PDF/HTML Page 2201 of 4199
single page version
ઉપચાર છે. પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે-“ જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે.” વળી ત્યાં જ કહ્યું છે કે-“નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.” અહા! ઉપચારથી બીજે કથન આવે છે પણ આ તો શુદ્ધનયનું-યથાર્થદ્રષ્ટિનું કથન છે એમ કહે છે.
પ્રશ્નઃ– અહીં ‘શુદ્ધનયની પ્રધાનતાથી’-એમ કેમ કહ્યું? ઉત્તરઃ– ભાઈ! યથાર્થનયની દ્રષ્ટિથી તો આમ છે કે જ્ઞાની તેને જે અશનની ઇચ્છા થાય છે તેનો જ્ઞાયક જ છે, છતાં ઉપચારથી કહીએ તો કહેવાય કે જ્ઞાની ભોજન કરે છે, ખાય છે, પીવે છે ઇત્યાદિ. પરંતુ એ તો ઉપચારનું-અસદ્ભુત વ્યવહારનયનું કથન છે. આવું પણ વ્યવહારથી કહી શકાય છે, બાકી વાસ્તવમાં તો તે અશનનો જ્ઞાયક જ છે.
PDF/HTML Page 2202 of 4199
single page version
अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स भवति।। २१३।।
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ-
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩.
ગાથાર્થઃ– [अनिच्छः] અનિચ્છકને [अपरिग्रहः] અપરિગ્રહી [भणितः] કહ્યો છે [च] અને [ज्ञानी] જ્ઞાની [पानम्] પાનને [न इच्छति] ઈચ્છતો નથી, [तेन] તેથી [सः] તે [पानस्य] પાનનો [अपरिग्रहः तु] પરિગ્રહી નથી, [ज्ञायकः] (પાનનો) જ્ઞાયક જ [भवति] છે.
ટીકાઃ– ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થઃ– આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ-
જુઓ, એકવાર દાખલો નહોતો આપ્યો? જામનગરવાળાનું દ્રષ્ટાંત આપ્યું હતું કે- એક ભાઈને એકનો એક દીકરો હતો, ને તે ભાઈ હંમેશાં ચૂરમું જ ખાય. હવે અકસ્માત તેનો જુવાન-જોધ દીકરો મરી ગયો. બધાં સગાં-સંબંધી તેનો દાહ-સંસ્કાર
PDF/HTML Page 2203 of 4199
single page version
કરીને પાછાં આવ્યાં. પછી તે ભાઈ કહે કે અત્યારે રોટલા બનાવો. તો બધાં સગાં વહાલાં ભેગાં થઈને કહેવા લાગ્યાં કે-હા, એ તો ઠીક છે, પણ ભાઈ! તમને રોટલા પચતા નથી ને તમે તે ખાશો તો તમોને તે અનુકૂળ નહિ પડે, કેમકે રોટલા તમારો ખોરાક નથી. પછી તો સગાં-વહાલાંએ ભેગા થઈને તેમના માટે ચૂરમું બનાવ્યું. ૨૦ વર્ષના દીકરાને બાળીને આવ્યા ને ચૂરમું બનાવ્યું !! ચૂરમું થાળીમાં નાખ્યું ને તે ભાઈની આંખમાંથી આંસુની ધારા ચાલી. અહા! શું તેને તે વખતે ચૂરમામાં પ્રેમ છે? જરાય નહિ. તેમ જ્ઞાનીને રાગમાં કિંચિત્ પ્રેમ નથી. તેને રાગ છે પણ રાગમાં અનુરાગ નથી.
બીજું દ્રષ્ટાંતઃ એક ભાઈને અફીણનું ભારે બંધાણ; અફીણ વિના ચાલે જ નહિ. એવામાં એમનો એકનો એક દીકરો મરી ગયો. તેને દાહ દઈને બધા પાછા આવ્યા. હવે અફીણનું ટાણું થયું. તેમને અફીણની ડાબલી આપી. અફીણ હાથમાં રાખ્યું ત્યાં વિચાર આવ્યો કે-અરે! દીકરા વિના ચાલશે તો શું મને અફીણ વિના નહિ ચાલે? આમ વિચારીને અફીણ ફેંકી દીધું, બંધાણ છોડી દીધું. તેમ જ્ઞાની વિચારે છે કે-અહા! મારું સત્ત્વ તો એક જ્ઞાન ને આનંદ છે. અહા! હું તો જ્ઞાન ને આનંદનું પરમ નિધાન છું. મારી ચીજમાં રાગ નથી. અહા! અનંતકાળમાં હું રાગ વિના જ એક જ્ઞાયકપણે રહ્યો છું. તો મને રાગથી શું છે? અહા! આમ વિચારી જે રાગ આવે છે તેનો જ્ઞાની માત્ર જ્ઞાતા જ રહે છે; અને જ્ઞાતા રહેતો થકો જે રાગ આવે છે તેને છોડી દે છે. આવી વાત છે!
અહા! સમકિતીને અંતરમાં ગજબનો વૈરાગ્ય હોય છે. સમકિતી ચક્રવર્તી હોય છે ને? તેને ૯૬ હજાર સ્ત્રીઓ હોય છે. ૩૨ કવળનો તેને આહાર હોય છે. અહા! એક કવળ પણ ૯૬ કરોડનું પાયદળ પચાવી ન શકે તેવા ૩૨ કવળનો તેનો આહાર! હીરાની ભસ્મમાંથી તેનો આહાર બને છે. છતાં પણ સમકિતી છે ને? તેને ઇચ્છાની ઇચ્છા નથી; અર્થાત્ ઇચ્છાને તે પોતાની ચીજ માનતા નથી. અહા! આનંદનો-નિરાકુળ આનંદનો અનુભવ એ જ જેનું ભોજન છે તેને (બીજા) અશનની કે પાનની ઇચ્છા નથી. ભારે વાત ભાઈ! અહા! ધર્મ ચીજ બહુ દુર્ગમ અને દુર્લભ છે; પણ તેના ફળ કોઈ અલૌકિક છે. (પરમપદની પ્રાપ્તિ એ એનું ફળ છે).
હવે ટીકા-શું કહે છે? કે-‘ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.’ જુઓ, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વીતરાગતામય જ ભાવ હોય છે પણ રાગમય ભાવ હોતો નથી એમ અહીં કહે છે. અહા! જ્ઞાનમય ભાવના કારણે ઇચ્છાના કાળે પણ જ્ઞાનીને ઇચ્છાનું જ્ઞાન સહજ પોતાથી થાય છે.
PDF/HTML Page 2204 of 4199
single page version
પ્રશ્નઃ– જ્ઞાની હોય તેને મોક્ષ અવશ્ય થાય છે. તો શું જ્ઞાનીને રાગ પણ હોય છે અને મોક્ષ પણ થાય છે-એ બરાબર છે?
સમાધાનઃ– અરે ભાઈ! તું શું કહે છે આ? જ્ઞાનીને રાગ થાય છે પણ શું તે રાગને કરે છે? શું તેને રાગની ઇચ્છા છે? અને શું તેનાથી (રાગથી) તેને મુક્તિ થાય છે? બાપુ! મુક્તિ તો રાગથી ભિન્ન પડવાની (ભેદજ્ઞાનની) ક્રિયાથી થાય છે અને રાગથી જ્યારે પૂરણ ભિન્ન પડી જાય અર્થાત્ પૂરણ વીતરાગ થઇ જાય ત્યાર પછી તેને મુક્તિ થાય છે. ભાઈ! જેમ કોઈને એકનો એક દીકરો મરી જાય ને ઘરમાં ૨૦ વર્ષની સ્ત્રી વિધવા થઈ હોય ત્યારે ઘરમાં જે માલ-સામાન પડયો હોય તે એને કેવો લાગે? શું તેમાં એને રસ પડે? અહા! એવો ઉદાસી-વૈરાગ્યવંત જ્ઞાની હોય છે. દ્રષ્ટાંતમાં તો જે વૈરાગ્ય છે તે મોહગર્ભિત છે, જ્યારે જ્ઞાનીને તો સહજ સ્વભાવજનિત વૈરાગ્ય હોય છે. અહા! હું તો જ્ઞાન ને આનંદનો પૂરણ ભંડાર છું; મારા આનંદનું પરચીજ કારણ થાય એવી કોઈ ચીજ જગતમાં છે નહિ. આમ તેને ભેદજ્ઞાન પ્રાપ્ત સહજ સ્વાનુભવજન્ય વૈરાગ્ય હોય છે. માટે તેને રાગ હોય છે તોપણ રાગનો પરિગ્રહ નથી. એ જ કહે છે કે-
‘તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી. માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.’
જુઓ, રાગથી જે ભિન્ન પડયો છે ને જેને અંતરમાં સ્વાનુભવજનિત આનંદ ઝરે છે તેવા ધર્મીને પાણીની ઇચ્છા હોય છે તોપણ તે ઇચ્છાની ઇચ્છા નથી માટે તેને પાનનો પરિગ્રહ નથી. પાન-ગ્રહણનો જે ભાવ થાય તેનો તે માત્ર જ્ઞાતા જ છે. જ્ઞાનીને પાન ગ્રહણનો ભાવ હોય છે તોપણ તે એક જ્ઞાયકભાવના સદ્ભાવને કારણે તેનો જ્ઞાતા જ છે. આવી વાત છે.
‘આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.’ જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી. જ્ઞાની પાણી પીએ છે તોપણ તેને એની ઇચ્છા નથી, કેમકે પાણી પીવાની જે ઇચ્છા થાય છે તે ઇચ્છાની ઇચ્છા નથી અર્થાત્ આ પાણી પીવાની ઇચ્છા સદાય રહો એવી તેને ઇચ્છાના અનુરાગપૂર્વક ભાવના નથી. જ્ઞાની તો તેને રોગ સમાન જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે.
અશાતાવેદનીયના ઉદયના નિમિત્તે તેને તૃષા ઉત્પન્ન થાય છે. વીર્યાંતરાય કર્મના
PDF/HTML Page 2205 of 4199
single page version
ઉદયના નિમિત્તે તેને એની વેદના સહન થઈ શકતી નથી અને ચારિત્રમોહનીયના નિમિત્તે પાનની ઇચ્છા ઉત્પન્ન થાય છે. છતાં તે ઇચ્છાની ઇચ્છા જ્ઞાનીને નથી. જ્ઞાનીને ઇચ્છાનું- પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું હોતું નથી. ધર્મી જીવને તો પોતાના દ્રવ્ય-ગુણ ને શુદ્ધ પર્યાય એ જ પોતાનું સ્વ છે અને તેનો પોતે સ્વામી છે પણ રાગ તેનું સ્વ નથી અને તેથી રાગનું એને સ્વામીપણું નથી. માટે જ્ઞાની પાનની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. અહા! જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવમાં સ્થિત થઈને જે ઇચ્છા થાય છે તેને પર તરીકે માત્ર જાણે જ છે. આવી વાત છે.
કોઈને વળી થાય કે આ બધું સમજવા કયાં રોકાવું? એના કરતાં તો જીવોની દયા પાળવી, પ્રતિક્રમણ આદિ કરવાં એ સહેલું પડે છે.
અરે ભાઈ! તને જે સહેલું પડે છે એ તો રાગ છે. અને રાગમાં ધર્મબુદ્ધિ થવી એ મિથ્યાત્વ છે. જ્ઞાનીને તો રાગનો અનુરાગ નથી. એ તો માત્ર જે રાગ થઈ આવે છે તેનો જાણનાર જ રહે છે. સમજાણું કાંઈ?
PDF/HTML Page 2206 of 4199
single page version
जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ।। २१४।।
ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र।। २१४।।
એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છેઃ-
સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪.
ગાથાર્થઃ– [एवमादिकान् तु] ઇત્યાદિક [विविधान्] અનેક પ્રકારના [सर्वान् भावान् च] સર્વ ભાવોને [ज्ञानी] જ્ઞાની [न इच्छति] ઈચ્છતો નથી; [सर्वत्र निरालम्बः तु] સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે [नियतः ज्ञायकभावः] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે.
ટીકાઃ– ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.
હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.
ભાવાર્થઃ– પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી. *
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ- _________________________________________________________________
* પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો; તેણે આ ગાથા સુધીમાં સમસ્ત પરિગ્રહભાવને છોડયો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો.
PDF/HTML Page 2207 of 4199
single page version
ज्ञानिनो यदि भवत्युपभोगः।
तद्भवत्वथं च रागवियोगात्
नूनमेति न परिग्रहभावम्।। १४६।।
શ્લોકાર્થઃ– [पूर्वबद्ध–निज–कर्म–विपाकात्] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે [ज्ञानिनः यदि उपभोगः भवति तत् भवतु] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [अथ च] પરંતુ [रागवियोगात्] રાગના વિયોગને લીધે (-અભાવને લીધે) [नूनम्] ખરેખર [परिग्रहभावम् न एति] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
ભાવાર્થઃ– પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬.
એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છેઃ-
જુઓ, આ નિર્જરા અધિકાર છે. ધર્મ કોને થાય અર્થાત્ કર્મ તથા અશુદ્ધતાની નિર્જરા કોને થાય તેની આ વાત ચાલે છે. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ પરમાત્માએ જે આત્માને જોયો છે તે નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી છે. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળ સચ્ચિદાનંદમય વસ્તુ છે. આવા આત્માનાં જેને અનુભવ ને પ્રતીતિ થયાં છે તે સમકિતી જ્ઞાની છે, ધર્મી છે. તેને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યભાવની ઇચ્છા નથી, તથા તેને પાપભાવ થઈ આવે તોપણ તેની ઇચ્છા નથી. અહાહા...! જ્ઞાનીને પુણ્ય-પાપના ભાવની ઇચ્છા નથી.
અહીં મુનિની પ્રધાનતાથી કથન છે ને? અહાહા...! અંતરમાં અતીન્દ્રિય આનંદની-પ્રચુર આનંદની લહેરમાં જે રમી રહે છે તે મુનિ ધર્માત્મા છે. એવા મુનિને, કહે છે, પુણ્ય-પાપની ઇચ્છા નથી તથા આહાર-પાણીની ઇચ્છા નથી. ગજબ વાત છે ભાઈ! મુનિરાજને આહાર-પાણીનો વિકલ્પ તો થઈ આવતો હોય છે, પણ આ
PDF/HTML Page 2208 of 4199
single page version
વિકલ્પ મને સદાય રહેજો એમ વિકલ્પની તેમને ઇચ્છા નથી. આમ ચાર બોલ આવી ગયા. મુનિરાજને બીજું કાંઈ-વસ્ત્ર-પાત્ર-આદિ તો હોતાં નથી. અહા! જેને વસ્ત્ર-પાત્ર હોય તે તો મુનિ જ નથી. વસ્ત્ર-પાત્ર-સહિત મુનિપણું માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો પુણ્ય-પાપ ને આહાર-પાણીની મુનિરાજને ઇચ્છા નથી એમ ચાર બોલથી વાત કરી. હવે કહે છે કે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી.
‘ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી.’
જુઓ, આ શરીર, મન, વાણી ઇત્યાદિ તો જડ છે જ, પરદ્રવ્ય છે જ. એથી વિશેષ અહીં વાત છે કે-અંદર જે અસંખ્યાત પ્રકારે શુભાશુભ ભાવ પુણ્ય-પાપના ભાવ થાય છે તે પણ સમસ્ત પરદ્રવ્યના સ્વભાવો છે કેમકે તે સ્વદ્રવ્યમય નથી. શું કીધું? કે જે શુભાશુભભાવના અસંખ્યાત પ્રકાર છે તે સર્વ પરદ્રવ્યસ્વભાવો છે અને તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી.
અહાહા...! અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેને આનંદમય સ્વાદ આવ્યો છે તેને તે નિરાકુળ આનંદના સ્વાદની જ ભાવના છે, તેને અન્ય કોઈ પણ વિકલ્પની ભાવના નથી. અહા! ધર્માત્માને સમસ્ત પરદ્રવ્ય ને પરદ્રવ્યના લક્ષે થતા પરદ્રવ્યના ભાવની રુચિ નથી, તેનું તેને પોસાણ નથી. અહા! જેને અંતરમાં આનંદનો નાથ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા પોસાયો તેને પરદ્રવ્યના ભાવોનું પોસાણ નથી. કમજોરીને લઈને તેને કોઈ વિકલ્પ-રાગ થઈ જાય છે પણ તેને તે હેયબુદ્ધિએ માત્ર જાણે જ છે. હવે આવો મારગ બિચારાને સાંભળવાય મળે નહિ તે કે દિ’ વિચારે અને કે દિ’ પામે?
કહે છે-જે સમસ્ત પરદ્રવ્યના સ્વભાવો છે તેને ધર્મી ઇચ્છતો નથી. અહા! મુનિરાજને વ્રત, તપ આદિના વિકલ્પ હોય છે, આહાર-પાણીનો વિકલ્પ હોય છે પણ તે વિકલ્પથી લાભ છે વા વિકલ્પ આશ્રય કરવાયોગ્ય છે એમ તે માનતા નથી. અહાહા...! અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્માના આનંદનો અંતરમાં જેને સ્વાદ આવ્યો તે (વિરસ એવા) વિકલ્પના સ્વાદને કેમ ઇચ્છે? ન ઇચ્છે. વિકલ્પના સ્વાદની મીઠાશ, પુણ્યના સ્વાદની મીઠાશ તો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને હોય છે. જ્ઞાની તો સમસ્ત પરદ્રવ્યના સ્વભાવોને ઇચ્છતો નથી અને તેથી તેને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી, પકડ નથી. અહાહા...! રાગની એકતાની ગાંઠ જેણે ખોલી નાખી છે-તોડી નાખી છે, અને જેણે અંદર શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવની એકતા પ્રગટ કરી છે તે જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. આવી વાત!
PDF/HTML Page 2209 of 4199
single page version
પ્રશ્નઃ– તો આ બધા-સ્ત્રી-પુત્રાદિ છે તેનું શું કરવું? તેમને કયાં નાખી દેવાં? ઉત્તરઃ– અરે ભાઈ! તેઓ (સ્ત્રી-પુત્ર આદિ) તારા હતા કે દિ’? તે દરેક ચીજ તો પ્રભુ! પોત-પોતાના અસ્તિત્વમાં જ છે. તારા અસ્તિત્વમાં તે કયાંથી આવી ગયાં કે તેનું શું કરવું એમ વિચારે છે? એ તો બધાં ભાઈ! તારાથી પૃથક્-ન્યારાં જ છે. અહીં તો વિશેષ એમ કહે છે કે-આ રાગ-અસંખ્યાત પ્રકારે થતા જે પુણ્ય-પાપના ભાવ-તે પણ ભગવાન! તારી શુદ્ધ ચૈતન્યસત્તામાં નથી. તેઓ રાગના અસ્તિત્વપણે છે, પણ તારા (શુદ્ધ આત્માના) અસ્તિત્વમાં કયાં છે? અહાહા...! આત્મા અને તે પુણ્ય-પાપના ભાવ ભિન્ન જ છે. ભાઈ! પુણ્ય-પાપના ભાવ તો વિકાર છે, મેલ છે. (અને તું? તું તો અત્યંત શુચિ પરમ પવિત્ર પદાર્થ છો).
જુઓ, ઉમરાળામાં એક છોકરો હતો. સુંદર એનું નામ. તે સુંદરને એવી ટેવ કે એ નવરો થાય એટલે નાકમાંથી મેલ કાઢે. આ ગુંગો નથી કહેતા? એ ગુંગો નાકમાંથી કાઢે અને પછી ગુંગાને બે દાંત વચ્ચે દાબે અને તેને જીભનું ટેરવું અડાડે. આ પ્રમાણે તે ગુંગાનો સ્વાદ લે. તો કોઈ મિત્રો જોડે બેઠા હોય તો તે ટકોર કરે એટલે ગુંગો કાઢી નાખે. પણ વળી જ્યાં નવરો થાય ત્યાં બીજો ગુંગો કાઢે ને સ્વાદ લે. તેમ અજ્ઞાની જીવ ઘડીક દયા, દાનના ને સેવાના જે શુભભાવ થાય તે મારા છે એમ માનીને તેનો સ્વાદ લે છે અને ઘડીકમાં વિષય-કષાય આદિ પાપના ભાવનો સ્વાદ લે છે, આ બેય ગુંગા જેવો મેલનો સ્વાદ છે. આકરી વાત છે પ્રભુ! પણ યથાર્થ છે. શુભ ને અશુભ વિકલ્પનો જે સ્વાદ છે તે મેલનો સ્વાદ છે, ઝેરનો સ્વાદ છે. છતાં અરેરે! અજ્ઞાની જીવ તેના સ્વાદમાં અનાદિથી રોકાયેલો છે! અહા! તે દિગંબર સાધુ-મુનિ અનંત વાર થયો તોપણ તે રાગનો-જે મહાવ્રતાદિના પરિણામ હતા તેનો-સ્વાદ લઈને માનતો હતો કે મને આત્માનો સ્વાદ છે! પણ તેથી શું? (સુખ લેશ ન પાયો).
અહીં કહે છે-ધર્મી જીવને સમસ્ત પરદ્રવ્ય ને પરદ્રવ્યના સ્વભાવોનો પરિગ્રહ નથી, પકડ નથી. તેને નથી પુણ્યની પકડ કે નથી પાપની પકડ. અરે! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવનીય જ્ઞાનીને પકડ નથી. અહા! જેણે અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્માને અંતર અનુભવ કરીને ગ્રહ્યો છે તેને અન્ય પરિગ્રહ કેમ હોય? એ તો ગાથા ૨૦૭ માં આવી ગયું કે ધર્મી ને નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા જે પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેનો જ પરિગ્રહ છે. આત્મા જ જ્ઞાનીનો પરિગ્રહ છે. પછી પુણ્ય ને પાપની અને તેના ફળની પકડ એને કેમ હોય? ન જ હોય. હવે આવો વીતરાગનો માર્ગ! એની દુનિયાને ખબર ન મળે એટલે બહારમાં (ક્રિયાકાંડમાં) ધર્મ માની બેસે પણ એમ કાંઈ બહારથી ધર્મ થઈ જાય?
હવે કહે છે-‘એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.’
PDF/HTML Page 2210 of 4199
single page version
અહાહા...! ‘णिरालंबो’–એમ છે ને પાઠમાં? એટલે ‘અત્યંત નિષ્પરિગ્રહપણું’- એમ ટીકામાં કહ્યું. જ્ઞાનીને એક જ્ઞાયકસ્વભાવના આલંબન સિવાય અન્ય પરનું આલંબન છે નહિ તો તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે એમ કહ્યું. ઝીણી વાત છે ભાઈ! અહા! દુનિયા અનાદિકાળથી દુઃખના પંથે પડેલી છે. તેને પોતાનું કાંઈ ભાન નથી અને બહારમાં માને કે અમે કાંઈક (ધર્મ) કરીએ છીએ. પણ એ તો અજ્ઞાન છે.
પ્રશ્નઃ– કોઈકની સેવા કરીએ તો એ વડે ધર્મ તો થાય ને? ઉત્તરઃ– ધૂળેય ધર્મ ન થાય સાંભળને. પરની સેવાનો વિકલ્પ એ તો રાગ છે, પુણ્ય છે; ધર્મ નથી. વળી પરની સેવા કરવી-એવો જે અભિપ્રાય છે તથા તે વડે ધર્મ થાય એવો જે અભિપ્રાય છે એ મિથ્યા અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે અને એ જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે.
પ્રશ્નઃ– હા, પણ પરની સેવા કરવી પણ ત્યાં કર્તાબુદ્ધિ ન રાખવી-એમ અભિપ્રાય કરી સેવા કરે તો?
ઉત્તરઃ– ભાઈ! પરની સેવા કરવી એ માન્યતા જ કર્તાબુદ્ધિની છે, અને એ જ મિથ્યાત્વ છે સૂક્ષ્મ વાત છે ભાઈ! (પરનું કરવું ને કર્તાબુદ્ધિ ન રાખવી એ બેને મેળ કયાં છે?) અહીં તો કહે છે કે રાગની સેવા કરે ને રાગમાં એકત્વ પામે તે પણ મિથ્યાત્વ છે.
પ્રશ્નઃ– તો પછી અમારે કરવું શું? ઉત્તરઃ– રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવો-બસ આ જ કરવાનું છે. ભાઈ! આ મોટા શેઠીઆ-કરોડપતિ ને અબજોપતિ-બધાય ભિખારા છે કેમકે અંદર અનંત અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિરાજે છે તેનું એમને ભાન નથી. અહાહા... અનંતુ કેવળજ્ઞાન પ્રભુ તારામાં (સ્વભાવમાં) છે. પ્રગટ કેવળજ્ઞાન તો એક સમયની પર્યાય છે; પણ એવી તો અનંતી કેવળજ્ઞાનની શક્તિનો પ્રભુ! તું ભંડાર છો. આવી સ્વરૂપલક્ષ્મીને તું જુએ નહિ અને આ પુણ્ય અને પૈસાની તને આકાંક્ષા છે? મૂઢ છો કે શું? ભગવાન! એ તો નરક ને નિગોદમાં જવાનો પંથ છે. માટે ત્યાંથી પાછો વળ અને સ્વ-સ્વરૂપમાં નજર કર. આ જ કરવાનું છે.
અહીં કહે છે-ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે. પાઠમાં ‘सव्वत्थ णिरालंबो’–છે ને? અહાહા...! જેને વ્યવહારરત્નત્રયના રાગનું કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગનું પણ આલંબન નથી તે ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે-એમ કહે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપે બિરાજમાન છે; જ્ઞાનીને આવા નિજ સ્વરૂપનો જ પરિગ્રહ છે અને તેથી તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે.
PDF/HTML Page 2211 of 4199
single page version
‘ભરત ઘરમાં વૈરાગી’-એમ આવે છે ને? જુઓ, ભરત ચક્રવર્તીને ૯૬ હજાર રાણીઓ અને છ ખંડનું રાજ્ય હતું. છતાં અંદરમાં તેઓ મહા વૈરાગી હતા. બસ વૈરાગ્ય... વૈરાગ્ય... વૈરાગ્ય-એમ કે-મારી ચીજમાં આ કોઈ પર વસ્તુ નહિ અને પરમાં હું નહિ; બસ હું હુંમાં અને મને મારો જ (શુદ્ધ આત્માનો જ) પરિગ્રહ છે-આમ સ્વ-સ્વભાવના ગ્રહણ વડે તેઓ અત્યંત વૈરાગ્યભાવે પરિણમતા હતા. અહો! ધર્મી જીવનું અંતર- પરિણમન જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર હોય છે. અહા! સ્વ-સ્વરૂપના આચરણથી જેને નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે ધર્માત્માને અત્યંત નિરાલંબનપણું છે, અત્યંત નિષ્પરિગ્રહપણું છે કેમકે તેને કોઈ પણ પરદ્રવ્ય કે પરદ્રવ્યોના ભાવોની પકડ નથી.
હવે કહે છે-‘હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.’
શું કહ્યું? કે આ જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઊઠે છે તેનાથી ભગવાન આત્મા શૂન્ય છે. આવા રાગરહિત વીતરાગસ્વભાવી ભગવાન આત્માનો જેને પરિગ્રહ છે તે સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી રહિત જ્ઞાની ધર્મી છે. અરે! બિચારા અજ્ઞાનીને મનુષ્યપણું તો અનંતવાર મળ્યું પણ આવી શુદ્ધ ચૈતન્યતત્ત્વની વાત એણે કદી સાંભળી નહિ! અહા ભગવાનના! સમોસરણમાં પણ અનંતવાર ગયો ને ત્યાં દિવ્યધ્વનિ પણ સાંભળી કે-‘ભગવાન! તું રાગથી ભિન્ન પરિપૂર્ણ એક વિજ્ઞાનઘનસ્વભાવી પ્રભુ આત્મા છો.’ પણ એણે એની રુચિ કરી નહિ અર્થાત્ ભગવાનની વાત સાંભળી નહિ. અહા! અનંતકાળમાં એણે રાગ કરવો ને રાગ ભોગવવો-બસ એ બે જ વાત સાંભળી છે અને એનો જ એને અનુભવ છે. ‘सुदपरिचिदाणुभूदा’–એમ ગાથા ચારમાં આવે છે ને? અરે! એણે કામ એટલે રાગની ઇચ્છા અને ભોગ એટલે રાગનું-ઝેરનું ભોગવવું -બસ આ બે જ વાત અનંતવાર સાંભળી છે. અહા! દયા, દાન આદિ પુણ્યના ભાવ કે જે ઝેર છે-તેને કરવા ને ભોગવવા એમ અજ્ઞાનીએ અનંતવાર સાંભળ્યું છે. એને ખબર નથી કે પુણ્યને પણ જ્ઞાની વિષ્ટા-મેલ જાણી તેને છોડી દે છે.
અહીં કહે છે કે ધર્મી જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આલંબન સિવાય પરમાં સર્વત્ર આલંબનરહિત છે અને તેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે. એટલે શું? કે રાગના જે વિકલ્પો ઊઠે છે તે સર્વ-‘આ મારું સ્વરૂપ નથી’-એમ જાણી ધર્મીએ તે સર્વને દ્રષ્ટિમાંથી છોડી દીધો છે, કેમકે એ તો મેલ છે, ગુંગાનો સ્વાદ છે. હવે જ્યાં આમ છે ત્યાં પુણ્યનાં ફળ જે કરોડો ને અબજોની ધૂળ-સાહ્યબી એ તો કયાંય રહી ગઈ. સમજાણું કાંઈ...? અહાહા...! પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તે સર્વત્ર નિરાલંબ છે અને તેણે ‘રાગ મારો છે’ એવું અજ્ઞાન છોડી દીધું છે.
PDF/HTML Page 2212 of 4199
single page version
શું કીધું? વીતરાગસ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન આત્મા-અહાહા...! અકષાયરસથી-આનંદરસથી શોભતો પ્રભુ આત્મા પૂરણ વિજ્ઞાનઘન વસ્તુ છે. અહાહા...! આવા અનંત અનંત સ્વભાવના સામર્થ્યથી પરિપૂર્ણ પ્રભુ આત્માની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે તે, બીજી કોઈ ચીજ મારી નથી એમ જાણીને સર્વત્ર નિરાલંબ છે અને તેને સમસ્ત અજ્ઞાન મટી ગયું છે. છે? ટીકામાં છે કે-જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો તે છે. આવી વાત! વમી નાખ્યું છે એટલે? જેમ કોઈ મનુષ્ય ભોજન જમીને વમી નાખે પછી તેને ફરી ગ્રહણ ન કરે, તેમ અહીં કહે છે- જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે અર્થાત્ જેણે રાગ મારો છે એવી દ્રષ્ટિ છોડી દીધી છે તે હવે ફરીને ‘રાગ મારો છે’- એવું અજ્ઞાન ગ્રહણ નહિ કરે. અહાહા...! જ્ઞાનીએ ‘રાગ મારો છે’-એવી દ્રષ્ટિ છોડી દીધી છે તે એવી છોડી છે કે ‘રાગ મારો છે’-એમ ફરીથી તે નહિ માને. આવી વાત! અહો! આચાર્યદેવે અંતરમાં રહેલા અપ્રતિહત ભાવને ખુલ્લો કર્યો છે. (મતલબ કે હવે અમને ફરીથી અજ્ઞાન નહિ થાય). હવે આવો મારગ! લોકો તો બિચારા દયા પાળવી ને દાન કરવું ને તપસ્યા કરવી -એમાં ધર્મ માની જિંદગી આખી ગાળી દે છે, પણ ભાઈ! એ રાગની ક્રિયા છે, ધર્મ નથી. અરે ભાઈ! હમણાં પણ આવું શુદ્ધ તત્ત્વ સમજમાં ન આવ્યું તો તારા પરિભ્રમણનો અંત નહિ આવે પ્રભુ!
અહીં કહે છે-‘જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો...’ અહાહા...! જ્ઞાનીને તો દરેક પ્રસંગમાં એક જ્ઞાયકભાવપણે જ રહેવું છે, એને પ્રસંગના સંગમાં જોડાવું જ નથી-એમ કહે છે. અહા! આવો-વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો હુકમ છે! અહાહા...! હું તો જાણગ... જાણગ... જાણગ-એવો શાશ્વત એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એવું જેને અંતરમાં ભાન થયું છે તેને રાગાદિ પામર (ક્ષુલ્લક) વસ્તુની ઇચ્છા કેમ રહે? એ તો સર્વત્ર નિરાલંબ થયો થકો એક જ્ઞાયકભાવપણે જ રહે છે, બસ જાણું... જાણું... જાણું (કરું કાંઈ નહિ)-એમ જાણનારપણે જ રહે છે. બિચારા અજાણ્યા માણસને-નવો હોય તેને-એવું લાગે કે આવો ઉપદેશ? આ બધું (વ્રત, ભક્તિ આદિ) અમે કરીએ છીએ તે શું ખોટું છે?
ભાઈ! તું શું કરે છે? સાંભળને! તું તો માત્ર રાગ કરે છે. પરનું તો તું કાંઈ કરી શકતો નથી અને પર્યાયમાં જે રાગ કરે છે તે તો અજ્ઞાન છે, અધર્મ છે. ભાઈ! રાગની સાથે જે એકત્વ છે તે અજ્ઞાન છે. ધર્મીએ તો અજ્ઞાન વમી નાખ્યું છે અને તે સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. છે અંદર? સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ વિજ્ઞાનઘનસ્વરૂપ આત્માને અનુભવે છે. લ્યો, આવી વાત!
PDF/HTML Page 2213 of 4199
single page version
પ્રશ્નઃ– શું તે મુનિદશા છે? સમાધાનઃ– ના, સમકિતની દશા છે. મુનિદશા તો સ્વરૂપમાં વિશેષ-વિશેષ રમણતા-સ્થિરતારૂપ છે. સમ્યગ્દ્રષ્ટિને સ્વરૂપમાં વિશેષ રમણતા થતાં પ્રચુર આનંદનું વેદન થાય છે ત્યારે મુનિદશા આવે છે. મુનિપણું આવતાં અતીન્દ્રિય આનંદની મસ્તીની ભરતી આવે છે. ભાઈ! આ નગ્નપણું કે મહાવ્રતાદિ પાળવાં એ કાંઈ મુનિપણું નથી; એ તો રાગ છે, દોષ છે. પણ અરે! એણે શરણયોગ્ય નિજ આત્મસ્વભાવનું -અખંડ એક જ્ઞાયકભાવનું -શરણ કદીક પણ લીધું હોય તો ને? (તો આ સમજાય ને?)
કહે છે-જ્ઞાની સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. કેવો થઈને? સર્વત્ર નિરાલંબ થઈને. અહાહા...! ભગવાન આત્મા અખંડ એક વિજ્ઞાનઘનસ્વરૂપ છે. અર્થાત્ અન્ય ચીજથી રહિત એકલો જ્ઞાનનો ગાંગડો-જ્ઞાનનો પુંજ-ચિદાનંદઘન પ્રભુ આત્મા છે. અને તેને જ્ઞાની સાક્ષાત્ અનુભવે છે. જુઓ આ ધર્મી જીવ! વ્રત પાળે છે ને ઉપવાસાદિ કરે છે માટે ધર્મી છે એમ નહિ. અહા! જે એક જ્ઞાયકભાવને સાક્ષાત્ અનુભવે છે તે ધર્મી છે. કોઈને વાત આકરી લાગે પણ ભાઈ! વ્રતાદિના વિકલ્પ તો આસ્રવતત્ત્વ છે અને એથી ભિન્ન શુદ્ધ જ્ઞાયકતત્ત્વ ભગવાન આત્મા છે. શુદ્ધ જ્ઞાયકતત્ત્વના અવલંબને તેનો સાક્ષાત્ અનુભવ થવો તે ધર્મ છે. અહા! ધર્મી જીવ સર્વત્ર નિરાલંબ થઈને અખંડ એક વિજ્ઞાનઘનસ્વભાવી આત્માને સાક્ષાત્ અનુભવે છે.
‘પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.’
શું કીધું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પુણ્યભાવ છે; ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ને કામ-ક્રોધાદિ પાપભાવ છે. જ્ઞાનીને એ સર્વ પુણ્ય-પાપના ભાવોનો, તથા આહાર-પાણીના ભાવનો ઇત્યાદિ સર્વ અન્યભાવોનો પરિગ્રહ નથી. અહાહા...! શું શૈલી છે! એક ગાથામાં તો પૂર્ણસ્વરૂપ કહ્યું છે! સર્વ અન્યભાવોનો - પરદ્રવ્યના ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી. અહા! તે ભાવો મારા છે એમ જ્ઞાનીને પકડ નથી. જ્ઞાની તો તેમને પોતાનાથી ભિન્ન-પૃથક તરીકે જાણે છે અને તેઓ હેય છે એમ માને છે. જોયું? સર્વ પરભાવોને તે હેય માને છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ભાવને પણ તે હેય તરીકે જાણે અને માને છે.
પ્રશ્નઃ– દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ભાવને સાધન કેમ કહેતા નથી? ઉત્તરઃ– ભાઈ! જે હેય છે તેને સાધન કેમ કહેવું? ત્રણ કાળમાં તે સાધન નથી. અહીં કહ્યું છે ને કે-(જ્ઞાની) ‘સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.’ અહાહા... જેણે શુદ્ધ ચૈતન્યમય એક આત્માનો અનુભવ કર્યો તે
PDF/HTML Page 2214 of 4199
single page version
જ્ઞાની છે, અને તે સર્વ પરભાવોને હેય જાણે છે. અને તેથી તેને આ ભાવો મારા છે અને તેને હું મેળવું એમ ઇચ્છા થતી નથી. આવી વાત છે.
પંડિત શ્રી ટોડરમલજીના વખતમાં બ્ર. રાયમલજી થઈ ગયા છે. તેમણે ‘ચર્ચા સંગ્રહ’ નામના પુસ્તકમાં કહ્યું છે કે-
પ્રશ્નઃ– આત્મા હી કે ધ્યાનસે મોક્ષ હોના કહી સો કારણ કહા? મોક્ષ તો એક વીતરાગ ભાવસોં હોય હૈ, સો વીતરાગ ભાવ કોઈ હી કારણ કર હુઆ ચાહિએ. એક આત્મા હી કે ધ્યાનકા કહા પ્રયોજન હૈ? તાકા ઉત્તરઃ-
ઉત્તરઃ– યહ તર્ક તૈંને કહી સો સત્ય હૈ. વીતરાગ ભાવોંસે હી મોક્ષ હોય હૈ યામેં તો સંદેહ નાહીં પરંતુ વીતરાગ ભાવ કારણ કે બિના હોય નાહીં યહ નિયમ હૈ.
જૈસે એક લોહેકા પિંડ અગ્નિ વિષેં ડારિયે તબ વહ લોહેકા પિંડ તપ્તાયમાન ઉષ્ણતાકો પ્રાપ્ત હોય હૈ ઔર અગ્નિ માઁહિ તે કાઢિ ફેરિ અગ્નિ વિષેં હી ડારિયે તો ત્રિકાલ ઉષ્ણતા કો છાઁડિ શીતલતાકો પ્રાપ્ત હોય નાહીં-ઔર અગ્નિ માઁહિ સોં કાઢિ સૂર્ય કે તાપ વિષેં ધરિયે તો સર્વ પ્રકાર સંપૂર્ણ શીતલ હોય નાહીં, કિંચિત્ ઉષ્ણતા લિયે રહે હી-ઔર યદિ જલ વિષેં ગોલાકો ક્ષેપિયે તો તત્કાલ અન્તર્મુહૂર્તમેં શીતલ હોય.
ઐસે હી આત્મા ચિદ્રૂપ પિંડકો કષાયોંકા કારણ પુત્ર-પુત્રી-સ્ત્રી-ધન-શરીરાદિ અશુભ કારણ વિષેં ઉપયોગકો લગાઈયે તો તીવ્ર કષાય ઉત્પન્ન હોય ઔર ફેરિ વિષયભોગકી સામગ્રી વિષેં ઉપયોગકો લગાઈયે તો ત્રિકાલ વિષેં કષાય શાન્ત હોય નાહીં, ઔર દેવ-ગુરુ-ધર્મ-દાન-તપ-શીલ-સંયમ-ત્યાગ-પૂજા-સામાયિક-દયા આદિ વિષેં પરિણામ લગાઈયે તો મંદકષાય હોય ઔર ષટ્દ્રવ્ય-નવપદાર્થ-પંચાસ્તિકાય-સપ્ત તત્ત્વ - ગુણસ્થાન-માર્ગણા-કર્મકાણ્ડકા ચિંતવન કરૈ તો વિશેષ અત્યંત મંદકષાય હોય, ઔર આત્મા કે ગુણપર્યાય વિષેં ઉપયોગ લગાયે તો પરમ શુક્લ લેશ્યા હોય, બહુરિ આત્માકા અભેદરૂપ અવલોકન કરૈ તો સર્વ પ્રકાર વીતરાગ ભાવ હોય હૈ. વીતરાગ ભાવોં સે મોક્ષ હોય હૈ.’’ (હિન્દી આત્મધર્મ, જાન્યુ. ૧૯૭૭).
શું કીધું? કે વીતરાગભાવથી મોક્ષ થાય છે; અને એ વીતરાગભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કહે છે-સ્ત્રી-પુત્રાદિ પ્રતિ લક્ષ કરો તો તીવ્ર કષાય થાય છે. દેવ- ગુરુ-શાસ્ત્ર પ્રતિ લક્ષ કરો તો મંદ રાગ થાય છે અને સ્વસ્વરૂપ સંબંધી-દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી ભેદ-વિચાર કરો તો અત્યંત મંદ રાગ થાય છે. પણ એમાં વીતરાગતા કયાં આવી? ન આવી. વીતરાગતા તો ચિદાનંદમય વીતરાગસ્વભાવી શુદ્ધ આત્માના આશ્રયે થાય છે અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માને જ કારણ બનાવે તો
PDF/HTML Page 2215 of 4199
single page version
વીતરાગતા થાય છે. આવો મારગ છે! ભાઈ! વાદવિવાદે આ કાંઈ પાર પડે એમ નથી.
ત્યારે કોઈ વળી શરીરની ક્રિયાથી-જીવિત શરીરથી ધર્મ થાય એમ માને છે. પણ ભાઈ! શરીર તો અજીવ છે અને શરીરની જે ક્રિયા થાય તે પણ અજીવ જ છે. શરીરની ક્રિયાથી ચેતનમાં શું થાય? કાંઈ જ ન થાય. આવો દુનિયા માને એનાથી સાવ જુદો ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ છે! સંપ્રદાયમાં તો આ વાત પણ મળવી મુશ્કેલ છે.
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
‘पूर्वबद्ध–निज–कर्म–विपाकात्’ પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે ‘ज्ञानिनः यदि उपभोगः भवति तत् भवतु’ જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો,...
શું કીધું? કે ધર્મી જીવને વર્તમાનમાં અંદર આત્મભાન હોવા છતાં પૂર્વે અજ્ઞાનભાવથી બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જો ઉપભોગ હોય તો હો,...
પ્રશ્નઃ– પણ કર્મ તો પોતાનું નથી ને? ઉત્તરઃ– ભાઈ! પોતાનામાં જે ભાવ અજ્ઞાનપણે થયો હતો તેને અહીં પોતાનાં કર્મ કહેવામાં આવેલ છે. અજ્ઞાનભાવ જે કોઈ કર્મ પૂર્વે બંધાયેલાં તેને અહીં પોતાનાં કર્મ કહ્યાં છે. અને તેના વિપાકને લીધે એટલે કે તેનો ઉદય થઈ આવતાં જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો-એમ કહે છે. અહીં બે વાત કરી છે. એક તો એ કે-જેને અંદર આત્માનું ભાન થયું છે અર્થાત્ આત્માનુભવ થઈને સમ્યગ્દર્શન થયું છે તેને પૂર્વ કર્મને લઈને સંયોગ હોય તો હો તથા બીજું એ કે-તે વસ્તુના સંયોગનો તેને ઉપભોગ હોય તો હો,...
‘अथ च’ પરંતુ ‘रागवियोगात्’ રાગના વિયોગને લીધે (-અભાવને લીધે) ‘नूनम्’ ખરેખર ‘परिग्रहभावम् न एति’ તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
અહાહા...! શું કીધું? કે ધર્મીને રાગનો અભાવ છે. સંયોગ છે, સંયોગીભાવ એવો (ચારિત્રમોહનો) રાગ છે તોપણ તેને રાગની રુચિ નહિ હોવાથી રાગનો (મિથ્યાત્વ સહિત રાગનો) અભાવ છે એમ કહે છે. અહા! જેને રાગની રુચિ છે તેને નિર્મળાનંદનો નાથ પ્રભુ જે આત્મા તેના પ્રતિ અનાદર છે, અરુચિ છે. ભાઈ! જેને પુણ્યની-દયા, દાન, વ્રત આદિ શુભરાગની-રુચિ છે તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા પ્રતિ દ્વેષ છે. અને જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તેને રાગ
PDF/HTML Page 2216 of 4199
single page version
પ્રતિ અરુચિ હોય છે. આવી વાત છે. એક મ્યાનમાં બે તલવાર કદી રહી શકે નહિ. એટલે શું? એટલે કે જ્યાં રાગની રુચિ છે ત્યાં આત્માની રુચિ હોતી નથી અને જ્યાં આત્માની રુચિ જાગ્રત થાય ત્યાં રાગની રુચિ-દ્રષ્ટિ રહેતી નથી. તેથી કહ્યું કે સમકિતીને રાગનો અભાવ છે.
કોઈને વળી થાય કે આ તો જાણે કોઈ વીતરાગી મહા મુનિરાજની વાત કરે છે. પણ ભાઈ! સમ્યગ્દ્રષ્ટિ પણ દ્રષ્ટિએ તો વીતરાગ જ છે. અહાહા...! વીતરાગસ્વભાવી ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ તે દ્રષ્ટિ અપેક્ષાએ વીતરાગ જ છે કેમકે તેને સમસ્ત રાગની રુચિ ઉડી ગઈ છે. અહા! અહીં કહે છે જ્ઞાનીને પરદ્રવ્યનો ઉપભોગ હોય તો હો, છતાં તેને તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી કેમકે તેને રાગનો (-રાગની રુચિનો) અભાવ છે.
અહાહા...! કહે છે કે-જેને અંદરમાં સ્વાનુભવ પ્રગટ થયો છે તેને પૂર્વનાં અજ્ઞાનભાવે બંધાયેલાં કર્મોથી સંયોગ હો તો હો, અને સંયોગ પ્રતિ જરી લક્ષ જતાં જરી અસ્થિરતાનો અંશ હો તો હો; છતાં પણ તેને પરિગ્રહ નથી. કેમ? કેમકે તેને રાગનો વિયોગ નામ અભાવ છે. અહાહા...! જે રાગ છે તેનો જ્ઞાનીને રાગ નથી માટે તેને રાગનો અભાવ છે એમ કહે છે. ઝીણી વાત છે બાપા! જેમ હાથમાં સર્પ પકડયો હોય તો તે હાથમાં રાખવા માટે પકડયો નથી પણ છોડવા માટે પકડયો છે, તેમ જ્ઞાનીને જે રાગ આવે છે તે છૂટી જવા માટે છે; જ્ઞાનીને એની પકડ નથી. હવે આવી વાત અજ્ઞાનીને બેસે નહિ એટલે સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ ઇત્યાદિ બહારની ક્રિયાઓમાં મંડયો રહે અને માને કે ધર્મ થઈ ગયો, પણ એમાં તો ધૂળેય ધર્મ ન થાય, સાંભળને. એ તો બધી રાગની ક્રિયાઓ છે. ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન વિના એ બધી ક્રિયાઓ તો અજ્ઞાનમય ભાવ છે, સમજાણું કાંઈ...?
અહા! જ્ઞાનીને રાગાદિ ભાવો કિંચિત્ થાય છે ખરા, પણ તે ભાવો મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એવું તેને નથી. જેમ ઘરે લગ્ન-પ્રસંગ હોય અને પોતે સાધારણ સ્થિતિનો હોય તો ગામના શેઠનાં ઘરેણાં લઈ આવે પણ તે પોતાનાં છે એમ શું તે ગણે છે? એ ઘરેણાંનો પોતે સ્વામી છે એમ શું તે માને છે? ના; એ તો પરભારાં જ છે અને બે દિવસ રાખીને સોંપી દેવાનાં છે એમ માને છે. તેમ ધર્મી પોતાને જે રાગ આવે છે તે પરભારો છે, પરનો છે, પોતાનો નથી અને તે સોંપી દેવાનો છે એમ માને છે. જેમ કોઈને રોગ થાય તો તેને દૂર કરવાના ઉપચાર કરે પણ રોગ ભલો છે એમ જાણી કોઈ રોગને ઇચ્છે ખરો? ન ઇચ્છે. તેમ ધર્મી રાગને ઇચ્છતો નથી, બલકે જે રાગ આવે છે તેને દૂર કરવાનો તે ઉદ્યમ રાખે છે. રાગને રોગસમાન જાણે છે તેથી ધર્મીને ખરેખર તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી. જે રાગ આવે છે તે રાખવા જેવો છે વા એનાથી પોતાને લાભ છે એમ ધર્મીને છે
PDF/HTML Page 2217 of 4199
single page version
નહિ. એ તો રાગને રોગ જ માને છે અને એનાથી સર્વથા છૂટી જવા જ ઇચ્છે છે. આવી વાત છે.
‘પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે.’
જોયું? આ પૈસા આદિ જે ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તે પૂર્વનાં કર્મને લઈને થાય છે, તે પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે એમ નથી. કહ્યું ને કે-‘પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય...’ ભાઈ! આ સ્ત્રી-પુત્ર-પરિવાર, બાગ- બંગલા, મહેલ ને ધનસંપત્તિ ઇત્યાદિ જે પ્રાપ્ત થાય તે પૂર્વ કર્મના ઉદયના અનુસારે છે. હવે તે ઉપભોગસામગ્રીમાં જો રાગની મીઠાશ હોય તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે એમ કહે છે. અહા! સામગ્રીને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે છે. હવે કહે છે-
‘પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી.’
જુઓ, આ કર્મની નિર્જરા કોને થાય એની વાત ચાલે છે. નિર્જરા અધિકાર છે ને? કહે છે-જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી; રાગ ભલો છે એવી રાગની મીઠાશ જ્ઞાનીને નથી. એ તો જાણે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તે ઉદયમાં આવીને છૂટી ગયું. અહાહા...! જેને પૂર્ણાનંદનો નાથ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો છે તેને કર્મના નિમિત્તે સામગ્રી મળે છે અને રાગ પણ જરી થાય છે, છતાં રાગની ઇચ્છાનો અભાવ હોવાથી તે રાગ છૂટી જાય છે, નિર્જરી જાય છે. આમ જ્ઞાનીને નિર્જરા થાય છે.
‘पुण्णफला अरहंता’–એમ આવે છે ને પ્રવચનસારમાં? (ગાથા ૪પ) ભાઈ! અરિહંત ભગવાનને પુણ્યના ફળ તરીકે અતિશય વગેરે હોય છે પણ ભગવાનને તે ઉદયની ક્રિયા ક્ષણે-ક્ષણે ખરી જાય છે માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે. જુઓ, આ અપેક્ષાએ વાત છે ત્યાં. તેમ અહીં કહે છે-સાધકપણામાં જે જીવ સ્વભાવસન્મુખ થયો છે તેને, હજી રાગાદિ પણ હોય છે પણ તે ક્રિયા તેને ખરી જાય છે, નિર્જરી જાય છે માટે જ્ઞાનીને-સાધકને નિર્જરા છે. ભગવાન કેવળીને વાણી, ગમન ઇત્યાદિ માત્ર જડની ક્રિયાઓનો જ ઉદય છે, જ્યારે સાધકને તો રાગાદિ છે, છતાં તે રાગાદિ તેને ખરી જાય છે માટે તેને નિર્જરા કહેવામાં આવે છે.
પ્રશ્નઃ– ‘पुण्णफला अरहंता’–ભગવાનને પુણ્યના ફળપણે અરિહંતપણું પ્રાપ્ત થયું છે ને?
PDF/HTML Page 2218 of 4199
single page version
ઉત્તરઃ– એવું કયાં છે ભાઈ! એમાં? પુણ્યનું ફળ તો તીર્થંકરોને (અરહંતોને) અકિંચિત્કર છે-એવું તો ગાથાનું મથાળું છે. ત્યાં તો એમ કહે છે કે-તીર્થંકરને પૂર્વનાં પુણ્યને લઈને સમોસરણની રચના, વાણી, વિહાર આદિ ક્રિયાઓ હોય છે. તે ઉદયની ક્રિયા ક્ષણેક્ષણે નાશ થતી જાય છે. ઉદયભાવ ક્ષણેક્ષણે નાશ પામતો જાય છે માટે તે ઉદયભાવને ક્ષાયિક કહેવામાં આવે છે. તેવી રીતે જ્ઞાનીને પૂર્વના ઉદયને લઈને જે સામગ્રી અને રાગાદિ હોય છે તે ક્ષણે ક્ષણે ખરી જાય છે માટે તેને નિર્જરા કહેવામાં આવે છે. ભગવાન અરિહંતની ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહેવામાં આવે છે, જ્યારે સાધકની ઉદયની ક્રિયાને નિર્જરા કહેવામાં આવે છે. આ શૈલી છે! શું કહ્યું? ફરીને-
કે તીર્થંકર કેવળી ભગવાન થાય છે એ તો કેવળજ્ઞાન, કેવળદર્શન અને પૂરણ આનંદની પ્રાપ્તિ વડે થાય છે. પણ હવે તેમને પૂર્વના પુણ્યને લઈને વિહાર, વાણી આદિ જે હોય છે તે બધી ક્રિયાઓ ઉદયની છે. પૂર્વ કર્મના ઉદયની તે ક્રિયાઓ ક્ષણેક્ષણે નાશ પામે છે માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે. જ્યારે સાધકની ઉદયની ક્રિયાને નિર્જરા કહે છે. -આ પ્રમાણે ‘पुण्णफला अरहंता’–ની સાથે મેળ છે. અરિહંત ભગવાનને ઉદયનો નાશ થાય છે માટે તેને ‘ક્ષાયિક’ કહ્યો છે જ્યારે ધર્મીને રાગ થાય છે તે નિર્જરી જાય છે તો તેને નિર્જરા કહી છે.
અહીં કહે છે-જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. જોયું? જ્ઞાનીને ઉદયભાવની ઇચ્છા નથી. ‘આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી.’ જ્ઞાનીને રાગની ઇચ્છાનો અભાવ છે તેથી તેનો ઉપભોગ પરિગ્રહભાવને પ્રાપ્ત થતો નથી. લ્યો, આવી વાત છે.
PDF/HTML Page 2219 of 4199
single page version
कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी।। २१५।।
कांक्षामनागतस्य च उदयस्य न करोति ज्ञानी।। २१५।।
હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છેઃ-
ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧પ.
ગાથાર્થઃ– [उत्पन्नोदयभोगः] જે ઉત્પન્ન (અર્થાત્ વર્તમાન કાળના) ઉદયનો ભોગ [सः] તે, [तस्य] જ્ઞાનીને [नित्यम्] સદા [वियोगबुद्धया] વિયોગબુદ્ધિએ હોય છે [च] અને [अनागतस्य उदयस्य] આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની [ज्ञानी] જ્ઞાની [कांक्षाम्] વાંછા [न करोति] કરતો નથી.
ટીકાઃ– કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો). તેમાં પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્ વીતી ગયો હોવાને લીધે જ) પરિગ્રહભાવને ધારતો નથી. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને (પરિગ્રહપણાને) ધારે; અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.
પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી).
જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી) કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી).
ભાવાર્થઃઅતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય
PDF/HTML Page 2220 of 4199
single page version
જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે-રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે.
હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છેઃ-
‘કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો).’ ભૂત, વર્તમાન ને ભવિષ્ય-એમ ત્રણ કાળ છે ને? તેની આ વાત કરે છે.
‘તેમાં, પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્ વીતી ગયો હોવાને લીધે જ) પરિગ્રહભાવને ધારતો નથી.’
જુઓ, આ નિર્જરા અધિકાર છે ને? એમાં જેને નિર્જરા થાય છે તે ધર્મી કોને કહીએ-એની વાત ચાલે છે. અહાહા...! જેને અંદરમાં સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો નિરાકુળ આનંદ પ્રગટ થયો છે વા જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચયરત્નત્રયના પરિણામ વા નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તે સમકિતી ધર્મી છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે જે આત્મા નિશ્ચયરત્નત્રયરૂપ પરિણમ્યો છે તે આત્માને નિશ્ચયમોક્ષમાર્ગ કહીએ છીએ અને તે સદ્ભૂત વ્યવહારનય છે. નિર્મળ પર્યાય છે ને? તેથી શુદ્ધરત્નત્રયરૂપ પરિણત આત્માને નિશ્ચયમોક્ષમાર્ગ કહીએ તે સદ્ભૂત વ્યવહારનય છે, અને ત્યારે દયા, દાન, વ્રતાદિના જે પરિણામ આવે છે તેને નિમિત્તરૂપે (વા સહચરરૂપે) જાણવા તે અસદ્ભૂત વ્યવહારનય છે. ત્યાં એ વ્યવહારરત્નત્રય છે માટે નિશ્ચયરત્નત્રય પ્રગટયું છે એમ નથી અર્થાત્ વ્યવહારરત્નત્રય કાંઈ નિશ્ચયનું કર્તા નથી.
પ્રશ્નઃ– પણ એ નિમિત્ત કારણ તો છે ને? સમાધાનઃ– હા; નિમિત્ત કારણ છે. પણ એનો અર્થ શું? એને અસદ્ભૂત વ્યવહારનયથી કારણ કહેવામાં આવે છે. એનો અર્થ એ જ થાય છે કે તે વાસ્તવિક-ખરું કારણ નથી. તેને કારણ માત્ર આરોપ આપીને કહેવામાં આવે છે. ઝીણી વાત છે ભાઈ! વ્યવહાર સમકિત અર્થાત્ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતાદિના પરિણામનો વિકલ્પ-એ બધું અસદ્ભૂત વ્યવહારનય છે. એટલે કે તે વાસ્તવિક કારણ નથી પણ આરોપિત કારણ છે. તે મોક્ષમાર્ગમાં કાંઈ-કિંચિત્ પણ-કાર્યકારી નથી.