Atmadharma magazine - Ank 221
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૯
સળંગ અંક ૨૨૧
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: પ) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (ફાગણ : ૨૪૮૮
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
માહ વદ ૧૪: એ જિજ્ઞાસુઓને
માટે આનંદનો દિવસ છે; ગુરુદેવના
મંગલ પ્રવચનોની શ્રુતધારા આજે–
અઢી મહિના બાદ–શરૂ થાય છે. આ
પ્રવચનો દ્વારા ગુરુદેવ આત્મપિપાસુ
જીવોને આનંદમય અધ્યાત્મરસનું
પાન કરાવે છે, ને શ્રોતાજનો તે
ઝીલીને તૃપ્ત થાય છે. ભારતના
હજારો જિજ્ઞાસુઓ જેની રાહ જોઈ
રહ્યા હતા તે અધ્યાત્મરસના ઝરણાં
ગુરુદેવે વહેવડાવવા શરૂ કર્યા છે. આ
અંકમાં આપેલ પહેલા પ્રવચનની
મધુર પ્રસાદીથી જિજ્ઞાસુઓને જરૂર
આનંદ થશે. આ મંગલ પ્રસંગે
ગુરુદેવને અતિશય ભક્તિથી
નમસ્કાર કરીએ છીએ. જય હો
ભવછેદક ગુરુવાણીનો.
(૨૨૧)

PDF/HTML Page 3 of 21
single page version

background image
સત્ધર્મ વૃદ્ધિ અસ્તુ “ જૈનં જયતુ શાસનમ્
શ્રી સીમંધર ભગવાન
તીર્થધામ સોનગઢ

PDF/HTML Page 4 of 21
single page version

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: પ) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (ફાગણ : ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
હે જિન, મેરી એસી બુદ્ધિ કીજે....
ભગવાન જિનેન્દ્ર વીતરાગદેવ પ્રત્યે જેને પરમ બહુમાન જાગ્યું છે, વીતરાગતાનો જે
ઉપાસક છે, પોતાના પરિણામમાં સમતારસના સિંચનવડે રાગદ્વેષના દાવાનળને જે બુઝાવવા
માંગે છે એવો ભક્ત, જિન–પ્રાર્થનાને બહાને વીતરાગતાની ભાવના ભાવે છે:
હે જિન! મેરી ઐસી બુદ્ધિ કીજે.....હે જિન...
રાગદ્વેષ દાવાનલતેં બચિ, સમતારસમેં ભીંજે...
..... હે જિન! મેરી ઐસી બુદ્ધિ કીજે...
હે ભગવાન! મારી બુદ્ધિ એવી અંતર્મુખ હો કે રાગ–દ્વેષરૂપી દાવાનળથી રક્ષા થઈને મારો
આત્મા સમતારસમાં તરબોળ થઈ જાય....ચૈતન્યની પરમશાંતિના વેદનમાં બુદ્ધિ એવી લાગે કે
ક્્યાંય રાગ–દ્વેષનો અવકાશ જ ન રહે.
વળી વીતરાગતા માટે ભેદજ્ઞાનની તીવ્રભાવનાથી ઉપાસક પ્રાર્થના કરે છે કે:
પરમેં ત્યાગ અપનપો, નિજમેં લાગ ન કબહું છીજે....
..... હે જિન! મેરી ઐસી બુદ્ધિ કીજે...
હે જિનેશ! મારી પરિણતિ એવી હો કે પરમાં પોતાપણું છોડીને, નિજ–આત્મામાં જ લાગે
અને પછી તેમાં જ સ્થિર રહે ને કદી તેનાથી છૂટે નહીં.
અંતર્મુખ થતાં મારી પરિણતિ કેવી થાય?–કે
કર્મ કર્મફલ માંહીં ન રાચે, જ્ઞાનસુધારસ પીજે....
..... હે જિન! મેરી ઐસી બુદ્ધિ કીજે...
સદાય જ્ઞાનચેતનાની જ ભાવના ભાવતાં સ્તુતિકાર કહે છે: હે જિન! કર્મમાં કે કર્મફળમાં
મારી બુદ્ધિ જરા પણ ન રાચે, ને ચૈતન્યમાં લીનતાવડે નિરંતર જ્ઞાનસુધારસને જ પીધા કરે...
એવી મારી બુદ્ધિ કરો.
હે ભગવાન! મારે સાધ્ય એવી જે વીતરાગતા–તે આપને પૂર્ણ પ્રગટ છે તેથી આપ મારા
ધ્યેયપણે છો–એમ વર્ણવતાં અંતમાં કવિ દોલતરામજી કહે છે કે–
મુજ કારજ કે તુમ કારણ વર અરજ ‘દૌલ’ કી લીજે....
..... હે જિન! મેરી ઐસી બુદ્ધિ કીજે...
ભેદજ્ઞાનપૂર્વક નિજાત્મામાં લીનતા, વીતરાગતા અને જ્ઞાનચેતના એવું જે મારું કર્તવ્ય
તેના ઉત્તમ કારણપણે હે જિન! આપ છો...કેમકે આપને ધ્યેય બનાવતાં મારા ભેદજ્ઞાન વગેરે
કાર્યની સિદ્ધિ થાય છે. માટે હે ભગવાન! મારી આ પ્રકારની નિર્મળબુદ્ધિ કરો.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૨૧
(સમયસાર ગા. ૭પ ઉપરના પ્રવચનમાંથી)
આચાર્ય ભગવાને કર્તાકર્મ અધિકારની શરૂઆતમાં
ઘણા પડખેથી સમજાવીને આત્મા અને આસ્રવોનું
(–સ્વભાવ અને વિભાવનું) સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવ્યું છે.
જે શિષ્ય તે પ્રમાણે સમજીને, ભેદજ્ઞાન પ્રગટ કરીને,
આસ્રવોથી પાછો ફરીને, નિર્ભયપણે પોતાના
વિજ્ઞાનઘનસ્વભાવમાં આરૂઢ થયો છે, જ્ઞાન સ્વરૂપ થઈને
જગતનો સાક્ષી થયો છે, જ્ઞાયકભાવપણે પ્રકાશમાન
થઈને જ્ઞાની થયા છે,–એવા જ્ઞાની ધર્માત્માને કયા
ચિહ્નથી ઓળખવા? તે આચાર્યદેવ ૭પમી ગાથામાં
બતાવે છે.

જુઓ, આમાં જ્ઞાનીને ઓળખવાનું એવું અલૌકિક ચિહ્ન આચાર્યદેવે બતાવ્યું છે કે તે ચિહ્નને જે જીવ
ઓળખે તેને પોતાને પણ ભેદજ્ઞાન થયા વિના રહે નહીં. અહા, અદ્ભુત શૈલીથી આચાર્યદેવે જ્ઞાનીની
ઓળખાણ કરાવી છે.
પરિણામ કર્મ તણું અને
નોકર્મનું પરિણામ જે
તે નવ ઠરે, જે માત્ર જાણે,
તે જ આત્મા જ્ઞાની છે. (૭પ)
જ્ઞાનીનું કાર્ય શું?–કે જ્ઞાનભાવ તે જ જ્ઞાનીનું કાર્ય છે, એ સિવાય રાગાદિપરિણામ કે કર્મ–નોકર્મના
પરિણામ તે જ્ઞાનીનું કાર્ય નથી. જ્ઞાનકાર્યવડે જ જ્ઞાની ઓળખાય છે. રાગકાર્ય વડે જ્ઞાનીને ઓળખવા જાય
તો જ્ઞાની ઓળખાતા નથી. જગતના જીવોએ જ્ઞાનીને ઓળખવાની રીત પણ જાણી નથી. જેણે પોતાના
આત્માને રાગથી તદ્રન જુદો જ્ઞાનસ્વભાવપણે જ અનુભવ્યો છે એવા જ્ઞાનીધર્માત્મા નિર્મળ જ્ઞાનપરિણામ
સિવાય બીજા કોઈ રાગાદિપરિણામને સ્વપ્ને પણ પોતાના કરતા નથી. રાગની જેને રુચિ છે, રાગથી જુદા
જ્ઞાનપરિણામની જેને ખબર નથી એવો અજ્ઞાની જીવ જ્ઞાનીને કઈ રીતે ઓળખશે? તે તો એમ જ દેખશે કે
જ્ઞાની રાગને કરે છે;–પણ રાગ વખતેય જ્ઞાનીનું જ્ઞાન રાગથી અત્યંત ભિન્નપણે જ પરિણમી રહ્યું છે, અને તે
જ્ઞાની તે જ્ઞાનપરિણામને જ કરે છે. એવી ઓળખાણ તે અજ્ઞાનીને થતી નથી. જ્ઞાન પરિણામ તે જ જ્ઞાનીને
ઓળખવાનું ચિહ્ન છે, તે ચિહ્નને ઓળખે તો જ જ્ઞાની ઓળખાય. અને આવી ઓળખાણ જે કરે તે પોતે
જ્ઞાની થયા વગર રહે નહિ.

PDF/HTML Page 6 of 21
single page version

background image
ફાગણ: ૨૪૮૮ : પ :
રાગ અને વિકલ્પથી ખસીને અંતરમાં સ્વસંવેદનથી શાંત–નિરાકૂળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ
આવે ત્યારે જીવ જ્ઞાની થયો કહેવાય. ક્ષણે ક્ષણે તે જીવ આસ્રવોથી છૂટતો જાય છે, અને વિજ્ઞાનઘન
થતો જાય છે. સૌથી પહેલા વેદન વખતે ઉત્પત્તિકાળમાં તો નિયમથી નિર્વિકલ્પ શુદ્ધઉપયોગ હોય છે;
પછી તે નિરંતર ન હોય છતાં શુદ્ધપરિણતિ તો સદાય ચાલુ જ રહે છે. સમ્યગ્દર્શનના ઉત્પત્તિકાળે
શુદ્ધોપયોગનું અવિનાભાવીપણું છે, પણ સમ્યગ્દર્શનની સાથે નિરંતર શુદ્ધોપયોગ હોય જ–એવો નિયમ
નથી; નહિતર તો પર તરફ ઉપયોગ જાય ત્યારે સમ્યગ્દર્શન રહે જ નહિ. સમ્યગ્દર્શનની સાથે
શુદ્ધોપયોગ સદાય હોય જ–એમ નથી, પરંતુ સમ્યગ્દર્શન સાથે શુદ્ધપરિણતિ તો સદાય હોય જ છે.
આત્મા જ્યારે સમ્યક્પ્રકારે વિજ્ઞાનઘન થાય ત્યારે જ આસ્રવોથી સમ્યક્પ્રકારે નિવર્તે છે;
સમ્યક્પ્રકારે એમ કહ્યું તે સમ્યગ્દર્શનપૂર્વકનું જ્ઞાન સૂચવે છે. એકલા જ્ઞાનના ઉઘાડથી આસ્રવો અટકતા
નથી; તેમજ એકલા મંદકષાયથી–અશુભપરિણામને રોકવાથી કાંઈ વિજ્ઞાનઘનપણું થતું નથી. એટલે
જીવ જ્યારે સ્વભાવ–સન્મુખ થઈને તેની સમ્યક્પ્રતીતિ કરે છે ત્યારે તેને આસ્રવો અને આત્માનું
યથાર્થ ભેદજ્ઞાન થાય છે, ત્યારે તે વિજ્ઞાનઘન થાય છે અને આસ્રવોથી છૂટો પડે છે. આ રીતે એક
ક્ષણમાં જ જ્ઞાનની અસ્તિ ને આસ્રવોની નાસ્તિરૂપ પરિણમન જ્ઞાનીને વર્તે છે: આવા પરિણામ વડે જ
જ્ઞાની ઓળખાય છે.
અરે જીવ! આનંદસ્વરૂપ આ ચૈતન્યવસ્તુ અંતરમાં પડી છે, તેનો મહિમા તો કર, તેના
અવલોકન માટે વિસ્મય, કુતૂહલ ને અદ્ભુતતા તો કર. ચૈતન્યનો મહિમા લાવીને જેમ જેમ તેમાં જ્ઞાન
ઠરતું જાય તેમ તેમ આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે; જેટલો વિજ્ઞાનઘન થાય છે તેટલો આસ્રવોથી
છૂટતો જાય છે, અને જેટલો આસ્રવોથી છૂટે છે તેટલો વિજ્ઞાનઘન થાય છે. સમ્યગ્જ્ઞાન પહેલાં જીવને
અંશે પણ આસ્રવોથી નિવૃત્તિ કહેવામાં આવતી નથી ને જરાપણ વિજ્ઞાનઘનપણું કહેવાતું નથી. ભલે
પંચમહાવ્રત પાળે, હિંસા કરે નહિ, જૂઠું બોલે નહિ, છતાં અજ્ઞાનીને અશુભ આસ્રવોથી પણ નિવૃત્તિ
થઈ–એમ કહેતા નથી; તે આસ્રવોમાં જ વર્તે છે. તેમજ ભલે ૧૧ અંગ ભણ્યો હોય છતાંય અજ્ઞાનીને
જરાય વિજ્ઞાનઘનપણું થયું નથી, તે અજ્ઞાની જ છે. જેણે હજી આત્મા અને આસ્રવોને ભિન્ન જાણ્યા જ
નથી, બંનેના સ્વાદની ભિન્નતા જાણી નથી, તે જીવ આસ્રવોથી પાછો કઈ રીતે વળશે? તે તો
રાગાદિને અને જ્ઞાનને એકમેક સ્વાદપણે અનુભવતો થકો અજ્ઞાનીપણે આસ્રવોમાં જ વર્તે છે.–આ
અજ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન છે. તે અજ્ઞાની અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે અને પ્રૌઢ વિવેકવાળા
નિશ્ચયમાં અનારૂઢ છે. જ્ઞાની ધર્માત્મા પ્રૌઢ વિવેક વડે શુદ્ધનિશ્ચયમાં આરૂઢ થયા છે ને વ્યવહારનો
આશ્રય છોડી દીધો છે. જુઓ તો ખરા, આ જ્ઞાની અને અજ્ઞાનીની અંતર પરિણતિમાં કેટલો ફેર છે!
એક તો શુદ્ધજ્ઞાનમાં તન્મયપણે પરિણમે છે, અને બીજો રાગાદિ પરભાવોમાં તન્મયપણે પરિણમે છે.
અંદરના વેદનમાં જ્ઞાન અને રાગની ભિન્નતા ભાસવી જોઈએ. ત્યારે ભેદજ્ઞાન અને વિજ્ઞાનઘનપણું
થાય. આ “ભેદજ્ઞાન” તે વિકલ્પરૂપ નથી, તેમાં નિર્વિકલ્પ શ્રદ્ધા, સ્વસન્મુખ જ્ઞાન, અને અંશે
સ્થિરતા–એ ત્રિપુટી સમાઈ જાય છે; શુદ્ધનિર્વિકલ્પ રત્નત્રયને પણ “ભેદજ્ઞાન” કહેવામાં આવે છે. હે
જીવ! અંદરની શાંત–નિર્વિકલ્પ જ્ઞાનગૂફામાં પ્રવેશ કર તો તને આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન અને
ભેદજ્ઞાન થાય.
જેને આવું ભેદજ્ઞાન થયું છે તે જ્ઞાનીધર્માત્મા તો પોતે પોતાને પોતાના સ્વસંવેદનથી બરાબર
ઓળખે છે કે મને મહાન જ્ઞાનપ્રકાશ થયો છે, અજ્ઞાન દૂર થયું છે; રાગાદિથી ચૈતન્યનું એવું ભેદજ્ઞાન
થયું છે કે હવે રાગાદિનો અંશપણ કદી મને મારા સ્વભાવપણે ભાસવાનો નથી. આમ જ્ઞાની પોતાનું
તો સ્વસંવેદનથી

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૨૨૧
જાણે, અને સામા જીવનો પણ નિર્ણય કરી શકાય છે કે આ જીવ રત્નત્રયરૂપે પરિણમેલો છે માટે
જરૂર ભવ્ય જ છે. ધવલામાં પણ આ દ્રષ્ટાંત આપ્યું છે. મતિજ્ઞાનની નિર્મળતાની પણ અચિંત્ય
તાકાત છે. પોતાની કે પરની ખબર પડી શકે નહિ–એમ માને તે તો મૂઢતા છે. જુઓને, જ્ઞાનીને
જાતિસ્મરણ થાય ત્યાં ખ્યાલ આવી જાય કે અત્યારે આ શરીરમાં રહેલો જીવ પૂર્વે મારો સંબંધી
હતો.–કઈ રીતે તે ખબર પડી? પૂર્વનું શરીર અને અત્યારનું શરીર તો એકદમ બદલી ગયું છે, છતાં
મતિજ્ઞાનની નિર્મળતામાં સામા જીવનો નિર્ણય થઈ જાય છે કે આ જીવ પૂર્વે અમુક–ભવમાં અમુક
ઠેકાણે મારો સંબંધી હતો. જુઓ તો ખરા, જ્ઞાનની નિર્મળતાની તાકાત!! જાતિસ્મરણની પણ
આટલી તાકાત, તો પછી અંદરના સ્વસંવેદનથી આત્માનો જે અનુભવ થયો તેની નિઃશંકતાની શી
વાત!! તેની તો પોતાને ખબર પડે....પડે....ને પડે; તેમજ બીજાને પણ પરીક્ષાથી ઓળખી લ્યે.
જેમ માટીને અને ઘડાને પરમાર્થે એકવસ્તુપણું હોવાથી તેમને કર્તાકર્મપણું છે, પરંતુ કુંભારને
અને ઘડાને એકવસ્તુપણું નથી તેથી તેમને કર્તાકર્મપણું નથી; તેમ ચૈતન્યસ્વભાવી આત્માને અને
તેના જ્ઞાનપરિણામને એકવસ્તુપણું હોવાથી કર્તાકર્મપણું છે, પરંતુ ચૈતન્યસ્વભાવી આત્માને રાગ
સાથે એકવસ્તુપણું નથી પણ ભિન્નતા છે, તેથી તેમને કર્તાકર્મપણું નથી. રાગાદિને ખરેખર
શુદ્ધદ્રષ્ટિથી આત્મા સાથે વ્યાપ્ય–વ્યાપકપણું નથી પણ પુદ્ગલ સાથે વ્યાપ્ય–વ્યાપકપણું છે. વિકારમાં
કોણ વ્યાપે? વિકારપણે કોણ વિસ્તરે? શુદ્ધઆત્મા કદી વિકારમાં વ્યાપતો નથી, શુદ્ધઆત્મા વિસ્તાર
પામીને–ફેલાઈને વિકારમાં જાય–એમ બનતું નથી. શુદ્ધઆત્મા ફેલાઈને–વિસ્તરીને પોતાની
નિર્મળપર્યાયમાં જ વ્યાપે છે. વિકારમાં શુદ્ધઆત્મા વ્યાપક નથી માટે શુદ્ધઆત્માની દ્રષ્ટિમાં તો
પુદ્ગલ જ તેમાં વ્યાપક છે. શુભરાગ–જેને અજ્ઞાની વ્યવહાર કહે છે ને મોક્ષનું સાધન કહે છે, તે
શુભરાગમાં શુદ્ધઆત્માનું અસ્તિત્વ જ નથી, તેમાં આત્મા વ્યાપ્યો જ નથી, તો તે મોક્ષનું સાધન કેમ
થાય? અહીં તો કહે છે કે તે શુભરાગ આત્માનું કાર્ય છે જ નહિ; જે શુભરાગને આત્માનું કાર્ય માને
તે અજ્ઞાની છે. તે રાગ પર્યાયદ્રષ્ટિએ તો આત્માની પર્યાયમાં થાય છે, પણ તેની સાથે
ચૈતન્યસ્વભાવની એકતા નથી એટલે ચૈતન્યસ્વભાવનું કાર્ય તે નથી. અહો, આવો ચૈતન્યસ્વભાવ
જ્યાં દ્રષ્ટિમાં લીધો ત્યાં જીવ મુક્ત થયો.
અહા, જિનવાણીમાતા ચૈતન્યની મહત્તાના ગાણાં ગાઈને ચૈતન્યને જગાડે છે. ભાઈ! તું
પ્રભુ! તું સિદ્ધ છો, તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું અર્હંત છો....આમ ચૈતન્યના ગુણગાન સાંભળતાં
આત્મા ઉલ્લાસથી ઊછળીને જાગે છે. લૌકિકમાં માતા હાલરડાવડે પોતાના બાળકના ગુણગાન કરીને
તેને સૂવડાવે છે, અહીં લોકોત્તર શ્રુતિમાતા ચૈતન્યના શાંતરસના હાલરડાં ગાઈને તેને જગાડે છે.
જાગ રે જાગ! વિભાવમાં અનાદિનો સૂતો છો, તે વિભાવ તારું સ્વરૂપ નથી, તારું સ્વરૂપ નિર્વિકાર–
ચૈતન્યમય છે. આવા આત્માના ગાણાં સાંભળીને કોણ ન જાગે?–કોણ ચૈતન્ય તરફ ન વળે? સર્વજ્ઞ
ભગવંતો અને સંતો સ્પષ્ટ ભેદજ્ઞાન કરાવીને વિકારથી જુદો શુદ્ધઆત્મા દેખાડે છે. વિકારમાં તો
પુદ્ગલ જ છે, વિકારમાં આત્મા નથી,–કઈ દ્રષ્ટિએ? શુદ્ધઆત્માની દ્રષ્ટિએ. શુદ્ધઆત્મા તરફ જે
વળ્‌યો તેને વિકારનું કર્તૃત્વ છૂટી ગયું, જે પર્યાય શુદ્ધસ્વભાવ તરફ વળી તે પર્યાયમાંથી પણ
વિકારનું કર્તૃત્વ છૂટી ગયું છે. આવી જ્ઞાનપર્યાય તે જ જ્ઞાનીનું કાર્ય છે ને એવા કાર્યવડે જ જ્ઞાની
ઓળખાય છે. આ જ જ્ઞાનીને ઓળખવાનું ખરું ચિહ્ન છે. આ સિવાય એકલા બાહ્ય ચિહ્નોથી જ્ઞાની
ઓળખાતા નથી.
જ્યાં પર્યાયમાં ચિદાનંદસ્વભાવની પ્રસિદ્ધિ થઈ ત્યાં, તેમાં વિકારની પ્રસિદ્ધિ ન થઈ.
નિર્મળપર્યાય અને આત્મસ્વભાવની એકતા થઈ તેમાં વચ્ચે વિકારનું સ્થાન

PDF/HTML Page 8 of 21
single page version

background image
ફાગણ: ૨૪૮૮ : ૭ :
ન રહ્યું, એટલે વિકાર ગયો પરમાં, માટે તેને પુદ્ગલનું જ કાર્ય કહી દીધું.
‘રાગ તે પુદ્ગલનું કાર્ય છે,–જીવનું નહિ’–એમ ખરેખર કોણ કહી શકે? કે જે જીવ વિકારથી જુદો
પડીને, ચિદાનંદસ્વભાવની સન્મુખતાથી નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનાદિ પરિણામનો કર્તા થયો છે એટલે પર્યાયમાં જેને
વિકારનું કર્તૃત્વ છૂટી ગયું છે એવા જ્ઞાની ધર્માત્મા રાગને પુદ્ગલનું કાર્ય જાણે છે, એટલે તેઓ રાગમાં તન્મય
થઈને પરિણમતા નથી પણ તેનાથી ભિન્નપણે પરિણમતા થકા તેના જ્ઞાતા જ રહે છે. રાગમાં તન્મયપણે
વર્તે, રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન પણ ન કરે અને એમ કહે કે ‘રાગ તો પુદ્ગલનું કાર્ય છે’–તો એને તો
પર્યાયનો પણ વિવેક નથી, એને તો જડથી ભિન્નતાનું પણ ભાન નથી. અહીં તો જે જ્ઞાનપણે પરિણમ્યો તે
વિકારનો અકર્તા થયો,–તેની વાત છે.
અરે જીવ! પંચપરમેષ્ઠીપદમાં તું જેમનું સ્મરણ કરે છે તે પદ તારામાં જ પડ્યા છે, તારા ચૈતન્યનો જ
વિકાસ થઈને તેમાંથી પંચપરમેષ્ઠી પદ ખીલે છે, એ ક્્યાંય બહારથી નથી આવતા. ધર્મી પણ ભગવાન પાસે
ભક્તિમાં એમ ગાય કે:
હે વીર! તુમ્હારે દ્વારે પર
એક દર્શ ભીખારી આયા હૈ....
ઓ શાંતિસુધારસ ભરનેકો
દો નયન કટોરે લાયા હૈ..
પણ અંદર ભાન છે કે મારું ચૈતન્યપદ તો મારામાં છે, તે કોઈ બીજું મને આપી દે તેમ નથી.
અંદર પોતાના ચૈતન્ય પાસે જઈને કહે છે કે હે નાથ! હું લોકોત્તર ભીખ માગવા તારી પાસે આવ્યો છું;
ઉત્કૃષ્ટ એવું પરમેશ્વરપદ માંગવા હું તારી પાસે આવ્યો છું. હું કોઈ બાહ્ય સામગ્રી માગવા, કે ઈન્દ્રપદ
માગવા કે રાગ માગવા તારી પાસે નથી આવ્યો પણ મારું પરમેશ્વરપદ માગવા તારી પાસે આવ્યો છું.
જુઓ, આ લોકોત્તર દ્રશ્ય ભીખારી!–જોવા જેવો ભીખારી!–અંદર દ્રષ્ટિમાં તો બાદશાહનો પણ બાદશાહ
છે ને ચૈતન્યસ્વભાવ પાસે પૂર્ણ પરમાત્મદશારૂપી ભીખ માંગે છે, ને પોતાનો આત્મા જ તેનો દાતા છે
એવું ભાન છે; એટલે આત્મામાં અંતર્મુખ એકાગ્ર થઈને અલ્પકાળમાં પૂર્ણપરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
અજ્ઞાની તો વિકાર પાસે ભીખ માંગે છે કે હે શુભરાગ! તું મને ધર્મમાં મદદ દે! પરંતુ વિકારમાં એવી
તાકાત નથી કે તેને નિર્મળપર્યાયરૂપ ધર્મ આપે, એટલે તેને કદી નિર્મળદશા થતી નથી ને ભીખારીપણું
ટળતું નથી.
પુદ્ગલપરિણામને કે રાગાદિવિકારને આત્મદ્રવ્યની સાથે કર્તાકર્મપણું નથી,–એમ સમજીને જે જીવ
આત્મદ્રવ્ય તરફ વળ્‌યો તે જ્ઞાની થયો અને તેના જ્ઞાનપરિણામ તે તેનું કાર્ય થયું.
ધર્મીના તે જ્ઞાનપરિણામને પુદ્ગલકર્મ સાથે કે રાગાદિ સાથે કર્તાકર્મપણું નથી, પણ તે જ્ઞાન રાગાદિને
જાણે છે ખરું. એ રીતે રાગાદિને જાણનારું જ્ઞાન તે જ્ઞાનીનું કર્મ છે; એ રીતે જ્ઞાની પોતાના આત્માને
જ્ઞાનપરિણામનો જ કર્તા જાણે છે. રાગનો કર્તા તે હું નથી, જ્ઞાનનો કર્તા હું છું એમ ધર્મી જીવ પોતાના
આત્માને જ્ઞાનપરિણામમય જ અનુભવે છે. આ રીતે આત્માશ્રિત થતા જે નિર્મળજ્ઞાનપરિણામ તેને જ જે
પોતાના કર્મપણે કરે છે, ને એ સિવાય અન્ય કોઈ ભાવોને પોતાના કરતો નથી તે જ આત્મ જ્ઞાની છે–એમ
ઓળખવું. એમ ઓળખીને પોતાના આત્મામાં પણ રાગાદિનું કર્તૃત્વ છોડીને નિર્મળજ્ઞાનભાવના કર્તાપણે
પરિણમવું–એમ તાત્પર્ય છે.
જ્ઞાનીધર્માત્માના જે નિર્મળ આત્મપરિણામ છે તે બંધનનું નિમિત્ત પણ નથી, એટલે તેને કર્મ સાથેનો
નિમિત્તનૈમિત્તિક સંબંધ પણ તૂટી ગયો છે. તેને પરજ્ઞેયો સાથે માત્ર જ્ઞેયજ્ઞાયકસંબંધ છે, એટલે જ્ઞાની

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૨૨૧
પુદ્ગલપરિણામને જાણે છે ખરો પણ તે પુદ્ગલપરિણામમાં વ્યાપતો નથી. વ્યાપ્ય–વ્યાપકપણું સજાતમાં
હોય, વિજાતમાં ન હોય; ભગવાન જ્ઞાતાનું વ્યાપક જ્ઞાનમય હોય, અજ્ઞાનમય ન હોય. કર્તાનું જે કાર્ય છે
તે જ તેનું વ્યાપ્ય છે, જ્ઞાતાનું જે કાર્ય છે તે જ તેનું વ્યાપ્ય છે. જ્ઞાતાનું કાર્ય શું છે? જ્ઞાનમય
વીતરાગીપરિણામ તે જ જ્ઞાતાનું કાર્ય છે; જે રાગાદિ છે તે તો વિરુદ્ધભાવ છે, તે જ્ઞાતાનું કાર્ય નથી.
વિકલ્પના કર્તાપણે જ્ઞાનીને દેખે તો તે ખરેખર જ્ઞાનીને ઓળખતો જ નથી. ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવ
કે ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ શાસ્ત્ર રચે છે તેમાં શબ્દોની ક્રિયાના કર્તાપણે કે વિકલ્પના કર્તાપણે
તેમનો આત્મા નથી પરિણમતો, તેમનો આત્મા ભિન્ન જ્ઞાનભાવપણે જ પરિણમે છે, નિર્મળ
જ્ઞાતાભાવમાં તન્મયપણે જ તેમનો આત્મા પરિણમે છે.–આવા કાર્યવડે ઓળખે તો જ જ્ઞાનીધર્માત્માની
ઓળખાણ થાય અજ્ઞાનીને એમ જ લાગે છે કે જ્ઞાની રાગ કરે છે; પણ ભેદજ્ઞાની તો એમ જાણે છે કે
જ્ઞાનીનો આત્મા રાગથી ભિન્ન જ્ઞાનભાવને જ કરે છે. જ્ઞાનથી ભિન્ન કર્મ–નોકર્મને કે રાગને અંશમાત્ર
પણ તે કરતો નથી. જ્ઞાન અને રાગ એક સાથે દેખાય છે ત્યાં અજ્ઞાનીને તેમનામાં કર્તાકર્મપણાનો ભ્રમ
થઈ જાય છે, પણ જ્ઞાન તો જ્ઞાતા છે ને રાગ તો જ્ઞેયપણે જ છે–તે કાંઈ જ્ઞાનના કાર્યપણે નથી,–એવી
ભિન્નતાને અજ્ઞાની જાણતો નથી, તેથી રાગ વખતે જ્ઞાની ખરેખર શું કરે છે તેને પણ તે જાણતો નથી.
અહા, રાગ વખતે જ્ઞાનીનું જ્ઞાન રાગથી અધિકપણે પરિણમી રહ્યું છે, એને ઓળખે તો ભેદજ્ઞાન થઈ
જાય. જ્ઞાની રાગને જાણતી વખતે પણ તે રાગને પોતાના જ્ઞાનપરિણામથી બહાર ને બહાર જ રાખે છે,
જ્ઞાનને તેનાથી જુદું ને જુદું રાખે છે. જ્ઞાનની એકતા તો અંદરના ચૈતન્યસ્વભાવ સાથે જ કરી છે, તે
સ્વભાવ સાથેની એકતાનું પરિણામ જ્ઞાનીને કદી છૂટતું નથી, ને રાગાદિભાવો સાથે એકપણું કદી થતું
નથી. અહો, આ ભેદજ્ઞાનનો મહિમા છે; ભેદજ્ઞાનના બળે આ જ્ઞાનીઆત્મા જ્ઞાનપ્રકાશથી ઝળહળતો
અને રાગના અકર્તાપણે શોભે છે. તેનો વિસ્તાર જ્ઞાનમાં જ ફેલાય છે, એ સિવાય બીજે ક્્યાંય તેનો
વિસ્તાર ફેલાતો નથી. જગતથી છૂટાપણું જાણીને જ્ઞાન ઢળ્‌યું છે અંતરમાં; જ્ઞાનસ્વભાવમાં વળેલો તે
જીવ પર્યાયમાં પણ રાગના અકર્તાપણે શોભે છે, જ્ઞાનપ્રકાશ એવો ખીલ્યો છે કે અજ્ઞાનઅંધકારને ભેદી
નાંખ્યો છે, તેમાં હવે વિકાર સાથે કર્તાકર્મની પ્રવૃત્તિનો સંભવ જ નથી.
આત્મસ્વભાવમાં તન્મય થયેલા એવા સમ્યક્ત્વાદિ પરિણામ તે આત્મપરિણામ છે, તે જ્ઞાનીનું કાર્ય છે
ને જ્ઞાની સ્વતંત્રપણે તેનો કર્તા છે.
આત્મસ્વભાવમાં તન્મય નહિ એવા જે વિકારી પરિણામ તે આત્મપરિણામ નથી, તે જ્ઞાનીનું કાર્ય
નથી, જ્ઞાની તેના કર્તા નથી. વિકારી પરિણામ તે આત્મપરિણામ નથી માટે તેને પુદ્ગલપરિણામ કહી દીધા.
આત્મા સાથે જેની એકતા ન હોય તેને આત્માના પરિણામ કેમ કહેવાય? ધર્મી પોતાના ધર્મપરિણામનો જ
કર્તા છે; રાગાદિ તો અધર્મ પરિણામ છે, તેનો કર્તા ધર્મી કેમ હોય? ન જ હોય.
જ્ઞાનને અને રાગને અતત્પણું છે, જે જ્ઞાન છે તે રાગ નથી, જે રાગ છે તે જ્ઞાન નથી, તો જ્ઞાનીને
રાગનું કર્તાપણું કેમ હોય? ને રાગ જ્ઞાનીનું કાર્ય કેમ હોય? ન જ હોય. આત્મા છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે
આત્મા છે–એ રીતે આત્માને પોતાના જ્ઞાનપરિણામ સાથે તત્પણું છે તેથી જ્ઞાની પોતાના જ્ઞાનપરિણામનો જ
કર્તા છે, ને જ્ઞાનપરિણામ જ તેનું કર્મ છે. આ રીતે જ્ઞાનપરિણામ સાથે જ કર્તાકર્મપણાનું હોવું–તે જ્ઞાનીનું
ચિહ્ન છે, ને તેના વડે જ્ઞાની ઓળખાય છે. અને જે જીવ એ રીતે જ્ઞાનીને ઓળખે તે પોતે પણ જ્ઞાન અને
રાગનું ભેદજ્ઞાન કરીને જ્ઞાની થાય છે.
* * * * * * * *

PDF/HTML Page 10 of 21
single page version

background image
ફાગણ : ૨૪૮૮ : ૯ :
જ્ઞા....ન.....ગો....ષ્ઠી:
(નવતત્ત્વસંબંધી પ્રશ્નોના ઉત્તર)
“આત્મધર્મ” ના પોષ માસના અંકમાં, તેમજ “સુવર્ણ
સન્દેશ” માં જ્ઞાનગોષ્ઠી તરીકે નવ તત્ત્વો સંબંધી પ્રશ્નો રજુ
કરવામાં આવ્યા હતા, અને તેના જવાબો આત્મધર્મના માહ
માસના અંકમાં આપવાનું જણાવેલ, પરંતુ માહ માસમાં તે જવાબો
છાપવાનું ભૂલાઈ ગયેલ તેથી તે જવાબો આ અંકમાં આપવામાં
આવ્યા છે. આ ‘જ્ઞાનગોષ્ઠી’ માં ઘણા ગામના બાળકોએ રસપૂર્વક
ભાગ લીધો હતો અને તેના જવાબો લખી મોકલ્યા હતા. જવાબ
મોકલનારા બાળકોને પૂ. ગુરુદેવનો ફોટો ભેટ મોકલી આપવામાં
આવ્યો છે. બાળબંધુઓ! નાનપણથી જ તમે આવા
અધ્યાત્મજ્ઞાનમાં રસ લઈ રહ્યા છો તે બદલ ધન્યવાદ!!

પ્રશ્ન:– (૧) આપણે ચૈતન્યસ્વભાવમાં સંપૂર્ણ સ્થિર થઈએ તો આપણી પાસે કયું તત્ત્વ આવે?
ઉત્તર:– મોક્ષતત્ત્વ આવે.
પ્રશ્ન:– (૨) આપણે ભગવાનની ભક્તિ–પૂજા કરીએ, અને ગુરુ પ્રત્યે તથા ધર્મી જીવો પ્રત્યે વિનય–
બહુમાન કરીએ તો આપણી પાસે કયું તત્ત્વ આવે?
ઉત્તર:– પુણ્યતત્ત્વ આવે.
પ્રશ્ન:– (૩) કોઈ મૂઢ જીવ ઘણા જીવોને મારી નાખે તો તેની પાસે કયું તત્ત્વ આવે?
ઉત્તર:– પાપતત્ત્વ આવે.
પ્રશ્ન: (૪) આપણી પાસે એવું કયું તત્ત્વ છે કે જે સદાય (અનાદિ–અનંત) આપણી પાસે જ હોય?
ઉત્તર:– જીવતત્ત્વ.
પ્રશ્ન:– (પ) આપણી પાસે મોક્ષતત્ત્વ આવે તો બીજા કયા કયા તત્ત્વો આપણી પાસેથી છૂટી જાય?
ઉત્તર:– અજીવ (કર્મનો સંયોગ), પાપ, પુણ્ય, આસ્રવ, બંધ, સંવર ને નિર્જરા–એ તત્ત્વો છૂટી જાય.
પ્રશ્ન:– (૬) એક જીવની પાસે એક સાથે વધારેમાં વધારે કેટલા તત્ત્વો હોય?–કયા કયા?
ઉત્તર:– એક જીવ પાસે એક સાથે વધુમાં વધુ આઠ તત્ત્વો હોય: જીવ, અજીવ (કર્મનો સંયોગ), પાપ,
પુણ્ય, આસ્રવ, બંધ, સંવર અને નિર્જરા.
પ્રશ્ન:– (૭) નવમાંથી ઓછામાં ઓછા તત્ત્વો કયા જીવ પાસે હોય–કયા કયા?
ઉત્તર:– સિદ્ધ ભગવાન પાસે બે જ તત્ત્વો છે: જીવ અને મોક્ષ.
પ્રશ્ન:– (૮) સમ્યગ્દર્શન થાય ત્યારે આપણી પાસે કયા કયા તત્ત્વો નવા આવે?

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૧
ઉત્તર:– આપણને સમ્યગ્દર્શન થાય ત્યારે સંવર અને નિર્જરા તત્ત્વો નવા આવે. (અને પછી થોડા
વખતમાં મોક્ષ તત્ત્વ જરૂર આવે.)
પ્રશ્ન:– (૯) સમ્યગ્દર્શન થતાં આપણી પાસેથી કયા કયા તત્ત્વો ભાગવા માંડે?
ઉત્તર:– પાપ, આસ્રવ અને બંધતત્ત્વ ભાગવા માંડે.
પ્રશ્ન:– (૧૦) સિદ્ધ ભગવાન પાસે ઝાઝા તત્ત્વો છે કે તમારી પાસે?
ઉત્તર:– અમારી પાસે.
પ્રશ્ન:– (૧૧) જ્યાં સંવરતત્ત્વ હોય ત્યાં બીજા કયા કયા તત્ત્વો હોઈ શકે?
ઉત્તર:– જીવ, અજીવ (કર્મનો સંયોગ), પાપ, પુણ્ય, આસ્રવ, બંધ, અને નિર્જરા–એ સાત તત્ત્વો હોઈ
શકે.
પ્રશ્ન:– (૧૨) જ્યાં સંવરતત્ત્વ ન હોય ત્યાં બીજા કયા કયા તત્ત્વો હોઈ શકે?
ઉત્તર:– જીવ, અજીવ (કર્મનો સંબંધ), પાપ, પુણ્ય, આસ્રવ, બંધ; અને મોક્ષ એ તત્ત્વો હોઈ શકે.
પ્રશ્ન:– (૧૩) સંવરતત્ત્વની પૂર્ણતા ક્્યારે?
ઉત્તર:– ૧૪મા ગુણસ્થાનના પહેલા સમયે.
પ્રશ્ન:– (૧૪) નિર્જરાતત્ત્વની પૂર્ણતા ક્્યારે?
ઉત્તર:– ૧૪મા ગુણસ્થાનના છેલ્લા સમયે.
પ્રશ્ન:– (૧પ) સિદ્ધ ભગવંતો પાસે કેટલા તત્ત્વો હોય?
ઉત્તર:– બે.
પ્રશ્ન:– (૧૬) મોક્ષમાર્ગ એટલે કયા કયા તત્ત્વો?
ઉત્તર:– સંવર અને નિર્જરા.
પ્રશ્ન:– (૧૭) જગતમાં સંવરતત્ત્વવાળા જીવો ઝાઝા કે મોક્ષતત્ત્વવાળા ઝાઝા?
ઉત્તર:– મોક્ષતત્ત્વવાળા.
પ્રશ્ન:– (૧૮) જગતમાં મોક્ષતત્ત્વવાળા જીવો ઝાઝા કે બંધતત્ત્વવાળા ઝાઝા?
ઉત્તર:– બંધતત્ત્વવાળા.
પ્રશ્ન:– (૧૯) જગતમાં જીવતત્ત્વો ઝાઝા કે અજીવતત્ત્વો?
ઉત્તર:– અજીવતત્ત્વો ઝાઝા.
પ્રશ્ન:– (૨૦) તમારી પાસે અત્યારે કયા કયા તત્ત્વો છે?
ઉત્તર:– જીવ, અજીવ (કર્મનો સંયોગ), પુણ્ય, પાપ, આસ્રવ, બંધ; (અને જો ઉત્તર દેનાર સાધક જીવ
હોય તો સંવર અને નિર્જરા એ બે તત્ત્વો વધારે સમજવા.) (અહીં અધ્યાત્મમાં સમ્યક્ત્વપૂર્વકની નિર્જરાને જ
નિર્જરા ગણવામાં આવે છે.)

PDF/HTML Page 12 of 21
single page version

background image
ફાગણ: ૨૪૮૮ : ૧૧ :
પ્રશ્ન:– (૨૧) નવતત્ત્વોમાંથી કયા કયા તત્ત્વો સારા (હિતરૂપ) છે?
ઉત્તર:– જીવ, સંવર, નિર્જરા ને મોક્ષ.
પ્રશ્ન:– (૨૨) મિથ્યાદ્રષ્ટિ જીવ કયા તત્ત્વોનો રાજા છે?
ઉત્તર:– પાપ, આસ્રવ, ને બંધ.
પ્રશ્ન:– (૨૩) નીચેના વાક્્યો વાંચતાં કયું તત્ત્વ યાદ આવે છે? તેનો ઉત્તર નીચે મુજબ કૌંસમાં
જણાવેલ છે––
૧. જીવ નરકમાં ઘણું જ દુઃખ ભોગવે છે. (પાપતત્ત્વ)
૨. સ્વર્ગમાં પણ ખરેખર સુખ નથી. (પુણ્યતત્ત્વ)
૩. સિદ્ધભગવંતો સંપૂર્ણ સુખી છે. (મોક્ષતત્ત્વ)
૪. ચૈતન્યના ધ્યાન વડે કર્મના ભૂક્કા ઊડી જાય છે. (નિર્જરાતત્ત્વ)
પ. જ્ઞાન તે મારો સ્વભાવ છે. (જીવતત્ત્વ)
૬. મિથ્યાદ્રષ્ટિને ઘણી આવક છે ને સમ્યગ્દ્રષ્ટિને બહુ જ થોડી આવક છે,–શેની?–કર્મની.
)
)
ધર્મની સાચી પ્રભાવના
સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા પોતામાં ચૈતન્યધર્મની આરાધના વડે અને બીજા જીવોમાં તે
આરાધનાનો મહિમા પ્રસિદ્ધ કરીને ધર્મની પ્રભાવના કરે છે.
જેને પોતામાં તો ધર્મ પ્રગટ્યો નથી, તેમજ બીજા જેમનામાં ધર્મ પ્રગટ્યો છે એવા
ધર્માત્માઓ પ્રત્યે જેને બહુમાન નથી–એવા જીવોદ્વારા ધર્મની પ્રભાવના થઈ શકતી નથી.
ધર્મની પ્રભાવના ધનદ્વારા થતી નથી, ધર્મની પ્રભાવના ધર્માત્મા દ્વારા થાય છે. ધર્મ
ધર્માત્માના આધારે છે, ધર્મ કાંઈ ધનના આધારે નથી. પણ બહારની હા–હો–હરીફાઈ આડે
લોકોને ધર્માત્માના હૃદય પારખવા મુશ્કેલ થઈ પડ્યા છે.
લાખો–કરોડો શાસ્ત્રો વાંચતાં પોતાની મેળે જે રહસ્ય નહિ મળે, તે રહસ્ય
જ્ઞાનીધર્માત્મા એક વાક્્યમાં સમજાવી દેશે.
લાખો કરોડો રૂા. ખરચતાં જે પ્રભાવના નહિ થાય તે પ્રભાવના ધર્માત્માના એક જ
વચનથી થશે.
જ્ઞાની ધર્માત્માનું જીવન જ સ્વયમેવ ધર્મની પ્રભાવના કરી રહ્યું છે.
ધર્મના આરાધક ધર્માત્માને દેખતાં મુમુક્ષુને આરાધનાનો ઉત્સાહ જાગે છે, કે વાહ!
આ ધર્માત્મા કેવું ધર્મસાધન કરી રહ્યા છે!! ને હું પણ એવું જ ધર્મસાધન કરું.
વીતરાગી મુનિરાજ ધ્યાનમાં બેઠા બેઠા પણ ધર્મની મહાન પ્રભાવના કરી જ રહ્યા છે,
કેમ કે તેમની વીતરાગી ધ્યાનમુદ્રા દેખીને જ બીજા ભવ્યજીવોને ધર્મની ભાવના જાગે છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૨૧
અંતર્મુખ થઈને જેઓ શુદ્ધનયનું અવલંબન કરે
છે તેઓ જ મુક્તિ પામે છે; અને જેઓ શુદ્ધનયને
છોડે છે તેઓ જરૂર બંધાય છે. માટે મોક્ષાર્થીએ
શુદ્ધનયનું અવલંબન કરવું,–એવો સંતોનો ઉપદેશ છે;
અને શુદ્ધનયનું અવલંબન કરવું તે જ સર્વે શાસ્ત્રોનો
નિચોડ છે.
* * *
જ્ઞાનીને બંધન નથી થતું–એ શુદ્ધનયનો મહિમા છે. જ્ઞાનીએ શુદ્ધનયનો આશ્રય લીધો છે તેથી ચૈતન્ય
સિવાય અન્ય કોઈ પદાર્થમાં તેને પ્રીતિ–રુચિ નથી, ચૈતન્યને સાધવામાં જ તેનું ચિત્ત લાગેલું છે. અહો,
શુદ્ધનયના અનુભવનો અપાર મહિમા છે. શુદ્ધનય વડે જ્યાં અંતરમાં પરમાત્માના ભેટા થયા ત્યાં આત્મા
પોતે અબંધભાવે પરિણમ્યો, એટલે તે બંધથી વિધુર થયો, તેના બંધન નષ્ટ થયા. રાગમાં એકત્વબુદ્ધિરૂપ
મિથ્યાત્વ તે જ મહાબંધનું કારણ છે. જ્યાં અનુભવના ફણગા ફૂટયા ત્યાં મિથ્યાત્વના બંધન તૂટયા. આવા
અનુભવ વગર વનનો વનચર થઈને અનંતવાર જીવ સંસારમાં રખડયો. અજ્ઞાનીજીવ વનમાં જઈને વસે તો
પણ વનના વનચરમાં ને તેનામાં ખરેખર કાંઈ ફેર નથી. સમ્યક્ આત્મભાન વગર સંસારભ્રમણ માટે નહિ ને
બંધન છૂટે નહિ.
શુદ્ધનય એવા ઉદ્ધત્તજ્ઞાનવાળો છે કે તે કોઈનાથી દબાતો નથી; ઉદ્ધત્તજ્ઞાન કહ્યું તે દોષરૂપ નથી પણ
જ્ઞાનની સ્વાધીનતારૂપ છે; શુદ્ધનય વડે જ્ઞાન એવું સ્વાધીન થયું કે કોઈ પરભાવમાં તે દબાતું નથી, સમસ્ત
પરભાવોથી તે છૂટું ને છૂટું રહે છે. આવું જ્ઞાન ચોથાગુણસ્થાને પણ સમ્યગ્દ્રષ્ટિને હોય છે. પહેલાં
અજ્ઞાનદશામાં જ્ઞાન દબાયેલું હતું, રાગાદિ પરભાવોથી દબાઈ જતું હતું, રાગથી છૂટું રહી શકતું ન હતું પણ
એકત્વબુદ્ધિથી રાગમાં દબાઈ જતું હતું. જ્યાં જ્ઞાને શુદ્ધનયનું અવલંબન લીધું ત્યાં તે એવું ઉદ્ધત્ત–સ્વતંત્ર–
સ્વાધીન થયું કે હવે કોઈથી દબાતું નથી. કર્મનો ઉદય તે જ્ઞાનને પાછું પાડે–એવી તેની તાકાત નથી. ૧૨
અંગનો સાર ને ૧૪ પૂર્વનું રહસ્ય તે જ્ઞાનમાં આવી ગયું છે, જૈનશાસનનો મર્મ તેણે જાણી લીધો છે. તે
જ્ઞાનનું અંતર્મુખ વહન છે, અંતર્મુખસ્વભાવ તરફ તેનું પરિણમન છે. ચૈતન્યભગવાનની ઓથ લઈને તે જ્ઞાન
સ્વતંત્ર થયું છે; કોઈ રાગની, કોઈ કર્મની કે કોઈ પ્રતિકૂળતાની એવી તાકાત નથી કે તે જ્ઞાનને દબાવે.
કોઈથી તે જ્ઞાન દબાતું નથી. જુઓ, આ શુદ્ધનયની તાકાત!! આવો શુદ્ધનય જ્યાં પ્રગટ્યો ત્યાં બંધન દૂર
ભાગ્યા. આ રીતે શુદ્ધનયના અવલંબનમાં વર્તતા જ્ઞાનીને બંધન થતું નથી. બધા શાસ્ત્રોનો સાર શું?–કે
શુદ્ધનયનું અવલંબન કરવું તે; જિનશાસનનો મર્મ શું?–કે શુદ્ધનયનું અવલંબન કરવું તે; મોક્ષનો માર્ગ શું?–કે
શુદ્ધનયનું અવલંબન કરવું તે. શુદ્ધનયે અંતર્મુખ થઈને કારણપરમાત્માને પોતાનું કારણ બનાવ્યું છે, ને તે
કારણના અવલંબને તેને શુદ્ધકાર્ય થવા માંડયું છે. આવું શુદ્ધનયનું અવલંબન તે એક જ સત્કાર્ય છે.
શુદ્ધનયથી ખસીને અશુદ્ધનયનું

PDF/HTML Page 14 of 21
single page version

background image
ફાગણ: ૨૪૮૮ : ૧૩ :
(વ્યવહારનું) અવલંબન લેતાં રાગાદિની ઉત્પત્તિ થાય છે તે અસત્કાર્ય છે, અને તે બંધનું કારણ છે, માટે
મુમુક્ષુએ શુદ્ધનયનો આશ્રય કરવા જેવો છે ને અશુદ્ધ નયનો આશ્રય છોડવા જેવો છે.
જેને જેની ધૂન લાગે તેમાં તે એકાગ્ર થાય, ને બીજું ભૂલી જાય. જેને ચૈતન્યમૂર્તિ આત્માની ધૂન ચડી
ગઈ છે તે પુણ્ય–પાપમાં ક્્યાંય એકાગ્ર થતો નથી જેમ રમતની ધૂનમાં ચડેલો બાળક ખાવાનું પણ ભૂલી જાય
છે, તેમ ચૈતન્યની ધૂન આડે જ્ઞાનીને બાહ્ય વિષયોનો ને રાગનો સ્વાદ ઊડી ગયો છે. અહા, જે જ્ઞાને અંતર્મુખ
થઈને ચૈતન્યના આનંદનું વેદન કર્યું–તે જ્ઞાનના મહિમાની શી વાત!! ભલે અવધિજ્ઞાન ન હો, મનઃપર્યયજ્ઞાન
ન હો, બાર અંગનું જ્ઞાન ન હો, પણ જે જ્ઞાને શુદ્ધાત્માને અનુભવમાં લીધો તે શ્રુતજ્ઞાને આખું જિનશાસન
જાણી લીધું, તે શ્રુતજ્ઞાન અંતર્મુખ એકાગ્રતાવડે કેવળજ્ઞાન સાધશે. આવા શ્રુતજ્ઞાનને શુદ્ધનય કહેવાય છે.
ચોથા ગુણસ્થાનથી તે શુદ્ધનય શરૂ થાય છે. તે શુદ્ધનય કેવળજ્ઞાનની જાતનો છે, શુદ્ધનયનો આશ્રય વધતાં
વધતાં કેવળજ્ઞાન થાય છે.
શુદ્ધાત્માને અવલંબનારો જે શુદ્ધનય, તેનાથી જે ચ્યુત છે, એટલે કે શુદ્ધાત્માનું અવલંબન જેઓ નથી
કરતા, ને પુણ્યના અવલંબનમાં લાભ માનીને ત્યાં જ અટક્યા છે તેે જીવો ફરી ફરીને નવા કર્મો બાંધે છે.
અને જેઓ શુદ્ધનયનું અવલંબન નથી છોડતા તેઓ કર્મબંધનને છેદીને મુક્તિ પામે છે.
આસ્રવ કોને થાય?
–કે જે શુદ્ધનયનું અવલંબન ન કરે તેને.
આસ્રવનો અભાવ કોને થાય?
–જે શુદ્ધનયનું અવલંબન કરે તેને.
માટે આચાર્યદેવ કહે છે કે–સર્વ કથનનું તાત્પર્ય એ છે કે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી; શુદ્ધનયનો
આશ્રય છોડવાથી બંધન થાય છે ને શુદ્ધનયનો આશ્રય કરવાથી મુક્તિ થાય છે, માટે શુદ્ધનયનો આશ્રય
કરવો તે સર્વશાસ્ત્રનો સાર છે. પવિત્ર સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને અંતરદ્રષ્ટિમાં સદાય શુદ્ધનયનું અવલંબન વર્તે
છે, અને જ્ઞાનકિરણોને અંતરમાં સમેટીને ચૈતન્યમાં જ ઉપયોગને એકાગ્ર કરીને અલ્પકાળમાં તે કેવળજ્ઞાનને
પ્રગટ કરે છે. માટે જેઓ સમ્યગ્દ્રષ્ટિ છે અથવા તો જેઓ સમ્યગ્દ્રષ્ટિ થવા માંગે છે એવા પવિત્ર જીવોએ
શુદ્ધનયવડે શુદ્ધાત્માનું જ અવલંબન કરવું–એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
આસ્રવ એટલે મલિનભાવ, તે જ બંધનું કારણ છે. જેને મલિનભાવ નથી તેને બંધન નથી. અંતરનો
જે પરમાત્મસ્વભાવ, તેને અવલંબનારો શુદ્ધનય તે નિર્મળ છે; એવા શુદ્ધનયને અવલંબનારા જ્ઞાનીને બંધન
થતું નથી. જે જીવો શુદ્ધનયથી ચ્યૂત છે, જેઓ શુદ્ધઆત્માને જાણતા નથી ને રાગમાં જ લીનપણે વર્તે છે એવા
અજ્ઞાનીઓને જ બંધન થાય છે. શુદ્ધનયમાં તો શુદ્ધ પરિણમન છે, તે શુદ્ધતા બંધનનું કારણ કેમ થાય?
શુદ્ધઆત્માને અવલંબનારો જે શુદ્ધનય તેને જ ખરેખર નય કહ્યો છે. શુદ્ધનય જેને નથી તે જીવ નયથી ભ્રષ્ટ
છે, તેને એકેય નય સાચો હોતો નથી; તેને રાગાદિમાં એકતારૂપ મિથ્યા અભિપ્રાય છે. તે મિથ્યા અભિપ્રાયને
લીધે જુના કર્મોમાં જોડાઈને તે નવા કર્મોને બાંધે છે. આ રીતે મિથ્યા અભિપ્રાય જ કર્મબંધનનું મૂળ કારણ
છે. જ્ઞાનીએ તો શુદ્ધનયના અવલંબન વડે શુદ્ધતા પ્રગટ કરીને પૂર્વકર્મ સાથેનું જોડાણ તોડી નાંખ્યું છે તેથી
તેને જુનું કર્મ નવા કર્મના બંધનું કારણ થતું નથી, બંધનું કારણ થયા વગર જ તે ખરી જાય છે. આ રીતે
જ્ઞાનીને બંધન નથી, પણ નિર્જરા જ છે.
અહો, શાસ્ત્રનું તાત્પર્ય એક વાક્્યમાં આ છે કે શુદ્ધનયનો આશ્રય કરવો; એટલે કે
પૂર્ણાનંદસ્વભાવની સન્મુખ થઈને શુદ્ધનયરૂપ પરિણમવું. જેને પરિણમન શુદ્ધાત્મા તરફ વળેલું છે તેને
કર્મચક્રની પરંપરા તૂટી જાય છે. અને જેનું પરિણમન રાગમાં એકતારૂપ છે તેને કર્મચક્ર આખેઆખું અખંડ
રહે છે. બે બાજુ છે–એક બાજુ જ્ઞાનાનંદસ્વભાવ, અને બીજી બાજુ રાગાદિ પરભાવો; આ બાજુ સ્વભાવ
તરફ વળીને એકાગ્ર થયો તે મુક્ત થાય છે, ને બીજી બાજુ રાગ તરફ વળીને એકાગ્ર થયો તે બંધાય છે.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૨૧
જંગલમાં વસતા સંતોએ ચૈતન્યસ્વભાવના અનુભવમાં ઝૂલતા ઝૂલતા અલૌકિક કામ કર્યા છે...
પરમાત્મા એમની દ્રષ્ટિમાં તરવરે છે; રાગાદિ પરભાવો સાથેની સંધિ–એકતા તોડીને અંતરમાં પરમ–આત્મા
સાથે ગોષ્ઠી બાંધી છે. પરમાત્મસ્વભાવમાં પેઠા ત્યાં બંધન તો દૂર દૂર ચાલ્યું ગયું. પરમાત્મસ્વભાવમાં કર્મનો
પ્રવેશ નથી. માટે શુદ્ધનયવડે જે પરમાત્મસ્વભાવમાં પેસીને ઊંડો ઊતર્યો એવા જ્ઞાનીને કર્મનું બંધન થતું
નથી.
આચાર્યદેવ મહા સિદ્ધાંત કહે છે કે–
इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि।
नास्ति बंधस्तदत्यागात् तत्त्यागात्बंध एव हि।। १२२।।
જુઓ, આ સર્વ સિદ્ધાંતનો સાર! આ શાસ્ત્રનું તાત્પર્ય! આ શ્લોક પં. બનારસીદાસજી
સમયસારનાટકમાં કહે છે કે–
યહ નિચોડ યહ ગ્રંથકો, ય હૈ પરમરસપોષ;
શુદ્ધનય ત્યાગે બંધ હૈ, ગ્રહ શુદ્ધનય મોક્ષ.
શુદ્ધનયના ગ્રહણથી મોક્ષ છે, શુદ્ધનયના ત્યાગથી બંધન છે, આ સમયસારનો નીચોડ છે, અને આ જ
પરમ શાંતરસનું પોષણ કરનાર છે. અહા, સંતોએ માર્ગ સુગમ કરી દીધો છે.
સાધક જીવોએ સદાય શુદ્ધાત્માનો જ આશ્રય કરવા જેવો છે, શુદ્ધાત્માના આશ્રયે જ સાધકપણું
છે. શુદ્ધાત્માનો આશ્રય કરનારો એવો શુદ્ધનય જ ગ્રહણ કરવા યોગ્ય છે. અને રાગાદિનો આશ્રય
કરનારો એવો અશુદ્ધનય–વ્યવહારનય તે ગ્રહણ કરવા યોગ્ય નથી. જ્યાં સ્વભાવનો આશ્રય થયો ત્યાં
મોક્ષ છે ને જ્યાં વિભાવનો આશ્રય થયો ત્યાં બંધન છે.–આ મહાસિદ્ધાંત જાણીને મુમુક્ષુએ શુદ્ધનયવડે
શુદ્ધાત્મામાં પરિણમવું–તે જ સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય છે. જેણે સ્વભાવનો આશ્રય કરીને શુદ્ધઅનુભૂતિ
પ્રગટ કરી તેણે પરમશાંત અતીન્દ્રિય ચૈતન્ય આનંદરસ ચાખ્યો અને બધાય શાસ્ત્રોનો નીચોડ તેણે
પ્રાપ્ત કરી લીધો.
અહો, અમૃતચંદ્રઆચાર્યદેવે અદ્ભુત કળશો રચ્યા છે. અધ્યાત્મકવિ, ને અધ્યાત્મદ્રષ્ટિ,
અધ્યાત્મઆચરણ ને અધ્યાત્મના સૂર્ય!! જાણે અધ્યાત્મનો સૂરજ ઊગ્યો. તેમના કળશમાં
અધ્યાત્મરસની ધારા ટપકે છે. ૧૨૩મા કળશમાં આચાર્યદેવ કહે છે કે અહો, શુદ્ધાત્માને અવલંબનારો
આ શુદ્ધનય ધીર છે અને ઉદાર છે; શુદ્ધનયનો મહિમા અત્યંત ઉદાર છે, શુદ્ધનય એવો બળવાન છે કે
જ્ઞાનમાં સ્થિર થઈને કર્મોને મૂળમાંથી ઊખેડી નાંખે છે–આવો મહિમાવંત શુદ્ધનય છે તે પવિત્ર
ધર્માત્માઓએ કદી પણ છોડવા યોગ્ય નથી. જુઓ, આ પવિત્ર ધર્માત્માઓનું લક્ષણ! પવિત્ર ધર્માત્મા
શુદ્ધનયને કદી છોડતા નથી. જેઓ શુદ્ધનયનું અવલંબન છોડીને, રાગના આશ્રયની બુદ્ધિ કરે છે તે જીવ
પવિત્ર નથી, તે જીવ ધર્મી નથી, તે જીવ મલિનચિત્તવાળો છે. સમ્યગ્દ્રષ્ટિનું ચિત્ત તો શુદ્ધનયથી ઓપતું–
દીપતું છે, તે જ ખરું કાર્ય કરનારો છે. બહારમાં દેહ સ્ત્રીનો હો કે પુરુષનો, પણ જેણે અંતરમાં શુદ્ધનય
વડે આત્માની નિર્મળ અનુભૂતિ પ્રગટ કરી છે તે કૃતકૃત્ય છે, તે મહાન છે. એવા પવિત્ર ધર્માત્મામાં
પોતાના જ્ઞાનકિરણોને જ્ઞાન સ્વભાવમાં જ સમેટીને, ચૈતન્યના અચળ શાંત પૂર્ણ તેજ ને દેખે છે,
પરમઆનંદરસને અનુભવે છે ને જ્ઞાનમાં લીનતાવડે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરે છે. ધર્માત્મા
સાધક થઈને શુદ્ધનયવડે પોતાના શુદ્ધ આત્માને જ સાધ્ય બનાવે છે, શુદ્ધનય જ તેનું સાધન છે; તેના
સાધ્ય, સાધક ને સાધન ત્રણે નિર્વિકલ્પપણે પોતામાં જ સમાય છે, વચ્ચે બીજું કોઈ સાધક નથી.
* * * * * * * *

PDF/HTML Page 16 of 21
single page version

background image
ફાગણ: ૨૪૮૮ : ૧૭ :
(માહ વદ ૧૪ના મંગલ પ્રવચનમાંથી)
જેમ નવીન મેઘની વર્ષા થતાં પૃથ્વી પ્રફૂલ્લ બને
તેમ ગુરુ ગગનથી નવીન શ્રુતવર્ષા થતાં શ્રુતતરસ્યા
જિજ્ઞાસુ જીવોના હૈયા એ શ્રુતામૃત ઝીલીને
આનંદવિભોર બન્યા. પ્રવચનોની શરૂઆત સંવર
અધિકારથી થઈ હતી. શરૂમાં ગુરુદેવ કહે: ધર્મની
શરૂઆત સંવરથી થાય છે; આપણે પ્રવચનમાં પણ આજે
‘સંવર’ ની શરૂઆત થાય છે.

આ સમયસારશાસ્ત્ર છે. ‘સમયસાર’ શબ્દ વાચક છે ને ‘શુદ્ધઆત્મા’ તેનું વાચ્ય છે. આ
સમયસારશાસ્ત્ર શુદ્ધઆત્માનું સ્વરૂપ દેખાડે છે. આ દેહ તો જડ તત્ત્વ છે, તેનાથી ભિન્ન, તેને અને પોતાને
જાણનાર એક જ્ઞાનતત્ત્વ અંદર અરૂપી છે, તે સત્ચિત્આનંદસ્વરૂપ છે; અનાદિઅનંત તે સત્ છે; અતીન્દ્રિય
જ્ઞાન અને આનંદ તેનું સ્વરૂપ છે, પણ જીવે પોતાના આવા સ્વભાવની ઓળખાણ પૂર્વે કદી કરી નથી.
આત્માની ઓળખાણ કરવી તે અપૂર્વ ધર્મની શરૂઆત છે ને તેનું નામ સંવર છે.
જેમ લીંડીપીપરના પ્રત્યેક દાણામાં ૬૪ પહોરી તીખાસ થવાની તાકાત છે, તે જ પ્રગટે છે; તેમ પ્રત્યેક
આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત પડી છે. તે સર્વજ્ઞસ્વભાવનું ભાન કરીને, તેમાં લીનતાવડે જેમણે સર્વજ્ઞતા
પ્રગટ કરી, એવા ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાં આત્માનું શું સ્વરૂપ કહ્યું છે તેની આ વાત છે. સર્વજ્ઞતા અને
પૂર્ણાનંદની તાકાત ચૈતન્યમાં ભરી છે. ચૈતન્યતત્ત્વ આનંદરસથી પૂર્ણ ભરપૂર છે. વર્તમાન અવસ્થામાં જે
રાગદ્વેષાદિ દોષ દેખાય છે તે ક્ષણિક છે, તે ત્રિકાળીસ્વભાવમાં નથી. ત્રિકાળીસ્વભાવના આશ્રયે તે દોષ ટળી
જાય છે ને નિર્દોષતા પ્રગટે છે. જે દોષ ટાળવા માંગે છે ને નિર્દોષતા પ્રગટ કરવા માંગે છે તે પોતે સ્વભાવથી
દોષરૂપ હોય નહિ. નિર્દોષતા સ્વભાવમાં ન હોય તો નિર્દોષતા આવશે ક્્યાંથી માટે આત્મા નિર્દોષ જ્ઞાન ને
આનંદસ્વરૂપ છે.
હવે આવો જ્ઞાનસ્વરૂપ આત્મા શું કાર્ય કરે તો તેને ધર્મ થાય? તેની વાત આ સંવરઅધિકારમાં છે.
સંવર એટલે ભેદજ્ઞાન, અનંતકાળમાં સ્વ શું ને પર શું, જ્ઞાન શું ને રાગ શું, તેનું યથાર્થ ભેદજ્ઞાન જીવે ક્ષણ
પણ કર્યું નથી. રાગદ્વેષની શુભ અશુભ લાગણી ઊઠે છે તે મારું કાર્ય ને હું તેનો કર્તા–એવી જ્યાં સુધી બુદ્ધિ
રહે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ ટળે નહિ. જેમ કાચો ચણો તૂરો લાગે છે પણ તેને સેકતાં તેનો મૂળ મીઠો
સ્વાદ પ્રગટે છે, ને પછી તે ઊગતો નથી, તેમ ચૈતન્યમાં ક્રોધાદિ કષાયોની જે તૂરાશ છે તે તેનો ખરો સ્વાદ
નથી, સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે તેનો મૂળ મીઠો અતીન્દ્રિય ચૈતન્ય સ્વાદ અનુભવમાં આવે છે. એક
સેકંડ પણ જે ભેદજ્ઞાન પ્રગટ કરે તેને અપૂર્વ શાંતિનો સ્વાદ આવે; તેને ટકોરાની શરૂઆત થઈ જાય.
સુખ બહારમાં નથી, દુઃખ પણ બહારમાં નથી, સુખ અંતરમાં આત્માનો સ્વભાવ છે, ને તેની વિકૃતિ
તે દુઃખ છે. ચૈતન્યનો મૂળસ્વભાવ દુઃખરૂપ નથી. આવા સ્વભાવને જાણીને અંર્તદ્રષ્ટિ વડે નિર્વિકલ્પ
ચિદાનંદસ્વરૂપમાં

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨૧
ઘૂસી જવું તેનું નામ અપૂર્વ શાંતિ, ધર્મ અને સંવર છે; તેની આ શરૂઆત છે.
પ્રભો! તારી પ્રભુતા તારા સ્વભાવમાં ભરી છે, તેમાં સ્વસન્મુખ થતાં સમ્યગ્દર્શન એટલે સંવરની
શરૂઆત થાય છે. ચૈતન્યથી બહાર પરદ્રવ્યનું કાર્ય તારું નથી, ને રાગાદિની લાગણી તે પણ ખરેખર તારા
જ્ઞાનનું કાર્ય નથી. ભગવાન આત્મા, તું આનંદની મૂર્તિ! અને રાગમાં અટક્યો!–તે તો દુનિયાના અવતારમાં
રખડવાના પાયા છે, તે રખડવાનું કેમ ટળે ને સંવરની શરૂઆત કેમ થાય? તે બતાવતાં મંગળાચરણરૂપે કહે
છે કે–
મોહ–રાગરુષ દૂર કરી, સમિતિ ગુપ્તિ વ્રત પાળી,
સંવરમય આત્મા કર્યો, નમું તેહ, મન ધારી.
ચૈતન્યસ્વરૂપમાં અસાવધાની તે મોહ છે. ભેદજ્ઞાન વડે જેણે અંતરસ્વરૂપમાં સાવધાની કરી–સ્થિરતા
કરી અને આત્માને સંવરરૂપ કર્યો, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર રૂપ પરિણમ્યા એવા સંતોને, એવા
મહાત્માઓને, એવા મુનિઓને અને એવા ધર્માત્માઓને નમસ્કાર કરું છું.
જેમ નાટકમાં ૩ કલાકમાં આખું જીવન બતાવી દે તેમ આ સમયસારનાટકમાં જીવનું સ્વરૂપ બતાવ્યું
છે: પહેલાં અજ્ઞાનદશા કેવી હતી, પછી સાધકપણું કેવું થયું ને પછી સિદ્ધપદને સાધ્યું, એ બધાનું સ્વરૂપ આ
સમયસારમાં બતાવ્યું છે. તેમાં આ પાંચમો સંવર અધિકાર છે: તેના મંગળાચરણમાં આચાર્યદેવ સંવરના
કારણરૂપ ભેદજ્ઞાન જ્યોતિનો મહિમા કહે છે:
અજ્ઞાન તે બંધનું કારણ છે અને ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ છે. અનાદિ સંસારથી માંડીને
અજ્ઞાનને લીધે જે આસ્રવ છે, તે આસ્રવને ભેદજ્ઞાનજ્યોતિએ ઊડાડી દીધો છે ને સંવરને પ્રગટ કર્યો છે.
અનાદિસંસારમાં કદી નહિ થયેલું એવું અપૂર્વ ભેદજ્ઞાન થતાં શું થાય? કે આનંદરસરૂપ આત્મા પ્રગટે,
આસ્રવને દૂર કરીને સંવરની શરૂઆત થાય. ભૂલ પણ આત્માની દશામાં હતી, ને ભૂલ ટાળીને ભેદજ્ઞાન
થયું તે પણ આત્માની દશા છે. આસ્રવ અને સંવર એકબીજાથી વિરુદ્ધ છે. અનાદિથી આસ્રવ ચાલ્યો
આવતો હતો; હવે સંવરે તેને જીતી લીધો છે. અજ્ઞાનરૂપી છીદ્ર વડે આત્મામાં કર્મ આવતા હતા તેનું
નામ આસ્રવ છે, અને જ્યાં શુદ્ધ આત્માનું ભાન થયું ત્યાં અશુદ્ધતા ટળી ને કર્મનું આવવું અટકી ગયું
તેનું નામ સંવર છે.
અનાદિથી મોટા રાજા–બાદશાહ પણ આસ્રવના પંજામાં ફસાયેલા હતા, એટલે આસ્રવને ગર્વ હતો કે
મારા પંજામાંથી કોઈ છૂટયા નથી.–પણ, હવે ધર્માત્માએ ભેદજ્ઞાનજ્યોતિ વડે તે આસ્રવને જીતી લીધો છે,
આસ્રવને તેણે ઉડાડી દીધો છે. આવી ભેદજ્ઞાનજ્યોતિ તે મહામંગળરૂપ છે. રાગ–દ્વેષ તે હું નહિ, હું તો જ્ઞાન
છું. ભેદજ્ઞાન વડે આસ્રવનો તિરસ્કાર કર્યો છે, પહેલાં અજ્ઞાનદશામાં તે રાગદ્વેષનો આદર કરતો, ને હવે
જ્ઞાનસ્વભાવના આદર વડે તે પુણ્ય–પાપનો આદર છૂટી ગયો, એટલે આસ્રવ દૂર થયો ને સંવરની શરૂઆત
થઈ. આવો સંવર તે અપૂર્વ છે.
જે સંવર પ્રગટ્યો તે સદાય વિજયવંત છે. ચૈતન્યસ્વભાવનો અનુભવ કરીને આસ્રવને દૂર કર્યો તે
કર્યો. આત્માની જે જ્ઞાન–આનંદદશા પ્રગટી તે સાદિ–અનંત જયવંત વર્તે છે. જે ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટી તેના
વિકાસને કોઈ રોકી શકે નહિ, અપ્રતિહતભાવે તે કેવળજ્ઞાન લેશે. તે ભેદજ્ઞાનજ્યોતિ સદાય વિજયવંત છે.
આ રીતે માંગળિકના માણેકસ્થંભ રોપ્યા.
* * * * * *

PDF/HTML Page 18 of 21
single page version

background image
ફાગણ : ૨૪૮૮ : ૧૯ :
સુવર્ણપુરી સમાચાર
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
જિજ્ઞાસુઓને જાણીને આનંદ થશે કે માહ વદ ૧૪ ને સોમવારથી પૂ.
ગુરુદેવના મંગલપ્રવચનો શરૂ થયા છે. ગ્રીષ્મ પછી વર્ષાનો પ્રારંભ થતાં જેમ
મયુર આનંદિત થાય તેમ ગુરુદેવના શાંત રસ ઝરતાં પ્રવચનોની વર્ષાનો
આરંભ થતાં સૌ આનંદવિભોર બન્યા હતા.
અઢી માસ પ્રવચનો બંધ રહેલા, અને છેવટે પ્રવચનો શરૂ થવા માટે
જિજ્ઞાસુઓ જે દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે શુભદિવસ આવી
પહોંચ્યો...સવારમાં અઢીદ્વીપ પૂજનવિધાનમાં વિજયાર્ધ્ધ ઉપરના વિદ્યાધરોના ૬૦
નગરોના જિનાલયોનું પૂજન થયું, પૂજન પછી તુરત સ્વાધ્યાય મંદિરમાં સભા
ચિક્કાર ભરાઈ ગઈ. ગુરુદેવ પાટ ઉપર પધારતાં જયજયનાદથી સ્વાધ્યાયમંદિર
ગાજી ઊઠયું. “પંચ પરમેષ્ઠી ભગવંતોના મંગલ આશીર્વચનથી
શોભાયમાન...જ્ઞાનદાતાર મંગલમૂર્તિ ગુરુદેવનો જય હો.”–ઈત્યાદિ મંગલ
જયકારથી ભક્તોએ હર્ષ વ્યક્ત કર્યો. મંગલ પ્રવચનનો લાભ લેવા ગામે ગામથી
અનેક જિજ્ઞાસુઓ આવ્યા હતા. ડો. ચીટનીસ પણ પ્રવચન સાંભળવા માટે
રોકાયા હતા. મંગલ પ્રવચન સાંભળીને સર્વે શ્રોતાજનો આનંદિત થયા હતા.
ત્યારબાદ, આજે પ્રવચનનો પ્રારંભ થયો તેની ખુશાલીમાં કેટલીક
જાહેરાતો તેમજ સંદેશાઓનું વાંચન થયું હતું. જેમાં સરદાર શહેરના શ્રી
દીપચંદજી શેઠીયાના પત્રથી નીચે મુજબ બાવીસ હજાર રૂપિયાની રકમ
વીતરાગી દેવગુરુધર્મની પ્રભાવના માટે જાહેર કરવામાં આવી હતી–
૧૦, ૦૦૦) દીપચંદજી શેઠીયાના શ્રી નારાયણ પરિવાર તરફથી.
પ, ૦૦૦) દીપચંદજી શેઠીયાના બહેન તરફથી.
૭, ૦૦૦) મોહનલાલ સોભાચંદ વૈદ તરફથી (પાર્શ્વનાથ ભગવાનની
કાયમી પૂજા માટે)
માનસ્તંભના મહા અભિષેક પ્રસંગે તેના કળશ ઉપર સોનું ચઢાવવા
માટેનું ખર્ચ (રૂા. ૧૦૦૦ થી ૧પ૦૦ લગભગ) શાહ શાંતિલાલ ગીરધરલાલ
તરફથી આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ શેઠ દલપતભાઈ
મોહનલાલ તરફથી રૂા. ૧૦૦૧) જાહેર કરવામાં આવ્યા હતા. બહારના
સંદેશાઓમાં ઈન્દોરના શ્રી રાજકુમારસિંહજી, દિલ્હી, મુંબઈ, સુરત, અમદાવાદ,
ભોપાલ, ગુના, ખંડવા, જમશેદપુર વગેરેના સંદેશાઓ હતા.
ત્યારબાદ પૂ. બેનશ્રીબેને ભક્તિનું મંગલગીત ગવડાવ્યું હતું. અને
મુંબઈના મુમુક્ષુમંડળે ગુરુદેવને મુંબઈ પધારવાની વિનંતિ કરી હતી. (મુંબઈ–
દાદરની જૈન સોસાયટીમાં ભવ્ય નુતન જિનમંદિર તથા સમવસરણ મંદિર
થવાના છે. તેના શિલાન્યાસનું મુહૂર્ત ચૈત્ર વદ એકમના રોજ છે.) રાજકોટના
સંઘે પણ ગુરુદેવને વિનંતિ કરી હતી. આજના હર્ષો–

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૨૧
પલક્ષમાં શેઠ શ્રી ચુનીલાલ હઠીસંગ તરફથી આખા સંઘનું વાત્સલ્યભોજન રાખવામાં
આવ્યું હતું. બપોરે પ્રવચન પછી અદ્ભુત ભક્તિ થઈ હતી.
ગઈ કાલે (માહ વદ ૧૩ ને રવિવારે) ડો. ચીટનીસ સાહેબે તથા ડો. મનસુખભાઈ
શાહે ગુરુદેવની આંખ તપાસીને સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો, અને ડો. ચીટનીસ સાહેબે
કહ્યું હતું કે જમણી આંખ ડાબી આંખ કરતાં પણ વધુ સારું કામ કરી શકશે. આ રીતે
ગુરુદેવની બંને આંખોએ સંપૂર્ણ આરામ થવાથી સમસ્ત જિજ્ઞાસુ સમાજને હર્ષ થયો હતો.
અને ઘણી જ ચીવટપૂર્વક સફળતાથી આ કાર્ય કરી આપવા બદલ બંને ડોકટર સાહેબો
પ્રત્યે આભાર પ્રદર્શન કરવા માટે બપોરે સભા રાખવામાં આવી હતી. શરૂઆતમાં વિદ્વાન
ભાઈશ્રી હિંમતલાલ જે. શાહે પોતાની સુમધુર શૈલીથી બંને ડોકટર સાહેબોનો પરિચય
આપીને આભાર માન્યો હતો. ત્યારબાદ પ્રમુખ સાહેબના હસ્તે ડો. ચીટનીસ સાહેબને
ચાંદીના વાસણોના સેટ ભેટ અપાયા હતા અને ડો. મનસુખભાઈએ બીજી કોઈ ચીજ ભેટ
લેવાની ના પાડતાં છેવટે પૂ. ગુરુદેવનો ફોટો (ચાંદીની ફ્રેમમાં) ભેટ આપવામાં આવ્યો
હતો. આભારવિધિના પ્રત્યુત્તરમાં ચીટનીસ સાહેબે કહ્યું કે પહેલાં તો હું અહીં એક પરાયા–
અજાણ્યા માણસ તરીકે આવ્યો હતો પરંતુ હવે હું પણ તમારામાંનો જ એક છું; અને આપ
સૌ મને તમારામાંનો જ એક ગણશો તો મને આનંદ થશે. ડો. મનસુખભાઈ શાહે પણ પૂ.
ગુરુદેવના સત્સમાગમનો લાભ લેવાની પોતાની ભાવના વ્યક્ત કરી હતી.
હાલમાં સોનગઢમાં (માહ વદ ૧૦ થી શરૂ કરીને) “અઢીદ્વીપ મંડલવિધાન” નું
પૂજન ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે. આ મંડલવિધાનમાં અઢીદ્વીપના જિનાલયોનું, તેમજ
અઢીદ્વીપની ત્રીસ ચોવીસીના તીર્થંકર ભગવંતોનું (પાંચ ભરત, પાંચ ઐરાવત એ દસ
ક્ષેત્રની ભૂત–વર્તમાન–ભાવિ ચોવીસીના તીર્થંકર ભગવંતોનું) અને વિદેહક્ષેત્રના તીર્થંકરો
વગેરેનું પૂજન છે. આ પૂજનવિધાન પૂ. બેનશ્રી ચંપાબેન તથા પૂ. બેન શાંતાબેન તરફથી
કરાવવામાં આવ્યું છે.
સોનગઢ જિનમંદિરમાં એક સુંદર ચાંદીની ગંધકૂટી રથયાત્રા તેમજ અભિષેક માટે
ભેટ આપવામાં આવેલ છે.
* * * * * *
ફાગણ વદ ૯ ના રોજ ભગવાન શ્રી આદિનાથ ઋષભદેવ તીર્થંકરના
જન્મકલ્યાણકનો દિવસ છે. ભારતભરના જૈનસમાજમાં આ દિવસ ચૈત્રસુદ તેરસની માફક
ઊજવવાનું શરૂ થયું છે.
આવતા ચૈત્ર માસમાં સોનગઢના માનસ્તંભની પ્રતિષ્ઠાને દસમું વર્ષ બેસે છે. આ
પ્રસંગે મોટો મંચ બાંધીને માનસ્તંભનો મહા અભિષેક કરવાનું નક્કી થયું છે. જેમ
બાહુબલી ભગવાનનો દર બાર વર્ષે મહા મસ્તક અભિષેક ઘણા મોટા ઉત્સવપૂર્વક થાય છે
તેમ આ ગગનવિહારી માનસ્તંભ ભગવાનનો દસવર્ષિય મહા અભિષેક પહેલી જ વાર
ઘણા ઉલ્લાસપૂર્વક થશે....ને ઠેઠ ઉપર જઈને માનસ્તંભની યાત્રા કરતાં આનંદ થશે.
* * * * * *
ફાગણ સુદ ૮ થી ૧પ સુધી નંદીશ્વર અષ્ટાહ્નિકા પર્વ છે.
* * * * * *
માહ વદ ૧૪ થી પૂ. ગુરુદેવના બંને વખતના પ્રવચનો તેમજ રાત્રિચર્ચા અને
ભક્તિ વગેરે કાર્યક્રમો નિયમિત ચાલી રહ્યા છે. સવારે પ્રવચનમાં મોક્ષમાર્ગ પ્રકાશક
વંચાય છે. બપોરે સમયસાર–સંવર અધિકાર વંચાય છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image

જિન મંદિર
*
જુનું
*
અને
નવું
*
પણ
ભગવાન
એના એ
* * *