PDF/HTML Page 2181 of 4199
single page version
છે પણ ચોથે ગુણસ્થાને જ્યાં ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન થયું છે ત્યાં પણ ધર્મીને સ્વસંવેદનની-આત્મસ્વરૂપમાં એકાગ્રતાની જ ભાવના હોય છે. છતાં જ્ઞાનીને જે રાગ આવે છે, પાપભાવ થાય છે તે તેની કમજોરી છે. તે સમયે રાગની ઉત્પત્તિનું પરિણમન સ્વયં પોતાના ષટ્કારકથી થાય છે. ઝીણી વાત છે ભાઈ!
શું કહ્યું? કે જેમ પોતાના નિર્મળજ્ઞાનનું-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું-પર્યાયમાં ષટ્કારકરૂપે પરિણમન પોતાથી પોતામાં થાય છે તેમ રાગ જે થાય છે તે પણ, પોતે (- જ્ઞાની) કર્તા થયા સિવાય, પોતાના (-રાગના) ષટ્કારકના પરિણામ નથી સ્વતંત્ર થાય છે. અહા! એક પર્યાયના બે ભાગ! એક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય ને બીજી રાગની પર્યાય. જે સમયે પોતાથી-પોતાના કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન આદિ છ કારકના પરિણમનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉત્પન્ન થયું છે તે જ સમયે રાગની પણ ઉત્પત્તિ છે, પાપભાવની પણ ઉત્પત્તિ છે. જોકે આ પાપભાવ અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનસ્વભાવનો અંશ નથી તોપણ જ્ઞાનીને તે મારો છે એમ તેનું સ્વામિત્વ નથી, ઇચ્છા નથી તેથી કહ્યું કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી.
‘જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે.’ જ્ઞાનીને પોતાના ચૈતન્યસ્વભાવનું- જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું પરિણમન છે ને? તેથી તેને જ્ઞાનમય એટલે વીતરાગતામય, આનંદમય પરિણમન જ હોય છે. તેને જે કિંચિત્ રાગ-પાપભાવ થાય છે તેને તે પોતાનાથી પૃથક્પણે માત્ર જાણે જ છે. અહા! જ્ઞાનીને તો પોતાના આત્માનું જ્ઞાન અને તે રાગનું જ્ઞાન-એમ જ્ઞાનમય ભાવ જ હોય છે. અહો! આચાર્યદેવે કોઈ અદ્ભુત શૈલીથી વાત કરી છે!
પ્રશ્નઃ– જ્ઞાનીને કર્મના ઉદયની બળજોરીથી રાગ આવે છે એમ કોઈ ઠેકાણે વાત આવે છે ને?
ઉત્તરઃ– ભાઈ! એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. વાસ્તવમાં તો પોતાની પર્યાયમાં કમજોરીથી વિકાર થાય છે અને તે જ સમયે જ્ઞાનીને જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું પરિણમન પણ હોય છે. (પુરુષાર્થની કમજોરીને ઉદયની બળજોરી કહેવી એ કથનપદ્ધતિ છે). આવો વીતરાગનો મારગ છે.
હવે કહે છે-‘તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી.’
શું કહ્યું? કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેનો અભાવ છે. તેને પાપભાવ મારો છે-એમ પાપમાં એકત્વનો અભાવ છે. અહાહા...! જ્ઞાનીને પાપની ભાવના નથી, ઇચ્છા નથી. પાપભાવ હો, પણ એમાં તેને મીઠાશ નથી, એકતાબુદ્ધિ નથી. તેથી જ્ઞાની પાપને ઇચ્છતો નથી. આવો વીતરાગનો મારગ અત્યારે તો સાંભળવા મળવોય દુર્લભ છે.
PDF/HTML Page 2182 of 4199
single page version
ભાઈ! એણે (જીવે) પુણ્ય કર્યું, વ્રત પાળ્યાં, તપ કર્યાં, ભગવાનની ભક્તિ કરી ને પૂજા પણ અનંતવાર કરી છે. પરંતુ અરે! અનંતકાળમાં એક ક્ષણમાત્ર પણ કયારેય એને ધર્મ કર્યો નથી. કેમ? કેમકે એ શુભરાગને એણે આત્માનો ધર્મ માન્યો છે. પણ ભાઈ! એ શુભરાગમાં આત્માના સ્વભાવનો અભાવ છે અને આત્માના સ્વભાવમાં શુભરાગનો અભાવ છે. તેવી રીતે અશુભરાગમાં આત્માના સ્વભાવનો અભાવ છે અને આત્મસ્વભાવમાં અશુભરાગનો અભાવ છે. તેથી શુભરાગની જેમ જ્ઞાની અશુભરાગને- અધર્મને ઇચ્છતો નથી.
અહા! કહે છે-‘જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી.’
અહા! જ્ઞાની અધર્મને એટલે પાપભાવને ઇચ્છતો નથી છતાં તે પાપભાવ કમજોરીથી આવે છે. ભારે વિચિત્ર વાત ભાઈ! તેની જન્મક્ષણ છે તો તે આવે છે પણ જ્ઞાનીને એની ભાવના નથી. પાપભાવ મને હો એનાથી મને લાભ છે-એવી બુદ્ધિ જ્ઞાનીને હોતી જ નથી. માટે, જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી, અર્થાત્ જ્ઞાનીને પાપની પકડ નથી. જ્ઞાની તો જે પાપભાવ આવે છે તેનો માત્ર (પરજ્ઞેયપણે) જાણનાર જ રહે છે. આ પાપભાવ મારો છે એમ જ્ઞાનીને પકડ નથી.
પ્રશ્નઃ– જ્ઞાની પાપભાવને જાણે છે તો શું તેને દૂર કરવાનો ઉપાય નથી કરતો? સમાધાનઃ– ભાઈ! તેને જ્ઞાની જાણે જ છે-એ જ તેને દૂર કરવાનો ઉપાય છે. અહા! અંદર આત્માની ભાવના છે, અંતરમાં એકાગ્રતા થાય છે-એ જ વિકલ્પને દૂર કરવાનો ઉપાય છે. વળી ખરેખર તો તેને (વિકલ્પને) દૂર કરવો એવું પણ કયાં છે? એ તો પોતાના જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માની એકાગ્રતાના અભ્યાસથી તે પુણ્ય પાપના વિકલ્પોનો ક્રમશઃ નાશ થઈ જાય છે; અર્થાત્ પોતાના ‘ચૈતન્યસ્વભાવની એકાગ્રતાનો અભ્યાસ કરવો એ જ કર્તવ્ય છે, એ જ ઉપાય છે.
અહા! જ્ઞાનીને રાગભાવ હોય છે, પણ તેની એને ઇચ્છા નથી; માટે જ્ઞાનીને પરિગ્રહ નથી. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માં આવે છે ને કે-
હવે જ્યાં આમ છે ત્યાં જ્ઞાનીને કોની ઇચ્છા હોય? આનંદસ્વરૂપ ભગવાન આત્માની ભાવના હોય કે દુઃખરૂપ વિકારની-શુભાશુભ વિકલ્પની ભાવના હોય? શુભ- અશુભ વિકલ્પની ભાવના તો બંધન છે અને એ તો અજ્ઞાનીને હોય છે. જ્ઞાનીને તો વિકાર હોવા છતાં વિકારની ભાવના નથી, ઇચ્છા નથી. માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી, પકડ નથી. આ રીતે એને નિર્જરા થઈ જાય છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! દુનિયા તો બહારમાં-સ્થૂળ રાગમાં-ધર્મ માની બેઠી છે પણ સર્વજ્ઞ પરમેશ્વરે
PDF/HTML Page 2183 of 4199
single page version
તો જેમાં આત્મપ્રાપ્તિ થાય તેને ધર્મ કહ્યો છે. અહા! આવો ધર્મ જેને પ્રગટ થયો છે એવા જ્ઞાનીને અધર્મની-પાપભાવની પકડ હોતી નથી.
હવે કહે છે-‘જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.’
અહાહા...! હું તો શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ જ્ઞાનમય આત્મા છું, રાગમય કે ઉદયભાવમય હું નહિ-આવું જેને અંતરમાં એક જ્ઞાયકભાવના લક્ષે ભાન થયું છે તેને એક જ્ઞાયકભાવનો સદ્ભાવ છે. અહીં કહે છે-એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. અહા! પાપના જે ભાવ થાય તેનો તે જાણવાવાળો જ છે. કેમ? કેમકે તેને જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવનો સદ્ભાવ છે અર્થાત્ તે જ્ઞાયકભાવના સ્વભાવે પરિણમી રહ્યો છે. આવી વાત! ભાઈ! આ પૈસા-બૈસા તો જરી પુણ્ય હોય તો મળી જાય છે, વિશેષ બુદ્ધિ ન હોય તોપણ પુણ્ય હોય તો પૈસા મળી જાય છે પણ અંતર- પુરુષાર્થ વિના આત્મ-પ્રાપ્તિ કે ધર્મ થવો સંભવિત નથી.
પ્રશ્નઃ– પણ બુદ્ધિ હોય તો પૈસા ખૂબ મળે ને? ઉત્તરઃ– ભાઈ! બુદ્ધિ હોય તો જ પૈસા મળે છે એમ નથી, પુણ્ય હોય તો પૈસાના ઢગલા થઈ જાય છે. જુઓને! બહુ બુદ્ધિવાળાને માંડ બે હજારનો પગાર મેળવવામાં પસીનો ઉતરે છે જ્યારે બુદ્ધિના બારદાન, જડ જેવા મૂર્ખ હોય તે લાખો-કરોડો રૂપિયા કમાય છે. પણ એથી શું? પુણ્ય અને પુણ્યના ફળમાં શું છે? (એમાં ધર્મ નથી, સુખ નથી). અહીં કહે છે કે જ્ઞાનીને પુણ્ય-પાપની રુચિ નથી. તેને તો જ્ઞાનમય ભાવમાં એ પુણ્ય-પાપનું જ્ઞાન જ છે. અહો! અલૌકિક માર્ગ છે! વીતરાગનો માર્ગ ભાઈ! અંતર- પુરુષાર્થ કરે એવા શૂરવીરને જ પ્રાપ્ત થાય છે. બીજે આવે છે ને કે-
અહા! પુણ્યમાં ધર્મ માનવાવાળા કાયર-નપુંસકોનું અહીં વીતરાગમાર્ગમાં કાંઈ સ્થાન નથી; તેઓ પંચમહાવ્રતાદિ પાળે તોપણ તેમને ધર્મ-પ્રાપ્તિ નથી.
અહીં કહે છે-જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. અહા! ભાષા તો જુઓ! ‘કેવળ જ્ઞાયક જ’ છે-એમ એકાન્ત કર્યું છે. આ સમ્યક્ એકાન્ત છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે ને? તો એને જે વિષય-વાસના આદિ પાપભાવ આવે છે તેનો તે કેવળ જ્ઞાતા જ રહે છે. હવે આખો દિ’
PDF/HTML Page 2184 of 4199
single page version
વેપારધંધો ને બાયડી-છોકરાં સાચવવામાં ને વિષયભોગમાં-એકલા પાપમાં ચાલ્યો જાય એને બિચારાને આ સમજવાનો અવસર કયાંથી મળે? એમાંય વળી પાંચ-પચીસ લાખ એકઠા થઈ જાય તો ફૂલાઈ જાય કે-ઓહો! હું સુખી થઈ ગયો! ધૂળેય સુખી નથી થયો સાંભળને ભાઈ! જો આની (તત્ત્વજ્ઞાનની) સમજણ ન કરી તો ફેરો વ્યર્થ જશે ભાઈ! (એમ કે અનંતકાળે પ્રાપ્ત મનુષ્યભવ નિષ્ફળ જશે).
અહા! પ્રભુ! તને ધર્મ કેવી રીતે થાય? તો કહે છે-અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પરમાત્મા છે. તેની સન્મુખતા કરી, તેમાં એકાગ્ર થઈને અનુભવ કરે તો સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે ધર્મ છે. અહા! આવો જેને અંતરમાં ધર્મ પ્રગટ થયો છે તે ચોથા ગુણસ્થાનવાળો સમ્યગ્દ્રષ્ટિ પ્રથમ દરજ્જાનો ધર્મી છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકની તો ઊંચી વાત છે. આ વાડાના શ્રાવક તે શ્રાવક નહિ હોં; આ તો આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને શાંતિ-શાંતિ- શાંતિ-એમ વિશેષ શાંતિની ધારા અંદર જેને પ્રગટી છે તે પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવક ઊંચા દરજ્જાનો ધર્મી છે. અને મુનિરાજ? અહા! મુનિરાજ તો આત્માના જ્ઞાન-ધ્યાનમાં લીન એવા જાણે અકષાયી શાંતિનું ઢીમ છે. અહીં કહે છે- આવા ધર્મી જીવને કદાચિત્ પાપભાવ આવે છે પણ તેની એને ઇચ્છા નથી, પકડ નથી, કર્તાબુદ્ધિ નથી, એ તો કેવળ તેનો જ્ઞાયક જ છે. રાગનું પરિણમન છે તે અપેક્ષાએ જ્ઞાન તેને જાણે છે કે ‘આ છે’ બસ; આ મારો છે એમ નહિ. (અને જ્ઞાન એનું (-રાગનું) છે એમેય નહિ, જ્ઞાન તો જ્ઞાનમાં એકપણે છે.) ઓહો! ગજબ વાત કરી છે! ‘जाणगो तेण सो होदि’–એમ ચોથું પદ છે ને? અહા! આ તો ભગવાન કુંદકુંદની રામબાણ વાણી છે!
પ્રશ્નઃ– આપ આ બધું કહો છો પણ અમારે કરવું શું? સમાધાનઃ– અરે પ્રભુ! તારે શું કરવું છે ભાઈ? પરદ્રવ્યનું તો તું કાંઈ કરી શકતો નથી કેમકે પરદ્રવ્યમાં તારો પ્રવેશ નથી. આ શરીર કે વાણીનું તું કાંઈ કરી શકે નહિ કેમકે એ જડ પદાર્થોમાં મારા ચૈતન્યનો પ્રવેશ નથી; અને પ્રવેશ વિના તું એનું શું કરે? પોતાની સત્તા, પરસત્તામાં પ્રવેશ કરે તો જ પોતે પરનું કરે, પણ એમ તો ત્રણકાળમાં સંભવિત નથી. ભાઈ! આ શરીરનું હાલવું-ચાલવું થાય, ભાષા બોલવાનું થાય કે ખાવા-પીવાનું થાય-એ બધી જડની ક્રિયા જડના કારણે થાય છે; એમાં તારું કાંઈ કર્તવ્ય નથી. રહી પુણ્ય-પાપ કરવાની વાત. પણ પુણ્ય-પાપના કરવાપણે તો ભગવાન! તું અનંતકાળથી દુઃખી છો, ચારગતિમાં રખડો છો. માટે પુણ્ય-પાપની રુચિ છોડી દે અને અંદર તું પોતે જ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે પડયો છો તેની રુચિ કર, તેમાં એકાગ્ર થા; તને ધર્મ થશે, સુખ
PDF/HTML Page 2185 of 4199
single page version
થશે. બસ આ કરવાનું છે અને આ જ વીતરાગ સર્વજ્ઞદેવની આજ્ઞા છે. સમજાણું કાંઈ...?
આ રીતે પુણ્ય-પાપના બે બોલ થયા. હવે કહે છે-એ જ પ્રમાણે ગાથામાં ‘અધર્મ’ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ લેવો. મતલબ કે રાગ આવ્યો તો રાગનો પણ જ્ઞાની-ધર્મી તો કેવળ જ્ઞાતા જ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર એવા આત્માની જેને અંદરમાં રુચિ થઈ છે તે ધર્મી જીવને રાગનો રાગ હોતો નથી. તેને રાગ આવે છે પણ તેની તેને રુચિ નથી, ઇચ્છા નથી, પકડ નથી; તે તો માત્ર એનો જાણનાર જ રહે છે.
-એવી રીતે દ્વેષ લેવો. દ્વેષ પણ જ્ઞાનીને કિંચિત્ થતો હોય છે. સમ્યગ્દ્રષ્ટિ છે તે લડાઈમાં જાય તો કાંઈક દ્વેષ પણ આવી જાય છે, પણ તેને દ્વેષની ભાવના નથી. તેને તો આનંદસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યની રુચિ છે, દ્વેષની રુચિ નથી.
રુચિ નથી પણ દ્વેષ તો હોય છે? ભાઈ! ખરેખર તો તેને દ્વેષ હોતો નથી પણ એનું જ્ઞાન જ હોય છે. જ્ઞાનમય ભાવમાંથી તેને જ્ઞાતાનું જ પરિણમન થાય છે. તે દ્વેષનો કર્તા-હર્તા કે સ્વામી થતો નથી, રાગ કે દ્વેષમાં તે તન્મયપણે પરિણમતો નથી. જુઓ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ ને શ્રી અરનાથ-એ ત્રણે તીર્થંકર ચક્રવર્તી ને કામદેવ હતા. તો છ ખંડ સાધવા જતા હતા ત્યારે કંઈક રાગ હતો, અને કોઈ શરણે ન આવે તો ત્યાં દ્વેષ પણ આવતો હતો. જોકે તેઓ મહા પુણ્યવંત હતા તેથી રાજાઓ તરત જ નમી જતા હતા, છતાં નમાવવાનો જરી ભાવ તો હતો ને? તો કાંઈક દ્વેષ હતો. અહા! છતાં તેઓ એના જાણનાર જ હતા. ધર્મી જીવ દ્વેષનો પણ જાણનાર જ રહે છે, કર્તા થતો નથી, કે દ્વેષમય થતો નથી. અહા! જ્ઞાની જ્ઞાનમય જ રહે છે. આવી વાત છે.
અહીં એમ કહેવું છે કે જ્ઞાનીને જ્ઞાનમાં દ્વિવિધતાનું ભાન થાય છે એક પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન અને બીજું દ્વેષનું (પર્યાયનું) ભાન-આમ બેયનું ભાન થાય છે. એ તો સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે-દ્વેષના જ્ઞાન વખતે પણ જ્ઞાનની જ પુષ્ટિ થાય છે, દ્વેષની નહિ. અહા! પોતાનું જ્ઞાન છે ત્યાં દ્વેષનું પણ જ્ઞાન થાય છે-આમ બે પ્રકારનું જ્ઞાન જ્ઞાનીને ઉત્પન્ન થાય છે. ઝીણી વાત છે ભાઈ! અનંતકાળમાં એણે પોતાના હિત માટે કાંઈ કર્યું નથી. અનંતકાળમાં એણે પરસન્મુખપણે રાગ ને દ્વેષ કરી કરીને પોતાને મારી નાખ્યો છે, દુઃખમાં નાખ્યો છે. અહીં કહે છે-સ્વસન્મુખનો ઝુકાવ થયા પછી જે જરી પરસન્મુખનો દ્વેષ આવે છે તેનો જ્ઞાની જ્ઞાતા જ રહે છે.
કોઈને વળી એમ લાગે કે શું જૈનધર્મની આવી વાત? શું થાય? લોકોમાં
PDF/HTML Page 2186 of 4199
single page version
આ વાત ચાલતી નથી ને તેઓ બહારના ક્રિયાકાંડમાં એવા ડૂબેલા છે કે વાસ્તવિક જૈનધર્મ શું છે એની બિચારાઓને ખબર નથી. પરંતુ આ સમજ્યે જ (દુઃખથી) છૂટકો છે.
હવે દ્વેષ પછી ક્રોધ; ‘અધર્મ’ શબ્દ પલટીને ક્રોધ લેવો. જ્ઞાનીને ક્રોધ પણ આવે છે પરંતુ ક્રોધમય ભાવ જ્ઞાનીને હોતો નથી. ટીકામાં એ જ કહ્યું ને કે-જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી, જ્ઞાનમય જ ભાવ જ્ઞાનીને હોય છે. કમજોરીથી તેને ક્રોધ આવે છે પણ તેમાં એને એકતાબુદ્ધિ નથી અર્થાત્ તેને ક્રોધની ભાવના નથી. જે ક્રોધ આવી જાય છે તેને તે પોતાનાથી ભિન્ન રાખીને જાણે જ છે, એનો જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે. અહા! જ્યાં અંદર આનંદના નિરાકુલ સ્વાદમાં જ્ઞાની પડયો છે ત્યાં કિંચિત્ ક્રોધ થઈ આવતાં જ્ઞાનીને તે ઝેર જેવો લાગે છે, કેમકે તેને ક્રોધની રુચિ જ નથી. અહા! આવો મારગ-જૈન પરમેશ્વરનો-દુનિયાથી સાવ ઉલટો છે. ભાઈ! આવો અલૌકિક મારગ બીજે કયાંય છે નહિ.
હવે માન; જુઓ! શ્રી નેમિનાથ ભગવાન પાંડવો ને બીજા મહાન જોદ્ધાઓ સહિત એકવાર સભામાં વિરાજતા હતા. ત્યાં વાત નીકળતાં નીકળી કે પાંડવો મહાન જોદ્ધા છે. તો કોઈકે કહ્યું કે બીજા પણ મહાન જોદ્ધા છે. ત્યારે કોઈએ કહ્યું-બીજા ભલે મહાન જોદ્ધા હશે પણ ભગવાનની બરાબરીના કોઈ મહાન જોદ્ધા નથી. શ્રી નેમિનાથ ભગવાન તો હજી ગૃહસ્થાશ્રમમાં હતા ને ત્રણ જ્ઞાન તથા જ્ઞાયિક સમકિત સહિત હતા. હવે આવી વાત ચાલતી હતી ત્યાં શ્રીકૃષ્ણે પડકાર કર્યો કે હું તેનાથી પણ મહાન જોદ્ધો છું. તો ભગવાને હાથ વાંકો વાળ્યો; શ્રીકૃષ્ણ હાથને ટીંગાઈ ગયા પણ હાથને હલાવી શકયા નહિ. અહા! આવું શરીરનું અતુલ બળ ભગવાનનું હતું! આત્મબળની તો શી વાત! અહા! જ્ઞાની હતા તોપણ ત્યારે ભગવાનને માનનો વિકલ્પ થઈ આવ્યો, પણ તેના તે સ્વામી ન હતા, તેઓ તો તેના જ્ઞાતા જ હતા. જ્ઞાની તો તેને જે વિકલ્પ આવે છે તેનો માત્ર જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આવો મારગ બાપા! વીતરાગનો ખાંડાની ધારથી પણ આકરો છે! અહો! પણ તે સુખરૂપ છે, આનંદરૂપ છે. અહા! અતીન્દ્રિય આનંદનો નાથ પરમાનંદસ્વરૂપ પ્રભુ જ્યાં સમ્યગ્દર્શનમાં જાગ્યો ત્યાં આવો સુખરૂપ મારગ પ્રાપ્ત થાય છે.
અનાદિથી વ્યવહારમાં સૂતેલો જીવ જ્યારે અંદર નિશ્ચય સ્વરૂપમાં જાગૃત થઈ જાય છે ત્યારે તેને અતીન્દ્રિય આનંદ જેની મુદ્રા છે એવો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે; અને આવા નિશ્ચય મોક્ષમાર્ગમાં રહેલા જીવને કદાચિત્ માનનો વિકલ્પ થઈ આવે તોપણ તેનો તે જ્ઞાતા જ રહે છે. ઝીણી વાત છે, ભાઈ! અહા! આ તો મહા ગંભીર શાસ્ત્ર છે! એનું એકેક પદ બહુ ગંભીર છે! જુઓને! આ (ગાથાનું) ચોથું
PDF/HTML Page 2187 of 4199
single page version
પદ ‘जाणगो तेण सो होदि’!–તેની ગંભીરતાનું શું કહેવું! અહા! જ્ઞાની તો માનનો જ્ઞાયક જ રહે છે.
આ પ્રમાણે આપ જ્ઞાનીનો બચાવ કર્યા કરો છો. એમ નથી ભાઈ! તને જ્ઞાનીના અંતરની ખબર નથી બાપુ! અહાહા...! અંદર ‘સ્વયંજ્યોતિ સુખધામ’ પ્રભુ પોતે છે. અહાહા...! એનું સ્વાનુભવમાં જ્યાં ભાન થયું ત્યાં, જે કિંચિત્ માન આવે છે તેનો જ્ઞાની જ્ઞાતા જ રહે છે, પણ તે માનને જ્ઞાની પોતાનામાં ખતવતો નથી અર્થાત્ માનનું તેને સ્વામિત્વ નથી. જન્મ-મરણ મટાડવાનો આવો અંતરનો મારગ ભાઈ! સ્વાનુભવ વડે પ્રાપ્ત કરતાં સમજાય એવો છે.
હવે માન પછી માયા; ધર્મીને જરી માયા પણ આવી જાય છે પણ તેને માયાની ભાવના-ઇચ્છા નથી. એ તો માયાનો જ્ઞાયક જ રહે છે. જ્ઞાનગુણમાં સ્વ અને પરને પ્રકાશવાનું સામર્થ્ય છે; એટલે માયાના કાળમાં તેનું (માયાનું) જ્ઞાન અને પોતાનું (આત્માનું) જ્ઞાન એકસાથે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જ્ઞાની માયાનો જ્ઞાતા જ છે, કર્તા નહિ.
હવે લોભ; જ્ઞાનીને જરીક લોભ પણ થઈ જાય છે પણ તેને લોભનો લોભ હોતો નથી. આત્માના નિરાકુળ આનંદના રસ આગળ તેને લોભનો રસ ઉડી ગયો હોય છે. અહા! તેને લોભ આવે છે પણ તેની મીઠાશ તેને ઉડી ગઈ હોય છે. સ્વાનુભવમાં જેણે આત્મા જાણ્યો અને અનુભવ્યો છે તેને કિંચિત્ લોભ આવે છે તોપણ તેનો તે જ્ઞાયક જ રહે છે.
હવે કર્મ. આઠ કર્મ જે છે તે મારાં નથી એમ જ્ઞાની જાણે છે. ગોમ્મટસાર આદિનો સ્વાધ્યાય કરે એટલે તેને ખ્યાલમાં આવે કે આઠ કર્મ છે અને તેની આવી આવી પ્રકૃતિ છે પણ જ્ઞાની તેનું જ્ઞાન જ કરે છે. કર્મ મારાં છે ને હું કર્મમાં છું કે કર્મ વડે મને લાભ- નુકશાન છે-એમ જ્ઞાની માનતો નથી. ઝીણી વાત છે ભાઈ! પોતાનો આત્મા અતિ સૂક્ષ્મ છે ને! અહાહા...! અતિ સૂક્ષ્મ એવા જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનું જેને અંતરમાં વેદન પ્રગટ થયું છે અર્થાત્ જેને સ્વસંવેદનશક્તિ પ્રગટ થઈ છે તે ‘કર્મ છે’ બસ એમ જાણે છે અર્થાત્ તે, જે કર્મ છે તેનું માત્ર જ્ઞાન કરે છે પણ કર્મ ભલાં-બૂરાં છે, ઇષ્ટ- અનિષ્ટ છે એમ તે માનતો નથી. અહા! જેણે શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તે મોક્ષના પંથે-સુખના પંથે છે. તે, કર્મ જે છે તેને જાણે છે પણ કર્મ મને હેરાન કરે છે વા લાભ કરે છે એમ માનતો નથી.
જ્ઞાનીને હજી આઠ કર્મ તો છે, વળી તે આયુ બાંધે છે એમ તો આવે છે? સમાધાનઃ– ભાઈ! જ્ઞાનીને કર્મનો ખ્યાલ આવતાં તેનું તે જ્ઞાન કરે છે, પણ
PDF/HTML Page 2188 of 4199
single page version
કર્મમય પોતે થઈ જાય છે એમ નથી. અહા! કર્મથી ભિન્ન રહીને એ તો પોતાનું અને પરનું-કર્મનું જ્ઞાન કરે છે. અહા! કર્મે મારા આત્માનું આવરણ (ઘાત) કરી દીધું છે એમ જ્ઞાનીને હોતું નથી. જેને અંદર આત્માનું જ્ઞાન થયું તે જે કર્મ આઠ હોય છે તેનું પણ જ્ઞાન કરે છે.
પ્રશ્નઃ– તો ‘શ્રીમદ્ રાજચંદ્ર’માં આવે છે કે વેદનીય કર્મનો ભોગ ભોગવવો બાકી છે?
સમાધાનઃ– ભાઈ! એ તો રાગ હજી બાકી છે એમ ત્યાં બતાવવું છે. થોડો રાગ હજી છે ને? આ ભવે મોક્ષ થશે એમ દેખાતું નથી, પર્યાયમાં હજુ રાગ છે અને તે છૂટતો જણાતો નથી તો જ્ઞાની જાણે છે કે હજુ એકાદ ભવ કરવો પડશે; ને ત્યારે રાગ છૂટીને કેવળજ્ઞાન પામશું. જ્ઞાનીની દ્રષ્ટિમાં-દ્રષ્ટિના સ્વભાવમાં-તો હું રાગનો કર્તાય નહિ અને ભોક્તાય નહિ એમ છે; પણ જ્ઞાનમાં, પર્યાયમાં જે રાગનું પરિણમન છે તે મારું છે ને હું તેનો કર્તા-ભોક્તા છું-એમ જ્ઞાની જાણે છે; માત્ર જાણે જ છે હોં (કર્તવ્ય છે ને કરે છે એમ નહિ). આવો અનેકાન્ત મારગ છે. (તે સ્યાદ્વાદ વડે સમજવો જોઈએ) અહીં કહે છે-કર્મ મને આચ્છાદિત કરે છે એમ છે જ નહિ -એમ જ્ઞાની માને છે.
પ્રશ્નઃ– તો ધર્મીને આવાં-આવાં કર્મ હોય છે ને આવું આવરણ હોય છે એમ આવે છે ને?
સમાધાનઃ– ભાઈ! અહીં તો એમ કહે છે કે-જ્ઞાની એમ જાણે છે કે કર્મ મારા લક્ષમાં આવ્યાં છે, મને તે છે એનું જ્ઞાન થયું છે પણ તેઓ મને આચ્છાદિત કરે છે વા મારું આવરણ કરે છે એમ છે નહિ. જ્ઞાનીને જે કર્મ છે તેનું જ્ઞાન થયું છે; જ્ઞાનની દ્વિરૂપતામાં પોતાનું જ્ઞાન ને કર્મનું પણ જ્ઞાન થયું છે, પણ કર્મ સ્વભાવનું આવરણ કરે છે એમ છે નહિ. મારામાં (-આત્મામાં) કર્મ છે ને તે વડે હું હીન છું એમ જ્ઞાની માનતો નથી. એની પર્યાયમાં જે હીનતા થઈ છે એ તો એની કમજોરીને લઈને છે અને એનો પણ એ તો જ્ઞાતા જ છે. હવે કર્મથી વિકાર થાય એવું (વિપરીત) માનનારને આવું બેસવું કઠણ પડે, પણ ભાઈ! કર્મથી વિકાર થાય એવો આત્મસ્વભાવ જ નથી. અહા! કર્મ મારી ચીજ નથી અને પર્યાયમાં જે વિકાર છે તે મારી નબળાઈને લઈને છે પણ કર્મને લઈને છે એમ છે નહિ-એમ ધર્મી જાણે અને માને છે.
હવે નોકર્મ; આ શરીર, મન, વાણી આદિ જેટલાં બહારનાં નિમિત્ત છે તે નોકર્મ છે; અર્થાત્ બધાં નોકર્મ નિમિત્તરૂપ છે. ધર્મી તેનું જ્ઞાન કરે છે, બીજી ચીજ છે એમ જ્ઞાન કરે છે પણ તે મારી છે એમ માનતા નથી. અહા! આ શરીર, મન, વાણી, ધન-સંપત્તિ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ મારાં છે એમ ધર્મી જાણતા અને માનતા
PDF/HTML Page 2189 of 4199
single page version
નથી. અજ્ઞાની દુકાને બેઠો હોય ને દિવસની પાંચ-પચાસ હજારની કમાણી થાય તો તેનો પાવર ફાટી જાય છે. તેને એમ થાય છે કે-ઓહો! મને આટલી લક્ષ્મી આવી! -એમ તે ઉન્મત્ત થઈ જાય છે. જ્યારે જ્ઞાની માત્ર તેનું જ્ઞાન જ કરે છે. ભાઈ! કરવા યોગ્ય તો આ છે; બાકી તો રળવા-કમાવામાં ને બાયડી-છોકરાં સાચવવામાં પાપની મજુરી કરીને તું મરી ગયો છે ભગવાન!
અહીં કહે છે-જે નોકર્મ-નિમિત્ત છે તેનું જ્ઞાની તો જ્ઞાન જ કરે છે. ત્યાં નિમિત્ત (નોકર્મ) જ્ઞાન થવામાં મદદ કરે છે એમ નથી. જ્ઞાનીને જે નિમિત્તનું જ્ઞાન થાય છે તે જ્ઞાનની અવસ્થા સહજ પોતાથી પોતામાં થાય છે, નિમિત્ત છે તો જ્ઞાન થાય છે એમ નથી. ઝીણી વાત છે ભાઈ! વીતરાગનો મારગ બાપા! બહુ સૂક્ષ્મ છે. આ અજ્ઞાની મારો વ્યવહાર... વ્યવહાર... વ્યવહાર એમ વ્યવહારને ગળે પડયો છે ને? અહીં કહે છે -ભાઈ! વ્યવહાર (-રાગ) તારો છે એમ છે જ નહિ. જ્ઞાની એને પોતાનો માનતા નથી, એ છે એમ માત્ર જાણે છે અને એનું જ્ઞાન પણ પોતામાં રહીને જ કરે છે. ગજબ વાત છે ભાઈ! વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય એમ છે જ નહિ. જ્ઞાની તો જે વ્યવહાર આવે છે તેને જાણે જ છે અને તે પણ વ્યવહાર છે તો એનો જ્ઞાતા થયો છે એમેય નથી. એ તો પોતાની જ્ઞાનની પર્યાય સ્વતંત્ર કર્તા થઈને તેને જાણતી થકી પ્રગટ થાય છે. એ જ રીતે જ્ઞાની જે નોકર્મ છે, નિમિત્ત છે-તેને પણ માત્ર જાણે જ છે. અહો! આવો ભગવાનનો અલૌકિક અદ્ભુત માર્ગ છે જેને ગણધરો, મુનિવરો અને એકાવતારી ઇન્દ્રો વગેરે મહા વિનયપૂર્વક સાંભળે છે. ભાઈ! નિમિત્તથી આત્મામાં કાંઈ થતું નથી તથા નિમિત્ત જે છે તેનું જ્ઞાન પણ જ્ઞાની પોતે પોતાથી જ કરે છે. આવું સર્વજ્ઞ પરમેશ્વરનું ફરમાન છે. બેસે તો બેસાડો ભાઈ!
હવે મન; છાતીમાં જડ મન છે. જેમ આ ડોળા-આંખ જડ છે તેમ મન પણ જડ છે. જુઓ, જોવા-જાણવાવાળી તો જ્ઞાનપર્યાય છે; આ આંખ કાંઈ દેખે છે એમ નથી. તેમ છાતીમાં જડ મન છે તે વિચાર કરવામાં નિમિત્ત છે, પણ જડ મન કાંઈ જાણતું નથી. તેથી મન છે તે પોતાની ચીજ નથી એમ જ્ઞાની માને છે. મન છે એમ જ્ઞાની જાણે છે પણ મન મારી ચીજ છે વા એનાથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. અજ્ઞાનીને થાય કે શું ભગવાને આવી વાત કરી હશે? હા, ભાઈ! ધર્મસભામાં એકાવતારી ઇન્દ્રોની હાજરીમાં ભગવાને આવી અલૌકિક વાત કરી છે. તેનો લૌકિક સાથે મેળ બેસે એમ નથી. અહો! આચાર્ય ભગવંતોએ ગજબ કામ કર્યાં છે!
અહા! જ્ઞાની વ્યવહારનું જ્ઞાન કરે છે તે વ્યવહાર છે માટે એનું જ્ઞાન કરે છે એમ નથી; એ તો જ્ઞાનની પર્યાય જ તે કાળે વ્યવહાર છે એને જાણતી સહજ પોતાથી ઉત્પન્ન થાય છે. તેમ નિમિત્ત પણ હો, તથાપિ નિમિત્ત છે તો તેનું જ્ઞાન થાય છે એમ નથી. એ તો જ્ઞાનની એ સહજ સ્વપરપ્રકાશક શક્તિ છે જેના કારણે નિમિત્તનું
PDF/HTML Page 2190 of 4199
single page version
જ્ઞાન પોતાથી પોતાનામાં થાય છે. આવું યથાર્થ જાણે તે ધર્માત્મા છે. અહો! આવી અલૌકિક વાત બીજે સાંભળવા મળવી પણ દુર્લભ છે.
અહીં કહે છે-ભગવાન! તું ચૈતન્યસ્વરૂપ છો ને! તારી શક્તિનું સામર્થ્ય તો જાણવા-દેખવાનું છે. શું આ રાગ તારી શક્તિનું કાર્ય છે? ના. તારી શક્તિનું સામર્થ્ય તો જે રાગ આવે છે, જે કર્મ-નોકર્મ છે-તેને જાણવાનું છે. અહા! જાણવું-જાણવું-જાણવું એ જ તારું સામર્થ્ય છે. ભાઈ! આ જડ મન તારી ચીજ નથી અને તે છે માટે એનું જ્ઞાન છે એમેય નથી તથા એનાથી તને જ્ઞાન થાય છે એમ પણ નથી. સમજાણું કાંઈ...?
હવે વચન; આ વાણી છે તે જડ છે; તે આત્માની ચીજ નથી. આ જે વચન બોલાય છે તે આત્મા બોલતો નથી. વચન-વાણી છે એ તો જડ ધૂળ-પુદ્ગલ છે. જ્ઞાનીને તેનું જ્ઞાન થાય છે કે આ છે (બીજી ચીજ); પણ હું વચન બોલું છું વા આ બોલું છું તે હું છું-એમ જ્ઞાની માનતો નથી. તો કોણ બોલે છે? ભાઈ! આ જે બોલે છે એ તો જડ ભાષાવર્ગણાનું પરિણમન છે. જ્ઞાનીને તેની ઇચ્છા હોતી નથી.
શું કહ્યું? કે શરીર, મન, વાણી ને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની સન્મુખ થઈને જેણે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની-ધર્મી છે. તે ધર્મીને વચન મારું છે એમ વચનની ઇચ્છા હોતી નથી, માટે તેને વચનનો પરિગ્રહ નથી. અહા! વચન બોલવાની જે ક્રિયા થાય છે એ તો જડ વચનવર્ગણાની ક્રિયા છે; તેથી જ્ઞાનીને એવો અહંભાવ થતો નથી કે હું બોલું છું. અહો! ધર્મીની આવી અલૌકિક દ્રષ્ટિ અને દશા હોય છે.
હવે કહે છે-જ્ઞાનીને કાયાનો પરિગ્રહ નથી. ભાઈ! આ શરીર તો જડ અજીવ છે, મડદું છે.
હા, પણ કયારે? અત્યારે, હમણાં જ. એ તો ૯૬ મી ગાથામાં આવી ગયું છે કે આનંદરૂપ અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક ક્લેવરમાં મૂર્ચ્છાણો છે, મૂર્ચ્છાઈ ગયો છે. ભાઈ! આ હાડ-માંસ ને ચામડાનું બનેલું કલેવર હમણાં પણ મડદું જ છે. અહા! પોતાની ચીજ પૂરણ વીતરાગતા, અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદથી ભરી પડી છે. પણ અરે! અજ્ઞાનીને તેની ખબર નથી ને તે આ મૃતક કલેવરને પોતાની ચીજ માને છે! જ્ઞાની તો શરીરને ‘આ (બીજી ચીજ) છે’ બસ એમ જાણે છે પણ તે મારું (-આત્માનું) છે એમ કદીય માનતો નથી. અહા! આ શરીરની ક્રિયા જે થાય છે તે હું કરું છું એમ જ્ઞાનીને અભિપ્રાય હોતો નથી. જ્ઞાની તો શરીર અને શરીરની જે અવસ્થાઓ થાય તેનો જ્ઞાતા-દ્રષ્ટા જ છે.
PDF/HTML Page 2191 of 4199
single page version
હવે શ્રોત્ર-કાન; આ કાન પણ જડની દશા છે. ભાઈ! આ શ્રોત્ર-કાન છે તે જડ છે ને જ્ઞાનીને તેનો પરિગ્રહ નથી. કાન મારા છે ને હું કાન બરાબર છે તો સાંભળું છું વા કાનથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. ખરેખર સાંભળવાથી જ્ઞાન થાય છે એમ છે જ નહિ.
પ્રશ્નઃ– કાન બહેરા થાય તો સાંભળવાનું મશીન રાખે છે ને? સમાધાનઃ– મશીન રાખે તોય શું? જ્ઞાન તો પોતાથી (-આત્માથી) થાય છે. જ્ઞાન શું તે મશીનથી કે ઇન્દ્રિયથી થાય છે? તે મશીન કે ઇન્દ્રિય શું આત્માના અવયવ છે? કે એનાથી જ્ઞાન થાય?) (એ તો જડ પદાર્થો બાહ્ય નિમિત્તમાત્ર છે). સૂક્ષ્મ વાત છે ભાઈ! આની યથાર્થ સમજણ વિના અનંતકાળથી તું ૮૪ ના અવતાર કરી કરીને મહા દુઃખી થયો છો. તને એની ખબર નથી; પણ જો ને આ વાદિરાજ મુનિએ શું કહ્યું છે?
અહા! મુનિરાજ કહે છે-પ્રભુ! મેં ભૂતકાળમાં એકેન્દ્રિયાદિ તિર્યંચયોનિમાં અને નરકયોનિમાં એવા એવા અવતાર કર્યા છે કે એનું દુઃખ યાદ કરું છું તો મને આયુધની જેમ છાતીમાં કારમો ઘા વાગે છે. અહા! આયુધની જેમ છાતીમાં વાગે એવું થાય છે. અહા! અજ્ઞાની પૈસા ને આબરૂ ને કુટુંબ-પરિવારને યાદ કર્યા કરે છે પણ એની યાદ તો એકલું પાપ છે. આ તો વાદિરાજ મુનિ કહે છે-અહા! જનમ-જનમમાં જે દુઃખ થયાં તે પ્રભુ! હું યાદ કરું છું તો આયુધ જેમ છાતીમાં વાગે એવું થઈ આવે છે. (મુનિરાજ આ પ્રમાણે વૈરાગ્યની ભાવના દ્રઢ કરે છે).
આ વાદિરાજ મુનિને શરીરમાં કોઢ હતો. રાજાના દરબારમાં ચર્ચા થઈ કે મુનિરાજને કોઢ છે. તો ત્યાં કોઈ શ્રાવક હતો તેણે કહ્યું કે-અમારા મુનિરાજ નીરોગી છે, કોઢરહિત છે. પછી તે શ્રાવક વાદિરાજ મુનિ પાસે આવ્યો ને કહેવા લાગ્યો-મહારાજ! હું તો રાજા પાસે કહીને આવ્યો છું કે આપને કોઢ નથી. પણ હવે શું? મુનિરાજ કહે-ઠીક. પછી તો મુનિરાજે ભગવાનની સ્તુતિ ઉપાડી કે-પ્રભુ! આપનો જે નગરીમાં જન્મ થાય છે તે નગરી સોનાની થઈ જાય છે ને આપ જ્યાં ગર્ભમાં રહ્યો છો તે માતાનું પેટ સ્ફટિક જેવું નિર્મળ-સ્વચ્છ થઈ જાય છે. તો પ્રભુ! હું આપને મારા અંતરમાં પધરાવું ને આ શરીરમાં કોઢ રહે? અને ચમત્કાર એ થયો કે કોઢ મટી ગયો અને શરીર સુવર્ણમય થઈ ગયું! આ તો ભક્તિનો એક પ્રકાર છે. શરીરની અવસ્થા તો પુણ્યનો યોગ હતો તો તે કાળે જે થવાયોગ્ય હતી તે થઈ. કોઢ મટી ગયો તે કાંઈ ભક્તિથી મટી ગયો એમ નથી. ભક્તિથી કોઢ મટી ગયો એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. આ વાદિરાજ મુનિ વૈરાગ્યને દ્રઢ કરતાં કહે છે-પ્રભુ! અનંત-અનંતકાળમાં ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કર્યું ત્યાં નરક-નિગોદાદિમાં જે
PDF/HTML Page 2192 of 4199
single page version
અપાર દુઃખો વેઠયાં તે યાદ કરું છું તો જાણે છાતીમાં આયુધના ઘા વાગે તેમ થઈ આવે છે. મુનિરાજ આમ યાદ કરીને અહા! સ્વરૂપમાં લીન થઈ જાય છે!! ધ્યાનમગ્ન થઈ જાય છે!!!
ભાઈ! તારા દુઃખનીય આ જ કહાની છે. અહીં કરોડપતિ હોય ને જો માયાની મમતામાં પડયા હોય તો દેહનો પડદો બંધ પડતાં મરીને તિર્યંચમાં જાય છે, ગલુડિયાં ને મીંદડાં થઈ જાય છે. અરે! આ અવતાર? હા ભાઈ! આવા અવતાર તેં અનંત-અનંત વાર કર્યા છે. ભગવાન! તું માતાના પેટમાં ઊંધા મસ્તકે બાર-બાર વર્ષ રહ્યો છું. નવ મહિના રહે છે એ તો સાધારણ છે. પણ કોઈ એક માતાના પેટમાં બાર વર્ષ ઊંધા માથે રહ્યો છું, અને પાછો મરીને બીજીવાર બાર વર્ષ માતાના પેટમાં રહ્યો છું. આમ માતાના પેટમાં ઉપરા-ઉપરી ૨૪ વર્ષ રહ્યો છું. અહા! અનંતકાળમાં આવા જન્મ અનંતવાર ધારણ કર્યા છે. ભગવાન! આ જન્મ-મરણના દુઃખની શી વાત! અને એકેન્દ્રિયાદિ અવસ્થાનાં દુઃખોનું શું કહેવું? એ તો વચનાતીત છે.
અહીં ધર્મી જીવ કહે છે-મને અનંતવાર શ્રોત્રેન્દ્રિય મળી તેને મારી માનીને મેં મમતા કરી ને તેને કારણે મિથ્યાત્વવશ હું ચારગતિમાં રખડયો છું. પણ હવે આ શ્રોત્રેન્દ્રિય મારી નથી એમ હું માનું છું કેમકે એ તો જડ પુદ્ગલની છે. જો તે મારી હોય તો તે મારી સાથે જ સદાય રહે. પણ એમ તો છે નહિ. માટે શ્રોત્રેન્દ્રિય મારી નથી. તેની હવે મને મમતા નથી, ઇચ્છા નથી. હું તો તેને માત્ર જાણું જ છું.
તેવી રીતે ચક્ષુઃ આ ચક્ષુ છે તે પણ જડ છે. આ ચક્ષુ મારી છે એમ ચક્ષુની ઇચ્છા કે મમતા જ્ઞાનીને હોતી નથી. અહા! હરણના જેવી ચકચક કરતી આંખો હોય તોય શું? કેમકે એ તો જડ માટી છે, ધૂળ છે. ભાઈ! આમાં (આ આંખમાં) તો એક વાર અગ્નિ લાગશે. જ્યારે દેહ છૂટશે ત્યારે એમાં અગ્નિના તણખા ઊઠશે અને તે બળીને ભસ્મ થઈ જશે. ભાઈ! આ આંખ તારી ચીજ નથી બાપુ! ધર્મી જીવ તો આંખ ને આંખથી જે ક્રિયા થાય છે તે પોતાની છે એમ સ્વીકારતો નથી. તેથી તેને આંખની ઇચ્છા નથી. તે તો ‘આ (બીજી ચીજ) છે’ એમ માત્ર જાણે છે. આવી વાત છે.
પ્રશ્નઃ– આ ચશ્માં છે તો આંખથી દેખાય છે ને? ઉત્તરઃ– ધૂળેય ચશ્માંથી દેખાતું નથી સાંભળને. ચશ્માંથી દેખાતું હોય તો આંધળા છે તેને ચશ્માં લગાવે ને? ભાઈ! એ તો તે તે સમયની જ્ઞાનની પર્યાય દેખે -જાણે છે. શું જડ આંખ કે ચશ્માં દેખે જાણે છે? નિમિત્તપ્રધાન દ્રષ્ટિવાળા મિથ્યાદ્રષ્ટિ એમ માને છે કે ચશ્માં હોય ત્યારે આંખે દેખાય છે. ભાઈ! પોતે જ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે અને તેને પોતાની જ્ઞાનપર્યાયથી જ્ઞાન થાય છે, આંખથી કે ચશ્માંથી નહિ.
PDF/HTML Page 2193 of 4199
single page version
જુઓ, લંડનમાં કોહીનૂર હીરો છે. તેને એક પંડિત જોતા હતા. તો કોઈ એ ત્યાં પૂછયું કે-કેમ, હીરો કેવો લાગ્યો? તો પંડિત કહે-કહું? હીરાને તો આંખ જુએ છે, તો હીરાની કિંમત કહું કે આંખની? હીરો તો કાંઈ જોતો (-જાણતો) નથી, પણ જુએ (- જાણે) છે તો આંખ. તેમ અહીં કહે છે-આંખની કિંમત છે કે જાણનારની? આંખ તો કાંઈ જાણતી નથી; જડ છે ને? તો તે કાંઈ જાણતી નથી. જાણનાર તો પ્રભુ જ્ઞાયક અંદર છે તે જાણે છે. અરે ભાઈ! આ આંખ તો જડ માટી છે. તેમાંથી તો રસી નીકળે છે ને તેમાં ઈયળો પણ પડે છે. તોપણ પ્રભુ! એનો તને કેમ પ્રેમ છે? ધર્મીને તો ચક્ષુ ઇન્દ્રિયનો પરિગ્રહ નથી; અર્થાત્ તે મારી છે અને તેની જે જોવાની ક્રિયા થાય છે તે મારી છે એવી બુદ્ધિ તેને હોતી નથી. અહા! જ્યાં આંખ પોતાની નથી ત્યાં પુત્રાદિ તો કયાંય રહી ગયા. સમજાણું કાંઈ...?
તેવી રીતે ઘ્રાણ-નાકઃ નાક પણ અનંત પરમાણુઓનો સ્કંધ જડ છે. નાક વા નાકની જે ક્રિયા થાય છે તે મારી છે એમ જ્ઞાની માનતો નથી અને તેથી તેને નાકનો પરિગ્રહ નથી. એ તો માત્ર સંયોગી ચીજ છે એમ જ્ઞાની જાણે છે.
હવે રસના-જીભઃ અહા! ખાવાની કોઈ સારી-સ્વાદિષ્ટ ચીજ હોય તો અંદર જીભથી ચાટે છે. પણ અરે! શું છે બાપુ? ભાઈ! જીભ જ તારી ચીજ નથી ને? તો પછી જીભથી ચાટવું એ તારી આત્માની ક્રિયા કયાં રહી? ભગવાન! એ તો જડની ક્રિયા છે એમ જાણી જ્ઞાની જીભનો પરિગ્રહ કરતા નથી. આવી વાત છે.
હવે સ્પર્શનઃ સુંવાળા શરીરના ભોગમાં અજ્ઞાનીને શરીર માખણ જેવું લાગે છે. પણ ભાઈ! આ શરીર તો જડ માટી છે બાપા! આ તો હાડ-માંસ ને ચામડે મઢેલું પુતળું છે. એમાં શું પ્રેમ કરવો? જ્ઞાની તો સ્પર્શનથી હું ભોગ લઉં છું એમ માનતો નથી, કેમકે સ્પર્શન તો જડ પુદ્ગલની અવસ્થા છે, તથા સ્પર્શથી થતી ક્રિયા જડની ક્રિયા છે.
પ્રશ્નઃ– પણ જીવિત શરીરથી ધર્મ તો થાય છે ને? સમાધાનઃ– જીવિત શરીર? અરે ભાઈ! જીવિત શરીર-સચેત શરીર તો નિમિત્તથી કહેવામાં આવે છે. એ તો જીવનો શરીર સાથે સંયોગ છે એમ જ્ઞાન કરાવવાનું કથન છે; બાકી શરીર તો અચેત જ છે. ગાથા ૯૬ ની ટીકામાં ન આવ્યું કે-‘... મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન પોતે મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.’ અહા! અતીન્દ્રિય આનંદનો સાગર અમૃતસ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે! ભાઈ! આ શરીર તો મૃતક કલેવર એટલે મડદું જ છે, અત્યારે પણ મડદું જ છે. હવે એને જીવિત માની એનાથી ધર્મ થાય એમ માનવું એ તો કેવળ મૂર્છાભાવ છે. અજ્ઞાનીને ઉપવાસાદિ
PDF/HTML Page 2194 of 4199
single page version
શરીરાશ્રિત ક્રિયાઓનો હું કર્તા છું એવો અજ્ઞાનમાં ભાસ થયો છે, તે મિથ્યાભાવ છે. સમજાણું કાંઈ...?
અહા! પ્રભુ! તું કોણ છો? તું અંદર અમૃતનો-જ્ઞાનાનંદનો સાગર છો ને પ્રભુ! તારા અસ્તિત્વમાં તો એકલાં જ્ઞાન ને આનંદ પડયાં છે ને નાથ! અરે ભાઈ! તારા અસ્તિત્વમાં જ્યાં રાગેય નથી ત્યાં આ શરીર ને સ્પર્શન મારાં છે એમ કયાંથી આવ્યું? જ્ઞાની ધર્માત્મા તો આ સ્પર્શન ઇન્દ્રિય અને એની જે ક્રિયા થાય છે તે મારી છે એમ કદીય માનતો નથી અને તેથી તેને સ્પર્શનનો પરિગ્રહ નથી. આવી વાત છે.
એમ રાગ આદિ સોળ શબ્દો મૂકી સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. અહા! અસંખ્ય પ્રકારના જે શુભાશુભભાવ છે તે હું નથી અને તેઓ મારા નથી, હું તો એક શુદ્ધ ચિન્માત્ર ચૈતન્યઘન પ્રભુ આત્મા છું-એમ ભેદજ્ઞાન કરીને ધર્માત્મા જીવે અસંખ્ય પ્રકારના જે અન્ય ભાવો છે તેઓને પોતાનાથી ભિન્ન જાણવા-એમ કહે છે.
PDF/HTML Page 2195 of 4199
single page version
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं। अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि।। २१२।।
अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति।। २१२।।
હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ-
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨.
ગાથાર્થઃ– [अनिच्छः] અનિચ્છકને [अपरिग्रहः] અપરિગ્રહી [भणितः] કહ્યો છે [च] અને [ज्ञानी] જ્ઞાની [अशनम्] અશનને (ભોજનને) [न इच्छति] ઇચ્છતો નથી, [तेन] તેથી [सः] તે [अशनस्य] અશનનો [अपरिग्रहः तु] પરિગ્રહી નથી, [ज्ञायकः] (અશનનો) જ્ઞાયક જ [भवति] છે.
ટીકાઃ– ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થઃ– જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે-આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાનઃ– અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઊપજે છે, વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી અર્થાત્ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.
PDF/HTML Page 2196 of 4199
single page version
હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ-
‘ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી.’ શું કહ્યું? આ રાગની ઇચ્છા ઉત્પન્ન થવી તે પરિગ્રહ છે. અહા! જેને ઇચ્છા જ નથી, આહારની પણ ઇચ્છા જ નથી અર્થાત્ ઇચ્છા થઈ છે પણ ઇચ્છાની જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી એમ કહે છે.
પ્રશ્નઃ– ‘ઇચ્છાની ઇચ્છા’નો શું અર્થ છે! સમાધાનઃ– ઇચ્છાની ઇચ્છા નથી એનો અર્થ એ છે કે-ઇચ્છા ઠીક છે એવો જ્ઞાનીને મિથ્યાભાવ નથી. સમજાણું કાંઈ...! હવે કહે છે-
‘ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.’
શું કહ્યું? ઇચ્છામાત્રમાં જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માની ચૈતન્યજ્યોતિના તેજના નૂરનો અભાવ છે; ઇચ્છામાં આત્માના ચૈતન્યનું કિરણ નથી. તે કારણે ઇચ્છાને અજ્ઞાનમય ભાવ કહ્યો છે. જ્ઞાનીને ઇચ્છા મારી છે વા જે ઇચ્છા થાય છે તે ભલી-ઠીક છે એવો ભાવ હોતો નથી. જ્ઞાની વિચારે છે-અહા! હું તો જ્ઞાનમય અને આનંદમય છું, તો તેમાં ઇચ્છા મારી છે એમ કયાંથી આવ્યું? જ્ઞાનીને ઇચ્છાનું સ્વામિત્વ હોતું જ નથી. ઇચ્છા છે એ તો રાગ છે, અજ્ઞાન છે. અજ્ઞાન શબ્દે મિથ્યાત્વ એમ નહિ, પણ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જેમ જ્ઞાનમય છે તેમ રાગ-ઇચ્છા જ્ઞાનમય નથી અને તેથી ઇચ્છા અજ્ઞાનમય છે. અજ્ઞાન = અ+જ્ઞાન એટલે જ્ઞાન નહિ તે. જ્ઞાન તો આત્મા છે ને આત્મામાં ઇચ્છા નથી; માટે ઇચ્છા અજ્ઞાન છે. અહીં કહે છે-જ્ઞાનીને ઇચ્છા મારી છે એમ નથી તેથી તેને અજ્ઞાનમય ભાવ હોતો નથી.
અહા! ‘જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે.’ જ્ઞાનીને શુદ્ધ એક ચૈતન્યસ્વભાવનું -જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું પરિણમન હોય છે તેથી તેને જ્ઞાનમય અર્થાત્ વીતરાગતામય- આનંદમય ભાવ જ હોય છે. તેને જે અલ્પ રાગ થાય છે તેનો તે માત્ર જ્ઞાતા જ રહે છે. તેને તો પોતાના સ્વભાવનું જ્ઞાન ને જે રાગ છે તેનું જ્ઞાન-એમ જ્ઞાનમય ભાવ જ હોય છે. અહા! આ તો કોઈ અલૌકિક વાત છે! હવે કહે છે-
‘તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી.’
PDF/HTML Page 2197 of 4199
single page version
જુઓ, જ્ઞાની આહાર લેવા જાય છે છતાં, અહીં કહે છે, તેને આહારની ઇચ્છા નથી. કેમ? કેમકે તેને ઇચ્છાની રુચિ નથી. રુચિ તો સમકિતીને ભગવાન આનંદની છે. અહા! ધર્મી સમ્યગ્દ્રષ્ટિને તો પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવાની ભાવના હોય છે. તેને અશનની-આહારની ભાવના નથી માટે તેને અશનનો પરિગ્રહ નથી. આવી વાત છે. એ તો જે આહારનો ભાવ થાય તેનો માત્ર જ્ઞાતા જ છે. એ જ કહે છે-
‘જ્ઞાનમય એવા જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.’
અહાહા...! જ્ઞાનીને જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવનો સદ્ભાવ છે. એટલે શું? એટલે કે હું શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ જ્ઞાયકસ્વભાવી આત્મા છું, રાગમય કે ઉદયભાવમય હું નહિ-આવું જેને અંતરમાં નિજ જ્ઞાયકસ્વભાવના આશ્રયે ભાન થયું છે તેને એક જ્ઞાયકભાવનો સદ્ભાવ છે; અને તે કારણે તે અશનનો કેવળ જ્ઞાયક જ છે, જ્ઞાતા જ છે. અહાહા...! જ્ઞાનીને આહાર હોય છે તોપણ તે એનો જાણનારો જ રહે છે. આવી વાત!
‘જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી.
અહીં પ્રશ્ન થાય છે કે-આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે?’ એમ કે ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકિતી-જ્ઞાની છે તે તો આહાર કરે છે, પરંતુ અરે! જેમણે ગૃહસ્થાશ્રમ છોડી દીધો છે અને તે તરફનો રાગ પણ જેમને નથી તેવા મુનિ પણ આહાર તો કરે છે. આપ કહો છો તેમને આહારની ઇચ્છા નથી; તો ઇચ્છા વિના તેઓ આહાર કેમ કરે? અર્થાત્ ઇચ્છા વિના આહાર કેમ સંભવે?
તેનું સમાધાનઃ– ‘અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે.’ એટલે શું? કે જે જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે તેમાં અશાતાવેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન તો પોતાથી થાય છે, જઠરાગ્નિના પરમાણુઓ પોતે જ પરિણમીને ક્ષુધારૂપે ઊપજે છે અને ત્યારે તેમાં અશાતાવેદનીય કર્મનું નિમિત્તપણું છે. બસ આટલી વાત છે. નિમિત્ત કાંઈ જઠરાગ્નિરૂપ ક્ષુધાનો કર્તા છે એમ નથી, પણ નિમિત્ત છે તો કહ્યું કે-અશાતાવેદનીયના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. આ નિમિત્તનું કથન છે. ભાઈ! પોતાનું સત્ત્વ - અસત્ત્વ શું છે એનું ભેદજ્ઞાન કરવાની વાત છે.
PDF/HTML Page 2198 of 4199
single page version
જુઓને! કુતરીને બહુ ભૂખ લાગી હોય તો પોતાના બચ્ચાને ખાઈ જાય છે. એવું જ સર્પિણીમાં છે. સાપણ સેંકડો બચ્ચાંને જન્મ આપે છે અને તેમના ફરતે ગોળાકારે વીંટળાઈને તેમને એક એક કરીને ખાઈ જાય છે. તેમાં જો કોઈ તરત જ બહાર નીકળી જાય તો તે બચી જાય છે. એવું જ ઉત્સર્પિણી-અવસર્પિણી કાળનું છે. અહા! કાળચક્રના પંજામાં પડેલાં પ્રાણીઓ અનાદિથી ભેદજ્ઞાનના અભાવે નિરંતર જન્મ-મરણ ત્યાં ને ત્યાં ચારગતિમાં કર્યા જ કરે છે. તેમાંથી કોઈ ભાગ્યવાન જીવ ભેદજ્ઞાન કરીને આત્મજ્ઞાની થાય છે તે કાળચક્રની બહાર નીકળી જઈને સિદ્ધદશાને પામે છે. બાકી તો એમાં ને એમાં જ જન્મ-મરણ કરતા રહી જાય છે. ભાઈ! અહીં તને જન્મ-મરણથી ઉગરવાનો પંથ આચાર્યદેવ બતાવે છે.
કહે છે-જ્યારે જઠરાગ્નિના પરમાણુ ક્ષુધાપણે ઉપજે છે ત્યારે તેમાં અશાતાવેદનીય કર્મ નિમિત્ત છે. જુઓ, ક્ષુધાના જે પરમાણુ છે તે ભિન્ન ચીજ છે ને એમાં નિમિત્ત એવું અશાતાવેદનીય કર્મ પણ ભિન્ન ચીજ છે, પણ નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા ટૂંકામાં કહ્યું કે-અશાતાવેદનીયના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. આવી વાત! (ભાઈ! નિમિત્ત છે એમ જાણવું પણ તે કર્તા છે એમ ન માનવું.)
હવે બીજી વાતઃ- ‘વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી.’ અર્થાત્ પોતાની યોગ્યતામાં જ્યાં સહન કરવાની શક્તિ નથી ત્યાં વીર્યાંતરાયના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. જ્યારે ક્ષુધાની પીડા સહી શકાતી નથી ત્યારે એમાં વીર્યાંતરાયનો ઉદય નિમિત્ત છે બસ. બે બોલ થયા.
જ્ઞાનીને ઇચ્છાની ઇચ્છા નથી. છતાં આહારની ઇચ્છા ઉત્પન્ન કેમ થાય છે એની વાત ચાલે છે. તો કહ્યું કે-
૧. અશાતાવેદનીયના નિમિત્તે જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે. અને ૨. વીર્યાંતરાયના નિમિત્તે એટલે કે પોતાની કમજોરીથી તેની વેદના સહન થતી નથી. આ બે વાત થઈ.
હવે ત્રીજી વાતઃ- ‘ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે.’
પ્રશ્નઃ– પણ ચારિત્રમોહ તો પર-જડ છે? (એનાથી ઇચ્છા કેમ થાય?) સમાધાનઃ– ભાઈ! આહારગ્રહણની ઇચ્છા તો પોતાથી થાય છે અને ત્યારે એમાં ચારિત્રમોહનો ઉદય નિમિત્ત છે. નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા કહ્યું કે ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ભાઈ! ધર્મની આવી (ગૂઢ) વાતો છે! આવે છે ને કે-
PDF/HTML Page 2199 of 4199
single page version
વિકાર જે થાય છે તેમાં પોતાની જ ભૂલ છે, તે પોતાનો જ અપરાધ છે, કર્મનો કાંઈ દોષ નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર-રાગ થાય છે અને સવળા પુરુષાર્થથી તે ટળી જાય છે. ત્યાં અજ્ઞાની જીવ રાગનો કર્તા થાય છે અને જ્ઞાની કર્તા થતો નથી. જ્ઞાનીને કિંચિત્ રાગનું પરિણમન છે તેમાં ચારિત્રમોહના ઉદય નિમિત્ત છે એમ અહીં કહે છે.
હવે કહે છે-‘તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે.’ જોયું? ભાષા જુઓ! એક શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ રાગ પોતાનો (-જીવનો) સ્વભાવ નથી અને તે સ્વભાવનું કાર્ય પણ નથી. માટે આ અપેક્ષાથી ‘ઇચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે’-એમ કહ્યું છે.
પ્રશ્નઃ– તો આમાં તો રાગરૂપી કાર્ય કર્મથી થાય છે એમ આવ્યું? સમાધાનઃ– ભાઈ! રાગરૂપી કાર્ય પોતાનું (-સ્વભાવનું) નથી તે અપેક્ષાએ આમ કહ્યું છે. બાકી રાગ છે તો પોતાની પર્યાયનું કાર્ય; પરંતુ તે પોતાના સ્વભાવનું કાર્ય નથી અને નિમિત્તના સંગે થયું છે તો તે અપેક્ષાએ તે કર્મોદયનું કાર્ય છે એમ કહ્યું છે. અહા! પોતે સ્વતંત્ર કર્તા થઈને ઇચ્છારૂપી કાર્ય કરે છે, છતાં પોતાના સ્વભાવમાં તે ઇચ્છા નથી તે કારણે, જે ઇચ્છા ઉત્પન્ન થઈ છે તે કર્મનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની તેનો નાશ કરી દે છે. અહા! વીતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! બહુ પુરુષાર્થ વડે સમજાય તેવો છે.
અહા! એક બાજુ ‘જન્મક્ષણ’ કહે અર્થાત્ જે સમયે જે રાગ ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે, ઉત્પત્તિકાળ છે, તે કર્મથી ઉત્પન્ન થાય છે એમ નથી-એમ કહે અને વળી કહે કે-ઇચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે; અહા! આ તે કેવી વાત! ભાઈ! જ્યાં જે અપેક્ષાએ કથન છે ત્યાં તે અપેક્ષા સમજી યથાર્થ જાણવું જોઈએ.
અહીં કહે છે-હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા છું. અહા! સત્ એવા મારા આત્માનું સત્ત્વ તો જ્ઞાન અને આનંદ છે અર્થાત્ એક જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલો હું ભંડાર છું. તો મારું જે પરિણમન થાય તે તો જ્ઞાનનું જ પરિણમન થાય છે, સ્વભાવનું જ પરિણમન થાય છે. હવે તેમાં રાગનું પરિણમન કયાં આવ્યું? એ તો રહી ગયું કયાંય બહાર. તો તે રાગનું પરિણમન કર્મોદયનું કાર્ય છે એમ જાણી ભેદજ્ઞાનપૂર્વક તેને જ્ઞાની છોડી દે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે.’ જુઓ! જ્ઞાનીને ઇચ્છા આવે છે પણ તેને તે રોગ સમાન જાણે છે. એટલે શું? કે જેમ રોગને સૌ દૂર કરવા ઇચ્છે તેમ જ્ઞાની ઇચ્છાને દૂર કરવા-મટાડવા ઇચ્છે છે. ‘ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ
PDF/HTML Page 2200 of 4199
single page version
ઇચ્છા જ્ઞાનીને નથી.’ અહા! ઇચ્છાની ઇચ્છા જ્ઞાનીને નથી. અર્થાત્ ‘તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો.’ અહા! આ તો રોગ આવ્યો-રોગ આવ્યો-એમ જાણીને જ્ઞાની ઇચ્છાને છોડી દે છે. અહો! ભેદજ્ઞાનનો કોઈ અજબ મહિમા છે કે જે વડે જ્ઞાની ઇચ્છાની ઇચ્છાથી રહિત હોય છે. અજ્ઞાની તો બિચારો સામાયિક ને પ્રૌષધના વિકલ્પમાં અટકી રહે છે અને પોતાને તે વડે ધર્મ થઈ ગયો માને છે. પણ એ તો નર્યું અજ્ઞાન છે.
અહા! મારી આ ઇચ્છા સદાય રહો એવી ઇચ્છા જ્ઞાનીને નથી. જુઓ! કેવો સરસ ખુલાસો પંડિત શ્રી જયચંદજીએ કર્યો છે! હવે કહે છે-‘માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.’ અહા! ઇચ્છાનો અનુરાગ જ્ઞાનીને નથી તે કારણે અજ્ઞાનમય ઇચ્છાનો તેને અભાવ છે. મને સદાય ઇચ્છા રહો એમ જ્ઞાનીને નથી તેથી તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. તેને જ્ઞાનમય જ ભાવ છે ને? તેથી અજ્ઞાનમય ભાવનો અભાવ છે.
‘પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે.’ એ તો પહેલાં જ કહ્યું કે જ્ઞાની ઇચ્છાને કર્મોદયનું કાર્ય જાણે છે. હવે જેને પરજન્ય- કર્મોદયજન્ય જાણે તેનો સ્વામી પોતે કેમ થાય? ઇચ્છા-રાગ તો રોગ છે. તો શું તે રોગનો સ્વામી થાય? કદીય ન થાય. જ્ઞાની રાગનો સ્વામી નહિ થતો થકો એ તો રાગનો-ઇચ્છાનો પણ જ્ઞાયક જ રહે છે. અહા! શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનો જ્ઞાતા જ્ઞાની રાગનો-ઇચ્છાનો પણ જ્ઞાતા જ રહે છે. લ્યો, આ ચોથા પદનો-‘जाणगो तेण सो होदि’–નો અર્થ છે. ટીકામાં હતું ને કે-‘અશનનો કેવળ જ્ઞાયક જ છે’-એ આ વાત છે. અહા! જ્ઞાની જ્ઞાયકસ્વભાવમાં રહીને જે ઇચ્છા થાય છે તેને પર તરીકે માત્ર જાણે જ છે. આવી વાત છે.
પ્રશ્નઃ– આવી બધી વાતો સમજવાની અમને નવરાશ કયાં છે? (એમ કે બીજું કાંઈ કરવાનું કહો તો ઝટ દઈને કરી દઈએ).
ઉત્તરઃ– અરે પ્રભુ! અનંત જનમ-મરણના ફેરા ટાળવા માટે આ બધું સમજીને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવું પડશે; કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન વિના બીજી કોઈ રીતે (ક્રિયાકાંડથી) જનમ-મરણ નહિ મટે, સંસાર નહિ મટે, દુઃખ નહિ મટે. (ભાઈ! ભગવાન કેવળીએ કહેલી આ વાત છે).
અહા! ‘પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. માટે, જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે-આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.’ શું કીધું? કે શુદ્ધનયથી એટલે કે યથાર્થદ્રષ્ટિનું આ કથન છે એમ જાણવું. બીજે વ્યવહારનયથી કથન છે પણ એ તો ઉપચારમાત્ર કથન છે. નિશ્ચય તે યથાર્થ છે અને વ્યવહાર તે