PDF/HTML Page 2241 of 4199
single page version
હું ખાઉં’ એવી પહેલાં જે ઇચ્છા હતી તે રહી નહિ કેમકે તે વખતે તો નવી બીજી ઇચ્છા થઈ જાય છે. આમ ઇચ્છાનો થંભાવ જ નથી, તે ક્ષણે ક્ષણે નાશ પામી જાય છે ત્યાં વેદકભાવ શું વેદે? બદલાતી-બદલાતી વાંછાના પ્રસંગમાં વેદકભાવ કોને વેદે? અહો! આ સમયસારમાં તો ગજબ વાત છે! કહે છે-ધાર્યું તો વેદાતું જ નથી તેથી જ્ઞાનીને વિભાવભાવનું ઇચ્છવાપણું નથી.
હવે કહે છે-‘જો એમ કહેવામાં આવે કે...’ જોયું? આ સામાવાળાની દલીલ છે તે કહે છે-કે ‘જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્યભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદ્યભાવને વેદે છે, તો (ત્યાં એમ છે કે) તે બીજો વેદ્યભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેદ્યભાવને કોણ વેદે?’
જુઓ, શું કહે છે? કે જે ઇચ્છા કરી હતી કે મારે આ પદાર્થને આ રીતે ભોગવવો તે ઇચ્છા ભોગવવાના કાળે તો ચાલી ગઈ છે તેથી તે ઇચ્છા તો વેદાઈ નહિ. તો કોઈ કહે છે કે બીજી ઇચ્છા થાય છે તેને વેદે, બીજા વેદ્યભાવને વેદે. પણ કહે છે-ભાઈ! એમ બનવું શકય નથી. કેમ? કેમકે બીજા વેદ્યભાવને વેદે તે પહેલાં જ વેદકભાવનો કાળ- ભોગવનારા ભાવનો કાળ ચાલ્યો જાય છે. જુઓ, એ જ કહે છે કે-‘તો (ત્યાં એમ છે કે) તે બીજો વેદ્યભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે.’ અહાહા...! બીજી ઇચ્છા થઈ તે પહેલાં જ જે વેદકનો-અનુભવવાનો-ભોગવવાનો કાળ હતો તે કાળ તો ચાલ્યો જાય છે. તો પછી તે બીજી ઇચ્છાને કોણ વેદે?
જુઓ, પહેલાં એમ કહ્યું કે-ભોગવવાની ઇચ્છાનો કાળ થાય છે ત્યારે વેદકભાવનો-ભોગવનારા ભાવનો કાળ હોતો નથી અને વેદકભાવ થાય છે ત્યારે ભોગવવાની ઇચ્છાનો કાળ ચાલ્યો જાય છે. હવે, બીજી ઇચ્છા (વેદ્યભાવ) કરે ત્યારે થાય છે, પરંતુ જ્યારે બીજી ઇચ્છા થાય છે ત્યારે ભોગવવાનો ભાવ-વેદકભાવ-તો છે નહિ, કેમકે બીજી ઇચ્છા ઉત્પન્ન થાય તે પહેલાં જ વેદકભાવ-ભોગવવાનો ભાવ નાશ પામી જાય છે. હવે આમ છે ત્યાં બીજી ઇચ્છાને-બીજા વેદ્યભાવને કોણ વેદે? બીજી ઇચ્છા પણ વેદાયા વિના નિષ્ફળ જ વહી જાય છે. માટે, કહે છે-જેને અંતરમાં આનંદની અનુભૂતિ છે, સ્વભાવનું જેને સહજ વેદ્ય-વેદકપણું પ્રગટ છે તેને વિભાવના વેદ્ય-વેદકભાવની ઇચ્છા હોતી નથી. અહા! આવી બહુ સૂક્ષ્મ વાત ભાઈ! સૂક્ષ્મ પડે પણ સત્યાર્થ છે પ્રભુ!
ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે! તેના વિના અજ્ઞાની જેટલાં વ્રત ને તપ કરે તે બધાંય બાળવ્રતને બાળતપ છે; કેમકે ત્યાં જેમનો પરસ્પર મેળ ખાતો નથી એવા વિભાવભાવો-વેદ્ય વેદકભાવો ઊભા છે. જ્યારે જ્ઞાની તો તેમને નિરર્થક જાણી વેદ્ય-વેદકભાવોની ભાવના જ કરતો નથી એમ અહીં સિદ્ધ કરે છે.
અહાહા...! કાંક્ષમાણ (વાંછાના ભાવ) વખતે જેને વેદવાની ઇચ્છા થઈ છે તે
PDF/HTML Page 2242 of 4199
single page version
વસ્તુ નથી; અને જ્યારે વસ્તુ આવી-વેદકભાવનો કાળ આવ્યો ત્યારે વેદવાની ઇચ્છા નથી, વેદવાની ઇચ્છા ચાલી ગઈ છે. પછી વેદકભાવ-વેદનારો ભાવ કોને વેદે?
ત્યારે કહે છે-બીજા વેદ્યભાવને વેદે; બીજી જે ઇચ્છા થઈ તેને વેદે. તો કહે છે-એ સંભવિત નથી કેમકે બીજો વેદ્યભાવ આવે ત્યારે તે વેદકભાવ- ભોગવનારો ભાવ હતો તેનો કાળ ચાલ્યો ગયો હોય છે. તેથી બીજા વેદ્યભાવને-બીજી ઇચ્છાને કોણ વેદે? માટે, અજ્ઞાનીની ઇચ્છા નિરર્થક જ છે એમ સિદ્ધ થાય છે. અહા! આવી વાત વીતરાગના શાસન સિવાય બીજે કયાંય છે નહિ. જુઓને! કેટલી છણાવટ કરી છે?
હવે કહે છે-‘જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો (ત્યાં એમ છે કે) તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેદે?’
શું કહ્યું? કે ‘આ વસ્તુને હું વેદું’-એવી વેદ્યની બીજી ઇચ્છા થઈ ત્યારે પહેલો વેદકભાવ-ભોગવવાનો ભાવ નથી, નાશ પામી ગયો હોય છે; અને જ્યારે બીજો વેદકભાવ આવે છે ત્યારે બીજા વેદ્યભાવનો-વાંછાના ભાવનો નાશ થઈ જાય છે અર્થાત્ જે બીજી ઇચ્છા થઈ હતી તે ઇચ્છા રહેતી નથી. આમ કયાંય મેળ ખાતો નથી. ભાઈ! આ તો ધીમે ધીમે કહેવાય છે; સમજાય એટલું સમજવું બાપુ! અહાહા...! જૈન પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે જે ધર્મસભામાં કહ્યું તે સ્વરૂપ આ છે અને તે સંતો જગત પાસે જાહેર કરે છે. ભાઈ! તારા હિતનો પંથ આ છે બાપા!
કહે છે-‘તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે, પછી તે બીજો વેદકભાવ શું વેદે?’ એટલે કે જે વખતે બીજી ઇચ્છા થઈ ત્યારે જેને વેદવું છે તેનો (પહેલો) વેદકભાવ નથી, ભોગવવાના ભાવનો કાળ નથી; અને જ્યારે બીજો વેદકભાવ આવ્યો ત્યારે બીજો વેદ્યભાવ-વાંછા કરનારો ભાવ રહેતો નથી, વિણસી ગયો હોય છે. આમ છે ત્યાં બીજો વેદકભાવ કોને વેદે? આ પ્રમાણે ઇચ્છેલું વેદાતું જ નથી એમ જાણીને જેને નિત્યની દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની અનિત્ય એવા વિભાવભાવની ઇચ્છા કરતો નથી.
પ્રશ્નઃ– પણ જ્ઞાની ઇચ્છા કરતો હોય તેમ દેખાય તો છે? ઉત્તરઃ– ભાઈ! એ તો થઈ જાય છે, કરતો નથી. જ્ઞાનીને ઇચ્છાની ઇચ્છા હોતી નથી. એ તો જે ઇચ્છા થાય છે તેનો જાણનાર જ રહે છે.
એ જ કહે છે-કે ‘આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.’
PDF/HTML Page 2243 of 4199
single page version
જોયું? કાંક્ષમાણ ભાવના વેદનની અર્થાત્ ઇચ્છાયેલા ભાવના વેદનની અનવસ્થા છે, અર્થાત્ ઇચ્છાયેલા ભાવના વેદનનો મેળ જ ખાતો નથી. અહો! આચાર્યદેવની સમજાવવાની કોઈ અદ્ભુત શૈલી છે! કહે છે-ઇચ્છાયેલા ભાવને વેદવાનો કોઈ મેળ જ ખાતો નથી. આવું જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ભાષા જોઈ? ‘ज्ञानी न किञ्चिदेव कांक्षति’–જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ‘एव’ પદ છે ને! મતલબ કે નિશ્ચયથી જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. એટલે કે આ લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, પરિવાર, આબરૂ, રાજપદ કે દેવપદ ઇત્યાદિ મને હો-એમ કાંઈ પણ વાંછતો નથી. ભાઈ! આવું સૂક્ષ્મ છે, છતાં સમજાય એવું છે હોં. હવે ભાવાર્થ કહેશે.
‘વેદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદ્યભાવ હોતો નથી અને જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી.’
જુઓ, આમાં પાછું વેદક પહેલાં ને વેદ્યભાવ પછી-એમ લીધું. એ તો મૂળ પાઠ છે ને? એનું અનુસરણ કર્યું છે. જ્યારે ટીકામાં વેદ્ય અને વેદક-એમ લીધું છે કારણ કે પહેલાં વેદ્ય અને પછી વેદકભાવ હોય છે. આનો ખુલાસો પહેલાં થઈ ગયો છે.
અહીં કહે છે-વેદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. અર્થાત્ અનુભવવાના કાળનો અને ઇચ્છાના કાળનો પરસ્પર ભેદ છે.
પણ આ તો બહું ઝીણું છે. ભાઈ! આ તો હળવે હળવે કહેવાયું છે. સમજાય એટલું સમજવું બાપુ! ઝીણું પડે તો ઉપયોગ ઝીણો કરીને વિચારવું. અરે! એણે કદી સાંભળ્યુંય નથી પછી નિત્યસ્વભાવમાં તે કયાંથી જાય? અહા! એને કાંક્ષા નામ ઇચ્છાનો નાશ કેમ થાય? કરવાનું તો આ સમજવાનું છે પ્રભુ! પણ અરે! અનંતકાળમાં તે આ સમજ્યો નથી! મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે-નિશ્ચયને (શુદ્ધ ચૈતન્યસ્વરૂપને) સમજવાનો કાળ આવ્યો ત્યારે નિશ્ચયને (શુદ્ધ આત્માને) માન્યો નહિ અને તેનો વ્યવહારમાં-રાગમાં કાળ વહી ગયો. અહા! રાગની મંદતાના પ્રયત્ન વડે વ્યવહારમાં -રાગમાં એનો કાળ વહી ગયો. અહા! રાગની મંદતાના-દયા, દાન, વ્રત આદિના વિકલ્પની આડે એને નિશ્ચય (શુદ્ધ ચૈતન્યસ્વરૂપ) સમજવાનો કાળ આવ્યો જ નહિ! ખૂબ ગંભીર વાત છે ભાઈ!
પંડિતપ્રવર શ્રી ટોડરમલજીના સમયમાં એક બ્ર. રાયમલજી થઈ ગયા છે, તેમણે લખ્યું છે કે-દેવ-ગુરુ-શાસ્ત્ર, દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમ, પૂજા, ભક્તિ ઇત્યાદિ વિષે જે પરિણામ છે તે પર તરફના વલણવાળા મંદ કષાયના પરિણામ છે. તથા છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ, ગુણસ્થાન-માર્ગણાસ્થાન ઇત્યાદિ વિશે ચિંતવન
PDF/HTML Page 2244 of 4199
single page version
કરે તે એથીય વિશેષ મંદકષાયના પરિણામ છે. વળી દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારમાં ઉપયોગને લગાવે તો અધિક-અધિક મંદકષાયના પરમ શુક્લલેશ્યાના પરિણામ થાય. મંદકષાયની અપેક્ષાએ સૂક્ષ્મ લેતાં લેતાં ઠેઠ ‘હું એક જ્ઞાયકભાવ છું’-એવો સૂક્ષ્મ વિકલ્પ પણ મંદકષાયના પરિણામ છે, પણ તે અકષાયભાવ નથી. ભાઈ! કષાયભાવના આશ્રયે અકષાયભાવ-વીતરાગભાવ ન પ્રગટે. જ્યાં સુધી અંદર ‘હું એક જ્ઞાયકભાવ છું’ એવો પણ વિકલ્પ છે ત્યાં સુધી તેને સ્વનો આશ્રય નથી અને સ્વના આશ્રય વિના, સ્વમાં અભેદરૂપ પરિણમન થયા વિના વીતરાગતા કે સમ્યગ્દર્શન થતું નથી. પંડિત શ્રી ટોડરમલજીકૃત મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ આનો ખુલાસો છે. અહા! છતાં આ અજ્ઞાનીઓ કેમ માનતા નહિ હોય? અરે પ્રભુ! તું શું કરે છે આ? ભાઈ! તારી દ્રષ્ટિને મેળ ન ખાય માટે સત્યને ઉડાવી દે છે? ભાઈ! એનું ફળ બહુ આકરું છે હોં. વ્યવહારના-રાગના પક્ષને લીધે અનંતકાળ પ્રભુ! તારો સંસારની રઝળપટ્ટીમાં-દુઃખમાં ગયો છે.
અહીં ભાવાર્થમાં શ્રી જયચંદજી કહે છે-‘જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદ્યભાવ હોતો નથી અને જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે? અને જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે? માટે હવે કહે છે-‘આવી અવ્યવસ્થા જાણીને...’ જોયું? જ્ઞાની પોતે જાણનાર જ રહે છે. આ સિદ્ધાંત છે કે જ્ઞાની જાણનાર જ રહે છે. કહે છે-‘આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી.’ આવી વાત છે.
આની સ્પષ્ટતા તો થઈ ગઈ છે. અહીં શું કહે છે? કે વેદકભાવ એટલે વેદવાનો- ભોગવવાનો ભાવ. પર પદાર્થના લક્ષથી વેદવાનો ભાવ તે વેદકભાવ છે, અને વેદ્ય એટલે વાંછા કરનારો ભાવ, અર્થાત્ આને હું ભોગવું એવી ઇચ્છા કરનારો ભાવ તે વેદ્યભાવ છે. અહીં કહે છે-તે બન્નેને કાળભેદ છે. બન્નેનો મેળ ખાતો જ નથી. કોઈ પણ સામગ્રીની- સ્ત્રી, પૈસા, મકાન આદિની વાંછા થઈ તે વેદ્યભાવ. તે વેદ્યભાવના કાળે તે વસ્તુ હોતી નથી. વસ્તુ જો હોય તો વાંછા શું કામ થાય? એટલે ઇચ્છાના કાળે ભોગવવાનો કાળ હોતો નથી. અને જ્યારે વસ્તુ આવે અને ભોગવવાનો કાળ હોય ત્યારે ઇચ્છા ચાલી ગઈ હોય છે. પછી વેદકભાવ કોને વેદે? આ પ્રમાણે વેદ્યભાવના વેદનની અનવસ્થા છે, માટે જ્ઞાની જાણનાર જ રહે છે પણ વાંછા કરતો નથી.
શું કહે છે? કે જ્ઞાનીને વેદ્ય-વેદકભાવ હોતો નથી. કેમ? કેમકે જેની દ્રષ્ટિ ધ્રુવ સ્વભાવ એક ચૈતન્યભાવ ઉપર પડી છે તે અત્યંત નાશવાન એવા વિકારભાવની વાંછા અને તેના વેદનની વાંછા કેમ કરે? અહાહા...! કોઈ સમ્યગ્દ્રષ્ટિને ૯૬ હજાર સ્ત્રી હોય
PDF/HTML Page 2245 of 4199
single page version
છતાંય કહે છે કે-તેને વિભાવભાવનો વેદ્ય-વેદકભાવ નથી. ધર્મીને તો સ્વભાવભાવની દ્રષ્ટિ હોવાથી સ્વભાવની એકાગ્રતાનું વેદ્ય-વેદકપણું હોય છે. અહાહા...! વેદવાયોગ્ય પોતે અને વેદવાનો ભાવ પણ પોતે. અહીં જે વેદ્ય-વેદકની વાત છે એ તો વિભાવના વેદ્ય- વેદકની વાત છે. અહાહા...! સ્વરૂપનો-નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેને સ્પર્શ થયો તે...
પ્રશ્નઃ– સ્પર્શ થયો એટલે શું? ઉત્તરઃ– સ્પર્શ થયો એટલે ભગવાન આત્મા પ્રતિ ઝુકાવ થયો. ખરેખર પર્યાય કાંઈ દ્રવ્યને સ્પર્શતી નથી. પર્યાય તો પર્યાયરૂપ રહીને દ્રવ્યનાં શ્રદ્ધાન-જ્ઞાન કરે છે, પણ તે કાંઈ દ્રવ્યમાં ભળી જઈને તેનાં શ્રદ્ધાન-જ્ઞાન કરતી નથી, અને દ્રવ્ય પણ પોતે પર્યાયમાં આવતું નથી; પરંતુ પર્યાયમાં દ્રવ્ય સંબંધીનું-દ્રવ્યના સામર્થ્યનું જ્ઞાન ને શ્રદ્ધાન આવે છે. આ પ્રમાણે અહાહા...! જેને નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન થયાં છે તે ધર્મીને વાંછા-આને હું ભોગવું, વા મને આ હો-એવી વાંછા થતી નથી; કેમકે વાંછાના કાળને અને જે વાંછયું છે તેના ભોગના-સામગ્રીને ભોગવવાના-કાળને ભેદ છે, બેનો મેળ થતો નથી. સમજાણું કાંઈ...?
આજકાલ સામયિકોમાં ચર્ચા આવે છે કે-નિમિત્ત અકિંચિત્કર છે; માટે, પેટ્રોલથી મોટર ચાલે છે એમ નથી. ભાઈ! આ વાત ભલે શાસ્ત્રમાં ન નીકળે, પણ ન્યાય તો આવો નીકળે છે કે નહિ? પહેલાં આવો દાખલો ન હતો એટલે શાસ્ત્રમાં મળે નહિ, પરંતુ તત્ત્વ તો આમ છે કે નહિ? પેટ્રોલથી મોટર ચાલે નહિ કેમકે પેટ્રોલ ભિન્ન ચીજ છે ને પરમાણુની ગતિ ભિન્ન ચીજ છે. ભિન્ન ચીજ ભિન્નનું કાર્ય કેમ કરે? હા, નિમિત્ત હો, પણ ઉપાદાનમાં તે કાર્ય કરે છે વા વિલક્ષણતા પેદા કરે છે એમ છે નહિ. ભાઈ! એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહિ એ તો અચલિત સિદ્ધાંત છે. જો નિમિત્ત પરમાં-ઉપાદાનમાં કાર્ય કરે તો નિમિત્ત રહે જ નહિ. માટે નિમિત્ત પરમાં અકિંચિત્કર છે એ યથાર્થ છે.
પ્રશ્નઃ– આપ કહો છો કે પેટ્રોલથી મોટર ચાલે છે એમ નથી, પણ જોવામાં તો એમ આવે છે કે-મોટર પેટ્રોલથી ચાલે છે, પેટ્રોલ ન હોય તો તે ન ચાલે.
ઉત્તરઃ– અરે ભાઈ! તું સંયોગને જ જુએ છે. પણ રજકણની-સ્કંધમાં જે રજકણો છે તે પ્રત્યેક રજકણની-પર્યાય તે કાળે (ગતિના કાળે) સ્વકાળે સ્વતંત્ર પોતાથી થાય છે. આવું જ સ્વરૂપ છે. માટે, મોટરની ગતિ પેટ્રોલથી થાય છે એમ છે નહિ. (મોટરની સ્થિતિના કાળમાં પણ રજકણોનું એવું જ સ્થિતિરૂપ સ્વતંત્ર પરિણમન હોય છે). વાત તો આ ખરી છે. આ તો તત્ત્વનું સ્વરૂપ સમજાવવા દાખલો આપ્યો છે.
PDF/HTML Page 2246 of 4199
single page version
જુઓ, અગ્નિથી પાણી ગરમ થતું નથી, કેમકે અગ્નિ છે તે ભિન્ન ચીજ છે ને પાણી છે તે ભિન્ન ચીજ છે. આમ હોતાં અગ્નિથી પાણી કેમ ગરમ થાય? પ્રત્યેક દ્રવ્યનો સ્વકાળ છે અને તે સ્વતંત્રપણે કર્તા થઈને તે તે પર્યાયને કરે છે. તેમાં અન્ય વસ્તુ નિમિત્ત હો, પણ તે નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે અર્થાત્ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એમ નથી. ભાઈ! આ વાત અક્ષરે-અક્ષર સત્ય છે, પરમ સત્ય છે.
અહીં કહે છે-જ્યારે વેદકભાવ હોય છે અર્થાત્ સામગ્રીને ભોગવવાનો કાળ હોય છે ત્યારે વેદ્યભાવ-વાંછા કરનારો ભાવ હોતો નથી; અને જ્યારે વેદ્યભાવ-વાંછાનો કાળ હોય છે ત્યારે વેદકભાવ-ભોગવવાનો કાળ હોતો નથી; ઇચ્છાના કાળે અનુભવનો કાળ હોતો નથી.
જુઓ, નેમિનાથ ભગવાને સ્નાન કર્યા પછી એક વાર શ્રીકૃષ્ણની રાણી રૂકમણિને કહ્યું કે-કપડાં ધોઈ નાખો. ત્યારે રૂકમણિએ કહ્યું-અમે કાંઈ તમારી સ્ત્રી નથી તે તમે હુકમ કરો ને અમે કપડાં ધોઈ નાખીએ. એવું હોય તો પરણી જાઓ ને! આમ વાતચીત કરતાં કરતાં પરણવાનું ખૂબ કહ્યું ત્યારે ભગવાને ‘ઓમ્’-એમ કહ્યું. શું? હા, એમ નહિ, પણ ‘ઓમ્’-એટલે કે સ્વીકારવાની વૃત્તિ આવી. તેઓ તો સમકિતી હતા. એટલે આ લઉં ને આ ભોગવું-એમ કર્તાબુદ્ધિ કયાં હતી? પણ લગ્નની હા પાડી એટલે સાધારણ (અસ્થિરતાની) વૃત્તિ-વાંછા આવી. હવે વાંછા આવી ત્યારે વેદકભાવ નથી, અને જ્યારે લગ્ન કરવા ગયા અને જ્યાં પશુને જોયાં ત્યાં થયું કે આ શું? અમારા લગ્ન પ્રસંગથી આ પ્રાણીઓનો વધ? આમ જે વૃત્તિ-ઇચ્છા હતી તે રહી નહિ. જોયું? લગ્ન કરવા ગયા પણ ‘સારથિ! રથ પાછો હાંક’-એમ કહ્યું. તો વૃત્તિ થઈ ત્યારે વેદકભાવ લગ્નપ્રસંગ નહોતો અને લગ્નપ્રસંગ આવ્યો ત્યારે વૃત્તિ વિણસી ગઈ. પછી તો એકદમ પોતાને વૈરાગ્ય થઈ ગયો.
જુઓ, આ તો તીર્થંકર અને ત્રણ જ્ઞાનના ધણી હતા, છતાં આટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા; કેમકે એમ કાંઈ તરત ચારિત્રપદ આવી જાય એવું થોડું છે? ભગવાન ઋષભદેવે પણ ૮૩ લાખ પૂર્વ સમકિતમાં ગાળ્યાં હતાં. ભગવાન મહાવીરે પણ સમકિતમાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં, અને પછી બાર વર્ષ દીક્ષામાં (મુનિદશામાં) ગાળ્યાં હતાં, ત્રીસ વર્ષ તેમને અરિહંતદશા રહી અને પછી ૭૨ વર્ષે મોક્ષ પામ્યા.
પ્રશ્નઃ– પણ સમ્યગ્દ્રષ્ટિએ ચારિત્ર ને ત્યાગનો મારગ તો ગ્રહણ કરવો જોઈએ ને? ઉત્તરઃ– હા; પરંતુ ભાઈ! ક્યો ત્યાગ? રાગના ત્યાગનો મારગ તો અંદર છે અને તે સમકિતીને સમકિતની સાથે જ અભિપ્રાયમાં અંદર પ્રગટ થયો છે. અને અસ્થિરતાના ત્યાગનો મારગ (ચારિત્ર) તો અંદર સ્થિરતાના અભ્યાસ વડે તેના
PDF/HTML Page 2247 of 4199
single page version
સ્વકાળે પ્રગટ થાય છે. બાકી બહારનો ત્યાગ એ કાંઈ વાસ્તવિક મારગ નથી.
જુઓ, આ ભાવ (વિભાવભાવનું વેદ્ય-વેદકપણું) શ્રી નેમિનાથ ભગવાનને લાગુ ન પડે. આ તો ન્યાય દર્શાવ્યો છે. બાકી જે વૃત્તિ આવી તેના પણ તેઓ તો જ્ઞાતા જ છે, કર્તા નહિ. અહાહા...! જરા વૃત્તિ આવી ને લગ્નની હા પાડી તોપણ તેઓ તો તે વૃત્તિના જ્ઞાતા જ છે. સમજાણું કાંઈ...?
અહીં તો જ્ઞાનીને વેદ્ય-વેદકભાવની-વિભાવભાવોની ભાવના હોતી નથી એમ વાત છે. કેમ હોતી નથી? કેમકે વેદ્યભાવ ને વેદકભાવને કાળભેદ છે, બેનો કોઈ મેળ નથી. કોઈ માનો ન માનો, મારગ તો આવો છે. બાપા! પંડિત શ્રી દીપચંદજીએ ભાવદીપિકામાં કહ્યું છે કે-
અત્યારે આગમ પ્રમાણે જે સમ્યક્શ્રદ્ધાન જોઈએ તે કયાંય મને દેખાતું નથી. તેમ જ સમ્યક્ શ્રદ્ધાન-સમ્યગ્દર્શન આમ જ થાય એમ પ્રરૂપણા કરનારો કોઈ વક્તા પણ દેખાતો નથી. બે વાત.
વળી જો હું સમ્યગ્દર્શનની-નિશ્ચયની વાત કરવા જાઉં છું તો સીધું મોઢે કોઈ સાંભળતું નથી. ત્રણ વાત.
તેથી હું આ લખી જાઉં છું કે-મારગ તો આ જ છે ભાઈ! ૨પ૦ વર્ષ પહેલાં દીપચંદજી આમ લખી ગયા છે. પહેલાં કરતાં અત્યારે કાંઈક ફેર છે; કેમકે આ જીવ (પૂ. ગુરુદેવનો જીવ) અમુક જાતનું (તીર્થંકરનું) દ્રવ્ય છે ને? તેથી તેને તેવી જાતના વિશેષ પુણ્યનો યોગ છે. તો કહીએ છીએ કે મારગ તો આજ છે કે જેમાં સમ્યગ્દર્શન પ્રધાન છે. માટે હે ભાઈ! પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કર; પોતાના સ્વરૂપનો સ્વાનુભવ કરીને નિર્ણય કર.
‘जदि दाएज्ज पमाणं’–એમ પાંચમી ગાથામાં છે ને? અહાહા...! પાંચમી ગાથામાં આચાર્ય કુંદકુંદ કહે છે કે હું એકત્વ-વિભક્ત આત્માને મારા નિજ વૈભવથી બતાવું છું અને જો હું બતાવું તો તું અનુભવથી પ્રમાણ કરજે. માત્ર ‘હા પાડ’ એમ નહિ, પણ સ્વાનુભવથી પ્રમાણ કરજે એમ કહે છે. અહાહા...! શું દિગંબર સંતોની વાણી! અને તેમાં પણ શ્રી કુંદકુંદાચાર્ય!!!
પ્રશ્નઃ– આપ એકલા કુંદકુંદાચાર્યને માનવા જશો તો બીજા આચાર્યોનું બલિદાન થઈ જશે?
સમાધાનઃ– અરે ભાઈ! તું શું કહે છે આ? શું આનો અર્થ આમ થાય? ભાઈ! જેમ કુંદકુંદની વાણી છે તેમ અન્ય મુનિવરોની વાણી પણ સત્યાર્થ છે. પરંતુ ભાઈ! જેની વાણીથી પ્રત્યક્ષ ઉપકાર ભાસે તેનો મહિમા અંતરમાં વિશેષ આવે છે. ભગવાન કુંદકુંદની વાણીમાં થોડા શબ્દે અપાર ગાંભીર્ય અને સ્પષ્ટતા ભાસ્યાં તો
PDF/HTML Page 2248 of 4199
single page version
તેમના પ્રતિ અહોભાવ-ભક્તિભાવ જાગ્યો. (એમાં બીજા મુનિવરો પ્રતિ અભક્તિનો કયાં સવાલ છે?)
જુઓને, દર્શનસારમાં શ્રી દેવસેનાચાર્યે શું લખ્યું છે? કે ‘શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે (શ્રી કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો, મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?’ લ્યો, આથી શું દેવસેનાચાર્યની પરંપરામાં બીજા સમર્થ ગુરુવરો-મુનિવરો હતા જ નહિ એવો અર્થ થાય છે? એવો અર્થ ન થાય ભાઈ!
અત્યારે તો કેટલાક અજ્ઞાનીઓ ટીકા કરે છે કે ભગવાન કુંદકુંદાચાર્ય શ્રી સીમંધર પરમાત્મા પાસે ગયા હતા એ વાત સંમત કરવા યોગ્ય નથી. ત્યાંથી (શ્રી સીમંધર ભગવાન પાસેથી) વાણી લઈને પાછા અહીં આવ્યા અને બોધ કર્યો એ વાત સાચી નથી એમ કોઈ કોઈ કહે છે. પણ ભાઈ! આચાર્ય દેવસેન તો આ કહે છે કે-ભગવાન! આપ સીમંધર પરમાત્મા પાસે જઈને આવી વાણી ન લાવ્યા હોત તો મુનિજનો સત્યાર્થ ધર્મ કેમ પામત? માટે યથાર્થ વાત સમજવી જોઈએ.
અહીં કહે છે-જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી અને જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે? ભાષા સાદી છે પણ ભાવ તો એણે સમજવો છે ને!
પણ આપ સમજાવો ત્યારે સમજીએ ને? એમ નથી ભાઈ! જેની જ્યારે લાયકાત હોય ત્યારે તે સમજે છે. પણ એ તો આપે ઉપાદાનની વાત કરી. વાત એમ જ છે પ્રભુ! ‘તું પ્રમાણ કરજે’-એમ (ગાથા પ માં) ન કહ્યું? મતલબ કે તું તારાથી (સ્વાનુભવથી) પ્રમાણ કરજે એમ કહ્યું છે. સમજાણું કાંઈ...?
વળી કહે છે-અને જ્યારે વેદ્યભાવ આવે છે, અર્થાત્ હવે જ્યારે બીજી વાંછાનો કાળ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે અર્થાત્ ત્યારે અનુભવનો કાળ હોતો નથી; તો પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે?
‘આવી અવ્યવસ્થા જાણીને...’ જોયું? ટીકામાં ‘અનવસ્થા’ અર્થાત્ કયાંય મેળ ખાતો નથી-એમ હતું. અહીં બેમાં અવ્યવસ્થા છે એમ કહ્યું. અહાહા...! ‘આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી.’
તો જ્ઞાનીને પણ ઇચ્છા તો થઈ આવે છે? હા; થઈ આવે છે, પણ ‘આ મને હજો,’ ‘આને હું ભોગવું’-એમ એકત્વ જ્ઞાનીને નથી. માત્ર સાધારણ વૃત્તિ ઉઠે છે અને તેના પણ તે જાણનાર જ છે. તે પણ
PDF/HTML Page 2249 of 4199
single page version
ઇચ્છાકાળે ઇચ્છાની હયાતી છે માટે એને જાણે છે એમેય નહિ. એ તો સ્વને અને પરને- ઇચ્છાને જાણતી જ્ઞાનની પર્યાય સ્વપરપ્રકાશકરૂપે સ્વતઃ પરિણમે છે. અહાહા...! જ્ઞાનીને સ્વ અને પરને જાણતું જ્ઞાન પોતાને પોતાથી પ્રગટ થયું હોય છે. જ્ઞાની કાંઈ રાગમાં તન્મય થઈને (રાગને) જાણે છે એમ નથી, એ તો રાગને પૃથક્ પરસ્વરૂપે જ જાણે છે. આવો ઝીણો મારગ બાપુ! લોકોને બિચારાઓને મૂળ મારગની ખબર ન મળે એટલે બહારનાં વ્રત, તપ, ભક્તિ ને પૂજા ઇત્યાદિ લઈને બેસી જાય પણ ભાઈ! એ તો બધા રાગના-શુભરાગના પ્રકાર છે, એ કાંઈ ધર્મ નથી વા એ વડે ધર્મ પમાશે એમ પણ નથી.
અહાહા...! કહે છે-‘આવી અવ્યવસ્થા જાણીને...’ શું અવ્યવસ્થા? કે વાંછાકાળે વેદકનો કાળ નથી અને વેદકનો કાળ આવે ત્યારે વાંછાનો કાળ રહેતો નથી, વીતી ગયો હોય છે, બીજો કાળ થઈ ગયો હોય છે. આ રીતે ‘અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે.’ જોયું? જે વૃત્તિ થઈ આવી તેનો જ્ઞાની જાણનાર જ રહે છે. તથા તેને ભોગવવાના કાળે જરી વેદન થયું તેનો પણ તે જાણનાર જ રહે છે. છતાં (જ્ઞાનની અપેક્ષાએ) ભોગવવાના કાળે જે રાગ થયો એટલું દુઃખ પણ અવશ્ય છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ તો જ્ઞાની તેનો જ્ઞાતા જ છે. પરંતુ દ્રષ્ટિની સાથે જે જ્ઞાન છે તે જ્ઞાનની અપેક્ષાએ તેને કિંચિત્ રાગનું-દુઃખનું વેદન છે. જ્ઞાની પણ તે પ્રમાણે પોતાને દુઃખનું વેદન છે એમ જાણે છે.
અહા! જન્મ-મરણના દુઃખથી મુક્ત થવાનો આવો મારગ! જેના ફળમાં ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’ અનંત અનંત સુખની સમાધિ પ્રગટ થાય તે મારગ ભાઈ! અલૌકિક છે. અને તેમાંય અહો! સમ્યગ્દર્શન!! (અપૂર્વ અલૌકિક!) તે સમ્યગ્દર્શનની સાથે સમ્યગ્જ્ઞાન અને સ્વરૂપાચરણનો-ચારિત્રનો અંશ પણ હોય છે. અનંતાનુબંધીનો અભાવ હોવાથી સ્વરૂપાચરણ-સ્વરૂપમાં જરી સ્થિરતાનો અંશ-હોય છે પરંતુ તેને ચારિત્ર નામ અપાય એમ નહિ. દેશચારિત્ર કે સકલચારિત્ર-એમ ચારિત્ર નામ પાડીએ એવું ચારિત્ર ત્યાં છે એમ નહિ.
શ્રાવકપણું એ ઢીલાપણું છે. પણ જ્યાં પુરુષાર્થ ઉગ્રતા ધારણ કરે છે ત્યાં એકદમ ચારિત્ર અંગીકાર કરે છે. ‘णमो सिद्धाणं’–એમ કહીને તીર્થંકરો ચારિત્ર અથવા સ્વરૂપની લીનતા અંગીકાર કરે છે, શુદ્ધોપયોગની સ્થિરતા અંગીકાર કરે છે.
અત્યારે વળી કોઈ કહે છે કે-શુદ્ધોપયોગ તો અત્યારે છે જ નહિ, શુભોપયોગ જ છે.
અરે ભાઈ! જો શુદ્ધોપયોગ નથી તો સ્વ-અનુભૂતિ જ નથી, કેમકે ચોથે ગુણસ્થાને જે અનુભૂતિ થાય છે તે શુદ્ધોપયોગમાં જ થાય છે. તેથી જો શુદ્ધોપયોગ ન
PDF/HTML Page 2250 of 4199
single page version
હોય તો, એ અર્થ થયો કે ત્યાં ચોથું ગુણસ્થાન જ નથી; છઠ્ઠું તો કયાંય રહ્યું, શુદ્ધોપયોગ વિના તો ચોથું ગુણસ્થાનેય નથી. અહા! પણ અજ્ઞાનીને કયાં જવાબદારીથી વાત કરવી છે? એને તો વાદવિવાદ કરવો છે. પણ ભાઈ! વાદવિવાદથી કાંઈ સાધ્ય નથી. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘અહીં પ્રશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે; તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે?’
જુઓ, આ સામા (શિષ્ય) વતી પોતે ને પોતે ભાવાર્થકાર પ્રશ્ન ઉઠાવે છે. શું કહે છે? આત્મા પોતે તો નિત્ય છે; એટલે કે વાંછાકાળેય આત્મા છે અને ભોગવવાના કાળેય તે છે. તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે. તેમાં હરકત કયાં છે? આત્મા નિત્ય હોવાથી તે નિત્ય જે પ્રમાણે ઇચ્છે છે તેને તે પ્રમાણે ભોગવે છે. તેમાં વાંધો શું આવ્યો કે જ્ઞાની વાંછા ન કરે?
આ પ્રશ્નનું રૂપ સમજાય છે? શું કહે છે? કે તમે જ્યારે એમ કહો છો કે વાંછાનો કાળ અને ભોગવવાનો કાળ-તે બન્ને ભિન્ન છે; બન્નેને કાળભેદ છે તેથી બેનો મેળ ખાતો નથી. પણ અમે કહીએ છીએ કે આત્મા તો નિત્ય છે, તેથી વાંછા કાળે પણ આત્મા છે અને ભોગવવા કાળે પણ આત્મા તો મોજૂદ છે. તે કારણે તેને વેદ્ય-વેદકભાવ થાય તેમાં વાંધો શું છે? વેદ્ય-વેદકભાવ ક્ષણિક ભલે હો, પણ આત્મા છે એ તો નિત્ય જ છે. પ્રત્યેક પર્યાયકાળે આત્મા તો નિત્યપણે છે જ. તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, એમ કે ઇચ્છેલું વેદી શકે છે. અને જો એમ છે તો જ્ઞાની વાંછા કેમ ન કરે? આવો પ્રશ્ન ઊઠાવીને પંડિત શ્રી જયચંદજી સમાધાન કરે છે.
તેનું સમાધાનઃ– ‘વેદ્ય-વેદકભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે;...’
વેદ્ય-વેદક ભાવો વિભાવો એટલે વિકારી ભાવો છે. એટલે વિકારી ભાવનું કરવું ને ભોગવવું ધર્મીને હોતું નથી. નિત્ય હોવા છતાં-કાયમ રહેનારો હોવા છતાં -વિકારની વાંછાનો અને ભોગવવાના કાળનો પણ ધર્મી જ્ઞાતા જ છે અને આ રીતે (અનિત્ય ભાવોથી ભિન્ન) તે નિત્ય છે. ઝીણી વાત છે ભાઈ!
‘વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે,’ જ્યારે જે નિત્ય છે એ તો સ્વભાવભાવ છે; અર્થાત્ નિત્ય જે આત્મા છે એ તો સ્વભાવભાવથી નિત્ય છે. જ્યારે વિભાવભાવો છે એ અનિત્ય જ છે, તથા તેઓ સ્વભાવભાવ નથી. પહેલાં ટીકામાં આવી ગયું ને કે -‘જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે.’ અહા! જ્ઞાની આ રીતે નિત્ય છે એમ કહ્યું છે, પણ જે જે પર્યાય આવે છે
PDF/HTML Page 2251 of 4199
single page version
ત્યાં ત્યાં તેને ભોગવવા કાળે તે નિત્ય છે (તેનાથી તે સહિત છે.) એમ કયાં કહેવું છે? એ તો એક જ્ઞાયકભાવ-સ્વભાવભાવપણાને લીધે નિત્ય છે. ભાઈ! આત્મા નિત્ય છે, નિત્ય છે માટે તે બેયમાં (વેદ્ય-વેદક ભાવોમાં) રહી શકે છે એમ તું કહે છે, પણ અમે કહીએ છીએ કે એ તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવપણાથી-સ્વભાવભાવપણાથી નિત્ય છે પણ વિભાવિક પર્યાયથી તે નિત્ય છે એમ કયાં છે? એમ છે નહિ.
શું કહ્યું એ? કે જ્ઞાની એક જ્ઞાયકસ્વભાવભાવપણાથી નિત્ય છે, પણ વિભાવભાવરૂપ પર્યાયથી નિત્ય છે એમ નથી. તેથી સ્વભાવભાવની નિત્યતાના કારણે ક્ષણિક અને કાળભેદ ઉત્પન્ન થતા તે વિભાવોને જ્ઞાની ઉત્પન્ન કરતો નથી અને ભોગવતોય નથી. આવી વાત!
કહે છે-વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, ‘સ્વભાવભાવ નથી.’ જોયું? જ્ઞાની તો અખંડ એક જ્ઞાયકભાવના ધ્રુવપણાથી નિત્ય છે, અર્થાત્ તેની દ્રષ્ટિમાં તો અખંડ એક જ્ઞાયકભાવપણે આત્મા નિત્ય છે પણ વિભાવભાવથી-પર્યાયભાવથી નિત્ય છે એમ કયાં છે? વિભાવભાવો છે એ તો ક્ષણવિનાશી અનિત્ય છે. માટે તે ક્ષણિક વિભાવની ઇચ્છાના કાળે ને ભોગવવાના કાળે-એમાં જ્ઞાયકપણે નિત્ય એવો આત્મા છે એમ છે નહિ. હવે આ સમજાય નહિ એટલે બિચારા અજ્ઞાનીઓ ઉપવાસાદિ કરે ને બહારના ત્યાગ-ગ્રહણ કરે પણ સ્વરૂપના ભાન વિના એમાં ધર્મ કયાંથી થાય?
પ્રશ્નઃ– શ્રી કુંદકુંદાચાર્યે પણ ત્યાગ-ગ્રહણ તો કર્યો હતો? સમાધાનઃ– એ કયો ત્યાગ બાપુ! એ કાંઈ વસ્ત્રાદિ ત્યાગ્યાં ને વ્રતાદિ લઈ લીધાં એટલે ત્યાગ થઈ ગયો? એમ નથી ભાઈ! એ તો સમકિતીને કે પાંચમા ગુણસ્થાનવાળાને વ્રતનો વિકલ્પ આવે છે, હું વ્રત લઉં એમ એને થાય છે, પણ અંદરમાં જ્યારે તે દ્રઢપણે સ્વાશ્રય-સ્વનો આશ્રય કરે છે ત્યારે તેને ચારિત્રની-ત્રણ કષાયના ત્યાગની-વીતરાગતાની ને આનંદની પરિણતિ પ્રગટ થાય છે અને તે ત્યાગ-ગ્રહણ છે. સમજાણું કાંઈ...? વ્રતના વિકલ્પ લીધા માટે અંદર ચારિત્ર પ્રગટ થઈ જાય છે શું એમ છે? એમ નથી. રાજવાર્તિકમાં દાખલો આપ્યો છે કે-અંદરમાં માત્ર સમકિત જ છે અને દ્રવ્યલિંગ લીધું. પણ અંદરમાં આશ્રય અધિક થયો નહિ, પુરુષાર્થ વિશેષ થયો નહિ તે કારણે પાંચમું કે છઠ્ઠું ગુણસ્થાન પ્રગટયું નહિ. બીજી રીતે કહીએ તો સ્વનો આશ્રય આવે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે પણ વ્રતનો વિકલ્પ છે માટે ચારિત્ર આવે છે એમ છે નહિ.
ભાઈ! વીતરાગ માર્ગમાં ચારેય અનુયોગનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૧૭૨). તો વીતરાગ શાસનનું કોઈ પણ કથન-ચાહે તે વ્રત સંબંધી હો, પર્યાય સંબંધી હો, વિભાવ સંબંધી હો, કે શુદ્ધ દ્રવ્ય સંબંધી હો-તે
PDF/HTML Page 2252 of 4199
single page version
સર્વનું તાત્પર્ય વીતરાગતા જ છે. તેવી રીતે ક્ષણે ક્ષણે પર્યાય ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એવું કથન આવે તેનું તાત્પર્ય પણ વીતરાગતા જ છે. પણ વીતરાગતા પ્રગટે કયારે? કે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે. ભાઈ! ચારે અનુયોગમાંથી જે જે વાણી આવે તેનું રહસ્ય વીતરાગતા છે એમ તેમાંથી કાઢવું જોઈએ, અને વીતરાગતા સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે, માટે ચારે અનુયોગમાં એક સ્વના આશ્રયનું જ કથન છે એમ સમજવું જોઈએ. અહાહા...! સ્વ-સન્મુખ થવું એ જ વીતરાગની વાણીનો સાર છે.
અહીં કહે છે-‘વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં (પહેલો) વેદ્યભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે?’ જેનાં ફળ ન આવે અર્થાત્ જે નિરર્થક-નિષ્ફળ જાય એવી વાંછા જ્ઞાની કેમ કરે? ન કરે એમ કહે છે. ગાથા બહુ ઊંચી છે. તેને ધીરજથી સમજવી જોઈએ.
અહાહા...! વાંછિત વેદાતું નથી, પછી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? ન કરે. એ તો કહેવાઈ ગયું કે જ્ઞાની નિજ સ્વરૂપને-નિત્યાનંદ પ્રભુ આત્માને-વેદે છે. આત્મા જ વેદ્ય છે અને આત્મા જ તેને વેદક છે. અર્થાત્ પોતે જ વેદવાયોગ્ય છે અને પોતે જ આનંદનો વેદનારો છે. વિકારનું કરવું અને વેદવું-એ બેય જ્ઞાનીને નથી, જ્ઞાનીને તો એનું માત્ર જાણવું છે. અહીં તો દ્રષ્ટિ અને દ્રવ્યની અપેક્ષાએ વાત છે ને? બાકી જ્યારે જ્ઞાન અપેક્ષાએ વાત લે ત્યારે એમ છે કે-જે રાગ થાય છે તે પોતાથી થયો છે અને પોતે તેનો ભોક્તા છે-એમ જ્ઞાની જાણે છે. ભારે વાત થઈ.
એક કોર કહે કે સમ્યગ્દ્રષ્ટિને બંધ થતો નથી અને બીજી કોર કહે કે દશમા ગુણસ્થાન સુધી તેને રાગ છે, અને છ કર્મ પણ બાંધે છે!!! આ કેવું!
ભાઈ! એ તો દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય અભેદ નિર્વિકલ્પ વસ્તુ છે. તેથી સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિથી વર્ણન હોય ત્યાં એમ આવે કે ધર્મીને સ્વભાવભાવ વ્યાપક અને વર્તમાન સ્વભાવપર્યાય તેનું વ્યાપ્ય છે; પણ વિકારી પર્યાય સ્વભાવનું વ્યાપ્ય નથી. તેથી સ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીને રાગ ને રાગજનિત બંધ નથી એમ કહ્યું. પરંતુ જે કાળે દ્રષ્ટિ થઈ છે તે જ કાળે જ્ઞાન પણ સાથે છે ને? દ્રષ્ટિમાં તો એકલો અભેદ નિર્વિકલ્પ (સ્વભાવ) છે, અને દ્રષ્ટિ પણ નિર્વિકલ્પ છે; પણ જ્ઞાન તે કાળે બેને (અભેદ અને ભેદને) જાણે છે. તો તે કાળે પ્રગટ થયેલું જ્ઞાન એમ જાણે છે કે-પર્યાયમાં જેટલો (અસ્થિરતાનો) રાગ છે તે પોતાનું પરિણમન છે અને પોતે તેનો કર્તા છે.
PDF/HTML Page 2253 of 4199
single page version
રાગ કરવા લાયક કર્તવ્ય છે એમ નહિ, પણ પરિણમન અપેક્ષાએ જ્ઞાની તેનો કર્તા છે. અહો! આ બહુ ગંભીર વાત છે!
અહાહા...! ચિદ્-ચિદ્-ચિદ્ એવો ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ આત્મા છે. તે ‘ભગવાન’ છે ને? ‘ભગ’ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મી, અને ‘વાન’ નામ રૂપ-સ્વરૂપ. જ્ઞાન ને આનંદ જેનું ‘વાન’ નામ સ્વરૂપ છે તે આત્મા છે. આ નથી કહેતા કે આ કાળે વાને છે ને આ ધોળે વાને છે? એ વાન તો ભાઈ! શરીરનો બાપા! તો આત્મા કયા વાને છે? તો કહે છે-આત્મા ‘ભગવાન’ છે, અર્થાત્ જ્ઞાન ને આનંદ જેનું રૂપ છે તે આત્મા છે. અહાહા...! આવો આત્મા જેના અનુભવમાં આવ્યો તે (જ્ઞાની), વાંછિત ભોગ થતો નથી તેથી, નિષ્ફળ વાંછા કેમ કરે?
હવે એક કોર ચક્રવર્તી રોજ સો-બસો કન્યાઓ પરણે અને એવી રીતે ૯૬ હજાર રાણીઓના વૃંદમાં રહે અને બીજી કોર એમ કહેવું કે તે નિષ્ફળ વાંછા કેમ કરે? તો આવું કેમ માનવું?
સમાધાનઃ– અરે ભાઈ! તને ખબર નથી બાપુ! એ તો જરી (અસ્થિરતાનો) લગ્ન કરવાનો વિકલ્પ છે તેને તે જાણે છે અને વિકલ્પના ભોગવવાના કાળે પણ, તેના જ્ઞાનની પર્યાય તે જ પ્રકારની સ્વપરપ્રકાશકપણે પ્રગટ થાય છે તેથી, તેને (ભોગવવાના વિકલ્પને) પણ તે જાણે જ છે. સામગ્રી મને (મારી) હો એવું એને કયાં છે? એને તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ હોવાથી વિકલ્પોને તે માત્ર જાણે જ છે, વિકલ્પોનું કરવાપણું કે ભોગવવાપણું તેને હોતું નથી. આવી વાત છે.
હવે કહે છે-‘જ્યાં મનોવાંછિત વેદાતું નથી...’ જુઓ, સંક્ષેપમાં વેદ્ય ને વેદક એમ બેય કહી દીધું, ભાષા ટૂંકી કરી દીધી. ‘મનોવાંછિત’-એ વેદ્ય અને ‘વેદાતું નથી’-એ વેદક. અહાહા...! પંડિત જયચંદજીની ઈષ્ટાર્થને કહેનારી કેવી વાણી! આનું નામ તે પંડિત! કહે છે-‘જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.’ ત્રણ વાત કરી-
૧. વેદક અને વેદ્ય ભાવો વિભાવભાવો છે, વિનાશિક છે. તેઓ સ્વભાવભાવ નથી. ૨. માટે, જ્ઞાની તેને કેમ કરે? અને કેમ ભોગવે? ૩. જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે. આ તો ખૂબ ગંભીર વાત છે બાપા! તેની ગંભીરતાનો કાંઈ પાર નથી.
PDF/HTML Page 2254 of 4199
single page version
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘वेद्य–वेदक–विभाव–चलत्वात्’ વેદ્ય-વેદકરૂપ વિભાવભાવોનું ચળપણું (અસ્થિરપણું) હોવાથી ‘खलु’ ખરેખર ‘कांक्षितम् एव वेद्यते न’ વાંછિત વેદાતું નથી.
જોયું? વેદ્ય-વેદકરૂપ ભાવો વિભાવભાવો છે, કર્મના ઉદયે ઉત્પન્ન થતા વિપરીત - વિરુદ્ધ ભાવો છે; અને તેઓ ચળ-અસ્થિર છે, અર્થાત્ ક્ષણિક-વિનાશિક છે. અસ્થિર હોવાથી તે બેય ભાવોને મેળ-મેળાપ નથી. વેદ્ય-વાંછાનો ભાવ હોય ત્યારે વેદકભાવનો કાળ હોતો નથી અને વેદક થાય ત્યારે વેદ્ય-વાંછાનો ભાવ રહેતો નથી, વિણસી જાય છે, માટે તે બેયને મેળ નથી. તેથી ખરેખર વાંછિત વેદાતું નથી. આવી વાત! તેથી કહે છે-
‘तेन’ માટે ‘विद्वान किञ्चन कांक्षति न’ જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. અહીં વિદ્વાન એટલે જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી એમ કહે છે. વિદ્વાન એટલે ઘણાં શાસ્ત્રોનો જાણનાર એમ નહિ, પણ વિદ્વાન એટલે જ્ઞાની તેને કહીએ જેને નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન અને વેદન પ્રગટ થયું છે. આવો વિદ્વાન કાંઈ પણ વાંછતો નથી એમ કહે છે. અહાહા...! વાંછે તે વિદ્વાન શાનો? જેને રાગનો રસ છે, રાગની વાંછા છે તેને તો ભગવાન આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અહીં કહે છે-જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તે વિદ્વાન છે અને તે કાંઈ પણ (રાજપદ, દેવપદ, આદિ) વાંછતો નથી.
જ્ઞાનીને વિષયોમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ હોય છે. જુઓ, સમકિતી ઇન્દ્ર એકાવતારી છે અને તેને ઇન્દ્રાણી સહિત ક્રોડો અપ્સરાઓ છે. પણ તેને એમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે, તેને તો ભગવાન આત્મામાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે, તેથી તેને વર્તમાન જે કિંચિત્ રાગની વૃત્તિ છે તેને તે માત્ર જાણે જ છે. અહાહા...! પર્યાયમાં કિંચિત્ આસક્તિ હોય છે તેનો જ્ઞાની માત્ર જ્ઞાતા જ છે, કર્તા નથી, વાંછક નથી.
કહે છે-‘विद्वान् किश्चन न कांक्षति’ વિદ્વાન એટલે શું? તેમાં બે શબ્દ છે- વિત્+વાન, વિત્ એટલે જ્ઞાન, અને તેનો વાન તે વિદ્વાન છે. વિત્ એટલે લક્ષ્મી-પૈસા અર્થ થાય છે. પણ અહીં વિત્ એટલે જ્ઞાન-લક્ષ્મી એમ કહેવું છે. જ્ઞાનીની લક્ષ્મી તે જ્ઞાન છે, અજ્ઞાનીની પૈસા. તો કહે છે-જેને જ્ઞાનનું જ્ઞાન છે તે વિદ્વાન છે. જ્ઞાન એટલે આત્મા. ‘આત્મા તે જ્ઞાન’ -એમ કહ્યું છે ને? સમયસારમાં બધે ‘જ્ઞાન તે જ આત્મા’-એમ શૈલી છે. સમયસારના અર્થમાં પણ એમ જ છે-‘જ્ઞાન તે આત્મા.’ પ્રવચનસારમાં એમ લીધું છે કે જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને આનંદ પણ છે. ત્યાં અપેક્ષા બીજી છે. અહીં તો સ્વભાવ છે તે સ્વભાવી છે એમ અભેદથી
PDF/HTML Page 2255 of 4199
single page version
વાત છે. તેથી જ્ઞાન જેનો સ્વભાવ છે તે આત્મા-સ્વભાવી જ્ઞાન જ છે. અહીં કહે છે- જ્ઞાનસ્વભાવી આત્માને જે જાણે છે તે વિદ્વાન છે અને તે કાંઈ વાંછતો નથી કેમકે વાંછિત વેદાતું નથી.
સમકિતી કાંઈ પણ વાંછતો નથી એમ કહો છો અને છતાં તે છ ખંડનું રાજ્ય કરે? શું સામેથી છ ખંડના રાજાઓને જીતવા જાય? બે ભાઈ-બાહુબલી ને ભરત લડે?
સમાધાનઃ– બાપુ! એ બીજી વાત છે. (તું કરે છે એમ કહે છે પણ) એ તો રાગ આવી જાય છે. કરે કોણ? શું સમકિતી રાગ કરે? ભાઈ! એ તો જે રાગ આવી જાય છે તેને માત્ર જાણે જ છે. રાગ કરવા જેવો છે, તે મારું કર્તવ્ય છે, તે મારું સ્વરૂપ છે એમ જ્ઞાનીને કયાં છે? જ્ઞાનીને રાગનું કરવાપણું કે સ્વામીપણું છે જ નહિ.
તે તો ‘सर्वतः अपि अतिविरक्तिम् उपैति’ સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.
જોયું? આ વૈરાગ્ય લીધો. પહેલાં જ્ઞાન લીધું અને હવે વિદ્વાનને અતિવિરક્તપણું હોય છે એમ લીધું. જ્ઞાન ને વૈરાગ્ય બન્ને લીધા. પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન- જ્ઞાનનું જ્ઞાન અને રાગના અભાવરૂપ વીતરાગભાવ-વૈરાગ્યભાવ-એમ બન્ને જ્ઞાનીને હોય છે. અહાહા...! અહીં કહે છે-જ્ઞાની સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને પામે છે. માટે તેને કાંક્ષવું ને વેદવું એ હોતું નથી. જગત પ્રતિ અત્યંત ઉદાસીન એવા જ્ઞાનીને બસ જાણવું- જાણવું-જાણવું હોય છે.
કોઈને વળી થાય કે આ તે વળી કેવો ધર્મ! ભાઈ! મારગ તો આવો જ છે બાપા! આ બીજે નથી આવતું? શું? કે થોડુંક પણ દુઃખ સહન કરવાનું આવે છે તે સહન થતું નથી તો પછી પ્રભુ! જેના ફળમાં મહાદુઃખ આવી પડે એવાં કર્મ (પુણ્ય-પાપની ક્રિયા) કેમ કરે છે? પ્રભુ! આવાં કર્મ- શુભાશુભ બેય હોં-કે જેના ફળમાં તીવ્ર મહાદુઃખ ભોગવવાં પડે તે તું કેમ બાંધે છે? ક્ષણવાર પણ પ્રતિકૂળતા સહન થતી નથી, એક ગુમડું નીકળ્યું હોય ત્યાં રાડા-રાડ કરી મૂકે છે, સાધારણ તાવ હોય ત્યાં ઊંચો-નીચો થઈ જાય છે-હવે આવાં અલ્પ દુઃખ પણ સહન થઈ શકતાં નથી તો એથી અનંતગણાં દુઃખો થાય એવાં કર્મ તારે બાંધવાં છે? ભાઈ! તને શું થયું છે આ? અહા! બહારનું બધું ભૂલી જા પ્રભુ! બહારની ચમક-દમક બધી ભૂલી જા. અહીં અંદરમાં દેખવાલાયક દેખનાર ભગવાન છે તેને દેખ! ભાઈ બહારનું દેખવામાં જરાય સુખ નથી. અંદર દેખનારો છે કે નહિ? છે ને. તે સુખધામ છે. તો બહારનું દેખવું મૂકી દઈને અંદર દેખનાર જે તું જ છે તેને દેખ. એમ કરતાં તને સમકિત થશે, જ્ઞાન થશે અને
PDF/HTML Page 2256 of 4199
single page version
આનંદનું વેદન થશે. આ જ એક માર્ગ છે. આવા માર્ગને પામેલા જ્ઞાનીઓ કાંઈ પણ બીજું ઇચ્છતા નથી.
ભાવાર્થઃ– ‘અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતાં હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે?’ ન કરે. આ ભાવાર્થ કહ્યો.
PDF/HTML Page 2257 of 4199
single page version
तथाहि–
संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो।। २१७।।
संसारदेहविषयेषु नैवोत्पद्यते रागः।। २१७।।
એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છેઃ-
તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭.
ગાથાર્થઃ– [बन्धोपभोगनिमित्तेषु] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [संसारदेहविषयेषु] સંસારસંબંધી અને દેહસંબંધી [अध्यवसानोदयेषु] અધ્યવસાનના ઉદયોમાં [ज्ञानिनः] જ્ઞાનીને [रागः] રાગ [न एव उत्पद्यते] ઊપજતો જ નથી.
ટીકાઃ– આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.
ભાવાર્થઃ– જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહ સંબંધી છે અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. તે બધાય (અધ્યવસાનના ઉદયો), નાના દ્રવ્યોના (અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે તેમના) સ્વભાવ છે; જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?
PDF/HTML Page 2258 of 4199
single page version
कर्म रागरसरिक्ततयैति।
रङ्गयुक्तिरकषायितवस्त्रे–
स्वीकृतैव हि बहिर्लुठतीह।। १४८।।
सर्वरागरसवर्जनशीलः।
लिप्यते सकलकर्मभिरेषः
कर्ममध्यपतितोऽपि ततो न।। १४९।।
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છેઃ- શ્લોકાર્થઃ–
કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [रङ्गयुक्तिः] રંગનો સંયોગ, [अस्वीकृता] વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો, [बहिः एव हि लुठति] બહાર જ લોટે છે-અંદર પ્રવેશ કરતો નથી, [ज्ञानिनः रागरसरिक्ततया कर्म परिग्रहभावं न हि एति] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી.
ભાવાર્થઃ– જેમ લોધર, ફટકડી વગેરે લગાડયા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૮.
ફરી કહે છે કેઃ- શ્લોકાર્થઃ– [यतः] કારણ કે [ज्ञानवान्] જ્ઞાની [स्वरसतः अपि] નિજ રસથી જ [सर्वरागरसवर्जनशीलः] સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો [स्यात्] છે [ततः] તેથી [एषः] તે [कर्ममध्यपतितः अपि] કર્મ મધ્યે પડયો હોવા છતાં પણ [सकलकर्मभिः] સર્વ કર્મોથી [न लिप्यते] લેપાતો નથી. ૧૪૯.
એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છેઃ-
‘આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે
PDF/HTML Page 2259 of 4199
single page version
અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનમાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે.’
શું કહે છે? કે કર્મના સંગમાં જે રાગાદિની ઉત્પત્તિ થાય છે તે સર્વ અધ્યવસાન- એકત્વબુદ્ધિ છે. તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે. જુઓ, આ કર્તા-ભોક્તાપણું કહે છે. કહે છે-જેટલા સંસારસંબંધી છે એટલે કે સંસારના લક્ષે જે રાગાદિ અધ્યવસાન ઉત્પન્ન થાય છે તે બંધનાં કારણ છે; તથા જેટલા શરીરસંબંધી છે અર્થાત્ શરીરાદિ ભોગવવાની ચીજના લક્ષે જે રાગાદિ અધ્યવસાન ઉત્પન્ન થાય છે તે ઉપભોગનાં નિમિત્ત છે.
હવે કહે છે-‘જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગ-દ્વેષ-મોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી.’
અહાહા...! જ્ઞાની કોને કહીએ? કે જેને અંતરમાં નિર્મળાનંદના નાથ અમૃતસ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિ થઈને આનંદરસનો-નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીને ભોક્તાસંબંધી-શરીરસંબંધી રાગમાં કે કર્તાસંબંધી રાગમાં એકત્વબુદ્ધિ નથી, એટલે કે પોતાપણું નથી. ઝીણી વાત છે ભાઈ!
આ નિર્જરા અધિકાર છે ને? તો નિર્જરા કોને થાય છે એની આ વાત છે. અહાહા...! જેને અંદરમાં પોતે જ્ઞાનાનંદસ્વરૂપ છે, અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવ્યો છે તે સમકિતીને નિર્જરા થાય છે. ચોથે ગુણસ્થાનેથી સમકિતીને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની અનુભૂતિ હોવાથી નિર્જરા થાય છે. આવી ઝીણી વાત બાપુ!
અહીં ‘જ્ઞાની’ કહ્યો છે ને? તો જ્ઞાનીની વ્યાખ્યા ચાલે છે કે-‘બધાયમાં જ્ઞાનીને રાગ નથી.’ ચાહે રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય ચાહે સુખ-દુઃખની કલ્પના-એ બધાય વિભાવ છે અને સ્વભાવની દ્રષ્ટિ જેને પ્રગટ છે, અહાહા...! સ્વાનુભૂતિ જેને પ્રગટ છે તે જ્ઞાની, તે વિભાવ પોતાના છે એમ માનતો નથી. ભાઈ! અનંતકાળમાં અંદર આત્મા પોતે શું ચીજ છે તે જાણ્યું નથી. અહા! રાગના સંબંધથી રહિત અબદ્ધસ્પૃષ્ટ પ્રભુ આત્મા અંદર ચિન્માત્રસ્વરૂપથી શોભી રહ્યો છે તેને એણે જાણ્યો નથી. અહીં કહે છે-રાગરહિત સદા વીતરાગસ્વભાવી ભગવાન આત્માને જાણનારો જ્ઞાની આ બધાય વિભાવો મારા છે એમ માનતો નથી. સમજાણું કાંઈ...?
‘जो पस्सदि अप्पाणं...’ ઇત્યાદિ ૧પ મી ગાથા આવે છે ને! ત્યાં કહ્યું છે કે જે રાગ અને કર્મના સંબંધથી રહિત અબદ્ધસ્પૃષ્ટ આદિ સ્વરૂપ ભગવાન આત્માને
PDF/HTML Page 2260 of 4199
single page version
અનુભવે છે તે સકલ જિનશાસનને દેખે છે, જાણે છે. અહાહા...! જે મતિ-શ્રુતજ્ઞાનમાં - નિજ શુદ્ધોપયોગમાં-અબદ્ધસ્પૃષ્ટ, જ્ઞાનદર્શનાદિ ભેદથી રહિત અવિશેષ, પુણ્ય-પાપથી રહિત, ધ્રુવ-ધ્રુવ ચિદાનંદ પ્રભુ આત્માને દેખે છે, અનુભવે છે તે, ‘पस्सदि जिनशासनम् सव्वं’–સર્વ જિનશાસનને દેખે છે. લ્યો, વિદેહક્ષેત્રે સાક્ષાત્ બિરાજમાન વીતરાગ સર્વજ્ઞદેવ શ્રી સીમંધરનાથની દિવ્યધ્વનિ સાંભળીને શ્રી કુંદકુંદાચાર્ય આ સંદેશ અહીં લઈ આવ્યા છે; એમ કે મારગ આવો છે.
કહે છે-જેણે પોતાના આત્માને સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિમાં ગ્રહ્યો છે તે જ્ઞાની છે. સમ્યગ્દર્શન તે શ્રદ્ધાનરૂપ છે જ્યારે સ્વાનુભૂતિ તે જ્ઞાન ને આનંદની પર્યાય છે. અહીં ‘જ્ઞાની’ કહ્યો છે ને? તો આ ‘જ્ઞાની’ની વ્યાખ્યા ચાલે છે. કહે છે-‘આ બધાયમાં...’
‘આ બધાયમાં’ એટલે? એટલે કે કોઈ પણ-કર્તાપણાના રાગદ્વેષમાં, પુણ્ય-પાપમાં કે શરીરસંબંધી - ભોક્તાસંબંધીના રાગમાં-જ્ઞાનીને રાગ નથી. તેને રાગનો રાગ નથી. ઝીણી વાત છે પ્રભુ! વીતરાગ સર્વજ્ઞના શાસન સિવાય આ મારગ કયાંય છે નહિ. આ પદ્ધતિ જ આખી (દુનિયાથી) જુદી છે. આ તો ભગવાનની ઓમ્ધ્વનિમાં આવેલી વાત છે. બનારસી વિલાસમાં આવે છે ને કે-
ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા હોય છે. તેમની વાણી ઓમ્ધ્વનિ હોય છે. આવી (આપણા જેવી) ખંડભાષા તેમને હોતી નથી. એ તો અનક્ષરી ૐધ્વનિ હોય છે. તે ૐધ્વનિ સાંભળીને ગણધરદેવ તેમાંથી અર્થ વિચારે છે અને આગમ-સૂત્ર રચે છે. તે સૂત્ર અનુસાર આ સમયસાર એક સિદ્ધાંત-શાસ્ત્ર છે. તેમાં અહીં કહે છે-ભગવાન્! સાંભળ તો ખરો કે નિર્જરા શું ચીજ છે? અને તે કોને હોય છે?
અહાહા...! નિર્જરા નામ ધર્મ-શુદ્ધિની વૃદ્ધિ છે અને તે ત્રણ પ્રકારે કહી છે. તથા તે જ્ઞાનીને હોય છે.
જ્ઞાનીને એટલે? જ્ઞાનીને એટલે સમ્યગ્દ્રષ્ટિને હોય છે. અહાહા...! જેણે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જ્ઞાનમાં જ્ઞેય બનાવીને જાણ્યો છે તેવા સમકિતીને નિર્જરા થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અભેદ એક પૂર્ણસ્વરૂપ પ્રભુ આત્મા જેણે જાણ્યો છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે. જુઓ, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખી પૂરણ ચીજનું (આત્મદ્રવ્યનું) જ્ઞાન થાય છે પણ આખી ને આખી ચીજ (આત્મ-