PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
જન્મ આપીને ભારતના અનાથ આત્માર્થીઓને સનાથ કર્યા... એ
આત્માર્થી જીવોનો ઉદ્વાર કરવા પૂ. ગુરુદેવનો અવતાર થયો... શ્રી
તીર્થંકર ભગવંતોના અપ્રતિહતમુક્તિમાર્ગમાં સ્વયં નિઃશંકપણે
વિચરતા થકા પૂ. ગુરુદેવ આત્માર્થી જીવોને પણ એ માર્ગે દોરી
રહ્યા છે કે હે મોક્ષાર્થી જીવો! તીર્થંકર ભગવંતો જે માર્ગે મુક્ત થયા
તે માર્ગ આ જ છે... આ સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ છે જ
નહિ. તમે નિઃશંકપણે આ માર્ગે ચાલ્યા આવો.
PDF/HTML Page 3 of 21
single page version
વધતી જાય છે, ને નિતનિત્ મંગલ પ્રસંગ બનતા
જાય છે. લીંબડીના મનસુખલાલભાઈ, ફુલચંદભાઈ
વગેરે ભક્તજનોને પોતાના ગામમાં વીતરાગી
જિનમંદિરની ભાવના થતાં, ચૈત્ર વદ પાંચમના
રોજ ત્યાં દિ. જિનમંદિરના શિલાન્યાસનો ઉત્સવ
થયો હતો. અને બહારગામથી લગભગ ત્રણસો
ભક્તજનોએ આવીને આ પ્રસંગને શોભાવ્યો હતો.
વિધિપૂર્વક, મુમુક્ષુઓના ઘણા ઉલ્લાસ વચ્ચે
રાજકોટના શેઠશ્રી મોહનલાલ કાળીદાસના સુહસ્તે
જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું. આવું મંગલકાર્ય
કરવાનું સૌભાગ્ય પોતાને મળ્યું તે બદલ શેઠ શ્રી
મોહનલાલભાઈએ ઘણો હર્ષ વ્યક્ત કર્યો હતો અને
પોતાના તરફથી રૂા. ૫૦૦૧) લીંબડી–જિનમંદિરને
અર્પણ કર્યા હતા. આ ઉપરાંત બીજા ભક્તજનોએ
પણ રકમો જાહેર કરી હતી. એકંદર લગભગ રૂા.
૧૭૦૦૦) સત્તર હજાર ઉપરાંત થયા હતા. આવો
સુઅવસર પ્રાપ્ત કરવા માટે ત્યાંના મુમુક્ષુઓને
ધન્યવાદ!
PDF/HTML Page 4 of 21
single page version
૨ હે ભગવંતો! મારા જ્ઞાનમાંથી રાગાદિને કાઢી નાંખીને હું આપને સ્થાપું છું.
૩ જેણે પોતાના આત્મામાં સિદ્ધને સ્થાપ્યા તેનું પરિણમન સિદ્ધદશા તરફ વળ્યું.
૪ સમયસારની શરૂઆતથી પદે–પદે આત્મામાં સિદ્ધોની સ્થાપના થતી જાય છે ને વિકાર ટળતો જાય છે.
૫ ‘અમે પ્રભુતાના પંથે પડેલા સંતો, તારી (–શ્રોતાની) પર્યાયમાં પણ પ્રભુતા સ્થાપીએ છીએ.’
૬ આત્મામાં સિદ્ધભગવાન જેવી તાકાત છે તે દેખીને તેનામાં સિદ્ધપણું સ્થાપીએ છીએ.
૭ જેણે આત્માના ઉલ્લાસથી સિદ્ધપણાની હા પાડી તે પણ સિદ્ધોની જાતમાં ભળી જશે.
૮ હે ભવ્ય! આવા આત્માનું લક્ષ બાંધ તો સહેજે સમ્યગ્દર્શન થયા વિના રહેશે નહિ.
૯ શ્રોતા કેવા છે? –કે પોતાના સ્વભાવની વાત અપૂર્વ ઉલ્લાસપૂર્વક સાંભળે છે.
૧૦ જેવા ભાવે વક્તા કહે છે તેવા જ ભાવે શ્રોતા સાંભળે છે, એ રીતે વક્તા–શ્રોતાની સંધિ છે.
૧૧ શ્રોતાને એક આત્માર્થ સાધવાનું જ કામ છે, બીજો કોઈ રોગ તેના મનમાં નથી.
૧૨ વળી તે ઉલ્લાસિત વીર્યવાન છે, –હા પાડીને હોંસથી સાંભળે છે.
૧૩ સિદ્ધને પહેલાંં નહોતો ઓળખતો ને હવે ઓળખ્યા, તેથી તે તરફનો ઉલ્લાસ ઊછળે છે.
૧૪ સર્વજ્ઞને પહેલાંં નહોતા જાણ્યા, ને હવે જાણ્યા, તેથી વીર્યનો વેગ જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયો છે.
૧૫ સિદ્ધોની સંખ્યા સદાય વૃદ્ધિગત જ છે, જેણે સિદ્ધોને સ્વીકાર્યા તેની પર્યાય પણ સદા વૃદ્ધિગત જ છે.
૧૬ હે જીવ! આ વાતની હા પાડ! –હા જ પાડજે, ના પાડીશ નહીં.
૧૭ આત્માના સિદ્ધપણાની વાત સાંભળતાં જ શ્રોતા સ્વસન્મુખ લક્ષ ફેરવવા માંગે છે.
૧૮ ‘હું સિદ્ધ, તું પણ સિદ્ધ’ –એનો હકાર આવતાં જ લક્ષ પલટી જાય છે.
૧૯ અમે સ્વસન્મુખ લક્ષ ફેરવેલા, તને સ્વસન્મુખ લક્ષ ફેરવાવીએ છીએ.
PDF/HTML Page 5 of 21
single page version
૨૨ સિદ્ધનું બહુમાન કરનાર શુદ્ધઆત્માને જ આદરે છે–તે તરફ જ નમે છે.
૨૩ સિદ્ધનું બહુમાન કર્યું તેનું વલણ વિભાવથી છૂટીને સ્વભાવ તરફ વળ્યું.
૨૪ સિદ્ધદશાને સાધવા નીકળેલા સંતો પોતાના મોક્ષના માંડવે સિદ્ધભગવાનને ઊતારે છે.
૨૫ આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપ્યા, હવે અમારી સિદ્ધદશાને રોકવા કોઈ સમર્થ નથી.
૨૬ આત્મામાં જેણે સિદ્ધભગવાનની સ્થાપના કરી તેને સિદ્ધના સંદેશા આવી ગયા.
૨૭ આત્મામાં જેણે સિદ્ધભગવાનની સ્થાપના કરી તેને ભવની શંકા ટળી ગઈ.
૨૮ આત્મામાં જેણે સિદ્ધભગવાનની સ્થાપના કરી તેને અલ્પકાળમાં મોક્ષની નિઃસંદેહતા થઈ.
૨૯ ‘બહારના ભાવો અનંતકાળ કર્યા હવે અમારું પરિણમન અંદર ઢળ્યું છે.’
૩૦ ‘અપ્રતિહતભાવે અંર્તસ્વરૂપમાં ઢળ્યા તે ઢળ્યા, હવે સિદ્ધપદ લીધે જ છૂટકો.’
૩૧ જુઓ, આ મોક્ષના મહોત્સવ ઊજવાય છે; સાધકના આંગણે મોક્ષના માંડવા નંખાય છે.
૩૨ મોક્ષલક્ષ્મીને વરવા જતાં સાધક, પોતાના હૃદયમાં સિદ્ધભગવાનને સાથે રાખે છે.
૩૩ જુઓ, આ સમ્યગ્દર્શન! અહો! સમ્યગ્દર્શન તો જગતમાં અપૂર્વ અચિંત્ય મહિમાવંત ચીજ છે.
૩૪ સમ્યગ્દર્શન થતાં જ આખું પરિણમન ફરી જાય છે, આત્માની દશા જ બદલી જાય છે.
૩૫ સમ્યગ્દશનને, સિદ્ધસમાન પોતાના શુદ્ધઆત્મા સિવાય બીજા કોઈનું અવલંબન છે જ નહીં.
૩૬ આત્મા સમજવા માટે જેને ખરેખરી તાલાવેલી જાગે તેને અંતરમાં માર્ગ મળે જ.
૩૭ ‘સિદ્ધસમાન સદા પદ મેરો’ એવો વિશ્વાસ આવ્યા વિના સાધકદશા શરૂ થાય નહિ.
૩૮ સમકિતી જીવે સિદ્ધભગવાનના આનંદનો નમુનો પોતાના આત્મામાં ચાખી લીધો છે.
૩૯ સિદ્ધભગવંતોને વંદન કરનાર જીવ વિભાવથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખ જાય છે.
૪૦ ‘એકવાર વંદે જો કોઈ, તેને ચતુર્ગતિ ભ્રમણ ન હોઈ’ –કોને વંદે? કે સિદ્ધભગવાનને!
૪૧ પર્યાય અંતર્મુખ થઈને શુદ્ધસ્વભાવ સાથે જેટલી એકતા થઈ તેટલા સિદ્ધને ભાવનમસ્કાર છે.
૪૨ શુદ્ધાત્માના લક્ષે સિદ્ધભગવાનના બહુમાનનો વિકલ્પ તે દ્રવ્યનમસ્કાર છે.
૪૩ સિદ્ધને નમસ્કાર કરનાર જીવ સાધક તો છે ને અલ્પકાળે સિદ્ધ થઈ જશે.
૪૪ સાધકનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે છે કે અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્યા છીએ.
૪૫ સાધકના હૃદય અંતરમાં ઊંડા છે, તે બહારથી કલ્પી શકાય એવા નથી.
૪૬ ભવભ્રમણથી થાકેલા જીવોને શ્રીગુરુ કહે છે કે દેખો રે દેખો! અંતરમાં ચૈતન્યનિધાનને દેખો.
૪૭ હે જીવ! તને ચૈતન્યના એવા નિધાન બતાવું કે તારા આનંદને માટે બીજી કોઈ ચીજની જરૂર ન પડે.
૪૮ તારા ચૈતન્યનો મહિમા દેખતાં જ તને આનંદ થશે ને પરનો મહિમા છૂટી જશે.
૪૯ ભવના દુઃખથી જે ખરેખર ડરતો હોય તે તેના વેદનથી પાછો વળીને ચૈતન્યના આનંદનું વેદન કરે.
૫૦ અંર્તદ્રષ્ટિથી ચૈતન્યનિધાનને દેખતાં જ જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈને મોક્ષમાર્ગે વિચરવા માંડે છે.
૫૧ બાહ્યદ્રષ્ટિથી અંધ થયેલા અજ્ઞાની જીવો પોતાના ચૈતન્યનિધાનને દેખતા નથી.
૫૨ અંતર્દ્રષ્ટિના અંજન આંજીને શ્રીગુરુ તેને તેના નિધાન બતાવે છે.
૫૩ હે જીવ! અંતર્દ્રષ્ટિથી જો તો સિદ્ધભગવાન જેવા નિધાન તને તારામાં દેખાશે.
૫૪ ધર્મી જીવ પોતાના આત્મવૈભવને જાણે છે કે અહો! સર્વજ્ઞતાનો વૈભવ મારામાં ભર્યો છે.
PDF/HTML Page 6 of 21
single page version
૫૭ સમકિતીને શુદ્ધસ્વભાવ તરફ જ પ્રેમ અને ઉત્સાહ છે, બર્હિભાવો તરફ પ્રેમ કે ઉત્સાહ નથી.
૫૮ સિદ્ધભગવંતોને આત્મામાં સ્થાપીને આચાર્યદેવે અપૂર્વ અપ્રતિહત મંગળ કર્યું છે.
૫૯ સાધ્યરૂપ પોતાનો શુદ્ધઆત્મા તે નમસ્કારને યોગ્ય છે અને સાધકદશા તે નમસ્કાર કરનાર છે.
૬૦ સમ્યગ્દર્શનની શરૂઆતથી કેવળજ્ઞાન થતાં સુધી સાધકજીવ શુદ્ધઆત્મામાં જ નમ્યા કરે છે.
૬૧ “સંસાર તરફના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ ને શુદ્ધાત્મામાં સમાઈ જવા માંગીએ છીએ.”
૬૨ ‘અમારા ચિદાનંદ ધુ્રવસ્વભાવ સિવાય બહારનો સંયોગ હવે સ્વપ્ને પણ જોઈતો નથી. ’
૬૩ ‘ચૈતન્યસ્વરૂપમાં ઢળેલું જે અમારું પરિણમન તેનું ફળ પણ અંતરમાં જ સમાય છે. ’
૬૪ હે જીવ! અંતરમાં સ્વભાવ ભર્યો છે તેના ઉપર જોર કર, ને બાહ્યવલણને છોડ.
૬૫ તારા ચૈતન્યના આનંદનું વેદન કરવામાં રાગાદિના વેદનનો આધાર નથી.
૬૬ અરે જીવ! આત્મામાં જ રહેલી પરમાત્મશક્તિની પ્રતીત કરીને તારા આત્મિકશૌર્યને ઊછાળ.
હો. આત્માર્થી જીવોના આત્મિકશૌર્યને ઊછાળનાર શ્રી સદ્ગુરુદેવ જયવંત વર્તો!
પરનો મહિમા આવી જતો નથી.
હે જીવ! તું આનંદિત થા... આત્મા પ્રત્યે ઉલ્લસિત થા.
PDF/HTML Page 7 of 21
single page version
એક અદ્ભુત વાણીયો ... વીરનો મારગ જાણીયો,
ઉમરાળાનો રહેવાસ ... નામ પડ્યું ‘મિથુન’ રાશી,
PDF/HTML Page 8 of 21
single page version
તે નાવિક તારણહાર છે ... એ પ્રભાવશાળી વાણીયો. અંતર જેનું આરસ છે ... એ પ્રભાવશાળી સંત છે.
શુદ્ધસ્વરૂપ સંયોગી છે ... એ પ્રભાવશાળી સંત છે.
પરમ શ્રુતનો બોધક છે ... એ પ્રભાવશાળી વાણીયો. આતમજ્ઞાને સોહે છે ... એ પ્રભાવશાળી વાણીયો.
ભ્રમણા સૌની ભાંગી છે ... એ પ્રભાવશાળી વાણીયો. સમયે સમયે બોધી રહ્યો ... એ પ્રભાવશાળી સંત છે.
માનીનાં માન મુકાવે છે... એ પ્રભાવશાળી સંત છે.
PDF/HTML Page 9 of 21
single page version
રહેવું એની છાયામાં ... એ પ્રભાવશાળી વાણીયો.
જાણનાર ફાવી જશે ... એ પ્રભાવશાળી સંત છે.
ભક્તિપૂર્વક આ સ્તુતિ ગવડાવી હતી, ગુરુદેવના જન્મોત્સવ–પ્રસંગે તે અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઉત્તર:– ત્રણકાળ ત્રણલોકમાં જીવને મિથ્યાત્વસમાન બીજું કોઈ અહિતકારી નથી. (–
ઉત્તર:– જીવે પૂર્વે મિથ્યાત્વ–આદિક ભાવોની જ ભાવના ભાવી છે, પણ સમ્યક્ત્વ–આદિક ભાવોને પૂર્વે
સમ્યક્ત્વઆદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.
–નિયમસાર
પ્રશ્ન:– જ્ઞાન વગેરે સર્વે ગુણોની શોભા શેનાથી છે?
ઉત્તર:– જેવી રીતે નગરની શોભા દરવાજાથી છે, મુખની શોભા ચક્ષુથી છે અને વૃક્ષની સ્થિરતા મૂળથી
PDF/HTML Page 10 of 21
single page version
ઈન્દ્રો–ચક્રવર્તી વગેરે ભગવાનની સેવા કરવા આવે છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ ત્યાં દર્શન કરવા પધાર્યા હતા.
તે સીમંધર ભગવાનના સમવસરણની અહીં સ્થાપના થઈ તેનો આજે મંગલ દિવસ છે.
આચાર્યદેવને ભગવાનનો વિરહ ખટક્યો ને ધ્યાનમાં સીમંધરભગવાનના સમવસરણનું ચિંતવન કર્યું.
તેમને જમીનથી ચાર આંગળ ઊંચે ચાલવાની લબ્ધિ હતી. તેમની મહાન પાત્રતાના યોગે અને શાસનના
મહા ભાગ્યે તેમને મહાવિદેહમાં સાક્ષાત્ સીમંધર પરમાત્મા પાસે આવવાનો યોગ બન્યો. કુંદકુંદાચાર્યદેવે
આઠ દિવસ સુધી ભગવાનનો દિવ્યધ્વનિ સાંભળ્યો તથા શ્રુત કેવળીઓનો પરિચય કર્યો ને પછી
ભરતક્ષેત્રે આવીને આ પ્રવચનસાર–સમયસાર વગેરે અલૌકિક શાસ્ત્રોની રચના કરી. સમવસરણમાં
સીમંધરભગવાને શું કહ્યું તે વાત આચાર્યદેવ આ પ્રવચનસારમાં કહે છે. અહો! કુંદકુંદાચાર્યદેવે આ
પંચમકાળમાં તીર્થંકર જેવું કામ કર્યું છે.
જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતાના પ્રયોગથી જ તે જ્ઞાન ખીલે છે. માટે હે જીવ! તું તારા જ્ઞાનસ્વભાવની
સન્મુખ થઈને તેનો નિર્ણય કર તો મોક્ષમાર્ગ થાય.
PDF/HTML Page 11 of 21
single page version
અતીન્દ્રિયપણે વર્તે તે જ જ્ઞાન આત્માનો સ્વભાવ છે; ને તે આનંદના અનુભવ સહિત છે. ઈન્દ્રિયોને
અવલંબીને વર્તે તે જ્ઞાન તો પરાધીન અને આકુળતાવાળું હોવાથી હેય છે. ચિદાનંદ સ્વભાવ તરફ વળીને
સાધકનું જ્ઞાન અંતરમાં અભેદ થયું તે જ મુખ્ય છે, ને તેમાં ઈન્દ્રિયોનું કે રાગનું અવલંબન નથી, પણ
આનંદનો જ અનુભવ છે. વચ્ચે અધૂરા જ્ઞાનમાં ઈન્દ્રિયોનું અવલંબન તથા રાગ રહ્યા તે તો હેય છે, તે
કાંઈ આદરણીય નથી. આ રીતે સ્વભાવમાં જ્ઞાનની એકતા થાય ને ઈન્દ્રિયોનું અવલંબન તૂટે તે જ
ઉપાદેય છે, તેમાં આનંદનો અનુભવ છે.
આ છે, –આમ જેણે પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરીને તેનું બહુમાન કર્યું તેને જ્ઞાનનું ને રાગનું
ભેદજ્ઞાન થયા વિના રહે નહીં, ને તેને ભ્રાંતિની ઉત્પત્તિ થાય જ નહીં. આ રીતે સર્વજ્ઞનો નિર્ણય કરતાં
ભ્રાંતિનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે.
ઊતરીને જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યનો નિર્ણય કર્યો છે. આ રીતે જ્ઞાનના પરિપૂર્ણ સામર્થ્યનો નિર્ણય પણ
અતીન્દ્રિયજ્ઞાન વડે જ થાય છે. આ રીતે સ્વભાવની સન્મુખતા વડે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં
સમ્યગ્દર્શન થાય છે ને મિથ્યાત્વની ઉત્પત્તિ થતી નથી; એટલે સર્વજ્ઞનો આ રીતે નિર્ણય કરનાર જીવ મોક્ષ
માર્ગે ચડી જાય છે, –સર્વજ્ઞતાનો સાધક થઈ જાય છે.
નિર્ણય કરવા જાય ત્યાં પોતાના જ્ઞાન સ્વભાવની સન્મુખતા થયા વિના રહેતી નથી. જ્ઞાનસ્વભાવમાં ઊંડો
ઊતરીને જ સર્વજ્ઞનો નિર્ણય થાય છે. સર્વજ્ઞતા પોતાને પ્રગટયા પહેલાં પણ સ્વભાવમાં સર્વજ્ઞ થવાનું
સામર્થ્ય ભરેલું છે તેનો નિર્ણય આત્માના આધારે થઈ શકે છે; અને આવો નિઃશંક નિર્ણય થયા વગર
સર્વજ્ઞ થવાનો પુરુષાર્થ ઊપડી શકે જ નહિ. સ્વભાવ સામર્થ્યના નિર્ણયથી જ વાસ્તવિક માર્ગની શરૂઆત
થાય છે.
PDF/HTML Page 12 of 21
single page version
તેવી છાપ ઊઠે, તેમ સર્વજ્ઞનો નિર્ણય કરીને જેણે સર્વજ્ઞતાનું બીબું પોતાના આત્મામાં છાપ્યું તેને
આત્મામાં સર્વજ્ઞતાનો એવો રંગ ચડ્યો... કે... અલ્પકાળમાં તે પોતે સર્વજ્ઞ થઈ જાય છે. જુઓ, આ
રંગ!! એને આત્માનો રંગ લાગ્યો કહેવાય. અનાદિથી રાગથી ને ઈન્દ્રિયોથી જ્ઞાન થાય એમ માનીને
જ્ઞાનમાં રાગનો ને નિમિત્તનો રંગ ચડાવ્યો છે, તેને બદલે સર્વજ્ઞનો નિર્ણય કરે ને મારા જ્ઞાનમાં
સર્વજ્ઞ થવાનું સામર્થ્ય છે–એમ નક્કી કરીને જ્ઞાનમાં સર્વજ્ઞતાનો
રંગ ચડાવ.
છીએ ને તમારે માટે પણ એ જ ઉપાય છે. આવો ઉપાય ભગવાને જાતે કર્યો ને મુમુક્ષુઓને માટે આવો જ
ઉપાય ભગવાને ઉપદેશ્યો આ સિવાય બીજો ઉપાય છે જ નહીં.
સમ્યગ્દર્શન થયું ... તેણે પોતાના આત્મામાં સર્વજ્ઞ ભગવાનની પ્રતિષ્ઠા કરી... કેવળી ભગવાન જેવો જ
આનંદનો અનુભવ તેને થયો... આવું ભાવશ્રુત પ્રગટ્યું તે કેવળજ્ઞાની ભગવાનની ભક્તિ છે ને તે જ
પરમાર્થે અપૂર્વ મહોત્સવ છે. ભાવશ્રુતના બળે જેણે પોતાના આત્મામાં સર્વજ્ઞભગવાનની પ્રતિષ્ઠા કરી તે
પોતે અલ્પકાળમાં સાક્ષાત્ સર્વજ્ઞ થઈ જાય છે.
બિરાજમાન કરવા માટે શ્રી અનંતનાથ ભગવાન, શ્રી અભિનંદન ભગવાન, શ્રી અમરનાથ ભગવાન, શ્રી
સીમંધર ભગવાન વગેરે જિનબિંબોની પંચકલ્યાણક પ્રતિષ્ઠા ચૈત્ર સુદ તેરસે મિશ્રોલી (–રાજસ્થાન) માં
કરાવવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત થયેલા જિનેન્દ્ર ભગવંતો ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ પાલેજમાં પધારતાં
ભક્તજનોએ ઉલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું; પોતાના આંગણે ભગવંતો પધાર્યા તેથી ભક્તજનોને ઘણો હર્ષ
થયો હતો. આ સુઅવસર માટે ત્યાંના મુમુક્ષુઓને વધાઈ!
PDF/HTML Page 13 of 21
single page version
એકાગ્ર થતાં, શ્રદ્ધા–આનંદ વગેરેનું નિર્મળ પરિણમન થાય છે તેનું નામ ધર્મ છે.
જેની સન્મુખ થતાં આનંદનું વેદન થાય? આત્મા શું વસ્તુ છે કે જેને લક્ષમાં લઈને ચિંતવતાં આનંદ થાય? તેનં
જ્યાં યથાર્થ શ્રવણ–ગ્રહણ–ધારણ ને નિર્ણય પણ ન હોય ત્યાં ચિંતન ક્યાંથી કરે? ને તેના આનંદનો અનુભવ
ક્યાંથી થાય? અહો! મહિમાવંત ભગવાન આત્મા અનંતધર્મથી પ્રસિદ્ધ છે–તેનો મહિમા પ્રસિદ્ધપણે સર્વે સંતો
અને શાસ્ત્રો ગાય છે, પણ તેની સન્મુખ થઈને પોતાની પર્યાયમાં જીવે કદી તેની પ્રસિદ્ધિ કરી નથી. ભગવાન
આત્માની પ્રસિદ્ધિ કેમ થાય એટલે કે પર્યાયમાં તેનો પ્રગટ અનુભવ કેમ થાય તે અહીં બતાવે છે.
જ્ઞાનની સાથે શ્રદ્ધા, આનંદ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા વગેરે અનંતશક્તિઓ પણ ભેગી જ ઊછળે છે. તેથી
આત્માના અનેકાન્ત સ્વરૂપ છે. તે અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની અનંતશક્તિઓમાંથી કેટલીક શક્તિઓ
અહીં આચાર્યદેવે વર્ણવી છે; તેમાં ‘જીવત્વ’ થી માંડીને ‘ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ’ સુધીની ૧૮ શક્તિઓ ઉપરના
વિસ્તાર પ્રવચનો થઈ ગયા છે. હવે ૧૯ મી પરિણામશક્તિ છે.
ભેગી જ પરિણમે છે.
ઊપજવાપણું
PDF/HTML Page 14 of 21
single page version
માને તો તેણે પરિણામશક્તિવાળા આત્માને જાણ્યો નથી. ઉત્પાદ–વ્યય–ધુ્રવ તે દ્રવ્યના સ્વભાવભૂત છે; અને
દ્રવ્યનું અસ્તિત્વ એવા ઉત્પાદ–વ્યય–ધુ્રવથી આલિંગિત છે, એટલે કે ઉત્પાદ–વ્યય–ધુ્રવની ભિન્ન ભિન્ન ત્રણ સત્તા
નથી પરંતુ એક જ સત્તા એ ત્રણેથી એક સાથે સ્પર્શાયેલી છે; તે સત્તાનું અસ્તિત્વ ધુ્રવતા અપેક્ષાએ તો સદ્રશ છે
ને ઉત્પાદ–વ્યય અપેક્ષાએ વિસદ્રશ છે. –આવા અસ્તિત્વમાત્રમય પરિણામશક્તિ છે. ધુ્રવતા વગર પરિણામ શેમાં
થાય? અને ઉત્પાદ–વ્યય વગર પરિણામ કઈ રીતે થાય? ઉત્પાદ–વ્યય ને ધુ્રવતા વગર પરિણામ બની શકે નહિ,
માટે કહ્યું કે ધ્રૌવ્ય–વ્યય ઉત્પાદથી આલિંગિત એવા એક અસ્તિત્વમાત્રમય પરિણામશક્તિ છે.
પરિણમન તો વર્તી જ રહ્યું છે. પણ, પરિણામશક્તિવાળા આત્માનું ભાન કરીને તેનો આશ્રય કરતાં
પરિણામશક્તિનું નિર્મળ પરિણમન થાય છે. આ રીતે શક્તિઓનું નિર્મળ પરિણમન થાય તે જ ધર્મ છે, તેમાં જ
આત્માની પ્રસિદ્ધિ છે.
જ્ઞાન, આનંદ વગેરે અનંત શક્તિઓરૂપી દાગીનાથી ભરેલો છે, પરંતુ જ્યાં સુધી તેનું ભાન નથી ત્યાં સુધી તે
અપ્રસિદ્ધ છે, એટલે કે અજ્ઞાનીને તો આત્મા, વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવો છે, તેને તેની પ્રસિદ્ધિ નથી. અને
અંતર્મુખ થઈને આત્માના શ્રદ્ધા જ્ઞાન કરતાં તેની પ્રસિદ્ધિ થાય છે, અર્થાત્ આત્માની શક્તિઓ નિર્મળપણે
પરિણમીને તેનો પ્રગટ અનુભવ થાય છે. આવી આત્માની પ્રસિદ્ધિ થાય તેનું નામ ધર્મ છે.
અને અને વિસદ્રશરૂપ અસ્તિત્વ કહીને પરિણામશક્તિ બતાવી છે. ધુ્રવ અપેક્ષાએ સદ્રશતા છે, ને ઉત્પાદ–વ્યય
અપેક્ષાએ વિસદ્રશતા છે. આવા ઉત્પાદ–વ્યય–ધુ્રવ વિના પરિણામ બની શકે જ નહિ. એકલી ધુ્રવરૂપ નિત્યતા જ
હોય ને ઉત્પાદ–વ્યય ન હોય તો ક્ષણે ક્ષણે નવા પરિણામની ઉત્પત્તિ થઈ શકે નહિ; તેમ જ જો સર્વથા ક્ષણિકતા
જ હોય ને ધુ્રવતા ન હોય તો બીજી ક્ષણે વસ્તુનું સત્પણું જ ન રહે એટલે નવા પરિણામ પણ શેમાંથી થાય? આ
રીતે, અજ્ઞાન ટળીને જ્ઞાન, દુઃખ ટળીને આનંદ, સંસાર ટળીને મોક્ષ ઈત્યાદિ પરિણામ ઉત્પાદ–વ્યય–ધુ્રવતા વગર
થઈ શકતા નથી. માટે કહ્યું છે કે આ પરિણામશક્તિ ઉત્પાદ–વ્યય–ધુ્રવથી વણાયેલા અસ્તિત્વમય છે. આચાર્યદેવે
એકેક શક્તિમાં ગૂઢપણે વસ્તુસ્વરૂપ ગૂંથી દીધું છે. અનાદિના અજ્ઞાનમાંથી પલટો ખાઈને અંતર્મુખ થઈને કાયમી
જ્ઞાનસ્વભાવની સાથે એકતા કરીને અનુભવ કર્યો, ત્યાં જ્ઞાનનું નિર્મળ પરિણમન થયું, ને તે પરિણમનમાં આવા
ઉત્પાદ–વ્યય–ધુ્રવથી ગુંથાયેલું અસ્તિત્વ પણ ભેગુ જ છે, એટલે કે જ્ઞાનની સાથે પરિણમનશક્તિ પણ ભેગી જ
ઊછળે છે. માટે અનેકાન્ત અબાધિતપણે વર્તે છે.
પ્રતીત થઈ શકતી નથી. એ ખાસ રહસ્ય છે.
એટલે ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ અસ્તિત્વ સિદ્ધ ન થયું, ને એમ થતાં અનંત શક્તિવાળો આત્મા જ સિદ્ધ ન થયો. –
આ રીતે પરને લીધે પર્યાયની ઉત્પત્તિ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, તેની પર્યાયમાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ
થતી નથી.
PDF/HTML Page 15 of 21
single page version
એટલે કે બીજા–બીજાપણું છે. અવસ્થા એક વ્યય થાય છે ને બીજી ઉત્પન્ન થાય છે–એ રીતે તેમાં વિસદ્રશપણું છે,
ને ગુણમાં કાંઈ એક વ્યય થાય ને બીજો ઉત્પન્ન થાય–એમ નથી, તે તો તે જ રહે છે, એ રીતે તેમાં સદ્રશપણું છે.
પર્યાયમાં ‘વિસદ્રશપણું’ કહ્યું તે કાંઈ વિકારીપણું નથી સૂચવતું પરંતુ બદલવાપણું સૂચવે છે. સિદ્ધભગવંતોને
એવી ને એવી નિર્મળ પર્યાય જ સદાય થયા કરે છે, છતાં ત્યાં પણ પર્યાયનું વિસદ્રશપણું તો છે જ. એવી ને
એવી પર્યાય હોવા છતાં પહેલી પર્યાય તે બીજી નથી, બીજી તે ત્રીજી નથી, એમ વિસદ્રશપણું છે.
અવસ્થાથી પણ જો એકરૂપતા હોય તો સંસાર અવસ્થા ટળીને મોક્ષ અવસ્થા થઈ જ ન શકે. –પણ એમ નથી.
વસ્તુ ધુ્રવરૂપે સદ્રશ–એકરૂપ રહેતી હોવા છતાં અવસ્થામાં ઉત્પાદ–વ્યયરૂપ વિસદ્રશપણું છે. –આવો વસ્તુનો
સ્વભાવ છે. ઉત્પાદ–વ્યય એ બંને એક જ નથી, ઉત્પાદ તો સદ્ભાવ છે ને વ્યય તો અભાવ છે, તે બંને એક જ
સમયે હોવા છતાં તેમાં જુદી જુદી પર્યાયની વિવક્ષા છે. નાશ પામી તે પર્યાયની અપેક્ષાએ વ્યય છે, વર્તમાન
વર્તતી પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ છે, અને સળંગપણે ગુણની અપેક્ષાએ ધુ્રવતા છે. આવું ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ
વસ્તુનું સ્વરૂપ છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવ સહિત અસ્તિત્વ છે, ને એવા અસ્તિત્વમય પરિણામશક્તિ છે. જ્ઞાનમાત્ર
આત્માના અનુભવમાં આ શક્તિ પણ ભેગી જ છે. આ શક્તિ ન હોય તો પરિણામ જ ક્યાંથી થાય? જ્ઞાનને
અંતરમાં વાળીને આખા આત્માને લક્ષ્ય બનાવીને તેનો અનુભવ કરતાં એક સાથે આ બધી શક્તિઓ તેમાં
પરિણમી રહી છે–નિર્મળપણે ઉલ્લસી રહી છે.
પરિણમે તેને ખરેખર શક્તિનું પરિણમન કહેતા નથી. સાધકને અનંતશક્તિના પિંડરૂપ આત્માના આશ્રયે
શક્તિનું નિર્મળ પરિણમન થાય છે; અને જરાક અશુદ્ધતા છે તે શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિમાં તેને અભૂતાર્થ છે–ગૌણ છે
તેથી તેનો અભાવ જ ગણ્યો છે. પર્યાયમાં અલ્પ વિકાર હોવા છતાં તેનો અભાવ કહેવો–એ અપૂર્વ અંર્તદ્રષ્ટિની
વાત છે, શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ હોય તેને જ એ સમજાય તેવી છે.
અનુલક્ષીને વાત છે. સાધકને જ્ઞાનમાત્ર આત્માના અનુભવમાં અનંત–શક્તિઓ કઈ રીતે ઊછળે છે તે અહીં
બતાવવું છે. અજ્ઞાનીને તો આત્માની પ્રસિદ્ધિ નથી, આત્માના જ્ઞાનલક્ષણની પણ તેને ખબર નથી; તે તો
રાગલક્ષણવાળો કે શરીરલક્ષણવાળો જ આત્મા માને છે. આત્માની કે આત્માની શક્તિની તેને ખબર જ નથી.
અહો, આ શક્તિઓ વર્ણવીને તો આચાર્યદેવે આત્માના સ્વભાવનો અદ્ભૂત મહિમા પ્રસિદ્ધ કર્યો છે, જ્ઞાનમાત્ર
આત્મામાં કેટલી ગંભીરતા ભરી છે તે ખોલીને બતાવ્યું છે.
શક્તિઓ સમાઈ જાય છે’ એમ કહ્યું તે તો અભેદઅનુભવની અપેક્ષાએ છે એટલે કે જ્ઞાનને અંતરમાં વાળીને
જ્યાં અભેદ આત્માને અનુભવમાં લીધો ત્યાં કાંઈ જુદી
PDF/HTML Page 16 of 21
single page version
પરિણમી રહી છે. –આ રીતે જ્ઞાનમાત્ર ભાવમાં બધી શક્તિઓ સમાયેલી છે એમ કહ્યું. પરંતુ એકલા જ્ઞાનગુણમાં
કાંઈ બીજા બધા ગુણો આવી જતા નથી. જો એક ગુણમાં બીજા બધા ગુણ આવી જાય તો તો એક ગુણ પોતે જ
આખું દ્રવ્ય થઈ ગયું! –પણ એમ નથી.
વર્ણન છે. આત્માનો સ્વભાવ અનેકાન્તમય કઈ રીતે છે. એટલે કે તેમાં અનંતધર્મો કઈ રીતે છે તે સ્પષ્ટ
સમજાવવા માટે આચાર્યદેવે આ વર્ણન કર્યું છે. –તેથી જિજ્ઞાસુઓએ આ વાત સમજવી જરૂરી છે.
તે આત્માનો સ્વભાવ નથી. આ તો આત્માના સ્વભાવની વાત છે, આત્માના સ્વભાવમાં કેવા કેવા ધર્મો રહેલા
છે તે અહીં ઓળખાવે છે. આ રીતે ‘અનેકાન્ત’ આત્માને પરથી અત્યંત જુદો ને પોતાના અનંત ધર્મોથી
પરિપૂર્ણ બતાવે છે. આવા આત્માને જાણવો–શ્રદ્ધવો–અનુભવવો તે મુક્તિમાર્ગ છે.
પોતાના સ્વભાવભૂત જ છે; ઉત્પાદ–વ્યયને ધુ્રવતા એ ત્રણે થઈને દ્રવ્યનું સત્પણું છે. ‘ધુ્રવતા’ એટલે વસ્તુમાં
કાયમ રહેવાનો પણ સ્વભાવ છે, અને ‘ઉત્પાદ–વ્યય’ એટલે બદલવાનો પણ સ્વભાવ છે. કાયમ રહેવું અને
બદલવું એ બંને એકબીજાથી વિરુદ્ધ નથી પણ એ બંને થઈને જ દ્રવ્યનું સત્પણું છે. આવા ઉત્પાદ–વ્યય–
ધુ્રવતાવાળી સત્તા વગર દ્રવ્યના પરિણામ સિદ્ધ થઈ શકે નહિ. આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માની પરિણામશક્તિ
ઉત્પાદ–વ્યયધુ્રવરૂપ સત્તામય છે. એક પરિણામ શક્તિમાં નિત્યપણું અને અનિત્યપણું બંને સમાય છે. નિત્યપણું
નક્કી કરનાર તો અનિત્ય છે; જો અવસ્થા બદલતી ન હોય તો, અનાદિની અજ્ઞાનદશા પલટીને જ્ઞાનદશા થયા
વગર, આત્મદ્રવ્યની નિત્યતાનો નિર્ણય કોણ કરે? નિત્યતાનો નિર્ણય તો પર્યાયમાં થાય છે, અને તે પર્યાય
અનિત્ય છે. તથા, જો નિર્ણય કરનારો આત્મા સળંગ નિત્ય ટકતો ન હોય તો તે નિર્ણયના ફળને કોણ ભોગવે?
અને તે નિર્ણય કોના આધારે કરે? માટે વસ્તુપણે આત્મા પોતે નિત્ય પણ છે; કાયમ ‘હું... હું’ એવા સંવેદનથી
તેની નિત્યતાનો અનુભવ થાય છે; ને પર્યાયમાં દુઃખ–સુખ, અજ્ઞાન–જ્ઞાન ઈત્યાદિ અનેક ફેરફારના અનુભવથી
તેની અનિત્યતા સિદ્ધ થાય છે. હે જીવ! શરીર અને રાગાદિ બાદ કરતાં એકલું જ્ઞાન રહ્યું તે પણ સ્વત: આવા
પરિણામસ્વભાવવાળું છે, તેમાં આનંદ છે, પ્રભુતા છે, સ્વચ્છતા છે, ચૈતન્યમય જીવન છે. –ઈત્યાદિ અનંતી
શક્તિઓ તારા જ્ઞાનમાત્ર સ્વભાવને અભિનંદે છે. માટે તું પરની સામે ન જોતાં અંર્તદ્રષ્ટિ કરીને આવા તારા
આત્મસ્વભાવને દેખ....... તારા આત્માના અનંત નિધાનને દેખ. એને દેખતાં જ તને અતીન્દ્રિય આનંદનો
અનુભવ થશે, ને ક્યાંય પરના આશ્રયથી લાભ થવાની તારી મિથ્યાબુદ્ધિ ટળી જશે.
હું હતો ને અત્યારે શુભવિચારમાં હું છું–એમ પોતાના સળંગપણાનો અનુભવ થાય છે–તે સદ્રશતા વિના બની
શકે નહીં. આ રીતે સદ્રશતા અને વિસદ્રશતા (અર્થાત્ ઉત્પાદ–વ્યય ને ધુ્રવતા) વિના પરિણામરૂપ કાર્ય થઈ શકે
જ નહિ. એક પરિણામશક્તિમાં આ બધું આવી જાય છે. પરિણામશક્તિ આત્માની છે એટલે પોતાની પર્યાયના
ઉત્પાદ–વ્યય (–સમ્યક્ત્વનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય ઈત્યાદિ) પોતાના સ્વભાવથી જ થાય છે, કોઈ કર્મ વગેરે
નિમિત્તોને લીધે આત્માના પરિણામ થતાં નથી.
PDF/HTML Page 17 of 21
single page version
જો વસ્તુ ટકીને બદલે તો જ નવું કાર્ય થાય. જો ટકે જ નહિ તો તેનો નાશ થઈ જાય, અને જો બદલે જ નહિ તો
કાર્ય ન થાય. જેમ કે–લાકડાના રજકણો બદલે તો તે બળીને રાખ થાય; જો તે બદલે જ નહિ તો રાખ થાય નહિ.
એ પ્રમાણે દરેક ચીજનો ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવ છે.
ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ પરિણામસ્વભાવવાળી છે. અહીં વસ્તુનો સૂક્ષ્મસ્વભાવ સમજાવવા માટે સોનાનો સ્થૂળ
દાખલો છે. આત્મા તો સ્વાભાવિક ચીજ છે, સોનું તે કાંઈ મૂળ–સ્વાભાવિક ચીજ નથી, તે તો સંયોગી ચીજ છે;
તે સંયોગની વાત સ્વભાવમાં પૂરી લાગુ ન પડે. સોનામાં ભાગ કરતાં કરતાં જેના કોઈ પ્રકારથી બે ભાગ ન
પડી શકે એવો જે છેલ્લો પોઈન્ટ (–પરમાણુ) રહે તે મૂળ વસ્તુ છે. સોનું તો નાશ પણ પામે, પણ પરમાણુનો
નાશ કદી થતો નથી. અહીં તો દ્રષ્ટાંત તરીકે સમજાવવા સોનાને મૂળ વસ્તુ ગણવામાં આવે છે. જેમ આકાર
બદલવા છતાં સોનું તે સોનું જ રહે છે, લાકડું થઈ જતું નથી; અને સોનારૂપે ધુ્રવ રહેવા છતાં તેના વિધવિધ
આકારો બદલે છે; સોનું તો સંયોગી ચીજ હોવાથી થોડો કાળ ટકે છે, તે થોડા કાળના દ્રષ્ટાંત ઉપરથી ત્રિકાળી
વસ્તુનો સ્વભાવ સમજી લેવો. આત્મામાં મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–કેવળજ્ઞાન વગેરે અવસ્થાઓ પલટે છે અને
જ્ઞાનસ્વભાવપણે આત્મા એવો ને એવો રહે છે. અહીં તો એ વિશેષ બતાવવું છે કે ટકીને અવસ્થા બદલે છે તે
પોતાના સ્વભાવભૂત છે. કોઈ બીજાને લીધે આત્મા ટકતો નથી, ને કોઈ બીજાને લીધે તેની અવસ્થા થતી નથી.
એ જ પ્રમાણે બીજા પદાર્થોમાં પણ સૌ સૌના સ્વભાવથી જ ઉત્પાદ–વ્યય–ધુ્રવતા વર્તે છે.
દુઃખપર્યાય પલટીને સુખપર્યાયનો ઉત્પાદ તે પોતે કરે તો થાય, બીજો જીવ તેની પર્યાય કરી શકે નહિ. આત્મા
પોતે અનંત શક્તિનો પિંડ છે પણ તેની સંભાળ ન કરતાં શરીર ઉપર લક્ષ કરીને ‘શરીર તે જ હું’ એમ માને છે,
ને શરીરમાં કાંઈક થતાં મને થયું એમ માનીને પોતાની ભિન્ન સત્તાને ભૂલી જાય છે તેથી જ જીવ દુઃખી છે.
જ્યાંસુધી દેહથી ભિન્ન ચૈતન્યસત્તાની પોતે સંભાળ ન કરે ત્યાં સુધી તેનું દુઃખ ટળે નહિ. આ એક સિદ્ધાંત છે કે,
દુઃખ કોઈ બહારના સંયોગના કારણે થયું નથી તેથી બહારના સંયોગવડે દુઃખ મટતું નથી, પણ પોતે ઊંધા
ભાવથી દુઃખ ઊભું કરે છે તે પોતાના સવળા ભાવથી મટે છે. બીજો કોઈ દુઃખ આપી શકે નહિ ને મટાડી શકે
પણ નહિ.
દુઃખ ટાળીને સુખી થવું છે.’– એમાં જ ઉત્પાદ–વ્યય–ધ્રુવનો ધ્વનિ આવી જાય છે. આત્મા ત્રિકાળ છે ને દુઃખ
ક્ષણિક છે, તે દુઃખ ટળી શકે છે. દુઃખ કોણ ટાળે? –જેણે ઉત્પન્ન કર્યું છે તે; બીજા જોનારે કાંઈ તે દુઃખ ઉત્પન્ન
કર્યું નથી એટલે તે તેને ટાળી ન શકે. શરીરમાં રોગ થતાં, પોતાનું અસ્તિત્વ તેનાથી ભિન્ન હોવા છતાં પોતાના
ભિન્ન અસ્તિત્વને ચૂકીને ‘આ મને રોગ થયો’ એવી મિથ્યા કલ્પનાથી પોતે દુઃખી થાય છે. હું તો ચૈતન્ય છું,
દેહના ઉત્પાદ–વ્યય–ધુ્રવથી મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવ તદ્ન જુદા છે, મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં મારી અનંત
શક્તિઓ પરિણમી રહી છે–એમ સ્વશક્તિની સંભાળ કરે તો તેમાં ક્યાંય દુઃખ છે જ નહિ.
વીતરાગી જીવોને એવો રાગ થતો નથી. ધર્મીને કોઈવાર રોગ થાય ને દવા કરવાનો રાગ પણ થાય, પણ ત્યાં
PDF/HTML Page 18 of 21
single page version
રાગ કે દવા તે કાંઈ દુઃખ મટવાનો ઉપાય નથી. મારી સહનશીલતાની નબળાઈથી રાગ થાય છે, તે રાગ પણ
મારા ચિદાનંદસ્વરૂપમાં નથી, ચિદાનંદસ્વરૂપના આશ્રયે રાગ ટાળવો તે દુઃખ ટાળવાનો ઉપાય છે–આ રીતે
યથાર્થ ઉપાયને જ્ઞાની જાણે છે, એટલે રાગ તરફ તેના અભિપ્રાયનું જોર જતું નથી, તેથી તેનો રાગ અત્યંત મંદ
છે; અજ્ઞાની તો બધું ઊંધુંં માને છે–રોગને કારણે રાગ માને છે, ને રાગવડે દવા વગેરેનો સંયોગ મેળવવો તેને તે
દુઃખ ટાળવાનો ઉપાય માને છે, એટલે તેનું જોર એકલા રાગ તરફ જ જાય છે, તેથી તેનો રાગ અનંતા જોરવાળો
છે. આ રીતે રાગ પાછળ બંનેના અભિપ્રાયની દિશામાં મોટો ફેર છે.
નથી, તેથી તેને સંયોગના આશ્રયે રાગ–દ્વેષ જ થયા કરે છે, વીતરાગી શાંતિનો અનુભવ થતો નથી. જ્ઞાની
સંયોગોથી પોતાને સુખ–દુઃખ માનતા નથી, સુખ પોતાના સ્વભાવમાં જ છે એમ તેને અનુભવ છે અને બર્હિમુખ
વલણ જાય તેટલું દુઃખ છે–એમ તે જાણે છે; એટલે દુઃખ ટાળવા માટે તે પર તરફ નથી જોતા પણ પોતાના
સ્વભાવના આનંદના અનુભવ તરફ વળે છે. અહીં આત્માની શક્તિઓ બતાવીને સ્વદ્રવ્ય તરફ વળવાનું
આચાર્યદેવ બતાવે છે.
નથી, ઊંધા અભિપ્રાય વડે પોતે પોતાની સત્તાનો જ ઘાત કરે છે, –તેનું નામ આત્મઘાત છે, ને તે આત્મઘાતને
મહાપાપ કહ્યું છે. મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવ મારી સત્તામાં જ છે, ને પરના ઉત્પાદ–વ્યય–ધ્રુવ પરની સત્તામાં જ છે,–
બંનેની સત્તા ભિન્ન ભિન્ન છે, તેથી એકના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં બીજાનો કાંઈ હાથ નથી. –આમ જાણીને પોતે
પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રમાં અંગીકાર કરવી ને પરસત્તાને પોતાથી ભિન્ન જેમ છે તેમ
જાણવી–આવું ભેદજ્ઞાન તે આત્માને જીવતો રાખે છે–આત્માને પ્રસિદ્ધ કરે છે, તેમાં આત્મા જેવો છે તેવા સ્વભાવે
પ્રસિદ્ધ થઈને મુક્તિ થાય છે.
છતાં, પર વસ્તુના કાર્યો મારાથી થાય એમ જે માને છે તે પરવસ્તુની સ્વતંત્ર સત્તાના અધિકાર ઉપર તરાપ
મારે છે, પરને પોતાને આધીન માનીને તેની સ્વાધીનતા હણવા માંગે છે; પરંતુ પર ચીજ તો કાંઈ તેને આધીન
થઈને પરિણમતી નથી તેથી તે અજ્ઞાની પરના આશ્રયે પરિણમતો થકો આકુળ–વ્યાકુળ થઈને પોતે પોતાની
સ્વાધીનતાને હણે છે. જેમ એક રાજાની સત્તા ઉપર બીજો રાજા અધિકાર જમાવવા જાય તો ત્યાં લડાઈ થાય છે,
તેમ ચૈતન્ય અને જડ બંને પદાર્થો પોતપોતાની સ્વતંત્ર સત્તાના રાજા છે, છતાં આત્મા પરને પોતાનું માનીને
તેની સત્તામાં ઘાલમેલ કરવા જાય તો ત્યાં વિસંવાદ ઊભો થાય છે એટલે કે આત્માની પર્યાયમાં શુદ્ધતા હણાઈને
અશુદ્ધતા થાય છે–દુઃખ થાય છે–સંસાર થાય છે. પરથી અત્યંત વિભક્ત અને પોતાના જ્ઞાનાદિ અનંતગુણોથી
એકત્વ એવી પોતાની ચૈતન્યસત્તાને જાણીને–શ્રદ્ધા કરીને તેમાં સ્થિર રહેતાં શુદ્ધતા થાય છે–સુખ થાય છે–મુક્તિ
થાય છે, ને સ્વભાવઆશ્રિત સ્વતંત્રતાથી આત્મા શોભે છે.
PDF/HTML Page 19 of 21
single page version
પ્રશ્ન:– જીવને તપ વગેરે, પત્થરના બોજા સમાન ક્યારે છે?
ઉત્તર:– શાંતભાવ, જ્ઞાન, ચારિત્ર અને તપ એ બધાં જો સમ્યગ્દર્શન વગર હોય તો પુરુષને પત્થરની જેમ
ઉત્તર:– જો તે જ્ઞાનાદિ ભાવોની સાથે સમ્યગ્દર્શન હોય તો તેઓ મહામણિ સમાન પૂજનીક છે.
ઉત્તર:–
પણ સમકિત તેં નવ લહ્યું, એ જાણો નિર્ભ્રાંત.
ઉત્તર:– હે જીવ! જો તું આત્માને નહિ જાણ અને બસ, પુણ્ય–પુણ્ય જ કર્યા કરીશ તોપણ તું સિદ્ધિસુખ
ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય.
ઉત્તર:– નિજદર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ માન, હે યોગી! શિવહેતુએ નિશ્ચયથી તું જાણ.
હે યોગી! એક પરમ આત્મદર્શન જ મોક્ષનું કારણ છે, એ સિવાય બીજું કાંઈ પણ મોક્ષનું કારણ નથી. –
ઉત્તર:– સમ્યક્ત્વ–રત્ન જગતમાં સૌથી ઉત્તમ છે.
પ્રશ્ન:– મોક્ષ પ્રાપ્ત કરવા માટે શું કરવું?
ઉત્તર:– જિનવર ને શુદ્ધાત્મમાં, કિંચિત્ ભેદ ન જાણ, મોક્ષાર્થે હે યોગીજન! નિશ્ચયથી એ માન.
–મોક્ષ પ્રાપ્ત કરવા માટે હે યોગી! તારા શુદ્ધાત્મામાં અને જિનભગવાનમાં જરા પણ ફેર ન સમજ, –આ
आनंद ब्रह्मणो रूपं निजदेहे व्यवस्थितम्।
ध्यानहीना न पश्यंति जास्यंधा इव भास्करम्।।
PDF/HTML Page 20 of 21
single page version
ચર્ચાનું વાતાવરણ થોડીવાર તો થંભી ગયું હતું. હજી આ સમાચાર આવ્યા અગાઉ માત્ર પા કલાક પહેલાંં
ગુરુદેવના વિશેષ સમાગમનો લાભ લેવા માટે સોનગઢ આવીને રહેવાની તેમની ભાવના હતી. તેઓ
આગલા દિવસે રાત્રે તેમણે જિનમંદિરમાં વાંચન પણ કર્યું હતું. ત્યારબાદ છાતીમાં દુઃખાવો શરૂ થયો, બીજે
પાંચ વાગે તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમની ઉમર લગભગ ૬૦ વર્ષની હતી. તેમના આવા અચાનક
સ્વર્ગવાસથી રાજકોટના દિ. જૈન સંઘને ઘણી ખોટ પડી છે. ભાઈશ્રી નૌતમભાઈ સત્સમાગમની જે
ભાવના.
પડ્યો રહેશે. પણ જીવ દેહને છોડીને બીજા ભવમાં ચાલ્યો જશે, માટે જીવનું પોતાનું નિજ સ્વરૂપ શું છે–કે
નહિ.
સાથે શીખવવામાં આવશે.