Pravachan Ratnakar (Gujarati). Gatha: 156.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 80 of 210

 

PDF/HTML Page 1581 of 4199
single page version

રખડશે. અને પરમ ગુરુ પરમાત્મા અરહંતાદિ પ્રત્યે જે (સ્વરૂપની ઓળખાણ સહિત) અનુરાગ છે તે સવારની સંધ્યાની જેમ ભગવાન આત્માનો ઉદય થવાની નિશાની છે. આ સ્વરૂપની જેને રુચિ થઈ છે એવા સમકિતીની વાત છે. એને ખ્યાલ છે કે જેવા ભગવાન પરમ વીતરાગ નિર્મળ છે તેવો પોતાનો ચૈતન્યસ્વભાવ પરમ વીતરાગ નિર્મળ છે. એને સ્વભાવના અવલંબને વીતરાગદેવ પ્રત્યેનો અનુરાગ ટળીને ક્રમે વીતરાગતા પ્રગટશે અને પૂર્ણ કેવળજ્ઞાનસૂર્યનો ઉદય થશે કેમકે એને રાગનું મમત્વ અને સ્વામિત્વ નથી; એ રાગને ભલો અને લાભદાયક માનતો નથી તેથી રાગ ટળીને એને ચૈતન્ય જાગશે અને કેવળજ્ઞાન પ્રગટશે. (અહીં અરહંતાદિનો અનુરાગ કેવળજ્ઞાનનું કારણ છે એમ ન સમજવું પણ સ્વરૂપનાં જે શ્રદ્ધાન, જ્ઞાન અને એમાં જે ઉગ્ર રમણતા થાય તે જ કેવળજ્ઞાનનું કારણ છે એમ સમજવું).

અહીં જીવાદિ પદાર્થોનું અધિગમ તે જ્ઞાન એમ જે કહ્યું ત્યાં એમ ન સમજવું કે જીવ, અજીવ અને તેમના વિશેષોને શાસ્ત્રમાંથી જાણી લીધા અને તેની ધારણા કરી લીધી એટલે જ્ઞાન થઈ ગયું. અહીં તો સ્વસંવેદન-પ્રત્યક્ષ સ્વરૂપના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. ચૈતન્યનું ચૈતન્યસ્વભાવે થવું-પરિણમવું એને જ્ઞાન કહ્યું છે અને તે મોક્ષનો માર્ગ છે.

‘रागादिपरिहरणं चरणं’–એમાં તો એમ આવ્યું કે પુણ્ય અને પાપ એ બેયને છોડી અંતરમાં સ્થિરતા કરે એનું નામ ચારિત્ર છે. વીતરાગસ્વરૂપે જીવ છે અને એનું વીતરાગભાવે પરિણમવું તે ધર્મ છે, ચારિત્ર છે. આવા ચારિત્રવંત જૈનના ગુરુ પણ વીતરાગભાવનો જ વારંવાર ઉપદેશ કરે છે.

તો શું તેઓ ચરણાનુયોગમાં કહેલાં આચરણને ઉપદેશતા નથી?

ચરણાનુયોગમાં જે વ્રતાદિ આચરણ કહેલાં છે તેને યથાસંભવ જ્યાં જેમ હોય તેમ જણાવે છે અવશ્ય, પણ તે ઉપાદેય છે. આદરણીય છે એમ ઉપદેશતા નથી. સમકિતીને જે જે ભૂમિકામાં જે જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ હોય છે તેને તે જાણવા યોગ્ય હોવાથી જણાવે છે ખરા, પણ તે રાગ આદરણીય છે, વાસ્તવિક ધર્મ છે-એમ કહેતા નથી. જૈનના સાધુ તો વીતરાગસ્વભાવી આત્મા એક વીતરાગભાવરૂપે-સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે એ જ ધર્મ છે એમ જ પ્રરૂપણા કરે છે.

હવે સમકિતનાં ઠેકાણાં ન મળે અને જીવોને મા હણો, તેમની દયા પાળો, જીવદયા પાળવી એ ધર્મ છે ઇત્યાદિ જે ઉપદેશ કરે તે જૈનના સાધુ-ગુરુ નથી.

ભાઈ! પરની દયા કરવી એ તો શકય નથી અને પરની દયા કરવાનો જે ભાવ આવે તે રાગ છે અને રાગની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે એમ જૈનશાસનમાં કહ્યું છે. (જુઓ પુરુષાર્થ સિદ્ધયુપાય શ્લોક ૪૪) તો-


PDF/HTML Page 1582 of 4199
single page version

‘‘દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ;
અનંત જીવ મુકિત ગયા, દયા તણા પરિણામ.’’-એમ કહ્યું છે ને?

હા; કહ્યું છે. પણ એ દયા એટલે શું? ભાઈ! એ તો પોતાના આત્માની દયાની વાત છે, પરની દયાની નહિ. પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન પડીને આત્માનું જીવન જે જ્ઞાન અને આનંદસ્વરૂપે છે તેની એટલે ટકતા તત્ત્વની ટકતા તત્ત્વ તરીકે પ્રતીતિ અને જ્ઞાન થવાં એનું નામ સ્વદયા છે. ભાઈ, આત્મા જેવડો છે તેવડો સ્વીકારવો તે દયા છે અને તેથી ઓછો કે વિપરીત માનવો તે હિંસા છે. આવી સ્વદયા તે સુખની-મુક્તિની ખાણ છે.

અત્યારે તો જેમ વરને મૂકીને જાન જોડી દે તેમ આત્માને છોડી દઈને પરથી-રાગથી ધર્મ મનાવે છે. પૈસાવાળાને પૈસા બે-પાંચ લાખ રૂપિયા ખર્ચો એટલે ધર્મ થશે એમ મનાવી દે. પણ ભાઈ! પૈસા કયાં આત્માની ચીજ છે કે તે ખર્ચે? પૈસા રાખવાનો (પરિગ્રહનો) ભાવ છે એ પાપ છે અને એને ધર્મકાર્યમાં ખર્ચવાનો જે અનુરાગ છે તે મંદકષાયરૂપ હોય તો પુણ્ય છે. પણ એ કાંઈ ધર્મ નથી. (ઊલટું હું પૈસા કમાઉં છું અને વાપરું છું એવી જે માન્યતા છે તે મિથ્યાદર્શન છે).

પ્રશ્નઃ– તો પછી આ ૨૬ લાખના ખર્ચે મોટું આગમમંદિર બનાવ્યું અને અત્યાર સુધીમાં લાખો રૂપિયા ખર્ચાઈ ગયા છે એ બધું કોણ કરે છે?

સમાધાનઃ– આ આગમમંદિર જે બન્યું છે તે એના પોતાના કારણે બન્યું છે. તેને કોણ બનાવે? શું આત્મા પરનું કાર્ય કરી શકે છે? મંદિર એ તો જડ પુદ્ગલોની પર્યાય છે; તેને શું આત્મા કરી શકે છે? ના. આ તો જડ પરમાણુઓ-માટી-ધૂળ સ્વયં પોતાના કાળે મંદિરરૂપે રચના થઈને પરિણમ્યા છે. તેને કોઈ કારીગરે કે બીજાએ પરિણમાવ્યા છે એમ છે જ નહિ. એ એની જન્મક્ષણ હતી, પરમાણુઓનો તે-રૂપે રચાઈ જવાનો-ઉત્પત્તિનો કાળ હતો ત્યારે તે રચાઈ ગયું છે. ભગવાને તો કહ્યું છે કે-ઘડાનો કરનારો કુંભાર નથી, ઘડો માટીથી થયો છે. માટી પોતે પ્રસરીને ઘડો બનાવે છે, કુંભાર નહિ. કુંભારથી ઘડો થયાનું માને એ પરદ્રવ્યની પર્યાયનો કર્તા પરને માને છે માટે મૂઢ-મિથ્યાદ્રષ્ટિ છે.

મેં ઉપવાસ આદિ કર્યા, આ છોડયું, આ ખાધું નહિ, આ પીધું નહિ-એમ મૂઢ જીવ માને છે. એ આહાર અને પાણી તો જડ, પર છે. ખાવાની અને છોડવાની જે ક્રિયા છે એ તો જડની જડમાં છે. શું એ જડને તેં છોડયું છે? ભાઈ! પરનું ગ્રહણ-ત્યાગ માનવું એ મિથ્યાત્વ છે. પરને તેં કયાં પકડયા છે કે હવે હું તેને છોડું છું એમ માને છે? આત્મામાં ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની એક અનાદિ-અનંત શક્તિ-ગુણ છે.


PDF/HTML Page 1583 of 4199
single page version

તે ગુણના કારણે આત્મા પરને ગ્રહતો નથી અને છોડતો ય નથી. આવું વસ્તુનું-આત્માનું સ્વરૂપ છે તેને સ્વરૂપમાં એકાગ્ર થઈને યથાર્થ જાણવું તે જ્ઞાન છે.

‘જ્ઞાન તેમનું જ્ઞાન છે’ (હરિગીત) એમ-કહ્યું ને? એનો અર્થ શું? કે આત્મા જે સદાય વીતરાગ-વિજ્ઞાનસ્વરૂપે છે એના પરિણમનમાં વીતરાગ-વિજ્ઞાનનું થવું, જ્ઞાનરૂપે પરિણમવું એ જ્ઞાન છે. એ જ્ઞાન વીતરાગી પર્યાય છે. આવો વીતરાગ માર્ગ છે. જ્ઞાનની સાથે રાગને ભેળવે એ વીતરાગ માર્ગ નથી. સમજાણું કાંઈ...?

બે બોલ થયા. હવે ત્રીજોઃ-‘રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે.’

જુઓ, પંચમહાવ્રતના પરિણામ, ૨૮ મૂલગુણના પાલનનો વિકલ્પ ઇત્યાદિ છે તે રાગ છે. લોકોને ખબર નથી એટલે એને ધર્મ માને છે. અવ્રત છે તે પાપ છે અને વ્રત છે તે પુણ્ય છે; બેમાંથી એકેય ધર્મ નથી. એ બેયના ત્યાગસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું તે ધર્મ છે. આત્મા જ્ઞાનસ્વભાવે અંતર-એકાગ્ર થઈ જ્યાં પરિણમે છે. ત્યાં સહેજે રાગરૂપે થતો નથી; એ પરિણમન જ રાગના અભાવસ્વરૂપ છે અને તે સમ્યક્ચારિત્ર છે. આ રાગ છે તેને હું છોડું છું એમ નહિ, પણ સ્વરૂપમાં પરિણામ મગ્ન થઈ સ્થિત થતાં જ ત્યાં રાગની ઉત્પત્તિનો અભાવ હોય છે અને એવું સ્વરૂપના આચરણરૂપ ચારિત્ર છે તે જ વીતરાગી ચારિત્ર છે.

હવે આવી વાત સમજે નહિ અને બેસી ગયા ચારિત્ર લઈને. એકે લુગડાં ફેરવ્યાં અને બીજા નગ્ન થઈ ગયા. પણ એથી શું? બેમાંથી એકેનેય ચારિત્ર નથી, ધર્મ નથી. શ્વેતાંબરમાં સાધુને ૨૭ મૂલગુણ કહ્યા અને દિગંબરમાં ૨૮; પણ એ તો બન્નેય વિકલ્પ છે, રાગ છે એ કયાં ચારિત્ર છે? ચારિત્ર તો રાગના અભાવસ્વરૂપ આત્માનું આત્મરૂપ-વીતરાગરૂપ પરિણમન છે. ચાહે વ્રતાદિના વિકલ્પ હો કે ગુણ-ગુણીનો ભેદરૂપ વિકલ્પ હો કે નવતત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનનો વિકલ્પ હો; એ સર્વ રાગ છે, અચારિત્ર છે અને એને ચારિત્ર માને એ મિથ્યાત્વ છે.

અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન હોય એવી રાગના ત્યાગરૂપ આનંદની દશારૂપે આત્માનું થવું એ ચારિત્ર છે. આ ટૂંકી ને ટચ વાત છે કે-પરથી ખસ અને સ્વમાં વસ. બસ સ્વમાં વસવું એ ચારિત્ર છે. ભાઈ! જો ચારિત્રની ભાવના છે તો વ્રતાદિના વિકલ્પથી ખસી જા અને ચૈતન્યસ્વભાવમાં આવી જા. અરે! પણ સ્વભાવની જેને ખબર ન હોય તે કયાં આવે અને કયાં જાય? એ તો સંસારમાં જ રખડે છે. શું થાય? મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્ર છે. વ્યવહારરત્નત્રય એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. હવે કહે છે-

‘તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું


PDF/HTML Page 1584 of 4199
single page version

જ્ઞાનનું ભવન (-પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.’

જુઓ, આ નિષ્કર્ષ-સાર કાઢયો કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આનંદકંદ પ્રભુ આત્માનું જ ચૈતન્યમય પરિણમન છે. મહાવ્રતના જે પરિણામ છે એ તો વિજાતીય છે, અચેતન છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી. આ નગ્ન દશા અને ૨૮ મૂલગુણનો વિકલ્પ અજીવ છે કેમકે તે જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ જાતિના ભાવ છે. વસ્ત્રવાળાની તો અહીં વાત જ નથી કેમકે વસ્ત્રવાળો સાધુ હોય એ જૈનદર્શન નથી, વીતરાગદર્શન નથી, અન્ય દર્શન છે. આવી વાત કોઈને આકરી લાગે પણ શું થાય? વસ્ત્ર રાખે અને મુનિપણું માને એ તો જૈનદર્શનથી- સત્યદર્શનથી વિરુદ્ધ છે, કેમકે એને તો દ્રવ્યલિંગ પણ યથાર્થ નથી. અહીં તો એમ વાત છે કે નગ્નપણું આદિ ૨૮ મૂલગુણના જે પરિણામ છે તે ચારિત્ર નથી.

તો ભાવલિંગીને પણ નગ્નતા સહિત ૨૮ મૂલગુણના પરિણામ તો હોય છે?

હા, ભાવલિંગીને પણ નગ્નતા સહિત ૨૮ મૂલગુણના પાલનનો વ્યવહાર હોય છે પણ એ તો બધો રાગ છે. એ બાહ્ય સહકારીપણે-નિમિત્તપણે હોય છે પણ અંતરમાં જે શુદ્ધ રત્નત્રયરૂપ નિર્મળ ચૈતન્યનું પરિણમન તેને થયું છે એ જ ચારિત્ર છે.

પ્રશ્નઃ– એ બાહ્ય સહકારી નિમિત્ત સાધન તો છે ને?

ઉત્તરઃ– નિમિત્ત ખરેખર સાધન નથી. એને સાધન કહેવું એ તો ઉપચારકથન છે. કોઈએ ઠીક કહ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તનો નિષેધ કરતા નથી પણ નિમિત્તને કર્તા માનતા નથી. વાત તો એમ જ છે. જેમકે કર્મ વિકારમાં નિમિત્ત છે, પણ નિમિત્ત-કર્મ વિકારનું કર્તા નથી. તેમ કર્મનું પરિણમન કર્મમાં કર્મના કારણે થાય છે, અને રાગદ્વેષના પરિણામ એમાં નિમિત્ત છે. પણ તેથી કોઈ એમ માને કે નિમિત્તના કારણે કર્મબંધન થયું તો તે યથાર્થ નથી. તેવી રીતે અહીં વ્યવહારરત્નત્રયના પરિણામ છે તો એના કારણે આત્માનું ચારિત્રરૂપ વીતરાગી પરિણમન થાય છે એમ નથી. નિમિત્ત છે, હોય છે, પણ નિમિત્ત કર્તા નથી, યથાર્થ સાધન નથી.

જુઓ, આ અહીં સરવાળો કાઢયો-બધાનું તાત્પર્ય કાઢયું કે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે એકલું જ્ઞાનનું એટલે એકલું આત્માનું ભવન જ છે ‘એકલું’ એટલે પંચમહાવ્રતનું પરિણમન સાથે મળીને ચારિત્ર છે એમ નહિ. ભાઈ! આ તો જન્મ-મરણ મટાડનારું વીતરાગનું શાસ્ત્ર-ચોપડો છે. એનો શબ્દે-શબ્દ ગંભીર આશયથી ભરેલો છે. એકલું આત્માનું ભવન કહ્યું એમાં વ્રતાદિના રાગનો નિષેધ થઈ ગયો. માત્ર ચૈતન્યનું વીતરાગ ચૈતન્યમય પરિણમન જ રત્નત્રયરૂપ ચારિત્ર છે એમ સિદ્ધ કર્યું.

ભાઈ! આ જિંદગી ચાલી જાય છે હોં. પાંચ-પચાસ લાખનું ધન થાય એટલે


PDF/HTML Page 1585 of 4199
single page version

જગત, તું સારું રળ્‌યો અને કમાણો એમ કહેશે પણ એ તો જિંદગી હારી જવાનું છે. ભાઈ! એ તો બધો ખોટનો જ વેપાર છે. આ પૈસા થાય એ કાંઈ સુખનું નિમિત્ત નથી, બલ્કે દુઃખનું જ નિમિત્ત છે. સ્ત્રી, કુટુંબ-પરિવાર, લક્ષ્મી, આબરૂ એ બધાં દુઃખનાં નિમિત્ત છે. સુખનું કારણ તો એક ભગવાન આત્મા છે. વીતરાગી આનંદનું સ્થાન ભગવાન આત્મા છે. એ (વીતરાગી આનંદ) પૈસામાં નથી, બાયડીમાં નથી, અને સારાં કપડાં પહેરે એમાંય નથી, અને મોટો હજીરો-મહેલ લાખ-કરોડ રૂપિયાની કિંમતનો હોય એમાંય નથી. ભાઈ! એ તો બધાં દુઃખનાં નિમિત્ત છે અને દુઃખે કરીને પ્રાપ્ત થાય છે.

અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન જ છે. અહીં જ્ઞાન એટલે આત્મા; ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું શ્રદ્ધાનસ્વભાવે થવું તે સમ્યગ્દર્શન, એનું પોતાના જ્ઞાનરૂપે થવું એ જ્ઞાન અને એનું રાગના અભાવસ્વભાવે સ્થિરતા-રમણતારૂપ પરિણમન તે ચારિત્ર. એમાં કર્મના અભાવની કે વ્યવહારરત્નત્રયના સદ્ભાવની કોઈ અપેક્ષા નથી. એકલો આત્મા સ્વયં નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે. નિશ્ચયથી તો દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ સ્વયં પોતાના ષટ્કારકપણે પરિણમતા થકા પ્રગટ થાય છે. એને દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. (પણ એ વાત અહીં નથી). અહીં કીધું ને કે આત્માનું પરિણમવું; ત્યાં વીતરાગભાવે પરિણમે એ તો પર્યાય છે. આત્મા (દ્રવ્ય આખું) કાંઈ પર્યાયમાં આવતો નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ (સજાતીય) ચૈતન્યમય વીતરાગ પરિણામ છે તેથી ચૈતન્યમય આત્માનું પરિણમન છે એમ અભેદ કરીને કહ્યું પણ એ પરિણમનમાં દ્રવ્યસ્વભાવ આવતો નથી. શુદ્ધ દ્રવ્યના લક્ષે નિર્મળ વીતરાગ પરિણમન થયું તેથી દ્રવ્યનું-આત્માનું પરિણમન કહ્યું, બાકી પરિણમન તો પર્યાયમાં થાય છે અને તેને દ્રવ્યસ્વભાવનીય અપેક્ષા નથી. (વીતરાગતાનું પરિણમન દ્રવ્યસ્વભાવના લક્ષે થાય છે બસ એટલું જ).

પ્રશ્નઃ– ઘડીકમાં આત્માનું પરિણમન કહો છો ને વળી આત્માનું નહિ પર્યાયનું પરિણમન છે એમ કહો છો તો તે કેવી રીતે છે?

ઉત્તરઃ– પર્યાય અપેક્ષાએ દ્રવ્ય પરિણમે છે એમ કહેવાય છે અને દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્ય પરિણમતું નથી કેમકે દ્રવ્ય તો ત્રિકાળ ધ્રુવ અક્રિય અચળ છે. જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ સમજવું જોઈએ.

અહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાનમાં જે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન થાય છે તે શું ચીજ છે? તો કહે છે કે એ સદાય ધ્રુવ અચળ એકરૂપ ચૈતન્યમૂર્તિ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે; અને એનું જ્ઞાન-શ્રદ્ધાનપણે પરિણમવું-થવું તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. હવે આવી વાત બેસે નહિ એટલે માને કે બોલે-ચાલે, ઉપદેશ-ઉપવાસાદિ કરે તે


PDF/HTML Page 1586 of 4199
single page version

આત્મા. પણ ભાઈ! શું આત્મા કદી બોલે છે? (ના). આ જે બોલે-ચાલે છે એ તો જડ છે. અને આ જે ઉપદેશ-ઉપવાસાદિના પરિણામ છે એ આસ્રવ તત્ત્વ છે, અને એ પણ જડ અજીવ તત્ત્વ છે. એ જડ અજીવ તત્ત્વ સદા ચેતનસ્વભાવી એવા ભગવાન આત્મામાં કેમ હોય? (નથી જ). અને તો એ વડે ધર્મ કેમ થાય? (ન જ થાય).

ભાઈ! ધર્મ તો આત્મરૂપ છે. અહીં કહ્યું ને કે-વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી જ્ઞાન અને વીતરાગી ચારિત્ર એ ત્રણેય વીતરાગસ્વભાવી ભગવાન આત્માનું ઘર છે, એટલે આત્માનું ઘર છે. રહેઠાણ છે. (ભવનનો એક અર્થ ઘર-રહેઠાણ થાય છે.) રાગ અને પુણ્યના પરિણામ એ આત્માનું ઘર-સ્થાન નથી. એ તો પરઘર છે. ઉપદેશ-ઉપવાસાદિ પુણ્યની ક્રિયા પરઘર છે. આ લોકો મોટાં તપ કરે, એની ઊજવણી કરે, વરઘોડા કાઢે અને લોકો ભેગા થઈને બહુ ભારે ધર્મ કર્યો એમ વખાણ કરે, પણ ભાઈ! એ તો બધો રાગમાં રહે તે આત્મા નહિ. રાગ તો પરઘર છે અને પરઘરમાં રહેવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે. આત્માનું સ્વઘર તો વીતરાગતા છે. વીતરાગતામાં વસે તે આત્મધર્મ છે.

ગાથા ૧પ૩ માં આવી ગયું કે-વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભકર્મો રાગ છે, અને એ બધાં હોવા છતાં અજ્ઞાનીઓને મોક્ષનો અભાવ છે. અજ્ઞાનીઓને વળી તપ કેવું? તપ તો એને કહીએ જેમાં ભગવાન આત્મા, અંતર્મુખાકાર પરિણતિ વડે ઇચ્છાઓનો નિરોધ થવાથી અતીન્દ્રિય આનંદરસના-અમૃતના સ્વાદના અનુભવથી પરિતૃપ્ત હોય. આવી શુદ્ધ ચૈતન્યના પ્રતપનરૂપ આનંદની દશાને તપ કહે છે. અજ્ઞાનીનું તપ તો વૃથા કલેશ છે. ભાઈ! વ્રત, તપ, શીલ, ઇત્યાદિ રાગમાં જે ધર્મ માને છે એને તો મિથ્યાત્વનું મહાપાપ થાય છે. ભગવાન જિનેશ્વરદેવના માર્ગમાં તો વીતરાગતા વડે જ ધર્મ કહેલો છે. રાગ વડે ધર્મ થવાનું માનનારા જિનમાર્ગમાં નથી; એમનો તો એ કલ્પિત માર્ગ છે, એ તો અજ્ઞાનીનો માર્ગ છે.

જુઓ, અહીં શું કહ્યું છે? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેય એકલું જ્ઞાનનું ભવન જ છે. આત્માનું એકલું વીતરાગતારૂપ થવું-પરિણમવું એ જ શુદ્ધ રત્નત્રય છે. અહાહા...! એક લીટીમાં કેટલું ભર્યું છે! રાગમાં રત્નત્રય નહિ અને રત્નત્રયમાં રાગ નહિ. ગજબ વાત છે ભાઈ! હવે આવો (અદ્ભુત) માર્ગ! કહે છે-‘માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે’. અહાહા...! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદપણે પરિણમે એ એક જ મોક્ષનો માર્ગ છે. કોઈ વળી બે મોક્ષમાર્ગ કહે છે તેનો અહીં સ્પષ્ટ નિષેધ કર્યો છે. જ્ઞાન જ એટલે વીતરાગસ્વભાવી ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકારપણે-વીતરાગપણે પરિણમે તે એક જ મોક્ષનું કારણ છે. લ્યો, આ સારસાર વાત કહી.

* ગાથા ૧પપઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે.’

PDF/HTML Page 1587 of 4199
single page version

શું કહ્યું આ? કે આત્માના સ્વભાવમાં તો અનંત ગુણો-ધર્મો છે; એમાં અસાધારણ ગુણ એક જ્ઞાન જ છે. જ્ઞાનગુણ બીજા કોઈ દ્રવ્યમાં નથી. વળી સ્વ અને પરને ભિન્ન ભિન્નપણે જાણે એવો જ્ઞાનનો જ સ્વભાવ છે. આત્માના બીજા કોઈ ગુણમાં આવો સ્વભાવ નથી. અહાહા...! આત્મામાં જે અનંત ગુણો છે એમાં એક જ્ઞાનનો જ સ્વપરને ભેદપૂર્વક જાણવાનો સ્વભાવ છે. શ્રદ્ધા, સુખ આદિ ગુણો નથી સ્વને જાણતા કે નથી પરને જાણતા. તેથી જ્ઞાનને આત્માનું અસાધારણ સ્વરૂપ કહ્યું છે. આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. (એમ કે જ્ઞાન વડે જ આત્મા પરથી ભિન્ન જણાય એવો છે). હવે કહે છે-

‘વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. આ મોક્ષમાર્ગના પ્રકરણમાં જ્ઞાન કહેતાં આત્મા અને આત્માની વીતરાગ પરિણતિ જ પ્રધાન છે. વ્રતાદિના જે રાગ વચ્ચે આવે તે પ્રધાન નથી કેમકે તે મોક્ષમાર્ગ નથી. જ્ઞાનનું પરિણમન જ મોક્ષનો માર્ગ છે.

‘તેથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે.’ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે એક આત્મા જ પરિણમે છે અર્થાત્ એ રત્નત્રય આત્માનું જ વીતરાગી પરિણમન છે માટે આત્મા જ મોક્ષનું કારણ છે.

‘જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે-એમ કહેવામાં કાંઈ પણ વિરોધ નથી.’ જોયું? જ્ઞાન એ જ આત્મા એમ અભેદ કથનથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે અને એમાં કાંઈ વિરોધ નથી.

‘માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને ‘‘જ્ઞાન’’ શબ્દથી કહ્યો છે.’

જુઓ, જ્ઞાન છે તો આત્માનો એક ગુણ; પણ અસાધારણ છે ને! તેથી અભેદ વિવક્ષાથી જ્ઞાનને જ આત્મા કહ્યો છે. આવી વાત, હવે માંડ માંડ દુકાનના ધંધા આદિ મજૂરી કરીને નવરા પડતા હોય ત્યાં વળી આ કયાં સમજવું? કેવી રીતે સમજવું? પણ ભાઈ! એ તો બધી એકલા પાપની મજૂરી છે હોં. એમાં ધર્મ તો દૂર રહો, પુણ્યેય નથી. ફુરસદ લઈને રોજ બે ચાર કલાક સત્સમાગમ અને શાસ્ત્રસ્વાધ્યાય, મનન-ચિંતન કરે એ પુણ્ય છે. એ પુણ્યથીય ધર્મ થાય એમ નહિ, પણ ગતિ સુધરે. એવા અવસરમાં જો કોઈ પ્રકારે અંર્ત-પુરુષાર્થ જાગ્રત કરે તો ધર્મ થઈ જાય, સમકિત થઈ જાય એટલું ખરું. પણ એને કયાં ફુરસદ છે? અને કદાચ કોઈ વાર સાંભળવા મળી જાય તો-વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, -એ વડે ધર્મ થશે ઇત્યાદિ રાગનો મિથ્યા ઉપદેશ સાંભળે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે-૨૪ કલાકમાં બિચારાને માંડ એકાદ


PDF/HTML Page 1588 of 4199
single page version

કલાક મળે અને સાંભળવા જાય ત્યાં અરે! કુગુરુ એનો કલાક લૂંટી લે! રે શું થાય? આ જિંદગી એમ ને એમ ચાલી જશે હોં. આ પૈસા-બૈસા કોઈ શરણ નહિ થાય પ્રભુ! કદાચ એમાંથી થોડા પૈસા ધર્મને નામે ખર્ચે તોપણ એથી ધર્મ નહિ થાય, માત્ર ધર્મના નામે તું છેતરાશે કેમકે એને જે તું ધર્મ માને છે એ (-માન્યતા) મિથ્યાત્વ છે.

ભાઈ! તું ચૈતન્યમૂર્તિ વીતરાગસ્વભાવી આત્મા છે ને પ્રભુ! એનું જ્ઞાન કરીને અંતર્મુખ થઈ એને લક્ષમાં લે તો તને ધર્મ થાય.

કોઈને એમ લાગે કે આત્મા અત્યારે વીતરાગ કેમ હોય? એ તો કેવળી થાય ત્યારે વીતરાગ હોય. તેને કહીએ છીએ કે-ભાઈ! તું સદાય (ત્રણેકાળ) સ્વભાવે વીતરાગસ્વરૂપ છે; હમણાંય વીતરાગસ્વરૂપ જ છે. જો સ્વભાવથી વીતરાગ ન હોય તો પ્રગટે કયાંથી? માટે ભગવાન! એવા વીતરાગસ્વરૂપ આત્મામાં તન્મયપણે એકાગ્ર થઈ એનો જ આશ્રય કર, એમાં જ જામી જા. તેથી પર્યાયમાં-અવસ્થામાં વીતરાગતા-રત્નત્રયના પરિણામ પ્રગટ થશે અને એ જ ધર્મ છે, એ જ મોક્ષમાર્ગ છે, એ જ ભગવાન થવાનો માર્ગ છે.

[પ્રવચન નં. ૨૨૮ અને ૨૨૯ * દિનાંક ૧-૧૧-૭૬ થી ૨-૧૧-૭૬]

PDF/HTML Page 1589 of 4199
single page version

अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयति–

मोत्तूण णिच्छयट्ठं ववहारेण विदुसा पवट्टंति।
परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ।। १५६ ।।

मुक्त्वा निश्चयार्थं व्यवहारेण विद्वांसः प्रवर्तन्ते।
परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः।। १५६ ।।

હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ-

વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ–આશ્રિત સંતને. ૧પ૬.

ગાથાર્થઃ– [निश्चयार्थ] નિશ્ચયનયના વિષયને [मुक्त्वा] છોડીને [विद्वांसः] વિદ્વાનો [व्यवहारेण] વ્યવહાર વડે [प्रवर्तन्ते] પ્રવર્તે છે; [तु] પરંતુ [परमार्थम् आश्रितानां] પરમાર્થને (-આત્મસ્વરૂપને) આશ્રિત [यतीनां] યતીશ્વરોને જ [कर्मक्षयः] કર્મનો નાશ [विहितः] આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)

ટીકાઃ– પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે (મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, -માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.

ભાવાર્થઃ– મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઇ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે.


PDF/HTML Page 1590 of 4199
single page version

(अनुष्टुभ्)
वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा।
एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत्।। १०६ ।।

(अनुष्टुभ्)
वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि।
द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।। १०७ ।।

(अनुष्टुभ्)
मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च।
मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते।। १०८ ।।

હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एकद्रव्यस्वभावत्वात्] જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી (-જીવસ્વભાવી-) હોવાથી [ज्ञानस्वभावेन] જ્ઞાનના સ્વભાવથી [सदा] હંમેશાં [ज्ञानस्य भवनं वृत्तं] જ્ઞાનનું ભવન થાય છે; [तत्] માટે [तद् एव मोक्षहेतुः] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬.

શ્લોકાર્થઃ– [द्रव्यान्तरस्वभाववात्] કર્મ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્ગલ-સ્વભાવી-) હોવાથી [कर्मस्वभावेन] કર્મના સ્વભાવથી [ज्ञानस्य भवनं न हि वृत्तं] જ્ઞાનનું ભવન થતું નથી; [तत्] માટે [कर्म मोक्षहेतुः न] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭.

હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [मोक्षहेतुतिरोधानात्] કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી, [स्वयम् एव बन्धत्वात्] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [च] અને [मोक्षहेतुतिरोधायिभावत्वात्] તે મોક્ષના કારણના * તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [तत् निषिध्यते] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮.

* * *

સમયસાર ગાથા ૧પ૬ઃ મથાળુ

હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ- * તિરોધાયિ = તિરોધાન કરનાર


PDF/HTML Page 1591 of 4199
single page version

આત્માનો જે વીતરાગસ્વભાવ છે તે-રૂપે પરિણમવું એ જ પરમાર્થ મોક્ષનું કારણ છે. એ સિવાય દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ જે રાગ છે તે મોક્ષનું કારણ નથી એમ હવે કહે છેઃ-

* ગાથા ૧પ૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે.’

જુઓ, આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન સદાય વીતરાગસ્વભાવી છે. તે વીતરાગસ્વરૂપે નિરાકુળ આનંદના સ્વભાવે નિર્વિકાર પરિણમે તે પરમાર્થ કહેતાં સત્યાર્થ મોક્ષમાર્ગ છે. હવે એનાથી જુદો વ્રત, તપ વગેરે શુભકર્મરૂપ-શુભભાવરૂપ જે રાગ છે તેને કેટલાક લોકો મોક્ષનો ઉપાય માને છે તેનો સમગ્રપણે નિષેધ કરવામાં આવ્યો છે એમ કહે છે. અર્થાત્ તે વ્રતાદિનો રાગ મોક્ષનું કારણ નથી એમ સ્પષ્ટ કહેવામાં આવે છે. ગાથા ૧પ૪ માં વ્રત, નિયમ, શીલ, તપ, ઇત્યાદિ-એમ ચાર બોલ લીધા છે. અહીં પહેલો અને છેલ્લો વ્રત અને તપનો બોલ કહીને એ બધાનો આમાં સમાવેશ કરીને કહ્યું કે એ સઘળો જે પુણ્યનો ભાવ છે તેને કેટલાક અજ્ઞાની લોકો મોક્ષનો માર્ગ માને છે પણ તે મોક્ષનો માર્ગ નથી. એ વ્રતાદિના રાગને મોક્ષના હેતુપણે આખોય નિષેધવામાં આવ્યો છે.

પહેલાં કોઈના મરણ પછી બાઈઓ છાજિયાં લેતી. એમાંથી જો કોઈ બરાબર છાજિયાં ન લે તો બીજી બાઈઓ ટકોર કરે કે-આ શું લાકડું ભાગ્યું છે તે બરાબર છાજિયાં નથી લેતાં? એમ આજે કોઈ બાઈએ વર્ષીતપ, ઉપવાસ વગેરે કર્યા હોય અને પોતે ખર્ચ કરીને ઉજમણું કરે એવી સંપત્તિવાન હોય પણ જો ખર્ચ કરીને એનું ઉજમણું ન કરે તો બીજી બાઈઓ ટકોર કરે કે-શું આ તે કાંઈ લાંઘણો કરી છે તે ઉજમણું નથી કરતાં? અરે! ધર્મને નામે આ વ્રત અને તપ કરીને રાગના મલાવા કરે એ બધા (આત્માનાં) છાજિયાં લેનારા છે; કેમકે એમાં આત્મા કયાં છે? આત્માને તો રાગના પ્રેમમાં મરણતોલ કરી નાખ્યો છે. શું થાય? અત્યારે તો વીતરાગ માર્ગ પડયો રહ્યો એકકોર ને બીજો માર્ગ ચાલે છે. અહીં કહે છે એવો બીજો માર્ગ જૈનશાસનમાં છે જ નહિ. ભાઈ! આ સમજવું પડશે હોં; નહિતર અવતાર ખલાસ થઈ જશે. (એળે જશે). અરેરે! આ સાંભળવાનુંય મળે નહિ એ બિચારા શું કરે? કયાં જાય? માથે પરિભ્રમણ ઊભું રહે.

ટીકામાં ‘કેટલાક લોકો માને છે’-એમ કહ્યું છે. પાઠમાં તો લીધું છે કે-‘ववहारेण विदुसा पवट्टंति’-વિદ્વાનો વ્યવહારમાં પ્રવર્તે છે. વિદ્વાનો એટલે શાસ્ત્રના પાઠી, શાસ્ત્રના વાંચનારા શાસ્ત્ર વાંચીને એમાંથી વ્યવહાર શોધીને કાઢે છે. એટલે એમ


PDF/HTML Page 1592 of 4199
single page version

કે આ વ્રત, તપ, શીલ વગેરે મોક્ષમાર્ગ છે એમ શાસ્ત્ર ભણી-ભણીને અર્થ કાઢે છે, અને એમ વર્તે છે. અહીં કહે છે કે તેઓ (-શાસ્ત્ર ભણીને પણ) મૂઢ અજ્ઞાની છે અને તેમનો મોક્ષ થતો નથી; કેમકે તે વ્રતાદિનો રાગ વીતરાગમાર્ગથી-મોક્ષમાર્ગથી જુદો અન્ય છે.

જુઓ, ભગવાન કુંદકુંદના સમયમાં પણ શાસ્ત્રનું પઠન કરનારા કોઈ વિદ્વાનો વ્યવહારથી ધર્મ થાય એમ માનનારા હશે. ત્યારે તો ગાથામાં કીધું કે-‘मोत्तूण णिच्छयट्ठं ववहारेण विदुसा पवट्टंति’ વિદ્વાનો નિશ્ચયને છોડીને એટલે કે-શુદ્ધ ચિદાનંદઘન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા- એને છોડી દઈને વ્યવહારમાં વ્રતાદિના રાગમાં વર્તે છે પણ ‘परमट्ठमस्सिदाण’...પરમાર્થને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. અહાહા...! સ્વરૂપમાં ગુપ્ત થયેલા અંતર-આનંદમાં રમનારા મુનિવરોને જ આગમમાં મોક્ષ કહ્યો છે. ભાઈ! તું વ્રત, તપ ઇત્યાદિ વ્યવહારને મોક્ષનું કારણ માને છે પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે પ્રગટ થતાં વીતરાગપરિણતિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર જ મોક્ષનું કારણ છે.

બિચારાને ખબર ન મળે કે-આનંદ શું અને દુઃખ શું? અને મંડી પડે વ્રત અને તપ કરવા. પણ ભાઈ! એ વ્રત અને તપનો રાગ બધો દુઃખ અને આકુળતા છે. શું થાય? નિરાકુળ આનંદ જોયો (અનુભવ્યો) હોય તો આકુળતાની ખબર પડે ને? એ મેળવે કોની સાથે? બીજો સાચો માલ જોયો હોય તો મેળવે ને કે આ માલ ખોટો છે? એમ ને એમ આંધળે-બહેરું કૂટે રાખે છે. પણ એનું ફળ બહુ આકરું આવશે પ્રભુ!

અહીં કહે છે-યતિવરોને એટલે મુનિવરોને-સંતોને પરમાર્થ કહેતાં શુદ્ધ આત્માના આશ્રયે મોક્ષનો માર્ગ અને મોક્ષ થાય છે અને વ્યવહારમાં લીનપણે જે વિદ્વાનો વર્તે છે તેમને તો બંધ જ થાય છે, સંસાર જ ફળે છે. બંધના કારણને તેઓ મોક્ષનું કારણ સમજે છે તે એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ છે. વીતરાગનો આવો માર્ગ છે બાપા! લૌકિકથી સાવ જુદો. આવો માર્ગ કદી સાંભળવા ન મળ્‌યો હોય એટલે શું સત્ય કાંઈ બીજું થઈ જાય? સત્ય તો ત્રિકાળ જે છે તે જ છે.

પ્રશ્નઃ– પણ એ (-વ્રતાદિ) વ્યવહાર મોક્ષમાર્ગ તો છે ને?

ઉત્તરઃ– વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર છે. વ્યવહાર મોક્ષમાર્ગ કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો સાચા મોક્ષમાર્ગના સહચારી રાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહીને વ્યવહારમોક્ષમાર્ગ કહ્યો છે. (એ તો બાહ્ય યથાસંભવ રાગ કેવો છે તે બતાવનારું નિમિત્તનું કથન છે). અરે! આમ ને આમ નિશ્ચય-વ્યવહારમાં ભરમાઈને પ્રભુ! તું ચોરાસીના અવતાર કરી-કરીને રખડી મર્યો છે!


PDF/HTML Page 1593 of 4199
single page version

શાસ્ત્રમાં વ્યવહારની પ્રધાનતાથી કથન કર્યું હોય એટલે વિદ્વાનો (-કોઈ પંડિતો) એને યથાર્થ સમજ્યા વિના વ્યવહારથી-રાગથી મોક્ષ થવાનું માને છે. જુઓ, શાસ્ત્ર ભણીને પણ એમાંથી આવું (વિપરીત) કાઢે છે! ૧૧ મી ગાથામાં તો પંડિત શ્રી જયચંદજીએ ભાવાર્થમાં છેલ્લે સુંદર ખુલાસો કર્યો છે કે-‘‘પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો (-રાગનો) પક્ષ તો અનાદિકાળથી જ છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે.’’ જુઓ, આ ભાવાર્થ! શું ભાવાર્થ કર્યો છે જયચંદજીએ! આનું નામ તે પંડિત.

અહીં કહે છે કે-ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકરદેવની વાણીમાં વ્રત, નિયમ, શીલ, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જેટલા કોઈ શુભભાવ છે તે બધાયનો મોક્ષમાર્ગમાં નિષેધ કર્યો છે; એટલે કે તે મોક્ષમાર્ગ નથી. ‘આખોય’ નિષેધવામાં આવ્યો છે એમ કહ્યું છે ને! મતલબ કે-વ્યવહાર કથંચિત્ લાભ કરે અને કથંચિત્ ના કરે એમ વાત નથી. ‘આખોય’ શબ્દ મૂકીને મોક્ષમાર્ગમાં કિંચિત્ પણ લાભ ન કરે એમ અર્થ સૂચિત કર્યો છે. અર્થાત્ વ્રતાદિના રાગમાં મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગમાં વ્રતાદિનો રાગ નહિ એમ સૂચિત કર્યું છે. સમજાણું કાંઈ...? હવે એનું કારણ સમજાવે છે-

‘કારણ કે તે (મોક્ષહેતુ) અન્યદ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી.’

જુઓ, વ્યવહાર છે તે અન્યદ્રવ્યના સ્વભાવમય છે, ચૈતન્યસ્વભાવમય નહિ. આ જે વ્રત, તપ, શીલ, સંયમ, ઉપવાસ, દેવ-ગુરુ-શાસ્ત્રનાં ભક્તિ-પૂજા-વિનય, શાસ્ત્ર-સ્વાધ્યાય ઇત્યાદિ બધાય જે શુભરાગ છે તે અન્ય દ્રવ્યના સ્વભાવમય છે અર્થાત્ પુદ્ગલસ્વભાવી છે, એમાં ચૈતન્યનો સ્વભાવ નથી. કેમકે તેના (રાગના, પુદ્ગલના) સ્વભાવ વડે જ્ઞાનનું ભવન- પરિણમન થતું નથી તેથી વ્યવહારના ક્રિયાકાંડ વડે આત્માનો નિશ્ચય ધર્મ-મોક્ષ-માર્ગ પ્રગટ થતો નથી. અર્થાત્ વ્રતાદિ મોક્ષમાર્ગનું સાધન નથી.

પ્રશ્નઃ– વ્યવહારને સાધન કહ્યું છે ને?

ઉત્તરઃ– વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય એમ સાધનનું નિરૂપણ આવે છે પણ એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયથી નિરૂપવામાં આવે છે. ખરેખર તો સાધન એક જ પ્રકારે છે. વિકલ્પથી જુદો પડીને અંદર શુદ્ધ ચૈતન્યનું સાધન સાધે એ એક જ સાધન છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કે-

‘‘જે જે વસ્તુ સાધક હૈં, તેઊ તહાં બાધક હૈં,
બાકી રાગદોષકી દસાકી કાન બાતુ હેં.’’

PDF/HTML Page 1594 of 4199
single page version

અહીં તો આ ખુલાસો કર્યો છે કે વ્રત, તપ આદિનો ભાવ અન્યદ્રવ્યના પુદ્ગલદ્રવ્યના સ્વભાવમય હોવાથી તેના વડે જ્ઞાનનું એટલે આત્માનું ભવન-પરિણમન થતું નથી અર્થાત્ વીતરાગી પરિણમન થતું નથી. તેથી તેના વડે મોક્ષમાર્ગ કેમ થાય? (ન થાય). ત્યારે-

જયપુરમાં આ પ્રશ્ન થયો હતો કે-રાગ-દ્વેષના પરિણામ જીવના છે (જીવની પર્યાયમાં થાય છે). એને પુદ્ગલના કેમ કહ્યા?

સમાધાનઃ– સમાધાન એમ છે કે-રાગ છે તે વસ્તુ-તત્ત્વ (-આત્માનો સ્વભાવ) નથી. નીકળી જાય છે ને? જો રાગ આત્માનો સ્વભાવ હોય તો નીકળી ન જાય, આત્માથી ભિન્ન ન પડે, પણ નીકળી જાય છે તેથી તે અન્યદ્રવ્યના સ્વભાવમય છે. પુદ્ગલના ઉદયના સંગે થાય છે તેથી એ બધા પુદ્ગલના જ છે એમ કહ્યું છે. આત્માની ચૈતન્યજાતિના નથી અને પુદ્ગલના આશ્રયે ઉત્પન્ન થાય છે તેથી રાગ બધા પુદ્ગલના જ છે એમ કહેવામાં આવ્યું છે. અહીં પુદ્ગલના કહીને એનાથી ભેદજ્ઞાન કરાવ્યું છે, સર્વ રાગ છોડાવ્યો છે.

ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વભાવી છે. અને વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ જડ પુદ્ગલસ્વભાવી છે. અહીં કહે છે-એ પુદ્ગલસ્વભાવી રાગ વડે ભગવાન આત્માનું નિર્મળ ચૈતન્યનું ભવન-પરિણમન થતું નથી. તેથી વ્રતાદિનો રાગ મોક્ષનું કારણ થઈ શકતું નથી. હવે આવો માર્ગ; દુનિયાથી સાવ જુદી ચીજ છે બાપુ! ભગવાન આત્મા તો નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. એમાં રાગ કયાં છે? જો હોય તો નીકળી કેમ જાય? એ નીકળી જાય છે માટે એ આત્માની ચીજ નથી. એ નીકળી જતાં એકલો ભગવાન દ્રવ્યસ્વભાવ, શુદ્ધ ચૈતન્ય, જ્ઞાન-આનંદ રહી જાય છે. આવા ચૈતન્યનો-શુદ્ધનો અનુભવ તે મોક્ષમાર્ગ છે, મોક્ષનું કારણ છે. જે નીકળી જાય તે મોક્ષનું કારણ કેમ થાય? ન થાય.

અત્યારે તો લોકો તપ ને ત્યાગમાં ધર્મ માની બેઠા છે. વળી પાછું સમાચારપત્રોમાં આવે છે કે-આણે આટલા ઉપવાસ કર્યા, આણે આટલો ત્યાગ કર્યો, આણે બ્રહ્મચર્યના હાથ જોડયા, આ દશ વર્ષની બાલિકાએ પણ આઠ ઉપવાસ કર્યા, ૧પ વર્ષની છોકરીએ માસખમણ કર્યું, ઇત્યાદિ. અહો! ધન્ય છે તેમને. અહીં કહે છે-એ બધી ક્રિયા પરના લક્ષણવાળી, ચૈતન્યના સ્વભાવથી રહિત, પુદ્ગલના સ્વભાવની ક્રિયા છે. તે ક્રિયા મોક્ષનું કારણ થતી નથી કેમકે તેના (ક્રિયાના) સ્વભાવ વડે જ્ઞાનનું-આત્માનું ભવન થતું નથી. ભગવાન આત્માનું જ્ઞાન અને આનંદરૂપે થવું-પરિણમવું એ રાગની ક્રિયા વડે થતું નથી. ભારે આકરી વાત, ભાઈ! પણ આ જ સત્ય વાત છે.

અરેરે! આવી પરમ સત્ય વાત સાંભળવાય મળે નહિ એણે કયાં જવું બાપુ! એના કય ાં ઉતારા થશે? ભાઈ! આ મોભા-આબરૂ બધા પડયા રહેશે. આ પાંચ-


PDF/HTML Page 1595 of 4199
single page version

પચાસ કરોડની મૂડી-ધૂળ બધી પડી રહેશે. બાપુ! એ ધૂળ કયાં તારી છે? અનંત જ્ઞાન અને અનંત આનંદની તારી પુંજી તો અંદરમાં પડી છે. અરેરે! સરોવરના કાઠે આવ્યો ને તરસ્યો રહી ગયો.

અહીં પુદ્ગલના નિમિત્તે થયેલા વિકારને અન્યદ્રવ્યનો સ્વભાવ ગણીને એનાથી (વિકારથી) આત્માનો જે જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તેનું ભવન-પરિણમન થતું નથી એમ સિદ્ધ કર્યું. ભાઈ! આ તો મૂળ મુદની રકમની વાત છે. એનો નિશ્ચય કર્યા વિના બધું (વ્રતાદિ) થોથેથોથાં છે.

હવે કહે છે-‘માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.’

ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના સ્વભાવવાળો છે. એના પરિણમનમાં એકલું જે જ્ઞાન અને આનંદનું પરિણમન થાય એ જ મોક્ષનો હેતુ છે. ઓલું હુકમચંદજીનું આવે છે ને કે-

‘‘મૈં જ્ઞાનાનંદ સ્વભાવી હૂઁ’’

એમાં ખૂબ બધું આવે છે કે-મારે રંગ, રાગ અને ભેદ સાથે લેશ પણ સંબંધ નથી. ભગવાન આત્મા ગુણી અને જ્ઞાન અને આનંદ એના ગુણ-એવો ગુણભેદ એકાકાર સ્વરૂપ ભગવાનમાં નથી. અહાહા...! ભગવાન આત્મા તો ગુણભેદનેય સ્પર્શતો નથી એવી અભેદ એકરૂપ ચીજ છે. આવા આત્માનું જ્ઞાનાનંદસ્વભાવે થવું-પરિણમવું એ મોક્ષમાર્ગ છે. બાકી બધું થોથેથોથાં છે. આવી વાત આકરી પડે પણ શું થાય? સત્ય તો જેમ છે તેમ જ છે.

ભાઈ! આ તો ભગવાન જિનેશ્વરદેવ ત્રણ લોકના નાથ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષ જે કહેતા હતા તે અહીં દિગંબર સંતો કહે છે. કહે છે-અન્યદ્રવ્યના સ્વભાવ વડે મોક્ષનો હેતુ થાય એવી માન્યતા મિથ્યાદર્શન અર્થાત્ મહાપાપ છે; કેમકે પરમાર્થ મોક્ષનો હેતુ એકદ્રવ્યના સ્વભાવવાળો અર્થાત્ ચૈતન્યસ્વભાવી છે. તેના (ચૈતન્યના) સ્વભાવ વડે જ્ઞાનનું-આત્માનું ભવન-પરિણમન નિર્મળ વીતરાગભાવપણે-આનંદપણે થાય છે, કેમકે એક જીવદ્રવ્યસ્વભાવ વીતરાગસ્વભાવ છે. અહાહા...! એક ચૈતન્યદ્રવ્યના સ્વભાવે જે જ્ઞાતાપણે-આનંદપણે- શાન્તિપણે-સ્વચ્છતાપણે-પ્રભુતાપણે જ્ઞાનનું-આત્માનું પરિણમન થાય એ જ મોક્ષનો હેતુ છે. જેણે શુદ્ધ ચૈતન્યથી વ્યાપ્ત ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ મૂકી એનું પરિણમન શુદ્ધ ચૈતન્યમય થયું અને એનું એ પરિણમન મોક્ષનું કારણ છે.

દયા, દાન, વ્રતના પરિણામ પુદ્ગલસ્વભાવે હોવાથી તે નિષેધવામાં આવ્યા છે. એનાથી ભિન્ન એકદ્રવ્યસ્વભાવે-ચૈતન્યસ્વભાવે જે પરિણમન થાય તે મોક્ષનો હેતુ છે. ભગવાન આત્મા સ્વભાવથી દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ છે. તેનું સમ્યક્ દર્શન-જ્ઞાન-


PDF/HTML Page 1596 of 4199
single page version

ચારિત્રપણે જે આચરણ થાય, સ્વસ્વરૂપ આચરણ જે થાય તે મોક્ષનો હેતુ છે. તથા જેટલું પરસ્વરૂપ આચરણ છે તે બધું બંધનું કારણ છે. બહારમાં બબ્બે મહિનાના સંથારા કર્યા હોય એટલે જાણે કે સમાધિમરણ કર્યાં; પણ ભાઈ! ધૂળેય એમાં સમાધિમરણ નથી, સાંભળને. સમાધિમરણ કોને કહેવું બાપુ? જેને હજુ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા નથી અને વ્રતાદિના રાગની ક્રિયાને ધર્મ માને છે તેને સમાધિ-મરણ કેવું? (તેને સમાધિમરણ હોતું નથી). કદાચિત્ શુભભાવ હોય તો સ્વર્ગમાં જાય, પણ એથી શું? સ્વર્ગમાં તો અભવી પણ જાય છે.

અજ્ઞાનીને શુભભાવ મિથ્યાત્વસહિત હોય છે. મિથ્યાશ્રદ્ધા સહિત શુભભાવ વડે ભાઈ! તું નવમી ગ્રૈવેયક અનંતવાર ગયો, પણ ભવભ્રમણ ન મટયું. મિથ્યાત્વસહિત શુભભાવ વખતે ઘાતીનો તો બંધ થાય છે જ, સાથે અઘાતીનું પુણ્ય જે બંધાય છે તેના ફળમાં એકાદ ભવ સ્વર્ગ મળે કે મોટો રાજા વા શેઠીઓ થાય તોપણ શું? મિથ્યાત્વનું પરંપરા ફળ તો નિગોદ છે. સમજાણું કાંઈ...? આ મોટા કરોડપતિ-અજબપતિ શેઠીઆ દારૂ-માંસ ન ખાતા હોય એટલે નરકે તો ન જાય પણ સત્સમાગમ, સ્વાધ્યાય અને ચિંતન-મનનના અભાવે અશુભભાવના ફળમાં તિર્યંચમાં-ઢોરની ગતિમાં જ જાય. શું થાય? એવા ભાવનું ફળ એવું જ છે.

પાલેજ દુકાન ઉપર સ્થાનકવાસીનાં પુસ્તકો-આચારાંગ, સૂત્રકથાંગ, દશા વૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે બધાં વાંચ્યાં હતાં. પણ જ્યાં આ સમયસાર હાથમાં આવ્યું ને જોયું (અવગાહ્યું) તો કહ્યું કે મોક્ષનો માર્ગ તો આમાં (દર્શાવ્યો) છે. બીજે તો એકલી ક્રિયાકાંડની વાતો છે.

* ગાથા ૧પ૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ.’

જુઓ, આ ન્યાય આપ્યો-કે મોક્ષ એટલે સિદ્ધપદ આત્માને થાય છે માટે એનું કારણ પણ આત્મસ્વભાવમય જ હોવું જોઈએ. મતલબ કે જ્ઞાતા-દ્રષ્ટાના વીતરાગી નિરાકુળ આનંદમય જે પરિણામ જે જીવસ્વભાવમય છે તે જ મોક્ષનું કારણ હોઈ શકે, અને છે. હવે કહે છે-

‘જે અન્યદ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય?’

આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિનો ભાવ અન્યદ્રવ્યના સ્વભાવવાળો છે. રાગસ્વભાવી છે ને? રાગ કાંઈ જીવસ્વભાવ છે? જો હોય તો રાગ નીકળી કેમ જાય? જુઓ, આ જે વીતરાગ થયા તેમને રાગ નીકળી ગયો ને વીતરાગતા રહી ગઈ. તેથી રાગ અન્યદ્રવ્યના સ્વભાવવાળો છે અને તેથી રાગથી આત્માનો મોક્ષ થઈ શકે નહિ, અર્થાત્ રાગ મોક્ષનું કારણ છે નહિ.


PDF/HTML Page 1597 of 4199
single page version

હવે આવી વાત સાંભળવા ન મળે એને ધર્મ થાય કે દિ? એક તો બાયડી-છોકરાં સાચવવાં અને ધંધો-વેપાર કરવો ઇત્યાદિ સંસારનાં કામ આડે બિચારો નવરો ન થાય અને કદાચિત્ માંડ નવરાશ લઈ સાંભળવા જાય તો મળે ઊંધું કે-વ્રત કરો, તપસ્યા કરો, સાધુને વહોરાવો, દાનમાં પૈસા વાપરો એટલે તમને ધર્મ થઈ જશે. હવે આમ ને આમ જિંદગી ચાલી જાય અને ચાર ગતિની રખડપટ્ટી ઊભી રહે. ભાઈ! આ નવરાશ લઈને સમજવાનું છે હોં.

દુનિયામાં તો બે-પાંચ કરોડની સંપત્તિ હોય, ઘરે બે-ચાર દીકરા હોય અને બધાને રહેવાના આવાસ હોય એટલે લોકો તને ભાગ્યશાળી કહેશે પણ એ કાંઈ ભાગ્યશાળીનાં લક્ષણ નથી. એ તો ભોગશાળી એટલે ભાંગશાળી છે. જેમ ભાંગનું સેવન મનુષ્યને બેભાન-પાગલ બનાવે તેમ આ ભોગોનું સેવન તને પાગલ બનાવનારું છે. ભાગ્યશાળી તો એને કહીએ જેને આવી સત્ય વાત સાંભળવા અને સમજવા મળે. આ સમજ્યાં વિના તો જિંદગી હારી જવાની છે બાપુ!

શ્વેતાંબરમાં ૩૨ સૂત્રમાં એક વિપાકસૂત્ર છે. એમાં આવે છે કે દાન દેનારો મિથ્યાદ્રષ્ટિ હતો પણ સાધુ આવ્યા અને એણે એમને હરખથી ખૂબ આદર-સત્કાર કરીને આહાર વહોરાવ્યો અને સંસાર પરિત કર્યો. હવે આવી વાત તો તદ્ન ગપ-જૂઠી છે. મોટી ચર્ચા સંપ્રદાયમાં નીકળેલી ત્યારે કહ્યું હતું કે-પરદ્રવ્યના આશ્રયે સંસાર મટે એ વાત ત્રણકાળમાં સત્ય હોઈ શકે નહિ.

જેમ શ્વેતાંબરમાં શત્રુંજય-માહાત્મ્યનું પુસ્તક છે તેમ એક દિગંબર સાધુ પાસે સમ્મેદશિખરજીના માહાત્મ્યનું પુસ્તક હતું. તે કહેતા હતા કે એમાં એમ લખ્યું છે કે- સમ્મેદશિખરજીની જાત્રા કરે એને ૪૯ ભવે મોક્ષ થાય. તો કીધું કે આ વીતરાગની વાણી નહિ. પરદ્રવ્યના દર્શનથી સંસાર પરિત થાય એવી વાત ત્રણકાળમાં વીતરાગની વાણી ન હોય. અહીં તો એમ કહે છે કે-દયા, દાન, પૂજા, જાત્રા, આહાર-દાન ઇત્યાદિના ભાવ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્ગલસ્વભાવી) હોવાથી સંસારનું કારણ છે; તે આત્માના મોક્ષનું કારણ કેમ થાય? મોક્ષ તો આત્માનો થાય છે તેથી તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. રાગ વિભાવસ્વભાવ છે; એનાથી મોક્ષનો હેતુ થાય અને સંસાર ઘટે એ ત્રણકાળમાં બને નહિ.

શ્વેતાંબરમાં એક જ્ઞાનસૂત્રમાં મેઘકુમારનો અધિકાર આવે છે. એમાં મેઘકુમારના જીવે પૂર્વે હાથીના ભવમાં સસલાની દયા પાળી, એનાથી સંસાર પરિત કર્યો એમ આવે છે. મેઘકુમારનો જીવ પૂર્વ ભવમાં હાથી હતો. તેણે કોઈ વખત વનમાં દવ લાગે ત્યારે બચવા માટે એક જોજન વિસ્તારમાં સાફસૂફી કરીને મંડપ કરેલો. એમાં એક વખત જંગલમાં ચારેકોર અગ્નિ લાગી. એટલે બધાં પ્રાણીઓ બચવા માટે મંડપમાં


PDF/HTML Page 1598 of 4199
single page version

આવીને ઊભાં રહી ગયાં. મંડપ પ્રાણીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. જરાય જગ્યા ન હતી. એવામાં એક સસલું આવ્યું. એ જ વખતે હાથીને પગે ખંજવાળ આવી અને જેવો ખંજવાળવા પગ ઊંચો કર્યો કે એ જગામાં સસલું ગરી ગયું. પછી જ્યારે પગ નીચે મૂકવા જતો હતો ત્યાં તો સસલું જોયું; એટલે અઢી દિવસ સુધી (દાવાનળ શમી ગયો ત્યાં સુધી) પગ એમને એમ ઊંચો રાખ્યો. આમ સસલાની દયા પાળી એટલે સંસાર પરિત કર્યો એવો પાઠ છે. અહીં કહે છે-અન્ય દ્રવ્યના સ્વભાવ વડે ત્રણકાળમાં સંસાર ઘટે નહિ. દયા આદિના ભાવ તો અન્યદ્રવ્યના સ્વભાવમય છે. તે વડે સંસાર કેમ પરિત થાય? (ન થાય).

માર્ગ આવો છે ભાઈ! પણ બધો ફેરફાર થઈ ગયો, અને ભગવાનના નામે શાસ્ત્રો બનાવીને બિચારાઓને રઝળાવી માર્યા છે! અહીં તો એમ કહે છે કે-‘શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઈ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે.’

જ્ઞાતા-દ્રષ્ટાના ચૈતન્યમય પરિણમન વડે મોક્ષનો હેતુ થાય છે અને રાગના પરિણમન વડે મોક્ષનો હેતુ થતો નથી. આ વાત છે. આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. એની રુચિ કરી એમાં જ નિમગ્ન થઈને પરિણમવું તે આત્મસ્વભાવી પરિણમન છે અને એ નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પરિણમન જ મોક્ષનું કારણ થાય છે. વ્રતાદિના શુભકર્મરૂપ પરિણમન તો અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી તેના વડે આત્માનું પરિણમન થઈ શકતું નથી તેથી તે મોક્ષનું કારણ થઈ શકતું નથી.

સમુદ્રના તળિયે મોતી હોય છે. તેને લેવા લોકો સાધન સજ્જ થઈ તળિયે પહોંચે છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. તેની અંદર પૂરા તળમાં જ્ઞાન ને આનંદ અને શાંતિ વગેરે રત્નો પડયાં છે. અહીં કહે છે-ભગવાન! તું શુભાશુભને ભેદીને એના તળમાં જાને જ્યાં જ્ઞાન અને આનંદ ભર્યાં છે? અહાહા...!

‘સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય;
ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય.’

ભગવાન જ્ઞાનસમુદ્ર પોતાના તળમાં ગુણરત્નો લઈને ઉછળી રહ્યો છે. ત્યાં જે ભાગ્યવાન એટલે ધર્મી પુરુષાર્થી જીવ છે તે અંતરમાં તળમાં પહોંચીને આનંદ, શાંતિ અને જ્ઞાનનાં રત્નોને પ્રાપ્ત કરે છે. તેથી તેને મોક્ષમાર્ગ મળે છે.

વળી-‘સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય;

ભાગ્યહીન કર વાવરે, એની શંખલે મૂઠીઓ ભરાય.’

PDF/HTML Page 1599 of 4199
single page version

જેઓ ભાગ્યહીન એટલે પુરુષાર્થહીન છે, તળમાં જતા નથી તેઓને રાગ અને પુણ્યના શંખલા જ હાથ આવે છે. તેઓને સંસાર જ પ્રાપ્ત થાય છે. અહા! ધર્મીને જ્ઞાન અને આનંદ પાકે અને પુણ્યની રુચિવાળાને સંસાર જ પાકે છે. આવું છે, બાપુ! માર્ગ આવો છે ભાઈ!

ત્યારે કેટલાક કહે છે-આ સોનગઢનું એકાન્ત છે. વળી કેટલાક કહે છે કે કાનજીસ્વામી જાદૂગર છે; એમ કે લાકડીથી લોકોને વશ કરી નાખે છે. આમ ગમે તેમ લોકો ડીંગ હાંકે રાખે છે. ભાઈ! આ લાકડી તો હાથમાં પરસેવો થાય તે શાસ્ત્રને ન લાગે, અસાતના ન થાય એ માટે રાખી છે. એક સુખડની હતી એ તો ચોરાઈ ગઈ. પછી આ પ્લાસ્ટીકની લાવ્યા છે. આ લાકડીમાં શું છે? એ તો જડ માટી-પુદ્ગલ છે. ત્યારે કહે છે-આપે મંત્ર લગાડયો છે. મંત્ર-બંત્ર કાંઈ છે નહિ, ભાઈ! અહીં તો તું શુદ્ધ જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ આત્મા છો એવો મંત્ર છે. એની વાત સાંભળીને જિજ્ઞાસુઓ આકર્ષાય છે. બસ આ મંત્ર છે.

અહાહા...! સમજણનો પિંડ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છે. એના સ્વભાવે પરિણમવું એટલે એના તળમાં દ્રષ્ટિ ઠેરવીને વીતરાગી પરિણતિએ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ભાવે પરિણમવું એ એકદ્રવ્યસ્વભાવી હોવાથી મોક્ષનું કારણ છે. હવે આને એકાન્ત કહો તો એકાન્ત; એ સમ્યક્ એકાન્ત છે. સમજાણું કાંઈ...? આવું એને આકરું લાગે; અને આણે દયા પાળી ને આણે ઉપવાસ કર્યા ને આણે કરોડોનું દાન કર્યું ઇત્યાદિ બધું સારું લાગે, પણ પ્રભુ! એથી ધર્મ નહિ થાય. એમ ને એમ જિંદગી વહી જશે, બાપા! આવું મનુષ્યપણું મળ્‌યું એની એક ક્ષણ પણ મહામૂલ્યવાન છે; એની એક ક્ષણ સામે કરોડો રત્નોનો ઢગલો કરો તોપણ એની કિંમત ન થાય એવું આ મનુષ્યપણું મોંઘુ છે. ભાઈ! એને વિષય-કષાયમાં અને રાગના રાગમાં રગદોળી ન નખાય.

અહા! આ જુવાની ઝોલા ખાતી વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહેશે. પછી ખેદ કરવાથી શું? જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે નહિ, ઇન્દ્રિયો શિથિલ પડે નહિ, શરીરમાં રોગ વ્યાપે નહિ તે પહેલાં (તત્ત્વદ્રષ્ટિ) કરી લે બાપુ! પછી તારાથી કાંઈ નહિ થાય. પછી તો કેડ દુઃખશે, માથુ ચઢશે, ઉઠ-બેસ થઈ શકશે નહિ, દેખાશે નહિ, સંભળાશે નહિ. માટે હમણાં જ આત્મહિત કરી લે. આ સાડાત્રણ હાથના શરીરમાં એક એક તસુએ ૯૬ રોગ છે-એમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. તો આખા શરીરમાં કેટલા રોગ થયા? ભાઈ! તું ગણ તો ખરો. આમાં અમને મઝા છે અને અમે સુખી છીએ એવી ભ્રમણા છોડ, વિષય-કષાયની દ્રષ્ટિ છોડ, રાગની દ્રષ્ટિ છોડ. એ તો બધી આકુળતા છે, બાપુ! આ અહીં ભગવાન કહે છે તે સાંભળ!


PDF/HTML Page 1600 of 4199
single page version

કે-મોક્ષનો માર્ગ તો એકદ્રવ્યસ્વભાવી છે. પરમાર્થે પરદ્રવ્યથી આત્માનું ભવન ન થઈ શકે માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી હોવાથી તેના ભવનથી આત્માને મોક્ષનું કારણ થાય છે. ભવન એટલે થવું-પરિણમવું. અહાહા...! જ્ઞાનરૂપે-આનંદરૂપે વીતરાગભાવપણે આત્માનું થવું એ જ મોક્ષનું કારણ છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષનો હેતુ છે. જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મા જ મોક્ષનું કારણ છે; બીજું કાંઈ મોક્ષનું કારણ છે નહિ.

હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છેઃ-

* કળશ ૧૦૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एकद्रव्यस्वभावत्वात्’ જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી (-જીવસ્વભાવી) હોવાથી ‘ज्ञानस्वभावेन’ જ્ઞાનના સ્વભાવથી ‘सदा ज्ञानस्य भवनं वृत्तं’ હંમેશાં જ્ઞાનનું ભવન થાય છે.

શું કહ્યું? આ જાણવું, શ્રદ્ધવું અને ઠરવું-એ એક દ્રવ્યસ્વભાવી એટલે જીવસ્વભાવી માત્ર ચૈતન્યસ્વભાવી છે. અહાહા...! રાગની ક્રિયાથી ભિન્ન પડતાં જે અંતર-પરિણમન થયું તે ચૈતન્યસ્વભાવી હોવાથી તે જ્ઞાનનું કહેતાં આત્માનું પરિણમન છે. શુદ્ધ આત્મદ્રવ્યના સ્વભાવથી શુદ્ધ આત્મદ્રવ્યનું ભવન-પરિણમન થાય છે. એમાં કોઈ પરદ્રવ્યના કે રાગના આશ્રયની- અવલંબનની અપેક્ષા છે જ નહિ. શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં આવે છે કે-‘નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.’ મતલબ કે શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ શુદ્ધ ચૈતન્યના ભવનમાત્ર જ છે. હવે કહે છે-

‘तत्’ માટે ‘तत् एव मोक्षहेतुः’ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાન એટલે સ્વરૂપને જાણવા-શ્રદ્ધવાના પરિણામ અને સ્વરૂપમાં જ વિશ્રાંતપણે ઠરવાના વીતરાગ પરિણામને પ્રગટ કરવા એ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જુઓ, આ એક કળશમાં કેટલું ભર્યું છે! શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિરૂપ વીતરાગી પરિણતિ એ એકદ્રવ્યસ્વભાવી છે અને એ જ આત્માનું પરિણમન છે. તેથી મોક્ષનું કારણ છે. રાગની ક્રિયા અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી ત્રણકાળમાં ધર્મ થાય નહિ. લ્યો, આ ૧૦૬ થયો; હવે ૧૦૭; ટીકા છે ને! એના સારરૂપ કળશ કહે છે.

* કળશ ૧૦૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘द्रव्यान्तरस्वभावत्वात्’ કર્મ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્ગલસ્વભાવી) હોવાથી ‘कर्मस्वभावेन’ કર્મના સ્વભાવથી ‘ज्ञानस्य भवनं न हि वृत्तं’ જ્ઞાનનું ભવન થતું નથી.

જુઓ, કર્મ એટલે વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ એ બધો શુભભાવ અન્યદ્રવ્યસ્વભાવી-પુદ્ગલસ્વભાવી છે. હવે આ સાંભળીને લોકો રાડ નાખે છે પણ ભાઈ! રાગ આત્માનો સ્વભાવ છે જ નહિ. જો રાગ આત્માનો સ્વભાવ હોય તો તે નીકળી