PDF/HTML Page 3481 of 4199
single page version
ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. તેમાં એક સમયની પર્યાય છે તે ઉપર ઉપર છે. અસંખ્ય પ્રદેશમાં દરેક પ્રદેશની ઉપર ઉપર પર્યાય છે. ઉપર ઉપર એટલે શું? કે તે પર્યાય દ્રવ્યમાં પ્રવેશતી નથી (અર્થાત્ ત્રિકાળી દ્રવ્યરૂપ થઈ જતી નથી). ચેન-સાંકળી હોય તેમાં હજાર કડી-અંકોડા હોય છે. તેમ આત્મામાં અસંખ્ય પ્રદેશો છે. તેમાં અંદરનું જે દળ (દ્રવ્યમાન) છે તે ધ્રુવ છે અને જ્યાં ધ્રુવ છે ત્યાં ઉપર ઉપર પર્યાય થાય છે. અહાહા....! શુદ્ધનયનો વિષય ધ્રુવ દ્રવ્ય જ્યાં છે ત્યાં ઉપર ઉપર પર્યાય છે અને જ્યાં પર્યાય ઉપર છે ત્યાં ધ્રુવ સમીપ છે. એમ પર્યાયનું ક્ષેત્ર ખરેખર તો ભિન્ન છે; પર્યાયનું ક્ષેત્ર ભિન્ન અને અંદર ધ્રુવનું ક્ષેત્ર ભિન્ન છે. એક ક્ષેત્રના બે અંશ છે. અસંખ્ય પ્રદેશના ક્ષેત્રમાં પર્યાય ઉપર ઉપર ભિન્ન છે તે પર્યાયને અંતરમાં વાળવાની છે. બધા ક્ષેત્રે પર્યાયને અંતરમાં વાળવાની છે.
પ્રમાણનો વિષય દ્રવ્ય-પર્યાય બન્ને છે. શુદ્ધનયનો વિષય એકલું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ધ્રુવ ઉપર જે વર્તમાન પર્યાય છે તે અંદર પ્રવેશતી નથી, ઉપર ઉપર રહે છે. જેમ પાણીના દળમાં તેલનું ટીપું પ્રવેશતું નથી તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી ધ્રુવ દળ છે તેમાં બદલવું કે પલટવું નથી. એવા ધ્રુવની ઉપર ઉપર પલટતી અવસ્થા રહે છે, તે ધ્રુવધામમાં પ્રવેશતી નથી. આવું વીતરાગનું તત્ત્વ ખૂબ ઝીણું ભાઈ! આ તમારા રૂપિયા જેમ (પુણ્ય હોય તો) મળી જાય ને? તેમ આ નથી. આ તો ઉપયોગ ઝીણો કરે તો સમજાય એમ છે. બાકી અગિયાર અંગનાં ભણતર ભણી ગયો પણ વસ્તુ અને એની પર્યાયને યથાર્થ જાણ્યાં નહિ તો તેથી શું? અહા! ૧૧ અંગના કરોડો શ્લોક કંઠસ્થ કર્યા પણ તેથી શું?
સમયસાર ગાથા ૧૪૩માં આવે છે કે-આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે, પવિત્ર છે, સામાન્ય છે, એકરૂપ છે-એવો જે વિકલ્પ ઉઠે છે તે તો રાગ છે; તેથી શું? એવા વિકલ્પથી શું લાભ છે? તે વિકલ્પને છોડીને વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ વાળી તેનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે, અને એનું નામ ધર્મ અને મોક્ષમાર્ગ છે. ભાઈ! તારું તત્ત્વ આવું ખૂબ ગંભીર છે. સમજાણું કાંઈ...?
અહા! શુદ્ધનયનો વિષય અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ,
PDF/HTML Page 3482 of 4199
single page version
એક છે. તેમાં પર્યાય ગૌણ છે. પણ પર્યાયથી જોતાં પર્યાયમાં રાગાદિ છે તે પોતાના જ અપરાધથી છે એમ કહે છે. ધ્રુવ તો શુદ્ધ છે, પણ પોતાના જ અપરાધથી તે રાગદ્વેષરૂપ પરિણમે છે; એવું નથી કે કર્મનો ઉદય તેને રાગદ્વેષરૂપ પરિણમાવે છે. ભાઈ તારા ઊંધા પુરુષાર્થથી જ તને રાગાદિ વિકાર થાય છે. કર્મના માથે દોષ ન નાખ. મને કર્મ વિકાર કરાવે છે એમ પરદ્રવ્યનો વાંક ન કાઢ, પરદ્રવ્ય પર કોપ ન કર. વિકાર થવામાં જેઓ પરદ્રવ્યનો-કર્મનો જ વાંક કાઢે છે તેઓ અજ્ઞાનીઓ છે ને તેઓ મોહનદીને પાર ઉતરી શકતા નથી, તેઓ મોહની સેનાને જીતી શકતા નથી, પોતે હારી જાય છે. તેમને રાગદ્વેષ મટતા નથી, કેમ મટતા નથી? તો કહે છે-
‘કારણ કે રાગદ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે-એમ કથંચિત્ માનવું તે સમ્યગ્જ્ઞાન છે.’
અહાહા...! પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય તો જ પોતે તેને (સમ્યક્ પુરુષાર્થ વડે) ટાળી શકે, પણ જો કર્મને લઈને વિકારી ભાવ થતા હોય તો પોતે તેને કેવી રીતે ટાળી શકે? પરના-કર્મના કરાવ્યા તે થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, તેમાં આત્માના હાથની વાત તો કાંઈ રહી નહિ. પણ એમ છે નહિ. માટે રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે-એમ કથંચિત્ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. ધર્મીને પણ રાગદ્વેષ પોતાની અસ્થિરતાના અપરાધથી થાય છે. કર્મથી નહિ -એમ યથાર્થ માનવું; સર્વથા કર્મ જ રાગદ્વેષ કરાવે છે એમ ન માનવું. અહાહા...! આ રાગદ્વેષ થાય છે તે મારો જ અપરાધ છે, કર્મ તો તેમાં બાહ્ય નિમિત્તમાત્ર (ઉપસ્થિતિમાત્ર) છે એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. અહાહા....! (રાગનો) કરનારો હું અને મટાડનારો પણ હું છું. જે જોડે તે તોડે. શું કીધું? કર્મના નિમિત્તથી સંબંધ પોતે જ જોડે છે અને પોતે જ તેને તોડે છે એમ કથંચિત્ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. આવી વાત છે.
PDF/HTML Page 3483 of 4199
single page version
ताणि सुणिदूण रूसदि तूसदि य पुणो अहं भणिदो।। ३७३।।
पोग्गलदव्वं सद्दत्तपरिणदं तस्स जदि गुणो अण्णो ।
तम्हा ण तुमं भणिदो किंचि वि किं रूससि अबुद्धो।। ३७४।।
असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेव ।
ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं सद्रं्।। ३७५।।
असुहं सुहं व रूवं ण तं भणदि पेच्छ मं ति सो चेव ।
ण य एदि विणिग्गहिदुं चक्खुविसयमागदं रूवं।। ३७६।।
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે ‘તુ અમને જાણ’ , અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્ન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગીદ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. -આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-
તેને સુણી, ‘મુજને કહ્યું’ ગણી, રોષ તોષ જીવો કરે. ૩૭૩.
પુદ્ગલદરવ શબ્દત્વપરિણત, તેહનો ગુણ અન્ય છે,
તો નવ કહ્યું કંઈ પણ તને, હે અબુધ! રોષ તું કયમ કરે? ૩૭૪.
શુભ કે અશુભ જે શબ્દ તે ‘તું સુણ મને’ ન તને કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે કર્ણગોચર શબ્દને; ૩૭પ.
શુભ કે અશુભ જે રૂપ તે ‘તું જો મને’ ન તને કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે ચક્ષુગોચર રૂપને; ૩૭૬.
PDF/HTML Page 3484 of 4199
single page version
ण य एदि विणिग्गहिदुं घाणविसयमागदं गंधं।। ३७७।।
असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव ।
ण य एदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रसं।। ३७८।।
असुहो सुहो व फासो ण तं भणदि फुससु मं ति सो चेव ।
ण य एदि विणिग्गहिदुं कायविसयमागदं फासं।। ३७९।।
असुहो सुहो व गुणो ण तं भणदि बुज्झ मं ति सो चेव ।
ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं तु गुणं।। ३८०।।
असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव ।
ण य एदि विणिग्गहिदुं बुद्धिविसयमागदं दव्वं।। ३८१।।
एयं तु जाणिऊणं उवसमं णेव गच्छदे मूढो ।
णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो।।
ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘ્રાણગોચર ગધને; ૩૭૭.
શુભ કે અશુભ રસ જેહ તે ‘તું ચાખ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે! ૩૭૮.
શુભ કે અશુભ જે સ્પર્શ તે ‘તું સ્પર્શ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે કાયગોચર સ્પર્શને; ૩૭૯.
શુભ કે અશુભ જે ગુણ તે ‘તું જાણ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર ગુણને; ૩૮૦.
શુભ કે અશુભ જે દ્રવ્ય તે ‘તું જાણ મુજને’ નવ કહે,
ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચર દ્રવ્યને. ૩૮૧.
–આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે!
શિવ બુદ્ધિને પામેલ નહિ એ પર ગ્રહણ કરવા ચહે. ૩૮૨.
PDF/HTML Page 3485 of 4199
single page version
तानि श्रुत्वा रुष्यति तुष्यति च पुनरहं भणितः।। ३७३।।
तस्मान्न त्वं भणितः किञ्चिदपि किं रुष्यस्यबुद्धः।। ३७४।।
अशुभः शुभो वा शब्दो न त्वां भणति शृणु मामिति स एव।
न चैति विनिर्ग्रहीतुं श्रोत्रविषयमागतं शब्दम्।। ३७५।।
अशुभं शुभं वा रूपं न त्वां भणति पश्य मामिति स एव।
न चैति विनिर्ग्रहीतुं चक्षुर्विषयमागतं रूपम्।। ३७६।।
अशुभः शुभो वा गन्धो न त्वां भणति जिघ्र मामिति स एव।
न चैति विनिर्ग्रहीतुं
ગાથાર્થઃ– [बहुकानि] બહુ પ્રકારનાં [निन्दितसंस्तुतवचनानि] નિંદાનાં અને સ્તુતિનાં વચનોરૂપે [पुद्गलाः] પુદ્ગલો [परिणमन्ति] પરિણમે છે; [तानि श्रुत्वा पुनः] તેમને સાંભળીને અજ્ઞાની જીવ [अहं भणितः] ‘મને કહ્યું’ એમ માનીને [रुष्यति तुष्यति च] રોષ તથા તોષ કરે છે (અર્થાત્ ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે).
[पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય [शब्दत्वपरिणतं] શબ્દપણે પરિણમ્યું છે; [तस्य गुणः] તેનો ગુણ [यदि अन्यः] જો (તારાથી) અન્ય છે, [तस्मात्] તો હે અજ્ઞાની જીવ! [त्वं न किञ्चित् अपि भणितः] તને કાંઈ પણ કહ્યું નથી; [अबुद्धः] તું અજ્ઞાની થયો થકો [किं रुष्यसि] રોષ શા માટે કરે છે?
[अशुभः वा शुभः शब्दः] અશુભ અથવા શુભ શબ્દ [त्वां न भणति] તને એમ નથી કહેતો કે [माम् शुणु इति] ‘તું મને સાંભળ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [श्रोत्रविषयम् आगतं शब्दम्] શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા (જાણવા) જતો નથી.
[अशुभं वा शुभं रूपं] અશુભ અથવા શુભ રૂપ [त्वां न भणति] તને એમ નથી કહેતું કે [माम् पश्य इति] ‘તું મને જો’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [चक्षुर्विषयम् आगतं] ચક્ષુ-ઇંદ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) [रूपम्] રૂપને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः गन्धः] અશુભ અથવા શુભ ગંધ [त्वां न भणति] તને એમ નથી કહેતી કે [माम् जिघ्र इति] ‘તું મને સૂંઘ’; [सः एव च] અને આત્મા પણ
PDF/HTML Page 3486 of 4199
single page version
न चैति विनिर्ग्रहीतुं रसनविषयमागतं तु रसम्।। ३७८।।
अशुभः शुभो वा स्पर्शो न त्वां भणति स्पृश मामिति स एव ।
न चैति विनिर्ग्रहीतुं कायविषयमागतं स्पर्शम्।। ३७९।।
अशुभः शुभो वा गुणो न त्वां भणति बुध्यस्व मामिति स एव ।
न चैति विनिर्ग्रहीतुं बुद्धिविषयमागत तु गुणम्।। ३८०।।
अशुभं शुभं वा द्रव्यं न त्वां भणति बुध्यस्व मामिति स एव ।
न चैति विनिर्ग्रहीतुं
विनिर्ग्रहमनाः परस्य च स्वयं च बुद्धिं शिवामप्राप्तः।। ३८२।।
[घ्राणविषयम् आगतं गन्धम्] ઘ્રાણેંદ્રિયના વિષયમાં આવેલી ગંધને [विनिर्ग्रहीतुं न एति] (પોતાના સ્થાનથી ચ્યુત થઈને) ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः रसः] અશુભ અથવા શુભ રસ [त्वां न भणति] તને એમ નથી કહેતો કે [माम् रसय इति] ‘તું મને ચાખ’; [सः एव च] અને આત્મા પણ [रसनविषयम् आगतं तु रसम्] રસના-ઇંદ્રિયના વિષયમાં આવેલા રસને [विनिर्ग्रहीतुं न एति] (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः स्पर्शः] અશુભ અથવા શુભ સ્પર્શ [त्वां न भणति] તને એમ નથી કહેતો કે [माम् स्पृश इति] ‘તું મને સ્પર્શ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [कायविषयम् आगतं स्पर्शम्] કાયાના (-સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः गुणः] અશુભ અથવા શુભ ગુણ [त्वां न भणति] તને એમ નથી કહેતો કે [माम् बुध्यस्व इति] ‘તું મને જાણ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [बुद्धिविषयम् आगतं तु गुणम्] બુદ્ધિના વિષયમાં આવેલા ગુણને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[अशुभं वा शुभं द्रव्यं] અશુભ અથવા શુભ દ્રવ્ય [त्वां न भणति] તને એમ નથી કહેતું કે [माम् बुध्यस्व इति] ‘તું મને જાણ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [बुद्धिविषयम् आगतं द्रव्यम्] બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને [विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[एतत् तु ज्ञात्वा] આવું જાણીને પણ [मूढः] મૂઢ જીવ [उपशमं न एव
PDF/HTML Page 3487 of 4199
single page version
गच्छति] ઉપશમને પામતો નથી; [च] અને [शिवाम् बुद्धिम् अप्राप्तः च स्वयं] શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યગ્જ્ઞાનને) નહિ પામેલો પોતે [परस्य विनिर्ग्रहमनाः] પરને ગ્રહવાનું મન કરે છે.
ટીકાઃ– પ્રથમ દ્રષ્ટાંત કહે છેઃ આ જગતમાં બાહ્યપદાર્થ-ઘટપટાદિ-, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં (અર્થાત્ બાહ્યપદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે ‘તું મને પ્રકાશ’, અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને (બાહ્યપદાર્થને) પ્રકાશવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, દીવો જેમ બાહ્યપદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્યપદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી.
એવી રીતે હવે દાર્ષ્ટાંત છેઃ બાહ્યપદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય-, જેમ દેવદત્ત યજ્ઞદ્રત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્યપદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે ‘તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ’ , અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને (બાહ્યપદાર્થોને) જાણવા જતો નથી; પરંતુ, વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શક્તો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્યપદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્યપદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે. (એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્યપદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો, તટસ્થ છે) -એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે.
ભાવાર્થઃ– શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતાં નથી, કે ‘તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ)’; અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને ગ્રહવા (-જાણવા) તેમના પ્રત્યે જતો નથી.
PDF/HTML Page 3488 of 4199
single page version
यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव ।
तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २२२।।
જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ, આવો વસ્તુસ્વભાવ છે, તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–
અચ્યુત અને શુદ્ધ (-વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા [बोध्यात्] જ્ઞેય પદાર્થોથી [काम् अपि विक्रियां न यायात्] જરા પણ વિક્રિયા પામતો નથી, [दीपः प्रकाश्यात् इव] જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી) વિક્રિયા પામતો નથી તેમ. [ततः इतः] તો પછી [तद्– वस्तुस्थिति–बोध–बन्ध्य–धिषणाः एते अज्ञानिनः] એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો [किम् सहजाम् उदासीनताम् मुञ्चन्ति, रागद्वेषमयीभवन्ति] પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદેવે શોચ કર્યો છે.)
ભાવાર્થઃ– જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. જ્ઞેયને જાણવામાત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. જ્ઞેયોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગીદ્વેષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે. માટે આચાર્યદેવે શોચ કર્યો છે કે- ‘વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આ આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન- અવસ્થારૂપ કેમ રહેતો નથી?’ આ પ્રમાણે આચાર્યદેવે જે શોચ કર્યો છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઊપજે છે અને તેથી શોચ થાય છે. ૨૨૨.
PDF/HTML Page 3489 of 4199
single page version
पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् ।
दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्।। २२३।।
હવે આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [राग–द्वेष–विभाव–मुक्त–महसः] જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે, [नित्यं स्वभाव–स्पृशः] જેઓ સદા (પોતાના ચૈતન્યચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે, [पूर्व–आगामि–समस्त–कर्म–विकलाः] જેઓ ભૂત કાળનાં તેમ જ ભવિષ્ય કાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને [तदात्व–उदयात्–मिन्नाः] જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, [दूर–आरूढ–चरित्र–वैभव–बलात् ज्ञानस्य सञ्चेतनाम् विन्दन्ति] તેઓ (-એવા જ્ઞાનીઓ-) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે- [चञ्चत्–चिद्–अर्चिर्मयीं] કે જે જ્ઞાન-ચેતના ચમક્તી ચૈતન્યજ્યોતિમય છે અને [स्व–रस–अभिषिक्त–भुवनाम्] જેણે નિજ રસથી (પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સિંચ્યો છે.
ભાવાર્થઃ– જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
અહીં તાત્પર્ય આમ જાણવુંઃ- જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદનપ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દ્રઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે. અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે; તે વખતે, જે જ્ઞાનચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણિ ચડી, કેવળજ્ઞાન ઉપજાવી, સાક્ષાત્ *જ્ઞાનચેતનારૂપ થાય છે. ૨૨૩.
_________________________________________________________________ * કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ નિર્વિકલ્પ અનુભવ
તો, સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણ કે
તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે. કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે
પરિણમન નથી હોતું.
PDF/HTML Page 3490 of 4199
single page version
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે ‘તું અમને જાણ’ , અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્ન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગી-દ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. -આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-
પ્રથમ દ્રષ્ટાંત કહે છેઃ ‘આ જગતમાં બાહ્ય પદાર્થ-ઘટપટાદિ, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, દીવાને સ્વપ્રકાશનમાં (અર્થાત્ બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં) જોડતો નથી કે “તું મને પ્રકાશ,” અને દીવો પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને (બાહ્ય પદાર્થને) પ્રકાશવા જતો નથી;...’
જુઓ, શું કહે છે? આ બહારના પદાર્થો-ઘડો, વસ્ત્ર, પુસ્તક, આ લાકડી વગેરે દીવાને એમ કહેતા નથી કે તું મને પ્રકાશ. અહાહા...! પ્રકાશવું એ તો દીવાનો સ્વભાવ છે. ઘટ-પટ વગેરે છે માટે દીવો પ્રકાશે છે શું એમ છે? શું ઘટ-પટાદિ પદાર્થો એમ કહે છે કે- ‘મને પ્રકાશો’ ના, એમ છે નહિ. વળી દીવો ઘટ-પટાદિને પ્રકાશે છે તોપણ, લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ, પોતાના સ્થાનથી ખસીને પરપદાર્થોને પ્રકાશવા જતો નથી. દીવો દીવામાં જ રહે છે ને પરપદાર્થ પરપદાર્થમાં; દીવો પોતાનું સ્થાન છોડીને પરપદાર્થને પ્રકાશવા જતો નથી. આવી વાત! હવે કહે છે-
‘પરંતુ વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુ- સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, દીવો જેમ બાહ્ય પદાર્થની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે) તેમ બાહ્ય પદાર્થની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.
લ્યો, વસ્તુ-સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. શું કીધું? દીવાનો પ્રકાશવાનો સ્વભાવ ઘટપટાદિ પર પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતો નથી. વળી દીવાનો પ્રકાશસ્વભાવ ઘટ-પટાદિ પર પદાર્થોને ઉત્પન્ન કરી દે એમ પણ નથી કેમકે વસ્તુ-સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! ઘટપટાદિના કારણે દીવાનો પ્રકાશસ્વભાવ છે એમ નહિ અને દીવાના પ્રકાશસ્વભાવના કારણે પરપદાર્થો છે એમ
PDF/HTML Page 3491 of 4199
single page version
‘(એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી.’
જુઓ, આ મહત્ત્વનો સિદ્ધાંત કહ્યો. શું? કે-ઘટપટાદિ બાહ્ય પદાર્થ પોતાના સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામે છે એક વાત. અને તે બાહ્ય પદાર્થ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા દીવાને જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. આ દ્રષ્ટાંત કહ્યું; હવે સિદ્ધાંત કહે છેઃ-
એવી રીતે હવે દાર્ષ્ટાંત છેઃ ‘બાહ્ય પદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય-’ જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ,” અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને (બાહ્ય પદાર્થોને) જાણવા જતો નથી;...’
આ દેહ તો જડ માટી-ધૂળ અજીવ તત્ત્વ છે; ને કર્મ છે એ પણ જડ માટી-ધૂળ છે. ભાઈ! જેના નિમિત્તે આ પૈસા આવે ને જાય એ પુણ્ય-પાપરૂપ કર્મ જડ છે. તથા પર્યાયમાં દયા, દાન આદિ તથા કામ-ક્રોધ આદિના જે શુભાશુભ ભાવ થાય તે વિકાર છે. અહાહા...! આ સર્વથી ભિન્ન અંદર ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યના પ્રકાશનું પૂર છે. અહા! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા, અહીં કહે છે, સ્પર્શાદિ પર પદાર્થોને જાણવા માટે પોતાનું ક્ષેત્ર છોડીને ત્યાં જતો નથી, તેમ તે બહારના સ્પર્શાદિ પદાર્થો તેને કહેતા નથી કે તું અમને જાણ.
અહાહા...! જેની સત્તામાં જાણવું-જાણવું થાય છે એ પદાર્થ કોણ? આ શરીરાદિ છે એ તો જડ ધૂળ છે, એ કાંઈ જાણતા નથી. અમે દેહાદિ છીએ એમ એ કાંઈ જાણતા નથી; અને રાગ-વિકાર છે એય અચેતન જડ છે, એય કાંઈ જાણતો નથી. અહાહા...! એનાથી ભિન્ન અંદર ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા છે તે જાણે છે કે આ દેહ છે, કર્મ છે, રાગ છે, ઇત્યાદિ. અહીં કહે છે-પણ એ શરીરાદિ પદાર્થો આને (-આત્માને) કાંઈ કહેતા નથી કે તું અમને પ્રકાશ-જાણ; તેમ આ આત્મા છે તે પોતાનું સ્થાન છોડી શરીરાદિને પ્રકાશવા તેમની પાસે જતો નથી. ન્યાય સમજાય છે? વસ્તુના સ્વરૂપને જાણવા પ્રતિ ‘नी–नयू’ – જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય છે.
PDF/HTML Page 3492 of 4199
single page version
સૂક્ષ્મ વાત છે પ્રભુ! ભગવાન! તારી ચીજ અંદર કેવી છે તેને જાણવા પ્રતિ અંદર લક્ષ કર્યું નથી! અરે સ્વ-સ્વરૂપને સમજ્યા વિના ચોરાસીના અવતારમાં જન્મ-મરણ કરી કરીને તારા સોથા નીકળી ગયા છે ભાઈ! નરક, ઢોર-તિર્યંચ વગેરેમાં રખડી રખડીને તું દુઃખી દુઃખી થયો છે ભાઈ! તારા દુઃખની વાત શું કરીએ? એ તો અકથ્ય-અકથ્ય છે.
આ શેઠીઆ બધા આનંદકંદ પ્રભુ આત્માને જાણ્યા વિના હમણાં પણ દુઃખી જ છે. દુઃખી ન હોય તો આનંદનું વેદન હોવું જોઈએ ને? ભાઈ! ચાહે પાંચ-પચાસ કરોડની ધૂળ (સંપત્તિ) મળી હોય, શરીર સુંદર-રૂપાળું હોય, પણ તેને પોતાનાં માને એ માન્યતા જ દુઃખરૂપ છે. પૈસા ક્યાં આત્માની ચીજ છે? તેને આત્મા લઈ પણ ના શકે, દઈ પણ ના શકે; તથાપિ હું કમાઉં ને હું દાન કરું એવી માન્યતા કરે એ દુઃખરૂપ છે ભાઈ! અહીં અત્યારે આ વાત નથી. અહીં તો આ કહે છે કે-જેમ દીવો ઘટ-પટને પ્રકાશવા પોતાનું સ્થાન છોડી ત્યાં જતો નથી, તથા “મને પ્રકાશો” એમ ઘટપટાદિ પદાર્થો દીવાને કહેતા નથી તેમ જ્ઞાનપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા દેહાદિ પદાર્થોને જાણતાં પોતાનું સ્થાન છોડી ત્યાં જતો નથી, તથા “મને જાણો”-એમ તે દેહાદિ પદાર્થો આત્માને કહેતા નથી. બહુ ઝીણી વાત ભાઈ!
અરે ભગવાન! તું જાણનારસ્વરૂપ છો. જાણનાર એવો તું તને જાણે નહિ એ કેવી વાત! આ દેહદેવળમાં પોતે સચ્ચિદાનંદ, જ્ઞાનાનંદ, સહજાનંદસ્વરૂપ પૂર્ણ પ્રભુ બિરાજે છે. અહા! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદથી અંદર ઠસાઠસ ભરેલો છે, છતાં અરે તું પરમાં સુખ માને છે! મૂઢ છો કે શું? ઇન્દ્રિયના વિષયમાં સુખ છે. સુંદર સ્ત્રીના શરીરમાં સુખ છે, પૈસામાં સુખ છે-એમ માની અરે તું કેમ ભિખારીવેડા કરે છે?
પરવસ્તુ તો તેના કારણે આવે છે અને તેના કારણે જાય છે. તું તો પ્રભુ! તેનો જાણનારમાત્ર છો. લોકોમાં કહે છે ને કે-“દાણે દાણે ખાનારનું નામ.” એનો અર્થ શું? એ જ કે જે પરમાણુ આવે છે તે તેના કારણે આવે છે, અને જે નથી આવ્યા તે પણ તેના કારણે જ નથી આવ્યા. ભાઈ! તારાથી તે આવે કે દૂર થાય એમ ત્રણકાળમાં બનવાજોગ નથી. તેથી પોતાનો આનંદ પોતામાં પૂર્ણ ભરેલો હોવાં છતાં પોતાને ભૂલીને કસ્તૂરીમૃગની જેમ તું બહાર ઝાવાં નાખે છે, બહાર સ્ત્રીના શરીરમાં, પૈસામાં વિષયમાં સુખ ગોતે છે એ તારી મૂર્ખતા-પાગલપણું છે.
અહીં કહે છે-દેહદેવળમાં રહેલો, દેહથી ભિન્ન ચૈતન્યદેવ દેહને પ્રકાશતાં પોતાનું સ્વસ્થાન છોડી ત્યાં દેહમાં જતો નથી (દેહરૂપ થતો નથી), જ્ઞાનસ્વરૂપ જ રહે છે. તથા આ દેહ કહેતો નથી કે ‘તું મને પ્રકાશ’; પ્રકાશવું એ તો
PDF/HTML Page 3493 of 4199
single page version
ચૈતન્યનો સ્વભાવ જ છે. અરે! અનંતકાળમાં એણે જડ રત્નોની કિંમત કરી પણ અંદર પૂર્ણ આનંદનું દેવાવાળું ચૈતન્યરત્ન છે તેની કિંમત કરી નહિ, આનંદ ધામ પ્રભુ પોતે છે તેનો મહિમા કર્યો નહિ! અને તેથી તેનું સંસાર પરિભ્રમણ મટયું નહિ.
જેમ દેવદત્ત કોઈ પુરુષ હોય તે યજ્ઞદત્ત નામના બીજા પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, અહીં કહે છે, બહારના શબ્દાદિ પદાર્થો આત્માને તે બાહ્ય પદાર્થોને જાણવાના કામમાં જોડતા નથી કે-“તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંધ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ.”
આ વાણી જડ ધ્વનિ થાય છે ને! ઓહો! તમે બહુ સારા-એમ પ્રશંસાના કે તમે બહુ ખરાબ-એમ નિંદાના જે શબ્દો થાય તે, અહીં કહે છે, એમ કહેતા નથી કે “તું મને સાંભળ.” અહા! એ શબ્દો તો જડ માટી-ધૂળ છે. તે તને (-આત્માને) ક્યાં ઓળખે- જાણે છે કે કહે? તેવી રીતે આ સ્ત્રીના શરીરનું રૂપ તને કહેતું નથી કે તું મને જો. અહા! શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વગેરે બાહ્ય પદાર્થો પરાણે ઉપયોગને જાણવાના કામમાં જોડતા નથી કે તું અમને જાણ. પણ અરે અનંતકાળમાં એણે અંદર નજર નાખી જ નહિ! ઉપયોગને બહાર શબ્દાદિમાં જ જોડી ભમાવ્યા કરે એમાં તને ભારે નુકશાન છે ભાઈ! માટે બહારથી લક્ષ હઠાવી ઉપયોગને અંતર સ્વરૂપમાં વાળ. તેથી તને સમ્યગ્જ્ઞાન થશે, અતીન્દ્રિય આનંદ થશે. હવે અત્યારે તો આ વાત ગુમ થઈ ગઈ છે અને કોરા ક્રિયાકાંડ રહી ગયા છે. પરંતુ અંર્તદ્રષ્ટિ વડે આત્માને જાણ્યા વિના તારી બધી ક્રિયાઓ નિરર્થક છે બાપુ! કહ્યું છે ને કે-
“જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” ઉપયોગને અંદર લઈ જવો છે બસ; બીજું કાંઈ કરવું નથી. સમજાણું કાંઈ...!
પરવસ્તુ ઉપર લક્ષ જાય તો રાગ થાય અને રાગ દુઃખ જ છે ભાઈ! ત્રિલોકનાથ તીર્થંકરદેવ તરફ લક્ષ જાય તે પણ રાગ-શુભરાગ જ છે અને તે દુઃખરૂપ જ છે. એક ચિદાનંદકંદ પ્રભુ આત્મામાં લક્ષ જાય તો નિરાકુળ આનંદની ઉત્પત્તિ થાય છે અને એવા અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તે જ ધર્મ છે, કર્તવ્ય છે. સમજાણું કાંઈ...!
આત્મા અંદર ચૈતન્યલક્ષ્મીનો ભંડાર-અહાહા...! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત વીર્ય, અનંત પ્રકાશ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા-એમ અનંત ગુણ-સ્વભાવોથી ભરેલું ગોદામ છે. અહા! છતાં એ પરમાં શક્તિ શોધવા જાય, પરમાં મારું સુખ છે એમ જાણી શબ્દાદિને જાણવામાં રોકાય તે એની મૂઢતા છે, અજ્ઞાન છે અને તેનું ફળ ચાર ગતિની જેલ છે. અહીં કહે છે-એ શબ્દાદિ
PDF/HTML Page 3494 of 4199
single page version
પદાર્થો કહેતા નથી કે તું અમને જાણ, અને તેને જાણતાં તે શબ્દાદિરૂપ થઈ જતો નથી. બહુ ઝીણી વાત ભાઈ!
હવે કહે છે- ‘વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહિ હોવાથી તેમ જ વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહિ હોવાથી, આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં (પોતાના સ્વરૂપથી જ જાણે છે) તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.
જુઓ, આ સિદ્ધાંત કહ્યો-કે વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી. ભાઈ! આત્માની જ્ઞાનની દશા શબ્દાદિ બાહ્ય પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતી નથી; કેમકે જ્ઞાનનું સ્વનું ભવન-પરિણમન પોતાના ગુણથી ઉત્પન્ન થાય છે, પરથી નહિ. આ શાસ્ત્રથી જ્ઞાન થાય, ભગવાનની વાણીથી જ્ઞાન થાય કે ગુરુના ઉપદેશથી જ્ઞાન થાય એમ વસ્તુસ્વરૂપ નથી. પરદ્રવ્યથી પોતાનું જ્ઞાન ત્રણકાળમાં થાય નહિ. જ્ઞાનાનંદસ્વરૂપ પોતાનો આત્મા છે તેમાં નજર કરવાથી પોતાનાં જ્ઞાન અને આનંદ ઉત્પન્ન થાય છે. આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી, પોતે પોતાથી સમજે તો ગુરુને નિમિત્ત કહીએ. વાસ્તવમાં તો પોતે પોતાનો ગુરુ છે. પોતે પોતાથી સમજે કે-હું કર્મ નહિ, વિકાર નહિ, પુણ્ય નહિ, પાપ નહિ, હું તો અખંડ એક આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ છું- એમ અનુભવ કરે ત્યારે પોતે પોતાનો ગુરુ છે અને ત્યારે પર ગુરુને નિમિત્ત કહેવામાં આવે છે. પર ગુરુ નિમિત્ત છે. બસ.
અહાહા...! વસ્તુ અંદર પોતે જ્ઞાનાનંદસ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે; પણ તેના પર શબ્દાદિ પદાર્થોની એકતાબુદ્ધિનું અનંતકાળથી તાળું માર્યું છે. ભાઈ! એક વાર તું ભેદજ્ઞાનની કુંચી લગાવી દે અને તાળું ખોલી નાખ. હું તો જ્ઞાન છું, શબ્દાદિ નહિ, વિકલ્પ નહિ-એમ કુંચી લગાવી દે. અહાહા...! તારાં અનંત ચૈતન્યનાં નિધાન પ્રગટ- ખુલ્લાં થશે, તને સ્વાનુભવની અતીન્દ્રિય મોજ પ્રગટ થશે. આવો મારગ છે ભાઈ! સંસારથી સાવ જુદો.
અહાહા...! કહે છે-જગતના પર પદાર્થો કહેતા નથી કે મને જાણવામાં તું ઝુકી પડ, અને પોતે પણ પોતાના સ્વરૂપથી ખસીને પર પદાર્થોને જાણવા જતો નથી. અહા! આવી વસ્તુસ્થિતિ છે તોપણ પોતે પોતાને ભૂલીને પરની દયા પાળવામાં તત્પર રહે છે! અરે! જ્યાં વસ્તુ પડી છે ત્યાં દેખતો નથી અને જ્યાં પોતાની ચીજ નથી ત્યાં રોકાઈ ગયો છે; જાણે પરમાંથી પોતાનું જ્ઞાન આવશે, સુખ આવશે-પણ ભાઈ! એ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પદાર્થો વડે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ શકતી નથી કેમકે વસ્તુસ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી.
વળી વસ્તુસ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. શું કીધું? પોતાનું જ્ઞાન પરને
PDF/HTML Page 3495 of 4199
single page version
આત્મા શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે. અહાહા...! તેની જેને અંર્તદ્રષ્ટિ થઈ તેને સ્વનું જ્ઞાન થાય છે, તેમ બાહ્ય પદાર્થોનું પણ જ્ઞાન તેને અડયા વિના જ થાય છે. જ્ઞાનનો આવો જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે જે વડે તે પોતે પોતાને અને પરને સ્વરૂપથી જ જાણે છે. પરપદાર્થ દૂર હોય કે સમીપ હોય, તેને જાણવા માટે તે પદાર્થની સમીપ જવું પડતું નથી, વા તે પદાર્થ સમીપ આવે તો જ આત્મા તેને જાણે, જાણી શકે-એમ નથી. અહા! આવી વાત! આમાં ન્યાય સમજાય છે?
દુનિયાથી મોટો ફેર એટલે લોકો રાડુ પાડે કે-વ્યવહારને નિશ્ચયનું કારણ માનતા નથી.
અરે બાપુ! તને વ્યવહાર કોને કહીએ તેની ખબર નથી. જ્યારે રાગની રુચિ છોડી ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી નિજ વસ્તુનો અનુભવ કરે ત્યારે જે રાગાંશ બાકી રહે તેને વ્યવહાર કહેવામાં આવે છે. ત્યાં વ્યવહારના શુભરાગથી ધર્મ થાય એવી તારી માન્યતા મિથ્યાત્વ છે, કેમકે ધર્મ તો એક વીતરાગભાવ છે. અહાહા...! જેને નિજ ચૈતન્યનું અંદરમાં ભાન થયું તેને હવે સર્વથા રાગ છે જ નહિ એમ માને તે પણ મિથ્યાત્વ છે અને એ રાગથી-વ્યવહારથી નિશ્ચય થાય એમ માને એય મિથ્યાત્વ છે. ધર્મીને વ્યવહાર છે ખરો, પણ તેને તે ઉપાદેય-આશ્રય કરવાયોગ્ય છે એમ નથી. ઉપાદેય તો એક શુદ્ધ ચૈતન્યસ્વભાવી અંતઃતત્ત્વ જ છે. અહા! પોતાની પર્યાયમાં કમજોરી વશ જે રાગ છે તેને તે દુઃખ છે, ઉપાધિ છે એમ જ્ઞાની જાણે છે.
ભાઈ! વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. જો તો ખરો, છહઢાલામાં પં. શ્રી દોલતરામજી શું કહે છે-
એણે અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં, પંચ મહાવ્રત પાળ્યાં, પણ લેશમાત્ર સુખ ન થયું, અર્થાત્ દુઃખ જ થયું. એનો અર્થ શું? એ જ કે પંચમહાવ્રત અને પંચ સમિતિના પાલનનો શુભરાગ દુઃખસ્વરૂપ જ છે. એને આત્માના આનંદનો સ્વાદ આવ્યો નહિ તેથી તે વ્રતાદિના રાગથી દુઃખ જ પામ્યો. આ મુનિવ્રત તે વસ્ત્રસહિત
PDF/HTML Page 3496 of 4199
single page version
નહિ, વસ્ત્રસહિત તો મુનિપણું જ હોઈ શકે નહિ. વસ્ત્રસહિત ચોથું, પાંચમું ગુણસ્થાન હોઈ શકે, મુનિપણું નહિ. મુનિદશા તો નગ્ન દિગંબર દશા હોય છે, અંદરમાં ત્રણ કષાયના અભાવરૂપ રાગથી નગ્ન અને બહારમાં વસ્ત્રથી નગ્ન. અહો! મુનિદશા કોઈ અચિન્ત્ય અલૌકિક ચીજ છે. તથાપિ મુનિદશામાં જે શુભરાગ આવે છે તે દુઃખરૂપ છે, જાણે આગની ભટ્ઠી. ત્યાં જ (છહઢાલામાં જ) કહ્યું છે કે-
રાગ અશુભ હો કે શુભ, તે દુઃખરૂપ છે, અગ્નિની ભટ્ઠી છે; તે આત્માની શાન્તિને બાળી મૂકે છે. માટે શુભરાગથી ધર્મ થાય એ અસંભવ છે. શુભરાગથી ધર્મ થાય એમ માને તો મિથ્યાદ્રષ્ટિ અને ધર્મી-જ્ઞાની પુરુષને સાધકદશામાં રાગ હોતો જ નથી એમ માને તોય મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તેણે વ્યવહારનયને માન્યો નથી. ધર્મી જીવને આગમ અનુસાર યથાસંભવ રાગ-વ્યવહાર અવશ્ય હોય છેે.
અહા! મુનિદશા કોને કહીએ બાપુ! અત્યારે તો સાધુ માટે ચોકા બનાવે, ગૃહસ્થો રસોડાં લઈને સાથે ફરે અને સાધુ માટે રસોઈ બનાવે, પણ એ માર્ગ નથી ભાઈ! વીતરાગના માર્ગમાં દોષયુક્ત (ઉદ્દેેેેશિક) આહાર કહ્યો નથી. દોષયુક્ત આહાર લેનાર અને દેનાર બન્ને મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! સંતોએ તો બે નય દ્વારા ધર્મનું સ્વરૂપ બહુ સ્પષ્ટ સમજાવ્યું છે. અહાહા...! અંતરંગમાં જ્ઞાનાનંદ નિત્યાનંદ પ્રભુ આત્માના આશ્રયથી સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણતિ પ્રગટ થાય તે ધર્મ તે નિશ્ચય, અને એવા ધર્મી પુરુષને પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી બહારમાં જે વ્યવહારના-રાગના વિકલ્પ આવે તેને તે જાણે તે વ્યવહાર. ભાઈ! જ્ઞાનીને બહારમાં રાગ-વ્યવહાર છે ખરો, પણ તે જાણવાલાયક છે, આદરવાલાયક નથી, ધર્મી તેને હેયપણે જાણે જ છે.
અહાહા...! હું જ્ઞાયક છું એવો જેને અંતરમાં અનુભવ થયો છે એવો જ્ઞાની દૂરના પદાર્થને, પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનના સ્વભાવથી, તે પદાર્થને અડયા વિના જાણે જ છે. અહાહા...! તે પોતાના સ્વરૂપમાં રહીને સ્વને જાણે છે તેમ દૂરના કે નજીકના પર પદાર્થને પણ જાણે છે એવો જ્ઞાનનો સ્વપર-પ્રકાશક સ્વભાવ છે.
બીજી રીતે કહીએ તો ગાથા ૧૭-૧૮માં કુંદકુંદાચાર્ય તો એમ કહે છે કે ભલે અજ્ઞાનીની જ્ઞાન પર્યાય હો એમાં આત્મા જણાય છે. અજ્ઞાનીની પર્યાયનો સ્વભાવ પણ સ્વ-પરપ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વજ્ઞાયક ચિદાનંદ ભગવાન પૂરણ જણાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે તો એ પર્યાયમાં એકલું પરને જાણે એવું હોઈ શકે નહિ. એ પર્યાય સ્વને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વભાવ છે, છતાં અજ્ઞાનીની દ્રષ્ટિ એક ઉપર (જ્ઞાયકભાવ ઉપર) જતી નથી. હું એકને (જ્ઞાયકને) જાણું છું એમ
PDF/HTML Page 3497 of 4199
single page version
સમયસાર ગાથા ૧૭-૧૮ની ટીકાનો ત્રીજો પેરેગ્રાફઃ- ‘પરંતુ જ્યારે આવો અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા આબાળગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર (દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.”
ઝીણી વાત છે પ્રભુ! બાળકથી માંડી વૃદ્ધ સૌને એની જ્ઞાનની પર્યાયમાં સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અર્થાત્ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે તે પર્યાયમાં સદાકાળ-એક સમયના વિરહ વિના ત્રિકાળી આનંદનો નાથ જ જણાય છે. છતાં આ પર્યાયમાં આત્મા જણાય છે એમ દ્રષ્ટિ ત્યાં જતી નથી.
ત્રિકાળી જ્ઞાનગુણ એનો જેમ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે તેમ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ પર્યાયનો પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થએલો પ્રાણી તેને જોઈ શકતો નથી એની નજરૂ (નજર) પર્યાય ઉપર ને રાગ ઉપર છે એટલે આ જ્ઞાયકને જાણું છું તે ખોઈ બેસે છે. અનાદિ બંધને-રાગને વશ પડયો રાગને જોવે છે પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જોતો નથી. ભલેને તું ના પાડ હું (મને-જ્ઞાયકને) નથી જાણતો છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હો. ગજબ વાત કરી છે ને?
આત્મામાં અનંતગુણો ભલે હો પરંતુ જાણવું એ એનો મુખ્ય ગુણ છે. અમે છીએ એમ અનંતગુણો જાણતા નથી; જ્ઞાન છે તે પોતાને ને પરને જાણે છે.
એવી રીતે જ્ઞાન પર્યાય સિવાય આનંદ છે, સમ્યગ્દર્શન છે, સમ્યક્-ચારિત્ર છે તે પોતાને જાણતા નથી કારણ કે એમાં જ્ઞાનસ્વભાવ નથી.
જ્ઞાનની પર્યાય પોતાને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પ્રગટ છે તેથી તે જ્ઞાન પર્યાયમાં સદા સૌને ભગવાન આત્મદેવ પ્રકાશે છે. પરંતુ એની દ્રષ્ટિ-બુદ્ધિ એક સમયની પર્યાય અને રાગ ઉપર હોવાથી ભગવાન (જ્ઞાયક આત્મા) જણાય છે એમ માનતો નથી.
તો કહે છે કે જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સ્વ-પર જ્ઞેયને જાણવાની તાકાત છે અને તેથી તે પર્યાય સ્વને-આખા દ્રવ્યને જાણે છે. વર્તમાન પર્યાયમાં દ્રવ્ય આવતું નથી
PDF/HTML Page 3498 of 4199
single page version
પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થયું છે છતાં દ્રષ્ટિમાં રાગને પૂજ્ય દેખીને ત્યાં અટકી ગયો છે. આ જાણવામાં આવે છે એને જાણતો નથી અને પરને જાણું છું એવી મિથ્યાબુદ્ધિ થઈ ગઈ છે. (અર્થાત્) એકલો પરપ્રકાશક છું એવી બુદ્ધિ થઈ ગઈ છે જે મિથ્યા છે.
અહીં સમીપ અને અસમીપ પદાર્થોમાં એકલા પરને જ જાણે છે એમ નથી તેથી આ વાત સાથે લીધી છે.
સ્વ-પરપ્રકાશક સ્વભાવના સામર્થ્યવાળો ભગવાન આત્મા ચૈતન્યબિંબ તે જેની એક સમયની પર્યાયમાં જણાણો છે તેની જ્ઞાનની પર્યાયમાં જેમ આત્મા જણાય છે તેમ દૂર રહેલા પદાર્થો પણ તેને અડયા વિના જણાય છે. સમજાણું કાંઈ....?
અહા! એકવાર તો એમ (અંદરમાં) આવ્યું હતું કે (જાણે) જ્ઞાનની પર્યાય જે છે એક જ વસ્તુ છે. બીજી ચીજ જ નથી. એક (જ્ઞાનની) પર્યાયનું અસ્તિત્વ એ સારા લોકાલોકનું અસ્તિત્વ છે.) એક સમયની જાણવા દેખવાની સ્વ-પરપ્રકાશક પર્યાય એમાં આત્મદ્રવ્ય એના (અનંતા) ગુણો એની ત્રણેકાળની પર્યાયો તથા છ દ્રવ્યોના દ્રવ્ય-ગુણ- પર્યાય બધું એક સમયમાં જણાય છે. આખુ જગત એક સમયમાં જણાય છે છતાં એક સમયની પર્યાયમાં પોતાના દ્રવ્ય ગુણ કે છ દ્રવ્યો આવતા નથી.
અરે પ્રભુ! તું કોણ છો અને તારું સામર્થ્ય શું છે એની તને ખબર નથી. અહા! કેવળજ્ઞાનની એક સમયની પર્યાય પૂરા લોકાલોકને જાણે એવી બહાર પ્રગટ થાય. માટે દ્રવ્ય-ગુણમાં કાંઈ ઓછપ થઈ જાય, ઘટાડો થઈ જાય એમ નથી. દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. દ્રવ્યમાં કાંઈ ઓછું થતું નથી. અહા! આવો અલૌકિક ચૈતન્યચમત્કારમય ભગવાન આત્મા છે. લોકો બહારમાં ચમત્કાર માને પણ એમાં તો ધૂળેય ચમત્કાર નથી. પૂર્ણ પર્યાય પ્રગટ થઈ એ દ્રવ્યમાંથી પ્રગટ થઈ એમ વ્યવહારથી કહેવાય; નિશ્ચયથી દેખો તો પર્યાય, પર્યાયથી થઈ છે, દ્રવ્યથી નહિ. પૂરણ અનંતજ્ઞાનની પર્યાય પ્રગટી તે સર્વ લોકાલોકને જાણતી થકી પ્રગટી છે છતાં દ્રવ્ય-ગુણ તો એવાં ને એવાં ત્રિકાળ એકરૂપ પડયાં છે; તેમાં કોઈ ઉણપ કે અધિકતા થઈ નથી. આમ સર્વ પડખેથી વસ્તુસ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ.
નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનની પર્યાય હતી, તેનો વિકાસ થઈ ને બાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન થાય તે જ્ઞાનનો અનંતગુણો વિકાસ છે; અને કેવળજ્ઞાનની પર્યાય થાય એ તો એથીય અનંતગુણો વિકાસ છે. અહા! આવી જેમાં આખું જગત- સ્વપરનાં દ્રવ્ય-ગુણ અને અનાદિઅનંત પર્યાયો જણાય એવી પૂર્ણ જ્ઞાનની પર્યાય પ્રગટવા છતાં ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં કાંઈ ઓછપ કે ઉણપ કે વિશેષતા થતી નથી. અહા! આવો
PDF/HTML Page 3499 of 4199
single page version
પ્રભુ! સાંભળ તો ખરો કે આ શું કહેવાય છે! કેવળજ્ઞાનની પર્યાય શક્તિમાંથી પ્રગટી તો શક્તિમાં કાંઈ ઓછપ થઈ હશે એમ કોઈને તર્ક ઉઠે તો કહે છે-ના, શક્તિ તો એવી ને એવી પરિપૂર્ણ ત્રિકાળ અંદર ભરી પડી છે. અહા! આવી અલૌકિક વાતો છે. ‘આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે’ -એમ જે કહ્યું છે એમાંથી આ બધી વાત નીકળી છે.
‘આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે તેમ બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ પોતાના સ્વરૂપથી જ જાણે છે.’
આકાશનો અનંત અનંત જોજનમાં વિસ્તાર છે; તેના પ્રદેશોનો ક્યાંય અંત નથી. અહા! આવા અસમીપ પદાર્થને પણ જ્ઞાન પોતાના સ્વરૂપથી જ જાણે છે. જ્ઞાનનો સ્વરૂપથી જ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે, અને પોતાના સ્વ-પરપ્રકાશક સ્વભાવના સામર્થ્યથી તે સ્વને પ્રકાશે છે તે જ કાળે દૂરદૂરના પદાર્થને પણ તેને અડયા વિના જ જાણે છે; વળી તેમ કાળભેદ કર્યા વિના એક સમયમાં ત્રણકાળને તે જાણે છે. આવું અલૌકિક તેનું સામર્થ્ય છે. ભાઈ આ તો અંદર જાગીને જુએ તો સમજાય એવું છે.
જાગીને જોઉં તો જગત દીસે નહિ-એમ આવે છે ને! ભાઈ! જગત છે જ નહિ એમ કેટલાક કહે છે એમ આ વાત નથી. જગત નથી એમ વાત નથી; જગત છે, છ દ્રવ્યમય લોક છે, પણ તેને જાણનારી પોતાની પર્યાયને જોતાં એમાં જગત નથી એમ વાત છે. છ દ્રવ્ય સંબંધીનું જ્ઞાન પોતામાં છે. પણ છ દ્રવ્ય પોતામાં નથી એમ વાત છે. ભાઈ! આ તો કેવળીના પેટની વાતો સંતો પૂરી કહી શકે નહિ, કેવળી પૂરી જાણે.
જુઓ, એકલું અસમીપને જાણે એમ લેવું નથી, પોતાને જાણતાં પરને અસમીપને તેમજ સમીપને-જાણે છે એમ વાત લેવી છે. જ્ઞાનની પર્યાય એકલા પરને જ જાણે એ તો મિથ્યાજ્ઞાન છે. આત્માનો સ્વભાવ તો સ્વ-પરપ્રકાશક છે, તેથી એકલા પરને જાણે અને સ્વને ભૂલી જાય એ તો મિથ્યાજ્ઞાન છે.
અહા! વીતરાગી સંતોની શી બલિહારી છે! કેવળીના કેડાયતીઓએ કેવળજ્ઞાનને ખડું કરી દીધું છે. ભાઈ! આત્મા એકલા પરને જ જાણે એમ વાત નથી, પણ સ્વને જાણતાં, પર દૂર હોવા છતાં પરને જાણે એવો એનો સ્વભાવ છે. દૂર અને નજીક એવો કોઈ ભેદ નથી. દૂરને જાણતાં વાર લાગે, અને સમીપનો તત્કાલ જાણે એમ ભેદ નથી. એક સમયમાં અનંત અનંત દૂરવર્તી (ક્ષેત્રથી કે કાળથી) પદાર્થને, સ્વને જાણતાં જાણી લે છે. અહાહા...! આવી વાત! ભાઈ! અંદરથી પોતાનો મહિમા ભાસ્યા વિના
PDF/HTML Page 3500 of 4199
single page version
બહારનો મહિમા છૂટે નહિ. ભાઈ! બહારની ચીજ છે, પણ તે વ્યવહારે જાણવાલાયક છે, તે આદરણીય નથી, ઉપાદેય નથી, ઉપાદેય ને આદરણીય તો એક ત્રિકાળી ભગવાન આત્મા જ છે.
સ્વને જાણતાં બહારના દૂરના કે નિકટના પદાર્થોને કેવળજ્ઞાન એક સમયમાં જ એકસાથે જાણે છે. સ્વને પહેલાં ને પરને પછી જાણે એમ જાણવામાં કાળભેદ નથી. તે ભલે શ્રુતજ્ઞાનની પર્યાય હો, તે પર્યાય અનંતા સિદ્ધો દૂર છે એને પણ જાણે અને સમીપમાં સમોસરણમાં વિરાજમાન સર્વજ્ઞદેવને પણ જાણે. સ્વને જાણતાં પરને જાણે એવું જ તેનું સ્વરૂપ છે. અહી ‘બાહ્ય પદાર્થોની અસમીપતામાં...’ એમ અસમીપ પદાર્થોની પહેલાં વાત કેમ કરી? કેમકે લોકોને એમ છે કે આકાશાદિ અસમીપને જાણતાં જ્ઞાનને વાર લાગતી હશે; તો તેનું નિરસન કરતાં કહે છે કે પદાર્થ દૂર હો કે સમીપ હો, જ્ઞાનને જાણવામાં કાંઈ ભેદ નથી. જ્ઞાન તો સર્વને એક સાથે પહોંચી વળે છે. અહા! સ્વપરપ્રકાશક જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટી તેના સ્વભાવના સામર્થ્યની શી વાત! એને કોઈ હદ નથી. સમજાણું કાંઈ...!
અહો! સર્વજ્ઞ પરમાત્માએ કહેલી વાત દિગંબર સંતો અહીં કહે છે. કહે છે- જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા અસમીપ કે સમીપ બાહ્યપદાર્થોને પોતાના સ્વરૂપથી જ જાણે છે, તે તે પદાર્થોથી જાણે છે એમ નહિ. ભાઈ! આ તો વીતરાગનો મારગ બાપા! જરા શાંતિથી ને ધીરજથી સમજવા જેવો છે. આત્મા અહીં છે ને આકાશ અનંત અનંત દૂર વિસ્તર્યું છે; તો તે આકાશને જાણે છે તે પોતાના સ્વરૂપથી જ જાણે છે. પોતાના સ્વરૂપમાં રહીને, પરમાં પેઠા વિના, પરને અડયા વિના જ, જ્ઞાન પોતાથી જ આકાશાદિને જાણે છે. પદાર્થ નજીક છે માટે જાણે છે કે દૂર છે માટે જાણે છે એમ છે જ નહિ. એને સ્વરૂપથી જ જાણપણું છે, પદાર્થથી નહિ. લોકાલોક છે માટે કેવળજ્ઞાન એને જાણે છે એમ છે નહિ. જ્ઞાનથી પર્યાય શબ્દાદિ પદાર્થોને તે શબ્દાદિ પદાર્થ સામે છે માટે જાણે છે એમ નથી, એ તો સ્વરૂપથી જ જગતના જ્ઞેયોને જાણે છે. આવી વાત છે.
હવે કહે છે - ‘(એમ) પોતાના સ્વરૂપથી જ જાણતા એવા તેને (આત્માને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.’
શું કીધું? ‘મનોહર કે અમનોહર શબ્દાદિ પદાર્થો’ -અર્થાત્ નિંદાના શબ્દ હો કે પ્રશંસાના, કુરૂપ હો કે સુંદર રૂપ હો, દુર્ગંધ હો કે સુગંધ હો, કડવો રસ હો કે મધુર, કર્કશ સ્પર્શ હો કે સુંવાળો-તે બધા વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા બાહ્ય પદાર્થો જીવને જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી.’ સ્ત્રીના શરીરના સુંદર