Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 171 of 210

 

PDF/HTML Page 3401 of 4199
single page version

પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનદર્શનગુણથી ભરેલા પર-અપોહનાત્મક (-પરના ત્યાગસ્વરૂપ-) સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના-) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (-ચેતયિતાના-) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.’

અહાહા...! શું કહે છે? આત્માનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો પરના અપોહનસ્વરૂપ સ્વભાવ છે. આ વ્યવહારરત્નત્રયના વિકલ્પ છે ને? અહીં કહે છે-એના અભાવસ્વરૂપ આત્માનો સ્વભાવ છે. ભાઈ! પંચમહાવ્રતના પરિણામ છે એ રાગ છે, એ કાંઈ આત્માના નિર્મળ પરિણામરૂપ ચારિત્ર નથી. નિજ સ્વરૂપમાં રમતાં-સ્થિર થતાં જે અતીન્દ્રિય આનંદનો ભરપુર-પ્રચુર સ્વાદ આવે તેનું નામ ચારિત્ર છે. ભાઈ! શુભરાગ ચારિત્ર તો નહિ, શુભરાગથી ચારિત્ર થાય એમ પણ નહિ. ચારિત્ર નામ નિર્મળ રત્નત્રયની પ્રગટતા થતાં રાગનો ત્યાગ કર્યો એમ જે કહીએ તેય કથનમાત્ર છે.

‘चारित्तं खलु धम्मो’–અહાહા....! પરિણતિ આનંદસ્વરૂપી બાગમાં કેલિ કરે એનું નામ ચારિત્ર છે અને તે ધર્મ છે. અહાહા....! આનંદધામ પ્રભુ આત્મારામ છે; તેમાં પોતે અતીન્દ્રિય આનંદના સ્વાદની રમતુ કરે એનું નામ ચારિત્ર છે. ભાઈ! સમ્યગ્દર્શનમાં અલ્પ આનંદનો સ્વાદ છે, જ્યારે ચારિત્રમાં તો સ્વરૂપ-રમણતાનું અતિ ઉગ્ર આનંદનું વેદન હોય છે. આવું ચારિત્ર તે ધર્મ છે અને તે સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. અહાહા....! ધ્રુવધામને ધ્યેય બનાવી ધધકતી ધુણી ધીરજથી ધખાવે તે ધર્મીને ધન્ય છે. આવો વીતરાગનો મારગ છે.

અહાહા...! ભગવાન આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણથી પરિપૂર્ણ ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. આ શરીર છે એ તો એકલા હાડ-ચામ-માંસથી અંદર ભરેલું છે; તેના અભાવસ્વભાવરૂપ ભગવાન આત્મા છે. અહાહા...! શું કીધું? આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ પરદ્રવ્યના અભાવસ્વભાવરૂપ ભગવાન આત્મા છે. અર્થાત્ ભગવાન આત્મા શરીરાદિ પરના ગ્રહણ-ત્યાગથી રહિત છે; એ તો ઠીક, અહીં કહે છે-તે રાગના ગ્રહણ-ત્યાગથી પણ રહિત છે. ભાઈ! શુભાશુભ રાગના અભાવસ્વભાવરૂપ ભગવાન આત્મા છે. હવે આમ છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું? બહુ સૂક્ષ્મ વાત ભાઈ! આ તો ધીરાનાં કામ બાપા! વ્યવહારરત્નત્રયના પણ અભાવસ્વભાવરૂપ ભગવાન આત્મા છે.

અહીં કહે છે-આવો ભગવાન આત્મા, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે


PDF/HTML Page 3402 of 4199
single page version

થતો નથી અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે પરિણમાવતો નથી. અહાહા....! ત્રિકાળ રાગના અભાવસ્વભાવરૂપ એવો ભગવાન આત્મા પોતે રાગના સ્વભાવે થતો નથી અને રાગને પોતાના સ્વભાવરૂપે પરિણમાવતો નથી. આ પ્રમાણે રાગ ભગવાન આત્માથી અત્યંત ભિન્ન છે, એમાં ચૈતન્યનો સદાય અભાવ છે. જેમ સૂર્યનાં કિરણ સફેદ ઉજ્જ્વળ હોય, કાળાં-અંધારિયાં ન હોય તેમ ભગવાન આત્માનાં જ્ઞાનકિરણ ઉજ્જ્વળ ચૈતન્યમય હોય પણ રાગના અંધકારમય ન હોય. અરે લોકોને ખબર નથી, પણ આત્મા સદાય જ્ઞાન-દર્શન અને વીતરાગતાના સ્વભાવથી ભરેલો ભગવાન છે. અહા! આવો તે પોતે રાગરૂપે કેમ થાય? અને તે રાગને પોતારૂપ-ચૈતન્યરૂપ કેમ કરીને કરે? સ્તવનમાં આવે છે ને કે-

પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ.

ભગવાન! આપ તો જાણગસ્વભાવ છો; આપ સર્વ જગતને દેખો છો; આ તો ઉપચારથી કહ્યું હોં; બાકી તો સર્વ જીવ નિજ સત્તાથી તો શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવ છે. અહાહા...! ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો દરિયો છે. તેને કોઈ રાગવાળો, પુણ્યવાળો કે અલ્પજ્ઞ માને એ તો તેને આળ દેવા બરાબર છે. શું કીધું? નિજ જ્ઞાયકસ્વભાવનો ઈન્કાર કરીને તેને રાગવાળો ને પુણ્યવાળો ને અલ્પજ્ઞ માને એ તો એને કલંક લગાડી દીધું. અહા! આવા જીવો મરીને જ્યાં કોઈ તેમને (આ જીવ છે એમ) સ્વીકારે નહિ એવા નિગોદના સ્થાનમાં ચાલ્યા જશે. ભાઈ! અનંત શક્તિનો પિંડ પ્રભુ પોતે પૂરણ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ તેને રાગવાળો ને પુણ્યવાળો માનવો તે મહા અપરાધ છે અને તેની સજા નરક-નિગોદ છે. “કાકડીના ચોરને ફાંસીની સજા”-એમ વાત નથી આ; હું રાગવાળો ને પૈસાવાળો-એમ માનીને નિજ ચિદાનંદસ્વરૂપનો ઈન્કાર કરે અનાદર કરે તે મહા અપરાધ છે, અને એનું ફળ નિગોદવાસની અનંતકાળની જેલ છે. સમજાણું કાંઈ....?

અહાહા...! જ્ઞાનદર્શનસ્વભાવી ભગવાન આત્મા સદાય વીતરાગસ્વભાવથી પરિપૂર્ણ પ્રભુ છે. તેની દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા થઈ તેને બહારમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ સહચરપણે હોય છે, તેને નિમિત્ત કહેવામાં આવે છે. નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થાય તેમાં વ્યવહારરત્નત્રય નિમિત્ત છે. નિમિત્ત છે એટલે તે નિર્મળ રત્નત્રયની પર્યાય કાંઈ નિમિત્તથી થઈ છે એમ અર્થ નથી. નિમિત્ત એક બીજી ચીજ છે બસ એટલું; બાકી નિમિત્ત કાંઈ જીવની પર્યાયને કરે છે એમ નથી. દ્રષ્ટિ, જ્ઞાન ને સ્વસ્વરૂપની રમણતા થઈ એ તો સ્વસ્વરૂપના આશ્રયે પોતાથી જ થઈ છે, એમાં નિમિત્તનું કાંઈ કામ નથી. આવી વાત!


PDF/HTML Page 3403 of 4199
single page version

નિમિત્ત કાંઈ કરતું નથી, તો નિમિત્તને માનવાથી શું કામ છે?

ભાઈ! જગતમાં જેમ આત્મા છે તેમ પુદ્ગલાદિ અન્ય દ્રવ્યો પણ છે. તેઓ સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમતા થકાં પરસ્પર નિમિત્ત થાય છે; પરસ્પર નિમિત્ત થાય છે એટલે કે પરસ્પર અનુકૂળ રહે છે બસ એટલું, કોઈ કોઈનું કાંઈ કરી દે છે એમ નહિ, કેમકે પોતાનું પરિણામ તો દ્રવ્ય પોતે જ પોતાથી કરે છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. નિમિત્ત-બીજી ચીજ-છે એને ન માને તો વેદાંત જેવું થઈ જાય. વેદાન્ત સર્વવ્યાપક એક આત્માને જ માને છે, બીજી ચીજ માનતો નથી, પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. બીજી ચીજ છે. તેઓ પરસ્પર અનુકૂળ-નિમિત્ત છે, પણ તેઓ એકબીજાનું કાંઈ કરી દે છે એમ નથી. જુઓ, જ્ઞાનનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે તો પુદ્ગલાદિ ને રાગાદિ પર બીજી ચીજ છે તેને જ્ઞાન જાણે છે, ત્યા જે જાણવું થાય તેમાં તે તે બીજી ચીજ નિમિત્ત છે, પણ નિમિત્તના કારણે કાંઈ જાણપણું થયું છે એમ નથી. (ભાઈ! નિમિત્તાદિ બીજી ચીજ છે તેને ન માને તે પોતાને-જ્ઞાન-સ્વભાવી આત્માને જ માનતો નથી).

અહીં કહે છે- પરમ વીતરાગસ્વભાવી પ્રભુ આત્માનાં દ્રષ્ટિ-જ્ઞાન ને રમણતારૂપ જે શુદ્ધ રત્નત્રય પ્રગટ થયાં તેને વ્યવહારરત્નત્રયનો વિકલ્પ નિમિત્ત છે; તેમ તે રાગના પરિણામ થાય તેમાં આત્માના પરિણામ નિમિત્ત છે. અહા! અરસપરસ નિમિત્ત છે; ચારિત્રગુણના કારણે રાગ નહિ ને રાગને કારણે ચારિત્ર નહિ. બન્ને ભિન્ન ભિન્ન પદાર્થ છે ને! અહો! આ તો અદ્ભુત અલૌકિક વાત છે! કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે, ને લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે; તથાપિ લોકાલોકને કારણે કેવળજ્ઞાન થયું છે એમ નથી, ને કેવળજ્ઞાનને કારણે લોકાલોક છે એમ પણ નથી.

આ ચોખા પાકે-ચઢે છે ને? તેમાં ઉનું પાણી નિમિત્ત છે, પણ નિમિત્તથી ચોખા પાકે છે એમ નથી, ચોખા પોતાની પર્યાયથી પાકે છે; પાણી તો નિમિત્તમાત્ર છે. તેમ પાણી પણ પોતાની અવસ્થારૂપ થયું છે, તેમાં ચોખા નિમિત્તમાત્ર છે. તેવી રીતે નિર્મળ નિરાગ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનો અનુભવ થતાં તે અનુભવમાં રાગ નિમિત્ત હો, પણ રાગથી અનુભવ થયો છે એમ નથી, તથા આનંદનો જે અનુભવ થયો તે રાગને નિમિત્ત છે, પણ અનુભવના કારણે રાગ થયો છે એમ નથી. આવી વાત! વિશેષ કહે છે -

આત્મા ચેતયિતા પ્રભુ, પોતાના (-પુદ્ગલાદિના) સ્વભાવ વડે ઉપજતા પુદ્ગલાદિ દ્રવ્યને પોતાના (અર્થાત્ ચેતયિતાના) સ્વભાવથી અપોહે છે અર્થાત્ ત્યાગે છે -એમ વ્યવહાર કરવામાં આવે છે. રાગનો ત્યાગ કરે છે એમ કહીએ તે વ્યવહાર છે.


PDF/HTML Page 3404 of 4199
single page version

લ્યો, રાગના અભાવસ્વભાવરૂપ પોતે આત્મા છે, તેની રમણતા થતાં રાગ ઉત્પન્ન જ ન થયો તો રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે; તે કથન માત્ર જ છે.

એ રીતે આ, આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર છે. એ જ પ્રમાણે બીજા પણ સમસ્ત પર્યાયોનો નિશ્ચય-વ્યવહાર પ્રકાર સમજવા.

* ગાથા ૩પ૬ થી ૩૬પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શુદ્ધનયથી આત્માનો એક ચેતનામાત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઇત્યાદિ છે.’

અહાહા...! શું કહે છે? કે આ આત્મા જે છે તે શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છે. જેમાં જાણવું-દેખવું થાય એવી ચેતના તે એનો સ્વભાવ છે; કોઈનું કરવું કે કોઈથી પોતાનું કરાવું એવો એનો સ્વભાવ નથી. અહા! આવા નિજ આત્માની અંતર્દ્રષ્ટિ કરી સ્વાનુભવ પ્રગટ કરતો નથી ત્યાં સુધી જીવ ચારગતિ ચોરાસી લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે અને પરાધીન થઈ દુઃખી દુઃખી થાય છે.

અહા! શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ ભગવાન આત્મા છે, અને જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવર્તવું ઇત્યાદિ તેના પરિણામ છે. પરિણામ એટલે શું? આ છોકરાંનાં પરીક્ષાનાં પરિણામ આવે તે આ પરિણામ નહિ. આ તો ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય સામાન્ય તે દ્રવ્ય છે, ને જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ એની શક્તિઓ છે. તે શક્તિઓના પરિણમનરૂપ પ્રતિસમય જે જાણવા-દેખવા-શ્રદ્ધવારૂપ પર્યાય થાય તે પરિણામ છે; પુણ્ય-પાપ આદિ વિભાવથી નિવર્તવારૂપ જે પર્યાય થાય તે પરિણામ છે. આવી વાત! સમજાણું કાંઈ...?

અહા! અનંતકાળમાં એણે આવા જ્ઞાન-શ્રદ્ધાન ને પુણ્ય-પાપથી નિવર્તવારૂપ પરિણામ તો કર્યા નહિ, માત્ર પુણ્ય-પાપના ભાવ કરી કરીને સ્વર્ગ-નરકાદિમાં અનંતા ભવ કરી કરીને રઝળી મર્યો છે. અરે! કઈક વાર તે મોટો માંડલિક રાજા થયો, મોટો દેવ પણ થયો, પરંતુ સ્વસ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન વિના તે આકુળતાની ભટ્ઠીમાં શેકાઈ ગયો. દેખવું, જાણવું, શ્રદ્ધવું ને પુણ્ય-પાપથી નિવર્તવું-એ એના વાસ્તવિક પરિણામ છે, પણ અરે! સ્વરૂપની દ્રષ્ટિ વિના રાગદ્વેષના દાવાનલમાં ચિરકાળથી એની શાંતિ બળી ગઈ! એ મહાદુઃખી થયો.

જુઓ, કહે છે-શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ આત્મા છે અને જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવર્તવું ઇત્યાદિ એના પરિણામ છે. હવે કહે છે-


PDF/HTML Page 3405 of 4199
single page version

‘ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી.’

જોયું? કહે છે-નિશ્ચયથી એટલે સત્યાર્થદ્રષ્ટિથી જોઈએ તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક કહી શકાતો નથી, દર્શક કહી શકાતો નથી. અહાહા....! આત્મા શરીરાદિ પરદ્રવ્યની ક્રિયાનો કર્તા ને કુંટુંબ આદિ પરના પાલનની ક્રિયાનો કર્તા-એ વાત તો દૂર રહો, અહીં કહે છે, પરનું જાણવું એ પણ નિશ્ચયથી આત્માને નથી. અહા! ચૈતન્યસ્વભાવી પ્રભુ પોતે પોતામાં રહીને પોતાને જાણે છે; ત્યાં એવો ભાવ-ભાવકનો ભેદ કરવામાં આવે તેય વ્યવહાર છે. આવી ઝીણી વાત! અરે! એણે સાચી તત્ત્વદ્રષ્ટિ અનંતકાળમાં કદી કરી નથી; એકલાં પુણ્ય-પાપ કરે કર્યાં, પણ એ તો સંસારમાં રૂલવાની ચીજ બાપા!

જુઓને આ શું કહે છે? કે પરદ્રવ્યને અને આત્મને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. અહાહા.....! ભગવાન! તું કોણ છો? સ્વયં સ્વતઃ જાણવા-દેખવાપણે પરિણમે એવી ચૈતન્યમાત્ર વસ્તુ છો ને પ્રભુ! તારે પરદ્રવ્ય સાથે શું સંબંધ છે? અહાહા...! સ્વતંત્ર સત્ એવું પરદ્રવ્ય પોતે પોતાની પર્યાયથી પરિણમે છે અને તું તારી (જાણવા-દેખવારૂપ) અવસ્થાથી પરિણમે છે. પરદ્રવ્ય સદાય તારાથી બહાર જ છે, કેમકે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં કદી પ્રવેશ કરતી નથી. માટે નિશ્ચયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક કહી શકાતો નથી. ગજબ વાત છે ભાઈ! જ્ઞાન પરદ્રવ્યને જાણે, શરીરને જાણે, રાગને જાણે-એમ કહીએ એ વ્યવહારથી છે, વાસ્તવમાં તો જ્ઞાન પોતે પોતામાં રહીને પોતાને (પોતાના પરિણામને) જાણે છે. હવે આવું છે ત્યાં આત્મા પરની દયા કરે ને દાન કરે એ ક્યાં રહ્યું?

તો પરની દયા પાળવી કે નહિ? પરની દયા કોણ પાળે પ્રભુ? પરની દયા તું પાળી શકતો નથી. અરે, દયાનો જે ભાવ આવે તેનેય તું કરી શકતો નથી. (એ તો એના કાળે આવે છે બસ). અહીં કહે છે-દયાનો જે ભાવ આવ્યો તેને તું જાણે છે એમ કહીએ એય વ્યવહાર છે. વાસ્તવમાં તો પરસંબંધી જ્ઞાનની પર્યાય સ્વયં પોતાથી થઈ છે, તે, પરજ્ઞેય છે માટે જાણે છે એમ ક્યાં છે? એમ છે નહિ. આવો માર્ગ, લ્યો!

ભાઈ! જરા ધીરો થઈને સાંભળ! તારી ચીજ આનંદકંદ પ્રભુ અંદર એક જ્ઞાયકભાવથી ભરી પડી છે. અહાહા.....! જેમ પાણીમાં શીતળતા ભરી પડી છે તેમ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એક જ્ઞાયકભાવથી ભર્યો પડયો છે; અને જાણવું, દેખવું,


PDF/HTML Page 3406 of 4199
single page version

ઇત્યાદિ એના પોતાના પરિણામ છે. હવે જાણવા-દેખવાના પરિણામ, કહે છે, વ્યવહારરત્નત્રયના વિકલ્પને જાણે છે એમ નિશ્ચયથી કહી શકાતું નથી, અર્થાત્ એમ કહીએ તે માત્ર વ્યવહારથી જ છે; કેમકે રાગ ને જાણવાની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે, બન્ને ભિન્ન ચીજ છે. નિશ્ચયથી તો આત્મા પોતાની પર્યાયને જાણે છે. અહાહા...! ત્યાં ભાવક પોતાના ભાવને જાણે છે એવો ભેદ કરીએ એય વ્યવહાર છે. આ તો કેવળીનો મારગ બાપા! બહુ સૂક્ષ્મ ભાઈ! (એમ કે ઉપયોગને સૂક્ષ્મ કર્યા વિના નહિ સમજાય). ભાઈ! ચૈતન્યરતન.... અહાહા......! ચૈતન્યરતન અંદર છે તે તારી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી એ પરનું જાણવું-દેખવું એય તને નથી (એમ કે એવો વ્યવહાર પણ કરી શકાતો નથી). અહાહા....! આવો મારગ ઝીણો!

ભાઈ! રાગનો કર્તા થાય એ તો મિથ્યાદ્રષ્ટિ છે. બાકી દયા, દાન, ભક્તિ આદિના રાગને જ્ઞાન કરે એમ નહિ. ભોગવે એમ પણ નહિ. અરે, રાગને જ્ઞાન જાણે છે એમ કહેવું એય, કહે છે, વ્યવહાર છે. જુઓ, છે ને અંદર? છે કે નહિ? કે-આત્માને નિશ્ચયથી પરનો જ્ઞાયક કહી શકાતો નથી, પરનો દર્શક કહી શકાતો નથી, પરનો ત્યાગ કરનાર કહી શકાતો નથી. કેમ? કેમકે જ્ઞાનસ્વભાવ જ્ઞેયમાં પ્રવેશતો નથી અને જ્ઞેય છે તે જ્ઞાનમાં પ્રવેશતા નથી, ભિન્ન ભિન્ન જ રહે છે. અહા! પરદ્રવ્યની પર્યાયને જ્ઞાન અડતું સુદ્ધાં નથી.

અરે, લોકો તો કોઈ દયા, દાન, વ્રત આદિના પરિણામથી-વ્યવહારથી નિશ્ચય થાય એમ માને છે. અહા! તારે ક્યાં લઈ જવું છે પ્રભુ! શું રાગથી વીતરાગતા થાય? ન થાય હોં. તું જો તો ખરો પ્રભુ! કે તારી મોજુદગીમાં-અસ્તિત્વમાં અંદર એક જ્ઞાનદર્શનસ્વભાવવાળું ચૈતન્યતત્ત્વ પડયું છે અને જાણવા-દેખવાના તેના પોતાના પરિણામ છે. અહા! તેના જાણવાના-દેખવાના પરિણામ થાય તે પોતાના પોતાથી થાય છે. રાગાદિ પરદ્રવ્ય તો તેને અડતુંય નથી ત્યાં એનાથી થાય એ ક્યાં રહ્યું? અહા! પોતે પોતાને જાણે એવો સ્વસ્વામીઅંશરૂપ વ્યવહાર પણ કાંઈ (કાર્યકારી) નથી તો રાગથી-વ્યવહારના રાગથી નિશ્ચય થાય એમ માનવું એ તો મહા વિપરીતતા છે. સમજાણું કાંઈ...?

અહા! જેમ ચક્રવર્તી છ ખંડને સાધે તેમ ચૈતન્યચક્રવર્તી પ્રભુ જ્ઞાયક છ દ્રવ્યને સાધે-જાણે-એમ કહેવું એ વ્યવહાર છે. આવી જન્મ-મરણ રહિત થવાની દ્રષ્ટિ કોઈ અલૌકિક છે. અરે! અત્યારે તો લોકોએ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બહુ ચૂંથી નાખ્યું છે. એમ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તે સમકિત અને વ્રત-તપની રાગની ક્રિયા તે ચારિત્ર- એમ લોકો માનવા લાગ્યા છે. પણ ભાઈ! એવું વસ્તુનું કે ધર્મનું સ્વરૂપ નથી. વસ્તુ તો સદા વીતરાગસ્વભાવી છે ને તેની જાણવા-દેખવારૂપ વીતરાગ પરિણતિ થાય તે ધર્મ છે.


PDF/HTML Page 3407 of 4199
single page version

આત્મામાં એક સર્વજ્ઞશક્તિ છે. પોતાની સર્વજ્ઞશક્તિમાં એકાગ્ર થતાં પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થાય છે અને ખરેખર તેને જાણે છે. ભગવાન કેવળજ્ઞાનમાં છ દ્રવ્યોને જાણે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. અહા! પર્યાયવાન આત્મા પર્યાયને જાણે એમ ભેદથી કહીએ એય વ્યવહાર છે. અને ‘વ્યવહારો અભૂદત્થો’-વ્યવહાર અભૂતાર્થ છે અર્થાત્ આશ્રય કરવા યોગ્ય નથી. આવી વાત! સમજાણું કાંઈ...? ભાઈ! તારી ચીજ કેવી છે, તારાં શક્તિ-સ્વભાવ કેવાં છે તેને અહીં સંતો બતાવે છે.

અહાહા....! કહે છે-નિશ્ચયથી આત્મા પરનો દર્શક એટલે પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. આત્મા નિશ્ચયથી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એમ કહી શકાતું નથી. અર્થાત્ આત્મા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે છે એમ કહીએ તે વ્યવહારથી જ છે. જુઓ, છે કે નહિ અંદર? હવે બહારનાં નામાં (નામાના ચોપડા) કરી કરીને મરી ગયો પણ આ ઘરના ચોપડા (આત્મવસ્તુ કહેનારાં શાસ્ત્ર) કદી જોયા નહિ! અરે! તને તારું નામું (અંતર-અવલોકન) કરતાં આવડયું નહિ! અહીં પરમાત્મા-સર્વજ્ઞ પરમેશ્વર કહે છે- નિશ્ચયથી આત્મા પરનો શ્રદ્ધા કરનારો કહી શકાતો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે સમકિત-એ તો વ્યવહાર બાપુ! અહીં તો આત્માની શ્રદ્ધા કરવી તે સમકિત એવો ભેદ પાડીએ તેય વ્યવહાર છે. હવે આવી વાતુ માણસને કાને પડવીય કઠણ, બિચારા સંપ્રદાયમાં એમ ને એમ જીવન પૂરું કરે; અવસર ચાલ્યો જાય. ભાઈ! બહાર મિથ્યા વેશમાં તું રાચે પણ એનું ફળ તો નિગોદમાં જવાનું છે.

અહા! નિશ્ચયથી આત્મા પરનો-રાગનો ત્યાગ કરનારો કહી શકાતો નથી. પોતે અંદર જ્ઞાનસ્વરૂપે પરિણમ્યો ત્યાં રાગની ઉત્પત્તિ ન થઈ તો રાગનો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમયસાર, ગાથા ૩૪ માં આવે છે કે-રાગનો ત્યાગ કરવો તે પરમાર્થથી ભગવાન આત્માને લાગુ પડતું નથી, રાગનો આત્માને ત્યાગ કહેવો એ નામમાત્ર કથન છે.

ભાઈ! આ ‘જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઇત્યાદિ ભાવો છે, તે પોતે જ છે; ભાવ-ભાવકનો ભેદ કહેવો એ પણ વ્યવહાર છે, નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.’ નિત્યાનંદ પ્રભુ આત્મા પોતે છે તેમાં મગ્ન થતાં રાગની ઉત્પત્તિ જ ન થઈ તો રાગનો ત્યાગ કર્યો એમ કથનમાત્ર કહેવામાં આવે છે. આવી વાતુ! હવે એમાં ક્યાંય મેળ ખાય નહિ ને કહે કે વાદ કરો; પણ શું વાદ કરે?

એક વાર લીંમડીમાં એક શ્વેતાંબર સાધુ અમારી પાસે આવ્યા ને કહે-આપણે ચર્ચા કરીએ. ત્યારે કહ્યું-ભાઈ અમે ચર્ચામાં પડતા નથી. ત્યારે તે કહે-તમારું


PDF/HTML Page 3408 of 4199
single page version

આવડું મોટું નામ (પ્રસિદ્ધિ) અને ચર્ચા ન કરો તો.... .... , ત્યારે કહ્યું-અમારે નામથી કાંઈ કામ નથી, અમે જે છીએ તે છીએ. ચર્ચા શું કરવી? અહાહા...! રાગના અભાવસ્વભાવી સદાય વીતરાગસ્વરૂપી ભગવાન! તારી ચીજ અંદર છે તેને પરનું જાણવું ને પરનો ત્યાગ કરવો પરમાર્થે લાગુ પડતું નથી. હવે આવી વાત એ બહારના ત્યાગમાં રાચનારાઓને કેમ સમજાય?

શરીર જુવાન હોય ને ફાટુફાટુ થઈ રહ્યું હોય એમાં વિવાદ-ઝઘડા કરવાનું મન થાય, પણ આ (-શરીર) તો જડ ભાઈ! માટી-ધૂળ બાપુ! એ જુવાની તારી ક્યાંય ચાલી જશે. શરીરની જુવાન અને વૃદ્ધ અવસ્થા એ જડની અવસ્થા જડ-ધૂળ છે. અહીં કહે છે-તેને આત્મા જાણે -એમ કહીએ એ અસદ્ભૂત વ્યવહાર છે. અહાહા....! જ્ઞાન પોતે પોતાને જાણે એમ કહેવું એ સદ્ભૂત વ્યવહાર છે, ને જ્ઞાન પરને જાણે એમ કહીએ તે અસદ્ભૂત વ્યવહાર છે. એ સદ્ભૂત-અસદ્ભૂત વ્યવહાર અભૂતાર્થ છે. ૧૧ મી ગાથામાં આવી ગયું ને કે-વ્યવહાર અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, એટલે કે વ્યવહાર કરવાયોગ્ય નથી. અહા! આ સમયસાર કેટલું ગંભીર છે! એનું એક એક પદ અપાર ગંભીર રહસ્યથી ભરેલું છે.

અહાહા...! જાણવું-દેખવું-શ્રદ્ધવું-એ ભાવો પોતાના અસ્તિત્વમાં છે તેથી આત્મા પોતે જ છે. પણ ત્યાં આત્મા પોતે પોતાને જાણે, પોતે પોતાને દેખે, પોતે પોતાને શ્રદ્ધે- ઇત્યાદિ કહીએ તે ભેદકથન હોવાથી વ્યવહાર છે. કળશટીકામાં આવી ગયું છે કે-આત્મા પોતાના નિર્મળ પરિણામને કરે એમ કહેવું એ પણ ઉપચાર છે. હવે ત્યાં દયા, દાન આદિ વ્યવહારના વિકલ્પની તો શું કથા? એનું કર્તાપણું તો પ્રગટ અજ્ઞાન જ છે. છ કાયની દયાના વિકલ્પનો કર્તા થાય એ તો અજ્ઞાન છે ભાઈ! હવે આવી વાત કોને બેસે? વાડાવાળા-સંપ્રદાયવાળાઓને કેમ બેસે? પણ ભાઈ! જીવન હાલ્યું (વેડફાઈ) જાય છે હોં.

રાત્રે કહ્યું ‘તું કે-નોકરી કરે એ તો પંચાવન વર્ષે નિવૃત્ત થાય, પણ આ વેપારી શેઠિયા તો બધા સાઈઠ-સિત્તેર-એંસી થાય તોય નિવૃત્તિ ન લે, નિવૃત્ત ન થાય. એમનું શું થાય?

હા, પણ એમને જવાબદારી હોય ને?

જવાબદારી? શેની જવાબદારી? પોતાને જાણવું-દેખવું એ જવાબદારી છે. આ સિવાય પરમાં જવાબદારી માને એ બધા મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, સંસારમાં રખડી મરનારા છે. સમજાણું કાંઈ....! કેમકે પરદ્રવ્ય સાથે આત્માને પરમાર્થે કોઈ સંબંધ નથી.


PDF/HTML Page 3409 of 4199
single page version

જુઓને, આચાર્ય ભગવાને ચાર હજાર શ્લોકપ્રમાણ આત્મખ્યાતિ નામની ટીકા લખી. કેવી અદ્ભુત! ! મણિરતનથી ભરો તોય એની કિંમત શેં થાય? અહાહા...! એની શું કિંમત! એ ટીકા કરીને કહે છે-પ્રભુ! આ ટીકા મેં કરી છે એમ મત માનો, આમાં મારું કાંઈ કર્તવ્ય નથી, હું તો સ્વરૂપગુપ્ત છું. ને આ ટીકા તો શબ્દોથી થઈ છે, શબ્દોએ રચી છે. લ્યો, આવી વાત! આચાર્ય કહે છે-મેં (અમૃતચંદ્રે) આ શબ્દોની ક્રિયા કરી છે એમ ન માનવું. વળી હું જણાવવાવાળો ને તું જાણવાવાળો એમ પણ ન માનવું. અહાહા....! જાણવાવાળો પણ તું ને તારા જાણવાવાળાનો કર્તા પણ તું; જાણવાવાળો પણ પોતે, ને જણાવવાવાળો પણ પોતે. આવી વાત! સમજાણું કાંઈ...!

પ્રવચનસારની ટીકામાં પણ આચાર્યદેવ છેલ્લે કહે છે-“ ખરેખર પુદ્ગલો જ સ્વયં શબ્દરૂપે પરિણમે છે, આત્મા તેમને પરિણમાવી શકતો નથી, તેમ જ ખરેખર સર્વ પદાર્થો જ સ્વયં જ્ઞેયપણે-પ્રમેયપણે પરિણમે છે, શબ્દો તેમને જ્ઞેય બનાવી સમજાવી શકતા નથી. માટે, આત્મા સહિત વિશ્વ તે વ્યાખ્યેય છે; વાણીની ગૂંથણી તે વ્યાખ્યા છે અને અમૃતચંદ્રસૂરિ વ્યાખ્યાતા છે. -એમ મોહથી જનો ન નાચો (-ન ફુલાઓ). પરંતુ સ્યાદ્વાદવિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને આજે અવ્યાકુળપણે નાચો (-પરમાનંદપણે પરિણમો).”

અહાહા...! કહે છે-આનંદનો સાગર શુદ્ધ ચૈતન્યનિધિ પોતે છે તેને વિશુદ્ધ જ્ઞાનની કળા વડે પ્રાપ્ત કરીને આજે જ નિરાકુળ આનંદપણે પરિણમો; એમ કે હમણાં નહિ એમ વાયદા મા કરો. હમણાં નહિ, હમણાં નહિ, દીકરા-દીકરીયું ઠેકાણે પડી જાય પછી વૃદ્ધાવસ્થામાં જોશું એમ વિચારે એ તો તારું અજ્ઞાન ને પાગલપણું છે ભાઈ! કેમકે બીજાનું તું શું કરી શકે? વાસ્તવમાં પરદ્રવ્ય સાથે તારે કાંઈ સંબંધ નથી. તું વાયદા કરે છે પણ બાપુ! દેહ તો જોતજોતામાં છૂટી જશે અને મરીને તું ક્યાંય ચાલ્યો જઈશ, ભવસમુદ્રમાં ખોવાઈ જઈશ. આવી વાતુ છે ભગવાન! ધંધા આડે, પરનાં કામ આડે હમણાં તું નવરો ન થાય પણ સ્વસ્વરૂપની સમજણ વિના તું દેહ છોડવાના કાળે ભારે મુંઝાઈ જઈશ પ્રભુ! અરે! અજ્ઞાની જીવો રાગની એકતાની ભીંસમાં ને દેહની વેદનાની ભીંસમાં દેહ છોડીને ક્યાંય દુર્ગતિમાં-તિર્યંચાદિમાં ચાલ્યા જાય છે. જ્યારે ધર્મી જીવને તો દેહ છૂટવાના કાળે પણ નિરાકુળતા અને શાંતિ જ શાંતિ હોય છે.

જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાની હતા. તેત્રીસ વર્ષની નાની વય હતી ને ખ્યાલમાં આવી ગયું કે દેહ છૂટવાનો અવસર નજીક છે તો છેલ્લે બોલ્યા-“મનસુખ, બાને દિલગીર થવા દઈશ નહિ, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું.” અહાહા....!


PDF/HTML Page 3410 of 4199
single page version

દેહ છૂટવાના કાળે ઉપયોગ બહારથી સમેટી લીધો ને અંતર્લીન થયા; એકદમ શાંતિ- શાંતિના અનુભવ સહિત દેહ છોડયો.

પંડિત બનારસીદાસ પણ સમકિતી જ્ઞાની હતા. તેમણે સમયસાર નાટક બનાવ્યું છે. તેમને અંતિમ સમયે દેહ છૂટતાં કાંઈક વાર લાગી. બાજુવાળાઓને થયું કે પંડિતજીનો દેહ છૂટતો નથી, જીવ કશાકમાં રોકાઈ ગયો છે. આવી ચર્ચા થઈ. પોતાને બોલાતું નહોતું તો પંડિતજીએ ઈશારો કરી સલેટ મંગાવી; પછી તેમાં લખ્યું-

જ્ઞાન કુતક્કા હાથ, મારિ અરિ મોહના;
પ્રગટયો રૂપ સ્વરૂપ, અનંત સુસોહના;
જા પરજૈકો અંત, સત્ય કરિ માનના;
ચલે બનારસીદાસ, ફેર નહિ આવના.

પછી આત્મજ્ઞાનપૂર્વક સમાધિ સહિત દેહ છોડયો. હવે લોકોને જ્ઞાનીના અંતર- પરિણામની ધારા સમજવી કઠણ પડે ને બહારમાં શરીરની ક્રિયાથી માપ કાઢે. દેહ છૂટતાં વાર લાગે એ તો દેહની જડની ક્રિયા ભગવાન! જ્ઞાનીને તો અંદરમાં શાંતિ ને સમાધિ હોય છે.

અહીં કહે છે - ‘નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.’

‘હવે વ્યવહારનય વિષેઃ વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધાન કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે; કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિમિત્ત- નૈમિત્તિક ભાવ છે. જ્ઞાનાદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારી જનો કહે છે કે -આત્મા પરદ્રવ્યને જાણે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે.’ હવે કહે છે-

‘એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત્ (જેમ કહ્યું છે તેમ) શ્રદ્ધાન કરવું.’

અહાહા....! જ્ઞાન આદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનયે-અભૂતાર્થનયે એમ કહ્યું કે આત્મા પરદ્રવ્યનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે આદિ; નિશ્ચયથી એવું વસ્તુસ્વરૂપ નથી એમ જેમ કહ્યું છે તેમ શ્રદ્ધાન કરવું. સમજાણું કાંઈ....? હવે લોકો આવું સમજવા રોકાય નહિ ને બહારમાં ઉપવાસ આદિ ક્રિયાકાંડમાં ચઢી જાય પણ એથી શું? એથી કાંઈ લાભ ન થાય.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-


PDF/HTML Page 3411 of 4199
single page version

* કળશ ૨૧પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘शुद्ध–द्रव्य–निरूपण–अर्पित–मतेः तत्त्वं समुत्पश्यतः’ જેણ શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી-લગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે, તે પુરુષને ‘एक– द्रव्य–गतं किम्–अपि द्रव्य–अन्तरं जातुचित् न चकास्ति’ એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ (કદાપિ) ભાસતું નથી.

અહાહા....! શું કહે છે? કે ‘જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી છે’ ....; અહાહા....! દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે શું પૈસો હશે? હેં? પૈસા-ધૂળનું બાપુ! અહીં શું કામ છે? અહાહા...! આત્મા આખી વસ્તુ જે છે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમય એમ ત્રિ- સત્ત્વસ્વરૂપ છે. તેમાં ઉત્પાદ-વ્યયરૂપ છે તે પર્યાય છે, અને ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે દ્રવ્ય છે. આ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. અંશ છે ને? એક સમયની પર્યાય તે અંશ છે, ને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પણ અંશ છે; પણ ધ્રુવ દ્રવ્ય છે તે પૂર્ણ છે, શુદ્ધ એકરૂપ છે. અહા! આવું જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ચૈતન્ય-સામાન્ય ધ્રુવ એક જ્ઞાયકભાવરૂપ- તે જેણે દ્રષ્ટિમાં સ્થાપ્યું છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.

અહાહા.....! અંદર વસ્તુ અનંત-અનંત ગુણસ્વરૂપ શુદ્ધ ચૈતન્યચમત્કાર છે તેના નિરૂપણમાં અર્થાત્ અનુભવમાં જેણે બુદ્ધિને સ્થાપી છે અને જે શુદ્ધ તત્ત્વને અનુભવે છે તે સમ્યગ્દ્રષ્ટિ પુરુષને, અહીં કહે છે, એક દ્રવ્યની અંદર કોઈ પણ દ્રવ્ય રહેલું બીલકુલ ભાસતું નથી. આ ચોથા ગુણસ્થાનની વાત હોં; પાંચમે શ્રાવકની ને છટ્ઠે-સાતમે મુનિની તો કોઈ ઓર અલૌકિક દશા હોય છે.

ભગવાન આત્મા સચ્ચિદાનંદ જ્ઞાનાનંદ પ્રભુ સદા અંદર એકપણે બિરાજમાન છે. અહાહા.....! એનો જેને અનુભવ થયો તેને પર્યાયમાં આનંદની ભરતી આવે છે. સમુદ્રમાં જેમ પાણીની ભરતી આવે છે ને? તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને પોતાના પૂરણસ્વરૂપની દ્રષ્ટિ થતાં પર્યાયમાં આનંદ અને શાંતિની ભરતી આવે છે. અહા! આવા ધર્મી પુરુષને, અહીં કહે છે, એક દ્રવ્યની અંદર કોઈપણ અન્ય દ્રવ્ય રહેલું બીલકુલ ભાસતું નથી. શું કીધું? શુદ્ધ આત્મદ્રવ્યમાં આ શરીર, મન, વાણી, પૈસા, કર્મ ને પુણ્ય-પાપના ભાવ રહેલા છે એમ જ્ઞાની ધર્મી પુરુષને કદાપિ ભાસતું નથી. આ એક આંગળીમાં જેમ બીજી આંગળી રહેલી ભાસતી નથી તેમ જ્ઞાનીને એક વસ્તુમાં બીજી વસ્તુ ભાસતી નથી; કેમકે એક વસ્તુમાં બીજી વસ્તુનો ત્રિકાળ અભાવ છે.

આ વેદાંતવાળા એક સર્વવ્યાપક આત્મા કહે છે ને? ભાઈ! એ તો કોઈ


PDF/HTML Page 3412 of 4199
single page version

વસ્તુ નથી. આ તો વીતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરે જે કહ્યો તે શુદ્ધ એક સચ્ચિદાનંદ પ્રભુ આત્મા પોતે, તેની જેને અંતર્દ્રષ્ટિ થઈ તે સમકિતી પુરુષને પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં બીજી ચીજ પ્રવેશી ગઈ હોય એમ ભાસતું નથી. જગતમાં બીજી ચીજ નથી એમ નહિ, પોતાની ચીજમાં બીજી ચીજ રહેલી હોય એમ ભાસતું નથી એમ વાત છે. સમજાય છે કાંઈ....?

કોઈને થાય કે શું આવો ધર્મ? હા બાપુ! ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરે ઢંઢેરો પીટીને આ કહ્યું છે કે-એક દ્રવ્યમાં અન્ય દ્રવ્યનો સદાય અભાવ છે. પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં પુદ્ગલાદિ અન્યદ્રવ્યોનો અભાવ છે. સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વર પણ તારા દ્રવ્યમાં નથી; તેઓ તેમના દ્રવ્યમાં રહેલા છે. આ જિનમંદિર ને આ પ્રતિમા સૌ પોતપોતાના દ્રવ્યમાં રહેલાં છે, કોઈ કોઈનામાં પ્રવેશતાં નથી એવો વસ્તુસ્વભાવ છે. પુણ્ય-પાપના ભાવ તે પણ વિભાવ છે, પુદ્ગલસ્વભાવ છે; તેય તારા શુદ્ધ અંતઃતત્ત્વમાં રહેલા નથી. અહા! આવા શુદ્ધ અંતઃતત્ત્વને - ચૈતન્યતત્ત્વને અનુભવનારા સમકિતી પુરુષોને એક દ્રવ્યમાં (નિજદ્રવ્યમાં) અન્ય દ્રવ્ય રહેલું કદીય ભાસતું નથી. અહાહા....! અનંતા સિદ્ધો, પંચપરમેષ્ઠી ભગવંતો ને અનંતા અન્યદ્રવ્યો સહિત આખા વિશ્વનો પોતાની ચીજમાં સદાય અભાવ છે એમ જ્ઞાનીને ભાસે છે અને આ ધર્મ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-

‘यत् तु ज्ञानं ज्ञेयं अवैति तत् अयं शुद्ध–स्वभाव–उदयः’ જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે.

શું કીધું આ? કે શરીર, મન, વાણી, પંચપરમેષ્ઠી ભગવંતો ને પુણ્ય-પાપના ભાવ ઇત્યાદિ જે પરજ્ઞેય છે તેને જ્ઞાન જાણે છે તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. જ્ઞાનનો તો સ્વપરપ્રકાશક સ્વભાવ છે, અને તે સ્વપરપ્રકાશકપણું પર્યાયમાં પ્રગટ થયું હોવાથી જ્ઞાન જ્ઞેયોને જાણે છે; પણ ત્યાં જ્ઞાન જ્ઞેયોથી થયું છે એમ નથી. જ્ઞેયોને પ્રકાશતી પોતાની જ્ઞાનની દશા પ્રગટ થઈ તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે અર્થાત્ તે જ્ઞાનના સ્વભાવ- સામર્થ્યથી પ્રગટ થઈ છે. આવી વાત! સમજાણું કાંઈ....?

આ દયા, દાન, વ્રત ઇત્યાદિ જે વિકલ્પ ઉઠે છે તે ખરેખર પરજ્ઞેય છે. જ્ઞાન તે પરજ્ઞેયને જાણે છે છતાં જ્ઞેય કાંઈ જ્ઞાનમાં આવતું નથી, ને જ્ઞાન જ્ઞેયમાં પણ જતું નથી. ખરેખર તો જ્ઞાન જ્ઞેયને અડતું પણ નથી, જ્ઞાન ને જ્ઞેય ભિન્ન ભિન્ન જ રહે છે.

કોઈને થાય કે આમાં ધર્મ શું આવ્યો? હા ભાઈ! જરા ધીરજથી સાંભળ તો ખરો. આત્મા પરનું કાંઈ કરી શકે છે એ તો છે નહિ, પરદ્રવ્યને આત્મા જાણે છે તે પણ પરદ્રવ્યના કારણે જાણે છે એમ નથી. જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે


PDF/HTML Page 3413 of 4199
single page version

તો જ્ઞાન પોતામાં રહીને, પરનો સ્પર્શ કર્યા વિના જ, પરને જાણે છે. અહા! જ્ઞાનીને પોતાની ચીજમાં બીજી ચીજ આવી છે એમ ભાસતું નથી. બીજી ચીજનું જાણપણું હોય ત્યારે પણ હું જ્ઞાન જ છું એમ જ્ઞાનીને ભાસે છે.

અરે! સ્વસ્વરૂપને યથાર્થ ઓળખ્યા વિના મિથ્યાભાવને લઈને ચારગતિમાં જીવ અનંત અનંત દુઃખ ભોગવી રહ્યો છે. પરની ક્રિયા હું કરી શકું ને પુણ્ય-પાપના ભાવમાં મને ઠીક છે. પુણ્ય ભાવ ભલો છે ઇત્યાદિ માનવું તે મહા મિથ્યાભાવ છે. અહીં કહે છે- જેને મિથ્યાભાવનો નાશ થઈને શુદ્ધ જ્ઞાનાનંદમય પોતાની ચીજનું ભાન થયું છે તેને વ્યવહારરત્નત્રયના વિકલ્પ પણ, તે જાણવા કાળે, મારાપણે છે, મારામાં રહેલા છે ને ભલા છે એમ ભાસતું નથી. અહાહા....! શુદ્ધ નિરંજન જ્ઞાનમય નિરપેક્ષ આનંદકંદ પ્રભુ પોતે છે એની જેને દ્રષ્ટિ અને અનુભવ થયાં તેને કહે છે, કોઈ પરદ્રવ્ય-પરભાવ પોતામાં રહેલા છે એમ ભાસતું નથી. પરદ્રવ્યનું એને જ્ઞાન થયું તે, તે તે પરજ્ઞેયને લઈને થયું છે એમ ભાસતું નથી, કેમકે જ્ઞાન જે જ્ઞેયોને જાણે છે તે જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. અહા! આવી તત્ત્વદ્રષ્ટિ થવી મહા દુર્લભ ચીજ છે.

અહીં કહે છે-જ્ઞાન જ્ઞેયને જાણે એ તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. રાગને જ્ઞાન જાણે ત્યાં રાગના કારણે જ્ઞાન થયું છે એમ ક્યાં છે? એમ છે નહિ. અરે! અનંતકાળમાં એણે નિજ ઘરની વાત સાંભળી નથી. તારા ઘરની વાત એકવાર સાંભળ તો ખરો નાથ! અહીં કહે છે-જ્ઞેયને-રાગને જ્ઞાન જાણે એ શુદ્ધ જ્ઞાન-સ્વભાવનું પ્રગટપણું છે, એમાં જ્ઞેયનું-રાગનું શું છે? ખરેખર તો જ્ઞેયને-રાગને જ્ઞાન જાણે છે એમ નહિ, નિશ્ચયથી તો પોતે પોતાને જ (પોતાની જ્ઞાન પર્યાયને જ) જાણે છે. અહા! આવી ગંભીર ચીજ પોતાની અંદર પડી છે.

ઓહો! અનંતગુણરત્નાકર ચૈતન્યચમત્કાર પ્રભુ પોતે છે. અહાહા...! અનંત અનંત જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતાનો ભંડાર અંદર ભર્યો છે. અહા! આવી પોતાની પ્રભુતાનો મહિમા જેણે પર્યાયમાં અનુભવ્યો તે એમ જાણે છે કે કોઈપણ પરજ્ઞેય મારી ચીજમાં છે નહિ. જાણવામાં આવતો વ્યવહારરત્નત્રયનો રાગ પણ મારી ચીજમાં છે નહિ. આવી વાત!

હા, પણ જ્ઞાની તે રાગને જાણે તો છે ને? હા, જાણે છે; પણ જાણે છે એટલે શું? એટલે એ જ કે એ પોતાના જ્ઞાન- સ્વભાવના સામર્થ્યની પ્રગટતા છે, એમાં રાગ કાંઈ (સંબંધી) નથી. રાગના કારણે જ્ઞાન થયું છે એમ નથી. ભાઈ! આ તો વસ્તુસ્વરૂપ આવું છે. સમજાણું કાંઈ....?


PDF/HTML Page 3414 of 4199
single page version

અરે! લોકો ધર્મના નામે બહારની ધમાધમમાં (વ્રત, તપ આદિ ક્રિયાકાંડમાં) રોકાઈ ગયા છે; આ કરું ને તે કરું -એમ રાગની ક્રિયા કરવામાં રોકાઈ પડયા છે. પણ ભાઈ! કરવું એ તો મરવું છે. રાગની ક્રિયા કરવામાં તો પોતાની શાંતિનો નાશ થાય છે. રાગનું કરવું તો દૂર રહો, અહીં કહે છે-રાગને જાણવું એય જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે, અર્થાત્ રાગના કારણે એનું જ્ઞાન થાય છે એમ નથી. હવે આવું ઓલા રાગની રુચિવાળાને કેમ બેસે? ન બેસે; કેમકે (રુચિ અનુયાયી વીર્ય’ - જે તરફથી રુચિ હોય તે તરફનો જીવ પુરુષાર્થ કરે છે. પુણ્યની રુચિવાળો જીવ અજ્ઞાનનો પુરુષાર્થ કરે છે, જ્યારે જ્ઞાનસ્વભાવની રુચિવાળો ધર્માત્મા જ્ઞાનસ્વભાવનો પુરુષાર્થ કરે છે. અહા! આ તો છાશમાંથી નિતારીને કાઢેલું એકલું માખણ છે.

કહે છે- જ્ઞાન જ્ઞેયને જાણે તે તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. ‘जनाः’ જો આમ છે તો પછી લોકો ‘द्रव्य–अन्तर–आकुल–धियः’ જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા ‘तत्त्वात्’ તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી) ‘किं च्यवन्ते’ શા માટે ચ્યુત થાય છે?

અહા! જ્ઞાન જ્ઞેયોને જાણે ત્યાં જ્ઞાન અન્ય દ્રવ્યને સ્પર્શતું નથી, અડતું નથી; આ વસ્તુસ્થિતિ છે. તથાપિ અજ્ઞાની જીવ, જ્ઞાન જ્ઞેયને સ્પર્શ કરે છે એવી મિથ્યા માન્યતાથી આકુળબુદ્ધિવાળો થઈને નિજ ચિદાનંદમય શુદ્ધ આત્માને છોડી દે છે. આચાર્ય ખેદ કરીને કહે છે-અરેરે! અજ્ઞાની જીવ, વસ્તુસ્થિતિથી વિરુદ્ધ માન્યતા કરીને, જ્ઞાન જ્ઞેય સાથે એકાકાર થયું છે એવી મિથ્યા માન્યતા કરીને આકુળબુદ્ધિવાળો થઈને પરમ આનંદમય સ્વસ્વરૂપને કેમ છોડી દે છે? ભાઈ! જ્ઞાન પરને જાણે પણ પરને સ્પર્શતું નથી, અર્થાત્ પરરૂપ થઈ જતું નથી. વળી જ્ઞાન પરને જાણે ત્યાં પરજ્ઞેય જ્ઞાનમાં પ્રવેશતા નથી અર્થાત્ પરજ્ઞેયના કારણે જ્ઞાન થતું નથી. લ્યો, આવી વાત!

ત્યારે કોઈ વળી કહે છે- સોનગઢની તો એકલી નિશ્ચય નિશ્ચયની જ વાત છે. બાપુ! તને ખબર નથી ભાઈ! પણ નિશ્ચય એટલે જ સત્ય, નિશ્ચય એટલે જ યથાર્થ. આ ‘સોનગઢ’ એટલે (સત્યરૂપ) સોનાનો ગઢ પ્રભુ આત્મા છે. અહાહા....! જેમ સોનાને કાટ લાગે નહિ તેમ ભગવાન આત્માને રાગનો કાટ લાગતો (-સ્પર્શતો) નથી. એ તો બેનના (પૂ. બેનશ્રીના) વચનામૃતમાં આવે છે કે-“જેમ કંચનને કાટ લાગતો નથી, અગ્નિને ઉધઈ લાગતી નથી, તેમ જ્ઞાયકસ્વભાવમાં આવરણ, ઉણપ કે અશુદ્ધિ આવતી નથી.” અહાહા....! કેવી સરસ વાત કરી છે! ભાઈ! તું સદાય એક જ્ઞાયકસ્વભાવમાત્ર વસ્તુ-તેમાં નથી ઉણપ, નથી અશુદ્ધતા કે નથી આવરણ. બાપુ! તું સદાય પૂર્ણાનંદ પ્રભુ પૂરણ, શુદ્ધ અને નિરાવરણ છો. તારી એક સમયની


PDF/HTML Page 3415 of 4199
single page version

જ્ઞાનની દશા થાય તે કાંઈ જ્ઞેયોને લઈને થતી નથી. અરે! જ્ઞેયોને તો જ્ઞાન સ્પર્શતું પણ નથી. અરે! લોકોને પોતાના બેહદ અનંત જ્ઞાનસ્વભાવના સામર્થ્યની ખબર નથી. ધર્મી પુરુષ જાણે છે કે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાના સામર્થ્યથી જ સ્વાધીનપણે પ્રગટ થાય છે. આથી વિપરીત માને તે વિપરીત દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે.

આ વીંછીના ડંખનું જ્ઞાન થાય ને? તે કાંઈ ડંખને લઈને થાય છે એમ નથી. જ્ઞાન સ્વાધીન પોતાથી થાય છે. અરે! અજ્ઞાની જીવો જ્ઞાનને પરજ્ઞેયો સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળબુદ્ધિવાળા થઈને નાહક દુઃખી થાય છે, શુદ્ધ ચૈતન્યતત્ત્વથી ભ્રષ્ટ થાય છે. નિમિત્તથી જ્ઞાન થાય, નિમિત્તથી ધર્મ થાય, વ્યવહારથી-રાગથી નિશ્ચય થાય ઇત્યાદિ માન્યતા બધો અજ્ઞાનભાવ છે. આચાર્ય કહે છે-પરને જાણવાકાળે પરથી જ્ઞાન થયું એમ અજ્ઞાની પરાધીન થઈ સ્વસ્વરૂપથી ભ્રષ્ટ કાં થાય છે? જુઓ, આચાર્યની આ નિસ્પૃહ કરુણા!

* કળશ ૨૧પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શુદ્ધનયની દ્રષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી.’

દરેક વસ્તુનું સ્વરૂપ સ્વયંસિદ્ધ છે, પરથી નિરપેક્ષ સહજ છે; વાસ્તવમાં પર સાથે તેને કાંઈ સંબંધ નથી. જુઓ, અહીં કહે છે-શુદ્ધનયની દ્રષ્ટિથી.... , એટલે શું? કે અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ભરેલો પોતે નિર્મળાનંદ પ્રભુ છે તેની દ્રષ્ટિથી વિચારીએ તો અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. આ શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્યનો ભગવાન આત્મામાં પ્રવેશ નથી. જ્ઞાનમાં એ કર્મ, નોકર્મ આદિ પરદ્રવ્યો પ્રતિભાસે છે એ તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; અર્થાત્ એમાં પરદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી. રાગાદિ પુણ્ય-પાપના ભાવ તથા કર્મ, નોકર્મ આદિ જ્ઞાનમાં જાણવામાં આવે છે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સ્વરૂપ છે; રાગાદિ પરને કારણે ત્યાં જ્ઞાન થાય છે એમ છે નહિ; કેમકે રાગાદિ પરદ્રવ્યો જ્ઞાનમાં પ્રવેશતાં નથી, પ્રવેશી શકતાં નથી. ઝીણી વાત છે ભાઈ!

અહાહા....! જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્માનું અંદર લક્ષ કરતાં જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન રાગાદિને અને શરીર, મન, વાણી આદિને જાણે, પરંતુ જ્ઞાન એ જ્ઞેયોને, કહે છે, સ્પર્શ કરતું નથી, તથા એ જ્ઞેયો જ્ઞાનને સ્પર્શ કરતા નથી. જ્ઞાનસ્વરૂપી પ્રભુ પોતે જ્ઞાનમાં રહીને જ્ઞેયોને જાણે, પણ જ્ઞાન જ્ઞેયોમાં જતું નથી. ને જ્ઞેયો જ્ઞાનમાં જતા-પ્રવેશતા નથી. અહા! આવી વાત! ધર્માત્માને અશુભથી બચવા


PDF/HTML Page 3416 of 4199
single page version

દયા, દાન, દેવ-ગુરુ-શાસ્ત્રનાં વિનય-ભક્તિ આદિ શુભરાગરૂપ વ્યવહાર આવે છે, ધર્માત્મા તેને જાણે છે; પણ તેને જાણનારું જ્ઞાન તેને સ્પર્શતું નથી અને તે શુભરાગરૂપ વ્યવહાર જ્ઞાનને સ્પર્શતો નથી. લ્યો, આવું! શુભરાગરૂપ વ્યવહારથી જ્ઞાન નહિ ને જ્ઞાનને કારણે શુભરાગરૂપ વ્યવહાર નહિ. અહો! આ તો ગજબનું વસ્તુસ્વરૂપ છે.

ત્યારે કોઈ વેદાંતી પૂછે કે-જ્ઞાન જ્ઞેયોને સ્પર્શ કર્યા વિના કેમ જાણે? એમ કે બધું (સર્વ જ્ઞેયો) જ્ઞાનસ્વરૂપ જ છે.

એમ નથી ભાઈ! જરા ધીરો થઈને સાંભળ. તારી ચૈતન્યજ્યોતિ-જ્ઞાનજ્યોતિ પ્રભુ બહાર રહેલી અગ્નિને જાણે, પણ તે કાંઈ અગ્નિમાં પ્રવેશ કરે છે, વા અગ્નિ જ્ઞાનમાં પ્રવેશ કરે છે એમ નથી. જુઓ, અરિસો હોય છે ને? તેમાં અગ્નિ, બરફ વગેરે ચીજોનો પ્રતિભાસ થાય છે તે અરિસાની સ્વચ્છતાનો સ્વભાવ છે, બાકી અરિસામાં કાંઈ અગ્નિ, બરફ વગેરે પેસી જતાં નથી, કે અરિસો તે ચીજોમાં પ્રવેશતો નથી. તેમ આ ભગવાન આત્મા ચૈતન્ય-અરિસો છે. તેમાં શરીર, મન, વાણી ઇત્યાદિ દેખાય છે, પ્રતિભાસે છે; પણ તે ચીજો જ્ઞાનમાં પ્રવેશતી નથી ને જ્ઞાન તે ચીજોમાં પ્રવેશતું નથી. ભાઈ! પરજ્ઞેય છે માટે પરજ્ઞેયોનું જ્ઞાન થાય છે એમ નથી. તથા જ્ઞાનને કારણે પરજ્ઞેયો વિદ્યમાન છે એમ પણ નથી. પોતામાં પોતાના લક્ષે જ્ઞાનની સ્વપર-પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે. જ્ઞાનનો સહજ જ સ્વપરપ્રકાશક સ્વભાવ છે. સમજાણું કાંઈ...?

ત્યારે કોઈ (-અજ્ઞાની) પૂછે છે-શું ચશ્માં વિના જ જ્ઞાનથી જણાય? હા, ભાઈ! ચશ્માં અને જ્ઞાન વચ્ચે તો અત્યંત અભાવ છે. ચશ્માંથી જ્ઞાન થાય છે એમ કદીય નથી; કેમકે ચશ્માં તો જડ વસ્તુ છે; તેમાં ક્યાં જ્ઞાન છે? અહીં તો આ વાત છે કે જ્ઞાન ચશ્માં આદિ પરને જાણે છે, પરંતુ જ્ઞાન તેને સ્પર્શતું નથી અને તે પરજ્ઞેય જ્ઞાનને સ્પર્શતા નથી. હવે આવી વસ્તુસ્થિતિ જ્યાં સુધી જાણે નહિ ત્યાં સુધી જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે.

હવે કહે છે- ‘આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો “જ્ઞાનને પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે” એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી ચ્યુત થાય છે તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કે-આ લોકો તત્ત્વથી કાં ચ્યુત થાય છે?’

અહા! લોકો જ્ઞાનમાં પરદ્રવ્યોનો પ્રતિભાસ દેખીને પરદ્રવ્યો સાથે પોતાને પરમાર્થ સંબંધ હોવાનું માને છે; અર્થાત્ પરજ્ઞેયોના કારણે જ્ઞાન થતું હોવાનું માને છે. પરંતુ એવું માનવું, અહીં કહે છે, અજ્ઞાન છે. આ શબ્દો પરજ્ઞેય છે,


PDF/HTML Page 3417 of 4199
single page version

એનાથી જ્ઞાન થાય એમ માનવું તે અજ્ઞાન છે. દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પરજ્ઞેયો છે. એનાથી પોતાને જ્ઞાન થાય એમ માનવું તે અજ્ઞાન છે. જ્ઞાન થવા કાળે તે તે પદાર્થો બાહ્ય નિમિત્ત હો, પણ તે જ્ઞાન ઉપજવાનું વાસ્તવિક કારણ નથી. હવે આવી વાત ઓલા નિમિત્તવાદીઓને ને વ્યવહારના પક્ષવાળાને આકરી લાગે, પણ આ સત્ય વાત છે. વિશ્રામનું એકમાત્ર સ્થાન ભગવાન આત્મા છે; તેની દ્રષ્ટિ ન કરતાં પરજ્ઞેયોમાં વિશ્રામ માની અજ્ઞાની જીવ અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે.

જો એમ છે તો આપ અમને આ સંભળાવો છો શું કરવા? અરે પ્રભુ! જરા સાંભળ. આ વાણીની ક્રિયા જે થાય છે એ તો જડની ક્રિયા છે ભગવાન! તને ખબર નથી પ્રભુ! પણ ભગવાન આત્મા તો અંદર અરૂપી ચૈતન્યનો પિંડ શુદ્ધ ચિન્માત્ર વસ્તુ છે, અને આ વાણી તો જડ ધૂળ છે. તેને કોણ કરે? વાણીને-જડની ક્રિયાને આત્મા કદીય કરતો નથી, વાણી વાણીના કારણે થાય છે, એ તો વાણીને જાણે છે બસ; તે પણ વાણી છે તો જાણે છે એમ નથી. જાણનાર જ્ઞાયક પ્રભુ પોતામાં રહીને પોતાથી જ જાણે છે. આવી સૂક્ષ્મ વાત! સમજાણું કાંઈ...?

હવે ધંધા આડે બિચારો નવરો પડે નહિ એટલે ધર્મના નામે ક્રિયાકાંડમાં ચઢી જાય. શું કરે બિચારો? દયા પાળે ને દાન કરે ઇત્યાદિ; પણ અરે! એણે સ્વદયા અનંતકાળમાં કરી નહિ! પરની દયા પાળવામાં રોકાઈ રહ્યો; પણ પરની દયા કોણ કરી શકે છે? ભાઈ! પરની દયા તો તું કરી શકતો નથી. પર જીવ તો પરના પોતાના કારણે સુરક્ષિત-જીવિત રહે છે; જ્ઞાની તો દયાનો ભાવ થાય તેને જાણે છે બસ; તે પણ તેના (દયાના વિકલ્પના) કારણે જાણે છે એમ નથી. દયાનો વિકલ્પ થયો માટે એનું જ્ઞાન થયું છે એમ નથી. અહા આવી વાત!

ભાઈ! સમ્યગ્દર્શન સ્વભાવસન્મુખના કોઈ અલૌકિક પુરુષાર્થની પ્રાપ્ત થનારી ચીજ છે. પછી ચારિત્ર તો ઓર મહા પુરુષાર્થથી પ્રગટ થાય છે. અહાહા....! પ્રચુર સ્વસંવેદનનો આનંદ જેમાં અનુભવાય છે તે મુનિવરોનું ભાવલિંગ પૂજ્ય છે, પૂજનીક છે. અહા! આવા પરમ પૂજનીક મુનિવરો-આચાર્ય ભગવંતો-કેવળીના કેડાયતીઓ પરમ કરુણા કરીને કહે છે-અરેરે! આ લોકો પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ માનતા થકા પરાધીન થઈને શુદ્ધ તત્ત્વથી કાં ચ્યુત થાય છે?

ફરી આ જ અર્થને દ્રઢ કરે છેઃ-

* કળશ ૨૧૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘शुद्ध–द्रव्य–स्वरस–भवनात्’ શુદ્ધ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું) નિજરસરૂપે (અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે) પરિણમન થતું હોવાથી, ‘शेषम् अन्यत्–द्रव्यं किं


PDF/HTML Page 3418 of 4199
single page version

स्वभावस्य भवति’ બાકીનું કોઈ અન્ય દ્રવ્ય શું તે (જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે? (ન જ થઈ શકે.) ‘यदि वा स्वभावः किं तस्य स्यात्’ અથવા શું તે (જ્ઞાનાદિ સ્વભાવ) કોઈ અન્ય દ્રવ્યનો થઈ શકે? (ન જ થઈ શકે. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી).

શું કીધું આ? કે શુદ્ધ દ્રવ્યનું નિજરસરૂપે પરિણમન થાય છે. આત્માનું પરિણમન નિજરસરૂપે આત્માથી થાય છે, ને વાણીનું પરિણમન વાણીથી થાય છે. આત્મામાં જ્ઞાન થાય તે જ્ઞાનના કારણે થાય છે, પરના-વાણીના કારણથી નહિ. પહેલાં જ્ઞાન ન હોતું ને ભગવાનની વાણી સાંભળીને જ્ઞાન થયું એમ કોઈ માને તો, કહે છે, એમ નથી. આત્મામાં જ્ઞાનની પર્યાય નિજરસથી પ્રગટ થાય છે. અને વાણીની વાણીરૂપ પર્યાય પણ પરમાણુના નિજરસથી થાય છે, આત્મા તેને કરે છે એમ નથી. અહાહા...! આત્મા વાણીને કરે એમ નહિ અને વાણીથી એને જ્ઞાન થાય એમ પણ નહિ. અહો! આવી અલૌકિક વાત!

કહે છે-બાકીનું કોઈ અન્ય દ્રવ્ય શું તે જ્ઞાનાદિ સ્વભાવનું થઈ શકે? ન જ થઈ શકે. આ શરીર ને પુણ્ય-પાપ આદિ ભાવ શું જ્ઞાનસ્વભાવનાં થઈ શકે? અને શું આત્મા-જ્ઞાનસ્વભાવ શરીર ને પુણ્ય-પાપ આદિરૂપ થઈ શકે? ન થઈ શકે, કદીય ન થઈ શકે. ભાઈ! આ તો અલૌકિક ભેદજ્ઞાનની વાત બાપા! અહાહા....! દયા, દાન આદિ શુભના વિકલ્પથી પણ આત્માનો જ્ઞાનસ્વભાવ ભિન્ન છે એવું અંતરમાં ભેદજ્ઞાન કરવાથી ધર્મ પ્રગટે છે, ને ભેદજ્ઞાનથી મુક્તિ થાય છે. કળશમાં આવે છે ને કે-અનંત સિદ્ધો જે મુક્તિ પામ્યા છે તે ભેદવિજ્ઞાનથી પામ્યા છે, ને અનંત જીવો જે સંસારમાં રખડે છે તે ભેદવિજ્ઞાનના અભાવના કારણે રખડે છે. અહો! ભેદવિજ્ઞાન કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે, મહાદુર્લભ!

અહા! સંતો પોકાર કરીને કહે છે- શું જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા રાગ અને શરીરનો થઈ જાય છે? અને રાગ અને શરીર શું જ્ઞાનાનંદસ્વભાવી આત્માનાં થઈ જાય છે? ના, કદાપિ નહિ. આત્માનું જ્ઞાન નિજરસથી પ્રગટ થાય છે અને તે પોતાના સામર્થ્યથી પરજ્ઞેયોને જાણે છે, તેને પરજ્ઞેયોની કે કોઈ બાહ્ય નિમિત્તોની અપેક્ષા નથી. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી.

આવી ઝીણી વાત! કોઈને થાય કે સોનગઢમાં એકલો નિશ્ચયનો ઉપદેશ આપે છે; એમ કે દયા, દાન આદિ વ્યવહારનો તેઓ લોપ કરે છે.

અરે ભાઈ! જરા સાંભળ તો ખરો પ્રભુ! અહીં જુએ તો તને જણાશે કે અહીં તો ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, દયા, દાન આદિ બધું જ ચાલે છે; હા, પણ


PDF/HTML Page 3419 of 4199
single page version

એ સઘળો વ્યવહાર રાગ છે બાપા! એ ધર્મ નહિ, ધર્મનું કારણ પણ નહિ. ગૃહસ્થદશામાં દયા, દાન, ભક્તિ ઇત્યાદિ હોય છે ભાઈ! પણ એ ધર્મ નથી એમ વાત છે.

અહીં કહે છે- એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે વાસ્તવમાં કોઈ સંબંધ નથી. પરમાર્થે એક તત્ત્વને અન્ય તત્ત્વ સાથે સંબંધ નથી. ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયકતત્ત્વ - ચૈતન્યતત્ત્વ છે, ને દયા, દાન, વ્રત આદિ આસ્રવ તત્ત્વ છે, તથા શરીર આદિ અજીવ તત્ત્વ છે. અહીં કહે છે-એક તત્ત્વને બીજા તત્ત્વ સાથે સંબંધ નથી, અર્થાત્ એક તત્ત્વ અન્ય તત્ત્વરૂપ થતું નથી. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યતત્ત્વ આસ્રવરૂપ કે શરીરાદિ અજીવરૂપ થતું નથી અને રાગાદિ તથા શરીરાદિ છે તે ચૈતન્યરૂપ થતાં નથી. ભાઈ! ભાષા તો આમ સાદી છે, પણ ભાવ તો જે છે તે ગંભીર છે. હવે દ્રષ્ટાંત કહે છે-જેમ-

‘ज्योत्स्नारूपं भुवं स्नपयति’ ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજ્જ્વળ કરે છે ‘भूमिः तस्य न एव अस्ति’ તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી; ‘ज्ञानं ज्ञेयं सदा कलयति’ તેવી રીતે જ્ઞાન જ્ઞેયને સદા જાણે છે ‘ज्ञेयं अस्य अस्ति न एव’ તોપણ જ્ઞાન જ્ઞેયનું થતું જ નથી.

જોયું? ચાંદની પૃથ્વીને ધોળી-ઉજ્જ્વળ કરે છે તોપણ પૃથ્વી ચાંદનીની અર્થાત્ ચાંદનીરૂપ થતી જ નથી, વળી ચાંદની પણ પૃથ્વીરૂપ થતી જ નથી. તેવી રીતે જ્ઞાન જ્ઞેયોને સદા જાણે છે તોપણ જ્ઞાન જ્ઞેયનું અર્થાત્ જ્ઞેયરૂપ થતું જ નથી અને જ્ઞેયો કદીય જ્ઞાનરૂપ થતા જ નથી. શું કીધું? જ્ઞાન શરીર, મન, વાણી, પુણ્ય, પાપ ઇત્યાદિ પદાર્થોને જાણે છે તોપણ જ્ઞાન તે તે પદાર્થોરૂપ થતું નથી, અને તે શરીરાદિ પદાર્થો જ્ઞાનરૂપ થતા નથી. ભાઈ! દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે. ભિન્ન તત્ત્વોને ભેળસેળ કરી એક માનવા તે મિથ્યાત્વ છે.

અહાહા...! પોતે શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ છે. તેને ભૂલીને દયા, દાન આદિ રાગરૂપ વિકલ્પોમાં રોકાઈ રહે તે મિથ્યાદ્રષ્ટિ છે. અહા! પોતાનો શુદ્ધ ચૈતન્યસત્તાનો અસ્વીકાર કરીને દેહાદિનો ને રાગનો જે સ્વીકાર કરે છે તે જીવ મૂઢ અજ્ઞાની છે, આત્મઘાતી છે; કેમકે તેણે પોતાનો ઈન્કાર કરીને પોતાની જ હિંસા કરી છે. અરે! એણે કદીય પોતાની દયા કરી નહિ! પોતાની ચીજ સદા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવથી ભરી છે-તે હું છું એમ પ્રતીતિ કરવી તે સ્વદયા છે. પોતાને દેહવાળો ને રાગવાળો માનવો તે સ્વ-હિંસા છે. બીજાની દયા પાળવાની ક્રિયા તો કોઈ કરી શકતો નથી, કેમકે પરદ્રવ્ય સ્વતંત્ર છે, પરદ્રવ્યમાં પરદ્રવ્યનો પ્રવેશ થઈ શકતો નથી. પરંતુ પરદ્રવ્યની દયા પાળવાનો ભાવ આવે તે રાગ છે અને રાગ છે તે હિંસા છે.


PDF/HTML Page 3420 of 4199
single page version

તો જ્ઞાનીને પણ દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ આવે છે?

હા, આવે છે; પણ તેને રાગનું સ્વામિત્વ હોતું નથી. રાગ રાગના કારણે થાય છે તેને તે માત્ર જાણે જ છે બસ, તેનું જ્ઞાન રાગથી લિપ્ત થતું નથી. જ્ઞાનીને નિરંતર રાગથી ભિન્નપણાનું ભેદજ્ઞાન વર્તે છે. તે રાગને પોતાની સ્વપર-પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં ભિન્નરૂપે જાણે છે.

રાગથી મને લાભ થાય અને રાગથી મને જ્ઞાન થાય એમ માનનાર રાગ સાથે અભેદપણું કરે છે અને તેથી તે મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! આ તો વાતે વાતે ફેર છે. વાસ્તવમાં જીવ જ્ઞાન અને આનંદથી ભરેલો પૂર્ણાનંદ પ્રભુ છે એમ અંતરમાં સ્વીકાર કરવો તે જીવનું જીવન છે અને તેનું જ નામ જીવ-દયા છે. તેનું જ નામ જૈન ધર્મ છે. બાકી રાગની ઉત્પતિ થવી તે જીવનું જીવન નથી કેમકે રાગને ને જીવને એકપણું નથી. આવી વાત! સમજાણું કાંઈ...?

આ પ્રમાણે જ્ઞાન જ્ઞેયને સદા જાણે છે તોપણ જ્ઞેય જ્ઞાનનું થતું જ નથી.

* કળશ ૨૧૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરાપણ થતી નથી, તેમ જ્ઞાન જ્ઞેયને જાણે છે પરંતુ જ્ઞેય જ્ઞાનનું જરા પણ થતું નથી.’

શું કહે છે? કે શુદ્ધનયની દ્રષ્ટિથી અર્થાત્ ભૂતાર્થદ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્યદ્રવ્યરૂપે થતો નથી. ભાઈ! આ તો મૂળ વાત છે. જે આ આત્મા છે તે અને જડ પરમાણુ-કર્મ-નોકર્માદિ છે તે ભિન્ન ભિન્ન ચીજ છે, કોઈ કોઈનામાં પ્રવેશતું નથી. આત્મા છે તે પરદ્રવ્યમાં પ્રવેશતો નથી, ને શરીરાદિ પરદ્રવ્યો આત્મામાં પ્રવેશતાં નથી. આત્મા જડ શરીરરૂપ અને જડ શરીર આત્મારૂપ ત્રણકાળમાં થતાં નથી; શરીર શરીરરૂપે ને આત્મા આત્મારૂપે જ સદા રહે છે. તેથી આત્મા શરીરનું કાંઈ કરી શકે કે શરીર આત્માનું કાંઈ કરી શકે એ કદીય સંભવિત નથી. આ વાણી કાને પડે છે ને? તે વાણીથી જ્ઞાન થાય છે એમ કદાપિ નથી, કેમકે પરના સંબંધથી જ્ઞાન થતું નથી. પરંતુ જ્ઞાન સ્વરસથી જ જ્ઞાનપણે ઉત્પન્ન થાય છે.

અરે! પોતાની ચીજ શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ છે. તેનો એણે કદીય આશ્રય લીધો નહિ! પરદ્રવ્યનો-દયા, દાન, વ્રત આદિ રાગનો-આશ્રય એણે લીધા કર્યો, પરંતુ એનાથી તો અજ્ઞાન જ ઉત્પન્ન થયું. આવે છે ને કે-