Pravachan Ratnakar (Gujarati). Gatha: 216 ; Kalash: 147.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 112 of 210

 

PDF/HTML Page 2221 of 4199
single page version

પ્રશ્નઃ– હા, પણ તે બાધા તો નથી કરતા ને? સમાધાનઃ– ભાઈ! વર્તમાન (પ્રગટ મોક્ષમાર્ગમાં) બાધા નથી કરતા; તો પણ તે છે તો વિઘન (વિઘ્ન) રૂપ. વર્તમાનમાં જે રાગ આવ્યો છે તે બાધક નથી કેમકે જ્ઞાનધારા ને કર્મધારા બેય એકસાથે હોય છે; બેયને એકસાથે રહેવામાં વિરોધ નથી એ વાત તો આવી ગઈ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે વર્તમાન જેટલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થયા છે તે જ્ઞાનધારા છે અને તે જ કાળે જેટલો રાગ બાકી છે તેને નિમિત્ત તરીકે-આ બીજી ચીજ છે એમ-માત્ર જાણવામાં આવે છે; માટે વર્તમાન વિઘન (વિઘ્ન) નથી, છતાં જેટલી પર્યાય રોકાઈ ગઈ છે તેટલું તો વિઘન છે; કેમકે વર્તમાનમાં જેટલો રાગ છે તે છે તો દોષરૂપ. ભાઈ! વ્યવહારરત્નત્રય પણ દોષરૂપ જ છે. અહાહા...! ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા-એ ત્રણેયનું એકત્વ પરિણમન થવું તે સત્યાર્થ એટલે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે કાળે જે રાગ હોય છે તે તત્કાલ બાધક નથી તોપણ એ સ્વયં તો દોષરૂપ છે અને જ્ઞાની તેની નિર્જરા કરી દે છે. સમજાણું કાંઈ...? અહા અજ્ઞાનીને તો એવું ઊંધું શલ્ય પડી ગયું છે કે-આ વ્યવહાર કરવાથી નિશ્ચય થશે, વ્યવહાર નિશ્ચયનું કારણ છે; પણ ભગવાનનો મારગ બહુ જુદો છે બાપા!

શું કીધું? કે સદાય પરમાત્મસ્વરૂપ એવા ભગવાન આત્માના આશ્રયે જે દર્શન- જ્ઞાન-ચારિત્રની નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ ઉત્પન્ન થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે. આવા ધર્મના આચરણથી જેને અંદર અતીન્દ્રિય આનંદની ભરતી આવી છે તે ધર્મી છે. આવા ધર્મી જીવની અહીં વાત ચાલે છે. કહે છે-ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય છે-અતીત, વર્તમાન ને ભવિષ્ય. હવે એ ત્રણમાંથી પ્રથમ અતીત ઉપભોગ તો વીતી ગયો છે, એટલે કે ભૂતકાળનો ઉપભોગ તો વર્તમાન છે નહિ. માટે તે પરિગ્રહભાવને ધારતો નથી. શું કહ્યું? કે ભૂતકાળનો રાગ તો ચાલ્યો ગયો છે, માટે તે પરિગ્રહપણે વર્તમાન છે નહિ. આવી વાત! હવે કહે છે-

‘અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.’ જુઓ, ધર્મીને-કે જેને આનંદની દશા અંદર ઉત્પન્ન થઈ છે તેને-ભવિષ્યના કોઈ પણ ઉપભોગની વાંછા નથી. ભાઈ! ભવિષ્યના કોઈ રાગના કે વિષયના ભોગની વાંછા ધર્મીને હોતી નથી. અહાહા...! તેને તો એક નિરાકુલ આનંદના ઉપભોગની ભાવના હોય છે. બહુ ઝીણો ધર્મ પ્રભુ! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ છે. તેના આશ્રયે જેને પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રગટ થયો છે તેને ધર્મ પ્રગટ થયો છે અને તે ધર્મી છે. ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-એમ આવે છે ને? એ તો દ્રવ્યસ્વભાવ હોં, પર્યાય નહિ. પર્યાયમાં તો સિદ્ધપદ ત્યારે પ્રગટે છે કે જ્યારે પરમાનંદની મૂર્તિ પ્રભુ આત્માનો પરિપૂર્ણ આશ્રય સિદ્ધ (પ્રગટ) થાય છે.


PDF/HTML Page 2222 of 4199
single page version

અહાહા...! આનંદ એ આત્માનો ધર્મ છે ને ભગવાન આત્મા ધર્મી છે. હવે તે ધર્મ (- ગુણ, સ્વભાવ) તો ત્રિકાળ છે અને તેના આશ્રયે પ્રગટ થયેલો વર્તમાન આનંદ તે વર્તમાન ધર્મ છે. આનંદની પરમ-ઉત્કૃષ્ટ દશા પ્રગટે તે સિદ્ધપદ છે. લ્યો, આવું બધું સમજવું પડશે હોં; બાકી બહારમાં-ધૂળમાં તો કાંઈ નથી. ભાઈ! આ સમજ્યા વિના કલ્યાણ નથી.

અજ્ઞાની એમ માને છે કે-વ્યવહાર કરતાં કરતાં-વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં નિશ્ચય થશે. પણ તેની એ માન્યતા જૂઠી છે, સાવ વિપરીત છે. અરે ભાઈ! શું રાગ કરતાં કરતાં વીતરાગતા થાય? ન થાય. રાગ કરતાં કરતાં વીતરાગ દશા થાય એમ માનવું એ તો વિરુદ્ધ છે. તદ્ન વિરુદ્ધ છે. અહીં કહે છે-જેને વર્તમાનમાં આનંદનો અનુભવ થયો છે અર્થાત્ જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-ચારિત્ર ભલે વત્તું-ઓછું હો- પ્રગટ થયાં છે તેને ભૂતકાળનો ઉપભોગ તો ચાલ્યો ગયો હોવાથી તેની વાંછા નથી અને તેથી તેનો એને પરિગ્રહ પણ નથી. તથા તેને ભવિષ્યના ભોગની પણ વાંછા નથી; કેમકે જેને અંતરમાં આનંદનો અનુભવ વિદ્યમાન છે તેને (અન્ય) ભોગની વાંછા કયાંથી આવે? અહા! ભારે વાત ભાઈ! આ તો અહીં નિર્જરા કોને થાય છે એની વાત કરે છે.

અહા! જ્ઞાનીને ભવિષ્યના ભોગની પણ વર્તમાન વાંછા નથી. એ તો હવે પછીની ૨૧૬ મી ગાથામાં વેદ્ય-વેદકભાવ દ્વારા વિસ્તારથી સમજાવશે. વર્તમાન કાંક્ષા કરે છે તે વેદ્યભાવ છે અને ભવિષ્યમાં ભોગવવાનો જે ભાવ આવે છે તેને વેદકભાવ કહે છે. તો, વિભાવની વર્તમાનમાં જ્ઞાનીને વાંછા નથી અને ભવિષ્યમાં ભોગવવાનો જે વિભાવભાવ છે તેની પણ જ્ઞાનીને વાંછા નથી. બહુ ઝીણી વાત છે ભાઈ! આવું હોય તો ઠીક-એમ વાંછા કરવી તે વેદ્યભાવ છે. તે વેદ્યભાવના કાળે વેદકભાવ છે નહિ કેમકે વર્તમાનમાં (વાંછિતનો) અનુભવ તો છે નહિ. અને જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ-વાંછા રહેતી નથી. માટે જ્ઞાનીને વિભાવનો વેદ્ય-વેદકભાવ હોતો જ નથી-એમ કહે છે. આ તો ગાથા ૨૧૬ નો ઉપોદ્ઘાત છે ને? વિસ્તારથી આ બધું ૨૧૬ મી ગાથામાં આવશે. ઝીણી વાત છે ભગવાન!

ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપની મૂર્તિ પ્રભુ છે. તેની સન્મુખ થતાં આનંદ ને વીતરાગી શાંતિ પ્રગટે છે અને તે મોક્ષમાર્ગ છે. અહા! આવા મોક્ષમાર્ગને પ્રાપ્ત થવાથી જેને અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ અંતરમાં આવ્યો છે તેને, કહે છે, ભૂતકાળનો ભોગ તો વર્તમાનમાં પરિગ્રહપણે છે નહિ અને તેને ભવિષ્યની-ભવિષ્યના ભોગની-વાંછા નથી. આ કારણે તેને ભૂત ને ભવિષ્યનો ઉપભોગ પરિગ્રહભાવને ધારતો નથી. અહાહા...! કહે છે-ભવિષ્યનો ઉપભોગ જો વાંછવામાં આવે તો જ તે ઉપભોગ પરિગ્રહભાવને પાત્ર થાય છે; પણ ભવિષ્યના


PDF/HTML Page 2223 of 4199
single page version

ભોગની તો જ્ઞાનીને વાંછા છે નહિ. માટે જ્ઞાનીને ભવિષ્યનો ઉપભોગ પરિગ્રહભાવને ધારતો નથી. બે (ભૂત ને ભવિષ્ય) ની વાત આવી. હવે...

પ્રશ્નઃ– આ પાંચમા ગુણસ્થાનની વાત છે ને? સમાધાનઃ– ના, આ ચોથા ગુણસ્થાનની વાત છે. પ્રશ્નઃ– નિદાન તો પાંચમે...? (પાંચમેથી નથી હોતું ને?) ઉત્તરઃ– ભાઈ! ચોથે ગુણસ્થાનેથી જ નિદાન છે નહિ.

‘निःशल्यो व्रती’–એમ સૂત્ર

તત્ત્વાર્થસૂત્રમાં આવે છે ને? ભાઈ! ત્યાં તો જેને મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્યનો-ત્રણેનો અભાવ થયો છે તેને સમ્યગ્દર્શન થયું છે અને તેને અંતઃસ્થિરતા વધે ત્યારે વ્રતનો વિકલ્પ હોય ત્યારે તેને ‘વ્રતી’ કહેવામાં આવે છે. શું કહ્યું? વ્રતી કોને કહીએ? કે જેને મિથ્યાદર્શન ગયું છે, રાગની રુચિ છૂટી ગઈ છે, જે વ્યવહારરત્નત્રય હોય તેની પણ જેને રુચિ નથી અને સ્વસ્વરૂપના આનંદની જ જેને રુચિ છે તે માયા, મિથ્યાત્વ ને નિદાન એમ ત્રણ શલ્યોથી રહિત સમકિતી છે અને તેને જ્યારે વ્રતનો વિકલ્પ આવે છે ત્યારે તે વ્રતી થાય છે. સમજાણું કાંઈ...? ભાઈ! મિથ્યાત્વાદિ શલ્ય હોય તેને વ્રત હોતાં નથી એમ વાત છે.

અહાહા...! વ્રત કોને હોય? કે જેને મિથ્યા શલ્યોનો નાશ થયો હોય તેને વ્રત હોય છે. મિથ્યા શલ્યનો નાશ કયારે થાય? કે પર પદાર્થની ક્રિયા હું કરી શકતો નથી, રાગથી-વ્યવહારરત્નત્રયના રાગથી પણ મને કોઈ લાભ નથી, એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જ મને લાભ (ધર્મ) છે આવું સ્વાશ્રયે જ્ઞાન-શ્રદ્ધાન કરે ત્યારે મિથ્યા શલ્યનો નાશ થાય છે. અહા! સ્વસન્મુખતાના પરિણામ વિના સમ્યગ્દર્શન નહિ અને સમ્યગ્દર્શન વિના કોઈ વ્રત હોતાં નથી. વ્યવહારરત્નત્રય એ પરસન્મુખતાના પરિણામ છે, માટે તેના આશ્રયે સમ્યગ્દર્શન કે વીતરાગતા પ્રગટતાં નથી. આવી વાત છે.

અરેરે! એણે અનંતકાળમાં સ્વદયા નથી કરી! ભાઈ! રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે. ભગવાન! પરની દયા તો તું પાળી શકતો નથી અને પરની દયા પાળવાનો જે ભાવ થાય છે તે રાગ છે અને રાગ છે તેથી તે હિંસાનો ભાવ છે. આકરી વાત છે ભાઈ! પણ જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ અપરાધ છે, હિંસા છે. દિગંબર સંત શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે શ્રી ‘પુરુષાર્થસિદ્ધયુપાય’માં (છંદ ૪૪ માં) આમ કહ્યું છે.

આ સમયસાર મૂળ કુંદકુંદાચાર્યનું છે, અને એની ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્યે કરી છે. અહાહા...! તે વનવાસી દિગંબર સંતો ભગવાન કેવળીના કેડાયતો છે. તેઓ કહે છે- ભગવાન! તું એક વાર સાંભળતો ખરો! કે જે ભાવથી તીર્થંકર-ગોત્ર બંધાય


PDF/HTML Page 2224 of 4199
single page version

કે જે ભાવથી આહારક શરીર બંધાય (આહારક શરીર આહારક ઋદ્ધિધારી મુનિને હોય છે) તે ભાવ અપરાધ છે કેમકે તે રાગ છે, બંધનું કારણ છે. અહા!! જે બંધનું કારણ હોય તે ધર્મ કેમ હોય? ધર્મ તો અબંધ પરિણામ છે અને પંચમહાવ્રતાદિના પરિણામ તો આસ્રવ-બંધરૂપ છે. મારગ તો આવો છે ભાઈ! કોઈ માની લે કે અમે મહાવ્રત પાળીએ છીએ તે ધર્મ છે તો એમ છે નહિ, કેમકે એ તો રાગ છે, ચારિત્રનો દોષ છે, ચારિત્ર તો સ્વરૂપમાં રમવું તે છે. શ્રી કુંદકુંદાચાર્યનું પ્રવચનસાર છે ને? તેમાં ‘स्वरूपे चरणम् चारित्रम्’–સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે એમ કહ્યું છે. અહાહા...! ચારિત્ર કોને કહીએ? કે અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં-સ્વ-સ્વરૂપમાં રમવું, અંદર આનંદની કેલિ કરવી, અહાહા...! અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું એનું નામ ચારિત્ર છે.

અહીં કહે છે-ધર્મી જીવને એક આનંદની જ ભાવના છે. અહાહા...! પોતાની દશામાં એક આનંદ પ્રગટ કરવાની જ ધર્મીને ભાવના છે. જુઓ, અંદર અનંતગુણસ્વરૂપ પ્રભુ આત્મામાં એક ‘ભાવ’ નામની શક્તિ છે. શું કહ્યું? કે જેમ આત્મામાં જ્ઞાનગુણ છે, આનંદગુણ છે તેમ ‘ભાવ’ નામનો પણ તેમાં ગુણ છે. ૪૭ શક્તિના પ્રકરણમાં આ વાત આવે છે. હવે જેને અખંડ એકરૂપ ચિદ્રૂપ પ્રભુ આત્માનું ભાન થયું છે તેને તે ભાનમાં અંદર જે ભાવશક્તિ છે તેની પણ પ્રતીતિ આવી છે. તો તે ભાવશક્તિનું કાર્ય શું છે? તો કહે છે કે ભાવશક્તિના કારણે તેને વર્તમાન કોઈ નિર્મળ પર્યાય થાય, થાય ને થાય જ; કરવી પડે એમ પણ નહિ, ગજબ વાત છે ભાઈ! ભાવશક્તિનો ધરનારો ગુણી-પ્રભુ આત્મા શુદ્ધ અને ભાવશક્તિ પણ શુદ્ધ. અને તેનું કાર્ય શું? તો એનું કાર્ય એ છે કે સમયે સમયે આત્મામાં નિર્મળ પર્યાય થાય જ છે, હોય જ છે.

શું કહ્યું? કે કોઈ ગુણ છે તો તેનું કાર્ય પણ હોય ને? તેની પર્યાય હોય ને? તો ભાવશક્તિનું કાર્ય શું છે? તો કહે છે-જેને શક્તિ અને શક્તિમાન પ્રભુ આત્માની પ્રતીતિ થઈ છે તેને સમયે સમયે થવાવાળી નિર્મળ પર્યાય થયા વિના રહે જ નહિ, થાય જ-એ ભાવશક્તિનું કાર્ય છે. જે રાગ થાય તેની અહીં વાત નથી કેમકે ભાવશક્તિનું પરિણમન તો નિર્મળ પરિણમન થવું તે છે; અને ત્યારે જે મલિન પરિણામ આવે છે તેનો તો તે (જ્ઞાની) જ્ઞાતા જ છે. વળી તે મલિન પરિણામને જાણવાવાળી પર્યાય પણ શુદ્ધ ભાવશક્તિના કારણે ઉત્પન્ન થાય જ છે. ઝીણી વાત છે ભાઈ! ભાવશક્તિના કારણે ઉત્પન્ન થયેલી નિર્મળ પર્યાય, જે પ્રકારનો રાગ બાકી છે તેને જાણતી સહજ પોતાથી ઉત્પન્ન થાય છે. અહાહા...! શુદ્ધ પરિણતિ કરવી એવું પણ ત્યાં કયાં છે? અહો! સંતોએ અદ્ભુત વાતો કરી છે! અહા! જગતને ન્યાલ કરી દીધું છે!


PDF/HTML Page 2225 of 4199
single page version

અહાહા...! જેને પોતાની અનંત ઋદ્ધિની-આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, પવિત્રતાસ્વરૂપ, સ્વચ્છતાસ્વરૂપ, પ્રકાશસ્વરૂપ-એમ અનંતગુણસ્વરૂપ ઋદ્ધિની દ્રષ્ટિ થઈ છે તેને કહે છે, ભૂતકાળનો ભોગ રહ્યો નથી તેથી તેનો તેને પરિગ્રહ રહ્યો નથી. અને ભવિષ્યના ભોગની તેને વાંછા નથી કેમકે જ્યાં આનંદસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો ત્યાં તેને ભોગની વાંછા કેમ રહે? જેને અંતરમાં અતીન્દ્રિય આનંદની ભાવના ઉછળે છે તેને અન્ય ભોગની વાંછાથી શું કામ છે? કાંઈ નહિ. હવે વર્તમાનની વાત કરે છે-

‘અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.’

શું કહ્યું? કે વર્તમાન ઉપભોગ જો રાગબુદ્ધિએ હોય તો જ પરિગ્રહપણાને પામે. પણ જ્ઞાનીને તો રાગનો વિયોગ છે. અહાહા...! ધર્મી જીવને રાગ આવે છે ખરો, પણ તેને રાગનો વિયોગ છે, અર્થાત્ રાગનો પર્યાયમાં સદ્ભાવ નથી એમ કહે છે. એટલે શું? કે જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગનો રાગ નથી. તેને રાગ છે પણ દ્રષ્ટિમાં તેનો વિયોગ છે કેમકે તે હેય છે ને? જ્ઞાનીને રાગ હેય છે તેથી ‘રાગ છે નહિ’-એમ કહ્યું છે. તેથી વર્તમાન ઉપભોગ ધર્મીને છે નહિ. આ પ્રમાણે ત્રણે કાળનો ઉપભોગ ધર્મીને હોતો નથી એમ સિદ્ધ થાય છે. અહાહા...! ત્રિકાળી ભગવાન જ્યાં નજરમાં-અનુભવમાં આવ્યો ત્યાં ત્રણે કાળના ભોગની વાંછા સમાપ્ત થઈ જાય છે, રહેતી નથી. વિશેષ એ જ કહે છે-

‘પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે.’

જુઓ, રાગ શુભ હો કે અશુભ હો; જ્ઞાનીની દ્રષ્ટિમાં તો સર્વ રાગથી ભેદજ્ઞાન થયું છે. અહાહા...! ધર્મીને રાગથી ભેદજ્ઞાન થયું છે માટે તેને રાગનો રાગ છે નહિ. માટે તેને રાગનો વિયોગ છે. જુઓ, ‘वियोगबुद्धिए’–એમ પાઠમાં છે ને? છે? બીજું પદ છે. અહાહા...! જેને આનંદના-નિરાકુલ આનંદના-રસનો સ્વાદ આવ્યો તે રાગની-દુઃખની ભાવના કેમ કરે? વર્તમાનમાં રાગ આવ્યો છે પણ તેમાં તેને એકત્વ નથી. તેથી વર્તમાન ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. અહાહા...! ‘રાગ મારો છે’ -એમ પરિગ્રહપણાને પામતો નથી. અહા! આવો વીતરાગ મારગ બાપા! બહુ સૂક્ષ્મ! ને બહુ દુર્લભ!

જ્ઞાનીને અનંતાનુબંધી સંબંધી રાગ છૂટી ગયો છે અને તે રાગ છૂટી ગયો છે તો તેને રાગનો વિયોગ છે એમ કહે છે. જ્ઞાનીને રાગ થાય છે છતાં તેને રાગથી સંબંધ જ નથી એમ કહે છે. રાગથી ભેદજ્ઞાન કર્યું છે ને! તેથી રાગ સાથે તેને કાંઈ સંબંધ નથી. અહા! આવી વાત ને આવી સૂક્ષ્મ વસ્તુ! વર્તમાનમાં તો એની


PDF/HTML Page 2226 of 4199
single page version

વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે. જ્યાં ત્યાં વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો;-ને કલ્યાણ થઈ જશે-એવી પ્રરૂપણા ચાલે છે. પણ ભાઈ! એવી માન્યતા મિથ્યાત્વ છે, એવું શ્રદ્ધાન મિથ્યા શ્રદ્ધાન છે. શું રાગની ક્રિયાથી આત્માનું કલ્યાણ થાય? ન થાય. આત્માનું કલ્યાણ તો એક વીતરાગભાવથી જ થાય છે.

ત્યારે કોઈ કહે છે-તે (રાગની ક્રિયા) કરતાં કરતાં તો થાય ને? સમાધાનઃ– અરે ભાઈ! તું શું કહે છે આ? શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે? ન આવે. તેમ શું રાગ કરતાં કરતાં વીતરાગી સમ્યગ્દર્શન પ્રગટ થાય? ન થાય. ભાઈ! રાગ કરતાં કરતાં થાય એ તો ભારે વિપરીત માન્યતા છે. અહા! સમ્યગ્દર્શન વિના જેટલાં વ્રત, તપ છે તે બધાંય બાળવ્રત ને બાળતપ છે. ભાઈ! આત્મકલ્યાણનો માર્ગ બહુ જુદો છે બાપા!

અહીં કહે છે-વર્તમાન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહભાવને ધારતો નથી. કેમ? કેમકે તેને એમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. એ તો નિર્જરા અધિકારની (૧૯૪ મી) ગાથામાં આવી ગયું કે શાતા-અશાતાનો ઉદય નિયમથી વેદનમાં તો આવે છે અને તેથી જ્ઞાનીને થોડી અશુદ્ધતા થાય છે; પરંતુ તે ખરી જાય છે માટે તેને નિર્જરા કહે છે. તેમ અહીં કહે છે-જ્ઞાનીને કંઈક અશુદ્ધતા છે, પણ રાગબુદ્ધિ છૂટી ગઈ છે અને તેથી તે પરિગ્રહપણાને પામતી નથી. અહા! આવો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ!

કહે છે-પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. અહાહા...! જ્ઞાની, રાગ મારું કર્તવ્ય છે એમ રાગબુદ્ધિથી વા રાગથી મને લાભ છે, સુખ છે-એમ રાગમાં સુખબુદ્ધિથી પ્રવર્તતો જોવામાં આવતો નથી. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ! અહા! આવી વાત ભગવાન જિનેશ્વરના માર્ગ સિવાય બીજે કયાંય છે નહિ.

અહાહા...! જેને નિજ સ્વસંવેદનજ્ઞાનમાં નિર્મળાનંદનો નાથ ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા જણાયો અને નિરાકુલ આનંદનો સ્વાદ આવ્યો તેને, અહીં કહે છે, પૂર્વના ઉદયથી વર્તમાન જે ભોગ છે તેમાં રાગબુદ્ધિ નથી. તો કેવી રીતે છે? તો કહે છે-જ્ઞાની તેમાં વિયોગબુદ્ધિએ વર્તે છે. કેમ? તો કહે છે-કારણ કે અજ્ઞાનમયભાવ જે રાગબુદ્ધિ તેનો જ્ઞાનીને અભાવ છે. છે? છે અંદર? અહાહા...! રાગબુદ્ધિ છે તે અજ્ઞાનમય ભાવ છે અને તેનો જ્ઞાનીને અભાવ છે.

જુઓ, ભગવાન આત્મા જ્ઞાનમય ભાવ છે, જ્યારે રાગ અજ્ઞાનમય ભાવ છે. કેમ? કેમકે રાગમાં જ્ઞાનમય ભાવનો અંશ નથી. જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માની જ્ઞાનપરિણતિનો


PDF/HTML Page 2227 of 4199
single page version

અર્થાત્ પંચમભાવની પરિણતિનો રાગમાં અભાવ છે માટે તે અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાનમય ભાવ એટલે માત્ર મિથ્યાત્વભાવ જ એમ નહિ. હા, રાગને પોતાનો માને વા ભલો માને તે મિથ્યાત્વ ભાવ છે અને તે જ્ઞાનીને નથી. અને જે દયા, દાન આદિ રાગભાવ આવે છે તે પણ અજ્ઞાનમય ભાવ છે અને તેમાં જ્ઞાની રાગબુદ્ધિએ પ્રવર્તતો નથી માટે તેનો એને પરિગ્રહ નથી એમ કહે છે. અહાહા...! જ્ઞાનસંપન્ન એવો જ્ઞાની, રાગ કે જે અજ્ઞાનમય ભાવ છે તેનો પરિગ્રહ, તેની પકડ કેમ કરે? લ્યો, આવું બધું ઝીણું!

પ્રશ્નઃ– રાગ તો એક સમયનો છે, તો તેને કેવી રીતે પકડી શકાય? ઉત્તરઃ– ભાઈ! રાગ જે સમયે છે તે જ સમયે, ‘તે મારો છે વા એનાથી મને લાભ છે’-એમ અજ્ઞાનીને પકડ હોય છે. પકડ તો તે એક સમયે જ હોય, બીજા સમયે નહિ. પહેલા સમયે રાગ આવે ને તેને બીજા સમયે પકડવો એમ નથી. પરંતુ જ્ઞાનીનો ઉપયોગ તો સ્વમાં વળેલો છે ને? તેથી તેને ‘રાગ મારો છે’-એમ રાગની પકડ નથી એમ કહે છે. અહાહા...! રાગના કાળે જ્ઞાનીને તો જ્ઞાનની ને આનંદની પકડ છે; પરંતુ રાગની પકડ નથી. રાગને તો તેણે જ્ઞાનથી જુદો પાડી દીધો છે અને તેથી જ્ઞાનીને નિર્જરા જ થાય છે. આવી વાત છે! હવે કહે છે-

‘અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી.’

જોયું? જ્ઞાનીને રાગ છે તો ખરો, પણ કેવળ વિયોગબુદ્ધિએ એટલે હેયબુદ્ધિએ છે. જ્ઞાની રાગબુદ્ધિએ પ્રવર્તતો નથી એમ પહેલાં નાસ્તિથી કહ્યું ને હવે કેવળ વિયોગબુદ્ધિએ જ પ્રવર્તે છે એમ અસ્તિથી કહે છે. જ્ઞાની (રાગમાં) હેયબુદ્ધિએ પ્રવર્તમાન છે કેમકે વ્યવહારરત્નત્રયનો રાગ પણ પોતાની ચીજ નથી એમ તે માને છે. આ પ્રમાણે કેવળ હેયબુદ્ધિએ જ પ્રવર્તમાન તેને રાગ ખરેખર પરિગ્રહ નથી. હવે આવો ભગવાનનો મારગ છે; તેમાં બીજું શું થાય? (માર્ગ તો જેમ છે તેમ છે).

‘વિયોગબુદ્ધિ’ એટલે શું? સમજ્યા? એટલે કે સંબંધબુદ્ધિ નહિ, પણ વિયોગબુદ્ધિ, હેયબુદ્ધિ કહે છે-‘વિયોગબુદ્ધિએ જ પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી.’ અહાહા...! રાગમાં એકત્વબુદ્ધિ નથી અને તે કારણે જ્ઞાનીને વર્તમાન જે ભોગ છે તે પરિગ્રહ નથી. હવે જ્યાં રાગનો પરિગ્રહ નથી ત્યાં પૈસા-બૈસા આદિના પરિગ્રહની વાત તો કયાંય રહી ગઈ. સમજાણું કાંઈ...? હવે કહે છે-

‘જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી.’


PDF/HTML Page 2228 of 4199
single page version

શું કીધું? કે જ્ઞાનીને અનાગત નામ ભવિષ્યના ઉપભોગની વાંછા જ નથી, કેમકે તેને ભવિષ્યમાં તો વર્તમાન એકાગ્રતાની પૂર્ણતારૂપ મોક્ષની જ વાંછા છે. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ હોવાથી અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહપણું પામતો નથી. અહાહા...! જ્યાં રાગનો તેને પરિગ્રહ નથી ત્યાં લક્ષ્મી, કીર્તિ કે ચક્રવર્તીનો વૈભવ મને હો એવી પકડ તો તેને હોય જ કયાંથી? આ પ્રમાણે જ્ઞાનીને ત્રણકાળ સંબંધી ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી.

* ગાથા ૨૧પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે.’ ભૂતકાળનો ઉપભોગ તો વર્તમાન છે નહિ. એટલે તે ઉપભોગનો પરિગ્રહ જ્ઞાનીને નથી. વળી,

‘અનાગત ઉપભોગની વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે?

જોયું? સમકિતી-જ્ઞાની ભગવાન આત્માના જ્ઞાન ને આનંદની ભાવના કરે કે રાગની? ધર્મીને અનાગત ઉપભોગની વાંછા નથી. જેને તે વર્તમાનમાં હેયપણે જાણે તેની ભવિષ્યના ઉપભોગ માટે કેમ વાંછા કરે? ન કરે.

પ્રશ્નઃ– એ તો ઠીક; પણ હમણાં પૈસાનું દાન કરીએ, ભક્તિ આદિ કરીએ; ધર્મ તો પછીના ભવમાં કરીશું.

ઉત્તરઃ– અરે ભાઈ! પૈસા શું તારા છે? અને તેનું દાન શું તું કરી શકે છે? પૈસા તો જડ, ધૂળ-માટી છે અને તે જડના છે. એ મારા છે અને તેનું દાન હું કરી શકું છું એવી માન્યતા તો મિથ્યાત્વ છે જે વડે સંસારની જ વૃદ્ધિ થાય છે. હવે આવું મિથ્યાત્વનું સેવન જ્યાં છે ત્યાં હવે પછીનો ભવ કેવો હશે? વિચાર કર ભાઈ! (ધર્મ તો પછીના ભવમાં કરીશું એ તો શેખચલ્લીનો વિચાર છે.)

પ્રશ્નઃ– પરંતુ દાનથી કંઈક ધર્મ તો થાય ને? ઉત્તરઃ– ધૂળેય ધર્મ ન થાય સાંભળને. દાન-આહારદાન, ઔષધદાન, અભયદાન, જ્ઞાનદાન-શુભભાવ છે ને એનાથી પુણ્ય થાય છે પણ ધર્મ નહિ. ભાઈ! પરદ્રવ્યના લક્ષે જેટલો ભાવ થાય છે તે બધોય રાગ છે. એક સ્વદ્રવ્યના લક્ષે જ વીતરાગતા અર્થાત્ ધર્મ થાય છે. અહાહા...! ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે જ્યારે અમે છદ્મસ્થ મુનિ હતા ત્યારે અમને કોઈએ આહાર દીધો હતો તો તેને શુભભાવ હતો પણ ધર્મ નહીં; કેમકે પરદ્રવ્યના આશ્રયે કયારેય ધર્મ થતો નથી, એક સ્વદ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે-આ મહાસિદ્ધાંત છે.


PDF/HTML Page 2229 of 4199
single page version

અહીં કહે છે કે-જ્ઞાનીને અનાગત ઉપભોગની વાંછા નથી, કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? ન કરે.

વળી, ‘વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય?’ ન જ હોય. હવે સરવાળો કહે છે કે-‘આ રીતે જ્ઞાનીને જે ત્રણકાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ છે તે પરિગ્રહ નથી.’ જ્ઞાનીને જ્ઞાનની-આનંદની જ ભાવના છે, રાગની ભાવના નથી તેથી ત્રણકાળ સંબંધી ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહપણાને પામતો નથી. હવે કહે છે-

‘જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઈલાજ કરે છે-રોગી જેમ રોગનો ઈલાજ કરે તેમ આ, નબળાઈનો દોષ છે.’

શું કહે છે? ‘જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે...’ ભાઈ! આ તો જરી નિમિત્તથી સમજાવ્યું છે હો; બાકી બાહ્ય સાધનો કોણ ભેળાં કરી શકે? તે પ્રકારનો રાગ આવ્યો છે તો ‘સાધનો ભેળાં કરે છે’ એમ કહેવામાં આવે છે. બાકી પરદ્રવ્યને કોણ એકત્ર કરી શકે? કોઈ નહિ; કેમકે પરદ્રવ્ય તો જડ સ્વતંત્ર પોતે પોતાથી પરિણમે છે.

જુઓ, કોઈ જ્ઞાની પુરુષો હોય તે વિવાહ આદિ કરે, છતાં તેમાં જે રાગ છે તેને તે દુઃખરૂપ ને હેય માને છે. એ તો રાગરૂપી રોગના ઈલાજ તરીકે તત્કાલ તે ઉપાય કરે છે પણ તેમાં એને એકત્વબુદ્ધિ નથી. શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ-એ ત્રણેય તીર્થંકર ભગવાન ત્રણ જ્ઞાન ને ક્ષાયિક સમકિત લઈને જન્મ્યા હતા. ત્રણેય ચક્રવર્તી હતા, તીર્થંકર હતા ને કામદેવ પણ હતા. અહાહાહા...! ૯૬ હજાર તો સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ તે આ રીતે-રાગમાં હેયબુદ્ધિએ હોં; રાગના એક અંશને પણ પોતાનો માનતા ન હતા. માત્ર રોગનો ઉપચાર (ઈલાજ) કરતા હતા. કહ્યું ને કે-‘જ્ઞાની જે વર્તમાન ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઈલાજ કરે છે- રોગી જેમ રોગનો ઈલાજ કરે તેમ.’

રોગી જે રોગનો ઈલાજ કરે છે તેને તે શું ભલો જાણે છે? શું તે એમ માને છે કે નિરંતર રોગ રહેજો અને તેનો ઈલાજ પણ કાયમ કરવાનો રહેજો જેથી સૌ જોવાવાળા ઘણા માણસો નિત આવતા રહે? રોગ હોય તો માણસો જોવા આવે ને? તો શું રોગ અને તેનો ઈલાજ કાયમ રહે એવી શું રોગીને ભાવના છે? ના; તેમ ધર્મીને રાગના રોગની પીડા છે અને તેનો ઉપભોગ વડે ઈલાજ પણ કરે છે, પણ એ બધું હેયબુદ્ધિએ. તેને રાગની કે તેના ઉપચારની ભાવના નથી. અહા! સમકિતી ચક્રવર્તીને છન્નુ હજાર સ્ત્રીઓ સાથે ક્રીડા કરવાનો રાગ આવ્યો છે અને


PDF/HTML Page 2230 of 4199
single page version

બહારમાં સામગ્રી પણ છે, છતા એ સર્વમાં તેને હેયબુદ્ધિ છે, દુઃખબુદ્ધિ છે, સમજાણું કાંઈ...? ભાઈ! આ તો પોતાની જૂની (મિથ્યા) માન્યતામાં મીંડાં મૂકે તો સમજાય એવું છે. બાકી અજ્ઞાની તો પૈસાનું દાન કર્યું એટલે ધર્મ થઈ ગયો એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી સાંભળને.

કોઈ લાખો-કરોડો ખર્ચ કરીને બે-પાંચ મંદિરો બનાવે તોય એમાં ધર્મ થાય એમ નથી. કેમ? કેમકે એ તો બધો શુભરાગ છે. તે વડે પુણ્યબંધ થશે, પણ ધર્મ નહિ. તથા જે મંદિરો બને છે એ તો જડની ક્રિયા જડના કારણે બને છે. શું તે આત્માથી બને છે? જુઓ, આ પરમાગમ મંદિર છે ને? એ તો તે સમયે એની બનવાની ક્રિયા હતી તો તે તેના કારણે બન્યું છે. તેનો બનાવનારો કોઈ બીજો (આત્મા) છે જ નહિ. આવી વાત છે.

આ તો થઈ ગયા પછી આપ કહો છો? ભાઈ! થઈ ગયા પહેલાં પણ અમે તો આ જ કહેતા હતા. કાઠિયાવાડમાં પહેલાં કોઈ દિગંબર મંદિર ન હતું. ત્યારે પણ આ જ કહેતા હતા. આજે ૩૦ થી ૩પ મંદિર થઈ ગયાં છે. (અત્યારે પણ આ જ કહીએ છીએ).

પણ એ તો આપના આધારે થયાં ને? ભાઈ! એ તો એમ થવાનું હતું તો થયું છે. બાકી નિમિત્તથી કહેવાય એ જુદી વાત છે. નિમિત્ત છે તે કાંઈ પરનો કર્તા છે? નિમિત્ત વસ્તુ છે, પણ નિમિત્ત (પરનું) કર્તા નથી. કોઈને શુભભાવ થતાં ભગવાન નિમિત્ત હો, પણ ભગવાન તેના શુભભાવના કર્તા નથી. આવી વાત બાપા! તત્ત્વદ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે ભાઈ!

અહીં કહે છે-‘જ્ઞાની વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે...’ અહા! આ વાંચી અજ્ઞાની કહે છે-જુઓ! સમકિતી સાધન એકઠાં કરે છે કે નહીં?

અરે ભાઈ! કઈ અપેક્ષાએ આ લખ્યું છે એ વિચાર તો ખરો. અસદ્ભૂત વ્યવહારથી અને તેમાંય ઉપચારથી આ કહ્યું છે. અસદ્ભૂત ઉપચાર ને અસદ્ભૂત અનુપચાર-એમ બે પ્રકાર છે. તેમાં આ અસદ્ભૂત ઉપચાર વ્યવહારનયથી કથન છે. આત્મા કર્મને બાંધે છે એમ કહેવું તે અસદ્ભૂત અનુપચાર છે જ્યારે જ્ઞાની સામગ્રી ભેળી કરે છે એમ કહેવું તે અસદ્ભૂત ઉપચાર વ્યવહારનય છે. ભાઈ! આ તો ઉપચારનો ઉપચાર છે. અહા! પણ શું થાય? (જ્યાં અપેક્ષાથી અર્થ ન સમયે ત્યાં શું થાય?)

અહાહા...! પોતે (આત્મા) સદાય જ્ઞાનસ્વરૂપ છે. તે શું કરે? શું રજકણને કરે? શું આંખને ફેરવે? શું પાંપણને હલાવે? કે શું શરીરને ચલાવે? શું કરે આત્મા?


PDF/HTML Page 2231 of 4199
single page version

અરે ભાઈ! એ બધી તો જડની ક્રિયા છે. આ વાણી બોલાય છે તે પણ જડની ક્રિયા છે. તેમાં આત્માનું કાંઈ કર્તવ્ય નથી. આવી જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે એ તો જ્ઞાતાદ્રષ્ટા થાય છે. તેને જે રાગ આવે છે તેનો પણ જ્ઞાતાદ્રષ્ટા છે. તે સાધનો ભેળાં કરે છે એમ કહેવું એ તો ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે. ખરેખર તો એને સર્વ વિકલ્પ પ્રતિ હેયબુદ્ધિ જ હોય છે. કહ્યું ને કે છન્નુ હજાર રાણીઓ સાથે લગ્ન કરવાના પરિણામ સમકિતી ચક્રવર્તીને થતા હોય છે પણ તેમાં તેને સુખબુદ્ધિ નથી પણ હેયબુદ્ધિ જ છે.

પ્રશ્નઃ– તો પછી તે લગ્ન શું કામ કરે? સમાધાનઃ– પણ તેવો રાગ આવ્યા વિના રહેતો નથી. તે નબળાઈનો દોષ છે. પોતાની અશક્તિ છે એટલે રાગ આવે છે પણ તેમાં એને હેયબુદ્ધિ જ છે, ઉપાદેયબુદ્ધિ નથી. જ્ઞાની તો રાગને રોગ સમાન જાણે છે.

પ્રશ્નઃ– આ જે રોગ થાય છે તેને તો ડોકટર (-બીજા) મટાડે છે ને? સમાધાનઃ– રોગ તો એને ઘેર રહ્યો. રોગને અને આત્માને શું છે? રોગ તો શરીરની-જડની દશા છે. ભાઈ! આ શરીર છે તે જડ પુદ્ગલની દશા છે. શરીરમાં રોગનું થવું તે પરમાણુઓની તેવી દશારૂપે થવાની જન્મક્ષણ છે, તેનો ઉત્પત્તિ કાળ છે. તેમ રોગનું મટવું એ પણ શરીરના પરમાણુઓની તેવી દશા તેના કારણે થાય છે. તેમાં દાક્તરો શું કરે? ધૂળમાંય દાક્તરો રોગને મટાડી દે નહિ. (દાક્તર રોગને મટાડે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે). આવી વાત છે.

અહીં કહે છે-જેમ રોગી રોગનો ઉપચાર કરે છે તેમ જ્ઞાની નબળાઈના કારણે જે રાગ આવે છે તેનો ઈલાજ કરે છે, પણ હેયબુદ્ધિએ જ.


PDF/HTML Page 2232 of 4199
single page version

ગાથા–૨૧૬

कुतोऽनागतमुदयं ज्ञानी नाकांक्षतीति चेत्–

जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं।
तं जाणगो दु णाणी उभयं पि ण कंखदि कयावि।। २१६।।
यो वेदयते वेद्यते समये समये विनश्यत्युभयम्।
तद्ज्ञायकस्तु ज्ञानी उभयमपि न कांक्षति कदापि।। २१६।।

હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? તેનો ઉત્તર કહે છેઃ-

રે! વેદ્ય વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે,
–એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬.

ગાથાર્થઃ– [यः वेदयते] જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને [वेद्यते] જે ભાવ વેદાય છે (અર્થાત્ વેદ્યભાવ) [उभयम्] તે બન્ને ભાવો [समये समये] સમયે

[विनश्यति] વિનાશ પામે છે- [तद्ज्ञायकः तु] એવું જાણનાર [ज्ञानी] જ્ઞાની

[उभयम् अपि] તે બન્ને ભાવોને [कदापि] કદાપિ [न कांक्षति] વાંછતો નથી.

ટીકાઃ– જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે; અને જે *વેધ-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારા) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેદ્યભાવ વિનાશ પામી જાય છે; તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્યભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદ્યભાવને વેદે છે, તો(ત્યાં એમ છે કે) તે બીજો વેદ્યભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેદ્યભાવને કોણ વેદે? જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો _________________________________________________________________

* વેદ્ય = વેદાવાયોગ્ય. વેદક = વેદનાર, અનુભવનાર.


PDF/HTML Page 2233 of 4199
single page version

(स्वागता)
वेद्यवेदकविभावचलत्वाद्
वेद्यते न खलु कांक्षितमेव।
तेन कांक्षति न किञ्चन विद्वान्
सर्वतोऽप्यतिविरक्तिमुपैति ।।
१४७।।

(ત્યાં એમ છે કે) તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેદે? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.

ભાવાર્થઃ– વેદકભાવ અને વેદ્યભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદ્યભાવ હોતો નથી અને જ્યારે વેદ્યભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદ્યભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે? અને જ્યારે વેદ્યભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેદ્યને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. અહીં પશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે; તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તેનું સમાધાનઃ– વેદ્ય-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેદ્યભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં વેદ્યભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ[वेद्य–वेदक–विभाव–चलत्वात्]વેદ્ય-વેદકરૂપ વિભાવભાવોનું ચળ-પણું (અસ્થિરપણું) હોવાથી [खलु] ખરેખર [कांक्षितम् एव वेद्यते न] વાંછિત વેદાતું નથી; [तेन] માટે [विद्वान् किञ्चन कांक्षति न] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [सर्वतः अपि अतिविरक्तिम् उपैति] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.

ભાવાર્થઃ– અનુભવગોચર જે વેદ્ય-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે? ૧૪૭.


PDF/HTML Page 2234 of 4199
single page version

સમયસાર ગાથા ૨૧૬ઃ મથાળુ

હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? શું કહે છે? કે અનાગત એટલે ભવિષ્યના ભોગને જ્ઞાની વર્તમાનમાં કેમ વાંછતો નથી-તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૨૧૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયક-ભાવસ્વરૂપ નિત્ય છે;...’

શું કહ્યું? કે ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવા એક સ્વભાવભાવરૂપ જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે. જ્ઞાનીની દ્રષ્ટિ આવા એક ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવમાં સંલગ્ન છે. અહાહા...! જ્ઞાનીને એક ધ્રુવ સ્વભાવભાવની અખંડ એક જ્ઞાયકભાવની એકાગ્રતાની ભાવના હોય છે. તેથી જ્ઞાની તો સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે.

હવે કહે છે-‘અને જે વેદ્ય-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે.’

જુઓ, વેદ્ય એટલે કે ઇચ્છા કરનારો ભાવ અને વેદક એટલે કે અનુભવવા લાયકનો ભાવ. અહીં કહે છે-આ બન્ને ભાવો વિભાવભાવો છે અને તેઓ ઉત્પાદ- વ્યયસ્વરૂપ હોવાથી ક્ષણિક છે. એટલે શું? કે વર્તમાન જે ઇચ્છા થઈ કે ‘હું આને ભોગવું’ તે ઇચ્છાકાળે-વેદ્યકાળે ભોગવવાનો કાળ નથી. અહાહા...! ઇચ્છાકાળે-વેદ્યકાળે ભોગવવાનો કાળ નથી અને ભોગવવાનો કાળ આવે ત્યારે વેદ્ય-ઇચ્છાનો કાળ નથી કેમકે ઇચ્છાનો કાળ ત્યારે વ્યતીત થઈ ગયો છે. સમજાણું કાંઈ...?

ફરીને- શું કહે છે? કે ધર્મીની દ્રષ્ટિમાં તો ધ્રુવ સ્વભાવભાવ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેલો છે. અને વર્તમાનમાં તે જેને ઇચ્છે છે તે વસ્તુ-વેદનલાયક વસ્તુ તત્કાળ તો છે નહિ તથા જ્યારે વેદનલાયક વસ્તુ આવે છે ત્યારે વેદ્ય જે ઇચ્છા થઈ હતી તે હોતી નથી. માટે જ્ઞાની કાંઈ ઇચ્છતો નથી.

અહા! ધર્મીને વેદ્ય-વેદકભાવની ભાવના કેમ નથી? તો કહે છે-ધર્મીની દ્રષ્ટિ એક નિત્ય ધ્રુવસ્વભાવ ઉપર રહેલી છે; તેમ જ વર્તમાન કાંક્ષમાણ જે વેદ્યભાવ કે આને ભોગવું-પૈસાને ભોગવું, સ્ત્રીને ભોગવું, મકાનને ભોગવું-આવો જે વેદ્યભાવ તેના કાળે વેદક વસ્તુ-પૈસા, સ્ત્રી, મકાન-છે નહિ અને જ્યારે વેદક વસ્તુનો (પૈસા


PDF/HTML Page 2235 of 4199
single page version

આદિનો) અનુભવ કાળ આવે છે ત્યારે તે કાળે વેદ્ય જે ઇચ્છા તેનો કાળ નથી કેમકે બન્ને ભાવો ક્ષણિક છે. આમ હોતાં ઇચ્છા પ્રમાણે વેદાતું નથી. માટે ધર્મીને વેદ્ય-વેદકભાવની ભાવના નથી. અહા! આવું ઝીણું છે!

હા, અજ્ઞાનીને પણ આવું તો ઘણી વખત બને છે? શું બને છે? કે જ્યારે ઇચ્છા થાય ત્યારે ભોગવવાની વસ્તુ ન હોય અને ભોગવવાનો કાળ આવે ત્યારે ઇચ્છા ન હોય.

અરે ભાઈ! અહીં અજ્ઞાનીની કયાં વાત છે? વર્તમાનમાં ભોગવવાયોગ્ય વસ્તુનો જોગ નથી માટે તો અજ્ઞાની ઇચ્છા કરે છે અને જ્યારે તે વસ્તુ આવે છે ત્યારે તે ઇચ્છા તો ચાલી ગઈ હોય છે. છે તો આમ, છતાં અજ્ઞાની તો ઇચ્છા કર્યા જ કરે છે. અહીં તો જ્ઞાની કેમ ઇચ્છા કરતો નથી, જ્ઞાનીને કેમ વેદ્ય-વેદકભાવની-વિભાવની ભાવના નથી એ વાત કરે છે. સમજાણું કાંઈ...!

જુઓ, ટીકામાં પહેલાં વેદ્ય છે અને પછી વેદક છે. પણ પાઠમાં (ગાથામાં) वेददि वेदिज्जदि–એમ પહેલો બોલ વેદક અને પછીનો બોલ વેદ્ય છે. પણ એ તો ગાથાના પદોને મેળવવા એમ કહ્યું છે. તેનો ખરો અર્થ તો એમ છે કે પહેલાં વેદ્ય છે અને પછી વેદક છે. वेददि અર્થાત્ અનુભવવાલાયકનો કાળ અને वेदिज्जदि એટલે વેદવાની ઇચ્છા-આમ (પહેલાં વેદક ને પછી વેદ્ય) પાઠમાં છે. પાઠ તો પદ્ય છે ને! એટલે પદ્યમાં બંધ બેસે તેમ પાઠમાં કહ્યું છે. બાકી ટીકામાં જેમ અર્થ કર્યો છે તેમ પહેલાં વેદ્ય ને પછી વેદક છે.

આ કાંઈક ઇચ્છા થાય કે-સ્ત્રી હોય તો ઠીક, દીકરો હોય તો ઠીક, આટલા પૈસા થાય તો ઠીક-અહાહા...! આવી જે ઇચ્છા-કાંક્ષમાણ ભાવ તે વેદ્ય છે; અને તે તો ક્ષણિક છે કેમકે તે ઉત્પાદ-વ્યયરૂપ વિભાવભાવ છે. હવે જ્યારે વેદવાયોગ્ય આવે અર્થાત્ જ્યારે સ્ત્રી, દીકરો કે પૈસાનો જોગ આવે ત્યારે તે ઇચ્છાનો-વેદ્યનો કાળ હોતો નથી, ઇચ્છાનો વ્યય થઈ ગયો હોય છે. ભાઈ! ગાથા અલૌકિક છે! શાંતિથી ધીરજ રાખીને સાંભળવું. શું કહે છે? કે હું અમુક ચીજને ભોગવું એમ જ્યારે ભોગવવાની વાંછા છે ત્યારે તે ચીજ નથી; કેમકે જો તે ચીજ હોય તો તેની ઇચ્છા કેમ થાય? અને જ્યારે તે ચીજનો જોગ મળ્‌યો, ભોગવવાનો કાળ આવ્યો ત્યારે ઇચ્છાનો જે કાળ હતો તે તો ચાલ્યો ગયો. મતલબ કે ચીજને ઇચ્છે છે તે વખતે વેદન નથી અને વેદનના કાળે જે ઇચ્છા હતી તે ઇચ્છા નથી; કેમકે ઇચ્છા ક્ષણિક છે. એ તો કહ્યું ને કે-‘જે વેદ્ય-વેદકભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે.’ ઝીણી વાત છે ભાઈ! જરા ધીમેથી સમજવું. ગાથા જ એવી ઝીણી છે ને!


PDF/HTML Page 2236 of 4199
single page version

અહીં કહે છે-એક ધ્રુવ સ્વભાવભાવ નિજ જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્માનું જેને અંતરમાં ભાન થયું છે એવા જ્ઞાનીને પર પદાર્થને ભોગવવાની આકાંક્ષાનો વેદ્યભાવ હોતો નથી. કેમ? કેમકે તે ઇચ્છા કરવી નિરર્થક છે; કારણ કે ઇચ્છા કાળે (ઇચ્છેલી) વસ્તુ છે નહિ અને જ્યારે વસ્તુ આવે છે ત્યારે તે પ્રકારની ઇચ્છા હોતી નથી. અહા! અજ્ઞાની ઇચ્છે છે તે કાળે વસ્તુ નથી અને વસ્તુના ભોગવવા કાળે વ્યય પામી ગઈ હોય છે. માટે અજ્ઞાની જે ઇચ્છા કરે છે તે નિષ્ફળ, નિરર્થક છે. ‘શ્રીમદ્ રાજચંદ્ર’માં આવે છે ને કે-

‘કયા ઇચ્છત ખોવત સબૈ, હૈ ઇચ્છા દુઃખમૂળ.’ શું ઇચ્છવું? ઇચ્છાયેલાની (તે કાળે) પ્રાપ્તિ તેથી નથી, ઇચ્છાકાળે વેદન (વસ્તુનો ભોગવટો) નથી. માટે ઇચ્છા નિરર્થક છે, દુઃખમૂળ છે. આવો ઝીણો માર્ગ વીતરાગનો! અજ્ઞાની તો ‘દયા તે ધર્મ’-એમ માને છે, પણ ભાઈ! વીતરાગનો મારગ બહુ જુદો છે.

પ્રશ્નઃ– તો દયા તે ધર્મ છે, સંવર-નિર્જરાનું કારણ છે એમ શાસ્ત્રમાં આવે છે ને? ઉત્તરઃ– હા, શાસ્ત્રમાં આવે છે; ‘દયા વિશુદ્ધો ધર્મઃ’-એમ આવે છે, પણ તે કયા નયનું વચન છે? અને તે કઈ દયા? જો સ્વદયા હોય તો તે શુદ્ધોપયોગરૂપ ધર્મ છે અને એવા ધર્મીને સહકારી પરદયાનો શુભરાગ હોય છે તેને વ્યવહારથી ધર્મ કહે છે. (પણ પરદયાને જ કોઈ ધર્મ માને તો તે યથાર્થ નથી).

વાત તો આવી છે બાપુ! તેમાં બીજું શું થાય? અરે! શુભભાવની ક્રિયાથી પુણ્યબંધ થાય અને એનાથી સંવર-નિર્જરા પણ થાય-એમ માનનારા અજ્ઞાનીઓએ તો વીતરાગ માર્ગને પીંખી નાખ્યો છે! અરે ભગવાન! આ શું કરે છે તું બાપુ! પુરુષાર્થસિદ્ધયુપાયમાં તો એવી ચોખ્ખી વાત કરી છે કે-જે અંશે રાગ તે અંશે બંધ અને જે અંશે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે અંશે અબંધ. આવી ચોખ્ખી વાત તો છે પ્રભુ! પછી શુભભાવ વડે સંવર-નિર્જરા થાય એ વાત કયાં રહી?

અહીં કહે છે-જ્ઞાની કે જેને ધ્રુવ એક નિત્ય જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માનો આદર થયો છે તે, અનિત્ય અને ક્ષણવિનાશી એવા વિભાવભાવનો આદર કરતો નથી. તથા તેની ઇચ્છા કરતો નથી. કેમ ઇચ્છા કરતો નથી? કેમકે જે વાંછા-કાંક્ષમાણ વેદ્યભાવ હોય છે તે તો ક્ષણિક છે એટલે ક્ષણમાં નાશ પામી જાય છે અર્થાત્ જ્યારે વેદનનો કાળ આવે છે ત્યારે તો તે નાશ પામી ગયો હોય છે. માટે તે કોને વેદે? ઇચ્છા વખતે ઇચ્છાયેલો પદાર્થ ત્યાં છે નહિ અને પદાર્થને ભોગવવાના કાળે ઇચ્છા છે નહિ, જેને વેદવું હતું તેનો ભાવ નથી. અહો! આ તો કોઈ ગજબ વાત છે! શું શૈલી છે! દિગંબર સંતોની સમજાવવાની કોઈ અજબ શૈલી છે!!


PDF/HTML Page 2237 of 4199
single page version

અહાહા...! ધર્મીને તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવ ઉપર જ દ્રષ્ટિ છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સમકિતીને, સ્વભાવભાવની ધ્રુવતાને લઈને અખંડ એક જ્ઞાયકભાવનો જ આશ્રય હોય છે. તે કારણે વિભાવભાવરૂપ વેદ્ય-વેદકભાવો કે જેમનું ઉત્પન્ન થવું ને નાશ થવું એવું ક્ષણિકપણું લક્ષણ છે તેને ધર્મી કેમ ઇચ્છે? (ન જ ઇચ્છે). અહાહા...! સમકિતી છ ખંડના રાજ્યના વૈભવમાં હોવા છતાં તેને છ ખંડના વૈભવ પ્રતિ કે હજારો સ્ત્રીના વિષયમાં રમવા પ્રતિ ભાવના નથી, ઇચ્છા નથી; કેમકે તે જાણે છે કે જ્યારે ઇચ્છા છે ત્યારે ભોગવવાનો કાળ નથી અને ભોગવવાના કાળે તે ઇચ્છા નાશ પામી ગઈ હોય છે. આવી નિરર્થક વાંઝણી ઇચ્છા જ્ઞાની કેમ કરે? અજ્ઞાની આવી નિરર્થક ઇચ્છા કર્યા કરે છે. અજ્ઞાની કરો તો કરો; જ્ઞાની તો નિત્ય એક જ્ઞાયકભાવને છોડીને ક્ષણિક નિરર્થક ભાવોની ભાવના કરતો નથી, આવો ઝીણો મારગ વીતરાગનો! કદી સાંભળવા ન મળ્‌યો હોય એટલે ઠેકડી કરે કે ‘આ તો નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે!’ પણ એથી પ્રભુ! તને લાભ નહિ થાય હોં. આ નિશ્ચયની વાત છે એટલે જ સત્ય વાત છે.

પ્રશ્નઃ– તો શું જ્ઞાની ભોગ ભોગવે છે છતાં તેને ભોગની ઇચ્છા નથી? ઉત્તરઃ– અરે ભાઈ! તે કઈ અપેક્ષાએ વાત છે? જ્ઞાનીને રાગમાં-ભોગમાં રસ ઊડી ગયો છે; છતાં તેને જે રાગ-ભોગ હોય છે-આવે છે તેને તે ઝેર સમાન જાણે છે. (તેથી તેને ભોગની ઇચ્છા નથી એમ કહ્યું છે). એ તો પહેલાં આ અધિકારમાં (કળશ ૧૩પ માં) આવી ગયું છે કે જ્ઞાની સેવક છતાં અસેવક જ છે. ભાઈ! આવો મારગ વીતરાગ સિવાય બીજે કયાંય નથી. અહો! દિગંબર સંતોએ તો કેવળીનાં પેટ ખોલીને મૂકયાં છે. અહા! ભગવાન કુંદકુંદની એક એક ગાથા અપાર ઊંડપથી ભરેલી છે.

અહાહા...! ઇચ્છાકાળ અને ભોગવવાનો કાળ-એ બેનો મેળ ખાતો નથી. માટે એવી ઇચ્છા કોણ (જ્ઞાની) કરે?

પ્રશ્નઃ– પણ ઇચ્છા વખતે પદાર્થ હોય એવું બને કે નહિ? સમાધાનઃ– એવું ત્રણકાળમાં બને નહિ; કેમકે જો ઇચ્છા વખતે પદાર્થ હોય તો ઇચ્છા શું કામ થાય? ઇચ્છા એ એક સમયની પર્યાય છે અને તે એક સમયની ઇચ્છા વેદ્ય-કાંક્ષમાણ છે. કાંક્ષમાણ નામ ‘મારે આ જોઈએ,’ ‘હું આને ભોગવું.’ આવી ઇચ્છાનો કાળ ક્ષણિક છે. માટે જ્યારે ચીજ આવી જાય છે ત્યારે ઇચ્છાનો કાળ હોતો નથી. તેથી તે ઇચ્છા નિરર્થક જાય છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– હા; પણ પહેલાં (ગાથા ૨૧પ ના ભાવાર્થમાં) તો એમ આવ્યું કે ‘જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે.’ તો આ કેવી રીતે છે?


PDF/HTML Page 2238 of 4199
single page version

સમાધાનઃ– ભાઈ! વર્તમાન જે રાગ થયો છે તેને જ્ઞાની પોતાનાથી ભિન્ન જ જાણે છે; છતાં રાગ છે, ખસતો નથી તો ઉપભોગની સામગ્રી અર્થાત્ રાગને ભોગવવાનાં જે સાધનો જે સંયોગમાં આવે છે તે પર તેનું લક્ષ જાય છે તો ‘તે સામગ્રી ભેળી કરે છે- જેમ રોગી ઔષધથી ઈલાજ કરે છે તેમ’-એમ કહ્યું છે. પરંતુ ભાઈ! તે રાગને ને ઈલાજને-બેયને, તેઓ પોતાના નિત્ય સ્વભાવભૂત નહિ હોવાથી, નિરર્થંક જ જાણે છે. સમજાણું કાંઈ...?

એક બાજુ કહે કે જ્ઞાનીને વિભાવભાવરૂપ જે વેદ્ય-વેદકભાવો તેની ભાવના-ઇચ્છા નથી અને વળી કહે કે જ્ઞાનીને રાગ આવે છે અને તેના ઈલાજરૂપે તે ઉપભોગ સામગ્રીને ભેળી કરે છે! ભારે વિચિત્ર વાત! ભાઈ! એ તો રાગ તૂટતો નથી, બીજી રીતે સમાધાન થતું નથી તો સંયોગમાં આવેલી સામગ્રી પર તેનું લક્ષ જાય છે પરંતુ તેમાં તેને હોંશ નથી, ભોગમાં કે રાગમાં તેને રસ નથી. તે તો રાગને ઝેર સમાન જ જાણે છે. તેથી તે સામગ્રી ભેળી કરતો જણાય છતાં તેને વેદ્યભાવ છે અને વેદકભાવ છે એમ છે નહિ. આવી વાત છે!

જેમકે-કોઈએ ઇચ્છા કરી કે પાંચ લાખ હોય તો ઠીક, હવે તે વખતે પાંચ લાખ છે નહિ અને જ્યારે પાંચ લાખ થાય છે ત્યારે પહેલાં જે ઇચ્છા કરી હતી તે ઇચ્છાનો કાળ વિલીન થઈ ગયો હોય છે; ચાલ્યો ગયો હોય છે. માટે ઇચ્છા કરવી ખાલી નિરર્થક છે એમ જાણતો જ્ઞાની ઇચ્છા કરતો નથી.

પ્રશ્નઃ– પરંતુ જ્યારે પાંચ લાખ આવે અને બીજી નવી ઇચ્છા કરે ત્યારે તો પાંચ લાખ છે ને?

સમાધાનઃ– અરે ભાઈ! એ તો અજ્ઞાની કર્તા થઈને ઇચ્છા કર્યા કરે છે; પરંતુ જ્ઞાનીને તેવું (કર્તા થઈને ઇચ્છા કરવી એવું) કયાં છે? નિશ્ચયથી જ્ઞાની ઇચ્છા કરતો જ નથી. તેને ઇચ્છા-રાગ આવી જાય છે એ બીજી વાત છે. એ તો આગળ કહેવાઈ ગયું કે ઇચ્છાના વખતે-રાગના વખતે જ્ઞાની રાગને રોગ તરીકે જાણે છે. એ તો ઔષધની જેમ તેને જે ઉપભોગની સામગ્રી છે તેના ઉપર એનું લક્ષ જાય છે કે ‘આ સામગ્રી છે’-બસ. પણ તેને એ ક્ષણિક વિભાવનું-ઇચ્છાનું સ્વામિત્વ નથી. અહાહા...! તે ક્ષણિક વિભાવનો- ઇચ્છાનો કે ભોગનો સ્વામી નથી, કર્તાય નથી-એમ અહીં કહેવું છે. બહુ ઝીણું છે બાપુ! ભાઈ! આ કાંઈ વાદ-વિવાદનો વિષય નથી. જેને અંતરમાં ધર્મની-વીતરાગતાની જિજ્ઞાસા છે તેને માટે આ વાત છે.

હવે કહે છે-‘ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારા) એવા વેદ્યભાવને વેદે છે અર્થાત્ વેદ્યભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય


PDF/HTML Page 2239 of 4199
single page version

ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેદ્યભાવ નાશ પામી જાય છે; તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે?’

શું કહે છે? કે વાંછા કરનારો વેદ્યભાવ થાય છે તે કયાં સુધી? કે જ્યાં સુધી વેદકભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી. જ્યાં વેદકભાવ ઉત્પન્ન થયો ત્યાં કાંક્ષમાણ વેદ્યભાવ વિનાશ પામી જાય છે. અહાહા...! જે વેદ્યભાવ છે તે વેદ્યભાવને અનુભવનાર અર્થાત્ જે વેદવાયોગ્ય છે તેને અનુભવનાર વેદકભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધીમાં તો કાંક્ષમાણ વેદ્યભાવ વિનાશ પામી જાય છે. છે? સામે પાઠ છે ને? (જરી જીણું છે માટે) જરી ધીમેથી ધ્યાન દઈને સાંભળવું. આ તો ધર્મકથા છે, આ કાંઈ લૌકિક વાર્તા નથી.

અરે! એણે આ કોઈ દિ’ સાંભળ્‌યું નથી! અહીં શું સિદ્ધ કરવું છે? કે કાંક્ષમાણ ભાવ-વેદ્યભાવ વખતે વેદન કરવા યોગ્ય સામગ્રી નથી અને તેથી તે વખતે વેદકભાવ નથી; અને જ્યારે સામગ્રી આવી ને વેદકભાવ થયો ત્યારે વેદ્યભાવ રહેતો નથી. આમ તે બેનો મેળ ખાતો નથી. માટે જ્ઞાની તેને ઇચ્છતો નથી.

પ્રશ્નઃ– પણ જો મેળ ખાય તો તો ઇચ્છે ખરો ને? ઉત્તરઃ– પરંતુ ભાઈ! બેનો મેળ કદી ખાતો જ નથી. વર્તમાન ભાવને ભવિષ્યના ભાવનો-બેનો મેળ ખાતો જ નથી એમ કહે છે. એ ક્ષણિક વિભાવભાવો છે ને? તેથી તેથી બેનો મેળ ખાતો જ નથી; તેથી જ્ઞાની વાંછા કરતો નથી.

અહાહા...! જ્ઞાની કાંઈ ઇચ્છતો કેમ નથી? તો કહે છે કે-જે ભાવ કાંક્ષમાણ એવા વેદ્યભાવને વેદે છે તે વેદનારો-અનુભવનારો વેદકભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (વાંછા કરનારો) વેદ્યભાવ વિનાશ પામી જાય છે. જેમકે વેદવાયોગ્ય ભાવ આવ્યો કે મારે આ કન્યા સાથે લગ્ન કરવાં છે ને તેની સાથે રમવું છે; પરંતુ તે સમયે તો તેનો પ્રસંગ નથી અને જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે પહેલી ઇચ્છાનો જે કાળ હતો તે ચાલ્યો ગયો છે. તેથી, હવે પાછી બીજી ઇચ્છા થશે. અહા! આમ ઇચ્છાનું નિરર્થકપણું જાણીને જ્ઞાની તો સર્વ પરભાવની વાંછા છોડીને નિજ નિરાકુલ આનંદસ્વભાવના વેદનની ભાવનામાં જ રહે છે. અહાહા...! જ્ઞાનીને તો પોતાના સ્વભાવનું જ વેદ્ય-વેદક છે એમ અહીં કહે છે. અહાહા...! જ્ઞાનીને આનંદની અનુભૂતિનું વેદ્ય-વેદક છે, પરનું વેદ્ય-વેદકપણું છે નહિ.

અહાહા...! જુઓ તો ખરા! ત્રણ જ્ઞાનના ધારી અને ક્ષાયિક સમકિતી તીર્થંકરો (ગૃહસ્થ દશામાં, ચક્રવર્તી પણ હોય તો) ૯૬૦૦૦ સ્ત્રીઓ પરણે છે. તો પણ, અહીં કહે છે, તેને ભોગવવાની ઇચ્છા નથી. ગજબ વાત છે ભાઈ! વચ્ચે રાગ આવી જાય છે તો પણ તેને તેઓ ઇચ્છતા નથી, અર્થાત્ તેઓ તે રાગના સ્વામી થતા નથી; કેમકે


PDF/HTML Page 2240 of 4199
single page version

તેમની ભાવના તો નિરંતર સ્વભાવસન્મુખતાની જ રહેલી છે. જ્યારે અજ્ઞાની નિરંતર ઇચ્છાઓ કર્યા જ કરે છે આ એનું અજ્ઞાન છે, મૂઢતા છે.

શું કહે છે? કે જ્યારે કાંક્ષમાણ (વાંછા કરનારો) વેદ્યભાવ છે ત્યારે ભોગવવાના ભાવનો-વેદકભાવનો કાળ નથી અને જ્યારે ભોગવવાના ભાવનો કાળ આવે છે ત્યાં સુધીમાં કાંક્ષમાણ (વાંછા કરનારો) વેદ્યભાવ વિનાશ પામી ગયો હોય છે; હવે તે વિનાશ પામી જતાં વેદકભાવ શું વેદે? એટલે શું? કે ઇચ્છાનો જે કાળ હતો તે તો ગયો, તો હવે વેદકભાવ-ભોગવનારો ભાવ તેને કેવી રીતે વેદે? અર્થાત્ તેણે જે ઇચ્છેલો ભાવ હતો તે હવે કયાં રહ્યો છે કે તેને વેદે? અહા! આવું બહુ ઝીણું પડે પણ આ સમજવું પડશે હોં; ખાસ ફુરસદ લઈને સમજવું પડશે. અરે! આવું મનુષ્યપણું મળ્‌યું અને જો એમાં તત્ત્વદ્રષ્ટિ નહિ કરે તો તે એળે જશે. અહા! જેમ ઈયળ ઇત્યાદિ અવતાર એળે ગયા તેમ તત્ત્વદ્રષ્ટિ વિના આ અવતાર પણ એળે જશે ભાઈ!

અહા! માણસને (એકાંતનો) પક્ષ થઈ જાય છે ને? એટલે પોતાની વાતને સિદ્ધ કરવા તે શાસ્ત્રમાંથી ગોતી-ગોતીને વાતો કાઢે છે. પણ ભાઈ! શાસ્ત્રમાં કયા નયથી કહેલું છે એ તો જાણવું જોઈશે ને? અહા! અજ્ઞાની પોતાના (મિથ્યા, એકાંત) અભિપ્રાય સાથે શાસ્ત્રનો મેળ બેસાડવા જાય છે પણ તે મેળ કેમ બેસે? બાપુ! સત્ય તો આ છે કે તારે શાસ્ત્રનો અભિપ્રાય અંદર બેસાડવો પડશે; નહિ તો મનુષ્યપણું એળે જશે ભાઈ!

અહીં કહે છે-તે (વાંછા કરનારો ભાવ) વિનાશ પામી જતાં વેદકભાવ શું વેદે? અહા! અજ્ઞાની જે પદાર્થને ઇચ્છે છે, ઇચ્છાકાળે તે પદાર્થ તો છે નહિ; જો તે હોય તો તે ઇચ્છે જ કેમ? અને જ્યારે તે પદાર્થ આવે છે ત્યારે ઓલી ઇચ્છાનો જે કાળ હતો કે ‘આને હું વેદું’ એ તો રહેતો નથી. માટે જે વેદ્ય છે તે વેદાણું નથી, વેદાતું નથી. વેદકપણે જે વેદાણું છે એ તો તે વખતનો બીજો કાળ (બીજી ઇચ્છાનો કાળ) થયો છે. તેથી વેદ્ય એટલે કે જે ઇચ્છા થઈ કે ‘આને હું વેદું’ તે ઇચ્છા વેદકનું વેદ્ય થયું નહિ. અહા! વેદકભાવના કાળે-ભોગવવાના કાળે તો બીજી ઇચ્છા થઈ જાય છે. પહેલાં ધાર્યું હતું કે ‘આ રીતે મારે ભોગવવું,’ પણ ભોગવવાના કાળે ‘બીજી રીતે ભોગવું’ એમ થઈ જાય છે. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજી સાહેબે પણ આનો બહુ ખુલાસો કર્યો છે. ચીજને ભોગવવા કાળે પણ જે પહેલી ઇચ્છા હતી કે ‘આ રીતે મારે ભોગવવું’ તે બદલાઈને બીજી રીતે ભોગવવાની ઈચ્છા થઈ જાય છે, કેમકે બીજી ઇચ્છા આવી ને? ઇચ્છાનો કયાં થંભાવ છે?

અહા! ઇચ્છા થઈ કે સક્કરપારો હોય તો ઠીક. હવે તે સમયે તો સક્કરપારો છે નહિ; અને સક્કરપારો આવે છે ત્યારે પહેલી ઇચ્છાનો કાળ છે નહિ; અર્થાત્ ‘સક્કરપારો