Padmapuran (Gujarati). Parva 9 - Vali muninu nirupan; Parva 10 - Raja Sugreev ane Rani Sutaranu vrutant.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 7 of 35

 

Page 100 of 660
PDF/HTML Page 121 of 681
single page version

background image
૧૦૦ આઠમું પર્વ પદ્મપુરાણ
ત્યજીને ભૂમિગોચરીને પરણી. આવા વિચારથી તે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે રાજા
શુક્રધનુએ હરિષેણને કહ્યું કે હું યુદ્ધમાં જાઉં છું અને તમે નગરમાં રહો, દુરાચારી વિદ્યાધર
યુદ્ધ કરવા આવ્યા છે. તે વખતે હરિષેણ સસરાને કહેવા લાગ્યા કે જે બીજાના કાર્ય માટે
પણ ઉદ્યમ કરે તે પોતાના કામ માટે કેમ ન કરે? તેથી હે પૂજ્ય! મને આજ્ઞા આપો. હું
યુદ્ધ કરીશ. સસરાએ તેમને અનેક પ્રકારે રોકવા પ્રયત્ન કર્યો, પણ તે ન રોકાયા. વિવિધ
પ્રકારનાં હથિયારોથી સજ્જ થઈને પવનવેગી અશ્વો જોડેલા રથમાં તે ચડયા. તેમની
પાછળ મોટા મોટા વિદ્યાધરો ચાલ્યા. કેટલાક હાથી ઉપર, કેટલાક અશ્વો ઉપર અને
કેટલાક રથોમાં બેઠા. પરસ્પર મહાન યુદ્ધ થયું. શક્રધનુની થોડીક ફોજ પાછી હઠી ત્યારે
હરિષેણ પોતે યુદ્ધ કરવા તત્યર થયા. તેમણે જે તરફ રથ ચલાવ્યો તે તરફ ઘોડા, હાથી
મનુષ્ય, રથ કોઈ ટકી શક્યું નહિ. બધા બાણથી વીંધાઈ ગયા. ધ્રૂજતા ધ્રૂજતા બધા યુદ્ધ
છોડીને ભાગ્યા અને બોલવા લાગ્યા કે ગંગાધર રાજાએ ભૂંડું કર્યું કે આવા મહાપુરુષ સાથે
યુદ્ધ કર્યું. આ સાક્ષાત્ સૂર્ય સમાન છે. જેમ સૂર્ય પોતાનાં કિરણો ફેલાવે છે તેમ આ
બાણોની વર્ષા કરે છે. પોતાની ફોજને હઠતી જોઈને ગંગાધર મહિધર ભાગ્યો અને
ત્યારપછી ક્ષણમાત્રમાં રત્ન ઉત્પન્ન થયાં. દસમા ચક્રવર્તી મહાપ્રતાપ ધારણ કરીને પૃથ્વી
ઉપર પ્રગટ થયા. જોકે તેમણે ચક્રવર્તીની વિભૂતિ મેળવી પણ, પરંતુ પોતાની સ્ત્રીરત્ન
મદનાવલિને પરણવાની ઈચ્છાથી તે બાર યોજન પ્રમાણ પોતાનું સૈન્ય સાથે લઈને
રાજાઓને હંફાવતા તપસ્વીના વન સમીપે આવ્યા. તાપસ વનફળ લઈને આવી મળ્‌યા.
તેણે પહેલાં આમનો અનાદર કર્યો હતો, પણ એમને અતિવિવેકી અને પુણ્યાધિકારી
જાણીને ખૂબ આનંદ પામ્યા. શતમન્યુના પુત્ર જનમેજય ને મદનાવલીની માતા
નાગમતીએ મદનાવલીને ચક્રવર્તી સાથે વિધિપૂર્વક પરણાવી. પછી પોતે ચક્રવર્તીના
વિભૂતિ સહિત કાંપિલ્યનગરમાં આવ્યા. બત્રીસ હજાર મુગટબંધ રાજાઓ સાથે આવીને
માતાના ચરણારવિંદમાં હાથ જોડી નમસ્કાર ર્ક્યા. માતા વપ્રા આવા પુત્રને જોઈને એવી
હર્ષિત થઈ કે જે તેના અંગમાં હર્ષ સમાતો નહોતો. પછી જ્યારે અષ્ટાન્હિકા આવી ત્યારે
તેણે સૂર્યથી પણ અધિક મનોજ્ઞ ભગવાનનો રથ કાઢયો અને અષ્ટાન્હિકાની યાત્રા કરી.
મુનિ અને શ્રાવકોને પરમ આનંદ થયો. ઘણા જીવોએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આ
હરિષેણ ચક્રવર્તીની કથા સુમાલીએ રાવણને કહી અને ઉમેર્યું કે તે ચક્રવર્તીએ જિન
ભગવાનનાં મંદિરો આ પૃથ્વી ઉપર સર્વત્ર પુર, ગ્રામ, પર્વત અને નદી-તટો પર
બનાવરાવ્યાં છે તે બધાં રત્ન અને સ્વર્ણમયી છે. તે મહાપુરુષ ઘણો કાળ ચક્રવર્તીની
સંપદા ભોગવી પછી મુનિ થઈ, મહાતપ કરી લોકશિખરે બિરાજ્યા. રાવણ આ હરિષેણનું
ચરિત્ર સાંભળીને આનંદ પામ્યો. સુમાલીની વારંવાર સ્તુતિ કરી અને જિનમંદિરોનાં દર્શન
કરી પોતાના તંબૂમાં આવ્યા. તે સંઘ સમ્મેદશિખરની પાસે આવ્યો.
રાવણને દિગ્વિજયમાં ઉદ્યમી જોઈને જાણે સૂર્ય પણ પોતાની તેજસ્વીતારહિત થયો; તેની
અરુણતા પ્રગટ થઈ; જાણે કે રાવણના અનુરાગથી જગત હર્ષિત થયું. સંધ્યા વીતી ગઈ, રાત્રિનો
અંધકાર ફેલાઈ ગયો, જાણે કે અંધકાર જ પ્રકાશના ભયથી દશમુખને શરણે આવ્યો. રાત્રિ વ્યતીત

Page 101 of 660
PDF/HTML Page 122 of 681
single page version

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૧૦૧
થઈ અને સવાર થયું. રાવણ પ્રભાતની ક્રિયા કરીને સિંહાસન પર બિરાજ્યો. એકાએક
એક અવાજ સંભળાયો, જાણે કે વર્ષાકાળનો મેઘ જ ગર્જ્યો. તેનાથી આખી સેના
ભયભીત થઈ ગઈ અને સેનાના હાથી જે વૃક્ષો સાથે બાંધ્યા હતા તે બંધન તોડાવવા
લાગ્યા, કાન ઊંચા કરીને અશ્વો હણહણવા લાગ્યા. ત્યારે રાવણે કહ્યું કે આ શું છે? આ
મરવા માટે આપણા ઉપર કોણ ચડી આવ્યું? આ વૈશ્રવણ આવ્યો અથવા ઇન્દ્રનો
પ્રેરાઈનો સોમ આવ્યો અથવા આપણને નિશ્ચળ રહેલા જોઈને કોઈ બીજો શત્રુ આવ્યો?
પછી રાવણની આજ્ઞા મેળવીને સેનાપતિ પ્રહસ્ત તે તરફ જોવા ગયો. તેણે પર્વતના
આકાર જેવો મદોન્મત્ત, અનેક લીલા કરતો એક હાથી જોયો.
તેણે આવીને રાવણને વિનંતી કરી કે હે પ્રભો! મેઘની ઘટા સમાન આ હાથી છે.
એને પકડવાને ઇન્દ્ર પણ સમર્થ નથી થયો. રાવણે હસીને જવાબ આપ્યો, હે પ્રહસ્ત!
પોતાની પ્રશંસા પોતે કરવી યોગ્ય નથી, હું આ હાથીને ક્ષણમાત્રમાં વશ કરીશ. એમ
કહીને તેણે પુષ્પક વિમાનમાં બેસીને હાથીને જોયો. તે સારાં સારાં લક્ષણોવાળો,
ઇન્દ્રનીલમણિ સમાન અતિસુંદર હતો. તેનું શરીર શ્યામ, તેનું તાળવું કમળ સમાન લાલ,
તેનાં નેત્ર મનોહર, ઉજ્જવળ અને ગોળ હતા, દાંત સાત હાથ ઊંચા, નવ હાથ પહોળા,
કાંઈક પીળાશ પડતા હતા. પીઠ સુંદર, આગલું અંગ ઊંચું, પૂંછડું લાંબું, સૂંઢ મોટી, નખ
અત્યંત સ્નિગ્ધ, કુંભસ્થળ ગોળ અને કઠોર, ચરણ પ્રબળ અને મદઝરતો, જેના મદની
સુગંધથી જેની ઉપર ભમરા ગુંજારવ કરતા હતા, દુંદુભિ-વાજાના ધ્વનિ જેવી ગર્જના
કરતો, તાડવૃક્ષના પત્ર સમાન કાન હલાવતો; મન અને નેત્રોને હરતી સુંદર લીલા કરતા
હાથીને રાવણે જોયો. તેને જોઈને રાવણ ખૂબ પ્રસન્ન થયો. હર્ષથી રોમાંચ ખડાં થઈ
ગયાં. પછી તે પુષ્પક વિમાનમાંથી ઊતરીને, કમર મજબૂત બાંધી તેની આવળ જઈ શંખ
ફૂંકવા લાગ્યો. તેના શબ્દથી દશે દિશા અવાજથી ભરાઈ ગઈ. શંખનો ધ્વનિ સાંભળી
ચિત્તમાં ક્ષોભ પામી હાથી ગરજ્યો અને રાવણની સામે આવ્યો. રાવણે પોતાના
ઉત્તરાસનનો દડો બનાવીને શીઘ્ર જ હાથી તરફ ફેંક્યો. રાવણ ગજકેલિમાં પ્રવીણ હતો.
હાથી પેલા દડાને સૂંધવા લાગ્યો એટલે રાવણ આકાશમાં ઊછળીને હાથીના કુંભસ્થળ
ઉપર પડયો અને હાથની થપાટ મારી. હાથીએ તેને સૂંઢથી પકડવાનો પ્રયત્ન કર્યો એટલે
રાવણ અત્યંત ઝડપથી બેય દાંતની વચ્ચેથી નીચે સરકી ગયો, અનેક ક્રીડા કરીને દશમુખ
હાથીની પીઠ ઉપર ચડી ગયો. હવે હાથી વિનયી શિષ્યની જેમ ઊભો રહી ગયો. તે વખતે
આકાશમાં રાવણ ઉપર ફૂલોની વર્ષા થઈ અને દેવોએ જયજયકાર કર્યો. રાવણની સેના
ખૂબ હર્ષિત થઈ અને રાવણે હાથીનું નામ ‘ત્રૈલોક્યમંડન’ રાખ્યું. રાવણે હાથીની
પ્રાપ્તિનો મોટો ઉત્સવ કર્યો અને સમ્મેદશિખર પર્વત પર જઈ યાત્રા કરી. વિદ્યાધરોએ
નૃત્યુ ર્ક્યું. તે રાત્રે ત્યાં જ રહ્યા. પ્રભાત થયું, સૂર્ય ઊગ્યો તે જાણે દિવસે રાવણને મંગળ
કલશ દેખાડયો. પછી રાવણ પોતાના પડાવમાં આવ્યો, સિંહાસન ઉપર બેઠો અને સભામાં
હાથીની કથા કહેવા લાગ્યો.

Page 102 of 660
PDF/HTML Page 123 of 681
single page version

background image
૧૦ર આઠમું પર્વ પદ્મપુરાણ
તે વખતે એક વિદ્યાધર આકાશમાંથી રાવણની પાસે આવ્યો. તે ખૂબ ધ્રૂજતો હતો,
તેને પરસેવો વળી ગયો હતો, તે જર્જર શરીરવાળો અને ઘાયલ થયેલો હતો. તેણે હાથ
જોડી, નમસ્કાર કરી વિનંતી કરી. હે દેવ! આજે દસ દિવસ થયા. રાજા સૂર્યરજ અને
રક્ષરજ વાનરવંશી વિદ્યાધરો તમારા બળથી બળવાન, તમારો પ્રતાપ જોઈને કિહકંધનગર
લેવા માટે પાતાળલંકાના અલંકારોદયથી નીકળીને ખૂબ ઉત્સાહથી ચાલ્યા હતા. બન્ને
ભાઈઓ તમારા બળના અભિમાનથી જગતને તૃણ સમાન માની, કિહકંધપુર જઈને તેને
ઘેરી લીધું. ત્યાં ઈન્દ્રનો યમ નામનો દિગ્પાલ તેના સૈન્ય સહિત યુદ્ધ કરવા નીકળ્‌યો. યમ
અને વાનરવંશીઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરસ્પર ઘણા માણસો મરી ગયા. યુદ્ધનો
કકળાટ સાંભળીને યમ પોતે નીકળ્‌યો. ક્રોધથી અતિ ભયંકર, જેનું તેજ સહન ન થઈ શકે
એવા યમના આવતાં જ વાનરવંશીઓનું સૈન્ય નાઠું, અનેક શસ્ત્રોથી ઘાયલ થયા. આ
વાત કહેતા કહેતાં તે વિદ્યાધર મૂર્ચ્છા પામી ગયો, રાવણે તેને શીતોપચાર કરીને જાગ્રત
કર્યો અને પૂછયું પછી શું થયું? ત્યારે તેણે થાક ખાઈને હાથ જોડીને કહ્યું કે હે નાથ!
સૂર્યરજનો નાનો ભાઈ રક્ષરજ પોતાના સૈન્યને વ્યાકુળ જોઈને પોતે યુદ્ધ કરવા લાગ્યો.
તેણે યમની સાથે ઘણો સમય યુદ્ધ કર્યું, પણ બળવાન યમે તેને પકડી લીધો, એટલે
સૂર્યરજ યુદ્ધ કરવા લાગ્યો. યમે તેના પર આયુધનો પ્રહાર કર્યો તેથી રાજા ઘાયલ થઈને
મૂર્ચ્છિત બની ગયો એટલે તેના પક્ષના સામંતો રાજાને ઉપાડીને મેઘલા વનમાં લઈ ગયા
અને ત્યાં શીતોપચાર કરીને તેને જાગ્રત કર્યો. મહાપાપી યમે પોતાનું યમપણું સત્ય કરતો
હોય તેમ એક બંદીગૃહ બનાવ્યું. તેનું નામ તેણે નરક પાડયું, ત્યાં વૈતરણી વગેરે રચના
કરી. જે જે વાનરો તેનાથી જિતાયા અને પકડાયા હતા તે બધાને તેણે નરકમાં મોકલ્યા.
ત્યાં કેટલાક મરી ગયા અને કેટલાક દુઃખ ભોગવે છે. તે નરકમાં સૂર્યરજ અને રક્ષરજને
પણ રાખ્યા છે. એ હાલ હું જોઈને અત્યંત દુઃખી થઈને આપની પાસે આવ્યો છું. આપ
એમના રક્ષક છો અને જીવનમૂળ છો. તેમને આપનો વિશ્વાસ છે. મારું નામ શાખાવલટ
છે. મારા પિતાનું નામ રણદક્ષ અને માતાનું નામ સુશ્રોણી છે. હું રક્ષરજનો પ્યારો ચાકર
છું અને આપને આ વૃત્તાંત કહેવા આવ્યો છું. હવે હું આપને બધું જણાવીને નિશ્ચિંત થયો
છું. આપના પક્ષને દુઃખી અવસ્થામાં જાણીને આપે જે કર્તવ્ય હોય તે કરવું. રાવણે તેને
ધૈર્ય આપી તેના ઘા રુઝવવાની યોગ્ય વ્યવસ્થા કરાવી. પોતે તત્કાળ સૂર્યરજ અને
રક્ષરજને છોડાવવા યમ ઉપર ચાલ્યો. તેણે કહ્યું કે શું રંક એવો યમ મારી સાથે યુદ્ધ કરી
શકવાનો છે? જેણે વૈતરણી આદિ ક્લેશકારક યોજના કરી છે તેમાંથી હું મિત્રોને આજે જ
છોડાવીશ; અને તેણે જે નરકની ગોઠવણ કરી છે તેનો નાશ કરીશ. દુર્જનની દુષ્ટતા તો
જુઓ! જીવોને કેવા સંતાપ પહોંચાડે છે? એમ વિચારીને પોતે જ ચાલ્યા. પ્રહસ્ત
સેનાપતિ આદિ અનેક રાજા મોટી સેના લઈ આગળ ચાલ્યા. તેઓ વિદ્યાધરોના અધિપતિ
કિહકૂંપુરની સમીપ આવ્યા ત્યાં દૂરથી જ નગરનાં ઘરોની શોભા જોઈને આશ્ચર્ય પામ્યા.
કિહંકૂપુરની દક્ષિણ દિશામાં યમ વિદ્યાધરનું બનાવેલું કૃત્રિમ નરક જોયું. ત્યાં એક ઊંડો
ખાડો ખોદી રાખ્યો હતો

Page 103 of 660
PDF/HTML Page 124 of 681
single page version

background image
પદ્મપુરાણ આઠમું પર્વ ૧૦૩
અને નરકની નકલ કરી હતી. અનેક મનુષ્યોને તે નરકમાં રાખ્યા હતા. રાવણે તે નરકના
રક્ષકોને, જે યમના ચાકરો હતા તેમને મારીને નસાડી મૂક્યા. ત્યારપછી સૂર્યરજ, રક્ષરજ
આદિ મનુષ્યોને તે દુઃખસાગરમાંથી બહાર કાઢયા. રાવણ દીનોનો બંધુ અને દુષ્ટોને દંડ
દેનાર છે. તેણે આખા નરકસ્થાનનો જ નાશ ર્ક્યો. દુશ્મનનું સૈન્ય આવ્યાના આ સમાચાર
સાંભળીને યમ ભારે આડંબર સહિત યુદ્ધ કરવા આવ્યો. પર્વત જેવા અનેક ગજ
મદઝરતા, ભયાનક શબ્દ કરતા, અનેક આભૂષણયુક્ત, તેમના પર બેસીને મહાન યોદ્ધાઓ
લડવા આવ્યા. અશ્વો પવનસરખી ગતિવાળા, ચમરની જેમ પૂંછડી હલાવતા, આભૂષણો
સહિત, તેમની પીઠ પર સુભટો બેસીને આવ્યા. સૂર્યના રથ જેવા અનેક ધજાઓની
પંક્તિથી શોભાયમાન રથોમાં મોટા મોટા સામંતો બખ્તર પહેરી, શસ્ત્રો સજીને બેઠા,
ઇત્યાદિ મહાસેના સાથે યમ આવ્યો. વિભીષણે યમની આખીય સેના પોતાનાં બાણોથી
પાછી ધકેલી. રણમાં પ્રવીણ રથમાં આરૂઢ વિભીષણનાં બાણોથી યમના ચાકરો ભાગ્યા
ત્યારે યમ કિંકરોના ભાગવાથી અને નારકીઓને છોડાવવાથી મહા ક્રૂર થઈને વિભીષણ
ઉપર રથમાં બેસીને ચડી આવ્યો. ધ્વજા ઊંચી રાખીને, કાળા સર્પ સમાન કુટિલ કેશવાળો,
ભૃકુટિ ચઢાવી, લાલ નેત્ર કરી, જગતરૂપ ઇંધનને ભસ્મ કરવાને અગ્નિ સમાન, મોટા મોટા
સામંતોથી વીંટળાયેલો યમ પોતે યુદ્ધ કરવાને આવ્યો. રાવણ યમને જોઈને વિભીષણને
પાછળ રાખીને પોતે રણસંગ્રામમાં આગળ આવ્યો. યમના પ્રતાપથી સર્વ રાક્ષસસેના
ભયભીત થઈ રાવણની પાછળ આવી ગઈ. યમના આડંબર અનેક છે. રાવણે પોતાનાં
બાણ યમ પર ફેંક્યાં. આ બન્નેનાં બાણોથી આકાશ આચ્છાદિત થઈ ગયું, જેમ મેઘના
સમૂહથી આકાશ વ્યાપ્ત થાય તેમ. રાવણે યમના સારથિ ઉપર પ્રહાર કર્યો. તે સારથિ ભૂમિ
પર પડયો અને એક બાણ યમને લાવ્યું તેથી યમ પણ રથ ઉપરથી ગબડી પડયો.
રાવણને મહાબળવાન જોઈને યમ દક્ષિણ દિશાનું દિગ્પાલપણું છોડીને ભાગ્યો. પોતાના
કુટુંબ, પરિજન, પુરજન સહિત તે રથનૂપુર પહોંચ્યો અને ઇન્દ્રને નમસ્કાર કરીને વિનંતી
કરી કે “હે દેવ! આપ કૃપા કરો અથવા કોપ કરો, નોકરી રાખો કે લઈ લ્યો, આપની
ઇચ્છા હોય તેમ કરો. આ યમપણું મારાથી થઈ શકશે નહિ. માલીના ભાઈ સુમાલીનો
પૌત્ર દશાનન મહાન યોદ્ધો છે. તેણે પહેલાં વૈશ્રવણને જીતી લીધો. તે તો મુનિ થયા. મને
પણ તેણે જીતી લીધો, તેથી ભાગીને હું આપની નિકટ આવ્યો છું. તેનું શરીર વીરરસથી
બન્યું છે, તે મહાત્મા છે, જેઠ મહિનાના મધ્યાહ્નના સૂર્ય સમાન તેની સામે કદી જોઈ
શકાતું નથી.” આ વાત સાંભળીને રથનૂપૂરનો રાજા ઇન્દ્ર સંગ્રામ કરવા તૈયાર થયો.
મંત્રીઓએ તેને ના પાડી. મંત્રીઓ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણનાર છે એટલે ઇન્દ્ર
સમજીને બેઠો રહ્યો. ઇન્દ્ર યમનો જમાઈ છે, તેણે યમને આશ્વાસન આપ્યું કે તમે મહાન
યોદ્ધા છો, તમારામાં વીરતાની ખામી નથી, પરંતુ રાવણ પ્રચંડ પરાક્રમી છે. માટે તમે
ચિંતા ન કરો, સૂખપૂર્વક અહીં જ રહો, એમ કહીને એનું ખૂબ સન્માન કરીને રાજા ઇન્દ્ર
રાજ્યમાં ગયા અને કામભોગમાં મગ્ન બની ગયા. ઇન્દ્રને વિભૂતિનો ઘણો મદ છે. યમે
તેને રાવણના ચરિત્રના જે જે સમાચાર

Page 104 of 660
PDF/HTML Page 125 of 681
single page version

background image
૧૦૪ આઠમું પર્વ પદ્મપુરાણ
કહ્યા હતા, વૈશ્રવણનું વૈરાગ્યગ્રહણ, પોતાનું નાસવું વગેરે તે બધું ઇન્દ્ર પોતાના ઐશ્વર્યના
મદમાં ભૂલી ગયો. જેમ અભ્યાસ વિના વિદ્યા ભૂલી જવાય તેમ યમ પણ ઇન્દ્રનો સત્કાર
અને અસુર સંગીતનગરનું રાજ્ય પામીને માનભંગનું દુઃખ ભૂલી ગયો. તે મનમાં માનવા
લાગ્યો કે મારી પુત્રી ઘણી રૂપાળી છે તે ઇન્દ્રને પ્રાણથી પણ પ્યારી છે. મારો અને ઇન્દ્રનો
ગાઢ સંબંધ છે તેથી મારે કઈ વાતની કમી છે?
ત્યારપછી રાવણે કિહકંધપુર સૂર્યરજને આપ્યું અને કિહકૂંપુર રક્ષરજને આપ્યું. તે
બન્નેને પોતાના કાયમના હિતસ્વી જાણીને ખૂબ આદર આપ્યો. રાવણ પ્રસાદથી
વાનરવંશી સુખે રહેવા લાગ્યા. રાવણ સર્વ રાજાઓનો રાજા મહાલક્ષ્મી અને કીર્તિ પામતો
દિગ્વિજય કરી રહ્યો હતો. પ્રતિદિન મોટા મોટા રાજાઓ આવીને તેને મળતા. આથી
રાવણનું સૈન્ય અનેક રાજાઓની સેનાથી નદીઓ મળવાથી સમુદ્રની પેઠે ખૂબ વૃદ્ધિ પામ્યું,
દિન-પ્રતિદિન તેનો વૈભવ વધતો ગયો. જેમ શુક્લ પક્ષનો ચંદ્ર દિવસે કળા વધારતો જાય
તેમ રાવણ દિન-પ્રતિદિન વધતો ગયો. પુષ્પક નામના વિમાનમાં બેસીને ત્રિકૂટાચલના
શિખર પર જઈને રહ્યો. પુષ્પક વિમાન રત્નોની માળાથી મંડિત છે અને ઊંચાં શિખરોની
પંક્તિથી વિરાજિત છે. આવા વિમાનનો સ્વામી રાવણ, મહાન પુણ્યના ફળનો જેને ઉદય
છે, તે જ્યારે ત્રિકૂટાચલના શિખર પર પહોંચ્યો ત્યારે સર્વ વાતોમાં પ્રવીણ રાક્ષસોએ
આવા મંગળ શબ્દો ગંભીર ભાવે કહ્યા “હે દેવ! તમે જયવંત વર્તો, આનંદ પામો,
ચિરકાળ જીવો, વૃદ્ધિ પામો, ઉદય પામો.” નિરંતર આવાં મંગળ અને ગંભીર વચનો
તેઓ ઉચ્ચારવા લાગ્યા. કેટલાક સિંહ-શાર્દૂલ પર બેસીને આવ્યા હતા. કેટલાક હાથી ઘોડા
ઉપર ચડયા હતા અને કેટલાક હંસ પર. પ્રમોદથી વિકસિત નેત્રોવાળા, દેવોના
આકારવાળા, આકાશમાં તેજ ફેલાવતા વન, પર્વત અને અંતરદ્વીપના વિદ્યાધર રાક્ષસો
આવ્યા. સમુદ્ર જોઈને તે આશ્ચર્ય પામ્યા. સમુદ્રનો પાર નથી, અતિ ગંભીર છે,
મહામત્સ્યાદિ જળચરોથી ભરેલો છે, તમાલવન સમાન શ્યામ છે, પર્વત જેવા ઊંચા તરંગો
તેમાં ઊછળે છે, પાતાળ સમાન ઊંડો, અનેક નાગનાગણીઓથી ભયાનક, નાના પ્રકારનાં
રત્નોના સમૂહથી શોભતો છે. લંકાપુરી પ્રથમથી અતિસુંદર હતી જ અને રાવણના
આવવાથી અધિક શોભાયમાન બની છે. તેનો કોટ અતિ દેદીપ્યમાન રત્નોનો છે.
આસપાસ ઊંડી ખાઈ છે. જેમાં કુંદપુષ્પ સમાન અતિ ઉજ્જવળ સ્ફટિકમણિના મહેલ છે.
ઇન્દ્રનીલમણિઓની જાળી શોભે છે, ક્યાંક પદ્મરાગમણિઓના અરૂણ મહેલો છે, ક્યાંક
પુષ્પરાગમણિના મહેલો છે, ક્યાંક મરકતમણિના મહેલો છે ઇત્યાદિ અનેક મણિઓના
મહેલોથી લંકા સ્વર્ગપુરી સમાન છે. નગરી તો સદાય રમણીક હતી, પણ સ્વામીના
આવવાથી તે અધિક બની છે. રાવણે અતિહર્ષથી લંકામાં પ્રવેશ કર્યો. રાવણને કોઈની
શંકા નથી, પહાડ સમાન હાથી તેની અધિક શોભા બની છે, મહેલ જેવા રત્નમયી રથ,
હણહણતા અશ્વોના સમૂહ, ચારેકોર પ્રકાશ ફેલાવતાં વિમાનો વગેરે મહાવિભૂતિ સહિત
રાવણ આવ્યો. ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર તેના શિર પર ફરે છે, ધજાઓ ફરકી રહી
છે, ચારણો બિરદાવલી ગાય

Page 105 of 660
PDF/HTML Page 126 of 681
single page version

background image
પદ્મપુરાણ નવમું પર્વ ૧૦પ
છે; વીણા, બંસરી, શંખ ઇત્યાદિ અનેક વાજિંત્રો વાગી રહ્યાં છે; દશે દિશાઓ અને આકાશ
શબ્દાયમાન થઈ રહ્યું છે. આ પ્રમાણે તે લંકામાં પધાર્યા. લંકાના લોકો પોતાના નાથનું
આગમન જોઈ, દર્શનાતુર, હાથમાં અર્ધ્ય, પત્ર, પુષ્પ, રત્ન લઈ, સુંદર વસ્ત્રાભૂષણ પહેરી
રાગરંગ સહિત રાવણની સમીપમાં આવ્યા. વૃદ્ધોને આગળ કરી, પોતે પાછળ રહી,
નમસ્કાર કરી કહેવા લાગ્યા, ‘હે નાથ! લંકાના લોકો ભગવાન અજિતનાથના સમયથી
આપના કુળના શુભચિંતક છે, સ્વામીને અતિ પ્રબળ જોઈને ખૂબ પ્રસન્ન થયા છે.’ તેમણે
જાતજાતની આશિષ આપી ત્યારે રાવણે આશ્વાસન આપીને બધાને બક્ષિસ આપી. સૌ
રાવણનાં ગુણગાન કરતા કરતા પોતપોતાને ઘેર ગયા.
રાવણના મહેલમાં કૌતૂક્યુક્ત નગરના જનો રાવણને જોવાની ઇચ્છાથી ઘરનાં સર્વ
કાર્યો છોડીને આવ્યા. વૈશ્રવણના વિજેતા અને યમ વિદ્યાધરને જીતનાર રાવણ પોતાના
મહેલમાં રાજકુટુંબ માણસો સાથે સુખેથી રહેવા લાગ્યો. મહેલ ચુડામણિ સમાન મનોહર છે.
બીજા વિદ્યાધરો પણ યથાયોગ્ય સ્થાનોમાં આનંદથી રહ્યા. તેમનાં ચરિત્ર દેવસમાન હતાં.
પછી ગૌતમસ્વામીએ રાજા શ્રેણિકને કહ્યું કે હે શ્રેણિક! જે ઉજ્જવળ કર્મ કરે છે
તેમનો નિર્મળ યશ પૃથ્વી પર ફેલાય છે, તેને નાના પ્રકારનાં રત્નાદિક સંપદાનો સમાગમ
થાય છે અને તેમના પ્રબળ શત્રુઓ નિર્મૂળ થાય છે, ત્રણ લોકમાં તેમનાં ગુણ વિસ્તરે છે.
આ જીવના પ્રચંડ વેરી પાંચ ઇન્દ્રિયોના વિષય છે, તે જીવની બુદ્ધિ હરે છે અને પાપનો
બંધ કરે છે. આ ઇન્દ્રિયોના વિષયો પુણ્યના પ્રસાદથી વશીભૂત થાય છે અને રાજાઓના
બહારના શત્રુ, જે પ્રજાના પીડક છે, તે પણ આવીને પગમાં પડે છે. આમ જાણીને જે
ધર્મના વિરોધી વિષયરૂપ વેરી છે તે વિવેકીજનો દ્વારા વશ કરવા યોગ્ય છે, તેમનું સેવન
સર્વથા ન કરવું. જેમ સૂર્યનાં કિરણોથી પ્રકાશ થતાં સુદ્રષ્ટિજનો અધંકારથી ઘેરાયેલા ઊંડા
ખાડામાં પડતા નથી તેમ જે ભગવાનના માર્ગમાં પ્રવર્તે છે તેમને પાપવૃદ્ધિની પ્રવૃત્તિ થતી નથી.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગં્રથના સ્વ. પં.
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં દશગ્રીવનું નિરૂપણ કરનાર આઠમું
પર્વ પૂર્ણ થયું.
* * *
નવમું પર્વ
(વાલી મુનિનું નિરૂપણ)
હવે પોતાના ઇષ્ટદેવને વિધિપૂર્વક નમસ્કાર કરીને તેમના ગુણોનું સ્તવન કરીને
કિહકંધપુરમાં વાનરવંશી રાજા સૂર્યરજની રાણી ચંદ્રમાલિનીને વાલી નામનો અનેક
ગુણસંપન્ન પુત્ર થયો તેનું વર્ણન કરીએ છીએ તે હે ભવ્ય! તું સાંભળ. કેવો છે વાલી?
સદા ઉપકારી, શીલવાન, પંડિત, પ્રવીણ, ધીર, લક્ષ્મીવાન, શૂરવીર, જ્ઞાની, અનેક
કળાસંયુક્ત, સમ્યગ્દ્રષ્ટિ,

Page 106 of 660
PDF/HTML Page 127 of 681
single page version

background image
૧૦૬ નવમું પર્વ પદ્મપુરાણ
મહાબળવાન, રાજનીતિમાં પ્રવીણ, ધૈર્યવાન, દયાર્દ ચિત્તવાળો, વિદ્યાના સમૂહથી ગર્વિત,
કાંતિવાન, તેજસ્વી છે.
એવા પુરુષ સંસારમાં વીરલા જ હોય છે, જે સમસ્ત અઢી દ્વીપનાં જિનમંદિરોના
દર્શનનો પ્રયત્ન કરે. આ જિનમંદિરો અતિ ઉત્કૃષ્ટ પ્રભાવથી મંડિત છે. વાલી ત્રણે કાળ
અતિશ્રેષ્ઠ ભક્તિયુક્ત, સંશયરહિત, શ્રદ્ધાળુ, જંબૂદ્વીપનાં સર્વ ચૈત્યાલયોનાં દર્શન કરી
આવ્યા છે. તે મહાપરાક્રમી શત્રુઓને જીતનાર, નગરના લોકોનાં નેત્રરૂપી કુમુદોને
પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમા સમાન, જેને કોઈની શંકા નથી, કિહકંધપુરમાં દેવ પેઠે રમે છે.
કિહકંધપુર મહારમણીય, નાના પ્રકારના રત્નમયી મહેલોથી મંડિત, ગજતુરંગરથાદિથી પૂર્ણ,
અનેક પ્રકારના વ્યાપારથી ભરેલું, સુંદર બજારોવાળું છે. વાલીને ક્રમથી નાનો ભાઈ સુગ્રીવ
હતો. તે પણ ધીરવીર, મનોજ્ઞ, રૂપવાન, નીતિમાન અને વિનયવાન છે. બન્નેય વીરો
કુળનું આભૂષણ હતા. સુગ્રીવ પછી શ્રીપ્રભા નામની બહેન જન્મી. તે સાક્ષાત્ લક્ષ્મીરૂપમાં
અતુલ્ય હતી. સૂર્યરજના નાના ભાઈ રક્ષરજની રાણી હરિકાંતાને નલ અને નીલ નામના
પુત્ર થયા. સજ્જનોને આનંદ આપનાર, દુશ્મનોથી નિર્ભય જાણે કિહકંધપુરની શોભા જ
હતા. આ બન્ને ભાઈઓને બબ્બે મહાગુણવાન પુત્રો થયા. રાજા સૂર્યરજ પાતાના પુત્રોને
યુવાન થયેલા જોઈ, મર્યાદાના પાલક જાણી, પોતે વિષયોને વિષમિશ્રિત અન્ન સમાન
જાણી સંસારથી વિરક્ત થયા. રાજા સૂર્યરજ જ્ઞાની છે. તેણે વાલીને રાજ્ય આપ્યું અને
સુગ્રીવને યુવરાજપદ આપ્યું અને પોતે આ ચતુર્ગતિરૂપ જગતને દુઃખથી પીડિત જોઈને
વિહતમોહ નામના મુનિના શિષ્ય થયા. ભગવાને ચારિત્રનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવું
ચારિત્ર તેમણે અંગીકાર કર્યું. મુનિ સૂર્યરજને શરીરમાં પણ મમત્વ નથી, જેનું અંતઃકરણ
આકાશ જેવું નિર્મળ છે, સમસ્ત પરિગ્રહરહિત થઈને તેમણે પવનની જેમ પૃથ્વી પર
વિહાર કર્યો, વિષયકષાયરહિત મુક્તિના તે અભિલાષી થયા.
વાલીને મહાપતિવ્રતા ધ્રુવા નામની સ્ત્રી હતી. તે ગુણોના ઉદયથી સેંકડો
રાણીઓમાં મુખ્ય હતી. વાનરવંશીઓના મુકુટ એવા રાજા વાલી દેવો સમાન સુખ
ભોગવતા કિહકંધપુરમાં રાજ્ય કરતા.
રાવણની બહેન ચંદ્રનખા, જેનાં સર્વ ગાત્ર મનોહર હતાં, તેને રાજા મેઘપ્રભના
પુત્ર ખરદૂષણે જ્યારથી જોઈ ત્યારથી તે કામબાણથી પીડિત થયો અને એનું હરણ કરવા
ઇચ્છતો હતો. એક દિવસ રાજા રાવણ રાજા પ્રવરની રાણી આવલીની પુત્રી તનૂદરીને
પરણવા ગયો હતો અને લંકા રાજા વિનાની હતી તેથી ચિંતારહિત થઈ તે ચંદ્રનખાને હરી
ગયો. ખરદૂષણ અનેક વિદ્યાનો ધારક, માયાચારમાં પ્રવીણ બુદ્ધિવાળો છે. જોકે કુંભકરણ
અને વિભીષણ બન્ને શૂરવીર હતા, પણ છિદ્ર દેખીને માયાચારથી તે કન્યાને ઉપાડી ગયો.
તેની પાછળ સેના દોડી, પણ કુંભકરણ અને વિભીષણે તેમને એમ જાણીને પાછળ
જવાની મના કરી કે ખરદૂષણ પકડાવાનો તો હતો નહિ અને તેને મારવો યોગ્ય નહોતો.
જ્યારે રાવણ આવ્યો અને આ વાત

Page 107 of 660
PDF/HTML Page 128 of 681
single page version

background image
પદ્મપુરાણ નવમું પર્વ ૧૦૭
સાંભળી ત્યારે તે ખૂબ ગુસ્સે થયો અને મુસાફરીથી થાકેલો હોવા છતાં તત્કાળ ખરદૂષણ
પાછળ જવા તત્પર થયો. રાવણ મહામાની હતો. તેણે એક ખડ્ગ જ લીધું અને સેનાને
પણ સાથે ન લીધી. તેણે વિચાર્યું કે જે પરાક્રમી છે તેને એક ખડ્ગનો જ સહારો છે. તે
વખતે મંદોદરીએ તેને હાથ જોડીને વિનંતી કરી કે ‘હે પ્રભો! આપ પ્રગટ લૌકિક
સ્થિતિના જ્ઞાતા છો, પોતાના ઘરની કન્યા બીજાને આપવી અને બીજાની પોતે લેવી.
કન્યાની ઉત્પત્તિ એવી જ છે. વળી, ખરદૂષણ ચૌદ હજાર વિદ્યાધરોનો સ્વામી છે, જે
વિદ્યાધરો યુદ્ધથી કદી પાછા ન ભાગે એવા બળવાન છે. આ ખરદૂષણને અનેક સહસ્ત્ર
વિદ્યા સિદ્ધ છે, મહા ગર્વિષ્ઠ છે, આપના જેવો શૂરવીર છે એ વાત શું આપે સાંભળી
નથી? આપની અને તેની વચ્ચે ભયાનક યુદ્ધ થાય તો પણ હારજીતનો સંદેહ રહે છે. તે
કન્યાનું અપહરણ કરીને લઈ ગયો છે એટલે તે હરી જવાથી દૂષિત બની છે. તે
ખરદૂષણને મારવાથી વિધવા થશે. સૂર્યરજ મુક્તિ પામ્યા પછી ચંદ્રોદય વિદ્યાધર
પાતાળલંકામાં થાણેદાર હતો તેને કાઢી મૂકીને આ ખરદૂષણ આપની બહેન સાથે
પાતાળલંકામાં રહે છે, આપનો સંબંધી છે.’ ત્યારે રાવણે કહ્યું કે હે પ્રિયે! હું યુદ્ધથી કદી
પણ ડરતો નથી, પણ તારું વચન ન ઉલ્લંઘવા અને બહેનને વિધવા ન બનાવવા હું એને
ક્ષમા કરું છું. તેથી મંદોદરી પ્રસન્ન થઈ.
હવે કર્મના નિયોગથી ચંદ્રોદર વિદ્યાધર મૃત્યુ પામ્યો અને તેની સ્ત્રી અનુરાધા જે
ગર્ભવતી હતી તે બિચારી ભયાનક વનમાં હરણીની જેમ ભટકતી હતી. તેણે મણિકાન્ત
પર્વત પર એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મ એક શિલા પર થયો. તે શિલા
કોમલ પલ્લવ અને પુષ્પોના સમૂહથી સંયુક્ત હતી. અનુક્રમે બાળક મોટો થયો. આ
વનવાસિની માતા ઉદાસ ચિત્તે પુત્રની આશાથી પુત્રનું પાલન કરતી. જ્યારથી આ પુત્ર
ગર્ભમાં આવ્યો ત્યારથી એનાં માતાપિતાની એના વેરીઓએ વિરાધના કરી હતી તેથી
એનું નામ વિરાધિત પાડવામાં આવ્યું. આ વિરાધિત રાજ્યસંપદા વિનાનો હતો. તે જ્યાં
જતો ત્યાં તેનો અનાદર થતો. જે પોતાના સ્થાનથી ભ્રષ્ટ હોય તેનું સન્માન ક્યાંથી થાય?
જેમ શિર ઉપરથી ઊતરેલા કેશ આદર પામતા નથી તેમ. આ રાજપુત્ર ખરદૂષણને જીતવા
સમર્થ નહોતો એટલે મનમાં ખરદૂષણનો ઉપાય વિચારતો સાવધાન રહેતો અને અનેક
દેશોમાં ભ્રમણ કરતો. તે ષટ્કુલાચલ અને સુમેરુ આદિ પર્વત પર ચડતો, રમણીક વનમાં
જે અતિશય સ્થાન છે, જ્યાં દેવોનું આગમન થાય છે ત્યાં એ ફરતો, સંગ્રામમાં યોદ્ધાઓ
લડતા તેમનાં ચરિત્ર દેખતો, આકાશમાં દેવોની સાથે સંગ્રામ દેખતો. આ પ્રમાણે વિરાધિત
કાળક્ષેપ કરતો અને લંકામાં રાવણ ઇન્દ્રની જેમ સુખેથી રહેતો.
પછી સૂર્યરજનો પુત્ર વાલી રાવણનીય આજ્ઞાથી વિમુખ થયો. વાલી અદ્ભુત કર્મ
કરનારી મહાવિદ્યાથી મંડિત છે તેથી રાવણે વાલી પાસે એક દૂત મોકલ્યો. તે દૂત
મહાબુદ્ધિમાન હતો. તે કિહકંધપુર જઈને વાલીને કહેવા લાગ્યો “હે વાનરાધીશ! દશમુખે
તમને આજ્ઞા કરી છે તે સાંભળો. દશમુખ મહાબલી, મહાતેજસ્વી, મહાઉદયવાન, પ્રચંડને
દંડ દેનાર, જેના

Page 108 of 660
PDF/HTML Page 129 of 681
single page version

background image
૧૦૮ નવમું પર્વ પદ્મપુરાણ
સમાન ભરતક્ષેત્રમાં બીજો કોઈ નથી એવા તેણે આજ્ઞા કરી છે કે તમારા પિતા સૂર્યરજને
મેં રાજા યમને કાઢીને કિહકંધપુરમાં સ્થાપ્યા અને તમે અમારા સદાના મિત્ર છો, પરંતુ
હવે તમે ઉપકાર ભૂલીને અમારાથી વિરુદ્ધ રહો છો તે યોગ્ય નથી. હું તમારા પિતાથી પણ
અધિક પ્રેમ તમને આપીશ. તમે શીઘ્ર જ અમારી પાસે આવો, અમને પ્રણામ કરો અને
તમારી બહેન શ્રીપ્રભાને અમારી સાથે પરણાવો. અમારી સાથે સંબંધ રાખવાથી તમને
સર્વ પ્રકારે સુખ થશે.’ દૂતે કહ્યું કે રાવણની આવી આજ્ઞા પ્રમાણ કરો. વાલીના મનમાં
બીજી વાતોનો તો સ્વીકાર થયો, પણ એક પ્રણામની વાત સ્વીકારાઈ નહિ; કેમ કે તેની
એ પ્રતિજ્ઞા હતી કે તે દેવગુરુશાસ્ત્ર સિવાય બીજા કોઈને પ્રણામ નહિ કરે. ત્યારે દૂતે ફરી
કહ્યું કે હે કપિધ્વજ! અધિક કહેવાથી શું લાભ? મારું વચન તમે માનો. થોડી લક્ષ્મી
મળવાથી ગર્વ ન કરો. કાં તો બન્ને હાથ જોડીને પ્રણામ કરો અને કાં આયુધ પકડો. કાં
તો સેવક બનીને સ્વામી ઉપર ચામર ઢોળો અને કાં ભાગીને દશે દિશામાં ભટક્યા કરો.
કાં મસ્તક નમાવો અથવા ખેંચીને ધનુષ્ય નમાવો. કાં રાવણની આજ્ઞાને કર્ણનું આભૂષણ
બનાવો અથવા તો ધનુષ્યની દોરી ખેંચીને કાન પાસે લાવો. રાવણે આજ્ઞા કરી છે કે કાં
તો મારાં ચરણની રજ તમારા માથે ચડાવો અથવા રણસંગ્રામમાં શિર પર ટોપ ધારણ
કરો. કાં બાણ છોડો કાં ધરતી છોડો. કાં હાથમાં પ્રતિહારીનો દંડ લઈને સેવા કરો અથવા
હાથમાં બરછી પકડો. કાં તો હાથ જોડો અથવા સેના એકઠી કરો. કાં તો મારાં ચરણોના
નખમાં મુખ દેખો અથવા ખડ્ગરૂપ દર્પણમાં મુખ દેખો. રાવણના દૂતે આવાં કઠોર વચન
કહ્યાં ત્યારે વાલીના વ્યાધ્રવિલંબી નામના સુભટે કહ્યું, હે કુદૂત! નીચ પુરુષ! તું આવાં
અવિવેકી વચનો બોલે છે તો તું ખોટા ગ્રહથી ખરડાયેલો છે, આખી પૃથ્વી પર જેનું
પરાક્રમ અને ગુણ પ્રસિદ્ધ છે એવા વાલીની વાત તારા કુરાક્ષસે સાંભળી નથી લાગતી.
આમ કહીને સુભટે ક્રોધથી દૂતને મારવા ખડ્ગ હાથમાં લીધું ત્યારે વાલીએ તેને રોક્યો કે
આ બિચારાને મારવાથી શું ફાયદો? એ તો પોતાના સ્વામીના સમજાવેલાં વચનો બોલે છે
અને રાવણ આવાં વચનો કહેવરાવે છે તેથી તેનું જ આયુષ્ય અલ્પ છે. પછી દૂત ડરીને
જલદી રાવણ પાસે આવ્યો, રાવણને બધી હકીકત કહી એટલે રાવણ ખૂબ ગુસ્સે થયો.
દુસ્સહ તેજવાન રાવણે બખ્તર પહેરીને મોટી સેના સહિત શીઘ્ર કૂચ કરી. રાવણનું શરીર
તેજોમય પરમાણુઓથી રચાયું છે. રાવણ કિહકંધપુર આવ્યો. ત્યારે વાલી પણ સંગ્રામ માટે
બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે વખતે મહાબુદ્ધિમાન, નીતિવાન સાગર,
વૃદ્ધજનો, મંત્રી વગેરેએ તેને શાંત પાડીને કહ્યું કે હે દેવ? નિષ્કારણ યુદ્ધ કરવાથી શું
લાભ? ક્ષમા કરો. અગાઉ અનેક યોદ્ધા માન કરીને નાશ પામ્યા છે. અષ્ટચંદ્ર વિદ્યાધર,
અર્કકીર્તિના હાથનો આધાર, જેને દેવની સહાય હતી તો પણ મેઘેશ્વર જયકુમારનાં
બાણોથી ક્ષય પામ્યા હતા. રાવણ પાસે મોટી સેના છે, જેની સામે કોઈ જોઈ શકે નહિ,
અનેક આયુધોથી સહિત છે, માટે આપ સંદેહની તુલારૂપ સંગ્રામ માગે ન ચડો. વાલીએ
કહ્યું કે હે મંત્રી, પોતાની પ્રશંસા કરવી યોગ્ય નથી તો પણ હું તમને સાચું

Page 109 of 660
PDF/HTML Page 130 of 681
single page version

background image
પદ્મપુરાણ નવમું પર્વ ૧૦૯
કહું છું કે આ રાવણને તેની સેના સાથે એક ક્ષણમાત્રમાં ડાબા હાથની હથેળીથી ચૂરો કરી
નાખવાને સમર્થ છું. પરંતુ આ ભોગ ક્ષણભંગુર છે, એના માટે નિર્દય કર્મ કોણ કરે?
જ્યારે ક્રોધરૂપ અગ્નિથી મન પ્રજ્વલિત થાય ત્યારે નિર્દય કર્મ થાય છે. આ જગતના ભોગ
કેળના થડ જેવા અસાર છે તે મેળવીને આ જીવ મોહથી નરકમાં પડે છે. નરક
મહાદુઃખોથી ભરેલું છે. સર્વ જીવોને જીવન પ્રિય છે અને જીવોના સમૂહને હણીને
ઇન્દ્રિયના ભોગથી સુખ પામીએ છીએ. તેમાં ગુણ ક્યાં છે? ઇન્દ્રિયસુખ સાક્ષાત્ દુઃખ જ
છે. આ પ્રાણી સંસારરૂપી મહાકૂપમાં રેંટમાં ઘડા સમાન ભરાય છે ને ખાલી થાય છે. કેવા
છે આ જીવ? વિકલ્પજાળથી અત્યંત દુઃખી છે. શ્રી જિનેન્દ્રદેવનાં ચરણકમળ સંસારથી
તારવાનું કારણ છે. તેમને નમસ્કાર કર્યા પછી હું બીજાને નમસ્કાર કેવી રીતે કરું? મેં
પહેલાંથી એવી પ્રતિજ્ઞા કરી છે કે દેવગુરુશાસ્ત્ર સિવાય બીજાને પ્રણામ નહિ કરું તેથી હું
મારી પ્રતિજ્ઞા પણ નહિ તોડું અને યુદ્ધમાં અનેક પ્રાણીઓનો નાશ પણ નહિ કરું. હું મુક્તિ
આપનાર સર્વસંગરહિત દિગંબરી દીક્ષા ધારણ કરીશ. મારા જે હાથ શ્રી જિનરાજની
પૂજામાં પ્રવર્ત્યા, દાનમાં પ્રવર્ત્યા અને પૃથ્વીનું રક્ષણ કરવામાં પ્રવર્ત્યા; તે મારા હાથ કેવી
રીતે બીજા કોઈને પ્રણામ કરે? અને જે હાથ જોડીને બીજાનો કિંકર થાય, તેનું ઐશ્વર્ય
શું? અને જીવન શું? તે તો દીન છે. આમ કહીને તેણે સુગ્રીવને બોલાવીને કહ્યું કે હે
બાળક! સાંભળ! તું રાવણને નમસ્કાર કર અથવા ન કર. આપણી બહેન તેને આપ
અથવા ન આપ, મારે કોઈ પ્રયોજન નથી. હું સંસારના માર્ગથી નિવૃત્ત થયો છું, તને રુચે
તે કર. આમ કરીને સુગ્રીવને રાજ્ય આપીને તેણે ગુણોથી ગરિષ્ટ એવા શ્રી ગગનચંદ્ર
મુનિ પાસે પારમેશ્વરી દીક્ષા ગ્રહણ કરી. જેણે પોતાનું ચિત્ત પરમાર્થમાં લગાડયું છે એવા
તે વાલી પરમઋષિ બનીને એક ચિદ્રૂપભાવમાં રત થયા. જેમનું સમ્યગ્દર્શન નિર્મળ છે, જે
સમ્યગ્જ્ઞાન સહિત છે તે સમ્યક્ચારિત્રમાં તત્પર બાર અનુપ્રેક્ષાઓનો નિરંતર વિચાર
કરવા લાગ્યા. આત્માનુભવમાં મગ્ન, મોહજાળરહિત, સ્વગુણરૂપી ભૂમિ પર તે વિહરવા
લાગ્યા. નિર્મળ આચારવાન મુનિઓ દ્વારા તે ગુણભૂમિ સેવનીય છે. વાલી મુનિ પિતાની
પેઠે સર્વ જીવો પર દયાળુ બની બાહ્યાભ્યંતર તપથી કર્મથી નિર્જરા કરવા લાગ્યા. તે શાંત
બુદ્ધિવાળા તપોનિધિ મહાઋદ્ધિ પામ્યા. ઊંચા ઊંચા ગુણસ્થાનરૂપી પગથિયાં ચડવાનો તે
ઉદ્યમ કરવા લાગ્યા. જેમણે અંતરંગ મિથ્યાભાવરૂપી ગાંઠ ભેદી નાખી છે, જે બાહ્યાભ્યંતર
પરિગ્રહરહિત જિનસૂત્ર દ્વારા કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય બધું જાણતા હતા, સંવર
દ્વારા કર્મોના સમૂહને તે ખપાવતા હતા, પ્રાણની રક્ષા જેટલો જ આહાર લઈને જે ધર્મને
માટે પ્રાણ ટકાવતા હતા અને મોક્ષને માટે ધર્મનું ઉપાર્જન કરતા હતા. ભવ્ય જીવોને
આનંદ આપનાર ઉત્તમ આચરણવાળા વાલી મુનિ મુનિઓની ઉપમાને યોગ્ય થયા અને
સુગ્રીવે રાવણને પોતાની બહેન પરણાવી, રાવણની આજ્ઞા સ્વીકારી કિહકંધપુરનું રાજ્ય કર્યું.
પૃથ્વી પર જે જે વિદ્યાધરોની કન્યા રૂપવતી હતી તે બધીને રાવણ પોતાના
પરાક્રમથી પરણ્યો. તે નિત્યાલોકનગરના રાજા નિત્યાલોક અને રાણી શ્રીદેવીની પુત્રી
રત્નાવલીને પરણીને

Page 110 of 660
PDF/HTML Page 131 of 681
single page version

background image
૧૧૦ નવમું પર્વ પદ્મપુરાણ
લંકા પાછા ફરતાં કૈલાસ પર્વત ઉપર આવ્યો. ત્યાંનાં જિનમંદિરોના પ્રભાવથી અને વાલી
મુનિના પ્રભાવથી તેનું પુષ્પક વિમાન આગળ ન ચાલી શક્યું. તે મનના વેગ જેવું ચંચળ
હતું, પણ સુમેરુના તટ પાસે આવતાં વાયુમંડળ થંભી જાય તેમ વિમાન થંભી ગયું. તેના
ઘંટારવ અટકી ગયા. તે વખતે રાવણે વિમાનને અટકેલું જોઈ મારીચ મંત્રીને પૂછયું કે આ
વિમાન શા કારણે અટકી ગયું? બધી બાબતોમાં પ્રવીણ મારીચે ત્યારે કહ્યું કે હે દેવ!
સાંભળો, આ કૈલાસ પર્વત છે. અહીં કોઈ મુનિ કાયોત્સર્ગ કરીને રહે છે, શિલા ઉપર
રત્નના સ્તંભ સમાન સૂર્યની સન્મુખ ગ્રીષ્મઋતુમાં આતાપન યોગ કરે છે, પોતાના તેજથી
સૂર્યનું તેજ ઝાંખું પાડતા બિરાજે છે. એ મહામુનિ ધીરવીર છે, ઘોર તપ કરે છે,
શીઘ્રમુક્તિ પ્રાપ્ત કરવા ચાહે છે. તેથી નીચે તરીને તેમના દર્શન કરીને આગળ ચાલો તથા
વિમાનને પાછું ફેરવી કૈલાસ છોડીને બીજે માર્ગે લઈને ચાલો. જો કદાચ હઠ કરીને
કૈલાસના માર્ગે ઉપર થઈને જશો તે વિમાનના ટુકડે ટુકડા થઈ જશે. મારીચનાં વચનો
સાંભળીને રાજા યમનો વિજેતા રાવણ પોતાના પરાક્રમથી ગર્વિત થઈ કૈલાસ પર્વતને
દેખવા લાગ્યો. કેવો છે પર્વત? જાણે કે વ્યાકરણ જ છે; કેમ કે વિવિધ પ્રકારની ધાતુઓથી
ભરેલો છે. અને સહસ્ત્રગુણયુક્ત નાના પ્રકારના સુવર્ણની રચનાથી રમણીય પદપંક્તિયુક્ત
નાના પ્રકારના સ્વરોથી પૂર્ણ છે. વળી, તે પર્વત ઊંચાં અને તીખાં શિખરોના સમૂહથી
શોભાયમાન છે, આકાશને અડે છે, પ્રગટ થતા, ઊછળતાં ઝરણાંથી પ્રગટ હસે છે, કમળ
આદિ અનેક પુષ્પોની સુગંધરૂપ સુરાથી મત્ત ભમરાઓના ગુંજારવથી અતિસુંદર છે, નાના
પ્રકારનાં વૃક્ષોથી મંડિત છે, મોટાં મોટાં શાલનાં વૃક્ષોથી મંડિત છે, છયે ઋતુઓનાં ફળફૂલ
શોભે છે, અનેક જાતિના જીવ ત્યાં વિચરે છે. ત્યાં એવાં ઔષધો છે કે જેની વાસથી
સર્પોના સમૂહ દૂર રહે છે તે પર્વત સદા નવયૌવન જ ધારણ કરે છે. તે પર્વત જાણે કે
પૂર્વપુરુષ સમાન છે. વિસ્તીર્ણ શિલાઓ તેનું હૃદય છે, શાલવૃક્ષો તેની મહાભુજા છે, ગંભીર
ગુફા તે વદન છે. તે પર્વત શરદ ઋતુના મેધ સમાન નિર્મળ તટથી જાણે દૂધ સમાન
પોતાની કાંતિથી દશે દિશાઓને નવડાવે છે. કેટલીક ગુફાઓમાં સૂતેલા સિંહથી તે ભયાનક
છે, ક્યાંક સૂતેલા અજગરના શ્વાસથી વૃક્ષો હલે છે, ક્યાંક ક્રીડા કરતાં હરણોથી શોભે છે,
ક્યાંક હાથીના સમૂહથી મંડિત છે, ક્યાંક ફૂલના સમૂહથી જાણે તેનો રોમાંચ થઈ રહ્યો છે,
કયાંક કમળોથી શોભિત સરોવરો છે, કયાંક વાનરોનો સમૂહ વૃક્ષોની શાખાઓ ઉપર કેલિ
કરે છે, ક્યાંક ચંદનાદિ સુગંધી વૃક્ષોથી સુગંધિત થઈ રહ્યો છે આવો કૈલાસ પર્વત જોઈ
રાવણ વિમાનમાંથી નીચે ઉતર્યો. ત્યાં તેણે ધ્યાનરૂપી સમુદ્રમાં મગ્ન, પોતાના શરીરના
તેજથી દશે દિશાઓને પ્રકાશિત કરતા મહામુનિ વાલીને જોયા. દિગ્ગજોની સૂંઢ સમાન
બન્ને ભુજા લંબાવીને કાયોત્સર્ગમાં ઊભેલા, જેમના શરીર પર સર્પ વીંટળાઈ વળ્‌યા છે,
જાણે કે તે ચંદનવૃક્ષ જ ન હોય! આતાપન શિલા પર ઊભેલા તે પ્રાણીઓને
પાષાણસ્તંભ જ લાગે છે. રાવણ વાલી મુનિને જોઈ, પૂર્વના વેરનો વિચાર કરી ક્રોધરૂપી
અગ્નિથી પ્રજ્વલિત થયો. ભ્રકુટિ ચડાવી, હોઠ કરડતાં તેણે મુનિને કઠોર શબ્દ કહ્યા

Page 111 of 660
PDF/HTML Page 132 of 681
single page version

background image
પદ્મપુરાણ નવમું પર્વ ૧૧૧
“અહો, આ તે તારું કેવું તપ કે હજી પણ અભિમાન ન છૂટયું અને મારા ચાલતા
વિમાનને રોક્યું? ક્યાં ઉત્તમ ક્ષમારૂપ વીતરાગનો ધર્મ અને ક્યાં પાપરૂપ ક્રોધ? તું
નકામી મહેનત કરે છે, તું અમૃત અને વિષને એક કરવા ઈચ્છે છે માટે હું તારો ગર્વ દૂર
કરીશ. તારા સહિત કૈલાસ પર્વતને ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઈશ.” આવાં કઠોર વચન
બોલીને રાવણે વિકરાળ રૂપ કર્યું. તેણે જે વિદ્યાઓ સાધી હતી તેની અધિષ્ઠાતા દેવી
ચિંતવનમાત્રમાં હાજર થઈ. તે વિદ્યાના બળથી રાવણે મહાન રૂપ બનાવ્યું. તે ધરતીને
ભેદીને પાતાળમાં પેઠો. મહાપાપમાં ઉદ્યમી, પ્રચંડ ક્રોધથી લાલ નેત્ર કરી, મુખેથી હુંકાર
કરી, ભુજાઓ વડે કૈલાસ પર્વત ઉખાડવાનો પ્રયત્ન કર્યો. તે વખતે સિંહ, હસ્તિ, સર્પ,
હરણ અને અનેક જાતિના પક્ષી ભયથી કોલાહલ કરવા લાગ્યા, પાણીના ઝરા તૂટી થયા
અને પાણી પડવા લાગ્યું, વૃક્ષો તૂટી પડ્યાં, પર્વતની શિલા અને પાષાણ પડવા લાગ્યા.
તેના વિકરાળ અવાજથી દશે દિશાઓમાંથી કૈલાસ પર્વત હલવા લાગ્યો, જે દેવ ત્યાં ક્રીડા
કરતા હતા તે આશ્ચર્ય પામ્યા, દશે દિશાઓમાં જોવા લાગ્યા, જે અપ્સરાઅ્રો લતાઓના
મંડપમાં કેલિ કરતી હતી તે લતા છોડીને આકાશમાં ગમન કરવા લાગી. ભગવાન
વાલીએ આ રાવણનું કર્તવ્ય જાણીને પોતે કાંઈ ખેદ ન પામ્યા, જેમ નિશ્ચળપણે ઊભા
હતા તેમ ને તેમ રહ્યા. મનમાં એવો વિચાર કર્યો કે આ પર્વત પર ભગવાનનાં
અતિઉત્તુંગ, રત્નમયી ચૈત્યાલયો ભરત ચક્રવર્તીનાં બનાવડાવેલાં છે, જ્યાં સુર, અસુર,
વિદ્યાધરો નિરંતર પૂજા-ભક્તિ કરવા આવે છે તેમાં તિરાડ ન પડે અને અહીં અનેક જીવ
વિચરે છે તેને બાધા ન પહોંચે એવા વિચારથી પોતાના પગનો અંગૂઠો ધીમેથી દબાવ્યો.
આથી રાવણ મહાભારથી આક્રાંત થઈ દબાઈ ગયો. અનેક રૂપ બનાવ્યાં હતાં તે તૂટી
ગયાં, દુઃખ અને વ્યાકુળતાથી આંખોમાંથી લોહી ટપકવા માંડયું, મુગટ તૂટી ગયો, માથું
ભીંજાઈ ગયું, પર્વત બેસી ગયો અને રાવણના ગોઠણ છોલાઈ ગયા, જાંઘ પણ છોલાઈ
ગઈ, તત્કાળ પરસેવાથી રેબઝેબ થઈ ગયો, ધરતી પરસેવાથી ભીની થઈ ગઈ, રાવણનાં
ગાત્ર સંકોચાઈ ગયાં, કાચબા જેવા થઈ ગયા ત્યારે રોવા લાગ્યો. તે જ કારણે પૃથ્વી
ઉપર રાવણ કહેવાયો. અત્યાર સુધી તે દશાનન કહેવાતો હતો. એના અત્યંત દીન શબ્દ
સાંભળીને તેની રાણી અત્યંત વિલાપ કરવા લાગી અને મંત્રી, સેનાપતિ સહિત સર્વ
સુભટ પહેલાં તો ભ્રમથી વૃથા યુદ્ધ કરવા તૈયાર થયા. પછી આ મુનિનો અતિશય જોઈને
સર્વ આયુધ નીચે મૂકી દીધાં, મુનિના કાયબળઋદ્ધિના પ્રભાવથી દેવદુંદુભિ વાગવાં લાગ્યાં
અને કલ્પવૃક્ષોનાં ફૂલોની વૃષ્ટિ થઈ, આકાશમાં દેવદેવી નૃત્ય કરવા લાગ્યાં, ગીતની ધ્વનિ
થવા લાગ્યો. પછી મહામુનિએ દયા કરીને અંગૂઠો ઢીલો કર્યો.
રાવણે પર્વત નીચેથી નીકળીને, વાલી મુનિની સમીપ આવી નમસ્કાર કરી ક્ષમા
માગી, જેણે તપનું બળ જાણ્યું હતું એવો તે યોગીશ્વરની વારંવાર સ્તુતિ કરવા લાગ્યોઃ હે
નાથ! આપે ઘરમાંથી જ એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું જિનેન્દ્ર, મુનીન્દ્ર અને જિનશાસન
સિવાય બીજા કોઈને પણ પ્રણામ નહિ કરું. એ બધું આપના સામર્થ્યનું ફળ છે. અહો,
ધન્ય છે આપનો નિશ્ચય

Page 112 of 660
PDF/HTML Page 133 of 681
single page version

background image
૧૧ર નવમું પર્વ પદ્મપુરાણ
અને ધન્ય છે આ તપનું બળ! હે ભગવાન! આપ યોગશક્તિથી ત્રણ લોકને અન્યથા
કરવા સમર્થ છો, ઉત્તમ ક્ષમાધર્મના યોગથી સર્વ પ્રત્યે દયાળુ છો, કોઈના ઉપર આપને
ક્રોધ નથી. હે પ્રભો! જેવું તપથી પૂર્ણથી મુનિને વિના પ્રયત્ને સામર્થ્ય પ્રગટે છે તેવું
ઇન્દ્રાદિકને પણ હોતું નથી. ધન્ય છે આપના ગુણ, ધન્ય છે આપનું રૂપ, ધન્ય આપની
કાંતિ, ધન્ય આપનું આશ્ચર્યકારી બળ, અદ્ભુત શીલ, અદ્ભુત તપ, ત્રણ લોકમાં જે
અદ્ભુત પરમાણુ છે તેનાથી સુકૃતનો આધાર આપનું શરીર બન્યું છે. જન્મથી જ
મહાબળવાન, સર્વ સામર્થ્યના ધારક આપે નવયૌવનમાં જ જગતની માયા છોડીને
પરમશાંતસ્વરૂપ અરહંતની દીક્ષા ગ્રહણ કરી છે એવું અદ્ભુત કાર્ય આપના જેવા
સત્પુરુષોથી જ બને છે. મેં પાપીએ આપના જેવા સત્પુરુષોનો અવિનય કર્યો અને
મહાપાપનો બંધ કર્યો છે. ધિક્કાર છે મારા મન, વચન, કાયાને! હું પાપી મુનિદ્રોહમાં
પ્રવર્ત્યો, જિનમંદિરનો અવિનય ર્ક્યો. આપના જેવા પુરુષરત્ન અને મારા જેવા દુર્બુદ્ધિ
વચ્ચે સુમેરુ અને સરસવના દાણા જેટલું અંતર છે, મને મરતાને આજે આપે પ્રાણ આપ્યા
છે, આપ દયાળુ છો, અમારા જેવા દુષ્ટ દુર્જન ઉપર પણ ક્ષમા રાખો છો. આ પ્રમાણે બીજું
ઘણું કહ્યું. હું જિનવાણીનું શ્રવણ કરું છું, જાણું છું, દેખું છું કે આ સંસાર અસાર છે,
અસ્થિર છે, દુઃખસ્વભાવ છે, તો પણ હું પાપી વિષયોથી વિરક્ત થયો નહિ. ધન્ય છે તે
પુણ્યવાન મહાપુરુષો, જે અલ્પ સંસારી છે, મોક્ષના પાત્ર છે, જે તરુણ અવસ્થામાં
વિષયોને છોડી મુનિવ્રતને આચરે છે. આ પ્રમાણે મુનિની સ્તુતિ કરી, ત્રણ પ્રદક્ષિણા કરી,
નમસ્કાર કરી, પોતાની નિંદા કરી, બહુ જ લજ્જિત થઈ મુનિની સમીપે જે જિનમંદિરો
હતાં તેમાં વંદના અર્થે પ્રવેશ્યો. ચંદ્રહાસ ખડ્ગને નીચે મૂકી પોતાની રાણીઓ સાથે
જિનવરનું પૂજન કરવા લાગ્યો, ભુજામાંથી નસરૂપ તાંતા કાઢીને વીણાની જેમ વગાડવા
લાગ્યો, ભક્તિમાં પૂર્ણ ભાવ રાખીને, સ્તુતિ કરી, જિનેન્દ્રના ગુણાનુવાદ ગાવા લાગ્યોઃ હે
દેવાધિદેવ! લોકાલોકના જોનાર આપને નમસ્કાર હો. આપનું તેજ લોકને ઓળંગી જાય
છે. હે કૃતાર્થ મહાત્મા! નમસ્કાર. ત્રણે લોકે આપની પૂજા કરી છે. જેમણે મોહના વેગનો
નાશ કર્યો છે, આપ વચનથી અગોચર છો, ગુણોના સમૂહના ધારક છો, મહાઐશ્વર્યથી
મંડિત છો, મોક્ષમાર્ગના ઉપદેશક છો, સુખની ઉત્કૃષ્ટતામાં પૂર્ણ છો, સમસ્ત કુમાર્ગથી દૂર
છો, જીવોને મુક્તિનું કારણ છો, મહાકલ્યાણનું મૂળ છો, સર્વ કર્મના સાક્ષી છો, ધ્યાન વડે
આપે પાપની ભસ્મ કરી નાખી છે, જન્મમરણ દૂર કરનાર છો, આપના ગુરુ કોઈ નથી,
આપ સર્વના ગુરુ છો, આપ કોઈને નમતા નથી, સર્વ વડે આપ નમસ્કાર યોગ્ય છો,
આદિઅંતરહિત, સર્વ રાગાદિક ઉપાધિથી શૂન્ય છો, સર્વના ઉપદેશક છો, દ્રવ્યાર્થિકનયથી
સર્વનિત્ય છે અને પર્યાયાર્થિકનયથી સર્વ અનિત્ય છે એવું કથન કરનાર છો, કોઈ એક
નયથી દ્રવ્યગુણ જુદા છે અને કોઈ એક નયથી દ્રવ્યગુણ અભેદ છે. આવું અનેકાન્ત
બતાવનાર જિનેશ્વર છો, સર્વરૂપ, એકરૂપ, ચિદ્રુપ, અરૂપ જીવોને મુક્તિ આપનાર એવા
આપને અમારા વારંવાર નમસ્કાર હો.
શ્રી ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્પદંત,

Page 113 of 660
PDF/HTML Page 134 of 681
single page version

background image
પદ્મપુરાણ નવમું પર્વ ૧૧૩
શીતલ, શ્રેયાંસ અને વાસુપૂજ્યને વારંવાર નમસ્કાર હો. જેમણે આત્મપ્રકાશ પ્રાપ્ત કર્યો છે
એવા વિમળ, અનંત, ધર્મ, શાંતિને નમસ્કાર હો, નિરંતર સુખોનું મૂળ અને સર્વને શાંતિ
કરનાર કુંથુ જિનેન્દ્રને, અરનાથને, મલ્લિનાથને, મુનિ સુવ્રતનાથને નમસ્કાર હો. જે
મહાવ્રતોના આપનાર અને જે હવે થવાના છે તે નમિ, નેમ, પાર્શ્વ અને વર્ધમાન
જિનેન્દ્રને નમસ્કાર હો. જે પદ્મનાભાદિક અનાગત થશે તેમને નમસ્કાર અને જે
નિર્વાણાદિક અતીત જિન થયા તેમને નમસ્કાર હો, સદાસર્વદા સાધુઓને નમસ્કાર હો,
સર્વ સિદ્ધોને નિરંતર નમસ્કાર હો. કેવા છે સિદ્ધ? કેવળજ્ઞાનરૂપ, કેવળદર્શનરૂપ, ક્ષાયિક
સમ્યક્ત્વરૂપ ઇત્યાદિ અનંત ગુણરૂપ છે. લંકાના સ્વામીએ આ પવિત્ર સ્તુતિ કરી.
રાવણ દ્વારા જિનેન્દ્રદેવની મહાસ્તુતિ કરવામાં આવી તેથી ધરણેન્દ્રનું આસન
કંપાયમાન થયું. તેમણે અવધિજ્ઞાનથી રાવણનું વૃત્તાંત જાણ્યું અને હર્ષથી તેમનાં નેત્ર
ખીલી ઊઠયાં. સુંદર મુખ, દેદીપ્યમાન મણિઓથી તેમણે અંધકારને દૂર કર્યો અને તે
નાગપતિ પાતાલમાંથી શીઘ્ર કૈલાસ પર્વત પર આવ્યા. જિનેન્દ્રને નમસ્કાર કરી, વિધિપૂર્વક,
સમસ્ત મનોજ્ઞ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરી રાવણને કહેવા લાગ્યાઃ ‘હે ભવ્ય! તેં
ભગવાનની ખૂબ સ્તુતિ કરી અને જિનભક્તિનાં સુંદર ગીત ગાયાં તેથી અમને ઘણો
આનંદ થયો છે. હે રાક્ષસેશ્વર! ધન્ય છે તું, જેણે જિનરાજની સ્તુતિ કરી તારા ભાવથી
અત્યારે અમારું આગમન થયું છે. હું તારા પર સંતુષ્ટ થયો છું. તું વર માગ. જે
મનવાંછિત વસ્તુ તું માગીશ તે હું આપીશ. જે વસ્તુ મનુષ્યોને દુર્લભ છે તે હું તને
આપીશ.’ ત્યારે રાવણે કહ્યું કે હે નાગરાજ! જિનવંદના જેવી બીજી કોઈ શુભ વસ્તુ છે,
જે હું આપની પાસે માગું. આપ સર્વ વાતમાં સમર્થ મનવાંછિત આપવા લાયક છો. ત્યારે
નાગપતિ બોલ્યા. હે રાવણ! જિનેન્દ્રની વંદના સમાન બીજું કલ્યાણ નથી. આરાધવામાં
આવેલી આ જિનભક્તિ મુક્તિનાં સુખ આપે છે માટે આના જેવો બીજો કોઈ પદાર્થ થયો
નથી અને થશે પણ નહિ. ત્યારે રાવણે કહ્યું કે હે મહામતે! જો એનાથી અધિક બીજી
વસ્તુ ન હોય તો હું શું માગું? નાગપતિએ જવાબ આપ્યો કે તેં જે કહ્યું તે બધું સત્ય છે,
જિનભક્તિથી બધું જ સિદ્ધ થાય છે, એને કાંઈ દુર્લભ નથી, તારા જેવાં, મારા જેવાં અને
ઇન્દ્ર જેવાં અનેક પદ જિનભક્તિથી જ મળે છે અને આ સંસારનાં સુખ તો અલ્પ છે,
વિનાશી છે એની શી વાત? મોક્ષના જે અવિનાશી અને અતીન્દ્રિય સુખ છે તે પણ
જિનભક્તિથી પ્રાપ્ત થાય છે. હે રાવણ! તું જોકે અત્યંત ત્યાગી છો, વિનયવાન, બળવાન,
ઐશ્વર્યવાન અને ગુણથી શોભિત છો, તો પણ મારું દર્શન તને વૃથા ન થાય. હું તને
વિનંતી કરું છું કે તું કાંઈક માગ. તું યાચક નથી એ હું જાણું છું, પરંતુ હું અમોઘ વિજય
નામની શક્તિવિદ્યા તને આપું છું તે હે લંકેશ! તું લે. અમારો સ્નેહ તોડ નહિ. હે રાવણ!
કોઈની દશા સદા એકસરખી રહેતી નથી. સંપત્તિ પછી વિપત્તિ અને વિપત્તિ પછી સંપત્તિ
થાય છે. તારું મનુષ્યનું શરીર છે અને કદાચ તારા ઉપર વિપત્તિ આવી પડે તો આ શક્તિ
તારા શત્રુનો નાશ અને તારું રક્ષણ કરશે. મનુષ્યોની શી

Page 114 of 660
PDF/HTML Page 135 of 681
single page version

background image
૧૧૪ દસમું પર્વ પદ્મપુરાણ
વાત, આનાથી દેવ પણ ડરે છે. આ શક્તિ અગ્નિજ્વાળાથી મંડિત વિસ્તીર્ણ શક્તિની ધારક
છે આથી રાવણે ધરણેન્દ્રની આજ્ઞા લોપવા અસમર્થ હોવાથી શક્તિનું ગ્રહણ કર્યું, કેમ કે
કોઈની પાસેથી કાંઈ લેવું તે અત્યંત લઘુતા છે એટલે આ વાતથી રાવણ પ્રસન્ન ન થયો.
રાવણ અતિ ઉદારચિત્ત છે. રાવણે હાથ જોડીને ધરણેન્દ્રને નમસ્કાર કર્યા. ધરણેન્દ્ર પોતે
પોતાના સ્થાનકે ગયા. રાવણે એક માસ કૈલાસ પર રહી ભગવાનનાં ચૈત્યાલયોની
મહાભક્તિથી પૂજા કરી, વાલી મુનિની સ્તુતિ કરી અને પછી પોતાના સ્થાનકે ગયો.
વાલી મુનિએ મનનો ક્ષોભથી જે કાંઈક પાપકર્મ ઉપાર્જ્યું હતું તેનું ગુરુઓની પાસે
જઈ પ્રાયશ્ચિત્ત લીધું. શલ્ય દૂર કરીને પરમ સુખી થયા. જેમ વિષ્ણુકુમાર મુનિએ
મુનિઓની રક્ષા નિમિત્તે બલીનો પરાભવ કર્યો હતો અને ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત લઈને
પરમ સુખી થયા હતા તેમ વાલી મુનિએ ચૈત્યાલયોની અને અનેક જીવોની રક્ષા નિમિત્તે
રાવણનો પરાભવ કર્યો, કૈલાસ થંભાવ્યો, પછી ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લઈને શલ્ય મટાડી
પરમ સુખી થયા. ચારિત્રથી, ગુપ્તિથી, ધર્મથી, અનુપ્રેક્ષાથી, સમિતિથી, પરીષહ સહન
કરવાથી મહાસંવર પામી, કર્મોની નિર્જરા કરી, વાલી મુનિ કેવળજ્ઞાન પામ્યા અને આઠ
કર્મથી રહિત થઈ લોકના શિખરે અવિનાશી સ્થાનમાં અવિનાશી સુખ પામ્યા. રાવણે
મનમાં વિચાર્યું કે જે ઇન્દ્રિયોને જીતે તેને જીતવા હું સમર્થ નથી. તેથી રાજાઓએ
સાધુઓની સેવા જ કરવી યોગ્ય છે. આમ જાણીને તે સાધુઓની સેવામાં તત્પર થયો.
સમ્યગ્દર્શનથી મંડિત, જિનેશ્વરમાં દ્રઢ ભક્તિવાળો તે કામભોગમાં અતૃપ્ત યથેષ્ટ સુખથી
રહેવા લાગ્યો.
આ વાલીનું ચરિત્ર પુણ્યાધિકારી, ભાવમાં તત્પર બુદ્ધિવાળો જે જીવ સારી રીતે
સાંભળે તે કદી પણ અપમાન ન પામે અને તેને સૂર્ય સમાન પ્રતાપ પ્રાપ્ત થાય.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં.
દૌલતરામજીકૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં વાલી મુનિનું નિરૂપણ કરનાર
નવમું પર્વ પૂર્ણ થયું.
* * *
દસમું પર્વ
રાજા સુગ્રીવ અને રાણી સુતારાનું વૃત્તાંત
પછી ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે શ્રેણિક! આ વાલીના વૃત્તાંત પછી
સુગ્રીવ અને સુતારા રાણીનું વૃત્તાંત હું તને કહું છું તે સાંભળ. જ્યોતિપુર નામના
નગરના રાજા અગ્નિશિખની પુત્રી સુતારા સંપૂર્ણ સ્ત્રીગુણોથી પૂર્ણ, પૃથ્વી પર રૂપગુણની
શોભાથી પ્રસિદ્ધ, જાણે કમળવાસ છોડીને સાક્ષાત્ લક્ષ્મી જ આવી હોય તેવી હતી. એક
દિવસે રાજા ચક્રાંકની રાણી અનુમતિનો મહાદુષ્ટ સાહસગતિ નામનો પુત્ર યથેચ્છ ભ્રમણ
કરતો હતો તેણે સુતારાને જોઈ.

Page 115 of 660
PDF/HTML Page 136 of 681
single page version

background image
પદ્મપુરાણ દસમું પર્વ ૧૧પ
તેને જોઈને તે કામશલ્યથી અત્યંત દુઃખી થયો, નિરંતર મનમાં સુતારાનો વિચાર કરવા
લાગ્યો. ઉન્મત્ત દશાવાળા તેણે દૂત મોકલીને સુતારાની યાચના કરી અને સુગ્રીવે પણ
અનેક વાર યાચના કરી. આથી સુતારાના પિતા રાજા અગ્નિવેશ દ્વિધામાં પડી ગયા કે
કન્યા કોને આપવી. તેમણે એક મહાજ્ઞાની મુનિને પૂછયું. મુનિએ કહ્યું કે સાહસગતિનું
આયુષ્ય અલ્પ છે અને સુગ્રીવનું આયુષ્ય દીર્ઘ છે. પછી રાજા અગ્નિશિખે મુનિનાં
અમૃતસમાન વચનો સાંભળીને સુગ્રીવને દીર્ઘ આયુષ્યવાળો જાણીને પોતાની પુત્રી સુગ્રીવ
સાથે પરણાવી. સુગ્રીવનું પુણ્ય વિશેષ હતું તેથી તેને સુતારાની પ્રાપ્તિ થઈ. સુગ્રીવ અને
સુતારાને અંગ અને અંગદ નામના બે પુત્રો થયા. હજી પેલા પાપી સાહસગતિએ નિર્લજ્જ
થઈને સુતારાની આશા છોડી નહોતી. ધિક્કાર છે કામચેષ્ટાને! કામાગ્નિથી દગ્ધ તે ચિત્તમાં
આ પ્રમાણે વિચારે છે કે તે સુખદાયિનીને હું કેવી રીતે પ્રાપ્ત કરું? ચંદ્રમાથી અધિક સુંદર
તેનું મુખ હું કયારે જોઉં? તેની સાથે કયારે નંદનવનમાં ક્રીડા કરું? આવું મિથ્યા ચિંતવન
કરતો તે રૂપપરિવર્તિની શેમુષી નામની વિદ્યાની આરાધના કરવા હિમવંત નામના પર્વત
પર જઈને અત્યંત વિષમ ગુફામાં રહીને વિદ્યા આરાધવાનો આરંભ કરવા લાગ્યો. જેમ
દુઃખી જીવ પ્યારા મિત્રનું ચિંતવન કરે તેમ એ વિદ્યાનું ચિંતવન કરવા લાગ્યો.
પછી રાવણ દિગ્વિજય કરવા નીકળ્‌યો. તે વન પર્વતાદિથી શોભતી પૃથ્વીને જોતો
અને સમસ્ત વિદ્યાધરોના અધિપતિ અંતરદ્વીપોના રહેવાસીઓને પોતાને વશ કરતો અને
તેમને આજ્ઞા આપી તેમના જ દેશોમાં સ્થાપતો. અખંડ છે આજ્ઞા જેની અને વિદ્યાધરોમાં
સિંહસમાન મોટા મોટા રાજાઓને મહાપરાક્રમી રાવણે વશ કર્યા, તેમને પુત્ર સમાન
ગણીને તેમના પ્રત્યે ખૂબ પ્રેમ રાખ્યો. મોટા પુરુષોનો એ જ ધર્મ છે કે નમ્રતામાત્રથી જ
પ્રસન્ન થાય. રાક્ષસોના વંશમાં અથવા કપિવંશમાં જે પ્રચંડ રાજા હતા તે સર્વને વશ કર્યા.
મહાન સેના સહિત, પવન સમા વેગવાળા, આકાશમાર્ગે ગમન કરતા દશમુખનું તેજ
વિદ્યાધરો સહન કરી શકતા નહિ. સંધ્યાકાર, સુવેલ, હેમાપૂર્ણ, સુયોધન, હંસદ્વીપ,
વારિહલ્લાદિ દ્વીપોના વિદ્યાધર રાજાઓ નમસ્કાર કરી ભેટ લઈને આવી મળ્‌યા. રાવણે
તેમને મધુર વચનોથી સંબોધીને ખૂબ સંતોષ્યા અને ખૂબ સંપદાના સ્વામી બનાવ્યા. મોટા
મોટા ગઢના નિવાસી વિદ્યાધરો રાવણનાં ચરણારવિંદમાં નમીને આવી મળ્‌યા અને ઉત્તમ
વસ્તુઓની ભેટ આપી. હે શ્રેણિક! સમસ્ત બળમાં પૂર્વોપાર્જિત પુણ્યનું બળ પ્રબળ છે.
તેના ઉદયથી કોણ વશ થતું નથી? બધા જ વશ થાય છે.
પછી રથનૂપુરના રાજા ઇન્દ્રને જીતવા ગમન કર્યું. પહેલાં પાતાળલંકા જ્યાં પોતાના
બનેવી ખરદૂષણ રહે છે તેની સમીપે પડાવ નાખ્યો. રાત્રિનો સમય હતો, ખરદૂષણ સૂતો
હતો, રાવણની બહેન ચંદ્રનખાએ તેને જગાડયો એટલે તે પાતાળલંકામાંથી નીકળીને
રાવણની નિકટ આવ્યો. તેણે રત્નોનો અર્ધ્ય આપી મહાભક્તિથી, પરમ ઉત્સાહથી
રાવણની પૂજા કરી. રાવણે બનેવી તરીકેના સ્નેહથી ખરદૂષણનો ખૂબ સત્કાર કર્યો.
જગતમાં બહેનબનેવી સમાન બીજું કોઈ સ્નેહનું પાત્ર નથી. ખરદૂષણે ચૌદ હજાર
વિદ્યાધરો મનવાંછિત વિધવિધ રૂપ ધારણ કરનાર રાવણને

Page 116 of 660
PDF/HTML Page 137 of 681
single page version

background image
૧૧૬ દસમું પર્વ પદ્મપુરાણ
બતાવ્યા. રાવણ ખરદૂષણની સેના જોઈને ખૂબ રાજી થયો. તેને પોતાના જેવો સેનાપતિ
બનાવ્યો. ખરદૂષણ મહા શૂરવીર છે. તેણે પોતાનાં ગુણોથી સર્વ સામંતોનાં દિલ જીતી
લીધાં છે. હિડંબ, હૈહિડંબ, વિકટ, ત્રિજટ, હ્યમાકોટ, સુજટ, ટંક, કિહકંધાધિપતિ, સુગ્રીવ
અને ત્રિપુર, મલય, હેમપાલ, કોલ, વસુન્દર ઇત્યાદિ અનેક રાજા જુદા જુદા પ્રકારનાં
વાહનોમાં બેસી, જુદા જુદા પ્રકારની શસ્ત્રવિદ્યામાં પ્રવીણ, અનેક શાસ્ત્રોના અભ્યાસી
સહિત ચમરેન્દ્ર ખરદૂષણ રાવણના લશ્કરમાં આવ્યો, જેમ પાતાળલોકમાંથી અસુરકુમારોના
સમૂહ સહિત ચમરેન્દ્ર આવે તેમ. આ પ્રમાણે અનેક વિદ્યાધર રાજાઓના સમૂહથી રાવણનું
સૈન્ય પૂર્ણ થયું. જેમ વીજળી અને મેઘધનુષ્યયુક્ત વાદળાઓના સમૂહથી શ્રાવણ માસ પૂર્ણ
થાય તેમ એક હજાર ઉપર અધિક અક્ષૌહિણી દળ રાવણ પાસે થઈ ગયું. દિવસે દિવસે તે
વધતું જાય છે અને હજાર હજાર દેવોથી સેવાયોગ્ય રત્ન નાના પ્રકારના ગુણોના સમૂહના
ધારક તે બધા સહિત, ચંદ્રકિરણ સમાન ઉજ્જવળ ચામર જેમના ઉપર ઢોળાય છે,
ઉજ્જવળ છત્ર શિર ઉપર ફરે છે એવો મહાબાહુ રાવણ પુષ્પક નામના વિમાન પર
બેસીને સુમેરુ સમાન સ્થિર, સૂર્ય સમાન જ્યોતિ ફેલાવતો, પોતાના વિમાનાદિ વાહન
સંપદાથી સૂર્યમંડળને આચ્છાદિત કરતો, ઇન્દ્રના વિધ્વંસનો મનમાં વિચાર કરતો નીકળ્‌યો.
રાવણનું પરાક્રમ પ્રબળ છે. જાણે કે આકાશને સમુદ્ર બનાવી દીધો. દેદીપ્યમાન શસ્ત્રો તે
હતાં કલ્લોલો, હાથી, ઘોડા, પ્યાદા હતાં, જળચર જીવ, છત્ર, ચમર, તુરંગ હતાં, ચમરોના
દંડરૂપ માછલાં હતાં. હે શ્રેણિક! રાવણની વિસ્તીર્ણ સેનાનું વર્ણન ક્યાં સુધી કરીએ? જેને
જોતાં દેવ પણ ડરે તો માણસોની તો વાત જ શી? ઇન્દ્રજિત, મેઘનાદ, કુંભકર્ણ,
વિભીષણ, ખરદૂષણ, નિકુંભ, કુંભ ઇત્યાદિ રણમાં પ્રવીણ અનેક સુજનો, વિદ્યાસિદ્ધ જનો
મહાપ્રકાશવંત શસ્ત્ર-શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ, મહાન કીર્તિવાળા સુભટો રાવણની સાથે
ચાલ્યા. વિંધ્યાચળ પર્વત પાસે સૂર્યાસ્ત થયો અને સેનાએ ત્યાં નિવાસ કર્યો. જાણે
વિંધ્યાચળે સેનાને પોતાના મસ્તકે મૂકી હોય. વિદ્યાના બળથી અનેક પ્રકારના આશ્રય
બનાવ્યા. પછી પોતાનાં કિરણોથી અંધકારને દૂર કરતો ચંદ્ર ઉદય પામ્યો. જાણે કે રાવણના
ભયથી રાત્રિ રત્નનો દીપક લાવી હોય. જાણે કે રાત્રિ સ્ત્રી હતી, ચાંદની સહિતનું નિર્મળ
આકાશ તેનું વસ્ત્ર હતું. તારાઓનો સમૂહ તે તેના માથામાં ગૂંથેલાં ફૂલ હતાં, ચંદ્ર તેનું
વદન હતું, જાતજાતની કથાઓ કરીને અને નિદ્રા કરીને સેનાના માણસોએ રાત્રિ પૂર્ણ
કરી. પ્રભાત થતાં વાજિંત્રો વાગ્યાં, મંગળ પાઠથી રાવણ જાગ્યો. તેણે પ્રાતઃક્રિયા કરી,
સૂર્યનો ઉદય થયો, જાણે સૂર્યને લોકમાં ભ્રમણ કર્યા પછી બીજે ક્યાંય શરણ ન મળ્‌યું
એટલે રાવણને શરણે જ આવ્યો. પછી રાવણ નર્મદાતટે આવ્યો. નર્મદાનું જળ શુદ્ધ
સ્ફટિકમણિ જેવું છે, તેના કિનારે અનેક હાથી રહે છે, હાથીઓ જળમાં કેલિ કરતા હતા,
જાતજાતનાં પક્ષીઓ મધુર ગીત ગાતાં હતાં, નદી ફીણના ગોટાથી મંડિત છે. નદીના
ભંવર જેની નાભિ છે, ચંચળ માછલીઓ તે નેત્ર છે, જાતજાતનાં ફૂલોવાળું જળ જેનું
વસ્ત્ર છે, તે જાણે સુંદર સ્ત્રી જ છે. તેને જોઈને રાવણ બહુ પ્રસન્ન થયો. પ્રબળ
જળચરોથી તે

Page 117 of 660
PDF/HTML Page 138 of 681
single page version

background image
પદ્મપુરાણ દસમું પર્વ ૧૧૭
ભરેલી છે, ક્યાંક તે વેગથી વહે છે, ક્યાંક મંદપણે વહે છે, ક્યાંક કુંડલાકાર વહે છે, નાના
પ્રકારની ચેષ્ટાથી પૂર્ણ એવી નર્મદાને જોઈને જેના મનમાં કૌતૂક જાગ્યું છે એવો રાવણ
નદીના કિનારે ઉતર્યો. નદી ભયાનક પણ છે અને સુંદર પણ છે.
ત્યારબાદ માહિષ્મતિ નગરીના રાજા સહસ્ત્રરશ્મિએ નર્મદામાં રાવણના સૈન્યની
ઉપરવાસના ભાગમાં પોતાના જળયંત્ર વડે નદીનું જળ થંભાવી દીધું અને નદીના કિનારે
નાના પ્રકારની ક્રીડા કરી. કોઈ સ્ત્રી માન કરતી હતી તેની ખૂબ શુશ્રૂષા કરીને તેને રાજી
કરી, દર્શન, સ્પર્શન, માન, પછી માનનું છોડવું, પ્રણામ, પરસ્પર જળકેલિ, હાસ્ય, નાના
પ્રકારનાં પુષ્પોનાં આભૂષણોનો શ્રૃંગાર ઇત્યાદિ અનેક પ્રકારની ક્રીડા કરી. જેમ દેવીઓ
સહિત ઇન્દ્ર ક્રીડા કરે તેમ રાજા સહસ્ત્રરશ્મિએ ક્રીડા કરી. કિનારાની રેતી ઉપર રત્ન અને
મોતીનાં આભૂષણ તૂટીને પડયાં તે ન લીધાં, જેમ કરમાયેલાં ફૂલોની માળા કોઈ ન લે
તેમ. કેટલીક રાણીઓ ચંદનના લેપ સહિત જળમાં કેલિ કરતી હતી તેથી જળ સફેદ બની
ગયું. કેટલીકે કેસરના લેપથી જળને સુવર્ણ સમાન પીળું કરી નાખ્યું, કેટલીકે તાંબુલથી
રંગેલા હોઠથી જળને લાલ કર્યું, કેટલીકે આંખનું આંજણ ધોઈને જળને શ્યામ કર્યું તો
ક્રીડા કરતી સ્ત્રીનાં આભૂષણના શબ્દ અને કાંઠે બેઠેલાં પક્ષીઓના શબ્દોથી રાજાનું મન
મોહિત થયું. નદીના નીચેના ભાગ તરફ રાવણનું સૈન્ય હતું. રાવણે સ્નાન કરી, પવિત્ર
વસ્ત્ર પહેરી નદીના રમણીક કિનારા ઉપર રેતીનો ઓટો બનાવી, જેના ઉપર વૈડૂર્ય
મણિના સ્તંભ છે એવી મોતીઓની ઝાલરવાળા ચંદરવા રાખી ભગવાન શ્રી અરિહંતદેવની
પૂજા કરી. બહુ જ ભક્તિથી પવિત્ર સ્તોત્રો વડે સ્તુતિ કરી ત્યાં ઉપરવાસનું જળ આવ્યું
તેથી પૂજામાં વિઘ્ન થયું. જુદા જુદા પ્રકારની કલુષતા સહિત પ્રવાહ વહેતો આવ્યો એટલે
રાવણ પ્રતિમાજીને લઈને ઊભો થઈ ગયો અને ક્રોધથી કહેવા લાગ્યો કે આ શું છે? ત્યારે
સેવકોએ ખબર આપ્યા કે હે નાથ! આ કોઈ મહાન ક્રીડા કરતો પુરુષ સુંદર સ્ત્રીઓની
વચ્ચે નાના પ્રકારની લીલા કરે છે અને સામંતો શસ્ત્રો લઈને દૂર દૂર છે, જાતજાતના
જળયંત્ર બાંધ્યાં છે તેનાથી આ ચેષ્ટા થઈ છે. એનો પુરુષાર્થ એવો છે કે બીજે સ્થાને
દુર્લભ હોય. મોટા મોટા સામંતોથી તેનું તેજ સહન થઈ શકતું નથી અને સ્વર્ગમાં ઇન્દ્ર છે,
પરંતુ આ તો પ્રત્યક્ષ જ ઇન્દ્ર જોયો. આ વાત સાંભળી રાવણને ગુસ્સો આવ્યો, ભ્રમર
ચડી ગઈ, આંખ લાલ થઈ ગઈ, ઢોલ વાગવા લાગ્યા, વીરરસનો રાગ ગવાવા લાગ્યો,
ઘોડા હણહણવા લાગ્યા, હાથી ગર્જના કરવા લાગ્યા. રાવણે અનેક રાજાઓને આજ્ઞા કરી
કે આ સહસ્ત્રરશ્મિ દુષ્ટ છે, એને પકડી લાવો. એવી આજ્ઞા કરી પોતે નદીના તટ પર
પૂજા કરવા લાગ્યા. રત્નસુવર્ણનાં પુષ્પ આદિ અનેક સુંદર દ્રવ્યોથી પૂજા કરી. અનેક
વિદ્યાધરોના રાજા રાવણની આજ્ઞા માથે ચડાવી યુદ્ધ કરવા ચાલ્યા. રાજા સહસ્ત્રરશ્મિએ
શત્રુના સૈન્યને આવતું જોઈને સ્ત્રીઓને કહ્યું કે તમે ડરો નહિ. તેમને ધીરજ આપીને પોતે
જળમાંથી બહાર નીકળ્‌યો. કકળાટના અવાજો સાંભળી, દુશ્મનનું સૈન્ય આવેલું જાણીને
માહિષ્મતી નગરીના યોદ્ધા સજ્જ થઈને હાથી, ઘોડા, રથ ઉપર ચડયા. જાતજાતનાં

Page 118 of 660
PDF/HTML Page 139 of 681
single page version

background image
૧૧૮ દસમું પર્વ પદ્મપુરાણ
આયુધો ધારણ કરીને સ્વામીધર્મના અત્યંત અનુરાગી તેઓ રાજા પાસે આવ્યા. જેમ
સમ્મેદશિખર પર્વતનો એક જ કાળ છયે ઋતુનો આશ્રય કરે તેમ સમસ્ત યોદ્ધા તત્કાળ
રાજા પાસે આવ્યા, વિદ્યાધરોની ફોજને આવતી જોઈને સહસ્ત્રરશ્મિના સામંતો જીવવાની
આશા છોડીને ધનવ્યૂહ રચીને સ્વામીની આજ્ઞા વિના જ લડવા તૈયાર થયા. જ્યારે
રાવણના યોદ્ધા યુદ્ધ કરવા લાગ્યા ત્યારે આકાશમાં દેવવાણી સંભળાણી કે અહો, આ મોટી
અનીતિ છે. આ ભૂમિગોચરી અલ્પશક્તિવાન, વિદ્યાબલરહિત માયાયુદ્ધને શું જાણે?
એમની સાથે વિદ્યાધરો માયાયુદ્ધ કરે એ શું યોગ્ય છે? વળી વિદ્યાધરો ઘણા છે અને આ
થોડા છે, આવા આકાશમાંથી દેવોના શબ્દો સાંભળીને જે વિદ્યાધરો સત્પુરુષ હતા તે
લજ્જિત થઈને જમીન ઉપર ઊતર્યા. બન્ને સેનાઓમાં પરસ્પર યુદ્ધ થયું. રથમાં બેઠેલા,
હાથી-ઘોડા પર બેઠેલા કે પ્યાદાસ્વાર તલવાર, બાણ, ગદા, ભાલા ઇત્યાદિ આયુધો વડે
પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, અનેક મરાયા, ન્યાયયુદ્ધ થયું, શસ્ત્રોના પ્રહારથી અગ્નિ
સળગ્યો, સહસ્ત્રરશ્મિની સેના રાવણની સેનાથી કાંઈક પાછળ હઠી એટલે સહસ્ત્રરશ્મિ
રથમાં બેસીને યુદ્ધ કરવા તૈયાર થયો. માથે મુગટ, શરીરે બખ્તર પહેરી, હાથમાં ધનુષ્ય
લઈ, વિદ્યાધરોના બળથી જરા પણ ભય પામ્યો નહિ. સ્વામીને મોખરે જોઈને સેના જે
પાછળ હઠતી હતી તે આગળ આવી યુદ્ધ કરવા લાગી. દેદીપ્યમાન છે શસ્ત્ર જેનાં અને જે
ઘાની વેદના ભૂલી ગયા છે એવા રણધીર ભૂમિગોચરીઓ રાક્ષસોની સેનામાં સમુદ્રમાં મત્ત
હાથી પ્રવેશ કરે તેમ ઘૂસ્યા. સહસ્ત્રરશ્મિ ક્રોધથી બાણ વડે જેમ પવન મેઘને હઠાવે તેમ
શત્રુઓને હટાવતો આગળ વધ્યો ત્યારે દ્વારપાળે રાક્ષસને કહ્યું કે હે દેવ! જુઓ, આણે
આપની સેનાને પાછળ હઠાવી છે. આ ધનુષ્યધારી જગતને તૃણવત્ ગણે છે, એના
બાણથી આપની સેના એક યોજન પાછળ ખસી ગઈ છે ત્યારે રાવણ સહસ્ત્રરશ્મિને જોઈ
પોતે ત્રૈલોક્યમંડન હાથી ઉપર બેઠા. રાવણને જોઈ શત્રુ પણ ડર્યા. રાવણે બાણની વર્ષા
કરી, સહસ્ત્રરશ્મિનો રથ તોડી નાખ્યો એટલે સહસ્ત્રરશ્મિ હાથી ઉપર બેસીને રાવણની
સામે આવ્યો. તેનાં બાણ રાવણનું બખ્તર ભેદી શરીરમાં ખૂંચી ગયાં તેમને રાવણે ખેંચી
કાઢયાં. સહસ્ત્રરશ્મિએ હસીને રાવણને કહ્યું, અહો રાવણ! તું મહાન બાણાવલી કહેવડાવે
છે, તું આવી વિદ્યા ક્યાંથી શીખ્યો, તને કયા ગુરુ મળ્‌યા હતા? પહેલાં તું ધનુષ્યવિદ્યા
શીખી છે, પછી અમારી સાથે લડજે. આવા કઠોર શબ્દ સાંભળીને રાવણ ક્રોધે ભરાયો.
તેણે સહસ્ત્રરશ્મિના મસ્તક ઉપર ભાલો ફેંક્યો. સહસ્ત્રરશ્મિને લોહીની ધારા નીકળવા
લાગી, તેની આંખો ચકળવકળ થવા લાગી. પહેલાં મૂર્ચ્છિત થઈ ગયો. પછી ભાનમાં
આવતાં શસ્ત્ર હાથમાં લેવા લાગ્યો ત્યાં રાવણ ઉછળીને સહસ્ત્રરશ્મિ ઉપર પડયો અને
તેને જીવતો પકડી લીધો. બાંધીને પોતાના સ્થાન પર લઈ ગયો. તે જોઈને બધા
વિદ્યાધરો આશ્ચર્ય પામ્યા કે સહસ્ત્રરશ્મિ જેવા યોદ્ધાને રાવણે પકડી લીધો. ધનપતિ યક્ષને
જીતનાર, યમનું માનમર્દન કરનાર, કૈલાસને ધ્રૂજાવનાર રાવણ દ્વારા સહસ્ત્રરશ્મિની આવી
હાલત થયેલી જોઈ સહસ્ત્રરશ્મિ અર્થાત્ સૂર્ય જાણે કે ભયથી અસ્તાચળ તરફ ગયો,
અંધકાર ફેલાઈ ગયો. રાત્રિનો સમય થયો. પછી

Page 119 of 660
PDF/HTML Page 140 of 681
single page version

background image
પદ્મપુરાણ દસમું પર્વ ૧૧૯
ચંદ્રનો ઉદય થયો. તે અંધકારને હણવામાં પ્રવીણ જાણે કે રાવણનો નિર્મળ યશ જ પ્રગટ
થયો. યુદ્ધમાં જે યોદ્ધા ઘાયલ થયા હતા તેમની સારવાર વૈદ્યો દ્વારા કરાવી અને જે મરી
ગયા હતા તેમને તેમનાં સગાં રણક્ષેત્રમાંથી લઈ આવ્યા અને તેમની અંતિમ ક્રિયા કરી.
રાત્રિ વીતી ગઈ. સવારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. સૂર્ય રાવણની વાત જાણવા માટે
લાલાશ ધારણ કરતો, કંપતો ઉદય પામ્યો. સહસ્ત્રરશ્મિના પિતા રાજા શતબાહુ મુનિ થયા
હતા, જેમને જંઘાચરણ ઋદ્ધિ પ્રગટી હતી, તે મહાતપસ્વી, ચંદ્રમા સમાન કાન્ત, સૂર્યસમાન
દીપ્તિમાન, મેરુ સમાન સ્થિર, સમુદ્ર જેવા ગંભીર સહસ્ત્રરશ્મિને પકડયાનું સાંભળીને
જીવની દયા કરનાર, પરમદયાળુ, શાંતચિત્ત, જિનધર્મી જાણીને રાવણની પાસે આવ્યા.
રાવણ મુનિને આવતા જોઈ ઊભો થઈને સામે જઈને પગમાં પડયો, જમીન પર મસ્તક
મૂકી, મુનિરાજને કાષ્ઠના સિંહાસન પર બિરાજમાન કરી, હાથ જોડીને નીચે જમીન પર
બેઠો. અતિવિનયવાન થઈને મુનિને કહેવા લાગ્યો, હે ભગવાન! કૃપાનિધાન! આપ
કૃતકૃત્ય છો, આપનાં દર્શન ઇન્દ્રાદિ દેવોને પણ દુર્લભ છે, આપના આગમન મને પવિત્ર
બનાવવા માટે છે. ત્યારે મુનિએ એને શલાકા પુરુષ જાણીને પ્રશંસાથી કહ્યું, ‘હે દશમુખ!
તું મહાકુળવાન, બળવાન, વિભૂતિવાન, દેવગુરુધર્મ પ્રત્યે ભક્તિભાવવાળો છો. હે દીર્ઘાયુ
શૂરવીર! ક્ષત્રિયોની એ રીત છે કે આપસમાં લડે, તેનો પરાભવ કરી તેને વશ કરે. તું
મહાબાહુ પરમ ક્ષત્રિય છો, તારી સાથે લડવાને કોણ સમર્થ છે? હવે દયા કરીને
સહસ્ત્રરશ્મિને છોડી દે. ત્યારે રાવણે મંત્રીઓ સહિત મુનિને નમસ્કાર કરીને કહ્યું કે હે
નાથ! હું વિદ્યાધર રાજાઓને વશ કરવા તૈયાર થયો છું. લક્ષ્મીથી ઉન્મત્ત રથનૂપુરના રાજા
ઇન્દ્રે મારા દાદાના મોટા ભાઈ રાજા માલીને યુદ્ધમાં માર્યા છે, તેના પ્રત્યે અમારો રોષ છે
તેથી હું ઇન્દ્ર ઉપર ચડાઈ કરવા જતો હતો, માર્ગમાં નર્મદાના કિનારે અમારો પડાવ હતો.
હું કિનારા પર રેતીના ચોતરા ઉપર ભગવાનની પૂજા કરતો હતો અને એણે
(સહસ્ત્રરશ્મિએ) ઉપરવાસના ભાગમાં જલયંત્રોની કેલિ કરી તેથી જળનો વેગ નીચે
તરફ આવ્યો અને મારી પૂજામાં વિઘ્ન થયું તેથી આ કાર્ય કર્યું છે. વિના અપરાધ હું દ્વેષ
કરતો નથી અને મેં તેની સાથે યુદ્ધ કર્યું ત્યારે પણ તેણે ક્ષમા ન માગી કે પ્રમાદથી
અજાણતા મારાથી આ કામ થયું છે અને તમે મને માફ કરો. ઊલટો અભિમાનથી મારી
સાથે યુદ્ધ કરવા લાગ્યો. મને કુવચન કહ્યાં. તેને પકડવાનું કારણ એ કે જો હું ભૂમિગોચરી
મનુષ્યોને જીતવામાં સમર્થ ન થાઉં તો વિદ્યાધરોને કેવી રીતે જીતું? તેથી જે ભૂમિગોચરી
અભિમાની છે તેમને પ્રથમ વશ કરું અને પછી વિદ્યાધરોને વશ કરું. અનુક્રમે જેમ
પગથિયાં ચડીને મકાનમાં જવાય છે તેમ આને વશ કર્યો. હવે એને છોડી દેવો એ ન્યાય
જ છે અને આપની આજ્ઞા સમાન બીજું શું હોય? મહાપુણ્યના ઉદયથી આપના દર્શન
થાય. રાવણનાં આવાં વચન સાંભળીને ઇન્દ્રજિતે કહ્યું કે હે નાથ! આપે ખૂબ જ ઉચિત
વાત કહી છે. આવી વાત આપતા સિવાય કોણ કહી શકે? પછી રાવણે મારિચ મંત્રીને
આજ્ઞા કરી કે સહસ્ત્રરશ્મિને મુક્ત કરી મહારાજ પાસે લાવો. મારિચે અધિકારીને આજ્ઞા
કરી. તે આજ્ઞા પ્રમાણ