Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 41
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
તે અપૂર્વ મંગળ વાસ્તુ છે.
‘દ્રવ્યગુણપર્યાય’ રૂપ વસ્તુના એકત્વ વડે જ પર્યાયબુદ્ધિ ટળે છે
પ્રવચનસાર જ્ઞેયઅધિકારમાં–तेसि पुणो पज्जाया–એટલે કે દ્રવ્યગુણથી પર્યાયો
થાય છે,–એ અલૌકિક વાત કરી છે. તે વાત જેઓ નથી સમજી શક્યા, તેઓ પર્યાયમૂઢ
છે. જેઓ એકલી પર્યાયને જ જાણે છે પણ દ્રવ્ય–ગુણમાંથી પર્યાય આવે છે એમ નથી
જાણતા, એટલે કે જેઓ દ્રવ્ય–ગુણમાંથી પર્યાય આવે છે એમ માનીને દ્રવ્યનો આશ્રય
નથી કરતા ને પર્યાયનો જ આશ્રય કરે છે, તેઓ પર્યાયમૂઢ છે, ને પર્યાયમૂઢ તે પરસમય
એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે.
દ્રવ્ય–ગુણથી પર્યાયો થાય છે એમ નક્કી કરતાં પરનો આશ્રય છૂટી ગયો ને
દ્રવ્યનો આશ્રય થયો–દ્રવ્યસન્મુખ પરિણમન થવા માંડ્યું. વર્તમાન પર્યાય તો દ્રવ્ય–
ગુણમાંથી આવે છે એમ નક્કી કર્યું એટલે ત્રિકાળી રહેનાર અને પરિપૂર્ણ એવા દ્રવ્યગુણ
સાથે પર્યાયનો સંબંધ થતાં, તે ત્રિકાળના આશ્રયે પર્યાયમાં નિર્મળતાનું જોર પ્રગટ્યું.
પણ દ્રવ્ય–ગુણમાંથી પર્યાય ન માનતાં પર્યાયને જ માને તો પર્યાયના આશ્રયે પર્યાયમાં
નિર્મળતાનું જોર આવતું નથી; જે દ્રવ્ય–ગુણના આશ્રયે પર્યાય ન માને તે પર્યાયનો
સંબંધ પર સાથે માને, પરંતુ પર સાથે તો બિલકુલ સંબંધ નથી એટલે તેને પર્યાયમાં
કાંઈ જોર આવતું નથી. કેમકે પરમાંથી તો કાંઈ પર્યાયનું જોર આવતું નથી; તે જોર તો
દ્રવ્ય–ગુણમાંથી જ આવે છે, (માટે
तेसिं पुणो पज्जाया એટલે દ્રવ્યગુણથી પર્યાયો છે–
એ રીતે દ્રવ્યગુણપર્યાયરૂપ વસ્તુનું એકત્વ (અનન્યત્વ) જાણીને, દ્રવ્યસ્વભાવમાં
અંર્તમુખ થવાનું ને પરથી પરાંગ્મુખ થવાનું શ્રી આચાર્યદેવે બતાવ્યું છે. વર્તમાન અંશ
છે તે આખા અંશીમાં અંતર્મુખ ન વળે એટલે કે એકત્વની અનુભૂતિ ન કરે ત્યાં સુધી
‘દ્રવ્ય’ ની શ્રદ્ધા બેસે નહિ ને પર્યાયમૂઢતા ટળે નહિ.
ધ્રુવ દ્રવ્ય તો કાંઈ પ્રગટ નથી, પ્રગટ તો પર્યાય છે, તે પર્યાય અંતર્મુખ થઈને
ધ્રુવ દ્રવ્ય તરફ વળે એટલે કે તન્મયતા કરે તો જ દ્રવ્યને માન્યું કહેવાય ને ત્યારે જ
‘દ્રવ્યની પર્યાય’ માની કહેવાય. જો પરાશ્રય છોડીને સ્વાશ્રય–દ્રવ્ય તરફ ન વળે તો તેણે
‘દ્રવ્યની પર્યાય છે’ એમ ખરેખર માન્યું ન કહેવાય. ‘પર્યાય દ્રવ્યની છે’ એવી માન્યતા
થતાં દ્રવ્યસન્મુખી પરિણમન થયા વગર રહે નહિ.

PDF/HTML Page 22 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૯ :
દ્રવ્ય જુદું ને પર્યાય જુદી–એમ માનવું તે પણ ભેદબુદ્ધિ છે. દ્રવ્ય–પર્યાયના ભેદથી
પાર જે કોઈ પરમ સત્ તત્ત્વ છે તે સર્વોપરિ તત્ત્વના સ્વીકારમાં જ પર્યાયબુદ્ધિ છૂટી
જાય છે.
‘દ્રવ્યની પર્યાય છે’ એમ જાણવાનું ફળ સ્વસન્મુખ પરિણમન છે.
હવે જીવ!
વીતરાગી સંતના દરબારમાં તારે બેસવું હોય તો તું તારા
પરમાત્મસ્વરૂપને સંભાળીને સમ્યગ્દ્રષ્ટિ થા. સંતોના વીતરાગી દરબારમાં
બેસવાનો અધિકારી સમ્યગ્દ્રષ્ટિને જ છે.
વીતરાગમાર્ગ
અહા, વીતરાગમાર્ગ તો વીતરાગ જ છે. આત્માનો જે આનંદ છે તે
વીતરાગમાર્ગમાં જ છે. જય હો વીતરાગમાર્ગનો....જય હો જૈનધર્મનો.
શાંત....શાંત
આ જગતમાં આ ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે એવો શાંત છે–એવો
મહાન છે–કે કોઈપણ પરિસ્થિતિની પાછળ ખેંચાઈને અશાંત (ખેદખિન્ન)
થયા વગર તે પોતાની શાંતિના મધુરા વેદનમાં રહી શકે છે.
વાહ! ચૈતન્ય–શાંતિનું વેદન કેવું મધુર છે!
દેહબુદ્ધિજન આત્મને કરે દેહસંયુક્ત
આત્મબુદ્ધિજન આત્મને તનથી કરે વિમુક્ત.

PDF/HTML Page 23 of 41
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
જિનપરમેશ્વર મહાવીરે કહેલી
અનેકાન્તમય ઉત્તમ વસ્તુવ્યવસ્થા
જે પર્યાયમૂઢ છે તે પરસમય છે. તે જીવ–પુદ્ગલના સંયોગરૂપ
અશુદ્ધપર્યાયનો જ આશ્રય કરતો થકો પરસમયરૂપ થઈને
સંસારમાં રખડે છે. અને ધર્મી અવિચલિત ચેતનાવિલાસરૂપ
આત્મવ્યવહારને અંગીકાર કરીને મોક્ષમાર્ગને સાધે છે.
પર્યાયમૂઢને પરસમય કહ્યો–માટે પર્યાયને આત્માની માનવી જ નહિ–એ વાત
સાચી છે?–ના; પર્યાયને પરસમય નથી કહી, પણ પર્યાયમાં જ જે મૂઢ છે તેને પરસમય
કહેલ છે. પર્યાય પોતે પરસમય નથી, પર્યાયસ્વરૂપ ને ગુણસ્વરૂપ તો વસ્તુ પોતે જ છે.
વસ્તુ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી જુદી નથી. ગુણસ્વરૂપ જે દ્રવ્ય છે તે જ પર્યાયરૂપ
પરિણમે છે, ને તેનાથી તે અભિન્ન છે.
પર્યાયમૂઢ તે પરસમય કહ્યો, તેનો અર્થ એમ નથી કે પર્યાયને આત્માની માનવી
જ નહીં. પર્યાયો ને ગુણોસ્વરૂપ તો આત્મા છે જ; પણ ગુણ–પર્યાયસ્વરૂપ શુદ્ધ
ચૈતન્યવસ્તુને ન જાણતાં, એકલી અસમાનજાતીય પર્યાયને જ જે આત્માનું સ્વરૂપ માની
લ્યે છે, એ રીતે પોતાને દેવાદિ પર્યાયરૂપે કે રાગાદિ અશુદ્ધભાવરૂપે જ જે અનુભવે છે, તે
જીવ પર્યાયમાં જ મૂઢ હોવાથી (ને શુદ્ધદ્રવ્ય–ગુણને ભૂલી ગયો હોવાથી) મૂઢ–
મિથ્યાદ્રષ્ટિ છે. શુદ્ધ ગુણ–પર્યાયના પિંડરૂપ જે સાચું આત્મતત્ત્વ છે તેને તે પ્રાપ્ત કરી
શકતો નથી. અજ્ઞાની અશુદ્ધ પર્યાયરૂપે પરિણમતો થકો, તેટલો જ પોતાને અનુભવે છે.
જો શુદ્ધચેતનાપર્યાયને અનુભવે તો–તો પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણને પણ ઓળખી જ લ્યે,
કેમકે શુદ્ધ ચૈતન્યરૂપ ગુણ–પર્યાયથી અભેદવસ્તુ તે જ આત્મા છે.–અને એ જ
જિનપરમેશ્વરે કહેલી ઉત્તમ વસ્તુવ્યવસ્થા છે, આ સિવાય બીજી કોઈ વ્યવસ્થા ભલી નથી.
ચેતનપર્યાય છે તે આત્માની જ છે, ને આત્માના દ્રવ્ય–ગુણોથી જ તે થયેલી છે.
તે પર્યાયને આત્માના દ્રવ્ય–ગુણથી થયેલ ન માનતાં પરથી થયેલી જે માને તે પણ
પર્યાયબુદ્ધિ છે. મારી પર્યાય મારા દ્રવ્ય–ગુણથી થાય છે–એમ સમ્યક્પ્રકારે જે જાણે

PDF/HTML Page 24 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૧ :
છે તેને તો પર્યાય દ્રવ્ય–ગુણમાં અભેદ થઈને શુદ્ધતારૂપ પરિણમેલી છે. અશુદ્ધપર્યાયો તે
પરસમયો છે; ને આત્માના સ્વભાવઆશ્રિત થયેલી શુદ્ધચેતનાપર્યાય તે તો અવિચલિત
ચેતના વિલાસરૂપ આત્મવ્યવહાર છે, ને તેને તો ધર્મી અંગીકાર કરે છે. તેમાં પર્યાય–
બુદ્ધિ નથી, પણ સ્વદ્રવ્યના સંગે સ્વસમયરૂપ પરિણમન છે–મોક્ષમાર્ગ છે.
જ્ઞેય એટલે સ્વ અને પર બધાય તત્ત્વો; તેમાં પોતાનો શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય–
સ્વરૂપ આત્મા તે સ્વજ્ઞેય છે; તેને જાણીને શ્રદ્ધા કરતાં સમ્યગ્દર્શન થાય છે. હું જ્ઞાયક–
સ્વભાવી આત્મા છું; મારું અસ્તિત્વ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ સ્વજ્ઞેયમાં પૂરું થાય
છે; અન્ય વડે મારું અસ્તિત્વ નથી; અન્યના અસ્તિત્વથી તદ્ન ભિન્ન મારું અસ્તિત્વ છે.
અહો, જેને પોતાના આવા સ્વરૂપ–અસ્તિત્વનું વેદન થયું તે જીવ પોતાના અનંત
સ્વભાવોથી પોતાને પરિપૂર્ણ દેખે છે, એટલે સ્વસન્મુખ થઈને તેને જ તે ભાવે છે; પોતે
પોતાથી જ તૃપ્ત–સુખી થઈ જાય છે. આ સ્વજ્ઞેયને જાણવાનું ફળ છે.
બે વ્યવહાર: એક મોક્ષનું કારણ; એક સંસારનું કારણ
ચૈતન્યમય શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયની અભેદતારૂપ સ્વજ્ઞેયની અનુભૂતિમાં તો
રાગ પણ પરજ્ઞેયપણે બહાર રહી જાય છે; ત્યાં તો આત્મા પોતાની અવિચલિત ચેતના
સાથે આનંદમય વિલાસમાં વર્તે છે;–આ જ ધર્મીનો વ્યવહાર છે, ને આવો વ્યવહાર તે
મોક્ષનું કારણ છે. શુદ્ધચેતનારૂપ વર્તન કહો, મોક્ષનું સાધન કહો, આત્માનો શુદ્ધ વ્યવહાર
કહો કે ધર્મીજીવની ક્રિયા કહો.–આવો શુદ્ધ આત્મવ્યવહાર અજ્ઞાની જીવને હોતો નથી;
પોતાના નિશ્ચયસ્વભાવના ભાનસહિત ધર્મીને જ આવો વ્યવહાર હોય છે.–આવો
વ્યવહાર ધર્મીએ અંગીકાર કરવા યોગ્ય છે. પણ ‘હું મનુષ્ય છું, હું દેવ છું, હું રાગી–દ્વેષી
છું’–એવી સ્વ–પરની એકત્વબુદ્ધિપૂર્વકનો જે મનુષ્યત્વાદિ વર્તનરૂપ વ્યવહાર–તે તો
અજ્ઞાનીને વહાલો છે, ધર્મી જીવો તેવા વ્યવહારને અંગીકાર કરતા નથી; અજ્ઞાનીનો તે
વ્યવહાર સંસારનું કારણ છે. ધર્માત્માને શુદ્ધચેતનાવિલાસરૂપ જે શુદ્ધઆત્મવ્યવહાર છે
(–જેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાય છે) તે સ્વજ્ઞેયરૂપ છે ને તે મોક્ષનું કારણ
હોવાથી અંગીકાર કરવા યોગ્ય છે.
‘એકત્વ–વિભક્ત’ આત્મા કહો કે ‘સ્વજ્ઞેય’ કહો,–મહાવીરશાસનમાં તેનું સ્વરૂપ
બતાવીને કુંદકુંદસ્વામીએ ભવ્યજીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે. તેમના પ્રતાપે
મહાવીરપ્રભુનું શાસન આજે પણ જયવંત વર્તી રહ્યું છે, તેને પામીને સ્વ–પરજ્ઞેયોને
જાણીને, પોતાનું કલ્યાણ કરવાનો આ અવસર છે. તેમાંય અત્યારે તો ભગવાનના
નિર્વાણના ૨૫૦૦ વર્ષનો મહોત્સવ ચાલે છે.
જય મહવર

PDF/HTML Page 25 of 41
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
સર્વજ્ઞ મહાવીરનો ઈષ્ટઉપદેશ


ભગવાન સર્વજ્ઞે જગતના જડ–ચેતન બધા પદાર્થોને ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ
જોયા છે. કોઈપણ સત્વસ્તુ ઉત્પાદ–વ્યય–ધ્રુવતા એવા ત્રણે ભાવસ્વરૂપ એકસાથે વર્તે
છે. આત્મા હો કે જડ હો–તે દરેક વસ્તુ સ્વયમેવ ઉત્પાદ–વ્યય–ધ્રુવતારૂપ છે, તેમાં અન્ય
કોઈની અપેક્ષા નથી.
સમ્યક્ત્વાદિ કોઈપણ વર્તમાન ભાવનો ઉત્પાદ, તે જ વખતે પૂર્વના મિથ્યાત્વાદિ
ભાવનો વ્યય, અને તે જ વખતે જીવત્વ વગેરે સ્વભાવભાવની ધ્રુવતા,–એમ એક જ
સમયમાં જીવને ઉત્પાદ–વ્યય–ધ્રુવ વર્તે છે; અને એ રીતે ત્રણે કાળના પ્રવાહમાં તે
પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપે જ રહેલ છે.
અહા, એક જ સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતાનું હોવાપણું, અને તે બીજા કોઈના
કર્યાં વગર,–આવું સૂક્ષ્મ વસ્તુસ્વરૂપ સર્વજ્ઞ વિના કોઈ જાણી શકે નહિ. તેથી મહાન
સ્તુતિકાર સમંતભદ્રસ્વામી સર્વજ્ઞની સ્તુતિ કરતાં કહે છે કે અહો જિનદેવ! જગતના
બધા પદાર્થો સમયેસમયે ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ છે, એવું આપનું કથન તે જ આપની
સર્વજ્ઞતાની નિશાની છે.
આવું વસ્તુસ્વરૂપ સર્વજ્ઞ સિવાય કોઈ જાણી શકે નહિ, કહી શકે નહિ, ને
સર્વજ્ઞના ભક્ત સિવાય બીજા કોઈ એ વાત ઝીલી શકે નહિ.–અહો, સર્વજ્ઞદેવ! આપનું
અનેકાન્ત–શાસન જગતમાં અજોડ છે.
કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુમાં એમ નથી બનતું કે તેના ઉત્પાદ–વ્યય–ધ્રુવ
તેનામાં ન હોય. વસ્તુ પ્રત્યેક સમયે પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ પોતાના
સદ્ભાવમાં જ વર્તે છે; તેને તે કદી છોડતી નથી.
અહો, મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવ જુદા નથી, તેમ જ કોઈ બીજાને લીધે નથી. મારું
સત્પણું મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવમાં છે.

PDF/HTML Page 26 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૩ :
મારા ઉત્પાદ–વ્યય–ધ્રુવથી બહાર જઈને બીજામાં હું કાંઈ કરું–એવું મારું અસ્તિત્વ
છે જ નહીં. બીજાના ઉત્પાદ–વ્યય–ધ્રુવ તેના પોતાના અસ્તિત્વથી છે, મારાથી નહિ.
–આવી સ્વતંત્રતાના સમ્યગ્જ્ઞાનમાં વીતરાગતા છે;
સ્વતંત્રતા જાણતાં સ્વ–પરની ભિન્નતા જણાય છે;
સ્વ–પરની ભિન્નતાને જાણતાં સ્વતત્ત્વમાં સંતોષ થાય છે.
સ્વતત્ત્વમાં સંતુષ્ટ થતાં સ્વાશ્રયે વીતરાગભાવ થાય છે.
વીતરાગતામાં જ સુખ છે; અને સુખ તે જીવનું ઈષ્ટ છે.
આ રીતે ઈષ્ટની પ્રાપ્તિનો આ ઉપાય છે.
ને આ જ મહાવીરપ્રભુનો ઈષ્ટ ઉપદેશ છે.
સત્કાયર્
સત્કાર્ય તો તેને કહેવાય કે જેનાં ફળમાં ચોક્કસ પોતાને
શાંતિ મળે. જેનાથી શાંતિ ન મળે તો એવા નિષ્ફળ કાર્યને તો સત્કાર્ય
કોણ કહે? ને એવા નકામા–નિષ્ફળ કાર્યને તો ક્યો સૂજ્ઞપુરુષ કરે?
સૂજ્ઞપુરુષો નિષ્ફળ પ્રવૃત્તિ (તેલ માટે રેતી પીલવા જેવી) કરતા
નથી....જેમાં કાંઈ પણ પ્રયોજન સધાતું હોય એવી જ પ્રવૃત્તિ કરે છે.
હવે એવી પ્રવૃત્તિરૂપ સત્કાર્ય શું છે? તે જોઈએ:–આત્માનું
સ્વકીય ‘સત્’ તો ઉપયોગસ્વરૂપ ચૈતન્યતત્ત્વ છે; તે સત્ ચૈતન્યમાં
પ્રવૃત્તિ,–તે સત્પ્રવૃત્તિ અથવા સત્કાર્ય છે. અને સત્કાર્યમાં પરમ
શાંતિનું વેદન હોવાથી તે સફળ પ્રયોજનરૂપ છે.
સ્વતત્ત્વમાં પ્રવૃત્તિરૂપ આવું સુંદર સત્કાર્ય ત્યારે જ થઈ શકે કે
જ્યારે બીજા બધાથી ભિન્ન, અત્યંત સુંદર એવા સ્વતત્ત્વને જાણ્યું
હોય. સ્વદ્રવ્યની મહાન સુંદરતાને જે જાણે તેને તેમાં જ પ્રવૃત્તિ
કરવાનું મન થાય; ને તેના સિવાય દુઃખદાયક એવી બાહ્યપ્રવૃત્તિથી
તેનું ચિત્ત હટી જાય. આ ધર્મીનું સત્કાર્ય છે, ને તે ચોક્કસ અપૂર્વ
શાંતિ દેનાર છે.

PDF/HTML Page 27 of 41
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
એક હતો હાથી
[બંધુઓ, ઘણા વખતથી તમારી એક વાર્તા અમારી પાસે
લેણી હતી. એક હતું દેડકું, ને એક હતો વાંદરો–એ બે વાર્તા પછી
ત્રીજી હાથીની વાતો કહેવાનું અમે કહેલ, તેથી ઘણા બાળકો તેની
માગણી કરતા હતા. તે વાર્તા અહીં આપી છે; તે આનંદથી
વાંચજો ને તેમાંથી ઉત્તમ બોધ લેજો.
] –બ્ર. હ. જૈન
એક હતો હાથી..ભારે મોટો હાથી! ઘણો સુંદર હાથી,
ભગવાન રામચંદ્રજીના વખતની આ વાત છે.
મહારાજા રાવણ એક વખત લંકા તરફ જતો હતો, ત્યાં વચ્ચે સમ્મેદશિખર ધામ
આવ્યું. આ મહાન તીર્થધામને દેખીને રાવણને ઘણો આનંદ થયો, ને તેની નજીક મુકામ કર્યો.
ત્યાં તો એકાએક મેઘગર્જના જેવી ગર્જના સંભળાવા લાગી, લોકો ભયથી
નાશભાગ કરવા લાગ્યા; લશ્કરના હાથી–ઘોડા વગેરે પણ ભયથી ચીસ પાડવા લાગ્યા.
રાવણે આ કોલાહલ સાંભળ્‌યો, ને મહેલ પર ચડીને જોયું કે–એક ઘણો મોટો ને અત્યંત
બળવાન હાથી ઝૂલતો–ઝૂલતો આવી રહ્યો છે, તેથી આ ગર્જના છે; ને તેનાથી ડરીને
લોકો ભાગી રહ્યા છે; હાથી ઘણો જ સુંદર હતો, આવો મજાનો, ઊંચોઊંચો હાથી દેખીને
રાવણ રાજી થયો; ને તેને આ હાથી ઉપર સવારી કરવાનું મન થયું; એટલે હાથીને
પકડવા માટે તે નીચે આવ્યો ને હાથીની સામે ચાલ્યો. રાવણને દેખતાં જ હાથી તો તેની
સામે દોડ્યો. લોકો તો આશ્ચર્યથી જોઈ રહ્યા કે હવે શું થાશે!
–પણ રાજા રાવણ ઘણો બહાદૂર હતો. ‘ગજકેલિ’ માં એટલે કે હાથી સામે
રમવાની કળામાં તે હોશિયાર હતો. પહેલાંં તો તેણે હાથી સામે એક લાકડી ફેંકી; હાથી
તે સૂંઘવા રોકાયો, ત્યાં તો છલાંગ મારીને રાવણ તે હાથીના માથા ઉપર ચડી ગયો, ને
તેના કુંભસ્થળ પર મૂઠીનો પ્રહાર કરવા લાગ્યો.
હાથી ગભરાઈ ગયો, તેણે સૂંઢ ઊંચી કરીને રાવણને પકડવા ઘણી મહેનત કરી;

PDF/HTML Page 28 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
પણ રાવણ તેના બે દંતૂશૂળ વચ્ચેથી સરકીને નીચે ઊતરી ગયો–આમ ઘણીવાર સુધી
હાથી સાથે રમત કરીને હાથીને થકાવી દીધો; ને છેવટે રાવણ હાથીની પીઠ ઉપર ચડી
ગયો. હાથી પણ જાણે રાજા રાવણને ઓળખી ગયો હોય તેમ શાંત થઈને, વિનયવાન
સેવકની માફક ઊભો રહ્યો. રાવણ તેના ઉપર બેસીને મહેલ તરફ આવ્યો. ચારેકોર
જયજયકાર થઈ રહ્યો.
રાવણને આ હાથી ખૂબ જ ગમી ગયો, તેથી તેને તે લંકા લઈ ગયો; લંકામાં તે
હાથીની પ્રાપ્તિનો ઉત્સવ કરીને તેનું નામ ‘ત્રિલોકમંડન’ રાખ્યું. રાવણના લાખો
હાથીમાં તે પટ્ટહાથી હતો.
* * *
હવે, એકવાર રાવણ સીતાને ઉપાડી ગયો; રામ–લક્ષ્મણે લડાઈ કરીને રાવણને
હરાવ્યો, ને સીતાને લઈને અયોધ્યા આવ્યા; ત્યારે લંકાથી તે ત્રિલોકમંડન હાથીને પણ
પોતાની સાથે લેતા આવ્યા. રામ–લક્ષ્મણના ૪૨ લાખ હાથીમાં તે સૌથી મોટો હતો, ને
તેનું ઘણું માન હતું.
રામના ભાઈ ભરત અત્યંત વૈરાગી હતા, ને મુનિ થવા માંગતા હતા; પણ રામ–
લક્ષ્મણે આગ્રહ કરીને તેને રોક્યા હતા.
એકવાર તે ભરત સરોવરકિનારે ગયેલ; તે વખતે ગજશાળામાં શું બન્યું તે
સાંભળો! મનુષ્યોની ભીડ દેખીને ત્રિલોકમંડન હાથી ગભરાયો, ને સાંકળ તોડીને
ભયંકર અવાજ કરતો ભાગ્યો. હાથીની ગર્જના સાંભળીને અયોધ્યાના લોકો ભયભીત
થઈ ગયા. હાથી તો દોડ્યો જાય છે, રામ–લક્ષ્મણ તેને પકડવા પાછળ દોડે છે. દોડતો
દોડતો તે સરોવર કિનારે ભરત સામે આવ્યો. લોકો ચિંતામાં પડ્યા–હાય! હાય!
ભરતનું શું થશે! તેની મા કૈકેયી તો હાહાકાર કરવા લાગી.
ભરતે હાથી સામે જોયું, ને હાથીએ ભરતને દેખ્યો, બસ, દેખતાવેંત તે એકદમ
શાંત થઈ ગયો; હાથી તેને ઓળખી ગયો કે અરે, આ ભરત તો મારો પૂર્વભવનો પરમ
મિત્ર! હાથીને પૂર્વભવનું જ્ઞાન થયું; પૂર્વભવમાં ભરત તેનો મિત્ર હતો, ને તેઓ બંને
છઠ્ઠા સ્વર્ગમાં સાથે હતા. હાથીને તે યાદ આવ્યું ને ઘણો અફસોસ થયો, કે અરેરે!
પૂર્વભવમાં હું આ ભરતની સાથે જ હતો પણ મેં ભૂલ કરી તેથી હું દેવમાંથી આ પશુ
થઈ ગયો. અરેરે, આવો પશુનો અવતાર! તેને ધિક્કાર છે.
–આમ ભરતને જોતાં જ હાથી એકદમ શાંત થઈને ઊભો રહ્યો. જેમ ગુરુ પાસે

PDF/HTML Page 29 of 41
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
શિષ્ય વિનયથી ઊભો રહે તેમ ભરત પાસે હાથી વિનયથી ઊભો. ભરતે પ્રેમથી તેના
માથે હાથ મૂકીને કહ્યું–અરે ગજરાજ! તને આ શું થયું? તું શાંત થા!! આ તને શોભતું
નથી. તારા ચૈતન્યની શાતિને તું જો.
ભરતના મીઠાં વચન સાંભળતાં હાથીને
ઘણી શાંતિ થઈ; તેની આંખમાંથી આંસુ નીકળવા
લાગ્યા! વૈરાગ્યથી તે વિચારવા લાગ્યો કે અરે, હવે
અફસોસ કરવો શું કામનો?–પણ હવે મારું
આત્મકલ્યાણ થાય, ને હું આ ભવદુઃખથી છૂટું–
એવો ઉપાય કરીશ.–આ રીતે પરમ વૈરાગ્યનું
ચિંતન કરતો તે હાથી એકદમ શાંત થઈને ભરતની
સામે ટગટગ નજરે જોતો ઊભો: જાણે કહેતો હોય
કે હે બંધુ! તમે પૂર્વભવના મારા મિત્ર છો, પૂર્વે
સ્વર્ગમાં આપણે સાથે હતા, તો અત્યારે પણ મને
આત્મકલ્યાણ આપીને આ પશુગતિમાંથી મારો ઉદ્ધાર કરો!
વાહ રે વાહ! ધન્ય હાથી! તેં હાથી થઈને આત્માને સમજવાનું મોટું કામ કર્યું!
પશુ હોવા છતાં તે પરમાત્માને ઓળખી લીધા ને તારું જીવન સાર્થક કર્યું.
હાથીને એકાએક શાંત થઈ ગયેલો જોઈને લોકો આશ્ચર્ય પામ્યા–અરે આ શું
થયું! ભરતે હાથી ઉપર શું જાદૂ કર્યું? તે આમ એકાએક શાંત કેમ થઈ ગયો? ભરત
તેના ઉપર બેસીને નગરીમાં આવ્યો; ને હાથીને હાથીખાનામાં રાખ્યો; માવત લોકો તેની
ખૂબ સેવા કરે છે. તેને રીઝવવા વાજિંત્ર વગાડે છે, તેને માટે લાડવા કરાવે છે; તેને
ઉત્તમ શણગાર સજે છે–પણ આશ્ચર્યની વાત એ છે કે હાથી હવે કાંઈ ખાતો નથી,
વાજિંત્રમાં કે શણગારમાં ધ્યાન દેતો નથી, ઊંઘતો પણ નથી, તે એકદમ ઉદાસ રહે છે;
ક્રોધ પણ નથી કરતો. એકલો–એકલો આંખો મીંચીને શાંત થઈને બેસી રહે છે. ને
આત્મહિતની જ વિચારણા કરે છે–આમ ને આમ ખાધા–પીધા વગર એકદિવસ ગયો, બે
દિવસ ગયા, ચાર દિવસ થઈ ગયા....ત્યારે મહાવતો મૂંઝાયા ને શ્રીરામ પાસે આવીને
કહ્યું–હે દેવ! આ હાથી ચાર દિવસથી કાંઈ ખાતો નથી, પીતો નથી, ઊંઘતો નથી, તોફાન
પણ કરતો નથી; શાંત થઈને બેઠો છે, ને આખો દિવસ કાંઈક ધ્યાન કર્યા કરે છે!–તો શું
કરવું? તેને રીઝવવા અમે ઘણું કરીએ છીએ, તેને પ્રેમથી બોલાવીએ છીએ તો
સાંભળતો નથી. સારૂં સારૂં મિષ્ટભોજન ખવડાવીએ છીએ તો ખાતો નથી.–એના મનમાં
શું છે? તે ખબર

PDF/HTML Page 30 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૭ :
પડતી નથી! મોટા મોટા ગજવૈદ્યને બતાવ્યું, તેઓ પણ હાથીના રોગને જાણી શક્યા
નહિ.–આ હાથીને લીધે આપણી આખી સેનાની શોભા છે. આવો મોટો બળવાન હાથી,
–તેને એકાએક આ શું થઈ ગયું! તે અમને સમજાતું નથી. માટે તેનો કાંઈક ઉપાય કરો!
હાથીની આ વાત સાંભળી, રામ ને લક્ષ્મણ પણ ચિંતામાં પડી ગયા.
એવામાં અચાનક એક સુંદર બનાવ બન્યો?
અયોધ્યાપુરીના આંગણે બે કેવળી ભગવંતો પધાર્યા....તેમનાં નામ દેશભૂષણ
અને કુલભૂષણ! રામ–લક્ષ્મણે વનગમન વખતે આ બે મુનિવરોનો ઉપદ્રવ્ય દૂર કરીને
તેમની ઘણી ભક્તિ કરી હતી, ને તે વખતે તે બંને મુનિવરોને કેવળજ્ઞાન થયું હતું. તેઓ
જગતના જીવોનું કલ્યાણ કરતા–કરતા અયોધ્યાનગરીમાં પધાર્યા. ભગવાન પધારતાં
આખી નગરીમાં આનંદ–આનંદ ફેલાઈ ગયો. સૌ તેમના દર્શન કરવા ચાલ્યા....રામ–
લક્ષ્મણ–ભરત ને શત્રુઘ્ન પણ ત્રિલોકમંડન હાથી ઉપર બેસીને તે ભગવંતોનાં દર્શન
કરવા ચાલ્યા....ને આવીને ધર્મોપદેશ સાંભળવા બેઠા. ભગવાને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ મોક્ષમાર્ગ બતાવીને તેનો અદ્ભુત ઉપદેશ આપ્યો. તે સાંભળીને સૌને ઘણો
આનંદ થયો.
ત્રિલોકમંડન હાથીના આનંદનો પણ પાર નથી. તે કેવળીભગવાનના દર્શનથી
ઘણો જ પ્રસન્ન થયો છે, ને ધર્મોપદેશ સાંભળીને તેનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ ગયું છે.
તેણે અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત કરી છે, ને ભગવાનને નમસ્કાર કરીને શ્રાવકનાં વ્રત
અંગીકાર કર્યા છે.–ધન્ય છે હાથીભાઈ, તમને! તમે આત્માને ઓળખીને તમારું જીવન
શોભાવ્યું છે! તમે પશુ નથી પણ દેવ છો, ધર્માત્મા છો, દેવોથી પણ મહાન છો.
બાળકો, જુઓ જૈનધર્મનો પ્રતાપ! એક હાથી જેવો પશુનો જીવ પણ જૈનશાસન
પામીને કેવો મહાન થઈ ગયો! તો તમેય આવું મજાનું જૈનશાસન પામીને, હાથી જેવા
બહાદૂર થઈને, આત્માની ઓળખાણ કરજો, ને ઉત્તમ વૈરાગ્યજીવન જીવજો!
ભગવાનનો ઉપદેશ સાંભળ્‌યા પછી મહારાજા લક્ષ્મણે પૂછયું–હે ભગવાન! આ
ત્રિલોકમંડન હાથી પહેલાંં ગજબંધન તોડીને ક્રોધિત થયો, ને પછી ભરતને દેખતાં
એકદમ શાંત થઈ ગયો–તેનું શું કારણ? ભરતને પણ તેના ઉપર વહાલ કેમ આવે છે?
તે કૃપા કરીને કહો.
ત્યારે દેશભૂષણ કેવળીએ કહ્યું–આ હાથી પ્રથમ તો લોકોની ભીડ દેખીને
મદોન્મત્ત થયો ને ક્ષોભ પામ્યો, તેથી બંધન તોડીને ભાગ્યો; અને ભરતને દેખીને શાંત
થઈ ગયો તેનું કારણ એ છે કે ભરતનો જીવ અને આ હાથીને જીવ બંને પૂર્વભવનાં
મિત્રો છે–સાંભળો, તેમનાં પૂર્વભવ–

PDF/HTML Page 31 of 41
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
[ભરત અને હાથીનાં પૂર્વભવ]
આ ભરત અને ત્રિલોકમંડન–હાથી બંને જીવો ઘણા ભવ પહેલાંં ભગવાન
ઋષભદેવના વખતમાં ચંદ્ર તથા સૂર્ય નામના બે ભાઈ હતા. કુધર્મ સેવીને બંનેએ ઉંદર–
મોર–પોપટ–સર્પ–હાથી–દેડકું–બિલ્લી–કુકડો વગેરે ઘણા ભવો કર્યા; અને બંનેએ
એકબીજાને ઘણી વાર માર્યા. ઘણીવાર ભાઈ થયા, વળી પિતા–પુત્ર થયા. આ રીતે
ભવભ્રમણ કરતા–કરતા કેટલાક ભવ પછી ભરતનો જીવ તો જૈનધર્મ પામ્યો ને મુનિ
થઈને છઠ્ઠા સ્વર્ગમાં ગયો.
આ હાથીનો જીવ પણ પૂર્વભવમાં વૈરાગ્યથી મૃદુમતિ નામનો મુનિ થયેલો, બીજા
એક મહાઋદ્ધિધારી મુનિરાજ બહુ ગુણવાન અને તપસ્વી હતા. તેમણે ચોમાસામાં ચાર
માસના ઉપવાસ કરેલા, ને પછી ચોમાસું પૂરું થતાં અન્યત્ર વિહાર કરી ગયા. હાથીનો
જીવ–મૃદુમતિ મુનિ જ્યારે ગામમાં આવ્યા, ત્યારે ભૂલથી લોકોએ તેને જ મહાતપસ્વી
સમજી લીધા ને તેનું સન્માન કરવા લાગ્યા; તેને ખ્યાલમાં આવ્યું કે લોકો ભ્રમથી મને
ઋદ્ધિધારી–તપસ્વી–મુનિ સમજીને મારો આદર કરી રહ્યા છે.–આમ જાણવા છતાં માનના
માર્યા તેણે લોકોને સાચી વાત ન કરી, કે પેલા તપસ્વી મુનિરાજ તો બીજા હતા, ને હું
બીજો છું–શલ્યપૂર્વક માયાચાર કર્યો; તે તેને તિર્યંચગતિનું કારણ બન્યું. ત્યાંથી મરીને,
મુનિપણાના તપને લીધે પ્રથમ તો તે છઠ્ઠા સ્વર્ગમાં ગયો. ભરતનો જીવ પણ ત્યાં જ
હતો. તે બંને મિત્રો હતા. તેમાંથી એક તો અયોધ્યાનો રાજપુત્ર ભરત થયો છે, ને બીજો
જીવ માયાચારને લીધે આ હાથી થયો છે. તેનું અત્યંત મનોહર રૂપ દેખીને લંકાના રાજા
રાવણે તેને પકડ્યો, ને તેનું નામ ત્રિલોકમંડન રાખ્યું. રાવણને જીતીને રામ–લક્ષ્મણ તે
હાથીને અહીં લઈ આવ્યા. પૂર્વભવના મિત્રોનું અહીં મિલન થયું અને પૂર્વભવના
સંસ્કારને લીધે ભરતને જોતાં જ હાથી શાંત થઈ ગયો; તેને જાતિસ્મરણ થયું છે ને
પોતાના પૂર્વભવ સાંભળીને સંસારથી એકદમ વૈરાગ્ય જાગ્યો છે; આત્માની સાધનામાં
તેણે પોતાનું ચિત્ત જોડ્યું છે, ને શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા છે.
દેશભૂષણ કેવળીની સભામાં પોતાના પૂર્વભવોની વાત સાંભળીને વૈરાગી ભરતે
ત્યાં જ જિનદીક્ષા ધારણ કરી લીધી, ને પછી કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામ્યા. તેનો
મિત્ર હાથી પણ સંસારથી વિરક્ત થયો; તે હાથીએ આત્માનું ભાન પ્રગટ કરીને શ્રાવક–
વ્રત અંગીકાર કર્યા વાહ! હાથીનો જીવ શ્રાવક બન્યો...પશુ હોવા છતાં દેવથી પણ મહાન
બન્યો! ને હવે અલ્પકાળે તે મોક્ષને પામશે.

PDF/HTML Page 32 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
હાથીની આવી વાત સાંભળીને રામ–લક્ષ્મણ વગેરે બધાને આનંદ થયો. હે ભવ્ય
પાઠક! તને પણ આનંદ થયોને?–હા! તો તું પણ હાથીની જેમ તારા આત્માને
જિનધર્મની આરાધનામાં જોડજે, ને માન–માયાના ભાવને છોડજે.
હાથીના અને ભરતના પૂર્વભવની વાત સાંભળીને રામ–લક્ષ્મણ વગેરે સૌ
આશ્ચર્ય પામ્યા. ભરતની સાથે એક હજાર રાજાઓ દીક્ષા લઈને મુનિ થયા. ભરતની
માતા કૈકેયી પણ જિનધર્મની પરમ ભક્ત, વૈરાગ્ય પામીને અર્જિકા થઈ; તેની સાથે
બીજી ૩૦૦ સ્ત્રીઓએ પૃથ્વીમતિમાતા પાસે દીક્ષા લીધી.
ત્રિલોકમંડન હાથીના હૈયામાં તો કેવળીભગવાનના દર્શનથી આનંદ સમાતો
નથી; પૂર્વભવ સાંભળીને તે એકદમ ઉપશાંત થયો છે. સમ્યગ્દર્શન સહિત, તે હાથી,
વૈરાગ્યથી રહે છે ને શ્રાવકનાં વ્રત પાળે છે. પંદર–પંદર દિવસના કે મહિના–મહિનાના
ઉપવાસ કરે છે, અયોધ્યાના નગરજનો ઘણા વાત્સલ્યપૂર્વક શુદ્ધ આહાર–પાણી વડે તેને
પારણું કરાવે છે. આવા ધર્માત્મા હાથીને દેખીને બધાને તેના ઉપર ઘણો પ્રેમ આવે છે.
તપ કરવાથી ધીમે ધીમે તેનું શરીર દૂબળું પડવા લાગ્યું, ને અંતે સમાધિપૂર્વક ધર્મધ્યાન
કરતાં–કરતાં દેહ છોડીને તે સ્વર્ગમાં ગયો...ને થોડા વખતમાં મોક્ષ પામશે.
એક હાથીની વાર્તા પૂરી!
બાળકો! હાથીની વાર્તા તમને ગમી!
વાહ ભાઈ વાહ! બહુ જ ગમી! હજી બીજા હાથીની વાર્તા પણ કહોને!
ભલે ભાઈ! તમને કાંઈ ના કહેવાશે? બીજા હાથીની વાર્તા પણ કહેશું. તમે
પ્રેમથી વાંચજો. તમે પણ હાથી જેવા થાજો!–હાથી જેવા તોફાની નહીં હો, પણ હાથી
જેવા ધર્માત્મા થાજો.....આત્માને ઓળખજો ને મોક્ષને સાધજો.
અનંત ચૈતન્યવૈભવવાળા આત્માને જેણે જાણ્યો તેણે ચૌદ
બ્રહ્માંડના સારને જાણી લીધો અહા, આત્માને જાણવામાં અંતર્મુખ
ઉપયોગનો અનંત પુરુષાર્થ છે; તેમાં તો મોક્ષમાર્ગ આવી જાય છે.
સ્વમાં જે સન્મુખ થયો તેણે પરથી સાચી ભિન્નતા જાણી, એટલે ખરું
ભેદજ્ઞાન થયું. આવી દશા હોય તે જીવ ધર્મી છે,–ભલે તે
ગૃહસ્થપણામાં હોય....કે ગમે ત્યાં હોય!

PDF/HTML Page 33 of 41
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
[નિર્વાણમહોત્સવ સમાચાર પાનું ૪ થી ચાલુ]
રાજસ્થાન સરકારે આ નિર્વાણમહોત્સવના વર્ષમાં કોઈને ફાંસી ન દેવાની
જાહેરાત કરી છે. (અનેક શહેરોમાં ફિલ્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે
આપણા જૈનસ્થાનોમાં આપણી ધાર્મિકફિલ્મોનું આયોજન કરીએ તે ઉચિત છે, પરંતુ
સામાજિક થિએટરોમાં–જ્યાં બીભત્સ પ્રેમચિત્રોનું પ્રદર્શન થતું હોય છે તેની વચ્ચે
આપણા ધર્મનું પ્રદર્શન કરવું ઉચિત નથી,–કેમકે તેવા સ્થાનો તો આપણે માટે
અનાયતન છે. જેમ હોટેલમાં જવું ઉચિત નથી તેમ એવા થિયેટરોમાં જવું પણ ઉચિત
નથી. એક તરફથી આપણે આપણા યુવાનોને એવી ફિલ્મો ન જોવા માટે ભલામણ
કરીએ, અને પાછા તે જ થિએટરોમાં આપણી ફિલ્મોનો કાર્યક્રમ ગોઠવીએ,–તે યોગ્ય નથી.)
મદ્રાસમાં તેમજ મોરબીમાં સમસ્ત જૈનોએ હળીમળીને આનંદપૂર્વક મહાવીર
ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢી હતી;–ધર્મધ્વજ–બેન્ડવાજાં વગેરેથી સુસજ્જિત રથ–
યાત્રામાં સમસ્ત જૈનોનો ઉત્સાહ દેખીને જનતા પ્રભાવિત થઈ હતી. આખી નગરી
મહાવીરના જયકારથી ગુંજી ઊઠી હતી. મદ્રાસમાં તો ૬૩ ટ્રકમાં ધાર્મિકરચનાઓ
(મોડેલો) ઘણી જ આકર્ષક હતી. બાળકોનો ઉત્સાહ પણ અનેરો હતો; શિરપુર
(મધ્યપ્રદેશ) ના બાવલવાશ ગામમાં પટવારી શેરમહમદજીના સભાપતિસ્થાને વીર–
નિર્વાણોત્સવની સભા થઈ હતી, તેમાં સભાપતિજીએ આજીવન માંસાહારનો ત્યાગ,
તથા જીવહિંસાનો ત્યાગ કર્યો હતો. અનેક માણસોએ રાત્રિભોજન ત્યાગ કર્યો હતો.
જામનગરમાં નિર્વાણોત્સવ પ્રસંગે બાળકોએ સુંદર કાર્યક્રમ રજુ કર્યો હતો. પ્રભાતફેરી
બાળકોનું કૂચગીત–(–વીરપ્રભુનાં સૌ સંતાન....છે તૈયાર છે તૈયાર!) તથા નિર્વાણ–
પૂજન, મંદિરમાં રોશની, ધ્વજાની સજાવટ, ધાર્મિક નાટકો, નૃત્ય–ભજન, ધાર્મિક પરીક્ષા
તથા ઈનામોની વહેંચણી થઈ હતી. સોનગઢના ઉત્સવના સમાચારો ગતાંકમાં આપી
ગયા છીએ. તે ઉપરાંત ઉત્સવ નિમિત્તે ત્રણ દિવસ સુધી પંચપરમેષ્ઠીનું સામૂહિક પૂજન
થયું હતું. ખૈરાગઢમાં ૬૪ ઋદ્ધિ વિધાનપૂજન થયું હતું. વાંકાનેરમાં પંચપરમેષ્ઠીવિધાન
થયું હતું. કારતક વદ દશમે ભગવાન મહાવીરના દીક્ષાકલ્યાણકની ઉજવણી થઈ હતી.
સવારમાં પ્રભાતફેરી, પૂજનાદિ કાર્યક્રમો હતા. આ ઉપરાંત મુંબઈ–દાદર–મલાડ–
ઘાટકોપર રખિયાલ, જાંબુડી, રાજકોટ, જેતપુર હૈદરાબાદ તેમજ રાજસ્થાન–મધ્યપ્રદેશના
કેટલાય ગામોથી પણ ઉત્સાહવર્દ્ધક સમાચાર આવ્યા છે. કેટલુંક લખીએ...થોડું લખ્યું
ઝાઝું કરીને વાંચજો. (–બ્ર. હ. જૈન) –जय महावीर
जैनेन्द्रं धर्मचक्रं प्रभवतु सतं सर्व सौख्यप्रदायो

PDF/HTML Page 34 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૩૧ :
વૃદ્ધજનો માટેનો વૈરાગ્ય–વિભાગ
વૃદ્ધાવસ્થાજનિત અનેક રોગાદિથી ને ચિન્તાથી કદાચ તમે ઘેરાયેલા હશો...ને
કોઈવાર દીન–પરિણામ થઈ જતા હશે....તો હે મુમુક્ષુ–વડીલ! તમને તે શોભતું
નથી. શરીરનો તો એવો સ્વભાવ જ છે કે વૃદ્ધતા–રોગાદિ થાય. તેની સામે
આત્માનો સ્વભાવ વિચારીને ઉત્સાહ–પરિણામ કરો.
સાચું નીરોગ થવું હોય ને આનંદ જોઈતો હોય તો આત્માને શાંતપરિણામમાં
રાખવો. ક્રોધ તે રોગ છે, શાંતિ તે સુખ છે.
જૈનધર્મને પામ્યો તે જીવ દીન કે ગરીબ હોય નહિ, કેમકે–
* દુનિયામાં સૌથી શ્રેષ્ઠ રત્ન જિનવરદેવ,
*
રત્નત્રયવંત મુનિરાજ પરમગુરુ,
* આત્મસ્વરૂપ કહેનારી જિનવાણી,
–આવા સર્વોત્કૃષ્ટ ત્રણ રત્નો જેના અંતરમાં સદાય બિરાજે છે તે ગરીબ શેનો?
ને તેને દીનતા કેવી?–અને એ ત્રણ મહારત્નો પરભવમાંય સાથે જ રહેવાના છે. દેહ
અને પરિવાર ભલે છૂટશે પણ એ દેવ–ગુરુ–ધર્મ મારા અંતરમાંથી કદી નહિ છૂટે.–આમ
વિચારીને હોંશથી–ઉત્સાહથી તેમની આરાધના કરવી.
આખો સંસાર ભલે પ્રતિકૂળ થાય, પણ દેવ–ગુરુ–ધર્મ કદી તને પ્રતિકૂળ નહિ
થાય,–એ તારા સદાયના સાથીદાર ને સાચા હિતસ્વી છે.
કોઈ કહે કે તમારે શું જોઈએ?
–તો મુમુક્ષુ કહે છે–મારી પાસે વીતરાગી દેવ–ગુરુ–ધર્મ તો છે, તેઓ મને
આત્માની અપૂર્વ અનુભૂતિ આપે છે.–જો એનાથી સારું બીજું કાંઈ જગતમાં હોય
તો મને આપો.
–એનાથી સારૂં તો જગતમાં બીજા કાંઈ નથી, કે જેને હું ઈચ્છું.
આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી, એ જ એક મારી ભાવના છે...એ જ
ઈષ્ટ છે.

PDF/HTML Page 35 of 41
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
આ રીતે, મુમુક્ષુને આ જગતમાં પોતાના આત્માની આનંદઅનુભૂતિ સિવાય
બહારમાં બીજા કોઈની ભાવના હોતી નથી; નિરંતર દિન–રાત તે
નિજઅનુભૂતિને જ ભાવે છે.
અહો, અનુભૂતિની ભાવના કરતાં–કરતાં મુમુક્ષુને એવી મજાની શાંતિને ઉત્સાહ
જાગે છે કે દુનિયાની બધી ચિન્તાઓ ને દુઃખો દૂર થઈ જાય છે. માટે આવી
આત્મભાવના ભાવવી.
જય મહાવીર



આત્માને સુખી થવું છે;
મોક્ષ વગર પૂર્ણ સુખ હોઈ શકે?..............ના.
મુનિદશા વગર મોક્ષ હોઈ શકે?..............ના.
આત્માના જ્ઞાન વગર મુનિદશા થાય?..............ના.
જ્ઞાનસ્વભાવના નિર્ણય વગર આત્મજ્ઞાન થાય?..............ના.
સર્વજ્ઞના નિર્ણય વગર જ્ઞાનસ્વભાવનો નિર્ણય થાય..............ના.
–માટે–
જેને સુખી થવું હોય તેણે
સર્વજ્ઞને ઓળખીને તેમના જેવા પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને સ્વાનુભવથી સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન કરવું.
સમ્યગ્દર્શન–જ્ઞાન કરીને વૈરાગ્યપૂર્વક શુદ્ધોપયોગવડે મુનિદશા પ્રગટ કરવી. મુનિ થઈને
આત્મસ્વરૂપમાં લીનતાવડે કેવળજ્ઞાનને મોક્ષદશા કરવી.
બસ, પછી તો આપણને સુખ–સુખ ને સુખ! સુખનો કદી પાર નહીં.
વાહ ભાઈ વાહ! સુખી થવાની કેવી મજાની રીત!!
ચાલો સાધર્મીઓ, આપણે બધા સાથે મળીને તે રીત કરીએ ને સુખી થઈએ.

PDF/HTML Page 36 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૩૩ :
વીરનિર્વાણ–મહોત્સવમાં વીરબાળકોનો સહકાર
અહો, અમારા જીવનમાં અમારા ભગવાનનો આવો મહાન
ઉત્સવ ઉજવવાનો અવસર આવ્યો–એવા ઉલ્લાસભાવથી સમાજના
બાળકો–યુવાનો નિર્વાણમહોત્સવમાં કેવો સુંદર સાથ આપી રહ્યા છે, તે
આપણે સૌ જોઈ રહ્યા છીએ, ને સમાજમાં આવો સુંદર ઉત્સાહ દેખીને
હર્ષ થાય છે. સૌએ ઉત્સવનિમિત્તે અઢીહજારપૈસા (પચીસ રૂપિયા)
મોકલ્યા છે અને હજી ચાલુ છે; માનનીય પ્રમુખશ્રીએ આ બધી રકમ
બાલવિભાગને લગતી યોજનાઓમાં વાપરવાનું મંજુર કરેલ છે, ને આ
યોજનાઓ નક્કી કરવાનું સંપાદકને સોંપેલ છે. તો બાળકોને
ધર્મસંસ્કારોમાં ઉત્તેજન મળે તેવી કોઈ યોજનાઓ સૂચવવા જિજ્ઞાસુ
ભાઈ–બહેનોને નિમંત્રણ છે. આ વિભાગમાં જેમના તરફથી રૂા. ૨૫)
આવેલ છે તેમનાં નામોની વિશેષ યાદી અહીં આપી છે.
૩૧૩ રશ્મીબેન ૩૨૯ ઉષાબેન રમણીકલાલ ભાયાણી
૩૧૪ શ્રુતકુમાર કુમુદચંદ શાહ મુંબઈ ૩૩૦ ભરતભાઈ રમણીકલાલ ભાયાણી
૩૧૫ કલ્પનાબેન ભોગીલાલ મુંબઈ ૩૩૧ ભુપેન્દ્ર રમણીકલાલ ભાયાણી
૩૧૬ યોગેશભાઈ ભોગીલાલ મુંબઈ ૩૩૨ કમલેશ રમણીકલાલ ભાયાણી
૩૧૭ દક્ષાબેન ભોગીલાલ મુંબઈ ૩૩૩ ધીરૂભાઈ ટી. ઝાલા બેંગલોર
૩૧૮ સુનીલભાઈ ભોગીલાલ મુંબઈ ૩૩૪ રાજેશકુમાર મનસુખલાલ ભાયાણી
૩૧૯ ચેતનાબેન પ્રેમજીભાઈ–મલાડ મુંબઈ ૩૩૫ પન્નાલાલજી જૈન ફીરોઝાબાદ
૩૨૦ અતુલભાઈ પ્રેમજીભાઈ–મલાડ મુંબઈ ૩૩૬ પ્રકાશ જૈન અલવર
૩૨૧ દર્શનાબેન પ્રેમજીભાઈ–મલાડ મુંબઈ ૩૩૭ નવલચંદ જગજીવનદાસ સોનગઢ
૩૨૨ હિંમતલાલ લાલચંદ ચીતલ ૩૩૮ હરીજ જેઠાલાલ દોશી સીંકદરાબાદ
૩૨૩ શાંતિલાલ પરમાણંદ મિયાગામ ૩૩૯ હિમાંશુ જેઠાલાલ દોશી સીંકદરાબાદ
૩૨૪ ઈચ્છાબેન મણીલાલ મુંબઈ ૩૪૦ રીનાબેન હસમુખલાલ સીંકદરાબાદ
૩૨૫ પુષ્પાબેન લાભુભાઈ મુંબઈ ૩૪૧ જયેશભાઈ હસમુખલાલ સીંકદરાબાદ
૩૨૬ સુરેશ અમૃતલાલ લીંબડી ૩૪૨ મંજુલાબેન રમણીકલાલ ભાયાણી
૩૨૭ માણેકચંદ કપૂરચંદ ઈન્દૌર ૩૪૩ ભુપેન્દ્ર, મુકેશ, સંજીવ બરોડા
૩૨૮ મમતા કલોથ સ્ટોર્સ ઈન્દૌર ૩૪૪ બાબુભાઈ ગોપાળદાસ અમદાવાદ

PDF/HTML Page 37 of 41
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
૩૪૫ કોકિલાબેન પોપટલાલ લીંબડી ૩૭૧ ભારતીબેન દિનેશચંદ્ર સુરત
૩૪૬ ખેતશી વીરપાળ ૩૭૨ અનીલચંદ્ર દિનેશચંદ્ર સુરત
૩૪૭ રાહુલ જીતેશકુમાર દેહગામ ૩૭૩ કેતનભાઈ દિનેશચંદ્ર સુરત
૩૪૮ લાભુબેન (કાનાતળાવવાળા)૩૭૪ ધર્મેશભાઈ શીરીષભાઈ સુરત
૩૪૯ મદનલાલ પુષ્પેન્દ્રકુમાર જૈન ૩૭૫ ફાલ્ગુન શીરીષભાઈ સુરત
૩૫૦ સુરેશચંદ જૈન બડૌત ૩૭૬ પંકજભાઈ નારણદાસ દાણી સુરત
૩૫૧ જયેશકુમાર તથા માલતીબેન ૩૭૭ કુમારી સુલોચન જૈન
વી. જૈન અમદાવાદ ૩૭૮ સોનલ અનંતરાય જૈન જલગાંવ
૩૫૨ ભંવરલાલ ભેરૂલાલ જૈન મુંબઈ ૩૭૯ સુધેશકુમાર અનંતરાય જલગાંવ
૩૫૩ ભંવરલાલ ભેરૂલાલ જૈન (૨) મુંબઈ ૩૮૦ કાંતાબેન કેવળચંદ મુંબઈ
૩૫૪ કમલાબેન ભંવરલાલ જૈન મુંબઈ ૩૮૧ સરસ્વતીબેન મુંબઈ
૩૫૫ કમલાબેન ભંવરલાલ જૈન (૨) મુંબઈ ૩૮૨ અનપૂર્ણાબેન તથા પ્રજ્ઞાબેન મુંબઈ
૩૫૬ નીરંજનાબેન ભંવરલાલ જૈન મુંબઈ ૩૮૩ શિખરચંદ કૈલાશચંદ્ર જૈન જબલપુર
૩૫૭ રાકેશકુમાર ભંવરલાલ જૈન મુંબઈ ૩૮૪ હિરાચંદ ત્રિભોવનદાસ દામાણી સોનગઢ
૩૫૮ મુકેશકુમાર ભંવરલાલ જૈન મુંબઈ ૩૮૫ હેમંતકુમાર ચીમનલાલ જૈન મોડાસા
૩૫૯ સોનલ–રૂપલબેન રસિકલાલ જૈન મુંબઈ ૩૮૬ ચંદનબેન ચીમનલાલ જૈન મોડાસા
૩૬૦ હેમાંશુકુમાર રસિકલાલ જૈન મુંબઈ ૩૮૭ મૃદુલાબેન ચીમનલાલ જૈન મોડાસા
૩૬૧ રોહિ–રશ્મિ ચંદુલાલ જૈન મુંબઈ ૩૮૮ ડોલરકુમાર ચીમનલાલ જૈન મોડાસા
૩૬૨ નીશાબેન–ચંદ્રિકાબેન સવાઈલાલ મુંબઈ ૩૮૯ અરવિંદકુમાર જેઠાલાલ સીંકદરાબાદ
૩૬૩ શ્રી નેમિકુમાર જૈન સોનગઢ ૩૯૦ અજયકુમાર હસમુખલાલ સીંકદરાબાદ
૩૬૪ બ્રહ્મ. હરિલાલ જૈન સોનગઢ ૩૯૧ જયેશકુમાર હસમુખલાલ સીંકદરાબાદ
૩૬૫ છાયા–કલ્પેશ–નેહાકુમારી જૈન મોરબી ૩૯૨ હિનાબેન હસમુખલાલ સીંકદરાબાદ
૩૬૬ પ્રેમચંદ (ખેમરાજ દુલીચંદ) જૈન ખૈરાગઢ ૩૯૩ હિમાંશુકુમાર જેઠાલાલ સીંકદરાબાદ
૩૬૭ હિતેન્દ્રકુમાર ભરતકુમાર ૩૯૪ હરીશકુમાર જેઠાલાલ મોરબી
૩૬૮ ભદ્રેશભાઈ કે. ભાયાણી ૩૯૫ સતીશકુમાર કાંતિલાલ વીરમગામ
૩૬૯ ચેતનાબેન કે. ભાયાણી ૩૯૬ રાજેશકુમાર નટવરલાલ બોરીવલી
૩૭૦ ખેમરાજ ચૌથમલ્લ લોઢા મંદસૌર તા. ૧૫–૧૨–૭૪ સુધી

PDF/HTML Page 38 of 41
single page version

background image
: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૩૫ :
અમે જિનવરના સંતાન [બાલવિભાગના નવા સભ્યોનાં નામ]
૩૩૪૫ રાજેશ્રીબેન ન્યાલચંદ જૈન વીંછીંયા ૩૩૭૨ ભરતકુમાર વાસુદેવભાઈ જૈન સોનગઢ
૩૩૪૬ દેવયાનીબેન ન્યાલચંદ જૈન વીંછીંયા ૩૩૭૩ કોકિલાબેન વાસુદેવભાઈ જૈન સોનગઢ
૩૩૪૭ રાકેશ ન્યાલચંદ જૈન વીંછીંયા ૩૩૭૪ વિક્રમકુમાર વાસુદેવભાઈ જૈન સોનગઢ
૩૩૪૮ પિનાકીન ન્યાલચંદ જૈન વીંછીંયા ૩૩૭૫ જિનેશકુમાર વાસુદેવભાઈ જૈન સોનગઢ
૩૩૪૯ વિમલકુમાર રસીકલાલ જૈન સુરત ૩૩૭૬ પપ્પુ વાસુદેવભાઈ જૈન સોનગઢ
૩૩૫૦ ચકુબેન રસીકલાલ જૈન સુરત ૩૩૭૭ વિમલ ધરણીધર જૈન સોનગઢ
૩૩૫૧ જાગૃતિબેન ચંદ્રકાંત જૈન અમદાવાદ ૩૩૭૮ વિભાબેન ધરણીધર જૈન સોનગઢ
૩૩૫૨ દીપકકુમાર રમણીકલાલ જૈન સુરત ૩૩૭૯ વિરલ ધરણીધર જૈન સોનગઢ
૩૩૫૩ નીતીનકુમાર રમણીકલાલ જૈન સુરત ૩૩૮૦ જીતેન્દ્ર મનસુખલાલ જૈન સોનગઢ
૩૩૫૪ અલકેશકુમાર રમણીકલાલ જૈન સુરત ૩૩૮૧ લલિત મનસુખલાલ જૈન સોનગઢ
૩૩૫૫ જયશ્રીબેન રમણીકલાલ જૈન સુરત ૩૩૮૨ સ્મિતાબેન મનસુખલાલ જૈન ગોંડલ
૩૩૫૬ વિપુલ ચંદુલાલ જૈન સુરત ૩૩૮૩ જયેશકુમાર હિંમતલાલ જૈન લીંબડી
૩૩૫૭ નયનબેન ચંદુલાલ જૈન સુરત ૩૩૮૪ હર્ષાબેન હિંમતલાલ જૈન લીંબડી
૩૩૫૮ હર્ષાબેન ચંદુલાલ જૈન સુરત ૩૩૮૫ અમીતાબેન હિંમતલાલ જૈન લીંબડી
૩૩૫૯ ચેતનાબેન જમનાદાસ જૈન અમરાવતી ૩૩૮૬ નીતાબેન રોમેશકુમાર જૈન અમદાવાદ
૩૩૬૦ કિરીટકુમાર જમનાદાસ જૈન અમરાવતી ૩૩૮૭ કમલેશ જયંતિલાલ જૈન વઢવાણસીટી
૩૩૬૧ કમલેશ આર. જૈન કોઈમ્બતુર–૯ ૩૩૮૮ વિરલકુમાર નરેશચંદ્ર જૈન મુંબઈ–૪૦૦૦૫૬
૩૩૬૨ ભરતકુમાર રતિલાલ અમદાવાદ–૧ ૩૩૮૯ સોરલકુમાર રમેશચંદ્ર જૈન મુંબઈ–૪૦૦૦૫૭
૩૩૬૩ સોનલ જૈન બેંગ્લોર–૩ ૩૩૯૦ તેજલબેન કનકરાય જૈન જામનગર
૩૩૬૪ મહેશકુમાર લાલચંદ જૈન સુરત–૧ ૩૩૯૧ કિશોર રમણીકલાલ જૈન ઘાટકોપર
૩૩૬૫ પરેશ ચંદ્રકાંત જૈન અમદાવાદ–૧ ૩૩૯૨ અરૂણાબેન રમણીકલાલ જૈન ઘાટકોપર
૩૩૬૬ નીતાબેન રમેશચંદ્ર જૈન અમદાવાદ–૯ ૩૩૯૩ નીરૂપમાબેન રમણીકલાલ જૈન ઘાટકોપર
૩૩૬૭ પૂર્ણિમાબેન રમણલાલ જૈન પાદરા ૩૩૯૪ દિલીપ રમણીકલાલ જૈન ઘાટકોપર
૩૩૬૮ સોનાબેન હસમુખલાલ જૈન વર્દ્ધમાનપુરી ૩૩૯૫ મુકેશ રમણીકલાલ જૈન ઘાટકોપર
૩૩૬૯ શશીકાંત ચંદુલાલ જૈન વર્દ્ધમાનપુરી ૩૩૯૬ વિનોદરાય રમણીકલાલ જૈન ઘાટકોપર
૩૩૭૦ તરલીકાબેન ચંપકલાલ જૈન અમદાવાદ ૩૩૯૭ દર્શનાબેન રમણીકલાલ જૈન ઘાટકોપર
૩૩૭૧ લત્તાબેન એમ. જૈન ભાવનગર ૩૩૯૮ કમલેશ રમણીકલાલ જૈન કોઈમ્બતુર–૯

PDF/HTML Page 39 of 41
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
૩૩૩૯ ગીરીશ કાંતિલાલ જૈન અમદાવાદ ૩૪૦૬ દીપક મહાસુખલાલ જૈન રતનપર
૩૪૦૦ તેજશકુમાર મહેશકુમાર જૈન રાજકોટ ૩૪૦૭ ચેતનાબેન મહાસુખલાલ જૈન રતનપર
૩૪૦૧ ભાવનાબેન ધીરજલાલ જૈન લીંબડી ૩૪૦૮ સ્વાતિબેન મહાસુખલાલ જૈન રતનપર
૩૪૦૨ વિપુલકુમાર ધીરજલાલ જૈન લીંબડી ૩૪૦૯ સંગીતાબેન મહાસુખલાલ જૈન રતનપર
૩૪૦૩ સંજીવકુમાર ધીરજલાલ જૈન લીંબડી ૩૪૧૦ સુભાષચંદ્ર કોદરલાલ જૈન પોશીના
૩૪૦૪ સુનીલ પ્રવિણચંદ્ર જૈન રાજકોટ–૧ ૩૪૧૧ રાકેશ નાનુભાઈ જૈન અમદાવાદ–૧
૩૪૦૫ ધારીણીબેન પ્રવિણચંદ્ર જૈન રાજકોટ–૧ *
મહાવીર–પરિવાર (છ બોલનો સંકલ્પ કરનાર જિજ્ઞાસુઓનાં નામ)
૨૫૪ રતિલાલ ચતુરભાઈ ઘાટકોપર ૨૮૯ નગીનદાસ મોતીચંદ ગાંધી અમરાપુર
૨૫૫ લીલાવતીબેન પોપટલાલ જૈન ગોંડલ
૨૫૬ અરૂણાબેન પ્રેમચંદભાઈ જૈન લાઠી ૨૯૦
થી ૨૯૫
ગુલાબબેન, જયશ્રીબેન રંજનબેન, મુકેશ, મીનાક્ષીબેન, કીર્તિદાબેન અમરાપુર
૨૫૭ મંજુલાબેન ધીરજલાલ જૈન લાઠી ૨૯૬ ભીખુભાઈ શામળજી અમરાપુર
૨૫૮ લાભુબેન છોટાલાલ જૈન લાઠી ૨૯૭ કમલાબેન એસ. પારેખ મુંબઈ–૪
૨૫૯ લાભુબેન જયંતિભાઈ જૈન લાઠી ૨૯૮ છબલબેન પુરૂષોત્તમ કામદાર બોટાદ
૨૬૦ સવિતાબેન હિંમતભાઈ જૈન લાઠી ૨૯૯ મંજુલાબેન શીવલાલ ડગલી બોટાદ
૨૬૧ જેકુરબેન મોહનભાઈ જૈન લાઠી ૩૦૦ ભુરીબેન દામોદરદાસ ગાંધી બોટાદ
૨૬૨ રોમેશ બાબુભાઈ જૈન લાઠી ૩૦૧ કંચનબેન હિંમતલાલ ગોપાણી બોટાદ
૩૦૨–૩ ગંગાબેન તથા વિજયાબેન સોનગઢ ૨૬૩
થી ૨૮૪
દાહોદના ૨૨ મુમુક્ષુ ભાઈ–બહેનો દાહોદ ૩૦૪ દેવજીભાઈ એચ. ધારીઆ મુંબઈ–૩૪
૨૮૫ મનહરલાલ પોપટલાલ શેઠ બેંગ્લોર
૨૮૬ મંજુલાબેન મનહરલાલ શેઠ બેંગ્લોર ૩૦૫
થી ૪૬૦
હિંદી ભાઈ–બહેનોના
૧૫૬ નામ આવેલ છે.
૨૮૭ જીતેન્દ્ર મનસુખલાલ જૈન સોનગઢ (આવતા અંકથી આ નામો છાપવાનું બંધ થશે.)
૨૮૮ લલિત મનસુખલાલ જૈન સોનગઢ
આત્મધર્મ (વીતરાગી સાહિત્ય) પ્રચાર માટે
તથા વધુ પાનાં આપવા માટે આવેલ રકમોની યાદી
૨૦૧ વેણીલાલ છગનલાલ મહેતા અંકલેશ્વર ૫૧ દિગંબર જૈન મુમુક્ષુમંડળ ઈન્દૌર
(આત્મધર્મના વધુ પાનાં માટે ૧૧ સવિતાબેન કોઠારી બેંગલોર
૪૦૦ નેમચંદ મોતીલાલ જૈન દિલ્હી ૧૦૧ દુધીબેન દેવચંદ સોનગઢ
(આત્મધર્મના વધુ પાનાં માટે) ૧૦૧ દિગંબર જૈન મુમુક્ષુ મંડળ જામનગર
૨૫ હંસાબેન અમૃતલાલ મીઠાપુર ૨૧ નારણદાસ કરસનદાસ રાણપુર
૧૫ પ્રાણલાલ પોપટલાલ પાલેજ ૧૦૧ સ્વ. રતિલાલ લક્ષ્મીચંદ ભાવનગર

PDF/HTML Page 40 of 41
single page version

background image
(૧) માગશર સુદ અગિયારસે જેઓ મુનિ થયા, ને પછી માગશર વદ બીજે જેઓ
કેવળજ્ઞાન પામ્યા, તે તીર્થંકર કોણ?
(૨) એક વખત એવું બન્યું કે, એક ભગવાન પાસે સુંદર વસ્તુ ત્રણ હતી તે વધીને
ચાર થઈ; બે વસ્તુ વધીને ત્રણ પૂરી થઈ; ને અસુંદર વસ્તુ બે હતી તે ઘટીને
એક જ રહી. આ બન્યું તે દિવસે માગશર સુદ ૧૧ હતી. તો તે ક્યા
ભગવાન? અને શું બન્યું?
(૩) એકવાર એક જીવને એવું બન્યું કે, તે એક ગતિમાંથી બીજી ગતિમાં ગયો,
તેની આખી ગતિ પલટી ગઈ.–ગતિ પલટવા છતાં તેનું જ્ઞાન એટલું ને એટલું
જ રહ્યું, ન વધ્યું કે ન ઘટ્યું; તેને જ્ઞાન એટલું ને એટલું રહેવા છતાં તેના
ક્ષાયિકભાવો વધી ગયા. આ વાત બની–આસો વદ અમાસે.–તો તે જીવ
કોણ? અને શું બન્યું?
(૪) કુંભ–પ્રભાના પુત્ર જે, ને ત્રણ જગતના પિતા;
સોમે વર્ષે દીક્ષા લીધી, વિવાહ ન જેણે કીધા.
છ જ દિવસમાં કેવળ લઈને લોકાલોકને દીઠા,
મિથિલાપુરમાં દીઠા એનાં વચન મીઠા–મીઠા–એ કોણ?
(૫) એક તીર્થંકર ભગવાન ચૌદમા ગુણસ્થાને બિરાજમાન છે તેમને મારે જોવા
છે; તે માટે હું ગીરનાર ગયો પણ ત્યાં તે ભગવાન ન હતા; સમ્મેદશિખર
ગયો ત્યાં પણ ન હતા; ચંપાપુરી–પાવાપુરીમાં પણ ન હતા; શેત્રુંજય ઉપર
પણ ન હતા. તો તે ભગવાન ક્યાં હશે?
સવારના પ્રવચનમાં શ્રી પ્રવચનસારમાં જ્ઞેયતત્ત્વ–પ્રજ્ઞાપન વંચાય છે. બપોરે
સમયસાર–કળશ ઉપર પ્રવચન થતા હતા તે પૂર્ણ થઈને કારતક વદ તેરસથી પૂજ્ય–
પાદસ્વામીરચિત સમાધિશતકનું વાંચન શરૂ થયું છે. ભોપાલ તથા બેંગલોરમાં
જિનબિબ–પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ નિમિત્તે, તેમ જ અન્ય અનેક સ્થળોએ
મંગલ પ્રસંગે પૂ. શ્રી કાનજીસ્વામીના વિહારનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે. ભોપાલમાં
માહ વદ ત્રીજનું મૂરત છે; ત્યાંનો કાર્યક્રમ માહ સુદ ૧૦ થી માહ વદ ત્રીજ, તા. ૨૧
થી ૨૮ ફેબ્રુઆરી સુધીના આઠ દિવસ છે. તથા બેંગલોરમાં ચૈત્ર સુદ તેરસનું મૂરત
છે; ત્યાંનો કાર્યક્રમ ફાગણ વદ ૧૨ થી ચૈત્ર સુદ ૧૩ સુધીનો છે. વૈશાખ સુદ બીજ
અમદાવાદમાં થશે. વિગતવાર કાર્યક્રમ હવે પછી નક્ક્ી થતાં પ્રસિદ્ધ થશે.