PDF/HTML Page 3441 of 4199
single page version
દુનિયાદારીમાં ડહાપણ દેખાડે પણ એ તો નરી મૂર્ખતા છે ભાઈ! પોતાની ચિત્- ચમત્કાર વસ્તુને ભૂલીને નિરંતર રાગ-દ્વેષ કર્યા કરે એ તો મહા મૂર્ખાઈ છે, મૂઢતા છે. પોતે જ્ઞાનરસનો પિંડ આખું ચૈતન્યદળ અંદર છે તેની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે ડહાપણ એટલે સમ્યગ્જ્ઞાન છે. શ્રાવક અને મુનિપણાની દશા પહેલાં આવું સમ્યગ્દર્શન એને હોય છે. અરે! લોકો તો બહારમાં (-ક્રિયાકાંડમાં) શ્રાવક અને સાધુપણું માની બેઠા છે; પણ એમાં તો ધૂળેય (શ્રાવક ને સાધુપણું) નથી, સાંભળને. જુઓ, આચાર્યદેવ કહે છે-તત્ત્વદ્રષ્ટિ વડે શીઘ્ર આ રાગદ્વેષનો ક્ષય કરો, કે જેથી પૂર્ણ ને અચળ જેનો પ્રકાશ છે એવી સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
કોઈ વળી કહે છે-આ સંસ્કૃત ને વ્યાકરણ વગેરે જાણે નહિ ને સોનગઢમાં એકલી આત્મા-આત્માની વાત માંડી છે.
અરે, સાંભળ તો ખરો પ્રભુ! તિર્યંચ અને નારકીના જીવને પણ આવું સમ્યગ્દર્શન થતું હોય છે. પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, તેમાં દ્રષ્ટિ એકાગ્ર કરે એનું નામ સમ્યગ્દર્શન છે. હવે એમાં વ્યાકરણાદિનું વિશેષ જ્ઞાન હોય તો તેથી શું છે? ભેદવિજ્ઞાન એ સમકિત થવામાં મૂળ વસ્તુ છે, અને તે તિર્યંચાદિને પણ થતું હોય છે.
અરે ભાઈ! ભેદવિજ્ઞાન વિના સાતમી નરકના ભવમાં પણ તું અનંતવાર ગયો; તેત્રીસ સાગરોપમની સ્થિતિએ ત્યાં રહ્યો. દુઃખનો તો પાર નહિ એવાં પારાવાર દુઃખ તેં સહન કર્યાં. કરોડો વીંછીના કરડના વેદનથી અનંતગુણી વેદના ત્યાં અજ્ઞાનને લીધે તને થઈ. અહા! આવા તીવ્ર દુઃખની એકેક ક્ષણ કરીને એ તેત્રીસ સાગરોપમનો કાળ તેં કેમ વ્યતીત કર્યો? ભાઈ! વિચાર કર. માંડ મનુષ્યપણું મળ્યું તેમાં જો દ્રવ્યદ્રષ્ટિ ન કરી તો તારું આ બધું (ક્રિયાકાંડ આદિ) ધૂળ-ધાણી ને વા-પાણી થઈ જશે, અને મરીને પરંપરા ક્યાંય ઢોરમાં ને નરકમાં ચાલ્યો જઈશ. ભાઈ! તત્ત્વદ્રષ્ટિ વિના વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ સર્વ ક્રિયા ફોગટ છે, ચારગતિમાં રખડવા માટે જ છે. માટે હે ભાઈ! પરમાનંદમય તારું તત્ત્વ છે, તેના ઉપર દ્રષ્ટિ સ્થાપીને તત્ત્વદ્રષ્ટિ વડે પુણ્ય-પાપનો નાશ કર. પુણ્યથી મને લાભ છે એમ જવા દે, તેના તરફની તારી દ્રષ્ટિ મિથ્યાભાવ છે.
શુભભાવ-પુણ્યભાવ સમ્યગ્દ્રષ્ટિને હોય છે, પણ દ્રષ્ટિના વિષયમાં ને વિષયની (શુદ્ધ અંતઃતત્ત્વની) દ્રષ્ટિમાં તે નથી. માટે કહ્યું કે-તત્ત્વદ્રષ્ટિ વડે તેનો ક્ષય કર. અસ્થિરતાનો રાગ પણ સ્વરૂપની એકાગ્રતા દ્વારા ક્ષય પામે છે. તેથી કહ્યું કે- તત્ત્વદ્રષ્ટિ વડે રાગદ્વેષનો ક્ષય કર, કે જેથી, જેમ સોળે કલાએ ચંદ્ર ખીલે છે તેમ, તને પૂર્ણ અને અચળ દેદીપ્યમાન સહજ જ્ઞાનજ્યોતિ ખીલી જશે અર્થાત્ કેવળજ્ઞાન અને મોક્ષ
PDF/HTML Page 3442 of 4199
single page version
પ્રગટ થશે. લ્યો, આવી વાત છે. વ્રત, તપ આદિના શુભરાગથી કેવળજ્ઞાન થશે એમ નહિ, પણ તત્ત્વદ્રષ્ટિ વડે સ્વસ્વરૂપની એકાગ્રતા દ્વારા શુભરાગનોય નાશ થઈને કેવળજ્ઞાન થશે એમ વાત છે. સમજાણું કાંઈ...?
‘રાગદ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી, જીવને અજ્ઞાનભાવથી થાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિ થઈને તત્ત્વદ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ (રાગદ્વેષ) કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મોનો નાશ થઈ કેવળજ્ઞાન ઉપજે છે.’
દયા, દાન, વ્રત, તપ આદિ ને કામ, ક્રોધ, માન આદિ જે પુણ્ય-પાપના ભાવ તે કોઈ પૃથક્ દ્રવ્ય નથી. શું કીધું? જેમ જડ અને ચેતન ભિન્ન દ્રવ્યો છે તેમ રાગદ્વેષ કોઈ ભિન્ન દ્રવ્ય નથી. જીવને તેઓ અજ્ઞાનની ખાણમાંથી ઉત્પન્ન થાય છે અને સમ્યગ્દર્શન થતાં નાશ પામી જાય છે. આવી વાત!
દુનિયાના લોકોને બીજો પ્રશંસા કરે તો મીઠી લાગે. પાગલ છે ને? પાગલ પાગલને વખાણે- એ ન્યાય છે. તેમ અજ્ઞાનીનાં વ્રત, તપને લોકો વખાણે તે તેને મીઠું લાગે, પણ ભાઈ! એ તો પાગલપણું છે બાપુ! કેમકે રાગથી ધર્મ થાય એમ તો મિથ્યાદ્રષ્ટિ પાગલ માને અને કહે. રાગમાં હરખાવું શું? રાગ તો એકલા દુઃખનો દરિયો છે, તેમા લેશ પણ સુખ નથી. ‘-સુખ લેશ ન પાયો’ -એમ આવ્યું ને છહઢાલામાં?
કોઈ તો વળી આ દેહ જડ માટી-ધૂળ કાંઈક ઠીક હોય ને રજકણ-ધૂળ (પૈસા) નો સંયોગ હોય એટલે માને કે અમે સુખી; પણ ધૂળમાંય સુખી નથી સાંભળને. તને ખબર નથી ભાઈ! પણ આ દેહનાં રજકણ માટી-ધૂળ તો જગતની ચીજ બાપુ! એ તારી ચીજ નહિ પ્રભુ! અહા! એ તો કયાંય મસાણની રાખ થઈને ઉડી જશે. આવે છે ને કે-
પછી નર-તન પામીશ ક્યાં, ચેત ચેત નર ચેત,’
શરીર ને પૈસો ને રાગને પોતાનાં માને એ તો મિથ્યાભાવ છે, અજ્ઞાનભાવ છે અને એ જ રાગદ્વેષની ને તારા દુઃખની ખાણ છે. સમજાણું કાંઈ....?
અહીં કહે છે- હું તો શુદ્ધ ચૈતન્યજ્યોતિસ્વરૂપ એક જ્ઞાયકભાવ છું એમ દ્રષ્ટિમાં જેણે સ્વીકાર કર્યો તે સમ્યદ્રષ્ટિ છે અને તે સુખી છે. માટે હે જીવ! સમ્યગ્દ્રષ્ટિ થઈને આ મિથ્યાત્વ અને રાગદ્વેષ ભાવોને ઉડાડી દે. તેનો ક્ષય થતાં પૂર્ણ જ્ઞાન,
PDF/HTML Page 3443 of 4199
single page version
ને પૂર્ણ આનંદ પ્રગટ થશે. અહાહા....! જેમ પૂનમનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલે તેમ તારા સ્વભાવની પૂર્ણકળાએ ચૈતન્યચંદ્ર ખીલી ઉઠશે. અહો! સમ્યગ્દ્રષ્ટિ થઈને તત્ત્વદ્રષ્ટિથી દેખનારને રાગદ્વેષ કાંઈ જ નથી. અને તેને ઘાતિકર્મો નાશ થઈને કેવળજ્ઞાન ઉપજે છે. લ્યો, આનું નામ ધર્મની ક્રિયા છે.
‘અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શકતું નથી’ એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-
‘तत्त्वद्रष्टया’ તત્ત્વદ્રષ્ટિથી જોતાં, राग–द्वेष–उत्पादकं अन्यत् द्रव्यं किञ्चन अपि न वीक्ष्यते’ રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, ‘यस्मात् सर्व–द्रव्य– उत्पत्तिः स्वस्वभावेन अन्तः अत्यन्तं व्यक्ता चकास्ति’ કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે.
અહાહા....! શું કહે છે? કે તત્ત્વદ્રષ્ટિથી અર્થાત્ વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું ‘अन्यत् द्रव्यं किञ्चन अपि न वीक्ष्यते’ અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. અહાહા...! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે તેને જડ કર્મ વિકાર જરાય ઉપજાવી શકતું નથી વિકાર કર્મને લઈને થાય છે એમ કોઈ માને એ તો એનું મૂઢપણું છે.
આત્માને જે પુણ્ય-પાપના ને રાગદ્વેષનાં ભાવ ઉત્પન્ન થાય છે તે, કહે છે, પરદ્રવ્યથી બીલકુલ ઉપજતા નથી. જડકર્મથી રાગદ્વેષાદિ ઉપજે છે એમ ત્રણકાળમાં છે નહિ. વર્તમાનમાં જૈનોમાં-કોઈ પંડિતો ને ત્યાગીઓમાં પણ ઊંધી માન્યતાનું એવું લાકડું ગરી ગયું છે કે- ‘કર્મને લઈને જીવને વિકાર થાય છે’ એમ તેઓ માને છે. પણ ભાઈ! એ દ્રષ્ટિ તારી વિપરીત છે. જરા વિચાર તો કર કે આચાર્ય શું કહે છે! અહા! આચાર્ય કહે છે-તત્ત્વદ્રષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું કર્મ આદિ પરદ્રવ્ય જરાય દેખાતું નથી. ભાઈ! પરદ્રવ્ય-કર્મ વગેરે નિમિત્ત હો, પણ રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે એ તે પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે જ ઉત્પન્ન થાય છે, કર્મનું એમાં કાંઈ કાર્ય નથી. સમજાય છે કાંઈ...!
ત્યારે કોઈ વળી કહે છે- જીવને વિકાર થવામાં જીવના ઉપાદાનના પ૦ ટકા અને જડકર્મના પ૦ ટકા માનો તો?
અરે, શું કહે છે ભાઈ! તારી એ માન્યતા તદ્ન અજ્ઞાન છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે- તત્ત્વદ્રષ્ટિથી જોતાં રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી; ‘किञ्चन अपि न वीक्ष्यते’ - છે કે નહિ પાઠમાં? જીવને વિકાર ઉપજે છે તેમાં
PDF/HTML Page 3444 of 4199
single page version
એક ટકો પણ કર્મનું કારણ નથી, સો એ સો ટકા રાગદ્વેષનો ઉત્પાદક અજ્ઞાની જીવ પોતે (અશુદ્ધ ઉપાદાન) છે.
સ્ત્રી પ્રત્યેનો રાગ થયો તેનું સ્ત્રી કારણ નથી, એક ટકોય કારણ નથી. પૈસાના કારણે પૈસાની મમતા થઈ છે એમ જરાય નથી; કોઈએ ગાળ દીધી માટે એના પ્રતિ રોષ- દ્વેષ થયો છે એમ છે નહિ. ભાઈ! પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે, ને જડકર્મનો ઉદય જડમાં આવે છે; તેમાં તારે શું? અન્યદ્રવ્યના ને જડકર્મના કારણે તને રાગદ્વેષ થાય એમ જરાય નથી.
કોઈ વળી કહે છે-કર્મના ઉદયનું નિમિત્ત આવે તો વિકાર કરવો જ પડે. અરે! અજ્ઞાનીઓને તો આવી વાત અનાદિ ગળથુથીમાં જ મળી છે. પણ એમ નથી ભાઈ! અમે તો પહલેથી ‘૭૧ની સાલથી કહીએ છીએ કે કર્મ વિકાર કરાવે છે એમ બીલકુલ નથી. આચાર્યદેવ પણ એ જ કહે છે કે-જડકર્મ તને વિકાર કરાવે છે એવું અમને જરાય દેખાતું નથી. શું થાય? તને દેખાય છે એ તારી મિથ્યા ભ્રમરૂપ દ્રષ્ટિ છે.
અહા! રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી; કેમ? કેમકે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. શું કીધું? પ્રત્યેક દ્રવ્યમાં પોતાના સ્વભાવથી જ પર્યાયની ઉત્પત્તિ થાય છે. જીવને રાગદ્વેષની ઉત્પત્તિ હો કે ધર્મની-વીતરાગતાની ઉત્પત્તિ હો, તે તે પયાર્યની ઉત્પત્તિ તે, તે તે પયાર્યનો સ્વભાવ છે; સ્વભાવથી જ તે તે પર્યાયની ઉત્પત્તિ થાય છે. વિકાર થાય છે તે પણ પોતાની સ્વ-પર્યાયના પોતાના સ્વભાવથી જ થાય છે, કર્મથી પરદ્રવ્યથી બીલકુલ નહિ. અહીં વિકારી પર્યાયને પણ સ્વતંત્ર સિદ્ધ કરી છે. પંચાસ્તિકાયની ગાથા ૬૨ માં કહ્યું છે કે વિકાર પોતાના ષટ્કારકોથી પોતાની પર્યાયમાં થાય છે, તેમાં પરકારકોની કોઈ અપેક્ષા નથી. પર્યાયમાં મિથ્યાત્વનો ભાવ થાય છે તેમાં દર્શનમોહનીય કર્મનો ઉદય કારણ નથી, વિષયવાસનાના ભાવ થાય તે વેદકર્મના ઉદયના કારણે થાય છે એમ નથી, તથા પર્યાયમાં ક્રોધાદિ ભાવ ઉપજે તે ચારિત્રમોહના ઉદયના કારણે ઉપજે છે એમ નથી; કેમકે સર્વ દ્રવ્યોની પર્યાયની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થાય છે. આવી વાત છે.
કોઈ વળી કહે છે- રાગદ્વેષ જો કર્મથી ન થાય તો તે જીવનો સ્વભાવ થઈ જશે અને તો તે કદીય મટશે નહિ.
ભાઈ! રાગદ્વેષ છે એ કાંઈ જીવનો ત્રિકાળી સ્વભાવ નથી. જીવના ત્રિકાળી સ્વભાવમાં શુદ્ધ એક ચૈતન્યભાવમાં, જ્ઞાયકભાવમાં રાગદ્વેષ નથી ને તે રાગદ્વેષનું કારણ પણ નથી. અહીં તો જીવને જે રાગદ્વેષ થાય છે તે તેનો પર્યાયસ્વભાવ છે એમ વાત છે. રાગદ્વેષ થાય તેમાં કર્મ વગેરે પરદ્રવ્ય કારણ નથી એમ અહીં સિદ્ધ કરવું
PDF/HTML Page 3445 of 4199
single page version
છે. સમજાય છે કાંઈ...? રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એ પર્યાયસ્વભાવની વાત હોં; અને તેથી તે (જ્ઞાયકના લક્ષે) મટી શકે છે. હવે લોકોને કાંઈ ખબર ન મળે અને એમ ને એમ આંધળે-બહેરું કૂટે રાખે, પણ જીવન જાય છે જીવન હોં; એમ ને એમ અજ્ઞાનમાં જશે તો અહીં તો મોટો અબજોપતિ શેઠ હોય પણ ક્યાંય ભૂંડણના પેટે ને કાગડે-કૂતરે જન્મ થશે. અરરર! આવો જન્મ! ચેતી જા ભગવાન!
કોઈ વળી કહે છે-વિકાર થાય તે કથંચિત્ આત્માથી ને કથંચિત્ કર્મના ઉદયથી થાય છે એમ અનેકાન્ત છે.
એ મિથ્યા અનેકાન્ત છે બાપુ! વિકાર પોતાના સ્વભાવથી જ થાય છે અને કર્મથી-પરથી નહિ-એમ સમ્યક્ અનેકાન્ત છે. પર્યાયમાં રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે, તે કાળે તે પોતાથી જ ઉત્પન્ન થાય છે; તેને પરદ્રવ્ય-કર્મ શું કરે? પર્યાય વિકારી હો કે નિર્વિકારી-તે પોતાના સ્વભાવથી જ દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે. છે ને અહીં કે-સર્વદ્રવ્યોની અર્થાત્ પ્રત્યેક દ્રવ્યની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. લ્યો, આવું! ત્યારે એ બધે કર્મથી જ થાય એમ લઈને બેઠો છે. પણ ભાઈ! કર્મ કર્મનું કરે, બીજાનું-જીવનું કાંઈ ન કરે. આવે છે ને કે-
અગ્નિ સહૈ ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.
કર્મ તો જડ છે ભાઈ! ને વિકાર પોતાની ભૂલ છે; કર્મ તેનું કારણ નથી. આમ છે છતાં વિકાર થાય એમ માનવું તે અનીતિ છે; નિજઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ. સમજાણું કાંઈ..?
‘રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શકતું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોત પોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્યદ્રવ્યના ગુણ-પર્યાયોની ઉત્પત્તિ થતી નથી.’
‘રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે.’ શું કીધું? ક્રોધ, માન, માયા, લોભ, હિંસા, જૂઠ ઇત્યાદિ જે પરિણામ થાય છે તે જીવના જ પરિણામ છે; તે કાંઈ જડના પરિણામ નથી; અર્થાત્ જડથી-કર્મથી ઉત્પન્ન થયા નથી. કોઈ બીજું દ્રવ્ય આત્માને રાગદ્વેષ આદિ ઉપજાવી શકતું જ નથી; કેમકે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે. હવે આવો સત્ય નિર્ણય હમણાં નહિ કરે તો ક્યારે કરીશ ભાઈ? (એમ કે આ અવસર વીતી જતાં અવસર રહેશે નહિ).
PDF/HTML Page 3446 of 4199
single page version
જુઓ, અહીં રાગદ્વેષાદિ વિકારને ચેતનના પરિણામ કહ્યા કેમકે તે ચેતનની પર્યાયમાં થાય છે. બીજે જ્યાં શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવાની વાત હોય ને સ્વભાવનો - ધ્રુવનો આશ્રય કરાવવાનું પ્રયોજન હોય ત્યાં તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જ્યાં જે વિવક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. જેને સ્વભાવની-ધ્રુવની દ્રષ્ટિ થઈ તેને પોતે વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય છે; વિકાર એનું વ્યાપ્ય નથી એ અપેક્ષાથી તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. અહીં રાગદ્વેષાદિ વિકારના ભાવ જીવની દશામાં થાય છે માટે જીવના પરિણામ કહ્યા છે. તેઓ જડમાં થતા નથી, જડ દ્રવ્યો તેને નીપજાવતા નથી, કેમકે અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણ-પર્યાયોથી ઉત્પત્તિ થતી નથી. આવી વાત છે.
PDF/HTML Page 3447 of 4199
single page version
PDF/HTML Page 3448 of 4199
single page version
PDF/HTML Page 3449 of 4199
single page version
PDF/HTML Page 3450 of 4199
single page version
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
તથાપિ કુંદસૂત્રોનાં
PDF/HTML Page 3451 of 4199
single page version
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
-રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
PDF/HTML Page 3452 of 4199
single page version
तम्हा दु सव्वदव्वा उप्पज्जंते सहावेण।। ३७२।।
तस्मात्तु सर्वद्रव्याण्युत्पद्यन्ते स्वभावेन।। ३७२।।
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨.
ગાથાર્થઃ– [अन्यद्रव्येण] અન્ય દ્રવ્યથી [अन्यद्रव्यस्य] અન્ય દ્રવ્યને [गुणोत्पादः] ગુણની ઉત્પત્તિ [न क्रियते] કરી શકાતી નથી; [तस्मात् तु] તેથી (એ સિદ્ધાંત છે કે) [सर्वद्रव्याणि] સર્વ દ્રવ્યો [स्वभावेन] પોતપોતાના સ્વભાવથી [उत्पद्यन्ते] ઊપજે છે.
PDF/HTML Page 3453 of 4199
single page version
ટીકાઃ– વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ-
માટી કુંભભાવે (ઘડા-ભાવે) ઊપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઊપજે છે કે માટીના સ્વભાવથી ઊપજે છે? જો કુંભારના સ્વભાવથી ઊપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઊપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ; માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે ઊપજે છે.
એવી રીતે-બધાંય દ્રવ્યો સ્વપરિણામપર્યાયે (અર્થાત્ પોતાના પરિણામભાવરૂપે) ઊપજતાં થકાં, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજે છે કે પોતાના સ્વભાવથી ઊપજે છે? જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઊપજે છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતાં હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો પોતાના (અર્થાત્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઊપજે છે.
માટે (આચાર્યદેવ કહે છે કે) જીવને રાગાદિનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા (-માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ.
ભાવાર્થઃ– આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. જેઓ એમ માને છે-એવો એકાંત કરે છે-કે ‘પરદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે’ , તેઓ નયવિભાગને સમજ્યા નથી, મિથ્યાદ્રષ્ટિ છે. એ રાગાદિક
PDF/HTML Page 3454 of 4199
single page version
कतरदपि परेषां दूषणं नास्ति तत्र ।
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः।। २२०।।
द्रव्यमेव कलयन्ति ये तु ते ।
उत्तरन्ति न हि मोहवाहिनीं
शुद्धबोधविधुरान्धबुद्धयः ।। २२१।।
જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે-એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે-અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઊપજવું તે પોતાનો જ અપરાધ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [इह] આ આત્મામાં [यत् राग–द्वेष–दोष–प्रसूतिः भवति] જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે [तत्र परेषां कतरत् अपि दूषणं नास्ति] ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, [तत्र स्वयम् अपराधी अयम् अबोधः सर्पति] ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે;- [विदितम् भवतु] એ પ્રમાણે વિદિત થાઓ અને [अबोधः अस्तं यातु] અજ્ઞાન અસ્ત થઈ જાઓ; [बोधः अस्मि] હું તો જ્ઞાન છું.
ભાવાર્થઃ– અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે ‘આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું’ . એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે-રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. ૨૨૦
હવે આ જ અર્થ દ્રઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ये तु राग–जन्मनि परद्रव्यम् एव निमित्ततां कलयन्ति] જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણ
PDF/HTML Page 3455 of 4199
single page version
શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા) - [मोह–वाहिनीं न हिं उत्तरन्ति] મોહનદીને ઊતરી શક્તા નથી.
ભાવાર્થઃ– શુદ્ધનયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્યચમત્કારમાત્ર, નિત્ય, અભેદ, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષરૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી. આવું આત્માના સ્વરૂપનું જ્ઞાન જેમને નથી તેઓ એમ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આવું માનનારા મોહરૂપી નદીને ઊતરી શકતા નથી (અથવા મોહની સેનાને હરાવી શક્તા નથી), તેમને રાગદ્વેષ મટતા નથી; કારણ તે રાગદ્વેષ કરવામાં જો પોતાને પુરુષાર્થ હોય તો જ તેમને મટાડવામાં પણ હોય, પરંતુ જો પરના કરાવ્યા જ રાગદ્વેષ થતા હોય તો પર તો રાગદ્વેષ કરાવ્યા જ કરે, ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે, રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે-એમ કથંચિત્ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. ૨૨૧.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે ‘તુ અમને જાણ’ , અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્ન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (-સંબંધ વિનાનો, તટસ્થ) છે, તોપણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારાં-નરસાં માનીને રાગીદ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. -આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ- અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શકતું નથી, અર્થાત્ અન્ય દ્રવ્ય જીવને રાગાદિક ઉપજાવી શકતું નથી એમ ગાથામાં કહે છે.
‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.’
PDF/HTML Page 3456 of 4199
single page version
‘વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી’; અહાહા....! આ શું કહે છે? અત્યારે તો આ મોટી ચર્ચા (વિવાદ) ચાલે છે-એમ કે ‘કર્મથી વિકાર થાય છે, જીવને કર્મ વિકાર ઉપજાવે છે’; પણ અહીં તો આચાર્યદેવ કહે છે -જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. ભાઈ! જીવને પરથી-કર્મથી વિકાર થાય છે એવી તારી માન્યતા મિથ્યા છે. વિકારને ટાળવો એ તો હજુ પછી વાત, વિકાર કેમ થાય છે-વિકાર પોતાથી થાય છે, કોઈ પરદ્રવ્યથી નહિ-એમ નક્કી તો કર. (એમ કે વિકાર કેમ થાય છે એ નક્કી કર્યા વિના નિર્વિકાર કેમ થઈશ?).
અહાહા....! કહે છે-જીવને પર્યાયમાં રાગદ્વેષ, પુણ્ય-પાપના ભાવ ને કામ, ક્રોધ, વિષયવાસના આદિના જે પરિણામ થાય છે તે પરદ્રવ્યથી-કર્મથી થાય છે એમ શંકા ન કરવી, અનુકૂળ સંયોગથી રાગ ઉત્પન્ન થાય, ને પ્રતિકૂળ સંયોગથી દ્વેષ ઉત્પન્ન થાય-એવી માન્યતા મિથ્યાત્વ છે. ભાઈ! પરદ્રવ્યથી પરદ્રવ્યના પરિણામ નીપજે એ માન્યતા મિથ્યાત્વ છે. આ બધાં કારખાનાં હાલે છે ને? ભાઈ! એને હું હલાવું છું એમ માને એ મિથ્યાત્વ છે. સમજાય છે કાંઈ....?
અહાહા...! ભગવાન! તું કોણ છો? તને ખબર નથી પ્રભુ! પણ પરદ્રવ્યનું કાંઈ કરી શકે એવી તાકાત-યોગ્યતા તારામાં નથી, અને તારામાં કાંઈ કરી શકે એવી તાકાત- યોગ્યતા પરદ્રવ્યમાં નથી. અહીં આ સ્પષ્ટ કહે છે કે -અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો-ગુણ એટલે પર્યાયનો-ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે. માટે કોઈ પણ પરદ્રવ્યનું કાર્ય હું કરી શકું, અને પરદ્રવ્ય મારું કામ કરે-એમ તું માને એ મિથ્યા ભ્રમરૂપ અજ્ઞાન છે, પાખંડ છે. સમજાય છે કાંઈ.....?
અહા! આ જીવને, પરનાં કામ હું કરું ને પર મારાં કામ કરે એવી ઊંધી માન્યતાનું શલ્ય-મિથ્યાશ્રદ્ધાન અનાદિથી જ છે. કોઈ વળી તે મિથ્યાશ્રદ્ધાન દર્શનમોહનીય કર્મના કારણે થયું છે એમ માને છે; પણ ભાઈ! એ તારી માન્યતા જૂઠી છે. મોહકર્મનું એમાં નિમિત્ત હો, પણ નિમિત્ત-પરદ્રવ્ય એને શું કરે? કાંઈ ન કરે. નિમિત્ત-કર્મ જીવને રાગદ્વેષમોહ ઉપજાવે છે એ વાત બિલકુલ જૂઠી છે, ત્રણકાળમાં એ વાત સત્ય નથી.
સંપ્રદાયમાં આ વાતની ચર્ચા ચાલેલી. અમારા ગુરુ હતા તે બધું કર્મથી થાય એમ માનતા. ત્યારે સભામાં કહ્યું હતું કે-જીવમાં ભ્રમણા અને મિથ્યાત્વાદિ ભાવ થાય છે તે પોતાથી થાય છે, પરદ્રવ્યથી-કર્મથી વિકાર થાય એ વાત જૂઠી છે. -વાત સાંભળી લોકોમાં ખળભળાટ થઈ ગયેલો. સંપ્રદાયમાં કર્મનું લાકડું ગરી ગયેલું ખરું ને! તેથી ખળભળાટ થઈ ગયો; પણ કીધું કે આ સત્ય છે. જુઓ, એ સત્ય આચાર્યદેવ કહે છે કે- જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી.
PDF/HTML Page 3457 of 4199
single page version
અહાહા...! ભગવાન આત્મા અનંત જ્ઞાનાનંદની લક્ષ્મીથી ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. અહા! તેની રુચિ ને ભાવના કરવી છોડીને ભગવાન! તું બહારની જડ લક્ષ્મીની રુચિ કરે છે? મને આ મળે ને તે મળે એમ પરદ્રવ્યની તને ભાવના છે તો તું મોટો ભિખારી છે, માગણ છે. બહારની લક્ષ્મી એ તારી ચીજ નથી અને તેનો સંયોગ થવો એ તારું - તારા ડહાપણનું (પુરુષાર્થનું) કાર્ય નથી, પુણ્યનો ઉદય હોય તો તે મળે છે; તેને હું પુરુષાર્થ કરીને મેળવું એમ તું એની પાછળ રચ્યો રહે પણ એ તારી મિથ્યા પ્રવૃત્તિ છે ભાઈ! કેમકે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો ગુણ કરાવાની અયોગ્યતા છે. આવી વાત! સમજાય છે કાંઈ.....?
અહાહા...! ત્રણકાળની સર્વદ્રવ્યની સર્વ પર્યાયોને આત્મા જાણે એવું એનું સામર્થ્ય-યોગ્યતા છે, પણ પરની ક્રિયા થાય તેને જીવ કરી શકતો નથી; પરની ક્રિયા કરવાની તેની અયોગ્યતા છે. આ શરીરને ચલાવવાની, હાથ-પગ હલાવવાની ને બહારની ધનાદિ સામગ્રી મેળવવાની કહે છે, જીવની અયોગ્યતા છે. તથાપિ હું શરીરને ચલાવી શકું, હાથ-પગ હલાવી શકું, ધનાદિ કમાઈ શકું ને કુંટુંબનાં કામ કરી શકું ઈત્યાદિ કોઈ માને તો તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ જીવ છે. અહા! પરમાણુ જડ છે, ને તે જડનાં કાર્ય જડથી થાય છે, આત્માથી નહિ; અને રાગદ્વેષાદિ જીવના પરિણામ છે અને તે પોતાથી થાય છે. પરદ્રવ્યથી નહિ.
પરદ્રવ્ય-કર્મ, શરીર, સ્ત્રી-કુટુંબ પરિવાર ને ધનાદિ સામગ્રી, દેવ-ગુરુ આદિ -એ બધા જીવને પુણ્ય-પાપ આદિ ભાવ ઉપજાવે છે એમ શંકા ન કરવી. શું કીધું? આ જિનબિંબના દર્શન થતાં એને શુભભાવ થયો ત્યાં એ શુભભાવ જિનબિંબના કારણે થયો છે એમ શંકા ન કરવી. વળી કોઈએ ગાળ દીધી ત્યાં ગાળ સાંભળતા રોષ થયો, તે રોષ પરને કારણે થયો છે એમ કહે છે, શંકા ન કરવી. કારણ? કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. ભાઈ! તારી રાગદ્વેષાદિની પર્યાય સ્વભાવની યોગ્યતાથી જ તે તે કાળે ઉત્પન્ન થાય છે, તેમાં પરદ્રવ્ય બિલકુલ કારણ નથી. આવી વાત! ભાઈ! તારી ઊંધી માન્યતાનું આખું ચક્ર ફેરવી નાખ. (જો તને ધર્મની ભાવના છે તો).
આ આંખની પાંપણ ઊંચી-નીચી થાય છે ને? અહા! તે ક્રિયા આત્માએ કરી છે એમ શંકા ન કરવી; કેમકે પાંપણ અન્ય દ્રવ્ય છે અને આત્મા અન્ય દ્રવ્ય છે. ભાઈ! એક તણખલાના બે ટુકડા આત્મા કરી શકે નહિ-આ વસ્તુસ્વરૂપ છે. અહા! ભગવાન સર્વજ્ઞદેવે અનંતા દ્રવ્યો-અનંત જીવ, અનંતાનંત પુદ્ગલો, ધર્મ, અધર્મ, આકાશ ને અસંખ્યાત કાલાણુઓ એમ અનંતા દ્રવ્યો-
PDF/HTML Page 3458 of 4199
single page version
જોયાં છે અને તેમાં કોઈ એક દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ, કેમકે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે એમ દિવ્યધ્વનિ દ્વારા ભગવાને દ્રવ્યોની સ્વતંત્રતાનો ઢંઢેરો બહાર પાડયો છે. અહીં તે સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. કહે છે-પરદ્રવ્ય વડે આત્માના ગુણની પર્યાય કરાવવાની અયોગ્યતા છે. અત્યારે તો આ વિષયમાં મોટી ગડબડ ચાલે છે. પરંતુ ભાઈ! કર્મથી જીવને વિકાર થાય છે એવી માન્યતા જૂઠ છે. અરે! પોતાની ચીજને ભૂલીને અજ્ઞાન વડે પોતે જ વિકાર કરે છે એની કબૂલાત કરતો નથી તે નિર્વિકાર ધર્મ કેમ પામી શકે?
કર્મને લઈને વિકાર થાય ને શુભભાવથી ધર્મ થાય -એમ બે મહા શલ્ય એને અંદર રહ્યાં છે. પરંતુ પરથી વિકાર નહિ, ને શુભરાગથી ધર્મ નહિ. -એમ નિર્ણય કરીને પરથી ને રાગથી ખસી શુદ્ધ ચૈતન્ય ચિદાનંદઘન પ્રભુની દ્રષ્ટિ કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે અને તે પ્રથમ ધર્મ છે. અરે! લોકોને ધર્મ શું ચીજ છે ને કેમ થાય એની ખબર નથી. બિચારા સંસારની મજૂરીમાં પડયા છે. મજૂર તો આઠ કલાક કામ કરે, પણ આ તો અહોનિશ ચોવીસે કલાક સંસારમાં રચ્યોપચ્યો રહે છે. મોટો મજૂર છે. અરેરે! એનું શું થાય? આવું સત્ય તત્ત્વ સમજવાનાં ટાણાં આવ્યાં ને એને વખત નથી! જમવા બેઠો હોય ને ઘંટડી આવે તો ઝટ ઊભો થઈને ફોન ઝીલે. અરે! આવા લોલુપી જીવોનું શું થાય? મરીને ક્યાં જાય? સંસારમાં ક્યાંય નરક-નિગોદાદિમાં ચાલ્યા જાય. શું થાય?
અહીં કહે છે-અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો પર્યાય કરાવાની અયોગ્યતા છે. અંદર ‘ગુણ’ શબ્દ છે ને? અહીં ગુણ એટલે પર્યાય સમજવું. અહા! એક દ્રવ્યમાં અનંત ગુણો છે ને તેની અનંતી પર્યાયો થાય છે. તે સર્વ પર્યાયોની અન્ય દ્રવ્ય વડે ઉત્પત્તિ કરાવાની અયોગ્યતા છે. ભાઈ! પરના કારણે તને વિકાર થાય એવી યોગ્યતા તારા આત્મામાં છે જ નહિ, ને પરમાં પણ તને વિકાર કરાવે એવી યોગ્યતા છે જ નહિ. પરથી-કર્મથી વિકાર થાય એ તો ભગવાન! તને ભ્રમ થઈ ગયો છે; એ તો મૂળમાં ભૂલ છે ભાઈ! અહો! આચાર્યદેવે આ સંક્ષેપમાં મહા સિદ્ધાંત ગોઠવી દીધો છે કે પરદ્રવ્ય માટે પ્રત્યેક અન્ય દ્રવ્ય પાંગળું છે. આ આત્મા પર જીવોની દયા પાળવા માટે પાંગળો છે, પરને ધર્મ પમાડવા પણ પાંગળો છે; પરનું કંઈ કરે એવી એનામાં યોગ્યતા જ નથી.
કોઈ વળી કહે છે- આ તો નિશ્ચયની વાત છે. હા, નિશ્ચયની વાત છે; નિશ્ચયની વાત છે એટલે સત્ય વાત છે. ત્રણકાળ ત્રણલોકના પદાર્થોની સત્યાર્થ સ્થિતિની આ વાત છે. સમજાય છે કાંઈ....?
‘હું કરું, હું કરું’ -એમ અજ્ઞાની મિથ્યા અભિમાન કરે છે. એ તો ‘શકટનો
PDF/HTML Page 3459 of 4199
single page version
ભાર જેમ શ્વાન તાણે’-એના જેવી વાત છે. અહીં ભગવાન ફરમાવે છે કે પરદ્રવ્ય-કર્મ જીવને વિકાર કરાવે છે અને પરદ્રવ્યની પર્યાયને જીવ ઉપજાવે છે-એમ શંકા ન કર; કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. વિકાર થાય એ પણ પર્યાયનો સ્વભાવ છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય પોતાની પર્યાયની યોગ્યતાના સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. ભગવાનની પ્રતિમાનાં દર્શનના ભાવ થાય તે પોતાથી થાય છે, અશુભથી બચવા એવો ભાવ આવે છે પણ એ કાંઈ પ્રતિમાના કારણે થાય છે એમ નથી; તથા મંદિર ને પ્રતિમા આદિ જે વ્યવસ્થા છે તે કાંઈ જીવના કારણે થઈ છે એમ નથી. ભાઈ! જડ ને ચેતન દ્રવ્યોમાં પ્રતિસમય જે જે અવસ્થા થાય તેની વ્યવસ્થા તે તે જડ-ચેતન દ્રવ્યોની છે, અન્ય દ્રવ્ય તેમાં કાંઈ કરતું નથી, કરી શકતું નથી. માટે અમે દાન દીધાં, ને અમે મંદિર બનાવ્યાં, ને ભગવાનની પ્રતિષ્ઠા કરાવી ને ધર્મશાળા બંધાવી ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયા કરવાનાં અભિમાન તું કરે એ પાખંડ સિવાય બીજું કાંઈ નથી. નિમિત્તથી કાર્ય થાય એવી શ્રદ્ધા અત્યારે કોઈ પંડિતોમાં વર્તે છે એય મિથ્યા શ્રદ્ધા અને પાખંડ જ છે.
અહાહા....! દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા ગણધરો, ઇન્દ્રો ને મુનિવરોની સભામાં જે ફરમાવતા હતા તે વાત અહીં આ આવી છે. બહુ સૂક્ષ્મ ને ગંભીર! સમજાય તેટલી સમજો બાપુ! કહે છે-અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો ગુણ કરાવાની અયોગ્યતા છે, કેમકે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. અહાહા.....! અનંત આત્માઓ, અનંતાનંત રજકણો-એ પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય થતી પર્યાય-વિકારી કે નિર્વિકારી પોતાથી ઉત્પન્ન થાય છે. વિકાર ઉત્પન્ન થાય તે પણ તે તે પર્યાયનો સ્વભાવ છે, કર્મ તેમાં નિમિત્ત હો, પણ કર્મનું એમાં કાંઈ કર્તવ્ય નથી.
અમારી સાથે એકવાર એક શ્વેતાંબર સાધુ લીમડીમાં ચર્ચા કરવા આવેલા. તે બડાશથી કહે-તમે સિંહ છો તો અમે સિંહના બચ્ચા છીએ; અમારી સાથે ચર્ચા કરો. ત્યારે કહ્યું-અમે સિંહેય નથી ને અમે કોઈની સાથે નાહકની ચર્ચામાં ઉતરતાય નથી. તો થોડી વાર પછી એ બોલ્યા-શું ચશ્મા વિના જોઈ શકાય? અમે કહ્યું-ભાઈ! આ તો ચર્ચા (પૂરી) થઈ ગઈ. (એમ કે ઊંધી દ્રષ્ટિનો જ આગ્રહ છે ત્યાં કોની સાથે ચર્ચા કરવી?)
ખરેખર જોવા-જાણવાની ક્રિયા થાય છે એ તો જીવમાં પોતાની પોતાથી થાય છે; એમાં ચશ્માંનું શું કામ છે? ચશ્માં તો બાહ્ય નિમિત્તમાત્ર છે બસ. વાસ્તવમાં ચશ્માં વિના જ અંદર જાણવાનું કામ થઈ રહ્યું છે; કારણ કે પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ મહા સિદ્ધાંત છે. હવે કહે છે-આ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે-
PDF/HTML Page 3460 of 4199
single page version
‘માટી કુંભારભાવે (ઘડાભાવે) ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પણ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી.
જુઓ, અહીં કુંભાર ઘડાને ઉત્પન્ન કરે છે એ વાત ખોટી છે એમ સિદ્ધ કરે છે. કહે છે-માટી ઘડારૂપે ઉપજે છે તે કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? માટીના સ્વભાવથી ઉપજે છે, કુંભારના સ્વભાવથી નહિ. જો કુંભારના સ્વભાવથી માટી ઘડારૂપે થતી હોય તો કુંભારનો સ્વભાવ ને કુંભારના શરીરનો આકાર ઘડામાં આવવો જોઈએ. પણ એમ તો છે નહિ. ઘડામાં તો માટીનો સ્વભાવ જ આવ્યો છે, કુંભારનો નહિ. ઘડો બનવાના કાળે કુંભાર, ‘હું ઘડો કરું છું’ -એવો અહંકાર કરો તો કરો, પણ કુંભારનો સ્વભાવ ને આકાર ઘડામાં કદીય આવતો નથી. આ વસ્તુસ્થિતિ છે ભાઈ!
જ્ઞાનીને પરલક્ષે રાગ આવે છે, પણ પરનો તે કર્તા નથી ને રાગનોય કર્તા નથી. તેને રાગથી ભેદજ્ઞાન છે ને? તેથી જ્ઞાનમાં રાગને પરજ્ઞેયપણે જાણે જ છે બસ. તે રાગનો કર્તા નથી. અહીં એ વાત નથી. અહીં તો પરદ્રવ્યની પર્યાય, બીજું પરદ્રવ્ય કરી શકે નહિ એટલું સિદ્ધ કરવું છે. કુંભાર જ્ઞાની હો કે અજ્ઞાની, તે માટીની કુંભભાવે થતી અવસ્થાને કરી શકે નહિ એમ અહીં સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ.....?
અહાહા....! કહે છે-ઘડાનો કર્તા જો કુંભાર હોય તો ઘડો કરવાનો જેને રાગ થયો છે અને જેનો હાથ વ્યાપાર કરે છે એવા કુંભારના શરીરના આકારે ઘડો થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી. કેમ? કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અહાહા....! કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્ય દ્રવ્યના સ્વભાવે ત્રણકાળમાં થતી નથી. પરદ્રવ્ય નિમિત્ત હો, પણ પરદ્રવ્યથી કોઈ દ્રવ્યની પર્યાય થાય એમ કદીય બનતું નથી. માટીનો ઘડો થાય એમાં કુંભાર નિમિત્ત હો, નિમિત્તની કોણ ના પાડે છે? પણ કુંભારથી-નિમિત્તથી માટીનો ઘડો થાય છે એ વાત ત્રણકાળમાં સત્ય નથી.
આ પાણી ઉનું થાય છે ને? તે અગ્નિથી ઉનું થાય છે એમ, દેખવામાં આવતું નથી. અહાહા....! (પાણીના રજકણોના) સ્પર્શગુણની પર્યાય પહેલાં ઠંડી હતી તે બદલીને ઉષ્ણ થઈ છે તે અગ્નિથી થઈ છે એમ અમને દેખવામાં આવતું નથી-એમ સંતો-કેવળીના કેડાયતીઓ કહે છે.