Page 626 of 655
PDF/HTML Page 681 of 710
single page version
ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧] [ ૬૨૭
तक्राद्यः साध्यरुपः स्याद् द्वितीयस्तस्य साधनम्।। २।।
અર્થઃ– નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગ એમ બે પ્રકારે મોક્ષમાર્ગનું કથન છે; તેમાં પહેલો સાધ્યરૂપ છે અને બીજો તેના સાધાનરૂપ છે.
પ્રશ્નઃ– વ્યવહારમોક્ષમાર્ગ સાધન છે તેનો અર્થ શું? ઉત્તરઃ– પ્રથમ રાગસહિત દર્શન-જ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ જાણવું અને તે જ વખતે ‘રાગ તે ધર્મ નથી કે ધર્મનું સાધન નથી’ એમ માનવું. એમ માન્યા પછી જીવ જ્યારે રાગને તોડીને નિર્વિકલ્પ થાય ત્યારે તેને નિશ્ચયમોક્ષમાર્ગ થાય છે અને તે જ વખતે રાગસહિત દર્શન-જ્ઞાન-ચારિત્રનો વ્યય થયો તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે; એ રીતે ‘વ્યય’ તે સાધન છે.
૨. આ સંબંધમાં શ્રી પરમાત્મપ્રકાશમાં નીચે પ્રમાણે જણાવ્યું છે- પ્રશ્નઃ– નિશ્ચયમોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ છે અને તે વખતે સવિકલ્પ મોક્ષમાર્ગ નથી, તો તે (સવિકલ્પ મોક્ષમાર્ગ) શી રીતે સાધક થાય છે?
ઉત્તરઃ– ભૂતનૈગમનથી પરંપરાએ સાધક થાય છે એટલે કે પૂર્વે તે હતો પણ વર્તમાનમાં નથી છતાં ભૂતનૈગમનયે તે વર્તમાનમાં છે એવો સંકલ્પ કરીને તેને સાધક કહ્યો છે (પા. ૧૪૨ સંસ્કૃત ટીકા). આ સંબંધમાં અધ્યાય ૬ સૂત્ર ૧૮ ની ટીકા પારા પ માં છેલ્લો પ્રશ્ન અને તેનો ઉત્તર છે તે વાંચવો.
૩. શુદ્ધનિશ્ચયનયે શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ (–નિશ્ચય) સમ્યક્તવનું કારણ નિત્ય આનંદસ્વભાવ એવો નિજ શુદ્ધાત્મા જ છે.
મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય (ખરો) મોક્ષમાર્ગ છેઃ તથા જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગમાં નિમિત્ત છે અથવા સાથે હોય છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, પણ તે ખરો મોક્ષમાર્ગ નથી.
सम्यक्त्वज्ञानवृत्तात्मा मोक्षमार्गः स निश्चयः।। ३।।
Page 627 of 655
PDF/HTML Page 682 of 710
single page version
૬૨૮ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– નિજ શુદ્ધાત્માની અભેદરૂપથી શ્રદ્ધા કરવી, અભેદરૂપથી જ જ્ઞાન કરવું તથા અભેદરૂપથી જ તેમાં લીન થવું-એ પ્રકારે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મા તે નિશ્ચયમોક્ષમાર્ગ છે.
सम्यकत्वज्ञानवृत्तात्मा स मार्गो व्यवहारतः।। ४।।
અર્થઃ– આત્મામાં જે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન તથા સમ્યક્ચારિત્ર ભેદની મુખ્યતાથી પ્રગટ થઈ રહ્યાં છે તે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન-સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયને વ્યવહારમાર્ગ સમજવો જોઈએ.
અર્થઃ– જે પરદ્રવ્યની (-સાતે તત્ત્વોની, ભેદરૂપે) શ્રદ્ધા કરે છે, તેવી જ રીતે ભેદરૂપ જાણે છે અને તેવી જ રીતે ભેદરૂપે ઉપેક્ષા કરે છે તે મુનિને વ્યવહારી કહેવાય છે.
तदेवोपेक्षमाणश्च निश्चयान्मुनिसत्तमः।। ६।।
અર્થઃ– જે સ્વદ્રવ્યને જ શ્રદ્ધામય તથા જ્ઞાનમય બનાવી લે છે અને જેને આત્માની પ્રવૃત્તિ ઉપેક્ષારૂપ જ થઈ જાય છે એવા શ્રેષ્ઠ મુનિ નિશ્ચયરત્નત્રયયુક્ત છે.
स्वस्थो दर्शनचारिक्रमोहाभ्यामनुपप्लुतः।। ७।।
અર્થઃ– જે જાણે છે તે આત્મા છે, જ્ઞાન જાણે છે તેથી જ્ઞાન જ આત્મા છે; એવી જ રીતે જ સમ્યક્શ્રદ્ધા કરે છે તે આત્મા છે. શ્રદ્ધા કરનાર સમ્યગ્દર્શન છે તેથી તે જ આત્મા છે. જે ઉપેક્ષિત થાય છે તે આત્મા છે. ઉપેક્ષા ગુણ ઉપેક્ષિત થાય છે તેથી તે જ આત્મા છે અથવા આત્મા જ તે છે. આ અભેદરત્નત્રયસ્વરૂપ છે. આવી
Page 628 of 655
PDF/HTML Page 683 of 710
single page version
ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ] [ ૬૨૯ અભેદરૂપ સ્વસ્થદશા તેમને જ થઈ શકે છે કે જેઓ દર્શનમોહ અને ચારિત્રમોહના ઉદયાધીન રહેતા નથી.
આનું તાત્પર્ય એ છે કે, મોક્ષનું કારણ રત્નત્રય બતાવ્યું છે; તે રત્નત્રયને મોક્ષનું કારણ માનીને તેના સ્વરૂપને જાણવાની ઇચ્છા જ્યાંસુધી રહે છે ત્યાંસુધી સાધુ તે રત્નત્રયને વિષયરૂપ (ધ્યેયરૂપ) માનીને તેનું ચિંતવન કરે છે; તે રત્નત્રયના સ્વરૂપનો વિચાર કરે છે. જ્યાંસુધી એવી દશા રહે છે ત્યાંસુધી પોતાના વિચારદ્વારા રત્નત્રય ભેદરૂપ જ જાણવામાં આવે છે, તેથી સાધુના તે પ્રયત્નને ભેદરૂપ રત્નત્રય કહેવામાં આવે છે; તે વ્યવહારની દશા છે. એવી દશામાં અભેદરત્નત્રય કદી થઈ શકતાં નથી, પરંતુ જ્યાંસુધી એવી દશા પણ ન હોય અથવા એ પ્રકારે મુમુક્ષુ સમજી ન લે ત્યાં સુધી તને નિશ્ચયદશા કેમ પ્રાપ્ત થઈ શકે? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયદશા પ્રગટે જ નહીં.
એ ખ્યાલમાં રાખવું કે વ્યવહારદશા વખતે રાગ છે તેથી મુમુક્ષુને તે ટાળવાયોગ્ય છે, તે લાભદાયક નથી. સ્વાશ્રિત એકતારૂપ નિશ્ચયદશા જ લાભદાયક છે-એવું જો પહેલેથી જ લક્ષ હોય તો જ તેને વ્યવહારદશા હોય છે. જો પહેલેથી જ એવી માન્યતા ન હોય અને તે રાગદશાને જ ધર્મ અગર ધર્મનું કારણ માને તો તેને કદી ધર્મ થાય નહિ અને તેને તે વ્યવહારદશા પણ કહેવાય નહીં; ખરેખર તે વ્યવહારાભાસ છે-એમ સમજવું. માટે રાગરૂપ વ્યવહારદશા ટાળીને નિશ્ચયદશા પ્રગટ કરવાનું લક્ષ પહેલેથી જ હોવું જોઈએ.
એવી દશા થઈ જતાં જ્યારે સાધુ સ્વલક્ષ તરફ વળે છે, ત્યારે સ્વયમેવ સમ્યગ્દર્શનમય-સમ્યગ્જ્ઞાનમય તથા સમ્યક્ચારિત્રમય થઈ જાય છે. તેથી તે પોતાથી અભેદરૂપ-રત્નત્રયની દશા છે અને તે યથાર્થ વીતરાગદશા હોવાથી નિશ્ચયરત્નત્રયરૂપ કહેવામાં આવે છે.
આ અભેદ અને ભેદનું તાત્પર્ય સમજી જતાં એ વાત માનવી પડશે કે વ્યવહારરત્નત્રય તે યથાર્થ રત્નત્રય નથી. તેથી તેને હેય કહેવામાં આવે છે. જો સાધુ તેમાં જ લાગ્યા રહે તો તેનો તે વ્યવહારમાર્ગ મિથ્યામાર્ગ છે, નિરુપયોગી છે. એમ કહેવું જોઈએ કે તે સાધુએ તેને હેયરૂપ ન જાણતાં યથાર્થરૂપ જાણી રાખ્યો છે. જે જેને યથાર્થરૂપ જાણે અને માને તે તેને કદી છોડે નહિ; તેથી તે સાધુનો વ્યવહારમાર્ગ મિથ્યામાર્ગ છે અથવા તે અજ્ઞાનરૂપ સંસારનું કારણ છે.
વળી તેવી જ રીતે જે વ્યવહારને હેય સમજીને અશુભભાવમાં રહે છે અને નિશ્ચયનું અવલંબન કરતા નથી તે ઉભયભ્રષ્ટ (શુદ્ધ અને શુભ બન્નેથી ભ્રષ્ટ) છે. નિશ્ચયનયનું
Page 629 of 655
PDF/HTML Page 684 of 710
single page version
૬૩૦] [ મોક્ષશાસ્ત્ર અવલંબન પ્રગટયું નથી અને વ્યવહારને તો હેય માનીને અશુભમાં રહ્યા કરે છે તેઓ નિશ્ચયને લક્ષે શુભમાં પણ જતા નથી તો પછી તેઓ નિશ્ચય સુધી પહોંચી શકે નહીં-એ નિર્વિવાદ છે.
આ શ્લોકમાં અભેદ રત્નત્રયનું સ્વરૂપ કૃદંત શબ્દો દ્વારા કર્તૃભાવ-સાધન શબ્દોનું અભેદપણું બતાવીને સિદ્ધ કર્યું. હવે આગળના શ્લોકોમાં ક્રિયાપદોદ્વારા કર્તાકર્મભાવ વગેરેમાં વિભક્તિનું રૂપ દેખાડીને અભેદ સિદ્ધ કરે છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव स
અર્થઃ– જે નિજસ્વરૂપને દેખે છે, નિજસ્વરૂપને જાણે છે અને નિજસ્વરૂપ અનુસાર પ્રવૃત્તિ કરે છે તે આત્મા જ છે, તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેરૂપ આત્મા જ છે.
અર્થઃ– જે પોતાના સ્વરૂપને દેખવામાં આવે છે, પોતાના સ્વરૂપને જાણવામાં આવે છે અને પોતાના સ્વરૂપને ધારણ કરવામાં આવે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે, પરંતુ તન્મય આત્મા જ છે તેથી આત્મા જ અભેદરૂપથી રત્નત્રયરૂપ છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १०।।
અર્થઃ– જે નિજસ્વરૂપ દ્વારા દેખવામાં આવે છે. નિજસ્વરૂપ દ્વારા જાણવામાં આવે છે અને નિજસ્વરૂપ દ્વારા સ્થિરતા થાય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે કોઈ જુદી ચીજ નથી, પણ તન્મય આત્મા જ અભેદરૂપથી રત્નત્રયરૂપ છે.
અર્થઃ– જે સ્વરૂપની પ્રાપ્તિને માટે દેખે છે. જે સ્વરૂપની પ્રાપ્તિને માટે જાણે છે
Page 630 of 655
PDF/HTML Page 685 of 710
single page version
ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ] [ ૬૩૧ તથા જે સ્વરૂપની પ્રાપ્તિને માટે પ્રવૃત્તિ કરે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર નામવાળાં રત્નત્રય છે; તે કોઈ જુદી ચીજ નથી પરંતુ તે-મય આત્મા જ છે અર્થાત્ આત્મા તે રત્નત્રયથી જુદો નથી પણ તન્મય જ છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १२।।
અર્થઃ– જે નિજસ્વરૂપથી દેખે છે, નિજસ્વરૂપથી જાણે છે તથા નિજસ્વરૂપથી વર્તે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ રત્નત્રય છે; તે બીજું કોઈ નથી પણ તન્મય થયેલો આત્મા જ છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १३।।
અર્થઃ– જે નિજસ્વરૂપના સંબંધને દેખે છે, નિજસ્વરૂપના સંબંધને જાણે છે તથા નિજસ્વરૂપના સંબંધની પ્રવૃત્તિ કરે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે આત્માથી જુદી બીજી કોઈ ચીજ નથી પણ આત્મા જ તન્મય છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १४।।
અર્થઃ– જે નિજસ્વરૂપમાં દેખે છે, જે નિજસ્વરૂપમાં જાણે છે તથા જે નિજસ્વરૂપમાં સ્થિર થાય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે આત્માથી કોઈ ભિન્ન વસ્તુ નથી પણ આત્મા જ તન્મય છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १५।।
અર્થઃ– જે દેખવારૂપ, જાણવારૂપ તથા ચારિત્રરૂપ ક્રિયાઓ છે તે દર્શન-જ્ઞાન-
Page 631 of 655
PDF/HTML Page 686 of 710
single page version
૬૩૨ ] [ મોક્ષશાસ્ત્ર ચારિત્રરૂપ રત્નત્રય છે; પરંતુ એ ક્રિયાઓ આત્માથી કોઈ જુદી ચીજ નથી. તન્મય આત્મા જ છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १६।।
અર્થઃ– જે દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણોનો આશ્રય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. દર્શનાદિ ગુણો આત્માથી જુદી કોઈ ચીજ નથી પરંતુ આત્મા જ તન્મય થયો માનવો જોઈએ અથવા આત્મા તન્મય જ છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव स स्मृतः।। १७।।
અર્થઃ– સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય પર્યાયોનો જે આશ્રય છે તે દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ રત્નત્રય છે. રત્નત્રય આત્માથી કોઈ જુદી ચીજ નથી, આતમા જ તન્મય થઈને રહે છે અથવા તન્મય જ આત્મા છે. આત્મા તેનાથી કોઈ જુદી ચીજ નથી.
दर्शनज्ञानचारिक्रमयस्यात्मन एव ते।। १८।।
અર્થઃ– દર્શન-જ્ઞાન-ચારિત્રના જે પ્રદેશો બતાવવામાં આવ્યા છે તે આત્માના પ્રદેશોથી કાંઈ ભિન્ન નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્માના જ તે પ્રદેશો છે. અથવા દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રદેશરૂપ જ આત્મા છે અને તે જ રત્નત્રય છે. જેમ આત્માના પ્રદેશો અને રત્નત્રયના પ્રદેશો ભિન્ન ભિન્ન નથી તેમ પરસ્પર દર્શનાદિ ત્રણેના પ્રદેશો પણ ભિન્ન નથી, તેથી આત્મા અને રત્નત્રય ભિન્ન નથી પણ આત્મા તન્મય જ છે.
અર્થઃ– અગુરુલઘુ નામનો ગુણ હોવાથી વસ્તુમાં જેટલા ગુણો છે તે એ સીમાથી અધિક પોતાની હાનિ-વૃદ્ધિ કરતા નથી; એ જ બધા દ્રવ્યોમાં અગુરુલઘુગુણનું પ્રયોજન
Page 632 of 655
PDF/HTML Page 687 of 710
single page version
ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ] [ ૬૩૩ છે. એ ગુણના નિમિત્તથી બધા ગુણોમાં જે સીમાનું ઉલ્લંઘન થતું નથી તેને પણ અગુરુલઘુ કહેવાય છે; તેથી અહીં અગુરુલઘુને દર્શનાદિકનું વિશેષણ કહેવું જોઈએ.
અર્થાત્–અગુરુલઘુરૂપ પ્રાપ્ત થવાવાળા જે દર્શન, જ્ઞાન, ચારિત્ર છે તે આત્માથી જુદાં નથી અને પરસ્પરમાં પણ તેઓ કાંઈ જુદાં જુદાં નથી; દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ જે રત્નત્રય છે, તેનું તે (અગુરુલઘુ) સ્વરૂપ છે અને તે તન્મય જ છે. એ રીતે અગુરુલઘુરૂપ રત્નત્રયમય આત્મા છે, પણ આત્મા તેનાથી જુદી ચીજ નથી. કેમ કે આત્માનો અગુરુલઘુસ્વભાવ છે અને આત્મા રત્નત્રયસ્વરૂપ છે તેથી તે સર્વે આત્માથી અભિન્ન છે.
दर्शनज्ञानचारिक्रमयस्यात्मन एव ते।। २०।।
અર્થઃ– દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે તે સર્વે આત્માના જ છે; કેમ કે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે રત્નત્રય છે તે આત્માથી ભિન્ન નથી. દર્શન- જ્ઞાન-ચારિત્રમય જ આત્મા છે, અથવા તો દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મામય જ છે, તેથી રત્નત્રયના જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આત્માના જ છે. પરસ્પરમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પણ અભિન્ન જ છે.
આ રીતે જો રત્નત્રયનાં જેટલાં વિશેષણો છે તે સર્વે આત્માનાં જ છે અને આત્માથી અભિન્ન છે તો રત્નત્રયને પણ આત્મસ્વરૂપ જ માનવું જોઈએ.
આ પ્રકારે અભેદરૂપથી જે નિજાત્માનાં દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તે નિશ્ચયરત્નત્રય છે, તેના સમુદાયને (-એકતાને) નિશ્ચય મોક્ષમાર્ગ કહેવાય છે. આ જ મોક્ષમાર્ગ છે.
एको ज्ञाता सर्वदेवाद्वितीयः स्याद् द्रव्यार्थादेशतो मुक्तिमार्गः।। २१।।
અર્થઃ– સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, તથા સમ્યક્ચારિત્રરૂપ જુદી જુદી પર્યાયો દ્વારા જીવને જાણવો તે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ મોક્ષમાર્ગ છે. અને એ સર્વે પર્યાયોમાં જ્ઞાતા જીવ એક જ સદા રહે છે, પર્યાય તથા જીવનો કોઈ ભેદ નથી-એમ રત્નત્રયથી આત્માને અભિન્ન જાણવો તે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ મોક્ષમાર્ગ છે.
Page 633 of 655
PDF/HTML Page 688 of 710
single page version
૬૩૪ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થાત્ રત્નત્રયથી જીવ અભિન્ન છે અથવા ભિન્ન છે એમ જાણવું તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું સ્વરૂપ છે; પરંતુ રત્નત્રયમાં ભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે વ્યવહારમોક્ષમાર્ગ છે અને અભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે નિશ્ચયમોક્ષમાર્ગ છે. તેથી ઉપરના શ્લોકોનું તાત્પર્ય એ છે કેઃ-
આત્માને પ્રથમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય દ્વારા જાણીને પર્યાય ઉપરથી લક્ષ ઉઠાવી પોતાનો ત્રિકાળી સામાન્ય ચૈતન્યસ્વભાવ-જે દ્રવ્યાર્થિકનયનો વિષય છે તે તરફ વળતાં શુદ્ધતા અને નિશ્ચયરત્નત્રય પ્રગટે છે.
निर्वाणमार्गमधितिष्ठति निष्प्रकम्पः।
संसारबन्धमवधूय स धूतमोह–
श्चेतन्यरुपमचलं शिवतत्त्वमेति।। २२।।
અર્થઃ– બુદ્ધિમાન અને સંસારથી ઉપેક્ષિત થયેલ જે જીવ આ ગ્રંથને અથવા તત્ત્વાર્થના સારને આ ઉપર કહેલા પ્રકારે સમજીને નિશ્ચલતાપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થશે તે જીવ મોહનો નાશ કરી સંસારબંધને દૂર કરી, નિશ્ચળ ચૈતન્યસ્વરૂપી મોક્ષતત્ત્વને (-શીવતત્ત્વને) પ્રાપ્ત કરી શકે છે.
वाक्यानि चास्य शास्क्रस्य
અર્થઃ– વર્ણો (અર્થાત્ અનાદિસિદ્ધ અક્ષરોનો સમૂહ) આ પદોના કર્તા છે, પદાવલિ વાક્યોના કર્તા છે અને વાક્યોએ આ શાસ્ત્ર કર્યું છે. આ શાસ્ત્ર મેં (- આચાર્યે) બનાવ્યું છે-એમ કોઈ એ ન સમજવું.
નોંધઃ- (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા થઈ શક્તું નથી-એ સિદ્ધાંત પ્રતિપાદન કરીને અહીં આચાર્યભગવાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જીવ જડશાસ્ત્રને બનાવી શકે નહીં.
(૨) શ્રી સમયસારની ટીકા, શ્રી પ્રવચનસારની ટીકા, શ્રી પંચાસ્તિકાયની ટીકા
ગુજરાતી ટીકાઃ પરિશિષ્ટ-૧ ] [ ૬૩પ અને શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય શાસ્ત્રના કર્તૃત્વસંબંધમાં પણ આચાર્યભગવાન શ્રી અમૃતચંદ્રસૂરિએ જણાવ્યું છે કે-આ શાસ્ત્રના અથવા ટીકાના કર્તા પુદ્ગલદ્રવ્યો છે, હું (આચાર્ય) નથી. આ તત્ત્વ-જિજ્ઞાસુઓએ ખાસ ખ્યાલમાં રાખવાની જરૂરીયાત હોવાથી આચાર્યભગવાને તત્ત્વાર્થસાર પૂરું કરતાં પણ તે સ્પષ્ટપણે જણાવ્યું છે. માટે પ્રથમ ભેદવિજ્ઞાન પ્રાપ્ત કરી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહીં એમ નક્કી કરવું; એ નક્કી કરતાં જીવને પોતા તરફ જ વળવાનું રહે છે. હવે પોતા તરફ વળતાં પોતામાં બે પડખાં છે. તેમાં એક ત્રિકાળી ચૈતન્યસ્વભાવ-જે પરમપારિણામિકભાવ કહેવાય છે-તે છે. અને બીજું પોતાની વર્તમાન પર્યાય છે. પર્યાય ઉપર લક્ષ કરતાં વિકલ્પ (-રાગ) ટળતા નથી, માટે ત્રિકાળી ચૈતન્યસ્વભાવભાવ તરફ વળવા માટે સર્વ વીતરાગી શાસ્ત્રોની અને શ્રી ગુરુઓની આજ્ઞા છે. માટે તે તરફ વળી પોતાની શુદ્ધદશા પ્રગટાવવી એ જ જીવનું કર્તવ્ય છે. માટે તે પ્રમાણે જ કરવા સર્વ જીવોએ પુરુષાર્થ કરવો જોઈએ. તે શુદ્ધદશાને જ મોક્ષ કહે છે. ‘મોક્ષ’ નો અર્થ નિજશુદ્ધતાની પૂર્ણતા અથવા સર્વ સમાધાન છે. અને તે જ અવિનાશી અને શાશ્વત-ખરું સુખ છે. જીવ દરેક સમયે સાચું કાયમી સુખ મેળવવા ઇચ્છે છે અને પોતાના જ્ઞાન અનુસાર ઉપાય પણ કરે છે, પણ તેને મોક્ષના સાચા ઉપાયની ખબર ન હોવાથી ઊંધા ઉપાય હરસમયે કર્યા કરે છે. તે ઊંધા ઉપાયથી પાછા હઠીને સવળા ઉપાય તરફ લાયક જીવો વળે-એટલો આ શાસ્ત્રનો હેતુ છે.
Page 635 of 655
PDF/HTML Page 690 of 710
single page version
૧. દરેક દ્રવ્ય ત્રિકાળી પર્યાયોનો પિંડ છે અને તેથી તે ત્રણેકાળના વર્તમાન પર્યાયોને લાયક છે; અને પર્યાય એક એક સમયનો છે; તેથી દરેક દ્રવ્ય દરેક સમયે તે તે સમયના પર્યાયને લાયક છે; અને તે તે સમયનો પર્યાય તે તે સમયે થવા લાયક હોવાથી થાય છે; કોઈ દ્રવ્યનો પર્યાય આઘો-પાછો થતો જ નથી.
૨. માટીદ્રવ્ય (-માટીના પરમાણુઓ) પોતાના ત્રણે કાળના પર્યાયોને લાયક છે, છતાં ત્રણે કાળે એક ઘડો થવાની જ તેમાં લાયકાત છે એમ માનવામાં આવે તો, માટી દ્રવ્ય એક પર્યાય પૂરતું જ થઈ જાય અને તેના દ્રવ્યપણાનો નાશ થાય.
૩. માટીદ્રવ્ય ત્રણે કાળે ઘડો થવાને લાયક છે એમ કહેવામાં આવે છે તે, પરદ્રવ્યોથી માટીને જુદી પાડીને એમ બતાવવા માટે છે કે માટી સિવાય બીજા દ્રવ્યો માટીનો ઘડો થવાને કોઈ કાળે લાયક નથી. પરંતુ જે વખતે માટીદ્રવ્યનો તથા તેના પર્યાયની લાયકાતનો નિર્ણય કરવાનો હોય ત્યારે, ‘માટીદ્રવ્ય ત્રણે કાળે ઘડો થવાને લાયક છે’ એમ માનવું તે મિથ્યા છે; કેમ કે તેમ માનતાં; માટીદ્રવ્યના બીજા જે પર્યાયો થાય છે તે પર્યાયો થવાને માટીદ્રવ્ય લાયક નથી, તોપણ થાય છે-એમ થયું કે જે સર્વથા ખોટું છે.
૪. ઉપરનાં કારણોને લીધે, ‘માટી દ્રવ્ય ત્રણેકાળ ઘડો થવાને લાયક છે અને કુંભાર ન આવે ત્યાં સુધી ઘડો થતો નથી’ એમ માનવું તે મિથ્યા છે; પણ માટી દ્રવ્યનો પર્યાય જે સમયે ઘડાપણે થવાને લાયક છે તે એક સમયની જ લાયકાત હોવાથી તે જ સમયે ઘડા-રૂપ પર્યાય થાય, આઘો-પાછો થાય નહિ; અને તે વખતે કુંભાર વગરે નિમિત્તો સ્વયં યોગ્ય સ્થળે હોય જ.
પ. દરેક દ્રવ્ય પોતે જ પોતાના પર્યાયનો સ્વામી હોવાથી તેનો પર્યાય તે તે સમયની લાયકાત પ્રમાણે સ્વયં થયા જ કરે છે; એ રીતે દરેક દ્રવ્યનો પોતાનો પર્યાય દરેક સમયે તે તે દ્રવ્યને જ આધીન છે, બીજા કોઈ દ્રવ્યને આધીન તે પર્યાય નથી.
Page 636 of 655
PDF/HTML Page 691 of 710
single page version
ગુજરાતી ટીકાઃ પરિશિષ્ટ-૨ ] [ ૬૩૭
૬. જીવદ્રવ્ય ત્રિકાળ પર્યાયનો પિંડ છે. તેથી તે ત્રિકાળ વર્તમાન પર્યાયોને લાયક છે. અને પ્રગટ પર્યાય એક સમયનો હોવાથી તે તે પર્યાયને લાયક છે.
૭. જો એમ ન માનવામાં આવે તો, એક પર્યાય પૂરતું જ દ્રવ્ય થઈ જાય. દરેક દ્રવ્ય પોતાના પર્યાયનો સ્વામી હોવાથી તેનો વર્તમાન વર્તતો એક એક સમયનો પર્યાય છે તે, તે દ્રવ્યને હાથ છે-આધીન છે.
૮. જીવને ‘પરાધીન’ કહેવામાં આવે છે તેનો અર્થ ‘પર દ્રવ્યો તેને આધીન કરે છે અથવા તો પરદ્રવ્યો તેને પોતાનું રમકડું બનાવે છે’ એમ નથી, પણ તે તે સમયનો પર્યાય જીવ પોતે પર દ્રવ્યના પર્યાયને આધીન થઈ કરે છે. પરદ્રવ્યો કે તેનો કોઈ પર્યાય જીવને કદી પણ આશ્રય આપી શકે, તેને રમાડી શકે, હેરાન કરી શકે કે સુખી-દુઃખી કરી શકે-એ માન્યતા જૂઠ્ઠી છે.
૯. દરેક દ્રવ્ય સત્ છે, માટે તે દ્રવ્યે, ગુણે ને પર્યાયે પણ સત્ છે અને તેથી તે હંમેશા સ્વતંત્ર છે. જીવ પરાધીન થાય છે તે પણ સ્વતંત્રપણે પરાધીન થાય છે. કોઈ પરદ્રવ્ય કે તેનો પર્યાય તેને પરાધીન કે પરતંત્ર બનાવતાં નથી.
૧૦. એ રીતે શ્રી વીતરાગદેવોએ સંપૂર્ણ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે.
Page 637 of 655
PDF/HTML Page 692 of 710
single page version
પરિશિષ્ટ–૩
અધ્યાત્મશાસ્ત્રોમાં ‘અભેદ તે નિશ્ચયનય’ એમ કહ્યું નથી. જો અભેદ તે નિશ્ચયનય એવો અર્થ કરીએ તો કોઈ વખતે નિશ્ચયનય મુખ્ય થાય, અને કોઈ વખતે વ્યવહારનય મુખ્ય થાય, કેમ કે આગમશાસ્ત્રોમાં કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય અને નિશ્ચયનયને ગૌણ કરીને કથન કરવામાં આવે છે. અધ્યાત્મશાસ્ત્રોમાં હંમેશા ‘મુખ્ય તે નિશ્ચયનય’ છે, અને તેના જ આશ્રયે ધર્મ થાય-એમ સમજાવવામાં આવે છે; અને તેમાં નિશ્ચયનય સદા મુખ્ય જ રહે છે. જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છે-એમ સમજવું. કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશા નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બન્ને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગ-દ્વેષના વિકલ્પો જ ઊઠે છે.
છ એ દ્રવ્યો, તેના ગુણો અને તેના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે; પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે. અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારીપર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનાં અનન્ય પરિણામ છે-એમ વ્યવહારનયે કહેવામાં-સમજાવવામાં આવે, પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે-એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું.
પ્રશ્નઃ– શું સાધક જીવને નય હોતા જ નથી? ઉત્તરઃ– સાધકદશામાં જ નય હોય છે. કેમ કે કેવળીને તો પ્રમાણ હોવાથી તેમને નય હોતા નથી, અજ્ઞાનીઓ વ્યવહારનયના આશ્રયે ધર્મ થાય એમ માને છે તેથી
Page 638 of 655
PDF/HTML Page 693 of 710
single page version
પરિશિષ્ટ-૩ ] [ ૬૩૯ તેમનો વ્યવહારનય તો નિશ્ચયનય જ થઈ ગયો, એટલે અજ્ઞાનીને સાચા નય હોતા નથી. એ રીતે સાધક જીવોને જ તેમના શ્રુતજ્ઞાનમાં નય પડે છે. નિર્વિકલ્પદશા સિવાયના કાળમાં જ્યારે તેમને શ્રુતજ્ઞાનના ભેદરૂપ ઉપયોગ નયપણે હોય છે ત્યારે, અને સંસારના કામમાં હોય કે સ્વાધ્યાય, વ્રત, નિયમાદિ કાર્યોમાં હોય ત્યારે, જે વિકલ્પો ઊઠે છે તે બધા વ્યવહારનયના વિષય છે; પરંતુ તે વખતે પણ તેમના જ્ઞાનમાં નિશ્ચયનય એક જ આદરણીય હોવાથી (-અને વ્યવહારનય તે વખતે હોવા છતાં પણ તે આદરણીય નહિ હોવાથી-) તેમની શુદ્ધતા વધે છે. એ રીતે સવિકલ્પ દશામાં નિશ્ચયનય આદરણીય છે અને વ્યવહારનય ઉપયોગરૂપ હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે હેયપણે છે; એ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય-એ બન્ને સાધક જીવોને એકી વખતે હોય છે.
માટે સાધક જીવોને નય હોતા જ નથી એ માન્યા સાચી નથી, પણ સાધક જીવોને જ નિશ્ચય અને વ્યવહાર-બન્ને નયો એકી સાથે હોય છે. નિશ્ચયનયના આશ્રય વિના સાચો વ્યવહારનય હોય જ નહિ. જેને અભિપ્રાયમાં વ્યવહારનયનો આશ્રય હોય તેને તો નિશ્ચયનય રહ્યો જ નહિ; કેમ કે તેને તો, જે વ્યવહારનય છે તે જ નિશ્ચયનય થઈ ગયો.
ચારે અનુયોગોમાં કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે અને કોઈ વખતે નિશ્ચયનયને મુખ્ય કરીને કથન કરવામાં આવે છે, પણ તે દરેક અનુયોગમાં કથનનો સાર એક જ છે અને તે એ છે કે-નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને જાણવા યોગ્ય છે, પણ શુદ્ધતા માટે આશ્રય કરવા યોગ્ય નિશ્ચયનય એક જ છે અને વ્યવહારનય કદી પણ આશ્રય કરવા યોગ્ય નથી-તે હંમેશા હેય જ છે એમ સમજવું.
વ્યવહારનયના જ્ઞાનનું ફળ તેનો આશ્રય છોડીને નિશ્ચયનયનો આશ્રય કરવો તે છે. જો વ્યવહારનયને ઉપાદેય માનવામાં આવે તો તે વ્યવહારનયના સાચા જ્ઞાનનું ફળ નથી પણ વ્યવહારનયના અજ્ઞાનનું એટલે કે મિથ્યાજ્ઞાનનું ફળ છે.
નિશ્ચયનયનો આશ્રય કરવો તેનો અર્થ એ છે કે, નિશ્ચયનયના વિષયભૂત આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરવો; અને વ્યવહારનયનો આશ્રય છોડવો-તેને હેય સમજવો-તેનો અર્થ એ છે કે, વ્યવહારનયના વિષયરૂપ વિકલ્પ, પરદ્રવ્યો કે સ્વદ્રવ્યની અધૂરી અવસ્થા તરફનો આશ્રય છોડવો.
અધ્યાત્મમાં મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર-એ ધોરણ હોવાથી તેમાં સદાય મુખ્યતા નિશ્ચયની જ છે, ને વ્યવહાર સદાય ગૌણપણે જ છે. અધ્યાત્મનું અર્થાત્ સાધક જીવનું આ ધોરણ છે. સાધક જીવની દ્રષ્ટિનું સળંગ ધોરણ એ જ રીતે છે.
Page 639 of 655
PDF/HTML Page 694 of 710
single page version
૬૪૦ ] [ મોક્ષશાસ્ત્ર
સાધક જીવો શરૂઆતથી અંતસુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહારને ગૌણ જ કરતા જાય છે; તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્ય-ગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી.
વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય, નિત્યપણું અને અનિત્યપણું, ઈત્યાદિ જે વિરુદ્ધ ધર્મસ્વભાવ છે તે કદી ટળતો નથી. પણ જે બે વિરુદ્ધ ધર્મો છે તેમાં એકના લક્ષે વિકલ્પ તૂટે છે અને બીજાના લક્ષે રાગ થાય છે. અર્થાત્ દ્રવ્યના લક્ષે વિકલ્પ તૂટે છે અને પર્યાયના લક્ષે રાગ થાય છે, એથી બે નયોનો વિરોધ છે. હવે, દ્રવ્યસ્વભાવની મુખ્યતા અને અવસ્થાની ગૌણતા કરીને સાધક જીવ જ્યારે સ્વભાવ તરફ ઢળી ગયો ત્યારે વિકલ્પ તૂટીને સ્વભાવમાં અભેદ થતાં જ્ઞાન પ્રમાણ થઈ ગયું. હવે તે જ્ઞાન જો પર્યાયને જાણે તોપણ ત્યાં મુખ્યતા તો સદાય દ્રવ્યસ્વભાવની જ રહે છે. એ રીતે, જે દ્રવ્યસ્વભાવની મુખ્યતા કરીને ઢળતાં જ્ઞાન પ્રમાણ થયું તે જ દ્રવ્યસ્વભાવની મુખ્યતા સાધકદશાની પૂર્ણતા સુધી નિરંતર રહ્યા કરે છે. અને જ્યાં દ્રવ્યસ્વભાવની જ મુખ્યતા છે ત્યાં સમ્યગ્દર્શનથી પાછા પડવાનું કદી હોતું જ નથી; તેથી સાધક જીવને સળંગપણે દ્રવ્યસ્વભાવની મુખ્યતાના જોરે શુદ્ધતા વધતાં વધતાં જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે વસ્તુના પરસ્પર વિરુદ્ધ બન્ને ધર્મોને (દ્રવ્ય અને પર્યાયને) એક સાથે જાણે છે, પણ ત્યાં હવે એકની મુખ્યતા ને બીજાની ગૌણતા કરીને ઢળવાનું રહ્યું નથી. ત્યાં સંપૂર્ણ પ્રમાણ થઈ જતાં બે નયોનો વિરોધ ટળી ગયો (અર્થાત્ નયો જ ટળી ગયા) તોપણ વસ્તુમાં જે વિરુદ્ધ ધર્મસ્વભાવ છે તે તો ટળતા નથી.
Page 640 of 655
PDF/HTML Page 695 of 710
single page version
૧. આ જગતમાં જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છ દ્રવ્યો અનાદિ અનંત છે, તેને ટૂંકામાં ‘વિશ્વ’ કહેવાય છે. (અધ્યાય-પ).
ર. તેઓ સત્ હોવાથી તેમના કોઈ કર્તા નથી, કે તેમના કોઈ નિયામક નથી, પણ વિશ્વના તે દરેક દ્રવ્યો પોતે સ્વતંત્રપણે નિત્ય ટકીને સમયે સમયે પોતાની નવી અવસ્થા પ્રગટ કરે છે અને જૂની અવસ્થા ટાળે છે (અ. પ સૂ. ૩૦)
૩. તે છ દ્રવ્યોમાંથી જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે તેમનામાં જ્ઞાન, આનંદ ગુણ નહિ હોવાથી તેઓ સુખી-દુઃખી નથી; જીવોમાં જ્ઞાન, આનંદ ગુણ છે પણ તેઓ પોતાની ભૂલથી અનાદિથી દુઃખી થઈ રહ્યા છે; તેમાં જે જીવો મનવાળાં છે તેઓ હિત-અહિતની પરીક્ષા કરવાની શક્તિ ધરાવતા હોવાથી તેમને દુઃખ ટાળી અવિનાશી સુખ પ્રગટ કરવાનો ઉપદેશ જ્ઞાનીઓએ આપ્યો છે.
૪. શરીરની ક્રિયા, પર જીવોની દયા, દાન, વ્રત વગેરે સુખનો ઉપાય હોવાનું અજ્ઞાની જીવો માને છે, તે ઉપાયો ખોટા છે એમ જણાવવા આ શાસ્ત્રમાં સૌથી પહેલાં જ ‘સમ્યગ્દર્શન સુખનું મૂળ કારણ છે’ એમ જણાવ્યું છે. સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી તે જીવને સમ્યક્ચારિત્ર પ્રગટ થયા વિના રહેતું જ નથી.
પ. જીવ જ્ઞાતા-દ્રષ્ટા છે અને તેનો વ્યાપાર કે જેને ઉપયોગ કહેવામાં આવે છે તે તેનું લક્ષણ છે; રાગ, વિકાર, પુણ્ય, વિકલ્પ, કરુણા વગેરે જીવનું લક્ષણ નથી-એમ તેમાં ગર્ભિતપણે કહ્યું છે (અ. ર સૂ. ૮).
૬. દયા, દાન, અણુવ્રત, મહાવ્રત, મૈત્રી આદિ ચાર ભાવના વગેરે શુભભાવો તેમ જ હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મચર્ય, પરીગ્રહ વગેરે અશુભભાવો આસ્રવનાં કારણો છે-એમ કહીને પુણ્ય-પાપ બન્નેને આસ્રવ તરીકે વર્ણવ્યા છે (અ. ૬ તથા ૭).
૭. મિથ્યાદર્શન તે સંસારનું મૂળ છે, એમ અ. ૮. સૂ. ૧ માં જણાવ્યું છે. તથા બંધનાં બીજાં કારણો અને બંધના પ્રકારોનું સ્વરૂપ પણ જણાવ્યું છે.
Page 641 of 655
PDF/HTML Page 696 of 710
single page version
૬૪૨ ] [ મોક્ષશાસ્ત્ર
૮. સંસારનું મૂળ કારણ મિથ્યાદર્શન છે, તે સમ્યગ્દર્શન વડે જ ટળી શકે, તે સિવાય ઉત્કૃષ્ટ શુભભાવ વડે પણ તે ટળી શકે નહિ. સંવર-નિર્જરારૂપ ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. તે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી અંશેઅંશે શુદ્ધિ પ્રગટતાં શ્રાવકદશા તથા મુનિદશા કેવી હોય છે તે પણ જણાવ્યું છે. મુનિઓ બાવીસ પ્રકારના પરિષહો ઉપર જય મેળવે છે એમ જણાવ્યું છે. જો કોઈ પણ વખતે મુનિ પરિષહજય ન કરે તો તેને બંધ થાય છે, તે વિષયનો સમાવેશ આઠમા બંધ અધિકારમાં આવી ગયો છે, અને પરિષહજય જ સંવર-નિર્જરા હોવાથી તે વિષય નવમા અધ્યાયમાં જણાવ્યો છે.
૯. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાની પૂર્ણતા થતાં (અર્થાત્ સંવર- નિર્જરાની પૂર્ણતા થતાં) અશુદ્ધતાનો સર્વથા નાશ થઈને જીવ સંપૂર્ણપણે જડકર્મ અને શરીરથી ભિન્ન થાય છે અને અવિચળ સુખદશા પ્રાપ્ત કરે છે, તે જ મોક્ષતત્ત્વ છે, એનું વર્ણન દસમા અધ્યાયમાં કર્યું છે.
Page 642 of 655
PDF/HTML Page 697 of 710
single page version
Page 643 of 655
PDF/HTML Page 698 of 710
single page version
[૬૪૪]
Page 644 of 655
PDF/HTML Page 699 of 710
single page version
[૬૪પ]
Page 645 of 655
PDF/HTML Page 700 of 710
single page version
[૬૪૬]