Padmapuran (Gujarati). Parva 15 - Anjnasundri ane Pavananjaykumarna vivahnu varnan; Parva 16 - Anjna ane Pavananjaykumarnu milan.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 10 of 35

 

Page 160 of 660
PDF/HTML Page 181 of 681
single page version

background image
૧૬૦ ચૌદમું પર્વ પદ્મપુરાણ
સર્વ જીવો પ્રત્ય ક્ષમાભાવ, પ્રભાત, મધ્યાહ્ન અને સાયંકાળ છ છ ઘડી તથા ચાર ચાર
ઘડી અને બબ્બે ઘડી અવશ્ય કરવી, પ્રોષધોપવાસ એટલે બન્ને આઠમ, બન્ને ચૌદસ એક
માસમાં ચાર ઉપવાસ સોળ પહોરના પોષા સહિત કરવા, સોળ પહોર સુધી સંસારના
કાર્યનો ત્યાગ કરવો, આત્મચિંતવન અને જિનભક્તિ કરવી. અતિથિ સંવિભાગ એટલે
પરિગ્રહરહિત મુનિ આહાર નિમિત્તે આવે ત્યારે વિધિપૂર્વક બહુ જ આદરથી યોગ્ય આહાર
આપવો અને આયુષ્ય પૂર્ણ થવા સમયે અનશન વ્રત ધારણ કરી સમાધિમરણ કરવું તે
સલ્લેખનાં વ્રત છે. આ ચાર શિક્ષાવ્રત છે. આ પ્રમાણે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર
શિક્ષાવ્રત એ બાર વ્રત જાણવાં. જે જિનધર્મી છે તેમને મદ્ય, માંસ માખણ, ઉંદુબરાદિ
અયોગ્ય ફળ, રાત્રિભોજન, સડેલું અન્ન, અળગણ પાણી પરસ્ત્રી, દાસી કે વેશ્યાસંગમ
ઇત્યાદિ અયોગ્ય ક્રિયાનો સર્વદા ત્યાગ હોય છે. આ શ્રાવકનો ધર્મ પાળીને સમાધિમરણ
કરી, ઉત્તમ દેવ થઈને પછી ઉત્તમ મનુષ્ય થઈને સિદ્ધપદ પામે છે અને જે શાસ્ત્રોક્ત
આચરણ કરવાને અસમર્થ હોય, ન શ્રાવકના વ્રત પાળે, ન યતિના, પરંતુ જિનવચનની
દ્રઢ શ્રદ્ધા હોય તે પણ નિકટ સંસારી છે, સમ્યક્ત્વના પ્રસાદથી વ્રત ધારણ કરી મોક્ષ પામે
છે. સર્વ લાભમાં શ્રેષ્ઠ એવા સમ્યગ્દર્શનના લાભથી આ જીવ દુર્ગતિના ત્રાસથી છૂટે છે. જે
પ્રાણી ભાવથી શ્રી જિનેન્દ્રદેવને નમસ્કાર કરે છે તે પુણ્યાધિકારી પાપના કલેશથી નિવૃત્ત
થાય છે અને જે પ્રાણી ભાવથી સર્વજ્ઞદેવને સ્મરે છે તે ભવ્ય જીવનાં કરોડો ભવના
ઉપાર્જિત અશુભ કર્મ તત્કાળ ક્ષય પામે છે અને જે મહાભાગ્ય ત્રણ લોકમાં સાર એવા
અરહંત દેવને હૃદયમાં ધારણ કરે છે તે ભવકૂપમાં પડતા નથી. તેને નિરંતર સર્વ ભાવ
પ્રશસ્ત છે, તેને અશુભ સ્વપ્ન આવતાં નથી, શુભ શુકન જ થાય છે. જે ઉત્તમ જન
“અર્હતે નમઃ” એવું વચન ભાવથી બોલે છે તેને શીઘ્ર જ મલિન કર્મનો નાશ થાય છે,
એમાં સંદેહ નથી. મુક્તિયોગ્ય જીવોને પરમ નિર્મળ વીતરાગ જિનચંદ્રની કથારૂપ શ્રવણથી
તેમનાં ચિત્તરૂપ કુમુદ પ્રફુલ્લિત થાય છે. જે વિવેકી અરહંત સિદ્ધ સાધુઓને નમસ્કાર કરે
છે તે સર્વ જિનધર્મીઓને પ્રિય છે. તેને અલ્પ સંસારી જાણવો. જે ઉદારચિત્ત જીવ શ્રી
ભગવાનનાં ચૈત્યાલય બનાવરાવે, જિનબિંબ પધરાવે, જિનપૂજા કરે, જિનભક્તિ કરે તેમને
આ જગતમાં ખરેખર કાંઈ દુર્લભ નથી. રાજા હોય કે ખેડૂત હોય, ધનાઢય હોય કે ગરીબ
હોય, જે મનુષ્ય ધર્મયુક્ત હોય તે સર્વે ત્રણ લોકમાં પૂજ્ય છે. જે નર મહાવિનયવાન છે,
કરવા યોગ્ય અને ન કરવા યોગ્યના વિચારમાં પ્રવીણ છે, તેનો વિવેક કરે છે તે
ગૃહસ્થોમાં મુખ્ય છે. જે જીવ મદ્ય, માંસ આદિ અભક્ષ્યનો સંસર્ગ કરતો નથી તેનું જીવન
સફળ છે. શંકા એટલે જિનવચનોમાં સંદેહ, કાંક્ષા એટલે આ ભવ કે પરભવમાં ભોગની
વાંછા, વિચિકિત્સા એટલે રોગી અથવા દુઃખીને દેખી ધૃણા કરવી, આદર ન કરવો,
જિનધર્મથી પરાઙમુખ મિથ્યાદ્રષ્ટિઓની પ્રશંસા કરવી અને હિંસામાર્ગના સેવનારા નિર્દય
મિથ્યાદ્રષ્ટિની પાસે જઈ તેમની સ્તુતિ કરવી એ પાંચ સમ્યગ્દર્શનના અતિચાર છે. તેમના ત્યાગી
ગૃહસ્થોમાં મુખ્ય છે. જે મન, વચન, કાયાથી શુદ્ધ થઈ, પૃથ્વી ઉપર જોઈને નિર્વિકારપણે

Page 161 of 660
PDF/HTML Page 182 of 681
single page version

background image
પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૬૧
મંદિરમાં જાય છે, શુભ કાર્યોમાં ઉદ્યમી છે તેને પુણ્યનો પાર નથી. જે પારકાનાં દ્રવ્યને
તૃણ સમાન દેખે છે, પરજીવને પોતાના સમાન દેખે છે, પરનારીને માતા સમાન દેખે છે
તે ધન્ય છે. જે જીવને એવો ભાવ રહે છે કે એવો દિવસ ક્યારે આવશે કે હું જિનેન્દ્રદીક્ષા
લઈ, મહામુનિ થઈ, પૃથ્વી પર નિર્દ્વંદ્વ વિહાર કરું, આ કર્મશત્રુ અનાદિતા છે, તેનો ક્ષય
કરી ક્યારે સિદ્ધપદ પ્રાપ્ત કરું, આવા નિર્મળ ચિત્તવાળાને કર્મ કેવી રીતે રહે? ભયથી
ભાગી જ જાય. કેટલાક વિવેકી સાત-આઠ ભવમાં મુક્તિ જાય છે, કેટલાક બે-ત્રણ
ભવમાં સંસારસમુદ્રથી પાર થાય છે, કેટલાક ચરમશરીરી ઉગ્ર તપથી શુદ્ધોપયોગના
પ્રસાદથી તદ્ભવ મુક્ત થાય છે. જેમ કોઈ માર્ગનો જાણનાર મનુષ્ય ઝડપથી ચાલે તો
ઝડપથી પોતાના સ્થાને પહોંચે અને કોઈ ધીમે ધીમે ચાલે તો ઘણા દિવસે પહોંચે, પરંતુ
જે માર્ગે ચાલે તે પહોંચે ખરો અને જે માર્ગ ન જાણતો હોય અને સો સો યોજન ચાલે
તો પણ ભમ્યા જ કરે, ઇષ્ટસ્થાનમાં પહોંચે નહિ તેમ મિથ્યાદ્રષ્ટિ ઉગ્ર તપ કરે તો પણ
જન્મ-મરણરહિત અવિનાશી પદ પામે નહિ, સંસારવનમાં જ ભટકે. સંસારવન મોહરૂપ
અંધકારથી આચ્છાદિત છે અને કષાયરૂપ સર્પોથી ભરેલું છે. જે જીવને શીલ નથી, વ્રત
નથી, સમ્યક્ત્વ નથી, ત્યાગ નથી, વૈરાગ્ય નથી, તે સંસારસમુદ્ર કેવી રીતે તરે? જેમ
વિંધ્યાચળ પર્વતથી નીકળેલા નદીના પ્રવાહમાં પર્વત સમાન ઊંચા હાથી તણાઈ જાય ત્યાં
એક સસલું કેમ ન તણાય? તેમ જન્મજરામરણરૂપ ભ્રમણના પ્રવાહમાં મિથ્યામાર્ગી
અજ્ઞાની તાપસ વગેરે ડૂબે છે તો પછી તેમના ભક્તોનું તો શું કહેવું? જેમ શિલા જળમાં
તરવા સમર્થ નથી. તેમ પરિગ્રહધારી કુદ્રષ્ટિ શરણાગતોને તારવા સમર્થ નથી. જે
તત્ત્વજ્ઞાની, તપથી પાપને ભસ્મ કરનાર હલકાં થઈ ગયા છે કર્મ જેમનાં તે ઉપદેશથી
પ્રાણીઓને તારવા સમર્થ છે. આ સંસાર-સાગર મહાભયાનક છે. આમાં આ મનુષ્યક્ષેત્ર
રત્નદ્વીપ સમાન છે તે મહાકષ્ટથી પ્રાપ્ત થાય છે માટે બુદ્ધિમાનોએ આ રત્નદ્વીપમાં
નિયમરૂપ રત્ન ગ્રહવા અવશ્ય યોગ્ય છે. પ્રાણી આ દેહને ત્યજી પરભવમાં જશે. જેમ કોઈ
મૂર્ખ દોરો મેળવવા માટે, મહામણિના હારનો દોરો લેવા મહામણિઓનો ચૂરો કરે તેમ આ
જડબુદ્ધિ જીવ વિષયને અર્થે ધર્મરત્નનો ચૂરો કરે છે. જ્ઞાની જીવોએ સદા બાર ભાવનાનું
ચિંતવન કરવું. આ શરીરાદિ સર્વ અનિત્ય છે. આત્મા નિત્ય છે. સંસારમાં અન્ય કોઈ
જીવનું શરણ નથી, પોતાને પોતે જ શરણ છે તથા વ્યવહારથી પંચપરમેષ્ઠીનું શરણ છે.
આ સંસાર મહાદુઃખરૂપ છે, ચાર ગતિમાં ક્યાંય સુખ નથી, એક સુખનું ધામ સિદ્ધપદ છે.
આ જીવ સદા એકલો છે, એનો કોઈ સાથી નથી. સર્વ દ્રવ્યો જુદાં જુદાં છે, કોઈ કોઈને
મળતું નથી. આ શરીર મહા અશુચિ છે, મળમૂત્રનું ભરેલું પાત્ર છે. આત્મા નિર્મળ છે.
મિથ્યાત્વ, અવ્રત, કષાયયોગ, પ્રમાદથી કર્મનો આસ્રવ થાય છે. વ્રત, સમિતિ, ગુપ્તિ,
દશલક્ષણધર્મ, અનુપ્રેક્ષાઓનું ચિંતવન, પરિષહજ્યથી સંવર થાય છે, આસ્રવને રોકવા તે
સંવર. તપથી પૂર્વોપાર્જિત કર્મની નિર્જરા થાય છે. આ લોક ષટ્દ્રવ્યાત્મક, અનાદિ,
અકૃત્રિમ, શાશ્વત છે, લોકના શિખરે સિદ્ધલોક છે, લોકાલોકનો જ્ઞાયક આત્મા છે.
આત્મસ્વભાવ તે જ ધર્મ છે, જીવદયા

Page 162 of 660
PDF/HTML Page 183 of 681
single page version

background image
૧૬૨ ચૌદમું પર્વ પદ્મપુરાણ
ધર્મ છે. જગતમાં શુદ્ધોપયોગ દુર્લભ છે તે જ નિર્વાણનું કારણ છે. આ પ્રમાણે બાર
અનુપ્રેક્ષાનું વિવેકી જીવ સદા ચિતંવન કરે. આ પ્રમાણે મુનિ અને શ્રાવકના ધર્મનું કથન કર્યું.
પોતાની શક્તિ પ્રમાણે જે જીવ ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય ધર્મનું સેવન કરે તે સુરલોકાદિમાં
તેવું જ ફળ મેળવે છે. કેવળી ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે કુંભકર્ણે ફરી વાર પૂછયુંઃ હે
નાથ! હું ભેદ સહિત નિયમનું સ્વરૂપ જાણવા ઇચ્છું છું. ત્યારે ભગવાને કહ્યું કે, હે કુંભકર્ણ!
નિયમમાં અને તપમાં ભેદ નથી. નિયમ સહિત જીવને તપસ્વી કહે છે માટે બુદ્ધિમાનોએ
નિયમનો સર્વથા પ્રયત્ન કરવો. જેટલા અધિક નિયમ પાળે તેટલું ભલું; અને જો બહુ ન બને
તો અલ્પ નિયમ પાળવા, પણ નિયમ વિના ન રહેવું. જેમ બને તેમ સુકૃતનું ઉપાર્જન કરવું.
જેમ મેઘનાં ટીપાઓથી મહાનદીનો પ્રવાહ થઈ જાય છે અને તે સમુદ્રમાં જઈને મળે છે તેમ
જે પુરુષ દિવસમાં એક મુહૂર્તમાત્ર પણ આહારનો ત્યાગ કરે તો એક માસમાં એક ઉપવાસનું
ફળ પામી સ્વર્ગમાં ઘણો કાળ સુખ ભોગવી મનવાંછિત ફળ પામે. જે જીવ જિનમાર્ગની શ્રદ્ધા
કરતો થકો યથાશક્તિ તપનિયમ કરે તે મહાત્માને દીર્ધકાળ સુધી સ્વર્ગમાં સુખ મળે છે; અને
સ્વર્ગમાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્તમ ભોગ પામે છે.
એક અજ્ઞાની તાપસીની પુત્રી વનમાં રહેતી. તે ખૂબ દુઃખી હતી, બોર વગેરે ખાઈને
આજીવિકા પૂર્ણ કરતી. તેણે સત્સંગથી એક મુહૂર્તમાત્ર ભોજનનો નિયમ કર્યો. તેના પ્રભાવથી
એક દિવસ કોઈ રાજાએ તેને જોઈને તેની સાથે લગ્ન કર્યાં. તેણે ઘણી સંપત્તિ મેળવી. તે
ધર્મમાં ખૂબ સાવધાન થઈ, અનેક નિયમ આદર્યા, જે પ્રાણી સરળ ચિત્તવાળા હોય,
જિનવચન અંગીકાર કરે તે સદા સુખી થાય છે પરલોકમાં પણ ઉત્તમ ગતિ પામે છે. જે જીવ
પ્રતિદિન બે મુહૂર્ત ભોજનનો ત્યાગ કરે તેને એક મહિનામાં બે ઉપવાસનું ફળ મળે છે. ત્રણ,
મુહૂર્તના એક દિવસ રાત થાય છે. આ પ્રમાણે જેટલા નિયમ અધિક તેટલું અધિક ફળ મળે.
નિયમના પ્રસાદથી આ પ્રાણી સ્વર્ગમાં અદ્ભુત સુખ ભોગવે છે. ત્યાંથી ચ્યવીને અદ્ભુત
ચેષ્ટાના ધારક મનુષ્ય થાય છે. જે પ્રાણી રાત્રિભોજનનો ત્યાગ કરે છે, જળમાત્ર પણ છોડે
છે, તેના પુણ્યથી તેનો પ્રતાપ વધે છે, અને જે સમ્યગ્દ્રષ્ટિ વ્રત ધારણ કરે તેના ફળની તો
શી વાત કરવી? માટે સદા ધર્મરૂપ રહેવું અને સદા જિનરાજની ઉપાસના કરવી. જે
ધર્મપરાયણ છે તેમને જિનેન્દ્રનું આરાધન જ શ્રેષ્ઠ છે. જિનેન્દ્રના સમોસરણની ભૂમિ
રત્નકાંચનથી રચાયેલી હોય છે. તેમાં જિનેન્દ્રદેવ આઠ પ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય, મહાસુંદર
રૂપથી નેત્રોને સુખ આપતાં બિરાજે છે. જે ભવ્ય જીવ ભગવાનને ભાવથી પ્રણામ કરે છે તે
વિચિક્ષણ પુરુષ થોડા જ કાળમાં સંસારસમુદ્રને તરે છે.
શ્રી વીતરાગદેવ સિવાય જીવોને કલ્યાણની પ્રાપ્તિનો બીજા કોઈ ઉપાય નથી. માટે
જિનેન્દ્રદેવનું સેવન જ યોગ્ય છે, બીજા હજારો મિથ્યામાર્ગ ઉન્માર્ગ છે. પ્રમાદી જીવ તેમાં ભૂલ
ખાય છે, તે કુમતિઓને સમ્યક્ત્વ નથી. મદ્યમાંસાદિકના સેવનથી દયા નથી. જૈનમતમાં પરમ
દયા છે, રંચમાત્ર પણ દોષની પ્રરૂપણા નથી. અજ્ઞાની જીવોની એ મોટી જડતા છે કે દિવસે

Page 163 of 660
PDF/HTML Page 184 of 681
single page version

background image
પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૬૩
તો આહારનો ત્યાગ કરે અને રાત્રે ભોજન કરીને પાપ ઉપજાવે. ચાર પહોર દિવસે અનશન
કર્યું તેનું ફળ રાત્રિભોજનથી ચાલ્યું જાય છે, ઉલટો પાપનો બંધ થાય છે. રાત્રિભોજન અધર્મ
છે છતાં જેમણે તેને ધર્મ માન્યો છે તે કઠોર ચિત્તવાળાઓને પ્રતિબોધ કરવો બહુ કઠણ છે.
જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે જીવજંતુ નજરે ચડતાં નથી. તે વખતે વિષયના લાલચુ જે
જીવો ભોજન કરે છે તે દુર્ગતિનાં દુઃખ ભોગવે છે. તે યોગ્ય-અયોગ્યને જાણતા નથી. જે
અવિવેકી રાત્રિભોજન કરે છે તે માખી, કીડી, કેશ વગેરેનું ભક્ષણ કરે છે. જે રાત્રિભોજન
કરે છે તે શ્વાન, બિલાડી, ઉંદર આદિ મલિન પ્રાણીઓની એંઠનો આહાર કરે છે. વધુ
વિસ્તારથી શો લાભ? એક જ કહેવાનું કે જે રાત્રિભોજન કરે છે તે સર્વ અશુચિનું ભોજન
કરે છે, સૂર્યાસ્ત થયા પછી કાંઈ નજરે પડે નહિ માટે બે મુહૂર્ત દિવસ બાકી હોય ત્યારથી
માંડીને બે મુહૂર્ત દિવસ ચડે ત્યાં સુધી વિવેકીઓએ ચારે પ્રકારનો આહાર ન કરવો. અશન,
પાન, ખાદ્ય, સ્વાદ્ય એ ચારેય પ્રકારના આહાર છોડવા. જે રાત્રિભોજન કરે છે તે મનુષ્ય
નથી, પશુ છે. જિનશાસનથી વિમુખ, વ્રતનિયમથી રહિત જે રાતદિવસ ભોજન કરે છે તે
પરલોકમાં કેવી રીતે સુખી થાય? જે દયારહિત જીવ જિનેન્દ્રદેવની, જિનધર્મની અને
ધર્માત્માઓની નિંદા કરે છે તે પરભવમાં નરકમાં જાય છે અને ત્યાંથી નીકળીને તિર્યંચ કે
મનુષ્ય થાય તો દુર્ગંધયુક્ત મુખવાળો થાય છે. માંસ, મદ્ય, મધ, રાત્રિભોજન, ચોરી અને
પરનારીનું સેવન કરે છે તે બન્ને જન્મ ખોવે છે. રાત્રિભોજન કરનાર હીન આયુષ્યવાળો,
વ્યાધિપીડિત, સુખરહિત થાય છે. રાત્રિભોજનના પાપથી ઘણો કાળ જન્મમરણનાં દુઃખ
ભોગવે છે, રાત્રિભોજી અનાચારી ભૂંડ, કૂતરો, ગધેડો, બિલાડી, કાગડો થઈ અનેક યોનિમાં
ઘણો કાળ ભ્રમણ કરે છે, જે કુબુદ્ધિ રાત્રિભોજન કરે છે તે નિશાચર સમાન છે અને જે
ભવ્ય જીવ જિનધર્મ પામીને નિયમમાં રહે છે તે સમસ્ત પાપ બાળીને મોક્ષપદ પામે છે. જે
વ્રત લઈને તેનો ભંગ કરે છે તે દુઃખી જ છે. જે અણુવ્રતોમાં પરાયણ રત્નત્રયધારક શ્રાવક
છે તે દિવસે જ ભોજન કરે છે, દોષરહિત યોગ્ય આહાર કરે છે. જે દયાવાન રાત્રિભોજન ન
કરે તે સ્વર્ગમાં સુખ ભોગવી ત્યાંથી ચ્યવીને ચક્રવર્તી આદિનાં સુખ ભોગવે છે. ચક્રવર્તી,
કામદેવ, બળદેવ, મહામાંડળિક, મહારાજા, રાજાધિરાજ, ઉદારચિત્ત, દીર્ધાયુષી, જિનધર્મના
મર્મી, જગતના હિતકર, અનેક નગર ગ્રામાદિકના અધિપતિ, સર્વ લોકના વલ્લભ, દુસ્સહ
તેજના ધારક, રાજાઓના મંત્રી, પુરોહિત, સેનાપતિ, રાજશ્રેષ્ઠી વગેરેનાં ઉચ્ચ પદ
રાત્રિભોજનના ત્યાગી મેળવે છે. સૂર્ય સરખા પ્રતાપી, ચંદ્ર સરખા સૌમ્ય દર્શનવાળા, જેમનો
પ્રતાપ અસ્ત ન પામે એવા તે જ થાય છે જેઓ સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી.
રાત્રિભોજનના પાપથી સ્ત્રી અનાથ, અભાગિની, શોક અને દારિધ્રથી પૂર્ણ, રૂક્ષ શરીરવાળી,
નિંદ્ય અંગોપાંગવાળી, રોગિયલ, એંઠ ખાનાર, મજૂરી કરનાર થાય છે. તેનો પતિ કુરૂપ,
કુશીલ, કોઢી, ધનકુટુંબરહિત હોય છે. રાત્રિભોજનથી વિધવા, બાળવિધવા, અપમાનિત,
મહાદુઃખે પેટ પૂરતું ભોજન મેળવનાર, નિંદાનાં વચનોથી ખિન્ન ચિત્તવાળી સ્ત્રી થાય છે, જે
નારી શીલવાન છે, શાંત ચિત્તવાળી છે, દયાળું છે, રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે સ્વર્ગમાં
મનવાંછિત ભોગ પામે છે. અનેક દેવદેવી

Page 164 of 660
PDF/HTML Page 185 of 681
single page version

background image
૧૬૪ ચૌદમું પર્વ પદ્મપુરાણ
તેમની આજ્ઞા મસ્તકે ચડાવે છે. સ્વર્ગમાં મનવાંછિત ભોગ ભોગવીને શ્રીમંત કુળવાનને
ઘેર જન્મે છે. શુભ લક્ષણ સહિત, સર્વગુણમંડિત, સર્વ કળામાં પ્રવીણ, સૌનાં નેત્ર અને
મનને હરનાર, અમૃત સમાન વાણી બોલનાર, સૌને આનંદ ઉપજાવનાર થાય છે. જે
દયાળુ રાત્રિભોજન ન કરે તે શ્રીકાંત, સુપ્રભા, સુભદ્રા, લક્ષ્મીતુલ્ય થાય છે માટે સ્ત્રી કે
પુરુષ જેનું ચિત્ત નિયમમાં રત છે તે રાત્રિભોજનનો ત્યાગ કરે. આ રાત્રિભોજનના
ત્યાગમાં અતિ અલ્પકષ્ટ છે અને એનું ફળ ઉત્કૃષ્ટ છે માટે વિવેકી આ વ્રત આદરે.
પોતાનું કલ્યાણ કોણ ન ઇચ્છે? ધર્મ તો સુખની ઉત્પત્તિનું મૂળ છે અને અધર્મ દુઃખનું
મૂળ છે આમ જાણીને ધર્મને ભજો, અધર્મને તજો. લોકમાં આબાળગોપાળ સૌ જાણે છે કે
ધર્મથી સુખ થાય છે અને અધર્મથી દુઃખ થાય છે. ધર્મનું માહાત્મ્ય જુઓ. ધર્મથી દેવલોક
મળે. ત્યાંથી ચ્યવીને ઉત્તમ મનુષ્ય થાય, જળસ્થળમાં ઉત્પન્ન રત્નોના સ્વામી થાય,
જગતની માયાથી ઉદાસ, પરંતુ થોડો સમય મહાવિભૂતિના સ્વામી થઈ ગૃહવાસ ભોગવે
છે. ત્યાં તેમને અનેક ઉત્કૃષ્ટ અનુકૂળતાઓ મળે છે. સકળ સુખનું મૂળ ધર્મ છે એ વાત
કેટલાક મૂર્ખાઓ જાણતા નથી, તેમને ધર્મનો પ્રયત્ન હોતો નથી. કેટલાક મનુષ્યો
સાંભળીને જાણે છે કે ધર્મ ભલો છે, પરંતુ પાપકર્મના વશે અકાર્યમાં પ્રવર્તે છે, ધર્મનું
સેવન કરતા નથી. કેટલાકને અશુભ કર્મ ઉપશમતાં તેઓ શ્રી ગુરુની નજીક જઈ, ઉદ્યમી
થઈને ધર્મનું સ્વરૂપ પૂછે છે. તેઓ ગુરુના વચનપ્રભાવથી વસ્તુનું રહસ્ય જાણી શ્રેષ્ઠ
આચરણ કરે છે. જે ધર્માત્મા પાપક્રિયાથી રહિત થઈ નિયમનું પાલન કરે છે તે ગુણવાન
પુરુષ સ્વર્ગમાં અદ્ભુત સુખ પામે છે અને પરંપરાએ મોક્ષ પામે છે. જે મુનિરાજને
નિરંતર આહાર આપે છે, જેને એવો નિયમ હોય કે મુનિના આહારનો સમય વીત્યા પછી
ભોજન કરવું તે પહેલાં ન કરવું તેમને ધન્ય છે, તેમને જોવા દેવો પણ તલસે છે. દાનના
પ્રભાવથી મનુષ્ય ઇન્દ્રનું પદ પામે અથવા મનવાંછિત સુખનો ભોક્તા ઇન્દ્ર સમાન દેવ
થાય છે જેમ વડનું બીજ નાનું હોય છે તે મોટું થઈને વૃક્ષરૂપે પરિણમે છે તેમ દાન, તપ
અલ્પ હોય તો પણ મોટું ફળ આપે છે. એક સહસ્ત્રભટ નામના યોદ્ધાએ એવું વ્રત લીધું
હતું કે મુનિના આહારની વેળા વીત્યા પછી હું ભોજન કરીશ. એક દિવસે તેને ત્યાં
ઋદ્ધિધારી મુનિરાજ આહારાર્થે આવ્યા અને તેમને નિરંતરાય આહાર મળ્‌યો ત્યારે તેને ઘેર
પંચાશ્ચર્ય પ્રગટ થયા. તે સહસ્ત્રભટ ધર્મના પ્રસાદથી કુબેરકાંત શેઠ થયો. તેને જોતાં
બધાને આનંદ થતો, ધર્મમાં તેની બુદ્ધિ આસક્ત હતી, પૃથ્વી પર તેનું નામ વિખ્યાત હતું,
તેને અનેક સેવકો હતા, તે પૂનમના ચંદ્ર જેવો કાંતિમાન હતો, સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ હતો.
તે સંસારથી વિરક્ત થઈ મુનિ થયા અને છેવટે સંસારથી પાર થયા. જે સાધુના આહારના
સમય પહેલાં આહાર ન કરવાનો નિયમ લે છે તે હરિષેણ ચક્રવર્તીની જેમ મહાન ઉત્સવ
પામે છે. હરિષેણ ચક્રવર્તી આ જ વ્રતના પ્રભાવથી મહાન પુણ્ય ઉપાર્જીને લક્ષ્મીના નાથ
બન્યા. એ જ પ્રમાણે જે સમ્યગ્દ્રષ્ટિ ભવ્ય જીવ મુનિની પાસે જઈ એક વાર ભોજનનો
નિયમ કરે છે તે એક ભુક્તિના પ્રભાવથી સ્વર્ગ વિમાનમાં ઊપજે છે. જ્યાં સદા

Page 165 of 660
PDF/HTML Page 186 of 681
single page version

background image
પદ્મપુરાણ ચૌદમું પર્વ ૧૬પ
પ્રકાશ છે, રાત્રિદિવસ નથી, નિદ્રા નથી ત્યાં સાગરો સુધી અપ્સરાઓ વચ્ચે રમે છે.
મોતીના હાર, રત્નોના કડા, કંદોરા, મુગટ, બાજુબંધ ઇત્યાદિ આભૂષણ પહેર્યાં હોય, શિર
પર છત્ર ઝૂલતા હોય, ચામર ઢોળાતા હોય એવા દેવલોકનાં સુખ ભોગવી ચક્રવર્તી આદિ
પદ પામે છે. ઉત્તમ વ્રતોમાં આસક્ત અણુવ્રતના ધારક શ્રાવક શરીરને વિનાશી જાણીને
જેમનું હૃદય શાંત થયું છે તે આઠમ ચૌદશનો ઉપવાસ શુદ્ધ મનથી પ્રોષધ સંયુક્ત કરે છે
તે સૌધર્મ આદિ સોળમા સ્વર્ગમાં ઉપજે છે પછી મનુષ્ય થઈ ભવવનને ત્યજે છે,
મુનિવ્રતના પ્રભાવથી અહમિંદ્રપદ તથા મુક્તિપદ પામે છે. જે વ્રત, શીલ, તપથી મંડિત છે
તે સાધુ જિનશાસનના પ્રસાદથી સર્વકર્મરહિત થઈ સિદ્ધપદ પામે છે. જે ત્રણે કાળે
જિનેન્દ્રદેવની સ્તુતિ કરી મન, વચન, કાયાથી નમસ્કાર કરે છે અને સુમેરુ પર્વત સરખા
અચળ બની, મિથ્યાત્વરૂપ પવનથી ડગતા નથી. ગુણરૂપ આભૂષણ પહેરે છે, શીલરૂપ
સુગંધ લગાવે છે તે કેટલાક ભવ ઉત્તમ દેવ અને ઉત્તમ મનુષ્યનાં સુખ ભોગવીને પરમ
સ્થાનને પામે છે. જીવે આ ઇન્દ્રિયોના વિષયો જગતમાં અનંતકાળ ભોગવ્યા, તે વિષયોથી
મોહિત થયો છે. વિરક્ત ભાવને ભજતો નથી, એ મોટું આશ્ચર્ય છે. આ વિષયોને
વિષમિશ્રિત અન્ન સમાન જાણીને પુરુષોત્તમ એટલે ચક્રવર્તી આદિ પુરુષો પણ સેવે છે.
સંસારમાં પરિભ્રમણ કરતા આ જીવને જો સમ્યક્ત્વ ઉપજે અને એક પણ નિયમ વ્રત
સાધે તો એ મુક્તિનું બીજ છે અને જે પ્રાણધારી એક પણ નિયમ પાળતો નથી તે પશુ
છે અથવા ફૂટેલો ઘડો છે, ગુણરહિત છે. જે ભવ્ય જીવ સંસારસમુદ્રને તરવા ઇચ્છે છે તેણે
પ્રમાદરહિત થઈ ગુણ અને વ્રતથી પૂર્ણ સદા નિયમરૂપ રહેવું. જે કુબુદ્ધિ મનુષ્ય ખોટાં કાર્ય
છોડતો નથી અને વ્રત-નિયમ લેતો નથી તે જન્માંધની જેમ અનંતકાળ ભવવનમાં ભટકે
છે. આ પ્રમાણે ત્રણ લોકના ચંદ્રમા એવા અનંતવીર્ય કેવળીનાં વચનરૂપ કિરણના
પ્રભાવથી દેવ વિદ્યાધર ભૂમિગોચરી મનુષ્ય તથા તિર્યંચ આનંદ પામ્યા. કેટલાક ઉત્તમ
માનવ મુનિ થયા, શ્રાવક થયા અને સમ્યક્ત્વ પામ્યા. કેટલાક ઉત્તમ તિર્યંચ પણ
સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક અણુવ્રતધારી થયા. ચતુર્નિકાયના દેવોમાં કેટલાક સમ્યગ્દ્રષ્ટિ થયા, કેમ કે
દેવોને વ્રત નથી.
પછી એક ધર્મરથ નામના મુનિએ રાવણને કહ્યું કે હે ભદ્ર! તું પણ તારી શક્તિ
અનુસાર કાંઈક નિયમ લે. આ ધર્મરત્નનો દ્વીપ છે અને કેવળી ભગવાન મહામહેશ્વર છે.
આ રત્નદ્વીપમાંથી તું કાંઈક નિયમરૂપ રત્ન લે. શા માટે ચિંતાના ભારને વશ થાય છે?
મહાપુરુષોને ત્યાગ ખેદનું કારણ નથી. જેમ કોઈ રત્નદ્વીપમાં પ્રવેશ કરે અને તેનું મન
નક્ક્ી ન કરી શકે કે હું કેવું રત્ન લઉં તેમ રાવણનું મન વ્યાકુળ થયું કે હું કેવું વ્રત લઉં.
રાવણ ભોગમાં આસક્ત છે તેથી તેના મનમાં એવો વિચાર આવ્યો કે મારાં ખાનપાન તો
સહજ જ પવિત્ર છે, માંસાદિ મલિન વસ્તુના પ્રસંગથી રહિત છે અને અહિંસાદિ શ્રાવકના
એક પણ વ્રત લેવાની મારામાં શક્તિ નથી. જ્યાં હું અણુવ્રત જ લઈ શકતો નથી તો
મહાવ્રત કેવી રીતે લઉં? મત્ત હાથીની પેઠે મારું મન સર્વ વસ્તુઓમાં ભટક્યા કરે છે. હું
આત્મભાવરૂપ અંકુશથી તેને વશ કરવાને સમર્થ

Page 166 of 660
PDF/HTML Page 187 of 681
single page version

background image
૧૬૬ પંદરમું પર્વ પદ્મપુરાણ
નથી. જે નિર્ગ્રંથનું વ્રત લે છે તે અગ્નિની જ્વાળા પીએ છે અને પવનને વસ્ત્રમાં બાંધે છે
તથા પહાડ હાથથી ઊંચકે છે. હું મહાશૂરવીર છું, પણ તપવ્રત ધારણ કરવાને સમર્થ નથી.
જે મુનિઓનાં વ્રત પાળે છે તે નરોત્તમને ધન્ય છે. હું એક આ નિયમ લઉં કે પરસ્ત્રી
ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેને બળાત્કારથી ન ઇચ્છું. આખા લોકમાં એવી કઈ
રૂપવતી સ્ત્રી છે, જે મને જોઈને કામની પીડાથી વિકળ ન થાય અથવા એવી કઇ પરસ્ત્રી
છે જે વિવેકી જીવોના મનને વશ કરે? પરસ્ત્રી પરપુરુષના સંયોગથી દૂષિત અંગવાળી છે.
સ્વભાવથી જ દુર્ગંધમય વિષ્ટાની રાશિ છે તેમાં ક્યો રાગ ઉપજે? આમ મનમાં વિચારીને
ભાવસહિત અનંત વીર્ય કેવળીને પ્રણામ કરી દેવ, મનુષ્ય, અસૂરોની સાક્ષીએ આમ કહ્યું
કે હે ભગવાન! ઇચ્છારહિત પરનારીને હું સેવીશ નહિ, આ મારો નિયમ છે. કુંભકરણે
અર્હંત, સિદ્ધ, સાધુ, કેવળીભાષિત ધર્મનું શરણ અંગીકાર કરી એવો નિયમ લીધો કે હું
પ્રાતઃ કાળે ઊઠીને પ્રતિદિન જિનેન્દ્ર દેવના અભિષેક, પૂજા, સ્તુતિ કરીને મુનિને વિધિપૂર્વક
આહાર આપીને આહાર કરીશ, તે પહેલાં નહિ કરું. મુનિના આહારની વેળા પહેલાં કદી
પણ ભોજન નહિ કરું. બીજા પુરુષોએ પણ સાધુઓને નમસ્કાર કરી, બીજા ઘણા નિયમ
લીધા. પછી દેવ, અસુર અને વિદ્યાધર મનુષ્યો કેવળીને નમસ્કાર કરીને પોતાના ઠેકાણે
ગયા. રાવણ પણ ઇન્દ્ર જેવી લીલા કરતો લંકા તરફ જવા લાગ્યો અને આકાશમાર્ગે
લંકામાં દાખલ થયો. સમસ્ત નરનારીઓએ રાવણનાં ગુણોનું વર્ણન કર્યું. લંકા પણ
વસ્ત્રાદિથી શણગારવામાં આવી હતી. રાજમહેલમાં પ્રવેશીને તે સુખપૂર્વક રહેવા લાગ્યો.
રાજમહેલ સર્વ સુખોથી ભરેલ છે. પુણ્યાધિકાર જીવને જ્યારે પુણ્યનો ઉદય હોય છે ત્યારે
જાતજાતની સામગ્રીઓ મળે છે. ગુરુના મુખે ધર્મનો ઉપદેશ સાંભળીને પરમપદના
અધિકારી જીવો જિનશ્રુતમાં ઉદ્યમ કરે છે, વારંવાર નિજપરનો વિવેક કરી ધર્મનું સેવન
કરે છે. વિનયપૂર્વક જિનવાણી સાંભળનારનું જ્ઞાન રવિસમાન પ્રકાશ ધારણ કરે છે,
મોહતિમિરનો નાશ કરે છે.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં અનંતવીર્ય કેવળીના ધર્મોપદેશનું
વર્ણન કરનાર ચૌદમું પર્વ પૂર્ણ થયું.
* * *
પંદરમું પર્વ
(અંજનાસુંદરી અને પવનંજયકુમારના વિવાહનું વર્ણન)
પછી તે જ કેવળીની પાસે હનુમાને શ્રાવકનાં વ્રત લીધાં અને વિભીષણે પણ વ્રત
લીધાં, ભાવશુદ્ધ થઈને વ્રતનિયમ ધારણ કર્યાં. સુમેરુ પર્વતથી પણ અધિક દ્રઢપણે હનુમાને
લીધેલા શીલ અને સમ્યક્ત્વ ખૂબ પ્રશંસા પામ્યા. જ્યારે ગૌતમ સ્વામીએ હનુમાનના
મહાન સૌભાગ્ય આદિનું વર્ણન કર્યું ત્યારે મગધ દેશના રાજા શ્રેણિકે આનંદિત થઈને
ગૌતમ સ્વામીને પૂછયુંઃ

Page 167 of 660
PDF/HTML Page 188 of 681
single page version

background image
પદ્મપુરાણ પંદરમુ પર્વ ૧૬૭
હે ભગવન્ ગણાધીશ! હનુમાન કોના પુત્ર હતા, ક્યાં જન્મ્યા હતા, તેમનાં લક્ષણો કેવાં
હતાં? હું નિશ્ચયથી, તેમનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. ત્યારે સત્પુરુષની કથા કહેવાનો
જેમને પ્રમોદ છે એવા ગૌતમ સ્વામીએ કહ્યું કે હે નૃપ! વિજ્યાર્ધ પર્વતની દક્ષિણ શ્રેણી
પૃથ્વીથી દશ યોજન ઊંચી છે, ત્યાં આદિત્યપુર નામનું મનોહર નગર છે. ત્યાં રાજા
પ્રહલાદ રાજ્ય કરે છે. તેની રાણી કેતુમતી છે અને પુત્ર વાયુકુમાર. તેમનું વક્ષસ્થળ
વિસ્તીર્ણ અને લક્ષ્મીનો નિવાસ છે. તે સંપૂર્ણ યુવાન થયા ત્યારે પિતાને તેમનાં લગ્નની
ચિંતા થઈ. તેમને પરંપરાએ પોતાનો વંશ વિસ્તારવાની ઇચ્છા છે. ભરતક્ષેત્રમાં પૂર્વદક્ષિણ
દિશાની મધ્યમાં દંતી નામનો પર્વત છે, તેનાં ઊંચા શિખરો આકાશને અડે છે. તે
જાતજાતનાં વૃક્ષો અને ઔષધિઓનો ભંડાર છે, પાણીનાં ઝરણાઓ તેમાં વહ્યાં કરે છે.
ત્યાં ઇન્દ્ર સમાન રાજા મહેન્દ્ર વિદ્યાધરે મહેન્દ્રપુર નામનું નગર વસાવ્યું છે. તેની રાણી
હૃદયવેગાને અરિંદમાદિ સો પુત્ર અને અંજનાસુંદરી નામની પુત્રી છે. ત્રણ લોકની સુંદર
સ્ત્રીઓનાં રૂપ એકત્ર કરીને તેને બનાવવામાં આવી છે. નીલકમલ જેવાં તેનાં નેત્ર છે,
કામના બાણ સમાન તીક્ષ્ણ, દૂરદર્શી, કાન સુધી પહોંચે તેવા કટાક્ષ છે, પ્રશંસાયોગ્ય
કરપલ્લવ અને રક્તકમળ સમાન ચરણ છે, હાથીના કુંભસ્થળ સમાન કુચ છે, સિંહ
સમાન કેડ છે, સુંદર નિતંબ, કદલી સ્તંભ સમાન કોમળ જંધા છે, સંગીતાદિ સર્વ કળાની
જાણકારી જાણે સાક્ષાત્ સરસ્વતી જ છે. એક દિવસ સખીઓ સાથે દડાથી રમતી તેને
પિતાએ જોઈ. જેમ સુલોચનાને જોઈને રાજા અકંપનને ચિંતા થઈ હતી તેમ અંજનાને
જોઈને રાજા મહેન્દ્રને ચિંતા ઉપજી. સંસારમાં માતાપિતાને કન્યા દુઃખનું કારણ છે. કુલીન
પુરુષોને એવી ચિંતા રહે છે કે મારી પુત્રીને પ્રશંસાયોગ્ય પતિ મળે, તેનું સૌભાગ્ય
દીર્ધકાળ સુધી ટકે, કન્યા નિર્દોષપણે સુખી રહે. રાજા મહેન્દ્રે પોતાના મંત્રીઓને કહ્યું કે
તમે બધી બાબતોમાં પ્રવીણ છો, મને મારી પુત્રીને યોગ્ય હોય તેવો શ્રેષ્ઠ વર બતાવો.
ત્યારે અમરસાગર મંત્રીએ કહ્યુંઃ ‘આ કન્યા રાક્ષસોના અધીશ રાવણને આપો. સર્વ
વિદ્યાધરોના અધિપતિનો સંબંધ પામીને તમારો પ્રભાવ સમુદ્રાંત પૃથ્વી સુધી ફેલાશે અથવા
ઇન્દ્રજિત કે મેઘનાદને આપો અને જો આ વાત પણ આપના મનમાં ન બેસે તો કન્યાનો
સ્વયંવર રચો, આમ કહીને અમરસાગર મંત્રી ચૂપ થયો. ત્યારે મહાપંડિત સુમતિ નામનો
મંત્રી બોલ્યો કે રાવણને તો અનેક સ્ત્રી છે, વળી તે મહાઅહંકારી છે, તેને પરણવાથી
આપસમાં અધિક પ્રેમ નહિ રહે. તે ઉપરાંત કન્યાની વય નાની છે અને રાવણની ખૂબ
વધારે એટલે તે ન બને. ઇન્દ્રજિત કે મેઘનાદને પરણાવીએ તો એ બન્નેમાં પરસ્પર
વિરોધ થશે. પહેલાં રાજા શ્રીષેણના પુત્રોમાં વિરોધ થયો હતો. માટે એ ન કરવું. પછી
તારાધન્ય નામના મંત્રીએ કહ્યું કે દક્ષિણ શ્રેણીમાં કનકપુર નામનું નગર છે. ત્યાં રાજા
હિરણ્યપ્રભની રાણી સુમનાનો પુત્ર સૌદામિનીપ્રભ મહાયશવંત, કિર્તિધારી, યુવાન, સર્વ
વિદ્યાકળામાં પારગામી, તેનું રૂપ પણ અતિસુંદર છે, સર્વ લોકોની આંખનો તારો, અનુપમ
ગુણ ને ચેષ્ટાથી આખા મંડળને આનંદિત કરે છે અને એવો પરાક્રમી છે કે બધા
વિદ્યાધરો એકત્ર થઈને આવે તો પણ તેને ન જીતી

Page 168 of 660
PDF/HTML Page 189 of 681
single page version

background image
૧૬૮ પંદરમું પર્વ પદ્મપુરાણ
શકે. માટે આ કન્યા તેને આપો. જેવી કન્યા તેવો વર, યોગ્ય સંબંધ છે. આ વાત
સાંભળી સંદેહપરાગ નામના મંત્રીએ માથું ધુણાવી, આંખ મીંચીને કહ્યું કે તે
સૌદામિનીપ્રભ મહાભવ્ય છે. તે નિરંતર એવું વિચારે છે કે આ સંસાર અનિત્ય છે. તે
સંસારનું સ્વરૂપ જાણી, અઢાર વર્ષે વૈરાગ્ય ધારણ કરશે. તે વિષયાભિલાષી નથી.
ભોગરૂપ ગજબંધન તોડાવીને ગૃહસ્થીનો ત્યાગ કરશે, બાહ્યાભ્યંતર પરિગ્રહ ત્યાગીને,
કેવળજ્ઞાન પામી મોક્ષ જશે. જો તેને પરણાવવામાં આવે તો કન્યા પતિ વિના શોભા ન
પામે, જેમ ચંદ્રમા વિના રાત્રિ શોભે નહિ તેમ. ઇન્દ્રના નગર સમાન જે આદિત્યપુર નગર
છે ત્યાં રાજા પ્રહલાદ રાજ્ય કરે છે. તે મહાભોગી, ચંદ્ર સમાન કાંતિનો ધારક છે. તેની
રાણી કેતુમતી કામની ધજા છે. તેને વાયુકુમાર એટલે પવનંજય નામનો પુત્ર છે. તે
રૂપવાન, શીલવાન, ગુણનિધાન, સર્વ કળાનો પારગામી, શુભ શરીરવાળો, મહાવીર, ખોટી
ચેષ્ટારહિત, તેનાં ગુણ સર્વ લોકોનાં ચિત્તમાં વસ્યા છે, હું સો વર્ષે પણ તે પૂરા ન કહી
શકું એવો છે, માટે આપ તેને જ જોઈ લ્યો. પવનંજયના આવા ગુણ સાંભળીને બધા જ
હર્ષ પામ્યા. કેવો પવનંજય? દેવો સમાન જેની સુંદર દ્યુતિ છે. જેમ ચંદ્રનાં કિરણોથી
કુમુદિની પ્રફુલ્લિત થાય છે તેમ કન્યા પણ આ વાત સાંભળી પ્રફુલ્લિત થઈ.
પછી વંસતઋતુ આવી. સ્ત્રીઓનાં મુખની લાવણ્યતા હરનારી શીતઋતુ વીતી ગઈ.
નવીન કમળોની સુગંધથી દશે દિશાઓ સુગંધમય બની ગઈ કમળો ઉપર ભમરા ગુંજારવ
કરવા લાગ્યા. વૃક્ષ પર નવાં પલ્લવ, પત્ર, પુષ્પાદિ પ્રકટ થયાં. જાણે કે વસંતની લક્ષ્મીના
વિલાપથી હર્ષના અંકુરો જ ફૂટયાં. આંબા ઉપર મહોર આવ્યો. તેના પર ભમરા ફરી રહ્યા
છે. લોકોનાં મન કામબાણથી વીંધાયાં. કોયલોના અવાજ માનિની નાયિકાઓના માનનું
મોચન કરવા લાગ્યાં. વસંતમાં પરસ્પર નરનારીઓનો સ્નેહ વધતો ગયો. હરણો ઘાસના
અંકુરો ઉખાડીને હરણીનાં મુખમાં આપવા લાગ્યા. તેને તે અમૃત સમાન લાગતા હતા.
તેમની પ્રીતિ વધી ગઈ. વેલો વૃક્ષોને વીંટળાઈ ગઈ. દક્ષિણ દિશામાંથી પવન વાવા
લાગ્યો, જે બધાને સોહામણો લાગ્યો. પવન વાવાથી કેસરના સમૂહ જમીન પર પડયા, તે
જાણે કે વસંતરૂપી સિંહના કેશના સમૂહ જ હોયને! અત્યંત નિબિડ કૌરવ જાતિનાં વૃક્ષો
પર ભમરાઓ ગૂંજે છે, જાણે વિયોગિની નાયિકાના મનને ખેદ ઉપજાવવા વસંતે પ્રેર્યા
હોય! અશોક જાતિનાં વૃક્ષોની નવી કુંપળો લાલ લાલ ચમકે છે, જાણે કે સૌભાગ્યવતી
સ્ત્રીઓના રાગની રાશિ જ બોલી રહી હોય. વનમાં કેસૂડાનાં ફૂલો ખીલી ઉઠયાં છે, તે
જાણે કે વિયોગિની નાયિકાના મનને દાહ ઉપજાવનાર અગ્નિ સમાન છે. દશે દિશામાં
પુષ્પોના સમૂહની સુગંધી રજ એવી ફેલાઈ રહી છે, જાણે કે વસંત અબીલ વગેરે સુગંધી
ચૂર્ણથી મહોત્સવ કરી રહ્યો છે. એક દિવસ પણ સ્ત્રી-પુરુષ પરસ્પર વિયોગ સહી શકતા
નથી. તે ઋતુમાં વિદેશગમન કેવી રીતે ગમે? આવી રાગરૂપ વસંતઋતુ પ્રગટ થઈ. ફાગણ
સુદ આઠમથી પૂનમ સુધી અષ્ટાહ્નિકાના દિવસો મહામંગળરૂપ છે તેથી ઇન્દ્રાદિક દેવ,
શચિ આદિ દેવીપૂજા માટે નંદીશ્વરદ્વીપ ગયાં અને વિદ્યાધર પૂજાની સામગ્રી લઈને કૈલાસ
ગયા. શ્રી

Page 169 of 660
PDF/HTML Page 190 of 681
single page version

background image
પદ્મપુરાણ પંદરમું પર્વ ૧૬૯
ઋષભદેવના નિર્વાણ કલ્યાણકથી તે પર્વત પૂજ્ય બનેલ છે, ત્યાં અંજનાના પિતા રાજા
મહેન્દ્ર સમસ્ત પરિવાર સહિત ગયા. ત્યાં ભગવાનની પૂજા કરી, સ્તુતિ કરી અને
ભાવસહિત નમસ્કાર કરી સુવર્ણની શિલા ઉપર સૂખપૂર્વક બિરાજ્યા. રાજા પ્રહલાદ
પવનંજયના પિતા પણ ભરત ચક્રવર્તીના કરાવેલાં જિનમંદિરોની વંદના માટે કૈલાસ પર્વત
પર આવ્યા હતા. તે વંદના કરીને પર્વત પર ફરતા રાજા મહેન્દ્રની દ્રષ્ટિએ પડયા. રાજા
મહેન્દ્રને જોઇને પ્રીતિથી પ્રફુલ્લ મન અને નેત્રવાળા રાજા પ્રહલાદ તેમની પાસે આવ્યા.
મહેન્દ્ર ઉભા થઈને તેમની સામે આવ્યા. બન્ને એક મનોજ્ઞ શિલા પર બેઠા અને પરસ્પર
શરીરાદિની કુશળતા વિષે પૂછવા લાગ્યા. રાજા મહેન્દ્રે કહ્યું કે હે મિત્ર! મારે કુશળ શેનું
હોય? કન્યા વરયોગ્ય થઈ છે. તેને પરણાવવાની ચિંતાથી ચિત્ત વ્યાકુળ રહે છે. જેવી
કન્યા છે તેવો વર જોઈએ, મોટું ઘર જોઈએ, કોને કન્યા આપવી એ બાબતમાં મન
ભમ્યા કરે છે. રાવણને પરણાવીએ તો તેને ઘણી સ્ત્રીઓ છે અને ઉંમર મોટી છે. જો
તેના પુત્રોમાંથી કોઈને આપીએ તો ભાઈઓમાં પરસ્પર વિરોધ થાય હેમપુરના રાજા
કનકદ્યુતિનો પુત્ર સૌદામિનીપ્રભ એટલે કે વિદ્યુતપ્રભ થોડા જ દિવસોમાં મુક્તિ પામવાનો
છે એ વાત આખી ધરતી પર જાણીતી છે, જ્ઞાની મુનિઓએ કહી છે. અમે પણ અમારા
મંત્રીઓનાં મુખે સાંભળી છે. હવે અમારો નિશ્ચય છે કે આપનો પુત્ર પવનંજય કન્યાને
વરવા યોગ્ય છે, એ જ મનોરથથી અમે અહીં આવ્યા છીએ. ત્યાં આપના દર્શન થયા
એટલે અતિઆનંદ થયો અને કાંઈક વિકલ્પ મટયો. ત્યારે પ્રહલાદે કહ્યું કે મને પણ પુત્રને
પરણાવવાની ચિંતા છે, હવે હું પણ આપના દર્શન કરીને તથા વચન સાંભળીને અકલ્પ્ય
સુખ પામ્યો છું. આપ જે આજ્ઞા કરો તે મને માન્ય છે. મારા પુત્રના સદ્ભાગ્ય કે આપે
કૃપા કરી. પછી વરકન્યાનાં લગ્ન માનસરોવરના કિનારે કરવાનું નક્ક્ી થયું. બન્ને
સેનામાં આનંદનો ધ્વનિ ઊઠયો, જ્યોતિષીઓએ ત્રણ દિવસનાં લગ્ન સ્થાપ્યાં.
પવનંજયકુમાર અંજનાના રૂપની અદ્ભુતતા સાંભળીને તત્કાળ જોવા તૈયાર થયો,
ત્રણ દિવસ રહી ન શક્યો. સંગમની અભિલાષાથી એ કુમાર કામને વશ થયો, કામના
દશ વેગોથી પરવશ થયો. પ્રથમ વિષયની ચિંતાથી વ્યાકુળ થયો, બીજા વેગમાં જોવાની
અભિલાષા થઈ, ત્રીજા વેગથી દીર્ઘ ઉચ્છ્વાસ લેવા લાગ્યો, ચોથા વેગે કામજ્વર થયો
જાણે કે ચંદનના વૃક્ષને અગ્નિલાગી, પાંચમા વેગથી અંગ ખેદરૂપ થયાં, સુગંધી પુષ્પાદિ
પ્રત્યે અરુચિ જાગી, છઠ્ઠા વેગને કારણે ભોજન વિષ સમાન અરુચિકર લાગ્યું, સાતમા વેગે
તેની કથાની આસક્તિથી વિલાપ ઉપજ્યો, આઠમા વેગથી ઉન્મત્ત થયો, વિભ્રમરૂપ અનેક
ચેષ્ટા કરવા લાગ્યો, નવમા વેગથી મૂર્છા આવી ગઈ અને દસમા વેગથી દુઃખના ભારથી
પીડાવા લાગ્યો. જોકે પવનંજય વિવેકી હતો તો પણ કામના પ્રભાવથી વિહ્વળ થયો, તે
કામને ધિક્કાર હો! કેવો છે કામ? મોક્ષમાર્ગનો વિરોધી છે. કામના વેગથી પવનંજયે
ધીરજ ગુમાવી, ગાલે હાથ ટેકવીને શોક કરતો બેઠો. તેના ગાલ પરથી પરસેવો ટપકે છે,
તેના હોઠ ઉષ્ણ નિશ્વાસથી કરમાઈ ગયા છે, શરીર ધ્રૂજે છે,

Page 170 of 660
PDF/HTML Page 191 of 681
single page version

background image
૧૭૦ પંદરમું પર્વ પદ્મપુરાણ
વારંવાર બગાસાં ખાય છે અને અત્યંત અભિલાષા શલ્યથી ચિંતા કરવા લાગ્યો. સ્ત્રીના
ધ્યાનથી ઇન્દ્રિયો વ્યાકુળ બની, મનોજ્ઞ સ્થળ પર અરુચિકર લાગતું, ચિત્ત શૂન્ય બની
ગયું, તેણે સમસ્ત શણગારાદિ ક્રિયા છોડી દીધી. તે ઘડીકમાં આભૂષણો પહેરતો અને
ઘડીકમાં કાઢી નાખતો. તે લજ્જારહિત થયો. જેનાં સમસ્ત અંગ ક્ષીણ થયાં છે એવો તે
વિચારવા લાગ્યો કે એવો સમય ક્યારે આવે કે હું તે સુંદરીને મારી પાસે બેઠેલી જોઉં
અને તેનાં કમળતુલ્ય ગાત્રનો સ્પર્શ કરું. અથવા કામિનીના રસની વાતો કરું. તેની વાત
જ સાંભળતાં મારી આવી દશા થઈ છે કોણ જાણે બીજું શુંય થશે? તે કલ્યાણી જેના
હૃદયમાં વસે છે તેના હૃદયમાં દુઃખરૂપ અગ્નિનો દાહ કેમ થાય? સ્ત્રી તો સ્વભાવથી જ
કોમળ ચિત્તવાળી હોય છે તો મને દુઃખ દેવા માટે તેનું ચિત્ત કઠોર કેમ થયું? આ કામ
દુનિયામાં અનંગ કહેવાય છે, જેને અંગ નથી તે અંગ વિના જ મને શરીરરહિત કરે છે,
મારી નાખે છે તો એને જો અંગ હોય તો કોણ જાણે શુંય કરે? મારા શરીર પર ઘા નથી,
પણ વેદના ઘણી છે. હું એક જગ્યાએ બેઠો છું અને મન અનેક ઠેકાણે ભટકે છે. આ ત્રણ
દિવસ તેને જોયા વિના મને કુશળતા નહિ રહે. માટે એને મળવાનો ઉપાય કરું, જેથી મને
શાંતિ થાય. સર્વ કાર્યોમાં મિત્ર સમાન આનંદનું કારણ જગતમાં બીજું કોઇ નથી, મિત્રથી
સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આમ વિચારીને તેણે પોતાના વિશ્વાસના ભાજનરૂપ પ્રહસ્ત
નામના મિત્રને કહ્યું કે હે મિત્ર! તું મારા મનની બધી વાત જાણે છે. તે શું કહું? પરંતુ
મારી આ દુઃખઅવસ્થા મને બોલાવે છે. હે સખે! તારા વિના આ વાત કોને કહેવાય? તું
આખા જગતની રીત જાણે છે. જેમ કિસાન પોતાનું દુઃખ રાજાને કહે, શિષ્ય ગુરુને કહે,
સ્ત્રી પતિને કહે, રોગી વૈદ્યને કહે અને બાળક માતાને કહે તો દુઃખ છૂટે તેમ બુદ્ધિમાન
પોતાના મિત્રને કહે તેથી હું તને કહું છું. તે રાજા મહેન્દ્રની પુત્રીની વાત સાંભળતાં જ
કામબાણથી મારી વિકળ દશા થઈ છે, તેને જોયા વિના હું ત્રણ દિવસ વિતાવવા સમર્થ
નથી, માટે કોઈ એવો યત્ન કર કે જેથી હું તેને જોઉં, તેને જોયા વિના મને સ્થિરતા નહિ
થાય અને મારી સ્થિરતાથી તને પ્રસન્નતા થશે. પ્રાણીઓને બધાંય કામ કરતાં જીવન
પ્રિય છે, કેમ કે જીવન હોય તો આત્મલાભ થાય છે. પવનંજયે આમ કહ્યું ત્યારે મિત્ર
પ્રહસ્ત હસ્યો, જાણે કે મિત્રના મનનો અભિપ્રાય જાણીને કાર્યસિદ્ધિનો ઉપાય કરવા
લાગ્યો. પ્રહસ્ત તેની પાસે જ બેઠો છે. જાણે તેનું જ શરીર વિક્રિયા કરીને બીજું શરીર
થઈ રહ્યું છે. તેણે કહ્યુંઃ કે મિત્ર! ઘણું કહેવાથી શો લાભ? આપણામાં જુદાઈ નથી. જે
કરવું હોય તેમાં ઢીલ ન કરવી. આ પ્રમાણે તે બન્ને વચ્ચે વાર્તાલાપ થાય છે ત્યાં જ સૂર્ય
જાણે કે તેના ઉપર ઉપકાર કરવા અસ્ત પામ્યો. સૂર્યના વિયોગથી દિશાઓ કાળી પડી
ગઈ, અંધકાર ફેલાઈ ગયો, ક્ષણમાત્રમાં કાળાં વસ્ત્રો પહેરીને નિશા પ્રગટ થઈ. ત્યારે
રાત્રિના સમયે પવનંજયે મિત્રને ઉત્સાહથી કહ્યુંઃ હે મિત્ર! ઉભા થાવ, ચાલો ત્યાં જઈએ,
જ્યાં મનનું હરણ કરનાર પ્રાણવલ્લભા રહે છે. પછી બન્ને મિત્રો વિમાનમાં બેસી
આકાશમાર્ગે ચાલ્યા, જાણે આકાશરૂપ સમુદ્રના મચ્છ જ છે. તેઓ ક્ષણમાત્રમાં અંજનાના

Page 171 of 660
PDF/HTML Page 192 of 681
single page version

background image
પદ્મપુરાણ પંદરમું પર્વ ૧૭૧
સપ્તકોણ મહેલ ઉપર ચડી, ઝરૂખામાં મોતીના પડદા પાછળ છુપાઈને બેઠા. પવનંજયકુમારે
અંજનાસુંદરીને જોઈ. જેનું મુખ પૂનમના ચંદ્ર સમાન છે, મુખની જ્યોતિથી દીપકની
જ્યોતિ ઝાંખી પડે છે, નેત્ર શ્યામ, શ્વેત અને અરુણ એમ ત્રિવિધ રંગસહિત હોવાથી
મહાસુંદર છે, જાણે કામનાં બાણ જ છે, કુચ શૃંગારરસ ભરેલા કળશ છે, હસ્ત નવીન
કૂંપળ સમાન લાલ છે, નખની કાંતિ લાવણ્યને પ્રગટ કરતી શોભે છે, કટિ અતિનાજુક છે
એ કુચોના ભારથી જાણે ભાંગી જતી હોય તેવી શંકાથી જાણે ત્રિવલીરૂપ દોરીથી બાંધેલી
છે, તેની જાંધ કેળના થડથીય વધુ કોમળ છે, જાણે કે કામના મંદિરના સ્તંભ જ છે, તે
કન્યા ચાંદની રાત જ છે. પવનંજયકુમાર નેત્ર એકાગ્ર કરી, અંજનાને સારી રીતે જોઈ
સુખી થયા. તે જ સમયે વસંતતિલકા નામની અંજનાની મહાબુદ્ધિમતી સખી કહેવા લાગીઃ
હે સુરુપે! તું ધન્ય છે કે તારા પિતાએ તને વાયુકુમારને આપી. વાયુકુમાર મહાપ્રતાપી છે.
તેના ગુણ ચંદ્રમાનાં કિરણ સમાન ઉજ્જવળ છે. તેમનાં ગુણો વિષે સાંભળીને અન્ય
પુરુષના ગુણ મંદ ભાસે છે. જેમ સમુદ્રમાં લહેર રહે તેમ તું તે યોદ્ધાના અંગમાં રહીશ. તું
મહામિષ્ટભાષી, ચંદ્ર અને રત્નની કાંતિને જીતનારી, તું રત્નની ધરા રત્નાચળ પર્વતના
તટ પર પડી છે, તમારો સંબંધ પ્રશંસાયોગ્ય થયો છે તેનાથી બધાં જ કુટુંબીજનો રાજી
થયાં છે. સખીએ જ્યારે આ પ્રમાણે પતિના ગુણ વર્ણવ્યા ત્યારે તે લજ્જાથી ભરેલી
પગના નખ તરફ જોવા લાગી, આનંદરૂપ જળથી તેનું હૃદય ભરાઈ ગયું અને
પવનંજયકુમાર પણ અત્યંત હર્ષ પામ્યા.
તે વખતે એક મિશ્રકેશી નામની બીજી સખીએ હોઠ દાબીને, મસ્તક હલાવીને કહ્યું
કે, અહો, તારું અજ્ઞાન મોટું છે! તેં પવનંજય સાથેના સંબંધની પ્રશંસા કરી, પણ જો
વિદ્યુતપ્રભકુંવર સાથે સંબંધ થયો હોત તો અતિશ્રેષ્ઠ હતું. જો પુણ્યના યોગથી વિદ્યુતપ્રભ
કન્યાનો પતિ થયો હોત તો આનો જન્મ સફળ થાત. હે વસંતમાલા! વિદ્યુતપ્રભ અને
પવનંજયમાં સમુદ્ર અને ખાબોચિયા જેટલો તફાવત છે. વિદ્યુતપ્રભની કથા મોટા મોટા
માણસોનાં મુખે સાંભળી છે. જેમ મેઘનાં બૂંદોની સંખ્યા નથી તેમ તેનાં ગુણોનો પાર
નથી. તે નવા યૌવનવાળો, મહાસૌમ્ય, વિનયવાન, દેદીપ્યમાન, પ્રતાપવાન, ગુણવાન,
રૂપવાન, વિદ્યાવાન, બળવાન, સર્વ જગતને દર્શનીય છે, બધા એમ જ કહે છે આ કન્યા
તેને જ આપવા જેવી હતી, પણ કન્યાના બાપે સાંભળ્‌યું કે તે થોડા જ વર્ષમાં મુનિ થઈ
જવાનો છે તેથી સંબંધ ન કર્યો, તે ઠીક ન કર્યું વિદ્યુતપ્રભનો એક ક્ષણમાત્રનો પણ ભલો
અને તૃચ્છ પુરુષનો સંયોગ ઘણા કાળનો હોય તો પણ શા કામનો? આ વાત સાંભળીને
પવનંજય ક્રોધરૂપ અગ્નિથી પ્રજ્વલિત થયા, ક્ષણમાત્રમાં બીજું જ રૂપ બની ગયું.
રસમાંથી વિરસ આવી ગયો, આંખો લાલ થઈ ગઈ, હોઠ કરડીને તલવાર મ્યાનમાંથી
કાઢીને મિત્ર પ્રહસ્તને કહેવા લાગ્યો કે આને મારી નિંદા ગમે છે. આ દાસી આવાં
નિંદાના વચનો બોલે છે અને આ સાંભળે છે. માટે આ બન્નેનાં મસ્તક કાપી નાખું.
વિદ્યુતપ્રભ એના હૃદયનો પ્યારો છે તે કેવી રીતે સહાય કરશે. પવનંજયના આ વચન સાંભળીને

Page 172 of 660
PDF/HTML Page 193 of 681
single page version

background image
૧૭૨ પંદરમું પર્વ પદ્મપુરાણ
મિત્ર પ્રહસ્તે રોષથી કહ્યું, હે મિત્ર! આવાં અયોગ્ય વચન બોલવાથી શો ફાયદો? તારી
તલવાર તો મોટા સામંતના શિર પર પડે, સ્ત્રી અબળા છે, અવધ્ય છે, તેના ઉપર કેવી
રીતે પડે? આ દુષ્ટ દાસી એના (અંજનાના) અભિપ્રાય વિના આમ કહે છે. તમે આજ્ઞા
કરો તો આ દાસીને લાકડીના એક પ્રહારથી મારી નાખું, પરંતુ સ્ત્રીહત્યા, બાળહત્યા,
પશુહત્યા, દુર્બળ મનુષ્યની હત્યા ઇત્યાદિને શાસ્ત્રમાં વર્જ્ય કહી છે. મિત્રનાં વચન
સાંભળીને પવનંજય ક્રોધ ભૂલી ગયા અને મિત્રને દાસી પર ક્રૂર બનેલ જોઈ કહેવા
લાગ્યા, હે મિત્ર! તું અનેક સંગ્રામનો જીતનાર, યશનો અધિકારી, મત્ત હાથીઓના
ગંડસ્થળ વિદારનાર, તારે દીન પર દયા જ કરવી જોઈએ. અરે, સામાન્ય પુરુષ પણ
સ્ત્રીહત્યા ન કરે તો તમે કેવી રીતે કરો. જે પુરુષ ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય, ગુણથી
પ્રસિદ્ધ અને શૂરવીર હોય તેમનો યશ અયોગ્ય ક્રિયાથી મલિન થાય છે માટે ઉઠો, જે માર્ગે
આવ્યા તે જ માર્ગે ચાલો. જેમ છાનામાના આવ્યા હતા તેમ જ ચાલો. પવનંજયના
મનમાં ભ્રાંતિ થઈ કે આ કન્યાને વિદ્યુતપ્રભ જ પ્રિય છે તેથી તેની પ્રશંસા સાંભળે છે
અને મારી નિંદા સાંભળે છે. જો એને ન ગમતું હોય તો દાસી શા માટે કહે? આમ
મનમાં રોષ રાખીને પોતાના સ્થાનકે પહોંચી ગયા. પવનંજયકુમાર અંજના પ્રત્યે વિરક્ત
થઈ ગયા, મનમાં એમ વિચારવા લાગ્યા કે જેને બીજા પુરુષનો અનુરાગ છે એવી
અંજનાને વિકરાળ નદીની પેઠે દૂરથી જ છોડવી. કેવી છે અંજનારૂપ નદી? સંદેહરૂપ
વિષમ ભંવર ધારે છે અને ખોટા ભાવરૂપ મગરથી ભરેલી છે. તે નારી જંગલ સમાન છે,
જે અજ્ઞાનરૂપ અંધકારથી ભરેલ છે, ઈન્દ્રિયરૂપ સર્પને રાખે છે, પંડિતોએ કદાપિ તેનું
સેવન ન કરવું. ખોટા રાજાની સેવા અને શત્રુના આશ્રયે જવું, શિથિલ મિત્ર અને
અનાસક્ત સ્ત્રીથી સુખ ક્યાંથી મળે? જુઓ, જે વિવેકી છે તે ઇષ્ટ બંધુ, સુપુત્ર, પ્રતિવ્રતા
સ્ત્રીનો પણ ત્યાગ કરી મહાવ્રત ધારણ કરે છે અને શુદ્ર પુરુષ કુસંગ પણ છોડતા નથી.
મદ્ય પાનાર વૈદ્ય, શિક્ષારહિત હાથી, નિષ્કારણ વેરી, ક્રૂર જન, હિંસારૂપ ધર્મ, મૂર્ખાઓ
સાથે ચર્ચા, મર્યાદાનું ઉલ્લંઘન, નિર્દય દેશ, બાળક રાજા, પરપુરુષ-અનુરાગિની સ્ત્રી; આ
બધાંનો વિવેકીએ ત્યાગ કરવો. આ પ્રમાણે ચિંતવન કરતા પવનંજયકુમારના મનમાંથી
જેમ કન્યા પ્રત્યેની પ્રીતિ ઊડી ગઈ તેમ રાત્રિ પણ પૂરી થઈ અને પૂર્વ દિશામાં સંધ્યા
પ્રગટ થઈ, જાણે પવનંજયે અંજનાનો રાગ છોડયો તે ભમતો રહે છે.
ભાવાર્થ એવો છે કે રાગનું સ્વરૂપ લાલ છે અને આનાથી (અંજનાથી) જે રાગ
મટયો તે સંધ્યારૂપે પૂર્વ દિશામાં પ્રવેશ્યો છે. સૂર્ય એવો લાલચોળ ઉગ્યો, જેમ સ્ત્રીના
કોપથી પવનંજયકુમાર કોપ્યા. સૂર્યનું બિંબ તરુણ છે. જગતની પ્રવૃત્તિનું કારણ છે. પછી
પવનંજયકુમાર મિત્ર પ્રહસ્તને કહેવા લાગ્યો કે હે મિત્ર! અહીં આપણો પડાવ છે ત્યાથી
તેનું સ્થાન નજીક છે માટે અહીં સર્વથા ન રહેવું. તેને સ્પર્શીને જે પવન આવે તે પણ
મને ગમતો નથી માટે ચાલો, આપણા નગરમાં જઈએ, ઢીલ કરવી ઉચિત નથી. કારણ કે
પવનંજયકુમારનું મન અંજનાથી વિમુખ થયું હતું. ત્યારે મિત્રે કુમારની આજ્ઞા પ્રમાણે
સેનાના લોકોને પ્રયાણની આજ્ઞા આપી.

Page 173 of 660
PDF/HTML Page 194 of 681
single page version

background image
પદ્મપુરાણ પંદરમું પર્વ ૧૭૩
સમુદ્ર સમાન સેનાના રથ, ઘોડા, હાથી, પ્યાદાંનો ખૂબ મોટો અવાજ થયો. કન્યાનો
નિવાસ નજીક જ હતો એટલે સેનાના પ્રયાણના શબ્દ કન્યાના કાનમાં પડયા. કુમારની
કૂચ જાણીને કન્યા ખૂબ દુઃખી થઈ. જેમ વજ્રની શિલા કાનમાં પ્રવેશ કરે અને ઉપરથી
હથોડાના ઘા પડે તેમ આ શબ્દો તેના કાનને બૂરા લાગ્યા. તે મનમાં વિચારવા લાગી.
હાય હાય! પૂર્વોપાર્જિત કર્મે મને મહાનિધાન આપ્યું હતું તે છિનવાઈ ગયું, હું શું કરું?
હવે શું થશે? મારી ઇચ્છા હતી કે આ કુમાર સાથે ક્રીડા કરીશ તે હવે બીજું જ નજરે પડે
છે. આમાં અપરાધ શું થયો તે કાંઈ જણાતું નથી, પરંતુ મારી વેરી એવી મિશ્રકેશીએ
નિંદ્ય વચન કહ્યાં હતાં તેની ખબર કુમારને પહોંચી હોય અને મારા પ્રત્યે અણગમો કર્યો
હોય. આ વિવેકહીન, કટુભાષિણીને ધિક્કર છે, જેણે મારા પ્રાણવલ્લભને મારા પ્રતિ દ્વેષી
બનાવ્યા! હવે જો મારા ભાગ્ય હોય અને મારા પિતા મારા ઉપર કૃપા કરીને પ્રાણનાથને
પાછા વાળે અને તેની મારા ઉપર સુદ્રષ્ટિ થાય તો મારું જીવન ટકશે અને જો નાથ મારો
પરિત્યાગ કરશે તો હું આહારનો ત્યાગ કરી શરીર છોડીશ. આમ વિચાર કરતી તે સતી
મૂર્છા ખાઈ ધરતી પર પડી. જેમ વેલનું મૂળ ખેંચી કાઢવામાં આવે અને તે આશ્રયરહિત
થઈ કરમાઈ જાય તેમ તે કરમાઈ ગઈ. બધી સખીઓ આ શું થયું, એમ કહીને અત્યંત
ભયભીત થઈ, શીતળ ઉપચારથી તેને સચેત કરવામાં આવી અને તેને મૂર્છાનું કારણ
પૂછયું. પણ તે લજ્જાથી કહી ન શકી, તેની આંખો નિશ્ચળ થઈ ગઈ.
આ તરફ પવનંજયની સેનાના માણસો મનમાં આકુળિત થયા અને વિચાર કરવા
લાગ્યા કે નિષ્કારણ કૂચ શા માટે? આ કુમાર વિવાહ કરવા આવ્યા હતા તે કન્યાને
પરણીને કેમ નથી જતા? એને ગુસ્સો શેનો થયો છે, સર્વ સામગ્રી હાજર છે, કોઈ
વસ્તુની કમી નથી. એના સસરા મોટા રાજા છે, કન્યા પણ અતિસુંદર છે, તો આ વિમુખ
કેમ થયા? ત્યારે કેટલાક હસીને બોલ્યા, એનું નામ પવનંજય છે, તે પોતાની ચંચળતાથી
પવનને પણ જીતે છે. તો કેટલાક એમ કહેવા લાગ્યા કે હજી એ સ્ત્રીનું સુખ જાણતા નથી
તેથી આવી કન્યાને છોડીને જવાને તૈયાર થયા છે. આ પ્રમાણે સેનાના સામંતો વાતો
કરતા હતા કે એને રતિકાળનો રાગ હોય તો જેમ વનહસ્તિ પ્રેમના બંધનથી બંધાય છે
તેમ એ બંધાઈ જાય. પવનંજય શીઘ્રગામી વાહન પર બેસી ચાલવા તૈયાર થયા ત્યારે
કન્યાના પિતા રાજા મહેન્દ્ર કુમારની કૂચની વાત સાંભળી ખૂબ વ્યાકુળ બન્યા અને
સમસ્ત સગાઓ સાથે રાજા પ્રહલાદ પાસે આવ્યા. પ્રહલાદ અને મહેન્દ્ર બન્ને આવી
કુમારને કહેવા લાગ્યાઃ હે કલ્યાણરૂપ! અમને શોક ઉત્પન્ન કરનાર આ કૂચ શા માટે કરો
છો? કોણે આપને કાંઈ કહ્યું છે? હે શોભાયમાન! તમે કોને અપ્રિય છો? જે તમને ન
ગમે તે બધાને ન ગમે. તમારા પિતા અને અમારું વચન જો દોષવાળું હોય તો પણ
તમારે માનવું જોઈએ અને અમે તો સમસ્ત દોષરહિત કહ્યું છે તેથી તમારે અવશ્ય
સ્વીકારવું યોગ્ય છે. હે શૂરવીર! કૂચને રોકો અને અમારા બન્નેનું મનવાંછિત સિદ્ધ કરો.
અમે તમારા વડીલ છીએ, તમારા જેવા સજ્જનોને તો વડીલની આજ્ઞા આનંદનું કારણ
છે. જ્યારે રાજા મહેન્દ્ર અને પ્રહલાદે આમ કહ્યું

Page 174 of 660
PDF/HTML Page 195 of 681
single page version

background image
૧૭૪ સોળમું પર્વપદ્મપુરાણ
અને જ્યારે બન્નેએ ઘણા આદરથી તેનો હાથ પકડયો ત્યારે ધીરવીર, વિનયથી જેનું
મસ્તક નમ્યું છે એવા આ કુમાર વડીલોની ગુરુતાને ઉલ્લંઘવા અશક્ત બન્યા. તેમની
આજ્ઞાથી પાછા ફર્યા. તેણે મનમાં વિચાર્યું કે આને પરણીને છોડી દઇશ કે જેથી તે દુઃખમાં
જીવન પૂરું કરે અને એને બીજાનો સંયોગ પણ ન થઈ શકે.
પ્રાણવલ્લભને પાછા આવેલા જોઈને કન્યા અત્યંત હર્ષિત થઈ, તેને રોમાંચ
ઉલ્લસિત થયાં. લગ્નસમયે એમના વિવાહ-મંગળ થયાં, જ્યારે કન્યાનું પાણિગ્રહણ
કરાવવામાં આવ્યું ત્યારે અશોકનાં પલ્લવ સમાન લાલ, અત્યંત કોમળ કન્યાના હાથને
એનો સ્પર્શ વિરક્ત ચિત્તના અગ્નિીની જ્વાળા સમાન લાગ્યો. ઈચ્છા વિના જ કુમારની
દ્રષ્ટિ કન્યાના શરીર પર અચાનક ગઈ તે ક્ષણમાત્ર સહન ન થઈ, જેમ કોઈ વિદ્યુત્પાત
સહન ન કરી શકે તેમ. કન્યાની પ્રીતિ અને વરની અપ્રીતિ એ આના ભાવને જાણતી
નથી એમ સમજીને જાણે કે અગ્નિ હસી રહ્યો હતો, તડતડાટ કરી રહ્યો હતો. મહાન
વિધાન વડે એમનાં લગ્ન કરાવીને સર્વ બંધુજનો આનંદ પામ્યા. માનસરોવરના તટ પર
વિવાહ થયા. નાના પ્રકારનાં વૃક્ષ, લતા, ફળ, પુષ્પોથી શોભતા સુંદર વનમાં ખૂબ
ઉલ્લાસથી બધા એક માસ રહ્યા. બન્ને સંબંધીઓએ પરસ્પર અતિહિતનાં વચન કહ્યાં,
પરસ્પર વખાણ કર્યાં, સન્માન કર્યું, પુત્રીના પિતાએ ખૂબ દાન આપ્યું અને પોતપોતાનાં
ઠેકાણે ગયા.
હે શ્રેણિક! જે વસ્તુનું સ્વરૂપ જાણે નહિ અને સમજ્યા વિના બીજાના દોષ કાઢે
તે મૂર્ખ છે. એ બીજાના દોષ કાઢવાથી પોતાના ઉપર જ દોષ આવે છે એ બધું પાપકર્મનું
ફળ છે. પાપ આતાપકારી છે.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં અંજના અને પવનંજયના
વિવાહનું વર્ણન કરનાર પંદરમું પર્વ પૂર્ણ થયું.
* * *
સોળમું પર્વ
(અંજના અને પવનંજયકુમારનું મિલન)
પછી પવનંજયકુમારે અંજનાસુંદરીને પરણીને એવી રીતે છોડી દીધી કે કદી વાત
ન કરે. તે સુંદરી પતિના મૌનથી અને તેને કૃપાદ્રષ્ટિથી ન જોવાને કારણે અત્યંત દુઃખી
થઈ. તે રાત્રે ઊંઘતી પણ નહિ, તેની આંખમાંથી નિરંતર આંસુ ખર્યાં કરતાં. તેનું શરીર
મેલું થઈ ગયું, તેને પતિ ઉપર અત્યંત પ્રેમ હતો, પતિનું નામ અત્યંત ગમતું, પતિ આવે
તો પણ અતિપ્રિય લાગતું, પતિનું રૂપ તો વિવાહની વેદી પર જોયું હતું. તેનું મનમાં ધ્યાન
કર્યા કરે અને નિશ્ચળ આંખોથી સર્વ ચેષ્ટારહિત થઈને બેસી રહેતી. અંતરંગ ધ્યાનમાં
પતિનું રૂપ જોઈને બહારથી પણ તેનું

Page 175 of 660
PDF/HTML Page 196 of 681
single page version

background image
પદ્મપુરાણ સોળમું પર્વ ૧૭પ
રૂપ જોવા ઇચ્છતી પણ તે બનતું નહીં. આથી તે શોકમાં બેસી રહેતી, ચિત્રપટમાં પતિનું
ચિત્ર દોરવા લાગતી ત્યાં હાથ ધ્રૂજીને કલમ પડી જતી. તેનાં સર્વ અંગ દુર્બળ થઈ ગયાં,
આભૂષણો ઢીલાં પડવાથી નીકળી જતાં, દીર્ધ ઉષ્ણ ઉચ્છ્વાસથી તેના ગાલ કરમાઈ ગયા,
શરીર પર તેને વસ્ત્રનો પણ ભાર લાગતો, પોતાનાં અશુભ કર્મોને તે નિંદતી,
માતાપિતાને વારંવાર યાદ કરતી, તેનું હૃદય શૂન્ય બની ગયું હતું, શરીર ક્ષીણ થયું હતું,
તે મૂર્છિત બની જતી, નિશ્ચેષ્ટ થઈ જતી, રોઈરોઈને તેનું ગળું રૂંધાઈ ગયું હતું. વિહ્વળ
થઈને તે પૂર્વોપાર્જિત કર્મને ઠપકો દેતી, ચંદ્રનાં કિરણોથી પણ તેને દાહ થતો, મહેલમાં
ફરતાં તે પડી જતી અને પોતાના મનમાં જ પતિને આ પ્રમાણે કહેતી કે હે નાથ!
આપનાં મનોહર અંગ મારા હૃદયમાં નિરંતર રહે છે, મને શા માટે આપ સંતાપો છો? મેં
આપનો કોઇ અપરાધ કર્યો નથી, વિના કારણે આપ મારા પર કેમ કોપ કરો છો? હવે
પ્રસન્ન થાવ. હું તમને ભજું છું, મારા ચિત્તનો વિષાદ દૂર કરો, જેમ અંતરમાં દર્શન આપો
છો તેમ બહાર પણ આપો, હું હાથ જોડીને આપને વિનંતી કરું છું. જેમ સૂર્ય વિના
દિવસની શોભા નથી અને ચંદ્ર વિના રાત્રિની શોભા નથી, દયા, ક્ષમા, શીલ, સંતોષાદિ
ગુણ વિના વિદ્યા શોભતી નથી તેમ આપની કૃપા વિના મારી શોભા નથી. આ પ્રમાણે તે
ચિત્તમાં વસેલા પતિને સંબોધતી. તેનાં મોતી સમાન મોટાં નેત્રોમાંથી આંસુનાં બિંદુઓ
ખરતાં. તેની કોમળ શય્યા પર સખીઓ અનેક સામગ્રી લાવતી, પણ તેને કશું ગમતું
નહિ. ચક્રની જેમ તનૈ મનમાં વિયોગથી ભ્રમ ઉપજ્યો હતો, સ્નાનાદિ સંસ્કાર, કેશ
ઓળવા ગૂંથવાનું પણ તે કરતી નહિ, વાળ પણ લૂખા બની ગયા હતા, તે સર્વ ક્રિયામાં
જડ જાણે કે પૃથ્વી જેવી બની ગઈ હતી, આંખમાં નિરંતર આંસુ વહેવાને કારણે જાણે કે
તે જળરૂપ જ થઈ રહી છે, હૃદયના દાહના યોગથી જાણે કે અગ્નિરૂપ જ થઈ રહી છે,
નિશ્ચળ ચિત્તના યોગથી જાણે કે વાયુરૂપ થઈ રહી છે, શૂન્યતાના યોગથી જાણે કે
ગગનરૂપ જ થઈ રહી છે. મોહના યોગથી તેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે, તેણે પોતાના સર્વ
અંગ ભૂમિ પર ફેંકી દીધાં છે, તે બેસી શકતી નહિ, બેસે તો ઊભી થઈ શકતી નહિ,
ઊભી થાય તો શરીરને ટેકાવી શકતી નહોતી, તે સખીઓનો હાથ પકડી ચાલતી, જેથી
પગ ડગે નહિ, ચતુર સખીઓ સાથે વાત કરવાની તે ઇચ્છા કરતી, પણ બોલી શકતી
નહિ અને હંસલી, કબૂતરી આદિ સાથે ક્રીડા કરવા ઇચ્છતી, પણ ક્રીડા કરી શકતી નહિ.
એ બિચારી બધાથી જુદી બેસી રહેતી. તેનું મન અને નેત્ર તો પતિમાં જ લાગી રહ્યાં છે,
તેનું કારણ વિના પતિ દ્વારા અપમાન થયું હતું. એનો એકેક દિવસ એક વરસ જેવો થતો
હતો. તેની આવી અવસ્થા જોઈને આખું કુટુંબ દુઃખી થયું. બધા વિચારતા હતા કે આને
વિના કારણે આટલું દુઃખ કેમ આવ્યું? આ કોઈ પૂર્વોપાર્જિત પાપકર્મનો ઉદય છે.
પાછળના ભવમાં આણે કોઈના સુખમાં અંતરાય કર્યો હશે તેથી એને પણ સુખનો
અંતરાય પડયો. વાયુકુમાર તો નિમિત્તમાત્ર છે. આ ખૂબ ભોળી અને નિર્દોષ છે. આને
પરણીને કેમ છોડી દીધી? આવી કન્યા સાથે દેવ સમાન ભોગ કેમ ન ભોગવ્યા? આણે

Page 176 of 660
PDF/HTML Page 197 of 681
single page version

background image
૧૭૬ સોળમું પર્વ પદ્મપુરાણ
પિતાને ઘેર કદી રંચમાત્ર પણ દુઃખ ભોગવ્યું નથી અને અહીં આ કર્મના અનુભવથી
દુઃખનો ભાર પામી છે. એની સખીઓ વિચારે છે કે શો ઉપાય કરવો? અમે ભાગ્યહીન
છીએ, આ કાર્ય અમારા પ્રયત્નથી સાધ્ય નથી, આ કોઈ અશુભ કર્મની ચાલ છે, હવે
એવો દિવસ ક્યારે આવશે, એ શુભ મુહૂર્ત અને શુભ વેળા ક્યારે આવશે કે જ્યારે તેનો
પ્રીતમ પોતાની પ્રિયાની સમીપમાં બેસશે, કૃપાદ્રષ્ટિથી જોશે, મધુર વચનો બોલશે; આવી
અભિલાષા બધાંનાં મનમાં થઈ રહી છે.
હવે રાજા વરુણને રાવણ સાથે વિરોધ થયો. વરુણ અત્યંત અભિમાની હતો. તે
રાવણની સેવા કરતો નહિ. રાવણે દૂત મોકલ્યો. દૂતે જઈને વરુણને કહ્યુંઃ અહો
વિદ્યાધરાધિપતે વરુણ! સર્વના સ્વામી રાવણે તમને આ આજ્ઞા કરી છે કે તમે મને પ્રણામ
કરો અથવા યુદ્ધની તૈયારી કરો. ત્યારે વરુણે હસીને કહ્યુંઃ હે દૂત! રાવણ કોણ છે, તે ક્યાં
રહે છે કે મને દબાવે છે? હું ઇન્દ્ર નથી કે જેથી વૃથા ગર્વિષ્ઠ લોકનિંદ્ય થાઉં. હું વેશ્રવણ,
યમ, સહસ્ત્રરશ્મિ કે મરુત નથી. રાવણને દેવાધિષ્ઠિત રત્નોથી મહાગર્વ ઊપજ્યો છે,
તેનામાં સામર્થ્ય હોય તો આવે, હું એના ગર્વનું ખંડન કરીશ. તેનું મૃત્યુ નજીક છે તેથી
અમારી સાથે આવી રીતે વાત કરે છે. દૂતે જઈને રાવણને બધો વૃત્તાંત કહ્યો. રાવણે
ગુસ્સાથી સમુદ્ર જેવડી સેના સાથે જઈને વરુણનું નગર ઘેરી લીધું અને પ્રતિજ્ઞા કરી કે હું
એને દેવાધિષ્ઠિત રત્ન વિના જ વશ કરીશ, મારીશ અથવા બાંધીશ. ત્યારે વરુણના પુત્રો
રાજીવ, પુણ્ડરિકાદિ ક્રોધાયમાન થઈ રાવણની સેના ઉપર આવ્યા. તેમની અને રાવણની
સેના વચ્ચે મોટું યુદ્ધ થયું, પરસ્પર શસ્ત્રોના સમૂહો છેદાયા. હાથી હાથીઓ સાથે, ઘોડા
ઘોડાઓ સાથે, રથ રથો સાથે અને સુભટો સુભટો સાથે મહાયુદ્ધ કરવા લાગ્યા. લાંબો
સમય સંગ્રામ ચાલ્યો. વરુણની સેના રાવણની સેનાથી થોડીક પાછળ હઠી. પોતાની
સેનાને હઠતી જોઈ વરુણ પોતે રાક્ષસોની સેના પર કાલાગ્નિ સમાન તૂટી પડયો. દુર્નિવાર
વરુણને રણભૂમિમાં સામે આવેલો જોઈ રાવણે યુદ્ધ કરવાની તૈયારી કરી. રાવણ અને
વરુણ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું, વરુણના પુત્રો ખરદૂષણ સામે યુદ્ધ કરતા હતા. તે
મહાભટોનો પ્રલય કરનાર અને અનેક મત્ત હાથીઓના કુંભસ્થળ વિદારે તેવા શક્તિશાળી
હતા. રાવણ ક્રોધથી વરુણ પર બાણ ચલાવવા જતો હતો ત્યાં વરુણના પુત્રોએ રાવણના
બનેવી ખરદૂષણને પકડી લીધો. ત્યારે રાવણે મનમાં વિચાર્યું કે જો હું વરુણ સાથે યુદ્ધ
કરીશ અને ખરદૂષણનું મરણ થશે તો તે ઉચિત નહિ થાય, માટે સંગ્રામ કરવાનું અટકાવી
દીધું. જે બુદ્ધિમાન છે તે મંત્રકાર્યમાં ભૂલ ખાતા નથી. પછી મંત્રીઓએ વિચારવિમર્શ
કરીને બધા દેશના રાજાઓને બોલાવ્યા, શીઘ્રગામી પુરુષોને મોકલ્યા, બધાને લખ્યું કે
મોટી સેના સાથે તરત જ આવો. રાજા પ્રહલાદ ઉપર પણ પત્ર લઈને દૂત આવ્યો. રાજા
પ્રહલાદે સ્વામીની ભક્તિથી રાવણના સેવકનું ખૂબ સન્માન કર્યું, ઊભા થઈને ખૂબ
આદરથી પત્ર લીધો અને વાંચ્યો. તે પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું કે પાતાલપુર સમીપ
કલ્યાણરૂપ સ્થાનમાં રહેતા મહાક્ષેમરૂપ વિદ્યાધરોના અધિપતિઓના અધિપતિ સુમાલીના

Page 177 of 660
PDF/HTML Page 198 of 681
single page version

background image
પદ્મપુરાણ સોળમું પર્વ ૧૭૭
પુત્ર રત્નશ્રવાનો પુત્ર, રાક્ષસવંશરૂપ આકાશમાં ચંદ્રમા એવો રાવણ આદિત્યનગરના રાજા
પ્રહલાદને આજ્ઞા કરે છે. કેવા છે પ્રહલાદ? કલ્યાણરૂપ છે, ન્યાયને જાણનાર છે, દેશ
કાળનું વિધાન જાણે છે, અમને અત્યંત પ્રિય છે. પ્રથમ તો તેમની શારીરિક કુશળતા પૂછે
છે અને જણાવે છે કે અમને સર્વ ખેચર, ભૂચર પ્રણામ કરે છે, પણ એક દુર્બુદ્ધિ વરુણ
પાતાળનગરમાં રહે છે તે આજ્ઞાથી પરાઙમુખ થઈને લડવાને તૈયાર થયો છે, હૃદયને
વ્યથા પહોંચાડે તેવા વિદ્યાધરોથી યુક્ત છે, સમુદ્રની મધ્યમાં દ્વીપ હોવાથી તે દુષ્ટ
અભિમાની બન્યો છે તેથી અમે તેના ઉપર ચડાઈ કરી છે. મહાન યુદ્ધ થયું તેમાં વરુણના
પુત્રોએ ખરદૂષણને જીવતો પકડયો છે. મંત્રીઓએ વિચારણા કરીને ખરદૂષણના મરણની
શંકાથી યુદ્ધ રોકી દીધું છે, હવે ખરદૂષણને છોડાવવાનો છે અને વરુણને જીતવાનો છે માટે
તમે શીઘ્ર આવો, ઢીલ ન કરશો. તમારા જેવા પુરુષો કર્તવ્યમાં ચૂકે નહિ. હવે બધી વાત
તમારા આવવા ઉપર છે. જોકે સૂર્ય તેજનો પુંજ છે તો પણ તેને અરુણ જેવો સારથિ
જોઈએ. રાજા પ્રહલાદ પત્રના સમાચાર જાણી, મંત્રીઓ સાથે વિચારણા કરી રાવણ પાસે
જવા તૈયાર થયા. રાજા પ્રહલાદને જતા સાંભળીને પવનંજયકુમારે હાથ જોડી, તેમના
ચરણસ્પર્શ કરી વિનંતી કરી હે નાથ! મારા જેવો પુત્ર હોય અને આપ જાવ તે યોગ્ય
નથી. પિતા પુત્રનું પાલન કરે છે અને પુત્રનો એ જ ધર્મ છે કે તે પિતાની સેવા કરે. જો
સેવા ન કરે તો જાણવું કે પુત્ર થયો જ નથી. માટે આપ કૂચ ન કરશો, મને આજ્ઞા
આપો. ત્યારે પિતાએ કહ્યું કે હે પુત્ર! તમે કુમાર છો, હજી સુધી તમે કોઈ યુદ્ધ જોયું
નથી, માટે તમે અહીં રહો, હું જઈશ. પવનંજયકુમારે કનકાચલના તટ સમાન છાતી
ફૂલાવીને તેજસ્વી વચન કહ્યું, હે તાત! મારી શક્તિનું લક્ષણ તમે જોયું નથી. જગતને
બાળવામાં અગ્નિના તણખાના વીર્યની શી પરીક્ષા કરવાની હોય? આપની આજ્ઞારૂપ
આશિષથી જેનું મસ્તક પવિત્ર બન્યું છે એવો હું ઇન્દ્રને પણ જીતવાને સમર્થ છું એમાં
શંકા નથી. આમ કહીને પિતાને નમસ્કાર કરી અત્યંત હર્ષથી ઊભા થઈ સ્નાન,
ભોજનાદિ શરીરની ક્રિયા કરી અને કુળના વૃદ્ધોની આદરપૂર્વક આશિષ લીધી. ભાવ
સહિત અરહંત, સિદ્ધને નમસ્કાર કરી, પરમ કાંતિ ધારણ કરતા, મહામંગળરૂપ પિતા પાસે
વિદાય લેવાને આવ્યા. પિતાએ અને માતાએ અમંગળના ભયથી આંસુ ન આવવા દીધા,
આશીર્વાદ આપ્યા. હે પુત્ર! તારો વિજય થાવ. છાતીએ લગાડીને તેનું મસ્તક ચૂમ્યું.
પવનંજયકુમાર શ્રી ભગવાનનું ધ્યાન કરી, માતાપિતાને પ્રણામ કરી, પરિવારનાં લોકોને
પગે લાગી તથા તેમને ધૈર્ય બંધાવી, વિદાય થયા. પહેલાં પોતાનો જમણો પગ આગળ
મૂકીને ચાલ્યા. તેમનો જમણો હાથ ફરકયો, તેમની દ્રષ્ટિ જેના મુખ પર લાલ પલ્લવ છે
તે પૂર્ણ કળશ ઉપર પ્રથમ જ પડી તથા થાંભલાને અડીને દ્વાર પર ઊભેલી અંજનાસુંદરી,
જેનાં નેત્ર આંસુઓથી ભીંજાઈ ગયાં છે, જેના અધર તાંબૂલાદિરહિત મલિન બની ગયા
છે, જાણે કે થાંભલા પર કોતરેલી પૂતળી જ છે, તેના પર કુમારની દ્રષ્ટિ પડી અને
ક્ષણમાત્રમાં દ્રષ્ટિ સંકોચીને ગુસ્સાથી કહ્યુંઃ હે દુરીક્ષણે! આ સ્થાનથી ચાલી જા, તારી દ્રષ્ટિ
ઉલ્કાપાત સમાન છે, તે હું

Page 178 of 660
PDF/HTML Page 199 of 681
single page version

background image
૧૭૮ સોળમું પર્વ પદ્મપુરાણ
સહન કરી શકતો નથી. અહો મોટા કુળની પુત્રી કુળવંતી! તેનામાં આવું ઠીઠપણું છે કે
મના કરવા છતાં પણ તે નિર્લજ્જ થઈને ઊભી રહે છે. પતિનાં આવા ક્રૂર વચનો સાંભળ્‌યાં
તો પણ એને અતિ પ્રિય લાગે છે, જેમ ઘણા દિવસના તરસ્યા પપીહાને (ચાતકને) મેઘનાં
બૂંદ પ્યારા લાગે. તે પતિનાં વચન મનથી અમૃત સમાન ગણી પી ગઈ અને હાથ જોડી,
ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરી, ગદગદ વાણીથી ધ્રૂજતાં ધ્રૂજતાં વચન ધીમેથી કહેવા લાગી-હે
નાથ! જ્યારે તમે અહીં બિરાજતા હતા ત્યારે પણ હું વિયોગિની જ હતી, પરંતુ આમ
નિકટ છો એ આશાએ પ્રાણ કષ્ટથી ટકી રહ્યા હતા, હવે આપ દૂર પધારો છો તો હું કેવી
રીતે જીવીશ? હું તમારા વચનરૂપ અમૃતનો આસ્વાદ લેવા અતિઆતુર છું. તમે
પરદેશગમન કરતી વખતે સ્નેહથી દયા ચિત્તમાં લાવીને વસતિનાં પશુપક્ષીઓને પણ
આશ્વાસન આપ્યું છે, મનુષ્યોની તો શી વાત? બધાંને અમૃત સમાન વચન કહ્યાં, મારું
ચિત્ત તમારા ચરણારવિંદમાં છે, હું તમારી અપ્રાપ્તિથી અતિદુઃખી છું, બીજાઓને તમારા
શ્રીમુખે આટલો દિલાસો આપ્યો, મારા તરફ ફરી તમારા મુખે દિલાસો આપ્યો હોત તો?
જ્યારે તમે મને છોડી છે, તો જગતમાં મને કોઈ શરણ નથી, મરણ જ છે. ત્યારે કુમારે
મુખ સંકોચીને ક્રોધથી કહ્યું કે મર. તે વખતે સતી ખેદખિન્ન થઈને ધરતી પર પડી ગઈ.
પવનકુમાર તેના પ્રત્યે અણગમો બતાવીને જ ચાલ્યા. હાથી પર બેસીને સામંતો સહિત
તેમણે પ્રયાણ કર્યું. પહેલા જ દિવસે માનસરોવર જઈને પડાવ નાખ્યો. જેમનાં વાહનો પુષ્ટ
છે એવી વિદ્યાધરની સેના દેવોની સેના સમાન આકાશમાંથી ઊતરતી અતિશય શોભતી
હતી. ત્યાં પોતપોતાનાં વાહનોને યથાયોગ્ય સ્નાન, ખાનપાનાદિ કરવામાં આવ્યા.
પછી વિદ્યાના પ્રભાવથી એક બહુકોણ, મનોહર મહેલ બનાવ્યો. ખૂબ ઊંચો અને
પહોળો. તે મહેલમાં પોતે મિત્રસહિત બિરાજ્યા. તે ઝરૂખાની જાળીનાં છિદ્રોમાંથી સરોવરના
તટ પરનાં વૃક્ષો જોવા લાગ્યા. શીતળ, મંદ, સુગંધી પવનથી વૃક્ષ મંદ મંદ ડોલતાં હતાં,
સરોવરમાં લહેરો ઊઠતી હતી, સરોવરમાં કાચબા, માછલા, મગર, અનેક પ્રકારનાં જળચરો
ગર્વથી કિલ્લોલ કરી રહ્યાં છે. ઉજ્જવળ સ્ફટિકમણિ સમાન જળમાં નાના પ્રકારનાં કમળ
ખીલી રહ્યાં છે, હંસ, કારંડ, ક્રૌંચ, સારસ ઇત્યાદિ પક્ષીઓ સુંદર અવાજ કરી રહ્યાં છે, જેને
સાંભળતાં કાનમાં હર્ષ ઉપજે છે, ભમરા ગુંજારવ કરી રહ્યા છે. ત્યાં એક ચકવી, ચકવા
વિના એકલી વિયોગરૂપ અગ્નિથી તપ્તાયમાન, અતિ આકુળ, નાના પ્રકારની ચેષ્ટા કરતી,
અસ્તાચળ તરફ સૂર્ય ગયો છે તેની તરફ નેત્ર લગાવીને, કમલિનીના પત્રનાં છિદ્રો તરફ
વારંવાર જુએ છે, પાંખો ફફડાવતી ઉડે છે અને નીચે પડે છે. તેને કમળની નાલનો સ્વાદ
વિષ સમાન લાગે છે, પોતાનું પ્રતિબિંબ જળમાં જોઈને જાણે છે કે આ મારો પ્રીતમ છે
તેથી તેને બોલાવે છે. પણ પ્રતિબિંબ કેવી રીતે આવે? ત્યારે અપ્રાપ્તિંથી અત્યંત શોક પામી
રહી છે. સેના આવીને ઊતરી છે તેથી જુદા જુદા દેશના મનુષ્યોના શબ્દ અને હાથી, ઘોડા
આદિ જાતજાતનાં પશુઓના શબ્દ સાંભળીને પોતાના વલ્લભ ચકવાની આશાથી તેનું ચિત્ત
ભમે છે, તેનાં લોચનમાથી આંસુ ખરી રહ્યાં છે, તે તટના વૃક્ષ

Page 179 of 660
PDF/HTML Page 200 of 681
single page version

background image
પદ્મપુરાણ સોળમું પર્વ ૧૭૯
પર ચડી ચડીને દશે દિશાઓમાં જુએ છે, પણ પ્રીતમને ન જોતાં અતિ શીઘ્ર ભૂમિ પર
આવીને પડે છે, પાંખ હલાવીને કમલિનીની જે રજ શરીર પર ચોંટી છે તેને દૂર કરે છે.
પવનકુમારે ઘણા લાંબા સમય સુધી દ્રષ્ટિ માંડીને ચકવીની દશા જોઈ. જેનું ચિત્ત દયાથી
ભીંજાઈ ગયું છે એવા તે વિચારે છે કે પ્રીતમના વિયોગથી આ શોકરૂપ અગ્નિમાં જલે છે.
આ મનોજ્ઞ માનસરોવર અને ચંદ્રમાની ચંદન સમાન શીતળ ચાંદની આ વિયોગિની
ચકવીને દાવાનળ સમાન છે, પતિ વિના આને કોમળ પલ્લવ પણ ખડ્ગ સમાન ભાસે
છે, ચંદ્રમાનાં કિરણ પણ વજ્ર સમાન ભાસે છે, સ્વર્ગ પણ નરકરૂપ થઈને આચરે છે.
આમ વિચાર કરતાં એનું મન પ્રિયા તરફ ગયું. આ માનસરોવર પર જ લગ્ન થયાં હતાં
તે સ્થળ નજરે પડયાં અને તેને તે અતિ શોકનાં કારણ થયાં, મર્મને ભેદનારી તીક્ષ્ણ
કરવત જેવા લાગ્યાં. ચિત્તમાં તે વિચારવા લાગ્યા; હાય! હાય! હું ક્રૂર, પાપી તે સાવ
નિર્દોષ, તેનો નકામો ત્યાગ કર્યો, ચકવી એક રાત્રિનો વિયોગ સહન કરી શકતી નથી તો
તે મહાસુંદરી બાવીસ વર્ષનો વિયોગ કેવી રીતે સહન કરે? તેની સખીએ કડવાં વચન
કહ્યાં હતાં, તેણે તો નહોતા કહ્યાંને? બીજાના દોષથી મેં તેનો કેમ પરિત્યાગ કર્યો?
ધિક્કાર છે મારા જેવા મૂર્ખને, જે વિના વિચાર્યે કામ કરે છે આવા નિષ્કપટ જીવને મેં
વિના કારણે દુઃખી કર્યો, મારું ચિત્ત પાપી છે. મારું હૃદય વજ્ર સમાન છે કે મેં આટલાં
વર્ષ આવી પ્રાણવલ્લભાને વિયોગ આપ્યો. હવે હું શું કરું? પિતા પાસેથી વિદાય લઈને
ઘરમાંથી નીકળ્‌યો છું, હવે પાછો કેવી રીતે જાઉં? મોટી આફત આવી. જો હું એને મળ્‌યા
વિના યુદ્ધમાં જઈશ તો તે જીવશે નહિ અને તેના અભાવમાં મારો પણ નાશ થશે.
જગતમાં જીવન જેવો બીજો કોઈ પદાર્થ નથી તેથી સર્વ સંદેહને દૂર કરનાર મારો પરમ
મિત્ર પ્રહસ્ત વિદ્યમાન છે તેને જ બધો ભેદ કહું. તે પ્રીતિની બધી રીતમાં પ્રવીણ છે. જે
પ્રાણી વિચારપૂર્વક કાર્ય કરે છે તે સુખ પામે છે. પવનકુમાર આમ વિચાર કરી રહ્યો છે
ત્યારે તેના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એવો તેનો મિત્ર પ્રહસ્ત તેને ચિંતાતુર
જોઈને પૂછવા લાગ્યો કે હે મિત્ર! તું રાવણને મદદ કરવા વરુણ જેવા યોદ્ધા સાથે લડવા
જાય છે તો તને અત્યંત પ્રસન્નતા હોવી જોઈએ, તો જ કાર્યની સિદ્ધિ થાય. આજે તારું
મુખકમળ કરમાઈ ગયેલું કેમ દેખાય છે? શરમ છોડીને મને કહે. તને ચિંતાતુર જોઈને
મને પણ વ્યાકુળતા થાય છે. ત્યારે પવનંજયે કહ્યુંઃ હે મિત્ર! આ વાત કોઈને કહેતો નહિ.
તું મારું બધું રહસ્ય જાણે છે તેથી તારાથી જુદાઈ નથી. આ વાત કરતાં મને અત્યંત
શરમ થાય છે. ત્યારે પ્રહસ્તે કહ્યું કે જે તારા ચિત્તમાં હોય તે કહે. તું જે આજ્ઞા કરીશ તે
બીજું કોઈ જાણશે નહિ. જેમ ગરમ લોઢા પર પડેલ પાણીનું ટીપું શોષાઈ જાય તેમ મને
કરેલી વાત પ્રગટ નહિ થાય. ત્યારે પવનકુમારે કહ્યુંઃ હે મિત્ર! સાંભળ, મેં કદી પણ
અંજનાસુંદરી પ્રત્યે પ્રેમ બતાવ્યો નથી, તેથી હવે મારું મન અત્યંત વ્યાકુળ થયું છે, મારી
ક્રૂરતા જો. અમને પરણ્યાં આટલાં વર્ષ થયાં, પણ હજી સુધી અમારો વિયોગ રહ્યો છે.
વિના કારણે મેં તેના તરફ અપ્રીતિ કરી છે. તે સદાય શોકમાં રહી, તેની આંખમાંથી આંસુ