PDF/HTML Page 2441 of 4199
single page version
सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो।। २३६।।
स जिनज्ञानप्रभावी सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३६।।
તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૬.
આરૂઢ થયો થકો (-ચડયો થકો) [मनोरथपथेषु] મનરૂપી રથ-પંથમાં (અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) [भ्रमति] ભ્રમણ કરે છે, [सः] તે [जिनज्ञानप्रभावी] જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા-ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થઃ– પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે; માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે-વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.
આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.
આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ
PDF/HTML Page 2442 of 4199
single page version
प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोज्जृम्भणेन।
ગુણો નિર્જરાનાં કારણ કહ્યા. એવી જ રીતે અન્ય પણ સમ્યક્ત્વના ગુણો નિર્જરાનાં કારણ જાણવા.
આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ (સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ (સારાંશ) આ પ્રમાણે છે-જે સમ્યગ્દ્રષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંકિત ગુણ હોય છે. ૧. જે કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. ૨. જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. ૩. જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢદ્રષ્ટિ ગુણ હોય છે. ૪. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગૂહન ગુણ હોય છે. પ. જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે. ૬. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે. ૭. જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. ૮. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદ્ભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (-શંકાદિની) નિર્જરા જ થઈ જાય છે, નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.
સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દ્રષ્ટિને જે બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ (-નિર્જરા સમાન જ) જાણવો કારણ કે સમ્યગ્દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે; તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ જ છે. જેવી રીતે-કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઈ દીધા બરાબર જ છે; તેવી જ રીતે
PDF/HTML Page 2443 of 4199
single page version
ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य।। १६२।।
-જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું.
આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવાઃ- જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ, તે નિઃશંકિતપણું છે. ૧. સંસાર -દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે. ૨. અપવિત્ર, દુર્ગંધવાળી- એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૩. દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ-ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદ્રષ્ટિ છે. ૪. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૂહન અથવા ઉપબૃંહણ છે. પ. વ્યવહારમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. ૬. વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. ૭. વ્યવહારમોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. ૮. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યગ્જ્ઞાનરૂપ પ્રમાણદ્રષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.
હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દ્રષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [इति नवम् बन्धं रुन्धन्] એ પ્રમાણે નવીન બંધને રોકતો અને [निजैः अष्टाभिः अङ्गैः सङ्गतः निर्जरा–उज्जृम्भणेन प्राग्बद्धं तु क्षयम् उपनयन्] (પોતે) પોતાનાં આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ જીવ [स्वयम्] પોતે [अतिरसात्] અતિ રસથી (અર્થાત્ નિજરસમાં મસ્ત થયો થકો) [आदि–मध्य–अन्तमुक्तं ज्ञानं भूत्वा] આદિ-મધ્ય- અંત રહિત (સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઈને [गगन–आभोग–रङ्गं विगाह्य] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) [नटति] નૃત્ય કરે છે.
ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે.
PDF/HTML Page 2444 of 4199
single page version
इति निर्जरा निष्क्रान्ता। તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે.
પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતીકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિઘમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય?
સમાધાનઃ– બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દ્રષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ- અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે? વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડા રહેવાની અવધિ કેટલી? માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે. જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં. નીચેના દ્રષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ તેથી તે મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજ્જ્વળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. ૧૬૨.
ટીકાઃ– આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઈ. ભાવાર્થઃ– એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ.
PDF/HTML Page 2445 of 4199
single page version
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ निर्जराप्ररूपकः षष्ठोऽङ्कः।।
કર્મ નવીન બંધૈ ન તવૈ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે;
પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢૈ નિજ પાયે,
યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રરૂપક છઠ્ઠો અંક સમાપ્ત થયો.
હવે પ્રભાવના ગુણની ગાથા કહે છેઃ-
જુઓ, આમાં ‘चेदा’ નામ ચેતયિતા શબ્દ છે.
‘જે ચેતયિતા’-અહા! સમ્યગ્દ્રષ્ટિ ચેતયિતા છે. જાણગ-જાણગસ્વભાવી ભગવાન આત્માને જાણે-દેખે તે સમ્યગ્દ્રષ્ટિ ચેતયિતા છે.
અહા! કહે છે-‘જે ચેતયિતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ‘मनोरथपथेषु’ મનરૂપી રથ-પંથમાં ભ્રમણ કરે છે તે ‘जिनज्ञानप्रभावी’ જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દ્રષ્ટિ જાણવો.’
અહા! સમ્યગ્દ્રષ્ટિ વિદ્યારૂપી રથમાં કહેતાં સમ્યગ્જ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયો છે, અને તે જ્ઞાનરૂપી રથને ચાલવાનો જે માર્ગ તેમાં ભ્રમણ કરે છે. અહા! ભગવાન આત્માનું-ત્રિકાળી શાશ્વત વિદ્યમાન પદાર્થનું-જ્ઞાન થવું તે યથાર્થ જ્ઞાન અર્થાત્ જિનજ્ઞાન છે. આત્મા પોતે જિનસ્વરૂપ છે ને? તો નિજસ્વરૂપ નિજ આત્માનું જ્ઞાન થવું તે જ્ઞાન છે, વિદ્યા છે. અહા! આ વકીલાત ને ડોક્ટરીનું જે લૌકિક જ્ઞાન તે જ્ઞાન નથી; એ તો અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે.
પણ તે જ્ઞાનથી પૈસા તો કમાય છે ને? ધૂળેય કમાતો નથી સાંભળને. શું જ્ઞાનથી પૈસા કમાય? અરે ભાઈ! પૈસા તો જડ ધૂળ-માટી છે. એને જ્ઞાન શું કમાય? જ્ઞાન નામ આત્મા તો એને (પૈસાને) અડેય નહિ. પૈસાનો સંયોગ તો પૈસાના કારણે છે, તે કાંઈ જ્ઞાનને કારણે આવે છે
PDF/HTML Page 2446 of 4199
single page version
એમ છે જ નહિ. જોતા નથી? સાવ મૂર્ખ જેવાઓને પણ અઢળક ધનનો સંયોગ હોય છે.
અહીં કહે છે-સમ્યગ્જ્ઞાનરૂપી રથપંથમાં વિહરતો જ્ઞાની જિનજ્ઞાનપ્રભાવી અર્થાત્ વીતરાગવિજ્ઞાનનો પ્રભાવ કરનારો છે. વીતરાગવિજ્ઞાન એટલે પોતાનું વીતરાગી જ્ઞાન હોં. અહા! ધર્મી જીવ જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો છે અર્થાત્ સ્વ-આશ્રયે પ્રગટ થતું જે વીતરાગવિજ્ઞાન તેની તે પ્રભાવના કરનારો છે. આવો મારગ છે.
તો તે બહારની પ્રભાવના કરે છે કે નહિ? ના; બહારનું કોણ કરે? ધર્મીને એવો વિકલ્પ આવે પણ એ તો રાગ છે. અહા! મોટા ગજરથ ચલાવવાનો ભાવ આવે તે શુભરાગ છે. (તેને પ્રભાવના કહેવી એ તો ઉપચારમાત્ર છે.) વળી તેમાં (શુભરાગમાં) જો કોઈ અભિમાન કરે કે અમે આ પ્રભાવના કરી તો તે મિથ્યાત્વ છે. ભાઈ! જ્ઞાની તો રાગનો કર્તા જ થતો નથી ને; ત્યાં એ બાહ્ય પ્રભાવના કરે છે એમ કયાં રહ્યું?
તો લોકો કહે છે ને? લોક તો કહે; આ કહેતા નથી? કે ‘લોક મૂકે પોક.’ લોકને શું ભાન છે? મોટા વકીલ-બેરિસ્ટર હોય કે દાક્તર હોય કે ઇંજનેર હોય, આત્માના ભાન વિનાના તે બધા જ અજ્ઞાની છે.
જુઓ, તો ખરા! અહીં ભાષા કેવી લીધી છે? કે ધર્મી ‘જિનજ્ઞાનપ્રભાવી’ છે. એટલે શું? કે જિન નામ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે તેનું જ્ઞાન નામ વીતરાગવિજ્ઞાનરૂપ નિર્મળ દશાની ધર્મી પ્રભાવના કરનારો છે. જિનજ્ઞાન અર્થાત્ જિનેશ્વરનું જ્ઞાન એમ કીધું છે ને? મતલબ કે ભગવાન આત્મા પોતે જિનેશ્વર છે અને તેનું જ્ઞાન તે જિનેશ્વરનું જ્ઞાન છે, અને ધર્મી તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો છે. આ બહારનું શાસ્ત્રજ્ઞાન કે બીજું લૌકિક જ્ઞાન છે તે કાંઈ જિનજ્ઞાન નથી. આત્મજ્ઞાન તે જિનજ્ઞાન છે, ને ધર્મી પુરુષ તેની પ્રભાવના કરે છે.
પણ ધર્મી બીજાને જ્ઞાન થાય એમ બહારમાં પ્રભાવના તો કરે ને? અરે ભાઈ! પર સાથે શું સંબંધ છે? પરને જ્ઞાન થાય એ કોણ કરે? એ તો ધર્મીને ઉપદેશાદિનો બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે, પણ એ તો શુભરાગ છે, બંધનું કારણ છે; એ કાંઈ જિનેશ્વરનું જ્ઞાન નથી. અહીં કહે છે-ભગવાન આત્મા પોતે જિનેશ્વર પરમેશ્વર એકલા જ્ઞાનાનંદરસનો સમુદ્ર છે; તેનું અંતર્મુખાકાર જ્ઞાન તે જિનેશ્વરનું જ્ઞાન છે અને તેની પ્રભાવના નામ પ્રકૃષ્ટપણે ભાવના કરનારો સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી છે. આવો મારગ બહુ ઝીણો છે ભાઈ! અજ્ઞાનીને આમાં એકાંત લાગે છે પણ ભાઈ! સ્વ-આશ્રય વિના બીજી રીતે વ્યવહારથી-રાગથી જિનમાર્ગપ્રભાવના થાય છે એમ છે નહિ.
PDF/HTML Page 2447 of 4199
single page version
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ,...’ જુઓ, હું નિત્યાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવમય આત્મા છું-એમ પોતાના ત્રિકાળી સત્ની જેને દ્રષ્ટિ થઈ છે તે સત્-દ્રષ્ટિ નામ સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! જેની દ્રષ્ટિમાં પોતાનો પૂરણ ચૈતન્યમહાપ્રભુ આત્મા આવ્યો તે સમ્યગ્દ્રષ્ટિ છે. તો કહે છે-
‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે........’ અહા! ધર્મીને અખંડ એક જ્ઞાયકભાવ પર જ દ્રષ્ટિ છે. દુનિયામાં જે બહારમાં (દયા, દાન, વ્રત, ભક્તિ આદિ) કરાય છે તે આમાં મળે નહિ તથા ધર્મીના અંતરમાં જે જ્ઞાનની અંતઃક્રિયા થાય છે તેને અજ્ઞાની અંતરમાં જાણે નહિ; શું થાય? પરમાર્થ વચનિકામાં આવે છે કે-અજ્ઞાનીને બાહ્યક્રિયારૂપ આગમ-અંગ સાધવું સહેલું છે તેથી તે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે છે પરંતુ તે અધ્યાત્મઅંગના વ્યવહારને જાણતો સુદ્ધાં નથી. અહા! અંતરમાં શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન ને રમણતા પ્રગટ થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે. અજ્ઞાની આવા અધ્યાત્મવ્યવહારને જાણતો પણ નથી.
પણ અંદર ધર્મ પ્રગટયો તેનું માપ તો બાહ્ય વ્યવહારથી નીકળે ને? અરે ભાઈ! અંદર અધ્યાત્મક્રિયાનું માપ બાહ્ય વ્યવહારથી-રાગથી કેમ નીકળે? બાહ્ય વ્યવહાર-વ્યવહારરત્નત્રય પણ-રાગ છે, જડ છે, અજીવ છે. એનાથી ચૈતન્યની ધર્મક્રિયાનું માપ કેમ નીકળે ? બીલકુલ ન નીકળે. ધર્મ પ્રગટયો તેનું માપ તો જ્ઞાયકપણાની પરિણતિ જ છે. બીજું કાંઈ એનું માપ છે જ નહિ. લોકોને થાય કે આ સોનગઢથી નવું કાઢયું છે, પણ ભાઈ! આ તો અનાદિનું છે. આ શાસ્ત્રમાં તો બધું છે, જો ને? અરે ભાઈ! શાસ્ત્રમાં વ્યવહાર (ગુણસ્થાન પ્રમાણે) જેમ છે તેમ બતાવ્યો છે પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એમાં કયાં છે? બાપુ? વ્યવહારને જાણનારો (આત્મા) તો એનાથી ભિન્ન જ છે, અન્યથા વ્યવહારને જાણે કોણ? (માટે જ્ઞાન વ્યવહારને-રાગને જાણે છે, પણ વ્યવહાર-રાગ જ્ઞાનને માપતું-જાણતું નથી). સમજાણું કાંઈ...
અહીં કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,... જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા - ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે.’
અહા! ભગવાન આત્મા એકલા જ્ઞાનનો પુંજ પ્રભુ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની પવિત્ર દશા તે જ્ઞાનનું વિકાસપણું-ફેલાવાપણું છે. જ્ઞાની સમસ્ત શક્તિને પ્રગટ
PDF/HTML Page 2448 of 4199
single page version
કરવા-વિકસાવવા પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. વર્તમાનમાં જ્ઞાનની અંશરૂપ પ્રગટતા છે; હવે તે સમસ્ત શક્તિને પ્રગટ કરવા-ફેલાવવા જ્ઞાની પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. આવી વ્યાખ્યા છે!
અહા! લોકમાં તો મોટા ગજરથ કાઢે ને પાંચ-પચાસ લાખના ખર્ચા કરે તો લોકો ‘સંઘવી’નું પદ આપે. પણ એમાં તો ધૂળેય નથી સાંભળને. એમાં તો કદાચ શુભરાગ હોય તો પુણ્ય થાય; પણ જો અભિમાન હોય કે-અમે બહાર પડીએ, લોકમાં અમારી વાહવાહ થાય અને અમને સંઘવીપદ મળે તો એ તો નર્યો પાપભાવ છે. સમજાણું કાંઈ...?
જુઓ, ભગવાન બાહુબલી ધ્યાનમગ્ન હતા; પણ અંદર જરી વિકલ્પ રહ્યા કરતો હતો કે આ રાજ્ય ભરત ચક્રવર્તીનું છે તો કેવળજ્ઞાન ન થયું. અહા! એ રાગના-માનના ગજે (હાથીએ) ચઢયા તો અંદર કેવળ ન થયું. પણ ભરતે આવીને જ્યારે વંદન કર્યું તો થયું કે-ઓહો! આને (ભરતને) તો કાંઈ નથી. એમ થતાં વેંત જ એકદમ (માનનો) વિકલ્પ છૂટી ગયો ને તત્કાળ ઝળહળ જ્યોતિરૂપ કેવળજ્ઞાન પામ્યા, સમસ્ત જ્ઞાનશક્તિની પ્રગટતાને પામ્યા. અહા! ચૈતન્યની સમસ્ત શક્તિ પ્રગટ થઈ ગઈ. આ અહીં કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનની સમસ્ત શક્તિને વિકસાવવા પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી અર્થાત્ પ્રકૃષ્ટ ભાવ નામ એકાગ્રતા ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનારો છે. ગજબની વ્યાખ્યા છે ભાઈ!
અજ્ઞાની તો પાંચ-પચાસ લાખ ખર્ચે ને ત્યાં એમ માને કે અમે પ્રભાવના કરી. પણ એમાં તો ધૂળેય પ્રભાવના નથી સાંભળને. શુભરાગને પણ વ્યવહારે પ્રભાવના ત્યારે કહેવાય છે કે જ્યારે અંદર નિશ્ચય જ્ઞાનની પ્રગટતા ને વિકાસ થતાં હોય. અજ્ઞાનીના વિકલ્પમાં તો ઉપચાર પણ સંભવિત નથી. આવી વાત છે.
અહા! જ્ઞાની પ્રભાવના કરનાર છે. હવે કહે છે-‘તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
શું વાત છે? કે સમકિતીને આઠ ગુણ હોય છે. અહા! સમકિતી કોને કહીએ? કે જેણે પૂરણ એક જ્ઞાયકભાવમયપણું પ્રગટ છે અર્થાત્ જેની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર સ્થિર ચોંટી છે અને જેનું લક્ષ નિમિત્ત, રાગ કે પર્યાય ઉપરથી ખસી ગયું છે તે સમકિતી છે ને તેને નિઃશંક્તિ આદિ આઠ ગુણ હોય છે.
૧. અહા! સૂર્યબિંબની જેમ હું શુદ્ધ એક પૂરણ જ્ઞાનપ્રકાશનું બિંબ પ્રભુ આત્મા છું એમ ધર્મી સ્વરૂપમાં નિઃશંક છે તે નિઃશંકિતગુણ છે.
PDF/HTML Page 2449 of 4199
single page version
૨. હું પૂરણ છું-એમ પૂર્ણની ભાવના હોવાથી તેને પરની-રાગની કાંક્ષા નથી તે નિઃકાંક્ષિત ગુણ છે.
૩. પૂર્ણ સ્વભાવની ભાવના વર્તતી હોવાથી તેને પર પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટપણું નહિ ભાસતું હોવાથી પર પદાર્થો પ્રતિ તેને દુર્ગંછા કે દ્વેષ નથી. પર પદાર્થો તો માત્ર જ્ઞેયપણે છે એમ જાણતાં જ્ઞાનીને દ્વેષ નહિ હોવાથી નિર્વિચિકિત્સા ગુણ છે.
૪. ધર્મીને પર પદાર્થો પ્રતિ અયથાર્થબુદ્ધિ નથી. પર પદાર્થો-ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર ઇત્યાદિ મારાં છે એમ માનવું તે અયથાર્થબુદ્ધિ અર્થાત્ મૂઢતા છે. જ્ઞાનીને મૂઢતા નથી તેથી તેને અમૂઢદ્રષ્ટિ ગુણ છે.
પ. ધર્મી જીવ દોષને ગોપવે છે અને શક્તિને-આત્મશક્તિને વધારે છે તેથી તેને ઉપગૂહન કે ઉપબૃંહણ ગુણ છે.
૬. પોતાના સ્વભાવમાંથી ચ્યુત થવાનો પ્રસંગ બનતાં તે પોતાને પોતાના સ્વભાવમાં શુદ્ધ રત્નત્રયમાર્ગમાં જ સ્થિત કરી દે છે તેથી તેને સ્થિતિકરણ ગુણ છે.
૭. પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેનાં જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણરૂપ જે માર્ગ છે તે માર્ગની જ એને પ્રીતિ છે તેથી તેને વાત્સલ્યગુણ છે. ધર્મીને રાગનો વ્યવહારરત્નત્રયનો પ્રેમ હોતો નથી. એને પર પ્રત્યેનો પ્રેમ સર્વાંશે ઊડી ગયો હોય છે, કેમકે પરથી પોતાને લાભ થવાનું તે માનતો નથી.
તો શું દેવ-શાસ્ત્ર-ગુરુથી ય લાભ નથી? સમાધાનઃ– પરથી ધૂળેય લાભ નથી સાંભળને. અરે ભાઈ! એનાથી લાભ માનતાં નુકશાનનો પાર નથી. મૂઢ પુરુષ જ દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પરથી લાભ માને છે. અરે ભાઈ! લાભ તો જ્યાં અનંત રિદ્ધિ પડી છે ત્યાં દ્રષ્ટિ કરવાથી થાય કે પરમાં દ્રષ્ટિ દેવાથી થાય? શું પરમાં આ આત્મા-ચીજ છે? (કે પરથી લાભ થાય?) અહો! ભગવાનનો આ જાહેર ઢંઢેરો છે કે સ્વાશ્રયે સુખ ને પરાશ્રયે દુઃખ છે. માટે હે ભાઈ! પરાશ્રયથી પાછો વળ અને જ્યાં અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ આત્મા છે ત્યાં જા ને ત્યાં રતિ કર, ત્યાં પ્રેમ કર. આનું નામ વાત્સલ્ય ગુણ છે.
બહારમાં કોઇ જાણે કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરું તો મુક્તિ થઇ જાય. પણ બાપુ! ધર્મનું ને મુક્તિનું એવું (પરાશ્રયરૂપ) સ્વરૂપ જ નથી. માટે બાપુ! તું ત્યાંથી (પહેલાં પરથી લાભ છે એવી માન્યતાથી) પાછો વળ અને સ્વરૂપમાં એકાગ્ર થઇ ત્યાં જ રતિ પામ કે જ્યાં ત્રણ લોકનો નાથ ચિદાનંદકંદ પ્રભુ સદા પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે.
૮. હવે આ છેલ્લી પ્રભાવનાની વાત છે. તો કહે છે-જ્ઞાની સમસ્ત જ્ઞાનશક્તિની
PDF/HTML Page 2450 of 4199
single page version
પ્રગટતાનો પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી જિનમાર્ગની પ્રભાવના કરનારો છે અને તેથી જે જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી બંધ થાય તે તેને થતો નથી પરંતુ નિર્જરા જ થાય છે. આવી વાત છે.
‘પ્રભાવના એ ટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે;....’ અહા! પોતે પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ આત્મા છે. તેમાં એકાગ્ર થઇને સમસ્ત ચિત્શક્તિને પર્યાયમાં પ્રગટ કરવી એનું નામ પ્રભાવના છે. ભાઈ! આંહી તો જગત સાથે વાતે વાતે ફેર છે. દુનિયા તો બહારમાં પ્રભાવના માને છે, જ્યારે અહીં તો જે વડે શક્તિની પૂરણ વ્યક્તિ થાય તેવી અંતર-એકાગ્રતાને પ્રભાવના કહે છે.
અહા! કહે છે-ભગવાન! તું કોણ છો? અહાહા...! સ્વરૂપથી જ પ્રભુ તું પૂરણ પરમેશ્વર છો. અહા! તો તારી પરમ ઇશ્વરતાને પર્યાયમાં પ્રગટ કરવી, વિકસિત કરવી તેનું નામ પ્રભાવના છે. આ બહારમાં શ્રીમંતો ઘણા પૈસા ખર્ચેને પ્રભાવના થઇ ગઇ એમ માને તો અહીં કહે છે કે પ્રભાવનાનું એવું સ્વરૂપ નથી.
ભગવાન આત્મા ‘શ્રી’ નામ સ્વરૂપલક્ષ્મી-ચૈતન્યલક્ષ્મીવાળો છે. અહા! અનંત અનંત શક્તિથી યુક્ત એવા અનંતગુણનો ભંડાર પ્રભુ આત્મા શ્રીમંત છે. અહા! આવા આત્માની સમસ્ત શક્તિઓને પૂરણતા સુધી પ્રગટ કરવી-વિકસાવવી તેનું નામ પ્રભાવના છે. હવે કહે છે-
‘માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કહે છે-વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે.’
જોયું? શું કહ્યું આ? કે પોતાનું જે જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ છે તેમાં એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરવાથી શક્તિની પ્રગટતા થાય છે, શક્તિનો પર્યાયમાં વિકાસ થાય છે અને તેનું નામ પ્રભાવના છે. અહા! શુદ્ધ ચિદ્રૂપસ્વરૂપ નિજ સ્વરૂપમાં અંતર-એકાગ્ર થઇને આત્મલીન સમસ્ત શક્તિઓની પ્રગટતાને વિકાસ કરવાં તે પ્રભાવના છે. હવે આવી વાત લોકોને આકરી લાગે છે પણ શું થાય? બહારની ક્રિયામાં, વ્રતાદિ પુણ્યની ક્રિયામાં લોકો પ્રભાવના થવાનું માને છે પણ એમ છે નહિ.
પણ પુણ્ય કરતાં કરતાં નિશ્ચય થાય ને? સમાધાનઃ– ત્રણકાળમાંય ન થાય. જ્યાં પોતાનું ચૈતન્યનિધાન પડયું છે ત્યાં
PDF/HTML Page 2451 of 4199
single page version
એકાગ્ર થતાં નિશ્ચય થાય પણ રાગમાં એકાગ્ર થતાં ત્રણકાળમાંય ન થાય. રાગમાં ક્યાં પોતાનું નિધાન છે? રાગ તો જડ અજ્ઞાનમય ભાવ છે. તેમાં એકાગ્ર થનાર વા એનાથી લાભ માનનાર તો મિથ્યાદ્રષ્ટિ છે. આવી વાત છે! અરે ભાઈ! આ મનુષ્યદેહમાં આ કાળે આ પ્રમાણે જો યથાર્થ સમજણ ન કરી ને આત્મા ખ્યાલમાં ન લીધો તો અવતાર એળે જશે. પછી ક્યારે કરીશ બાપુ? (એમ કે આ અવસર વીતી ગયા પછી અનંતકાળે અવસર નહિ આવે).
ભાઈ! તું ભગવાન આત્મા સિવાય બધું ભૂલી જા. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગને ભૂલી જા ને રાગરહિત અંદર ચૈતન્ય ભગવાન છે તેને યાદ કર.
ભૂલી જા એટલે શું? એટલે કે રાગાદિ પરવસ્તુ પરથી તારું લક્ષ હઠાવી લે. એ રાગાદિમાં રખડવામાં તને ક્યાંય આત્મા મળે એમ નથી. એ બહારમાં ધૂળેય પ્રભાવના થાય એમ નથી; માટે અંદર ચૈતન્યનું લક્ષ કરી તેમાં જ મગ્ન થઇ જા. આવી વાતુ!
અહાહા....! કહે છે-ભગવાન! તું કોઇ ચીજ વસ્તુ છે કે નહિ? (છે ને) તો એનો (તારી વસ્તુનો) કોઇ સ્વભાવ છે કે નહિ? અહા! લોજીકથી-ન્યાયથી તો સમજવું પડશે ને? અહાહા...! ભગવાન તું આત્મ-વસ્તુ આત્મતત્ત્વ છે ને જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંતગુણમય એનું સત્ત્વ છે. અહા! અનંત શક્તિસ્વભાવોના રસનો એક પિંડ પ્રભુ આત્મા છે. તેની શક્તિઓનો નિરંતર અભ્યાસ નામ એકાગ્રતા તે પ્રભાવના છે. અહા! છે અંદર? કે જ્ઞાનને (આત્માને) નિરંતર અભ્યાસથી અર્થાત્ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માને નિરંતર અર્થાત્ અંતર પાડયા વિના ધારાવાહી એકાગ્રતાથી પ્રગટ કરવો તે પ્રભાવના છે. અહા! આવો મારગ છે બાપ!
અહા! જુઓને! આ બહારની (સંસારની) વાતો સાંભળીએ છીએ તો અંદર વૈરાગ્ય.... વૈરાગ્ય થઇ જાય છે. અહા! કેટકેટલી મહેનત કરીને, કેટકેટલા પાપ કરીને આ બહારની લૌકિક વિદ્યા લોકો મેળવે છે? અહા! એ મ્. અ ને લ્. લ્. બ્. ને મ્. ડ. નાં પૂછડાં (પદ, ઉપાધિ) બધાં પાપનાં પૂછડાં છે બાપા! અને પછી પણ એકલી નિરંકુશ પાપની જ એને પ્રવૃત્તિ છે. આ સમકિતનું પદ બસ એક જ એવું પદ છે કે જે પદ ગ્રહણ કરતાં ધર્મી જીવ સમસ્ત જ્ઞાનશક્તિની પ્રગટતારૂપ, સમસ્ત આનંદશક્તિની પ્રગટતારૂપ-એમ સમસ્ત અનંતશક્તિની પ્રગટતારૂપ પ્રભાવનાનો કરનારો થાય છે. અહો સમકિત! અહો ધર્માત્મા! અરે ભાઈ! આ લૌકિક પૂછડાં તો તને અનંત જન્મ-મરણ કરાવશે. માટે ચેતી જા અને અનંત સુખ ભણી લઇ જનાર સમકિતને ગ્રહણ કર.
અહા! આત્મા જ્ઞાનાદિ અનંતગુણનું સંગ્રહસ્થાન નામ ગોદામ છે. આ બહારમાં
PDF/HTML Page 2452 of 4199
single page version
ગોદામ હોય છે તે નહિ હોં. આ તો આ (અંદર આત્મા છે ને) ગોદામ છે એમ વાત છે. અરે! અજ્ઞાની તો ક્યાંય બહારમાં ગરી ગયો છે. અહીં તો જેમાં અનંતગુણ એકપણે અંદર પડયા છે તે આત્મા અનંતગુણનું ગોદામ છે. પ્રભુ! તને તારા નિજસ્વરૂપની ખબર નથી. પણ જેનું સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું ન આવી શકે એવો તું વચનાતીત, ઇન્દ્રિયાતીત, વિકલ્પાતીત, જ્ઞાનાદિ અનંતગુણનું ગોદામ છો. તો એવા પોતાના સ્વરૂપમાં અંદર ઢળીને એકાગ્રતાના અભ્યાસ વડે શક્તિઓની-ગુણની પ્રગટતા કરવી એનું નામ નિશ્ચયથી પ્રભાવના છે. ધર્મ છે. બાકી ધર્મના નામે ‘આ કરો ને તે કરો’ -એમ બહારની જે ક્રિયાઓ છે એ તો બધી થોથેથોથાં છે (અર્થાત્ કાંઇ નથી). સમજાણું કાંઇ....?
અહા! જુઓને આ બધા અબજોપતિ વિદેશીઓ! બિચારાઓને ક્યાંય સુખશાંતિ મળતી નથી એટલે ધર્મને ગોતવા નીકળ્યા છે અને અહીં ‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ’ એમ જપે છે, નાચે છે. પણ ત્યાં ક્યાં ‘હરે કૃષ્ણ’ છે? ‘હરે કૃષ્ણ’ તો આ પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે. અહા! પાપને અજ્ઞાનને હરે તે ભગવાન આત્મા પોતે જ હરિ છે અને કર્મને કષે તે આત્મા પોતે જ કૃષ્ણ છે. પણ એની ખબર ન મળે એટલે લોકો તેમને બહારથી નાચતા દેખીને કહે કે- ‘ઓહોહો....! ભારે ધર્મ કરે છે. પણ ધૂળેય એમાં ધર્મ નથી સાંભળને.
જેમ લીંડીપીપર રંગે કાળીને ૬૪ પહોરી તીખાશથી ભરેલી છે; તેને ધૂંટતા તેમાંથી શક્તિની વ્યક્તિ-ચોસઠ પહોરી અર્થાત્ પૂરણ રૂપિયે રૂપિયો તીખાશ-બહાર પ્રગટ આવે છે. તેમ ભગવાન આત્મામાં અનંત અનંત જ્ઞાન, આનંદ આદિ પૂરણ શક્તિ પડી છે. તો તેમાં એકાગ્રતા કરીને શક્તિની પૂરણ પ્રગટતા કરવી એનું નામ અહીં ભગવાન પ્રભાવના કહે છે. અહા! સમ્યગ્દ્રષ્ટિ કે જેણે સ્વરૂપમાં રહેલી શક્તિઓની નિઃસંદેહ પ્રતીતિ કરી છે તે સ્વરૂપની નિરંતર એકાગ્રતા વડે સમ્યક્ પ્રભાવનાનો કરનારો છે. આવી વાતુ છે!
પ્રશ્નઃ– આ તો અંદરનું કહ્યું, પણ બહારમાં શું કરવું? ઉત્તરઃ– કાંઇ નહિ; બહારમાં તે કરે છે શું? બહારમાં તો રાગની ને જડની ક્રિયાઓ થાય છે. જ્ઞાનીનું તેમાં કાંઇ કર્તવ્ય નથી. બહારમાં વળી કાંઇ કરવાપણું છે એમ છે જ નહિ.
પ્રશ્નઃ– હા, પણ અંદર જવા પ્રયત્ન કરીએ છીએ છતાં અમારું મન તો બહારમાં જ ભાગે છે?
ઉત્તરઃ– તો એમાં અમે શું કરીએ? તારું ચિત્ત નિમિત્તમાં ને રાગમાં-એમ બહારની રુચિમાં જ ફસાયેલું રહે છે તો અમે શું કરીએ? ભાઈ! નિમિત્ત ને રાગથી
PDF/HTML Page 2453 of 4199
single page version
હઠી જા અને અંદર નિર્મળાનંદનો નાથ પ્રભુ ભગવાન તું પોતે છો તેની રુચિકર, તેમાં ચિત્ત લગાવ. બસ આ એક જ માર્ગ છે.
પણ કોઇ સહેલો માર્ગ છે કે નહિ? આ જ સહેલો છે. જ્યાં પોતે છે ત્યાં જવું એ સહેલું છે; અને જ્યાં છે ત્યાં જવાને બદલે બીજે જવું તે કઠણ છે, દુષ્કર છે ને વિપરીત ને દુઃખકારી પણ છે.
અહાહા....! કહે છે-ધર્મી જીવ પોતાના જ્ઞાનની એકાગ્રતાના નિરંતર અભ્યાસ વડે જ્ઞાનને પ્રગટ કરે છે-વિકસાવે છે અને તેથી તેને પ્રભાવના અંગ હોય છે. માટે ‘તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઇને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.’
જોયું? ધર્મી જીવ નિરંતર પોતાના વિજ્ઞાનઘનસ્વભાવી આત્મામાં એકાગ્રતાનો અભ્યાસ કરતો થકો વીતરાગવિજ્ઞાનની પ્રગટતા-વિકાસ કરતો હોય છે. તેથી તેને અપ્રભાવનાકૃત બંધ નથી પણ નિર્જરા જ છે. હવે કહે છે-
‘આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.’
જુઓ, ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની પ્રતિમાને-જિનપ્રતિમાને રથમાં બેસાડીને નગર, વન વગેરેમાં ફેરવે છે ને? હા, પણ એ તો વ્યવહાર છે, શુભભાવ છે. જ્ઞાનીને તેવો વ્યવહાર હોય છે, પણ એ કાંઇ નિશ્ચય પ્રભાવના નથી. નિશ્ચય પ્રભાવના તો પરમ વીતરાગસ્વભાવી જિનસ્વરૂપી ભગવાન આત્માને પોતાની જ્ઞાનની પર્યાયમાં સ્થાપીને તેમાં જ રમણતા કરે તે છે. આત્મામાં રમણતા કરવી તે ‘માર્ગમાં ભ્રમણ કરવું’ છે.
શું કહે છે? કે જ્ઞાનરૂપી રથમાં આત્માને સ્થાપીને-એટલે કે રાગમાં સ્થાપીને એમ નહિ-પણ વર્તમાન જ્ઞાનની નિર્મળ અવસ્થામાં આત્માને સ્થાપીને જ્ઞાનરૂપી માર્ગમાં- શુદ્ધરત્નત્રયરૂપ માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દ્રષ્ટિ છે. અહાહા...! જ્ઞાનની પ્રભાવના કરનારો સત્દ્રષ્ટિવંત સાચો સાહેબો આવો હોય છે. સમજાણું કાંઇ....?
તો આ બધા બહારમાં ગજરથ વગેરે ચલાવે છે તે શું ખોટું કરે છે? સમાધાનઃ– અરે ભાઈ! એ તો કહ્યું ને કે ધર્મી જીવને એટલે સમ્યગ્દ્રષ્ટિને બહારમાં એવી (વ્યવહાર) પ્રભાવનાનો શુભભાવ હોય છે, પણ એ કાંઇ નિશ્ચયથી પ્રભાવના નથી, ધર્મ નથી. વળી અજ્ઞાની તો અનાદિથી બધું ખોટું જ કરે છે કેમકે
PDF/HTML Page 2454 of 4199
single page version
અંતરમાં આત્મભાન થયા વિના તથા આત્માની એકાગ્રતાના અભ્યાસ વિના પ્રભાવના ગુણ પ્રગટ થતો જ નથી. અજ્ઞાનીને નિશ્ચય કે વ્યવહાર કોઇ પ્રભાવના હોતી નથી. આવી વાતુ છે.
હવે કહે છે- ‘આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ ગુણો નિર્જરાનાં કારણ કહ્યાં. એવી જ રીતે અન્ય પણ સમ્યક્ત્વના ગુણો નિર્જરાનાં કારણ જાણવાં.’ એમ કે આ તો આઠ કહ્યાને બીજા-આનંદ, શાંતિ વિગેરે પણ નિર્જરાનાં કારણ જાણવાં. હવે વિશેષ કહે છે-
‘આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ (સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે.’
જોયું? આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન છે. એટલે શું? એટલે કે સત્યાર્થ દ્રષ્ટિને પ્રધાન કરીને આમાં કથન છે. તેમાં નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ કહ્યું છે, નિશ્ચયસ્વરૂપ એટલે કે સ્વ-આશ્રિત સ્વરૂપ; પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું સ્વ- આશ્રિતસ્વરૂપ તે નિશ્ચયસ્વરૂપ છે. આ નિઃશંકિત આદિ ગુણો આત્માશ્રિત છે. અહા! અજાણ્યાને તો એમ થાય કે-આ શું કહે છે? એને તો આ પાગલ જેવું લાગે; પણ અંદર છે કે નહિ? અહા! પણ લોકમાં તો છેય એવું હોં;-કે જ્ઞાનીને જગત આખું પાગલ ભાસે છે ને (પાગલ) જગતની દ્રષ્ટિમાં જ્ઞાની પાગલ લાગે છે. (જ્ઞાનીની ને જગતની દ્રષ્ટિમાં આવડો મોટો ફેર છે).
અહા! આ ગ્રંથમાં નિઃશંકિત આદિ ગુણોનું સ્વાશ્રિત સ્વરૂપ બતાવ્યું છે. ‘તેનો સંક્ષેપ (સારાંશ) આ પ્રમાણે છેઃ-
જે આવી ગયું છે તેનો સારાંશ કહે છે- ૧. ‘જે સમ્યગ્દ્રષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંકિત ગુણ હોય છે.’ જોયું? ગમે તેવી પ્રતિકૂળતા આવી પડે તોપણ ધર્મી જીવ સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાનથી ડગતો નથી વા સ્વરૂપ સંબંધી સંદેહયુક્ત થતો નથી. સમકિતી સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાનમાં અચલ રહે છે. આવો નિઃશંકિત ગુણ-સ્વાશ્રિત ધર્મની દશાનો ગુણ-તેને પ્રગટ થયો હોય છે.
પ્રશ્નઃ– પણ લોકો તો કહે છે- ‘જનસેવા તે પ્રભુસેવા’; એમ કે ભુખ્યાંને ભોજન આપો, તરસ્યાંને પાણી આપો, રોગીને ઔષધ આપો, નિવાસ વગરનાંને ઝુપડાં બંધાવી આપો-ઇત્યાદિ જનસેવા તે ધર્મ છે.
ઉત્તરઃ– એમાં ધૂળેય ધર્મ નથી સાંભળને. ધૂળેય ધર્મ નથી એટલે સરખું પુણ્યેય નથી. સમકિતીને જેવું પુણ્ય બંધાય છે તેવું આ વડે અજ્ઞાનીને પુણ્યેય ઊંચું થતું નથી.
PDF/HTML Page 2455 of 4199
single page version
૨. ‘જે કર્મનાં ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. અહા! જ્ઞાની પુણ્યના ફળની કે પુણ્યભાવની કે હીરા, મણિ, રત્ન ઇત્યાદિ અન્ય વસ્તુના ધર્મોની વાંછાથી રહિત એવો નિઃકાંક્ષ હોય છે.
૩. ‘જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે.’ ૪. ‘જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢદ્રષ્ટિ ગુણ હોય છે. અહા! સમકિતી સ્વરૂપમાં મૂઢ નથી, તે સ્વરૂપને અન્યથા જાણતો નથી. તેથી તેને અમૂઢદ્રષ્ટિ ગુણ હોય છે. અરે! જગત બિચારું સ્વરૂપને જાણ્યા વિના ધર્મને નામે ઠગાય છે!
પ. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડે, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગૂહન ગુણ હોય છે.’ જુઓ. ‘અન્યધર્મોને ગૌણ કરે’ -એટલે વ્યવહારને ગૌણ કરી તેનો અભાવ કરે તેને ઉપગૂહન ગુણ છે.
૬. ‘જે સ્વરૂપથી ચ્યુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે.
૭. ‘જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે.’ ૮. ‘જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે.’ હવે કહે છે-
‘આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી.’
જુઓ, શું કહ્યું? કે આ નિઃશંકિત આદિ ગુણો, તેનાથી વિરુદ્ધ એવા શંકાદિ દોષોથી જે બંધ થતો હતો તે થવા દેતા નથી. આવી વાતુ છે.
પણ આમાં કરવું શું? વ્રત કરો, દયા પાળો ઇત્યાદિ કહો તો કાંઇક સમજાય પણ ખરું?
સમાધાનઃ– અરે ભાઈ! અંદર આત્મા પોતે ભગવાન છે એની દયા પાળ ને! તેને તે જેવડો અને જેવો છે તેવડો અને તેવો માન તો તેની દયા પાળી કહેવાય. એનાથી જુદો-વિપરીત માનવો તે એની હિંસા છે. તને ખબર નથી ભાઈ! પણ આત્માને પૈસાવાળો માનવો, સ્ત્રીવાળો માનવો ને રાગવાળો માનવો તે આત્માની હિંસા છે; ને તેને અનંતગુણમય ચિન્માત્રસ્વરૂપ માનવો તે તેની દયા છે. અહા! જીવનું જીવન અનંતગુણથી ટકી રહ્યું છે; તો તેને એ રીતે માનવો તેનું નામ દયા છે. અહા! આ તો અજ્ઞાની સાથે વાતે વાતે ફેર છે.
હવે વિશેષ કહે છે- ‘વળી આ ગુણોના સદ્ભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ
PDF/HTML Page 2456 of 4199
single page version
શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (-શંકાદિની) નિર્જરા જ થઇ જાય છે, નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.’
જુઓ ધર્મીને ચારિત્રમોહના ઉદય સંબંધી જરા રાગાદિ થાય છે પણ તે ખરી જાય છે અને નવો બંધ થતો નથી કારણ કે બંધ તો મુખ્યપણે મિથ્યા શ્રદ્ધા વડે જ થવાનો કહ્યો છે. સમકિતીને કિંચિત્ રાગથી જે બંધ થાય તેને ગૌણ કરીને તે નથી એમ અહીં કહ્યું છે.
અહા! પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં અપૂર્ણતા માનવી, તેને રાગવાળો માનવો વા રાગની ક્રિયાથી-પુણ્યની ક્રિયાથી તેને લાભ છે એમ માનવું તે મિથ્યા શ્રદ્ધાન છે અને એ જ મહાપાપ છે. મિથ્યા શ્રદ્ધાનની હયાતીમાં જે બંધ પડે છે તેને જ પ્રધાન કરીને બંધ કહ્યો છે. જ્ઞાનીને-સમકિતીને કિંચિત્ રાગાદિ થાય અને કિંચિત્ બંધ પણ થાય તે અહીં ગૌણ છે; અર્થાત્ તેની ગણતરી નથી. આમ વાતે વાતે ફેર બાપા! ઓલું આવે છે ને કે-
એમ જગત (અજ્ઞાની) સાથે જ્ઞાનીને-ધર્મીને વાતે વાતે ફેર છે. હવે વિશેષ કહે છે કે- ‘સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દ્રષ્ટિને જે બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ જાણવો કારણકે સમ્યગ્દ્રષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે; તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ જ છે.’
અહા! જોયું? સમકિતીને પૂર્વકર્મનો ઉદય તો નિર્જરે જ છે, પણ જે નવીન બંધ થાય છે તે પણ, કહે છે નિર્જરારૂપ જ છે અર્થાત્ નિર્જરા માટે જ આવ્યો છે એમ કહે છે. અહા! ભગવાન આત્માનું જ્યાં ભાન થયું, શ્રદ્ધાન થયું ત્યાં પૂર્વના કર્મનો ઉદય રાગ કરાવતો નથી, પણ જે અલ્પ રાગ થાય છે તે પણ નિર્જરી જાય છે. જ્ઞાનીને તે વડે કિંચિત્ બંધ થાય છે તે પણ નિર્જરા સમાન જ છે કેમકે તે પણ ઝરી જવા માટે જ છે. અહો! સમ્યગ્દર્શનનો કોઇ અચિંત્ય મહિમા છે!
અને મિથ્યાશ્રદ્ધાન? હા! મિથ્યાશ્રદ્ધાન મહા કષ્ટદાયક અત્યંત નિકૃષ્ટ છે. તેની હયાતીમાં જીવને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પુણ્યભાવો ભરપૂર હોવા છતાં મિથ્યાત્વનું મહાપાપ બંધાય છે.
અહા! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ પવિત્રતા સ્વરૂપે અંદર નિત્ય વિરાજમાન છે. એની પવિત્ર દ્રષ્ટિ જેને પ્રગટી છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહીં કહે
PDF/HTML Page 2457 of 4199
single page version
છે કે સમકિતીને પૂર્વ કર્મનો ઉદય (અનંતાનુબંધીનો) રાગ કરાવવા સમર્થ નથી તથા તેને ઉદયમાં જોડાતાં જરી અલ્પ રાગ થાય છે તે ખરી જાય છે. તથા થોડાં નવાં કર્મ તેને જે બંધાય છે તે પણ ખરી જવા માટે છે કેમકે તેને કર્મનું સ્વામીપણું નથી. કર્મનો તે ધણી થતો નથી માટે તે આગામી બંધરૂપ નથી પણ નિર્જરારૂપ જ છે.
અહા! ધર્મી કર્મનો સ્વામી થતો નથી અને તેથી તેને તે (-કર્મ) છૂટી જાય છે અથવા છૂટયા બરાબર જ છે. એટલે શું? એ જ દ્રષ્ટાંત કહીને સમજાવે છે-
‘જેવી રીતે-કોઇ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઇ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઇ દીધા બરાબર જ છે; તેવી જ રીતે-જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું.’
જુઓ કોઇ ગરીબ-સાધારણ માણસ હોય ને ઘરે દીકરાનું લગ્ન આવ્યું હોય તો તે કોઇ શેઠિયા પાસેથી પ્રસંગ પૂરતો પહેરવા માટે દાગીનો નથી લાવતો? લાવે છે, બે ચાર દિવસ માટે દાગીનો પહેરવા ઉછીનો કરીને લાવે છે. પણ શું તે દાગીનો પોતાનો છે એમ પોતાની મૂડીમાં ખતવે છે? ના; નથી ખતવતો કેમકે તેમાં તેને મમત્વબુદ્ધિ-મારાપણાની બુદ્ધિ નથી. તેમ ધર્મીને જે કાંઇ કર્મ-રાગ આવે છે તેને ‘તે મારો છે’ -એમ પોતાના સ્વરૂપમાં ખતવતો નથી; ધર્મી તે કર્મ-રાગનો સ્વામી થતો નથી.
વળી નિયત સમય સુધી-કામ પતે ત્યાં સુધી તે દાગીનો ઘરમાં રહે તોપણ તે પ્રત્યે મારાપણાનો ભાવ નહિ હોવાથી તે દાગીનો ઘરમાં પડયો પડયો પણ પાછો દઇ દીધા બરાબર જ છે. તેવી રીતે ધર્મીને કર્મ-રાગ પ્રત્યે મારાપણાનો ભાવ નહિ હોવાથી, તે તેને પરાયી ચીજ જાણતો હોવાથી, તેને કિંચિત્ કર્મ મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે-એમ કહે છે. અહા! ધર્મીને શુદ્ધ ચૈતન્યની પ્રભુતામાં પોતાપણું પ્રગટ ભાસ્યું છે ને કર્મ-રાગમાં મારાપણું છે નહિ તેથી અલ્પ રાગને કર્મ મોજૂદ હોય તોપણ તે નિર્જરારૂપ જ છે. અહો! જયચંદજીએ કેવી સરસ વાત કરી છે! કહે છે-જ્ઞાનીને થોડું કર્મ-રાગ આવે તોપણ તે પરાઇ ચીજ છે ને સંઘરવા યોગ્ય નથી-એમ પોતે તેનો સ્વામી નહિ થતો હોવાથી તે પડયું પડયું પણ નિર્જરી ગયા સમાન જ છે. લ્યો, આવી વાતુ!
હવે જેને નિઃશંકિત આદિ નિશ્ચય આઠ ગુણ પ્રગટયા છે તેને બહારમાં વ્યવહાર આઠ ગુણ હોય છે તેની વાત કરે છે. પરંતુ ત્યાં જેને સમ્યગ્દર્શન નથી અર્થાત્ નિઃશંકિત આદિ નિશ્ચય આઠ ગુણ નથી તેને આ વ્યવહાર આઠ ગુણો પણ કહેવામાં આવતા નથી,
PDF/HTML Page 2458 of 4199
single page version
જુઓ, ૧પપ ગાથામાં આવી ગયું કે-જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા....! જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન એટલે શું? કે શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું એટલે કે આત્માનું થવું-પરિણમવું તે જીવાદિનું શ્રદ્ધાન નામ સમકિત છે. જ્ઞાનનું પરિણમન નામ આત્માનું પરિણમન. અહાહા....! શું કીધું? કે આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે તેનું નિર્મળ-શુદ્ધરૂપ સ્વ-આશ્રિત પરિણમન તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મની પહેલી સીઢી છે. અહા! આવા સમ્યગ્દર્શનમાં નિઃશંકિત આદિ આઠ નિશ્ચય ગુણ પ્રગટ હોય છે અને તે નિર્જરાનું કારણ બને છે. અને આ જે વ્યવહાર આઠ ગુણ કહેશે એ તો પુણ્યબંધનું કારણ છે છતાં તે જ્ઞાનીને હોય છે; પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં લગી જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ વ્યવહાર ગુણ પણ હોય છે.
તો કહે છે- ‘આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવાઃ-
અહા! જોયું? વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ એટલે કે પરાશ્રિતભાવે પરાશ્રિત મોક્ષમાર્ગ કહ્યો.
પ્રશ્નઃ– તો શું પરાશ્રયે મોક્ષમાર્ગ હોય છે? સમાધાનઃ– ભાઈ! વ્યવહારમોક્ષમાર્ગ તો વ્યવહારથી-ઉપચારથી કહેવાય છે. અહા! અંતરના શુદ્ધ ચૈતન્યના પરિણમનરૂપ વાસ્તવિક મોક્ષમાર્ગ જેને પ્રગટ થયો છે તેને જ્યાં સુધી પૂર્ણતા-પૂર્ણ શુદ્ધતા-નથી થઇ ત્યાં સુધી પરાશ્રિત એવો નિઃશંકિત આદિ વ્યવહારનો ભાવ હોય છે અને તેને ઉપચારથી વ્યવહારમોક્ષમાર્ગ કહેવામાં આવે છે. એટલે શું? કે તે મોક્ષમાર્ગ તો છે નહિ. પણ મોક્ષમાર્ગની દશાની સાથે રહેલો પરાશ્રિત ભાવ છે તો તેને મોક્ષમાર્ગનો સહચર જાણીને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઇ? તેને, કહે છે કે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવાઃ-
૧. ‘જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ, તે નિઃશંકિતપણું છે.’
જુઓ, નિશ્ચયમાં વસ્તુ પોતે પૂર્ણ વિજ્ઞાનઘનસ્વરૂપ છે તેમાં સંદેહ ન થવો અને બહારમાં જિનવચનમાં સંદેહ ન થવો તથા બહારમાં ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ આવે તોય વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ તે નિઃશંકિતપણું છે.
૨. ‘સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિઃકાંક્ષિતપણું છે.’
અહાહા...! જુઓ નિશ્ચયે જેને પુણ્ય ને પુણ્યના ફળોની વા કોઇ અન્ય વસ્તુ-
PDF/HTML Page 2459 of 4199
single page version
ધર્મોની વાંછા નથી તે બહારમાં સંસાર-દેહ-ભોગની વાંછા વડે વા પરમતની વાંછા વડે વ્યવહારમોક્ષમાર્ગથી ડગતો નથી અને તે નિઃકાંક્ષિતપણું છે.
પ્રશ્નઃ– જ્ઞાનીને શંકા, કાંક્ષા આદિ હોય છે ને? સમાધાનઃ– હા, હોય છે. જ્ઞાનીને અતિચારરૂપે તે દોષ હોય છે પણ અનાચારરૂપે નથી હોતા. જરી અસ્થિરતાનો એવો અલ્પ રાગ તેને હોય છે પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી.
૩. ‘અપવિત્ર, દુર્ગંધવાળી-એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે.’
૪. ‘દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ ઈત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદ્રષ્ટિ છે.’
અહા! પરમતમાં પણ સાચા દેવ, સાચા ગુરુ, સાચાં શાસ્ત્રો હશે એવી મૂઢતા ન કરવી. અહા! અન્યધર્મને મોટા મોટા રાજાઓ ને ધનપતિઓ માને છે માટે તેમાં કાંઇક માલ હશે એવી મુંઝવણ ન કરવી. ભાઈ! જૈનદર્શનના અંતરસ્વરૂપ સિવાય બીજે ક્યાંય સત્ય માર્ગ છે નહિ-એમ યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદ્રષ્ટિ છે.
હા, પણ એમ તો દરેક પોતાના મતને-ધર્મને સત્ય કહે છે? સમાધાનઃ– એ તો કહે જ ને? સૌ કોઇ પોતાનું સત્ય છે એમ તો કહે પણ જે સત્ય છે તે સત્ય છે ને તે એક જ છે. ભાઈ! અસત્યને કોઇ સત્ય માને તેથી કાંઇ તે સત્ય થઇ જાય? ન થાય.
જુઓ, નિશ્ચય ને વ્યવહાર બન્ને સાથે હોય છે. પરંતુ તેથી વ્યવહારથી નિશ્ચય થાય એમ માને એ તો જૈનમતને છોડીને પરમતમાં ભળ્યો છે. અહા! વીતરાગનો મારગ બાપુ! બહુ જુદો છે. અહા! વીતરાગસ્વભાવી પૂરણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના આશ્રયે જે વીતરાગ પરિણતિ પ્રગટ થાય અને તેનો પૂર્ણ આશ્રય થતાં અનંતજ્ઞાન, અનંતસુખ ઇત્યાદિરૂપ જે પૂર્ણ મોક્ષદશા પ્રગટ થાય એ જ બાપુ! ધર્મ છે અને એ સિવાય બીજો કોઇ મારગ છે જ નહિ. અહા! વીતરાગભાવથી ધર્મ માનવાને બદલે રાગથી- પુણ્યથી ધર્મ થવાનું માને એ તો અન્યમત છે ભાઈ! એ વીતરાગ માર્ગ નહિ બાપુ! જ્ઞાનીને વ્યવહાર આવે ખરો પણ એમાં તે મૂઢપણું ન રાખે, એનાથી ધર્મ થાય છે એમ તે ન માને.
પ્રશ્નઃ– પણ વિઘટન છે તેનું સંગઠન કરવું જોઇએ. ઉત્તરઃ– હા, પણ કઇ રીતે? શું કોઇની સાથે મેળ કરવા માટે સત્યાર્થ ધર્મને છોડી દેવો એમ? અહા! શું અજ્ઞાનીઓ માને છે તે પ્રમાણે માનવું? અરે
PDF/HTML Page 2460 of 4199
single page version
ભાઈ! સત્યને સંગઠન સાથે રહે તો ઠીક જ છે અને તે સત્યનો સ્વીકાર કરવાથી જ બને તેમ છે . (ભાઈ! જે વિઘટન છે તે સત્યના અસ્વીકારને લીધે છે). જુઓ, કોઇ લોકો ચાહે છે કે-વ્યવહારથી નિશ્ચય થાય એમ આપ કહો તો મેળ થઇ જાય. પણ બાપુ! જો વ્યવહારથી નિશ્ચય થાય તો વ્યવહારને નિશ્ચય બે રહે છે જ છે ક્યાં? જો વ્યવહારથી નિશ્ચય થાય તો બન્ને એક થઇ જાય. રાગને વીતરાગતા બન્ને એક થઇ જાય. પણ વીતરાગ મારગનું એ સ્વરૂપ જ નથી. બાપુ! વીતરાગનો મારગ તો શુદ્ધ વીતરાગતામય જ છે. એમાં કોઇ તડજોડનો કે ઢીલું-પોચું કરવાનો અવકાશ જ નથી.
અહીં કહે છે-જ્ઞાનીને દેવમૂઢતા, ગુરુમૂઢતા કે શાસ્ત્રમૂઢતા ન હોય; તેના સ્વરૂપને યથાર્થ જાણીને પ્રવર્તવું તે અમૂઢદ્રષ્ટિ છે. સમજાણું કાંઇ....?
પ. ‘ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૂહન અથવા ઉપબૃંહણ છે.’
જુઓ, ધર્માત્માને કોઇ દોષ આવી જાય તો તેને ગૌણ ગણીને ગોપવવો તે ઉપગૂહન છે. પરંતુ આ તો ધર્માત્માની વાત છે; જેની દ્રષ્ટિ જ મિથ્યા છે અને જેને દોષનો કોઇ પાર જ નથી તેની અહીં વાત નથી. અહા! ધર્મી જીવને કર્મના ઉદયવશ કોઇ દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પરંપરાને વધારવી તે ઉપગૂહન અથવા ઉપબૃંહણ છે આવી વાત છે.
૬. ‘વ્યવહારમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ છે.’ નિશ્ચયમાં નિશ્ચયમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો એમ હતું અને આમાં વ્યવહારમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ એમ કહ્યું છે.
૭. ‘વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે.’ નિશ્ચયમાં નિર્મળ રત્નત્રયરૂપ ધર્મમાં પ્રેમ હોવો એમ વાત હતી જ્યારે આમાં ધર્માત્મા પ્રત્યે અનુરાગ હોવાની વાત છે. વ્યવહાર છે ને? ધર્મીને ધર્માત્મા પ્રત્યે વિશેષ અનુરાગ હોય છે અને તેને વાત્સલ્ય કહે છે-
૮. ‘વ્યવહાર મોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે’ આ વ્યવહારે પ્રભાવના છે હોં; નિશ્ચય પ્રભાવના તો નિશ્ચયસ્વરૂપને સ્વાશ્રયે પ્રગટ કરવાથી થાય છે. હવે કહે છે.
‘આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યગ્જ્ઞાનરૂપ પ્રમાણદ્રષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઇ વિરોધ નથી.’
જુઓ નિશ્ચયનયની દ્રષ્ટિમાં વ્યવહાર ગૌણ છે, પરંતુ પ્રમાણજ્ઞાનમાં બેય સાથે