PDF/HTML Page 3421 of 4199
single page version
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.
અરે ભાઈ! સ્વદ્રવ્યનો આશ્રય કર્યા વિના સમ્યગ્દર્શન-જ્ઞાન થતાં જ નથી. અહીં કહે છે-આત્મા કદીય રાગરૂપ થતો નથી ને રાગ કદીય આત્મારૂપ થતો નથી. તેનું દ્રષ્ટાંત કહે છે-
ચાંદની પૃથ્વીને ઉજ્જ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી નથી; પૃથ્વી તો પૃથ્વી જ રહે છે અને ચાંદની ચાંદની જ રહે છે. ચાંદની પૃથ્વીને અડતી જ નથી, ને પૃથ્વી ચાંદનીને અડતી જ નથી. તેમ, કહે છે, જ્ઞાન જ્ઞેયને જાણે છે તોપણ જ્ઞાન જ્ઞેયનું જરા પણ થતું નથી. ભાઈ! આ પંચમહાવ્રતના પરિણામ થાય તે રાગ છે; જ્ઞાન તે રાગને જાણે છે, પણ જ્ઞાન રાગરૂપે થતું જ નથી. જ્ઞાન રાગને અડતું જ નથી અને રાગ જ્ઞાનને અડતો જ નથી.
અરે! જીવો પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુ સુખધામ પ્રભુ આત્મા છે તેને ભૂલીને પુણ્ય-પાપની પ્રવૃત્તિમાં રોકાઈ પડયા છે. પરંતુ પુણ્ય-પાપના ભાવ વાસ્તવમાં તો પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી; ભગવાન આત્માની એ ચીજ નથી. ભગવાન આત્માનો સહજ જાણગસ્વભાવ છે તેથી તે પુણ્ય-પાપ આદિ ભાવોને જાણે છે, પણ તેથી કાંઈ પુણ્ય-પાપ આદિ ભાવ જ્ઞાનરૂપ-આત્મરૂપ થઈ જતા નથી. ભગવાન આત્મા ને રાગાદિ પદાર્થો ભિન્ન જ રહે છે, કદી એકરૂપ થતા નથી. વાસ્તવમાં રાગ મારો સ્વભાવ છે એમ માનીને જીવ મિથ્યાત્વ આદિ અજ્ઞાનમય ભાવોને ઉત્પન્ન કરે છે અને તે એને ચારગતિમાં પરિભ્રમણનું કારણ થાય છે.
કહે છે- ‘આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં જ્ઞેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે જ્ઞેયોનો પ્રવેશ નથી.’
અહાહા...! જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્મા છે. તેના જ્ઞાનની સ્વચ્છતામાં જણાવાયોગ્ય જ્ઞેય પદાર્થો સ્વયમેવ ઝળકે છે એટલે જણાય છે. છતાં જ્ઞાનમાં તે જ્ઞેયોનો પ્રવેશ નથી. શુભાશુભ રાગ થાય તેને જ્ઞાન જાણે પણ જ્ઞાન તે રાગરૂપે થતું નથી, ને તે રાગ જ્ઞાનરૂપે થતો નથી. જ્ઞાનમાં જ્ઞેય કદી પ્રવેશતું નથી, ને જ્ઞાન જ્ઞેયમાં કદી પ્રવેશતું નથી.
રાગદ્વેષની ઉત્પત્તિ મિથ્યાદ્રષ્ટિને જ થાય છે એમ અહીં કહેવું છે. સમ્યગ્દ્રષ્ટિને કિંચિત્ રાગ (અસ્થિરતાનો) હોય છે, પણ તેને અહીં ગૌણ ગણીને જ્ઞાનસ્વભાવ જાણવા- દેખવામાત્ર કામ કરે છે એમ કહે છે. સમ્યગ્દ્રષ્ટિને જરી રાગ થાય છે અને તેની જરી આકુળતા પણ થાય છે, પણ તેને તે જ્ઞેય તરીકે જ્ઞાનમાં જાણે છે. લ્યો, આ પ્રમાણે જ્ઞાન
PDF/HTML Page 3422 of 4199
single page version
રાગને, સંયોગને જાણે છે, પણ જ્ઞાન તે-રૂપે થતું નથી, વળી જ્ઞાનમાં જ્ઞેયોનો પ્રવેશ નથી, અર્થાત્ જ્ઞેયો જ્ઞાનરૂપે થતા નથી. અહીં દ્રષ્ટિપ્રધાન વાત છે. બાકી જ્ઞાનીને જે કિંચિત્ રાગદ્વેષના વિકલ્પ થાય છે એટલું વેદન પણ છે, પણ એ વાત અહીં નથી. સમજાણું કાંઈ....?
હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
‘तावत् राग–द्वेष–द्वयम् उदयते’ ત્યાં સુધી રાગ-દ્વેષનું દ્વંદ્વ ઉદય પામે છે (- ઉત્પન્ન થાય છે) ‘यावत् एतत् ज्ञानम् ज्ञानम् न भवति’ કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય ‘पुनः बोध्यम् बोध्यताम् न याति’ અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે.
અહાહા....! શું કહે છે? કે ત્યાં સુધી રાગ-દ્વેષની પરંપરા ઊભી રહે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય અર્થાત્ જ્ઞાન સમ્યગ્જ્ઞાન ન થાય. ઝીણી વાત છે પ્રભુ! આત્મા જાણગસ્વભાવી પ્રભુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ સર્વજ્ઞસ્વરૂપ વસ્તુ છે. અહા! આવા નિજસ્વરૂપની જેને અંતર્દ્રષ્ટિ થઈ તે સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને, કહે છે, રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી; કેમકે જ્ઞાનરસથી ભરેલી પોતાની વસ્તુમાં રાગદ્વેષ નથી.
ધર્માત્માને કમજોરીવશ કિંચિત્ રાગાદિ ઉત્પન્ન થાય છે, પરંતુ પ્રગટ જ્ઞાન- સમ્યગ્જ્ઞાન તેની સાથે એકમેક થતું નથી. જ્ઞાન તેને બીજી ચીજ છે, પરજ્ઞેય છે એમ જાણે જ છે બસ; અર્થાત્ જ્ઞાન રાગરૂપ થતું નથી ને રાગ જ્ઞાનમાં પ્રવેશ પામતો નથી. આવી વાત છે. સમજાણું કાંઈ....!
અહાહા....! કહે છે-ત્યાં સુધી રાગદ્વેષનું દ્વંદ્વ ઉદય પામે છે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપે ન રહે અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે. અહા! જ્ઞાન જ્ઞાનસ્વભાવે પરિણમવાને બદલે, આ શરીરાદિ પદાર્થો મારા છે, શુભાશુભભાવો મને લાભદાયી છે એમ અજ્ઞાનભાવે પરિણમે ત્યાં સુધી રાગદ્વેષની પરંપરા ચાલુ જ રહે છે. ભાઈ! શરીરાદિ પદાર્થો ને શુભાશુભભાવો તે જ્ઞેય છે, પરજ્ઞેય છે; તે તારાં કેમ થઈ જાય? એને તું જ્ઞેયપણે ન માનતાં અન્યથા માને તે અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગદ્વેષનું દ્વંદ્વ ઉત્પન્ન થયા જ કરે છે. પરંતુ જ્યાં જ્ઞાન જ્ઞાનસ્વભાવે થયું કે જ્ઞેયો જ્ઞેયપણે તેમાં પ્રતિભાસ્યા અને ત્યારે રાગદ્વેષની ઉત્પત્તિ અટકી ગઈ. અહાહા....! સમ્યગ્દ્રષ્ટિ ધર્મી પુરુષને સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું છે; તેનું જ્ઞાન જ્ઞાનરૂપ થયું છે, તેથી મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ તેને ઉત્પન્ન થતા નથી; તેને હવે દીર્ઘ સંસાર રહ્યો નથી. આવું! સમજાણું કાંઈ....?
PDF/HTML Page 3423 of 4199
single page version
‘तत् इदं ज्ञानं न्यक्कृत–अज्ञानभावं ज्ञानं भवतु’ માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ– ‘येन भाव–अभावौ तिरयन् पूर्णस्वभावः भवति’ કે જેથી ભાવ-અભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ (પ્રગટ) થાય.
દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના પરિણામ મારા છે, મને હિતકારી છે એવી માન્યતા અજ્ઞાનભાવ છે. આ શરીર, મન, વાણી, ને પુણ્ય-પાપના ભાવ-એ સર્વ પરજ્ઞેય છે, ભગવાન આત્માના નિશ્ચયે કાંઈ પણ સંબંધી નથી. તથાપિ તેઓ મારા (સંબંધી) છે એમ માનવું તે અજ્ઞાનભાવ છે. અહીં કહે છે-આવા અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાન જ્ઞાનરૂપ થાઓ. ‘જ્ઞાનરૂપ થાઓ’ એટલે શું? કે અંદર વસ્તુ ત્રિકાળ ધ્રુવ જ્ઞાનસ્વભાવી પોતે છે તે જ હું છું એવું જ્ઞાન પ્રગટ થાઓ. અહાહા...! અજ્ઞાનદશામાં શરીરાદિ પરજ્ઞેય હું છું, મારા છે એમ માનતો હતો તે હવે ત્યાંથી ખસીને આ જ્ઞાન.. જ્ઞાન.. જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા જ હું છું એમ જ્ઞાન-શ્રદ્ધાન થાઓ-એમ કહે છે. સમજાણું કાંઈ...?
અહો! સંતોએ-કેવળીના કેડાયતી મુનિ ભગવંતોએ-ગજબની વાતુ કરી છે. કહે છે-સર્વને જાણવું ને સર્વને દેખવું એવો તારો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ છે. કોઈ પણ પર ચીજને પોતાની માનવી એવું તારું સ્વરૂપ નથી. ચાહે તો વ્યવહારરત્નત્રયનો વિકલ્પ હો કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હો-એ બધો પરભાવ છે, પરજ્ઞેય છે. તેમાં સ્વની બુદ્ધિ કરવી તે અજ્ઞાનભાવ છે. જ્ઞાની તો તેને પરજ્ઞેય તરીકે જાણે છે, તેમાં સ્વામિત્વની બુદ્ધિ કરતો નથી. અહાહા...! જ્ઞાનીના જ્ઞાનથી રાગ ભિન્ન જ પડી ગયો હોય છે; તેના જ્ઞાનમાં રાગનો પ્રવેશ જ નથી. જ્ઞાન પોતામાં રહીને રાગને જાણે છે બસ.
ભગવાન આત્મા ત્રિકાળ શાશ્વત એક જ્ઞાનસ્વરૂપી ચીજ છે. તેને ભૂલીને જ્યાં સુધી જીવ દેહાદિ ને રાગ-દ્વેષાદિ મારા માને ત્યાં સુધી અજ્ઞાનભાવ છે, અને જ્યાં સુધી અજ્ઞાનભાવ છે ત્યાં સુધી રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે અને સંસાર ઊભો રહે છે. આચાર્ય કહે છે-અજ્ઞાનભાવને દૂર કરીને જ્ઞાન જ્ઞાનરૂપ થાઓ ને જ્ઞેય જ્ઞેયરૂપ જ રહો -કે જેથી ભાવ-અભાવને અર્થાત્ રાગ-દ્વેષરૂપ ઉત્પાદ-વ્યયને અટકાવી દેતો પૂર્ણસ્વભાવ પ્રગટ થાય. ભાઈ! રાગ કેવો પણ સૂક્ષ્મ હોય, જ્યાંસુધી તે મારો છે ને મને હિતકારી છે એમ માને ત્યાં સુધી અજ્ઞાનભાવ છે ને ત્યાંસુધી જીવને રાગદ્વેષનું દ્વંદ્વ પ્રગટ થયા જ કરે છે. પરંતુ જેને પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાનું અંતરમાં ભાન થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્મી પુરુષને અજ્ઞાનભાવ દૂર થયો છે ને હવે તેને અજ્ઞાનમય રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી. દેહાદિ પરજ્ઞેયોને તે પરપણે જાણીને નિજ જ્ઞાનસ્વભાવમાં સ્થિર થતો જાય છે. આ પ્રમાણે જ્ઞાનસ્વભાવમાં વિશેષ વિશેષ રમણતા કરતો થકો તે પૂર્ણસ્વભાવને
PDF/HTML Page 3424 of 4199
single page version
અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત થાય છે. અહો! ધર્મી પુરુષની આવી અચિંત્ય અલૌકિક ભાવના હોય છે.
હવે આમાં વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ક્યાં રહી પ્રભુ? અહી તો વ્યવહારરત્નત્રયને પરજ્ઞેયમાં નાખી દીધાં છે. અહાહા.....! જાણનાર... જાણનાર.... જાણનાર બસ કેવળ જાણવાપણે રહેતાં કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે-એમ વાત છે.
‘જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞેય જ્ઞેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ ઉપજે છે; માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ પ્રાર્થના છે.’
આત્મા નિત્ય જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે; ને રાગાદિ છે તે જ્ઞાનમાં જાણવાલાયક પરજ્ઞેય છે. અહીં કહે છે-જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય ને જ્ઞેય જ્ઞેયપણે ન રહે ત્યાં સુધી રાગદ્વેષ ઉપજે છે. અહીં મિથ્યાત્વસંબંધી રાગદ્વેષની વાત છે. માટે, કહે છે, આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ. અહા! આ જ્ઞાનસ્વભાવી શાશ્વત શુદ્ધ ચિન્માત્ર વસ્તુ તે જ હું છું, રાગાદિ મારાં કાંઈ નથી એવી નિર્મળ દ્રષ્ટિ પ્રગટ થાઓ એમ કહે છે. અહાહા....! હું તો શુદ્ધ ચિન્માત્ર આત્મા છું અને આ જણાય છે તે રાગાદિ ને દેહાદિ મારાં કાંઈ નથી. એવી દ્રષ્ટિ પ્રગટ થાઓ કે જેથી જ્ઞાનમાં જે ભાવ-અભાવરૂપ બે અવસ્થાઓ (દ્વંદ્વ) થાય છે તે મટી જાય, અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય.
અહા! મારો સ્વભાવ તો ત્રિકાળ જાણવાપણે જ છે-એમ જ્ઞાન જ્ઞાનરૂપ થાય ત્યારે ધર્મી પુરુષને રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. આ રીતે રાગદ્વેષ મટી જાય અને સ્વસ્વરૂપની એકાગ્રતાની ભાવના દ્વારા જ્ઞાન પૂર્ણસ્વભાવને પ્રાપ્ત થાય -એવી ધર્મી પુરુષની ભાવના હોય છે. ધર્મી પુરુષને અસ્થિરતાનો કિંચિત્ રાગ થતો હોય છે પણ તેનો તે જ્ઞાતા જ રહે છે અને ક્રમે કરીને જ્ઞાનસ્વભાવની એકાગ્રતાના પુરુષાર્થ વડે તેનો પણ તે અભાવ કરી પૂર્ણ જ્ઞાનસ્વભાવને પ્રાપ્ત થઈ જાય છે. લ્યો, આવી વાતુ છે.
PDF/HTML Page 3425 of 4199
single page version
दंसणणाणचरत्तिं किंचि वि णत्थि दु अचेदणे विसए। तम्हा कि घादयदे चेदयिदा तेसु विसएसु।। ३६६।। दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे कम्मे। तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि।। ३६७।।
दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए। तम्हा किं घादयदे चेदयिदा तेसु काएसु।। ३६८।। णाणस्स दंसणस्स य भणिदो घादो तहा चरित्तस्स। ण वि तहिं पोग्गलदव्वस्स को वि घादो दु णिद्दिट्ठो।। ३६९।।
‘જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભિન્ન છે, આત્માના દર્શનજ્ઞાનચારિત્રાદિ કોઈ ગુણો પરદ્રવ્યોમાં નથી’ એમ જાણતો હોવાથી સમ્યગ્દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી; વળી રાગદ્વેષાદિ જડ વિષયોમાં પણ નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે. -આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-
તે કારણે આ આતમા શું હણી શકે તે વિષયમાં? ૩૬૬.
ચારિત્ર–દર્શન–જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે કર્મમાં? ૩૬૭.
ચારિત્ર–દર્શન–જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે કાયમાં? ૩૬૮.
છે જ્ઞાનનો, દર્શન તણો, ઉપઘાત ભાખ્યો ચરિતનો,
ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પુદ્ગલદ્રવ્યનો. ૩૬૯.
PDF/HTML Page 3426 of 4199
single page version
तम्हा सम्मादिट्ठिस्स णत्थि रागो दु विसएसु।। ३७०।।
रागो दासो मोहो जीवस्सेव य अणण्णपरिणामा।
एदेण कारणेण दु सद्दादिसु णत्थि रागादी।। ३७१।।
तस्मात्किं हन्ति चेतयिता तेषु विषयेषु।। ३६६।।
दर्शनज्ञानचारित्रं किञ्चिदपि नास्ति त्वचेतने कर्मणि।
तस्मात्किं हन्ति चेतयिता तत्र कर्मणि।। ३६७।।
दर्शनज्ञानचारित्रं किञ्चिदपि नास्ति त्वचेतने काये।
तस्मात्किं हन्ति चेतयिता तेषु कायेषु।। ३६८।।
ज्ञानस्य दर्शनस्य च भणितो घातस्तथा चारित्रस्य।
नापि तत्र पुद्गलद्रव्यस्य कोऽपि घातस्तु निर्दिष्टः।। ३६९।।
ગાથાર્થઃ– [दर्शनज्ञानचारित्रम्] દર્શન-જ્ઞાન-ચારિત્ર [अचेतने विषये तु] અચેતન વિષયમાં [किञ्चित् अपि] જરા પણ [न अस्ति] નથી, [तस्मात्] તેથી [चेतयिता] આત્મા [तेषु विषयेषु] તે વિષયોમાં [किं हन्ति] શું હણે (અર્થાત્ શાનો ઘાત કરી શકે)?
[दर्शनज्ञानचारित्रम्] દર્શન-જ્ઞાન-ચારિત્ર [अचेतने कर्मणि तु] અચેતન કર્મમાં [किञ्चित् अपि] જરા પણ [न अस्ति] નથી, [तस्मात्] તેથી [चेतयिता] આત્મા [तत्र कर्मणि] તે કર્મમાં [किं हन्ति] શું હણે? (કાંઈ હણી શક્તો નથી.)
[दर्शनज्ञानचारित्रम्] દર્શન-જ્ઞાન-ચારિત્ર [अचेतने काये तु] અચેતન કાયામાં [किञ्चित् अपि] જરા પણ [न अस्ति] નથી, [तस्मात्] તેથી [चेतयिता] આત્મા [तेषु कायेषु] તે કાયાઓમાં [किं हन्ति] શું હણે? (કાંઈ હણી શક્તો નથી.)
તે કારણે વિષયો પ્રતિ સુદ્રષ્ટિ જીવને રાગ ના. ૩૭૦.
તે કારણે શબ્દાદિ વિષયોમાં નહીં રાગાદિ છે. ૩૭૧.
PDF/HTML Page 3427 of 4199
single page version
तस्मात्सम्पग्द्रष्टेर्नास्ति रागस्तु विषयेषु।। ३७०।।
रागो द्वेषो मोहो जीवस्यैव चानन्यपरिणामाः।
एतेन कारणेन तु शब्दादिषु न सन्ति रागादयः।। ३७१।।
[ज्ञानस्य] જ્ઞાનનો, [दर्शनस्य च] દર્શનનો [तथा चारित्रस्य] તથા ચારિત્રનો [घातः भणितः] ઘાત કહ્યો છે, [तत्र] ત્યાં [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યનો [घातः तु] ઘાત [कः अपि] જરા પણ [न अपि निर्दिष्टः] કહ્યો નથી. (દર્શન-જ્ઞાન-ચારિત્ર હણાતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી.)
(આ રીતે) [ये केचित्] જે કોઈ [जीवस्य गुणाः] જીવના ગુણો છે, [ते खलु] તે ખરેખર [परेषु द्रव्येषु] પર દ્રવ્યોમાં [न सन्ति] નથી; [तस्मात्] તેથી [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિને [विषयेषु] વિષયો પ્રત્યે [रागः तु] રાગ [न अस्ति] નથી.
[च] વળી [रागः द्वेषः मोहः] રાગ, દ્વેષ અને મોહ [जीवस्य एव] જીવના જ [अनन्यपरिणामाः] અનન્ય (એકરૂપ) પરિણામ છે, [एतेन कारणेन तु] તે કારણે [रागादयः] રાગાદિક [शब्दादिषु] શબ્દાદિ વિષયોમાં (પણ) [न सन्ति] નથી.
(રાગદ્વેષાદિ સમ્યગ્દ્રષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.)
ટીકાઃ– ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધારનો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે. વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટનો ઘાત થતાં *ઘટ-પ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટ-પ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ પ્રમાણે ન્યાય કહ્યો.) હવે, આત્માના ધર્મો-દર્શન, જ્ઞાન અને ચારિત્ર-પુદ્ગલદ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી (એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે ‘દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી’ એમ ફલિત (સિદ્ધ) થાય છે; કારણ કે, જો એમ ન હોય તો દર્શન- જ્ઞાન-ચારિત્રનો ઘાત _________________________________________________________________ * ઘટ-પ્રદીપ = ઘડામાં મૂકેલો દીવો. (પરમાર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ ગુણો છે.)
PDF/HTML Page 3428 of 4199
single page version
तौ वस्तुत्वप्रणिहितद्रशा द्रश्यमानौ न किञ्चित्।
सम्यग्द्रष्टिः क्षपयतु ततस्तत्त्वद्रष्टया स्फुटं तौ
ज्ञानज्योतिर्ज्वलति सहजं येन पूर्णाचलार्चिः।। २१८।।
થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્ અવશ્ય થવો જોઈએ). આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી એમ અમે સમ્યક્ પ્રકારે દેખીએ છીએ (-માનીએ છીએ); કારણ કે જો એમ ન હોય તો, અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. (આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી.)
(પ્રશ્નઃ–) જો આમ છે તો સમ્યગ્દ્રષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે? (ઉત્તરઃ–) કોઈ પણ કારણે થતો નથી. (પ્રશ્નઃ–) તો પછી રાગની કઈ ખાણ છે? (ઉત્તરઃ–) રાગ-દ્વેષ-મોહ, જીવના જ અજ્ઞાનમય પરિણામ છે (અર્થાત્ જીવનું અજ્ઞાન જ રાગાદિક ઊપજવાની ખાણ છે); માટે તે રાગદ્વેષમોહ, વિષયોમાં નથી કારણ કે વિષયો પરદ્રવ્ય છે, અને સમ્યગ્દ્રષ્ટિમાં (પણ) નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે; આ રીતે રાગદ્વેષમોહ, વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દ્રષ્ટિને (પણ) નહિ હોવાથી, (તેઓ) છે જ નહિ.
ભાવાર્થઃ– આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગદ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન પુદ્ગલદ્રવ્ય હણાતું નથી; વળી પુદ્ગલદ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી; માટે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી. આવું જાણતા સમ્યગ્દ્રષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગદ્વેષમોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઊપજે છે; જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ થાય ત્યારે તેઓ ઊપજતા નથી. આ રીતે રાગદ્વેષમોહ પુદ્ગલમાં નથી તેમ જ સમ્યગ્દ્રષ્ટિમાં પણ નથી, તેથી શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી જોતાં તેઓ છે જ નહિ. પર્યાયદ્રષ્ટિથી જોતાં જીવને અજ્ઞાન-અવસ્થામાં તેઓ છે, એ પ્રમાણે જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [इह ज्ञानम् हि अज्ञानभावात् राग–द्वेषौ भवति] આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે; [वस्तुत्व–प्रणिहित–द्रशा द्रश्यमानौ तौ
PDF/HTML Page 3429 of 4199
single page version
नान्यद्र्रव्यं वीक्ष्यते किञ्चनापि।
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति
व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्।। २१९।।
किञ्चित् न] વસ્તુત્વમાં મૂકેલી (-સ્થાપેલી, એકાગ્ર કરેલી) દ્રષ્ટિ વડે જોતાં (અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં, તે રાગદ્વેષ કાંઈ જ નથી (-દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી). [ततः सम्यग्द्रष्टिः तत्त्वद्रष्टया तौ स्फुटं क्षपयतु] માટે (આચાર્યદેવ પ્રેરણા કરે છે કે) સમ્યગ્દ્રષ્ટિ પુરુષ તત્ત્વદ્રષ્ટિ વડે તેમને (રાગદ્વેષને) પ્રગટ રીતે ક્ષય કરો, [येन पूर्ण–अचल–अर्चिः सहजं ज्ञानज्योतिः ज्वलति] કે જેથી, પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
ભાવાર્થઃ– રાગદ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી, જીવને અજ્ઞાનભાવથી (રાગદ્વેષરૂપ પરિણામ) થાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિ થઈને તત્ત્વદ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ (રાગદ્વેષ) કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મનો નાશ થઈ કેવળજ્ઞાન ઊપજે છે. ૨૧૮.
‘અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શક્તું નથી’ એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [तत्त्वद्रष्टया] તત્ત્વદ્રષ્ટિથી જોતાં, [राग–द्वेष–उत्पादकं अन्यत् द्रव्यं किञ्चन अपि न वीक्ष्यते] રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, [यस्मात् सर्व–द्रव्य–उत्पत्तिः स्वस्वभावेन अन्तः अत्यन्तं व्यक्ता चकास्ति] કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે,
ભાવાર્થઃ– રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શક્તું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણપર્યાયોની ઉત્પત્તિ થતી નથી. ૨૧૯.
જ્ઞાન અને જ્ઞેય તદ્ન ભિન્ન છે, આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ કોઈ ગુણો પરદ્રવ્યોમાં નથી-એમ જાણતો હોવાથી સમ્યગ્દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી;
PDF/HTML Page 3430 of 4199
single page version
વળી રાગદ્વેષાદિ જડ વિષયોમાં પણ નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે. -આવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ-
‘ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધારનો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે.’
જુઓ, શું કીધું? કે આધારનો નાશ થતાં આધેયનો નાશ થાય જ છે. જેમકે દીવો આધાર છે, ને પ્રકાશ તેનું આધેય છે; તેથી જો દીવાનો નાશ થાય તો આધેય જે પ્રકાશ તેનો નાશ થાય જ છે. વળી આધેય હણાતાં આધાર હણાય જ છે, જેમકે આધેય જે પ્રકાશ તે હણાતાં દીવો હણાય જ છે. હવે કહે છે-
‘વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ દીવાનો ઘાત થતાં ઘટ-પ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટ- પ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ પ્રમાણે ન્યાય કહ્યો).’
જુઓ, આ તમારે નવરાત્રમાં ઘડો કોરીને અંદર દીવો મૂકે છે ને? અહીં કહે છે-બહાર ઘડાનો નાશ થતાં અંદર રહેલા દીવાનો નાશ થતો નથી; અને અંદર દીવાનો નાશ થતાં એટલે કે દીવો ઓલવાઈ જતાં કાંઈ ઘડાનો નાશ થતો નથી. કેમ એમ? કેમકે પરમાર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ ગુણો છે, ને દીવામાં દીવાના ગુણો છે. ઘડો અને દીવો બન્ને ભિન્ન ભિન્ન ચીજો છે; બે વચ્ચે વાસ્તવિક આધાર- આધેય સંબંધ નથી.
જુઓ અહીં બે વાત કરીઃ-
૧. દીવાનો નાશ થતાં પ્રકાશનો નાશ થાય છે, ને પ્રકાશનો નાશ થતાં દીવાનો
૨. ઘડાનો નાશ થતાં અંદર રહેલા દીવાનો નાશ થતો નથી, ને અંદર રહેલા
કહ્યો.
હવે, આત્માના ધર્મો-દર્શન ‘જ્ઞાન અને ચારિત્ર-પુદ્ગલદ્રવ્યનો ઘાત થવા છતાં
PDF/HTML Page 3431 of 4199
single page version
હણાતા નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી (એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી એમ ફલિત (સિદ્ધ) થાય છે; કારણ કે જો એમ ન હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્ અવશ્ય થવો જોઈએ).’
જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના ધર્મો છે. અહાહા....! ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ સદા જ્ઞાનસ્વરૂપી છે. તેની અંતર્દ્રષ્ટિ થઈ પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે ને તેમાં રમણતા થાય તે ચારિત્ર છે. આ પ્રમાણે આત્માના આશ્રયે પ્રગટ થયેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના ધર્મો કહેતાં આત્માની નિર્મળ વીતરાગી પર્યાય છે. હવે કહે છે-શરીરનો ઘાત થઈ જાય, શરીર જીર્ણ થાય, ને વાણી બંધ થઈ જાય ઇત્યાદિ જડની ક્રિયા થાય એથી કરીને આત્માના આશ્રયે પ્રગટ થયેલાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થઈ જાય છે શું? ના, નથી થતો; કેમકે શરીર ભિન્ન ચીજ છે, ને આત્માના ધર્મો-દર્શન-જ્ઞાન-ચારિત્ર ભિન્ન ચીજ છે. શરીરની ક્રિયા ન થઈ તેથી કાંઈ આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થઈ જાય એમ છે નહિ; કેમકે એ બન્નેને (આધાર-આધેય) સંબંધ નથી. શરીરની ક્રિયા ન થઈ શકે તો શરીરનો ઘાત થાય, પુદ્ગલનો ત્યાં ઘાત થાય, પણ તેનાથી આત્માના કોઈ ધર્મો હણાતા નથી. સમજાય છે કાંઈ....!
હું જ્ઞાતા-દ્રષ્ટા છું-એવી દ્રષ્ટિ છોડીને હું રાગ છું, પુણ્ય-પાપભાવોનો હું કર્તા છું, પુણ્યભાવ મારું કર્તવ્ય છે, એનાથી મારું હિત-કલ્યાણ છે ઇત્યાદિ માનનાર જીવ મિથ્યાદ્રષ્ટિ છે અને તેને દર્શન-જ્ઞાન-ચારિત્ર-ધર્મોનો ઘાત થઈ રહ્યો છે. હવે કહે છે-આ રીતે પોતાના દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં બહારમાં શરીરની ક્રિયાનો -ગુપ્તિ, સમિતિ, મહાવ્રત આદિ સંબંધી ક્રિયાનો-શું ઘાત થાય જ છે? ના, નથી થતો. તેને દર્શન- જ્ઞાન-ચારિત્ર-ધર્મોનો ઘાત થવા છતાં બહારમાં શરીરની ક્રિયા એવી ને એવી થતી હોય છે; કેમકે શરીરની ક્રિયા ને આત્માના ધર્મોને પરસ્પર કાંઈ સંબંધ નથી, બન્ને ભિન્ન ભિન્ન જ છે. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ!
શરીરની પ્રવૃત્તિ એવી ને એવી થતી હોય, પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ બધી વ્યવહારની ક્રિયા બરાબર થતી હોય છતાં અંદરમાં રાગ મારો (ઈષ્ટ) છે એવું શલ્ય હોતાં આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર-ધર્મોનો ઘાત થતો હોય છે. અહીં એમ સિદ્ધ કરવું છે કે પાંચ ઈન્દ્રિયના વિષયો પર પદાર્થ છે, દેવ-ગુરુ-શાસ્ત્ર પણ પર પદાર્થ છે; ને પરદ્રવ્યમાં-પરપદાર્થમાં રાગદ્વેષ નથી. વળી નિજસ્વભાવમાં પણ રાગદ્વેષ નથી. પણ અરે! જીવ પોતાના સ્વભાવનો ઘાત પોતાના અજ્ઞાનથી કરે છે.
PDF/HTML Page 3432 of 4199
single page version
રાગદ્વેષ તે અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે. અહીં કહે છે- પોતાના ગુણોનો ઘાત થતાં પરનો-પુદ્ગલાદિનો ઘાત થઈ જાય એમ નથી, તથા પરનો-પુદ્ગલાદિનો ઘાત થતાં પોતાના ગુણોનો ઘાત થઈ જાય એમ પણ નથી.
શરીરની ક્રિયા બરાબર હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્ર ટકે છે એમ છે નહિ. જરી સૂક્ષ્મ વાત છે પ્રભુ! જુઓ, શરીરની ક્રિયા ન કરી શકે અને પોતાના દર્શન-જ્ઞાન- ચારિત્ર-ધર્મો તો ટકી રહે; ત્યાં પુદ્ગલનો ઘાત તો થયો પણ પોતાના ધર્મોનો ઘાત ન થયો વળી શરીરની ક્રિયા બહારમાં બરાબર હોય, છતાં એ બહારની ક્રિયાથી મને લાભ છે એમ માને તેને પોતાના ધર્મોનો-દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થાય જ છે. અહાહા....! બહારમાં શરીરની-કાયોત્સર્ગ ને ઉપવાસ આદિ ક્રિયા ને વાણીની ક્રિયા એવી ને એવી થતી હોય છતાં અજ્ઞાની વિપરીતદ્રષ્ટિ જીવને પોતાના ગુણોનો ઘાત થાય જ છે. આવી વાત! કોઈને આકરી લાગે પણ આ સત્ય વાત છે.
બહારની પ્રવૃત્તિ જ દેખાય છતાં આનંદનો નાથ પ્રભુ આત્માની સ્વસન્મુખ પ્રતીતિ, જ્ઞાન ને રમણતા વર્તતી હોય તો તેને પોતાના ધર્મોનો ઘાત થતો નથી. આથી આ સ્પષ્ટ થયું કે વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પો તે આત્માના ધર્મો નથી. (કેમકે વ્રત, તપ આદિના અભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો નથી, ને તેમના સદ્ભાવમાં પણ આત્માના ધર્મોનો ઘાત થતો જોવામાં આવે છે.) વાસ્તવમાં સ્વસ્વરૂપ શુદ્ધ ચિદ્રૂપસ્વરૂપ પ્રભુ આત્માની અંતર-દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે જ આત્માના ધર્મો છે; અને તેને બહારમાં શરીરની ને વ્રતાદિ રાગની ક્રિયાની કોઈ અપેક્ષા નથી.
અહીં તો એક કોર ભગવાન આત્મારામ પોતે સ્વ અને બીજી કોર આખું ગામ- શરીર, મન, વાણી, ઇન્દ્રિય, શુભાશુભ રાગાદિભાવ-એ બધુંય પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યમાં, કહે છે, આત્માનો સ્વભાવ નથી. તેથી પરનો ઘાત થતાં પોતાના સ્વભાવનો-જ્ઞાનાદિ ગુણોનો ઘાત થતો નથી. અહાહા.....! જેમ ઘડાનો નાશ થતાં દીવાનો નાશ થતો નથી, ને દીવાનો નાશ થતાં ઘડાનો નાશ થતો નથી, તેમ, કહે છે-આ ભગવાન આત્મા જ્ઞાનપ્રકાશનું બિંબ પ્રભુ ચૈતન્યદીવો છે. તેના આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્રની જે નિર્વિકલ્પ દશા થઈ તેનો, શરીરાદિરૂપ ઘડાનો ઘાત થવા છતાં, ઘાત થતો નથી; તથા શરીરની ક્રિયા ને રાગની ક્રિયા મારી છે એવી અજ્ઞાનમય માન્યતા વડે એના દર્શન-જ્ઞાન-ચારિત્ર- ગુણોનો ઘાત થાય છે તેવે પ્રસંગે એ શરીરાદિની ક્રિયાનો ઘાત થાય જ છે એમ હોતું નથી. અહો! આ તો જૈન પરમેશ્વરે કહેલું કોઈ અચિંત્ય અલૌકિક તત્ત્વ આચાર્યદેવે જાહેર કર્યું છે.
PDF/HTML Page 3433 of 4199
single page version
લ્યો, આમ ન્યાયથી-લોજીકથી સિદ્ધ કરે છે કે- ‘માટે એ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી એમ સિદ્ધ થાય છે; કારણ કે જો એમ ન હોય તો દર્શન-જ્ઞાન- ચારિત્રનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્ અવશ્ય થવો જોઈએ).’
અહા! જીવને જે રાગ-દ્વેષ-મોહના ભાવ ઉત્પન્ન થાય છે તે પોતાના શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્માના ભાનના અભાવથી એટલે કે અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. રાગ- દ્વેષ-મોહ પરદ્રવ્યથી ઉત્પન્ન થતા નથી, પોતાના સ્વદ્રવ્યથી પણ ઉત્પન્ન થતા નથી; કેમકે પરદ્રવ્ય પોતાના સ્વભાવથી ભિન્ન છે અર્થાત્ પોતાના સ્વભાવો પરદ્રવ્યમાં છે નહિ, અને પોતાનું સ્વદ્રવ્ય તો સદાય શુદ્ધ ચૈતન્યમય વીતરાગસ્વભાવમય છે. અહીં આ સિદ્ધ કરવું છે કે-પરદ્રવ્યમાં પોતાના રાગદ્વેષમોહ નથી અને પરદ્રવ્યથી તેઓ ઉત્પન્ન થાય છે એમ પણ નથી; પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ભાનના અભાવથી, અજ્ઞાનથી, રાગ-દ્વેષ-મોહના ભાવો ઉત્પન્ન થાય છે. આવી વાત છે.
શરીરની ક્રિયા અને શુભ વ્રતાદિનાં અનુષ્ઠાન ન થઈ શકે એમાં તો પુદ્ગલનો ઘાત થાય છે, તેથી કરીને કાંઈ આત્માના ધર્મોનો ઘાત થાય એમ છે નહિ; કેમકે આત્મા અને પુદ્ગલ ભિન્ન ચીજ છે. ભાઈ! જીવને જે સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થાય છે એ કાંઈ સાંભળવાથી, ઈન્દ્રિયોથી, ભાવઇન્દ્રિયથી કે શુભરાગથી થાય છે એમ નથી; પરંતુ પોતાના સ્વસ્વરૂપના-ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માના-આશ્રયે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે.
સમ્યગ્જ્ઞાન (મતિ-શ્રુતજ્ઞાનને) તત્ત્વાર્થસૂત્રમાં પરોક્ષ કહ્યું છે ને?
હા, કહ્યું છે; પણ એ તો અપેક્ષાથી વાત કરી છે, અંદર પ્રત્યક્ષપણાનો ભાવ ગૌણપણે રહ્યો જ છે. ભાઈ! સમ્યગ્જ્ઞાન આત્માના લક્ષે ઉત્પન્ન થાય છે. અહીં કહે છે- આત્મજ્ઞાન-સમ્યગ્જ્ઞાન જે પ્રગટ થયું તેનો ઈન્દ્રિયના ઘાતથી કાંઈ ઘાત થતો નથી, તથા મન-ઈન્દ્રિય બરાબર હોય તેટલા માત્રથી આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી.
અરે! લોકોને મન એવો ભ્રમ ઘર કરી ગયો છે કે શરીરની ક્રિયા ને વ્રત-તપ આદિ રાગની ક્રિયાથી ધર્મ-સંવર થાય છે. પણ બાપુ! એમ છે નહિ. જુઓ, શું કહે છે? કે ઘટનો નાશ થતાં ઘટ-દીપકનો નાશ થતો નથી; તેમ ઈન્દ્રિયો અને વ્રતાદિની ક્રિયાનો ઘાત થતાં કાંઈ અંતરંગ આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રનો નાશ થતો નથી. વળી વ્રતાદિની બાહ્ય ક્રિયાઓ એવી ને એવી હોવા છતાં અજ્ઞાનને કારણે દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતો હોય છે, જેમ ઘટ એવો ને એવો હોય છે છતાં
PDF/HTML Page 3434 of 4199
single page version
ઘટ દીપકનો નાશ થતો હોય છે. ભાઈ! વ્રત-તપ-ભક્તિ ઇત્યાદિના પરિણામ પુદ્ગલના પરિણામ છે અને તેમાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રના ધર્મો સમાતા નથી. તેથી પુદ્ગલની ક્રિયાથી આત્માનો સ્વભાવ ઉત્પન્ન થાય એમ કદીય બને નહિ; બાહ્ય વ્રત- તપની ક્રિયાથી આત્માનું ચારિત્ર પ્રગટે એમ કદીય છે નહિ. આવી વાત છે. હવે કહે છે-
‘આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી. અમે અમે સમ્યક્ પ્રકારે દેખીએ છીએ (-માનીએ છીએ); કારણ કે જો એમ ન હોય તો, અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યોનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. (આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી).’
અહાહા.....! કહે છે- ‘આમ છે તેથી... , અર્થાત્ પુદ્ગલનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત થતો નથી, ને જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલનો ઘાત થતો નથી-આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી. શું કીધું? આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંત શક્તિઓ- ગુણો છે. તે બધા, કહે છે, પરદ્રવ્યોમાં નથી. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ને વ્રતાદિના વિકલ્પોમાં જીવના કોઈ ગુણો નથી. જો એમ ન હોય તો એકનો ઘાત થતાં બીજાનો ઘાત અનિવાર્ય થાય. પણ એમ થતું નથી.
ભાઈ! આ બધું સમજવું પડશે હોં; આત્માની સમજણ કરવાનો આ અમૂલ્ય અવસર છે. ભાઈ! આ અવસર ચાલ્યો જાય છે હોં. આ બહારની લક્ષ્મી ને આબરૂ એ તો કાંઈ નથી, ને આ વ્રત-તપ-ભક્તિ ઇત્યાદિ બધો રાગ છે, થોથાં છે. લોકો વાડામાં પડયા છે તેમને સત્ય શું છે એ બિચારાઓને સાંભળવા મળ્યું નથી. અહીં કહે છે-વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ પુદ્ગલની ક્રિયા છે ને તેમાં ચૈતન્યનો સ્વભાવ-ગુણ નથી. જીવના જેટલા ગુણો છે તે બધાય તે વ્રતાદિની ક્રિયામાં નથી, અને જીવના ગુણોમાં એ વ્રતાદિની ક્રિયા નથી.
અહાહા....! પોતાના કોઈ ગુણો પરદ્રવ્યમાં નથી. ભાઈ! આ તો ટૂંકા શબ્દોમાં બધું ઘણું ભરી દીધું છે. અહાહા.....! આચાર્ય ભગવંત એમ કહે છે કે-વીતરાગ જિનસ્વરૂપ પ્રભુ અમારો આત્મા છે, તેના આશ્રયે જે નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્ર-ગુણો અમને પ્રગટ થયા છે તે પરદ્રવ્યમાં અર્થાત્ વ્રતાદિરૂપ વ્યવહારરત્નત્રયમાં છે જ નહિ એમ સમ્યક્ પ્રકારે અમે દેખીએ છીએ, માનીએ છીએ. ભાઈ! આ તો જૈન પરમેશ્વરના પેટની વાતો દિગંબર સંતો ખુલ્લી કરે છે; કહે છે-અમારા કોઈ ગુણો પરદ્રવ્યમાં નથી એમ દેખીને અમે માનીએ છીએ.
PDF/HTML Page 3435 of 4199
single page version
અરે! જ્યાં આત્માના ગુણો છે ત્યાં નજર કરતો નથી, ને જ્યાં આત્માના ગુણો નથી ત્યાં અનંતકાળથી નજર કર્યા કરે છે! આખો દિ’ વેપાર કરવામાં ને ભોગ ભોગવવામાં ને બાયડી-છોકરાં સાચવવામાં-એમ પાપની ક્રિયામાં ગુમાવી દે છે પણ એનાં ફળ બહુ માઠાં આવશે ભાઈ! બીજાને (-પુત્રપરિવારને) રાજી કરવામાં ને બીજાથી રાજી થવામાં બધો વખત વેડફી કાઢે પણ એનું ફળ બહુ આકરું આવશે પ્રભુ!
અરે ભાઈ! કોણ દીકરો ને કોણ બાપ? શું આત્મા કદી દીકરો છે? બાપ છે? એ તો બધો જૂઠો લૌકિક વ્યવહાર બાપા! એ બહારની કોઈ ચીજ તારામાં આવતી નથી, ને તું એ ચીજમાં કદીય જતો નથી. માટે પરદ્રવ્ય ઉપરથી દ્રષ્ટિ ખસેડી લે ને જ્યાં પોતાના ગુણો છે એવા ગુણધામ-સુખધામ પ્રભુ આત્મામાં દ્રષ્ટિ લગાવી દે. આ એક જ સુખનો ઉપાય છે, અને એ જ કર્તવ્ય છે. સમજાય છે કાંઈ...?
અહાહા...! આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે. એના કોઈ ગુણ પરદ્રવ્યમાં એટલે દેહાદિ ને રાગાદિમાં નથી. શું કીધું? આ ઉપવાસ, બ્રહ્મચર્ય આદિ દેહની ક્રિયામાં ને વ્રત- તપ આદિ રાગની ક્રિયામાં ભગવાન આત્માના કોઈ ગુણો નથી. તો પછી દેહાદિ ને વ્રતાદિ સાધન વડે આત્માના ગુણ કેમ પ્રગટે? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય કેમ પ્રગટે? ભાઈ! એ બધા વ્યવહારના ભાવ તો ભવના ભાવ છે બાપુ! એનાથી ભવ મળશે, ભવનો અંત નહિ આવે, એમાં નવીન શું છે? એ તો અનંતકાળથી તું કરતો આવ્યો છે. એ ક્રિયાના વિકલ્પો તારા ભવના અંતનો ઉપાય નથી ભાઈ! સંતો કહે છે-આત્માના ગુણો પરદ્રવ્યમાં છે જ નહિ; અર્થાત્ આત્માના ગુણો આત્મામાં જ છે. માટે આત્મામાં લક્ષ કર, તેથી તને આત્માના ગુણોની-દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થશે.
અહીં તો એક કોર આત્મા ને એક કોર આખું જગત-એમ બે ભાગ પાડી દીધા છે. કહે છે-આત્માના ગુણો પરદ્રવ્યમાં નથી. માટે પરદ્રવ્યથી હઠી જા ને સ્વદ્રવ્યમાં દ્રષ્ટિ કર. સ્વદ્રવ્યના લક્ષે પરિણમતાં તને નિર્મળ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થશે. ભાઈ! તારી દ્રષ્ટિનો વિષય એક તું જ છો, દેહેય નહિ, રાગાદિય નહિ ને એક સમયની વિકારી-નિર્વિકારી પર્યાય પણ નહિ. માટે દ્રષ્ટિ સ્વસ્વરૂપમાં લગાવી દે. બસ. આ એક જ કરવા જેવું છે. સમજાણું કાંઈ....? ભાઈ! અંતર્દ્રષ્ટિ વિના બહારથી વ્રતાદિ ધારણ કરે પણ એ માર્ગ નથી, એ તો સંસાર જ સંસાર છે. આવી વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે. હવે કહે છે-
પ્રશ્નઃ– જો આમ છે તો સમ્યગ્દ્રષ્ટિને રાગ કયા કારણે થાય છે? ઉત્તરઃ– કોઈ પણ કારણે થતો નથી.
PDF/HTML Page 3436 of 4199
single page version
પ્રશ્નઃ– તો પછી રાગની કઈ ખાણ છે? ઉત્તરઃ– રાગ-દ્વેષ-મોહ, જીવના જ અજ્ઞાનમય પરિણામ છે (અર્થાત્ જીવનું
જુઓ, શિષ્ય પ્રશ્ન કરે છેઃ એમ કે પરમાં આત્માના ગુણ નથી, પરમાં આત્માના અવગુણ નથી, તો પછી સમ્યગ્દ્રષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે?
તો કહે છે -સાંભળ! જ્ઞાનીને કોઈ પરના કારણે રાગ થતો નથી. જ્ઞાનીને પાંચ ઈન્દ્રિયના વિષયમાં લક્ષ જાય ત્યારે કિંચિત્ રાગ થાય છે; પણ તેને રાગ કહેતા નથી, કેમકે મિથ્યાત્વ સંબંધીનો રાગ થાય તેને જ રાગ કહેવામાં આવે છે. પોતાની ચૈતન્યસત્તાને ભૂલીને પરને પોતાનું માને, પરથી-વ્રતાદિથી પોતાનું હિત થવું માને એવા મિથ્યાદ્રષ્ટિને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે; જ્ઞાનીને તે હોતા નથી.
તો પછી રાગની કઈ ખાણ છે? સાંભળ ભાઈ! રાગદ્વેષમોહ એ જીવના જ અજ્ઞાનમય પરિણામ છે, અર્થાત્ જીવનું સ્વસ્વરૂપ સંબંધી અજ્ઞાન જ રાગાદિક ઉપજવાની ખાણ છે. આવી વાત છે ભાઈ! એ રાગ પરદ્રવ્યથી નહિ, સ્વદ્રવ્યથી નહિ; પોતાનો અજ્ઞાનભાવ જ રાગની ખાણ છે. સમજાય છે કાંઈ....! હવે કહે છે-
‘માટે તે રાગદ્વેષમોહ વિષયોમાં નથી કારણ કે વિષયો પરદ્રવ્ય છે, અને સમ્યગ્દ્રષ્ટિમાં (પણ) નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે; આ રીતે રાગદ્વેષમોહ, વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દ્રષ્ટિને (પણ) નહિ હોવાથી, (તેઓ) છે જ નહિ.’
અહા! આવું (સમજવું) તો બહુ કઠણ પડે. કઠણ પડે? શું કઠણ પડે? ભાઈ! આમાં ન સમજાય એવું તો કાંઈ છે નહિ. સમજણનો પિંડ પ્રભુ પોતે ને ન સમજાય એમ કેમ બને? પણ આ સમજવા માટે નિવૃત્તિ તો લેવી જોઈએ ને! આ સરકારી નોકરો તો પંચાવન વર્ષની ઉંમરે રીટાયર્ડ-નિવૃત્ત થઈ જાય, પણ આ ધંધાપાણીના રસિયા તો ૭૦-૮૦ વર્ષના થાય છતાં ધંધાનો રસ ન છોડે અને કહે કે શેં સમજાય? પણ ભાઈ! આવું વીતરાગનું તત્ત્વ સમજવા માટે તો ખાસ નિવૃત્તિ લેવી પડશે. અહાહા...! આત્મા અંદરમાં સદા રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ, નિવૃત્તસ્વરૂપ પ્રભુ છે. પરથી તો તે નિવૃત્ત જ છે, પણ અંતરસ્વરૂપની દ્રષ્ટિ કરી રાગથી નિવૃત્ત થતાં તે પર્યાયમાં નિવૃત્ત થાય છે અને તેનું નામ નિવૃત્તિ છે. સમજાણું કાંઈ...? હવે એણે કોઈ દિ’ વિચાર જ કર્યો નથી ને!
PDF/HTML Page 3437 of 4199
single page version
હા, પણ જ્ઞાનીને પણ રાગ તો થતો દેખાય છે? અરે પ્રભુ! તને ખબર નથી ભાઈ! જ્ઞાનીને રાગદ્વેષ છે જ નહિ, કેમકે રાગદ્વેષ તો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તે અજ્ઞાનની ઓલાદ છે, અને જ્ઞાનીને અજ્ઞાન નથી. અહા! જેને સ્વનું લક્ષ જ થયું નથી એવા અજ્ઞાની જીવને, જેમાં પોતાના ગુણ નથી એવા પરદ્રવ્યોનું લક્ષ કરવાથી અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં સ્વદ્રવ્યથી નહિ, પરદ્રવ્યથી પણ નહિ, પણ પરથી ને રાગથી મને લાભ છે અને તે (-પર અને રાગ) મારું કર્તવ્ય છે એવા અજ્ઞાનથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે.
ભાઈ! પરદ્રવ્યમાં રાગદ્વેષ નથી; પરમાં તારા ગુણ નથી, અવગુણ પણ નથી. પરંતુ શુદ્ધ ચિદાનંદ ચૈતન્યચમત્કાર નિજ આત્માને ભૂલીને, વિકારને પોતાનું સ્વ માને છે તે મહા વિપરીતતા ને અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી જ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહાહા....! સંતો કહે છે-અમારા કોઈ ગુણ અમે પરદ્રવ્યમાં દેખતા નથી, તો અમને રાગદ્વેષ કેમ ઉત્પન્ન થાય?
અહા! ત્રિકાળી ધ્રુવ આનંદકંદ પ્રભુ પોતે-તેનું લક્ષ છોડીને એક સમયની પર્યાય જેવડો પોતાને માને તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન જ રાગ-દ્વેષની ખાણ છે. પરદ્રવ્ય નહિ, સ્વદ્રવ્ય નહિ, પરંતુ પર્યાયબુદ્ધિ જ રાગદ્વેષની ખાણ છે. અહાહા....! આચાર્ય કહે છે-રાગદ્વેષમોહ વિષયોમાં નથી કેમકે વિષયો પરદ્રવ્ય છે, ને રાગ-દ્વેષ-મોહ સમ્યગ્દ્રષ્ટિમાં નથી કેમકે તેને અજ્ઞાનનો અભાવ છે. માટે, કહે છે, તેઓ છે જ નહિ. લ્યો, આવી વાત! એમ કે અજ્ઞાનભાવને છોડીને રાગ-દ્વેષ-મોહ કયાંય છે જ નહિ. સમજાય છે કાંઈ....?
અહા! ધર્મી જીવ જે સમ્યગ્દ્રષ્ટિ થયો તેને રાગદ્વેષ નથી. કિંચિત્ રાગાદિ થાય છે તે તો જ્ઞેયપણે છે. ઝીણી વાત છે પ્રભુ! ધર્મીની દ્રષ્ટિ તો ત્રિકાળી સ્વદ્રવ્ય પર છે; અને સ્વદ્રવ્યમાં ક્યાં રાગદ્વેષ છે? નથી; વળી પરદ્રવ્યમાં પણ રાગ-દ્વેષ-મોહ નથી, અને પરદ્રવ્યની ધર્મીને દ્રષ્ટિ પણ નથી, માટે સમ્યગ્દ્રષ્ટિને રાગદ્વેષમોહ કેમ હોય? ન જ હોય. તેથી આચાર્ય કહે છે- ‘તેઓ (રાગદ્વેષમોહ) છે જ નહિ.’ કિંચિત્ રાગદ્વેષ છે એ તો ધર્મીને જ્ઞાનના જ્ઞેયપણે છે; તેનું એને સ્વામિત્વ નથી. માટે જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ નથી. આવી વાત છે.
અરે! આ સમજ્યા વિના બધો કાળ વિષય-કષાયની પ્રવૃત્તિમાં વીતી જાય, પણ કહ્યું છે ને કે-
બાળપણ ખેલમેં ખોયા, જુવાની સ્ત્રી વિષે મોહ્યા; બૂઢાપા દેખકે રોયા....;
PDF/HTML Page 3438 of 4199
single page version
ભાઈ! સ્વરૂપની સમજણ કર્યા વિના આવા ભૂંડા હાલ થાય બાપા! એ તો દોલતરામજીએ પણ છહઢાલામાં કહ્યું છે -
ભાઈ! હમણાં જ ચેતી જા, નહિતર.... ... (એમ કે નહિ ચેતે તો સ્વરૂપની સમજણ વિના અનંતકાળ તીવ્ર દુઃખમાં રખડવું પડશે).
‘આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન- જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન પુદ્ગલદ્રવ્ય હણાતું નથી; વળી પુદ્ગલદ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી; માટે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી.’
જીવને જે પુણ્ય-પાપના પરિણામ થાય છે તે અજ્ઞાનમય પરિણામ છે, કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી. તે અજ્ઞાનમય પરિણામરૂપ રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર-ગુણોનો ઘાત થાય છે. તે ગુણો હણાતાં છતાં, કહે છે, અચેતન પુદ્ગલદ્રવ્યનો ઘાત થતો નથી. અહાહા....! આત્માના ગુણોનો ઘાત થવા છતાં બહારમાં શરીરની ક્રિયાનો ઘાત થઈ જાય કે વ્રતાદિ વિકલ્પનો નાશ થઈ જાય એમ છે નહિ-એમ કહે છે.
વળી પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં આત્માના ગુણોનો ઘાત થતો નથી. શું કીધું? પુદ્ગલદ્રવ્ય નામ શરીરાદિની ક્રિયા ને વ્રતાદિના વિકલ્પનો ઘાત થતાં જીવના દર્શન-જ્ઞાન- ચારિત્ર-ગુણોનો નાશ થતો નથી. માટે, કહે છે, જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી. આ વ્રત, તપ, દયા, દાન આદિ બધા પુદ્ગલના પરિણામ છે; તેમાં આત્માના કોઈ ગુણો નથી. હવે કહે છે-
‘આવું જાણતા સમ્યગ્દ્રષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી.’ અહાહા....! પરદ્રવ્યમાં પોતાના કોઈ ગુણો નથી એવું જાણતા સમ્યક્દ્રષ્ટિને, પરમાં દ્રષ્ટિ નહિ હોવાથી, અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. વ્રતાદિ રાગની ક્રિયામાં પણ એને રાગ-પ્રેમ થતો નથી. લ્યો, આવી વાત! હવે કહે છે-
‘રાગ-દ્વેષ-મોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઉપજે છે; જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિ થાય ત્યારે તેઓ ઉપજતાં નથી. આ રીતે રાગદ્વેષમોહ પુદ્ગલમાં નથી તેમ જ સમ્યગ્દ્રષ્ટિમાં પણ નથી, તેથી
PDF/HTML Page 3439 of 4199
single page version
શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં તેઓ છે જ નહિ. પર્યાયદ્રષ્ટિથી જોતાં જીવને-અજ્ઞાન અવસ્થામાં તેઓ છે-એ પ્રમાણે જાણવું.’
જુઓ, આ સરવાળો કીધો; શું? કે વીતરાગમૂર્તિ આનંદઘન પ્રભુ આત્માને શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી-અંતરદ્રષ્ટિથી જોતાં રાગ-દ્વેષ-મોહ છે જ નહિ. અહાહા....! દ્રવ્યદ્રષ્ટિવંતને -ધર્મીપુરુષને, કહે છે, રાગદ્વેષમોહ છે જ નહિ, કેમકે તેને અજ્ઞાન નથી. પરંતુ વર્તમાન પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે, અંશ ઉપર જેની દ્રષ્ટિ છે તેવા પર્યાયદ્રષ્ટિ જીવને રાગદ્વેષમોહ ઉત્પન્ન થાય છે. બહારમાં કોઈ ભલે મહાવ્રતાદિનું પાલન કરતો હોય, પણ એનાથી પોતાને લાભ છે એમ જો માનતો હોય તો તે પર્યાયદ્રષ્ટિ મૂઢ છે, અને તેને અજ્ઞાનના કારણે રાગ-દ્વેષ-મોહ અવશ્ય થાય છે. માટે પર્યાયબુદ્ધિ છોડી, હે ભાઈ! દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કર. આ જ તારા હિતનો-કલ્યાણનો ઉપાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इह ज्ञानम् हि अज्ञानभावात् राग–द्वेषौ भवति’ આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગ-દ્વેષરૂપે પરિણમે છે; ‘वस्तुत्व–प्रणिहित–दशा द्रश्यमानौ तौ किञ्चित् न’ વસ્તુત્વમાં મૂકેલી (-સ્થાપેલી, એકાગ્ર કરેલી) દ્રષ્ટિ વડે જોતાં (અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં), તે રાગદ્વેષ કાંઈ જ નથી (-દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી).
‘આ જગતમાં જ્ઞાન જ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે.’ -ઝીણી વાત છે પ્રભુ! અંદર આત્મા છે તે જ્ઞાનપુંજ પ્રભુ ચૈતન્ય.... ચૈતન્ય... ચૈતન્યશક્તિનો રસકંદ છે. દયા, દાન આદિ પુણ્યભાવ ને હિંસા, જૂઠ આદિ પાપના ભાવ-તે આત્મામાં નથી. શું કીધું? રાગદ્વેષના ભાવ, પુણ્ય-પાપના ભાવ તે શુદ્ધ ચૈતન્યવસ્તુમાં નથી. અહા! આવો આત્મા, કહે છે, અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે થાય છે, પરિણમે છે. જેને પોતાની શુદ્ધ ચૈતન્યસત્તા કે જેને એક જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, એક સામાન્યભાવ, નિત્યભાવ, પંચમ પારિણામિકભાવ કહીએ તેનું ભાન નથી તે જીવ અજ્ઞાનભાવથી પુણ્ય ને પાપ અને રાગ ને દ્વેષના ભાવરૂપે પરિણમે છે. અહાહા....! પોતે નિજસ્વભાવથી રાગદ્વેષરૂપે પરિણમતો નથી, ને કર્મને લઈને રાગદ્વેષરૂપે પરિણમે છે એમ પણ નથી, પરંતુ પોતાની વસ્તુના સ્વરૂપનું અજ્ઞાન છે, અભાન છે-તે અજ્ઞાનને લઈને પોતે રાગદ્વેષરૂપે પરિણમે છે. સમજાણું કાંઈ...?
આ શરીર તો જડ માટી-ધૂળ છે, અને કર્મ પણ જડ માટી-ધૂળ છે. એ તો આત્મામાં છે નહિ. વળી એકેક ઈન્દ્રિયના વિષયને જાણે એવી જે ખંડખંડ ભાવ-
PDF/HTML Page 3440 of 4199
single page version
ઇન્દ્રિય-જ્ઞાનની ખંડખંડ પર્યાય-તે પણ ત્રિકાળી ધ્રુવ વસ્તુમાં નથી. ત્રિકાળી વસ્તુ તો અખંડ, અભેદ, એક જ્ઞાયકભાવરૂપ છે. તે જ્ઞાયક વસ્તુમાં રાગદ્વેષ નથી, સંસાર નથી, ઉદયભાવ નથી.
તો પછી આ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે કેમ? તો કહે છે-પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી એવા અજ્ઞાનને કારણે જીવને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહાહા....! હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? અને મારું કર્તવ્ય શું? ઇત્યાદિનું ભાન નહિ હોવાથી અજ્ઞાનવશ એને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. અહીં મિથ્યાત્વ સંબંધીના જે રાગદ્વેષ છે તેને જ રાગદ્વેષ ગણવામાં આવ્યા છે. સમકિત થયા પછી રાગાદિ થાય છે તેની અહીં ગણત્રી નથી. અહાહા....! ભગવાને જગતમાં છ દ્રવ્ય જોયાં છે; તેમાં આત્મા ચૈતન્યની દ્રષ્ટિના અભાવરૂપ અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે એમ જોયું છે. સમજાય છે કાંઈ....? હવે કહે છે-
વસ્તુત્વમાં મૂકેલી-એકાગ્ર કરેલી દ્રષ્ટિ વડે જોતાં અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં તે ‘રાગદ્વેષ ‘किञ्चित् न्’ કાંઈ જ નથી. જોયું? પર્યાય જ પોતાનું સ્વરૂપ છે એમ દેખનારા પર્યાયદ્રષ્ટિ જીવોને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, પરંતુ વસ્તુ પોતે ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેમાં એકાગ્ર કરેલી અંર્તદ્રષ્ટિવડે જોતાં, કહે છે, રાગદ્વેષ કાંઈ જ નથી. અહાહા....! આત્મા શુદ્ધ એક ચૈતન્યવસ્તુ છે તેને અંતરની એકાગ્રદ્રષ્ટિથી દેખતાં ધર્મ- વીતરાગતા પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. તેને રાગદ્વેષ કાંઈ જ નથી. અહા! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’ -એવી ચીજ પોતે આત્મા છે, પણ અરે! એને એની ખબર નથી! શું થાય? પોતે જિનસ્વરૂપ અંદર ભગવાન છે એના ભાન વિના અજ્ઞાનથી તેને રાગદ્વેષ નિરંતર ઉપજ્યા જ કરે છે. જો પોતાના પૂરણ જ્ઞાનાનંદમય ભગવાનસ્વરૂપની દ્રષ્ટિ કરે તો રાગદ્વેષ કાંઈ જ નથી, કેમકે રાગદ્વેષ કાંઈ દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી; દ્રવ્યદ્રષ્ટિમાં રાગદ્વેષ દેખાતા નથી. માટે આચાર્યદેવ પ્રેરણા કરી કહે છે કે-
‘ततः सम्यग्द्रष्टिः तत्त्वद्रष्टया तौ स्फुटं क्षपयतु’ માટે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ તત્ત્વદ્રષ્ટિ વડે તેમને (રાગદ્વેષને) પ્રગટ રીતે ક્ષય કરો, ‘येन पूर्ण–अचल–अर्चिः सहजं ज्ञान– ज्योतिः ज्वलति’ કે જેથી, પૂર્ણ અને અચળ જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
અહા! અનાદિ અજ્ઞાન વડે એણે ચૈતન્યનું જીવન હણી નાખ્યું છે. તેને આચાર્યદેવ કહે છે-હે ભાઈ! તારી ચીજ અંદર સર્વજ્ઞસ્વભાવથી પૂરણ ભરી પડી છે. તેમાં જ દ્રષ્ટિ સ્થાપિત કરી તત્ત્વદ્રષ્ટિ વડે રાગદ્વેષનો ક્ષય કરો. સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેતાં રાગદ્વેષ ઉપજતા નથી; ઉપજતા નથી માટે તેનો ક્ષય કરો એમ કહ્યું છે. સમજાણું કાંઈ....?