૂલ કહીં મૂલ ન સૂઝત, સમરસ જલ ઝર લાયો.... અબ મેરે૦
ભૂધર કયોં નીકસે અબ બાહિર, નિજનીરચૂ ઘર પાયો.... અબ મેરે૦

સાધકને સમ્યક્ત્વ થતાં આત્માના અનુભવમાં અતીન્દ્રિય–આનંદમય ચૈતન્યરસ
વરસ્યો, અસંખ્ય પ્રદેશમાં વીજળીક ઝબકારા જેવા પ્રકાશથી ભેદજ્ઞાન ઝળકી ઊઠયું;–તેને
શ્રાવણમાસની ઉપમા આપીને, પોતાની પરિણતિની અપૂર્વતાનું વર્ણન કરતાં સાધક કહે
છે કે–
અહા! હવે તો મારે સમ્યક્ત્વરૂપી શ્રાવણમાસ આવ્યો.....આત્મામાં આનંદરસની
વૃષ્ટિરૂપ ચોમાસું આવ્યું. અનાદિકાળથી મિથ્યાત્વરૂપી ગ્રીષ્મઋતુના આતાપથી મારો
આત્મા સંતપ્ત હતો, હવે સમ્યકત્વરૂપી શ્રાવણ આવતાં આનંદ સહજ

PDF/HTML Page 25 of 53
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
વરસાદથી મારો આત્મા શોભી ઊઠ્યો, ને મિથ્યાત્વની આકુળતારૂપ અનાદિનો ઉકળાટ
દૂર થઈ ગયો,–સમક્તિ થતાં આવો આનંદમય શ્રાવણમાસ આવ્યો.
સમ્યકત્વરૂપી શ્રાવણ આવતાં ચૈતન્યના અનુભવરૂપ વીજળી ચમકવા લાગી.
જેમ ઘોર અંધકારને ભેદીને વીજળી ઝબકી ઊઠે તેમ અમારા અંતરમાં મિથ્યાત્વને
ભેદીને સમ્યકત્વ થતાં સ્વાનુભવરૂપી વીજળી ઊઠી; અને ચૈતન્યની સમ્યક્ પ્રીતિ–
ગાઢરુચિરૂપ વાદળાની ઘરનોર ઘટા છવાઈ ગઈ. સ્વ–પરની ભિન્નતાનો નિર્મળ વિવેક
થતાં ભેદજ્ઞાનરૂપી ચાતક આનંદિત થઈ ને પીયુ–પીયુ બોલવા લાગ્યા; અને સુહાગી
એવી સુમતિ (સમ્યક્મતિ–શ્રુતદશા) ને પ્રસન્નતા થઈ.–મારા આત્મામાં આવા
સમ્યક્ત્વરૂપી શ્રાવણમાસ આવ્યો છે.
શ્રાવણમાસમાં જેમ મેઘગર્જના થાય તેમ સાધકને ગુરુધ્વનિરૂપી મેઘગર્જના
સાંભળતાં સુખ ઊપજે છે.....અને એનાં ઉતમ મનરૂપી મોરલો (ભાવશ્રુતજ્ઞાન)
આનંદથી વિકસીત થાય છે....મોર કળા કરીને પ્રસન્નતાથી નીચે તેમ સાધકની
જ્ઞાનકળા આનંદથી ખીલી ઊઠી છે. ચોમાસામાં પૃથ્વી લીલાઅંકૂરથી શોભી ઊઠે તેમ
સમ્યકત્વરૂપી શ્રાવણમાં સાધકભાવના ઘણા અંકૂર મારા આત્મામાં ઊગી નીકળ્‌યા છે....
ધર્મનાં અંકૂરથી લીલોછમ મારો આત્મા શોભી રહ્યો છે ને જયાંત્યાં સર્વત્ર અસંખ્ય
આત્મપ્રદેશોમાં હર્ષ–અતીન્દ્રિયઆનંદ છવાઈ રહ્યો છે.–અહા, આવો સમ્યકત્વરૂપી–
શ્રાવણ મારા આત્મામાં આવ્યો છે....
ઉનાળામાં ધૂળ ઉડતી હોય તે ચોમાસામાં બેસી જાય છે, તેમ મિથ્યાત્વદશામાં
અનેક ભ્રમણારૂપી ધૂળ ઊડતી હતી, હવે સમ્યકત્વરૂપી શ્રાવણ આવતાં તે ભૂલરૂપી ધૂળ
જરાય દેખાતી નથી, ભ્રમણાનો મૂળમાંથી છેદ થઈ ગયો છે; અને ચૈતન્ય વીતરાગી
સમરસરૂપી જળનાં ઝરણાં આત્મામાં વહેવા લાગ્યા છે. આવા સરસ મજાના આનંદકારી
શ્રાવણની વર્ષા વચ્ચે ચૂંવાક વગરના પોતાના નિજાનંદમય સ્વઘરમાં બેઠેલા ભૂધરજી
હવે નિજઘરથી બહાર શા માટે નીકળે? એ તો પોતાના આનંદધામમાં બેઠા–બેઠા
સમ્યકત્વરૂપી શ્રાવણની મોજ માણે છે,–આવો શ્રાવણ હવે અમારે આવી ગયો છે.
[આ તો એક ઉપમા–અલંકારવડે સાધકે પોતાના અનુભવનો પ્રમોદ વ્યક્ત કર્યો
છે. બાકી સ્વાનુભૂતિ તો ઉપમા વગરની છે; એ સ્વાનુભૂતિનો આનંદ તો સ્વાનુંભૂતિની
ગંભીરતામાં જ સમાઈ જાય છે. (સં.)
]

PDF/HTML Page 26 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૩ :
તે ગુણગંભીર આચાર્યભગવંતોને અમે પુજીએ છીએ
[અષાડ વદ ૧૨ નિયમસાર ગાથા : ૭૩ થી ૭પ ઉપર પ્રવચનમાંથી]
અહા, મોક્ષના સાધક મુનિવરોની અંર્તદશા કેવી
અદ્ભૂત હોય છે! ને તેમની દશા ઓળખનારા ધર્માત્માને
તેમના પ્રત્યે કેટલો મહાન ભક્તિભાવ હોય છે? તેનો નમૂનો
આ પ્રવચનમાં દેખાશે.
અંતર્મુખ ચિદાનંદસ્વભાવને પકડીને, રાગથી જુદા પડીને શુદ્ધોપયોગવડે જ્ઞાનનું
આચરણ કરનારા તે આચાર્ય છે.....તેઓ પરિપૂર્ણ ચિદાનંદ ભગવાન આત્માને
જાણવામાં–શ્રદ્ધવામાં–અનુભવવામાં કુશળ છે....ગુણોથી તેઓ ગંભીર છે, ચૈતન્યના
અનંતગુણોનો કબાટ તેમને ઊઘડી ગયો છે. આવા મોક્ષમાર્ગી ગુણગંભીર આચાર્ય
ભગવાન ધર્મીજીવો વડે વંઘ છે... તેને અમે વંદીએ છીએ.
ચૈતન્યતત્ત્વમાં અનંત સ્વભાવગુણો છે, તે સ્વભાવની સન્મુખ થતાં એક સાથે
અનંતગુણના રસનું વેદન થઈ જાય છે. આવા અનંતગુણસંપન્ન આત્માનો સ્વીકાર
કરતાં જ્ઞાનનું બળ અનંતું ખીલી જાય છે, તે જ્ઞાન અતીન્દ્રિય થઈને સ્વભાવનું પ્રત્યક્ષ
સંવેદન કરે છે.
જેનો આદર કરવો હોય તેની સન્મુખ થઈને તેનો આદર થાય છે, તેનાથી
વિમુખ રહીને આદર થતો નથી. રાગની સન્મુખ થઈને ચૈતન્યભગવાનનો આદર થાય
નહિ ઘરે કોઈ સારા મોટા મહેમાન પધાર્યા હોય ત્યારે તેની સન્મુખ થઈને આદર
સત્કાર કરે છે કે–આવો પધારો! પણ જો મહેમાનની સામે જુએ નહિ ને બીજાની સામે
જુએ તો તેમાં મહેમાનનો અનાદર થાય છે. જેનો આદર કરવો હોય તેની સન્મુખ થવું
જોઈએ. તેમ આ આત્મા ‘હરિ’ એટલે ચિદાનંદસ્વભાવના સામર્થ્ય વડે વિભાવને
હરનારો ‘સિંહ,’ સર્વ પદાર્થમાં શ્રેષ્ઠ એવો ‘ઈન્દ્ર,’ આવો મોટો ભગવાન, તેને આંગણે
પધરાવીને સત્કાર કરવાની આ વાત છે. શ્રદ્ધા–જ્ઞાનને અંર્તસ્વભાવની સન્મુખ કરીને
એટલે પરસન્મુખ ભાવોથી જુદો પડીને જ આ ચૈતન્યભગવાનનો આદરસત્કાર ને
સ્વીકાર થાય છે.–એકલા રાગની કે પરની સન્મુખ રહીને ચૈતન્યપ્રભુનો આદરસ્વીકાર
થઈ શકતો નથી.–સંતો તો અંર્તસન્મુખ થઈને સર્વજ્ઞપદને આદરી રહ્યા છે–સિદ્ધપદને
સાધી રહ્યા છે....ચૈતન્યઘરમાં સિદ્ધનો સત્કાર

PDF/HTML Page 27 of 53
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
કર્યો છે ને રાગાદિ પરભાવને જુદા કર્યા છે અહા! અનંત બેહદ સ્વભાવને સાધનારા
સંતમુનિવરોની શી વાત! આખા સ્વભાવને સ્વીકારનારી પર્યાય પણ અનંતગુણના
રસથી ઉલ્લસતી આનંદરૂપ થઈ ગઈ છે. અહા, અનંતગુણથી ગંભીર એવા
ચૈતન્યતત્ત્વને સાધનારા જીવની દશા પણ મહાગંભીર હોય છે....
આવી દશાવડે આત્માને સાધનારા જે સાધુ પરમેષ્ઠી ભગવંતો, તેમા આચાર્ય
ભગવંતો કેવા છે? તેની આ વાત છે. શાસ્ત્રકાર કુંદકુંદસ્વામી પોતે પણ આવા મહાન
આચાર્ય છે; તેઓ કહે છે કે અહા! આચાર્ય ભગવંતો જ્ઞાનાદિ પંચાચારમાં પૂરા છે, ધીર
અને ગુણગંભીર છે; પંચેન્દ્રિયરૂપ હાથીને વશ કરવામાં દક્ષ છે. ગમે તેવા ઘોર ઉપસર્ગો
આવે તોપણ પોતાના સ્વરૂપની સાધનાથી તેઓ ડગતા નથી એવા અત્યંત ધીર છે,
અને ગુણોથી ગંભીર છે. રત્નત્રયમાં જ્ઞાન–દર્શન–ચારિત્ર કહ્યા પણ એવા તો અનંત
ગુણોવડે જેઓ ગંભીર છે, સ્વભાવના અનુભવમાં અનંતગુણોનું કાર્ય એક સાથે થઈ
રહ્યું છે–એવા ગંભીર ગુણવાળા આચાર્યભગવંતો વંદનીય છે; તે આચાર્યભગવંતોને
ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખને છેદવા માટે પૂજીએ છીએ.
ધર્માત્માની પરિણતિ અંદર ચૈતન્ય તરફ નમી ગઈ છે, તેમાં તે કુશળ છે એટલે
વિકલ્પથી જુદી જ્ઞાનરૂપ થઈને જ તે પરિણમી રહી છે; આવી જ્ઞાનદશા તો વિકલ્પથી
જુદી જ વર્તે છે, ત્યાં વચ્ચે પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યે વંદન–નમસ્કાર વગેરેનો ભાવ
આવે છે. અંદર તો ચૈતન્યના સ્વભાવમાંથી અનંત ગુણના અતીન્દ્રિય આનંદનો નિર્મળ
ફૂવારો ઊછળે છે; ને પરને નમસ્કાર વગેરેનો શુભભાવ તે વ્યવહાર આચારમાં જાય છે.
તેમાં પણ કહે છે કે ભક્તિક્રિયામાં કુશળતા વડે અમે પૂજીએ છીએ, એટલે નિશ્ચય–
વ્યવહાર બંનેની ઓળખાણપૂર્વક અમે તે આચાર્ય ભગવંતોને પૂજીએ છીએ; એકલા
રાગમાં ઊભા રહીને નથી પૂજતા, અંદર રાગથી પાર ચૈતન્યસ્વભાવની સન્મુખતાપૂર્વક
તે વીતરાગી આચાર્ય ભગવંતોને અમે પૂજીએ છીએ–આ રીતે નિશ્ચય–વ્યવહાર સહિત
ભક્તિક્રિયામાં કુશળતા વડે અમે આચાર્યભગવંતોને વંદીએ છીએ–પૂજીએ છીએ.
આચાર્ય–ઉપાધ્યાય કે સાધુ–તેઓ બધાય પરમ ચિદ્રૂપ આત્મતત્ત્વમાં અંતર્મુખ
થઈને નિશ્ચય રત્નત્રયમાં કુશળ છે; તેમને અહીં વ્યવહારચારિત્રમાં ભક્તિથી વંદન કર્યાં
છે. તેઓ જ્ઞાનાદિની શુદ્ધ પરિણતિરૂપે પરિણમી રહ્યા છે. જ્ઞાની આવા

PDF/HTML Page 28 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૫ :
ચૈતન્યપરિણમનને ઓળખીને તેમને નમસ્કાર કરે છે તે સાચી ભક્તિ છે. પણ પરને
નમસ્કારમાં પરલક્ષ હોવાથી શુભરાગ છે; તે શુભરાગથી ચૈતન્યપરિણમન જુદું છે–એમ
તે જ્ઞાની જાણે છે. અહા, સંતો ચૈતન્યની આરાધનામાં શૂરા છે. ચૈતન્યસ્વભાવના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રય, તે રત્નોને સાધવામાં શૂરવીર આચાર્ય–ઉપાધ્યાય–
સાધુઓ છે.
જગતમાં જડ રત્નો તો બહુ થોડા છે; પણ સમ્યકત્વાદિ ગુણરત્નો તો એકેક જીવ
પાસે અનંતા છે. તે અંનતા ચૈતન્યરત્નોનો ભંડાર આત્મા છે, તેની સન્મુખ થતાં
પર્યાયમાં પણ સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીનાં રત્નો પ્રગટે છે, ગુરુદેવ પ્રમોદથી
કહે છે કે હે રતનીયા! તું તો અનંત ચૈતન્યરત્નને ધરનારો રતનીયો છો....તું દીન નથી.
અનંત મુક્તિરત્નો, આનંદમય રત્નોનો તું ભંડાર છો....અરે હીરા! ચૈતન્યના અનંતા
હીરાનો તું ભંડાર છો, તેની સન્મુખ થતાં તને રત્નત્રય અને મોક્ષ પ્રગટશે.
અહા, આત્માની એક સ્વસંવેદનજ્ઞાનપર્યાયમાં અનંતા સિદ્ધો, લાખો અરિહંતો,
કરોડો સાધુઓ–તે બધાના સ્વરૂપનો નિર્ણય સમાઈ જાય છે, કે જેવા જ્ઞાન–આનંદનું
વેદન મને મારા સ્વસંવેદનમાં થયું તેવા જ જ્ઞાન–આનંદનું વેદન તે બધા પંચપરમેષ્ઠી
ભગવંતો કરી રહ્યા છે. જુઓ તો ખરા, સાધકના સ્વસંવેદનજ્ઞાનનું મહાન સામર્થ્ય!
આવી તાકાત શુભ વિકલ્પમાં નથી. સ્વસંવેદન જ્ઞાનમાં વિકલ્પ સમાઈ શકે નહિ.
વિકલ્પથી જુદું કામ કરનારું જ્ઞાન જ પંચપરમેષ્ઠી વગેરેના સ્વરૂપનો સાચો મહિમા જાણે
છે; અને તે જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના અનંત આનંદમયમાં પ્રવૃત્તિ કરે છે;
આનંદધામ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે તે મોક્ષને સાધે છે–એવા સંતોના અતીન્દ્રિય
આનંદમય ચૈતન્યપરિણમનને ઓળખીને અમે ભક્તિથી તેને વંદીએ છીએ.
અહા, એ સંતો તો ચૈતન્યના નિર્વિકલ્પ શાંતરસને વેદનારા છે, ત્યાં તેમને બાહ્ય
વિષયોની કાંક્ષા કેમ હોય? તેઓ પરમ નિષ્કાંક્ષ છે. અંતરમાં પરમસુખરસના પાનથી જે
સ્વયં તૃપ્ત થયા તે હવે દુઃખજનક વિષયોને કેમ વાંછે?–આવા પરમ નિઃકાંક્ષભાવવાળા
જૈનસાધુઓ હોય છે. સ્વભાવનું પરમ સુખ ચાખ્યા વગર વિષયોની વાંછા જીવને
ખરેખર માટે નહિ. પુણ્યરાગની વાંછા તે પણ વિષયોની જ વાંછા છે. રાગ વગરના
અતીન્દ્રિય ચૈતન્યસુખનો સ્વાદ ચાખ્યા વગર રાગની ને વિષયોની વાંછા મટે નહિ, ને
એવા જીવને સાધુપણું ક્્યાંથી હોય? સાધુઓ તો ચૈતન્યસુખનાં અમૃતથી તૃપ્ત–તૃપ્ત
હોવાને લીધે પરમ નિષ્કાંક્ષ છે. પરમાત્મતત્ત્વની ભાવનાથી એટલે તેમાં

PDF/HTML Page 29 of 53
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
એકાગ્રતાથી જ પરમ નિષ્કાંક્ષભાવના હોય છે, ને આવી દશાવાળા રત્નત્રયયુક્ત
ઉપાધ્યાયાદિ સાધુ ભગવંતોને અમે ભક્તિથી ફરી ફરીને વંદન કરીએ છીએ.
મુનિ ભગવંતો પોતાની અંતર્મુખ રત્નત્રયપરિણતિમાં વર્તે છે; વિકલ્પરૂપ
બાહ્યપરિણતિ–તેમાં મુનિઓ તન્મય થતા નથી. તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ પોતાના નિર્મળ
ચૈતન્યભાવમાં વર્તે છે, રાગાદિમાં તે ખરેખર વર્તતા નથી. રાગપરિણતિ અને
ચૈતનાપરિણતિ બંને તદ્ન જુદું કામ કરે છે.
અહા, મોક્ષના સાધક સાધુઓની દશા તો પરમાત્મતત્ત્વની ભાવનામાં પરિણમી
ગઈ છે, એકદમ અંતર્મુખ ઢળી ગઈ છે, તેથી તે નિર્મોહ અને નિર્ગ્રંથ છે. ચૈતન્યના
આનંદનો અનુભવ કરીને જેઓ વિષયોથી સદા વિરકત છે ને આત્મામાં સદા અનુરકત
છે એવા ચાર આરાધનાના આરાધક સાધુઓ, મોક્ષની સન્મુખ છે ને ભવથી વિમુખ છે;
એવા સાધુઓની પવિત્ર ચેતન્યદશા અમને વંઘ છે, અમે તેને વંદીએ છીએ.
णमो लोप सव्व साहूणं
અપૂર્વ મહિમાવંત ચૈતન્યવસ્તુ
જેને અંતરમાં આત્માની ગરજ થઈ હોય, સમ્યગ્દર્શન પ્રગટ
કરવાની ચાહના જાગી હોય તેવો જીવ ચૈતન્યને પકડવા માટે એકાંતમાં
અંતર્મંથના કરે છે કે અહો! ચૈતન્યવસ્તુનો મહિમા કોઈ અપૂર્વ છે,
એની નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી;
શુભભાવો અનંતવાર કર્યા છતાં ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી, તો તે
રાગથી પાર ચૈતન્યવસ્તુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે, તેની પ્રતીત
પણ અપૂર્વ અંતર્મુખ પ્રયત્નથી થાય છે.–આમ ચૈતન્યવસ્તુને પકડવાનો
અંતર્મુખ ઉધમ તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.

PDF/HTML Page 30 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૭ :
ધર્માત્માનો મંગલ ઉત્સવ
“ચેતનાની શોધમાં.....”
[એક નાનકડી નાટિકા]
ધર્માત્મા સંતોના ભક્તિ–બહુમાનપૂર્વક જ્ઞાનાદિના અનેકવિધ
મંગલઉત્સવો સદાય ઉજવાતા હોય છે. એવા મંગલ ઉત્સવ વખતે, જે
ધર્માત્માના નિમિત્તે તે ઉત્સવ ઉજવાય છે તે ધર્માત્માના અંતરંગ હાર્દ સુધી જીવ
પહોંચે તો તેને મહાન આત્મલાભ થાય. અંતરંગ હાર્દને ઓળખ્યા વગર એકલા
બહારના ઠાઠ–માઠ કે નૃત્ય–ગાનમાં ધર્માત્માનો સાચો મહિમા પ્રસિદ્ધ થઈ
શકતો નથી. એટલે મુમુક્ષુ જીવની ભક્તિ માત્ર ભજન–સંગીત કે નૃત્ય–ગાનમાં
જ સમાપ્ત થતી નથી પણ તેનાથી આગળ વધીને ધર્માત્માના ઊંડા હદયમાં
પ્રવેશીને તેની ચેતના સુધી પહોંચી જાય છે. ધર્માત્માના અંતરંગ હાર્દ સુધી
પહોંચીને તેના સાચા મહિમાને પ્રસિદ્ધ કરતી એક નાનકડી નાટિકા અહીં આપી
છે–જે સર્વે મુમુક્ષુઓને આનંદ આપશે. (સં.)
[એક સખી એકલી–એકલી ટળવળી રહી છે.....
ત્યાં દૂરથી બીજી સખી આવી રહી છે––––]
એક સખી:–ઓ સખી!
ઓ સખી! હું તો ભટકી–ભટકી,
શોધું ચેતના મ્હારી......
ક્્યાં મળશે મુજ ચેતના,
સખી! હું તો ટળવળતી......
બીજી સખી:–અહીં આવ, બેની અહીં આવ! તને ચેતના અહીં મળશે. અહીં ચેતનાવંત
ધર્માત્મા બિરાજી રહ્યા છે, તેમની સેવાથી તને ચેતના મળશે.
[આપણે આ બંને સખીઓનાં નામ ચિતિ અને જ્ઞપ્તિ રાખીશું.] જ્ઞપ્તિની વાત
સાંભળીને ચિતિ દોડતી નજીક આવે છે; ને ધર્માત્માને દેખીને આનંદિત થાય છે.
ચિતિ:– વાહ સખી! અદ્ભૂત છે આ ધર્માત્મા! ચેતનાની પ્રાપ્તિ માટે આપણે આ

PDF/HTML Page 31 of 53
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
સંતજ્ઞાનીના જ શરણે રહીશું.
–જો તો ખરી બેન! કેવી અદ્ભુત છે એમની મુદ્રા! કેવો પુણ્યપ્રભાવ એમની મુદ્રા
પર ઝળકી રહ્યો છે!! ને કેવી મહાન પ્રભાવનાનાં કાર્યો તેઓ કરી રહ્યાં છે!!
જ્ઞપ્તિ:–સખી, એ બધી વાત તારી સાચી; પણ એનાથી વિશેષ કાંઈ તને દેખાય છે?
ચિતિ:–(ઊંચે–નીચે જોઈને–) બેન, બીજું તો કાંઈ મને દેખાતું નથી; તું બતાવ!
જ્ઞપ્તિ:–
અરે બેન! મૂળ વસ્તુને જ તું તો ભૂલી ગઈ! લે સાંભળ! આ
પુણ્યપ્રભાવ આ વૈરાગ્યરસઝરતી મુદ્રા, અને આ પ્રભાવનાનાં કાર્યો–એ
કોઈની સાથે આ ધર્માત્માની ચેતના તન્મય નથી. આ જ્ઞાની–ધર્માત્માની
ચેતના તો એમના આત્મા સાથે જ તન્મય છે, ને એ ચેતનાથી જ તેઓ
પૂજય છે, તેનાથી જ તેઓ વીતરાગ છે, તેને લીધે જ તેઓ મહાન અને
મોક્ષના સાધક છે.
સાંભળ–
મંગલમય મંગલકરણ વીતરાગ–વિજ્ઞાન;
નમું તેહ જેથી થયા અરિહંતાદિ મહાન.
ચિતિ:– વાહ બેન, સાચી વાત! આપણે એવા વીતરાગી વિજ્ઞાનસ્વરૂપે
ઓળખીને જ આ ધર્માત્માની સેવા કરવાની છે....પણ બેન, એમને
વીતરાગ–વિજ્ઞાનસ્વરૂપે કેવી રીતે ઓળખવા?
જ્ઞપ્તિ:– અહા, એ ઓળખાણ તો ઘણી ગંભીર છે, ઘણી ઊંડી છે.
ચિતિ:– ભલે ગંભીર હોય, ને ભલે ઊંડી હોય, પણ આપણે શીખવી તો છે જ ને!
જ્ઞપ્તિ:–
હા, બેન! જરૂર શીખીશું. જો, તેમની પાસેના આ સમ્યગ્દ્રષ્ટિએ એમને
સાચા સ્વરૂપે ઓળખી લીધા, ને તેમના પ્રતાપે પોતાની ચેતનાને પણ
ઓળખી લીધી. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં કહ્યું છે તેવું તેમણે કર્યું
ચિતિ:– વાહ બેન! તેઓ જ તેમના ખરા શિષ્ય થયા; ને તેઓ જ તેમના સાચા
સાધર્મી થયા. કેવું મજાનું આદર્શરૂપ છે આ ધર્માત્માઓનું જીવન!
જ્ઞપ્તિ:– હા સખી! એટલે તો આપણે આનંદથી એનો ઉત્સવ ઊજવીએ છીએ.
ચિતિ:– હા બેન, પણ હવે આપણે માત્ર બહારના ઉત્સવની ધામધૂમથી સંતોષ નહિ

PDF/HTML Page 32 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૯ :
માનીએ, પણ આ ધર્માત્માની જેમ આપણે પણ એમની ચેતનાને ઓળખીશું, ને આપણે
પણ તેમના જેવી ચેતના પ્રાપ્ત કરીને ‘અપૂર્વ ભાવમહોત્સવ’ ઊજવીશું. –
ચેતનારૂપ જ્ઞાની સાચા.....એનું સેવન કરશું......
ચેતનારૂપ સ્વયં બનીને.....આનંદ–ઉત્સવ કરશું......
જ્ઞપ્તિ:–વાહ રે વાહ! સખી, ધન્ય તે મહોત્સવ....ને ધન્ય તે ચેતના!
(બન્ને સખીઓ હાથ મિલાવીને ગાતાંગાતાં ધર્માત્માની ભક્તિ કરે છે.)
ચેતનારૂપ થાવા ચાલો.....જ્ઞાનીઓના ચરણે.....
સમ્યક્સુખડી લેવા ચાલો....સંતજનોના ચરણે.....
જીવન અમારૂં સુખી થાયે......ગુરુજીનાં શરણે.....
ભક્તિથી સૌ શિર ઝુકાવો જ્ઞાનીઓનાં ચરણે.....
જ્ઞાનીઓની આનંદમય ચેતના જયવંત હોય
* ગુરુદેવ વૈરાગ્યથી કહે છે કે અરે, આ સંસારમાં વૈરાગ્યના
પ્રસંગ બન્યા જ કરે છે. કર્મરૂપી દુશ્મને જીવન હેરાન કરવા
માટે આ શરીરરૂપી પીંજરૂં બનાવ્યું છે. એ પીંજરામાં પૂરાવું
જીવને કેમ ગમતું હશે? જીવ પોતાને ભૂલીને આ પીંજરાને
જ પોતાનું સ્વરૂપ માની બેઠો. તેથી પીંજરાથી જીવ છૂટો
પડતાં ખોટી રીતે દુઃખી થાય છે.
* રે જીવ! તું વિચાર તો કર, કે દેહનું પીજરું છૂટતાં તારા
આત્માનું શું કાંઈ ઓછું થઈ ગયું? અહીં કે બીજે ગમે ત્યાં
આત્મા પોતાના જ્ઞાન–આનંદાદિ અનંત ગુણોસહિત જ
સદાય બિરાજી રહ્યો છે, તેનું અસ્તિત્વ કદી મટી જતું નથી,
કે તેનો કોઈ જ ગુણ ઓછો થતો નથી. પછી ખેદ શેનો?
માત્ર મોહનો. મોહનું દુઃખ મરણ કરતાંય વધારે છે. માટે
મોહ છોડ.

PDF/HTML Page 33 of 53
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
ચૈતન્યસ્વભાવરૂપ જીવ રાગાદિથી અત્યંત જુદો છે.
ભેદજ્ઞાનવડે અમે તેને સાક્ષાત્ અનુભવીએ છીએ.

જ્ઞાનીને સ્વસંવેદનના બળે ચૈતન્યસ્વભાવ બધાથી અત્યંત
જુદો ને જુદો દેખાય છે. અજ્ઞાનીને પોતાનો ચૈતન્ય સ્વભાવ ક્્યાંય
દેખાતો નથી, એને તો સંયોગો અને પરભાવો જ દેખાય છે તેથી
તે તો તેને જ આત્મા માને છે; પણ તે ખરેખર આત્મા નથી,
આત્મા તો તે બધાથી જુદો ચૈતન્યસ્વભાવ છે–એ વાત અહીં
સમજાવે છે; અને તેનો અનુભવ કરવાનું કહે છે.
ધર્માત્માએ, શ્રીગુરુનો ઉપદેશ પામીને, પોતાના આત્માને સ્વસ
વેદનપ્રત્યક્ષરૂપ, શુદ્ધ, એક, જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ, અને અન્ય સમસ્ત ભાવોથી જુદો
અનુભવ્યો, તેનું અદ્ભૂત શાંતરસમય વર્ણન ગાથા ૩૮ માં કર્યૃં; અને બીજા જીવોને
આવા શાંતરસમય આત્માનો અનુભવ કરવાની પ્રેરણા કરી.
હવે આવા આત્માનો જેને અનુભવ નથી, જડ–ચેતનની ભિન્નતાની જેને
ખબર નથી, ને શરીર–કર્મ–રાગ–પુણ્ય–પાપ વગેરે પરને જ આત્મા માને છે, એવો મુઢ,
અનાત્મવાદી અજ્ઞાની જીવ આઠ બોલ દ્ધારા દલીલ કરીને કહે છે કે–તે કર્મ વગેરે જ
અમને તો દેખાય છે, તે કર્મ વગેરેથી જુદો બીજો તો કોઈ જીવ અમારા જોવામાં
આવતો નથી!
એવા અજ્ઞાનીને અહીં આચાર્યભગવાન સમજાવે છે કે હે ભાઈ! તારી વાત
સાચી નથી, તું સત્યાર્થવાદી નથી; ભગવાનના આગમથી, યુક્તિથી ને જ્ઞાનીઓના
સ્વાનુભવથી–એ ત્રણેથી તારી વાત ખોટી ઠરે છે. આગમ–યુક્તિ અને સ્વાનુભવદ્ધારા
આચાર્યદેવ અજ્ઞાનીના આઠે બોલનું ખંડન કરીને એ અપૂર્વ ન્યાય સિદ્ધ કરે છે કે–

PDF/HTML Page 34 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૧ :
પરમાથ રૂપ જીવ રાગથી કર્મથી ને શરીરથી જુાદો, ચૈતન્યસ્વભાવરૂપ છે; આવા જીવને–
ભેદજ્ઞાનીઓ પોતાના અંતરમાં સ્વસંવેદનવડે પ્રત્યક્ષ અનુભવે છે; ભગવાનના
આગમમાં પણ જીવને ચૈતન્યસ્વભાવરૂપ જ કહ્યો છે, રાગાદિને જીવ નથી કહ્યો; અને
યુક્તિઓ વડે પણ જીવ રાગાદિથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જ સાબિત થાય છે–માટે હે
જીવ! તું બીજો નકામો કોલાહલ છોડીને, આવા જીવને તારા અંતરમાં અનુભવવાનો
ઉધમ કર. એકલક્ષે એવો ઉધમ કરતાં છમહિનામાં તો તને પુદ્ગલથી ભિન્ન
ચૈતન્યપ્રકાશથી ઝળહળતો તારો આત્મા તારા અંતરમાં જ દેખાશે.
અજ્ઞાનીની ૮ પ્રકારની મિથ્યામાન્યતાની સામે, ભેદજ્ઞાનીના સ્વાનુભવને મૂકીને
આચાર્યદેવ તે મિથ્યામાન્યતાઓનું ખંડન કરે છે, અને સત્ય આત્મા ચૈતન્યસ્વભાવરૂપ
છે–તે સ્વાનુભવગમ્ય થઈ શકે છે એમ બતાવે છે:–
૧. કોલસો કાળાશથી જુદો નથી પણ સોનું તો કાળશથી જુદું જ છે.
તેમ રાગદ્ધેષથી જુદું અધ્યવસાન નથી પણ રાગદ્ધેષથી જુદો જીવ તો છે.
અજ્ઞાની કહેતો હતો કે– જેમ કાળાશથી જુાદો કોઈ કોલસો દેખાતો નથી, તેમ
રાગ–દ્ધેષાદિ મલિન અધ્યવસાનો
તેનાથી જુદો કોઈ જીવ અમને દેખાતો નથી, માટે તે રાગ–દ્ધેષાદિ જ જીવ છે!
ત્યારે સ્વાનુભવની યુક્તિથી આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! ભેદજ્ઞાનવડે
જ્ઞાનીઓ રાગ–દ્ધેષથી ભિન્ન એવા ચૈતન્યસ્વભાવરૂપે સ્વયં પોતાને અનુભવે છે, માટે
રાગ–દ્ધેષ વગરનો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે.
કાળાશથી જુદો કોલસો ભલે ન હોય, પણ કાળાશથી જુદું સોનું તો દેખાય છેને!
તેમ રાગાદિ મલિન અધ્યવસાનોથી જુદો સોના જેવો શુદ્ધજીવ જ્ઞાનીઓને ભેદજ્ઞાનવડે
સાક્ષાત્ અનુભવમાં આવે છે. અરે, જ્ઞાન તે કાંઈ રાગ–દ્ધેષવાળું કાળું હોય?
સમ્યક્મતિશ્રુતજ્ઞાનમાં જીવ રાગથી જુદો ચૈતન્યસ્વભાવરૂપે અનુભવાય છે.
રાગાદિભાવોમાં કાંઈ ચૈતન્યસ્વભાવપણું નથી, જીવ જ ચૈતન્યસ્વભાવપણે
પ્રકાશમાન છે. ભગવાન સર્વજ્ઞદેવે તો ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય કહ્યું છે. રાગાદિમાં
કાંઈ ચૈતન્યપણું નથી, એ તો ચૈતન્યથી ખીલી છે–ચૈતન્ય વગર છે–ચૈતન્યથી જુદી
જાતના છે, માટે તે રાગાદિકભાવો ખરખેર જીવ નથી. જેનામાં ચેતનપણું ન હોય તેને

PDF/HTML Page 35 of 53
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
જીવ કેમ કહેવાય? માટે સર્વજ્ઞના આગમમાં એમ કહ્યું છે કે તે રાગાદિભાવોરૂપ જીવ
નથી, ચૈતન્યસ્વભાવરૂપ જીવ રાગાદિથી જુદો છે. ને ભેદજ્ઞાનીઓ જ્ઞાન અને રાગની
ભિન્નતાને ઓળખીને, રાગથી જુદા ચૈતન્યસ્વભાવને સાક્ષાત અનુભવે છે. અહા! અમને
તો આવો જુદો ચિદાનંદ જીવ સાક્ષાત્ દેખાય છે. હે ભાઈ! તું અંતરમાં ચૈતન્યભાવનો
અભ્યાસ કર તો તને પણ તારા અંતરમાં રાગના વિલાસથી જુદો, ચૈતન્યસ્વભાવથી
વિલસતો તારો આત્મા સાક્ષાત્ અનુભવમાં આવશે, જેના અનુભવથી તને મહાન
આનંદ થશે.
રાગ–દ્ધેષાદિ ભાવો ન હોય તો જીવ કાંઈ મરી જતો નથી, રાગ–દ્ધેષ વગર પણ
ચૈતન્યસ્વભાવપણે જીવ સદાય જીવંત છે. રાગથી જુદો પડીને જ્ઞાનવડે અંતરમાં જોતાં
આવો જીવ સાક્ષાત્ અનુભવમાં આવે છે. અરે, એકવાર આવા આત્માને તું અંદર
ઊતરીને જો તો ખરો.... એની સન્મુખ થતાં જ તને ભવના અંતના ભણકાર આવી જશે
ને આનંદમય નિર્વાણપુરીનાં દરવાજા ખુલી જશે.
આ રીતે અજ્ઞાનીના કુર્તક સામે, ભેદજ્ઞાનીના સ્વાનુભવને મુકીને યુક્તિથી
આચાર્યદેવ રાગાદિથી અત્યંત જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ સિદ્ધ કર્યો, અને સર્વજ્ઞના
આગમની પણ સાક્ષી આપી.
અધ્યાત્મરસની અમીવર્ષા કરતાં ગુરુદેવ કહે છે કે જુઓ, આજે શ્રાવણ સુદ
એકમ છે....આ શ્રાવણની અમૃતવર્ષા થાય છે....જ્ઞાનીના અંતરમાં સમ્યકત્વરૂપી શ્રાવણ
આવ્યો છે....તેનું સરસ વર્ણન ‘આજ મેરે સમકિત–સાવન આયો’ એ ભજનમાં કર્યું છે.
(આ જ અંકમાં તે ભજન અર્થસહિત આપ્યું છે.’
જેમ રાગ–દ્ધેષાદિથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ આચાર્યદેવે આગમથી યુક્તિથી
ને સ્વાનુભવથી સિદ્ધ કર્યો; તેમ બીજા સમસ્ત પરભાવોથી તેમજ કર્મથી ને શરીરાદિથી
પણ અત્યંત જુાદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે–એમ આચાર્યદેવ બહુ સરસ રીતે
સમજાવશે, ને પછી એવા આત્માના અનુભવ માટે મીઠાસથી પ્રેરણા આપશે કે હે ભાઈ!
જો તું બીજો કોલાહલ છોડીને, અમે કહીએ છીએ તેવા જીવને તારા અંતરમાં દેખવાનો
એકાગ્રચિત્તથી છમહિના અભ્યાસ કરીશ તો તને પણ જરૂર અમારી જેમ રાગાદિથી
ભિન્ન ચૈતન્યસ્વભાવનો અનુભવ થશે.

PDF/HTML Page 36 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૩ :
૨. કર્મથી જુદા ચૈતન્યસ્વભાવરૂપ જીવને જ્ઞાની અનુભવે છે.
બીજા બોલમાં અજ્ઞાનીએ એમ કહ્યું હતું કે–અનાદિ પરંપરાથી જે સંસાર–
ભ્રમણરૂપ ક્રિયાઓ થઈ રહી છે તે કર્મની ક્રીડા છે, તે કર્મ વગરનો જીવ અમને તો
દેખાતો નથી, માટે કર્મ તે જ જીવ છે!
તેના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, કર્મની આખી પરંપરાથી જુદો, રાગ
અને ગતિ વગરનો, ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે–તે ભેદજ્ઞાનીઓને સ્વયં અનુભવમાં
આવે છે;–રાગ વગર, ઈદ્રિયની અપેક્ષા વગર જ્ઞાની અંતરમાં પોતાના આત્માને એક
જ્ઞાયકસ્વભાવપણે સાક્ષાત્ અનુભવે છે.–આવો અનુભવ કરે ત્યારે આત્માને ખરેખર
માન્યો કહેવાય. અજ્ઞાનીને કર્મ જ દેખાય છે, કર્મથી જુદો જીવ દેખાતો નથી; જ્ઞાનીને
જ્ઞાનસ્વભાવમાં કર્મ દેખાતું નથી. જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં આત્મામાં કર્મનો સંબંધ
જ ક્્યાં છે? કર્મના સંબંધ વગરનો આત્મા જ્ઞાનસ્વભાવપણે ધર્મીને અનુભવાય છે.
કર્મની કીડાથી અત્યંત જુદી મારી ચેતનાની કીડા છે.–આવો અનુભવ કરે તેઓ જ
સત્યાર્થવાદી છે, તેઓ જ સત્ય આત્માને જાણનાર છે; પણ બીજા કે જેઓ આત્માને
કર્મવાળો જ દેખે છે–તેઓ પરમાર્થવાદી નથી, આત્માને તેઓ જાણનારા નથી. અરે, કર્મ
તો જડ પુદ્ગલની રચના છે–એને જીવ કોણ કહે! સર્વજ્ઞ ભગવાને તો એને અજીવ કહ્યું
છે, તે ચેતના વગરનું છે; ને જીવનો તો ચૈતન્ય–સ્વભાવરૂપ કહ્યો છે. આવા આત્માને હે
જીવ! તું જાણ.
૩. રાગરસ વગરનો ચૈતન્યરસથી ભરેલો જીવ અમને અનુભવાય છે.
એકલા રાગરસને જ અનુભવનાર અજ્ઞાની કહેતો હતો કે તીવ્રરાગ ને મંદરાગ
એવા રાગરૂપ અધ્યવસાનોની જે પરંપરા તે જ જીવ છે, કેમકે તેનાથી જુદો રાગવગરનો
જીવ અમને દેખતો નથી!
આચાર્યદેવ તેનો ખુલાસો કરતાં કહે છે કે અરે મૂઢ! રાગમાં ચેતનપણું ક્્યાં છે?
તીવ્ર ને મંદ એવા અધ્યવસાનોની જે સંતતિ છે તે તો રાગરસથી ભરેલી છે, તેમાં કાંઈ
ચેતનરસ નથી. આત્મા તો ચેતનરસથી ભરેલો છે, તે ચેતનરસથી ભરેલો આત્મા
રાગાદિ અધ્યવસાનોથી તદ્ન જુદો ભેદજ્ઞાની સાક્ષાત્ અનુભવે છે, માટે

PDF/HTML Page 37 of 53
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
આત્મા તે તીવ્ર–મંદ અધ્યવસાનોની હારમાળાથી જુદો જ છે. ચૈતન્યની
સંતતિમાં વચ્ચે રાગાદિ અધ્યવસાન નથી.
સર્વજ્ઞ ભગવાને આગમમાં એમ કહ્યું છે કે રાગાદિ અચેતનભાવોથી
જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે.
સ્વાનુભવસહિતની યુક્તિથી પણ એમ જ સિદ્ધ થાય છે કેમકે
રાગાદિના અનુભવમાં ચૈતન્યનો સ્વાદ નથી, ને ચૈતન્યના સ્વાદમાં
રાગાદિ નથી; માટે રાગથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે.
ધર્માત્મા–ભેદજ્ઞાની
જીવો અંર્તદ્રષ્ટિથી પોતાના આત્માને રાગાદિ
સમસ્ત અન્ય ભાવોથી જુદો, જ્ઞાનસ્વભાવરૂપ સ્પષ્ટ અનુભવે છે; તે
અનુભૂતિમાં રાગાદિનો અભાવ છે.
–આમ આગમથી, યુક્તિથી, સ્વાનુભવથી સર્વ પ્રકારે રાગ અને
જ્ઞાનની ભિન્નતા છે, અને એવી ભિન્નતાના અભ્યાસ વડે હે જીવ! તને
પણ તારો આત્મા રાગાદિ વગરનો, જ્ઞાનસ્વભાવરૂપ દેખાશે.
૪. શરીરથી જીવ જુદો છે; ચૈતન્યસ્વરૂપ આત્માની અનુભૂતિમાં શરીર નથી.
નોકર્મરૂપ આ શરીર નવું–પુરાણું થયા કરે છે, એક શરીર છૂટે છે ને
બીજું આવે છે, –શરીર વગરનો તો જીવ ક્્યારેય દેખાતો નથી, માટે આ
શરીર છે તે જ જીવ છે, એનાથી જુદો કોઈ જીવ નથી–એમ અજ્ઞાનીએ
ચોથા બોલમાં કહ્યું હતું.
અહીં તેનું ખંડન કરતાં શ્રી આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! શરીર
તો પુદ્ગલમય છે, અચેતન છે, તેનામાં ચેતનપણું નથી, તો તે જીવ ક્્યાંથી
થઈ ગયું? જીવ તો ચેતનરૂપ હોય. શરીર તો ચેતના વગરનું અજીવ છે.
જ્ઞાની તો પોતાના આત્માને જડ શરીરથી અત્યંત જુદો, ચૈતન્યસ્વભાવરૂપે
સ્પષ્ટ અનુભવે છે.
શરીરની કોઈ પણ ચેષ્ટા તે જીવની ક્રિયા નથી. તે ક્રિયાને જે જીવની
માને છે તેઓ શરીરાદિ અજીવને જ જીવ માનનારા છે, એવા જીવો જડ–
ચેતનના વિવેક વગરના છે; તેઓ મૃતકકલેવર એવા શરીરમાં મોહી રહ્યા
છે, ને ચૈતન્યઅમૃતસ્વરૂપ

PDF/HTML Page 38 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૫ :
એવા પોતાના આત્માને ભૂલી રહ્યા છે. શરીર વગરનું પોતાનું કાંઈ અસ્તિત્વ જ એને
ભાસતું નથી. જ્ઞાનીને તો સ્પષ્ટ ભેદજ્ઞાન છે કે જડ શરીરના અસ્તિત્વમાં હું નથી, હું તો
મારા ચૈતન્યઅસ્તિત્વમાં છું. મારી ચૈતન્યસત્તામાં જડ સત્તા નથી, જડ સત્તામાં હું નથી,
આત્માનો કોઈ પણ ગુણ કે પર્યાય અચેતન શરીરમાં નથી. આમ જડ–ચેતન બંનેનું
અસ્તિત્વ સર્વથા જુદું છે. તેનું ભેદજ્ઞાન કરીને ધર્મીજીવ પોતાને શરીરાદિ સમસ્ત
અચેતનથી અત્યંત જુાદો, પરમ ચૈતન્યસ્વરૂપે અનુભવે છે. અતીન્દ્રિયજ્ઞાનમાં સ્વસંવેદન
વડે આવા આત્માનો અનુભવ થાય છે. શરીરનો સંયોગ છતાં શરીરથી ભિન્ન આત્મા
અનુભવમાં આવી શકે છે. ચૈતન્યના અનુભવમાં શરીર કાંઈ ભેગું નથી આવતું,
અનુભવથી તે જુદું જ રહે છે. આ રીતે ચૈતન્યસ્વરૂપ આત્મા શરીરથી તદ્ન જુદો છે.
પ. પુણ્ય–પાપનો વિપાક કે શુભાશુભભાવો તે જીવ નથી;
ચેતનસ્વભાવીજીવ પુણ્યપાપ વગરનો, શુભાશુભ વગરનો અનુભવાય છે
અજ્ઞાની કહેતો હતો કે કર્મના વિપાકરૂપ પુણ્ય–પાપ તે જ જીવ છે; આખું જગત
આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ! પુણ્ય–પાપરૂપ કર્મનો વિપાક તે જીંવ નથી;
શુભાશુભથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે, તેને ભેદજ્ઞાની જીવો અનુભવે છે. તું
શુભાશુભરાગને બાદ કરીને જો તો તને પણ તારો આત્મા ચૈતન્યસ્વરૂપ દેખાશે.
આત્માનો સ્વભાવ તો સુખ છે, ને પુણ્ય–પાપનું ફળ દુઃખ છે, તેને આત્મા કેમ કહેવાય?
શુભાશુભકર્મ તરફ ઢળતો ભાવ દુઃખરૂપ છે, ચેતનસ્વભાવ તરફ ઢળતો ભાવ સુખરૂપ
છે–આ રીતે તે શુભાશુભનો સમાવેશ આત્માના સ્વભાવમાં થતો નથી; તેઓ આત્માના
સ્વભાવ સાથે સંબંધંવાળા નથી પણ જડ કર્મ સાથે સંબંધવાળા છે. આ રીતે તારો
જ્ઞાનસ્વભાવ શુભાશુભકર્મોથી અત્યંત જુદો છે. આવા ભિન્ન સ્વરૂપને ઓળખીને
ભેદજ્ઞાન કરતાં તને પણ શુભાશુભ સમસ્ત કર્મોથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ
સાક્ષાત્ અનુભવમાં આવશે. પુણ્ય–પાપકર્મ અને શુભાશુભભાવ આત્મા છે એવો તારો
ભ્રમ ભેદજ્ઞાન વડે મટી જશે. એક તરફ આત્માનો ચેતનસ્વભાવ, તેમાં જેટલું સમાય
તેટલો તું; અને બીજી તરફ ચેતનસ્વભાવથી જુદા જે કોઈ ભાવો હોય તે જીવ નહિ, તે
જીવનો સ્વભાવ નહિ એટલે કે પુદ્ગલનો સ્વભાવ છે, અજીવ છે.–આવા

PDF/HTML Page 39 of 53
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
ભેદજ્ઞાનનો અંદરમાં સાચી લગનીથી વધુમાં વધુ છ મહિના એકધારો અભ્યાસ કરતાં
તને જરૂર પુદ્ગલથી ભિન્ન તારા ચૈતન્યનો અપૂર્વ વિલાસ અનુભવમાં આવશે.
૬. સાતા–અસાતાથી પાર અતીન્દ્રિય સુખસ્વરૂપ આત્માને
જ્ઞાની પોતામાં અનુભવે છે.
અજ્ઞાની કહે છે કે સાતા–અસાતરૂપ જે કર્મફળ તે જ જીવ છે, કારણ કે સાતા–
અસાતાજનિત સુખ–દુઃખ જ અમને અનુભવાય છે, તે સુખ–દુઃખ વગરનો જીવ અમને
કદી દેખાતો નથી.
ત્યારે આચાર્યદેવ કહે છે કે ભાઈ, તારી વાત ખોટી છે; સાતા–અસાતામાં આત્મા
હોવાનો તને ભ્રમ થઈ ગયો છે, પણ તે ખરેખર જીવ નથી. સાતા–અસાતા તો કર્મ
તરફનો ભાવ છે, તેનાથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે, તે ભેદજ્ઞાનવડે અનુભવમાં
આવે એવો છે.
અહા, ચૈતન્યતત્ત્વ! તે સાતાના વેદનથી પાર છે. અજ્ઞાની પુણ્યજનિત સાતાને
સુખ માની લ્યે છે એટલે તે તેને જ જીવ માને છે; પણ બાપુ! એ તો પુદ્ગલ તરફનો
ભાવ છે. ચૈતન્યનું સુખ તો તદ્ન અનાકુળ પરમ શાંત છે, તેમાં સાતાની પણ અપેક્ષા
નથી. આવું સુખ જેની સન્મુખતાથી પ્રગટે તેને ખરેખર જીવ કહીએ છીએ. ધર્મીજીવ
આત્માની સન્મુખ થઈને આવા આત્માને સાક્ષાત્ અનુભવે છે. માટે હે ભાઈ! તું પણ
‘સાતા–અસાતાથી જુદો જીવ નથી’ –એવી તારી મિથ્યા હઠને છોડ, ને અમે કહીએ છીએ
તે રીતે જ્ઞાનસ્વભાવી આત્માને દેખવાનો તારા અંતરમાં અભ્યાસ કર. છમાસના
અભ્યાસમાં તો તારા હદયમાં સ્વાનુભૂતિથી આત્મા શોભી ઊઠશે.
અસાતાના દુઃખથી છૂટીને કાંઈક સાતા થાય ત્યાં તો જાણે હું સુખી થઈ ગયો,–
પણ બાપુ! એ સુખ સાચું નથી, એ સાતાના સુખમાં તું નથી. સાતા–અસાતાથી પાર,
જ્ઞાનસ્વભાવનું જે અતીન્દ્રિયસુખ,–તેમાં તું છો; તે સાચું જીવનું સ્વરૂપ છે. આવા સ્વરૂપે
આત્માને અનુભવમાં લે.
૭. રાગનો સ્વાદ ને જ્ઞાનનો સ્વાદ એક નથી પણ જુદા છે.
અજ્ઞાની કહેતો હતો કે કર્મનો સ્વાદ ને ચેતનનો સ્વાદ–બંને ભેગા સ્વાદમાં આવે
છે તે જ અમને તો જીવ લાગે છે. જેમ શિખંડમાં દહીં અને ખાંડનો સ્વાદ

PDF/HTML Page 40 of 53
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૭ :
એકમેક અનુભવાય છે તેમ અમને તો જ્ઞાન જ રાગાદિ સ્વાદવાળું અનુભવાય છે;
રાગથી જુદો તો જ્ઞાનનો કોઈ સ્વાદ અમને દેખાતો નથી, તદ્ન કર્મ વગરનો તો કોઈ
જીવ દેખાતો નથી, માટે આત્મા અને કર્મનો સંયોગ તે જીવ છે!
તેને આચાર્યદેવ સમજાવે છે કે અરે ભાઈ! ચૈતન્યસ્વાદવાળો જીવ કર્મથી તદ્ન
જુદો જ છે; અજ્ઞાનીઓ તેને ન દેખે તેથી શું? ભેદજ્ઞાનીઓ તો આવા જીવને પ્રત્યક્ષ
અનુભવે છે. શીખંડમાં પણ ખરેખર દહીં અને ખાંડનો સ્વાદ જુદો જ છે, મીઠાસ અને
ખટાશ તે કાંઈ એક નથી; તેમ આત્મામાં શાંતઅનાકૂળ મીઠોરસ તે તો ચૈતન્યનો સ્વાદ
છે, ને આકુળતા–રાગાદિ તે કર્મ તરફનો ખાટો સ્વાદ છે, તે બંનેને એકતા નથી પણ
તદ્ન ભિન્નતા છે. જ્ઞાની સ્વાનુભવમાં પોતાના આત્માને ચૈતન્યસ્વાદપણે, કર્મથી
સર્વથા જુાદો જ અનુભવે છે.
ભાઈ, આવો આત્મા અંદરમાં અનુભવી શકાય તેવો છે. પણ જો તું હઠ કરીને
‘આત્મા જુદો નથી.....જુદો નથી....’ એમ નિષેધ જ કર્યાં કરીશ તો તને જુદા આત્માનો
અનુભવ ક્્યાંથી થશે? માટે તારી તે હઠ છોડ અને નકામો કોલાહલ છોડીને, અમે જે
રીતે કહીએ છીએ તે રીતે આત્માને લક્ષમાં લઈને તેના અનુભવમનો ઉધમ કર, તો
છમાસમાં તને પણ જરૂર તારા આત્માનો અનુભવ થશે, ને પુદ્ગલકર્મોથી ભિન્ન
ચેતનાવડે તારો આત્મા શોભી ઊઠશે.
૮. આઠ લાકડાથી જુદો ખાટલો નથી, પણ તેમાં સૂનારો તો જુદો છે ને!
તેમ કર્મસંયોગને જાણનારો જીવ તે કર્મોથી તદ્ન જુદો છે.
અજ્ઞાનીની દલીલ હતી કે, જેમ ચારપાયા તથા ઈંસ વગેરે આઠ લાકડા મળીને
ખાટલો થયો છે, આઠ લાકડાથી જુાદો કોઈ ખાટલો નથી, તેમ આઠકર્મનો સંયોગ તે જ
જીવ છે, કર્મથી જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી!
તેને આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ! કર્મોનો સંયોગ તે જીવ નથી. કર્મ જડ
છે, તે કર્મો ભેગાં મળીને પણ જડ થાય, તેમાંથી ચેતનવસ્તુ થાય નહિ, ચેતનવસ્તુ તો
તેનાથી જુદી જ છે. આઠ લાકડા ભેગા થઈને તેમાંથી લાકડાનો ખાટલો થાય, પણ કાંઈ
આઠ લાકડામાંથી માણસ ન થાય, માણસ તો જુાદો જ છે. આઠ લાકડાથી ખાટલો જુદો
નથી પણ ખાટલામાં સૂનારો માણસ તો તેનાથી જુદો જ છે.