Pravachan Ratnakar (Gujarati). Gatha: 157-160.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 81 of 210

 

PDF/HTML Page 1601 of 4199
single page version

કેમ જાય? પોતાના પરમાત્મસ્વરૂપમાં-ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થાય એટલે રાગ નીકળી જાય છે અને એકલી વસ્તુ રહી જાય છે. એ કહ્યું હતું પહેલાં-આત્માવલોકનમાં આવે છે કે ભગવાનની મૂર્તિ કે સાક્ષાત્ ભગવાનને દેખીને ધર્મીને એવો વિચાર આવે છે કે જેના હોઠ હલતા નથી, પગ ચાલતા નથી, શરીર સ્થિર છે, આંખની પાંપણ પણ હાલતી નથી એવા ભગવાન સ્થિરબિંબ છે. અને એવો જ અચળ અંદર આત્મસ્વભાવ છે. જેમ પરમાત્માને રાગ હતો તે ટળી ગયો અને વીતરાગતાનો જે સ્વભાવ હતો તે રહી ગયો તેમ આત્માનો અંદર વીતરાગસ્વભાવ જ છે; રાગ આત્માનો સ્વભાવ છે જ નહિ.

અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવનો મહાસાગર છે; અને રાગ તો જડ સ્વભાવ છે. રાગને કયાં ખબર છે કે હું રાગ છું? આ શરીર અને રાગ ઇત્યાદિને જાણનાર તો જીવ પોતે જે સદાય જ્ઞાનસ્વરૂપ છે તે છે. અહાહા...! આવો જાણનાર-જાણનાર-જાણનાર જે જ્ઞાયકભાવપણે છે તે પોતે જીવ છે. એમાં રાગ કયાં છે? પોતાને અને પરને જાણે નહિ એવો રાગ તો અન્યદ્રવ્યસ્વભાવી છે. તેથી રાગના સ્વભાવથી જ્ઞાનનું-આત્માનું ભવન થતું નથી. હવે આવી વાત સાંભળવાની બિચારાને માંડમાંડ કોઈક દિ નવરાશ મળતી હોય તે સમજે કે દિ અને પડકે કે દિ? આ ચોવિહાર કરો, ઉપવાસ કરો, અઠ્ઠમ કરો, તપ કરો, દયા પાળો, એથી નિર્જરા થશે-ઇત્યાદિ વાત તો સહેલી સટ પડી જાય છે. પણ ભાઈ! એમાં કયાં ધર્મ ને નિર્જરા છે? એ તો બધો રાગ છે.

હા, પણ એ બધું કરશે તો પામશે ને?

પામશે? શું પામશે? જે શુભરાગને કર્તાપણાના ભાવે કરે છે તે મિથ્યાત્વ પામે છે. ભાઈ! આ રાગ હું કરું અને એ મારું કર્તવ્ય છે એવી માન્યતા મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે તે અનંત સંસારની જડ છે; પરંપરાએ નરક અને નિગોદને આપનારું છે. મિથ્યાત્વ જેવું જગતમાં કોઈ બીજું પાપ નથી.

ભરત ચક્રવર્તી સમકિતી હતા. ૯૬ હજાર સ્ત્રી, ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ, ઇત્યાદિ અપાર વૈભવ વચ્ચે પણ તેઓ આત્મજ્ઞાની હતા. જે રાગ થાય છે તે ચીજ પોતાની (આત્માની) નહિ એવું અંતરમાં ભાન હતું. અલબત ચારિત્ર ન હતું. છ લાખ પૂર્વ સુધી ચક્રવર્તી પદમાં રહ્યા. (એક પૂર્વમાં ૭૦ લાખ છપ્પન હજાર કરોડ વર્ષ થાય). ચારિત્રના અભાવમાં કેટલું કર્મ બંધાણું? તો કહે છે કે દીક્ષા લઈ આત્માની અંદર ધ્યાનમગ્ન થયા તો અંતર્મુહૂર્તમાં સર્વ કર્મ નાશ કરી નાખ્યું, અને કેવળજ્ઞાન ઉપજાવ્યું. ચારિત્ર-દોષ હતો, પણ સમકિત હતું, મિથ્યાત્વ ન હતું તેથી જે બંધ થતો હતો તે અત્યંત અલ્પ હતો.


PDF/HTML Page 1602 of 4199
single page version

જુઓ! એક બાજુ મિથ્યાત્વનું પાપ એવું હોય છે કે તે અનંતા નરક-નિગોદના ભવ કરાવે અને બીજી બાજુ સમકિત સહિત હોવાથી ભરતને ૯૬ હજાર રાણીઓના સંગમાં વિષય સંબંધી રાગ હતો પણ એ રાગનું પાપ અલ્પ હતું, અલ્પસ્થિતિ અને અલ્પરસવાળું હતું. જ્યાં અંદર ધ્યાનમાં આવ્યા તો લીલામાત્રમાં ઉડાવી દીધું અને ક્ષણમાં જ ઝળહળ જ્યોતિમય કેવળજ્ઞાન ઉપજાવી દીધું.

અહાહા...! એકાવતારી ઇન્દ્ર જેની પાસે મિત્રપણે બેસે અને જે હીરાજડિત સિંહાસન પર આરૂઢ થાય એવા ભરત ચક્રવર્તી આત્મજ્ઞાની હતા. રાગથી અને (બાહ્ય) વૈભવથી ભિન્ન પોતાની ચીજ જે પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા તેનું અંતરમાં ભાન હતું. ભગવાન ઋષભદેવ જ્યારે અષ્ટાપદ (કૈલાસ) પર્વત ઉપર મોક્ષ પધાર્યા ત્યારે ત્યાં ભરતની હાજરી હતી. તે વખતે ૩૨ લાખ વિમાનના સ્વામી એકાવતારી ઇન્દ્ર પણ ત્યાં આવ્યા. ત્યાં જોયું તો ભરતની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. ભરત વિલાપ કરતા હતા કે-અરે! ભરતક્ષેત્રમાં આજે સૂર્ય અસ્ત થયો! આ સૂર્ય તો સવારે રોજ ઉગે જે સાંજે આથમે; પણ ભગવાન કેવળજ્ઞાન-સૂર્યનો અસ્ત થયો અને હા! સર્વત્ર અંધકાર થઈ ગયો! આમ ભરતજીને વિલાપનાં આંસુ વહી રહ્યાં હતાં. ત્યારે ઇન્દ્રે કહ્યું-અરે! ભરતજી, આ શું? તારે તો આ છેલ્લો દેહ છે, અમારે તો હજુ એક દેહ મનુષ્યનો થશે ત્યારે મોક્ષ થશે. ભરતે કહ્યું-ઇન્દ્ર! બધી ખબર છે. આ તો એવો રાગ આવી ગયો છે; એ ચારિત્ર-દોષ છે, દર્શન-દોષ નહિ. આમ ભરતજીને સ્વરૂપનું શ્રદ્ધાન તો અકબંધ છે.

અહાહા...સમ્યગ્દર્શન કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે! સમ્યગ્દર્શન શું અને એનો વિષય શું-એના મહિમાની લોકોને ખબર નથી. તેથી એકલા ક્રિયાકાંડનો મહિમા તેમને ભાસે છે. જાહેરખબરો પણ ક્રિયાકાંડની કરે છે કે-આણે ઉપવાસ કર્યા, આણે આટલો ત્યાગ કર્યો, આણે પાંચ લાખનું દાન કર્યું, આણે સંઘ જમાડયો ને આણે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું, ઇત્યાદિ. પણ ભાઈ! એમાં શું છે બાપુ! અહીં કહે છે-કર્મ છે, જે પુણ્ય-પાપના ભાવ છે, (અહીં ખરેખર તો પુણ્યભાવને કર્મ લેવું છે) તે અન્યદ્રવ્યસ્વભાવી છે. આ વ્રત, તપ, દાન, શીલ, બ્રહ્મચર્યના ભાવ છે તે અન્યદ્રવ્યસ્વભાવી છે; એનાથી આત્માનું ભવન થઈ શકતું નથી. નિશ્ચયથી તો બ્રહ્મસ્વરૂપ જે શુદ્ધ આત્મા તેમાં ચરવું તે બ્રહ્મચર્ય છે અને તે ધર્મ છે.

કર્મ એટલે પુણ્યના પરિણામ અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી જ્ઞાનનું-આત્માનું પવિત્ર મોક્ષમાર્ગરૂપ પરિણમન થતું નથી. તેથી કહે છે-‘तत्’ માટે ‘कर्म मोक्षहेतुः न’ કર્મ મોક્ષનું કારણ નથી.

જુઓ, આ દાંડી પીટીને કાંઈ પણ ગુપ્ત રાખ્યા વિના જાહેર કર્યું કે વ્રત-તપ આદિ ક્રિયા મોક્ષનું કારણ નથી. અહા! લોકોને આવું સાંભળવું મુશ્કેલ અને સમજવુંય


PDF/HTML Page 1603 of 4199
single page version

મુશ્કેલ! જેનાં મહાભાગ્ય હોય તેના કાને પડે. અને કાને પડે તોય શું? પુરુષાર્થ કરીને જ્યારે અંતર-નિમગ્ન થાય ત્યારે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન થાય; સાંભળવામાત્રથી ન થાય. દિવ્યધ્વનિ સાંભળે એટલા માત્રથી આત્માનું જ્ઞાન ન થાય. ભગવાન આત્માના-સ્વદ્રવ્યના આશ્રયથી સમ્યગ્જ્ઞાન થાય. શ્લોક ૧૦૬ માં પહેલી લીટીમાં કહ્યું કે-જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી મોક્ષનું કારણ થાય. અહીં કહ્યું કે-કર્મ અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી મોક્ષનું કારણ ન થાય. ‘कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि’-કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી માટે કર્મ મોક્ષનું કારણ નથી. આ સઘળો ક્રિયાકાંડ મોક્ષનું કારણ નથી; સમજાણું કાંઈ...?

હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ-

* કળશ ૧૦૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘मोक्षहेतुतिरोधानात्’ કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી...

જુઓ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે. શું કહ્યું આ? કર્મ એટલે પુણ્ય- પાપના ભાવ, ખરેખર તો અહીં કર્મ એટલે પુણ્યના ભાવ એમ લેવું છે, મોક્ષના કારણના ઘાતક છે. વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ મોક્ષના કારણને ઢાંકનારા એટલે ઘાતનશીલ છે. હવે જે ઘાતનશીલ છે એ મોક્ષના કારણને મદદ કરે એ કેમ બની શકે? (ન જ બની શકે). હવે આ મોટો વાંધો છે અત્યારે લોકોને; એમ કે વ્યવહારથી નિશ્ચય થાય. પહેલાં કાયાથી ત્યાગની શરુઆત થાય, પછી મનથી થાય-એમ બાહ્યથી લેવું છે. પણ ભાઈ! એમ સમ્યગ્દર્શન કેમ થાય? બાહ્ય કર્મ છે એ તો મોક્ષના કારણનું ઘાતનશીલ છે.

ભગવાન આત્માને મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પૂર્ણ સ્વભાવની પ્રતીતિ, પૂર્ણ સ્વભાવનું જ્ઞાન અને પૂર્ણ સ્વભાવમાં રમણતા-લીનતારૂપે આત્માનું થવું તે મોક્ષનું કારણ છે. અહીં કહે છે-વ્રત, તપ, શીલ, ભક્તિ, પૂજા, દાન ઇત્યાદિ સમસ્ત શુભકર્મ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેનું ઘાતનશીલ છે. હવે આવી વાત દુનિયાને બેસે ન બેસે એ દુનિયા જાણે; દુનિયા તો અનાદિથી અજ્ઞાનના પંથે છે. કહ્યું છે ને કે-

‘‘દ્રવ્યક્રિયારુચિ જીવડાજી, ભાવ ધરમ રુચિહીન;
ઉપદેશક પણ એહવાજી, શું કરે જીવ નવીન?’

દ્રવ્યક્રિયા એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિની રુચિ તો અનાદિથી અજ્ઞાની જીવને છે. વળી તેને ઉપદેશ દેનારા ઉપદેશક પણ એવા મળ્‌યા જે ઉપદેશે કે-વ્રતાદિ પાળવાં એ ધર્મ છે અને તે કરતાં કરતાં મોક્ષ પમાય. તેથી એ વાત એને પાકી દ્રઢ થઈ ગઈ. વારંવાર સાંભળી ને! એટલે પાકી થઈ ગઈ. હવે એ નવું શું કરે? એને


PDF/HTML Page 1604 of 4199
single page version

સમકિત કેમ થાય? ન થાય. કેમકે એ પુણ્યના પરિણામ, મોક્ષનું કારણ જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એનાં ઘાતનશીલ છે, ઘાત કરનારા છે. આ એક વાત.

હવે કહે છે-‘स्वयमेव बन्धत्वात्’ તે (-કર્મ) પોતે જ બંધસ્વરૂપ હોવાથી...

કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. હવે જે બંધસ્વરૂપ છે તે અબંધનું-મોક્ષનું કારણ કેમ થાય? (ન થાય). કોઈને આકરું લાગે પણ જ્યાં વસ્તુસ્થિતિ આવી છે ત્યાં શું થાય?

અહાહા...! પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ ભગવાન શુદ્ધ આત્મદ્રવ્ય જે અનંતજ્ઞાન અને આનંદનું દળ છે તેનો આશ્રય લીધા વિના મોક્ષનો માર્ગ ત્રણકાળમાં બીજે કયાંયથી પ્રગટે એમ નથી. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપમાત્ર વસ્તુનો આશ્રય-અવલંબન કરવાથી જ મોક્ષનો માર્ગ પ્રગટે છે. આ એક જ રીત છે. આ સિવાય જે વ્રત, તપ, શીલ, દાન, ભક્તિ ઇત્યાદિ શુભભાવ છે તે પોતે જ બંધસ્વરૂપ છે તેથી બંધનું કારણ છે અને મોક્ષના કારણનો ઘાત કરનારા છે.

સમયસાર કળશટીકામાં આ શ્લોકની ટીકા કરતાં શ્રી રાજમલજીએ એમ કહ્યું છે કે- ‘‘અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દ્રુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષયકષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે’’ બહુ આકરી વાત ભાઈ! સમ્યગ્દર્શન વિના બધું થોથેથોથાં જ છે, ચારિત્ર છે જ નહિ. (વ્યવહારેય નહિ ને). ભગવાન કુંદકુંદાચાર્યે દર્શન પ્રાભૃત, ગાથા ૩ માં કહ્યું છે કે-

‘‘दंसणभट्टा भट्टा दंसणभट्टस्य णत्थि णिव्वाणं।
सिज्झंति चरियभट्टा दंसणभट्टा ण सिज्झंति।।’’

જે દર્શન-શ્રદ્ધાનથી ભ્રષ્ટ છે તે સર્વ રીતે ભ્રષ્ટ છે; તે કોઈ દિ મુક્તિ પામશે નહિ. તથા જે ચારિત્રથી ભ્રષ્ટ હોવા છતાં સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી યુક્ત છે તો તે સિદ્ધિ પામશે. એને સ્વરૂપની દ્રષ્ટિ હોવાથી ચારિત્ર આવવાનું, આવવાનું ને આવવાનું અને એની મુક્તિ થશે જ.

ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ પ્રભુ ચેતનાસ્વરૂપ ત્રિકાળ છે. એની સન્મુખની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એમાં જ રમણતારૂપ જે પરિણમન છે તે મોક્ષનું કારણ છે. ભાઈ! વીતરાગ માર્ગ વીતરાગભાવથી શરૂ થાય છે, સમ્યગ્દર્શનથી શરૂ થાય છે. જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં જ્ઞાન પણ સાચું નથી અને ચારિત્ર પણ સાચું નથી. વિના સમ્યગ્દર્શન જે કાંઈ છે તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. આ બે બોલ થયા. હવે ત્રીજો બોલ કહે છે-


PDF/HTML Page 1605 of 4199
single page version

‘च’ અને ‘मोक्षहेतुतिरोधायित्वात्’ તે (-કર્મ) મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી...

શું કહે છે? આ વ્રતાદિરૂપ જેટલું છે શુભકર્મ તે મોક્ષના કારણના વિરુદ્ધ સ્વભાવવાળું છે. સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતારૂપ જે મોક્ષમાર્ગ છે તેનાથી કર્મ એટલે પુણ્ય-પાપરૂપ પરિણામ વિપરીત સ્વભાવવાળા છે. હવે કહે છે-

તેથી ‘तत् निषिध्यते’ તેને (-કર્મ) નિષેધવામાં આવે છે. જુઓ, વ્રતાદિ સમસ્ત શુભભાવરૂપ કર્મને નિષેધવામાં આવે છે એમ ત્રણ બોલથી કહ્યું-

૧. કર્મ મોક્ષના કારણનું ઢાંકનારું વા ઘાતનશીલ છે, ૨. કર્મ સ્વયં બંધસ્વરૂપ છે અને ૩. કર્મ મોક્ષના કારણના વિરોધી સ્વભાવવાળું છે.

અહાહા...! ભગવાન આત્મા તો ચૈતન્યસ્વભાવી સદા મુક્તરૂપ જ છે અને એના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામ થાય એ પણ અબંધસ્વરૂપ છે. અને તેથી મોક્ષનું કારણ છે. પરંતુ શુભાશુભ કર્મ જે છે તે મોક્ષના કારણના ઘાતનશીલ હોવાથી, સ્વયં બંધસ્વરૂપ હોવાથી અને મોક્ષના કારણના વિરુદ્ધ સ્વભાવવાળું હોવાથી નિષિદ્ધ છે. અહાહા...! વ્રત, તપ આદિના શુભભાવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્મળ પરિણામના ઘાતક અને વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી નિષિદ્ધ છે. શુભભાવથી મને કલ્યાણ થશે એ માન્યતા મિથ્યાદર્શન, એવું જ એકલા શુભભાવનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન અને શુભભાવમાં જ રમણતા તે મિથ્યાચારિત્ર છે.

અહીં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ વિપરીતસ્વભાવવાળા કહીને જડ અચેતન કહ્યા. મતલબ કે જ્યાં ચૈતન્યના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ હોય ત્યાં મિથ્યા-દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામ ન હોય. બન્ને જાતના પરિણામ એકી સાથે ન હોય. સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામ જેને છે તેને મિથ્યાત્વસહિત રાગના પરિણામ નથી. અહીં ત્રણે વાત સાથે લેવી છે ને? જેને આત્માનાં નિર્વિકલ્પ શ્રદ્ધાન-જ્ઞાન અને શાંતિનું વેદન થાય તેને કદાચિત્ રાગ હોય પણ તે મિથ્યાત્વ સહિત નથી અને તેને રાગનું સ્વામિત્વ અને એમાં ઇષ્ટપણાનો ભાવ પણ નથી. તેથી તેને પૂર્ણ વીતરાગતા ન હોવા છતાં મિથ્યાચારિત્ર નથી, સમ્યક્ચારિત્ર જ છે.

અહાહા...! સ્વભાવથી જ આત્મદ્રવ્ય ભગવાનસ્વરૂપ વીતરાગસ્વરૂપ છે. તેનાં શ્રદ્ધાન- જ્ઞાન અને રમણતારૂપ પરિણામ મોક્ષમાર્ગ છે. અને શુભાશુભ કર્મ તેનાં ઘાતક છે, સ્વયં બંધસ્વરૂપ છે અને શુદ્ધ પરિણામથી વિપરીત સ્વભાવવાળાં છે માટે નિષેધ્યાં છે. લ્યો, આ ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવે પીરસેલું પરમામૃત છે. શ્રીમદે કહ્યું છે ને કે-


PDF/HTML Page 1606 of 4199
single page version

‘‘વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.’’

ભાઈ! આ ભગવાનની વાણી તો ભવરોગને મટાડનારું પરમામૃત છે. પણ શુભભાવની જેમને રુચિ છે એ કાયરોને તે સુહાતી નથી. શુભરાગની રુચિવાળાને શાસ્ત્રમાં કાયર-નપુંસક કહ્યા છે. ભલે એ મોટો અબજોપતિ શેઠ હોય, કે મોટો રાજા હોય કે નવમી ગ્રૈવેયકનો દેવ હોય, જો તેને પુણ્યભાવની રુચિ-પ્રેમ છે તો તે કાયર-નપુંસક છે કેમકે એને ધર્મની પ્રજા નથી. જેમ પાવૈયાને પ્રજા ન હોય તેમ આને ધર્મની પ્રજા નથી તેથી તે નપુંસક છે. આવી વાત છે ભાઈ!

જે દર્શન-ભ્રષ્ટ છે તે બધાયથી ભ્રષ્ટ છે. શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થશે એવી જેને માન્યતા છે તે દર્શનથી-શ્રદ્ધાથી ભ્રષ્ટ છે; માટે તે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ ત્રણેયથી ભ્રષ્ટ છે. તેથી તો કહ્યું કે-પંચમહાવ્રત, ગુપ્તિ, સમિતિ, ૨૮ મૂલગુણ ઇત્યાદિ જે વ્યવહારચારિત્રના પરિણામ છે તે શુભભાવરૂપ કર્મકાંડ છે; એ આત્માના નિર્મળભાવરૂપ જ્ઞાનકાંડ નથી. બહુ આકરી વાત બાપુ! આવા બધા પુણ્યના ભાવ તો તેં અનંતવાર કર્યા; પણ તેથી શું વળ્‌યું? છહઢાળામાં કહ્યું છે ને કે-

‘‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.’’

અહા! આત્મજ્ઞાન વિના-સમ્યગ્દર્શન વિના અનંતવાર મુનિવ્રત ધારણ કર્યાં. પાંચ મહાવ્રત, સમિતિ અને ગુપ્તિ અનંતવાર પાળ્‌યાં. અનંતવાર બાળ બ્રહ્મચારી રહ્યો. પણ એથી શું? આત્મજ્ઞાન વિના લેશ પણ સુખ ન થયું, અર્થાત્ દુઃખ જ થયું. મતલબ કે એ વ્રત અને તપના પરિણામ એને લેશ પણ સુખ ન આપી શકયા. નવમી ગ્રૈવેયક ગયો પણ આત્મદર્શન વિના એને જરાય આનંદ ન મળ્‌યો, સુખની પ્રાપ્તિ ન થઇ. પરિભ્રમણ ઊભું રહ્યું, કેમકે આત્માનુભવ વિના બધું જ દુઃખરૂપ છે, ફોગટ સંસાર ખાતે જ છે. આવી વાત છે. બાપુ! સમજાય એટલું સમજો. માર્ગ આ છે; અહીં વીતરાગ માર્ગમાં કોઈની સિફારસ લાગતી નથી.

સત્યને માનનારા થોડા છે અને અસત્યને માનનારા ઝાઝા છે. પણ એ રીતે સંખ્યા વડે સત્ય-અસત્યનું માપ નથી. સત્યનું માપ તો સ્વયં સત્યથી છે. તેને માનનારા ભલે એકાદ બે હોય વા ન હોય, તેથી સત્ય કાંઈ બીજું થઈ જતું નથી.

[પ્રવચન નં. ૨૧૯ શેષ, ૨૨૦, ૨૨૧ * દિનાંક ૨-૧૧-૭૬ થી ૪-૧૧-૭૬]

PDF/HTML Page 1607 of 4199
single page version

अथ कर्मणो मोक्षहेतुतिरोधानकरणं साधयति–

वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो।
मिच्छत्तमलोच्छण्णं तह सम्मत्तं खु णादव्वं।। १५७ ।।
वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो।
अण्णाणमलोच्छण्णं तह णाणं होदि णादव्वं।। १५८ ।।
वत्थस्स सेदभावो जह णासेदि मलमेलणासत्तो।
कसायमलोच्छण्णं तह चारित्तं पि णादव्वं।। १५९ ।।
वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः।
मिथ्यात्वमलावच्छन्नं तथा सम्यक्त्वं खलु ज्ञानव्यम्।। १५७ ।।

वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः।
अज्ञानमलावच्छन्नं तथा ज्ञानं भवति ज्ञातव्यम्।। १५८ ।।

वस्त्रस्य श्वेतभावो यथा नश्यति मलमेलनासक्तः।
कषायमलावच्छन्नं तथा चारित्रमपि ज्ञातव्यम्।। १५९ ।।

હવે પ્રથમ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છેઃ-
મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
મિથ્યાત્વમળના લેપથી સમ્યક્ત્વ એ રીત જાણવું. ૧પ૭.
મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
અજ્ઞાનમળના લેપથી વળી જ્ઞાન એ રીત જાણવું. ૧પ૮.
મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧પ૯.

ગાથાર્થઃ– [यथा] જેમ [वस्त्रस्य] વસ્ત્રનો [श्वेतभावः] શ્વેતભાવ [मलमेलनासक्तः] મેલના મળવાથી ખરડાયો થકો [नश्यति] નાશ પામે છે-તિરોભૂત થાય


PDF/HTML Page 1608 of 4199
single page version

છે, [तथा] તેવી રીતે [मिथ्यात्वमलावच्छन्नं] મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું [सम्यफ्‍त्वं खलु] સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે [ज्ञातव्यम्] એમ જાણવું. [यथा] જેમ [वस्त्रस्य] વસ્ત્રનો [श्वेतभावः] શ્વેતભાવ [मलमेलनासक्तः] મેલના મળવાથી ખરડાયો થકો [नश्यति] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [तथा] તેવી રીતે [अज्ञानमलावच्छन्नं] અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું [ज्ञानं भवति] જ્ઞાન તિરોભૂત થાય છે [ज्ञातव्यम्] એમ જાણવું. [यथा] જેમ [वस्त्रस्य] વસ્ત્રનો [श्वेतभावः] શ્વેતભાવ [मलमेलनासक्तः] મેલના મળવાથી ખરડાયો થકો [निश्यति] નાશ પામે છે-તિરોભૂત થાય છે, [तथा] તેવી રીતે [कषायमलावच्छन्नं] કષાયરૂપી મેલથી ખરડાયું-વ્યાપ્ત થયું-થકું [चारित्रम् अपि] ચારિત્ર પણ તિરોભૂત થાય છે [ज्ञातव्यम्] એમ જાણવું.

ટીકાઃ– જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ. માટે મોક્ષના કારણનું (-સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું-) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.

ભાવાર્થઃ– સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે; જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે; અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.

* * *

સમયસાર ગાથા ૧પ૭–૧પ૮–૧પ૯ઃ મથાળું

હવે પ્રથમ કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે એમ સિદ્ધ કરે છે.

* ગાથા ૧પ૭–૧પ૮–૧પ૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘‘જ્ઞાનનું સમ્યક્ત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી, તિરોભૂત થાય છે-જેમ


PDF/HTML Page 1609 of 4199
single page version

પરભાવસ્વરૂપ મેળથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.’

જુઓ, મિથ્યાત્વ નામનો કર્મરૂપી મેલ એટલે ભાવ મિથ્યાત્વ અર્થાત્ શુભભાવ ધર્મ છે એવી વિપરીત માન્યતારૂપ મિથ્યાત્વની વાત છે. એ મિથ્યાત્વ નામનો જે ભાવકર્મરૂપી મેલ તેના વડે વ્યાપ્ત થવાથી જ્ઞાન નામ ચૈતન્યસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્માનું સમ્યક્ત્વ તિરોભૂત થાય છે અર્થાત્ સમકિતનો નાશ-ઘાત થાય છે.

જુઓ! આ વીતરાગની વાણી દિગંબર સંતો જાહેર કરે છે. સમાજ સમતુલ રહેશે કે નહિ, માનશે કે નહિ, વિપરીત થઈ જશે કે નહિ એની સંતોને શું પડી છે? નાગા બાદશાહથી આઘા; એ તો સત્ય જેમ છે તેમ જાહેર કરે છે. લોકો માને વા ન માને તેથી કાંઈ સત્ય બદલાઈ જતું નથી.

જ્ઞાનનું સમકિત-આત્માનું સમકિત એટલે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની અનુભવસહિત પ્રતીતિ જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેનો પરભાવસ્વરૂપ જે મિથ્યાત્વભાવ છે તે ઘાત કરે છે. અર્થાત્ મિથ્યાત્વભાવ છે તે સમકિત થવા દેતું નથી. આ વ્રતાદિના શુભભાવ એ ધર્મ છે એવી વિપરીત શ્રદ્ધારૂપ જે મિથ્યાત્વભાવ છે તે સમકિત થવા દેતું નથી. આવો વીતરાગનો માર્ગ દિગંબર જૈનદર્શન સિવાય બીજે કયાંય છે નહિ; વેદાંતમાંય નહિ અને વૈશેષિકમાંય નહિ; સાંખ્યમાંય નહિ અને બૌદ્ધમાંય નહિ. અરે! શ્વેતાંબરમાંય આ વાત નથી; બધું વિપરીત છે. કોઈ વાત કયાંક ઠીક હોય પણ તેથી શું? મૂળ તત્ત્વમાં જ આખો ફેર છે. કેવળીને આહાર ઠરાવે, વસ્ત્રસહિતને મુનિ ઠરાવે, સ્ત્રીને તીર્થંકર ઠરાવે ઇત્યાદિ બધું જ વિપરીત છે. આ કોઈ વ્યક્તિના વિરોધની વાત નથી. ભાઈ! વ્યક્તિ તો આત્મા સ્વભાવથી ભગવાનસ્વરૂપ છે. આ તો દ્રષ્ટિમાં જે વિપરીતતા છે તેને યથાર્થ જાણવી જોઈએ એમ વાત છે.

પરભાવરૂપ જે મિથ્યાત્વ છે તે કર્મરૂપી મેલ છે. આ કર્મ એટલે જડકર્મ નહિ, પણ વિપરીતશ્રદ્ધાનરૂપ ભાવમિથ્યાત્વની વાત છે. શુભભાવનું જ્ઞાન કરવાથી જાણે જ્ઞાન થયું, અને શુભમાં રમણતા થઈ એ જાણે ચારિત્ર થયું-એમ શુભભાવમાં ધર્મ માનવો તે મિથ્યાત્વરૂપ મેલ છે અને તે આત્માના સમકિતનો ઘાત કરે છે અર્થાત્ સમકિત પ્રગટ થવા દેતું નથી. જેમ શ્વેત વસ્ત્રને તેના શ્વેતસ્વભાવથી અન્યભૂત મેલ લાગવાથી તેનો શ્વેતસ્વભાવ ઢંકાઈ જાય છે તેમ ભગવાન આત્માને તેના વિપરીત શ્રદ્ધાનરૂપ મેલ લાગવાથી તેનો સમકિતનો ભાવ ઢંકાઈ જાય છે, પ્રગટ થતો નથી. આ એક વાત થઈ.

હવે કહે છે-‘જ્ઞાનનું જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ અજ્ઞાન નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.’


PDF/HTML Page 1610 of 4199
single page version

શું કહ્યું આ? ભગવાન ચૈતન્યદેવ જ્ઞાનાનંદસ્વરૂપી ચૈતન્યસૂર્ય-ચૈતન્યના નૂરનું-તેજનું પુર એવો મહાપ્રભુ છે. અહાહા...! જેમ પાણીનું પૂર હોય તેમ ભગવાન આત્મા એકલા ચૈતન્યના નૂરના-તેજના પુરથી પરિપૂર્ણ ભરેલો છે. અરે! એની ખબરેય ન મળે! કોઈ દિ એની કોર જોયું હોય તો ને! અનાદિથી પર્યાયમાં ને રાગમાં અનંતકાળનું જીવતર કાઢયું છે. પણ ભાઈ! એ એક સમયની પર્યાય પાછળ આખો ભગવાન ચૈતન્યમહાપ્રભુ વિરાજી રહ્યો છે. એનું જે જ્ઞાન છે તે જ્ઞાનનું જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન છે. અહીં જ્ઞાન શબ્દથી આખો આત્મા કહેવો છે. જ્ઞાનનું જ્ઞાન એટલે અખંડ એકરૂપ ત્રિકાળી વસ્તુ જે આત્મા છે તેનું જ્ઞાન. અહીં કહે છે-એ ચૈતન્યમય આત્માનું જ્ઞાન મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આ શાસ્ત્ર આદિ જે પરનું જ્ઞાન છે એની વાત નથી. અહાહા...! આ તો જેમાં સંવર, નિર્જરા અને મોક્ષની પર્યાય પણ નથી એવું જે શુદ્ધ ચૈતન્યમય નિત્યાનંદસ્વરૂપ અનંત ગુણનું એકરૂપ દળ-એવા આત્માનું જ્ઞાન તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે.

આવું જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે જ્ઞાનનું જ્ઞાન કહે છે, પરભાવસ્વરૂપ જે અજ્ઞાનરૂપી કર્મમળ તેના વડે વ્યાપ્ત થવાથી ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થતું નથી. આ શુભભાવ છે તે ધર્મ છે એવું જે જ્ઞાન છે તે અજ્ઞાન છે અને તે અજ્ઞાન છે તે મેલ છે. આવા અજ્ઞાનરૂપી મેલથી વ્યાપ્ત હોવાથી આત્માનું જ્ઞાન તિરોભૂત થાય છે અર્થાત્ સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થતું નથી. જેમ બાહ્ય મેલથી શ્વેત વસ્ત્રની સફેદાઈ ઢંકાઈ જાય છે તેમ મિથ્યાજ્ઞાનરૂપી કર્મમળથી જ્ઞાનનું (-આત્માનું) જ્ઞાન ઢંકાઈ જાય છે, અર્થાત્ સમ્યગ્જ્ઞાન થતું નથી.

લ્યો, આ વીતરાગ માર્ગની આવી બધી વાતો છે. પણ આખો દિવસ સંસારના કામમાં રચ્યો-પચ્યો રહે-રાત્રે છ-સાત કલાક ઊંઘમાં જાય અને જાગે ત્યારે આ બધી દુનિયાદારીની- બાયડીની, છોકરાંની, પૈસાની હોળી સળગતી જ હોય. ત્યાં માંડ કલાક સાંભળવાનું મળે એમાંય શું ભલીવાર આવે? (બિચારો કષાય-અગ્નિમાં બળી રહ્યો હોય એના સાંભળવામાં શું ઠેકાણું હોય?) હવે એ આવા (વીતરાગી) તત્ત્વનો નિર્ણય કયારે કરે? ભાઈ! આ તો ખાસ ફુરસદ લઈને સમજવા જેવું છે હોં. પ્રભુ! આ તારો માર્ગ તદ્ન જુદી જાતનો છે. (વિષય-કષાયની પ્રવૃત્તિ સાથે એનો મેળ આવે એમ નથી).

ભગવાન જૈન પરમેશ્વર એમ કહે છે કે-જ્ઞાનનું જ્ઞાન એટલે જે આત્માનું જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાન છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! આ શાસ્ત્રનું જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાન છે એમ નહિ. ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તે સમ્યગ્જ્ઞાન છે એમ નહિ. બહિર્લક્ષી-પરલક્ષી છે ને? ભગવાન! દિવ્યધ્વનિ તો અનંતવાર સાંભળી; પણ તેથી શું? દિવ્યધ્વનિ સાંભળતાં જે ધારણારૂપ પરલક્ષી જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન


PDF/HTML Page 1611 of 4199
single page version

છે એમ નહિ. દિવ્યધ્વનિ તો નિમિત્તમાત્ર છે. અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે. આખો જ્ઞાનનો પિંડ પ્રભુ જ્ઞાયક ચૈતન્યસ્વરૂપે અંદર જે બિરાજે છે તેનું જ્ઞાન-સ્વસંવેદનજ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે. આવું જ્ઞાનનું જ્ઞાન, શુભભાવ જે અજ્ઞાન છે, કર્મમળ છે તે વડે ઢંકાઈ જાય છે અર્થાત્ પ્રગટ થવા પામતું નથી, ઘાત પામે છે.

હવે જ્ઞાનનું ચારિત્ર-એ ત્રીજી વાત. ‘જ્ઞાનનું ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તે, પરભાવસ્વરૂપ કષાય નામના કર્મમળ વડે વ્યાપ્ત થવાથી તિરોભૂત થાય છે-જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેતસ્વભાવ તિરોભૂત થાય છે તેમ.’

જુઓ, આ ચારિત્ર સાચુ કોને કહેવું? આત્મા જે જ્ઞાનસ્વરૂપે-આનંદસ્વરૂપે અંદર નિત્ય વિરાજે છે તેની અંતર્દ્રષ્ટિ કરી તેમાં અંતર્લીન થતાં-રમણતા કરતાં જે અતીન્દ્રિય આનંદનું- શાંતિનું વેદન થાય તે ચારિત્ર છે. ‘જ્ઞાનનું-ચારિત્ર’-એમ કહ્યું ને? અહીં જ્ઞાન એટલે આત્મા; એટલે આત્માનું ચારિત્ર જે અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનસ્વરૂપ છે તે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે એમ કહે છે. પંચમહાવ્રત આદિ જે પુણ્યના પરિણામ તે મોક્ષના કારણરૂપ સ્વભાવ નથી. એ તો શુભરાગ છે, કષાયરૂપી મેલ છે. એ પંચમહાવ્રતાદિના પરિણામ તો જ્ઞાનના ચારિત્રને ઢાંકી દે છે-ઘાતે છે એમ કહે છે. હવે જે ઘાત કરે તે શું આત્માને લાભ (ધર્મ) કરી દે? (ન કરે). ભાઈ! પુણ્યના પરિણામ આત્માને લાભ કરે એમ જે માને છે એની તો મૂળ શ્રદ્ધામાં જ મોટો ફેર છે. એનું શ્રદ્ધાન વિપરીત છે તેથી એનું જ્ઞાન અને ચારિત્ર પણ વિપરીત એટલે મિથ્યા છે.

અહા! વ્રત કરો, તપ કરો, શીલ પાળો, ભક્તિ કરો, ઇત્યાદિ, તે વડે તમારું કલ્યાણ થશે; હવે આવો જેમનો ઉપદેશ છે, આવી જેમની પ્રરૂપણા છે તેમનું પોતાનું શ્રદ્ધાન મિથ્યા છે અને તેમનો એવો ઉપદેશ પણ મિથ્યા શ્રદ્ધાનનો પોષક છે. તેથી તો છહઢાલામાં કહ્યું કે-

‘‘મુનિવ્રતધાર અનંત વાર, ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.’’

પંચમહાવ્રતાદિ અનંતવાર પાળ્‌યાં અને ગ્રૈવેયક સુધી ગયો; પણ અંતરમાં આત્માનું જ્ઞાન પ્રગટ થયા વિના, અંતરની રમણતા થયા વિના લેશ પણ આનંદ ન આવ્યો. એનો અર્થ એ થયો કે પંચમહાવ્રતાદિના પરિણામ-રાગરૂપ બાહ્ય ચારિત્રના પરિણામ દુઃખરૂપ જ હતા; ભવભ્રમણ છેદવાના કારણરૂપ ન હતા. જુઓ! આ વીતરાગની વાણી અને વીતરાગનો માર્ગ! ભાઈ! માર્ગ તો આ છે બાપુ!

લોકો શાંતિથી સ્વાધ્યાય કરતા નથી. આવાં શાસ્ત્રો પડયાં છે એ તો વીતરાગ સમયસાર ગાથા-૧પ૭-૧પ૯ ] [ ૧પ૧


PDF/HTML Page 1612 of 4199
single page version

બાપુ! આ તો ત્રણલોકના નાથ વીતરાગ સર્વજ્ઞદેવ જેમની એક સમયની દશામાં (કેવલજ્ઞાનમાં) ત્રણકાળ ત્રણલોક ઝળકી ઉઠયા છે એવા જિન પરમેશ્વરની જે ઇચ્છા વિના દિવ્યધ્વનિ ખરી તેનો આ દિવ્ય વારસો આચાર્ય ભગવંતો મૂકી ગયા છે. બનારસી વિલાસમાં શારદાષ્ટકમાં આવે છે કે-

‘‘નમો કેવલ નમો કેવલ રૂપ ભગવાન,
મુખ ઓંકારધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ,
રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારૈ,
સો સત્યારથ શારદા તાસુ ભક્તિ ઉર આન,
છન્દ ભુજંગપ્રયાતમેં અષ્ટક કહોં બખાન.’’

ભગવાનના શ્રીમુખેથી ૐ ધ્વનિ નીકળે છે. તે હોઠ હલ્યા વિના, કંઠ ધ્રુજ્યા વિના જ ૐ એવો ધ્વનિ ઊઠે છે. અહીં ‘મુખ’ શબ્દ તો લોકમાં મુખથી વાણી નીકળે એમ લોકો માને છે માટે લખ્યો છે; બાકી ભગવાનની ૐધ્વની સર્વ પ્રદેશેથી ઊઠે છે, આખા શરીરથી ઊઠે છે. એ ઓંકારધ્વનિ સાંભળી ગણધર સંત-મુનિ એનો અર્થ વિચારી એમાંથી આગમ રચે છે. એ ઉપદેશને જાણી ભવ્ય જીવો સંશયને દૂર કરે છે એટલે કે ધર્મને પ્રાપ્ત થાય છે. લ્યો, આવો આ દિવ્ય વારસો છે.

એમાં સંતો એમ કહે છે કે-ભગવાન સચ્ચિદાનંદસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ આત્માની અંતર-રમણતારૂપ જે નિર્વિકલ્પ વીતરાગ પરિણતિ તેને ચારિત્ર કહીએ. આવા જ્ઞાનના ચારિત્રનો પરભાવસ્વરૂપ જે કષાય શુભભાવ તે ઘાતક છે. અહાહા...! કેટલું સ્પષ્ટ છે! છતાં માણસોને એમ થાય છે કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે. પણ ભાઈ! એ તો લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવશે એના જેવી તારી વાત છે. જેમ લસણ ખાય તો કસ્તૂરીનો ઓડકાર ન આવે તેમ શુભરાગરૂપ વ્યવહાર કરતાં કરતાં વીતરાગભાવરૂપ નિશ્ચય પ્રગટ ન થાય. શું રાગથી વીતરાગી પર્યાય પ્રગટે? (કદી ન પ્રગટે). વાત તો આવી છે; પણ રાગની આદત પડી ગઈ છે તેથી લોકોને આકરી લાગે છે.

આકરી લાગે છે તેથી રાડો પાડે છે કે-આ તો સોનગઢની વાત છે. પણ ભગવાન! જુઓ તો ખરા કે આ જૈન પરમેશ્વર દેવાધિદેવ ભગવાનની છે કે સોનગઢની છે? પોતાના (મિથ્યા) અભિપ્રાયથી બીજો અર્થ નીકળે એટલે કહી દીધું કે આ


PDF/HTML Page 1613 of 4199
single page version

સોનગઢની છે. પણ ભાઈ! એથી તને શું લાભ છે? દુનિયા પાસે ભગવાનની વાણીનો પોકાર તો આ છે. તને ન બેસે તેથી સત્ય કાંઈ ફરી નહિ જાય. તારે જ સત્યને સમજી ફરવું પડશે.

જેમ પરભાવસ્વરૂપ મેલથી વ્યાપ્ત થયેલો શ્વેતવસ્ત્રનો શ્વેત-સ્વભાવ ઢંકાઈ જાય છે તેમ પરભાવસ્વરૂપ મિથ્યાત્વ, અજ્ઞાન અને કષાય નામનો જે કર્મમળ તે વડે મોક્ષના કારણસ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તિરોભૂત થઈ જાય છે. તેથી હવે કહે છે-‘માટે મોક્ષના કારણનું (- સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનું-) તિરોધાન કરતું હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.’ મતલબ કે શુભભાવ-પુણ્યભાવરૂપ કર્મ મોક્ષના કારણનું ઘાતનશીલ હોવાથી ભગવાનની આજ્ઞામાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે.

પ્રશ્નઃ– રાગ (-શુભરાગ) મોક્ષના કારણરૂપ સ્વભાવનું નિશ્ચયથી ઘાતક છે, પણ વ્યવહારથી શું? વ્યવહારથી તો વ્યવહાર મોક્ષમાર્ગ છે ને?

ઉત્તરઃ– જુઓ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય અને શુદ્ધ રત્નત્રયના-સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રના પરિણામ તે વ્યવહાર. આ સદ્ભૂત વ્યવહાર છે. હવે શુદ્ધ રત્નત્રયના પરિણામ સ્વના હોવાથી એને નિશ્ચય કહ્યા તો તેને સહકારી વા નિમિત્ત જે બાહ્ય શુભરાગના પરિણામ તેને વ્યવહારથી વ્યવહારરત્નત્રય વા વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આ અસદ્ભૂત વ્યવહાર છે. એનો અર્થ શું? એનો અર્થ જ એ કે વ્યવહારરત્નત્રય મોક્ષમાર્ગ છે જ નહિ, એને મોક્ષમાર્ગ કહેવો એ તો કથનમાત્ર આરોપ-ઉપચાર છે. વાસ્તવમાં તો એ શુદ્ધ રત્નત્રયનો ઘાતક વિરોધી ભાવ જ છે, વેરી જ છે.

‘આત્માવલોકન’માં લીધું છે કે નિશ્ચયથી રાગ જ આત્માનો વેરી છે, કર્મ વેરી નથી. વિકારભાવ છે તે અનિષ્ટ છે અને એક આત્મસ્વભાવ જ ઇષ્ટ છે. વળી, કળશટીકા, કળશ ૧૦૮ માં ત્રણ બોલથી કહ્યું છે તે આવી ગયું કે-વ્યવહારચારિત્ર હોતું થકું તે દ્રુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે.

મૂળ આ પ્રરૂપણાનો ઉપદેશ ઘટી ગયો એટલે લોકોને એમ લાગે કે આ તો બધી નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે. પરંતુ ભાઈ! નિશ્ચય એ જ સત્ય છે અને વ્યવહાર તો ઉપચાર છે. છહઢાલામાં ત્રીજી ઢાલમાં પં. શ્રી દોલતરામજીએ કહ્યું ને કે-

‘‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરણ, શિવમગ સો દ્રુવિધ વિચારો;
જો સત્યારથરૂપ સો નિશ્ચય, કારણ સો વ્યવહારો.’’

નિશ્ચયમોક્ષમાર્ગ સત્યાર્થ છે અને એનું કારણ (બાહ્ય નિમિત્ત) વ્યવહાર મોક્ષમાર્ગ અસત્યાર્થ છે. ભાઈ! છહઢાલામાં તો જાણે ગાગરમાં સાગર ભરી દીધો છે! પણ લોકોને આખો દિ દુનિયાદારીની હોળી આડે આ વીતરાગી તત્ત્વને સાંભળવાનો,


PDF/HTML Page 1614 of 4199
single page version

વાંચવાનો કે વિચારવાનો વખત કયાં છે? બાપુ! વિષય-કષાયમાં ગુંચાઈ ગયો છે પણ અવસર ચાલ્યો જશે હોં. (પછી અનંતકાળે અવસર મળવો દ્રુર્લભ છે).

* ગાથા ૧પ૭–૧પ૮–૧પ૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ ભગવાન ઉમાસ્વામીએ પણ કહ્યું છે કે-

‘‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’’ આ મોક્ષમાર્ગ કહ્યો. હવે કહે છે-

‘જ્ઞાનનું સમ્યક્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે.’

શુભભાવને પોતાનો માનવો ઇત્યાદિ જે મિથ્યાત્વભાવ છે તે આત્માના સમ્યક્ત્વરૂપ પરિણમનનો ઘાતક છે; એટલે તે સમ્યક્ત્વને પ્રગટ થવા દેતો નથી. અહીં મિથ્યાત્વકર્મ એટલે જીવનો મિથ્યાશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વભાવ લેવો. કર્મ તો નિમિત્ત છે, જડ છે. કર્મનો ઉદય તો જીવને અડતોય નથી તો તે જીવના ભાવનો ઘાત શી રીતે કરે? પણ કર્મના નિમિત્તે જે જીવનો મિથ્યાત્વભાવ-વિપરીતભાવ છે તે તેના અવિપરીતભાવ-સ્વભાવભાવનો, સમકિતનો ઘાત કરે છે.

અહીં ભલે કર્મથી વાત લીધી છે; પણ કર્મથી એટલે કર્મના નિમિત્તે થતા જીવના ભાવથી-એમ અર્થ લેવો. અગાઉ ગાથા ૧પ૬ માં આવી ગયું કે વ્રત, તપ આદિ શુભરાગરૂપ ભાવકર્મ છે તે શુભકર્મ છે, અને તે નુકશાન કરનારું હોવાથી નિષેધવામાં આવ્યું છે. અહીં કહે છે કે એનું જે રાગનું અશુદ્ધ ઉપાદાન છે તે એના શુદ્ધ ઉપાદાનની પરિણતિનો ઘાત કરે છે.

સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ છે. ત્યાં જ્ઞાનનું એટલે આત્માનું સમ્યક્ત્વરૂપ જે નિર્મળ પરિણમન તે મિથ્યાત્વભાવથી તિરોભૂત થાય છે. મિથ્યાત્વભાવ એ નિર્મળ પરિણમનનો ઘાત કરે છે અર્થાત્ સમકિત પ્રગટ થવા દેતો નથી. જુઓ, આ સત્ય વાત! સંક્ષેપમાં કહેલું પણ આ સત્ય છે. હવે કહે છે-

‘જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે.’

આત્માનું જ્ઞાનરૂપે જે પરિણમવું-થવું તે અજ્ઞાનકર્મથી તિરોભૂત થાય છે. સ્વરૂપનું અજ્ઞાન, શુભભાવમાં અટકવારૂપ અજ્ઞાન આત્માના જ્ઞાનરૂપ પરિણમનને રોકી દે છે. શુભભાવમાં જે જ્ઞાન રોકાઈ ગયું છે તે અજ્ઞાન છે અને એ સમ્યગ્જ્ઞાનના પરિણામનો ઘાત કરે છે.

ભાઈ! આ ધર્મકથા છે. આત્માનું હિત કેમ થાય એની આ વાત છે. શુભભાવરૂપ જે કર્મ છે તે આત્મધર્મને રોકનારા ઊંધા પરિણામ છે. કોઈ માને કે જડ કર્મ ઘાત


PDF/HTML Page 1615 of 4199
single page version

કરે છે તો તે યથાર્થ નથી. કર્મ તો નિમિત્ત ભિન્ન ચીજ છે. તે કેમ કરીને ઘાત કરે? પૂજામાં આવે છે ને કે-

‘‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ;
અગ્નિ સહૈ ઘનઘાત લોહકી સંગતિ પાઈ.’’

કર્મ તો બિચારાં જડ-માટી છે. એને તો ખબરેય નથી કે અમે કોણ છીએ. મિથ્યા પરિણમન તો પોતાનો જ દોષ છે. વળી ભક્તિમાં આવે છે કે-

‘‘અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા.’’

પોતે કોણ છે એનું જ્ઞાન પોતાને નથી તેથી સંસારમાં રખડીને હેરાન થઈ રહ્યો છે. દુનિયાનું બધું ડહાપણ ડહોળે, એવું ડહોળે જાણે દેવનો દીકરો; પણ પોતે કોણ છે એનું ભાન ન મળે! અરે ભાઈ! પોતાને ભૂલી ગયો છે એ તારું અજ્ઞાન છે અને તે અજ્ઞાન તારા નિર્મળ પરિણમનને થવા દેતું નથી.

હવે કહે છે-‘અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કષાયકર્મથી તિરોભૂત થાય છે.’

જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન એટલે આત્માનું અતીન્દ્રિય આનંદનું-શાંતિનું પરિણમન. પંચમહાવ્રતના પરિણામ એ કાંઈ આત્માનું ચારિત્ર નથી. એ તો રાગનું આકુળતારૂપ આચરણ છે. આત્માનું ચારિત્ર તો વીતરાગ-પરિણતિરૂપ છે. આવું વીતરાગી ચારિત્ર કષાયરૂપ કર્મ એટલે વ્રત, તપ, શીલ આદિરૂપ કર્મ વડે તિરોભૂત થાય છે. જે શુભભાવ છે તે આત્માના ચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ ચારિત્રને થવા દેતો નથી.

હવે કહે છે-‘આ રીતે મોક્ષના કારણભાવોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.’

જુઓ, આ નિષ્કર્ષ કહ્યો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષના માર્ગનો કર્મ ઘાત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન ત્રિલોકીનાથ શ્રી સર્વજ્ઞદેવે શુભભાવને ધર્મ તરીકે માનવાનો, જાણવાનો અને આચરવાનો નિષેધ કર્યો છે. સમજાણું કાંઈ...?

[પ્રવચન નં. ૨૨૧ શેષ * દિનાંક ૪-૧૧-૭૬]

PDF/HTML Page 1616 of 4199
single page version

अथ कर्मणः स्वयं बन्धत्वं साधयति–

सो सव्वणाणदरिसी कम्मरएण णियेणावच्छण्णो।
संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं।। १६० ।।
स सर्वज्ञानदर्शी कर्मरजसा निजेनावच्छन्नः।
संसारसमापन्नो न विजानाति सर्वतः सर्वम्।। १६० ।।

હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છેઃ-

તે સર્વજ્ઞાની–દર્શી પણ નિજ કર્મરજ–આચ્છાદને,
સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦.

ગાથાર્થઃ– [सः] તે આત્મા [सर्वज्ञानदर्शी] (સ્વભાવથી) સર્વને જાણનારો તથા દેખનારો છે તોપણ [निजेन कर्मरजसा] પોતાના કર્મમળથી [अवच्छन्नः] ખરડાયો-વ્યાપ્ત થયો-થકો [संसारसमापन्नः] સંસારને વ્યાપ્ત થયેલો તે [सर्वतः] સર્વ પ્રકારે [सर्वम्] સર્વને [न विजानाति] જાણતો નથી.

ટીકાઃ– જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્યવિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું-હોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (-અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યુંછે.

ભાવાર્થઃ– અહીં પણ ‘જ્ઞાન’ શબ્દથી આત્મા સમજવો. જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય સ્વભાવથી તો સર્વને દેખનારું તથા જાણનારું છે પરંતુ અનાદિથી પોતે અપરાધી હોવાથી કર્મ વડે આચ્છાદિત છે, અને તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી; એ રીતે અજ્ઞાનદશામાં વર્તે છે. આ પ્રમાણે કેવળજ્ઞાનસ્વરૂપ અથવા મુક્તસ્વરૂપ આત્મા કર્મ વડે લિપ્ત હોવાથી અજ્ઞાનરૂપ અથવા બદ્ધરૂપ વર્તે છે, માટે એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે તેથી કર્મનો નિષેધ કરવામાં આવ્યો છે.

* * *

PDF/HTML Page 1617 of 4199
single page version

સમયસાર ગાથા ૧૬૦ઃ મથાળું

હવે, કર્મ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છેઃ-

પહેલાં ત્રણ ગાથામાં (૧પ૭-૧પ૮-૧પ૯ માં) એમ કહ્યું કે વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ, આત્માની નિર્મળ પરિણતિ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ છે તેનો ઘાતક છે, તેથી મોક્ષમાર્ગમાં તેનો નિષેધ છે.

હવે અહીં આ ગાથામાં એ વ્રત, તપાદિના શુભભાવ પોતે જ બંધસ્વરૂપ છે એમ સિદ્ધ કરે છે, જડકર્મ છે એ તો દ્રવ્યબંધ છે. એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી પણ જીવની દશામાં જે રાગાદિ પરિણામ થાય છે તે ભાવબંધ છે. ભગવાન આત્મા અબંધસ્વરૂપ છે અને એ અબંધસ્વરૂપના આશ્રયે થતા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પણ અબંધસ્વરૂપ છે. જ્યારે વ્રતાદિનો શુભભાવ છે તે પોતે જ ભાવબંધ છે તેથી નિષેધવા લાયક છે-એમ અહીં સિદ્ધ કરે છેઃ-

* ગાથા ૧૬૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્યવિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય,’...

શું કહ્યું? કે ભગવાન આત્મા જ્ઞાન અને દર્શનસ્વરૂપ છે. સામાન્ય જે દર્શન અને વિશેષ જે જ્ઞાન એ ચૈતન્યસ્વરૂપ આત્માનો સ્વભાવ છે. આવું જાણવા-દેખવાના સ્વભાવવાળું આત્મદ્રવ્ય શરીર, કર્મ અને શુભાશુભભાવથી ભિન્ન તત્ત્વ છે.

એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય ‘અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું-હોવાથી જ,.. .’

જુઓ, ઘણા વખત પહેલાં આ ગાથા પ્રવચનમાં ચાલતી હતી ત્યારે ઇંદોરથી શેઠ સર હુકમીચંદજી અને તેમની સાથે પંડિત શ્રી જીવંધરજી આવેલા હતા. પંડિતજીએ ત્યારે કહ્યું કે-મૂળ ગાથામાં ‘कम्मरएण’ શબ્દ છે અને એનો અર્થ કર્મરજ વડે આત્મા ઢંકાએલો છે એમ થાય. ત્યારે કહ્યું કે એમ અર્થ નથી. જુઓ, ટીકામાં એનો અર્થ છે. ટીકામાં પાઠ એમ છે કે-‘પોતાના પુરુષાર્થના અપરાધથી ઢંકાયેલો’ અર્થાત્ ભાવકર્મથી આત્મા ઢંકાઈ ગયેલો છે. ભાવકર્મનું જે પરિણમન છે એ જ ભાવઘાતી છે. જડકર્મ છે એ તો માત્ર નિમિત્ત છે. જડને તો આત્મા અડતોય નથી. શરીર, મન, ઇન્દ્રિય અને જડ કર્મરજકણ વગેરેને તો ભગવાન આત્મા કોઈ દિ અડયોય નથી. અરૂપી આત્મા રૂપીને અડે કયાંથી? (અડે તો બંને એક થઈ જાય).

જડકર્મના ઉદયકાળમાં આત્મા પોતે પરને જાણવામાં રોકાઈ જાય છે અને ત્યારે તેને શુભ અને અશુભ ભાવો થાય છે. એ શુભાશુભ ભાવ તે ભાવઆવરણ છે. કર્મ- સમયસાર ગાથા ૧૬૦ ] [ ૧પ૭


PDF/HTML Page 1618 of 4199
single page version

‘‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ’’

જડકર્મ શું કરે? એ તો બિચારાં છે એટલે કે આત્મામાં કાંઈ કરવા સમર્થ નથી. પણ પુણ્યના ભાવ ભલા છે અને મારા છે એવી જે માન્યતા છે તે ભૂલ છે, અપરાધ છે અને તે બંધનો ભેખ છે. શુભાશુભ ભાવ છે તે આત્માની પર્યાયમાં બંધનો ભેખ છે, એ નિજસ્વરૂપ નથી. સર્વને જાણવું-દેખવું એ જેનું સ્વરૂપ છે એવું જાણગ-જાણગ સ્વભાવવાળું તત્ત્વ પ્રભુ આત્મા છે. એમાં જે શુભરાગના પરિણામ છે એ ભાવબંધસ્વરૂપ છે. અહા! પર્યાય ત્યાં જે રાગમાં રોકાઈ ગઈ છે તે ભાવબંધ છે અને તે એનો અપરાધ છે.

હવે આવો યથાર્થ નિર્ણય કરવાનુંય જેનું ઠેકાણું નથી તેને ધર્મની પહેલી ભૂમિકા જે સમ્યગ્દર્શન તે કયાંથી થાય? વર્તમાનમાં ભાઈ! આ નિર્ણય કરવાનું ટાણું છે, અવસર છે; માટે નિર્ણય કરી લે. જોજે હોં, એમ ન બને કે અવસર ચાલ્યો જાય અને અજ્ઞાન ઊભું રહે.

અહીં કહે છે કે જ્ઞાન અને દર્શનથી ભરેલો ભગવાન આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી છે. સર્વજ્ઞ અને સર્વદર્શીપણું આત્માનો શક્તિરૂપ સ્વભાવ એટલે ગુણ છે. આવા સર્વજ્ઞ અને સર્વદર્શીના સ્વભાવને ભૂલીને તે રાગમાં રોકાઈ રહે એ પોતાના પુરુષાર્થનો અપરાધ છે, અને તે અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે તે લેપાય છે. પુણ્ય-પાપના પરિણામ એ કર્મમળ છે, મેલ છે અને તે વડે આત્મા લેપાય છે. કર્મને લીધે લેપાય છે એમ નહિ કેમકે એ તો પર જડ છે; એની સાથે આત્માને અડકવાનોય સંબંધ નથી. આવે છે ને કે-

‘‘અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.’’

અહાહા...! આખાય વિશ્વને એટલે સમસ્ત પદાર્થોને જાણવા-દેખવાના સ્વભાવવાળું જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવવાળું એવું પોતે અનુપમ તત્ત્વ છે. લોકાલોકની સર્વ ચીજોને દેખે-જાણે એવું એના સ્વભાવનું સામર્થ્ય છે. એવા પોતાના સ્વભાવસામર્થ્યને ભૂલીને ભગવાન પોતાના અપરાધથી વ્રત, તપ, શીલ, દાન ઇત્યાદિના રાગમાં રોકાઈને-અટકીને બંધ ભાવને પ્રાપ્ત થયો છે. ભાઈ! અશુભની જેમ શુભભાવ પણ બંધભાવ છે અને તેથી તેને અહીં નિષેધવામાં આવ્યો છે.


PDF/HTML Page 1619 of 4199
single page version

અહા! ભગવાન! તું અનાદિથી કેમ ભૂલ્યો છે? તો કહે છે કે પોતાના અપરાધથી ભૂલ્યો છે. પોતાનું જે શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી તત્ત્વ છે એના પર નજર હોવી જોઈએ એના બદલે રાગ ઉપર તારી નજર છે. આ જડકર્મના ભેખ તો અજીવના છે; અને આ ભાવકર્મ છે તે જીવની પર્યાયનો ભેખ છે. તે મેલ છે, બંધરૂપ છે. અહીં ખાસ તો પુણ્ય-પરિણામને કર્મમળ તરીકે લેવું છે. અશુભ તો કર્મમળ છે જ એ સાધારણ વાત છે. ભાઈ! વ્રતાદિના શુભભાવ જેને તું ધર્મ માને છે તે કર્મમળ છે, બંધરૂપ છે એમ અહીં કહે છે.

અહીં જે એમ કહ્યું કે ‘કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ’ એનો અર્થ જડકર્મ સાથે વ્યાપ્તિ-એમ નથી. ભગવાન આત્મા વ્યાપક અને જડકર્મ વ્યાપ્ય એમ નથી; પણ એનું (અજ્ઞાનદશામાં) વ્યાપ્ય ભાવકર્મ છે. એટલે વ્યાપક આત્મા અને વ્રત, તપ આદિના પરિણામ એનું વ્યાપ્ય કર્મ નામ કાર્ય છે. એમાં (-ભાવકર્મમાં) રોકાવાથી એનું (-આત્માનું) જ્ઞાન-દર્શન એટલે સર્વને જાણવા-દેખવાનું કાર્ય પ્રગટ થતું નથી.

આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ-એ બધી બાહ્ય ચીજોને તો આત્મા અડતોય નથી, અનંતકાળમાં કદી અડતોય નથી. પણ સદાય અબંધસ્વરૂપ એવો પોતાનો જે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે એનાથી ભ્રષ્ટ થઈ ભગવાન રાગમાં રોકાઈ ગયો એ પોતાનો અપરાધ છે અને એ જ ભાવબંધ છે. હવે કહે છે-

એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ, ‘બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (અજ્ઞાનદશામાં) વર્તે છે.’

જુઓ, શું કહ્યું? બંધ-અવસ્થામાં એટલે રાગમાં રોકાવાની દશામાં તે સર્વપ્રકારે સંપૂર્ણ એવા પોતાને એટલે ત્રિકાળી, અનંતગુણનો પિંડ એવા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને-કે જે સર્વને સર્વ પ્રકારે જાણવાના સ્વભાવવાળો છે -તેને નહિ જાણતો થકો અજ્ઞાનભાવે વર્તે છે.

અહા! અનંતકાળમાં ભગવાન! એ દુઃખી કેમ થયો છે? તો કહે છે -એનો સ્વભાવ તો પરિપૂર્ણ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, પરંતુ પોતે રાગમાં રોકાઈ રહેવાથી પોતાના પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનને દેખતો નથી અને તેથી અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. જુઓ, આ અધ્યાત્મની વાત છે, પણ ન્યાયથી કહેવાય છે ને? કહે છે -દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન છે એ બધો રાગ છે, ચૈતન્યનું સ્વરૂપ નથી. ચૈતન્યસ્વરૂપમાં એ (-રાગ) કયાં છે? હવે પર એવા રાગમાં પોતે રોકાઈ રહ્યો એ એનો અપરાધ છે અને એ અપરાધને લઈને સર્વને જાણવા- દેખવાના સ્વભાવવાળા પોતાના


PDF/HTML Page 1620 of 4199
single page version

ચૈતન્યમહાપ્રભુને આનંદના નાથને તે દેખતો નથી. બસ, તેથી તે દુઃખી થઈ રહ્યો છે, કોઈ જડ કર્મને લઈને દુઃખી થઈ રહ્યો છે એમ નથી. સમજાણું કાંઈ...?

લોકોને-જૈનમાં પણ જ્યાં-ત્યાં કર્મ નડે છે એવી (વિપરીત) માન્યતા છે. પણ અહીં જુઓ, એનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. કહે છે -તું પરને-રાગને જાણવામાં રોકાઈ રહેતાં સર્વને જાણનાર-દેખનાર એવા પોતાને દેખતો નથી એ તારો મહાઅપરાધ છે. રાગ અને રાગ દ્વારા બીજાને જાણવામાં જ્યાં રોકાય છે ત્યાં સર્વજ્ઞ અને સર્વદર્શી એવું પોતાનું તત્ત્વ તને જણાતું નથી. પોતાના સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાનને જાણવો (અનુભવવો) જોઈએ એને બદલે તું પરને-રાગને જાણે (અનુભવે) છે અને એમાં રોકાઈ રહે છે એ તારો અપરાધ છે, અજ્ઞાનભાવ છે. અહો! આચાર્યદેવે કાંઈ અદ્ભુત ટીકા રચી છે! ગજબ વાત છે!

જુઓ, મૂળ ગાથામાં ‘सव्वणाणदरिसी’ -એવો પાઠ છે. એમાંથી ટીકાકાર આચાર્યદેવે કાઢયું કે -વિશ્વને (-સર્વ પદાર્થોને) જાણવા-દેખવાના સ્વભાવવાળું દ્રવ્ય જે પોતે છે તેને જાણવું જોઈએ એના બદલે રાગને જાણવામાં રોકાઈ ગયો એ એનો અપરાધ છે, કેમકે રાગ છે એ કયાં ચૈતન્યતત્ત્વ છે? એ તો આસ્રવતત્ત્વ છે, બંધતત્ત્વ છે.

ત્યારે એક ભાઈ કહેતા હતા કે આવો ધર્મ કયાંથી કાઢયો? એમ કે અમે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ કરીએ તે ધર્મ નહિ અને આ ધર્મ!

બાપુ! વીતરાગનો માર્ગ જ આ છે. ભાઈ! જેણે પૂર્ણ સર્વજ્ઞ અને સર્વદર્શી એવા આત્માને કેવળજ્ઞાનમાં જાણ્યો છે એવા દેવાધિદેવ ત્રણલોકના નાથ તીર્થંકરદેવની વાણીમાં જે માર્ગની વાત આવી તે અહીં વીતરાગી સંતોએ કહી છે.

ભગવાન! તું કોણ છો? કેવડો છો? તો કહે છે કે -સર્વને જાણવા-દેખવાનો જેનો સ્વભાવ છે એવો તું સર્વજ્ઞ-સર્વદર્શી પ્રભુ પરમાત્મદ્રવ્ય છો. આવો તું રાગમાં રોકાઈ રહ્યો તે અપરાધ છે. ‘કર્મરજથી’ એમ પાઠમાં શબ્દ છે એનો ટીકાકાર આચાર્યદેવે આ અર્થ કર્યો કે- પોતાના પુરુષાર્થના અપરાધથી વર્તતા એવા કર્મમળ વડે એટલે પુણ્ય-પાપના ભાવ વડે લેપાયો હોવાથી જ એટલે કે રાગમાં-બંધમાં એકાકાર થવાથી જ સર્વપ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વપ્રકારે સર્વજ્ઞેયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. ભાઈ! કર્મને લઈને રાગમાં રોકાયો છે એમ નથી. કર્મનો ઉદય આવ્યો માટે રાગ આવ્યો અને એમાં રોકાયો એમ નથી. એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે.

પંચાસ્તિકાય ગાથા ૬૨ માં કહ્યું છે કે-આત્મામાં જે મિથ્યાત્વના પરિણામ થાય છે એટલે કે ‘રાગ તે હું’ એવા જે મિથ્યાત્વના પરિણામ થાય છે તે પરિણામ પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી સ્વતંત્ર થાય છે; તે અન્ય કર્મના કારકોની અપેક્ષા રાખતા