Page -1 of 269
PDF/HTML Page 21 of 291
single page version
Page 0 of 269
PDF/HTML Page 22 of 291
single page version
मूलग्रन्थकर्तारः श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां
वचनानुसारमासाद्य आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं, श्रोतारः सावधानतया शृण्वन्तु ।।
Page 1 of 269
PDF/HTML Page 23 of 291
single page version
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘भावाय नमः’’ (भावाय) પદાર્થ. પદાર્થ સંજ્ઞા છે સત્ત્વસ્વરૂપની. એથી આ અર્થ ઠર્યો — જે કોઈ શાશ્વત વસ્તુરૂપ, તેને મારા (नमः) નમસ્કાર. તે વસ્તુરૂપ કેવું છે? ‘‘चित्स्वभावाय’’ (चित्) જ્ઞાન – ચેતના તે જ છે (स्वभावाय) સ્વભાવ – સર્વસ્વ જેનું, તેને મારા નમસ્કાર. આ વિશેષણ કહેતાં બે સમાધાન થાય છેઃ — એક તો ‘ભાવ’ કહેતાં પદાર્થ; તે પદાર્થ કોઈ ચેતન છે, કોઈ અચેતન છે; તેમાં ચેતન પદાર્થ નમસ્કાર કરવા યોગ્ય છે એવો અર્થ ઊપજે છે. બીજું સમાધાન આમ છે કે યદ્યપિ વસ્તુનો ગુણ વસ્તુમાં ગર્ભિત છે, વસ્તુ ગુણ એક જ સત્ત્વ છે, તથાપિ ભેદ ઉપજાવીને કહેવા યોગ્ય છે; વિશેષણ કહ્યા વિના વસ્તુનું જ્ઞાન ઊપજતું નથી. વળી કેવો છે ‘ભાવ’? ‘‘समयसाराय’’ જોકે ‘સમય’ શબ્દના ઘણા અર્થ
Page 2 of 269
PDF/HTML Page 24 of 291
single page version
છે તોપણ આ અવસરે ‘સમય’ શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થ જાણવા. તેમાં જે કોઈ ‘સાર’ છે, ‘સાર’ કહેતાં ઉપાદેય છે જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. આ વિશેષણનો આ ભાવાર્થ છે – સાર પદાર્થ જાણી ચેતન પદાર્થને નમસ્કાર પ્રમાણ રાખ્યા; અસારપણું જાણી અચેતન પદાર્થને નમસ્કાર નિષેધ્યા. હવે કોઈ વિતર્ક કરે કે ‘બધાય પદાર્થ પોતપોતાના ગુણપર્યાયે વિરાજમાન છે, સ્વાધીન છે, કોઈ કોઈને આધીન નથી; તો જીવ પદાર્થને સારપણું કઈ રીતે ઘટે છે?’ તેનું સમાધાન કરવા માટે બે વિશેષણ કહે છેઃ – વળી કેવો છે ‘ભાવ’? ‘‘स्वानुभूत्या चकासते, सर्वभावान्तरच्छिदे’’ (स्वानुभूत्या) આ અવસરે ‘સ્વાનુભૂતિ’ કહેતાં નિરાકુલત્વ-લક્ષણ શુદ્ધાત્મપરિણમનરૂપ અતીન્દ્રિય સુખ જાણવું, તે-રૂપે (चकासते) અવસ્થા છે જેની; (सर्वभावान्तरच्छिदे) ‘સર્વ ભાવ’ અર્થાત્ અતીત-અનાગત-વર્તમાન પર્યાય સહિત અનન્ત ગુણે વિરાજમાન જેટલા જીવાદિ પદાર્થ, તેની ‘અન્તરછેદી’ અર્થાત્ એક સમયમાં યુગપદ્ પ્રત્યક્ષરૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવવસ્તુ, તેને મારા નમસ્કાર. શુદ્ધ જીવને ‘સાર’પણું ઘટે છે. સાર અર્થાત્ હિતકારી, અસાર અર્થાત્ અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થને — પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને — અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનહાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને ‘સાર’પણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં — અનુભવતાં જાણનહારને સુખ છે, જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને ‘સાર’પણું ઘટે છે. ૧.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘नित्यमेव प्रकाशताम्’’ (नित्यं) સદા – ત્રિકાળ (प्रकाशताम्) પ્રકાશ કરો; એટલું કહી નમસ્કાર કર્યા. તે કોણ? ‘‘अनेकान्तमयी मूर्तिः’’ (अनेकान्तमयी) ‘न एकान्तः अनेकान्तः’ અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, તે-મય અર્થાત્ તે જ છે (मूर्तिः) સ્વરૂપ જેનું, એવી છે સર્વજ્ઞની વાણી અર્થાત્ દિવ્યધ્વનિ. આ અવસરે આશંકા ઊપજે છે — કોઈ જાણશે કે અનેકાન્ત તો સંશય છે, સંશય
Page 3 of 269
PDF/HTML Page 25 of 291
single page version
મિથ્યા છે. તેનું આમ સમાધાન કરવું — અનેકાન્ત તો સંશયનો દૂરીકરણશીલ છે અને વસ્તુસ્વરૂપનો સાધનશીલ છે. તેનું વિવરણ — જે કોઈ સત્તાસ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય-ગુણાત્મક છે, તેમાં જે સત્તા અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય છે તે જ સત્તા ભેદપણે ગુણરૂપ કહેવાય છે; આનું નામ અનેકાન્ત છે. વસ્તુસ્વરૂપ અનાદિનિધન આવું જ છે, કોઈનો સહારો નથી, તેથી ‘અનેકાન્ત’ પ્રમાણ છે. હવે જે વાણીને નમસ્કાર કર્યા તે વાણી કેવી છે?
વીતરાગ, [તેનું વિવરણ — ‘प्रत्यक्’ અર્થાત્ ભિન્ન; ભિન્ન અર્થાત્ દ્રવ્યકર્મ-ભાવકર્મ- નોકર્મથી રહિત, એવો છે ‘आत्मा’ આત્મા ( – જીવદ્રવ્ય) જેનો તે કહેવાય છે ‘પ્રત્યગાત્મા’,] તેનું (तत्त्वं) સ્વરૂપ, તેની (पश्यन्ती) અનુભવનશીલ છે. ભાવાર્થ આમ છે — કોઈ વિતર્ક કરે કે દિવ્યધ્વનિ તો પુદ્ગલાત્મક છે, અચેતન છે, અચેતનને નમસ્કાર નિષિદ્ધ છે. તેનું સમાધાન કરવાને માટે આ અર્થ કહ્યો કે વાણી સર્વજ્ઞસ્વરૂપ-અનુસારિણી છે, એવું માન્યા વિના પણ ચાલે નહિ. તેનું વિવરણ — વાણી તો અચેતન છે. તેને સાંભળતાં જીવાદિ પદાર્થનું સ્વરૂપજ્ઞાન જે પ્રકારે ઊપજે છે તે જ પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણું પણ છે. કેવા છે સર્વજ્ઞ વીતરાગ? ‘‘अनन्तधर्मणः’’ (अनन्त) અતિ ઘણા છે (धर्मणः) ગુણો જેમને એવા છે. ભાવાર્થ આમ છે — કોઈ મિથ્યાવાદી કહે છે કે પરમાત્મા નિર્ગુણ છે, ગુણનો વિનાશ થતાં પરમાત્મપણું થાય છે; પરંતુ એવું માનવું જૂઠું છે, કારણ કે ગુણોનો વિનાશ થતાં દ્રવ્યનો પણ વિનાશ છે. ૨.
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः ।
र्भवतु समयसारव्याख्ययैवानुभूतेः ।।३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘मम परमविशुद्धिः भवतु’’ શાસ્ત્રકર્તા છે અમૃતચંદ્રસૂરિ. તેઓ કહે છે — (मम) મને (परमविशुद्धिः) શુદ્ધસ્વરૂપપ્રાપ્તિ (તેનું વિવરણ — પરમ – સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ – નિર્મલતા) (भवतु) થાઓ. શાથી?
Page 4 of 269
PDF/HTML Page 26 of 291
single page version
‘‘समयसारव्याख्यया एव’’ (समयसार) શુદ્ધ જીવ, તેના (व्याख्यया एव) ઉપદેશથી જ અમને શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાઓ. ભાવાર્થ આમ છે — આ શાસ્ત્ર પરમાર્થરૂપ છે, વૈરાગ્ય- ઉત્પાદક છે; ભારત-રામાયણ પેઠે રાગવર્ધક નથી. કેવો છું હું? ‘‘अनुभूतेः’’ અનુભૂતિ — અતીન્દ્રિય સુખ, તે જ છે સ્વરૂપ જેનું એવો છું. વળી કેવો છું? ‘‘शुद्धचिन्मात्रमूर्तेः’’ (शुद्ध) રાગાદિ-ઉપાધિરહિત (चिन्मात्र) ચેતનામાત્ર (मूर्तेः) સ્વભાવ છે જેનો એવો છું. ભાવાર્થ આમ છે કે — દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યસ્વરૂપ આવું જ છે. વળી કેવો છું હું? ‘‘अविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः’’ (अविरतं) નિરંતરપણે અનાદિ સન્તાનરૂપે (अनुभाव्य) વિષય-કષાયાદિરૂપ અશુદ્ધ ચેતના, તેની સાથે છે (व्याप्ति) વ્યાપ્તિ અર્થાત્ તે-રૂપ છે વિભાવ-પરિણમન, એવું છે (कल्माषितायाः) કલંકપણું જેને એવો છું. ભાવાર્થ આમ છે — પર્યાયાર્થિકનયથી જીવવસ્તુ અશુદ્ધપણે અનાદિની પરિણમી છે. તે અશુદ્ધતાનો વિનાશ થતાં જીવવસ્તુ જ્ઞાનસ્વરૂપ સુખસ્વરૂપ છે. હવે કોઈ પ્રશ્ન કરે છે કે જીવવસ્તુ અનાદિથી અશુદ્ધપણે પરિણમી છે, ત્યાં નિમિત્તમાત્ર કોઈ છે કે નહીં? ઉત્તર આમ છે — નિમિત્તમાત્ર પણ છે. તે કોણ? તે જ કહે છે — ‘‘मोहनाम्नोऽनुभावात्’’ (मोहनाम्नः) પુદ્ગલપિંડરૂપ આઠ કર્મોમાં મોહ એક કર્મજાતિ છે, તેનો (अनुभावात्) ઉદય અર્થાત્ વિપાક-અવસ્થા. ભાવાર્થ આમ છે — રાગાદિ-અશુદ્ધ-પરિણામરૂપ જીવદ્રવ્ય વ્યાપ્ય-વ્યાપકરૂપે પરિણમે છે, પુદ્ગલપિંડરૂપ મોહકર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. જેમ કોઈ ધતૂરો પીવાથી ઘૂમે છે, નિમિત્તમાત્ર ધતૂરાનું તેને છે. કેવું છે મોહનામક કર્મ? ‘‘परपरिणतिहेतोः’’ (पर) અશુદ્ધ (परिणति) જીવના પરિણામ જેનું (हेतोः) કારણ છે. ભાવાર્થ આમ છે — જીવના અશુદ્ધ પરિણામના નિમિત્તે એવા રસ સહિત મોહકર્મ બંધાય છે, પછી ઉદયસમયે નિમિત્તમાત્ર થાય છે. ૩.
जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः ।
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव ।।४।।
Page 5 of 269
PDF/HTML Page 27 of 291
single page version
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ते समयसारं ईक्षन्ते एव’’ (ते) આસન્નભવ્ય જીવો (समयसारं) શુદ્ધ જીવને (ईक्षन्ते एव) પ્રત્યક્ષપણે પામે છે. ‘‘सपदि’’ થોડા જ કાળમાં. કેવો છે શુદ્ધ જીવ? ‘‘उच्चैः परं ज्योतिः’’ અતિશયમાન જ્ઞાનજ્યોતિ છે. વળી કેવો છે? ‘‘अनवम्’’ અનાદિસિદ્ધ છે. વળી કેવો છે? ‘‘अनयपक्षाक्षुण्णम्’’ (अनयपक्ष) મિથ્યાવાદથી (अक्षुण्णम्) અખંડિત છે. ભાવાર્થ આમ છે — મિથ્યાવાદી બૌદ્ધાદિ જૂઠી કલ્પના ઘણા પ્રકારે કરે છે, તોપણ તેઓ જ જૂઠા છે; આત્મતત્ત્વ જેવું છે તેવું જ છે. હવે તે ભવ્ય જીવો શું કરતા થકા શુદ્ધ સ્વરૂપ પામે છે, તે જ કહે છે — ‘‘ये जिनवचसि रमन्ते’’ (ये) આસન્નભવ્ય જીવો (जिनवचसि) દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં (रमन्ते) સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે છે. વિવરણ — શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ-શ્રદ્ધા – પ્રતીતિ છે. ભાવાર્થ આમ છે — વચન પુદ્ગલ છે, તેની રુચિ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ નથી; તેથી વચન દ્વારા કહેવામાં આવે છે જે કોઈ ઉપાદેય વસ્તુ, તેનો અનુભવ કરતાં ફળપ્રાપ્તિ છે. કેવું છે જિનવચન? ‘‘उभयनयविरोधध्वंसिनि’’ (उभय) બે (नय) પક્ષપાતને (विरोध) પરસ્પર વૈરભાવ, [વિવરણ — એક સત્ત્વને દ્રવ્યાર્થિકનય દ્રવ્યરૂપ, તે જ સત્ત્વને પર્યાયાર્થિકનય પર્યાયરૂપ કહે છે, તેથી પરસ્પર વિરોધ છે;] તેનું (ध्वंसिनि) મેટનશીલ છે. ભાવાર્થ આમ છે — બન્ને નય વિકલ્પ છે, શુદ્ધ જીવસ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ છે, તેથી શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં બંને નયવિકલ્પ જૂઠા છે. વળી કેવું છે જિનવચન? ‘‘स्यात्पदाङ्के’’ (स्यात्पद) સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્ત — જેનું સ્વરૂપ પાછળ કહ્યું છે — તે જ છે (अङ्के) ચિહ્ન જેનું, એવું છે. ભાવાર્થ આમ છે — જે કોઈ વસ્તુમાત્ર છે તે તો નિર્ભેદ છે. તે વસ્તુમાત્ર વચન દ્વારા કહેતાં જે કોઈ વચન બોલાય છે તે જ પક્ષરૂપ છે. કેવા છે આસન્નભવ્ય જીવ? ‘‘स्वयं
वान्तमोहाः’’ (स्वयं) સહજપણે (वान्त) વમી નાખ્યું છે. (मोहाः) વિપરીતપણું, એવા છે. ભાવાર્થ આમ છે — અનંત સંસાર જીવોને ભમતાં થકાં જાય છે. તે સંસારી જીવ એક ભવ્યરાશિ છે, એક અભવ્યરાશિ છે. તેમાં અભવ્યરાશિ જીવ ત્રણે કાળ મોક્ષ જવાને અધિકારી નથી. ભવ્ય જીવોમાં કેટલાક જીવો મોક્ષ જવાને યોગ્ય છે. તેમને મોક્ષ પહોંચવાનું કાળપરિમાણ છે. વિવરણ — આ જીવ આટલો કાળ વીતતાં મોક્ષ જશે એવી નોંધ કેવળજ્ઞાનમાં છે.
Page 6 of 269
PDF/HTML Page 28 of 291
single page version
તે જીવ સંસારમાં ભમતાં ભમતાં જ્યારે અર્ધપુદ્ગલપરાવર્તનમાત્ર રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઊપજવાને યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યક્ત્વરૂપ જીવદ્રવ્ય પરિણમે છે તથાપિ કાળલબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તોપણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યક્ત્વ-વસ્તુ યત્નસાધ્ય નથી, સહજરૂપ છે. ૪.
मिह निहितपदानां हन्त हस्तावलम्बः ।
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित् ।।५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘व्यवहरणनयः यद्यपि हस्तावलम्बः स्यात्’’ (व्यवहरणनयः) જેટલું કથન. તેનું વિવરણ — જીવવસ્તુ નિર્વિકલ્પ છે. તે તો જ્ઞાનગોચર છે. તે જ જીવવસ્તુને કહેવા માગે, ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જીવ. જો કોઈ બહુ સાધિક (-અધિક બુદ્ધિમાન) હોય તોપણ આમ જ કહેવું પડે. આટલું કહેવાનું નામ વ્યવહાર છે. અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે, તેમાં વિકલ્પ ઉપજાવવો અયુક્ત છે. ત્યાં સમાધાન આમ છે કે વ્યવહારનય હસ્તાવલમ્બ છે. (हस्तावलम्बः) જેવી રીતે કોઈ નીચે પડ્યો હોય તો હાથ પકડીને (તેને) ઊંચો લે છે તેવી જ રીતે ગુણ-ગુણીરૂપ ભેદકથન જ્ઞાન ઊપજવાનું એક અંગ છે. તેનું વિવરણ – ‘જીવનું લક્ષણ ચેતના’ એટલું કહેતાં પુદ્ગલાદિ અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે. તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણ-ગુણીભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે. વ્યવહારનય જેમને હસ્તાવલમ્બ છે તેઓ કેવા છે? ‘‘प्राक्पदव्यामिह निहितपदानां’’ (इह) વિદ્યમાન એવી જે (प्राक्पदव्याम्) જ્ઞાન ઊપજતાં પ્રારંભિક અવસ્થા, તેમાં (निहितपदानां) નિહિત – સ્થાપેલ છે પદ – સર્વસ્વ જેમણે, એવા છે. ભાવાર્થ આમ છે — જે કોઈ સહજપણે અજ્ઞાની છે, જીવાદિ પદાર્થોનું દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ જાણવાના અભિલાષી છે, તેમના માટે
Page 7 of 269
PDF/HTML Page 29 of 291
single page version
ગુણ – ગુણીભેદરૂપ કથન યોગ્ય છે. ‘‘हन्त तदपि एषः न किञ्चित्’’ જોકે વ્યવહારનય હસ્તાવલમ્બ છે તોપણ કાંઈ નથી, ‘નોંધ’ (જ્ઞાન, સમજ) કરતાં જૂઠો છે. તે જીવો કેવા છે જેમને વ્યવહારનય જૂઠો છે? ‘‘चिच्चमत्कारमात्रं अर्थं अन्तः पश्यतां’’ (चित्) ચેતના (चमत्कार) પ્રકાશ (मात्रं) એટલી જ છે (अर्थं) શુદ્ધ જીવવસ્તુ, તેને (अन्तः पश्यतां) પ્રત્યક્ષપણે અનુભવે છે. ભાવાર્થ આમ છે — વસ્તુનો અનુભવ થતાં વચનનો વ્યવહાર સહજ જ છૂટી જાય છે. કેવી છે વસ્તુ? ‘‘परमं’’ ઉત્કૃષ્ટ છે, ઉપાદેય છે. વળી કેવી છે વસ્તુ? ‘‘परविरहितं’’ (पर) દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મથી (विरहितं) ભિન્ન છે. ૫.
पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् ।
सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः ।।६।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् नः अयं एकः आत्मा अस्तु’’ (तत्) તે કારણથી (नः) અમને (अयं) આ વિદ્યમાન (एकः) શુદ્ધ (आत्मा) ચેતનપદાર્થ (अस्तु) હો. ભાવાર્થ આમ છે — જીવવસ્તુ ચેતનાલક્ષણ તો સહજ જ છે. પરન્તુ જીવ મિથ્યાત્વપરિણામથી ભ્રમિત થયો થકો પોતાના સ્વરૂપને જાણતો નથી, તેથી અજ્ઞાની જ કહેવાય. આથી એમ કહ્યું કે મિથ્યા પરિણામ જવાથી આ જ જીવ પોતાના સ્વરૂપનો અનુભવનશીલ થાઓ. શું કરીને? ‘‘इमाम् नवतत्त्वसन्ततिम् मुक्त्वा’’ (इमाम्) આગળ કહેવામાં આવનાર (नवतत्त्व) જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર- નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપના (सन्ततिम्) અનાદિ સંબંધને (मुक्त्वा) છોડીને. ભાવાર્થ આમ છે — સંસાર-અવસ્થામાં જીવદ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે તે તો વિભાવપરિણતિ છે, તેથી નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. ‘‘यदस्यात्मनः इह द्रव्यान्तरेभ्यः पृथक् दर्शनम् नियमात् एतदेव सम्यग्दर्शनम्’’ (यत्) કારણ કે (अस्यात्मनः) આ જ જીવદ્રવ્ય (द्रव्यान्तरेभ्यः पृथक्) સકળ કર્મોપાધિથી રહિત જેવું છે (इह दर्शनम्) તેવો જ
Page 8 of 269
PDF/HTML Page 30 of 291
single page version
પ્રત્યક્ષપણે તેનો અનુભવ, (एतदेव) તે જ (नियमात्) નિશ્ચયથી (सम्यग्दर्शनम्) સમ્યગ્દર્શન છે. ભાવાર્થ આમ છે — સમ્યગ્દર્શન જીવનો ગુણ છે. તે ગુણ સંસાર- અવસ્થામાં વિભાવરૂપ પરિણમ્યો છે; તે જ ગુણ જ્યારે સ્વભાવરૂપ પરિણમે ત્યારે મોક્ષમાર્ગ છે. વિવરણ — સમ્યક્ત્વભાવ થતાં નૂતન જ્ઞાનાવરણાદિ દ્રવ્ય-કર્માસ્રવ મટે છે, પૂર્વબદ્ધ કર્મ નિર્જરે છે; તેથી મોક્ષમાર્ગ છે. અહીં કોઈ આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેના મળવાથી થાય છે. ઉત્તર આમ છે — શુદ્ધ જીવસ્વરૂપ અનુભવતાં ત્રણેય છે. કેવો છે શુદ્ધ જીવ? ‘‘शुद्धनयतः एकत्वे नियतस्य’’ (शुद्धनयतः) નિર્વિકલ્પ વસ્તુમાત્રની દ્રષ્ટિથી જોતાં (एकत्वे) શુદ્ધપણું (नियतस्य) તે-રૂપ છે. ભાવાર્થ આમ છે — જીવનું લક્ષણ ચેતના છે. તે ચેતના ત્રણ પ્રકારની છે – એક જ્ઞાનચેતના, એક કર્મચેતના, એક કર્મફળચેતના. તેમાં જ્ઞાનચેતના શુદ્ધ ચેતના છે, બાકીની અશુદ્ધ ચેતના છે. તેમાં અશુદ્ધ ચેતનારૂપ વસ્તુનો સ્વાદ સર્વ જીવોને અનાદિનો પ્રગટ જ છે; તે-રૂપ અનુભવ સમ્યક્ત્વ નથી. શુદ્ધ ચેતનામાત્ર વસ્તુસ્વરૂપનો આસ્વાદ આવે તો સમ્યક્ત્વ છે.✽ ××× વળી કેવી છે જીવવસ્તુ? ‘‘व्याप्तुः’’ પોતાના ગુણ-પર્યાયો સહિત છે. આટલું કહીને શુદ્ધપણું દ્રઢ કર્યું છે. કોઈ આશંકા કરશે કે સમ્યક્ત્વગુણ અને જીવવસ્તુનો ભેદ છે કે અભેદ છે? ઉત્તર આમ છે કે અભેદ છે — ‘‘आत्मा च तावानयम्’’ (अयम्) આ (आत्मा) જીવવસ્તુ (तावान्) સમ્યક્ત્વગુણમાત્ર છે. ૬.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अतः तत् प्रत्यग्ज्योतिश्चकास्ति’’ (अतः) અહીંથી હવે (तत्) તે જ (प्रत्यग्ज्योतिः) શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ (चकास्ति) શબ્દો દ્વારા યુક્તિથી કહેવામાં આવે છે. કેવી છે વસ્તુ? ‘‘शुद्धनयायत्तं’’ (शुद्धनय) વસ્તુમાત્રને (आयत्तं)
* પંડિત શ્રી રાજમલજી કૃત ટીકામાં અહીં ‘‘पूर्णज्ञानघनस्य’’ પદનો અર્થ કરવો રહી ગયો છે, જે અર્થ આ પ્રમાણે કરી શકાયઃ — વળી કેવો છે શુદ્ધ જીવ? ‘‘पूर्णज्ञानघनस्य’’ પૂર્ણ સ્વ- પરગ્રાહકશક્તિનો પુંજ છે.
Page 9 of 269
PDF/HTML Page 31 of 291
single page version
આધીન છે. ભાવાર્થ આમ છે — જેને અનુભવતાં સમ્યક્ત્વ થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છેઃ — ‘‘यदेकत्वं न मुञ्चति’’ (यत्) જે શુદ્ધ વસ્તુ (एकत्वं) શુદ્ધપણાને (न मुञ्चति) નથી છોડતી. અહીં કોઈ આશંકા કરશે કે જીવવસ્તુ જ્યારે સંસારથી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે. ઉત્તર આમ છે — જીવવસ્તુ દ્રવ્યદ્રષ્ટિએ વિચારતાં ત્રણે કાળ શુદ્ધ છે. તે જ કહે છે — ‘‘नवतत्त्वगतत्वेऽपि’’ (नवतत्त्व) જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા- મોક્ષ-પુણ્ય-પાપ (गतत्वे अपि) તે-રૂપ પરિણમી છે તોપણ શુદ્ધસ્વરૂપ છે. ભાવાર્થ આમ છે – જેમ અગ્નિ દાહકલક્ષણ છે, તે કાષ્ઠ, તૃણ, છાણાં આદિ સમસ્ત દાહ્યને દહે છે, દહતો થકો અગ્નિ દાહ્યાકાર થાય છે; પરંતુ તેનો વિચાર છે કે જો તેને કાષ્ઠ, તૃણ અને છાણાની આકૃતિમાં જોવામાં આવે તો કાષ્ઠનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એમ કહેવું સાચું જ છે, અને જો અગ્નિની ઉષ્ણતામાત્ર વિચારવામાં આવે તો ઉષ્ણમાત્ર છે, કાષ્ઠનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એવા સમસ્ત વિકલ્પ જૂઠા છે; તેવી જ રીતે નવ તત્ત્વરૂપ જીવના પરિણામો છે, તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે, કેટલાક અશુદ્ધરૂપ છે; જો નવ પરિણામોમાં જ જોવામાં આવે તો નવે તત્ત્વ સાચાં છે અને જો ચેતનામાત્ર અનુભવ કરવામાં આવે તો નવે વિકલ્પ જૂઠા છે. ૭.
कनकमिव निमग्नं वर्णमालाकलापे ।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मज्योतिः द्रश्यताम्’’ (आत्मज्योतिः) આત્મ- જ્યોતિ અર્થાત્ જીવદ્રવ્યનું શુદ્ધ જ્ઞાનમાત્ર (द्रश्यताम्) સર્વથા અનુભવરૂપ હો. કેવી છે આત્મજ્યોતિ? ‘‘चिरमिति नवतत्त्वच्छन्नं, अथ सततविविक्तं’’ આ અવસરે નાટ્યરસની પેઠે એક જીવવસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે; એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. તે જ કહે છે — (चिरम्)
Page 10 of 269
PDF/HTML Page 32 of 291
single page version
અમર્યાદ કાળથી (इति) જો વિભાવરૂપ રાગાદિ પરિણામ – પર્યાયમાત્ર વિચારવામાં આવે તો જ્ઞાનવસ્તુ (नवतत्त्वच्छन्नं) પૂર્વોક્ત જીવાદિ નવ તત્ત્વરૂપે આચ્છાદિત છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અનાદિ કાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ-પર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે અને મળી થકી તે રાગાદિ વિભાવપરિણામો સાથે વ્યાપ્ય – વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે. તે પરિણમન જોવામાં આવે, જીવનું સ્વરૂપ ન જોવામાં આવે, તો જીવવસ્તુ નવ તત્ત્વરૂપ છે એમ દ્રષ્ટિમાં આવે છે; આવું પણ છે, સર્વથા જૂઠું નથી, કેમ કે વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં જ છે. ‘‘अथ’’ હવે ‘અથ’ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છેઃ — તે જ જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પોતાના ગુણ-પર્યાયે વિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્યસ્વરૂપ જોવામાં આવે, પર્યાયસ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? ‘‘सततविविक्तम्’’ (सतत) નિરંતર (विविक्तं) નવ તત્ત્વના વિકલ્પથી રહિત છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક્ત્વ છે. વળી કેવી છે તે આત્મજ્યોતિ? ‘‘वर्णमालाकलापे कनकमिव निमग्नं’’ ‘વર્ણમાલા’ પદના બે અર્થ છે — એક તો ૧બનવારી, અને બીજો ભેદપંક્તિ; ભાવાર્થ આમ છે કે ગુણ-ગુણીના ભેદરૂપ ભેદપ્રકાશ; ‘કલાપ’નો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઊપજ્યો કે જેમ એક જ સોનું ૨વાનભેદથી અનેકરૂપ કહેવાય છે તેમ એક જ જીવવસ્તુ દ્રવ્ય-ગુણ- પર્યાયરૂપે અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે અનેકરૂપ કહેવાય છે. ‘अथ’ હવે ‘અથ’ પદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છેઃ — ‘‘प्रतिपदम् एकरूपं’’ (प्रतिपदम्) ગુણ- પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ વાનભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ (एकरूपं) પોતે (એક) જ છે. વસ્તુનો વિચાર કરતાં ભેદરૂપ પણ વસ્તુ જ છે, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે સુવર્ણમાત્ર ન જોવામાં આવે, વાનભેદમાત્ર જોવામાં આવે તો વાનભેદ છે; સોનાની શક્તિ એવી પણ છે; જો વાનભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણમાત્ર જોવામાં આવે, તો વાનભેદ જૂઠા છે; તેવી રીતે જો શુદ્ધ જીવવસ્તુમાત્ર ન જોવામાં આવે, ગુણ-પર્યાયમાત્ર કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાત્ર જોવામાં આવે, તો ગુણ-પર્યાયો છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે; જીવવસ્તુ આવી પણ છે; જો ગુણ-
૧ બનવારી=સોનું તપાવવાની કૂલડી.
૨ દસ વલું, ચૌદ વલું આદિ સોનામાં જે ભેદ છે તેને વાનભેદ કહે છે.
Page 11 of 269
PDF/HTML Page 33 of 291
single page version
પર્યાયભેદ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદ ન જોવામાં આવે, વસ્તુમાત્ર જોવામાં આવે, તો સમસ્ત ભેદ જૂઠા છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. વળી કેવી છે આત્મજ્યોતિ? ‘‘उन्नीयमानं’’ ચેતનાલક્ષણથી જણાય છે, તેથી અનુમાનગોચર પણ છે. હવે બીજો પક્ષ — ‘‘उद्योतमानम्’’ પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતનાલક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યક્ત્વ છે. ૮.
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम् ।
अनुभवमुपयाते भाति न द्वैतमेव ।।९।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अस्मिन् धाम्नि अनुभवमुपयाते द्वैतमेव न भाति’’ (अस्मिन्) આ – સ્વયંસિદ્ધ (धाम्नि) ચેતનાત્મક જીવવસ્તુનો (अनुभवम्) પ્રત્યક્ષપણે આસ્વાદ (उपयाते) આવતાં (द्वैतम् एव) સૂક્ષ્મ-સ્થૂળ અન્તર્જલ્પ અને બહિર્જલ્પરૂપ બધા વિકલ્પો (न भाति) નથી શોભતા. ભાવાર્થ આમ છે — અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે વેદ્યવેદકભાવપણે આસ્વાદરૂપ છે; તે અનુભવ પરસહાયથી નિરપેક્ષપણે છે. આવો અનુભવ જોકે જ્ઞાનવિશેષ છે તોપણ સમ્યક્ત્વની સાથે અવિનાભૂત છે, કેમ કે તે સમ્યગ્દ્રષ્ટિને હોય છે, મિથ્યાદ્રષ્ટિને નથી હોતો એવો નિશ્ચય છે. આવો અનુભવ થતાં જીવવસ્તુ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષપણે આસ્વાદે છે. તેથી જેટલા કાળ સુધી અનુભવ છે તેટલા કાળ સુધી વચનવ્યવહાર સહજ જ અટકી જાય છે, કેમ કે વચનવ્યવહાર તો પરોક્ષપણે કથક છે. આ જીવ તો પ્રત્યક્ષપણે અનુભવશીલ છે, તેથી (અનુભવકાળમાં) વચન- વ્યવહાર પર્યંત કાંઈ રહ્યું નહિ. કેવી છે જીવવસ્તુ? ‘‘सर्वंकषे’’ (सर्वं) બધા પ્રકારના વિકલ્પોની (कषे) ક્ષયકરણશીલ (ક્ષય કરવાના સ્વભાવવાળી) છે. ભાવાર્થ આમ છે — જેમ સૂર્યપ્રકાશ અંધકારથી સહજ જ ભિન્ન છે તેમ અનુભવ પણ
Page 12 of 269
PDF/HTML Page 34 of 291
single page version
સમસ્ત વિકલ્પોથી રહિત જ છે. અહીં કોઈ પ્રશ્ન કરશે કે અનુભવ થતાં કોઈ વિકલ્પ રહે છે કે જેમનું નામ વિકલ્પ છે તે બધાય મટે છે? ઉત્તર આમ છે કે બધાય વિકલ્પો મટે છે; તે જ કહે છે — ‘‘नयश्रीरपि न उदयति, प्रमाणमपि अस्तमेति, न विद्मः निक्षेपचक्रमपि क्वचित् याति, अपरम् किम् अभिदध्मः’’ જે અનુભવ આવતાં પ્રમાણ-નય-નિક્ષેપ પણ જૂઠાં છે, ત્યાં રાગાદિ વિકલ્પોની શી કથા? ભાવાર્થ આમ છે કે રાગાદિ તો જૂઠા જ છે, જીવસ્વરૂપથી બાહ્ય છે. પ્રમાણ-નય-નિક્ષેપરૂપ બુદ્ધિ દ્વારા એક જ જીવદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ભેદ કરવામાં આવે છે તે બધા જૂઠા છે; આ બધા જૂઠા થતાં જે કંઈ વસ્તુનો સ્વાદ છે તે અનુભવ છે.
જ્ઞાન; તે પણ વિકલ્પ છે. (नय) વસ્તુના કોઈ એક ગુણનું ગ્રાહક જ્ઞાન; તે પણ વિકલ્પ છે. (निक्षेप) ઉપચારઘટનારૂપ જ્ઞાન; તે પણ વિકલ્પ છે. ભાવાર્થ આમ છે કે અનાદિ કાળથી જીવ અજ્ઞાની છે, જીવસ્વરૂપને નથી જાણતો. તે જ્યારે જીવસત્ત્વની પ્રતીતિ આવવી ઇચ્છે ત્યારે જેવી રીતે પ્રતીતિ આવે તેવી જ રીતે વસ્તુસ્વરૂપ સાધવામાં આવે છે. તે સાધના ગુણ-ગુણીજ્ઞાન દ્વારા થાય છે, બીજો ઉપાય તો કોઈ નથી. તેથી વસ્તુસ્વરૂપને ગુણ-ગુણીભેદરૂપ વિચારતાં પ્રમાણ-નય- નિક્ષેપરૂપ વિકલ્પો ઊપજે છે. તે વિકલ્પો પ્રથમ અવસ્થામાં ભલા જ છે તોપણ સ્વરૂપમાત્ર અનુભવતાં જૂઠા છે. ૯.
मापूर्णमाद्यन्तविमुक्तमेकम् ।
प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति ।।१०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘शुद्धनयः अभ्युदेति’’ (शुद्धनयः) નિરુપાધિ જીવવસ્તુસ્વરૂપનો ઉપદેશ (अभ्युदेति) પ્રગટ થાય છે. શું કરતો થકો પ્રગટ થાય છે? ‘‘एकम् प्रकाशयन्’’ (एकम्) શુદ્ધસ્વરૂપ જીવવસ્તુને (प्रकाशयन्) નિરૂપતો થકો. કેવું છે શુદ્ધ જીવસ્વરૂપ? ‘‘आद्यन्तविमुक्तम्’’ (आद्यन्त) સમસ્ત પાછલા અને આગામી
Page 13 of 269
PDF/HTML Page 35 of 291
single page version
કાળથી (विमुक्तम्) રહિત છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવવસ્તુનો આદિ પણ નથી, અંત પણ નથી. જે આવું સ્વરૂપ સૂચવે તેનું નામ શુદ્ધનય છે. વળી કેવી છે જીવવસ્તુ? ‘‘विलीनसंकल्पविकल्पजालं’’ (विलीन) વિલય થઈ ગયા છે (संकल्प) રાગાદિ પરિણામ અને (विकल्प) અનેક નયવિકલ્પરૂપ જ્ઞાનના પર્યાય જેને એવી છે. ભાવાર્થ આમ છે કે સમસ્ત સંકલ્પ-વિકલ્પથી રહિત વસ્તુસ્વરૂપનો અનુભવ સમ્યક્ત્વ છે. વળી કેવી છે શુદ્ધ જીવવસ્તુ? ‘‘परभावभिन्नम्’’ રાગાદિ ભાવોથી ભિન્ન છે. વળી કેવી છે? ‘‘आपूर्णम्’’ પોતાના ગુણોથી પરિપૂર્ણ છે. વળી કેવી છે? ‘‘आत्मस्वभावं’’ આત્માનો નિજ ભાવ છે. ૧૦.
स्फु टमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम् ।
जगदपगतमोहीभूय सम्यक्स्वभावम् ।।११।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘जगत् तमेव स्वभावम् सम्यक् अनुभवतु’’ (जगत्) સર્વ જીવરાશિ (तम् एव) નિશ્ચયથી પૂર્વોક્ત (स्वभावम्) શુદ્ધ જીવવસ્તુને (सम्यक्) જેવી છે તેવી (अनुभवतु) પ્રત્યક્ષપણે સ્વસંવેદનરૂપ આસ્વાદો. કેવો થઈને આસ્વાદો? ‘‘अपगतमोहीभूय’’ (अपगत) ટળી ગઈ છે (मोहीभूय) શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વબુદ્ધિ જેની એવો થઈને. ભાવાર્થ આમ છે કે સંસારી જીવને સંસારમાં વસતાં અનંત કાળ ગયો. શરીરાદિ પરદ્રવ્ય-સ્વભાવ હતો, પરંતુ આ જીવ પોતાનો જ જાણીને પ્રવર્ત્યો; તો જ્યારે આ વિપરીત બુદ્ધિ છૂટે ત્યારે જ આ જીવ શુદ્ધસ્વરૂપ અનુભવવાને યોગ્ય થાય છે. કેવું છે શુદ્ધસ્વરૂપ?
(समन्तात्) સર્વ પ્રકારે (द्योतमानं) પ્રકાશમાન છે. ભાવાર્થ આમ છે કે અનુભવગોચર થતાં કાંઈ ભ્રાંતિ રહેતી નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જીવ તો શુદ્ધસ્વરૂપ કહ્યો અને તે એવો જ છે, પરંતુ રાગદ્વેષમોહરૂપ પરિણામોને અથવા સુખદુઃખાદિરૂપ પરિણામોને કોણ કરે છે? – કોણ ભોગવે છે? ઉત્તર આમ છે કે આ પરિણામોને કરે તો જીવ કરે છે અને જીવ ભોગવે છે, પરંતુ આ પરિણતિ
Page 14 of 269
PDF/HTML Page 36 of 291
single page version
વિભાવરૂપ છે, ઉપાધિરૂપ છે; તેથી નિજસ્વરૂપ વિચારતાં તે, જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. કેવું છે શુદ્ધસ્વરૂપ? ‘‘यत्र अमी बद्धस्पृष्टभावादयः प्रतिष्ठां न हि विदधति’’ (यत्र) જે શુદ્ધાત્મસ્વરૂપમાં (अमी) વિદ્યમાન (बद्ध) અશુદ્ધ રાગાદિ ભાવ, (स्पृष्ट) પરસ્પર પિંડરૂપ એકક્ષેત્રાવગાહ અને (भावादयः) આદિ શબ્દથી અન્યભાવ, અનિયતભાવ, વિશેષભાવ અને સંયુક્તભાવ ઇત્યાદિ જે વિભાવપરિણામો છે તે સમસ્ત ભાવો શુદ્ધસ્વરૂપમાં (प्रतिष्ठां) શોભા (न हि विदधति) નથી ધારણ કરતા. નર, નારક, તિર્યંચ અને દેવપર્યાયરૂપ ભાવનું નામ અન્યભાવ છે; અસંખ્યાત પ્રદેશસંબંધી સંકોચ-વિસ્તારરૂપ પરિણમનનું નામ અનિયતભાવ છે; દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભેદકથનનું નામ વિશેષભાવ છે; તથા રાગાદિ ઉપાધિ સહિતનું નામ સંયુક્તભાવ છે. ભાવાર્થ આમ છે કે બદ્ધ, સ્પૃષ્ટ, અન્ય, અનિયત, વિશેષ અને સંયુક્ત એવા જે છ વિભાવ પરિણામો છે તે સમસ્ત, સંસાર-અવસ્થાયુક્ત જીવના છે, શુદ્ધ જીવસ્વરૂપ અનુભવતાં જીવના નથી. કેવા છે બદ્ધસ્પૃષ્ટ આદિ વિભાવભાવ?
તોપણ ‘‘उपरि तरन्तः’’ ઉપર ઉપર જ રહે છે. ભાવાર્થ આમ છે કે જીવનો જ્ઞાનગુણ ત્રિકાળગોચર છે તેવી રીતે રાગાદિ વિભાવભાવ જીવવસ્તુમાં ત્રિકાળગોચર નથી. જોકે સંસાર-અવસ્થામાં વિદ્યમાન જ છે તોપણ મોક્ષ- અવસ્થામાં સર્વથા નથી, તેથી એવો નિશ્ચય છે કે રાગાદિ જીવસ્વરૂપ નથી. ૧૧.
भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बन्धं सुधी- र्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् ।
आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः ।।१२।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘अयम् आत्मा व्यक्तः आस्ते’’ (अयम्) આમ (आत्मा) ચેતનાલક્ષણ જીવ (व्यक्तः) સ્વ-સ્વભાવરૂપ (आस्ते) થાય છે. કેવો થાય છે? ‘‘नित्यं कर्मकलङ्कपङ्कविकलः’’ (नित्यं) ત્રિકાળગોચર (कर्म) અશુદ્ધપણારૂપ (कलङ्कपङ्क) કલુષતા – કાદવથી (विकलः) સર્વથા ભિન્ન થાય છે. વળી કેવો છે?
Page 15 of 269
PDF/HTML Page 37 of 291
single page version
‘‘ध्रुवं’’ ચારે ગતિમાં ભમતો અટકી ગયો. વળી કેવો છે? ‘‘देवः’’ ત્રૈલોક્યથી પૂજ્ય છે. વળી કેવો છે? ‘‘स्वयं शाश्वतः’’ દ્રવ્યરૂપ વિદ્યમાન જ છે. વળી કેવો થાય છે? ‘‘आत्मानुभवैकगम्यमहिमा’’ (आत्म) ચેતનવસ્તુના (अनुभव) પ્રત્યક્ષપણે આસ્વાદથી (एक) અદ્વિતીય (गम्य) ગોચર છે (महिमा) મોટપ જેની એવો છે. ભાવાર્થ આમ છે કે જીવનો જેમ એક જ્ઞાનગુણ છે તેમ એક અતીન્દ્રિય સુખગુણ છે; તે સુખગુણ સંસાર-અવસ્થામાં અશુદ્ધપણાને લીધે પ્રગટ આસ્વાદરૂપ નથી, અશુદ્ધપણું જતાં પ્રગટ થાય છે. તે સુખ અતીન્દ્રિય પરમાત્માને હોય છે. તે સુખને કહેવા માટે કોઈ દ્રષ્ટાન્ત ચારે ગતિઓમાં નથી, કેમ કે ચારે ગતિઓ દુઃખરૂપ છે; તેથી એમ કહ્યું કે જેને શુદ્ધસ્વરૂપનો અનુભવ છે તે જીવ પરમાત્મારૂપ જીવના સુખને જાણવાને યોગ્ય છે, કેમ કે શુદ્ધસ્વરૂપ અનુભવતાં અતીન્દ્રિય સુખ છે — એવો ભાવ સૂચવ્યો છે. કોઈ પ્રશ્ન કરે છે કે કેવું કારણ કરવાથી જીવ શુદ્ધ થાય છે? ઉત્તર આમ છે કે શુદ્ધનો અનુભવ કરવાથી જીવ શુદ્ધ થાય છે. ‘‘किल यदि कोऽपि सुधीः अन्तः कलयति’’ (किल) નિશ્ચયથી (यदि) જો (कः अपि) કોઈ જીવ (अन्तः कलयति) શુદ્ધસ્વરૂપને નિરંતરપણે અનુભવે છે. કેવો છે જીવ? (सुधीः) શુદ્ધ છે બુદ્ધિ જેની. શું કરીને અનુભવે છે? ‘‘रभसा बन्धं निर्भिद्य’’ (रभसा) તત્કાળ (बन्धं) દ્રવ્યપિંડરૂપ મિથ્યાત્વકર્મના (निर्भिद्य) ઉદયને મિટાવીને અથવા મૂળથી સત્તા મિટાવીને, તથા ‘‘हठात् मोहं व्याहत्य’’ (हठात्) બળથી (मोहं) મિથ્યાત્વરૂપ જીવના પરિણામને (व्याहत्य) મૂળથી ઉખાડીને. ભાવાર્થ આમ છે કે અનાદિ કાળનો મિથ્યાદ્રષ્ટિ જ જીવ કાળલબ્ધિ પામતાં સમ્યક્ત્વના ગ્રહણકાળ પહેલાં ત્રણ કરણો કરે છે; તે ત્રણ કરણો અન્તર્મુહૂર્તમાં થાય છે; કરણો કરતાં દ્રવ્યપિંડરૂપ મિથ્યાત્વકર્મની શક્તિ મટે છે; તે શક્તિ મટતાં ભાવમિથ્યાત્વરૂપ જીવના પરિણામ મટે છે; — જેમ ધતૂરાના રસનો પાક મટતાં ઘેલછા મટે છે તેમ. કેવો છે બંધ અથવા મોહ? ‘‘भूतं भान्तम् अभूतम् एव’’ (एव) નિશ્ચયથી (भूतं) અતીત કાળસંબંધી, (भान्तम्) વર્તમાન કાળસંબંધી, (अभूतम्) આગામી કાળસંબંધી. ભાવાર્થ આમ છે — ત્રિકાળ સંસ્કારરૂપ છે જે શરીરાદિ સાથે એકત્વબુદ્ધિ, તે મટતાં જે જીવ શુદ્ધ જીવને અનુભવે છે તે જીવ નિશ્ચયથી કર્મોથી મુક્ત થાય છે. ૧૨.
Page 16 of 269
PDF/HTML Page 38 of 291
single page version
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा ।
मेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात् ।।१३।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा सुनिष्प्रकम्पम् एकः अस्ति’’ (आत्मा) આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય (सुनिष्प्रकम्पम्) અશુદ્ધ પરિણમનથી રહિત (एकः) શુદ્ધ (अस्ति) થાય છે. કેવો છે આત્મા? ‘‘नित्यं समन्तात् अवबोधघनः’’ (नित्यम्) સદા કાળ (समन्तात्) સર્વાંગ (अवबोधघनः) જ્ઞાનગુણનો સમૂહ છે — જ્ઞાનપુંજ છે. શું કરીને આત્મા શુદ્ધ થાય છે? ‘‘आत्मना आत्मनि निवेश्य’’ (आत्मना) પોતાથી (आत्मनि) પોતામાં જ (निवेश्य) પ્રવિષ્ટ થઈને. ભાવાર્થ આમ છે કે આત્માનુભવ પરદ્રવ્યની સહાય રહિત છે તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે આ અવસરે તો એમ કહ્યું કે આત્માનુભવ કરતાં આત્મા શુદ્ધ થાય છે અને ક્યાંક એમ કહ્યું છે કે જ્ઞાનગુણમાત્ર અનુભવ કરતાં આત્મા શુદ્ધ થાય છે, તો આમાં વિશેષતા શું છે? ઉત્તર આમ છે કે વિશેષતા તો કાંઈ પણ નથી. એ જ કહે છે — ‘‘या शुद्धनयात्मिका आत्मानुभूतिः इति किल इयम् एव ज्ञानानुभूतिः इति बुद्धवा’’ (या) જે (आत्मानुभूतिः) આત્મ-અનુભૂતિ અર્થાત્ આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે. કેવી છે અનુભૂતિ? (शुद्धनयात्मिका) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ વસ્તુ તે જ છે આત્મા અર્થાત્ સ્વભાવ જેનો એવી છે. ભાવાર્થ આમ છે કે નિરુપાધિપણે જીવદ્રવ્ય જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે એનું નામ શુદ્ધાત્માનુભવ છે. (किल) નિશ્ચયથી (इयम् एव ज्ञानानुभूतिः) આ જે આત્માનુભૂતિ કહી તે જ જ્ઞાનાનુભૂતિ છે (इति बुद्धवा) એટલીમાત્ર જાણીને. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય; નામભેદ છે, વસ્તુભેદ નથી. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષમાર્ગ છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન
Page 17 of 269
PDF/HTML Page 39 of 291
single page version
પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન) નથી. ૧૩.
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा ।
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम् ।।१४।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘तत् महः नः अस्तु’’ (तत्) તે જ (महः) શુદ્ધ જ્ઞાનમાત્ર વસ્તુ (नः) અમને (अस्तु) હો. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ ઉપાદેય છે, બીજું બધું હેય છે. કેવો છે તે ‘महः (જ્ઞાનમાત્ર આત્મા)’? ‘‘परमम्’’ ઉત્કૃષ્ટ છે. વળી કેવો છે ‘महः’? ‘‘अखण्डितम्’’ ખંડિત નથી — પરિપૂર્ણ છે. ભાવાર્થ આમ છે કે ઇન્દ્રિયજ્ઞાન ખંડિત છે; તે જોકે વર્તમાન કાળે તે-રૂપ પરિણમ્યો છે તોપણ સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાન છે. વળી કેવો છે? ‘‘अनाकुलं’’ આકુળતા રહિત છે. ભાવાર્થ આમ છે કે યદ્યપિ સંસાર-અવસ્થામાં કર્મજનિત સુખદુઃખરૂપ પરિણમે છે તથાપિ સ્વાભાવિક સુખસ્વરૂપ છે.✻
(अन्तः) અંદર (बहिः) બહાર (ज्वलत्) પ્રકાશરૂપ પરિણમી રહ્યો છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અસંખ્યાતપ્રદેશી છે, જ્ઞાનગુણ બધા પ્રદેશોમાં એકસરખો પરિણમી રહ્યો છે, કોઈ પ્રદેશમાં ઘટ-વધ નથી. વળી કેવો છે? ‘‘सहजं’’ સ્વયંસિદ્ધ છે. વળી કેવો છે? ‘‘उद्विलासं’’ પોતાના ગુણ-પર્યાયે ધારાપ્રવાહરૂપ પરિણમે છે. વળી કેવો છે? ‘‘यत् (महः) सकलकालम् एकरसम् आलम्बते’’ (यत्) જે (महः) જ્ઞાનપુંજ (सकलकालम्) ત્રણે કાળ (एकरसम्) એકરસને અર્થાત્ ચેતનાસ્વરૂપને (आलम्बते) આધારભૂત છે. કેવો છે એકરસ? ‘‘चिदुच्छलननिर्भरं’’ (चित्) જ્ઞાન-(उच्छलन) પરિણમનથી (निर्भरं) ભરિતાવસ્થ છે. વળી કેવો છે એકરસ? ‘‘उल्लसत् लवणखिल्यलीलायितम् (लवण) ક્ષારરસની (खिल्य) કાંકરીની (‘‘उल्लसत्’’ लीलायितम्)
* પં. શ્રી રાજમલજીની ટીકામાં અહીં ‘‘अनन्तम्’’ પદનો અર્થ કરવો રહી ગયો છે.
Page 18 of 269
PDF/HTML Page 40 of 291
single page version
પરિણતિ સમાન જેનો સ્વભાવ છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે લવણની કાંકરી સર્વાંગેય ક્ષાર છે તેવી રીતે ચેતનદ્રવ્ય સર્વાંગેય ચેતન છે. ૧૪.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सिद्धिमभीप्सुभिः एषः आत्मा नित्यम् समुपास्यताम्’’ (सिद्धिम्) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષને (अभीप्सुभिः) ઉપાદેયપણે અનુભવનારા જીવોએ (एषः आत्मा) આ આત્માને અર્થાત્ ઉપાદેય એવા પોતાના શુદ્ધ ચૈતન્યદ્રવ્યને (नित्यम्) સદા કાળ (समुपास्यताम्) અનુભવવો. કેવો છે આત્મા? ‘‘ज्ञानघनः’’ (ज्ञान) સ્વ-પરગ્રાહકશક્તિનો (घनः) પુંજ છે. વળી કેવો છે? ‘‘एकः’’ સમસ્ત વિકલ્પ રહિત છે. વળી કેવો છે? ‘‘साध्यसाधकभावेन द्विधा’’ (साध्य) સકળકર્મક્ષયલક્ષણ મોક્ષ, (साधक) મોક્ષનું કારણ શુદ્ધોપયોગલક્ષણ શુદ્ધાત્માનુભવ — (भावेन) એવી જે બે અવસ્થા, તેમના ભેદથી, (द्विधा) બે પ્રકારનો છે. ભાવાર્થ આમ છે કે એક જ જીવદ્રવ્ય કારણરૂપ પણ પોતામાં જ પરિણમે છે અને કાર્યરૂપ પણ પોતામાં જ પરિણમે છે, તેથી મોક્ષ જવામાં કોઈ દ્રવ્યાન્તરનો સહારો નથી, માટે શુદ્ધ આત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૫.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा मेचकः’’ (आत्मा) ચેતનદ્રવ્ય (मेचकः) મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? ‘‘दर्शन-ज्ञान-चारित्रैस्त्रित्वात्’’ સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહક શક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે — આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. ‘‘आत्मा अमेचकः’’ (आत्मा) ચેતનદ્રવ્ય (अमेचकः) નિર્મળ છે; કોની અપેક્ષાએ નિર્મળ છે? ‘‘स्वयम् एकत्वतः’’ (स्वयम्) દ્રવ્યનું