PDF/HTML Page 1121 of 4199
single page version
ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પરજ્ઞેયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે, તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.’
આ આત્મા પોતાના સ્વરૂપના ભાન વિના અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે. શું કહે છે? અચેતન કર્મ છે તે ભાવક છે અને પુણ્યપાપના ભાવ તે એનું ભાવ્ય છે. સ્વભાવની રુચિ વિના જે શુભાશુભ ભાવ થાય તે અચેતન મોહકર્મનું ભાવ્ય છે. પરંતુ એમ ન માનતાં તે વિકારી ભાવ્યને ચેતન ભાવકનું ભાવ્ય માને છે. શુભાશુભ ભાવનો કરનાર ખરેખર તો જડકર્મ છે. આ દ્રવ્યદ્રષ્ટિ કરાવવાની વાત છે. પુણ્યપાપની પરિણતિ ઉત્પન્ન તો જીવની પર્યાયમાં થાય છે અને તે પોતાના ષટ્કારકની પરિણતિથી પોતામાં સ્વતંત્રપણે થાય છે; તે પર્યાય કાંઈ પરથી થાય છે એમ નથી. પણ અહીં દ્રવ્યદ્રષ્ટિ કરાવવી છે એટલે એમ કહે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે નિમિત્તને વશ થતાં થાય છે. માટે વિકારી ભાવ તે ભાવક અચેતન કર્મનું ભાવ્ય છે, તે ચેતન ભાવકનું ભાવ્ય નથી.
ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય-પાપ ઇત્યાદિ રાગપરિણામ બધા અચેતન ભાવકનું - જડકર્મનું ભાવ્ય છે. ચેતન ભાવક ભગવાન આત્મા તો ચૈતન્યની અતીન્દ્રિય આનંદની દશાનો કરનાર છે. ભગવાન આત્મા ભાવક અને અતીન્દ્રિય આનંદની દશા એ એનું ભાવ્ય છે. સમકિત થતાં ભગવાન આત્મા ભાવક થઈને જે નિર્મળ વીતરાગી આનંદની દશા પ્રગટ કરે તે ચેતનનું ભાવ્ય છે. પરંતુ અજ્ઞાની જીવ ચેતન ભાવક સાથે વિકારી ભાવને એકરૂપ માને છે. રાગ મારી ચીજ છે, મારું ભાવ્ય છે, મારું કર્તવ્ય છે એમ તે માને છે. ભગવાન આત્મા ભાવક થઈને નિર્મળ પર્યાયને-શુદ્ધરત્નત્રયને પોતાનું ભાવ્ય કરે એવો તેનો સ્વભાવ છે. પરંતુ સ્વભાવને છોડીને જાણે ચેતન ભાવકનું વિકાર ભાવ્ય છે એમ માની અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે.
અહાહા...! ચેતન કોણ, રાગ કોણ અને પોતાનું સ્વરૂપ શું? ઇત્યાદિ સ્પષ્ટ વાત દિગંબર સંતો સિવાય કોઈ એ કરી નથી. ભગવાન આત્મા વિજ્ઞાનઘન પ્રભુ અવિકારી અનુભૂતિમાત્ર ભાવક છે. અને તેના લક્ષે જે વીતરાગી આનંદ અને શાન્તિની દશા પ્રગટ થાય તે એનું ભાવ્ય છે. વીતરાગી આનંદની પર્યાય પ્રગટ કરવી એ સમ્યગ્દ્રષ્ટિનું કર્તવ્ય છે. ધર્મી જીવ રાગ અને પરની ક્રિયાનો કદીય કર્તા થતો નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ! પરંતુ આત્માને અનુચિત-અશોભનીક એવા વિકારી ભાવને પોતાના માનીને અજ્ઞાની તે ભાવનો કર્તા થાય છે. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન શું ચીજ છે એ અહીં બતાવવું છે. રાગ અને પરવસ્તુ મારી છે એવું માનીને ભાવક જડ કર્મનું ભાવ્ય જે શુભાશુભ વિકારી ભાવ તેનો અજ્ઞાની કર્તા થાય છે. વિકારી ભાવ જે જડકર્મનું કર્તવ્ય છે તેને અજ્ઞાની પોતાનું કર્તવ્ય માને છે. રે અજ્ઞાન! ધર્મીનું તો વીતરાગી પરિણામ કર્તવ્ય છે.
PDF/HTML Page 1122 of 4199
single page version
પોતાના જ્ઞાયકભાવને ભૂલીને પરજ્ઞેય (છ દ્રવ્ય) મારાં છે એમ વિચારતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે કર્મરૂપી ભાવકનું ભાવ્ય છે. તેને પોતાનું ભાવ્ય માની અજ્ઞાની જીવ શુભાશુભ વિકલ્પનો કર્તા થાય છે. શરીરનો કર્તા કે દેશનો કર્તા તો જીવ કદીય છે નહિ. સ્ત્રી-કુટુંબનું પાલન કરવું, સમાજની સેવા કરવી અને દેશનું રક્ષણ કરવું ઇત્યાદિ કર્તવ્ય જીવનું કદીય નથી. છ દ્રવ્યરૂપ પરજ્ઞેયને પોતાના માની જે મિથ્યાત્વ અને રાગાદિના ભાવ ઉત્પન્ન કરે તે ભાવનો અજ્ઞાનપણે તે કર્તા થાય છે તે ભાવ એનું કર્તવ્ય છે, પણ પરદ્રવ્યની ક્રિયા થાય તે એનું કર્તવ્ય નથી. નિશ્ચયથી તો એ વિકારભાવ જડકર્મ જે ભાવક એનું ભાવ્ય છે. જો તે આત્માનું ભાવ્ય હોય તો તે એનાથી કદીય છૂટે નહિ. અહીં અચેતન કર્મ ભાવક અને વિકારી દશા એનું ભાવ્ય છે એમ કહ્યું છે.
પ્રશ્નઃ- તો શું વિકાર જીવની પર્યાય નથી, જીવનું કાર્ય નથી?
ઉત્તરઃ– અરે ભાઈ! વિકારી પરિણામ પોતાની-જીવની પર્યાયમાં થાય છે એમ જેણે નક્કી કર્યું છે તેને સ્વભાવની દ્રષ્ટિ કરાવવા માટે વિકારી પરિણામ તારું-જીવનું કર્તવ્ય નથી એમ કહ્યું છે. વિકારના પરિણામ સ્વયં પોતાના ષટ્કારકથી જીવની પર્યાયમાં થાય છે, તે કર્મનું કાર્ય છે વા કર્મના કરાવેલા થાય છે એમ બીલકુલ નથી, આવો નિર્ણય જેને થયો છે તેને વિકારનું લક્ષ છોડાવી દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મા તેનો આશ્રય કરાવવા દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાએ તેને જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય કહ્યું છે. વિકાર કર્મના સંગે થાય છે અને શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થતાં નીકળી જાય છે તેથી તેને પ્રયોજનવશ જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય કહ્યું છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાપૂર્વક યથાર્થ સમજવું જોઈએ.
અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ અને પર ઉપર છે. પોતે શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક ભગવાન છે એના ઉપર એની દ્રષ્ટિ નથી. તેથી તેને કહ્યું કે આ જે પર્યાયમાં રાગ છે તે અચેતન જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય છે. તું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ છો. તારું એ ભાવ્ય કેમ હોય? ભાઈ! દયા, દાન, વ્રતાદિના વિકલ્પ હો કે અશુભભાવના વિકલ્પ હો-એ બધું પુદ્ગલનું -કર્મનું કાર્ય છે, ચેતનનું કાર્ય નથી. અજ્ઞાની તે વિકારી ભાવને ચેતન ભાવકની સાથે એકરૂપ કરીને તે તે પ્રકારના વિકારી ભાવનો કર્તા થાય છે.
અહો! આ સમયસારશાસ્ત્ર કોઈ અદ્ભુત, અલૌકિક ચીજ છે! તેને સમજવા ખૂબ શાંતિ અને ધીરજ કેળવવાં જોઈએ અને તેનો ગંભીર જિજ્ઞાસાથી સ્વાધ્યાય કરવો જોઈએ. માત્ર ઉપલક વાંચી જાય તો તે સમજાય એમ નથી. દરેક દ્રવ્યની વિકારી કે નિર્વિકારી પર્યાય સ્વતંત્રપણે પોતાના ષટ્કારકથી પરિણમે છે. ત્યાં તો પર્યાયનું સ્વતંત્ર અસ્તિપણું સિદ્ધ કરવાની વાત છે. (ત્યાં પણ પર્યાયનું લક્ષ છોડાવી દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે). અને અહીં રાગને કર્મનું કાર્ય કહીને રાગથી ભેદજ્ઞાન કરાવી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવાની વાત છે.
PDF/HTML Page 1123 of 4199
single page version
અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ એકલા આનંદનું ઢીમ-ચોસલું છે. તેના લક્ષે પ્રગટ થતો ધર્મ ધર્મીનું કર્તવ્ય છે. ધર્મીને લડાઈના પરિણામ, વિષય-વાસનાના પરિણામ કમજોરીવશ થાય છે તોપણ ધર્મી તેના જ્ઞાતા રહે છે, કર્તા થતા નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ! પરંતુ અજ્ઞાની પુણ્યપાપના ભાવ જે અચેતન મોહકર્મનું ભાવ્ય છે તે જાણે પોતાનું કર્તવ્ય છે એમ માનતો હોવાથી તે તે ભાવનો તે કર્તા થાય છે. પરનું કાર્ય હું કરું, પરને મારું, પરને જીવાડું, પરની રક્ષા કરું ઇત્યાદિ માનનાર મિથ્યાદ્રષ્ટિ મૂઢ છે. અરે! પોતાની દયા પાળે નહિ અને પરની દયાનો શુભરાગ આવે તેને પોતાનું કર્તવ્ય માને છે તે પોતાની હિંસા કરે છે. અમૃતચંદ્રસ્વામીએ પુરુષાર્થ-સિદ્ધયુપાયમાં રાગને હિંસા કહી છે. ભાઈ! તને બહારમાં કોઈ શરણ નથી. (અને તું પણ કોઈ અન્યનું શરણ નથી.) અંતરંગમાં પ્રગટ બિરાજમાન ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ એક જ તને શરણ છે. ત્યાં દ્રષ્ટિ કર તો શરણ મળે તેમ છે. અરહંતાદિ જે ચત્તારિ શરણ કહેવાય છે એ વ્યવહારથી શરણ કહેલા છે. ભાઈ! આવો જ વીતરાગનો માર્ગ છે.
‘વળી તે, પરજ્ઞેયરૂપ ધર્માદિ દ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે.’ છ દ્રવ્યોના વિચારના વિકલ્પમાં એકાકારપણે તલ્લીન થાય છે તે પરદ્રવ્યને પોતાના માને છે.
ભાઈ! અનંતા નિગોદના જીવ અને અનંતા સિદ્ધોને જ્ઞાનની એક પર્યાય જાણે તે પર્યાયનું સામર્થ્ય કેટલું? નિગોદના જીવને બચાવી શકે કે તેમની દયા પાળી શકે એ વાત નથી; પણ અનંતની સત્તાને અનંતપણે જાણે એ જ્ઞાનની પર્યાયનું કોઈ અદ્ભુત અચિંત્ય સામર્થ્ય છે. અરે ભાઈ! અનંતા સિદ્ધ ભગવંતો ભક્તિ કરવા યોગ્ય છે માટે શાસ્ત્રમાં એનું કથન છે એમ નથી; તેમજ જે અનંત નિગોદના જીવો છે તેમની દયા પાળવી યોગ્ય છે માટે શાસ્ત્રમાં તેમનું કથન છે એમ નથી. તો શી રીતે છે? અહાહા...! પ્રભુ! તારી જ્ઞાનની પર્યાયમાં આટલા અનંત જ્ઞેયો જાણવામાં આવે એવું તારી જ્ઞાનની પર્યાયનું સ્વપરપ્રકાશક અચિંત્ય સામર્થ્ય છે એ સમજાવવા શાસ્ત્રમાં આ વાત કરી છે અનંત પરદ્રવ્ય છે તે જ્ઞેય છે અને ભગવાન આત્મા જ્ઞાયક-જ્ઞાયક જાણગસ્વભાવી છે. જ્ઞાની અનંતા પરજ્ઞેયને જાણતો થકો જ્ઞાતા રહે છે. અને અજ્ઞાની જ્ઞેય અને જ્ઞાયકને એકરૂપ કરતો થકો શુભાશુભ વિકલ્પોને ઉપજાવતો એવો તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. અહો! ગજબ વાત છે!
ક્રોધાદિક ભાવ તે સવિકાર ચૈતન્યપરિણામ છે અને ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય મારાં છે એમ માને તે સોપાધિક ચૈતન્યપરિણામ છે. અજ્ઞાની, રાગ મારો છે એમ માની
PDF/HTML Page 1124 of 4199
single page version
રાગનો કર્તા થાય છે અને પરદ્રવ્ય મારાં છે એમ માની તે મિથ્યા માન્યતાનો કર્તા થાય છે. પરદ્રવ્યનો કર્તા તો કદીય કોઈ જીવ થઈ શક્તો નથી. પરની દયા પાળી શકે કે પરને જીવાડી શકે એ તો વસ્તુનું સ્વરૂપ જ નથી. તે પર જીવનું આયુષ્ય હોય તો તે બચે અને તેનું આયુ પૂરું થાય તો દેહ છૂટી જાય. એમાં તું શું કરી શકે? શું તું એને આયુષ્ય દઈ શકે છે? શું તું એનું આયુષ્ય હરી શકે છે? ના. તો હું પરજીવને બચાવું કે મારું એ માન્યતા તારી મિથ્યા છે. ભાઈ! ભગવાન જિનેશ્વરનો માર્ગ આખી દુનિયાથી જુદો છે. અરે! વાડામાં જન્મ્યા તેને પણ માર્ગની ખબર નથી! અરેરે! એમ ને એમ જિંદગી વ્યર્થ ચાલી જાય છે!
પ્રશ્નઃ– મુનિરાજ છ કાયના જીવની રક્ષા કરે છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– ભાઈ! શાસ્ત્રમાં વ્યવહારનયથી એ કથન આવે છે. મુનિરાજ ત્રણ કષાયના અભાવરૂપ અકષાય પરિણતિના સ્વદયાના સ્વામી છે. તેમને પરજીવની હિંસાનો વિકલ્પ હોતો નથી અને પરજીવની દયાનો વિકલ્પ કદાચિત્ થાય તેના તે સ્વામી થતા નથી, માત્ર જ્ઞાતા રહે છે. તેથી વ્યવહારથી મુનિરાજ છ કાયના જીવની રક્ષા કરે છે એમ કથન કરવામાં આવે છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
આ રળવું-કમાવું અને વેપારધંધા કરવા તથા બેરાં-છોકરાંને સાચવવાં ઇત્યાદિ પ્રવૃત્તિમાં રોકાઈ ગયો તે મજૂરની જેમ પાપની મજૂરીમાં કાળ ગુમાવે છે. અજ્ઞાની રાગનો કર્તા છે પણ બહારનાં પરનાં કાર્યોનો તો કર્તા કદીય નથી. કારખાનામાં લાદી બને તે જડની ક્રિયા છે. તે ક્રિયા આત્મા કરી શકે નહિ. જડની ક્રિયાનો સ્વામી તો જડ છે. તેનો સ્વામી શું જીવ થાય? તથાપિ જડની ક્રિયાનો સ્વામી પોતાને માને તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કરે એ ત્રણકાળમાં સંભવિત નથી, કેમકે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડકતું નથી. પોતાના સ્વદ્રવ્યમાં પરનો, શરીરનો, લક્ષ્મીનો અભાવ છે. માટે આત્મા પરનું કાંઈ કરતો નથી અને પરદ્રવ્યો આત્માનું કાંઈ કરતાં નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાથી ટકી રહ્યું છે અને પરિણમી રહ્યું છે. કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યના પરિણામનું કર્તા ત્રણકાળમાં નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. માટે હે ભાઈ! પર વિના મારે ચાલે નહિ એવી માન્યતા છોડી દે. તને ખબર નથી પણ અનંતકાળમાં તેં પર વિના જ ચલાવ્યું છે. પોતાની માન્યતા વિપરીત છે તેથી અજ્ઞાનીને લાગે છે કે પર વિના ચાલે નહિ.
આત્મા પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપ સ્વચતુષ્ટયમાં રહેલો છે. પરના દ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવરૂપ પરચતુષ્ટયમાં આત્મા રહેલો નથી. માટે પર વિના જ પ્રત્યેક જીવે ચલાવ્યું છે. પરનો તારામાં અભાવ છે. તે અભાવથી તારો સ્વભાવ ટકે એવું કેમ બને? ન બને.
PDF/HTML Page 1125 of 4199
single page version
આ એક આંગળી પોતાથી ટકી છે. તેમાં બીજી આંગળીને અભાવ છે. ભાઈ! પહેલાં આ વાતની હા તો પાડ. પર વિના ચાલે નહિ એ તો મૂઢ મિથ્યાદ્રષ્ટિની માન્યતા છે; તેને જૈનદર્શનની શ્રદ્ધા નથી.
પરને સહાય કરી શકું, પરને સુખી કરી શકું, પરને જીવાડી શકું-એ બધો મિથ્યાદ્રષ્ટિનો ભ્રમ છે. અજ્ઞાની પોતાના વિકારી પરિણામનો કર્તા થાય છે પણ પરદ્રવ્યનાં જે કાર્ય થાય તેનો કદીય કર્તા નથી.
અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું ર્ક્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું ર્ક્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું છે.
PDF/HTML Page 1126 of 4199
single page version
ततः स्थितमेतद् ज्ञानान्नश्यति कर्तृत्वम्–
एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं।। ९७ ।।
एवं खलु यो जानाति सो मुञ्चति सर्वकर्तृत्वम्।। ९७ ।।
‘તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે’ એમ હવે કહે છેઃ-
–એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. ૯૭.
ગાથાર્થઃ– [एतेन तु] આ (પૂર્વોક્ત) કારણથી [निश्चयविद्भिः] નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ [सः आत्मा] તે આત્માને [कर्ता] કર્તા [परिकथितः] કહ્યો છે-[एवं खलु] આવું નિશ્ચયથી [यः] જે [जानाति] જાણે છે [सः] તે (જ્ઞાની થયો થકો) [सर्वकर्तृत्वम्] સર્વ ર્ક્તૃત્વને [मुञ्चति] છોડે છે.
ટીકાઃ– કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જે જાણે છે તે સમસ્ત કર્તૃત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ-
આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (-એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.
અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક્ પૃથક્ સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું
PDF/HTML Page 1127 of 4199
single page version
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः।
पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृद्धया
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।। ५७ ।।
એકરૂપે નહિ પણ-ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે; તેથી તે જાણે છે કે “અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા-બેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે;” આ રીતે પરને અને પોતાને ભિન્નપણે જાણે છે; તેથી ‘અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી’ એમ જાણતો થકો ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી; તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થઃ– જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [किल] નિશ્ચયથી [स्वयं ज्ञानं भवन् अपि] સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [अज्ञानतः तु] અજ્ઞાનને લીધે [यः] જે જીવ, [सतृणाभ्यवहारकारी] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [रज्यते] રાગ કરે છે (અર્થાત્ રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) [असौ] તે, [दधीक्षुमधुराम्लरसातिगृद्धया] દહીં- ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [रसालम् पीत्वा] શિખંડને પીતાં છતાં [गां दुग्धम् दोग्धि इव नूनम्] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે.
ભાવાર્થઃ– જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. પ૭.
PDF/HTML Page 1128 of 4199
single page version
अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः।
अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत्
शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवन्त्याकुलाः।। ५८ ।।
जानाति हंस इव वाःपयसोर्विशेषम्।
चैतन्यधातुमचलं स सदाधिरूढो
जानीत एव हि करोति न किञ्चनापि।। ५९ ।।
અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अज्ञानात्] અજ્ઞાનને લીધે [मृगतृष्णिकां जलधिया] મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી [मृगाः पातुं धावन्ति] હરણો તેને પીવા દોડે છે; [अज्ञानात्] અજ્ઞાનને લીધે [तमसि रज्जौ भुजगाध्यासेन] અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી [जनाः द्रवन्ति] લોકો (ભયથી) ભાગી જાય છે; [च] અને (તેવી રીતે) [अज्ञानात्] અજ્ઞાનને લીધે [अमी] આ જીવો, [वातोत्तरङ्गाब्धिवत्] પવનથી તરંગવાળા સમુદ્રની માફક [विकल्पचक्रकरणात्] વિકલ્પોના સમૂહ કરતા હોવાથી- [शुद्धज्ञानमयाः अपि] જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ-[आकुलाः] આકુળતા બનતા થતા [स्वयम्] પોતાની મેળે [कर्त्रीभवन्ति] કર્તા થાય છે.
ભાવાર્થઃ– અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાંને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે-જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ- અજ્ઞાનથી કર્તા થાય છે. પ૮.
જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [हंसः वाःपयसोः इव] જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને) જાણે છે તેમ [यः] જે જીવ [ज्ञानात्] જ્ઞાનને લીધે [विवेचकतया] વિવેકવાળો (ભેદજ્ઞાનવાળો) હોવાથી [परात्मनोः तु] પરના અને પોતાના [विशेषम्] વિશેષને [जानाति] જાણે છે [सः] તે (જેમ હંસ મિશ્રિત થયેલાં દૂધજળને જુદાં
PDF/HTML Page 1129 of 4199
single page version
ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः।
ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः
क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।। ६० ।।
स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित्।। ६१ ।।
કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ) [अचलं चैतन्यधातुम्] અચળ ચૈતન્યધાતુમાં [सदा] સદા [अधिरूढः] આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો) [जानीत एव हि] માત્ર જાણે જ છે, [किञ्चन अपि न करोति] કાંઈ પણ કરતો નથી (અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી).
ભાવાર્થઃ– જે સ્વ-પરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. પ૯.
હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ज्वलन–पयसोः औष्णय–शैत्य–व्यवस्था] (ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [ज्ञानात् एव] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [लवणस्वादभेदव्युदासः ज्ञानात् एव उल्लसति] લવણના સ્વાદભેદનું નિરસન (-નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે (અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [स्वरसविकसन्नित्यचैतन्यधातोः च क्रोधादेः भिदा] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [कर्तृभावम् भिन्दती] ર્ક્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો, [ज्ञानात् एव प्रभवति] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦.
હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથી- એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [एवं] આ રીતે [अञ्जसा] ખરેખર [आत्मानम्] પોતાને [अज्ञानं ज्ञानम् अपि] અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ [कुर्वन्] કરતો [आत्मा आत्मभावस्य कर्ता स्यात्] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [परभावस्य] પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો [क्वचित् न] કદી નથી. ૬૧.
PDF/HTML Page 1130 of 4199
single page version
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।। ६२ ।।
એ જ વાતને દ્રઢ કરે છેઃ-
શ્લોકાર્થઃ– [आत्मा ज्ञानं] આત્મા જ્ઞાનસ્વરૂપ છે, [स्वयं ज्ञानं] પોતે જ્ઞાન જ છે; [ज्ञानात् अन्यत् किम् करोति] તે જ્ઞાન સિવાય બીજું શું કરે? [आत्मा परभावस्य कर्ता] આત્મા પરભાવનો કર્તા છે [अयं] એમ માનવું (તથા કહેવું) તે [व्यवहारिणाम् मोहः] વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬ર.
‘તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે’ અજ્ઞાનથી કર્તાપણું છે, તે કર્તાપણાનો જ્ઞાન વડે નાશ થાય છે. હું જ્ઞાતાદ્રષ્ટા ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ છું એવા અનુભવથી ર્ક્તૃત્વનો નાશ થાય છે અને તે ધર્મ છે એમ હવે કહે છેઃ-
‘કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જે જાણે છે તે સમસ્ત ર્ક્તૃત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે.’
ગાથા બહુ સરસ છે. પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનું ભાન નહિ હોવાથી અજ્ઞાનને લીધે જીવ રાગ અને પરદ્રવ્ય સાથે પોતાને એક કરીને સ્વપરના એકત્વનો આત્મવિકલ્પ કરે છે અને તેથી નિશ્ચયથી તે કર્તા પ્રતિભાસે છે. અજ્ઞાનથી રાગનો કર્તા છે એમ જે યથાર્થ જાણે છે તે સકલ ર્ક્તૃત્વને છોડી દે છે અર્થાત્ તે અકર્તા થઈ જાય છે.
લોકો બહારથી છોડવાનું-ત્યાગવાનું માને છે. આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ માને છે, પણ એ ઉપવાસ નથી; એ તો લાંઘણ છે. આત્મામાં વસે તે ઉપવાસ છે. મેં આહારનો ત્યાગ કર્યો એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે કેમકે આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. જડ રજકણને આત્મા કઈ રીતે ગ્રહે અને કઈ રીતે ત્યાગે? મેં બૈરાં-છોકરાં, ધનસંપત્તિ ઇત્યાદિનો ત્યાગ કર્યો એવી માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. પરિશિષ્ટમાં ૪૭ શક્તિનું વર્ણન છે. તેમાં એક સોળમી ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિ કહેલી છે. ત્યાં કહ્યું છે-‘‘જે ઘટતું-વધતું નથી એવા સ્વરૂપમાં નિયતત્વરૂપ (-નિશ્ચિતપણે જેમનું તેમ રહેવારૂપ) ત્યાગોપાદાનશૂન્યત્વ શક્તિ.’’ જુઓ, આત્મા પરનું ગ્રહણ અને પરનો ત્યાગ કરે-એનાથી
PDF/HTML Page 1131 of 4199
single page version
શૂન્ય છે. રજકણોને ગ્રહ્યા નથી અને રજકણોને આત્મા છોડતો નથી. પર્યાયમાં અજ્ઞાનનું ગ્રહણ કર્યું છે અને તે અજ્ઞાનને છોડે છે. પરંતુ જે પરનો ત્યાગ મેં કર્યો છે એમ માને છે તેણે સમકિત છોડયું છે અને મિથ્યાત્વનું ગ્રહણ કર્યું છે.
જૈન પરમેશ્વર દેવાધિદેવ સર્વજ્ઞદેવ ધર્મસભામાં-ગણધરો અને ઇન્દ્રોની સભામાં જે દિવ્યધ્વનિમાં કહેતા હતા તે આ વાત છે. જેમ જ્ઞાન આત્માનો ત્રિકાળી ગુણ છે તેમ પરના ત્યાગ-ગ્રહણથી શૂન્ય એવી આત્માની ત્રિકાળી શક્તિ-ગુણ છે. માટે આત્મા પરને કદીય ગ્રહતો છોડતો નથી એ મૂળ મુદની વાત છે. આમ યથાર્થ જાણી જે સ્વપરને એક કરતો નથી પણ પરને પરરૂપ જાણી સ્વરૂપમાં-ચૈતન્યસ્વભાવમય પોતાની વસ્તુમાં લીન થાય છે તે પોતાને એકને અનુભવે છે અને એ રીતે સકલ ર્ક્તૃત્વને છોડી દે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેઃ-
‘આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદ-જ્ઞાનની) શક્તિ બીડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી ‘‘હું ક્રોધ છું’’ ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.’
પોતાની જ્ઞાનાનંદસ્વરૂપ ત્રિકાળી ચીજનું અભાન તે અજ્ઞાન છે. આ અજ્ઞાન નવું નથી પણ અનાદિથી છે. અનાદિ સંસારથી એણે પોતાની શુદ્ધ ચિદ્રૂપ વસ્તુની દ્રષ્ટિ કરી નથી. તેથી અજ્ઞાનને કારણે તેને મિલિત સ્વાદનો અનુભવ છે. અનાદિ નિગોદથી માંડીને પોતાની જ્ઞાનની પર્યાયમાં રાગદ્વેષના વિકલ્પની આકુળતાનો સ્વાદ અજ્ઞાનીને આવે છે. અજ્ઞાનને કારણે-એમ કહ્યું છે એટલે કર્મને કારણે નહિ એમ અર્થ છે. જીવ અનાદિકાળથી અજ્ઞાનને કારણે પુણ્યપાપ અને શુભાશુભભાવની આકુળતાનો-દુઃખનો સ્વાદ લઈ રહ્યો છે. ‘મિલિત સ્વાદ’ એટલે કાંઈક આત્માના આનંદનો સ્વાદ અને કાંઈક રાગનો-વિકલ્પનો આકુળતામય સ્વાદ એમ અર્થ નથી. અજ્ઞાનીને આત્માનો આનંદ કયાં છે? ‘મિલિત સ્વાદ’ એમ શબ્દ છે એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાય પોતાની છે તેમાં શુભાશુભ-રાગનો એકમેકપણે જે અનુભવ છે તે પૌદ્ગલિક વિકારનો સ્વાદ તેને છે; તેને મિલિત સ્વાદ કહ્યો છે.
રાગ છે તે પુદ્ગલની અવસ્થા છે. અજ્ઞાની તે રાગનો સ્વાદ લે છે, તે જગતની અન્ય ચીજોનો સ્વાદ લેતો નથી. લાડુ, જલેબી, મૈસુબ, દ્રાક્ષ, મોસંબી, સ્ત્રીનું શરીર ઇત્યાદિ પરચીજોનો સ્વાદ જીવને હોતો નથી, પણ પરચીજને ઠીક-અઠીક માની જે રાગદ્વેષ કરે તે રાગદ્વેષનો તે સ્વાદ લે છે. પોતાના ચૈતન્યસ્વભાવથી ભ્રષ્ટ થઈને દયા, દાન, વ્રત,
PDF/HTML Page 1132 of 4199
single page version
ભક્તિ આદિ શુભભાવ જે દુઃખરૂપ છે તેનો સ્વાદ જે લે છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. શુભરાગ એ કાંઈ ચૈતન્યની સ્વભાવરૂપ અવસ્થા નથી અને તેથી તેને પુદ્ગલની અવસ્થા કહી છે. અજ્ઞાની જીવ પુદ્ગલની અવસ્થા એટલે કે રાગદ્વેષના જે ભાવ તેનો સ્વાદ લે છે. આવું જ મિથ્યાદ્રષ્ટિનું લક્ષણ છે.
અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન ભલે હોય, પણ જ્યાં સુધી રાગના સ્વાદનો અનુભવ કરે છે ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળી ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે. તેની સન્મુખ થઈ ઝુકાવ કદી કર્યો નથી એવો અજ્ઞાની પાંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ અઠ્ઠાવીસ મૂલગુણ પાળે તોપણ તે બધો શુભરાગ હોવાથી તે દુઃખનો સ્વાદ અનુભવે છે, લેશમાત્ર સુખનો સ્વાદ તેને નથી. છહઢાલામાં કહ્યું છે કે-
અહાહા...! નવમી ગ્રીવક જાય એવા શુભભાવ એણે અનંતવાર કર્યા પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન કર્યા વિના અનંતકાળમાં તે લેશ પણ સુખ ન પામ્યો. મતલબ કે દુઃખ જ પામ્યો. અરે ભાઈ! શુભભાવ કરીને પણ એણે અનાદિથી દુઃખનો જ સ્વાદ અનુભવ્યો છે.
પ્રશ્નઃ– આ બધા શેઠીઆ અને સ્વર્ગના દેવ તો સુખી છે ને?
ઉત્તરઃ– અરે ભાઈ! આ બધા શેઠીઆ અને સ્વર્ગના દેવ વિષયોની ચાહના દાહથી બળી રહ્યા છે. તેઓ બિચારા દુઃખી જ દુઃખી છે. જેને પોતાના આનંદસ્વરૂપ આત્માનું ભાન નથી તે બધાને પુણ્યપાપના ભાવનો સ્વાદ આવે છે અને તે આકુળતામય દુઃખનો જ સ્વાદ છે.
પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી અજ્ઞાનીની ભેદસંવેદનની શક્તિ બિડાઈ ગઈ છે. અજ્ઞાનીને આત્માના સ્વાદનો (જ્ઞાનનો) તો અંશ પણ નથી. રાગને-પુણ્યપાપના ભાવને અને પોતાને (જ્ઞાનને) એકમેક કરતો હોવાથી તેને બન્નેના ભેદસંવેદનની શક્તિ અસ્ત થઈ ગઈ છે. રાગથી ભિન્ન નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવી પોતાની ચીજ છે એવું ભેદજ્ઞાન કરવાની એની શક્તિ બિડાઈ ગઈ છે. એટલે કે તેને રાગમાં એક્તા થઈ ગઈ છે. પરંતુ રાગ ચાહે શુભ હો કે અશુભ હો-તે આકુળતા ઉપજાવનારો દુઃખસ્વરૂપ જ છે. અહીં શુભરાગની પ્રધાનતાથી વાત છે કેમકે શુભમાં ધર્મ માનીને અજ્ઞાની અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે.
બાહ્ય તપશ્ચર્યામાં જે રાગ છે તે આકુળતાનો સ્વાદ છે, દુઃખ છે. તે કાંઈ ખરી તપશ્ચર્યા નથી. જેમાં સ્વભાવનું પ્રતપન થઈને નિરાકુળ આનંદનો સ્વાદ આવે તેનું નામ તપ છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન ન હોય અને મહિના-મહિનાના બહારથી ઉપવાસ કરે
PDF/HTML Page 1133 of 4199
single page version
તો તે કાંઈ તપ નથી. એ તો રાગ છે, અપવાસ છે. એકલા શુભરાગમાં રોકાઈ રહે એ તો અપવાસ એટલે માઠો વાસ છે, દુઃખમાં વાસ છે.
આત્માના આનંદના અનુભવ વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના જેટલો ક્રિયાકાંડનો રાગ છે તે બધો દુઃખરૂપ છે અને તે પુદ્ગલનો સ્વાદ છે. અજ્ઞાનીને રાગની એક્તાબુદ્ધિ આડે રાગથી ભિન્ન થવાની ભેદજ્ઞાનશક્તિ સંકોચાઈ ગઈ છે. પોતે નિર્મળ આનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક છે અને રાગ તો દુઃખસ્વરૂપ છે એમ બેને ભિન્ન પાડનારી ભેદજ્ઞાનશક્તિ અનાદિથી ઢંકાઈ ગઈ છે. આત્મા અને રાગ એક છે એવી અભેદદ્રષ્ટિ એને થઈ ગઈ છે.
ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે અને શુભાશુભ ભાવ તે પુણ્ય-પાપરૂપ આસ્રવ તત્ત્વ છે. બન્ને તત્ત્વ ભિન્ન ભિન્ન છે. એક તત્ત્વ બીજા તત્ત્વરૂપ નથી એમ માને તો નવ તત્ત્વ સિદ્ધ થાય. પરંતુ અજ્ઞાનીને નવ તત્ત્વોને ભિન્ન કરવાની શક્તિ ઢંકાઈ ગઈ છે. આસ્રવથી જ્ઞાયકને ભિન્ન પાડવાની એની શક્તિ બીડાઈ ગઈ છે કેમકે તે જ્ઞાયકને અને આસ્રવને એકરૂપ કરે છે.
જુઓ, આ મુદની રકમની વાત ચાલે છે. કોઈ પંચમહાવ્રત પાળે, હજારો રાણીઓ છોડી જંગલમાં રહે પણ અંદર રાગથી ભિન્ન પોતાની ચીજ છે એનું ભાન ન કરે તો તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે ભાઈ! શુભરાગ કરીને તું અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો પણ અનંતકાળમાં આજ પર્યંત જે વિરસ છે એવો રાગનો જ તને સ્વાદ આવ્યો છે. જે અશુભ રાગ છે તેનો સ્વાદ તો તીવ્ર મહાદુઃખમય છે. પણ પંચમહાવ્રતાદિ જે શુભ-રાગ છે તેનો સ્વાદ પણ દુઃખમય જ છે. અરેરે! પુણ્યપાપના ભાવમાં એકાકાર થઈને અજ્ઞાની જીવો રોકાઈ ગયા છે અને આનંદકંદ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અંતરમાં બિરાજમાન છે તે મૂળ રકમને ભૂલી ગયા છે!
ભગવાન જિનેશ્વરદેવ ધર્મસભામાં ગણધરો અને ઇન્દ્રોની ઉપસ્થિતિમાં જે વાત કહેતા હતા તે વાત સંતો તેમના આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. કહે છે-પ્રભુ! તું શાશ્વત આનંદધામ, ત્રિકાળી સુખધામ છો, અને આ ક્ષણિક રાગનો રસ છે તે આકુળતામય, દુઃખમય છે. તને સ્વપરના સ્વાદની જુદાઈનો વિવેક નહિ હોવાથી અર્થાત્ ભેદસંવેદનશક્તિ બિડાઈ ગઈ હોવાથી તું પોતાને (જ્ઞાનને) અને રાગને અનાદિથી એકમેક કરી જાણે છે અને માને છે. પ્રભુ! આ તેં શું કર્યું? નિરાકુળ આનંદનો નાથ એવો તું રાગના-દુઃખના વિરસ સ્વાદમાં કયાં રોકાઈ ગયો? હે ભાઈ! રાગના ક્રિયાકાંડથી મને ધર્મ થશે એવી માન્યતા છોડી અંતર્દ્રષ્ટિ કર. પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કર.
ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંતસુખનિધાન જ્ઞાયકસ્વરૂપ પ્રભુ અંતરંગમાં સદા વિરાજમાન છે. પરંતુ અજ્ઞાનીએ અંતર્દ્રષ્ટિ કરી નહિ તેથી તેને અનાદિથી એકલા રાગનો સ્વાદ આવી રહ્યો છે. અરે! રાગનો સ્વાદ બેસ્વાદ છે તોપણ તેમાં અટકી ગયેલો તે
PDF/HTML Page 1134 of 4199
single page version
સ્વપરને એકપણે જાણે છે અને તેથી ‘હું ક્રોધ છું’ ઇત્યાદિ આત્મવિકલ્પ કરે છે. તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક શુભાશુભ રાગના વિકલ્પરૂપે પરિણમતો તે કર્તા પ્રતિભાસે છે.
દ્વેષમાં ક્રોધ અને માન સમાય છે અને રાગમાં માયા અને લોભ આવી જાય છે. પોતાના ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગમાં તન્મય થાય તેને આત્મા પ્રતિ દ્વેષ-ક્રોધ છે. જે સ્વભાવદ્રષ્ટિથી ખાલી છે અને શુભરાગની દ્રષ્ટિથી સહિત છે તેણે પોતાને કષાયરૂપ કરી દીધો છે. સ્વપરને એકપણે માનનારો તે હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું, દેહ છું, રૂપાળો છું, ગોરો છું, ધોળો છું ઇત્યાદિ પર વસ્તુમાં આત્મવિકલ્પ કરે છે. અને તેથી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માથી ભ્રષ્ટ થયો થકો તે અનેક વિકલ્પરૂપે પરિણમતો તે તે વિકલ્પનો કર્તા થાય છે.
ભગવાન આત્મા નિર્વિકલ્પ, અકૃત્રિમ, વિજ્ઞાનઘનસ્વભાવરૂપ છે. તથા રાગને પોતાનો જે માને તે નિજ નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ છે. શુભરાગના ક્રિયાકાંડથી ધર્મ થાય એમ માને તે ભગવાન ચૈતન્યસ્વભાવી આત્માથી ભ્રષ્ટ છે. ધર્મ વસ્તુ બહુ સૂક્ષ્મ છે ભાઈ! અહા! જૈનદર્શનમાં સમ્યગ્દર્શન શું છે એની લોકોને ખબર નથી. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર હોતાં નથી. આત્મા અને અનાત્માના ભેદજ્ઞાન વિના સમસ્ત ક્રિયાકાંડ અર્થહીન છે, દુઃખનો આકુળતાનો સ્વાદ ઉપજાવનારા છે. ભાઈ! ક્રિયાકાંડથી ધર્મ થાય એ માન્યતા હવે જવા દે અને સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ કર. અરે ભાઈ! જન્મમરણનો અંત લાવવાની આ વાત છે.
પ્રશ્નઃ– કળશટીકામાં (ચોથા કળશમાં) તો એમ કહ્યું છે કે-‘કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યક્ત્વવસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે.’
ઉત્તરઃ– ભાઈ! ત્યાં કળશટીકામાં કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરી છે. પણ એનો અર્થ શું? એનો અર્થ એ છે કે સ્વભાવસન્મુખ થવાનો પુરુષાર્થ કરે અને સ્વાનુભવ પ્રગટ કરે ત્યારે કાળલબ્ધિ પાકી એવું સાચું જ્ઞાન થાય છે. સ્વભાવનું ભાન પ્રગટ થાય ત્યારે તે સમયની કાળલબ્ધિનું પણ જ્ઞાન યથાર્થ થાય છે. ભાઈ! જે સ્વભાવ-સન્મુખનો પુરુષાર્થ કરે તેને કાળલબ્ધિ પાકી ગઈ છે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ એ જ કહ્યું છે કે ‘જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂકયાં.’ જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો.’ શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે- ‘ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો
PDF/HTML Page 1135 of 4199
single page version
નહિ આત્માર્થ.’ ખાલી કાળલબ્ધિ, કાળલબ્ધિ-એમ ધારણાની વાત કરે એને કાળલબ્ધિનું સાચું જ્ઞાન નથી.
પ્રશ્નઃ– ભગવાન કેવળીએ દીઠું હોય ત્યારે સમ્યગ્દર્શન થશે એ વાત શું બરાબર નથી?
ઉત્તરઃ– ભગવાન કેવળીએ દીઠું હોય ત્યારે સમ્યગ્દર્શન થશે એમ તું કહે છે પણ એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે એવી કેવળજ્ઞાનની પર્યાયનો તને સ્વીકાર છે? જો કેવળજ્ઞાનની સત્તાનો સ્વીકાર છે તો કોની સન્મુખ થઈ એ સ્વીકાર કર્યો છે; દ્રવ્યસ્વભાવની કે પર્યાયની? પર્યાય ઉપર દ્રષ્ટિ કરતાં તેની સત્તાનો સ્વીકાર થતો નથી કેમકે વર્તમાન પર્યાય અલ્પજ્ઞ છે. તેનો સ્વીકાર દ્રવ્યસન્મુખ દ્રષ્ટિ કરતાં થાય છે કેમકે દ્રવ્યસ્વભાવ જ્ઞ-સ્વભાવ સર્વજ્ઞસ્વભાવરૂપ છે. અહો! જ્ઞ-સ્વભાવી-કેવળજ્ઞાનસ્વભાવી આત્મા અંતરંગમાં પ્રત્યક્ષ પ્રગટ છે તેની સન્મુખ દ્રષ્ટિ કરતાં પોતાના સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ સહિત સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને એ જ અપૂર્વ પુરુષાર્થ છે; એને જ કેવળજ્ઞાનની સત્તાનો યથાર્થ નિર્ણય થાય છે. (પર સન્મુખતાથી કેવળજ્ઞાનની સત્તાનો સમ્યક્ નિર્ણય થતો નથી). પ્રવચનસાર ગાથા ૮૦માં પણ એમ જ કહ્યું છે કે-
જે અરહંતનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તેની પરિણતિ પોતાના શુદ્ધ દ્રવ્યસ્વભાવમાં -જ્ઞસ્વભાવમાં ઝુકી જાય છે અને તેનો મોહ નાશ પામે છે અર્થાત્ તે સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે. ભાઈ! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક જ કેવળજ્ઞાનની સત્તાનો સમ્યક્ નિર્ણય થાય છે અને એ જ સમ્યક્ પુરુષાર્થ છે.
અહીં કહે છે કે હું સર્વજ્ઞસ્વભાવી જ્ઞાતાદ્રષ્ટા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા છું એ વાતને અજ્ઞાની ભૂલી ગયો છે અને તેથી પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થઈને વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો તે વિકારનો કર્તા પ્રતિભાસે છે. આ અજ્ઞાનીની વાત કરી. હવે ગુલાંટ ખાઈને દ્રવ્યદ્રષ્ટિ વડે જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે એવા જ્ઞાનીની વાત કરે છે-
‘અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનની આદિથી માંડીને પૃથક્ પૃથક્ સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું-એકરૂપે નહિ પણ-ભિન્નભિન્નપણે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે.’
પોતે આત્મસન્મુખ પુરુષાર્થ કરવાથી જ્ઞાની થયો ત્યારે તેને પૃથક્ પૃથક્ સ્વાદનું સ્વાદન હોય છે. કર્મે માર્ગ આપ્યો માટે જ્ઞાની થયો છે એમ નથી. પોતાના શુદ્ધ
PDF/HTML Page 1136 of 4199
single page version
ચૈતન્યસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ કરીને જ્ઞાની થયો છે. આ પ્રમાણે આત્મજ્ઞાન પ્રગટ થતાં જ્ઞાનને લીધે જ્ઞાનની આદિથી ધર્મીને સ્વભાવના આનંદના સ્વાદનું અને રાગના કષાયેલા સ્વાદનું પૃથક્ પૃથક્ એટલે ભિન્નભિન્ન વેદન હોય છે. સ્વરૂપનું સંવેદન થતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. એવો સમકિતી જ્ઞાની છે. તે જ્ઞાની જ્ઞાનને લીધે વિકારના વિરસ સ્વાદનો અને ચૈતન્યના આનંદના સ્વાદનો પૃથક્ પૃથક્ અનુભવ કરે છે, કેમકે તેને ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે.
કોઈ એમ કહે કે જ્ઞાનીને દુઃખનું વેદન છે જ નહિ તો તે વાત બરાબર નથી. (ભૂમિકા અનુસાર) જ્ઞાનીને જ્ઞાનનું-આનંદનું વેદન છે અને રાગનું-દુઃખનું પણ વેદન છે. જેટલો રાગ છે તેટલું દુઃખનું વેદન છે. બન્નેનું પૃથક્ પૃથક્ વેદન હોય છે, એકરૂપ નહિ. દ્રવ્યાનુયોગમાં અધ્યાત્મતત્ત્વની મુખ્યતાથી નિરૂપણ હોય છે. જ્યાં દ્રષ્ટિના વિષયનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાનીને આનંદનું વેદન છે એમ કહેલું હોય છે. ત્યાં રાગ ગૌણ છે. પરંતુ જ્યાં જ્ઞાનની પ્રધાનતાથી વાત હોય ત્યાં એમ કહે કે જ્ઞાનીને જ્ઞાનનું-આનંદનું અને રાગનું પૃથક્ પૃથક્ વેદન હોય છે.
-જુઓ, કેવળીને એકલા જ્ઞાન અને આનંદનું વેદન હોય છે, -મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીને એકલા રાગ અને દુઃખનું વેદન હોય છે, -અને સમકિતી જ્ઞાનીને જ્ઞાનનો અને રાગનો ભિન્ન ભિન્ન સ્વાદ હોય છે. જ્યારથી સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં ત્યારથી જ્ઞાની સ્વરૂપસંવેદનથી પ્રાપ્ત આનંદનો સ્વાદ અને પર્યાયમાં જે અલ્પ રાગ છે તેનો સ્વાદ પૃથક્ પૃથક્ અનુભવે છે. એક સમયમાં બેનો ભિન્ન ભિન્ન સ્વાદ જ્ઞાની અનુભવે છે. અહાહા...! જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વીતરાગ પરિણતિથી પ્રાપ્ત આનંદની સાથે જેટલો રાગ છે તેટલા દુઃખનું પણ ભિન્નપણે જ્ઞાનીને અનુભવન હોય છે. જ્ઞાનીને એકલા આનંદનો જ સ્વાદ હોય છે એમ નથી.
જ્ઞાનીને સુખ અને દુઃખ બન્નેનો પૃથક્ પૃથક્ સ્વાદ હોય છે. ભાઈ! આ વીતરાગનો માર્ગ છે. એમાં કલ્પનાની વાત ન ચાલે. ન્યાલચંદભાઈ સોગાનીજીએ શુભભાવનો સ્વાદ ભટ્ઠી સમાન કહ્યો છે. ચોથા ગુણસ્થાને સમકિતીને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થયો એટલો આનંદ છે અને ત્રણ કષાય જે બાકી છે એટલું દુઃખ પણ છે. બન્નેનો સ્વાદ એને પૃથક્ પૃથક્ હોય છે. તેવી રીતે પંચમ ગુણસ્થાનવાળાને જેટલી વીતરાગ પરિણતિ થઈ છે તેટલો જ્ઞાનનો સુખરૂપ અને આનંદરૂપ સ્વાદ છે અને તે જ સમયે જે બે કષાય વિદ્યમાન છે તેટલો રાગનો દુઃખરૂપ સ્વાદ છે. બન્નેનું ભિન્ન ભિન્ન અનુભવન હોય છે. એક સમયમાં શાન્તિ પણ વેદે છે અને જેટલો રાગ બાકી છે તેટલું દુઃખ પણ પૃથક્પણે વેદે છે. અહો! વીતરાગનો માર્ગ ખૂબ ગંભીર છે!
PDF/HTML Page 1137 of 4199
single page version
ભગવાન કુંદકુંદાચાર્યદેવે પંચમ આરામાં તીર્થંકર જેવું કામ કર્યું છે. અને અમૃત- ચંદ્રાચાર્યદેવે એમના ગણધર જેવું કામ કર્યું છે. મૂળ ગાથાસૂત્રોનાં ગંભીર રહસ્યો ટીકા દ્વારા ખુલ્લાં કર્યાં છે. કહે છે-ધર્મીને જ્ઞાન અને રાગનું પૃથક્ પૃથક્ અનુભવન હોવાથી, જેની ભેદસંવેદનશક્તિ ઊઘડી ગઈ છે એવો હોય છે. જ્ઞાનનું વેદન અને રાગનું વેદન એ બન્નેનો ભેદ-વિવેક કરવાની શક્તિ જ્ઞાનીને પ્રગટ થઈ ગઈ છે. અહાહા...! આ ટીકા તો દેખો! અમૃતચંદ્રે એકલાં અમૃત વહેવડાવ્યાં છે! રાગનો સ્વાદ દુઃખરૂપ હોય છે અને સ્વરૂપસંવેદન વડે પ્રાપ્ત જ્ઞાનનો સ્વાદ સુખરૂપ હોય છે-એમ બેના સ્વાદને ભિન્ન કરવાની ભેદસંવેદનશક્તિ જેને ખીલી ગઈ છે એવો જ્ઞાની હોય છે. અહાહા...! દિગંબર સંતોએ જગતને શું ન્યાલ કરી દીધું છે!
અરે ભાઈ! આ વાતને સાંભળવામાં પણ ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. આવી પરમ સત્ય વાત ધીરજથી વારંવાર સત્સમાગમે સાંભળે તો શુભભાવના નિમિત્તે તેને ઊંચાં પુણ્ય બંધાય છે જેના ફળરૂપે બાહ્ય લક્ષ્મી આદિ વૈભવ પ્રાપ્ત થાય છે.
પ્રશ્નઃ– આપ આ જાદુઈ લાકડી ફેરવો છો તેનાથી પૈસા વગેરે સામગ્રી મળે છે એમ લોકો કહે છે એ શું સાચું છે?
ઉત્તરઃ– ના; લાકડીથી કાંઈ મળતું નથી. વીતરાગદેવની આ પરમ સત્ય વાણી છે તે સાંભળનારને શુભભાવથી ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. વળી કોઈ પૂર્વનાં પાપકર્મ સંક્રમિત થઈને આ ભવમાં ઉદયને પ્રાપ્ત થઈ જાય તો પુણ્યના નિમિત્તે અનુકૂળ બાહ્ય સામગ્રી સહેજે મળી જાય છે. બાકી ઈલમની લકડી-બકડી એવું કાંઈ અહીં છે નહિ. એકવાર આવી એક લાકડી ચોરાઈ ગઈ હતી. એ લાકડીમાં શું માલ છે? માલ તો ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદમય વસ્તુમાં છે. એ પરમાનંદના નાથ પ્રભુ આત્માની આ પરમ સત્ય વાત કાને પડતાં પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ જાય છે. તેના ફળમાં લક્ષ્મી આદિ બાહ્ય વૈભવ મળે છે, પણ તે કોઈ ચીજ નથી. અહાહા...! રાગથી ભિન્ન પડીને આત્માના સ્વાનુભવમંડિત આનંદનો અનુભવ કરવો એ ચીજ છે.
અહો! કુંદકુંદાચાર્યદેવની કથનપદ્ધતિ અલૌકિક છે. કવિવર વૃંદાવનજીએ તો કહ્યું છે કે-
કુંદકુંદાચાર્યદેવ સાક્ષાત્ સદેહે ભગવાન પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. શ્રુતકેવળીઓ સાથે ચર્ચા કરી હતી. ભગવાનની વાણી સવારે, બપોરે, સાંજે છ છ ઘડી નીકળે તેનું શ્રવણ કર્યું હતું. પછી ભરતમાં પધારીને પાંચ પરમાગમોની રચના કરી છે. તેઓ વિદેહમાં ગયા હતા એ સત્ય વાત છે. એમાં રંચમાત્ર પણ શંકાને સ્થાન નથી.
PDF/HTML Page 1138 of 4199
single page version
જ્ઞાનીને ભેદસંવેદનની શક્તિ ઊઘડી ગઈ છે; તેથી તે જાણે છે કે ‘‘અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ (ભિન્ન), અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા (કષાયલા- બેસ્વાદ) છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે.’’
ભગવાન આત્મા આનંદરસકંદ છે. તેનાં પ્રતીતિ અને જ્ઞાન થતાં શક્તિરૂપ જે આનંદ અંદર છે તેનો અંશ વ્યક્ત થાય છે અને આનંદનો અનુભવ થાય છે. તે ધર્મીને આત્માના આનંદનો અનુભવ અને રાગના કલેશનો અનુભવ બન્ને એકસાથે પૃથક્ પૃથક્ છે. આત્માનો ચૈતન્યરસ રાગના રસથી વિલક્ષણ છે એમ તે જાણે છે. ધર્મીને રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ બેને ભિન્ન કરવાની ભેદવિજ્ઞાનની શક્તિ પ્રગટી હોય છે. જ્યારે અજ્ઞાની રાગનો સ્વાદ અને પોતાની પર્યાયનો સ્વાદ એકમેક માને છે. અગિયાર અંગ અને નવપૂર્વના જ્ઞાનની લબ્ધિ પ્રગટી હોય, પણ જ્યાં સુધી રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ-એ બન્નેનો સ્વાદ એક ભાસે ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ છે.
જ્યારથી જ્ઞાન પ્રગટ થાય છે ત્યારથી આનંદનો સ્વાદ આવે છે. સમકિતીને બધા ગુણની એક સમયમાં અંશે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. શ્રીમદે કહ્યું છે કે ‘સર્વગુણાંશ તે સમકિત.’ મોક્ષમાર્ગપ્રકાશકમાં રહસ્યપૂર્ણચિઠ્ઠીમાં કહ્યું છે કે-‘‘ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે.’’ આત્માને સંખ્યાએ અનંત ગુણ છે. તે બધા ગુણોની શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. સર્વગુણોનો અંશ પ્રગટ વેદનમાં આવે તેનું નામ સમ્યગ્દર્શન છે.
રહસ્યપૂર્ણચિઠ્ઠીમાં આવે છે કે-‘‘વળી ભાઈશ્રી! તમે ત્રણ દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતાં આવે નહિ. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જળબિંદુ, અગ્નિકણ એ દ્રષ્ટાંત તો એકદેશ છે અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે; એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેરમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે. (એમ સમજવું).’’
થોડા પ્રદેશ સર્વથા નિર્મળ થઈ જાય એમ નહિ પરંતુ સર્વ પ્રદેશમાં એક અંશ નિર્મળ થાય છે. ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થઈ જાય છે અને તેરમા ગુણસ્થાને સર્વદેશરૂપ પ્રગટ થઈ જાય છે. આત્મામાં અનંત ગુણો છે. સમ્યગ્દર્શન થતાં તેની પ્રતીતિ થઈ ત્યાં જેટલા ગુણ છે તે બધાનો એક અંશ પર્યાયમાં પ્રગટ અનુભવમાં આવે છે. તેથી તે જાણે છે કે-‘અનાદિનિધન, નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્યરસથી વિલક્ષણ, અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે
PDF/HTML Page 1139 of 4199
single page version
એવો આ આત્મા છે અને કષાયો તેનાથી ભિન્ન રસવાળા છે; તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે.’
અનાદિનિધન નિરંતર સ્વાદમાં આવતો ચૈતન્યરસ સમસ્ત અન્યરસથી વિલક્ષણ છે. અહીં આ પર્યાયની વાત છે હોં. આત્મા પ્રભુ આનંદનો રસકંદ છે. તેની સન્મુખતા કરવાથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. તે સમકિતીને ભેદજ્ઞાનની શક્તિ પ્રગટી ગઈ છે તેથી તે રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ ભિન્ન ભિન્ન જાણે છે. અહીં તો સ્વાદની મુખ્યતાથી વાત કરી છે. બાકી તો ચોથા ગુણસ્થાને આત્મામાં જે અનંત ગુણો છે તે બધા ગુણોની એક સમયની પર્યાયમાં એક અંશ પ્રગટ થાય છે.
માર્ગ આવો છે, પણ રુચે નહિ એટલે કેટલાકને એમ લાગે કે આ વળી નવો પંથ નીકળ્યો! પણ આ નવો પંથ નથી. બાપુ! ભગવાન સર્વજ્ઞદેવની પરંપરાથી ચાલ્યો આવતો આ જ એક માર્ગ છે. કહે છે-ચૈતન્યરસ, અન્યરસથી વિલક્ષણ એવો અત્યંત મધુર રસ, અમૃતમય રસ છે. અનુભવમાં સ્વાદની મુખ્યતા છે. શ્રી દીપચંદજીનો ‘અનુભવ પ્રકાશ’ નામનો ગ્રંથ છે. ત્યાં પણ અનુભવના સ્વાદની વાત કરી છે. સ્વરૂપનું સત્યજ્ઞાન -સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય તેને પોતાના ચૈતન્યના આનંદનો સ્વાદ પ્રત્યક્ષ ભાસે છે. અહાહા...! આવો મધુર ચૈતન્યરસ એ એક જ જેનો રસ છે એવો આત્મા છે-એમ જ્ઞાની જાણે છે. જ્ઞાન વિશેષ હોય કે ન હોય, તેની સાથે સંબંધ નથી. પણ આત્માનો અનુભવ થતાં આનંદનો સ્વાદ આવે એ મુખ્ય ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે-
અરે ભાઈ! આવા આનંદના સ્વાદ પાસે ઇન્દ્રનાં ઇન્દ્રાસન અને ભોગ અને ચક્રવર્તીનો વૈભવ સડેલા ઘાસના તરણા જેવાં ભાસે છે. સમકિતી ઇન્દ્રને ઇન્દ્રાણીના ભોગ સડેલા મડદા જેવા ભાસે છે. જ્ઞાનીને રાગ આવે છે પણ એમાં એને દુઃખનો સ્વાદ પ્રતીત થાય છે. જ્ઞાનીને વિષયવાસનાનો જે રાગ આવે છે તે કાળા નાગ જેવો દેખાય છે. અજ્ઞાનીને જેમાં સુખ ભાસે છે તે વિષયભોગો જ્ઞાનીને રોગ જેવા ભાસે છે. સમ્યગ્જ્ઞાન કોને કહેવાય ભાઈ? એ કાંઈ બહારની પંડિતાઈથી મળે એવી ચીજ નથી.
અહાહા...! અત્યંત મધુર રસ તે એક જ જેનો રસ છે એવો આત્મા છે અને કષાયોનો તેનાથી ભિન્ન કષાયલો સ્વાદ છે-એમ જ્ઞાનીને ભાસે છે. શુભાશુભ રાગનો આકુળતામય સ્વાદ છે. ચૈતન્યરસથી એનો રસ ભિન્ન બેસ્વાદ-વિરસ છે. સોગાનીજીને લખ્યું છે કે-શુભરાગ તો ધધક્તી ભટ્ઠી સમાન લાગે છે. અરે! કોઈને આ વાત ઠીક ન પડે તો શું થાય? અહીં તો ચોકખે-ચોકખી વાત છે કે શુભભાવ હો કે અશુભભાવ હો-એ બધો કષાયલો કલુષિત રસ છે.
ભાઈ! એક સેકન્ડનો ધર્મ પ્રગટે એ પણ કોઈ અલૌકિક ચીજ છે. અહા! જેની પૂર્વે કદીય સૂઝ પડી નથી, જેનું પૂર્વે કદીય જ્ઞાન થયું નથી એવી આ અપૂર્વ વાત છે.
PDF/HTML Page 1140 of 4199
single page version
પૂર્વે સાંભળવા મળ્યું પણ સ્વભાવ તરફ દ્રષ્ટિ કદી કરી નહિ! રાગની સાથે એકત્વ માની વિકલ્પ કર્યા, પણ એ તો અજ્ઞાન છે. અત્યંત મધુરરસ, ચૈતન્યરસ તે પોતાની ચીજ છે તેની સાથે રાગના કલુષિત ભાવનું એકત્વ કરવું તે અજ્ઞાન છે એમ જ્ઞાની જાણે છે.
જુઓ, સર્વજ્ઞ પરમાત્મા અરહંતદેવને જ્ઞાનની દશા પરિપૂર્ણ ખીલી ગઈ છે. તેઓ એક સમયની જ્ઞાનની અવસ્થા જે કેવળજ્ઞાન તે વડે ત્રણકાળ ત્રણલોકને યુગપત્ જાણે છે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનય છે, કેમકે ભગવાનને જે જ્ઞાન પ્રગટ થયું તે પોતાથી પ્રગટ થયું છે, લોકાલોકથી નહિ. એ રીતે ભગવાનને દર્શન, સુખ, વીર્ય ઇત્યાદિ અનંતચતુષ્ટય પ્રગટ થઈ ગયા છે. શક્તિરૂપે તો અનંતચતુષ્ટય સર્વ જીવોમાં છે. પરંતુ શક્તિની પરિપૂર્ણ વ્યક્તિ પર્યાયમાં જેને થાય તે સર્વજ્ઞ છે; તથા શક્તિની પર્યાયમાં એકદેશ વ્યક્તિ થાય એનું નામ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન થતાં સમકિતીને અનંતગુણોનો અંશ પર્યાયમાં વ્યક્ત થાય છે. તેમાં આનંદનું વેદન મુખ્ય છે એની અહીં વાત છે. સમ્યગ્દ્રષ્ટિને પરમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. ઇન્દ્રના ઇન્દ્રાસનમાં કે ચક્રવર્તીના બાહ્ય વૈભવમાં સમકિતીને સુખબુદ્ધિ નથી. ચક્રવર્તીને ૯૬૦૦૦ રાણીઓ હોય છે. તેમાં તેની જે પટ્ટરાણી છે તેની એક હજાર દેવો સેવા કરે છે. તેના પ્રતિ કમજોરીથી વિષયનો રાગ આવે છે પણ સમકિતીને તે કાળકૂટ ઝેર સમાન ભાસે છે. અહાહા...! નિજ ચૈતન્યરસના આનંદના અમૃતમય સ્વાદની પાસે જ્ઞાનીને રાગનો સ્વાદ ઝેર જેવો ભાસે છે. પોતાના આનંદના સ્વાદ સાથે રાગના સ્વાદના એકત્વનો વિકલ્પ કરવો એ અજ્ઞાનથી છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે.
જેમ મણ દુધપાકમાં ઝેરની એક ઝીણી કણી પડી જાય તો બધો દુધપાક ઝેર થઈ જાય. એમાંથી મીઠા દૂધનો સ્વાદ ન આવે પણ ઝેરનો સ્વાદ આવે. તેમ આત્મા આનંદનો નાથ નિત્યાનંદસ્વરૂપ ચૈતન્ય પ્રભુ છે. તેના આનંદના પરિણામ સાથે રાગનું થોડું ઝેર પડે તો આનંદનું ઉલટું પરિણમન થઈ જાય. એમાંથી આનંદનો સ્વાદ ન આવે પણ રાગનો કષાયલો કલુષિત સ્વાદ જ આવે. પરંતુ ધર્મી તો એમ જાણે છે કે અત્યંત મધુર અમૃતમય આનંદનો રસ તે મારો રસ છે અને રાગનો કલુષિત રસ તે મારી ચીજ નથી, એ તો પુદ્ગલનો રસ છે. ધર્મી જ્ઞાનના સ્વાદથી રાગનો સ્વાદ ભિન્ન પાડી દે છે. તે જાણે છે કે પોતાના જ્ઞાનના-ચૈતન્યના સ્વાદની સાથે રાગના સ્વાદના એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે. અહો! આ વીતરાગનો માર્ગ એ શૂરાનો માર્ગ છે. કહ્યું છે ને કે-
અહાહા...! પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવની સમીપ જઈને ભેટો કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે એવો પરમાત્મા પ્રભુ પોતે છે. આવા શુદ્ધ ચિદાનંદરસનો આસ્વાદી