Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page  


Combined PDF/HTML Page 4 of 4

PDF/HTML Page 61 of 75
single page version

background image
: પ૨ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
–તે પવિત્ર સ્ત્રી જગતને શોભાવે છે
સ્ત્રી અનેક દોષોના કારણરૂપ છે, તેથી સ્ત્રીસંસર્ગનો નિષેધ કર્યો છે. એ પ્રમાણે
સંસારથી વિરક્ત સંયમી મુનિવરોએ સ્ત્રીઓને દુષિત બતાવી છે, તોપણ એકાન્તપણે
બધી સ્ત્રીઓ દોષયુક્ત જ હોય છે–એમ નથી, પરંતુ તેમનામાં પણ કોઈ પવિત્ર આત્મા
શીલ–સંયમાદિ ગુણોથી અલંકૃત હોય છે, તે પ્રશંસનીય છે.–એમ જ્ઞાનાર્ણવ ગા. પ૬ થી
પ૯ માં બતાવ્યું છે:
ननु सन्ति जीवलोके काश्चित् शम–शील–संयमोपेताः।
निजवंशतिलकभूताः श्रुतसत्यसमन्विता नार्यः।।५७।।
सतीत्वेन महत्त्वेन वृत्तेन विनयेन च।
विवेकेन स्त्रियः काश्चिद् भूषयन्ति धरातलम्।।५८।।
અહો, આ જગતમાં અનેક સ્ત્રીઓ એવી પણ છે કે શમ–શાંતભાવ અને
શીલસંયમથી ભૂષિત છે, તથા પોતાના વંશના તિલક સમાન છે અર્થાત્ પોતાના વંશને
શોભાવે છે અને શાસ્ત્રાભ્યાસ તથા સત્યવચન સહિત છે.
અનેક સ્ત્રીઓ એવી છે કે જે પોતાના સતીત્વથી, મહાનતાથી, સદાચરણથી,
વિનયથી અને વિવેકથી આ પૃથ્વીને શોભાયમાન કરે છે.
निर्विर्ण्णैभवसंक्रमात् श्रुतधरैः एकान्ततो निस्पृहैः
नायों यद्यपि दूषिताः शमधनैः ब्रह्मव्रतालम्बिभिः।
निन्द्यन्ते न तथापि निर्मलयम स्वाध्यायवृत्तांकिता
निर्वेदप्रशमादिपुण्यचरितैः याः शुद्धिभूता भुवि।।५९।।
સંસારભ્રમણથી વિરક્ત, શ્રુતના ધારક, સ્ત્રીઓથી સર્વથા નિસ્પૃહ, અને
ઉપશમભાવ જ જેમનું ધન છે એવા બ્રહ્મવ્રતધારી મુનિવરોએ જોકે સ્ત્રીઓને નિંદ્ય કહી
છે, તોપણ–જે સ્ત્રીઓ પવિત્ર યમ–નિયમ–સ્વાધ્યાય–ચારિત્ર વગેરેથી ભૂષિત છે અને
નિર્વેદ–પ્રશમ (વૈરાગ્ય–ઉપશમ) વગેરે પવિત્ર આચરણવડે શુદ્ધ છે તે સ્ત્રીઓ જગતમાં
નિંદનીય નથી પણ પ્રશંસનીય છે; કેમકે નિંદા તો દોષની જ કરવામાં આવે છે; ગુણોની
નિંદા હોતી નથી, ગુણોની તો પ્રશંસા જ થાય છે.
(શુભચંદ્રાચાર્ય રચિત જ્ઞાનાર્ણવમાં અધ્યાત્મ સહિત વૈરાગ્યનો સુંદર ઉપદેશ છે.
તેમાં બ્રહ્મચર્ય સંબંધી વિસ્તૃત વર્ણન ૧૧ થી ૧પ–એ પાંચ પ્રકરણોમાં કર્યું છે તે
જિજ્ઞાસુઓને પઠનીય છે. અહીં ઉપર જે ગાથાઓ આપી છે તે તેમાંથી લીધેલી છે.)

PDF/HTML Page 62 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ૩ :
ભગવતીઆરાધનામાં ધર્માત્મા–સ્ત્રીની પ્રશંસા
ભગવતીઆરાધનાના બ્રહ્મચર્યવર્ણન–અધિકારમાં સ્ત્રી સંબંધી અનેક દોષ
બતાવીને અંતભાગમાં કહે છે કે સામાન્યપણે સ્ત્રીઓમાં દોષ બતાવ્યા પણ તેમાં
અપવાદરૂપે કોઈ ગુણવાન–ધર્માત્મા સ્ત્રીઓ પણ જગતમાં છે ને તે પ્રશંસનીય છે. (આ
સંબંધી ગાથા ૯૯૪ થી ૯૯૯ નો અર્થ અહીં આપીએ છીએ.–સં.)
વળી જે શીલ વગેરે ગુણોથી સહિત છે, જેનો યશ વિસ્તાર પામ્યો છે,
મનુષ્યલોકમાં જે દેવીસમાન છે અને દેવો વડે પણ જે વંદનીક છે, એવી સ્ત્રી પણ શું
લોકમાં વિદ્યમાન નથી?–અવશ્ય છે જ.
તીર્થંકર–ચક્રવર્તી–વાસુદેવ–બળદેવ–ગણધર એ મહાપુરુષોને ઉત્પન્ન કરનારી
તેમની જનેતા ઉત્તમ દેવ–મનુષ્યો વડે પણ વંદનીક છે.–એવી ઉત્તમ સ્ત્રીઓ પણ
જગતમાં હોય છે.
અનેક સ્ત્રીઓ એકપતિવ્રત સહિત અણુવ્રતોને ધારણ કરે છે અને જીવનપર્યન્ત
કદી પણ વિધવાપણાના તીવ્ર દુઃખને પામતી નથી.
આ લોકમાં શીલવ્રતને ધારણ કરતી થકી, શીલના પ્રભાવથી પૃથ્વીમાં દેવો વડે
સિંહાસનાદિક પ્રાતિહાર્યને પામેલી, તથા જીવો ઉપર અનુગ્રહ કરવાની જેની શક્તિ છે
એવી પણ અનેક સ્ત્રીઓ પૃથ્વીતળમાં વિદ્યમાન છે જ.
જગતમાં કેટલીક એવી શીલવતી સ્ત્રીઓ છે કે જેના શીલના પ્રભાવને લીધે
પાણીના લોઢ પણ તેને ડુબાડી શક્તા નથી, અને પ્રજ્વલિત ઘોર અગ્નિ પણ તેને બાળી
શક્તો નથી; તથા સર્પ–સિંહ–વાઘ વગેરે દુષ્ટ જીવો દૂરથી જ તેને છોડી દે છે,–એવી
સ્ત્રીઓ પણ વિદ્યમાન છે જ.
વળી સર્વગુણસંપન્ન એવા સાધુઓ તેમ જ ચરમશરીરી એવા શ્રેષ્ઠ પુરુષો
તેમના માતૃત્વને ધારણ કરનારી અનેક સ્ત્રીઓ પણ જગતમાં છે જ.
જગતમાં એવી શીલવાન–ધર્માત્મા સ્ત્રીઓ પણ હોય છે કે દેવો જેને વંદના કરે
છે; સમ્યગ્દર્શનની ધારક, વચ્ચે એક ભવ ધારણ કરીને ત્રીજા ભવે મોક્ષ પામનારી,
મહાન પુરુષાર્થવંતી, જગતની પૂજ્ય, મહાસતી ધર્મની મૂર્તિ વીતરાગરૂપિણી–તેના
મહિમાનું કરોડ જીભવડે કરોડ વર્ષે પણ વર્ણન કરવા કોઈ સમર્થ નથી.
(એવા વિદ્યમાન ધર્માત્માઓને નમસ્કાર.)

PDF/HTML Page 63 of 75
single page version

background image
: પ૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
સંતોની છાયામાં જ્ઞાન–વૈરાગ્યનું સીંચન
આત્મજ્ઞાની અને વૈરાગ્યવંત સન્તોની મંગલછાયામાં વસતા જિજ્ઞાસુને
જીવનમાં જ્ઞાન–વૈરાગ્યનું સીંચન થતું જ હોય છે. જ્ઞાનીની વૈરાગ્યમય
ચેષ્ટાઓ, અનુભવથી ભરેલી તેમની મુદ્રા, તેમની આત્મસ્પર્શી વાણી ને
આરાધનામય એમનું જીવન–એ બધુંય નિરંતર પવિત્ર જ્ઞાન–વૈરાગ્યનું પોષક
છે. એ ઉપરાંત કોઈ કોઈ વાર જ્ઞાન–વૈરાગ્યની અત્યંત તીવ્રતા કરાવીને
આત્મહિતને માટે જગાડી દ્યે એવા વિશિષ્ટ મંગલ પ્રસંગો પણ સંતોના
સાન્નિધ્યમાં બન્યા કરતાં હોય છે. આવા સંત જ્ઞાનીઓના ચરણોમાં સદૈવ
રહેવાનું અને એમના પવિત્ર જીવનને જોવાનું સદ્ભાગ્ય મળવું એ જિજ્ઞાસુને
માટે તો જીવનનો સર્વોત્કૃષ્ટ પ્રસંગ છે. જીવનનો એ લહાવો લેવા માટે
આત્મહિતની ભાવનાથી ઘણાય જિજ્ઞાસુઓ સોનગઢ આવીને સંતોના
શરણોમાં વસે છે. આ શ્રાવણ વદ એકમે પણ નવ જિજ્ઞાસુ બહેનોએ આવી
ભાવનાથી પૂ. ગુરુદેવ સમક્ષ આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી. આ
પ્રસંગના ઉપલક્ષમાં, તેની અનુમોદનાપૂર્વક જ્ઞાન–વૈરાગ્યનું સીંચન કરનાર
કેટલાક વચનામૃત અહીં આપીએ છીએ...આ વચનામૃત મુખ્યપણે પૂ.
ગુરુદેવના પ્રવચનોમાંથી કે શાસ્ત્રોમાંથી તારવ્યા છે; કોઈ કોઈ વચનામૃત પૂ.
બેનશ્રી–બેનનાં પણ છે.–આ વચનામૃત જિજ્ઞાસુઓને જરૂર જ્ઞાન–વૈરાગ્યની
ઉત્તમ પ્રેરણા આપશે.–(સં.)
* આત્માની શાંતિ જોઈતી હોય તો સંતો તને એક મંત્ર આપે છે કે તારો આત્મા
શુદ્ધ પરમાત્મા છે તેને ઉપાદેય કરીને તેનું જ રટણ કર...તેમાં જ્ઞાનને જોડ. એમાં પરમ
શાંતિ છે.
* આત્માના સારા ભાવોનું સારૂં ફળ જરૂર આવે જ છે. સાચા ભાવનું સાચું ફળ
આવ્યા વગર રહેતું નથી. માટે બીજા પ્રસંગો ભૂલીને આત્માના ઊંચા ભાવને જે રીતે
પ્રોત્સાહન મળે તેવા જ વિચારો કરવા.
* હે આર્ય! શ્રુતજ્ઞાનવડે આત્માનો નિશ્ચય કરીને સ્વસંવેદનથી આત્માની
ભાવના કર. આ દેહમાં આત્મબુદ્ધિ છોડ. દેહ તો છૂટવાનો છે જ, પણ તે છૂટવાનો પ્રસંગ
આવ્યા પહેલાં જ્ઞાનભાવના વડે તું દેહના મમત્વને છોડ.
* હે આરાધક! કોઈ પણ પરીષહ કે કોઈ પણ ઉપસર્ગથી તારું મન વિક્ષિપ્ત થઈ
ગયું હોય તો, નરકાદિ વેદનાઓનું સ્મરણ કરીને જ્ઞાનામૃતરૂપ સરોવરમાં પ્રવેશ
કર...એટલે તારા મનનો વિક્ષેપ

PDF/HTML Page 64 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પપ :
મટીને તારો આત્મા પરમ શાંતિને અનુભવશે.
* ત્રણલોકને પીડા કરનાર એવો જે કામદેવરૂપી દુષ્ટ પહેલવાન, તેને
જિતેન્દ્રિયજિનવરોએ બ્રહ્મચર્યરૂપી પ્રબળ શસ્ત્રદ્વારા જીતી લીધો છે. તે જિતેન્દ્રિય–
જિનવરોને નમસ્કાર હો.
* જ્યાં સુધી વિષયો વગરના અતીન્દ્રિય આત્મિકસુખનો રસ ચાખવામાં ન
આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્ય વિષયોમાં સુખબુદ્ધિ રહ્યા કરે છે.
* ચૈતન્યરસનો અતીન્દ્રિયસ્વાદ જેણે ચાખ્યો, પછી તેને બાહ્ય કોઈપણ વિષયો
સુહાવના લાગતા નથી, એ વિષયો એને બેસ્વાદ લાગે છે. ચૈતન્યના આનંદરસ સિવાય
બીજો કોઈ રસ તેને રુચતો નથી.
* ઘોરદુઃખરૂપી મગરમચ્છોથી ભરેલા આ સંસારસમુદ્રને પાર કરીને જો
મોક્ષકિનારે પહોંચવું હોય તો, રત્નત્રયરૂપી શ્રેષ્ઠ નૌકાનું શરણ લ્યો. રત્નત્રયનૌકા જ
ભવસમુદ્રથી તારીને મોક્ષનગરીમાં પહોંચાડે છે.
* અનંતા દરિયા ભરાય એટલા પાણીથી પણ જેની તૃષા ન છીપી તેની તૃષા
એક ટીપું પાણીથી તૂટવાની નથી; તેમ આ જીવે સ્વર્ગાદિ ભોગ અનંતવાર ભોગવ્યા
છતાં તૃપ્તિ ન થઈ, તો સડેલા ઢીંગલા જેવા આ માનવદેહના ભોગોથી તેને કદાપિ તૃપ્તિ
થવાની નથી; માટે ભોગ ખાતર જીંદગી ગાળવા કરતાં મનુષ્યજીવનમાં બ્રહ્મચર્ય પાળવું
ને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો–તે આ માનવજીવનનું ઉત્તમ કામ છે.
* “હે જીવ! તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાંખ...ને
આત્મામાં ગમાડ! આત્મામાં ગમે તેવું છે....આત્મામાં આનંદ ભર્યો છે એટલે ત્યાં જરૂર
ગમશે માટે આત્મામાં ગમાડ. જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક આત્મામાં જરૂર
ગમે તેવું છે. માટે તું આત્મામાં ગમાડ.”
* અહો, આ અશરણ સંસારમાં જન્મની સાથે મરણ જોડાયેલું જ છે...આત્માની
સિદ્ધિ ન સધાય ત્યાં સુધી જન્મ–મરણનું ચક્ર ચાલ્યા જ કરવાનું. એવા અશરણ
સંસારમાં દેવ–ગુરુ–ધર્મનું જ શરણ છે. પૂ. ગુરુદેવે બતાવેલા ચૈતન્યશરણને લક્ષગત
કરીને તેના દ્રઢ સંસ્કાર આત્મામાં પડી જાય–એ જ જીવનમાં કરવા જેવું છે.”
* “અંતરના ઉંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો....અને જેને
આત્માની ખરેખરી લગની લાગી,....તેની આત્મલગની જ તેનો માર્ગ કરી દેશે.
આત્માની ખરેખરી લગની લાગે ને અંતરમાં મારગ ન થાય–એમ બને જ નહિ
આત્માની લગની લાગવી જોઈએ.....તેની પાછળ

PDF/HTML Page 65 of 75
single page version

background image
: પ૬ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
લાગવું જોઈએ...આત્માને ધ્યેયરૂપ રાખીને દિનરાત સતત પ્રયત્ન કરવો જોઈએ...‘કેમ
મારું હિત થાય’...‘કેમ હું આત્માને જાણું!’ એમ લગની વધારીને પ્રયત્ન કરે તો જરૂર
માર્ગ હાથ આવે.”
* “જેઓ આત્માનું સુખ પામ્યા એવા જ્ઞાનીઓને પછી એમ થાય કે અહો!
જગતમાં બધાય જીવો આવું સુખ પામે...આત્માનું આવું સુખ બધાય પામે. અમારા જેવું
સુખ બધા જીવો પામે..”
* જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે....પ્રસંગે–પ્રસંગે એને ભેદજ્ઞાનને યાદ કરીને
ગોખવું નથી પડતું...પણ એને તો એવું પરિણમન જ સહજ થઈ ગયું છે. આત્મામાં
એકધારું પરિણમન વર્ત્યા જ કરે છે.”
* આત્માને મુંઝવણમાં ન રાખવો પણ ઉત્સાહમાં રાખવો. આત્માની
આરાધનાના ભાવ રાખવાથી તેનું ઉત્તમ ફળ આવે છે. માટે આત્માને ઉલ્લાસમાં
લાવીને પોતાના હિતના જ વિચાર રાખવા; તેમાં ઢીલા ન થવું. દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે
ભક્તિ અને અર્પણતાના ભાવ વધારવા.
* કામાગ્નિનો તાપ એવો છે કે, તેનાથી સંતપ્ત પુરુષને મેઘસમૂહવડે સીંચવામાં
આવે કે પાણીના દરિયામાં ઝબોળવામાં આવે તોપણ તેનો સંતાપ દૂર થતો નથી.–પરંતુ
સંતજનોની શીતલ છાયામાં વૈરાગ્યરૂપી જળવડે તે સહેજે શાંત થાય છે. (જ્ઞાનાર્ણવ)
ગુરુજનોની સેવાનું ફળ
* આચાર્યમહારાજ ઉપદેશ આપે છે કે હે દુર્બુદ્ધિ આત્મા! ગુરુજનોની સાક્ષીપૂર્વક
અર્થાત્ ગુરુજનોના ચરણોમાં રહીને તું તારા વૈરાગ્યને નિર્મળ કર, સંસાર–દેહ–ભોગોમાં
લેશપણ રાગ ન કર; ચિત્તરૂપી રાક્ષસને વશ કર, અને ઉત્તમ વિવેકબુદ્ધિને ધારણ કર
કેમકે આ ગુણો ગુરુજનોની સેવાથી જ પ્રાપ્ત થાય છે.–(જ્ઞાનાર્ણવ)
* આ સંસારને કામાગ્નિના અત્યંત તીવ્ર અનંત સંતાપોથી તપ્ત દેખીને,
વિષયસંગ રહિત એવા ઉત્તમ યોગીજનો હંમેશ પ્રશમરસના સમુદ્રના કિનારે સંયમરૂપી
રમ્ય બગીચાનો આશ્રય કરે છે.– (જ્ઞાનાર્ણવ)
* કામસર્પના દુર્નિવાર વિષાગ્નિની જ્વાળાથી બળબળતા આ જગતને જે
મહાત્માઓએ શાંતિ પમાડી તે સોળમા તીર્થંકર શાંતિનાથ વગેરે જિનભગવંતો અમને
શાંતિ પ્રદાન કરો.–(જ્ઞાનાર્ણવ)
આરાધક જીવોનું દર્શન આરાધના પ્રત્યે ઉત્સાહ જગાડે છે.

PDF/HTML Page 66 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ૭ :
બાલવિભાગના સભ્યોને પત્ર
વહાલા ધર્મબંધુઓ,
મનમાં જરા ક્ષોભ સાથે તમને આ પત્ર લખું છું. બંધુઓ, આપ સૌ જાણો જ છો કે
દિન–પ્રતિદિન આપણા બાલવિભાગનું કામ કેટલું વધી રહ્યું છે! બાલવિભાગની ખૂબ વૃદ્ધિ
થાય એ તો બહુ સારૂં છે; પરંતુ સાહિત્યના બીજા કાર્યોની સાથે બાલવિભાગની વ્યવસ્થામાં
એકલા હાથે પહોંચી શકાતું નથી; તેથી છેલ્લા બે ત્રણ માસથી અવ્યવસ્થા થઈ છે;
જન્મદિવસના કાર્ડ મોકલી શકાયા નથી, નવા સભ્યોની નોંધ થઈ શકી નથી, વાંચકો સાથે
વાતચીત તેમજ અવનવા લેખો પણ આપી શકાયા નથી. આ અંકમાં પણ, બાલવિભાગ
આપવાની તીવ્ર ઉત્કંઠા છતાં આપી શકાતો નથી. તોપણ, આ અંકમાં બ્રહ્મચારી બહેનોની
પ્રતિજ્ઞાના સમાચાર તથા તમને ઉપયોગી થાય એવી બીજી અનેક સામગ્રી જોઈને તમને
સન્તોષ થશે; અને વળી એ જાણીને વિશેષ આનંદ થશે કે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેનારા
બહેનોમાંથી કેટલાક તો આપણા બાલવિભાગના જુનાં સભ્યો છે. તમે તમારો ધાર્મિક ઉત્સાહ
વધારતા રહેજો. બાલવિભાગને જેમ બને તેમ તુરતમાં જ વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરીશ.–
તમે બધા જે સહકાર આપી રહ્યા છો ને લાગણી બતાવી રહ્યા છો તે બદલ આભાર. जय
जिनेन्द्र –તમારો ભાઈ હરિ.
*
રે આત્મા!
તારા જીવનમાં ઉત્કૃષ્ટ વૈરાગ્યના જે પ્રસંગો બન્યા હોય, ને વૈરાગ્યની સિતાર જ્યારે
ઝણઝણી ઊઠી હોય...એવા પ્રસંગની વૈરાગ્યધારાને બરાબર જાળવી રાખજે, ફરીફરી તેની ભાવના
કરજે. કોઈ મહાન પ્રતિકૂળતા, અપજશ વગેરે ઉપદ્રવ પ્રસંગે જાગેલી તારી ઉગ્ર વૈરાગ્યભાવનાને
અનુકૂળતા વખતે પણ જાળવી રાખજે. અનુકૂળતામાં વૈરાગ્યને ભૂલી જઈશ નહીં.
વળી કલ્યાણકના પ્રસંગોને, તીર્થયાત્રા વગેરે પ્રસંગોને, ધર્માત્માઓના સંગમાં થયેલા
ધર્મચર્ચા વગેરે કોઈ અદ્ભુત પ્રસંગોને, સમ્યગ્દર્શનાદિ રત્નત્રયસંબંધી જાગેલી કોઈ
ઉર્મિઓને, તથા તેના પ્રયત્ન વખતના ધર્માત્માઓના ભાવોને–યાદ કરીને ફરી ફરીને તારા
આત્માને ધર્મની આરાધનામાં ઉત્સાહિત કરજે.

PDF/HTML Page 67 of 75
single page version

background image
: પ૮ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
બોધિ નિમિત્તે દ્રઢ વૈરાગ્યભાવનાનો ઉપદેશ
ભાવપ્રાભૃત ગા. ૧૧૦ માં પરમ વૈરાગ્યનો ઉપદેશ આપતાં શ્રી
કુંદકુંદપ્રભુ કહે છે કે હે જીવ! તેં સંસારને અસાર જાણીને સ્વરૂપને સાધવા
માટે જ્યારે વૈરાગ્યથી મુનિદીક્ષા લીધી તે વખતના તીવ્ર વૈરાગ્યને ઉત્તમબોધિ
નિમિત્તે તું યાદ કર...ફરી ફરી તેની ભાવના ભાવ. વિશુદ્ધ ચિત્તથી એટલે કે
સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણામ સહિત થઈને તું ઉત્કૃષ્ટ વૈરાગ્યની ભાવના
કર. મુનિપણાની દીક્ષા વખતે આખા જગતથી ઉદાસ થઈને સ્વરૂપમાં જ
રહેવાની કેવી ઉગ્ર ભાવના હતી!–જાણે કે સ્વરૂપથી બહાર હવે કદી આવવું જ
નથી. આવા ઉત્તમ પ્રસંગે જાગેલી વૈરાગ્યભાવનાને હે જીવ! ફરી ફરીને તુંં
ચિદાનંદસ્વભાવને જ સાર જાણ્યો ને સંસારને અસાર જાણ્યો તે જીવ ચૈતન્યની
ઉગ્ર ભાવનાવડે ભાવશુદ્ધિ પ્રગટ કરે છે. ચિદાનંદ સ્વભાવ પવિત્ર–અકષાય છે, તેની
ભાવનાથી કષાયો નષ્ટ થઈને સમ્યગ્દર્શનાદિ પવિત્ર ભાવ પ્રગટે છે. ચૈતન્યને સાધવા
માટે જે વૈરાગ્યની ધારા ઉલ્લસી, કે રોગના કાળે જૈ વૈરાગ્યભાવના જાગી કે મરણપ્રસંગ
આવી પડે તે વખતે જેવી વૈરાગ્ય ભાવના હોય એવા વૈરાગ્યને તું સદાય નિરંતર
ધ્યાનમાં રાખીને વારંવાર ભાવના ભાવજે. વૈરાગ્યભાવનાને શિથિલ થવા દઈશ નહિ.
જે આરાધના ઉપાડી તેને જીવનપર્યંત નિર્વહન કરજે. આરાધક જીવને તીવ્ર રોગ વગેરે
પ્રતિકૂળ પ્રસંગે વૈરાગ્યની ધારા વિશેષ ઉપડે છે. પ્રતિકૂળતા આવે ત્યાં આર્તધ્યાન ન કરે
પણ સ્વભાવ તરફ ઝૂકે ને તીવ્ર વૈરાગ્યવડે રત્નત્રયની આરાધનાને પુષ્ટ કરે. મુનિની
જેમ શ્રાવકને પણ આ ઉપદેશ લાગુ પડે છે. હે જીવ! સમ્યગ્દર્શનની નિર્મળતા પ્રગટ
કરી, સંસારને અસાર જાણી, અંતર્મુખ થઈને સારભૂત એવા ચૈતન્યની ભાવના ભાવ,
વૈરાગ્યના પ્રસંગને યાદ કરીને તેની ભાવના ભાવ કે જેથી તારા રત્નત્રયની શુદ્ધતા
થઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. સાર શું અને અસાર શું...એને ઓળખીને તું સારભૂત
આત્માની ભાવના કર.
દીક્ષા વખતના ઉગ્ર વૈરાગ્ય પ્રસંગની વાત લઈને આચાર્યદેવ કહે છે કે અહા,
દીક્ષા વખતે શાંત ચૈતન્ય દરિયામાં લીન થઈ જવાની જે ભાવના હતી, જાણે કે
ચૈતન્યના આનંદમાંથી કદી બહાર જ ન આવું, એવી વૈરાગ્યભાવના હતી, તે વખતની
વિરક્તદશાની ધારા તું ટકાવી રાખજે... જે સંસારને છોડતાં પાછું વાળીને જોયું નહિ,
વૈરાગ્યથી ક્ષણમાં સંસારને છોડી દીધો, હવે આહારાદિમાં ક્યાંય રાગ કરીશ નહીં. તેમ
જેણે ચૈતન્યને સાધવો છે તેણે આખા સંસારને અસાર જાણી પરમ વૈરાગ્યભાવનાથી
સારભૂત ચૈતન્યરત્નની ભાવના વડે સમ્યગ્દર્શનાદિની શુદ્ધતા પ્રગટ કરવી. *

PDF/HTML Page 68 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ૯ :
ચાલો, આરાધીએ દશ ધર્મ
(૧) ક્રોધના બાહ્યપ્રસંગ ઉપસ્થિત થવા છતાં, રત્નત્રયની દ્રઢ આરાધનાના
બળે ક્રોધની ઉત્પત્તિ થવા ન દેવી ને વીતરાગ ભાવ રહેવો, અસહ્ય પ્રતિકૂળતા આવે
તોપણ ક્રોધવડે આરાધનામાં ભંગ પડવા ન દેવો તે ઉત્તમ ક્ષમાની આરાધના છે.
(૨) નિર્મળ ભેદજ્ઞાનવડે જેણે આખા જગતને પોતાથી ભિન્ન અને સ્વપ્નવત્
જાણ્યું છે, અને આત્મભાવનામાં જે તત્પર છે તેને જગતના કોઈ પદાર્થમાં ગર્વનો
અવકાશ ક્્યાં છે?
(૩) જે ભવભ્રમણથી ભયભીત છે અને રત્નત્રયની આરાધનામાં તત્પર છે
એવા મુનિરાજને પોતાની રત્નત્રયની આરાધનામાં લાગેલા નાના કે મોટા દોષ
છૂપાવવાની વૃત્તિ હોતી નથી, પણ જેમ માતા પાસે બાળક સરળપણે બધું કહી દે તેમ
ગુરુ પાસે જઈને અત્યંત સરલપણે પોતાના સર્વ દોષ પ્રગટ કરે છે, ને એ રીતે અતિ
સરળ પરિણામ વડે આલોચના કરીને રત્નત્રયમાં લાગેલા દોષોને નષ્ટ કરે છે. તેમજ
ગુરુ વગેરેના ઉપકારને સરળપણે પ્રગટ કરે છે.–આવા મુનિવરોને ઉત્તમ આર્જવધર્મની
આરાધના હોય છે.
(૪) ઉત્કૃષ્ટપણે લોભના ત્યાગરૂપે જે નિર્મળ પરિણામ તે ઉત્તમ શૌચધર્મ છે.
ભેદજ્ઞાનવડે જગતના સમસ્ત પદાર્થોથી જેણે પોતાના આત્માને ભિન્ન જાણ્યો છે, દેહને
પણ અત્યંત જુદો જાણીને તેનું પણ મમત્વ છોડી દીધું છે, ને પવિત્ર ચૈતન્યતત્ત્વની
આરાધનામાં તત્પર છે–એવા મુનિવરોને કોઈ પણ પરદ્રવ્યના ગ્રહણની લોભવૃત્તિ થતી
નથી, ભેદજ્ઞાનરૂપ પવિત્ર જળવડે મિથ્યાત્વાદિ અશુચિને ધોઈ નાખી છે, તેઓ
શૌચધર્મના આરાધક છે.
(પ) મુનિવરો વચનવિકલ્પ છોડીને સત્સ્વભાવને સાધવામાં તત્પર છે; અને
જો વચન બોલે તો વસ્તુસ્વભાવ અનુસાર સ્વપરહિતકારી સત્યવચન બોલે છે, તેમને
ઉત્તમ સત્યધર્મની આરાધના છે.
(૬) અંતર્મુખ થઈને નિજસ્વરૂપમાં જેમનો ઉપયોગ ગુપ્ત થઈ ગયો છે એવા
મુનિવરોને સ્વપ્નેય કોઈ જીવને હણવાની વૃત્તિ કે ઈન્દ્રિયવિષયોની વૃત્તિ હોતી નથી, તે
ઉત્તમ સંયમના આરાધક છે.
(૭) સ્વસન્મુખ ઉપયોગના ઉગ્ર પ્રતાપવડે કર્મોને ભસ્મ કરી નાખનારા ઉત્તમ
તપધર્મના આરાધક સંતોને નમસ્કાર હો.
(૮) હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું, દેહાદિ કાંઈ પણ મારું નથી, એમ સર્વત્ર

PDF/HTML Page 69 of 75
single page version

background image
: ૬૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
મમત્વના ત્યાગરૂપ પરિણામ વડે ચૈતન્યમાં લીન થઈને મુનિવરો ઉત્તમ ત્યાગધર્મને
આરાધે છે.
(૯) ‘શુદ્ધ જ્ઞાનદર્શનમય એક આત્મા જ મારો છે, એ સિવાય અન્ય કાંઈ પણ
મારું નથી’ –એવા ભેદજ્ઞાનના બળે દેહાદિ સમસ્ત પર દ્રવ્યોમાં ને રાગાદિ સમસ્ત
પરભાવોમાં મમત્વ પરિત્યાગીને જેઓ અકિંચનભાવમાં તત્પર છે એવા ઉત્તમ
મુનિવરોને નમસ્કાર હો.
(૧૦) જગતના સર્વ વિષયોથી ઉદાસીન થઈને બ્રહ્મસ્વરૂપ નિજ આત્મામાં જ
જેમણે ચર્યા પ્રગટ કરી એવા ઉત્તમ બ્રહ્મચર્યધર્મના આરાધક સંત–ધર્માત્માઓને
નમસ્કાર હો.
*
બ્રહ્મચર્યઅંક ૧–૨–૩ માંથી થોડાક અવતરણો
* હે પરમકૃપાળુ ગુરુદેવ! અધ્યાત્મરસની ખુમારીથી ને બ્રહ્મચર્યના
રંગથી આપનું જીવન રંગાયેલું છે...તેથી, આપની મહા પ્રતાપી છાયામાં
નિરંતર વસતા...ને આપશ્રીના પાવન ઉપદેશનું પાન કરતા આપના નાના
નાના બાળક–બાળિકાઓ પણ બ્રહ્મજીવન પ્રાપ્ત કરે તેમાં શું આશ્ચર્ય છે!
* પૂ. ગુુરુદેવ વૈરાગ્યપૂર્વક કહે છે કે આ શરીર તો ધૂળનું ઢીંગલું છે,
તેમાં ક્યાંય આત્માનું સુખ નથી, તેનાં ઉપરથી દ્રષ્ટિ હઠાવીને,
ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અંદરથી શાંતિનું એક ઝરણું આવે છે. જીવ જે
શાંતિ લેવા માગે છે તે કોઈ સંયોગમાંથી નથી આવતી પણ પોતાના
સ્વભાવમાંથી જ આવે છે.
* અરે જીવ! બાહ્યવિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી
શાંતિનું ઝરણું નથી એમ સમજીને હવે તો તેનાથી પાછો વળ...ને
ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા. ચૈતન્યસન્મુખ થતાં શાંતિના ઝરણામાં તારો
આત્મા તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
* પ્રતિજ્ઞાપ્રસંગે ગુરુદેવે કહ્યું: આ પ્રસંગ તો ખરેખર આ બે બેનોને
આભારી છે...આ બેનોનાં આત્મા અલૌકિક છે...આ કાળે આ બેનો પાક્યા તે
મંડળની બેનુંના મહાભાગ્ય છે...જેનાં ભાગ્ય હશે તે તેમનો લાભ લેશે.
* * *

PDF/HTML Page 70 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૬૧ :
–: જાહેરાત:–
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ–સોનગઢ (બોર્ડિંગ) ની વ્યવસ્થાપક કમિટિની મીટીંગ ભાદરવા
સુદ–૧, તા. પ–૯–૬૭ ને મંગળવારે સાંજે ૪–૧પ વાગે તથા જનરલ મીટીંગ ભાદરવા સુદ–૨,
તા. ૬–૯–૬૭ ને બુધવારે સાંજે ૪–૦૦ વાગે રાખવામાં આવી છે. તો સર્વે સભ્યોને તેમાં
સમયસર પધારવા વિનંતી છે. લિ.
મંત્રી: મલુકચંદ છોટાલાલ શાહ
“ફોરેન આત્મધર્મનું લવાજમ રૂા. ૯–૦૦ છે. આ આત્મધર્મ SEA-MAIL થી
મોકલવામાં આવશે. ફોરેનમાં એરોપ્લેનથી આત્મધર્મ મંગાવનારે એર–મેઈલ ચાર્જ જે થશે તે
આપવાનો રહેશે.
સોનગઢથી રવાના કરેલ તે પાછા આવેલ
નીચે જણાવેલા ગ્રાહકોના અંકો પોસ્ટ થયેલા હતા તે અત્રે પાછા આવેલ છે તો તે ગ્રાહકોને
વિનંતી કે તેઓ પોતાનું પૂરું નામ, સરનામું તથા ગ્રાહક નંબર વળતી ટપાલે લખી જણાવે:–
૧ અંબાલાલ ત્રિભોવનદાસ ઉદે્પુર ૧પ રતીલાલ ચુનીલાલ
દાદભાવાળા શીવ, મુંબઈ–૨૨
નરભેરામ હંસરાજ જામનગર ૧૬ પુષ્પાબેન મનહરલાલ મુંબઈ–૯
રંગુન ફેન્સી સ્ટોર્સ હૈદરાબાદ ૧૭ વકીલ રામચંદ્ર ડી શુક્લ દાહોદ
મણીલાલ ટી. દોશી કલકત્તા ૧૮ બ્ર. દુલીચંદજી જૈન નિમાડપ્રાંત
મંજુલાબેન વોરા. કલકત્તા–૧ ૧૯ ઉમેદલાલ ગોકળદાસ શાહ રાજકોટ
કાન્તીલાલ ત્રિકમજી કલકત્તા–૧ ૨૦ પ્રવિણચંદ્ર ગુલાબચંદ કોઠારી રાજકોટ
કાન્તીલાલ મેઘાણી કલકત્તા–૨૦ ૨૧ પુષ્પાબેન મનહરલાલ દોશી મુંબઈ–૭૮
અશોકકુમાર અમીચંદ દોશી આલન્દ ૨૨ પીસ્તાદેવી જૈન દીલ્હી
મદનલાલજી છાબડા સિકર ૨૩ ફકીરચંદ એસ. શાહ મદ્રાસ
૧૦ જશવંત બાલોરામજી સંઘઈ ફાર્મગોંવ
તા. હિંગોલી ૨૪ લક્ષમીરામ પુજારામ ઠક્કર વારાણ
૧૧ ચંપાબેન લીલાધર શાહ મુંબઈ ૨પ ગંભીરદાસ જૈન વૈદ્ય અલીગંજ
૧૨ કાન્તાબેન હરીલાલ મુંબઈ–૬૨ ૨૬ અમૃતલાલ મુલચંદ વીંછીયા
૧૩ ચનારીવાળા એડવોકેટ મુંબઈ–૧ ૨૭ કેશવલાલ જૈન દહેરાદુન
૧૪ બાલચંદ જૈન મુંબઈ–ર
લિ.
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
વૈરાગ્ય સમાચાર:– દિલ્હીના ભાઈશ્રી માંગીરામજી તા. ૨૨–૮–૬૭ ના રોજ દિલ્હીમાં
નસ તૂટવાથી સ્વર્ગવાસ પામી ગયા છે. તેઓએ ગુરુદેવ દિલ્હી પધાર્યા ત્યારે ઘણો ઉત્સાહ
બતાવ્યો હતો, ને અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા હતા. તેમનો આત્મા દેવ–ગુરુના
શરણે શાંતિ પામો.

PDF/HTML Page 71 of 75
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
* ઉદ્ઘાટન (તારીખમાં ફેરફાર)
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ મુરબ્બી શ્રી
રામજીભાઈના સન્માન નિમિત્તે એકઠા થયેલ ફંડમાંથી શાસ્ત્રભંડાર
માટેનો જે હોલ સોનગઢમાં બાંધવામાં આવેલ છે તેનું ઉદ્ઘાટન ભાદરવા
સુદ ચોથે થવાના જે સમાચાર આત્મધર્મના આ અંકમાં પૃ. ૧૩ પર
છપાયેલા છે તેમાં ફેરફાર થયેલ છે માટે તે સમાચાર રદ સમજવા; તેને
બદલે હવે ભાદરવા સુદ એકમ ને મંગળવાર તા. પ–૯–૬૭ ના દિવસે
ઉદ્ઘાટન કરવાનું નક્કી થયું છે. આ ઉદ્ઘાટન જૈનસમાજના પ્રસિદ્ધ નેતા
શ્રીમાન શાહુ શાંતિપ્રસાદજી જૈનના સુહસ્તે થશે; તેમજ ઈન્દોરના શ્રીમાન
શેઠ રાજકુમારસિંહજી પણ વિશેષ અતિથિ તરીકે પધારશે.
* અષાડ માસના અષ્ટાહ્નિકાપર્વ દરમિયાન તેરહદ્વીપ પૂજન વિધાનમાંથી
મેરુમંદિરોની ને નંદીશ્વર જિનાલયોની પૂજા થઈ હતી. વદ એકમે જિનેન્દ્ર
અભિષેક પૂર્વક પૂજનની પૂર્ણતા થઈ હતી; તથા તે દિવસે વીરશાસન
જયંતિ (દિવ્યધ્વનિનો દિવસ) પણ ઉજવવામાં આવેલ.
* શ્રાવણ સુદ દસમના રોજ પુરુષાર્થસિદ્ધિઉપાય ઉપરના પ્રવચનો પૂર્ણ થયા, ને
સુદ અગિયારસથી સમયસાર–કલશટીકા ઉપર ફરી (બીજીવાર) પ્રવચનો
શરૂ થયા છે. શાસ્ત્રપ્રારંભમાં ‘નમ: સમયસાર’–એ માંગળિકદ્વારા ગુરુદેવે
કહ્યું કે ચારગતિના દુઃખના નાશને માટે ને મોક્ષસુખની પ્રાપ્તિ માટે આ
મંગળમાણેકસ્થંભ રોપાય છે. સમયસાર એવો જે શુદ્ધઆત્મા તેને જાણતાં
જાણનારને અપૂર્વસુખ અનુભવમાં આવે છે. શુદ્ધઆત્મા સુખસ્વરૂપ છે,
તેને જાણતાં સુખ થાય છે. પરચીજમાં આત્માનું સુખ નથી ને પરને
જાણતાં સુખ થતું નથી. માટે શુદ્ધઆત્મા જ સારભૂત છે, તેનો આદર
કરવો તે મંગળ છે.
બપોરના પ્રવચનમાં સમયસાર (પંદરમી વખત) વંચાઈ રહ્યું છે, તેમાં
બંધ અધિકાર ચાલે છે.

PDF/HTML Page 72 of 75
single page version

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૬૩ :
* શ્રાવણ સુદ પૂનમે વાત્સલ્યનું પર્વ ઉજવાયું હતું, ધર્મવાત્સલ્યના મહાન આદર્શરૂપ
વિષ્ણુમુનિરાજની, તેમજ ઉપસર્ગમાં અકંપ રહેનાર અકંપનાદિ સાતસો મુનિરાજનું
ભક્તિપૂર્વક સ્મરણ કરીને પૂજન કરવામાં આવ્યું હતું.
* શ્રાવણ વદ બીજના રોજ પવિત્રાત્મા પૂ. બેનશ્રી ચંપાબેનના મંગલ જન્મદિવસની
પ૪ મી જયંતિ આનંદ–ઉલ્લાસપૂર્વક ઉજવાઈ હતી. આ પ્રસંગે પ૪ ની રકમો
જાહેર થઈ તેમાં લગભગ સાત હજાર રૂા. ની રકમો થઈ,–જે જ્ઞાનખાતામાં
વપરાશે.
* શ્રાવણ માસમાં પ્રૌઢ શિક્ષણવર્ગ ચાલ્યો, તેમાં ગામેગામના ૩૦૦ ઉપરાંત જિજ્ઞાસુ
ભાઈઓએ લાભ લીધો. તત્ત્વચર્ચા–પૂજન–ભક્તિ વગેરેથી આખો દિવસ
ધાર્મિકઉત્સવ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું.
* સોનગઢમાં ટેલીફોન ચાલુ થઈ ગયેલ છે. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની ઓફિસનો
ફોન નં. ૩૪ છે. ગોગીદેવી બ્રહ્મચર્યાશ્રમનો ફોન નં. ૩૭ છે.
* ગ્રાહકોને એક ખાસ સૂચના આપવાની કે, આત્મધર્મની વ્યવસ્થા (અંક રવાનગી
વગેરે કામકાજ) સમ્પાદક હસ્તક નથી પરંતુ તેની વ્યવસ્થા માટેનો વિભાગ જુદો
છે, માટે લવાજમ, અંક ન મળ્‌યાની ફરિયાદ, કે વ્યવસ્થા બાબત બીજી કાંઈ પણ
સૂચના હોય તે સમ્પાદક ઉપર ન લખતાં–વ્યવસ્થાપક, આત્મધર્મ કાર્યાલય,
સોનગઢ–એ સરનામે લખવું. લેખન–સમ્પાદન સંબંધી કાંઈ સૂચન હોય તો તે
સમ્પાદક ઉપર લખવું.
–સમ્પાદક
* મોરબીના ભાઈશ્રી ઉત્તમચંદ નીમચંદ ગત માસમાં મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા
છે. તેઓ મોરબી મુમુક્ષુ મંડળના એક ઉત્સાહી કાર્યકર હતા.
* સુરેન્દ્રનગરના ભાઈશ્રી કીરચંદભાઈ માસ્તર લગભગ છ માસ પહેલાં સ્વર્ગવાસ
પામ્યા છે. (આ સમાચાર અમને હમણાં જ મળ્‌યા હોવાથી વિલંબથી પ્રસિદ્ધ થાય
છે. આ પ્રકારના સમાચારો લેખિત મળ્‌યા વગર છપાતા નથી તેની નોંધ લેવા
સર્વે જિજ્ઞાસુઓને વિનંતી છે.)
* બડોલી (ઈડર) ના ભાઈશ્રી મગનલાલ કોદરલાલ દોશી અષાડ વદ ૧૪ ના રોજ
એકાએક સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ અવારનવાર ગુરુદેવના સત્સંગનો લાભ લેતા હતા.
જૈનધર્મના શરણે તેઓ આત્મશાંતિ પામો.
*

PDF/HTML Page 73 of 75
single page version

background image
: ૬૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
બે ચિત્રોનો પરિચય
આ પ્રથમ ચિત્રમાં બનારસથી ૮ માઈલ દૂર આવેલ સિંહપુરીના મજાના
જિનમંદિરનું દ્રશ્ય છે. આ સિંહપુરી તીર્થધામ એ ૧૧ મા શ્રેયાંસનાથ ભગવાનનું
જન્મધામ છે. હાલમાં આપણે પૂ. ગુરુદેવ સાથે જયપુર પછી સમ્મેદશિખરજી તરફ
જતા હતા ત્યારે વચ્ચે ફાગણ સુદ અગિયારસે બનારસ રહ્યા હતા, ને બરાબર તે
ઉત્તમ દિવસે આપણે સિંહપુરી તીર્થના જિનમંદિરની યાત્રા કરી હતી, ને
બનારસમાં તે દિવસે સાંજે વરસાદ પણ આવ્યો હતો. એ યાત્રા અને એ વરસાદ
યાત્રિકોને હજી પણ યાદ હશે.
અને આ બીજા ચિત્રમાં ગંધકૂટી ઉપર જે બિરાજમાન છે તે ભગવાન
ઋષભદેવ છે. હાથ જોડીને ઊભા છે તે હસ્તિનાપુરના રાજા અને ભરતચક્રવર્તીના
સેનાપતિ જયકુમાર છે, સંસારથી વિરક્ત થઈને તેઓ આદિનાથપ્રભુ પાસે
મુનિદીક્ષા લઈ રહ્યા છે.
જે રાજકુમારો દેખાય છે તેઓ ભરતચક્રવર્તીના પુત્રો છે. સો રાજકુમારો
વનમાં ખેલવા ગયા હતા...તે વખતે એક ઘોડેસવારે ત્યાં આવીને તેમને
જયકુમારની દીક્ષાના સમાચાર આપ્યા...તે સાંભળતાં જ એ નાનાકડા રાજકુમારો
એકદમ આશ્ચર્ય પામ્યા, ને તેમનું ચિત્ત સંસારથી વિરક્ત થયું...તેઓ પણ, ત્યાંથી
ઘરે જવાને બદલે સીધા ભગવાનના સમવસરણમાં દીક્ષા લેવા માટે જઈ રહ્યા છે.
વૈરાગ્યવંત નાનકડા સો રાજકુમારોની દીક્ષાનું કેવું મજાનું દ્રશ્ય છે!!
આ અંકમાં કેટલાક વિશેષ લેખો આપવાની ભાવના હતી પણ મર્યાદિત
પૃષ્ઠસંખ્યાને કારણે કેટલાક લેખો બાકી રહ્યા છે. અને બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા સંબંધી
તાજા સમાચાર જિજ્ઞાસુઓને આ અંકમાં જ મળે તે માટે આ અંક આઠ દિવસ
વિલંબથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હવે પછીનો અંક રાબેતા મુજબ ૨૦ મી
તારીખે પ્રગટ થશે.
આ અંકને માટે જરૂરી ફોટા તથા બ્લોક્સ તુરત તૈયાર કરાવીને મોકલવા
માટે મુંબઈના ફોટોગ્રાફર ભાઈશ્રી પુનમ શેઠનો આભાર.

PDF/HTML Page 74 of 75
single page version

background image
બે......ચિત્રો
ગતાંકમાં આ બે ચિત્રો આપ્યા હતા...તેનો પરિચય મેળવવાનું પાઠકો ઉપર
છોડયું હતું. આ અંકે બંને ચિત્રોનો વિગતવાર ટૂંકો પરિચય આપીએ છીએ.
જુઓ સામે પાને

PDF/HTML Page 75 of 75
single page version

background image
“આત્મધર્મ” Regd. No. G. 182
આત્મધર્મના
ગ્રાહકોને સૂચના
૧. સં. ૨૦૨૪ ની સાલનું લવાજમ રૂા. ૪=૦૦ છે.
૨. આ અંક સાથે એક કાર્ડ છે; તે ભરીને અત્રે (સોનગઢ) મોકલી આપવા
વિનંતી છે.
૩. દર વર્ષની માફક આ વર્ષે કારતક માસનો પ્રથમ અંક તા. ૨૦ મી નવેમ્બરે
પ્રસિદ્ધ થશે
૪. જે ગ્રાહકોનું લવાજમ તા. ૧૮ મી નવેમ્બર ૧૯૬૭ સુધીમાં અત્રે આવ્યું હશે
તેઓને જ કારતક માસનો અંક તા. ૨૦ મીએ પોસ્ટ થઈ શકશે.
પ. આપને આપનો પ્રથમ કારતક માસનો અંક બરાબ૨ સમયસર મળી રહે તે
માટે આપ આપનું લવાજમ અત્રે (સોનગઢ) તા. ૧૮ મી નવેમ્બર ૧૯૬૭
સુધીમાં મળી જાય તે પ્રમાણે મોકલવા વિનંતી છે.
૬. સં. ૨૦૨૪ ની સાલનું લવાજમ લેવાનું શરૂ કરવામાં આવેલ છે. આપ અત્રે
મનીઓર્ડરથી મોકલી શકો છો અથવા આપના ગામમાં મંડળ હોય તો તે
મારફત પણ મોકલી શકો છો.
૭. આપ આત્મધર્મ અંગે કોઈપણ પત્ર–વ્યવહાર કરો ત્યારે આપનો ગ્રાહકનંબર,
આપનું પૂરું નામ તથા સરનામું અવશ્ય લખી જણાવવું જેથી તે ઉપર તુરત
ધ્યાન આપી શકાય.
૮. આ વખતે ગ્રાહક નંબર રેપર ઉપર આપના નામ સાથે આપેલા છે તે જ
તમારા ગ્રાહક નંબર સમજવા, આગળના ગ્રાહક નંબર કેન્સલ સમજવા.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય: સોનગઢ (પ્રત: ૨૪૦૦)