Samyak Darshan Part 7 8 (Gujarati). Pashumathi Parmatma; 24 Tirthankar Puran Parichay; Badha Aatmama Prabhuta Bhari Chhe; Swanubhuti Bhavna; He Prathmik Jignasu Sadharmi; Aanadmay Chaitanyanagri Taraf Panch Pagla.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 13

 

Page 8 of 237
PDF/HTML Page 21 of 250
single page version

background image
૮ : એક સિંહની આત્મકથા )
( સમ્યગ્દર્શન
ત્યારે શ્રી મુનિરાજે વાત્સલ્યથી મને સંબોધન કર્યું : –
સાંભળ, હે ભવ્ય! અમે ભગવાન પાસેથી આવ્યા છીએ ને તને
આત્મજ્ઞાન પમાડીને તારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ.
‘અહા, કેવી આનંદની વાત! આવા મોટા મહાત્મા
આકાશમાર્ગે મારો ઉદ્ધાર કરવા પધાર્યા.....ને તે પણ પરમેશ્વર
પાસેથી
! ધન્ય ભાગ્ય!’ તેઓ મને શું કહે છે તે સાંભળવા હું
તલપાપડ બન્યો.
ત્યાં તો તેઓશ્રીના શ્રીમુખથી અમૃત વરસ્યું : સાંભળ! હવે
પછીના દશમા ભવે તું મહાવીર – તીર્થંકર થઈશ ને વીતરાગી –
અહિંસા ધર્મનો ઉપદેશ આપીને લાખો – કરોડો જીવોનું કલ્યાણ
કરીશ.
અરે, આ હું શું સાંભળું છું! હું તીર્થંકર થઈશ! અરે, મને
હવે આવા માંસાહારના પરિણામ શોભે નહિ; અરેરે, અત્યાર સુધી
મેં શું કર્યું
! એમ હું પશ્ચાત્તાપ કરતો હતો. મને પૂર્વભવોનું
જાતિસ્મરણ પણ થયું.
ત્યાં શ્રી મુનિરાજે મને આશ્વાસનપૂર્વક કહ્યું : – હે વત્સ!
ચિન્તા છોડ.....ભય છોડ. પૂર્વે તું ત્રણખંડનો સ્વામી વાસુદેવ થયો
ને સાતમી નરકે પણ ગયો; પાછો સિંહ થયો, જીવોને મારી
માંસભક્ષણ કર્યું.....પણ હવે એવા માંસભક્ષણાદિ પાપભાવોને તું
સર્વથા છોડ. હવે ભગવાન થવાની તૈયારી કર. તારો આત્મા રાગ
વગરનો, જ્ઞાનસ્વરુપ છે ને તેમાં જ શાંતિ છે, તેને તું જાણ. અમે
તને આત્મબોધ પમાડવા આવ્યા છીએ; માટે તું અત્યારે જ તારા
આત્માને જાણ ને અનુભવ કર.
બસ, એ સાંભળ્યું ને હું તો અંદર આત્મવિચારમાં ઊંડો ઊંડો
ઊતરી ગયો.....કેવો હશે આત્મા! રાગ વગરનો, હિંસા વગરનો,

Page 9 of 237
PDF/HTML Page 22 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( એક સિંહની આત્મકથા : ૯
શાંત – શાંત આત્મા કેવો મજાનો હશે? – એમ અંદર તેને જોવા
લાગ્યો. શ્રી મુનિરાજનો સંગ મને મહાન ઉલ્લાસ જગાડતો હતો,
ને તેમનું શાંતસ્વરુપ મને મારા આત્મસ્વરુપની પ્રતીતિ ઉપજાવતું
હતું.
મુનિવરોનો ક્ષણભરનો સમાગમ પણ મારા પરિણામોમાં
કોઈ મહાન આશ્ચર્યકારી પરિવર્તન કરી રહ્યો હતો. તે મુનિરાજ
મને આત્મજ્ઞાન પમાડવા બહુ પ્રેમથી કહેતા હતા કે હે ભવ્ય
!
અંદરમાં દેખ.....આત્મા કેવો સુંદર છે! પોતામાં એકત્વ ને પરથી
વિભક્તપણે તે કેવો શોભી રહ્યો છે? ને એનામાં ચૈતન્યસુખનો કેવો
વૈભવ ભર્યો છે!!
મેં અંદર ઉપયોગ મૂકીને જોયું : અહા,
અદ્ભુત.....આશ્ચર્યકારી! જેને દેખતાં મારા આનંદનો કોઈ પાર
નથી. બસ, મારા આત્માને દેખતાં જ મારું અજ્ઞાન મટી
ગયું.....આત્મા શાંતરસના સ્વાદથી એકદમ તૃપ્ત થયો; ક્રૂર
કષાયપરિણામો આત્મામાંથી દૂર થઈ ગયા.....ને કષાય વગરનું
શાંત પરમાત્મતત્ત્વ જાણીને હું પરમાત્મપદનો પથિક બન્યો.....બસ,
પછી તો થોડા જ ભવમાં આત્મસાધના પૂરી કરી, મહાવીર –
તીર્થંકર થઈને અત્યારે હું મોક્ષપુરીમાં વસી રહ્યો છું.
આ રીતે ક્ષણભરના મુનિવરોના સંગથી મને જે મહાન
આત્મલાભ થયો તેની આ સુંદર મજાની કથા સાંભળીને હે મિત્રો!
તમે પણ સત્સંગની અને આત્મજ્ઞાનની પ્રેરણા લેજો.
મહાવીર ભગવાનના જીવે દશ ભવોમાં કરેલી આરાધનાનું
અતિ સુંદર – સચિત્ર વર્ણન વાંચવા માટે
‘ચોવીસ તીર્થંકર ભગવંતોનું મહાપુરાણ’ વાંચો.

Page 10 of 237
PDF/HTML Page 23 of 250
single page version

background image
૧૦ : એક ગજરાજની આત્મકથા )
( સમ્યગ્દર્શન
આ હાથી છે તે પારસનાથ ભગવાનનો જીવ છે.
ક્રોધથી અંધ થઈને તે હાથી અનેક મનુષ્યોનો કચ્ચરઘાણ
કાઢી નાંખતો હતો. એવામાં તેણે એક મુનિરાજને દેખ્યા.
મુનિરાજના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલું
જ નહિ, તેમના ઉપદેશથી તેને સમ્યગ્દર્શન થયું.....ગાંડો
હાથી, મુનિરાજના સંગે ધર્માત્મા થઈને પરમાત્મા બન્યો.
તેની સુંદર કથા તેના જ મુખથી સાંભળો : –
પશુમાંથી.....પરમાત્મા

Page 11 of 237
PDF/HTML Page 24 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( એક ગજરાજની આત્મકથા : ૧૧
એક ગજરાજની આત્મકથા
આ હાથીના ભવમાં હું આત્મજ્ઞાન પામ્યો. આના પહેલાનાં
ભવમાં હું અરવિંદરાજાનો મંત્રી હતો. સામા ચિત્રમાં જે મુનિરાજ
દેખાય છે તે જ પોતે અરવિંદ રાજા હતા. મારું નામ હતું મરુભૂતિ.
મારા મોટાભાઈ કમઠે મને મારી નાંખ્યો. હું મરીને હાથી થયો, ને
કમઠ મરીને સર્પ થયો. અરવિંદ રાજા દીક્ષા લઈને મુનિ થયા.
હાથીના આ ભવમાં મને ક્યાંય ચેન પડતું ન હતું. હું બહુ
ક્રોધી ને વિષયાસક્ત હતો; સમ્મેદશિખર પાસેના એક વનમાં રહેતો
હતો. ભવિષ્યમાં જ્યાંથી હું મોક્ષ પામવાનો હતો એવા મહાન
સિદ્ધિધામ પાસે રહેતો હોવા છતાં હજી હું સિદ્ધિના પંથને જાણતો
ન હતો. હું મને તે વનનો રાજા માનતો હતો, તેથી ત્યાંથી પસાર
થતા યાત્રિકોને હું ત્રાસ આપતો.
એક વખત સમ્મેદશિખરજીની યાત્રા કરવા જતા યાત્રાસંઘે તે
વનમાં પડાવ નાંખ્યો; સાથે અરવિંદ – મુનિરાજ પણ હતા. સંઘનો
કોલાહલ સાંભળી હું ગાંડો થયો ને પશુ કે માણસ જે કોઈ
હડફેટમાં આવે તેનો કચ્ચરઘાણ કરવા લાગ્યો. ક્રોધપૂર્વક દોડતો
દોડતો હું ઝાડ નીચે બેઠેલા મુનિરાજની સામે આવ્યો.
મુનિરાજે તો શાંત મીઠી નજરે મારા તરફ જોયું.....ને હાથ
ઊંચો કરીને આદેશ આપ્યો કે ‘રુક જા.’
(હાથી કહે છે :) મુનિરાજને દેખતાં કોણ જાણે શું થયું કે હું
સ્તબ્ધ બની ગયો. ક્રોધને ભૂલીને હું શાંત થઈ ગયો.....મુનિરાજ
સામે ટગર ટગર જોઈ રહ્યો.....મને બહુ જ ગમ્યું. ત્યાં તો મારી
સ્મૃતિ જાગી ઊઠી; પૂર્વભવનું મને ભાન થયું કે અરે, આ તો મારા
અરવિંદરાજા
! હું તેમનો મંત્રી હતો.....

Page 12 of 237
PDF/HTML Page 25 of 250
single page version

background image
૧૨ : એક ગજરાજની આત્મકથા )
( સમ્યગ્દર્શન
મુનિરાજ કરુણાદ્રષ્ટિથી મને સંબોધન કરવા લાગ્યા : હે
ભવ્ય! તું શાંત થા. તું મારો મંત્રી મરુભૂતિ હતો, તે મરીને હાથી
થયો છો. હવે આઠમા ભવે તો તું ભરતક્ષેત્રમાં તીર્થંકર થવાનો છો.
આ ક્રોધ તને શોભતો નથી; તારો મહાન આત્મા ક્રોધથી ભિન્ન,
અત્યંત શાંત ચૈતન્યસ્વરુપ છે, તેને તું ઓળખ.
અહા, મુનિરાજના સંબોધનથી મારો આત્મા ચોંકી ઊઠયો.
એકદમ શાન્ત થઈને હું મુનિરાજની સામે બેસી ગયો.....ને તેની
સામે ટગટગ જોતાં તેમની વાણી સાંભળવા આતુર બન્યો.
મુનિરાજે જોયું કે મારા પરિણામ વિશુદ્ધ થવા માંડયા
છે.....ને મને આત્મજ્ઞાનની ભાવના જાગી છે, એટલે તેઓ મને
ઉપદેશ દેવા લાગ્યા : હે ભવ્ય
! તું બુઝ! બુઝ! આ પશુપર્યાય એ
તારું સ્વરુપ નથી, તું તો ચૈતન્યમય આત્મા છો. દેહને અને રાગને
આત્મા સાથે એકમેક માનીને તેં ભવચક્રમાં ઘણા ભવ કર્યા ને બહુ
દુઃખી થયો. હવે રાગ અને જ્ઞાનને એકમેક માનવાના અવિવેકને તું
છોડ. તારો આત્મા દેહરુપ કે રાગરુપ થઈ ગયો નથી, ચેતનરુપ જ
રહ્યો છે. – આ જાણીને તું પ્રસન્ન થા, સાવધાન થા, અને સદાય
ઉપયોગસ્વરુપ સ્વતત્ત્વ જ મારું છે એમ અનુભવ કર.
અહા, મુનિરાજનાં વચનો સાંભળી મને મહાન તૃપ્તિ
થઈ.....જો કે મને મહાન હર્ષ જાગતો હતો, પરંતુ ત્યારે મારો
ઉપયોગ તો હર્ષથીયે પાર થઈને ચૈતન્યતત્ત્વના પરમઆનંદનો સ્વાદ
લેવા તરફ ઢળી રહ્યો હતો. પ્રશાંત પરિણામ વડે મારી ચેતના
અંદરમાં ઊંડી ઊતરતાં મેં મારા પરમાત્મસ્વરુપને સાક્ષાત
દેખ્યું.....અહા, પરમ આનંદની અનુભૂતિસહિત આત્માનું સમ્યક્
દર્શન થયું.
– ‘ત્યારે હું અમૃતના દરિયામાં ડોલી રહ્યો હતો; સર્વે

Page 13 of 237
PDF/HTML Page 26 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( એક ગજરાજની આત્મકથા : ૧૩
પરભાવોથી રહિત સાચું આત્મસુખ મારા આત્મામાં અનુભવાતું
હતું. ક્ષણમાત્રના આવા અનુભવથી મારો અનંતભવનો થાક ઊતરી
ગયો ને હું મોક્ષમાર્ગનો પથિક બન્યો.’ – સમ્યગ્દર્શન પામેલો હાથી
કહે છે : આત્મઉપયોગ સહજપણે ઝડપથી પોતાના સ્વરુપ તરફ
વળતાં સહજ નિર્વિકલ્પસ્વરુપ અનુભવાયું. ચૈતન્યપ્રભુ પોતાના
એકત્વમાં આવીને નિજાનંદમાં ડોલવા લાગ્યા. વાહ, મારું સ્વરુપ
કોઈ અદ્ભુત – અચિંત્ય – આશ્ચર્યકારી છે.’
– આમ સમ્યગ્દર્શન થતાં મારા આનંદનો કોઈ પાર ન
રહ્યો. અહા, મુનિભગવંતના એક ક્ષણના સત્સંગે તો મને મારું
પરમાત્મપણું મળ્યું. હું પશુ નહિ, હું તો પરમાત્મા
! વાહ, પશુમાંથી
પરમાત્મા બનાવનાર જૈનધર્મ ખરેખર અદ્ભુત છે, અદ્ભુત
આત્મસ્વરુપને તે પ્રગટ કરે છે. અહા, જેમના ઉપદેશથી મારા
ભવદુઃખનો અંત આવ્યો ને મોક્ષની સાધના શરુ થઈ, જેમણે મને
મારા પરમાત્મનિધાન બતાવ્યા, તે મુનિરાજના ઉપકારીની શી વાત
!
તે વ્યક્ત કરવા મારી પાસે ભાષા ન હતી તોપણ મનદ્વારા મેં તેમની
સ્તુતિ કરી, સૂંઢવડે નમસ્કાર કરીને મેં તેમનો ઉપકાર માન્યો....
મારી આંખમાંથી હરખના આંસુ ઝરતા હતા.
મારી આવી દશા દેખીને યાત્રાસંઘના માણસો પણ આશ્ચર્ય
પામ્યા : આ શું ચમત્કાર!! – ક્યાં ક્ષણ પહેલાનો હિંસક એ ગાંડો
હાથી! ને ક્યાં આ શાંતરસમાં તરબોળ થઈને મોક્ષમાર્ગમાં ઝૂલતો
હાથી! વાહ, આ ચૈતન્યનો ચમત્કાર છે. ચૈતન્યસાધનાના પ્રતાપે
એક પશુ પણ પરમાત્મા બની જાય છે.
(ઇતિશ્રી, ગજરાજની આનંદકારી આત્મકથા)

Page 14 of 237
PDF/HTML Page 27 of 250
single page version

background image
૧૪ : એક ગજરાજની આત્મકથા )
( સમ્યગ્દર્શન
મોક્ષસાધક તે હાથીને દેખીને વનના વાંદરા પણ રાજી થતા
હતા ને ફળ વગેરે લાવીને તેની સેવા કરતા હતા. એકવાર
સરોવરમાં પાણી પીવા જતાં તે વજ્રઘોષ – હાથી કાદવમાં ખૂંચી
ગયો; ત્યારે એક ભયંકર સર્પ તેને કરડયો.....ને હાથી સમાધિમરણ
કરીને સ્વર્ગમાં ગયો.
એ સર્પ કોણ છે? તે હાથીનો જ પૂર્વભવનો ભાઈ કમઠ છે
– જે મરીને સર્પ થયો છે. ભવિષ્યમાં હાથીનો જીવ જ્યારે
પારસનાથ – તીર્થંકર થયા ત્યારે તે સર્પનો જ જીવ ‘સંવરદેવ’ થઈ
ને તેમની જ સમીપમાં સમ્યગ્દર્શન પામીને મોક્ષમાર્ગી થયો.
‘પારસના સંગે લોઢું સોનું બની ગયું.’
(તે હાથી અને તે સર્પના વચ્ચેના અનેક ભવોનું સચિત્ર
આનંદકારી વર્ણન આપ ‘મહાપુરાણ’માં વાંચજો.)

Page 15 of 237
PDF/HTML Page 28 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ચોવીસ તીર્થંકરોનું મહાપુરાણ : ૧૫
૨૪ તીર્થંકરોનું મહાપુરાણ
FOUR IN ONE
(એક જ શાસ્ત્રમાં ચારેય અનુયોગ)
લેખક : બ્ર. હરિલાલ જૈન
(૧) પ્રથમ કથાનુયોગ (૨) ચરણાનુયોગ (૩)
કરણાનુયોગ અને (૪) દ્રવ્યાનુયોગ. – જિનવાણી આવા ચાર
અનુયોગરુપ છે, ને તે ચારેય અનુયોગ વીતરાગભાવનો જ
ઉપદેશ આપીને આત્માનું હિત કરનાર છે. પુરાણા શાસ્ત્રભંડારોમાં
ચારે અનુયોગના ઘણાંય શાસ્ત્રો છે, પણ તે બધાય નો અભ્યાસ
અતિ વિરલ વિદ્વાનો જ કરી શકે છે.
– તો જિજ્ઞાસુએ શું કરવું ? ચારે અનુયોગના અનેક
શાસ્ત્રોના આધારે આપણા ચોવીસ તીર્થંકર ભગવંતોનું,
અધ્યાત્મશૈલીથી લખાયેલ ‘મહાપુરાણ’ વાંચો, – તેમાં
જિનવાણીના ચારેય અનુયોગ ભર્યા છે. તેમાં (૧) તીર્થંકર
ભગવંતોની જીવનકથા છે, (૨) મોક્ષને માટે તે ભગવંતોએ
આચરેલા ઉત્તમ આચરણનું વર્ણન છે, (૩) ચાર ગતિનાં સુખ-
દુઃખ, ગુણસ્થાન વગેરે પરિણામરુપ કરણાનુયોગ પણ તેમાં છે,
અને (૪) તે તીર્થંકરાદિ મહાત્માઓ ક્યારે, કેવા ભાવથી
સમ્યગ્દર્શનાદિ પામ્યા, તેનું વર્ણન તેમજ સ્વાનુભૂતિની અતિ
સુંદર ચર્ચાઓરુપ દ્રવ્યાનુયોગ પણ તેમાં ઠેરઠેર ભરેલો છે. આ
રીતે
(FOUR IN ONE) એક જ પુસ્તકમાં ચારેય અનુયોગનું
રોમાંચકારી વર્ણન વાંચતા તમે કોઈ અનેરી ધાર્મિક સ્ફૂર્તિ
અનુભવશો....અને, જો જ્ઞાનીના સત્સંગનું જોર તમારી પાસે હશે
તો, તમે મોક્ષમાર્ગમાં પણ દાખલ થઈ જશો. – ધન્યવાદ !
શ્રી કહાનસ્મૃતિ – પ્રકાશન, સંતસાન્નિધ્ય, સોનગઢ

Page 16 of 237
PDF/HTML Page 29 of 250
single page version

background image
૧૬ : જેલમાં પ્રવચન )
( સમ્યગ્દર્શન
બધા આત્મામાં પ્રભુતા ભરી છે
રાજકોટની જેલમાં ૨૦૦ જેટલા કેદીઓ સમક્ષ ઉપદેશ
(સંસારની જેલમાંથી કેમ છૂટાય?)
વીર સં. ૨૪૯૦ ના ફાગણ સુદ ૧૨ ના રોજ રાજકોટ
શહેરમાં સેન્ટ્રલ જેલના સુપ્રીન્ટેન્ડન્ટ તરફથી વિનંતિ થતાં પૂ.
ગુરુદેવ શ્રી કાનજીસ્વામી ત્યાંના કેદીઓને સદુપદેશનાં
બોધવચનો સંભળાવવા પધાર્યા હતા. ત્યાંના કરુણ અને
વૈરાગ્યપ્રેરક વાતાવરણમાં ગુરુદેવે લાગણીભીના હૃદયે જે
બોધવચન કહ્યા તે અહીં આપવામાં આવ્યા છે. જેલના
કેદીભાઈઓને ગુરુદેવના આ બોધવચનો સાંભળીને
સન્માર્ગમાં જીવન ગાળવાની ભાવના જાગી હતી.
‘ભાઈઓ’ એવા પ્રેમભર્યા સંબોધનપૂર્વક ગુરુદેવે કહ્યું :
જુઓ ભાઈ, આ દેહમાં રહેલો આત્મા સચ્ચિદાનંદસ્વરુપ કાયમી
વસ્તુ છે, તે અવિનાશી છે; ને પાપ, હિંસા વગેરે જે દોષ છે, તે
ક્ષણિક છે, તે કાંઈ કાયમી વસ્તુ નથી, એટલે તેને ટાળી શકાય છે.
ક્રોધ – માન વગેરે દોષ તો આત્મા અજ્ઞાનથી અનાદિનો કરતો જ
આવે છે ને તેથી તે આ સંસારરુપી જેલમાં પૂરાયેલો છે, તેમાંથી
કેમ છૂટાય
? તે વિચારવું જોઈએ. દોષ તો પહેલાં દરેક આત્મામાં
હોય છે, પણ તેનું ભાન કરીને એટલે કે ‘આ મારો અપરાધ છે,
પણ તે અપરાધ મારા આત્માનું કાયમી સ્વરુપ નથી,’ એમ
ઓળખાણ કરીને તે અપરાધને ટાળી શકાય છે ને નિર્દોષતા
પ્રગટાવી શકાય છે.

Page 17 of 237
PDF/HTML Page 30 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( જેલમાં પ્રવચન : ૧૭
જેમ પાણી ભલે ઊનું થયું તોપણ તેનો સ્વભાવ તો ઠંડો છે,
અગ્નિને ઠારી નાંખવાનો તેનો સ્વભાવ છે; એટલે જે અગ્નિ ઉપર
તે ઊનું થયું તે જ અગ્નિ ઉપર જો તે પડે તો તે પાણી અગ્નિને
બૂઝાવી નાંખે છે, તેમ આ આત્મા શાંત – શીતળસ્વભાવી છે, ને
ક્રોધાદિ તો અગ્નિ જેવા છે; જો કે પોતાની ભૂલથી જ આત્મા
ક્રોધાદિ કરે છે, પણ તે કાંઈ તેનો અસલી સ્વભાવ નથી, અસલી
સ્વભાવ તો જ્ઞાન છે, તેનું ભાન કરે તો ક્રોધાદિ ટળી જાય છે ને
શાંતરસ પ્રગટે છે. આત્મામાં ચૈતન્યપ્રકાશ છે, તે દોષ અને પાપના
અંધકારનો નાશ કરી નાંખે છે.
જુઓ, અહીં (જેલમાં) પણ ભીંત ઉપર લખ્યું છે કે ‘બધા
દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે.’ તે અજ્ઞાનને લીધે જ આ સંસારની
જેલના બંધનમાં આત્મા બંધાયેલો છે; તેમાંથી છૂટવા માટે
આત્માની ઓળખાણ અને સત્સમાગમ કરવા જોઈએ. આવો મોંઘો
મનુષ્ય – અવતાર મળ્યો, તે કાંઈ ફરી ફરીને નથી મળતો; માટે
તેમાં એવું સારું કામ કરવું જોઈએ કે જેથી આત્મા આ ભવબંધનની
જેલમાંથી છૂટે. શ્રીમદ્ રાજચંદ્રજી નાની ઉંમરમાં કહે છે કે –
બહુ પુણ્યકેરા પૂંજથી શુભદેહ માનવનો મળ્યો,
તોયે અરે, ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો
!
આવો મનુષ્યભવ રત્નચિંતામણી સમાન છે, તેમાં શાંતિથી
આત્માને સાવધાન કરીને મનુષ્યજીવન સફળ કરવા જેવું છે;
નહિતર તો આ રત્ન, ચૌટામાં પડેલા રત્નની જેમ ચોરાઈ જશે.
બધાય આત્મામાં (અહીં બેઠા છે તે કેદી – ભાઈઓના દરેક
આત્મામાં પણ) એવી તાકાત છે કે પ્રભુતા પ્રગટાવી શકે ને દોષનો

Page 18 of 237
PDF/HTML Page 31 of 250
single page version

background image
૧૮ : જેલમાં પ્રવચન )
( સમ્યગ્દર્શન
નાશ કરી નાંખે. આત્માના ભાન વડે સજ્જનતા પ્રગટાવીને દોષનો
નાશ થઈ શકે છે. કોઈ વ્યક્તિ ઉપર દ્વેષ ન હોય. બધા આત્મામાં
પ્રભુતા ભરી છે, તેનું પોતે ભાન કરીને તે પ્રગટાવી શકે છે.
ક્ષણિક આવેશથી તીવ્ર રાગ – દ્વેષમાં કે ક્રોધમાં તણાઈ જતાં
જીવ હિંસાદિ પાપ કરી બેસે છે. એવા પાપભાવો હોય ત્યાં
આત્માનું ભાન ન થાય. વિચાર કરવો જોઈએ કે અરે
! જીવનમાં
કેવું કાર્ય કરવા જેવું છે! સત્સમાગમે આત્માનું ભાન નાના બાળક
પણ કરી શકે છે. અરે, સિંહ વગેરે પશુ પણ એવું ભાન કરી શકે
છે, પાપીમાં પાપી જીવ પણ ક્ષણમાં પોતાના વિચાર પલટીને આવું
ભાન કરી શકે છે; ‘સો ઉંદર મારીને બિલ્લી પાટે બેઠી’ – એમ
ઘણાં પાપ કર્યા ને હવે જીવન કેમ સુધારી શકે
? – એવું નથી;
પાપનું પ્રાયશ્ચિત્ત કરીને, ક્ષણમાં પાપને ટાળી શકાય છે ને જીવનને
સુધારી શકાય છે. આ મનુષ્યભવ પામીને એ કરવા જેવું છે.
(ઇતિ જેલ – પ્રવચન)
સાધકનું સૌન્દર્ય
સાધકના આત્મસૌન્દર્યને દેખો, તમે મુગ્ધ બની જશો.
આત્મસાધનામાં ભરેલું સૌન્દર્ય કોઈ અચિંત્ય છે.
એકત્વ – નિશ્ચયરુપ થયેલો તે આત્મા સર્વત્ર સુંદર છે.
પ્રતિદ્રોહનો આવેશ નિર્બળને આવે છે, શાંતધૈર્યવાનને
નહીં. ધૈર્યવાન મુમુક્ષુ ગમે તેવા પ્રતિદ્રોહ વચ્ચે પણ
આત્મસાધનામાં અચલ રહે છે.

Page 19 of 237
PDF/HTML Page 32 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભવની ભાવના : ૧૯
સ્વાનુભવની ભાવના
હે આત્મજિજ્ઞાસુ!
(૧) આત્મઅનુભવ માટેના પ્રયોગો જાણવાની તમારી
ઉત્કંઠા.....તે એક એવો ભાવ છે કે જેમાં આગળ વધતાં અદ્ભુત
ચૈતન્યતત્ત્વની અનુભૂતિ ચોક્કસ થાય છે. તેમાં જરુરીયાત એટલી
કે, આત્માને જાણવાની જે ભાવના જાગી તેમાં પૂરી તાકાત લગાડીને
આગળ ને આગળ વધ્યે જવું. બધી પરિસ્થિતિમાં એને જ મુખ્ય
રાખવું, એટલે એ જ પોતાનું જીવન છે – એમ સમજવું.
(૨) હવે જે આત્મવસ્તુને જોવી છે – અનુભવમાં લેવી છે
તે વસ્તુ એવી અદ્ભુત – સુંદર છે કે, ચિત્ત તેની નજીક આવતાં
જ આખું જગત જાણે મનમાંથી દૂર હટી જાય છે ને સંસારના
બઘાય ભાવોનો થાક ઊતરવા માંડે છે.....એટલે કે ચિત્ત શાંત
થઈને પોતાના આત્માના ચિંતનમાં એકાગ્ર થવા તત્પર થાય છે.
અહીંથી ધ્યાન માટેના (એટલે કે સમ્યગ્દર્શનરુપ આત્મઅનુભવ
માટેના) પ્રયોગની શરુઆત થવા માંડે છે.
(૩) આ પ્રયોગનો પ્રારંભ થતાં જ, મુમુક્ષુ જીવને એક મહાન
ફાયદો એ થયો કે, તેનું ચિત્ત બીજે બધેયથી હટીને, અત્યંત
રસપૂર્વક પોતાના ચૈતન્યભંડારમાંથી જ શાંતિનું વેદન લેવા
પ્રયત્નશીલ થયું.....શ્રદ્ધા અને જ્ઞાનની બધી તાકાતને તેમાં જ
રોકી.....અનંત તાકાતવાળો આત્મા પોતે જાગીને પોતાને સાધવા
તૈયાર થયો.....ધ્યાતા બનીને પોતે પોતાને જ ધ્યેયરુપ કરવા
માંડયો. આ પ્રયોગની જેટલી ઉગ્રતા, એટલો વિકલ્પોનો અભાવ.
(૪) બસ, હવે આ જીવને વારંવાર એમાં જ ઉપયોગ

Page 20 of 237
PDF/HTML Page 33 of 250
single page version

background image
૨૦ : સ્વાનુભવની ભાવના )
( સમ્યગ્દર્શન
લગાવીને ચિંતન કરવાનું ગમે છે.....એમાં જ મજા આવે છે.
બહારની સામગ્રીમાં કે રાગાદિભાવોમાં કદી જે જાતની શાંતિનો
સ્વાદ આવ્યો ન હતો, એવો કોઈ નવીન શાંતિનો સ્વાદ
ચૈતન્યચિંતનમાં તેને આવવા લાગ્યો.....ક્યાંથી આવ્યો આ મધુર
સ્વાદ
! અંદરમાં પોતામાંથી જ તે સ્વાદ આવી રહ્યો છે. જ્યાંથી આ
સ્વાદ આવી રહ્યો છે ત્યાં ભરેલી અગાધ શાંતિ તરફ તે મુમુક્ષુ હવે
ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે. તેને શાંતિનું વેદન ચમત્કારિક રીતે
વધતું જાય છે ને વિકલ્પો લગભગ બધા જ શાંત થઈ જાય છે.
(૫) હે આત્મપિપાસુ! આ એક અદ્ભુત કળા છે.....કે જે
મુમુક્ષુને જ આવડે છે.....અને જેના ફળમાં કલ્પનાતીત આનંદ થાય
છે. જુઓ, અત્યારે થોડીક વાર એવી આત્મભાવના કરી તેમાં પણ
જગતના બધા સુખ – દુઃખો ભૂલાઈને, તમારા ચિત્તમાં શાંતિના
કેવા ભણકાર આવવા લાગ્યા
! આના ઉપરથી જાતઅનુભવ વડે તું
વિશ્વાસ કર કે, જે શાંતિને હું અનુભવવા માંગુ છું તે બીજે ક્યાંય
નથી પણ મારામાં છે, ને હું પોતે જ શાંતિ સ્વરુપ છું.
બસ, આવો આત્મા.....તે જ પોતાના ધ્યાનનો વિષય.
‘‘જેને હું ધ્યાવવા ચાહું છું.....તે હું જ છું.’’
(ઇતિ સ્વાનુભવની ભાવના.)
આ ભાવનાનો દ્રઢ અભ્યાસ કરો.....પછી તેના પ્રયોગ કહેશું.
હવે ચાલો જઈએ :
ભગવંતોની નગરીમાં.....ચૈતન્ય મહેલમાં.....

Page 21 of 237
PDF/HTML Page 34 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ચૈતન્ય નગરી તરફ : ૨૧
(ચિત્ર)
હે પ્રાથમિક જિજ્ઞાસુ સાધર્મી !
કષાયોના વેદનની ભીંસથી તું ભયંકર દુઃખી છો – એમ જો
તને લાગતું હોય, ને એનાથી છૂટીને શાંતિ લેવા માટે તારું હૃદય
પોકારતું હોય તો –
હે ભવ્ય! આવ.....અમારી પાસે આવ.
પંચપરમેષ્ઠી ભગવંતોની આત્મનગરીમાં શાંતિના મહેલમાં
રહેનારા અમે તને ખૂબ પ્રેમથી બોલાવીએ છીએ.....કેમકે ખરેખર
તું અમારો જ્ઞાતિબંધુ – સાધર્મી છો. અમારા પરિવારનો જ છો.
કષાયનગરીમાં તો તું ભૂલથી ફસાઈ પડયો છો; હવે ત્યાંનો વાસ
છોડીને આપણા બાપદાદાની અસલી નગરી એવી આ શાંતનગરીમાં
અમારી સાથે રહેવા ચાલ્યો આવ
! કષાય તને કંઈ પણ હેરાન
કરવા આ નગરીમાં આવી નહીં શકે.....છતાં આવે તો અમે બધા
બેઠા છીએ.....આનંદથી તું આવ.....ને અમારી સાથે સદાય સુખથી
રહે; તું અમારો ભાઈ છો, શ્રી પંચપરમેષ્ઠીની આજ્ઞાથી તને
ચૈતન્યનગરીમાં આવવાનું આ આમંત્રણ આપું છું.

Page 22 of 237
PDF/HTML Page 35 of 250
single page version

background image
૨૨ : ચૈતન્ય નગરી તરફ )
( સમ્યગ્દર્શન
(૧)
આનંદનગરી તરફ પ્રથમ પગલું
‘હવે હું મુમુક્ષુ થયો છું.’
અત્યાર સુધી અનાદિથી આત્માની શાંતિને ભૂલીને હું
કષાયોની આગમાં સળગી રહ્યો છું. હવે મારા પંચ પરમેષ્ઠી
ભગવંતોની શાંતિને દેખીને મને પણ એવી શાંતિ માટે ઘણી જ
ચાહના થઈ છે. તેથી હવે હું આ કષાયની આગમાં એક ક્ષણ પણ
રહી નહીં શકું. એનાથી જલ્દી છૂટીને શાંતરસનો હું પિપાસુ થયો
છું, તેથી હું મુમુક્ષુ છું.
હવે હું વિચારું છું કે અરે, આ કષાયો મને કેવા ભયંકર
દુઃખની આગમાં બાળી રહ્યા છે! એ દેખીને હવે હું કષાયોથી બહુ
જ બીવું છું; તેથી હું તેનાથી ભાગીને ચૈતન્ય મહારાજની સમીપ
આનંદમય ચૈતન્યનગરી તરફ પાંચ પગલાં
આત્મનગરી
શાંતિમહેલ
હે મુમુક્ષુ! કષાયનગરીમાંથી છૂટીને
આત્મનગરીના શાંતિમહેલમાં આવવાનો માર્ગ
તને બતાવું છું. અમે આ માર્ગે આત્મનગરીમાં
આવ્યા છીએ. તું પણ જલ્દી આવ. તે માટે
પાંચ પગલાં તને બતાવું છું.

Page 23 of 237
PDF/HTML Page 36 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ચૈતન્ય નગરી તરફ : ૨૩
આવીને જોરજોરથી પોકાર કરું છું કે હે ચૈતન્યદેવ! હવે તમે જ
મને આ કષાય – રાક્ષસોથી બચાવનારા છો અને તમે જ મને
શાંતિ આપીને મારું દુઃખ મટાડનાર છો. પહેલાં હું કદી તમારી
પાસે નહોતો આવ્યો તેથી કષાયોએ મને હેરાન કર્યો.....હવે હું
તમારી પાસે આવ્યો છું ને મુમુક્ષુ થયો છું; તમે અવશ્ય મને
કષાયોથી છોડાવીને મહાન આત્મશાંતિ દેશો – એવો મારો વિશ્વાસ
છે. અહો ચૈતન્ય પ્રભુ
! મારા મનમાં તમને યાદ કરતાં જ આ
કષાયો તો તમારાથી ડરીને એકદમ દૂર ભાગવા લાગ્યા, અને મને
શાંતરસની શીતળ હવા આવવા લાગી.
(ઇતિ ચૈતન્યપુરીમાં પ્રથમ પગલું)
(૨)
ચૈતન્યનગરીમાં બીજું પગલું
ચૈતન્યનગરીના મહારાજા ચેતનપ્રભુ કહે છે : – હે મુમુક્ષુ!
તેં બહુ સારું કર્યું કે તું અહીં મારી પાસે ચૈતન્યનગરીમાં આવ્યો.
દેખ, આપણી આ ચૈતન્યનગરી કેવી મજાની સુંદર છે
! આ
નગરીમાં બધાય શાંતપરિણામી આત્માઓ જ રહે છે; કષાયો કે
મિથ્યાત્વ વગેરે દુષ્ટ ચોર – લોકોનો આ નગરીમાં પ્રવેશ – નિષેધ
છે; માટે હવે તું તે કષાયોની બીક છોડી દે, અને નિર્ભય થઈને આ
શાંતનગરીમાં રહેનારા સર્વે સજ્જન પરિવારનો પરિચય કર
!
દેખ, આ સર્વજ્ઞ મહારાજ ! તેઓ આપણી આ નગરીના
મહારાજા છે, તેઓ આપણી જાતિના જ છે. તેઓ કેવા મજાના
વીતરાગ છે
! આપણે પણ એવા જ થવાનું છે.

Page 24 of 237
PDF/HTML Page 37 of 250
single page version

background image
૨૪ : ચૈતન્ય નગરી તરફ )
( સમ્યગ્દર્શન
વળી આ તરફ જો? – આ મોટા મોટા મુનિવરો
શુદ્ધોપયોગચક્રના બળથી સંજ્વલન કષાયને પણ જીતીને કેવળજ્ઞાન
પામી રહ્યા છે; તેઓ એમ સમજાવે છે કે આટલો સૂક્ષ્મ કષાયકણ
પણ જીવને દુઃખ દેનારો છે, તેથી તેને આપણી ચૈતન્યનગરીમાંથી
ભગાડી દેવો જોઈએ..... તો પછી મોટા મોટા કષાયોની તો વાત જ
શું કરવી
?
વળી હે મુમુક્ષુ! આ તરફ દેખ! આ સમ્યગ્દ્રષ્ટિ – ધર્માત્મા
જીવો – જેઓ હમણાં નવા નવા આ શાંતિનગરીમાં આવ્યા છે –
તેમણે કષાયોની સામે ઘણી મોટી લડાઈ કરીને તેને પછાડી દીધાં
છે.
અમે બધાય તારી સાથે ઊભા છીએ. હવે કષાયનું તારી સામે
કંઈ પણ ચાલી શકે નહીં શકે. તું નિર્ભય થઈને બહાદુરીથી
લડ.....અને..... લે આ ચેતના – તલવાર.....તેના એક જ ઘાથી
કષાયની અનંત સેના મરી જશે અને તને તારા ચૈતન્યના
આનંદવૈભવથી ભરેલું સ્વરાજ્ય પ્રાપ્ત થશે.....અને તું પણ અમારા
બધા જેવો જ થઈ જઈશ.
હે ભવ્ય! હવે તું પોતાનું મહાન ગૌરવ સમજ કે, હું આવી
અદ્ભુત વીતરાગીનગરીમાં રહેવા આવ્યો છું, અને મહાન
દુઃખદાયક એવી કષાયનગરીમાંથી હું ભાગી છૂટયો છું.
બસ, હે બંધુ! હવે તું શાંતિથી આ નગરીમાં રહીને સુખ
ભોગવ્યા કર! જો કોઈક કષાય આવી જાય તો ભય ન કરતો, –
અમે બધા તારી પાસે બેઠા છીએ, – તેને જોઈ લેશું!!

Page 25 of 237
PDF/HTML Page 38 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ચૈતન્ય નગરી તરફ : ૨૫
(૩)
આત્મનગરીમાં ત્રીજું પગલું
હવે ત્રીજા દિવસે વિચાર કરતાં મને એમ થાય છે કે –
હું આત્માની શાંતિનગરીમાં આવ્યો છું, છતાં પણ આ
કષાયોથી હજી મારો છૂટકારો નથી થયો, ને સાચી શાંતિ મને નથી
મળતી, – આમ કેમ
?
– તો મારા સત્સંગી સ્વાનુભવીજનો મને એમ બતાવે છે કે
અરે ભાઈ! પૂર્વપરિચિત તે કષાયોનો રસ હજી પણ તેં નથી
છોડયો.....અને અમારી સાથે રહેવા છતાં ચૈતન્યનો સાચો રસ તેં
પ્રગટ કર્યો નથી, તો પછી તને શાંતિ કેમ મળે
? શું કષાયોમાંથી કદી
શાંતિ મળે છે? – ના, કદી નહીં.
કષાય અને જ્ઞાનાદિ ગુણો એકબીજાથી સાવ વિરુદ્ધ છે. જ્ઞાન
તો જીવનો સ્વભાવ – ગુણ છે, તેના વગર જીવ જીવી શકતો જ નથી.
અને કષાય કાંઈ જીવનો ગુણ નથી પણ વિરોધી છે. કષાયનો નાશ
થતાં કાંઈ જીવનો નાશ નથી થતો. કષાય તો કર્મનો મિત્ર છે અને
આત્માનો દુશ્મન છે.
જેમ જ્ઞાન જીવનો મિત્ર (સ્વભાવ) છે તેમ કષાય કાંઈ જીવનો
મિત્ર નથી. જ્ઞાન જીવનો ગુણ છે તેમ શાંતિ પણ જીવનો ગુણ છે; અને
એક વસ્તુના બે ગુણો એકબીજાના વિરોધી હોતા નથી. તેથી જ્ઞાન
અને શાંતિ તો એકસાથે રહે છે – પણ ક્રોધ અને શાંતિ એકસાથે કદી
રહી શકતા નથી. ક્રોધ અને અશાંતિ સદા સાથે હોય છે. આ રીતે,
શાંતિ અને ક્રોધની અત્યંત ભિન્નતા જાણીને હું મારા જ્ઞાનને શાંતિની
સાથે જોડું છું અને ક્રોધને જ્ઞાનમાંથી બહાર કાઢી નાખું છું.
વાહ! આવા મારા જ્ઞાનમાં મને તો કોઈ અદ્ભુત મજા આવે
છે અને નવી જ શાંતિ મળે છે. બસ, આમાં જ હું રહી જાઉં છું. –
આ જ છે મારી આત્મનગરી.

Page 26 of 237
PDF/HTML Page 39 of 250
single page version

background image
૨૬ : ચૈતન્ય નગરી તરફ )
( સમ્યગ્દર્શન
(૪)
પંચપરમેષ્ઠીની નગરીમાં ચોથું પગલું
હે પંચપરમેષ્ઠી ભગવાન્!
હવે આજ હું જોશમાં આવી ગયો છું; કાલ હું ઢીલો હતો પણ
હવે મને ખબર પડી ગઈ કે જેટલો અનંતગુણવૈભવ આપની પાસે
છે, – મારી પાસે પણ એટલો જ ગુણવૈભવ ભરેલો છે; અને
કષાયોને કે અશાંતિને મારા કોઈ પણ ગુણમાં રહેવાનો અધિકાર
નથી. તેથી મારી ચૈતન્યસત્તાનો ઉપયોગ કરીને મેં કષાયોને
દેશનિકાલ કરી દીધા છે.....એટલે હવે હું જોશમાં આવી ગયો છું.
અત્યાર સુધી કષાયોના દબાણને કારણે મારી શાંતિ ખીલતી ન
હતી, તથા મારું જ્ઞાન પણ કષાયવશ થવાથી મારા અતીન્દ્રિય
સ્વભાવને દેખી શકતું ન હતું; હવે મારું જ્ઞાન ને શાંતિ કષાયોથી
ભિન્ન સ્વાધીન થઈ જવાથી, પોતાના અસલી સ્વરુપે પ્રગટ થઈને
મારી મહાન શાંતિ તથા અપૂર્વ જ્ઞાનચેતનાનો અનુભવ કરી રહ્યું છે.
વાહ પ્રભો! આપણી આ ચૈતન્યનગરીમાં આવું સુંદર જ્ઞાન
અને આવી વીતરાગી શાંતિ ભરેલી હતી એની મને આજે જ ખબર
પડી, અને મને ઘણી જ પ્રસન્નતા થઈ.....હવે આવી સુંદર નગરીને
છોડીને હું બીજે ક્યાંય જવાનો નથી.....સદાય આપની સાથે આ
નગરીમાં જ મારા સ્વઘરમાં રહીશ.....ને આપના જેવો જ થઈ
જઈશ.
અહો, પંચપરમેષ્ઠી ભગવંતોના પ્રસાદથી હવે મારું જીવન
સુધરી ગયું.....જીવનદિશા પલટી ગઈ; આ જીવનમાં સમ્યક્ત્વાદિ
મહાન આનંદનો લાભ લેવાનો ઉત્તમ અવસર મને મળી ગયો છે
તેથી હવે હું મારા સ્વભાવમાં ઊતરીને, અંતરમાં સ્વાનુભૂતિ કરીને

Page 27 of 237
PDF/HTML Page 40 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ચૈતન્ય નગરી તરફ : ૨૭
સિદ્ધપ્રભુ જેવા સુખનો સ્વાદ ચાખું છું. – આ સ્વાદ ચાખવા માટે
મારું ચિત્ત એવું તલસી રહ્યું છે કે દુનિયાની સામે ક્યાંય દેખવાની
ઇચ્છા થતી નથી. દુનિયાનો કોઈ પણ પ્રસંગ હવે મારી ચેતનાને
મારા સુખથી છોડાવીને મને નથી તો ડરાવી શકતો, કે નથી
લોભાવી શકતો. તેથી હું દુનિયાથી ઉપેક્ષિત થઈને મારા
ચૈતન્યરસના મીઠા સ્વાદમાં જ મશગુલ છું.
( – ઇતિ ચૈતન્યનગરીમાં ચોથું પગલું)
(૫)
આનંદનગરીમાં પાંચમું પગલું
હવે ચાર દિવસથી હું મારી આ આનંદમય ચૈતન્યનગરીમાં
પંચપરમેષ્ઠી પરિવારની સાથે રહીને આનંદ કરું છું. જેમ જેમ હું
આ ચૈતન્યનગરીને દેખતો જાઉં છું તેમ તેમ તેની મહાન અદ્ભુત
વિભૂતિઓ દેખીને મને આશ્ચર્ય થઈ રહ્યું છે. અહા
! આવી સુંદર
વિભૂતિઓ મેં પહેલાં કદી ક્યાંય પણ દેખી ન હતી.....તે મેં મારી
ચૈતન્યપુરીમાં દેખી.
વળી વિશેષ આશ્ચર્ય તો એ થાય છે કે આ બધી વિભૂતિઓ
પહેલાં પણ મારામાં ભરેલી જ હતી; જ્યારે હું કષાયનગરીમાં
ફસાઈ પડયો હતો ત્યારે પણ મારી આ આત્મવિભૂતિ મારામાં જ
ભરી હતી, અને છતાં પણ કષાયો તેને નષ્ટ કરી શક્યા ન હતા.
આથી એમ પણ નક્કી થઈ જાય છે કે કષાયોની તાકાત કરતાં મારી
આત્મવિભૂતિની તાકાત ઘણી મહાન છે.
અહો! ઉપકાર છે પંચપરમેષ્ઠી દેવોનો, કે – તેમના પ્રસાદથી
મને મારી મહાન શક્તિનું ભાન થયું. હવે મારી ચૈતન્યવિભૂતિ સામે