Samyak Darshan Part 7 8 (Gujarati). Swanubhuti Prakash; Front Cover; First Page; Prapti Sthan; Gurudev Arpan; Index; Nivedan; Lekhak no Parichay; Samyagdarshan Bhag 7-8; Mangal Vandna; Aatmane Sadhvano Sacho Utsah Kyare Ave?; Samyaktvpipasu Jivne Sanbodhan; Bhagwan Rushabhdevni Aatmakatha; Sinhmathi Sarvagna.

Next Page >


Combined PDF/HTML Page 1 of 13

 


Page -11 of 237
PDF/HTML Page 2 of 250
single page version

background image
સમ્યગ્દર્શન : ભાગ ૭ – ૮
(સ્વાનુભૂતિ – પ્રકાશ)
પૂ. શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો – ચર્ચાઓ,
તેમજ સ્વાનુભવ – યુક્તિ – આગમના
દોહનમાંથી સમ્યગ્દર્શન સંબંધી
ઉત્તમ લેખોનો સંગ્રહ
લેખક : સંપાદક
બ્ર. હરિલાલ જૈન, સોનગઢ

Page -10 of 237
PDF/HTML Page 3 of 250
single page version

background image
પ્રકાશક
શ્રી કહાનસ્મૃતિ – પ્રકાશન
સંતસાન્નિધ્ય
સોનગઢ
મુદ્રક
સ્મૃતિ અૉફસેટ
સોનગઢ ()
મો. ૯૮૨૪૯૪૪૪૦૧
(૧) બ્ર. તારાબેન – મેનાબેન
કહાન રશ્મિ
સોનગઢ -
મો. ૯૯૭૮૦૦૭૮૮૧
(૨) શ્રી પ્રકાશભાઈ મહેતા
‘નવકાર’, ૧૭, પંચનાથ પ્લોટ
રાજકોટ
મો. ૯૪૨૮૦૩૬૬૬૭
(૩)
Shri Neilay Dedhia
62, Herbert Terrace,
West Orange,
New Jersey - 07052, USA
Mo : +91 9870105478 (whatsapp)
001-551-221-7811
site: samyakdarshan.org
email : neilaydedhia@gmail.com
(૪) કુ. પન્નાબેન મહેતા
એ-૩૦૨, ગુરુપ્રભાવ
સોનગઢ-
મો. ૯૯૬૯૧૯૪૨૮૮
(૫) શ્રી જિતેશભાઈ મહેતા
૮, ગોકુલધામ, રવાપર રોડ
મોરબી - ૩૬૩૬૪૧
મો. ૯૪૨૬૭૮૬૦૫૬
(૬) શ્રી મહેશભાઈ મહેતા
એફ-૧૫, કૃપાનગર,
ઈર્લા-પાર્લા, મુંબઈ-૪૦૦૦૫૬
મો. ૯૮૬૯૧૯૭૨૮૨
(૭)
અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશન
મહાવીર ચોક,
ખેરાગઢ-૪૯૧૮૮૧
મો. ૯૪૨૪૧૧૧૪૮૮
પ્રાપ્તિસ્થાન
વીર સં. ૨૫૧૩
અષાડ
પ્રથમ આવૃત્તિ
પ્રત સવા હજાર
ઇ.સ.
1987
JULY
વીર સં. ૨૫૪૪
અષાડ વદ ૭
દ્વિતિય આવૃત્તિ
પ્રત એક હજાર
ઇ.સ.
2018
August
આ પુસ્તકના લાભાર્થી
સમ્યગ્દર્શન પ્રત્યેની ભક્તિભાવનાપૂર્વક આ પુસ્તકના પ્રકાશનમાં
શ્રી નિલયભાઈ દેઢિયાની શ્રુતભાવના બદલ ધન્યવાદ....
તેઓની સમ્યક્ત્વ ભાવના શીઘ્ર સફળ થાઓ એવી શુભેચ્છા સાથે.
આ પુસ્તક
site: samyakdarshan.org
ઉપર ઉપલબ્ધ છે.

Page -9 of 237
PDF/HTML Page 4 of 250
single page version

background image
ૐ આશીર્વાદ
પૂ. શ્રી કહાનગુરુએ ૪૦ વર્ષ પહેલાં લેખિત
‘આશીર્વાદ’ આપ્યા હતા...સ્વહસ્તે લખેલા આશીર્વાદ
જીવનમાં તેઓશ્રીએ બ્ર. હરિભાઈને જ આપેલા છે... અને
પરમ પ્રસન્નતા સાથે તે સફળ થયા છે. – ધન્ય ગુરુઉપકાર.
સમ્યક્દર્શન શ્રેષ્ઠ છે ત્રણ જગતની માંય,
સર્વ પ્રકાર ઉદ્યમ વડે સેવો એ સુખદાય.
સમ્યક્ – રત્ન ઉપાસવા ધર્માત્માનો સંગ,
આરાધન કરતાં અહો! લાગે આતમ રંગ.
ચૈતન્ય – રત્ન જ સાર છે શ્રુતસમુદ્ર મોઝાર,
આનંદથી અનુભવ કરી શીઘ્ર લહો ભવપાર.
શ્રી ગુરુઓના પ્રસાદથી પ્રાપ્ત સમ્યક્ત્વના ભાવોને
આ પુસ્તકરુપે ગૂંથીને સાધર્મી જનોના હાથમાં
પ્રસન્નતાપૂર્વક અર્પણ કરું છું.
(અષાડ વદ : ૭) – હરિ

Page -8 of 237
PDF/HTML Page 5 of 250
single page version

background image
સમ્યગ્દર્શન – સ્વાનુભવ
(વિષયસૂચિ)
મંગલવંદના..... .................................................................. ૧
આત્માને સાધવાનો સાચો ઉત્સાહ ક્યારે આવે
?........................... ૨
સમ્યક્ત્વપિપાસુ જીવને સંબોધન..... ......................................... ૩
ભગવાન ઋષભદેવની આત્મકથા તથા રંગીન ચિત્ર..... .................. ૪
એક સમ્યગ્દ્રષ્ટિ સિંહની આત્મકથા તથા રંગીનચિત્ર..... ................. ૭
સમ્યગ્દ્રષ્ટિ ગજરાજની આત્મકથા ........................................... ૧૧
બધા આત્મામાં પ્રભુતા છે (રાજકોટ જેલમાં પ્રવચન)... .............. ૧૬
સ્વાનુભવની ભાવના (સાધકનું સૌન્દર્ય)..... .............................. ૧૯
જિજ્ઞાસુને આમંત્રણ.....ચૈતન્યનગરી તરફ પાંચ પગલાં..... ..... ૨૧-૨૨
ગૃહસ્થને આત્મદર્શન (પ્રવચન : યોગસાર દોહા ૧૮).................. ૨૯
શાર્દૂલબચ્ચાને જગાડવા સિદ્ધપણાના સિંહનાદ..... ............. ૩૪ – ૩૫
(સ્વાનુભવ – પ્રસાદ : સ્વભાવરસઘોલન.....૩૭ થી ૧૦૦)
(અનુભવપ્રકાશના આધારે સુંદર સંકલન.....)
ચિદાનંદ રાજાને ક્યાં ગોતવો? (ચિત્રસહિત.....) ........................ ૪૨
ચાંપાભાઈના દ્રષ્ટાંતે જીવાભાઈની ઓળખાણ....(ચિત્રસહિત). ........ ૫૧
વીતરાગી સંતો બોલાવે છે.....(૧૦ બોલ)................................ ૫૫
હે જીવ! તું મરણિયો થા..... ............................................... ૫૭
‘હું મરી ગયો!’ (ભ્રમણા.....) .............................................. ૫૮
મોક્ષમહેલનો મહારાજા (ચિત્રસહિત)..... ................................. ૬૧
દેવ – શાસ્ત્ર – ગુરુપ્રત્યે ભક્તિભાવના..... ............................... ૬૫
બળવાન ‘ઉપયોગ’ આત્માને સાધે છે.....રાગ નહિ.... ................. ૬૮
ત્રણ પ્રકારના ‘શુભ ઉપયોગ’ તેમાં સાતિશયતા..... ..................... ૬૮
સ્વાનુભવ : તેનો કાળ : તેની ઓળખાણ..... ............................ ૭૩
‘તને ચેતનવસ્તુ બતાવું છું’..... ............................................. ૭૬
અરિહંતદેવના દર્શન કરતાં................................................... ૭૯
સ્વ – પરનાં વિભાગ વડે શુદ્ધાત્માની ઉપલબ્ધિ..... .................... ૮૨
( ૪ )

Page -7 of 237
PDF/HTML Page 6 of 250
single page version

background image
સાધક....તેની જ્ઞાનચેતના.....કેવળજ્ઞાનને સાધે છે..... .................. ૮૬
સર્વજ્ઞનો સ્વીકાર ઇન્દ્રિયજ્ઞાનવડે થતો નથી..... .......................... ૮૮
હે જિજ્ઞાસુ
! જેને તું શોધે છે તે તું જ છો..... ........................... ૮૯
(જિજ્ઞાસુ તથા માછલાનું દ્રષ્ટાંત અને ચિત્ર)..... ......................... ૯૦
મારે નિજાનંદને ભેટવું છે (તે – રુપ થવું છે)..... ...................... ૯૧
માર્ગમાં ઝડપથી ચાલી રહ્યા છીએ..... .................................... ૯૨
અભેદમાંથી ભેદ ઉપજ્યો છે, તે અભેદને સિદ્ધ કરે છે : ..... ....... ૯૩
શ્રી ગુરુ ચૈતન્યઅમૃત પીવડાવે છે.....પીઓ..... ......................... ૯૪
ભેદજ્ઞાન પ્રગટ કરવાના વિચાર..... ........................................ ૯૫
‘જાગો.....ચૈતન્યપ્રભુ
! ઝટ જાગો’ (સચિત્ર)..... ......................... ૯૭
શાબાશી છે તે શિષ્યને.....જેણે સ્વાનુભૂતિ કરી..... ................... ૧૦૦
પરમાત્માના પંથે.....(આત્મહિત માટે મુમુક્ષુનો નિરધાર)............. ૧૦૧
શ્રી મુનિભગવંતની સાથે (એક સુંદર નિબંધ)..... ..................... ૧૦૨
પક્ષાતિક્રાંત.....સમયસાર (તેના અનુભવની પ્રેરણા)..... .............. ૧૦૯
સ્વાનુભૂતિનો અપાર મહિમા..... ......................................... ૧૧૦
સાચો માર્ગ લે.....તો ફળ આવે (છ મહિનાની અંદર)..... .......... ૧૧૧
મુમુક્ષુને ઉપયોગી વિવિધ ચર્ચાઓ..... ................................... ૧૧૩
સ્વાનુભવની પરંપરા..... ................................................... ૧૨૦
મારી માતાએ મને શું આપ્યું
?..... ....................................... ૧૨૪
સ્વાનુભૂતિ-પ્રકાશ (૪૭-પદ ભાવાર્થસહિત) ૧૨૫ – ૨૦૮
(આ કાવ્યમાં સ્વાનુભવદશાની પૂર્વ તૈયારી,
જ્ઞાનીઓનો ઉપકાર, સ્વાનુભૂતિનો પ્રયત્ન,
સ્વાનુભૂતિનું વેદન, ત્યારપછીની વિશેષતા,
વગેરેનું આનંદકારી સ્વોપજ્ઞ વર્ણન છે.)
પરમાર્થરુપ આત્મા (‘અલિંગગ્રહણ’ના ૨૦ અર્થ)..... ................ ૨૦૯
હે ભવ્ય
! તું આત્માની અનુભૂતિ કર..... ............................... ૨૧૪
‘આત્મવસ્તુ – સ્તવન’ (અલિંગગ્રહણ આત્માને જાણ)................ ૨૧૬
આત્મહિત માટે સ્વાનુભવના આઠ પ્રયોગ; તથા સંબોધન..... ....... ૨૧૭
( ૫ )

Page -6 of 237
PDF/HTML Page 7 of 250
single page version

background image
નિવેદન
આત્માનું અપૂર્વ કલ્યાણકારી સમ્યગ્દર્શન.....તેનો અપાર
મહિમા સમજાવીને, તે પ્રગટ કરવાનો ઉપાય બતાવતું, અને તેની
પ્રેરણા આપતું ‘સમ્યગ્દર્શન – શ્રેણી’નું આ સાતમું – આઠમું
(સંયુક્ત) પુસ્તક સાધર્મીજનોના હાથમાં મૂકતાં આનંદ થાય છે.
ભગવાન મહાવીર – નિર્વાણના ૨૫૦૦ માં વર્ષમાં સમ્યગ્દર્શનનું
છઠ્ઠું પુસ્તક પ્રગટ થયું હતું, ત્યારપછી ૧૨ વર્ષ બાદ પ્રભુ
ગૌતમસ્વામીના નિર્વાણના અઢી હજારમાં વર્ષમાં આ પુસ્તક પ્રગટ
થાય છે....જે મહાવીર – ગૌતમની પરંપરાને સ્પષ્ટ કરીને, અનેક
જિજ્ઞાસુ જીવોને સાચું માર્ગદર્શન આપશે, અને તેઓની સમ્યક્ત્વ
– પિપાસાને તૃપ્ત કરવામાં સહાયરુપ થશે.
વીરશાસનમાં આપણને પૂ. શ્રી કહાનગુરુ મળ્યા; તેઓશ્રીએ
સમ્યક્ત્વનો અપાર મહિમા સમજાવીને હજારો – લાખો
ભવ્યજીવોને તેની પ્રેરણા આપી. તેમના પ્રતાપે આ કાળે
સમ્યક્ત્વનો માર્ગ ખુલ્લો થયો; અનેક જીવો સમ્યક્ત્વરુપ
થયા.....ને તે સમ્યક્ત્વની રીત આ પુસ્તકશ્રેણી દ્વારા પ્રગટ થાય છે.
આ પુસ્તકના સંકલનમાં જિજ્ઞાસુતાના પોષક લેખો ઉપરાંત
સ્વાનુભૂતિનું સીધું વર્ણન છે; સીધા આત્માની અનુભૂતિને ટચ થાય
એવા લેખો નવીન શૈલિમાં આપ્યા છે.....જેનું ઘોલન તીવ્ર
મુમુક્ષુઓને એકદમ અનુભૂતિના ઊંડાણમાં ઠેઠ ચૈતન્યપ્રભુની પાસે
લઈ જશે.....ને જો ખરી તૈયારી હશે – તો તેને આત્મઅનુભૂતિ
કરાવશે. સ્વાનુભૂતિ માટે અંદર કેવો પ્રયોગ ને કેવો પ્રયત્ન થાય છે
તેનું માર્ગદર્શન વધુ સ્પષ્ટતાથી ને વધુ ઊંડાણથી આ પુસ્તકમાં
આપેલ છે.
( ૬ )

Page -5 of 237
PDF/HTML Page 8 of 250
single page version

background image
આમાં પૃ. ૨૨૧ થી સ્વાનુભવના પ્રયોગો આપેલા છે; તે
બાબત મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવી કે આ પ્રયોગના ઊંડા ભાવો
જ્ઞાનીના સીધા સમાગમે સમજ્યા પછી જ તેની સફળતા થાય છે.
બીજું, સ્વાનુભવના પ્રયોગ માટેનું માર્ગદર્શન અનેક શૈલીથી થઈ
શકે છે, તેમાંની એક શૈલી અહીં આપી છે. ભલે વિવિધ શૈલી હોય
પણ તે બધીયે આત્મસ્વભાવના ઊંડાણમાં લઈ જનારી હોય છે, ને
ચૈતન્યનો પરમ રસ જગાડીને તેમાં જ સન્મુખતા કરાવે છે. આ
પ્રયોગ કરનારને પૂર્વ તૈયારીમાં જ્ઞાનીનો સંગ, આત્માનો રંગ અને
સ્પષ્ટ તત્ત્વનિર્ણય હોય છે.
આ પુસ્તકમાં આપેલ સ્વાનુભૂતિનું લખાણ છપાયા પહેલાં
કોઈ કોઈ જિજ્ઞાસુ – સાધર્મીઓના વાંચવામાં આવ્યું : જેણે જેણે
વાંચ્યુ તે ખૂબ પ્રસન્ન થયા, કોઈએ તેની નકલ ઊતારી લીધી, તો
કેટલાયે તે છપાવવા આગ્રહ કર્યો; તેથી જિજ્ઞાસુઓના હિતનું કારણ
સમજીને આ પુસ્તકમાં તે પ્રસિદ્ધ કર્યું છે. મારા જીવનમાં મેં ઘણું
ઘણું ધર્મસાહિત્ય નિર્માણ કર્યું છે, તેમાંથી ૧૫૦ જેટલા પુસ્તકો
છપાઈ ગયા છે, તેમાં આ સ્વાનુભૂતિપ્રકાશ પુસ્તક સૌથી શ્રેષ્ઠ
છે.....જે સીધું સ્વાનુભવને સ્પર્શે છે. રંગબેરંગી અનેક ચિત્રોવડે
આ પુસ્તકને વધુ સુંદર બનાવેલ છે.
અગાઉના છ ભાગ તો પૂ. શ્રી કહાનગુરુની ઉપસ્થિતિમાં
પ્રગટ થયા હતા ને તેઓશ્રીના સુહસ્તે મુમુક્ષુઓને અપાયા હતા;
તેમના વિયોગમાં પ્રસિદ્ધ થતા આ પુસ્તકમાં પાનેપાને ને શબ્દેશબ્દે
તેઓશ્રીના સ્મરણો જાગી ઊઠે છે. ગુરુદેવ કેટલીયેવાર પ્રવચનમાં
‘સમ્યગ્દર્શન’ પુસ્તકનો ઉલ્લેખ કરીને પ્રમોદથી કહેતા : આજના
મુનિ પણ આ પુસ્તક વાંચીને અહીં આકર્ષાયા હતા. અનેક વિદ્વાનો
ને જિજ્ઞાસુઓ હોંશથી તેની સ્વાધ્યાય કરે છે. દશ પુસ્તકોની આ
( ૭ )

Page -4 of 237
PDF/HTML Page 9 of 250
single page version

background image
શ્રેણીનું પહેલું પુસ્તક આજથી ૪૦ વર્ષ પહેલાં છપાયું હતું. – જેની
અનેક આવૃત્તિ ગુજરાતી તેમજ હિદીમાં પણ પ્રગટ થઈ ચૂકી છે.
હવે આ શ્રેણીના અંતિમ બે પુસ્તક છાપવા બાકી છે, જેને માટે
અવનવો સુંદર સંગ્રહ તૈયાર છે; પરંતુ મારું સ્વાસ્થ્ય તેમજ દેશ –
કાળ અનુસાર તે ક્યારે છપાય.....તે કહી શકાતું નથી.
ગુરુદેવની મુખ્ય ભાવના હતી કે, અધ્યાત્મતત્ત્વજ્ઞાનના
સંસ્કાર આપનારા આવા પુસ્તકો ખૂબ છપાય ને જિજ્ઞાસુ લોકોને
એકદમ સસ્તી કિંમતે મળે. ગુરુદેવની આ ભાવના અનુસાર સરલ,
સસ્તા અને સુંદર સાહિત્ય દ્વારા જૈનધર્મના તત્ત્વજ્ઞાનના સંસ્કાર
સમાજમાં ઘરેઘરે ફેલાય, વૃદ્ધ – યુવાન કે બાળક સૌ કોઈ હોંશથી
તે વાંચે, – તે હેતુ ધ્યાનમાં રાખીને, ગુરુદેવના વિરહમાં
‘શ્રી કહાનસ્મૃતિ – પ્રકાશન’ દ્વારા અમે સસ્તું – સારું ને સહેલું
સાહિત્ય પ્રસિદ્ધ કરી રહ્યા છીએ – જેમાં આ લગભગ પચ્ચીસમું
પુસ્તક આપના હાથમાં છે. આ સાહિત્ય ઓછી કિંમતે આપવામાં
સહકાર આપીને ઘણાય જિજ્ઞાસુ ભાઈ – બહેનોએ તત્ત્વપ્રચારનો
લાભ લીધો છે, તે સૌને ધન્યવાદ છે.
આત્મજ્ઞાની ધર્માત્માઓ દ્વારા સમ્યગ્દર્શન સદાય પ્રકાશમાન
રહો અને મુમુક્ષુ જીવો તેની પ્રાપ્તિ વડે પોતાનું કલ્યાણ કરો.
સોનગઢ : અષાઢ સુદ ૬
– બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૫૧૩
(આ પુસ્તકના પૂંઠા ઉપર છાપેલ ‘આત્મવૈભવ’ સહિત
ગુરુદેવનું સુંદર રંગીન ચિત્ર, ‘આત્મવૈભવ’ પુસ્તકમાં છાપવા માટે
કરાવેલ; તેનો ઉપયોગ પહેલી જ વાર આ પુસ્તકમાં થયો છે.)
( ૮ )

Page -3 of 237
PDF/HTML Page 10 of 250
single page version

background image
પ્રગટ થઈ છે. જે નવી નવી આવૃત્તિઓ સાથે આપણા જ્ઞાનભંડારને
સમૃદ્ધ કરે છે.
બ્ર. હરિભાઈ દેશના ઉત્તમકક્ષાના સિદ્ધહસ્ત લેખક હતા. તેઓ
દરેક પ્રકારોના સાહિત્યમાં સિદ્ધહસ્ત સાહિત્યકાર હતા. જે તેમની
વિભિન્ન રચનાઓથી ખૂબ જ સ્પષ્ટ જણાય છે. જેમ કે :
સમ્યગ્દર્શનાર્થીઓ માટે ‘સમ્યગ્દર્શન’, શ્રાવક માટે
‘શ્રાવકધર્મપ્રકાશ’, ચારિત્ર ધર્મોપાસના માટે ‘ભગવતી આરાધના’,
અહિંસા પ્રેમીઓ માટે ‘અહિંસા પરમો ધર્મ’ (પાંચ ભાષાઓમાં અનેક
આવૃત્તિઓ), નાટક પ્રેમીઓ માટે ‘અકલંક-નિકલંક’, બાળકો માટે ‘જૈન
બાળપોથી’, ઉત્કૃષ્ટ ભક્તિ માટે ‘ભક્તામર સ્તોત્ર વિવેચન’, ઉપકાર–
અંજલિરુપ ‘અભિનંદન ગ્રંથ’, ઉત્તમ પ્રવચન સંકલન ‘અધ્યાત્મ સંદેશ’,
સુંદર અનુવાદ ‘લઘુતત્ત્વ સ્ફોટ’, ઉત્તમ કથા-વાર્તા ‘દર્શનકથા’,
ભાવવાહી આધ્યાત્મિક કાવ્યો, ‘સ્વાનુભૂતિ-પ્રકાશના ૪૭ પદો’ અને
All in One ‘ચોવીસ તીર્થંકરોનું મહાપુરાણ’–આવું મહાન વીતરાગી
સાહિત્ય રચીને બ્ર. હરિભાઈએ મોટી યુનિવર્સિટી જેવું જ્ઞાન-પ્રસારનું
ઉત્તમ કાર્ય કરેલ છે.
આધ્યાત્મિક જગતમાં ખૂબ જ પ્રશંસા પામેલ માસિક ‘આત્મધર્મ’
ગુજરાતી-હિન્દીનું ૩૨ વર્ષ સુધી લેખન-સંપાદન કરી દેશ-વિદેશ, જૈન-
જૈનેતર, બાળ-યુવાન અને પ્રૌઢવયના ભવ્યજીવોને આધ્યાત્મિકજ્ઞાન
તરફ આકર્ષ્યા છે.
( ૯ )લેખકનો પરિચય
બ્ર. હરિલાલ જૈન, જૈન સાહિત્યના
‘કલ્પવૃક્ષ’ સમાન હતા. તેઓશ્રી દ્વારા
એકસો પચાસથી પણ અધિક પુસ્તકોની
રચના થઈ છે. આ રચનાઓ ખૂબ જ
સુંદર, સરળ, સચિત્ર અને લોકપ્રિય
હોવાને કારણે તેમાંની ઘણી બધી રચનાઓ
ગુજરાતી, હિન્દી તેમજ અન્ય ભાષાઓમાં

Page -2 of 237
PDF/HTML Page 11 of 250
single page version

background image
બ્ર. હરિભાઈએ શ્રી જિનસેન અને શ્રી ગુણભદ્ર આચાર્ય
ભગવંતનું મહાપુરાણ (આદિપુરાણ–ઉત્તર પુરાણ) વગેરે ભિન્ન-ભિન્ન
૯૦ જેટલા પુરાણો તેમજ એકાસણાની તપસ્યા કરીને ષટ્ખંડાગમ,
ધવલા-જયધવલા-મહાધવલા, ગોમ્મટસાર આદિ ૬૦ જેટલા વિવિધ
શાસ્ત્રોનોે ગહન અભ્યાસ કરેલ. સ્વાનુભૂતિના લક્ષે, અંતરના ઊંડા
મંથનપૂર્વક, સમયસાર શાસ્ત્રનો સ્વાધ્યાય કરતાં કરતાં ૩૫મી વખતના
સ્વાધ્યાય વખતે તેમને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થઈ હતી. તેમના જીવનમાં
તેમણે સમયસાર શાસ્ત્રનો સ્વાધ્યાય ગુરુગમે ૧૦૦ વખત કર્યો હતો.
કષાયપાહુડના પંદરમા ભાગનો સ્વાધ્યાય પોતાના જીવનના અંતિમ
દિવસે સાજે ૪ વાગે પૂર્ણ કરેલ અને સોળમા ભાગનું પ્રકાશન નહીં
થયેલ હોવાને કારણે તેઓ ઉત્સાહપૂર્વક કહેતા કે ‘‘અરે ! સ્વર્ગમાં
જઈનેે ત્યાંથી ગણધર ભગવંત પાસે પહોંચી અંતર્મુહૂર્તમાં બારે અંગોનું
શ્રવણ કરીશ.’’ આવું સુંદર જિનવાણીમય તેમનું જીવન હતું.
તીર્થયાત્રા તેમને ખૂબ જ પ્રિય હતી. ભારતવર્ષના તીર્થધામોની
પૂજ્ય ગુરુદેવશ્રી સાથે ખૂબ જ ઉલ્લાસપૂર્વક યાત્રા કરી. એ તીર્થોનો
મહિમા ‘મંગલ તીર્થયાત્રા’ ગ્રંથમાં સુંદર રીતે વર્ણવ્યો છે. એ બદલ બ્ર.
હરિભાઈને સુવર્ણચંદ્રક અર્પણ થયેલ. તીર્થભૂમિ, કલ્યાણકભૂમિની
સ્પર્શના, દર્શન, પૂજન માટેનાં તેમના ભક્તિભર્યા ઉત્સાહ પાસે પહાડોની
દુર્ગમતા-ખતરનાક દ્રઢતા, ભૂખ, તરસ આદિ કષ્ટો વામણા બની જતા.
તેમની સર્વાંગ સુંદર અને સુવિશુદ્ધ શાસ્ત્રોક્ત યાત્રા દેખી તેમના સાથી
યાત્રીઓને તેમની સાથે વારંવાર યાત્રા કરવાના ભાવ થતા.
તેમની તીર્થભક્તિ જેવી જ ગુરુભક્તિ પણ ઉત્કૃષ્ટ હતી. પૂજ્ય
ગુરુદેવશ્રીની તબિયત છેલ્લા વર્ષોમાં નાદુરસ્ત રહેવાથી બ્ર. હરિભાઈ
ગુરુદેવશ્રી સમક્ષ દરરોજ બે કલાક સ્વાધ્યાય કરતા. હોસ્પિટલમાં
જ્યારે ગુરુદેવશ્રીની તબિયત વિશેષ નાજુક બનતી ત્યારે ‘સમયસાર’ની
ગાથાઓ ગુરુદેવશ્રીને સંભળાવી તેઓનું દર્દ ભૂલાવી દેતા તે જોઈ
મુમુક્ષુઓ બ્ર. હરિભાઈને ધન્યવાદ આપતા. પૂજ્ય ગુરુદેવશ્રીના અંતિમ
( ૧૦ )

Page -1 of 237
PDF/HTML Page 12 of 250
single page version

background image
શ્વાસ સુધી બ્ર. હરિભાઈનો હાથ ગુરુદેવશ્રીના હાથમાં જ હતો, આવી
આદર્શ હતી તેમની ગુરુ વૈયાવચ્ચ.
આ કાળમાં જેની પ્રાપ્તિ સૌથી ઉત્કૃષ્ટ કહીએ તે સમાધિમરણ
તેમના જીવનના ચરિત્રનું એક સુવર્ણપૃષ્ઠ બને તેવું ભવ્ય હતું. જે માત્ર
શૂરવીર સાધકને જ પ્રાપ્ત થાય તેવું મૃત્યુ, મહા-મહોત્સવ બની ગયું.
બાલ બ્રહ્મચારી હરિલાલ જૈન
જન્મ: વીર સંવત ૨૪૫૧, પોષ સુદ પૂનમ,
જેતપર (મોરબી)
પિતાજી : શ્રી અમૃતલાલ કાશીદાસ મહેતા
(નિત્ય અભ્યાસુ–શ્રીમદ્ સત્સંગ મોરબીના પ્રવચનકાર)
માતુશ્રી: અચરતમા
બ્રહ્મચર્ય વ્રત: વીર સંવત ૨૪૭૩, ફાગણ સુદ ૧
સ્વાનુભૂતિ દિન : વીર સંવત ૨૪૯૭, અષાઢ વદ ૭
સ્વર્ગવાસ-
: વીર સંવત ૨૫૧૪, માગશર વદ ૩
(સમાધિમરણ) (તા. ૮-૧૨-૧૯૮૭)
બ્ર. હરિલાલ જૈન દ્વારા રચિત
વીતરાગી જૈન સાહિત્ય
(૧) જૈન બાળપોથી
ભાગ-૧, ભાગ-૨
(૨) વીતરાગ વિજ્ઞાન
(છઢાળા પ્રવચન)
(૩) સમ્યગ્દર્શન ભાગ ૧–૮
(૪) આત્મભાવના
(૫) આત્મપ્રસિદ્ધિ
(૬) આત્મવૈભવ
(૭) જૈનધર્મકી કહાનિયાં
ભાગ-૧ થી ૨૧ (હિન્દી)
(૮) બે સખી
(૯) હનુમાન ચરિત્ર
(૧૦) મહારાણી ચેલણા
(૧૧) ચોવીસ તીર્થંકર મહાપુરાણ
(૧૨) અકલંક–નિકલંક
(૧૩) દર્શન પ્રતિજ્ઞા
(૧૪) સમ્યક્ત્વ કથા
(૧૫) ભગવતી આરાધના
( ૧૧ )

Page 0 of 237
PDF/HTML Page 13 of 250
single page version

background image
(૧૬) ભક્તામર સ્તોત્રના પ્રવચન
(ગુજરાતી)
(૧૭) લઘુતત્ત્વસ્ફોટ (ગુજરાતી)
(૧૮) આત્મસંબોધન
(યોગસારના પ્રવચન)
(૧૯) અષ્ટ પ્રવચન (તરણતારણ-
સ્વામીના મમલપાહુડ વિ.ના)
(હિન્દી)
(૨૦) સુવર્ણસંદેશ
(૨૧) આત્મધર્મ (લગભગ ૩૨ વર્ષ
સુધીના)
(૨૨) અપૂર્વ અવસરના પ્રવચનો
(૨૩) આરાધના
(૨૪) અધ્યાત્મસંદેશ
(૨૫) પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવનચરિત્ર
(૨૬) કોયડા (૧૦૦)
(૨૭) જ્ઞાનચક્ષુ
(૨૮) વૈરાગ્યવાણી
(૨૯) શ્રાવકની ધર્મસાધના
(૩૦) ભાવ પરિવર્તન કથા
(૩૧) ચેતન-કાયા સંવાદ
(૩૨) રત્નત્રય ભાવના
(પાહુડ દોહા)
(૩૩) સાધક શતકમાળા
(૩૪) આત્મહિતની પ્રેરણા
(૩૫) પંચકલ્યાણક મહોત્સવ
(૩૬) વીતરાગવિજ્ઞાન પ્રશ્નોત્તર
(૩૭) અહિંસા પરમોધર્મ
(૩૮) દશ ધર્મના પ્રવચનો
(૩૯) પંચ પરમાગમોની પ્રસાદી
(૪૦) રત્નસંગ્રહ ભાગ-૧-૨
(૪૧) મંગલ તીર્થયાત્રા
(૪૨) અભિનંદન ગ્રંથ
(૪૩) કાનજીસ્વામીના વચનામૃત
ભાગ-૧-૨
(૪૪) પંચકલ્યાણક પ્રવચન
(૪૫) પરમાત્મપ્રકાશ (ગુજરાતી)
(૪૬) વૈરાગ્ય ભાવના
(૪૭) શ્રાવકધર્મપ્રકાશ
(૪૮) મૂળમાં ભૂલ
(૪૯) પ્રવચનસાગરના મોતી
(૫૦) મુક્તિકા માર્ગ તથા
અમૃત ઝરણા
(૫૧) બુધજનરચિત છઢાળા
(૫૨) હું એક જ્ઞાયકભાવ છું
(૫૩) ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા
(૫૪) મૃત્યુ મહોત્સવ
(શૂરવીર સાધક)
(૫૫) વસ્તુવિજ્ઞાનસાર
(૫૬) એક હતો વાંદરો
(૫૭) એક હતું દેડકું
(૫૮) સચિત્ર જૈન લેખનમાળા
(૫૯) વૈરાગ્ય અનુપ્રેક્ષા
(૬૦) જ્ઞાનસ્વભાવ અને જ્ઞેયસ્વભાવ
(૬૧) નાઈરોબી પ્રતિષ્ઠા નિમિત્તે
૧–ધન્ય તે પ્રસંગ,
૨–વીતરાગ વિજ્ઞાન,
૩–તીર્થંકર પ્રભુના
પંચકલ્યાણક
(૬૨) પરમાગમ મહોત્સવ પત્રિકા
(૬૪) બે રાજકુમારોનો વૈરાગ્ય
(૬૫) અખંડ આરાધના
(૬૬) ભગવાન પારસનાથ
(૬૭) શાસન પ્રભાવ–ગુરુદેવ
(સંક્ષિપ્ત પરિચય)
(૬૮) ભવ્યામૃત શતક
(ગુજરાતી અનુવાદ)
(૬૯) મંગલ પ્રાર્થના
(વીર નિર્વાણ મહોત્સવ, પુષ્પ ૩૧)
(૭૦) એક હતો હાથી
( ૧૨ )

Page 1 of 237
PDF/HTML Page 14 of 250
single page version

background image
સમ્યગ્દર્શન : ભાગ ૭ – ૮
(સ્વાનુભૂતિ – પ્રકાશ)
મંગલ – વંદના
સ્વાનુભૂતિ – પ્રકાશી વીર જિનને વંદન
બધાયથી જુદો પોતાનો આત્મા અનંત આત્મવૈભવથી
એકલો જ શોભે છે, તે જ સૌથી સુંદર છે. સર્વજ્ઞમહાવીર દેવેે
પાવાપુરીથી મોક્ષ પધારતા પહેલાં મુમુક્ષુઓને આવો સુંદર આત્મા
બતાવીને એમ ધર્મોપદેશ આપ્યો કે આત્મા પોતે સુખસ્વભાવ છે.
તે ઉપદેશ ઝીલીને અમારા જેવા ઘણાય જીવો અંતઃવૃત્તિથી
સુખસ્વભાવરુપે પરિણમ્યા.
અહો મહાવીર દેવ! આપનું શાસન આનંદકારી છે;
આનંદમય આત્મતત્ત્વની પ્રાપ્તિ એ આપની ઉપાસનાનું સુફળ છે.
આપને નમસ્કાર હો.
મહાવીરશાસન પામીને હે જીવો! તમે પણ
આવી સ્વાનુભૂતિનો પ્રકાશ કરો.
।। णमो जिणाणं ।।

Page 2 of 237
PDF/HTML Page 15 of 250
single page version

background image
૨ : આત્માનો ઉત્સાહ )
( સમ્યગ્દર્શન
આત્માને સાધવાનો
સાચો ઉત્સાહ ક્યારે આવે ?
હે આ ત્મ ચા હ ક સા ધ ર્મી,
શાસ્ત્રશ્રવણ, આત્મવિચાર, જિનગુણમહિમા –
એવા સર્વ પ્રસંગોમાં શું તમને તમારામાં એકલા માત્ર
રાગની જ ઉત્પત્તિ દેખાય છે
? – કે તે વખતે રાગ
ઉપરાંત બીજા કોઈ સારા ભાવની ઉત્પત્તિ તમને
તમારામાં દેખાય છે
? તે વખતે જ વિદ્યમાન જ્ઞાનાદિ
(રાગ વગરના) ભાવોની ઉત્પત્તિ તમારામાં તમને દેખાય
છે કે નહીં
? તે જ્ઞાનની ઉત્પત્તિને દેખશો તો જ તમારા
શાસ્ત્રશ્રવણ વગેરે બધાં કાર્યો સફળ થશે, ને તો જ તમને
તેમાં સાચો ઉત્સાહ આવશે.
જો જ્ઞાનને નહિ દેખો તો, જ્ઞાન વગરના તે બધા
તમને અચેતન જેવા નીરસ લાગશે, ને તમને ક્યાંય ખરો
ઉત્સાહ નહિ આવે; અથવા તો તે રાગના રસમાં જ તમે
રોકાઈ જશો.
માટે, દરેક કાર્ય વખતે એકલા રાગની ઉત્પત્તિને જ
ન દેખો. જ્ઞાનાદિની ઉત્પત્તિને પણ દરેક વખતે સાથે ને
સાથે દેખો
! એ રીતે સમ્યક્પણે દેખતાં જરુર તમને
ભેદજ્ઞાન થશે.....જ્ઞાનની અનુભૂતિ થશે.....ને ચૈતન્યની
શાંતિનો સ્વાદ આવશે.
સ્વાનુભવની આ રીત મને જ્ઞાનીએ આપી.

Page 3 of 237
PDF/HTML Page 16 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સમ્યક્ત્વપિપાસુ : ૩
સમ્યક્ત્વપિપાસુ જીવને સંબોધન
શાંતિનગરીમાં વસવા ચાહતાં હે મુમુક્ષુ!
તારું જીવન કેવું હોવું જોઈએ? કેમકે અત્યારે તારું
જે જીવન ચાલી રહ્યું છે તેમાં તને સંતોષ નથી. અરે, તું
એક જૈન છો એટલે સર્વજ્ઞ જિનદેવનો, ગુરુઓનો અને
જિનવાણીનો ઉપાસક છો; તેથી તારા જીવનમાં પણ
તેમના જેવો વીતરાગી રસ આવવો જ જોઈએ.
વીતરાગરસના સ્વાદ વગર તને ચેન ક્યાંથી પડે
? હવે
જાગૃત થઈને તારી જીવનદિશાને તું પલટાવી નાંખ.
અજ્ઞાનમય જીવન તો સાવ રસ વગરનું નીરસ છે,
– ભલે દુનિયાની ગમે તેટલી વિભૂતિ મળે; ચૈતન્યનું
જ્ઞાનમય જીવન તે જ સરસ – સુંદર છે, – ભલે તે
માટે બહારમાં દુનિયાની ગમે તેવી પ્રતિકૂળતા સહન
કરવી પડે.
દુનિયામાંથી તારી શાંતિ ક્યાં આવવાની છે? તારી
શાંતિ તો તારા ચૈતન્યતત્ત્વમાં જ ભરેલી છે. – તો પછી
શા માટે તારા પોતામાં જ એકલો – એકલો રહીને તારી
શાંતિનો રસ નથી લેતો
? અને જૈનધર્મના પ્રતાપે આવો
શાંતસ્વભાવી આત્મા તને લક્ષગત પણ થયો છે. બસ,
હવે તો તેના અનુભવના પ્રયોગમાં જ બધું જીવન લગાડી
દેવાનું છે; અને એમ કરવાથી તને આ જીવનમાં જ
આત્માનો સ્વાનુભવ થશે.

Page 4 of 237
PDF/HTML Page 17 of 250
single page version

background image
૪ : ઋષભદેવની કથા )
( સમ્યગ્દર્શન
ભગવાન ઋષભદેવની આત્મકથા
અત્યારે મોક્ષપુરીમાં બિરાજમાન ભગવાન ઋષભદેવ પોતાની
સમ્યક્ત્વ – પ્રાપ્તિની કથા કહે છે : પૂર્વે દશમા ભવે મહાબલ
વિદ્યાધરના ભવમાં સ્વયંબુદ્ધ – મંત્રીએ મને જૈનધર્મના સંસ્કાર
આપ્યા; પણ વિષયોને વશ હું સમ્યગ્દર્શન ન પામ્યો. ત્યાંથી
દેવલોકમાં જઈને પછી હું વજ્રજંઘરાજા થયો ને બે મુનિવરોને
આહારદાન દઈ ભોગભૂમિમાં ઊપજ્યો. ત્યાં હું સમ્યગ્દર્શન
પામ્યો; તેની મજાની વાત સાંભળો : –
એકવાર તે ભોગભૂમિમાં હું આત્મહિતના વિચારમાં હતો,
ત્યાં મને જાતિસ્મરણ થયું. એવામાં આકાશમાર્ગે બે મુનિવરો
આવ્યા ને મને આશીર્વાદ આપીને કહ્યું : હે આર્ય
! હું પૂર્વના તારા
સ્વયંબુદ્ધ – મંત્રીનો જીવ છું ને તને સમ્યક્ત્વ પમાડવા વિદેહથી
આવ્યો છું; માટે તું હમણાં જ સમ્યક્ત્વનું ગ્રહણ કર.....અત્યારે જ
તેની પ્રાપ્તિનો અવસર છે.
અહા, મુનિરાજના સંબોધનથી મને અપાર આનંદ થયો;
મારો આત્મા જાગી ઊઠયો. ને મુનિરાજના કહેવા પ્રમાણે અંતર્મુખ
થઈ, આત્માને લક્ષગત કરતાં મને અપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ
થઈ. અહો, ધન્ય શ્રીગુરુનો ઉપકાર!
ત્યારપછી સમ્યગ્દર્શનના પ્રતાપે આત્માની આરાધના કરતાં
કરતાં હું સર્વજ્ઞ થયો ને ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થઈને અત્યારે
મોક્ષપુરીમાં બિરાજું છું. મારી આ કથા સાંભળીને તમે પણ
સમ્યગ્દર્શન પામજો ને વેલાવેલા મોક્ષપુરીમાં આવજો.
(જુઓ : સામેનું ચિત્ર)

Page 5 of 237
PDF/HTML Page 18 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ઋષભદેવની કથા: ૫
‘તું હમણાં જ સમ્યક્ત્વને ગ્રહણ કર’
પૂર્વે સાતમા ભવે ભોગભૂમિમાં ભગવાન ઋષભદેવનો જીવ
સમ્યક્ત્વ પામીને પરમ પ્રસન્ન થયો. તે પ્રસંગનું દ્રશ્ય જોતાં
મુમુક્ષુને સમ્યગ્દર્શનની સ્ફૂરણા થાય છે. સમ્યક્ત્વપ્રાપ્તિના અતિ
રોમાંચકારી આ પ્રસંગનું વિસ્તારથી વર્ણન ગુજરાતી
‘મહાપુરાણ’માં વાંચો.

Page 6 of 237
PDF/HTML Page 19 of 250
single page version

background image
૬ : એક સિંહની આત્મકથા )
( સમ્યગ્દર્શન
આત્મજ્ઞાન પામીને સિંહમાંથી જે સર્વજ્ઞ થઈ ગયો,
તે જીવ પોતાની આત્મકથા કહે છે :
એકવાર હું માંસભક્ષી સિંહ હતો; ત્યારે
મહાભાગ્યે મને મુનિવરોનો સમાગમ મળ્યો. તેમના
ક્ષણભરના સમાગમથી મારા ક્રૂરપરિણામ છૂટીને
શાંતપરિણામ થયા.....અને તેમના ઉપદેશથી તત્કાળ
આત્મજ્ઞાન પામીને હું પરમાત્મ – પંથનો પથિક બન્યો.
મુનિવરોના સમાગમથી આત્મજ્ઞાન થવાની મારી એ
સુંદર કથા હું કહું છું, જે તમનેય આત્મજ્ઞાનની પ્રેરણા
આપશે.
સિં હ માં થી.....સ ર્વ જ્ઞ

Page 7 of 237
PDF/HTML Page 20 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( એક સિંહની આત્મકથા : ૭
એક સિંહની આત્મકથા
અનાદિ અજ્ઞાનથી સંસારમાં રઝડતો – રઝડતો હું એકવાર
ઋષભદેવનો પૌત્ર (મરીચિ) થયેલો. ભગવાને કહેલું કે હું
ભવિષ્યમાં તીર્થંકર થઈશ. તે સાંભળીને મને હર્ષની સાથે
અભિમાન થયું. અરેરે, ત્યારે મારા દાદાજીના ધર્મદરબારમાં પણ
હું આત્મજ્ઞાન ન પામ્યો, ને અસંખ્યભવ સુધી નરક – નિગોદમાં
ભટક્યો;
પછી એકવાર હું વિશ્વનંદી – રાજકુમાર થયો ત્યારે
આત્મજ્ઞાન પામ્યો હતો, પણ અરેરે! પાછો વિષય – કષાયવશ હું
તેને ભૂલી ગયો ને નરક – તિર્યંચમાં રખડયો.
એકવાર હું સિંહ થયો; હરણને મારીને માંસ ખાવાની તૈયારી
કરતો હતો; ત્યાં એકાએક બે મુનિરાજ આકાશમાંથી ઊતર્યા,
એમને જોતાં જ હું ચકિત થયો : શો અદ્ભુત એમનો દેદાર
! કેવા
નિર્ભય! ને મુદ્રામાં કેવી અપાર શાંતિ! અહા, કેવા વાત્સલ્યથી
મારી સામે જોઈ રહ્યા છે!
– કોણ છે આ મહાપુરુષ! શા માટે અહીં પધાર્યા હશે!
મારા કોઈ હિતસ્વી હોય એવા લાગે છે. મારું ચિત્ત એમનામાં એવું
થંભી ગયું છે કે હું ભૂખ્યો હોવા છતાં, અને નજીકમાં મરેલ હરણ
પડયું હોવા છતાં, તે ખાવાની વૃત્તિ જ સર્વથા છૂટી ગઈ છે. અરે,
ક્યાં મારી હિંસક વૃત્તિ
! ને ક્યાં આ મુનિવરોની પરમ શાંતિ!
એમનો સંગ મને બહુ જ ગમતો હતો. આશ્ચર્યદ્રષ્ટિ – દ્વારા
મેં પૂછ્યું – પ્રભો! આપ કેમ પધાર્યા છો? આપની નિકટતામાં મને
કોઈ મહાન શાંતિ થાય છે.