Samyak Darshan Part 7 8 (Gujarati). Gruhasthne Aatmadharshan; Siddhapanano Sinhnad; Aatmana Suddhaswarupnu Chintan Karo; Swanubhav Prasad; Chidanad Rajane Kya Gotvo?.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 3 of 13

 

Page 28 of 237
PDF/HTML Page 41 of 250
single page version

background image
૨૮ : ચૈતન્ય નગરી તરફ )
( સમ્યગ્દર્શન
આ કષાય વગેરે સમસ્ત વિભાવો સર્વથા બળહીન અને નિર્માલ્ય
દેખાય છે. મારી આ ચૈતન્યનગરીમાં હવે સર્વત્ર શાંતિ જ ફેલાઈ
રહી છે. મારી આસપાસમાં સર્વજ્ઞ ભગવંતો તથા રત્નત્રયવંત
સાધુજનો જ દેખાઈ રહ્યા છે; કષાય કે મિથ્યાત્વવાળા જીવો મારી
આ નગરીમાં દેખાતા જ નથી. અને હું પણ હવે કષાયો અને
મિથ્યાત્વને દૂર હટાવીને મારા અસલી શાંત રુપને ધારણ કરીને
આનંદથી મારી અપૂર્વ આત્મવિભૂતિને ભોગવું છું.
અમે આત્મપુરીના વાસી – અમે સિદ્ધપુરીના વાસી,
અમે સંસારથી તો ઉદાસી.....અમે મોક્ષપુરીના વાસી.
(સ્વાનુભવના સુંદર પ્રયોગો માટે – જુઓ પાનું ૨૨૧)
ચંદનાબેનની આત્મઅનુભૂતિ
રાજકુમાર વર્દ્ધમાનના સાન્નિધ્યમાં આત્માની સ્વાનુભૂતિ
પામીને કુમારી ચંદનાબેન કહે છે કે : અહા, મારી સ્વાનુભૂતિમાં
શુદ્ધઆત્મા એક જ પ્રકાશમાન છે. આત્માના એકત્વની
અનુભૂતિ અભેદ હોવા છતાં શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાયરુપ
બધાય સ્વભાવધર્મો તેમાં સમાયેલા છે; ત્યાં આત્મા પોતાના
અનેકાંત સ્વભાવે પ્રકાશી રહ્યો છે. તેને પરથી ભિન્નતા હોવાથી
તે વિભક્ત છે, અને પોતાના ગુણ – પર્યાયોમાં અભેદપણું
હોવાથી એકત્વ છે. આવા એકત્વ – વિભક્ત શુદ્ધ આત્માની
અનુભૂતિ તે જૈનશાસનની અનુભૂતિ છે.
‘વાહ ચંદનાબેન! સ્વાનુભૂતિનું સરસ વર્ણન તમે કર્યું.’

Page 29 of 237
PDF/HTML Page 42 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ગૃહસ્થને આત્મદર્શન : ૨૯
(ગુરુદેવને અત્યંત પ્રિય યોગસાર દોહા ૧૮ ઉપરનું પ્રવચન)
‘હે સ્વામી! આપ આત્મદર્શનને જ મોક્ષનું કારણ કહો છો ને
આત્મજ્ઞાન કરવાનું કહો છો; તો અમને પ્રશ્ન થાય છે કે, ‘અમે તો
ગૃહસ્થ છીએ, શું અમને પણ આત્મદર્શન અને આત્મજ્ઞાન થાય
?’
તેનો ઉત્તર કહે છે કે હા, સાંભળ –
गिहि--वावार परिठ्ठिया हेयाहेउ मुणंति।
अणुदिणु झायहिं देउ जिणु लहु णिव्वाणु लहंति ।।
ગૃહકામ કરતાં છતાં હેયાહેયનું જ્ઞાન;
ધ્યાવે સદા જિનેશપદ, શીઘ્ર લહે નિર્વાણ.
ધર્મી જીવ ગૃહસ્થ સંબંધી પ્રવૃત્તિમાં રહેલા હોવા છતાં તેને
હેય – ઉપાદેયનો વિવેક છે. પોતાનો શુદ્ધઆત્મા જ ઉપાદેય છે તે
ક્યારેય ભૂલાતો નથી, અને દરરોજ જિનદેવના ધ્યાનમાં તેનું ચિત્ત
લાગેલું છે. આવા ધર્મી – ગૃહસ્થ શીઘ્ર નિર્વાણને પામે છે.
c ગૃહસ્થને આત્મદર્શન c
મુનિધર્મ
શ્રાવકધર્મ

Page 30 of 237
PDF/HTML Page 43 of 250
single page version

background image
૩૦ : ગૃહસ્થને આત્મદર્શન )
( સમ્યગ્દર્શન
વાહ રે વાહ, જુઓ તો ખરા.....આત્મદર્શન વડે ગૃહસ્થને,
અરે દેડકાને – સિંહને – હાથીને પણ મોક્ષના દરવાજા ખુલી જાય
છે.
આત્મદર્શન અને મોક્ષમાર્ગ એકલા મુનિઓને જ હોય ને
શ્રાવક – ગૃહસ્થને ન હોય – એમ નથી; શ્રાવક – ગૃહસ્થને પણ
આત્મજ્ઞાન અને મોક્ષમાર્ગ હોય છે. સ્વર્ગનો દેવ હોય કે મનુષ્ય,
સિંહાદિ તીર્યંચ હોય કે નારકી, – દરેકને ભગવાન આત્મા તો
અંદર બેઠો છે ને
? – તે પોતાના શુદ્ધઆત્માને અંતઃદ્રષ્ટિથી દેખીને
મોક્ષના માર્ગમાં ચાલી શકે છે. મારામાં રહેલી મારી શુદ્ધ
ચૈતન્યવસ્તુ મારે ઉપાદેય છે ને જે વિષયકષાયો રાગદ્વેષ છે તે હેય
છે; – આવા હેય – ઉપાદેયના સાચા જ્ઞાનવડે ધર્મી – ગૃહસ્થ
પણ નિર્વાણમાર્ગનો પથિક છે, તે મોક્ષનો સાધક છે.
– ચોથા કાળમાં એમ થતું હશે! – પણ અત્યારે તો
પંચમકાળ છે ને!
– અરે ભાઈ! પંચમકાળમાં થયેલા મુનિનું તો આ કથન છે
ને પંચમકાળના ગૃહસ્થને પણ આવું નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે.
વેપાર – ધંધા, રાજ – પાટ કે રાગ અને રાણીઓ એ તો બધું
આત્માના દર્શનથી બહાર રહી જાય છે; એને તે પરરુપે જાણે છે,
હેય સમજે છે; નિજરુપ નથી માનતો, ઉપાદેય નથી સમજતો;
એટલે એમાં ક્યાંય તે સુખબુદ્ધિ નથી કરતો; અંતરમાંથી આવેલા
અતીન્દ્રિયસુખને જ તે ઉપાદેય સમજે છે. આવા હેય – ઉપાદેયના
વિવેક વડે તે ગૃહસ્થ પણ મોક્ષના માર્ગમાં છે. ખરેખર તે ‘ગૃહ –
સ્થ’ નથી પણ ‘માર્ગ – સ્થ’ છે.
गृहस्थोपि मोक्षमार्गस्य.....’ એ
સમન્તભદ્રસ્વામીનું વચન છે.
– આવા ધર્માત્માને માટે પં. બનારસીદાસજીએ ‘न गृहस्थ

Page 31 of 237
PDF/HTML Page 44 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ગૃહસ્થને આત્મદર્શન : ૩૧
है....न यति है’ એમ કહ્યું છે; કેમકે ગૃહસ્થપણું તો તેની દ્રષ્ટિમાંથી
છૂટી ગયું છે, તેનાથી તે ઉદાસીન છે, ને મુનિપણું હજી પ્રગટયું
નથી; માટે તે ‘નથી ગૃહસ્થ કે નથી સાધુ.’ અમે તો ચૈતન્યસ્વરુપે
પૂર્ણ પરમાત્મા છીએ – એમ તે ધર્મી નિરંતર દેખે છે, ને ક્યારેક
– ક્યારેક શુદ્ધોપયોગી થઈને તેવો નિર્વિકલ્પ અનુભવ કરી લ્યે છે.
આવા સમ્યક્ત્વધારક ધર્માત્માને કુંદકુંદપ્રભુએ ધન્ય અને કૃતકૃત્ય
કહ્યા છે. મોક્ષને સાધવામાં તે શૂરવીર છે; અલ્પકાળમાં જ મુનિ
થઈને તે મોક્ષને સાધી લેશે.
શ્રાવકે પ્રથમ શું કરવું? કે શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવું.
પછી તેના જ પ્રતાપથી અલ્પકાળમાં કર્મોનો ક્ષય થઈને સિદ્ધપદ
થશે. ગૃહસ્થપણામાં મુનિદશા કે કેવળજ્ઞાન થતું નથી પણ સમ્યક્
દર્શન તો થાય છે. તીર્થંકર જેવા મહાપુરુષો પણ ગૃહસ્થપણું ત્યાગી
ચારિત્રદશા અંગીકાર કર્યા પછી જ કેવળજ્ઞાન પામે છે.
ધર્માત્માના અંતરમાં પરમાત્મા વસે છે
ધર્મી ગૃહસ્થનું જીવન ‘કથંચિત્ મુનિ જેવું’ છે; આત્મજ્ઞાન
વડે સાદ પાડીને તેણે કેવળજ્ઞાનને બોલાવી લીધું છે, ને કેવળજ્ઞાન
આવી જ રહ્યું છે, અર્થાત્ પ્રતિક્ષણે તે કેવળજ્ઞાનના સાધક છે; તેના
શ્રદ્ધા – જ્ઞાનમાં પરમાત્મા વસ્યા છે.
અહા, મોક્ષમાર્ગી મુનિ કે શ્રાવકના મનમાં ‘ભગવાન’ વસે
છે, રાગાદિ કષાયો એના મનમાં વસતા નથી. દેહની ક્રિયાઓ એના
જ્ઞાનમાં વસતી નથી. હે ભવ્ય
! તારે જો મોક્ષમાર્ગી થવું હોય ને
મુનિ જેવું જીવન જીવવું હોય તો તું તારા જ્ઞાનમાં શુદ્ધાત્માને
વસાવ, ને રાગાદિને જ્ઞાનમાંથી બહાર કાઢી નાંખ.
ધર્માત્માઓના જ્ઞાનમાં વસેલો સુખસમુદ્ર ભગવાન આત્મા,
તે વિષયસુખોમાં લીન અજ્ઞાની જીવોને સર્વથા દુર્લભ છે. જેના

Page 32 of 237
PDF/HTML Page 45 of 250
single page version

background image
૩૨ : ગૃહસ્થને આત્મદર્શન )
( સમ્યગ્દર્શન
મનમાં વિષયો વસે તેના મનમાં પરમાત્માનો વાસ ક્યાંથી હોય?
ધર્મીગૃહસ્થના ચિત્તમાં – રુચિમાં – જ્ઞાનમાં ઘર નથી વસ્યું પણ
પરમાત્મા વસ્યા છે. અહા, એ ધર્માત્માને તો ભગવાનના ઘરના
તેડા આવ્યા છે. ભગવાન એને મોક્ષમાં બોલાવે છે; ને તે પોતાના
અંતરમાં ભગવાનને વસાવીને સિદ્ધપદ તરફ જઈ રહ્યા છે.
– આવું જીવન તે ધર્મીનું જીવન છે.....એ જ સાચું જીવન
છે. શ્રદ્ધા – જ્ઞાન ચોખ્ખાં કરીને તેમાં પરમાત્મતત્ત્વને વસાવ્યું ત્યાં
જીવન ઊજળું થયું : ‘તારું જીવન ખરું – તારું જીવન
!’
‘અરે, અમે તો ગૃહસ્થી, અમારે કાંઈ મોક્ષમાર્ગ હોય?
મોક્ષમાર્ગ તો ઘરબાર ત્યાગી વનવાસી મુનિને જ હોય!’ એમ ન
માની લેવું; કેમકે આત્મદર્શન વડે મોક્ષમાર્ગના દરવાજા શ્રાવક –
ગૃહસ્થ પણ ખોલી શકે છે. ગૃહસ્થને એકલા પાપભાવો જ હોય –
એમ નથી. તેને દેવદર્શન – પૂજા – સ્વાધ્યાય – દયા – દાન
વગેરેમાં પુણ્યભાવો વિશેષ હોય છે; તીવ્ર અન્યાય – અભક્ષ તો
તેને હોતાં જ નથી; પરંતુ વિશેષ વાત એ છે કે તે ધર્મી ગૃહસ્થ,
શુભ – અશુભ બધાય પરભાવોથી પાર પોતાના શુદ્ધાત્માને જ
ઉપાદેય સમજે છે, ને તેવો શુદ્ધાત્મા તેણે પોતાના અનુભવમાં લીધો
છે; તેનો આશ્રય કરીને તે પણ મોક્ષમાર્ગમાં ધીમે ધીમે ચાલી રહ્યો
છે. – મુનિવરો ઝડપથી ચાલી રહ્યા છે.
પરમ ચૈતન્યતત્ત્વ જે પોતામાં વિદ્યમાન જ છે, તેને
ગૃહસ્થધર્મી કેમ ન જાણી શકે? પોતાના સ્વરુપનો અનુભવ પોતે
જરુર કરી શકે છે. સંસારથી ભયભીત ઘણા જીવોએ આવો
અનુભવ આ કાળે પણ કર્યો છે.
આત્માને ઉપાદેય કરવા માટે, એટલે કે તેનો અનુભવ કરવા
માટે રાગ કાંઈ સાધન નથી, રાગ તો આત્માના સ્વભાવથી દૂર છે,

Page 33 of 237
PDF/HTML Page 46 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( ગૃહસ્થને આત્મદર્શન : ૩૩
બહાર છે. પોતાનો ચૈતન્યસ્વભાવ જે નજીક છે – પોતામાં જ છે,
તે જ અનુભવનું સાધન છે; તેમાં સ્વસન્મુખ થતાં સમ્યગ્દર્શન થાય
છે ને ગૃહસ્થ પણ તે કરી શકે છે. પહેલાં બાહ્યદ્રષ્ટિમાં આત્મા દૂર
હતો, હવે અંતરદ્રષ્ટિમાં તેને સમીપ કર્યો કે ‘આ હું
!’ – આવા
ધર્મી ગૃહસ્થ પણ મોક્ષમાર્ગના પથિક છે.
મુનિવરો પાસે મોટો મોક્ષમાર્ગ છે, સમકિતી – ગૃહસ્થ પાસે
નાનો (થોડો) મોક્ષમાર્ગ છે; – પણ છે તો બંને મોક્ષમાર્ગમાં; બંને
જિનેશ્વરના વારસદાર છે. સાધક મુમુક્ષુ કહે છે કે હું સિદ્ધ
ભગવંતોના પંથે મોક્ષપુરીમાં જાઉં છું.....સ્વાનુભવ વડે એ
મોક્ષપુરીનો રસ્તો મેં જોયેલો છે; મોક્ષના દરવાજા સ્વાનુભવ વડે
ખુલી ગયા છે.
વાહ, મોક્ષના દરવાજા ખોલવાની રીત બતાવીને
સંતોએ મહાન ઉપકાર કર્યો છે.
‘चिन्मूरत दृगधारि की मोहे रीति लगत है अटापटी’
બહારમાં ચક્રવર્તીરાજના વૈભવનો ઘેરો હોય ને અંદરમાં
મોક્ષની સાધના ચાલુ હોય, – ધર્મીની આવી અટપટી દશા, –
પોતામાં ભેદજ્ઞાન વગર ઓળખાય તેવી નથી. ચોથાગુણસ્થાનવર્તી
ગૃહસ્થનેય ક્યારેક નિર્વિકલ્પ આત્મધ્યાન થાય છે. – પણ તે
ક્વચિત્ જ હોય છે. – પરંતુ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગ તો તેને
નિરંતર ચાલુ હોય છે. આ જાણીને જિજ્ઞાસુ ગૃહસ્થોએ પણ
સમ્યક્ત્વની આરાધના કર્તવ્ય છે.
e

Page 34 of 237
PDF/HTML Page 47 of 250
single page version

background image
મોક્ષાર્થી જીવોને જગાડવા સિદ્ધપણાના સિંહનાદ
કરીને શ્રી ગુરુકહાન કહે છે કે : હે જીવ! તું જાગ! તું
નમાલો નથી પણ સિદ્ધ જેવો છો. કબુલ કર કે ‘હું
પરમાત્મા છું.’ એ કબુલાત શાસ્ત્રના શબ્દો વડે કે રાગના
વિકલ્પો વડે નહીં થાય.....પણ અંતર્મુખ જ્ઞાનના
સિંહનાદ વડે સિદ્ધપણાની કબુલાત થશે.
૩૪ : સિંહનાદ )
( સમ્યગ્દર્શન
સિ દ્ધ પ ણા ના સિં હ ના દ
હું સિદ્ધ.....
તું સિદ્ધ.....

Page 35 of 237
PDF/HTML Page 48 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સંતોનો સિંહનાદ : ૩૫
સિંહનાદ.....સિંહગર્જના થતાં કર્મરુપી બકરાં તો બીને
ભાગ્યા, પણ સિંહનું બચ્ચું તો નીડરપણે સિંહ સામે જોઈને ઊભું
રહ્યું.....
.....તેમ ‘હું સિદ્ધ, તું સિદ્ધ’ એમ સંતોના મુખેથી
પરમાત્મપણાનો ‘સિદ્ધનાદ’ સાંભળતાં, સિદ્ધનો બચ્ચો (જિનેશ્વરનો
નંદન) મુમુક્ષુ ભાગતો નથી પણ નીડરપણે સ્વસન્મુખ થઈને
સિદ્ધપણાનો અનુભવ કરે છે.....સિદ્ધપણાના સિંહનાદથી જાગીને
સમ્યક્ત્વ પામે છે.
વાહ ગુરુજી! સિદ્ધપણાના તમારા સિંહનાદના
રણકા આજેય સંભળાઈ રહ્યા છે
ને મુમુક્ષુઓને જગાડી રહ્યા છે.
શાર્દૂલના બચ્ચાને જગાડવા...
સિદ્ધપણાના સિંહનાદ

Page 36 of 237
PDF/HTML Page 49 of 250
single page version

background image
૩૬ : સંતોનો સિંહનાદ )
( સમ્યગ્દર્શન
આત્માના શુદ્ધસ્વરુપનું ચિંતન કરો
જિનવર ને શુદ્ધાત્મમાં કિંચિત ભેદ ન જાણ;
મોક્ષાર્થે હે યોગીજન નિશ્ચયથી એ માન. ૨૦.
ધર્મીજીવ, ગૃહસ્થ હોય તો પણ, જિનવરમાં ને પોતાના
શુદ્ધાત્મામાં નિશ્ચયથી કાંઈ ભેદ માનતો નથી; મોક્ષને અર્થે તે
પોતાના અંતરમાં પોતાના શુદ્ધાત્માને ધ્યાવે છે.
ભગવાનનો અને આ આત્માનો પરમ શુદ્ધસ્વભાવ સરખો
છે; પર્યાયમાં થોડોક ફેર છે, પરંતુ શુદ્ધ સ્વભાવનું ચિંતન કરતાં
પર્યાયનો ફેર તૂટવા માંડે છે.
પરમાત્મા જેવા પોતાના શુદ્ધસ્વરુપને ધ્યાવતાં – ધ્યાવતાં
સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર થઈને આત્મા પોતે પરમાત્મા બની
જાય છે. – આ જ નિર્વાણનો માર્ગ છે. ધર્મી કહે છે – અમે તે
માર્ગમાં ચાલી રહ્યા છીએ.
મોક્ષમાર્ગી સન્તોના આ સિંહનાદ છે,
મુમુક્ષુ તે ઝીલીને મોક્ષમાર્ગમાં દોડે છે.

Page 37 of 237
PDF/HTML Page 50 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૩૭
ભગવંત પંચ પરમેષ્ઠીના પ્રસાદથી પ્રાપ્ત –
સ્વાનુભવ – પ્રસાદ
(સ્વભાવરસ – ઘોલન)
સ્વભાવરસનું ઘોલન કરીને આનંદમય સ્વાનુભવરસ
ચાખવાની રીત આમાં બતાવી છે. સમયસાર – પ્રવચનસાર
ઉપર પૂ. શ્રી કહાનગુરુના પ્રવચનના શ્રવણ વખતે, તેમજ પં.
શ્રી દીપચંદજી રચિત ‘અનુભવ પ્રકાશ’ પુસ્તકનું સ્વાધ્યાય –
મનન કરતી વખતે, ચેતનમય સ્વભાવરસ ઘૂંટતાં – ઘૂંટતાં આ
સુંદર રચના થઈ છે; તે મુમુક્ષુ – સાધર્મીઓને આનંદમય
ચૈતન્યરસનો મધુર સ્વાદ ચખાડશે.
આત્માને શુદ્ધસ્વરુપે અનુભવમાં લેવો તે મુમુક્ષુજીવનું કાર્ય છે.
અશુદ્ધઆત્માના ચિન્તનથી દુઃખ – પરિપાટી ઊભી થઈ છે.

Page 38 of 237
PDF/HTML Page 51 of 250
single page version

background image
૩૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
જીવ પોતાના સહજ – શુદ્ધ સ્વરુપની સંભાળ કરે તો એક
ક્ષણમાં સર્વદુઃખોનો નાશ થાય, ને શાશ્વત આનંદમય
પરમપદને પામે.
પરિણામ પોતાને ભૂલી પરમાં એકત્વ માની રહ્યા છે, તે
ગુલાંટ ખાઈને સ્વસ્વરુપમાં એકત્વ (પોતાપણું) કરે તો આત્મા
મુક્તિસુખ પામે.
પ્રજ્ઞાછીણી વડે રાગને જુદો કરીને તારા ચૈતન્યઅંશને પોતાનો
જાણ, તો તારો આત્મભગવાન તારાથી ગુપ્ત રહેશે નહિ.
ચૈતન્ય ભગવાન ચેતનાથી જુદો જીવી શકતો નથી. જ્યાં ચેતના
છે ત્યાં જ ચૈતન્યભગવાન છે.....બંનેને જુદાઈ નથી. (‘જ્યાં
ચેતન ત્યાં સર્વગુણ....’)
પરને ય જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન તો નિજવાનગી છે.
તે વાનગી ચાખી – ચાખીને ઘણા સંતો અજર અમર થયા છે.
હે ભવ્ય
! તું આ વાત કહેવામાત્ર ન ગ્રહતો, પણ ચિત્તને
ચેતનામાં લીન કરી, સ્વાનુભવનો સુખવિલાસ કરજે.
– ‘તે કઈ રીતે કરવું?’ જ્ઞાનપ્રકાશનાં કિરણો જ્યાંથી નીકળે
છે તે ચૈતન્યસૂર્ય તું છો.....તેની ભાવનામાં મગ્ન રહેવું. દ્રવ્ય –
ગુણ – પર્યાય ત્રણેયને ચૈતન્યરુપે અનુભવીને એકરસ કરવા.
– એકરસ છે જ, તેમાં ભેદ-વિકલ્પ ન કરવા. મુમુક્ષુઓ આવો
જ અનુભવ કરી કરીને પંચપરમેષ્ઠી થયા છે. આ અનુભવમાં
અનંતગુણનો સર્વ રસ આવે છે. પંચપરમેષ્ઠી જેવો જ હું છું –
એમ સમજીને તું તારા આત્માનો અનુભવ કર.
જ્ઞાનપરિણતિસ્વરુપ જે આત્મા છે તે આનંદરસ સહિત છે.
એ જ રીતે સર્વગુણોના રસનો સ્વાદ તેમાં છે; તે કોઈ અત્યંત મધુર
સ્વાદ છે. તે આત્મદ્રવ્યની જ પરિણતિ છે, જુદું કાંઈ નથી.

Page 39 of 237
PDF/HTML Page 52 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૩૯
પરિણતિદ્વારા દ્રવ્યનો જ અનુભવ થાય છે. – તેનું નામ
‘અનુભવપ્રકાશ’.... .તે જ ‘આત્મપ્રકાશ’.....તે જ ‘સ્વભાવરસ.’
અનુભવસ્વરુપ આત્માની સ્વભાવશક્તિઓનું
વર્ણન સાંભળો : –
આવા અનુભવસ્વરુપ જ્ઞાનચેતના, ઇન્દ્રિયો સાથે સંબંધ
વગરની હોવાથી પરમ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ હોવા છતાં સત્તારુપ છે અને
સ્વસંવેદનગમ્ય છે. બધા પરભાવોથી ભિન્ન અલિપ્ત રહેવારુપ
અને પોતાના અનંત સ્વભાવોને એક સાથે ધારણ કરવારુપ મહાન
વીર્ય – સામર્થ્ય તે ચેતનામાં છે.....તે પોતે પોતાને પ્રમેય બનાવે
છે. આત્માના બધાય સ્વધર્મોને તેણે પોતામાં ધારણ કર્યા હોવાથી
પોતે જ વસ્તુત્વરુપ છે; અનંત સ્વગુણમાં વ્યાપીને શોભતી તેની
સ્વાધીન પ્રભુતા કોઈ અચિંત્ય છે. અહા, સ્વાનુભવમાં સ્વયં
વિકસેલી એ ચેતનાના કેટલા ગુણ ગાઈએ
? અપાર એનો મહિમા
છે. એ મહિમા જાણતાં જગતનો મહિમા છૂટી જાય છે, રાગનો રસ
ઊડી જાય છે. એ અનુભવરુપ પરિણમતો આત્મા પોતે જ પોતાના
કારણ – કાર્યરુપ છે, બીજું કંઈ કાર્ય હવે તેણે કરવાનું નથી, કે
બીજું કોઈ કારણ શોધવાનું નથી. હવે કાંઈ ગ્રહવાનું કે છોડવાનું
રહ્યું નથી. ગ્રહવાયોગ્ય બધા સ્વભાવો ચેતનામાં ભર્યા છે, ને
છોડવાયોગ્ય બધા પરભાવો ચેતનાથી બહાર જ છે. આત્મા
કૃતકૃત્યપણે નિશ્ચિત શોભે છે.
આત્મા પોતે સ્વાધીનપણે એક ‘ભાવનો અભાવ’ કરીને,
બીજા ભાવરુપ થાય છે. પહેલાં ન હોય એવા નવા ભાવરુપે સ્વયં
થઈ જાય છે. આવું પરિણમન હોવા છતાં પહેલાં જેવા ભાવરુપ
હતો તેવા ભાવરુપે પણ રહ્યા કરે છે. – આવી ત્રિવિધ
આત્મશક્તિ છે ( – ઉત્પાદ – વ્યય – ધ્રુવતા).

Page 40 of 237
PDF/HTML Page 53 of 250
single page version

background image
૪૦ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
સંપ્રદાન – શક્તિ વડે આત્મા પોતાની પરિણતિને પોતાના
સ્વરુપમાં જ સમર્પણ કરે છે. અધિકરણ સ્વભાવને લીધે આત્મા
પોતાના ક્રમ – અક્રમરુપ સમસ્ત ગુણ – પર્યાયભાવોનો આધાર
એકસાથે થાય છે. તેની અખંડિતતા એવી છે કે એકસાથે ઘણા શુદ્ધ
ગુણ – પર્યાયોને ધારણ કરવા છતાં પોતે ખંડિત થતો નથી, એક –
અખંડ રહે છે....તેના ગુણ – પર્યાય વિખેરાઈ જતા નથી.
વળી અનેકપણું પણ આત્માનો સ્વભાવ છે, તેથી અનેક
ગુણપર્યાયરુપ તે પોતે જ છે. દ્રવ્ય જુદું, ગુણ જુદા, પર્યાય જુદી,
પ્રદેશો જુદા – એમ એક સત્તાને વિખેરી ન નાખો.....એક જ
વસ્તુપણે તે બધાને દેખો. દ્રવ્ય પણ તે, ગુણ પણ તે, પર્યાયરુપ
થનાર પણ તે, પ્રદેશો બધાના એક જ, – એમ અનંત
સ્વભાવવાળી એક વસ્તુને દેખો. તમારું સર્વસ્વ તમારામાં છે,
બહારમાં કાંઈ નથી.
– આમ જ્ઞાની અનંત વિશેષણો સહિત પૂર્ણ સ્વવસ્તુનો
પોતામાં અનુભવ કરે છે. અનંત ભાવસમ્પન્ન ગંભીરતા તે
સ્વાનુભવમાં છે; તેમાં અપાર તૃપ્તિ છે, મહાન શાંતિ છે.
એવો અનુભવ કેમ થાય? જ્ઞાનમાં પોતાની આત્મવસ્તુનો
મહાન રસ ભાસવો એ જ અનુભવની રીત છે. મારો આત્મરસ
અત્યંત મીઠો છે. નિજદ્રવ્ય-ગુણ-પર્યાયનું શુદ્ધસ્વરુપ જાણતાં તે
ઉપયોગમાં આત્માનો અગાધ મહિમા જણાય છે, ને આત્મઅનુભવ
થાય છે.
પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સર્વસ્વ પોતામાં ને પરના દ્રવ્ય-
ગુણ-પર્યાય સર્વસ્વ પરમાં.....
– એમાંથી કાંઈ કાઢી નાંખવાનું નથી કે નવું કંઈ ભેળવવાનું
નથી.

Page 41 of 237
PDF/HTML Page 54 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૧
બસ, આવી અત્યંત ભિન્નતા નક્કી કરી ત્યાં સ્વાશ્રિત
પરિણમનમાં શુદ્ધતા જ રહી. સ્વયમેવ વસ્તુ પોતે પોતાના
સ્વભાવમાં સુંદર છે, શોભતી છે, શુદ્ધ છે. આવા ભેદજ્ઞાનમાં
સ્વતત્ત્વની સુંદરતાનો અનુભવ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે.....તે
જ માર્ગ છે. – આમ કરતાં જીવને આનંદ થાય છે, મોક્ષપરિણતિ
સાથે તેની સગાઈ થાય છે.....મોહ સાથેનું સગપણ છૂટીને
આનંદમય મુક્તિ સાથે સગાઈ થાય છે.
પહેલાં ‘હું મનુષ્ય, હું શરીર’ એવી માન્યતા હતી તે
માન્યતા ઉપયોગભૂમિમાં થઈ હતી; ઉપયોગ પોતે પોતાને ભૂલી
અશુદ્ધ સ્વાંગ ધરીને ‘હું બળદ, હું શરીર’ એમ માની બેઠો હતો.
ઉપયોગ પોતાના અસલી ઉપયોગ – સ્વાંગને ધારે તો અશુદ્ધતા
અને ભૂલ મટી જાય; જાણનાર પોતે પોતાને સાચા સ્વરુપે જાણે,
ઉપયોગધારી આનંદરુપ તો પોતે પ્રયત્ન વિના જ સહજ સ્વરુપથી
છે જ.....લોકસંગથી નીરાળો થઈને પોતે પોતાને નીહાળવાનો છે.
અરે! જણાય તે હું ને જાણનારો તે હું નહિ, – આવો ભેદ તે
શ્રદ્ધાય તે આત્મા, ને શ્રદ્ધા કરનાર આત્મા નહિ, કોણ માને?
આત્માને દેખનારો શુદ્ધનય પોતે આત્મા જ છે – ‘શુદ્ધનય
ભૂતાર્થ છે.’ ‘જ્ઞાયક’ને જાણનારો ભાવ જ્ઞાયકથી જુદો નથી, પોતે
‘જ્ઞાયક’ જ છે.
એક મનુષ્ય છે, તે બળદ જેવું રુપ ધારીને પૂછે છે કે ‘હું
મનુષ્ય ક્યારે થઈશ?’ – ભાઈ! તું મનુષ્ય જ છો, તું બળદ નથી.
તારી ભાષા, તારી ચેષ્ટા, તારું ખાનપાન વગેરે ઉપરથી તું જો કે તું
મનુષ્ય જ છો.....તેમ ઉપયોગસ્વરુપ જીવ પૂછે છે કે ‘હું
ઉપયોગસ્વરુપ ક્યારે થઈશ
?’ હે આત્મા! તું ઉપયોગસ્વરુપ છો
જ.....બીજારુપ થયો નથી. તારા પ્રશ્ન ઉપરથી, તારી જાણવાની
}

Page 42 of 237
PDF/HTML Page 55 of 250
single page version

background image
૪૨ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ચેષ્ટાઓ ઉપરથી, તારા વેદન ઉપરથી, તું જો કે તું ઉપયોગસ્વરુપ
જ છો. ખોટા સ્વાંગ રાગાદિના ધરવા છોડી દે તો સ્વયમેવ
ઉપયોગસ્વરુપ તું છો જ.
ઉપયોગસ્વરુપ આત્મા પ્રભુ – ચિદાનંદરાજા
તેને ક્યા ગોતવો ? કઈ રીતે ગોતવો ?
પ્રથમ તો સર્વ લૌકિક સંગથી પરાઙ્મુખ થઈ જા.....ને
નિજવિચારને ચૈતન્યરાજાની સન્મુખ કર.....ત્રણ પ્રકારની
કર્મકંદરારુપ ગુફામાં તારો ચૈતન્યપ્રભુ છૂપાઈને બેઠો છે. શરીર
નોકર્મ, દ્રવ્યકર્મ અને રાગદ્વેષ – ભાવકર્મ એ ત્રણ ગુફાને
ઓળંગીને અંદર જતાં જ તારો પ્રભુ તને તારામાં દેખાશે. (તું
પોતાને જ પ્રભુરુપે અનુભવીશ.)
જ્ઞાન ચેતના

Page 43 of 237
PDF/HTML Page 56 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૩
સંતની એ વાત સાંભળીને પરિણતિ પોતાના પ્રભુને શોધવા
હોંશથી ચાલી.....
(૧) પ્રથમ નોકર્મગુફામાં પેસીને પરિણતિએ જોયું.....પણ
ચૈતન્યરાજા તેમાં ક્યાંય દેખાયા નહિ.....સાદ પાડયો કે શરીરમાં
ક્યાંય ચૈતન્યપ્રભુ છે
? – પણ કોઈએ જવાબ ન આપ્યો.
પરિણતિએ નોકર્મમાં ચકરાવો લઈને જોયું પણ ક્યાંય ચૈતન્યપ્રભુ ન
દેખાતાં, ‘અહીં તો મારા ચૈતન્યપ્રભુ નથી,’ એમ સમજીને તે પાછી
વળતી હતી.....ચૈતન્યપ્રભુને શોધવા તે બહાવરી બની હતી.
ત્યારે દયાળુ શ્રીગુરુએ પૂછ્યું – તું કોને શોધે છે?
પરિણતિએ કહ્યું – હું મારા ચૈતન્યપ્રભુને શોધું છું.....પણ તે
તો અહીં ન જડયા.....તેથી હું પાછી જાઉં છું.
શ્રીગુરુએ કહ્યું – તું પાછી ન જા.....તારા પ્રભુ અહીં જ છે.
આ નોકર્મ શરીરાદિ જીવંત જેવા દેખાય છે તે તારા ચૈતન્ય પ્રભુના
જ પ્રતાપે; જો ચૈતન્યપ્રભુ બિરાજતા ન હોત તો આ જડશરીરને
‘પંચેન્દ્રિયજીવ’ કેમ કહેવાત
? માટે આ દેહગુફાની અંદર ઊંડે ઊંડે
ત્રીજી ગુફા છે ત્યાં જઈને શોધ.....ત્યાં તારા પ્રભુ બિરાજે છે, તે
તને જરુર મળશે. ને તેને ભેટીને તને મહા આનંદ થશે.
(૨) ઉપકારી શ્રીગુરુના વચન ઉપર પરમ વિશ્વાસ કરીને,
હોંશેહોંશે તે પરિણતિ ચૈતન્યપ્રભુને શોધવા અંદર ઊંડે ગઈ, ને
બીજી કર્મગુફામાં દાખલ થઈને જોયું.....ત્યાં તો જ્ઞાનાવરણાદિ કર્મો
દેખાયા, પણ ચૈતન્યપ્રભુ તો ન દેખાયા. ત્યારે પૂછ્યું – મારા
ચૈતન્યપ્રભુ ક્યાં છે
?
સાંભળ, હે પરિણતિ! આ જડકર્મોમાં જે ક્રિયા થાય છે તેની
દોરી તારા ચૈતન્યપ્રભુના હાથમાં છે; તેના હાથની હલાવી તે હાલે
છે.....તારા ચૈતનપ્રભુના ભાવઅનુસાર આ કર્મોમાં પ્રદેશ – પ્રકૃતિ

Page 44 of 237
PDF/HTML Page 57 of 250
single page version

background image
૪૪ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
– સ્થિતિ – અનુભાગ થાય છે. ‘જ્ઞાનગુણ’ ધારક તારા
ચૈતન્યપ્રભુની સત્તાના પ્રતાપે જ આ પુદ્ગલો ‘જ્ઞાનાવરણ’ વગેરે
નામ પામ્યાં છે. અંદર જ્ઞાનવંત તારા ચેતનપ્રભુ ન બિરાજતા હોય
તો આ પુદ્ગલોને ‘જ્ઞાનાવરણ’ આદિ નામ ક્યાંથી મળે
? માટે આ
દ્રવ્યકર્મરુપી દોરી પકડીને તેના દોરે – દોરે અંદર ચાલી જા.....આ
દોરીને ન દેખ પણ દોરી જેના હાથમાં છે તેને દેખ.....અંદર ઊંડે
ત્રીજી ગુફામાં જઈને ગોત.
(૩) ચૈતન્યપ્રભુને ભેટવા ઝંખતી પરિણતિ તો ત્રીજી ગુફામાં
ગઈ... ચૈતન્યપ્રભુના કંઈક – કંઈક ચિહ્ન તેને જણાવા લાગ્યા....
આ ત્રીજી ગુફામાં રાગદ્વેષાદિ ભાવકર્મ દેખાયા....ચેતનાએ પૂછ્યું
– આમાં મારા ચૈતન્યપ્રભુ ક્યાં છે
?
ત્યારે શ્રીગુરુએ તેને ચેતનાપ્રકાશ અને રાગદ્વેષ વચ્ચે
ભેદજ્ઞાન કરાવીને કહ્યું – જો આ રાગદ્વેષ દેખાય છે ને? – તે
જેના પ્રકાશમાં દેખાય છે તે પ્રકાશ તારા ચૈતન્યપ્રભુનો જ છે. આ
રાગ છે, આ દ્વેષ છે – એમ અજ્ઞાન – અંધકારમાં ક્યાંથી જણાય
?
એ તો ચૈતન્યપ્રકાશમાં જ જણાય છે. અને એ ચૈતન્યપ્રકાશ જ્યાંથી
આવે છે તે જ તારા ચૈતન્યપ્રભુ છે. રાગથી પણ પાર ચૈતન્યગુફામાં
તે પ્રભુ બિરાજી રહ્યા છે. ચેતનાએ રાગથી પાર થઈને જ્યાં
ચૈતન્યગુફામાં જોયું ત્યાં તો ‘અહો
! ચૈતન્યપ્રકાશથી ઝગમગતા આ
મારા ચૈતન્યપ્રભુ!’ – એમ દેખતાં જ તે પોતાના ચૈતન્યપ્રભુને મહા
આનંદથી ભેટી પડી....પોતે જ પોતાનો પ્રભુસ્વરુપે સ્વાનુભવ કર્યો.
હે ચેતના! તું ગભરાયા વગર તારા ચૈતન્યને શોધ.....તે
તને તરત જ અવશ્ય મળશે. – આ જે રાગદ્વેષ – મોહ દેખાય
છે તે તેની જ છાયા છે કેમકે ચૈતન્યપ્રભુના અસ્તિત્વ વગર
રાગદ્વેષભાવો સંભવતા નથી. – માટે જે પ્રદેશમાંથી એ રાગદ્વેષ

Page 45 of 237
PDF/HTML Page 58 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૫
મોહ ઊઠે છે ત્યાં જ તારા ચૈતન્યપ્રભુ બિરાજી રહ્યા છે.
રાગદ્વેષમોહમાં ન અટક પણ તે દોરી પકડીને, તેનો દોર જેના
હાથમાં છે તેની પાસે જા.....તે જ તારા ચૈતન્યપ્રભુ છે. રાગાદિના
પ્રકાશક ચૈતન્યપ્રકાશી તારા પ્રભુ અહીં સાક્ષાત્ બિરાજી રહ્યા
છે....એ હવે તારાથી ગુપ્ત રહી શકશે નહિ.....ચૈતન્યગુફામાં આ
પ્રભુ પ્રગટ બિરાજી રહ્યા છે ને પોતાના અચિંત્ય અપાર મહિમાને
ધારણ કરી રહ્યા છે.....તેને દેખતાં – ભેટતાં મહાન સુખ થશે.
અહા, મારા ચૈતન્યપ્રભુ મને મળ્યા....મારાથી તે જુદા નથી.
મારા ચેતનપ્રભુ સાથે તન્મયતાથી મને મહાન આનંદ થયો.
‘મેરા પ્રભુ નહીં દૂર – દેશાંતર, મોહિમેં હે, મોહે સુઝત નીકે’
સ્વરુપ પામવાનો માર્ગ સંતોએ સુગમ કરી દીધો છે.
તેમના પ્રસાદથી હું એ સ્વરુપને પામ્યો છું. જે સ્વરુપ હતું તે જ શુદ્ધ
થઈને પરિણમ્યું. અનંતા તીર્થંકરો થયા, તેમણે સ્વરુપ શુદ્ધ કર્યું ને
અનંત સુખી થયા, હવે મારે પણ એવી જ રીતે કરવું છે.
મહામુનિજનો નિરંતર સ્વરુપ – સેવન કરે છે; મારે પણ મારું
ત્રિલોકપૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી – અવલોકી એમ જ કરવું છે.
કર્મની ઘનઘોરઘટા પણ ચૈતન્યસૂર્યને હણી શકે નહિ,
ચેતનમાંથી તેને અચેતન કરી શકે નહિ. ચેતનસૂર્ય સ્વપ્રકાશથી
સદાય ઝળહળી રહ્યો છે.
રત્નદ્વીપનો રહેવાસી એક માણસ બીજા દ્વીપમાં
આવ્યો.... તેને રત્નદ્વીપના નીલમણિની રજ ચોંટી હતી. તે
સરોવરમાં નહાતો હતો, ત્યારે તેના તે નીલમણિના પ્રકાશથી
સરોવરનું પાણી લીલાપ્રકાશથી ઝગમગાટ કરતું હતું; તે જોઈને તેને
અચંબો થયો કે વાહ
! આ પાણીમાં આવો સુંદર ઝગમગાટ ક્યાંથી
આવ્યો? (પોતાના પ્રકાશથી પોતે જ અચંબો પામ્યો!)

Page 46 of 237
PDF/HTML Page 59 of 250
single page version

background image
૪૬ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
એવામાં એક ઝવેરી ત્યાં આવ્યો.....તે નીલમણિને ઓળખી
ગયો. તેણે કહ્યું – અરે ભાઈ! તમારા શરીરે જે નીલમણિની રજ
ચોંટી છે તે ઘણી કિંમતી છે, ને તેના પ્રકાશને લીધે આ સરોવરનું
પાણી કેવું મજાનું શોભી રહ્યું છે
!! તમારા આ નીલરત્ન પાસે
રાજાના નિધાન પણ તુચ્છ છે.
ત્યારે તે માણસ આશ્ચર્ય પામ્યો : અરે, આવા રત્નોથી ભરેલા
દ્વીપ વચ્ચે તો હું રહું છું.....મારે હવે દીનતા કેવી!! અત્યારસુધી
રત્નો વચ્ચે રહીને પણ મેં રત્નોને ઓળખ્યા નહીં ને દીન રહ્યો!
તેમ હે ચૈતન્યપુરુષ! સ્વ – પરને જાણનારો જે ચૈતન્યપ્રકાશ
ફેલાઈ રહ્યો છે ને જેની હયાતીને લીધે જ આ વિશ્વની સુંદરતા
દેખાય છે – તે પ્રકાશ તારા જ ચૈતન્યરત્નનો છે. એવા
અનંતગુણરુપ ચૈતન્યરત્નાકરમાં તું જ રહ્યો છે. તારા એકેક
ચૈતન્યરત્ન પાસે આખું જગત તુચ્છતાને પામે છે.
અહા, આવો આત્મા હું! મને દીનતા કેમ શોભે? મારા
નિધાનને હું ભૂલ્યો હતો, પણ હવે સંતોએ મારા નિધાન મને
બતાવ્યા.
આમ નિજનિધાનને દેખીને આત્મા આનંદિત થયો.....ને
સ્વાનુભવ કરવા લાગ્યો.
મારી ચેતના મારામાં ગુપ્ત નથી પણ પ્રગટ છે.
છતી વસ્તુને હું અણછતી કેમ કરું
?
લોહી – માંસના બનેલા આ શરીરને હું આત્મા કેમ માનું?
આત્મા, અનંત ચૈતન્યચિહ્નસહિત, અખંડ ગુણપૂંજ અને
પર્યાયનો ધારક, જ્ઞાનાદિગુણ – પર્યાયરુપ વસ્તુ હું છું એમ
નિશ્ચય કરીને તેમાં કેલિ કરતાં આનંદ થાય છે. એને જાણવાથી
થતો આનંદ તે જ્ઞાનાનંદ, શ્રદ્ધવાથી થતો આનંદ તે શ્રદ્ધાનંદ –

Page 47 of 237
PDF/HTML Page 60 of 250
single page version

background image
સમ્યગ્દર્શન )
( સ્વભાવરસઘોલન : ૪૭
દર્શનાનંદ, તેમાં પરિણમવાથી થતો આનંદ તે ચારિત્રાનંદ, એમ
સર્વગુણોના સ્વાદરુપ ‘આનંદકંદ’ આત્મા છે. – આનાથી ઊંચું
બીજું કોઈ તત્ત્વ નથી. આ સોહલો શિવમાર્ગ ભગવાને
ભવ્યજીવોને બતાવ્યો છે. મોક્ષ માટે મેં આવી સ્વભાવ –
ભાવનારુપ અવગાઢ થંભ રોપ્યો છે.
જ્ઞાનના એકદેશરુપ સ્વાનુભવ – મતિજ્ઞાનમાં પણ
સ્વરુપનો પ્રભાવ એવો જાગ્યો કે જ્ઞાનચિંતામણિ હાથમાં આવ્યો.....
શુદ્ધ કેવળજ્ઞાન પ્રતીતના દ્વારે આવી ઊભું. અશુદ્ધતાના કોઈ અંશને
હવે તે જ્ઞાન પોતામાં કલ્પતું નથી. જ્ઞાનપ્રકાશ જ હું છું – એવું વેદન
રહે છે. સ્વસંવેદન વધારતાં કેવળજ્ઞાન નજીક આવતું જાય છે.
મતિ-શ્રુતજ્ઞાન પણ જ્ઞાનસ્વભાવમાં અભેદપણે વ્યાપી રહ્યા છે.
કેવળજ્ઞાન પણ જ્ઞાનસ્વભાવમાં અભેદપણે વ્યાપી રહ્યું છે.
– તેથી, તેરમે ગુણસ્થાને હો સાતમે ગુણસ્થાને હો કે ચોથા
ગુણસ્થાને હો – જ્ઞાનપરિણમન જ એકસરખું વર્તે છે; ને મતિ-
શ્રુતજ્ઞાન પ્રત્યેક સમયે કેવળજ્ઞાનની નજીક જ જઈ રહ્યા છે.
કુંદકુંદસ્વામી સાતમા ગુણસ્થાને હતા, અત્યારે ચોથા
ગુણસ્થાને છે છતાં પ્રતિક્ષણ કેવળજ્ઞાનની નજીક જ જઈ રહ્યા છે, દૂર
નથી ગયા. – આ પ્રતાપ છે જ્ઞાનસ્વભાવમાં અભેદ પરિણમનનો.
જ્ઞાનપ્રદેશો સર્વત્ર સુખથી ભરેલા છે.
જે જ્ઞાન ‘છે’ તે તો આવરણથી ન્યારું છે, તેમ રાગથી પણ
તે ન્યારું છે; જેટલા આવરણ અને રાગ ગયા તેટલું જ્ઞાન ખુલ્યું, તે
સ્વભાવ છે. આવા શુદ્ધ જ્ઞાનની ભાવના કરી – કરીને આનંદ
વધારીએ છીએ.