Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 174 of 210

 

PDF/HTML Page 3461 of 4199
single page version

પણ પાણી અગ્નિથી ઉનું થતું દેખાય છે ને? અહાહા.....! આચાર્ય કહે છે-અમને પાણી અગ્નિથી ઉનું થતું દેખવામાં આવતું નથી. જો કોઈને એમ દેખાય છે તો તે (અજ્ઞાનથી) અંધ છે. તેને અજ્ઞાનથી જે દેખાય તે યથાર્થ વસ્તુસ્વરૂપ નથી. પાણીની શીત અવસ્થા બદલીને ઉષ્ણ થઈ તે કાળે અગ્નિ નિમિત્ત હો, પણ અગ્નિએ એમાં કાંઈ કર્યું નથી. અગ્નિ તો પાણીના રજકણોને અડીય નથી.

આ ભાષા બોલાય છે ને? અહીં કહે છે-આત્માથી ભાષા બોલાય એમ અમને દેખવામાં આવતું નથી. ભાષાની પર્યાય તો ભાષાના વચનવર્ગણાના પરમાણુથી ઉત્પન્ન થઈ છે. આત્મા ભાષા કરી શકે એ સંભવિત જ નથી, કેમકે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. પરની દયા પાળવી ને દાન કરવું ઈત્યાદિને લોકો ધર્મ માને છે, પણ તે યથાર્થ નથી, કેમકે પરદ્રવ્યનાં પરિણામ આત્મા કરી શકતો નથી. આવી વાત છે. હવે કહે છે--

‘જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી ઉપજે છે.’

જોયું? કહે છે- માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. અહાહા....! પહેલાં કહ્યું કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી; હવે કહે છે-પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આવી જ વસ્તુસ્થિતિ છે ભાઈ! માટે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ. માટી જ, કુંભારના સ્વભાવને સ્પર્શ્યા વિના, પોતાના સ્વભાવથી કુંભભાવે ઉપજે છે. અહાહા.....! માટી જ પોતાના સ્વભાવથી ઘડારૂપે પરિણમે છે. અહાહા....! આ પ્રમાણે માટી જ ઘડાનો કર્તા છે, કુંભાર કદીય નહિ. કુંભાર તો નિમિત્ત હો, પણ તે ઘડાની પર્યાયનો ઉત્પાદક કદીય નથી.

તો કુંભારે ઘડો કર્યો એમ કહેવાય છે ને? હા, કુંભારે ઘડો કર્યો, બાઈએ ભરત ભર્યું ઈત્યાદિ કહેવું એ બધાં નિમિત્ત પ્રધાન કથન છે, વસ્તુસ્વરૂપ એમ નથી. આ મહાસિદ્ધાંત છે ભાઈ! ઘડો થવાની યોગ્યતાના કાળે માટી જ ઘડારૂપે ઉપજી ઘડો ઉત્પન્ન કરે છે. કુંભાર તે વખતે બાહ્ય નિમિત્ત હો, પણ કુંભારથી ઘડો ઉત્પન્ન થાય એમ ત્રણકાળમાં નથી.


PDF/HTML Page 3462 of 4199
single page version

અહાહા....! પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી જ તે તે કાળે તે તે પર્યાયરૂપે પરિણમી જાય છે. એવી જ દ્રવ્યની યોગ્યતા છે, એમાં પરદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી; તે તે પર્યાય પરદ્રવ્યથી ઉપજે એમ ત્રણકાળમાં બનતું નથી. જો પરથી તે તે પર્યાય થાય તો તે દ્રવ્યે પોતે શું કર્યું? દ્રવ્ય છે તેની તે તે કાળે પર્યાય તો હોવી જોઈએ ને? પર્યાય વિનાનું શું દ્રવ્ય હોય છે? નથી હોતું. તો પછી પર્યાયનું કર્તા તે દ્રવ્ય પોતે જ છે, અન્યદ્રવ્ય તો બાહ્ય નિમિત્તમાત્ર છે. અન્યદ્રવ્યથી કાર્ય થયું એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે બસ. સમજાણું કાંઈ....?

અરે! દુનિયા તો અજ્ઞાનમાં પડી છે. તેને આગમની ખબર નથી. આગમનું પ્રયોજન તો આ છે કે-પરથી પોતાનું કાર્ય થાય એમ કદીય બનતું સંભવિત નથી. અહાહા....! પોતે એક જ્ઞાયકભાવમાત્ર જ્ઞાનાનંદ પ્રભુ છે, તે એકના આશ્રયથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે આ આગમ છે. સમ્યગ્દર્શન પ્રગટ થવામાં રાગની- વ્યવહારરત્નત્રયની કે કર્મના ઉપશમાદિની કોઈ અપેક્ષા નથી. સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળે કર્મના ઉપશમાદિ હો, પણ એ તો બાહ્ય નિમિત્તમાત્ર છે. એનાથી સમ્યગ્દર્શન થાય એમ કોઈ માને તો એ તો મૂઢ, મિથ્યાદ્રષ્ટિ છે.

દરેક દ્રવ્યની દરેક પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, તેનો ઉત્પાદક કોઈ બીજો નથી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ્ઞાનની પર્યાય અહીં ઉઘાડરૂપે થઈ છે એમ નથી; કેમકે જ્ઞાનાવરણીય કર્મ તો જડ છે, અને જે ઉઘાડરૂપ ક્ષયોપશમ છે એ તો જ્ઞાનની પર્યાય છે. કર્મથી જ્ઞાનની પર્યાય પ્રગટતી નથી, કેમકે જડ અને ચેતન તત્ત્વ એ બન્નેનો તો પ્રગટ સ્વભાવ જ ભિન્ન ભિન્ન છે. અરે! ધર્મ કરવો છે પણ લોકોને વીતરાગે કહેલા તત્ત્વની ખબર નથી. જ્યાં ત્યાં તેઓ પરને પોતાનો (સમકિત વગેરેનો) ને પોતાને પરનો કર્તા માને છે પણ એ તો એમની મિથ્યા શ્રદ્ધા છે, શલ્ય છે.

અહીં કહે છે-માટી જે પોતાના સ્વભાવથી ઘડારૂપે પરિણમે છે તે કુંભારના સ્વભાવને સ્પર્શતી સુદ્ધાં નથી. શું કીધું? આ માટીની ઘડાની પર્યાય થાય તે કુંભારના હાથને અડતી નથી અને કુંભારનો હાથ ઘડાની પર્યાય થાય તેને અડતો નથી. તેઓ બન્ને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે તેથી તેઓ એક બીજાને સ્પર્શે એમ ત્રણકાળમાં બનતું નથી. એકબીજા વચ્ચે અત્યંત અભાવ છે, માટે માટી પોતે જ કુંભભાવે ઉપજે છે-આ સિદ્ધાંત છે. હવે આવું સત્યાર્થ જ્ઞાન કર્યા વિના ભાઈ! તું ક્રિયાકાંડમાં રચ્યોપચ્યો રહે પણ એ તો બધાં થોથાં છે, સંસાર સિવાય એનું ફળ બીજું કાંઈ નથી. સમજાણું કાંઈ....? હવે કહે છે-

‘એવી રીતે-બધાંય દ્રવ્યો સ્વપરિણામપર્યાયે (અર્થાત્ પોતાના પરિણામભાવરૂપે)


PDF/HTML Page 3463 of 4199
single page version

‘એવી રીતે-બધાંય દ્રવ્યો....’ અહાહા....! જોયું? અનંતા જીવ, અનંતાનંત પુદ્ગલો આદિ બધાંય દ્રવ્યોમાં આ સિદ્ધાંત કહે છે. ઘડાનું તો દ્રષ્ટાંત કહ્યું, હવે પૂછે છે કે- પોતાના પરિણામભાવરૂપે ઉપજે છે તે પ્રત્યેક દ્રવ્ય (બધાય દ્રવ્ય) શું નિમિત્તભૂત બીજા દ્રવ્યના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે? અહાહા....! શું કીધું? કે ભગવાનના જિનબિંબના દર્શન કરવાના ભાવ થયા તે શુભભાવની પર્યાય નિમિત્તભૂત જિનબિંબના સ્વભાવે થઈ છે કે પોતાના સ્વભાવથી થઈ છે? ગજબ વાત છે ભાઈ! તે શુભભાવની પર્યાય પોતાથી (પોતાના સ્વભાવથી) થઈ છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી ઉપજે છે, નિમિત્તભૂત અન્યદ્રવ્યના સ્વભાવથી નહિ. જીવમાં જે રાગદ્વેષના પરિણામ થાય તે પોતાથી થાય છે, નિમિત્તભૂત અન્યદ્રવ્યથી (કર્મથી) નહિ. જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી વસ્તુ ઉપજતી હોય તો તે નિમિત્તભૂત અન્યદ્રવ્યોના આકારે થવી જોઈએ. પણ, કહે છે, એમ તો થતું નથી. કેમ? કેમકે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી.

આ મારો દીકરો, આ મારી સ્ત્રી, આ મારું શરીર અને હું એ બધાંનાં કામ કરું એ વાત રહેવા દે ભાઈ! કેમકે તારી પર્યાય એ સર્વથી ભિન્ન છે, અહાહા....! દરેક દ્રવ્યની વિકારી કે અવિકારી પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, નિમિત્તભૂત અન્ય દ્રવ્યથી નહિ. આ તો મૂળ સિદ્ધાંત છે બાપુ! જો નિમિત્તભૂત અન્યદ્રવ્યથી થાય તો તે અન્યદ્રવ્યના આકારે થઈ જાય. પણ એમ થતું જ નથી. કર્મથી જો જીવને વિકારના પરિણામ થાય તો ચેતનમાં-જીવમાં થતો વિકાર કર્મના આકારરૂપે થવો જોઈએ. પણ એમ થતું જ નથી. સંપ્રદાયમાં એવું માને છે કે ‘કર્મને લઈને વિકાર થાય’ પણ એ માન્યતા યથાર્થ નથી. જીવને જ્ઞાનની હીણી દશા થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહિ; જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો માટે જ્ઞાનની પર્યાય હીણી થઈ એમ નથી. બીજું દ્રવ્ય નિમિત્ત હો, પણ નિમિત્તભૂત દ્રવ્ય આનું કાંઈ કરતું નથી. જ્ઞાનની હીણી અવસ્થા છે તેને જ્ઞાનાવરણીય કર્મ તો અડતુંય નથી.

આ આંખની પાંપણ હલે છે ને? તે પોતાથી હલે છે. આત્માની હલાવી હલે છે એમ છે નહિ. જો આત્માની હલાવી હલે તો પાંપણ આત્મારૂપ થઈ જાય, આત્માનો સ્વભાવ તેમાં આવી જાય; પણ એમ કદી બનતું જ નથી કેમકે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અહો! દિગંબર સંતોએ જાણે કેવળીના પેટમાં


PDF/HTML Page 3464 of 4199
single page version

પેસી ગયા હોય તેમ સ્વાનુભવથી વાત કરી છે. પ્રવચનસારની ગાથા ૧૦૨માં આવે છે કે દરેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય પ્રગટ થાય છે તે તેનો જન્મકાળ છે, જન્મક્ષણ છે; અર્થાત્ તે તે સમયે સહજ જ પોતાથી થાય છે, કોઈ અન્ય નિમિત્તથી નહિ. (જો નિમિત્તથી થાય તો જન્મક્ષણ સિદ્ધ ન થાય).

જુઓ, વીંછીએ ડંખ માર્યો હોય તો ત્યાં એ ડંખના રજકણો શરીરને અડયા જ નથી. શરીરની (વેદના યુક્ત) પર્યાય શરીરથી થાય છે, ને ડંખ ડંખમાં રહે છે. બન્ને સ્વતંત્ર છે બાપુ! આ કાર્મણ અને તેજસ શરીર છે તેને આત્મા અડયો નથી, ને આત્માને તે શરીરો અડયાં નથી. શરીર ભિન્ન ને આત્મા ભિન્ન છે. ભગવાન આત્મા ભિન્ન ને કર્મ ભિન્ન છે. નિશ્ચયથી જ્ઞાયકપ્રભુ આત્મા અને રાગ ભિન્ન છે, કોઈ કોઈને અડયાં જ નથી. આવી વાત છે. અહો! આ તો એકલું અમૃત છે. સમજાણું કાંઈ....?

ભાઈ! આવું યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના મિથ્યાશ્રદ્ધા વશ જીવ ચાર ગતિમાં રખડે છે. ખરેખર તો મિથ્યાશ્રદ્ધાના કારણે એને નિગોદની ગતિ જ છે. જેવી વસ્તુ છે તેવી ન માને, અન્યથા માને તે સત્યાર્થ વસ્તુને આળ આપે છે. કર્મથી વિકાર થાય એમ માનનારે કર્મને આળ આપ્યું અને શુભરાગથી ધર્મ થાય એમ માનનારે ભગવાન ચૈતન્યસ્વભાવ એક આત્માને આળ આપ્યું. એ આળ અર્થાત્ મિથ્યા શલ્યના કારણે જીવ નિગોદમાં ચાલ્યો જાય છે; અહા! બીજા જીવો તેને ‘જીવ’ તરીકે માનવા તૈયાર ન થાય એવી દુર્ગતિ-નિગોદગતિમાં તે ચાલ્યો જાય છે. અહા! પોતાને આળ આપે છે તે જીવ લસણ- ડુંગળીમાં જન્મ લે છે. પોતાનું સ્વરૂપ જેણે માન્યું નહિ તેને કોઈ ‘જીવ’ ન માને એવા સ્થાનમાં જન્મ લે છે. ભાઈ! આ અવસર જાય છે હોં.

લસણની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, અને તે એક શરીરમાં સિદ્ધોની સંખ્યાથી અનંતગુણા નિગોદિયા જીવ છે. તે એક જીવનો શ્વાસ તે અનંત જીવોનો શ્વાસ છે. અહા! તેના તેજસ્, કાર્મણ શરીરમાં અનંતા રજકણો છે. અહીં કહે છે- તે એક રજકણ બીજા રજકણને અડતું નથી, અને તે રજકણો આત્માને અડતા નથી.

જુઓ, એક પરમાણુમાં બેગુણ ચીકાશ છે, બીજા પરમાણુમાં ચારગુણ ચીકાશ છે. તે ચારગુણ ચીકાશવાળા પરમાણુ સાથે બેગુણ ચીકાશવાળો પરમાણુ ભેગો થાય તો તે ચારગુણ ચીકાશવાળો પરિણમી જાય છે. ત્યાં એ કોઈ ઓલા ચારગુણ ચીકાશવાળા પરમાણુને લઈને ચારગુણ ચીકાશવાળો પરિણમી જાય છે એમ નથી, કેમકે બેગુણ ચીકાશવાળો પરમાણુ વાસ્તવમાં તો ચારગુણ ચીકાશવાળા પરમાણુને અડયાંય નથી. વીતરાગનું તત્ત્વ બહુ ઝીણું છે ભાઈ!

એક પરમાણુ છૂટો હોય તેની પર્યાય શુદ્ધ છે, અને તે સૂક્ષ્મ છે. હવે તે


PDF/HTML Page 3465 of 4199
single page version

નિગોદના જીવમાં અક્ષરના અનંતમા ભાગે જ્ઞાનની પર્યાયનો વિકાસ છે; તો તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે હીણી દશા છે કે નહિ?

જુઓ, અહીં ના પાડે છે કે- જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે જ્ઞાનની હીણી દશા થઈ છે એમ નથી, પરંતુ પોતાના કારણે જ્ઞાનની હીણી પર્યાય થઈ છે, કર્મ નિમિત્ત છે, પણ જ્ઞાનમાં એ કાંઈ કરતું નથી. બન્નેના પરિણામ સ્વતંત્ર છે, કોઈ કોઈને અડતાં નથી. જ્ઞાનની હીનાધિક દશા તે, તે તે સમયની તેની યોગ્યતા છે. ભાઈ! આ તો ટૂંકા શબ્દોમાં આચાર્યદેવે સારભૂત ગજબનો સિદ્ધાંત કહ્યો છે.

કવીનાઈનની ગોળી લે એટલે તાવ ઉતરી જાય છે ને? અહીં કહે છે-કવીનાઈનની ગોળીથી તાવ ઉતર્યો નથી, કવીનાઈનની ગોળી નિમિત્ત હો, પણ એનાથી તાવ ઉતર્યો છે એમ માને એ ખોટી વાત છે; કેમકે કવીનાઈનના રજકણો ભિન્ન છે ને શરીરના રજકણો ભિન્ન છે, કોઈ કોઈને અડતા નથી. અને શરીરની તાવની પર્યાય આત્માને અડી નથી. બધું જ ભિન્ન ભિન્ન છે.

અરે! લોકોને તત્ત્વના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી. તેઓ મિથ્યાશ્રદ્ધા ને અજ્ઞાનથી ઉન્મત્ત-પાગલ થઈ ગયા છે. તેઓને મિથ્યાશ્રદ્ધાનો પાવર-મદ ચઢી ગયો છે. બીજાનાં કામ હું કરી શકું છું, દાન દઈ શકું છું, બીજા જીવોને બચાવી શકું છું, શરીરનાં કામ કરી શકું છું ઈત્યાદિ અજ્ઞાનવશ તેઓ માને છે. પણ બાપુ! પર જીવની અવસ્થા એનાથી થાય કે તારા રાગથી થાય? આચાર્યદેવ તો આ ફરમાવે છે કે- એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય એમ અમે દેખતા નથી. અહાહા.....! કહે છે-

દરજી કપડાં સીવે છે-એમ અમે દેખતા નથી,
કુંભાર ઘડો કરે છે-એમ અમે દેખતા નથી,
ચિત્રકાર ચિત્ર આલેખે છે -એમ અમે દેખતા નથી,
સોની દાગીના ઘડે છે-એમ અમે દેખતા નથી,
બાઈ રસોઈ બનાવે છે-એમ અમે દેખતા નથી,
મુનિરાજ છકાયની રક્ષા કરે છે-એમ અમે દેખતા નથી,

તો શું છે? ભગવાન કેવળીએ કેવળજ્ઞાનમાં જગતના સર્વ-અનંતા તત્ત્વો સ્વતંત્ર


PDF/HTML Page 3466 of 4199
single page version

સ્વસહાય જોયાં છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયથી પોતે સ્વતંત્ર જ પરિણમે છે. અહા! દ્રવ્યનાં દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ નિત્ય સ્વસહાય છે, તેની એક સમયની પર્યાય પણ સ્વસહાય છે, સ્વતંત્ર દ્રવ્યના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે, બીજા દ્રવ્યથી નહિ. ભાઈ! આ મહાસિદ્ધાંત આચાર્યદેવે આમાં સિદ્ધ કર્યો છે, અહો! આ સરસ અલૌકિક ગાથા છે; પૂર્વનાં ભાગ્ય હોય તો કાને પડે એવી આ વાત છે. અને આને સમજવા તો મહાપુરુષાર્થ જોઈએ. અહા! પરનો-રાગનો હું અકર્તા છું એમ જ્યાં માન્યતા થઈ ત્યાં હું શુદ્ધ એક જ્ઞાયક માત્ર છું એમ દ્રષ્ટિ થાય છે અને એનું નામ સમ્યગ્દર્શન છે, અને એ આ ગાથાનું તાત્પર્ય છે.

સવંત ૧૯૭૧ ની સાલમાં લાઠીમાં સૌ પ્રથમ આ વાત મૂકી હતી કે-જડકર્મથી વિકાર થાય એ વાત ત્રણકાળમાં સત્ય નથી; વિકાર થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થતો પોતાનો જ અપરાધ છે, પરનું-કર્મનું તેમાં કાંઈ (કારણ) નથી.

ત્યારે એક શેઠ દલીલ બન્યા - મહારાજ! વિકાર થાય તેમાં પ૧ ટકા જીવના અને ૪૯ ટકા કર્મના રાખો. કર્મનું સંપ્રદાયમાં સાંભળેલું બહુ ને!

તેમને કહ્યું કે - એમ બિલકુલ નહિ; દરેક દ્રવ્યની સમયે સમયે થતી પર્યાયમાં સોએ સો ટકા પોતાનું જ કારણ છે, એક દોકડો પણ એમાં પરનો-નિમિત્તનો કારણપણે નથી. દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો સ્વકાળ છે, અને સ્વકાળે તે સ્વયં પોતાથી ઉત્પન્ન થાય છે. પર્યાયની જન્મક્ષણની વાત પ્રવચનસાર ગાથા-૧૦૨ માં આવી છે.

માટીમાં ઘડાની પર્યાય ઉત્પન્ન થવાની જે જન્મક્ષણ છે તે કાળે માટીના સ્વભાવથી ઘડો ઉત્પન્ન થાય છે, કુંભાર ઘડાનો ઉત્પાદક નથી, કુંભારથી ઘડો થતો નથી. આ મકાનનો ઉત્પાદક કડિયો નથી. પદાર્થે-પદાર્થ ભિન્ન છે ભાઈ! દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન છે.

દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ અનંત ગુણ-સ્વભાવનો પિંડ; ક્ષેત્ર એટલે એનો પ્રદેશ-પહોળાઈ; કાળ એટલે વર્તમાન અવસ્થા; ભાવ એટલે ત્રિકાળી શક્તિ. આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં છે, અને પરના દ્રવ્ય- ક્ષેત્ર-કાળ-ભાવમાં નથી. આવું વસ્તુસ્વરૂપ હોવાથી એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થાય એમ બનતું નથી. જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવથી કાર્ય ઉપજતું હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યના આકારે તેના પરિણામ થવા જોઈએ; પરંતુ એમ થતું નથી. આ સિદ્ધાંત છે ભાઈ! પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, અને પરના કાર્ય માટે તદ્ન પાંગળો છે, અકિંચિત્કર છે. સમજાણું કાંઈ....?


PDF/HTML Page 3467 of 4199
single page version

આ મોટર ચાલે છે ને? તે ચાલકથી (ડ્રાઈવરથી), પેટ્રોલથી કે મશીનથી ચાલતી નથી. ભાઈ! દુનિયા સાથે મેળ ન ખાય એવી વાત છે, પણ આ સત્ય વાત છે. ચાલકનો આત્મા જુદો, એના શરીરના રજકણ જુદા, પેટ્રોલના રજકણ જુદા, મશીનના રજકણ જુદા અને મોટરના પરમાણુ જુદા છે. બધું જ જુદું જુદું છે. મોટર ચાલે છે એ તો એના પરમાણુની ક્રિયાવતી શક્તિની તત્કાલીન યોગ્યતાથી ચાલે છે. બીજી ચીજ (ચાલક વગેરે) નિમિત્ત હો, પણ એનાથી મોટર ચાલતી નથી. આવું વસ્તુસ્વરૂપ છે છતાં પરનો પોતાને કર્તા માને વા પરને પોતાનો કર્તા માને એ મૂઢતા છે.

અહા! આત્મા જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે. તેનો આશ્રય કરવાથી એક સમયમાં અનંત ગુણોની અત્યંત પૂર્ણ પર્યાયો પ્રગટ થાય છે. તે પર્યાયો પોતાથી પ્રગટ થાય છે ને એમ ને એમ સાદિ-અનંત કાળ થયા કરશે. તેમાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય તે પોતાથી થાય છે, તેમાં સંઘયણ અને મનુષ્યપણું નિમિત્ત હો, પણ એનાથી કેવળજ્ઞાન થતું નથી. અહા! કેવળજ્ઞાનની પર્યાયો અનંતકાળ સુધી પ્રગટયા કરે છતાં દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું અંદર અનંતગુણરસથી ભરેલું રહે છે. નિગોદની પર્યાયના કાળમાં પણ દ્રવ્ય તો અંદર એવું ને એવું જ ભર્યું પડયું છે. અહા! આવા નિજરસથી- ચૈતન્યરસથી ભરેલા ભગવાન આત્માને ઓળખી તેનો અનુભવ કરવો એનું નામ ધર્મ છે અને તે કરવા જેવું છે; બાકી બધું તો ધૂળધાણી ને વા-પાણી છે.

ભાઈ! આવો ધર્મ પ્રગટ કરવો નથી તો ક્યાં જઈશ બાપુ! ચોરાસીના અવતારમાં રખડતાં રખડતાં માંડ આ અવસર આવ્યો છે. હવે એમાં આ ભગવાનનું કહેલું તત્ત્વ (નિજ અંતઃતત્ત્વ) નહિ, ઓળખે તો કોણ જાણે મરીને ક્યાંય ચાલ્યો જઈશ. બધું જ ફરી જશે, સંયોગ ફરી જશે, ક્ષેત્ર ફરી જશે, ભાવ ફરી જશે, ક્યાંય નરક-નિગોદમાં ચાલ્યો જઈશ. પરના કર્તાપણાના અહંકારનું આવું ફળ છે બાપુ!

આ બોલવારૂપ ભાષાની પર્યાય થાય તે જડની પર્યાય છે, જીવ તેનો કર્તા નથી. જુઓ, ઘણાને પક્ષઘાત થાય ત્યારે બોલવા જાય પણ બોલી શકાતું નથી. કોણ બોલે? એ તો જડની ક્રિયા થવા કાળે એનાથી થાય, તારાથી (-જીવથી) ન થાય. પાસે દસ-વીસ લાખની મૂડી થઈ હોય એટલે હું પૈસા કમાયો એમ અભિમાન કરે છે ને આખી જિંદગી મમતામાં કાઢે, પણ બાપુ! એ તો જિંદગી હારી જવાની વાત છે. ઓચિંતો મરણકાળે પક્ષઘાત થઈ આવે ને છોકરાને કહેવા જાય કે મારી પાછળ બે- પાંચ લાખ શુભમાં વાપરજો- માંડ લવો વળે ત્યાં છોકરો કહે - “ બાપા, અત્યારે પૈસા ન સંભળાય, ધર્મમાં લક્ષ કરો.” ત્યાં તો દેહ છૂટી જાય ને ક્ષણમાં જીવ ક્યાંય દુર્ગતિમાં ચાલ્યો જાય. જુઓ આ સંસાર!


PDF/HTML Page 3468 of 4199
single page version

કોણ બાપ ને કોણ દીકરો? આ તો બધા સ્વાર્થના સંબંધી ભાઈ! નિયમસારમાં આવે છે કે -આ સગાંવહાલાં કોઈ તારા નથી, એ તો બધી ધૂતારાની ટોળી છે. બાપ ગુજરી જાય પછી બૈરાં-છોકરાં રડે છે ને? એ તો પોતાના સ્વાર્થને રડે છે, તારા સારું કોઈ રડતાં નથી હોં; તું દુકાને મજૂરી કરીને રળીને લાવતો તે બધાને ઠીક પડતું, પણ હવે તે સગવડતા ચાલી ગઈ તેથી પોતાના સ્વાર્થ ખાતર રડે છે. બાકી બાપ મરીને ક્યાં ગયો એની કોને પડી છે? (કોઈને કોઈની પડી નથી). (અને કોઈ કોઈનું કરે પણ શું?)

પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી થાય છે; તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી એનું કાંઈ (કાર્ય) થતું નથી, કેમકે અન્યદ્રવ્યના સ્વભાવથી અન્યદ્રવ્યનો ઉત્પાદ જોવામાં આવતો નથી. ભાઈ! જેને આ વાત અંતરમાં બેસી જાય તેને પરાધીનપણું નાશ પામી જાય છે. નિમિત્ત આવે તો મારું કાર્ય થાય એવી નિમિત્તાધીન દ્રષ્ટિ ઉડી જાય છે અને તેને સ્વાધીનતાનો પુરુષાર્થ પ્રગટ થાય છે; અને આ જ કર્તવ્ય છે. સમજાણું કાંઈ....? હવે કહે છે-

‘જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઉપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતા હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઉપજે છે.’

જોયું? પહેલાં કહ્યું કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી; હવે કહે છે-પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આ સિંહનો ફોટો પાડે છે ને? ત્યાં સિંહના જેવો કેમેરાથી ફિલ્મમાં ફોટો પડી જાય છે -તે કાંઈ સિંહને લઈને નથી. ગજબ વાત છે ભાઈ! એ ફોટામાં કાંઈ સિંહ નથી અને ફોટો સિંહને લઈને નથી; કારણ કે દ્રવ્યના પોતાના પરિણામસ્વભાવથી પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. અહા! દરેક આત્મા દરેક પરમાણુની વર્તમાન પર્યાય પોતાના સ્વભાવથી જ થતી જોવામાં આવે છે. વીતરાગનો મારગ બહુ ઝીણો ભાઈ!

આમ હોવાથી, કહે છે, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતા હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો સર્વ દ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહિ. આ રાગદ્વેષના પરિણામ થાય તે પોતાના સ્વભાવથી જ થાય છે, જડ કર્મો તેના ઉત્પાદક છે જ નહિ. જીવના રાગાદિ દોષોનું ઉત્પાદક પરદ્રવ્ય છે એમ છે જ નહિ. ‘અપનેકો આપ ભૂલ કે હેરાન હો ગયા-’ અહા! પોતે પોતાને ભૂલીને હેરાન થયો છે, દુઃખી


PDF/HTML Page 3469 of 4199
single page version

માટે આ નિશ્ચય છે કે સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઉપજે છે. લ્યો, પરિણમનશીલ એવું પ્રત્યેક દ્રવ્ય નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવને સ્પર્શ્યા વિના જ પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઉપજે છે. અહા! જીવને રાગાદિ થાય તે કર્મના ઉદયને અડયા વિના જ પોતાના (પર્યાયના) સ્વભાવથી થાય છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામ ભાવે ઉપજે એવો એનો સ્વભાવ જ છે, એને બીજા કોઈની ગરજ-અપેક્ષા નથી.

‘માટે (આચાર્યદેવ કહે છે કે) જીવને રાગાદિનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા (-માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ.’ અહાહા......! આણે અમને રાગ કરાવ્યો એમ અમે દેખતા-માનતા નથી તો અમે કોના પર કોપ કરીએ? આચાર્ય કહે છે- અમે તો શાંતભાવને-સમતાભાવને જ ભજીએ છીએ. સમજાણું કાંઈ....? પરદ્રવ્ય અમને કાંઈ કરતું જ નથી તો પરદ્રવ્યનું લક્ષ કેમ કરીએ? લ્યો, આવી વાત!

* ગાથા ૩૭૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે.’ અહાહા....! જોયું? આત્માને એટલે આત્માની પર્યાયમાં જે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયવાસના ઈત્યાદિ શુભાશુભ ભાવ ઉપજે છે તે એના પોતાના જ અશુદ્ધ પરિણામ છે-એમ કહે છે. વસ્તુમાં વિકાર નથી, પણ પર્યાયમાં અનાદિથી વિકાર ચાલ્યો આવે છે. છેક ચૌદમા ગુણસ્થાન સુધી પર્યાયમાં અશુદ્ધતા છે. ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ ભાવ છે. તે ઉદયભાવનું અસ્તિત્વ પોતામાં પોતાના કારણે છે, કર્મના કારણે નથી. અનાદિ સંસારથી માંડીને છેક ચૌદમા ગુણસ્થાન સુધી જે વિકૃતભાવ-વિભાવભાવ પર્યાયમાં છે તે બધો પોતાનો જ અપરાધ છે, કર્મને લઈને તે વિકૃતિ છે એમ નથી.

વસ્તુની દ્રષ્ટિથી જુઓ તો વસ્તુ તો સહજ ચેતનાસ્વરૂપ, સહજાનંદસ્વરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ છે, તે કદીય રાગમય થઈ નથી. અહાહા...! યોગનું કંપન છે તે-રૂપે વસ્તુ કદીય થઈ નથી. પરંતુ તેની વર્તમાન પર્યાયમાં રાગાદિક અશુદ્ધતા છે. જેટલો રાગ છે અને યોગનું કંપન છે તે બધોય પોતાની પર્યાયનો અપરાધ છે, જડ કર્મનું તેમાં કાંઈ નથી. જડકર્મ-પર દ્રવ્ય તેને શું કરે?


PDF/HTML Page 3470 of 4199
single page version

કેવળજ્ઞાન થતાં ચાર ઘાતિ કર્મનો ક્ષય થયો અને ચાર અઘાતિ કર્મ બાકી રહ્યાં. તો અઘાતિ કર્મના ઉદયના કારણે ભગવાન કેવળી ત્યાં રહ્યા છે એમ નથી. તેઓ તો પોતાની કંપનની દશાની યોગ્યતાના કારણે રહ્યા છે; એટલી (કંપનની) વિરુદ્ધતા છે ને? માટે રહ્યા છે, કર્મને કારણે નહિ. કેવળી ભગવાનને અસિદ્ધત્વ ભાવ છે, સિદ્ધત્વ નથી તે પોતાની પર્યાયની યોગ્યતાથી જ છે, કર્મનું એમાં કાંઈ કારણ નથી. આવી વાત! સમજાણું કાંઈ....? જીવને શુભાશુભ ભાવ થાય તે જીવના પોતાના જ પરિણામ છે.

‘નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે.’

‘નિશ્ચયનયથી વિચારવામાં આવે તો....’-આ નિશ્ચયનય એટલે વર્તમાન પર્યાય જીવની છે એને અહીં નિશ્ચયનય કહ્યો છે. શુદ્ધનિશ્ચયનયની અહીં વાત નથી. શુદ્ધનિશ્ચયનયથી તો દ્રવ્યમાં રાગાદિક ઉદયભાવ છે જ નહિ, સંસાર છે જ નહિ. અહીં તો દ્રવ્યની પર્યાય તે નિશ્ચય અને કર્મ છે તે વ્યવહાર. પર્યાયની યોગ્યતા તે નિશ્ચય અને કર્મનું નિમિત્ત છે તે વ્યવહાર એમ વાત છે. દ્રવ્ય તે નિશ્ચય ને પર્યાય તે વ્યવહાર એ વાત અત્યારે અહીં નથી.

પર્યાયની ઉત્પત્તિ તે એના (દ્રવ્યના) સત્ત્વમાં છે એમ વાત છે. જીવની પર્યાયમાં વર્તમાન રાગાદિકનું અસ્તિત્વ છે એ રીતે વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી એમ કહે છે. કર્મનો ઉદય જીવને પુણ્ય-પાપ આદિ ભાવ કરાવે છે એમ ત્રણકાળમાં નથી. ભાઈ! જેને હજુ પર્યાયની સ્વતંત્રતાની વાત બેસતી નથી તેને દ્રવ્યની સ્વતંત્રતાની દ્રષ્ટિ થઈ શકે નહિ. અહાહા.....! વિકારના પરિણામ જે વર્તમાનમાં છે તે મારાથી, મારામાં, મારા માટે, મારા આધારે છે એમ પર્યાયના ષટ્કારકની સ્વતંત્રતાનું જેને ભાન નથી તેને અંદર વસ્તુ સ્વસહાય સ્વતંત્ર છે એમ બેસી શકે નહિ, અર્થાત્ તેને વસ્તુનો સ્વનો આશ્રય થઈ શકે નહિ.

ભાઈ! કર્તા, કર્મ આદિ ષટ્કારક વિકારના વિકારી પર્યાયમાં છે. વસ્તુમાં જો વિકાર હોય તો તે કદી છૂટે નહિ, અને પર્યાયમાં જો વિકાર ન હોય તો આનંદ હોવો જોઈએ. શું કીધું? આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે-તેની પર્યાયમાં જો વિકાર ન હોય તો તેના સ્થાનમાં આનંદનો સ્વાદ આવવો જોઈએ; પરંતુ આનંદના સ્વાદનો અભાવ છે, માટે ત્યાં પર્યાયમાં વિકારી ભાવનો સદ્ભાવ છે એમ સિદ્ધ થાય છે. સમકિતીને પણ પૂર્ણ આનંદનો અનુભવ નથી, જેટલી અધુરપ (અધૂરાશ) છે તેટલો રાગ છે ને તેટલું દુઃખનું વેદન પણ છે.

આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ અનાદિથી છે. તેમ તેની પર્યાયમાં અશુદ્ધતા પણ


PDF/HTML Page 3471 of 4199
single page version

એક દ્રવ્યને બીજું દ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. માટે કહે છે- ‘જેઓ એમ માને છે -એવો એકાંત કરે છે-કે “પરદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે,” તેઓ નયવિભાગને સમજ્યા નથી, મિથ્યાદ્રષ્ટિ છે.’

અહા! જેઓ પરદ્રવ્ય જ મને વિકાર કરાવે છે એવો એકાન્ત કરે છે તેઓ, કહે છે, મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે તેઓ નયવિભાગને સમજ્યા નથી. પર્યાયમાં વિકાર પોતાથી થાય છે તે નિશ્ચય અને કર્મના નિમિત્તથી થાય છે એમ કહીએ તે વ્યવહાર-એમ નયવિભાગને સમજ્યા નથી તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ....? હવે કહે છે-

‘એ રાગાદિક જીવના સત્ત્વમાં ઉપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે.’

અહા! ગૃહસ્થપણે રહીને પંડિત શ્રી જયચંદજીએ કેવી સ્પષ્ટતા કરી છે? કહે છે- રાગાદિક ભાવ જીવની પર્યાયના સત્ત્વમાં ઉપજે છે, પરમાં ઉપજે છે એમ નહિ. આત્માના દ્રવ્ય-ગુણમાં વિકાર નથી, પણ પર્યાયમાં વિકાર છે. આકાશના ફૂલની જેમ વિકાર પર્યાયમાં છે જ નહિ એમ વાત નથી તથા તે પરમાં થાય છે એમ પણ નથી. વેદાંતી માને છે કે ‘જગત મિથ્યા’ -એવી આ વાત નથી. મલિનતા પર્યાયમાં છે, એ કાંઈ ભ્રમ નથી. પર્યાયમાં વિકાર પોતાથી ઉપજે છે, ને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. ભાઈ! નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ નિમિત્તના લક્ષે પર્યાયમાં વિકાર ઉપજે છે. સમજાણું કાંઈ?

દ્રવ્ય-ગુણ જેમ ત્રિકાળી સત્ છે તેમ પર્યાય દ્રવ્યનું વર્તમાન સત્ છે. તે પર્યાયના સત્ત્વમાં રાગાદિક ઉપજે છે, અને કર્મ-બીજી ચીજ તો નિમિત્તમાત્ર છે. નિમિત્તમાત્ર એટલે માત્ર હાજરીરૂપ, એનાથી (વિકાર) થાય એમ નહિ. હવે આવો


PDF/HTML Page 3472 of 4199
single page version

નિર્ણય કરવાની આ વાણીઆઓને ક્યાં ફુરસદ છે? પણ બાપુ! જીવન જાય છે હોં. (એમ કે આનો નિર્ણય ન કર્યો તો જીવન એળે જશે). અહા! જેને સત્યાર્થ નિર્ણય થયો છે એવો જ્ઞાની એમ જાણે છે કે આ રાગ છે તે મારી પર્યાયનું સત્ત્વ છે, અન્યદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે. લ્યો, આવી વાત!

ભગવાન કેવળીને પૂર્ણ સુખ છે, મિથ્યાદ્રષ્ટિને પૂર્ણ દુઃખ છે, એકલું દુઃખ છે, ને સાધકને કાંઈક સુખ ને કાંઈક દુઃખ છે. જેટલી સ્વરૂપના આશ્રયે શુદ્ધતા-નિર્મળતા પ્રગટી તેટલું તેને આનંદનું વેદન છે અને જેટલો પર્યાયમાં રાગ છે તેટલું દુઃખનું વેદન છે. લ્યો, આમ યથાર્થ માનવું તે સમ્યગ્જ્ઞાન છે.

‘માટે આચાર્ય મહારાજ કહે છે કે-અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઉપજવું તે પોતાનો જ અપરાધ છે.’

જુઓ, જ્યારે દ્રષ્ટિ સાથેના જ્ઞાનની વાત ચાલતી હોય ત્યારે રાગ અને દુઃખનો સ્વામી આત્મા નથી, એ તો એનો જાણનાર-દેખનાર છે એમ કહેવાય. શ્રદ્ધાની અપેક્ષાએ રાગને હેય કહેવાય, ને ચારિત્રની અપેક્ષા રાગનું વેદન છે તે દુઃખનું વેદન છે અને તે પર્યાયનું સત્ત્વ છે. આમ સમ્યગ્જ્ઞાની બરાબર જાણે છે. માટે આચાર્યદેવ કહે છે કે-અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્યદ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષ ઉપજે છે તે પોતાનો જ અપરાધ છે. અન્યદ્રવ્ય તો રાગદ્વેષ ઉપજાવતું નથી તો પછી અન્યદ્રવ્ય પર કોપ કરવાનું શું પ્રયોજન છે?

*

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૨૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इह’ આ આત્મામાં ‘यत राग–द्वेष–दोष–प्रसूतिः’ જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે ‘तत्र परेषां कतरत् अपि दूषणं नास्ति’ ત્યાં પરદ્રવ્યનો કાંઈપણ દોષ નથી, ‘तत्र स्वयम् अपराधी अयम् अबोधः सर्पति’ ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે; - ‘विदिता भवतु’ એ પ્રમાણે વિદિત થાઓ, અને ‘अबोधः अस्तं यातु’ અજ્ઞાન અસ્ત થઈ જાઓ; ‘बोधः अस्मि’ હું તો જ્ઞાન છું.

અહીં પર્યાયની વાત છે. આત્માની પર્યાયમાં રાગદ્વેષરૂપ દોષની પ્રસૂતિ થાય છે તે, કહે છે, પર્યાયનો પોતાનો અપરાધ છે; તેમાં પરદ્રવ્યનો જરાય અપરાધ નથી.

તો સમકિતી જ્ઞાનીને રાગ થાય છે તે કર્મની બળજોરી છે એમ શાસ્ત્રમાં આવે છે ને?


PDF/HTML Page 3473 of 4199
single page version

હા, આવે છે; પણ એ તો નિમિત્તનું (નિમિત્તની મુખ્યતાથી) કથન છે. જ્ઞાનીને રાગની રુચિ નથી તેથી તેને રાગ થાય છે તે કર્મની બળજોરીથી છે એમ નિમિત્તની મુખ્યતાથી કહીએ છીએ; પરંતુ થાય છે તો પોતાના અપરાધથી જ, કર્મ કાંઈ રાગાદિ કરાવી દેતું નથી. કર્મ શું કરે? કર્મ-નિમિત્ત તો પર છે, એ તો વિકારને અડતાંય નથી. ત્રીજી ગાથામાં (ટીકામાં) આવ્યું છે કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, તોપણ તેઓ પરસ્પર એકબીજાને ચુંબતા- સ્પર્શતા નથી. ભાઈ! ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે. સમજાણું કાંઈ....!

આત્માની પર્યાયમાં પુણ્ય ને પાપના ભાવ થાય તે બધા દોષો છે. તે દોષોની ઉત્પત્તિ થાય તેમાં પરદ્રવ્યનો કાંઈ પણ અપરાધ નથી. જૈનમાં અત્યારે લાકડું ગરી ગયું છે ને? કર્મને લઈને જીવને વિકાર થાય છે. -એમ જૈનમાં માનવા લાગ્યા છે. અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને અને આ જૈનો જડ કર્મને રાગદ્વેષનો કર્તા માને-બેમાં શું ફેર? કાંઈ જ નહિ; બન્ને મિથ્યાદ્રષ્ટિ છે. કર્મથી વિકાર થાય એમ માને એ તો એનું મિથ્યા શલ્ય છે. અહીં તો આ સ્પષ્ટ કહે છે કે तत्र-ત્યાં ‘परेषां कतरत् अपि दूषणं नास्ति’ પરદ્રવ્યનો કાંઈપણ દોષ નથી; ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે.

આચાર્ય કહે છે- આ અજ્ઞાન અસ્ત થઈ જાઓ; હું તો જ્ઞાન છું. આચાર્યદેવે ત્રીજા કળશમાં પણ કહ્યું છે કે-મારી પરિણતિ રાગાદિ દોષોથી કલ્માષિત -મેલી છે તે મલિનતાનો નાશ થાઓ; હું તો દ્રવ્યરૂપથી શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું. અહીં પણ કહે છે- અજ્ઞાન અસ્ત થઈ જાઓ, હું તો જ્ઞાન છું. અહાહા....! ચૈતન્યપ્રકાશનો પુંજ હું પ્રભુ છું; એના આશ્રયે પર્યાયમાંથી વિકારનો નાશ થાઓ, ને નિરાકુલ આનંદ પ્રગટ થાઓ. આવી વાત છે. હું તો જ્ઞાન છું એમ કહીને દ્રવ્યદ્રષ્ટિ વડે અજ્ઞાનનો નાશ થાઓ એમ આચાર્યદેવની પ્રેરણા છે.

* કળશ ૨૨૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે- “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું.” એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે -રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનનો નાશ કરો, સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો.’

અહા! જીવને જેટલા રાગદ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે તે અજ્ઞાન છે. એટલે શું? એટલે કે તે રાગદ્વેષાદિ ભાવોમાં ભગવાન જ્ઞાનસ્વરૂપનો શુદ્ધ ચૈતન્યનો અંશ


PDF/HTML Page 3474 of 4199
single page version

નથી. રાગદ્વેષાદિ ભાવોને અજ્ઞાન કહ્યા, જડ કહ્યા, અજીવ કહ્યા કેમકે તે ભાવોમાં જ્ઞાનસ્વરૂપનો અભાવ છે, તેમાં ચેતનનો કોઈ અંશ નથી. તે રાગદ્વેષની ઉત્પત્તિ, કહે છે, અજ્ઞાનથી થાય છે. અજ્ઞાનથી થતા તે જીવના જ પરિણામ છે. માટે તે અજ્ઞાનનો નાશ કરો, સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો. અહાહા...! આનંદનો નાથ પ્રભુ હું શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છું એમ અનુભવ કરો. પરદ્રવ્યને રાગાદિ દોષો ઉપજાવનારા માનીને તેના પર કોપ ન કરો. લ્યો, આવો ઉપદેશ છે.

*

હવે આ જ અર્થ દ્રઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છેઃ -

* કળશ ૨૨૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘ये तु राग–जन्मनि परद्रव्यम् एव निमित्ततां कलयन्ति’ જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી,) ‘ते शुद्ध–बोध–विधुर–अन्ध–बुद्धयः’ તેઓ જેમની બુદ્ધિ શુદ્ધ જ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા) – ‘मोहवाहिनीं न हि उत्तरन्ति’ મોહનદીને ઊતરી શકતા નથી.

અહા! પર્યાયમાં જે અસંખ્યાત પ્રકારે રાગ થાય તેમાં જેઓ પરદ્રવ્યનું જ કારણપણું માને છે તેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનથી રહિત અંધ છે, અને તેઓ મોહનદીને પાર ઉતરી શકતા નથી. અહીં રાગ શબ્દે રાગ અને દ્વેષ બન્ને લેવા. રાગ અર્થાત્ માયા અને લોભ અને દ્વેષ અર્થાત્ ક્રોધ અને માન -એમ રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિ ભાવની પર્યાયમાં ઉત્પત્તિ થાય એમાં પરદ્રવ્યનું જ જેઓ નિમિત્તપણું- કારણપણું માને છે તેઓ અજ્ઞાની છે, દીર્ઘસંસારી છે. રાગ આત્માનો સ્વભાવ નથી માટે પરના કારણે જીવને રાગ થાય છે એમ માને તે શુદ્ધજ્ઞાનથી રહિત અંધ છે અને તે સંસાર પાર કરી શકતો નથી. રાગ પરપદાર્થના લક્ષે થાય છે એ ખરું, પણ પર પદાર્થ કાંઈ રાગનું સત્યાર્થ કારણ નથી. એ તો પર્યાય પરદ્રવ્યનું લક્ષ કરે છે તેથી ત્યાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ...!

આત્મજ્ઞાની સંત-મુનિવરને ત્રણ કષાયનો અભાવ છે, એક સંજ્વલન કષાય બાકી છે. અહા! તે રાગ કર્મથી થાય છે એમ કોઈ માને તો તે અજ્ઞાની છે. ભાઈ! અસંખ્ય પ્રકારે જે શુભાશુભ ભાવ થાય તેને કર્મ કરે છે એમ માને તે અજ્ઞાની છે અને તે મોહનદીને પાર કરી શકતો નથી અર્થાત્ સંસારમાં જ ચિરકાળ રખડી મરે છે. દર્શનમોહનીય કર્મના નિમિત્તથી મિથ્યાત્વ થાય, ચારિત્રમોહનીયના ઉદય નિમિત્તે જીવને


PDF/HTML Page 3475 of 4199
single page version

બીજી વાતઃ સમકિતી ધર્મી પુરુષ એમ જાણે છે કે-હું તો શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છું, વિકાર મારું સ્વરૂપ નહિ, વિકાર મારું કર્તવ્ય નહિ ને વિકાર મારું વ્યાપ્ય નહિ.

તો ધર્મી પુરુષને જે વિકાર થાય તેમાં જડ કર્મ વ્યાપક અને વિકાર એનું વ્યાપ્ય એમ કર્તા-કર્મ અધિકારમાં આવ્યું છે ને?

હા, આવ્યું છે. પણ એ તો ત્યાં સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ વાત છે. વિકાર કર્મથી થાય છે એમ એનો અર્થ નથી. રાગદ્વેષાદિ વિકાર કર્મથી-પરદ્રવ્યથી થાય એમ માને એને તો મૂઢ અજ્ઞાની અહીં કહ્યો છે. ત્યાં તો એમ કહેવું છે કે જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થયો તે ધર્મી પુરુષની નિર્મળ દશામાં ચૈતન્યસ્વભાવ વ્યાપક અને તે નિર્મળ દશા એનું વ્યાપ્ય છે. તેથી તે સ્વભાવદ્રષ્ટિવંત પુરુષને પર્યાયમાં રાગ થાય તે અપરાધને બાહ્ય ગણીને કર્મ વ્યાપક અને રાગ એનું વ્યાપ્ય-એમ ત્યાં કહ્યું છે. એ તો રાગ સ્વભાવની ચીજ નથી અને તે કાઢી નાખવાની ચીજ છે એ અપેક્ષાએ સમયસાર ગાથા ૭પ, ૭૬, ૭૭, ૭૮ માં એમ કહ્યું છે. બાકી રાગ થાય છે તે અજ્ઞાનથી થતો પોતાનો જ અપરાધ છે, કર્મ કાંઈ તેનું કારણ નથી; કર્મ તો નિમિત્તમાત્ર છે. માટે રાગ જડ કર્મથી થાય છે એમ ત્યાં અર્થ નથી-એમ યથાર્થ સમજવું.

સમયસાર ગાથા ૪૦૪ ની ટીકામાં કહ્યું છેઃ “ આ પ્રમાણે (જ્ઞાન જીવથી અભિન્ન) હોવાથી, જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવજ્યા (દીક્ષા, નિશ્ચય ચારિત્ર) છે-એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચય-સાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો).”

જુઓ, અહીં કહ્યું કે જ્ઞાન જ અર્થાત્ આત્મા જ પુણ્ય-પાપ છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થાય એ વાત અત્યારે નથી. અહીં તો જ્ઞાની અર્થાત્ આત્મા-તેની પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે આત્મા જ છે, તે ભાવ આત્માના જ છે, નિમિત્તના જડ કર્મના નથી એમ કહેવું છે. આત્મામાં રાગદ્વેષાદિ વિકાર થાય છે તે આત્માના જ પરિણામ છે એમ અહીં સિદ્ધ કરવું છે.

જ્ઞાનીને જે વ્યવહાર-આચરણરૂપ શુભભાવ થાય તે રાગ છે, દુઃખ છે; તે ભાવ આત્માથી પોતાથી થાય છે, પરથી નહિ, નિમિત્તથી-કર્મથી નહિ. ચોથા પાંચમા ગુણ-


PDF/HTML Page 3476 of 4199
single page version

સ્થાનમાં આર્ત્ત-રૌદ્રધ્યાનના પરિણામ પણ થાય છે. રુચિ નથી, છતાં થાય છે. એ ભાવ પાપ છે, પણ તે થાય છે અને આત્માની પર્યાયમાં જ થાય છે. તે થાય છે પોતાના કારણે, કર્મના કારણે નહિ, કર્મથી નહિ. સમજાણું કાંઈ.....?

તો સમ્યગ્દ્રષ્ટિને-ધર્મીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વિકારભાવ હોતો નથી એમ કહ્યું છે ને?

હા, કહ્યું છે; પણ એ તો ભાઈ! સ્વભાવની દ્રષ્ટિમાં વિકારને ગૌણ કરીને વાત કરી છે.

એમ તો સમયસાર ગાથા ૧૧ માં ન આવ્યું કે વ્યવહાર અભૂતાર્થ છે, અર્થાત્ પર્યાયમાત્ર અભૂતાર્થ છે, એક શુદ્ધ આત્મા ચૈતન્યઘન પ્રભુ ભૂતાર્થ છે. ત્યાં તો પ્રમત્ત- અપ્રમત્ત, મોક્ષમાર્ગ અને કેવળજ્ઞાન સહિતની સર્વ પર્યાયોને અભૂતાર્થ કહી, અસત્યાર્થ કહી. પણ કઈ અપેક્ષાએ? ગૌણ કરીને તેને અભૂતાર્થ, અવિદ્યમાન અને અસત્ય-જૂઠી કહી છે. દ્રવ્ય ત્રિકાળી છે તેને મુખ્ય કરીને, તેને નિશ્ચય કહીને તેનો જ આશ્રય કરાવવાના પ્રયોજનથી પર્યાયમાત્રને ગૌણ કરી, વ્યવહાર કહીને અભૂતાર્થ કહી છે.

રાગદ્વેષ છોડાવવા માટે તેઓ સ્વભાવમાં નથી એમ કહ્યું, પણ તેઓ પર્યાયમાં નથી એમ ક્યાં વાત છે? ધર્માત્મા પણ જેટલો આત્માનો આશ્રય લે તેટલો તેને રાગ અને દુઃખ નથી, પરંતુ સર્વથા દુઃખનો અભાવ એને ક્યાં થયો છે? સર્વથા દુઃખનો અભાવ તો તેરમા ગુણસ્થાને થાય છે. દસમા ગુણસ્થાનમાં પણ હજુ અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ છે અને એટલું દુઃખ છે. ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને રાગ છે, અને રાગ છે તો દુઃખ છે. બારમા ગુણસ્થાનમાં બિલકુલ રાગ નથી, રાગ નથી એટલે દુઃખ નથી, એકલું સુખ છે. તેરમા ગુણસ્થાને અનંત સુખ છે. આવી વાત! અહીં તો એમ વાત છે કે જ્ઞાનીને પણ પર્યાયમાં રાગ હોય છે, અને તે પોતાથી જ હોય છે, કર્મના કારણે નહિ, અહીં કહ્યું ને કે-

રાગદ્વેષની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ કારણપણું માને છે, પોતાનું કાંઈ કારણ માનતા નથી તેઓ ‘शुद्ध–बोध–विधुर–अन्ध–बुद्धयः’ શુદ્ધજ્ઞાનથી રહિત અન્ધ છે બુદ્ધિ જેમની એવા મોહનદીને ઉતરી શકતા નથી. અહાહા....! જેમ સ્ત્રીને પતિ મરી જાય તો તે વિધવા કહેવાય, ને પુરુષને પત્ની મરી જાય તો વિધુર કહેવાય છે. તેમ વિકાર કર્મથી જ થાય એમ જે માને છે તે, કહે છે, વિધુર છે, બોધ-વિધુર છે. અહા! વિકારની દશા પરદ્રવ્યથી જ થવી માને તે વિધુર થઈ ગયો છે, તે સમ્યગ્દર્શનની પર્યાયથી રંડાઈ ગયો છે; અર્થાત્ તે શુદ્ધજ્ઞાનથી રહિત આંધળો છે; તે સંસારને પાર કરી શકતો નથી.

કળશટીકામાં એમ લીધું છે કે-“એવો મિથ્યાદ્રષ્ટિ જીવરાશિ મોહ-રાગ-દ્વેષ


PDF/HTML Page 3477 of 4199
single page version

રૂપ અશુદ્ધ પરિણતિ એવી જે શત્રુની સેના તેને મટાડી શકતો નથી. કેવા છે તે મિથ્યાદ્રષ્ટિ જીવો? ‘शुद्धबोधविधुरान्यबुद्धयः’ સકળ ઉપાધિથી રહિત જીવવસ્તુના પ્રત્યક્ષ અનુભવથી રહિત હોવાથી સમ્યક્ત્વથી શૂન્ય છે જ્ઞાનસર્વસ્વ જેમનું, એવા છે.

તેમનો અપરાધ શો? ઉત્તરઃ– અપરાધ આવો છે; તે જ કહે છેઃ જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ એવા છે - ‘રાગ-દ્વેષ-મોહ અશુદ્ધ પરિણતિરૂપ પરિણમતા જીવદ્રવ્યના વિષયમાં આઠ કર્મ, શરીર આદિ નોકર્મ તથા બાહ્ય ભોગસામગ્રીરૂપ પુદ્ગલ-દ્રવ્યનું નિમિત્ત પામીને જીવ રાગાદિ અશુદ્ધરૂપ પરિણમે છે’ -એવી શ્રદ્ધા કરે છે જે કોઈ જીવરાશિ તે મિથ્યાદ્રષ્ટિ છે, અનંત સંસારી છે, જેથી એવો વિચાર છે કે સંસારી જીવને રાગાદિ અશુદ્ધ પરિણમનશક્તિ નથી, પુદ્ગલકર્મ બલાત્કારે જ પરિણમાવે છે. જો એમ છે તો પુદ્ગલકર્મ તો સર્વકાળ વિદ્યમાન જ છે, જીવને શુદ્ધ પરિણમનનો અવસર ક્યો? અર્થાત્ કોઈ અવસર નહિ.”

અહા! શુદ્ધનયનો વિષય પોતે નિર્મળાનંદનો નાથ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે એનું જેને ભાન નથી તે અજ્ઞાની જીવ પર્યાયમાં દુઃખ છે તે કર્મને લઈને જ છે એમ માને છે; પોતાના જ અપરાધથી રાગ-દ્વેષાદિ પર્યાયમાં થાય છે એમ તે માનતો નથી. અહા! આવો શુદ્ધ જ્ઞાનથી રહિત અંધબુદ્ધિ જીવ મોહનદીને પાર કરી શકતો નથી, અર્થાત્ સંસાર-સમુદ્રમાં અનંતકાળ ગોથા ખાયા કરે છે.

* કળશ ૨૨૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી.’

અહાહા....! અબદ્ધસ્પૃષ્ટ ચિદાનંદઘન પ્રભુ અંદર છે તે સમ્યગ્દર્શનનો વિષય છે અને તે શુદ્ધનયનો વિષય છે. નિયમસારમાં સંત-મુનિવર પદ્મપ્રભમલધારિદેવ કહે છે- પૂર્ણાનંદનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ-તેને અનુભવવો તે અમારો વિષય છે. જ્ઞાન છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાને જાણે, પણ દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ, એક, ધ્રુવ નિર્વિકલ્પ વસ્તુ છે, જેમાં પર્યાયનો પણ અભાવ છે. શું કીધું? જે પર્યાય ધ્રુવને વિષય કરે છે તે પર્યાયનો ધ્રુવમાં-ત્રિકાળી પ્રભુમાં અભાવ છે. બહુ ઝીણી વાત પ્રભુ! નિયમસારના કળશ ૨૦૦ માં મુનિવર કહે છે-

“કોઈ એવી (-પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફુરતી,


PDF/HTML Page 3478 of 4199
single page version

સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી.”

જુઓ, સહજ શુદ્ધ આત્મસંપદા એ મુનિવરોનો વિષય છે. જ્યારે અજ્ઞાનીઓનો વિષય રાગ-દ્વેષ ને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ છે.

શુદ્ધનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો-તે ચૈતન્યચમત્કાર પ્રભુ, નિત્ય, અભેદ, એક જેને સમયસાર ગાથા ૧૧ માં ભૂતાર્થ કહી તે શુદ્ધ આત્મવસ્તુ છે. અહા! દ્રષ્ટિનો વિષય જેમાં રાગ નહિ, ભેદ નહિ, નિમિત્ત નહિ, અપૂર્ણતા નહિ અને એક સમયની પર્યાય પણ નહિ એવી ધ્રુવ નિત્યાનંદ ચિદાનંદમય વસ્તુ છે. અહાહા...! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ એક જ સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. સમ્યગ્દર્શનનો વિષય સમ્યગ્દર્શન નથી, પર્યાય નથી; ત્રિકાળી ધ્રુવ એકરૂપ ચૈતન્યવસ્તુ એ સમ્યગ્દર્શનનો વિષય છે. અહા! જેમાં ધ્રુવની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન ધ્રુવમાં નથી અને ધ્રુવ એમાં ગયું નથી. બહુ ઝીણી વાત! ધ્રુવ તો જેમ છે તેમ સદા એકરૂપ જ છે.

ભલે પર્યાયમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ તીવ્ર હોય, છતાં ધ્રુવ દ્રવ્ય જે છે તે તો એવું ને એવું એકરૂપ શુદ્ધ છે. તથા આત્માનું જ્ઞાન-દર્શન અને રમણતા થતાં પણ ધ્રુવ દ્રવ્ય તો એવું ને એવું જ છે. કેવળજ્ઞાન પ્રગટે અને સિદ્ધપદ પ્રગટે ત્યાં પણ અંદર દ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યરૂપ એવું ને એવું છે. અહા! આવું ચૈતન્ય-ચમત્કારી દ્રવ્ય અંદર છે તે શુદ્ધનયનો વિષય છે.

કેવળજ્ઞાન પ્રગટતાં એ પર્યાય એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને-દ્રવ્ય-ગુણ- પર્યાયને ભિન્ન ભિન્ન જાણે છે, અને તે જ સમયમાં કેવળદર્શનની પર્યાય કોઈપણ પ્રકારનો ભેદ પાડયા વિના ત્રણકાળ-ત્રણલોકને સામાન્યપણે દેખે છે. અહા! આવો મહા અદ્ભુત જેની એક સમયની પર્યાયનો ચમત્કાર છે એવી પરમ અદ્ભુત ચૈતન્ય-ચમત્કાર વસ્તુ આત્મા છે. ભાઈ! આ વાત તર્કથી ઉપર-ઉપરથી બેસે નહિ, પણ અંતર-અનુભવથી બેસે તેવી છે. અહાહા...! જેના આશ્રયથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત પ્રભુતા પર્યાયમાં પ્રગટે છતાં વસ્તુ તો અંદર એવી ને એવી એકરૂપ રહે એના ચમત્કારનું શું કહીએ? અહા! આવી ચૈતન્ય-ચમત્કાર વસ્તુ પ્રભુ આત્મા શુદ્ધનયનો વિષય છે અને તેને લક્ષમાં લઈ અનુભવતાં સમ્યગ્દર્શન થાય છે. સમજાણું કાંઈ...?

અહાહા....! ત્રિકાળી દ્રવ્ય ચમત્કારી ને તેની એકેક પર્યાય પણ ચમત્કારી છે. કેવળજ્ઞાનની એક સમયની એક પર્યાય એકેક દ્રવ્યને, તેના એકેક ગુણને, તેની એકેક પર્યાયને, તેના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને, નિમિત્તને, રાગને-દરેકને એક સમયમાં ભિન્ન-ભિન્નપણે જાણે છે. અહા! આવો જેની પર્યાયનો ચમત્કાર છે એવો અનંત શક્તિ


PDF/HTML Page 3479 of 4199
single page version

આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે. તે એકેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. જેમકે જ્ઞાનગુણ છે તેમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે. શું કીધું? જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણ છે એમ નહિ, પણ અસ્તિત્વ ગુણનું રૂપ તેમાં હોય છે. જેમકે - જ્ઞાન ગુણ છે. ત્યાં ‘છે’ એવું હોવાપણું-અસ્તિપણું જ્ઞાન ગુણમાં છે. આ રીતે એકેક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. અહા! આવા અનંત સામર્થ્યથી ભરેલું પોતાનું આત્મદ્રવ્ય પરમ આશ્ચર્યકારી તત્ત્વ છે.

આ જગતમાં અનંત આત્માઓ છે; તેનાથી અનંતગુણા પુદ્ગલ-પરમાણુ છે, તેનાથી અનંતગુણા ત્રણકાળના સમયો છે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંતગુણા એક જીવદ્રવ્યના ગુણો છે, આવો અનંતશક્તિવાળો ભગવાન આત્મા ચૈતન્યચમત્કાર વસ્તુ છે. અહાહા.....! જેમાં રાગ નહિ, ભંગ-ભેદ નહિ, અલ્પજ્ઞતા નહિ એવો ચૈતન્ય ચમત્કાર, આનંદ-ચમત્કાર, શાંતિચમત્કાર, પ્રભુતા ચમત્કાર, વીર્ય ચમત્કાર -એમ અનંત અનંત શક્તિઓના ચમત્કારસ્વરૂપ ભગવાન આત્મા છે. તે નિત્ય છે, જેને આદિ નથી, અંત નથી એવી અનાદિઅનંત શુદ્ધ શાશ્વત વસ્તુ છે. શક્તિ અનંત છે છતાં વસ્તુ અંદર અભેદ એકરૂપ છે. અહા! આવી અનંતગુણમંડિત, અભેદ, એક શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ આત્મા દ્રષ્ટિનો વિષય છે તેના આશ્રયથી ધર્મનું પ્રથમ સોપાન એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.

હવે કહે છે-તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. અહા! પોતે ત્રિકાળ એકરૂપ જ્ઞાનસ્વરૂપ હોવા છતાં વર્તમાન પર્યાયમાં અનાદિકાળથી મોહ-રાગ-દ્વેષરૂપે પરિણમે છે-તે પોતાના અપરાધથી જ પરિણમે છે. જો અશુદ્ધરૂપે-વિકારરૂપે પર્યાયમાં પરિણમતો ન હોય તો આત્મા પોતે તો ચિદાનંદઘન પ્રભુ છે તેથી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો જોઈએ. પણ અરે! અતીન્દ્રિય આનંદનું વેદન તો તેને વર્તમાનમાં નથી. માટે પર્યાયમાં રાગાદિ વિકાર છે અને તે પોતાના જ અપરાધથી છે.

અહા! તારા સ્વરૂપના મહિમાની શું વાત કરવી પ્રભુ! સર્વજ્ઞની વાણીમાં પણ જેના પૂર્ણસ્વરૂપની વાત આવી શકે નહિ એવો તું ચૈતન્યચમત્કાર પ્રભુ છો. વાણી તો જડ માટી-ધૂળ છે. તેમાં ચૈતન્યના મહિમાનું કેટલું કથન આવી શકે? તેમાં તો ઈશારા આવે. અહા! તેમાં કહે છે-આવો આત્મા પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે અને તેમાં


PDF/HTML Page 3480 of 4199
single page version

આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. અહા! કર્મનો ઉદય પરિણમાવે એમ આત્મા પરિણમે એમ નથી. જેવો કર્મનો ઉદય આવે એમ આત્માને પરિણમવું પડે એમ નથી. વાસ્તવમાં આત્માના ઊંધા પુરુષાર્થથી જ પોતે રાગદ્વેષરૂપ પરિણમે છે, કર્મના નિમિત્તથી નહિ. વેદાંતવાળા તો વર્તમાન અપરાધ છે એ માનતા નથી; પર્યાય જ માનતા નથી ને? પણ અહીં એવી વાત નથી. વસ્તુ અંદર ધ્રુવ ત્રિકાળ છે, અને તેની વર્તમાન વર્તમાન વર્તતી પર્યાય છે. વળી પર્યાયમાં અનાદિથી ભૂલ છે, વિકાર છે. તે ભૂલ, કહે છે, પોતાના જ અપરાધથી છે, કર્મે કરાવી છે એમ નથી. હવે કહે છે-

‘આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઉતરી શકતા નથી (અથવા મોહની સેનાને હરાવી શકતા નથી), તેમને રાગદ્વેષ મટતા નથી.’

પહેલાં કહ્યું કે-શુદ્ધનયથી આત્મા અભેદ એકાકાર નિત્ય શુદ્ધ ચિદ્રૂપસ્વરૂપ છે. પરંતુ તેની એક સમયની પર્યાયમાં-અવસ્થામાં રાગાદિ વિકાર છે તે પોતાના જ અપરાધથી છે. પ્રમાણજ્ઞાનથી જોતાં પર્યાયમાં નિર્મળતા અને સુખ છે, સાથે મલિનતા અને દુઃખ પણ છે અને તેને પોતે ભોગવે છે એમ જ્ઞાની જાણે છે.

હવે એક બાજુ કહે કે જેને સમ્યગ્દર્શન થયું છે એવો જ્ઞાની-ધર્મી પુરુષ વિકારનો સ્વામી નથી, વિકારનો સ્વામી પુદ્ગલ છે. સમયસાર ગાથા ૭૩ માં આવી ગયું કે-“ પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે સદાય નહિ પરિણમતો હોવાથી મમતા-રહિત છું” જ્યારે બીજી બાજુ પ્રવચનસારમાં એમ કહે છે કે પર્યાયમાં જે સુખદુઃખના પરિણામ થાય તેનો આત્મા સ્વામી છે. ત્યાં પરિશિષ્ટમાં છે કે-“પ્રથમ તો આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા (સ્વામી) એક દ્રવ્ય છે.” અહાહા....! ગુણ છે, જે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાય છે અને એની સાથે જે રાગ અને દુઃખ છે એનો અધિષ્ઠાતા-સ્વામી આત્મા છે. પુણ્ય-પાપના ભાવ જે થાય તેનો સ્વામી આત્મા છે. આ તે કેવી વાત!

ભાઈ! વિકારનો સ્વામી પુદ્ગલ છે, આત્મા નહિ -એમ કહ્યું ત્યાં તો દ્રષ્ટિપ્રધાન વાત છે, દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વાત છે. રાગ અને દુઃખ છે તેને ગૌણ કરીને ત્યાં વાત છે, તેનો અભાવ કરીને નહિ. જ્યારે સુખદુઃખના પરિણામનો સ્વામી આત્મા જ છે, કર્મ નહિ -એમ કહ્યું ત્યાં જ્ઞાનપ્રધાન વાત છે.

જુઓ, નય છે તે એક અંશને વિષય કરે છે, પ્રમાણ છે તે દ્રવ્ય-પર્યાય બન્નેને