PDF/HTML Page 3901 of 4199
single page version
પણ શરીરની નિરોગતા હોય તો ધર્મ થઈ શકે ને? એમ નથી ભાઈ! શરીરની નિરોગતા હોય તો મનની સ્ફુર્તિ રહે ને ધર્મ થઈ શકે એમ માની અજ્ઞાની શરીરથી એકત્વ કરે છે, પણ એ તો અશોભા છે, કલંક છે ભાઈ! કેમકે શરીરથી એકત્વ છે એ જ મિથ્યાત્વનું મહાકલંક છે. જ્ઞાની તો રોગના કાળે પણ હું રોગની દશાનો જાણનાર માત્ર છું એમ જાણી પોતાના શુદ્ધ સ્વભાવમાં રહેતો થકો ઉજ્જ્વળ પવિત્ર શોભાને પામે છે. લ્યો, આવી વાતુ છે.
આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘प्रादुर्भाव– विराम–मुद्रित–बहत्– ज्ञान–अंश–नाना–आत्मना निर्ज्ञानात्’ ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા જે વહેતા (- પરિણમતા) જ્ઞાનના અંશો તે-રૂપ અનેકાત્મકપણા વડે જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, ‘क्षणभङ्ग–सङ्ग–पतितः’ ક્ષણભંગના સંગમાં પડેલો, ‘प्रायः नश्यति’ બાહુલ્યપણે નાશ પામે છે;........
જુઓ, શું કીધું? કે આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે. એટલે શું? કે તે ધ્રુવપણે નિત્ય ટકતો એવો નવી નવી અવસ્થાપણે ઉત્પન્ન થાય છે, ને પૂર્વપૂર્વ અવસ્થાપણે નાશ પામે છે. આમ એક સમયમાં અનંતગુણની અનંતી પર્યાયો ઉત્પન્ન થાય છે, અને બીજે સમયે તેનો વ્યય થઈ જાય છે. આ વસ્તુનો પર્યાયધર્મ છે. આમ આત્મા નિત્ય-અનિત્ય બન્નેરૂપ છે. છતાં અજ્ઞાની ઉત્પાદ-વ્યયથી લક્ષિત અર્થાત્ ઉત્પાદ-વ્યયથી જાણવામાં આવતા જ્ઞાનનાં અંશરૂપ અનિત્ય ભાવોમાં જ એકાંતે આ આત્મા છે એમ નિર્ણય કરે છે, એમ માને છે. અહાહા.....! શું કીધું? કે ક્ષણભંગના સંગમાં પડેલો-અનિત્ય પર્યાયના સંગમાં પડેલો તે આ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય જેટલો જ હું આત્મા છું એમ માને છે. તે પોતાનો જે ધ્રુવ નિત્યપણાનો સ્વભાવ છે તેને માનતો જ નથી. પોતાના નિત્ય સ્વભાવને દ્રષ્ટિઓઝલ કરી, આ ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા વહેતા જે જ્ઞાનના અંશો તે જ હું આખો આત્મા છું એમ તે
PDF/HTML Page 3902 of 4199
single page version
માને છે. જ્ઞાની તો નિત્યની દ્રષ્ટિપૂર્વક પર્યાયમાં ઉત્પાદ-વ્યય થાય છે એમ માને છે. પરંતુ અજ્ઞાની એકાંતે અનિત્ય પર્યાયને જ પોતાનું સ્વરૂપ માનીને નાશ પામે છે.
‘ક્ષણભંગના સંગમાં પડેલો’ એટલે શું? ક્ષણે ઉત્પન્ન થાય અને ક્ષણે નાશ પામે તે પર્યાય-તેના સંગમાં પડેલો એટલે તે અનિત્ય પર્યાય જેટલો જ હું છું એમ પોતાને ક્ષણિક માનતો-અહાહા...! અજ્ઞાની નાશ પામે છે. ત્યાં વસ્તુ નાશ પામતી નથી, પણ જેવી વસ્તુ છે તેવી અજ્ઞાની માનતો નથી, એકાંતે અન્યથા માને છે તેથી મિથ્યાત્વભાવ વડે ચારગતિમાં ક્યાંય (નિગોદાદિમાં) ખોવાઈ જાય છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે- ‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો ‘चिद्–आत्मना चिद्–वस्तु नित्य–उदितं परिमृशन्’ ચૈતન્યાત્મકપણા વડે ચૈતન્યવસ્તુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, ‘टङ्कोत्कीर्ण –धन–स्वभाव–महिम ज्ञानं भवन्’ ટંકોત્કીર્ણઘનસ્વભાવ (- ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, ‘जीवति’ જીવે છે.
અહાહા....! પર્યાયથી ઉત્પાદ-વ્યય થવા છતાં મારી ચીજ પર્યાયમાત્ર નથી, હું પર્યાય જેટલો નથી, હું તો ત્રિકાળ ધ્રુવ ટંકોત્કીર્ણ-શાશ્વત જેના સ્વભાવનો મહિમા છે એવી શુદ્ધ ચૈતન્યવસ્તુ આત્મા છું-એમ ધર્મી પોતાના નિત્ય-ઉદિત સ્વભાવને અનુભવતો થકો, જ્ઞાનરૂપ વર્તતો, જીવે છે, નાશ પામતો નથી.
એકાંતવાદી જ્ઞેયોના આકાર અનુસાર જ્ઞાનને ઉપજતું -વિણસતું દેખીને અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થકો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જો કે જ્ઞાન જ્ઞેયો અનુસાર ઉપજે-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો.
હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘टंङ्कोत्कीर्ण–विशुद्ध–बोध–विसर– आकार–आत्म–तत्त्व– आशया’ ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર (સર્વથા નિત્ય) આત્મતત્ત્વની આશાથી, ‘उच्छलत्–अच्छ– चित्परिणतेः भिन्न किञ्चन वाञ्छति’ ઉછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ);
PDF/HTML Page 3903 of 4199
single page version
આત્મા ધ્રુવપણે ત્રિકાળી નિત્ય છે અને અવસ્થાપણે ક્ષણે ક્ષણે બદલે છે, અનિત્ય છે. આવું જ નિત્ય-અનિત્ય એનું સ્વરૂપ છે. પરંતુ એકાન્તવાદી પશુ જેવો અજ્ઞાની, ટંકોત્કીર્ણ વિશુદ્ધજ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર સર્વથા નિત્ય આત્મતત્ત્વની આશા કરે છે. શું કીધું આ? કે પર્યાયમાં જે અનેક-આકાર જ્ઞાનની દશા થાય એ કાંઈ (વસ્તુ) નહિ, મને તો નિત્ય ધ્રુવ એક-આકાર જોઈએ-એમ અજ્ઞાની ઈચ્છે છે. અનેક-આકારરૂપ જ્ઞાનની પરિણતિ થતી હોવા છતાં, એનાથી રહિત હું એકલો ધ્રુવ કેમ રહું? એમ ધ્રુવ નિત્ય તત્ત્વની આશાથી અજ્ઞાની વર્તમાન વર્તતી પર્યાયનો ઉચ્છેદ કરે છે, ઉથાપે છે. અહાહા.....! ટંકોત્કીર્ણ વિશુદ્ધજ્ઞાન અર્થાત્ શાશ્વત શુદ્ધ એક જ્ઞાન જે ધ્રુવ નિત્ય છે તેને લક્ષમાં લેવા અજ્ઞાની વર્તમાન પર્યાય જે અનેકપણે પરિણમે છે તેને ઉડાવી દે છે. અહા! એને ખબર નથી કે નિત્યનો નિર્ણય કરનારી તો વર્તમાન અવસ્થા -પર્યાય છે. આમ વર્તતી પર્યાયને અવગણીને તે ધ્રુવ તત્ત્વ એવા ચૈતન્યમય આત્માને નહિ પામતો પોતાનો નાશ કરે છે.
અહાહા.....! અજ્ઞાની, ‘उच्छलत् अच्छ–चित्परिणतेः भिन्नं किञ्चन वाञ्छति’ આત્માની વર્તમાન દશામાં જ્ઞાનાદિની અનેક નિર્મળ અવસ્થાઓ ઉછળે છે એનાથી ભિન્ન કાંઈક પોતાનું તત્ત્વ છે એને ઈચ્છે છે. અહા! એક-આકાર સર્વથા નિત્ય આત્મતત્ત્વને વાંછનારો તેની વર્તમાન જ્ઞાનાદિ જે અવસ્થાઓ થાય છે તેને છોડી દે છે અર્થાત્ પર્યાયથી કાંઈક જુદું આત્મતત્ત્વ છે એમ માનીને એવા આત્મતત્ત્વની વાંછા કરે છે. પણ પરિણામી પરિણામ વિના અને પરિણામ પરિણામી વિના સંભવિત જ નથી, હોઈ શકતાં જ નથી. અરે ભાઈ! પરિણામ પરિણામીનું છે, અવસ્થા અવસ્થાયીની છે, પર્યાય પર્યાયવાન દ્રવ્યની છે. પર્યાયથી જુદું (અલગ) આત્મતત્ત્વ તું શોધવા જાય પણ એ તો છે નહિ. તેથી અનિત્ય પર્યાયને છોડી દઈને તું પોતાનો જ નાશ કરે છે, કેમકે તને વાંછિત જે ધ્રુવ, નિત્ય આત્મતત્ત્વ તેનો નિર્ણય, તેનું પરિજ્ઞાન અનિત્ય પર્યાયમાં જ થાય છે.
આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય-એ તો પરદ્રવ્યરૂપ છે; એ પ્રત્યક્ષ ભિન્ન છે તેથી એની સાથે આત્માને કોઈ સંબંધ નથી. તેથી અહીં એની વાત નથી. અહીં તો વસ્તુમાં આત્મામાં નિત્ય ને અનિત્ય-એમ બે પડખાં છે એની વાત છે. ધ્રુવ ત્રિકાળી દ્રવ્યરૂપથી આત્મા નિત્ય છે, ને પર્યાયરૂપથી તે બદલે છે, અનિત્ય છે. ત્યાં બદલતી દશાને જોઈને એકાંતવાદી તેનો ત્યાગ કરીને મારે તો ધ્રુવ નિત્ય આત્મતત્ત્વ જોઈએ એમ વાંછા કરે છે. પણ, અહીં કહે છે, એવી કોઈ વસ્તુ નથી. નિત્ય ધ્રુવ જુદું, ને પર્યાય જુદી -એવી કોઈ વસ્તુ નથી. ભલે પર્યાય ત્રિકાળીરૂપ નથી; પણ પરિણામ -પર્યાય પરિણામી દ્રવ્યનું જ છે, પરિણામ પરિણામીથી ભિન્ન નથી; કેમકે બન્નેના પ્રદેશો એક છે. અસંખ્ય પ્રદેશમાં જેટલામાં પરિણામ ઉઠે છે એ ક્ષેત્રનો અંશ અને ત્રિકાળી ધ્રુવના અસંખ્ય પ્રદેશોનો અંશ - એ બન્ને ભિન્ન ગણવામાં આવ્યા છે એ બીજી અપેક્ષાએ વાત છે. પણ જેમ આ બે આંગળી ભિન્ન છે તેમ પરિણામ-પરિણામી ભિન્ન નથી. તેથી પર્યાયભાવને છોડી
PDF/HTML Page 3904 of 4199
single page version
દઈને અસંખ્યપ્રદેશી એક અખંડ પ્રદેશમાં અનંત ગુણધામ એવા ધ્રુવ આત્માની આશાએ એને જ્યાં તપાસવા જાય છે ત્યાં અજ્ઞાની ભોંઠો પડે છે, અર્થાત્ એને કાંઈ જ હાથ આવતું નથી, કેમકે પર્યાય વિનાનું ધ્રુવ હોઈ શકતું જ નથી. અહા! પર્યાયથી રહિત જુદું એ ધ્રુવ જોવા જાય પણ એને ક્યાં જોવા મળે?
પ્રશ્નઃ– તો આપ કહો છો કે -ધ્રુવમાં પર્યાય નથી, ને પર્યાયમાં ધ્રુવ નથી. એ શું છે?
ઉત્તરઃ– એ બીજી અપેક્ષાએ વાત છે ભાઈ! એક સમયની અવસ્થાનો અંશ તે ત્રિકાળીધ્રુવરૂપ નથી, ને ત્રિકાળી ધ્રુવ એક સમયની અવસ્થારૂપ થઈ જતો નથી એમ પરસ્પર અન્યતાની વાત છે. એ તો સમયસાર ગાથા ૪૯ માં ‘અવ્યક્ત’ ના પાંચમાં બોલમાં આવે છે કે- “વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” ત્યાં તો (નિશ્ચયે) અભેદ એક ધ્રુવ તત્ત્વ કેવું છે તે સિદ્ધ કરવું છે તો કહ્યું કે- ધ્રુવ એક સમયના અંશમાં -પર્યાયમાં નથી-પર્યાયને સ્પર્શતું નથી, ને પર્યાય ધ્રુવમાં નથી-ધ્રુવને સ્પર્શતી નથી. પણ અહીં એ વાત નથી. અહી તો એકાંતવાદી પર્યાયરહિત એકલા ધ્રુવની આશા કરીને બેઠો છે, તેને કહીએ છીએ કે-ભાઈ! તું પર્યાય વિનાનું ધ્રુવ જોવા જાશ પણ તને કાંઈ હાથ નહિ આવે, કેમકે એક તો પર્યાયરહિત ધ્રુવ હોતું જ નથી, અને ધ્રુવનો નિર્ણય કરનારી પર્યાય છે, ધ્રુવ (કાંઈ) ધ્રુવનો નિર્ણય કરતું નથી. સમજાણું કાંઈ....? અહો! આચાર્યદેવે ચીજ જેવી છે તેવી દીવા જેવી ચોકખી બતાવી છે. અહીં તો કહેવું છે કે પરિણામ અને પરિણામી બે ચીજ એક વસ્તુના અંશો છે. ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વરે કહેલું તત્ત્વ બહુ ગૂઢ-સૂક્ષ્મ છે ભાઈ! અપૂર્વ અંતર-પુરુષાર્થથી જણાય એવું છે.
અહાહા.....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદની ત્રિકાળ ધ્રુવતા ધરનારું તત્ત્વ છે. એની વર્તમાન દશામાં કાર્ય-પર્યાય જે થાય છે તે એની ચીજ છે, એનાથી અભિન્ન છે. પંચાસ્તિકાયમાં આવે છે કે- પર્યાય રહિત દ્રવ્ય ને દ્રવ્યરહિત પર્યાય કોઈ ચીજ નથી. આ વસ્તુસ્થિતિ છે. તથાપિ અનિત્ય પર્યાયને અનેકરૂપ પરિણમતી દેખીને, આ (-પર્યાય) હું નહિ એમ માનીને, અજ્ઞાની એનાથી જુદા ધ્રુવ આત્મતત્ત્વને શોધવા જાય છે, પણ એને કાંઈ નજરમાં આવતું નથી. જેમ દ્રષ્ટિ-આંખ ફોડીને દેખવા જાય એને કાંઈ દેખાતું નથી. તેમ વર્તમાન નજર-પર્યાયને ઉડાડીને ધ્રુવ તત્ત્વ જોવા જાય તેને કાંઈ જ જણાતું નથી. પણ શું જણાય? જોનારી નજર-પર્યાય જ નથી ત્યાં શું જણાય? વેદાંતાદિ મતવાળા જે વસ્તુને સર્વથા ફૂટસ્થ માને છે, પર્યાયને માનતા જ નથી તેમને વસ્તુતત્ત્વની કદીય ઉપલબ્ધિ થતી નથી.
હવે આવી વાત સમજવી આકરી પડે એટલે લોકો દયા, દાન, વ્રત, ભક્તિ,
PDF/HTML Page 3905 of 4199
single page version
હવે કહે છે- ‘स्याद्वादी’ અને સ્યાદ્વાદી તો, ‘चिद्–वस्तु–वृत्ति–क्रमात् तद्– अनित्यतां परिमृशन’ ચૈતન્ય વસ્તુની વૃત્તિના (-પરિણતિના, પર્યાયના) ક્રમ દ્વારા તેની અનિત્યતાને અનુભવતો થકો, ‘नित्यं ज्ञानं अनित्यता–परिगमे अपि उज्जवलम् आसादयति’ નિત્ય એવા જ્ઞાનને અનિત્યતાથી વ્યાપ્ત છતાં ઉજ્જ્વળ (-નિર્મળ) માને છે- અનુભવે છે.
અહાહા! ભગવાન આત્મા જ્ઞાન, દર્શન, આનંદ આદિ જેનો સ્વભાવ છે એવો જ્ઞાનાનંદ-નિત્યાનંદ પ્રભુ અસ્તિરૂપ મહાપદાર્થ છે. એની વર્તમાન દશા ક્રમથી થાય છે. પર્યાયનું લક્ષણ જ ક્રમવર્તીપણું છે. ક્રમવર્તી એટલે શું? પર્યાય પલટીને બીજી થાય માત્ર એમ નહિ, પરંતુ પલટીને જે કાળે જે થવાની હોય તે જ થાય. પ્રવચનસારમાં મોતીના હારનો દાખલો આપ્યો છે. જેમ ૧૦૮ મોતીનો હાર હોય તેમાં બધાંય ૧૦૮ મોતી-પ્રત્યેક પોતપોતાના સ્થાનમાં પ્રકાશે છે. તેમાં કોઈ આડું-અવળું કે આગળ-પાછળ કરવા જાય તો હાર તૂટી જાય. તેમ આત્મામાં ત્રિકાળવર્તી સર્વ પર્યાયો-પ્રત્યેક પોતપોતાના સ્થાનમાં (- સ્વકાળમાં) પ્રકાશે છે. એટલે શું? કે જે અવસ્થા જે કાળે પ્રગટ થવાની હોય તે કાળે તે જ પ્રગટ થાય. કોઈ આગળ-પાછળ કે આડી-અવળી ન થાય. આવું પર્યાયોનું ક્રમવર્તીપણું ધર્મી જાણે છે તેથી ક્રમ દ્વારા તેની અનિત્યતાને જાણતો થકો, વસ્તુ જે નિત્ય છે તે અનિત્યતાથી વ્યાપ્ત હોવા છતાં, તેને ઉજ્જ્વળ-નિર્મળ અનુભવે છે, વસ્તુ વસ્તુપણે ત્રિકાળી નિત્ય હોવા છતાં ધર્મી પુરુષ પર્યાયમાં અનેકરૂપતા ક્રમસર થાય છે તેને જાણે છે, અને છતાં અનેક અવસ્થાઓ છે માટે હું અનેકરૂપ, મલિન, અશુદ્ધ થઈ ગયો એમ નહિ માનતો થકો તે નિત્ય શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવે છે.
ભાઈ! વસ્તુ જે નિત્ય છે તે જ અનિત્ય છે, ને જે અનિત્ય છે તે જ નિત્ય છે- આવું પ્રમાણજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પર્યાયમાં નિર્મળતા-ધર્મ પ્રગટ થતો નથી.
ધર્મી જીવ આત્માની વર્તમાન દશામાં ક્રમવર્તીપણે જે અનિત્યતા વર્તે છે તેને જાણતો થકો, અવસ્થામાં એક પછી એક પર્યાય થાય છે એનાથી સહિત હોવા છતાં,
PDF/HTML Page 3906 of 4199
single page version
પોતાના નિત્ય પવિત્ર સ્વભાવને એકને નિર્મળ અનુભવે છે. પર્યાયનું બદલવું છે છતાં સર્વથા અનિત્ય અને અનેકરૂપ થઈ ગયો એમ ધર્મી કદી માનતો નથી.
‘એકાંતવાદી જ્ઞાનને સર્વથા એકાકાર-નિત્ય પ્રાપ્ત કરવાની વાંછાથી, ઉપજતી- વિણસતી ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક જ્ઞાનને ઇચ્છે છે, પરંતુ પરિણામ સિવાય જુદો કોઈ પરિણામી તો હોતો નથી......’
અહાહા...! એક જ ધર્મને જોનારો એકાંતવાદી, ચૈતન્યની જે અનેકરૂપ પરિણતિ થાય તેને ઉપાધિ માને છે. તેને દૂર કરીને તે સર્વથા નિત્ય આત્મતત્ત્વને પ્રાપ્ત કરવા માગે છે. પણ ચૈતન્યની પરિણતિથી જુદું એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ, કેમકે પરિણામ વિનાનો જુદો કોઈ પરિણામી હોતો નથી. તેથી એકાંતવાદીને ચૈતન્ય ધ્રુવ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
વળી અજ્ઞાની પરિણામ પોતાથી થાય છે એમ માનતો નથી. જુદી જુદી પરિણતિ થાય છે તે પરને લઈને થાય છે એમ માને છે. હવે જો પરિણામ પરથી થયા તો શું આત્મા પરિણામ વિનાનો છે? શું પરિણમવું એ આત્માનો સ્વભાવ નથી? પરિણામથી જુદો કોઈ પરિણામી હોતો તો નથી.
આત્મા નિત્ય અપરિણામી છે એમ કહ્યું એ તો દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી કહ્યું હતું. પરંતુ દ્રષ્ટિ કરનાર તો પર્યાય છે. તેથી ઉછળતી પરિણતિને ન માને અને એનાથી રહિત આત્મતત્ત્વને ઇચ્છે તો એને તે ક્યાંથી મળે? ન મળે; કેમકે એવું કોઈ પૃથક્ જ્ઞાન-આત્મતત્ત્વ છે નહિ. ભાઈ! પર્યાયથી દૂર-જુદું કોઈ દ્રવ્ય છે એમ છે નહિ. અંશમાં અંશી નથી, અંશીમાં અંશ નથી-એ તો અભેદની દ્રષ્ટિ કરવા અપેક્ષાથી કથન છે, બાકી પરિણામ ક્યાંય રહે છે, ને પરિણામી બીજે ક્યાંક છે એમ બેનો ક્ષેત્રભેદ છે નહિ. ત્રિકાળી ધ્રુવ જ્યાં (જે અસંખ્ય પ્રદેશમાં) છે ત્યાં જ એની દશા છે. આ વાસ્તવિક સ્થિતિ છે. હવે આ ન સમજાય એટલે લોકો રાગમાં ચઢી જાય. પણ ભાઈ! રાગ તો આગ છે બાપા! એ તો તારા આત્માની શાંતિને બાળીને જ રહેશે. સમજાણું કાંઈ.....?
‘સ્યાદ્વાદી તો એમ માને છે કે - જો કે દ્રવ્યે જ્ઞાન નિત્ય છે તોપણ ક્રમશઃ ઉપજતી-વિણસતી ચૈતન્ય પરિણતિના ક્રમને લીધે જ્ઞાન અનિત્ય પણ છે; એવો જ વસ્તુસ્વભાવ છે.’
જુઓ, આત્મા દ્રવ્યે નિત્ય હોવા છતાં પર્યાયે અનિત્ય છે, ને પર્યાયે અનિત્ય હોવા છતાં દ્રવ્યે નિત્ય છે. લ્યો, આવું યથાર્થ માને એનું નામ સ્યાદ્વાદી-અનેકાંતવાદી
PDF/HTML Page 3907 of 4199
single page version
અનાદિ-અનંત ત્રિકાળ ધ્રુવ જ છે. વસ્તુ અપેક્ષા એને કોઈએ ઉપજાવ્યો નથી. સત્ છે ને? એને કોણ ઉપજાવે? અને સત્નો નાશ કેવો? સત્ તો ત્રિકાળ સત્ જ છે. આમ વસ્તુપણે નિત્ય છે તોપણ ક્રમેક્રમે ઉપજતી-વિણસતી ચૈતન્યની અવસ્થાઓની અપેક્ષા જ્ઞાન-આત્મા અનિત્ય પણ છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. સ્યાદ્વાદી એને યથાર્થ જાણતો થકો નિત્યસ્વભાવના આલંબનની દ્રષ્ટિ વડે જિવિત રહે છે-નાશ પામતો નથી આવી વાતુ છે.
આ પ્રમાણે અનિત્યત્વનો ભંગ કહ્યો.
‘પૂર્વોક્ત રીતે અનેકાન્ત, અજ્ઞાનથી મૂઢ થયેલા જીવોને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરી દે છે- સમજાવી દે છે’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ-
‘इति’ આ રીતે ‘अनेकान्तः’ અનેકાંત અર્થાત્ સ્યાદ્વાદ ‘अज्ञान–विमूढानां ज्ञानमात्रं आत्मतत्त्वं प्रसाधयन्’ અજ્ઞાનમૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસિદ્ધ કરતો ‘स्वयमेव अनुभूयते’ સ્વયમેવ અનુભવાય છે.
જુઓ, અહીં અનેકાન્તનો અર્થ સ્યાદ્વાદ કર્યો છે. વાસ્તવમાં અનેકાન્ત વસ્તુનું સ્વરૂપ છે, અને સ્યાદ્વાદ વસ્તુના અનેકાન્ત સ્વરૂપનો (દ્યોતક) બતાવનારો છે. ‘સ્યાત્’ કહેતાં અપેક્ષાઓ (જે ધર્મ વસ્તુમાં હોય તે અપેક્ષાએ) વાદ કહેતાં વચન-કથન. આ રીતે સ્યાદ્વાદ તે અનેકાન્તસ્વરૂપ વસ્તુને કહેનારી વચન-પદ્ધતિ છે. જેમકે-આત્મા નિત્ય છે તો કથંચિત્-દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે; આત્મા અનિત્ય છે તો કથંચિત્-પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આમ સ્યાદ્વાદ, અપેક્ષાથી કથન કરીને અનેકાન્ત-વસ્તુને સિદ્ધ કરે છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને બતાવે છે.
અહીં કહે છે-આ રીતે અનેકાન્ત, અજ્ઞાનથી વિમૂઢ પ્રાણીઓને, જ્ઞાનમાત્ર આત્મતત્ત્વને પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભવાય છે. અહાહા....! હું સ્વસ્વરૂપી- જ્ઞાનસ્વરૂપથી છું ને પરરૂપથી નથી એમ તત્-અતત્ આદિ ધર્મો દ્વારા અનેકાન્ત, અજ્ઞાન- મૂઢ પ્રાણીઓને જ્ઞાનમાત્ર આત્મા પ્રસિદ્ધ કરે છે એમ સ્વયમેવ અનુભવાય છે. અહાહા...! અનેકાન્તને જાણતાં સ્વસ્વરૂપવસ્તુ આત્મા સ્વયમેવ-પોતાવડે જ અનુભવમાં આવી જાય છે. વસ્તુને-આત્માને જાણવારૂપ પર્યાય સ્વયમેવ-પોતાથી જ પરિણમી જાય છે. હવે આમાં લોકોને (-કેટલાકને) ‘સ્વયમેવ’ શબ્દના વાંધા છે. એમ કે ‘સ્વયમેવ’ નો અર્થ પોતે પોતાથી જ એમ નહિ, પણ પોતારૂપ-ચેતન ચેતનરૂપ ને જડ જડરૂપ-પરિણમે -એમ લેવો જોઈએ. પણ એ બરાબર નથી. ‘સ્વયમેવ’ કહીને અહીં પોતાથી જ, પરથી નહિ એમ નિશ્ચય કરાવવો છે.
PDF/HTML Page 3908 of 4199
single page version
ઘણા વર્ષ પહેલાં જામનગરમાં એક છોકરાએ પૂછયું’ તું કે-મહારાજ! તમે આત્મા દેખો, જ્ઞાનમાત્ર વસ્તુને દેખો-એમ કહ્યા કરો છો પણ એ દેખવો કેવી રીતે? બહાર દેખીએ તો આ બધું (માત-પિતા-પરિવાર, બાગ-બંગલા આદિ) દેખાય છે, ને અંદર (- આંખ બંધ કરીને) દેખીએ તો અંધારું દેખાય છે; આત્મા તો દેખાતો નથી. તેને કહેલું કે -ભાઈ! આ અંધારું છે એમ જાણ્યું કોણે? અંધારામાં કાંઈ જણાય નહિ, ને વળી અંધારું અંધારા વડે જણાય નહિ; તો અંધારાને જાણ્યું કોણે? આ અંધારું છે એમ શા વડે જાણ્યું? જ્ઞાન વડે; ખરું કે નહિ? અંધારાનો જાણનાર અંદર ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છે. અહાહા....! જ્યાં અંધારું જણાય છે ત્યાં જ જાણનાર-જ્ઞાનપ્રકાશ છે. બીજી રીતે કહીએ તો આત્મા જણાતો નથી એવો નિર્ણય કોણે કર્યો? ભાઈ! એ નિર્ણય તારા જ્ઞાનની ભૂમિકામાં થયો છે. હું નથી એમ કહેતાં જ હું છું એમ એમાં આવી જાય છે. (પરસ્વરૂપથી હું નથી એમ જાણતાં જ સ્વસ્વરૂપથી હું છું એમ સિદ્ધ થઈ જાય છે). દેખતો નથી એમ કહેતાં જ દેખનારો પોતે છે એમ નિશ્ચય થાય છે. ભાઈ! સ્વસ્વરૂપમાં અંતર્મુખ દ્રષ્ટિ કરે તો અવશ્ય દેખનારો દેખાય છે. સમજાણું કાંઈ.....?
‘જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે. પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે.’
‘જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે.’ જુઓ, શિષ્યનો પ્રશ્ન હતો કે આત્માને જ્ઞાનમાત્ર કહેતાં એકાન્ત તો થઈ જતું નથી ને? તો કહે છે- જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે. અહા! જ્ઞાનમાત્ર કહેતાં જ આત્મા જ્ઞાનસ્વરૂપથી તત્ અને પરજ્ઞેયસ્વરૂપથી અતત્, સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ ઈત્યાદિ અનેક ધર્મો આત્મામાં સિદ્ધ થઈ જાય છે. હું વસ્તુપણે એક છું એમ કહેતાં જ ગુણ-પર્યાયથી અનેક છું, તથા હું દ્રવ્યરૂપથી નિત્ય છું એમ કહેતાં જ પર્યાયરૂપથી અનિત્ય છું એમ સિદ્ધ થઈ જાય છે. આમ જ્ઞાનમાત્ર કહેતાં આત્માવસ્તુ અનેકાન્તમય સિદ્ધ થાય છે. અહા! આ ચૌદ બોલથી આચાર્યદેવે સંક્ષેપમાં આત્માનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે.
આમાં તો ભાઈ! નિમિત્તથી કાર્ય થાય એ વાત જ ઉડી જાય છે. પ્રશ્નઃ– હા, પણ પરદ્રવ્ય નિમિત્ત-કર્તા તો છે ને? ઉત્તરઃ– પરદ્રવ્યને નિમિત્ત-કર્તા કહીએ એ તો આરોપિત કથન છે. વાસ્તવમાં નિમિત્ત કર્તા નથી. અસદ્ભૂત વ્યવહારનયથી એને કર્તા કહેવામાં આવે છે. પોતે પોતાની
PDF/HTML Page 3909 of 4199
single page version
ભાઈ! પ્રત્યેક દ્રવ્યની ત્રણેકાળની પર્યાયો-પોતાની પ્રત્યેક પોતાથી પ્રગટ થાય છે, પરથી નહિ. તેથી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ (વિલક્ષણતા) થાય એ વાત રહેતી નથી. વળી આથી દ્રવ્યમાં પ્રગટ થતી પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે એમ સિદ્ધ થાય છે. પર્યાય વિકારી કે નિર્મળ હો, તે પોતાના સ્વકાળે ક્રમબદ્ધ પ્રગટ થાય છે. પણ એનું યથાર્થ જ્ઞાન ક્યારે થાય? કે જ્ઞાયકસ્વભાવની અંતર્દષ્ટિ થાય ત્યારે. જ્ઞાનસ્વભાવની અંતર પ્રતીતિ થાય ત્યારે જ ક્રમબદ્ધ, ભવિતવ્યતા, કાળલબ્ધિ ને નિમિત્તાદિનું સમ્યક્ જ્ઞાન થાય છે.
પરંતુ અનાદિ કાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે. કોઈ સર્વથા પર્યાયને જ આત્મા માને છે તો કોઈ સર્વથા નિત્ય ધ્રુવ દ્રવ્યને જ આત્મા કહે છે; કોઈ સર્વથા આત્માને એકરૂપ માને છે તો કોઈ સર્વથા અનેકરૂપ માને છે. વળી કોઈ સ્વ-પરને એક કરી માને છે. આમ અનેક પ્રકારે પક્ષપાત કરી એકાંતવાદીઓ પોતાના આત્મતત્ત્વનો નાશ કરે છે, અર્થાત્ વસ્તુતત્ત્વને પ્રાપ્ત થતા નથી. અરે! જીવોને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવાની દરકાર નહિ એટલે શાસ્ત્રના અર્થ પણ પોતાની મતિ-કલ્પનાથી કરે છે; શાસ્ત્રને ખરેખર શું કહેવું છે એ સમજવા પ્રતિ પોતાની બુદ્ધિને દોરી જતા નથી.
વળી કેટલાક કહે છે-ઉપાદાનમાં અનેક પ્રકારની યોગ્યતાઓ છે. એમાં કઈ યોગ્યતા કાર્યરૂપ પરિણમે એ નિમિત્તોને આધીન છે. જેવું નિમિત્ત આવે તેવું કાર્ય થાય. હવે આવા જીવો પણ કાર્ય પરથી -નિમિત્તથી થવાનું માનનારા છે. તેઓ વસ્તુના પરિણમનનું જેવું સ્વરૂપ છે તેવું યથાર્થ માનતા નથી. તેમના જ્ઞાનમાંથી પણ વસ્તુ- આત્મતત્ત્વ છૂટી ગયું છે અર્થાત્ દ્રષ્ટિમાં તેઓએ આત્મતત્ત્વનો નાશ કર્યો છે. તેઓ એકાંતના ઝેરને પીને મૂર્ચ્છિત થઈ મૂઢપણે વર્તતા સંસારમાં પરિભ્રમે છે.
હવે કહે છે- ‘તેમને (અજ્ઞાની જીવોને) સ્યાદ્વાદ જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનું અનેકાન્તસ્વરૂપપણું પ્રગટ કરે છે-સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો (સ્યાદ્વાદના ઉપદેશ અનુસાર) જ્ઞાનમાત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે.’
જ્ઞાનમાત્ર આત્મવસ્તુ કહેતાં તેમાં જ્ઞાન એક જ ગુણ છે એમ નહિ, એની સાથે દર્શન, સુખ, વીર્ય, અસ્તિત્વ, નાસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો હોવાનું સિદ્ધ થાય છે. કેવી રીતે? તો કહે છે- જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરીને જોવામાં આવે
PDF/HTML Page 3910 of 4199
single page version
તો જ્ઞાનમાત્ર વસ્તુ આપોઆપ અનેક ધર્મયુક્ત પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. અહાહા....! હું સ્વથી છું ને પરથી નથી, જ્ઞાનસ્વરૂપથી છું ને પરજ્ઞેયથી નથી એમ યથાર્થ વસ્તુ-સ્વરૂપ જાણીને નિત્ય, ધ્રુવ, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈ પરિણમતાં આત્માનો અનુભવ થાય છે, અને ત્યારે તેમાં જ્ઞાનની, આનંદની, શ્રદ્ધાની, સ્થિરતાની આદિ અનેક પર્યાયો પ્રત્યક્ષ વેદનમાં આવે છે; કેમકે પ્રત્યક્ષ થવું, સ્વાનુભૂતિમાં જણાવું એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. અહાહા...! વસ્તુ-આત્મા સ્વાનુભવગોચર થતાં હું દ્રવ્યરૂપથી એક છું, પર્યાયથી અનેક છું એમ જ્ઞાનમાં યથાર્થ ભાસે છે.
હવે કહે છે- ‘માટે હે પ્રવીણ પુરુષો! તમે જ્ઞાનને તત્સ્વરૂપ, અતત્સ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્સ્વરૂપ, પરના દ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવથી અસત્સ્વરૂપ નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેકધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યગ્જ્ઞાન છે.’
અહાહા....! જાણવાની દશામાં આ રીતે (અનેકાન્તસ્વરૂપ જાણીને) શુદ્ધ એક આત્મદ્રવ્યનું લક્ષ કરી (ધ્યાનનું ધ્યેય બનાવી) અનુભવગોચર કરી પ્રતીતિ કરો-એમ કહે છે. વસ્તુ અનુભવગોચર થઈને પ્રતીતિમાં આવે ત્યારે એની સમ્યક્ પ્રતીતિ અને સમ્યગ્જ્ઞાન થાય છે એમ વાત છે. તેથી પ્રથમ એને ખ્યાલમાં લઈ સ્વાનુભવપ્રત્યક્ષ દ્વારા નિઃસંદેહ પ્રતીતિ કરો એમ કહેવું છે. અહાહા...! પ્રત્યક્ષ સ્વાનુભવની દશામાં નિત્યનો નિર્ણય થતાં જ એને નિત્ય અને અનિત્ય બન્ને ધર્મો સિદ્ધ થઈ જાય છે. આનું નામ જ સમ્યગ્જ્ઞાન છે.
‘સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે.’ એક પક્ષને જ એકાંતે ગ્રહણ કરવો તે મિથ્યાજ્ઞાન છે. ઉપાદાનથીય થાય ને નિમિત્તથીય થાય એમ એકાંત ગ્રહણ કરવું તે મિથ્યાજ્ઞાન છે, ઝેર છે ભાઈ! અનેકાન્તમાં અમૃતનો સ્વાદ છે, ને એકાંત તો ઝેરનો સ્વાદ છે ભાઈ! સમજાણું કાંઈ.....?
‘પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાન્તમય હોવાથી અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ સિદ્ધ થયો’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ-
‘एवं’ આ રીતે ‘अनेकान्तः’ અનેકાન્ત- ‘जिनं अलङ्गयं शासनम्’ કે જે જિનદેવનું અલંઘ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે ‘तत्त्व–व्यवस्थित्या’ વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડે ‘स्वयं स्वं व्यवस्थापयन्’ પોતે પોતાને સ્થાપિત કરતો થકો ‘व्यवस्थितः’ સ્થિત થયો-નિશ્ચિત ઠર્યો-સિદ્ધ થયો.
PDF/HTML Page 3911 of 4199
single page version
જે સમયે પરમાત્મસ્વરૂપ નિજ જ્ઞાનમાત્ર આત્માનું લક્ષ કરીને નિર્ણય કરવા પ્રતિ ઉદ્યમશીલ થાય છે ત્યારે અંદરમાં જે પર્યાય વળે છે તે સ્વથી વળે છે, કોઈ પરની સહાય કે ટેકો છે તો અંતર્મુખ વળે છે એમ એમાં ભાસતું નથી. શું કીધું? સ્વનું લક્ષ કરીને સ્વતંત્ર પણે જ્યાં પર્યાય પ્રગટી ત્યાં એમાં એને ખ્યાલ આવી જાય છે કે હું મારાથી છું ને પરથી નથી; અર્થાત્ કર્મનો ઉદય મંદ પડયો કે એનો અભાવ થયો માટે સ્વ તરફનો પુરુષાર્થ થયો છે એમ એમાં ભાસતું નથી. અહાહા.....! વસ્તુએ હું એક છું, ને પર્યાયે અનેક છું, ને એ બધું મારાથી-પોતાથી છે, પરથી નહિ-આમ બધું જ્ઞાનમાં સિદ્ધ-નિશ્ચિત થઈ જાય છે.
આ રીતે, કહે છે, અનેકાન્ત વીતરાગ સર્વજ્ઞદેવનું કોઈથી તોડી ન શકાય એવું અલંઘ્ય શાસન છે. અનેકાન્ત તો વસ્તુનું સ્વરૂપ છે, એને જૈન પરમેશ્વરનું શાસન કેમ કહ્યું? અહા! શક્તિએ તો દરેક આત્મા પોતે અંદર પરમેશ્વર છે. પણ આવું વસ્તુનું સ્વરૂપ વીતરાગ જૈન પરમેશ્વરે પ્રગટ કરી બતાવ્યું છે તેથી એને જૈન પરમેશ્વરનું શાસન અહીં કહે છે. અહા! આવું જિનદેવનું શાસન અલંઘ્ય છે. અહા! અંદર જિનસ્વરૂપ ભગવાન આત્મા છે. જે પુરુષ પોતાના આવા નિજસ્વરૂપને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ, નિયત, અસંયુક્ત દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે-એમ સમયસાર ગાથા ૧પ માં આવ્યું ને? અહા! આ જિનશાસન અલંઘ્ય છે એમ કહે છે.
આ રીતે તે અર્થાત્ અનેકાન્ત વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ વડે પોતે પોતાને સ્થાપિત કરતો થકો સ્થિત થયો-સિદ્ધ થયો. ભાઈ! પોતે વસ્તુતત્ત્વ એક છે તે જ પોતાની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા કરવામાં વ્યવસ્થિત-સુનિશ્ચિત છે. અહા! નિજ પર્યાય-અવસ્થાની વ્યવસ્થા કરવામાં તત્ત્વ-વસ્તુ પોતે જ વ્યવસ્થિત છે, પોતાની પર્યાયની વ્યવસ્થા બીજો કરે એ જૈનશાસનને માન્ય નથી. વસ્તુ પોતે જ સ્વરૂપથી એવી છે કે પોતાની વ્યવસ્થા (પ્રતિસમયની અવસ્થા) પોતે જ કરે; બીજો કોઈ એની વ્યવસ્થા કરે છે એમ ભાસે તે ભ્રાન્તિ છે. આમ વસ્તુના યથાર્થ સ્વરૂપના જ્ઞાન વડે અંતરમાં પોતે પોતાને વાળતો થકો સ્થિત થાય છે, નિશ્ચિત થાય છે. અર્થાત્ પોતે પોતામાં અંર્તદ્રષ્ટિ કરી સ્થિર થાય છે ત્યાં જેવી અનેકાંતસ્વરૂપ વસ્તુ છે તેવી પોતાને સિદ્ધ થઈ જાય છે, અનુભવમાં આવી જાય છે. અહા! ધર્મીને આમ જે નિર્વિકલ્પ નિર્ણય (નિશ્ચયરૂપ જ્ઞાન) થયો તે પોતે કર્તા થઈને કર્યો છે, એમાં કોઈ અન્ય કર્તા ભાસતો નથી. પોતે જ પોતાને પ્રમેય થયો, ને પોતે જ પોતાને પ્રમાણ કર્યો, એમાં પરની સહાય-અપેક્ષા છે જ નહિ. સમજાણું કાંઈ.....?
અહાહા...! પોતે પોતાથી જ પોતાને જણાય, ને પોતે જ પોતાને જાણે એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાઈ! આ સૂક્ષ્મ પડે પણ કાંઈ કરવાનું હોય તો આ
PDF/HTML Page 3912 of 4199
single page version
કરવાનું છે. નિયમસાર-ગાથામાં આવે છે ને કે પોતાના શુદ્ધ સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન- આચરણ એવાં રત્નત્રય જ નિયમથી કર્તવ્ય છે.
ભાઈ! પર્યાય સ્વદ્રવ્યમાં ઢળીને અંતર્લીન થતાં અનેકાન્તપણું જે વસ્તુનું સ્વરૂપ છે તે વ્યવસ્થિત-સુનિશ્ચિત થઈને (જ્ઞાનમાં જેમ છે તેમ જણાઈને) સિદ્ધ થાય છે અને નિયમથી આ જ કરવાયોગ્ય કર્તવ્ય છે. આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ......?
‘અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો.’
અનેકાન્તની વ્યાખ્યા કરતાં આચાર્ય અમૃતચંદ્રદેવ લખે છે- “ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.” જેમકે -જે નિત્ય છે તે અનિત્ય છે, એક છે તે અનેક છે, અભેદ છે તે ભેદરૂપ છે ઇત્યાદિ. અહા! સ્યાદ્વાદથી એક જ વસ્તુમાં સત્તા જે અભેદરૂપ છે તે ભેદરૂપ છે, જે (દ્રવ્યરૂપથી) નિત્ય છે તે (પર્યાયરૂપથી) અનિત્ય છે. એક જ ચીજની અંદરની વાત છે ભાઈ! આ આનું નામ અનેકાન્ત છે. પણ દ્રવ્ય પોતાથી છે ને પર્યાય પરથી છે, વા દ્રવ્ય સ્વથી પણ છે ને પરથી પણ છે તથા પર્યાય સ્વથી પણ છે ને પરથી પણ છે-એમ અનેકાન્ત નથી. એ તો (મિથ્યા) એકાન્ત થયું બાપા! પરની સાથે તો ભગવાન આત્માને સંબંધ જ નથી. આવ્યું ને કળશમાં (કળશ ૨૦૦ માં) કે-
આત્મા પોતાથીય પ્રાપ્ત થાય ને પરદ્રવ્યથી-દેવગુરુ શાસ્ત્રથીય થાય એવું અનેકાન્તનું સ્વરૂપ નથી, એવું જૈનદર્શન નથી. આત્મા પોતાપણે છે અને પરના કોઈ અંશપણેય નથી એ સમ્યક્ અનેકાન્ત છે. જુઓ, આમાં બીજા બધા પદાર્થ (આત્મા ને તેના પરિણામથી) કાઢી નાખ્યા. જુઓ, આ શબ્દોના વાંચનથી અહીં (આત્મામાં) જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી; કેમકે વસ્તુ પોતે જ નિત્ય ને અનિત્ય છે. પહેલાં જ્ઞાનની પર્યાય બીજી હતી તે બદલીને શબ્દ (શાસ્ત્ર) જાણવારૂપ થઈ તે પોતાથી જ થઈ છે, શબ્દ સાંભળવામાંથી-વાંચવાથી તે થઈ છે એમ નથી. શબ્દ તો છે, પણ એ નિમિત્તમાત્ર જ છે. સમજાણું કાંઈ......?
અરે! અજ્ઞાનીઓને પરદ્રવ્ય મારું (કાર્ય, સુખ) કરે ને હું પરદ્રવ્યનું કરું એમ જ અનાદિથી ભાસ્યું છે. પણ ભાઈ! તારી વસ્તુ જ જ્યાં સ્વપણે છે, પરપણે નથી, જ્ઞાનસ્વરૂપથી તત્રૂપ છે, પરજ્ઞેયસ્વરૂપથી નથી, ત્યાં પરનું કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તથા પરવસ્તુ આત્મામાં (પ્રવેશતી જ) નથી તો પર આત્મામાં કાંઈ કરે એ
PDF/HTML Page 3913 of 4199
single page version
માન્યું તે (માન્યતાથી) પરરૂપ થઈ ગયો. વળી પરથી મને જ્ઞાન ને સુખ થાય એમ માન્યું એણે પરને જ આત્મા માન્યો, તેણે પોતાને માન્યો જ નહિ તે પણ પરમાં મૂઢ થઈ ગયો, ખોવાઈ ગયો, અટવાઈ ગયો. અનેકાન્ત તેને યથાર્થ વસ્તુસ્વરૂપ દેખાડી જિવાડે છે.
અહો! અનેકાન્ત તો વસ્તુના સ્વરૂપને યથાર્થપણે બતાવનારો મહાસિદ્ધાંત છે, કહો કે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. આ તો એકલું સંજીવક અમૃત છે ભાઈ! ઓહો...! આચાર્ય પરમેષ્ઠી ભગવાન અમૃતચંદ્રદેવે અનેકાન્તની વ્યાખ્યા દઈને એકલું અમૃત પીરસ્યું છે. નિત્ય-અનિત્ય; એક-અનેક, સત્-અસત્ આદિ ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં તેઓ વસ્તુને અવિરોધપણે સાધે છે, સિદ્ધ કરે છે. આ સિવાય કોઈ બીજી રીતે માને કે- નિશ્ચયથી પણ થાય ને વ્યવહારથી પણ થાય, ઉપાદાનથી પણ થાય ને નિમિત્તથી પણ થાય તે અનેકાન્તના સ્વરૂપને સમજ્યો જ નથી. એક તત્ત્વ છે તે પોતાની વ્યવસ્થા કરવામાં પોતે જ વ્યવસ્થિત છે. એની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા (પર્યાય) કરવાવાળું બીજું દ્રવ્ય હોય એવું જૈનશાસનમાં વસ્તુસ્વરૂપ નથી.
કળશ ટીકાકારે અનેકાન્તનું સ્વરૂપ સમજાવતાં નીચે મુજબ કહ્યું છે; અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, તે જ જેનું સ્વરૂપ છે એવી સર્વજ્ઞવાણી અર્થાત્ દિવ્યધ્વનિ છે. અહીં કોઈને આહી શંકા થાય કે અનેકાન્ત તે સંશય છે (અને) સંશય તે મિથ્યા છે. તેના પ્રતિ સમાધાન એમ છે કે અનેકાન્ત તો સંશયનું દૂરકરણશીલ છે તથા વસ્તુના સ્વરૂપનું સાધનશીલ છે. એનું વિવરણ-જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય-ગુણાત્મક છે. એમાં જે સત્તા અભેદરૂપથી દ્રવ્ય કહેવાય છે તે જ સત્તા ભેદરૂપે ગુણરૂપે કહેવાય છે. એનું નામ અનેકાન્ત છે.
હવે કહે છે- ‘તે અનેકાન્ત જ નિર્બાધ જિનમત છે અને યથાર્થ વસ્તુસ્થિતિનો કહેનાર છે. કાંઈ કોઈએ અસત્ કલ્પનાથી વચનમાત્ર પ્રલાપ કર્યો નથી. માટે હે નિપુણ પુરુષો! સારી રીતે વિચાર કરી પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જુઓ.’
જુઓ, આ જિનમત કહ્યો. અનેકાન્ત જ નિર્બાધ જિનમત છે. ગાથામાં અલંઘ્ય પદ છે ને! તેનો આ અર્થ કહ્યો. કોઈ બાધા ન કરી શકે એવો અનેકાન્ત જ નિર્બાધ જિનમત છે કેમકે તે જેવી વસ્તુસ્થિતિ છે તેવી કહે છે, વસ્તુને તેવી સ્થાપે છે. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની વાણી બાપા! આમાં અસત્ કલ્પનાનો સંભવ જ ક્યાં છે? અહાહા.....! વસ્તુ જેવી છે તેવી કેવલજ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ અને તે ભગવાન કેવળીની વાણીમાં આવી ત્યાં અસત્ કલ્પના કેવી? ભગવાનની વાણીમાં તો યથાતથ્ય વસ્તુના સ્વરૂપનું નિરૂપણ આવ્યું છે. એટલે તો અનેકાન્તને જિનદેવનું અલંઘ્ય શાસન કહ્યું છે. સમજાણું કાંઈ......?
માટે, કહે છે, હે નિપુણ પુરુષો! ........ વિચારવાન સમનસ્ક છે ને! એટલે કહે છે- હે નિપુણ પુરુષો-ડાહ્યા પુરુષો! તમે વસ્તુ જેવી છે તેવી ખ્યાલમાં લાવીને-વિચારમાં
PDF/HTML Page 3915 of 4199
single page version
PDF/HTML Page 3916 of 4199
single page version
PDF/HTML Page 3918 of 4199
single page version
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે,
કુંદસૂત્રોનાં
PDF/HTML Page 3919 of 4199
single page version
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
અને જ્ઞપ્તિમાંહી દરવ–ગુણ–પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તૂટે;
–રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેન્દ્રિમાં–અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું છું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર–અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!
PDF/HTML Page 3920 of 4199
single page version
અહાહા...! આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ અનંત ધર્મસ્વરૂપ વસ્તુ છે; તેને પરદ્રવ્યોથી અને પરભાવોથી ભિન્ન ઓળખાવવા માટે આચાર્યદેવ ‘જ્ઞાનમાત્ર’ કહેતા આવ્યા છે. ત્યાં ‘જ્ઞાનમાત્રવસ્તુ આત્મા’ -એમ કહેતાં જ્ઞાનથી વિરુદ્ધ જે જડ પરદ્રવ્યો અને રાગાદિભાવો એનો તો નિષેધ થઈ જાય છે, પણ જ્ઞાનની સાથે રહેનારા જે દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ