Page 470 of 642
PDF/HTML Page 501 of 673
single page version
તો લોક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે,
એ રીત લોક-મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,
ગાથાર્થઃ — [लोकस्य] લોકના (લૌકિક જનોના) મતમાં [सुरनारकतिर्यङ्मानुषान् सत्त्वान्] દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય — પ્રાણીઓને [विष्णुः] વિષ્ણુ [करोति] કરે છે; [च] અને [यदि] જો [श्रमणानाम् अपि] શ્રમણોના (મુનિઓના) મન્તવ્યમાં પણ [षडिवधान् कायान्] છ કાયના જીવોને [आत्मा] આત્મા [करोति] કરતો હોય [यदि लोकश्रमणानाम्] તો લોક અને શ્રમણોનો [एकः सिद्धान्तः] એક સિદ્ધાંત થાય છે, [विशेषः] કાંઈ ફેર [न द्रश्यते] દેખાતો નથી; (કારણ કે) [लोकस्य]
Page 471 of 642
PDF/HTML Page 502 of 673
single page version
ये त्वात्मानं कर्तारमेव पश्यन्ति ते लोकोत्तरिका अपि न लौकिकतामतिवर्तन्ते; लौकिकानां परमात्मा विष्णुः सुरनारकादिकार्याणि करोति, तेषां तु स्वात्मा तानि करोतीत्यपसिद्धान्तस्य समत्वात् । ततस्तेषामात्मनो नित्यकर्तृत्वाभ्युपगमात् लौकिकानामिव लोकोत्तरिकाणामपि नास्ति मोक्षः ।
લોકના મતમાં [विष्णुः] વિષ્ણુ [करोति] કરે છે અને [श्रमणानाम् अपि] શ્રમણોના મતમાં પણ [आत्मा] આત્મા [करोति] કરે છે (તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). [एवं] એ રીતે, [सदेवमनुजासुरान् लोकान्] દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને [नित्यं कुर्वतां] સદાય કરતા (અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા [लोकश्रमणानां द्वयेषाम् अपि] તે લોક તેમ જ શ્રમણ — બન્નેનો [कः अपि मोक्षः] કોઈ મોક્ષ [न द्रश्यते] દેખાતો નથી.
ટીકાઃ — જેઓ આત્માને કર્તા જ દેખે છે — માને છે, તેઓ લોકોત્તર હોય તોપણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે, લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના ( – લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે — એમ *અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.
ભાવાર્થઃ — જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તોપણ લૌકિક જન જેવા જ છે; કારણ કે, લોક ઇશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો — એમ બન્નેની માન્યતા સમાન થઈ. માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?
હવે, ‘પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી’ — એમ શ્લોકમાં કહે છેઃ —
શ્લોકાર્થઃ — [परद्रव्य-आत्मतत्त्वयोः सर्वः अपि सम्बन्धः नास्ति] પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય (અર્થાત્ કાંઈ પણ) સંબંધ નથી; [कर्तृ-कर्मत्व-सम्बन्ध-अभावे] એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, [तत्कर्तृता कुतः] આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય?
ભાવાર્થઃ — પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મ- * અપસિદ્ધાંત = ખોટો અથવા ભૂલભરેલો સિદ્ધાંત
Page 472 of 642
PDF/HTML Page 503 of 673
single page version
સંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે? ૨૦૦.
હવે, ‘‘જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને ‘પરદ્રવ્ય મારું છે’ એમ કહે છે, એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે’’ ઇત્યાદિ અર્થની ગાથાઓ દ્રષ્ટાંત સહિત કહે છેઃ —
ગાથાર્થઃ — [अविदितार्थाः] જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો
Page 473 of 642
PDF/HTML Page 504 of 673
single page version
अज्ञानिन एव व्यवहारविमूढाः परद्रव्यं ममेदमिति पश्यन्ति । ज्ञानिनस्तु निश्चयप्रतिबुद्धाः परद्रव्यकणिकामात्रमपि न ममेदमिति पश्यन्ति । ततो यथात्र लोके कश्चिद् व्यवहारविमूढः परकीयग्रामवासी ममायं ग्राम इति पश्यन् मिथ्याद्रष्टिः, तथा यदि ज्ञान्यपि कथञ्चिद् [व्यवहारभाषितेन तु] વ્યવહારનાં વચનોને ગ્રહીને [परद्रव्यं मम] ‘પરદ્રવ્ય મારું છે’ [भणन्ति] એમ કહે છે, [तु] પરંતુ જ્ઞાનીઓ [निश्चयेन जानन्ति] નિશ્ચય વડે જાણે છે કે ‘[किञ्चित्] કોઈ [परमाणुमात्रम् अपि] પરમાણુમાત્ર પણ [न च मम] મારું નથી’.
[यथा] જેવી રીતે [कः अपि नरः] કોઈ પુરુષ [अस्माकं ग्रामविषयनगरराष्ट्रम्] ‘અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર’ [जल्पति] એમ કહે છે, [तु] પરંતુ [तानि] તે [तस्य] તેનાં [न च भवन्ति] નથી, [मोहेन च] મોહથી [सः आत्मा] તે આત્મા [भणति] ‘મારાં’ કહે છે; [एवम् एव] તેવી જ રીતે [यः ज्ञानी] જે જ્ઞાની પણ [परद्रव्यं मम] ‘પરદ્રવ્ય મારું છે’ [इति जानन् ] એમ જાણતો થકો [आत्मानं करोति] પરદ્રવ્યને પોતારૂપ કરે છે, [एषः] તે [निःसंशयं] નિઃસંદેહ અર્થાત્ ચોક્કસ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [भवति] થાય છે.
[तस्मात्] માટે તત્ત્વજ્ઞો [न मे इति ज्ञात्वा] ‘પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, [एतेषां द्वयेषाम् अपि] આ બન્નેનો ( – લોકનો અને શ્રમણનો – ) [परद्रव्ये] પરદ્રવ્યમાં [कर्तृव्यवसायं जानन्] કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા, [जानीयात्] એમ જાણે છે કે [द्रष्टिरहितानाम्] આ વ્યવસાય સમ્યગ્દર્શન રહિત પુરુષોનો છે.
ટીકાઃ — અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે છે — માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા) હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ ‘આ મારું છે’ એમ દેખતા નથી. તેથી, જેમ આ જગતમાં કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ ‘આ ગામ મારું છે’ એમ દેખતો – માનતો થકો મિથ્યાદ્રષ્ટિ ( – ખોટી દ્રષ્ટિવાળો) છે, તેમ જો જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે
Page 474 of 642
PDF/HTML Page 505 of 673
single page version
व्यवहारविमूढो भूत्वा परद्रव्यं ममेदमिति पश्येत् तदा सोऽपि निस्संशयं परद्रव्यमात्मानं कुर्वाणो मिथ्याद्रष्टिरेव स्यात् । अतस्तत्त्वं जानन् पुरुषः सर्वमेव परद्रव्यं न ममेति ज्ञात्वा लोकश्रमणानां द्वयेषामपि योऽयं परद्रव्ये कर्तृव्यवसायः स तेषां सम्यग्दर्शनरहितत्वादेव भवति इति सुनिश्चितं जानीयात् ।
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः ।
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ।।२०१।।
વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત્ ચોક્કસ, પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. માટે તત્ત્વને જાણનારો પુરુષ ‘સઘળુંય પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, ‘લોક અને શ્રમણ — બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે’ એમ સુનિશ્ચિતપણે જાણે છે.
ભાવાર્થઃ — જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે — લૌકિક જન હો કે મુનિજન હો — મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને ‘મારું’ માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [यतः] કારણ કે [इह] આ લોકમાં [एकस्य वस्तुनः अन्यतरेण सार्धं सकलः अपि सम्बन्धः एव निषिद्धः] એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, [तत्] તેથી [वस्तुभेदे] જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં [कर्तृकर्मघटना अस्ति न] કર્તાકર્મઘટના હોતી નથી — [मुनयः च जनाः च] એમ મુનિજનો અને લૌકિક જનો [तत्त्वम् अकर्तृ पश्यन्तु] તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો ( — કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે – એમ શ્રદ્ધામાં લાવો). ૨૦૧.
‘‘જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે.’’ — આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ —
Page 475 of 642
PDF/HTML Page 506 of 673
single page version
मज्ञानमग्नमहसो बत ते वराकाः ।
कर्ता स्वयं भवति चेतन एव नान्यः ।।२०२।।
શ્લોકાર્થઃ — (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ) [बत] અરેરે! [ये तु इमम् स्वभाव- नियमं न कलयन्ति] જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી [ते वराकाः] તેઓ બિચારા, [अज्ञानमग्नमहसः] જેમનું (પુરુષાર્થરૂપ – પરાક્રમરૂપ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, [कर्म कुर्वन्ति] કર્મને કરે છે; [ततः एव हि] તેથી [भावकर्मकर्ता चेतनः एव स्वयं भवति] ભાવકર્મનો કર્તા ચેતન જ પોતે થાય છે, [अन्यः न] અન્ય કોઈ નહિ.
ભાવાર્થઃ — વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી પરદ્રવ્યનો કર્તા થતો અજ્ઞાની ( – મિથ્યાદ્રષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે, અન્ય નથી. ૨૦૨.
હવે, ‘(જીવને) જે મિથ્યાત્વભાવ થાય છે તેનો કર્તા કોણ છે?’ — એ વાતને બરાબર ચર્ચીને, ‘ભાવકર્મનો કર્તા (અજ્ઞાની) જીવ જ છે’ એમ યુક્તિથી સિદ્ધ કરે છેઃ —
Page 476 of 642
PDF/HTML Page 507 of 673
single page version
ગાથાર્થઃ — [यदि] જો [मिथ्यात्वं प्रकृतिः] મિથ્યાત્વ નામની (મોહનીય કર્મની) પ્રકૃતિ [आत्मानम्] આત્માને [मिथ्याद्रष्टिं] મિથ્યાદ્રષ્ટિ [करोति] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [ते] તારા મતમાં [अचेतना प्रकृतिः] અચેતન પ્રકૃતિ [ननु कारका प्राप्ता] (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!)
[अथवा] અથવા, [एषः जीवः] આ જીવ [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યના [मिथ्यात्वम्] મિથ્યાત્વને [करोति] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [पुद्गलद्रव्यं मिथ्याद्रष्टिः] પુદ્ગલ- દ્રવ્ય મિથ્યાદ્રષ્ટિ ઠરે! — [न पुनः जीवः] જીવ નહિ!
[अथ] અથવા જો [जीवः तथा प्रकृतिः] જીવ તેમ જ પ્રકૃતિ બન્ને [पुद्गलद्रव्यं]
Page 477 of 642
PDF/HTML Page 508 of 673
single page version
जीव एव मिथ्यात्वादिभावकर्मणः कर्ता, तस्याचेतनप्रकृतिकार्यत्वेऽचेतनत्वानुषङ्गात् ।
स्वस्यैव जीवो मिथ्यात्वादिभावकर्मणः कर्ता, जीवेन पुद्गलद्रव्यस्य मिथ्यात्वादिभावकर्मणि क्रियमाणे पुद्गलद्रव्यस्य चेतनानुषङ्गात् । न च जीवः प्रकृतिश्च मिथ्यात्वादिभावकर्मणो द्वौ कर्तारौ, जीववद- चेतनायाः प्रकृतेरपि तत्फलभोगानुषङ्गात् । न च जीवः प्रकृतिश्च मिथ्यात्वादिभावकर्मणो
द्वावप्यकर्तारौ, स्वभावत एव पुद्गलद्रव्यस्य मिथ्यात्वादिभावानुषङ्गात् । ततो जीवः कर्ता, स्वस्य
कर्म कार्यमिति सिद्धम् ।
પુદ્ગલદ્રવ્યને [मिथ्यात्वम्] મિથ્યાત્વભાવરૂપ [कुरुतः] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [द्वाभ्यां कृतं तत्] જે બન્ને વડે કરવામાં આવ્યું [तस्य फलम्] તેનું ફળ [द्वौ अपि भुञ्जाते] બન્ને ભોગવે!
[अथ] અથવા જો [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્યને [मिथ्यात्वम्] મિથ્યાત્વભાવરૂપ [न प्रकृतिः करोति] નથી પ્રકૃતિ કરતી [न जीवः] કે નથી જીવ કરતો ( – બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, [तस्मात्] તો [पुद्गलद्रव्यं मिथ्यात्वम्] પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે! [तत् तु न खलु मिथ्या] તે શું ખરેખર મિથ્યા નથી?
(આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો – ભાવકર્મનો – કર્તા જીવ જ છે.)
ટીકાઃ — જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ) અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને ( – ભાવકર્મને) અચેતનપણાનો પ્રસંગ આવે. જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મને કરે તો પુદ્ગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તેનું ( – ભાવકર્મનું) ફળ ભોગવવાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના અકર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે. માટે એમ સિદ્ધ થયું કે — જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે (અર્થાત્ જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે).
ભાવાર્થઃ — ભાવકર્મનો કર્તા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે — પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. એ
Page 478 of 642
PDF/HTML Page 509 of 673
single page version
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्कृतिः ।
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।।२०३।।
રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય — એ પરમાર્થ છે. અભેદદ્રષ્ટિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ- પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદ્રષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कर्म कार्यत्वात् अकृतं न] કર્મ (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ. [च] વળી [तत् जीव-प्रकृत्योः द्वयोः कृतिः न] તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, [अज्ञायाः प्रकृतेः स्व-कार्य-फल-भुग्-भाव-अनुषङ्गात्] કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. [एकस्याः प्रकृतेः न] વળી તે (ભાવકર્મ) એક પ્રકૃતિની કૃતિ ( – એકલી પ્રકૃતિનું કાર્ય – ) પણ નથી, [अचित्त्वलसनात्] કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે (અર્થાત્ પ્રકૃતિ તો અચેતન છે અને ભાવકર્મ ચેતન છે). [ततः] માટે [अस्य कर्ता जीवः] તે ભાવકર્મનો કર્તા જીવ જ છે [च] અને [चिद्-अनुगं] ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ ( – ચેતનના પરિણામરૂપ – ) એવું [तत्] તે ભાવકર્મ [जीवस्य एव कर्म] જીવનું જ કર્મ છે, [यत्] કારણ કે [पुद्गलः ज्ञाता न] પુદ્ગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ).
ભાવાર્થઃ — ચેતનકર્મ ચેતનને જ હોય; પુદ્ગલ જડ છે, તેને ચેતનકર્મ કેમ હોય? ૨૦૩.
હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ —
Page 479 of 642
PDF/HTML Page 510 of 673
single page version
कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता ।
स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते ।।२०४।।
શ્લોકાર્થઃ — [कैश्चित् हतकैः] કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) [कर्म एव कर्तृ प्रवितर्क्य] કર્મને જ કર્તા વિચારીને [आत्मनः कर्तृतां क्षिप्त्वा] આત્માના કર્તાપણાને ઉડાડીને, ‘[एषः आत्मा कथञ्चित् क र्ता] આ આત્મા કથંચિત્ કર્તા છે’ [इति अचलिता श्रुतिः कोपिता] એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે ( – નિર્બાધ જિનવાણીની વિરાધના કરે છે); [उद्धत-मोह-मुद्रित-धियां तेषाम् बोधस्य संशुद्धये] તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે [वस्तुस्थितिः स्तूयते] (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે — [स्याद्वाद-प्रतिबन्ध-लब्ध-विजया] કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત્ જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે).
ભાવાર્થઃ — કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે. આત્માને અકર્તા જ કહેનારા એકાન્તવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બિડાઈ ગયેલી છે; તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્યભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે. ૨૦૪.
‘આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે’ એવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ —
Page 480 of 642
PDF/HTML Page 511 of 673
single page version
Page 481 of 642
PDF/HTML Page 512 of 673
single page version
Page 482 of 642
PDF/HTML Page 513 of 673
single page version
ગાથાર્થઃ — ‘‘[कर्मभिः तु ] કર્મો [अज्ञानी क्रियते] (જીવને) અજ્ઞાની કરે છે [तथा एव] તેમ જ [कर्मभिः ज्ञानी] કર્મો (જીવને) જ્ઞાની કરે છે, [कर्मभिः स्वाप्यते] કર્મો સુવાડે છે [तथा एव] તેમ જ [कर्मभिः जागर्यते] કર્મો જગાડે છે, [कर्मभिः सुखी क्रियते] કર્મો સુખી કરે છે [तथा एव] તેમ જ [कर्मभिः दुःखी क्रियते] કર્મો દુઃખી કરે છે, [कर्मभिः च मिथ्यात्वं नीयते] કર્મો મિથ્યાત્વ પમાડે છે [च एव] તેમ જ [असंयमं नीयते] કર્મો અસંયમ પમાડે છે, [कर्मभिः] કર્મો [उर्ध्वम् अधः च अपि तिर्यग्लोकं च] ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યગ્લોકમાં [भ्राम्यते] ભમાવે છે, [यत्किञ्चित् यावत् शुभाशुभं] જે કાંઈ પણ જેટલું શુભ અશુભ છે તે બધું [कर्मभिः च एव क्रियते] કર્મો જ કરે છે. [यस्मात्] જેથી [कर्म करोति] કર્મ કરે છે, [कर्म ददाति] કર્મ આપે છે, [हरति] કર્મ હરી લે છે — [इति यत्किञ्चित्] એમ જે કાંઈ પણ કરે છે તે કર્મ જ કરે છે, [तस्मात् तु] તેથી [सर्वजीवाः] સર્વ જીવો [अकारकाः आपन्नाः भवन्ति] અકારક (અકર્તા) ઠરે છે.
વળી, [पुरुषः] પુરુષવેદકર્મ [स्त्र्यभिलाषी] સ્ત્રીનું અભિલાષી છે [च] અને [स्त्रीकर्म] સ્ત્રીવેદકર્મ [पुरुषम् अभिलषति] પુરુષની અભિલાષા કરે છે — [एषा आचार्यपरम्परागता ईद्रशी तु श्रुतिः] એવી આ આચાર્યની પરંપરાથી ઊતરી આવેલી શ્રુતિ છે; [तस्मात्] માટે [अस्माकम् उपदेशे तु] અમારા ઉપદેશમાં [कः अपि जीवः] કોઈ પણ જીવ [अब्रह्मचारी न] અબ્રહ્મચારી
Page 483 of 642
PDF/HTML Page 514 of 673
single page version
નથી, [यस्मात्] કારણ કે [कर्म च एव हि] કર્મ જ [कर्म अभिलषति] કર્મની અભિલાષા કરે છે [इति भणितम्] એમ કહ્યું છે.
વળી, [यस्मात् परं हन्ति] જે પરને હણે છે [च] અને [परेण हन्यते] જે પરથી હણાય છે [सा प्रकृतिः] તે પ્રકૃતિ છે — [एतेन अर्थेन किल] એ અર્થમાં [परघातनाम इति भण्यते] પરઘાતનામકર્મ કહેવામાં આવે છે, [तस्मात्] તેથી [अस्माकम् उपदेशे] અમારા ઉપદેશમાં [कः अपि जीवः] કોઈ પણ જીવ [उपघातकः न अस्ति] ઉપઘાતક (હણનાર) નથી [यस्मात्] કારણ કે [कर्म च एव हि] કર્મ જ [कर्म हन्ति] કર્મને હણે છે [इति भणितम्] એમ કહ્યું છે.’’
(આચાર્યભગવાન કહે છે કેઃ — ) [एवं तु] આ પ્રમાણે [ईद्रशं साङ्खयोपदेशं] આવો સાંખ્યમતનો ઉપદેશ [ये श्रमणाः] જે શ્રમણો (જૈન મુનિઓ) [प्ररूपयन्ति] પ્રરૂપે છે [तेषां] તેમના મતમાં [प्रकृतिः करोति] પ્રકૃતિ જ કરે છે [आत्मानः च सर्वे] અને આત્માઓ તો સર્વે [अकारकाः] અકારક છે એમ ઠરે છે!
[अथवा] અથવા (કર્તાપણાનો પક્ષ સાધવાને) [मन्यसे] જો તું એમ માને કે ‘[मम आत्मा] મારો આત્મા [आत्मनः] પોતાના [आत्मानम्] (દ્રવ્યરૂપ) આત્માને [करोति] કરે છે’, [एतत् जानतः तव] તો એવું જાણનારનો તારો [एषः मिथ्यास्वभावः] એ મિથ્યાસ્વભાવ છે (અર્થાત્ એમ જાણવું તે તારો મિથ્યાસ્વભાવ છે); [यद्] કારણ કે — [समये] સિદ્ધાંતમાં [आत्मा] આત્માને [नित्यः] નિત્ય, [असङ्खयेयप्रदेशः] અસંખ્યાત-પ્રદેશી [दर्शितः तु] બતાવ્યો છે, [ततः] તેનાથી [सः] તેને [हीनः अधिकः च] હીન-અધિક [कर्तुं न अपि शक्यते] કરી શકાતો નથી; [विस्तरतः] વળી
Page 484 of 642
PDF/HTML Page 515 of 673
single page version
कर्मैवात्मानमज्ञानिनं करोति, ज्ञानावरणाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । कर्मैव ज्ञानिनं
करोति, ज्ञानावरणाख्यकर्मक्षयोपशममन्तरेण तदनुपपत्तेः । कर्मैव स्वापयति, निद्राख्यकर्मोदय-
मन्तरेण तदनुपपत्तेः । कर्मैव जागरयति, निद्राख्यकर्मक्षयोपशममन्तरेण तदनुपपत्तेः । कर्मैव
सुखयति, सद्वेद्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । कर्मैव दुःखयति, असद्वेद्याख्यकर्मोदयमन्तरेण
तदनुपपत्तेः । कर्मैव मिथ्याद्रष्टिं करोति, मिथ्यात्वकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । कर्मैवासंयतं
વિસ્તારથી પણ [जीवस्य जीवरूपं] જીવનું જીવરૂપ [खलु] નિશ્ચયથી [लोकमात्रं जानीहि] લોકમાત્ર જાણ; [ततः] તેનાથી [किं सः हीनः अधिकः वा] શું તે હીન અથવા અધિક થાય છે? [द्रव्यम् कथं करोति] તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને) કઈ રીતે કરે છે?
[अथ] અથવા જો ‘[ज्ञायकः भावः तु] જ્ઞાયક ભાવ તો [ज्ञानस्वभावेन तिष्ठति] જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે’ [इति मतम् ] એમ માનવામાં આવે, [तस्मात् अपि] તો એમ પણ [आत्मा स्वयं] આત્મા પોતે [आत्मनः आत्मानं तु] પોતાના આત્માને [न करोति] કરતો નથી એમ ઠરે છે!
(આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.) (આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.)
ટીકાઃ — (અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છેઃ) ‘‘કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની ( – અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ મિથ્યાદ્રષ્ટિ
Page 485 of 642
PDF/HTML Page 516 of 673
single page version
करोति, चारित्रमोहाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । कर्मैवोर्ध्वाधस्तिर्यग्लोकं भ्रमयति, आनुपूर्व्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । अपरमपि यद्यावत्किञ्चिच्छुभाशुभं तत्तावत्सकलमपि कर्मैव करोति, प्रशस्ताप्रशस्तरागाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । यत एवं समस्तमपि स्वतन्त्रं कर्म करोति, कर्म ददाति, कर्म हरति च, ततः सर्व एव जीवाः नित्यमेवैकान्तेनाकर्तार एवेति निश्चिनुमः । किञ्च--श्रुतिरप्येनमर्थमाह; पुंवेदाख्यं कर्म स्त्रियमभिलषति, स्त्रीवेदाख्यं कर्म पुमांसमभिलषति इति वाक्येन कर्मण एव कर्माभिलाषकर्तृत्वसमर्थनेन जीवस्याब्रह्मकर्तृत्व- प्रतिषेधात्, तथा यत्परं हन्ति, येन च परेण हन्यते तत्परघातकर्मेति वाक्येन कर्मण एव कर्मघातकर्तृत्वसमर्थनेन जीवस्य घातकर्तृत्वप्रतिषेधाच्च सर्वथैवाकर्तृत्वज्ञापनात् । एवमीद्रशं सांख्यसमयं स्वप्रज्ञापराधेन सूत्रार्थमबुध्यमानाः केचिच्छ्रमणाभासाः प्ररूपयन्ति; तेषां प्रकृतेरेकान्तेन કરે છે, કારણ કે મિથ્યાત્વકર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્રમોહ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિર્યગ્લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; બીજું પણ જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધુંય કર્મ જ કરે છે, કારણ કે પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. એ રીતે બધુંય સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે — સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે. વળી શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ એ જ અર્થને કહે છે; કારણ કે, (તે શ્રુતિ) ‘પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે’ એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે છે, તથા ‘જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે’ એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે.’’
(આચાર્યદેવ કહે છે કેઃ — ) આ પ્રમાણે આવા સાંખ્યમતને, પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) અપરાધથી સૂત્રના અર્થને નહિ જાણનારા કેટલાક *શ્રમણાભાસો પ્રરૂપે છે; તેમની, એકાંતે પ્રકૃતિના કર્તાપણાની માન્યતાથી, સમસ્ત જીવોને એકાંતે અકર્તાપણું આવી પડે છે તેથી ‘જીવ * શ્રમણાભાસ = મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવરાવનાર
Page 486 of 642
PDF/HTML Page 517 of 673
single page version
कर्तृत्वाभ्युपगमेन सर्वेषामेव जीवानामेकान्तेनाकर्तृत्वापत्तेः जीवः कर्तेति श्रुतेः कोपो दुःशक्यः परिहर्तुम् । यस्तु कर्म आत्मनोऽज्ञानादिसर्वभावान् पर्यायरूपान् करोति, आत्मा त्वात्मानमेवैकं द्रव्यरूपं करोति, ततो जीवः कर्तेति श्रुतिकोपो न भवतीत्यभिप्रायः स मिथ्यैव । जीवो
हि द्रव्यरूपेण तावन्नित्योऽसंख्येयप्रदेशो लोकपरिमाणश्च । तत्र न तावन्नित्यस्य कार्यत्वमुप-
पन्नं, कृतकत्वनित्यत्वयोरेकत्वविरोधात् । न चावस्थितासंख्येयप्रदेशस्यैकस्य पुद्गलस्कन्धस्येव
प्रदेशप्रक्षेपणाकर्षणद्वारेणापि तस्य कार्यत्वं, प्रदेशप्रक्षेपणाकर्षणे सति तस्यैकत्वव्याघातात् । न
चापि सकललोकवास्तुविस्तारपरिमितनियतनिजाभोगसंग्रहस्य प्रदेशसङ्कोचनविकाशनद्वारेण तस्य कार्यत्वं, प्रदेशसङ्कोचनविकाशनयोरपि शुष्कार्द्रचर्मवत्प्रतिनियतनिजविस्ताराद्धीनाधिकस्य तस्य कर्तुमशक्यत्वात् । यस्तु वस्तुस्वभावस्य सर्वथापोढुमशक्यत्वात् ज्ञायको भावो ज्ञानस्वभावेन सर्वदैव
કર્તા છે’ એવી જે શ્રુતિ તેનો કોપ ટાળવો અશક્ય થાય છે (અર્થાત્ ભગવાનની વાણીની વિરાધના થાય છે). વળી, ‘કર્મ આત્માના અજ્ઞાનાદિ સર્વ ભાવોને — કે જેઓ પર્યાયરૂપ છે તેમને — કરે છે, અને આત્મા તો આત્માને જ એકને દ્રવ્યરૂપને કરે છે માટે જીવ કર્તા છે; એ રીતે શ્રુતિનો કોપ થતો નથી’ — એવો જે અભિપ્રાય છે તે મિથ્યા જ છે. (તે સમજાવવામાં આવે છેઃ) જીવ તો દ્રવ્યરૂપે નિત્ય છે, અસંખ્યાત-પ્રદેશી છે અને લોકપરિમાણ છે. તેમાં પ્રથમ, નિત્યનું કાર્યપણું બની શકતું નથી, કારણ કે કૃતકપણાને અને નિત્યપણાને એકપણાનો વિરોધ છે. (આત્મા નિત્ય છે તેથી તે કૃતક અર્થાત્ કોઈએ કરેલો હોઈ શકે નહિ.) વળી અવસ્થિત અસંખ્ય-પ્રદેશી એક એવા તેને ( – આત્માને), પુદ્ગલસ્કંધની માફક, પ્રદેશોનાં પ્રક્ષેપણ-આકર્ષણ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કારણ કે પ્રદેશોનું પ્રક્ષેપણ તથા આકર્ષણ થાય તો તેના એકપણાનો વ્યાઘાત થાય. (સ્કંધ અનેક પરમાણુઓનો બનેલો છે, માટે તેમાંથી પરમાણુઓ નીકળી જાય તેમ જ તેમાં પરમાણુઓ આવે; પરંતુ આત્મા નિશ્ચિત અસંખ્ય-પ્રદેશવાળું એક જ દ્રવ્ય હોવાથી તે પોતાના પ્રદેશોને કાઢી નાખી શકે નહિ તેમ જ વધારે પ્રદેશોને લઈ શકે નહિ.) વળી સકળ લોકરૂપી ઘરના વિસ્તારથી પરિમિત જેનો નિશ્ચિત નિજ *વિસ્તાર-સંગ્રહ છે (અર્થાત્ લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે) તેને ( – આત્માને) પ્રદેશોના સંકોચ-વિકાસ દ્વારા પણ કાર્યપણું બની શકતું નથી, કારણ કે પ્રદેશોના સંકોચ-વિસ્તાર થવા છતાં પણ, સૂકા-ભીના ચામડાની માફક, નિશ્ચિત નિજ વિસ્તારને લીધે તેને ( – આત્માને) હીન-અધિક કરી શકાતો નથી. (આ રીતે આત્માને દ્રવ્યરૂપ આત્માનું કર્તાપણું ઘટી શકતું નથી.) વળી, ‘‘વસ્તુસ્વભાવનું સર્વથા મટવું અશક્ય હોવાથી જ્ઞાયક ભાવ જ્ઞાનસ્વભાવે જ સદાય સ્થિત રહે છે અને એમ * સંગ્રહ = જથ્થો; મોટપ.
Page 487 of 642
PDF/HTML Page 518 of 673
single page version
तिष्ठति, तथा तिष्ठंश्च ज्ञायककर्तृत्वयोरत्यन्तविरुद्धत्वान्मिथ्यात्वादिभावानां न कर्ता भवति, भवन्ति च मिथ्यात्वादिभावाः, ततस्तेषां कर्मैव कर्तृ प्ररूप्यत इति वासनोन्मेषः स तु नितरामात्मात्मानं करोतीत्यभ्युपगममुपहन्त्येव । ततो ज्ञायकस्य भावस्य सामान्यापेक्षया ज्ञानस्वभावावस्थितत्वेऽपि कर्मजानां मिथ्यात्वादिभावानां ज्ञान- समयेऽनादिज्ञेयज्ञानभेदविज्ञानशून्यत्वात् परमात्मेति जानतो विशेषापेक्षया त्वज्ञानरूपस्य ज्ञानपरिणामस्य करणात्कर्तृत्वमनुमन्तव्यं; तावद्यावत्तदादिज्ञेयज्ञानभेदविज्ञानपूर्णत्वादात्मानमेवात्मेति जानतो विशेषापेक्षयापि ज्ञानरूपेणैव ज्ञानपरिणामेन परिणममानस्य केवलं ज्ञातृत्वात्साक्षाद- कर्तृत्वं स्यात्
સ્થિત રહેતો થકો, જ્ઞાયકપણાને અને કર્તાપણાને અત્યંત વિરુદ્ધતા હોવાથી, મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા થતો નથી; અને મિથ્યાત્વાદિ ભાવો તો થાય છે; તેથી તેમનો કર્તા કર્મ જ છે એમ પ્રરૂપણ કરવામાં આવે છે’’ — આવી જે વાસના (અભિપ્રાય, વલણ) પ્રગટ કરવામાં આવે છે તે પણ ‘આત્મા આત્માને કરે છે’ એવી (પૂર્વોક્ત) માન્યતાને અતિશયપણે હણે જ છે (કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા અકર્તા જ ઠર્યો).
માટે, જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે અવસ્થિત હોવા છતાં, કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વાદિ ભાવોના જ્ઞાનસમયે, અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, પરને આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ) વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી ( – અજ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તેને કરતો હોવાથી), તેને કર્તાપણું સંમત કરવું (અર્થાત્ તે કર્તા છે એમ સ્વીકારવું); તે ત્યાં સુધી કે જ્યાં સુધી ભેદવિજ્ઞાનના આદિથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનથી પૂર્ણ (અર્થાત્ ભેદવિજ્ઞાન સહિત) થવાને લીધે આત્માને જ આત્મા તરીકે જાણતો એવો તે (જ્ઞાયક ભાવ), વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાનપરિણામે પરિણમતો થકો ( – જ્ઞાનરૂપ એવું જે જ્ઞાનનું પરિણમન તે-રૂપે જ પરિણમતો થકો), કેવળ જ્ઞાતાપણાને લીધે સાક્ષાત્ અકર્તા થાય.
ભાવાર્થઃ — કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ-વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને એમ કહે છે કે — ‘‘આત્મા તો ભાવકર્મનો અકર્તા જ છે, કર્મપ્રકૃતિનો ઉદય જ ભાવકર્મને કરે છે; અજ્ઞાન, જ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ — એ બધાંને, તથા જે કાંઈ શુભ- અશુભ ભાવો છે તે બધાયને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.’’ વળી તે મુનિઓ શાસ્ત્રનો પણ એવો જ અર્થ કરે છે કે — ‘‘વેદના ઉદયથી સ્ત્રી-પુરુષનો વિકાર થાય છે અને ઉપઘાત
Page 488 of 642
PDF/HTML Page 519 of 673
single page version
कर्तारं कलयन्तु तं किल सदा भेदावबोधादधः ।
पश्यन्तु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परम् ।।२०५।।
તથા પરઘાત પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે.’’ આ પ્રમાણે, જેમ સાંખ્યમતી બધુંય પ્રકૃતિનું જ કાર્ય માને છે અને પુરુષને અકર્તા માને છે તેમ, પોતાની બુદ્ધિના દોષથી આ મુનિઓનું પણ એવું જ એકાંતિક માનવું થયું. માટે જિનવાણી તો સ્યાદ્વાદરૂપ હોવાથી, સર્વથા એકાંત માનનારા તે મુનિઓ પર જિનવાણીનો કોપ અવશ્ય થાય છે. જિનવાણીના કોપના ભયથી જો તેઓ વિવક્ષા પલટીને એમ કહે કે — ‘‘ભાવકર્મનો કર્તા કર્મ છે અને પોતાના આત્માનો (અર્થાત્ પોતાનો) કર્તા આત્મા છે; એ રીતે અમે આત્માને કથંચિત્ કર્તા કહીએ છીએ, તેથી વાણીનો કોપ થતો નથી;’’ તો આ તેમનું કહેવું પણ મિથ્યા જ છે. આત્મા દ્રવ્યે નિત્ય છે, અસંખ્યાત પ્રદેશોવાળો છે, લોકપરિમાણ છે, તેથી તેમાં તો કાંઈ નવીન કરવાનું છે નહિ; અને જે ભાવકર્મરૂપ પર્યાયો છે તેમનો કર્તા તો તે મુનિઓ કર્મને જ કહે છે; માટે આત્મા તો અકર્તા જ રહ્યો! તો પછી વાણીનો કોપ કઈ રીતે મટ્યો? માટે આત્માના કર્તાપણા અને અકર્તાપણાની વિવક્ષા યથાર્થ માનવી તે જ સ્યાદ્વાદનું સાચું માનવું છે. આત્માના કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદ-પ્રરૂપણ આ પ્રમાણે છેઃ —
આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિ કાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, જ્ઞેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अमी आर्हताः अपि] આ અર્હત્ના મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ [पुरुषं] આત્માને, [सांख्याः इव] સાંખ્યમતીઓની જેમ, [अकर्तारम् मा स्पृशन्तु] (સર્વથા) અકર્તા ન માનો; [भेद-अवबोधात् अधः] ભેદજ્ઞાન થયા પહેલાં [तं किल] તેને [सदा] નિરન્તર [कर्तारम् कलयन्तु] કર્તા માનો, [तु] અને [ऊर्ध्वम्] ભેદજ્ઞાન થયા પછી [उद्धत-बोध-धाम-नियतं स्वयं प्रत्यक्षम्
Page 489 of 642
PDF/HTML Page 520 of 673
single page version
निजमनसि विधत्ते कर्तृभोक्त्रोर्विभेदम् ।
स्वयमयमभिषिञ्चंश्चिच्चमत्कार एव ।।२०६।।
एनम्] ઉદ્ધત *જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને [च्युत-कर्तृभावम् अचलं एकं परम् ज्ञातारम्] કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ [पश्यन्तु] દેખો.
ભાવાર્થઃ — સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ ઉદાસીન ચૈતન્યમાત્ર માને છે. આવું માનવાથી પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે; અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખદુઃખ આદિનું સંવેદન નથી, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી. માટે સાંખ્યમતીઓ મિથ્યાદ્રષ્ટિ છે; અને જો જૈનો પણ એવું માને તો તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ છે. તેથી આચાર્યદેવ ઉપદેશ કરે છે કે — સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો; જ્યાં સુધી સ્વપરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો — પોતાનાં ચેતનરૂપ ભાવકર્મોનો — કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું — એ બન્ને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદ મત જૈનોનો છે; અને વસ્તુસ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી. આવું (સ્યાદ્વાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય-વ્યવહારનો લોપ થાય છે. ૨૦૫.
હવેની ગાથાઓમાં, ‘કર્તા અન્ય છે અને ભોક્તા અન્ય છે’ એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે અને સ્યાદ્વાદ અનુસાર જે રીતે વસ્તુસ્વરૂપ અર્થાત્ કર્તાભોક્તાપણું છે તે રીતે કહેશે. તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इह] આ જગતમાં [एकः] કોઈ એક તો (અર્થાત્ ક્ષણિકવાદી બૌદ્ધમતી તો) [इदम् आत्मतत्त्वं क्षणिकम् कल्पयित्वा] આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને [निज-मनसि] પોતાના મનમાં [कर्तृ-भोक्त्रोः विभेदं विधत्ते] કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે ( – અન્ય કર્તા છે અને અન્ય ભોક્તા છે એવું માને છે); [तस्य विमोहं] તેના મોહને (અજ્ઞાનને) [अयम् चित्-चमत्कारः * જ્ઞાનધામ = જ્ઞાનમંદિર; જ્ઞાનપ્રકાશ.