Samaysar Kalash Tika (Gujarati). Shree Samaysar Kalash: ; Introduction; Avrutti; Sadgurudev Shri Kanjiswami; Arpan; Shree Sadgurudev Stuti; PrakAshkiy Nivedan: ,; Upodghat; Jinjini Vani; Shri Samaysar Stuti.

Next Page >


Combined PDF/HTML Page 1 of 15

 

Page -21 of 269
PDF/HTML Page 1 of 291
single page version

background image
શ્રીમદ્ આચાર્યવર અમૃતચંદ્રસૂરિ વિરચિત
શ્રી
સમયસાર-કલશ
અધ્યાત્મરસિક પં. શ્રી રાજમલજી ‘પાંડે’ કૃત
‘ખંડાન્વય સહિત અર્થ’રુપ ઢુંઢારી ટીકાનો
ગુજરાતી અનુવાદ
પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)

Page -20 of 269
PDF/HTML Page 2 of 291
single page version

ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ૧૦૬
नमः समयसाराय।
શ્રીમદ્ આચાર્યવર અમૃતચંદ્રસૂરિ વિરચિત
શ્રી
સમયસાર-કલશ

ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસારની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત

‘આત્મખ્યાતિ’ ટીકાના કલશ-શ્લોક તથા તેના પર ઢૂંઢારી
ભાષામાં અધ્યાત્મરસિક પં. શ્રી રાજમલજી ‘પાંડે’એ
રચેલી ‘ખંડાન્વય સહિત અર્થ’રૂપ ટીકાના
પં. ફૂલચંદ્રજી સિદ્ધાન્તશાસ્ત્રીના આધુનિક
હિંદી અનુવાદના ગુજરાતી
ભાષાંતર સહિત
ઃ ગુજરાતી ભાષાંતરઃ
બ્ર. ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયા
સોનગઢ
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)


Page -19 of 269
PDF/HTML Page 3 of 291
single page version

પ્રથમ આવૃત્તિઃ પ્રત ૪૫૦૦વીર નિ. સં. ૨૪૯૩વિ. સં. ૨૦૨૩
દ્વિતીય આવૃત્તિઃ પ્રત ૧૫૦૦વીર નિ. સં. ૨૫૦૩વિ. સં. ૨૦૩૩
તૃતીય આવૃત્તિઃ પ્રત ૧૦૦૦વીર નિ. સં. ૨૫૨૭વિ. સં. ૨૦૫૭
ચતુર્થ આવૃત્તિઃ પ્રત ૨૦૦૦વીર નિ. સં. ૨૫૩૧વિ. સં. ૨૦૬૧
શ્રી સમયસાર-કલશ(ગુજરાતી)ના
સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા
શ્રી ભીખાલાલ મગનલાલ શાહ-પરિવાર (દહેગામવાળા)

સમરતબેન (ધર્મપત્ની) હીરાલાલ (પુત્ર) અ.સૌ. શાન્તાબેન (પુત્રવધૂ)

આ શાસ્ત્રની પડતર કિંમત રુા. ૫૯=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની આર્થિક
સહાયથી આ આવૃત્તિની કિંમત રુા. ૪૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦% શ્રી કુંદકુંદ-
કહાન પારમાર્થિક ટ્રસ્ટ હસ્તે સ્વ. શ્રી શાંતિલાલ રતિલાલ શાહ પરિવાર તરફથી
કિંમત ઘટાડવામાં આવતાં આ ગ્રંથની વેચાણ કિંમત રુા. ૨૦=૦૦ રાખવામાં આવી
છે.
કિંમત રુા. ૨૦=૦૦
ઃ મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થી ગૃહ કંપાઉન્ડ, સોનગઢ-
Phone : (02846) 244081



Page -17 of 269
PDF/HTML Page 5 of 291
single page version

અર્પણ
જેમનો આ પામર પર અકથ્ય અનંત અનંત ઉપકાર વર્તે
છે, જેમની પાવન છત્રછાયામાં રહીને સમયસાર-કલશનું
આ ગુજરાતી ભાષાંતર તૈયાર થયું છે, જેઓ સમયસાર
કલશમાં ભરેલા પરમ કલ્યાણકારી આધ્યાત્મિક
ભાવોને ખોલીને સદુપદેશ દ્વારા વીતરાગ
જૈનધર્મની મહાન પ્રભાવના કરી રહ્યા છે
અને સમયસાર-કલશમાં ઠેકઠેકાણે ગાયેલી
આત્માનુભૂતિથી વિભૂષિત સહજ જેમનું
જીવન છે, તે પરમ પૂજ્ય પરમ કૃપાળુ
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
પવિત્ર કરકમળમાં આ અનુવાદ-
પુષ્પ અત્યંત ભક્તિભાવે
સમર્પણ કરું છું.
ભાષાંતરકાર


Page -16 of 269
PDF/HTML Page 6 of 291
single page version

શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ ક્હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ)
અહોઃ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદનાઃ!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, પરદ્રવ્ય નાતો તૂટે;
રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાંઅંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્રઃ! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્રઃ! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘઃ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પીઃ! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિઃ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું,
મનરથ મનનો; પૂરજો શક્તિશાળીઃ!
હિંમતલાલ જેઠાલાલ શાહ


Page -15 of 269
PDF/HTML Page 7 of 291
single page version

नमः समयसाराय।
પ્રકાશકીય નિવેદન

‘સમયસાર’ તો જગત્ચક્ષુ છે. તેની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ‘આત્મખ્યાતિ’ ટીકા આત્માની વિશિષ્ટ પ્રકારે પ્રસિદ્ધિ કરે છે. તેમાં આવેલ કળશો શુદ્ધામૃતથી ભરેલા છે. તે કળશો ઉપર જૈનધર્મના મર્મી પંડિતપ્રવર શ્રી રાજમલજીએ મૂળ ઢૂંઢારી ભાષમાં ટીકા કરી છે. તેનો આધુનિક હિંદીમાં અનુવાદ પં. શ્રી ફૂલચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રીએ કરેલ છે. તેની ૩૩૦૦ પ્રત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે બહુ અલ્પ સમયમાં ખપી જતાં, તેની બીજી આવૃત્તિરૂપે ૩૩૦૦ પ્રત છપાવવામાં આવી છે. તે ગ્રંથ કેટલો મહત્ત્વનો છે અને જિજ્ઞાસુઓને તે કેટલો પ્રિય છે તેનું માપ આ ઉપરથી નીકળી શકે છે.

મૂળ ઢૂંઢારી તથા તેના હિન્દી અનુવાદ ઉપરથી આ ગુજરાતી અનુવાદ પ્રથમ વાર જ પ્રકાશિત કરતાં હૃદય અત્યાનંદ અનુભવે છે.

સમયસારરૂપ ચૈતન્યરત્નાકરનું ઊંડું અવગાહન કરીને, આત્માનુભવી સંત પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ જે અધ્યાત્મનિધાન વર્તમાનકાળે જગત સમક્ષ પ્રગટ કરેલ છે તે અનેક ભવ્ય જીવોને આત્મકલ્યાણની અનોખી પ્રેરણા આપે છે; તે તેમનો મહા ઉપકાર છે. તેથી તેમનાં પાવન ચરણારવિંદમાં અત્યંત ભક્તિભાવે નમસ્કાર કરીએ છીએ.

લગભગ છવ્વીશ વર્ષથી પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં નિરંતર વસી તેમની મહામૂલી સેવાનો અનુપમ લહાવો લેવાનું મહાન સદ્ભાગ્ય જેમને સાંપડ્યું છે તે બ્ર. શ્રી ચંદુભાઇએ આ ગુજરાતી અનુવાદ તૈયાર કરી આપ્યો છે.

શ્રી ચંદુભાઇ કુમારબ્રહ્મચારી છે. તેમણે પોતાનું સમગ્ર જીવન પૂજ્ય ગુરુદેવશ્રીનાં પાવન ચરણોમાં સમર્પણ કર્યું છે. તેમની એ અર્પણતા અનુકરણીય છે. તેઓ જૈન શાસ્ત્રોના ચારે અનુયોગના સારા અભ્યાસી છે. તેમની સ્મરણશક્તિ તીવ્ર છે અને તેથી પૂજ્ય ગુરુદેવશ્રીની આજ્ઞા થતાં તેઓ કોઈ પણ શાસ્ત્રનો આધાર તુરત જ કાઢી આપે છે. તેઓ નમ્ર, વિનયી, ભક્તિવંત, સાધર્મી પ્રત્યે વાત્સલ્ય ધરાવનાર, નિરભિમાની, મૃદુભાષી, વૈરાગ્યવંત, અધ્યાત્મરસિક સજ્જન છે. તેમણે આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ જિનવાણી પ્રત્યેની ભક્તિ અર્થે અત્યંત ચીવટપૂર્વક, ઉલ્લસિત પરિણામે, તદ્ન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે. તે માટે આ સંસ્થા તેમની ૠણી છે અને તેમને ધન્યવાદ આપવા સાથ આભાર પ્રદર્શિત કરે છે.

આ આખાયે અનુવાદને સૂક્ષ્મતાથી તપાસી આપવામાં, યોગ્ય સલાહ-સૂચનપૂર્વક તેનું યથોચિત સંશોધન કરી આપવામાં સર્વતોમુખી સહાય સદ્ધર્મવત્સલ પં. ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે આપી છે; તેથી તેમનો અંતરથી આભાર માનવામાં આવે છે.


Page -14 of 269
PDF/HTML Page 8 of 291
single page version

અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલજી જૈને કુશળતાપૂર્વક આ ગ્રંથની સુંદર છપાઈ આદિ કાર્ય કરી આપ્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.

આ સમયસાર-કળશોમાં ભરેલ જ્ઞાનામૃતનું પાન કરીને ભવ્ય જીવો અમૃતસંજીવનીની પ્રાપ્તિ કરો એવી ભાવના.

સાહિત્યપ્રકાશનસમિતિ,

સોનગઢ ફાગણ વદ દશમ, વિ. સં. ૨૦૨૩

શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ
પ્રકાશકીય નિવેદન
(ચોથી આવૃત્તિ પ્રસંગે)

‘સમયસાર-કલશ’ની આ ગુજરાતી ચોથી આવૃત્તિ અગાઉની ત્રીજી આવૃત્તિ પ્રમાણે જ છપાવી છે. મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈને અલ્પ સમયમાં કાળજીપૂર્વક સારું કરી આપ્યું છે, તે બદલ ટ્રસ્ટ તેમનો આભાર માને છે.

આ ગ્રંથના અધ્યયન વડે મુમુક્ષુઓ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના.

સાહિત્યપ્રકાશનસમિતિ,

વિ. સં. ૨૦૬૧, ફાગણ વદ-૧૦, પૂ. બેનશ્રી ચંપાબેન ૭૩મી સમ્યક્ત્વજયંતી, તા. ૪-૪-૨૦૦૫

શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ- (સૌરાષ્ટ્ર)


Page -13 of 269
PDF/HTML Page 9 of 291
single page version

नमः श्रीसद्गुरुदेवाय।
ઉપોદ્ઘાત
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी
मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।

શાસનનાયક સર્વજ્ઞવીતરાગદેવ પરમ ભટ્ટારક પરમ પૂજ્ય ૧૦૦૮ ભગવાન શ્રી મહાવીરસ્વામીની ભવ્યજનકલ્યાણકારી દિવ્ય દેશનાનો જે અધ્યાત્મપ્રવાહ વિક્રમ સંવતના પ્રથમ સૈકામાં આ ભારતવર્ષને પાવન કરનાર આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદ મહામુનિવરને ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલો, તે તેમણે યુક્તિ, આગમ અને પોતાના નિર્વિકલ્પ રસાસ્વાદરૂપ સ્વાનુભવના બળ વડે શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહ વગેરે અનેક પ્રાભૃતરૂપ પ્રાકૃતગાથાબદ્ધ પરમાગમોમાં ભરીને મુમુક્ષુ ભવ્ય જીવોના કલ્યાણ-અર્થે તેમને ભેટરૂપે અર્પણ કર્યો છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત, ઉપરોક્ત પરમાગમોમાં શ્રી સમયસાર પરમાગમ આ કાળે નિરભ્ર નભમંડળમાં તેજસ્વી સૂર્ય સમાન અધ્યાત્મતત્ત્વનો સર્વાંગ પ્રકાશનાર મહાન અદ્ભુત સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે. તેના પ્રણેતા, જેવા ઉચ્ચ કોટિના આત્મા છે તેવો જ ઉત્તમ આ ગ્રંથ છે.

સમયસાર ગ્રંથ ઉપર, શ્રી કુંદકુંદાચાર્યદેવ પછી લગભગ એક હજાર વર્ષે પોતાનાં દિવ્ય જ્ઞાન-સંયમથી તથા અનુપમ વિદ્વત્તાથી ભારતની ભવ્ય ધરાને વિભૂષિત કરનાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ‘આત્મખ્યાતિ’ નામની વિશદ, અર્થગંભીર, મૂળ ગાથાઓના હાર્દને ખોલનારી તથા અધ્યાત્મરસથી ઓતપ્રોત સુંદર ટીકા સંસ્કૃત ભાષામાં રચેલી છે. જેમ સમયસાર પરમાગમના મૂળ કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ સાતિશય અધ્યાત્મપ્રતિભાસંપન્ન, લોકોત્તર, મહાન આચાર્યપરમેષ્ઠી છે, તેમ ‘આત્મખ્યાતિ’ ટીકાના પ્રણેતા પણ અધ્યાત્મમસ્તીમાં મસ્ત મહા સમર્થ આચાર્ય છે. તેમણે પ્રવચનસાર તથા પંચાસ્તિકાયસંગ્રહ ઉપર પણ ટીકા લખી છે, અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધ્યુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો પણ લખ્યા છે. તે સર્વમાં ‘આત્મખ્યાતિ’ ટીકા આચાર્યદેવની સર્વોત્કૃષ્ટ કૃતિ છે.

આ ટીકામાં આચાર્યદેવે, મૂળ ગાથાઓમાં ભરેલા અધ્યાત્મતત્ત્વના ગૂઢતમ આશયોને ખોલીને, જીવાદિ નવ તત્ત્વોનું શુદ્ધનયની પ્રધાનતાથી નિરૂપણ કરી મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ બતાવ્યું છે, અને અનાદિ કાળથી ભવભ્રમણને લીધે દુઃખી થતા જીવોને દુઃખથી મુક્ત થવા માટે એક માત્ર સમજવું બાકી રહી ગયું છે એવા એકત્વ-વિભક્ત આત્માના


Page -12 of 269
PDF/HTML Page 10 of 291
single page version

સ્વરૂપને યુક્તિ, આગમ અને સ્વાનુભવમૂલક નિજ આત્મવૈભવ વડે પોતાની મૌલિક શૈલીથી અત્યંત સ્પષ્ટપણે સમજાવ્યું છે. આ ટીકા વાંચતાં પરમાર્થતત્ત્વના મધુર રસાસ્વાદી ધર્મજિજ્ઞાસુઓના હૃદયમાં નિઃસંદેહ આત્માનો અપાર મહિમા આવે છે, કેમ કે આચાર્યદેવે તેમાં પરમ હિતોપદેશક, સર્વજ્ઞવીતરાગ તીર્થંકર ભગવંતોનાં હાર્દ ખોલીને અધ્યાત્મતત્ત્વનાં નિધાનો ઠાંસીઠાંસીને ભરી દીધાં છે. અધ્યાત્મતત્ત્વના હાર્દને સર્વાંગ પ્રકાશનારી આ ‘આત્મખ્યાતિ’ જેવી સુંદર ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન અધ્યાત્મગ્રન્થની લખાયેલી નથી. આ કળિકાળમાં જેમ શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે તેમ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે.

‘આત્મખ્યાતિ’ ટીકાનો બહુ ભાગ તો ગદ્યાત્મક છે અને થોડો ભાગ પદ્યાત્મક છે. મૂળ ગાથા કે ગાથાજૂથની ગદ્યાત્મક ટીકાના અંતમાં આવતાં અધ્યાત્મરસથી અને આત્માનુભવની મસ્તીથી ભરપૂર આ મધુર પદ્યો જિનમંદિરના ઉન્નત ધવલ શિખર ઉપર શોભતા સુવર્ણકલશ સમાન ટીકાની શોભામાં અત્યંત અભિવૃદ્ધિ કરે છે. આ કલશ-કાવ્યો ગ્રંથમાં નિર્દિષ્ટ વિવિધ વિષયોના આત્મસ્પર્શી વિવેચનાત્મક ગદ્યાંશની ચૂલિકાસ્વરૂપ હોવા છતાં તેમને પૃથક્પણે લઈએ તોપણ તેઓ સંધિબદ્ધ, અર્થગંભીર અને પરમાર્થતત્ત્વપ્રતિપાદક એક સુંદર અધ્યાત્મગ્રંથ બને છે. તેનું નામ ‘સમયસાર-કલશ’ છે અને તેના પર અધ્યાત્મરસિક પંડિત શ્રી રાજમલજી ‘પાંડે’એ ટીકા લખી છે, જેને આ શાસ્ત્રમાં ‘ખંડાન્વય સહિત અર્થ’ એ નામે આપવામાં આવી છે.

કલશ-ટીકાના રચયિતા પાંડે રાજમલજી વિક્રમ સંવતની સત્તરમી શતાબ્દિમાં થઈ ગયેલા કવિવર શ્રી બનારસીદાસજીથી થોડાંક વર્ષો પહેલાં જ થઈ ગયા હોય એમ વિદ્વાનોનું માનવું છે. તેમણે આ કલશટીકા રાજસ્થાનના ઢૂંઢાર પ્રદેશમાં બોલાતી જૂની ઢૂંઢારી ભાષામાં લખેલી છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનાં કલશકાવ્યોમાં અધ્યાત્મતત્ત્વનાં જે ગૂઢ રહસ્યો અતિ સંક્ષેપથી ભરેલાં છે તેને ટીકાકાર પંડિતજીએ આ ટીકામાં સામાન્ય બુદ્ધિના જિજ્ઞાસુ જીવો પણ સરળતાથી સમજી શકે એ રીતે વિસ્તારથી, સ્પષ્ટતાપૂર્વક અને જોરદાર શૈલીથી ખુલ્લાં કર્યાં છે. આ ટીકામાં સ્થાને સ્થાને નિર્વિકલ્પ સહજ સ્વાત્માનુભવનું અતિશય માહાત્મ્ય બતાવ્યું છે અને તેની પ્રાપ્તિ કરવા પ્રેરણા આપી છે. વિજ્ઞાનઘન નિજ આત્માના નિર્વિકલ્પ રસાસ્વાદરૂપ અનુભવ સિવાય જીવ જે કોઈ વ્રત-નિયમ-દયા-દાન-પૂજા-ભક્તિ વગેરે બાહ્ય ક્રિયાકાંડના આચરણસ્વરૂપ વ્યવહારચારિત્રના વિકલ્પોમાં ગૂંચાઇ રહે તે તેનો વૃથા ક્લેશ છે, તેનાથી તેને જરા પણ સ્વાત્મકલ્યાણની પ્રાપ્તિ નથી તથા તે ભવાન્તનું લેશમાત્ર પણ કારણ


Page -11 of 269
PDF/HTML Page 11 of 291
single page version

નથી; સ્વાત્મકલ્યાણની પ્રાપ્તિ પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો અને પરના સંબંધે થતા પોતાના વિકારી ભાવોથી પણ ભિન્ન, પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી અભેદ આત્માના સહજ આસ્વાદથી થાય છે;એવા સમયસાર-કલશમાં સંક્ષિપ્તરૂપે ભરેલા ભાવ આ ટીકામાં અનેક સ્થળે વિસ્તારપૂર્વક અત્યંત સ્પષ્ટતાથી વ્યક્ત કરવામાં આવ્યા છે. સમયસાર-કલશમાં ગૂઢપણે ભરેલા આધ્યાત્મિક ભાવોને સુગ્રાહ્ય થાય એ રીતે વિસ્તારીને ખુલ્લા કરે છે તે આ ટીકાની એક વિશિષ્ટતા છે. સમયસાર-કલશનો જે પ્રધાન સૂર પરથી, વિકારથી અને અપૂર્ણતાથી તથા ભેદભાવોથી રહિત પોતાના ત્રિકાળી, શુદ્ધ, ચિદાનંદમય, ભિન્ન, નિર્વિકાર, આપૂર્ણ અને અભેદ આત્માનું યથાર્થ સ્વરૂપ હૃદયગત કરાવીને તેનો સાક્ષાત્ અતીન્દ્રિય અનુભવ કરાવવાનો છે, તે પ્રયોજનને પાર પાડવામાં સહાયક થવા માટે આ ટીકામાં ટીકાકાર વિદ્વાને મૂળ ગ્રંથ સાથે સુસંગત અનેક વિષયોનું પોતાની સરળ, રોચક અને જોરદાર શૈલીથી સુંદર પ્રતિપાદન કર્યું છે.

ટીકાકાર પંડિતજીએ પ્રત્યેક શ્લોકની ટીકામાં પ્રાયઃ દરેક ખંડાન્વયનો મર્મભર્યો અર્થ ખોલ્યા પછી ટૂંકા ટૂંકા ભાવાર્થમાં તેનો અનુભવપ્રધાન સંક્ષિપ્ત સાર ભરીને વિવક્ષિત વિષયને આત્મસાત્ કરાવી આપ્યો છે. તેમાં પણ વ્યવહારને માટે અભૂતાર્થ, અસત્યાર્થ અને ગૌણ એવા શબ્દો વાપરવાને બદલે ‘જૂઠો’ એવા જોરદાર શબ્દનો અનેક સ્થળે ઉપયોગ કરીને તેમણે વ્યવહારની હેયતા સચોટપણે વ્યક્ત કરી છે.

વળી ટીકામાં, જીવને આત્મકલ્યાણના વાસ્તવિક ઉપાયભૂત સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું તથા તેના વિષયભૂત જીવાદિ નવ તત્ત્વ વગેરેનું ભૂતાર્થનયથી સરળ ભાષામાં એવું સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે કે જેથી કોઈ તેનો ઢીલો-પોચો અથવા બીજો વિપરીત અર્થ કરી જ ન શકે.

સમ્યગ્દર્શન ધર્મનું મૂળ હોવા છતાં, તેના અભાવે બીજું બધું વ્યર્થ હોવા છતાં, સમ્યગ્દર્શનના અર્થ વિષે જીવોને ઘણી ભ્રાન્તિ પ્રવર્તે છે અને તેના ઘણા ઢીલા વિપરીત અર્થો કરવામાં આવે છે. કોઈ જૈનધર્મની કુળપરંપરાગત શ્રદ્ધાને, કોઈ દેવ-ગુરુ-ધર્મનાં બાહ્ય લક્ષણોની શ્રદ્ધાને અને કોઈ જીવાદિ નવતત્ત્વની અભૂતાર્થનયાનુસારી શ્રદ્ધાને સમ્યગ્દર્શન માને છે. ખરેખર તો સમયસાર-કલશમાં આચાર્યદેવે વર્ણવ્યા પ્રમાણે નવ તત્ત્વની ભૂતાર્થનયાનુસારી શ્રદ્ધા, કે જે શ્રદ્ધા શુદ્ધાત્માનુભૂતિપૂર્વક હોય છે તે જ, સમ્યગ્દર્શન છે. ટીકાની આ મૂળભૂત વાતને સ્પષ્ટ કરવા પંડિતજીએ ઠેકઠેકાણે સમ્યગ્દર્શનને ‘‘શુદ્ધ ચેતનામાત્ર વસ્તુસ્વરૂપનો આસ્વાદ’’, ‘‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ’’, ‘‘સમસ્ત સંકલ્પવિકલ્પથી રહિત વસ્તુસ્વરૂપનો અનુભવ’’ અને ‘‘શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ’’એમ ગાયું છે. તે જ વાતને પંડિતજીએ આ ટીકામાં અન્યત્ર અનેક સ્થળે સ્ફુટ કરી છે. જેમ કેછઠ્ઠા


Page -10 of 269
PDF/HTML Page 12 of 291
single page version

કલશમાં ‘‘इमाम् नवतत्त्वसन्ततिम् मुक्त्वा’’ એ ખંડનો ભાવાર્થ ભરતાં તેઓશ્રી કહે છે કે, ‘‘સંસાર-અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે’’ અને તે જ કલશમાં ‘‘यदस्यात्मनः इह द्रव्यान्तरेभ्यः पृथक् दर्शनम् नियमात् एतदेव सम्यग्दर्शनम्’’ એ ખંડનો અર્થ કરતાં તેમણે કહ્યું છે કે, ‘‘કારણ કે આ જ જીવદ્રવ્ય સકળ કર્મોપાધિથી રહિત જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે તેનો અનુભવ, તે જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે.’’

સમ્યગ્દર્શનની માફક સમ્યગ્જ્ઞાન વિષેની વિપરીત માન્યતાઓ પણ તેમણે જોરદાર શૈલીથી દ્રઢતાપૂર્વક દૂર કરી છે. કોઈ જિજ્ઞાસુ જીવ છ દ્રવ્ય, નવ પદાર્થ આદિના કે જૈન શાસ્ત્રોના કેવળ વિકલ્પપૂર્વક જાણપણાને સમ્યગ્જ્ઞાન માની લે એવો અવકાશ તેમણે રહેવા દીધો નથી. સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ બતાવતાં પંડિતજીએ અનેક સ્થળે સ્વાનુભવપ્રધાન જ્ઞાનને જ સમ્યગ્જ્ઞાન કહ્યું છે. જેમ કે૧૩મા કલશના ‘‘किल इयम् एव ज्ञानानुभूतिः इति बुद्धवा’’ એ ખંડના અર્થમાં તથા ભાવાર્થમાં તેમણે તેના હાર્દનું ઉદ્ઘાટન કરતાં લખ્યું છે કે, ‘‘નિશ્ચયથી આ જે અનુભૂતિ કહી તે જ જ્ઞાનાનુભૂતિ છે એટલીમાત્ર જાણીને. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય; નામભેદ છે, વસ્તુભેદ નથી. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષમાર્ગ છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી.’’ વળી, ૧૧૦ મા કળશના

‘‘ज्ञान’’ પદનો અર્થ ‘‘આત્મદ્રવ્યનું

શુદ્ધત્વરૂપ પરિણમન’’ એમ કર્યો છે. એ રીતે તેમણે ભારપૂર્વક દ્રઢ કર્યું છે કે જેને નિરાકુળતાલક્ષણ સ્વાત્માનંદરૂપે પરિણત સ્વાનુભૂતિ થઈ હોય તેને જ સત્યાર્થ સમ્યગ્જ્ઞાન હોઈ શકે; તે સિવાયનું બીજું કેવળ પરલક્ષી વિકલ્પવાળું શાસ્ત્રજ્ઞાન તે સમ્યગ્જ્ઞાન નથી.

વળી, સામાન્યપણે જીવો શુભોપયોગને જ ચારિત્ર માને છે અને શુદ્ધ પરિણતિરૂપ ચારિત્રનો તેમને કાંઈ જ ખ્યાલ હોતો નથી. એવા જીવોનું અજ્ઞાન દૂર કરવા માટે મિથ્યા ચારિત્ર અને સમ્યક્ ચારિત્ર વિષેનું સ્પષ્ટ વિવરણ આ ટીકામાં અનેક સ્થળે મળી રહે છે. જેમ કે૧૪૨મા કલશના ‘‘कर्मभिः क्लिश्यन्तां’’ એ ખંડનો અર્થ કરતાં પંડિતજી લખે છે કે, ‘‘વિશુદ્ધ શુભોપયોગરૂપ પરિણામ, જૈનોક્ત સૂત્રોનું અધ્યયન, જીવાદિ દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ, પંચપરમેષ્ઠીની ભક્તિ ઈત્યાદિ છે જે અનેક ક્રિયાભેદ તે વડે બહુ આક્ષેપ (આડંબર) કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે.’’ તથા તે જ કલશના ‘‘महाव्रततपोभारेण चिरं भग्नाः क्लिश्यन्तां’’ એ ખંડના અર્થમાં કહે છે


Page -9 of 269
PDF/HTML Page 13 of 291
single page version

કે, ‘‘હિંસા, અનૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, મહા પરિષહોનું સહવું, તેના ઘણા બોજા વડે ઘણા કાળ પર્યંત મરીને ચૂરો થતા થકા ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી.’’ પંડિતજી સ્વરૂપાચરણલક્ષણ ચારિત્રનું સ્પષ્ટ વિવરણ ૧૦૬ મા કલશની ટીકામાં વિસ્તારથી આ પ્રમાણે કરે છે‘‘શુદ્ધ વસ્તુમાત્ર, તેની સ્વરૂપનિષ્પત્તિ તેનાથી જે સ્વરૂપાચરણચારિત્ર તે જ, તે જ મોક્ષમાર્ગ છે; આ વાતમાં સંદેહ નથી. ભાવાર્થ આમ છે કે, કોઇ જાણશે કે સ્વરૂપાચરણચારિત્ર એવું કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને વિચારે અથવા ચિંતવે અથવા એકાગ્રપણે મગ્ન થઇને અનુભવે. પણ એવું તો નથી, એમ કરતાં બંધ થાય છે, કેમ કે એવું તો સ્વરૂપાચરણચારિત્ર નથી. તો સ્વરૂપાચરણચારિત્ર કેવું છે? જેમ પાનું (સુવર્ણપત્ર) તપાવવાથી સુવર્ણમાંની કાલિમા જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ જીવદ્રવ્યને અનાદિથી અશુદ્ધચેતનારૂપ રાગાદિ પરિણમન હતું તે જાય છે, શુદ્ધસ્વરૂપમાત્ર શુદ્ધચેતનારૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તેનું નામ સ્વરૂપાચરણચારિત્ર કહેવાય છે; આવો મોક્ષમાર્ગ છે. ....આવું છે જે શુદ્ધચેતનાપરિણમનરૂપ સ્વરૂપાચરણચારિત્ર તે આત્મદ્રવ્યનું નિજસ્વરૂપ છે, શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી એક જીવદ્રવ્યસ્વરૂપ છે. ....આવું શુદ્ધપણું મોક્ષનું કારણ છે, એના વિના જે કાંઇ ક્રિયારૂપ છે તે બધું બંધનું કારણ છે.’’ તથા ૧૬મા કલશની ટીકામાં ચારિત્રની ટૂંકી વ્યાખ્યા કરતાં ‘‘શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે’’ અને ૧૯મા કલશની ટીકામાં ચારિત્રને ‘‘શુદ્ધસ્વરૂપનું આચરણ’’-એમ કહ્યું છે.

વળી, ચોથા ગુણસ્થાને માત્ર શ્રદ્ધા જ હોય છે, આત્માનુભવ જેવું કાંઈ હોતું નથી એમ ઘણા જીવો માને છે, તેમનો આ ભ્રમ પંડિતજી અનેક સ્થળે અનુભવનું સ્વરૂપ સ્પષ્ટપણે વર્ણવીને દૂર કરે છે. જેમ કે૯મા કલશના ‘‘अस्मिन् धाम्नि अनुभवमुपयाते द्वैतमेव न भाति’’ એ ખંડના ભાવાર્થમાં તેઓશ્રી કહે છે કે, ‘‘અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે વેદ્યવેદકભાવપણે આસ્વાદરૂપ છે; તે અનુભવ પરસહાયથી નિરપેક્ષપણે છે. આવો અનુભવ જોકે જ્ઞાનવિશેષ છે તોપણ સમ્યક્ત્વની સાથે અવિનાભૂત છે, કેમ કે તે સમ્યગ્દ્રષ્ટિને હોય છે, મિથ્યાદ્રષ્ટિને નથી હોતો એવો નિશ્ચય છે. આવો અનુભવ થતાં જીવવસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદે છે. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે તેટલા કાળ સુધી વચનવ્યવહાર સહજ જ અટકી જાય છે, કેમ કે વચનવ્યવહાર તો પરોક્ષપણે કથક છે. આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે, તેથી (અનુભવકાળમાં) વચનવ્યવહાર પર્યન્ત કાંઇ રહ્યું નહિ.’’ તથા ૧૯મા કલશના ‘‘मेचकामेचकत्वयोः आत्मनः चिन्तया एव अलं’’ એ ખંડના ભાવાર્થમાં પંડિતજી અનુભવનું સ્વરૂપ બતાવતાં કહે છે કે, ‘‘અહીં કોઇ પ્રશ્ન કરે છે કે વિચારતાં થકાં તો અનુભવ નથી,


Page -8 of 269
PDF/HTML Page 14 of 291
single page version

તો અનુભવ ક્યાં છે? ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકાં અનુભવ છે.’’

વળી, સમ્યગ્દ્રષ્ટિ જીવ અને મિથ્યાદ્રષ્ટિ જીવની ક્રિયા એકસરખી હોવા છતાં બંનેના દ્રવ્યનો જે પરિણનભેદ હોય છે તે પંડિતજીએ સુંદર રીતે સમજાવેલ છે. જેમ કે૬૭મા કલશના ‘‘तु ते सर्वे अपि अज्ञानिनः अज्ञाननिर्वृत्ताः भवन्ति એ ખંડના ભાવાર્થમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, ‘‘સમ્યગ્દ્રષ્ટિ જીવની અને મિથ્યાદ્રષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયા સંબંધી વિષય-કષાય પણ એકસરખા છે, પરંતુ દ્રવ્યનો પરિણમનભેદ છે. વિવરણ સમ્યગ્દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રત-ક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ, માન, માયા, લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમ કે જે કોઇ પરિણામ છે તે સંવર-નિર્જરાનું કારણ છે;એવો જ કોઇ દ્રવ્યપરિણમનનો વિશેષ છે. મિથ્યાદ્રષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઇ મિથ્યાદ્રષ્ટિના પરિણામ તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્રસિદ્ધાન્તના પાઠરૂપ છે અથવા વ્રત-તપશ્ચરણરૂપ છે અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ છે,આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમ કે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી;દ્રવ્યનો એવો જ પરિણમનવિશેષ છે.’’

આ પ્રમાણે ટીકાકાર પં. રાજમલજીએ સમયસાર-કલશમાં અંતર્ગર્ભિત અધ્યાત્મતત્ત્વના પરમ કલ્યાણકારી વિવિધ ભાવોને અને તેના મર્મને સચોટપણે, સરળ ભાષામાં, વિશદતાપૂર્વક અને જોરદાર શૈલીથી આ ટીકામાં ખુલ્લા કર્યા છે.

ટીકાકારની આ કૃતિ એટલી મનોહર છે કે અધ્યાત્મરસિક કવિવર પંડિત બનારસીદાસજી ઉપર તેની સુંદર છાપ પડી હતી. તેના આધારે પં. બનારસીદાસજીએ ‘નાટક સમયસાર’ નામની હિંદી પદબદ્ધ રચના કરી છે. નાટક સમયસારમાં પાંડે રાજમલજી તથા તેમના દ્વારા રચાયેલી આ ટીકાના સંબંધમાં પં. બનારસીદાસજી લખે કે

पांडे राजमल जिनधर्मी, समयसार नाटकके मर्मी
तिन्हें ग्रन्थकी टीका कीन्ही, बालबोध सुगम करि दीन्ही ।।
इह विधि बोध वचनिका फै ली, समै पाइ अध्यातम सैली
प्रगटी जगत मांही जिनवाणी, घर घर नाटक कथा बखानी ।।

ઉપરોક્ત આ પદમાં પં. બનારસીદાસજીએ પાંડે રાજમલજી અને તેમની આ બાલાવબોધ ટીકાના સંબંધમાં જે કાંઈ કહેવું હતું તે સંક્ષેપમાં બધું કહી દીધું છે. તેમણે ‘નાટક સમયસાર’ની હિન્દી ભાષામાં છંદબદ્ધ રચના આ ટીકાના આધારે કરી છે એવો ભાવ વ્યક્ત કરતાં તેઓશ્રી લખે છે કે


Page -7 of 269
PDF/HTML Page 15 of 291
single page version

नाटक समैसार हित जीका, सुगमरूप राजमली टीका
कवितबद्ध रचना जो होई, भाषा ग्रंथ पढै सब कोई ।।
तब बनारसी मनमें आनी, कीजै तो प्रगटै जिनवानी
पंच पुरुषकी आज्ञा लीनी, कवितबद्धकी रचना कीनी ।।

વળી, નાટક સમયસારના અંતમાં પં. બનારસીદાસજી લખે છે કે

अनुभौ-रसके रसियाने, तीन प्रकार एकत्र बखानै
समयसार कलसा अति नीका, राजमली सुगम यह टीका ।।
ताके अनुक्रम भाषा कीनी, बनारसी ज्ञाता रस लीनी
ऐसा ग्रंथ अपूरव पाया, तासैं सबका मनहिं लुभाया ।।

પોતાની મંડળીના એક સદસ્ય શ્રી માનસિંહજીના આ ગ્રંથ સંબંધી ભાવો વ્યક્ત કરતાં પં. બનારસીદાસજી નાટક સમયસારમાં છેલ્લે લખે છે કે

मानसिंघ चिन्तन कियो, क्यौं पावै यह ग्रंथ
गोविंदसों इतनी कही, सरस सरस यह ग्रंथ ।।

આ પ્રમાણે પાંડે રાજમલજી અને તેમના આ અધ્યાત્મરસભરપૂર ટીકાગ્રંથ વિષે પં. બનારસીદાસજીના ઉદ્ગાર છે. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પ્રવચનબંસરીનો મુખ્ય સૂર સમ્યગ્દર્શન તથા સ્વાત્માનુભવનો અચિંત્ય અદ્ભૂત મહિમા છે તેમ આ ટીકાનું પણ પ્રધાન કાર્ય સમયસાર-કલશમાં અંતર્ગર્ભિત સમ્યગ્દર્શન તથા સ્વાત્માનુભવનું માહાત્મ્ય સ્પષ્ટપણે હૃદયંગમ કરાવવાનું છે. સમયસાર-કલશમાં સમાયેલાં આધ્યાત્મિક ગૂઢ તત્ત્વો સામાન્ય બુદ્ધિના જીવોને પણ સુગમતાથી સમજાય તે રીતે સ્પષ્ટપણે વ્યક્ત કરીને પંડિત રાજમલજીએ અધ્યાત્મતત્ત્વના જિજ્ઞાસુઓ પર ખરેખર ઉપકાર કર્યો છે.

સમયસાર-કલશના અધ્યાત્મભાવોનાં રહસ્યને ખોલનારી આ ટીકા જો, ચાલુ દેશભાષામાં તેનો અનુવાદ થઇને, પ્રકાશિત થાય તો ઘણા જીવોને તે આધ્યાત્મિક ભાવો સુગમપણે સમજવાનો સુયોગ બને; આવો કરુણાશીલ ઉપકારી ભાવ પૂજ્ય ગુરુદેવશ્રીને ઉદ્ભવવાથી તેનો અનુવાદ ચાલુ હિંદી ભાષામાં થયો અને છેવટે તેનું ગુજરાતીમાં આ ભાષાન્તર થયું.

આ રીતે આ ગ્રંથ મુમુક્ષુ ભવ્ય જીવોના હાથમાં આવવાનો સુઅવસર પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની અસીમ કૃપાનું સુખદ ફળ છે.


Page -6 of 269
PDF/HTML Page 16 of 291
single page version

આ ગુજરાતી ભાષાન્તર આધુનિક હિન્દી અનુવાદના આધારે પ્રાયઃ શબ્દશઃ કરવામાં આવ્યું છે; પરંતુ કેટલેક સ્થળે વાચકોને પૂર્વાપર સંબંધ સમજવો સુગમ પડે તે હેતુથી કોઇ એકાદ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો છે; જેમ કે ૨૦મા કલશની ટીકામાં (પૃષ્ઠ ૨૧, પંક્તિ ૨) ‘‘(आत्मज्योतिः) चैतन्यप्रकाशको’’ એનું ભાષાન્તર ‘‘(आत्मज्योतिः) આત્મજ્યોતિને અર્થાત્ ચૈતન્યપ્રકાશને’’એમ કરવામાં આવ્યું છે. વળી, કોઇક સ્થળે એક સળંગ વાક્યની વચ્ચે પંડિતજીએ વિવરણ કે ભાવાર્થ લખ્યાં હોય છે; ત્યાં વાક્યની સળંગસૂત્રતા જાળવવા માટે આ ગુજરાતી ભાષાન્તરમાં તે વિવરણ કે ભાવાર્થ [ ] આવા કૌંસમાં મૂકવામાં આવ્યાં છે (દા. ત. જુઓ પૃષ્ઠ ૫, પંક્તિ ૧૬ અને પૃષ્ઠ ૫૫, પંક્તિ ૯); તે સિવાય ત્યાં ભાષાન્તરમાં કાંઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાષાન્તરમાં સર્વત્ર લેશ પણ આશયફેર ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખવામાં આવી છે.

અધ્યાત્મદ્રષ્ટિ તથા સ્વાનુભવસંપત્તિથી જેઓ સમૃદ્ધ છે, વીતરાગમાર્ગપ્રકાશનનો જેમને અદ્ભુત યોગ છે, જેમનો આ પામર ઉપર અનંત અનંત ઉપકાર છે, જેમનાં પવિત્ર જીવન તથા ચરણોની આનંદદાયી ઉપાસનાથી આ પામરને નિજ કલ્યાણ કરવાની ખટક જાગૃત થઇ તથા જેમના પુનીત પ્રતાપે તેઓશ્રીના શ્રીમુખથી સમયસાર આદિ અધ્યાત્મશાસ્ત્રોના કલ્યાણકારી શ્રવણનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું, એવા પરમ કૃપાળુ પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની મધુરી પવિત્ર છત્રછાયામાં રહીને આ ગુજરાતી અનુવાદનું સંપાદનકાર્ય થયું છે. તેથી આ પ્રસંગે પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે ઉપકારવશતાની હૃદયગત ભાવનાને વ્યક્ત કરી, તેમનાં પાવન ચરણારવિંદમાં અત્યંત ભક્તિભાવે વંદન કરું છું. આ અનુવાદમાં જે કાંઇ સારું હોય તે પૂજ્ય ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થયેલું છે, અને જે કાંઇ ક્ષતિ રહી ગઇ હોય તે મારી અલ્પતાના કારણે છે, જે માટે મુમુક્ષુઓ મને ક્ષમા આપશે એમ ઇચ્છું છું.

આ ઉપરાંત, પરમ પૂજ્ય પ્રશમમૂર્તિ ભગવતી બહેનશ્રી ચંપાબેન કે જેમનો પૂજ્ય ગુરુદેવનિમિત્તક વીતરાગજિનશાસન-પ્રભાવનામાં અદ્ભુત સહયોગ છે અને જેમનો, અધ્યાત્મશાસ્ત્ર સંબંધી અનેક વિષયો સમજાવવાનો તથા વીતરાગ દેવ-ગુરુ પ્રત્યે ભક્તિપ્રેરણાનો અને અન્ય પણ, મારા ઉપર અનેકવિધ અપાર ઉપકાર છે, તેમનાં પાવનકારી ચરણોમાં પણ આ પ્રસંગે શ્રદ્ધાંજલિપૂર્વક ઉપકારવશતાની અંતરની ઊર્મિઓ વ્યક્ત કરું છું.

અધ્યાત્મતત્ત્વરુચિવાન , ઊંડા આદર્શ આત્માર્થી, વૈરાગ્યશાળી, વિદ્વાનબંધુ, પંડિતરત્ન શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહનો આ ભાષાન્તર-કાર્યમાં પૂરેપૂરો સહયોગ છે;


Page -5 of 269
PDF/HTML Page 17 of 291
single page version

તેઓશ્રીએ પોતાનો કીમતી સમય આપી અથાક પરિશ્રમ લઈને અતિ પ્રસન્નતાપૂર્વક આ આખું ભાષાન્તર પાસે બેસીને બરાબર ધ્યાનપૂર્વક સાંભળ્યું છે, અનેક સ્થળોએ આવશ્યક સુધારો-વધારો કરાવ્યો છે, આખરી પ્રૂફસંશોધન કરી આપ્યું છે તથા આ ઉપોદ્ઘાત પણ તપાસીને યોગ્ય સુધારો-વધારો કરાવ્યો છે. ખરેખર તેઓશ્રીના સહૃદય સહયોગથી જ આ ભાષાન્તર મુદ્રણયોગ્ય બન્યું છે; માટે તેઓશ્રીના કીમતી સહયોગને દ્રષ્ટિ સમક્ષ રાખીને તેમનો સાદર અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

આ ભાષાન્તર દિગંબર જૈન સમાજના પ્રસિદ્ધ વિદ્વાન શ્રીમાન્ પં. ફૂલચંદજી સિદ્ધાન્તશાસ્ત્રી, વારાણસીવાળાના આધુનિક હિન્દી અનુવાદના આધારે કરવામાં આવ્યું છે, તેથી તેમના અનુવાદનો ઉપયોગ કરવા બદલ તેમનો પણ સાદર આભાર માનું છું.

અંતમાં, આ અનુવાદ મારફત આ સમયસાર-કલશ ગ્રંથનો આપણે સૌ અધ્યાત્મ- તત્ત્વપ્રેમી મુમુક્ષુ વર્ગ સ્વાનુભવની પ્રાપ્તિ માટે આત્મલક્ષી અભ્યાસ કરીને શ્રી પદ્મનંદી મુનિરાજના નિમ્ન શ્લોક અનુસાર પરમ દશાનાં ભાજન બનીએ એવી મંગળ ભાવના સહિત આ ઉપોદ્ઘાત પૂર્ણ કરું છુંઃ

तत्प्रति प्रीतिचित्तेन येन वार्ताऽपि हि श्रुता
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।।२३।।
(પદ્મનંદિપંચવિંશતિકાએકત્વ અધિકાર)

અર્થઃજે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. શ્રીકુંદકુંદ-આચાર્યપદારોહણ-પર્વ (માગશર વદ આઠમ), વિ. સં. ૨૦૨૩અનુવાદ

બ્ર. ચંદુલાલ ખી. ઝોબાળિયા.


Page -4 of 269
PDF/HTML Page 18 of 291
single page version

જિનજીની વાણી
[રાગ-આશાભર્યા અમે આવિયા]
સીમંધર મુખથી ફૂલડાં ખરે,
એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે.
વાણી ભલી, મન લાગે રળી,
જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર૦
ગૂંથ્યાં પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ,
ગૂંથ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે.
ગૂંથ્યું નિયમસાર, ગૂંથ્યું રયણસાર,
ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો,
જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.
વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ,
વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હૈડે હજો, મારા ભાવે હજો,
મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે.
જિનેશ્વરદેવની વાણીના વાયરા,
વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર૦
હિંમતલાલ જેઠાલાલ શાહ


Page -3 of 269
PDF/HTML Page 19 of 291
single page version

(હરિગીત)
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી,
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી)
અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રીડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા,
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા)
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય,
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટુપ)
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.
હિંમતલાલ જેઠાલાલ શાહ


Page -2 of 269
PDF/HTML Page 20 of 291
single page version

ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ
भूदत्थमस्सिदो खलु सम्मादिट्टी हवदि जीवो ।।
(શ્રી સમયસાર, ગાથા ૧૧)
અર્થઃવ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ

ૠષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિ છે.